રેશનાલીઝમ

રેશનાલીઝમ

–મુરજી ગડા

(‘રૅશલાલીઝમ’ વીષય પર તા. 7/12/2009ના દીને  વીલેપાર્લે–મુમ્બઈમાં યોજાયેલી ‘કચ્છી શૈલી’ની વીચારગોષ્ઠીમાં લેખકે આપેલ વક્તવ્ય પર આધારીત આ લેખ…)

એવા કેટલાક શબ્દો છે જે આપણે સહજપણે વાપરીએ છીએ; છતાં એની વ્યાખ્યા આપી શકતા નથી. ક્યારેક આપણને એનો સાચો અર્થ પણ ખબર હોતો નથી. પ્રમાણમાં ઓછો જાણીતો અને વપરાતો આવો જ એક શબ્દ છે ‘રૅશનાલીઝમ’. એની એકથી વધુ વ્યાખ્યાઓ હાલમાં પ્રચલીત છે.

‘પોતાની બુદ્ધીથી, વૈજ્ઞાનીક સત્યો પર આધારીત સારાસાર તારવવાની ક્રીયાને વીવેકબુદ્ધી કહેવાય છે. વીવેકબુદ્ધીપુર્ણ વીચાર અને વર્તન, એ મારી દૃષ્ટીએ રૅશનાલીઝમ છે.’ આ વ્યાખ્યાના સંદર્ભમાં અહીં એની ચર્ચા કરવામાં આવી છે.

રૅશનાલીઝમ ઘણા સમયથી ચર્ચાય છે અને આચરાય છે; છતાં હજી તે એક ઉગતી વીચારધારા છે. એ ખાસ પાંગરી નથી, ફેલાઈ નથી; કારણ કે એની સામે ઘણા અવરોધ છે. જ્યારે તે ફેલાશે ત્યારે તે માનવ સંસ્કૃતીના વીકાસનું અતીમહત્ત્વનું પગલું બનશે. એનાં ઉંડાણમાં જતાં પહેલાં અત્યાર સુધીનાં મહત્ત્વનાં પગથીયાં કયાં છે તે ટુંકમાં જોઈએ –

માનવ સંસ્કૃતીના વીકાસનો પહેલો મહત્ત્વનો તબક્કો શરુ થયો તત્ત્વજ્ઞાન આધારીત ધાર્મીક વીચારધારાઓથી. દુનીયામાં હાલ પ્રવર્તમાન બધી જ ધાર્મીક વીચારધારાઓએ તત્કાલીન જરુરીયાત પ્રમાણે નૈતીક મુલ્યોની સ્થાપના કરી. એનો ફેલાવો કરવા માટે માનવ પ્રકૃતીની નબળાઈઓનો ઉપયોગ કરી ઘણું બીનજરુરી ઉમેર્યુ. પાછળથી એમાં ઘણાં દુષણો પણ ઉમેરાયાં. આપણે એના ઉંડાણમાં નથી જતા. પચ્ચીસ–ત્રીસ સદીઓ પછી પણ સમાજ પર એમની મજબુત પકડ યથાવત્ છે. જોકે સંસ્કૃતીનો વીકાસ અહીં અટક્યો નથી.

ચાર–પાંચ સદીઓ પહેલાં યુરોપમાં વૈજ્ઞાનીક વીચારધારાની શરુઆત થઈ. સંસ્કૃતીના વીકાસનું આ બીજું અગત્યનું પગથીયું હતું. આ વીચારધારાએ કુદરતનાં રહસ્યો સમજી માનવ જીવનધોરણ સુધારવા એનો ઉપયોગ કર્યો. ભૌતીક સત્યોને વાસ્તવીક નજરે જોયાં, પ્રયોગો દ્વારા તપાસ્યાં અને સીદ્ધ કર્યાં. કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા લોકોને પોતાના ક્ષેત્રમાં આવકાર્યા. સગવડભરેલું જીવન આપણે રોજ માણીએ છીએ; છતાં વીજ્ઞાનને જરુરી યશ આપતા નથી.

પણ….. વૈજ્ઞાનીક વીચારધારાની એક મર્યાદા છે. એને આપણી નૈતીકતા/પ્રમાણીકતા સાથે નીસબત નથી. એની પ્રવૃત્તી કુદરતને સમજી એનો યોગ્ય ઉપયોગ કરવા પુરતી મર્યાદીત હોવાથી માણસની નૈતીકતા એના ક્ષેત્રમાં આવતી નથી. અહીં નૈતીકતા શબ્દ વીશાળ અર્થમાં વાપર્યો છે.

માનવ સંસ્કૃતીના વીકાસનું ત્રીજું પગથીયું આવ્યું અનુશાસનમાં. એ છે રાજકીય ક્ષેત્રે ‘લોકશાહી’ની શરુઆત. લોકશાહીના પાયામાં સ્વતંત્રતા અને સમાનતાની ભાવના રહેલી છે. એની શરુઆત 200 વરસ પહેલાં પશ્ચીમના કેટલાક દેશોમાં થઈ. બાકીની દુનીયામાં એ 50-60 વરસથી આવવા લાગી છે. લોકોના હાથમાં એ આખરી સત્તા મુકે છે. લોકશાહીની સાચી કીમ્મત એ પરીપકવ થાય ત્યારે સમજાય છે. આપણે હજી ત્યાં સુધી નથી પહોંચ્યા.

માનવ સંસ્કૃતીના વીકાસનું હવે પછીનું ચોથું મહત્તવનું પગથીયુંરૅશનાલીઝમમાં જણાય છે. એમાં બધી વીચારધારાઓની હકારાત્મક બાબતો સમાયેલી છે તેમ જ એમની મર્યાદાઓ અને નકારાત્મકતાનો છેદ ઉડાવેલો છે. એમાં ધાર્મીક વીચારધારાની ‘નૈતીકતા’ છે, વૈજ્ઞાનીક વીચારધારાની ‘સત્યપરાયણતા’ છે અને લોકશાહીની ‘સ્વતંત્રતા’ તેમ જ ‘સમાનતા’ છે. એટલે જરૅશનાલીઝમ આગલી ત્રણેય વીચારધારાઓ કરતાં વધુ મહત્ત્વનું બને છે.

રેશનાલીઝમ માનવવાદી અને પ્રકૃતીવાદી છે. એ દુનીયાના મોટાભાગના પ્રશ્નો હલ કરી શકે છે; વર્ગ અને જાતીભેદ મટાડી શકે છે; ધર્મો વચ્ચેના ઝઘડા ઘટાડી શકે છે અને રાષ્ટ્રો વચ્ચેનાં યુદ્ધો પણ અટકાવી શકે છે. રૅશનાલીઝમ ધાર્મીક અન્ધશ્રદ્ધાને દુર કરે છે; લોકશાહીને પરીપકવ બનાવે છે અને વીજ્ઞાનની પ્રગતીને ઝડપી બનાવે છે. તે લોકશાહી અને વીજ્ઞાનનો હાથ પકડી આગળ ચાલે છે; તેમ જ બધા ધર્મો સાથે હાથ મીલાવવા તૈયાર છે. તે શ્રદ્ધા આધારીત નહીં; પણ વીવેકબુદ્ધી આધારીત છે. શ્રદ્ધા એ બીજાની બુદ્ધી પર રાખેલો વીશ્વાસ છે, જ્યારે વીવેકબુદ્ધી વીજ્ઞાન આધારીત છે.

રૅશનાલીઝમનો સ્વીકાર વીકસીત દેશોમાં, ખાસ કરીને સ્કેન્ડીનેવીયન દેશોમાં જોવા મળે છે, જ્યાં આગળ વર્ણવેલું બધું થઈ રહેલું છે. વીકાસને લીધે રૅશનાલીઝમ ફેલાય છે કે પછી રૅશનાલીઝમને લીધે વીકાસ થાય છે તે દરેક પોતાની રીતે વીચારી શકે છે. મારા હીસાબે બન્ને એકબીજાના પુરક છે.

દુરના ભવીષ્યમાં ભારત પણ એ પંથે આગળ વધશે. જો કે, અત્યારના ભારતમાં રૅશનાલીઝમનું ભાવી ધુંધળું દેખાય છે. ટીવીના લીધે વાચન ઘટ્યું છે; ધાર્મીક પ્રવચનો વધ્યાં છે. ચમત્કારો અને અન્ધશ્રદ્ધા ફેલાવતી સીરીયલોની ભરમાર છે. વીજ્ઞાન શું છે અને શું કહે છે એ સમજવાની દરકાર નથી. લોકશાહીના હાર્દ જેવી ચુંટણીઓ એક ફારસ છે. ધર્મ અને જાતીના જોરે રાજકારણીઓ ચુંટાય છે, સરકાર બને છે અને તુટે છે. જ્યાં દરેક ક્ષેત્રના આગેવાન ખુદ અન્ધશ્રદ્ધાળુ હોય ત્યાં રેશનાલીઝમ માટેનાં ચઢાણ ખુબ કપરાં હોય છે.

કોઈ પણ વીચારધારાના ફેલાવા માટે તેનું માર્કેટીંગ કરવું પડે છે. માર્કેટીંગ શબ્દ હમણાં પ્રચલીત થયો છે, પણ તેનો ઉપયોગ પહેલેથી જ થાય છે. સૌથી જબરદસ્ત અને સફળ માર્કેટીંગ ધાર્મીક વીચારધારાઓએ કર્યું છે. એમણે માનવ પ્રકૃતીમાં જન્મજાત એવા લાલચ (સ્વર્ગની), ભય (નરકનો) વગેરે નબળાઈઓનો ભરપુર લાભ ઉઠાવ્યો છે.

માનવીય નબળાઈઓનો ગેરલાભ ઉઠાવવો રૅશનાલીઝમના સીદ્ધાન્તની વીરુદ્ધ છે. એ ચમત્કારોમાં માનતું નથી. એનો પ્રચાર માત્ર ‘રીઝનીંગ’ (તર્ક–દલીલ)થી થઈ શકે. એની એ મર્યાદા છે.

પ્રચાર પહેલાં સ્વીકાર કરવો પડે છે. આપણે જાતે રૅશનાલીસ્ટ બનવું પડે છે. રૅશનાલીઝમના સ્વીકારમાં થોડા આંતરીક અવરોધ તેમ જ પ્રચારમાં બાહ્ય અવરોધ નડે છે અને એની ચર્ચા જ આ લેખનો ખાસ ઉદ્દેશ છે.

પહેલો આંતરીક અવરોધ છે માણસની પ્રકૃતીનો. ઉંચનીચના ભેદભાવ, ટોળાશાહી જેવી ઘણી જન્મજાત વૃત્તીઓ રૅશનાલીસ્ટ બનવાની આડે આવે છે. મોટા ભાગના લોકો ફોલોઅર’ (અનુયાયી) હોય છે. તેઓ કહેવાતા ‘લીડર’ના દોરવ્યા દોરવાય છે. યોગ્ય શીક્ષણ, વાચન, વીચાર અને મનન વગર એમાંથી બહાર નીકળવું શક્ય નથી. મધમાખીઓ અને કીડીઓમાં જે ટોળાશાહી છે એના અંશ આપણામાં હજી મોજુદ છે.

માણસની શારીરીક ઉત્ક્રાન્તી થતાં તે કોઈ પણ બાહ્ય મદદ વગર બે પગે ટટ્ટાર ઉભો રહી ચાલવા અને દોડવા લાગ્યો. સાથે એની બૌદ્ધીક ઉત્ક્રાન્તી પણ થઈ છતાં; તે સ્વતન્ત્ર રીતે વીચારતો થયો નથી. મોટાભાગના લોકોને બૌદ્ધીક ટેકણલાકડીની જરુર પડે છે. માણસ જ્યાં સુધી સ્વતંત્ર રીતે નીર્ણય કરતો ન થાય ત્યાં સુધી તે ‘પુખ્ત’ (Mature) ન ગણાય. વીચારોની પુખ્તતા રૅશનાલીસ્ટ બનવાની પુર્વશરત છે.

રૅશનાલીઝમના સ્વીકારમાં બીજો આંતરીક અવરોધ ‘Childhood conditioning’ નો , જેને આપણે ‘બાળપણના સંસ્કાર’ કહીએ છીએ. સંસ્કાર કરતાં કન્ડીશનીંગ (એટલે આરોપીત ગુણ/અવગુણ) શબ્દ વધુ બંધ બેસતો છે. બાળપણની જે પણ કન્ડીશનીંગ હોય એને સુલટાવવી ખુબ જ અઘરી છે. સભાન પ્રયત્નો વગર એ શક્ય નથી.

બાળકના વીચારો પર સૌથી વધુ અસર ઘરના વાતાવરણની થાય છે. જો માતા–પીતામાં વીચારોની એકમતતા ન હોય તો બાળક કન્ફયુઝ થાય છે. જો બન્નેના વીચારો રૅશનલ હોય તો બાળક રૅશનાલીસ્ટ થવાની પુરી શક્યતા છે. એ રીતે જોતાં રેશનાલીઝમ એક પેઢી કરતાં લાંબી પ્રક્રીયા ગણાય.

પ્રાંત, ધર્મ, જાતી વગેરેના ભેદભાવ અર્થહીન છે. જ્યાં સુધી મનમાં અને આચરણમાં આવા ભેદભાવ હોય, ચમત્કારમાં માનતા હોઈએ ત્યાં સુધી રૅશનાલીસ્ટ ન થવાય.

ઘણી વખત રૅશનાલીસ્ટ ગણાતી વ્યકતી પાછલી ઉમ્મરે રેશનાલીઝમથી વેગળી થતી જણાય છે. કોઈ એમને દમ્ભી રૅશનાલીસ્ટ કહે છે તો કોઈને એમાં રૅશનાલીઝમની હાર દેખાય છે. વાસ્તવમાં આવા લોકોનું બાળપણનું કન્ડીશનીંગ ફરી પાછું જોર પકડતું હોય છે. બીજું કશું નથી. વીચારોમાં રૅશનાલીસ્ટ હોવું અને એને આચરણમાં મુકવું એ અલગ વાત છે. અત્યારના સામાજીક વાતાવરણમાં રૅશનાલીઝમ કેટલી હદે પાળી શકાય એ દરેકને નડતી મર્યાદા, એના કૌટુમ્બીક – સામાજીક સંજોગો વગેરે પર આધાર રાખે છે. એમને જરુર પુરતી ‘ઢીલ’ આપવામાં કંઈ ખોટું નથી. આપણી વ્યક્તીગત માન્યતા જે પણ હોય, રૅશનાલીઝમના સ્વીકારનું લેબલ જે પણ હોય, પ્રચારમાં એનો આગ્રહ ન રખાય. સામી વ્યક્તીને  જેટલું સ્વીકાર્ય હોય એટલાથી અત્યારે સંતોષ માનવો જોઈએ. (લોકોની ધાર્મીકતાનો વર્ણપટ (Spectrum) પણ વીશાળ જ છે ને !)

લોકશાહીની જેમ રૅશનાલીઝમ પણ આમસમાજમાંથી ઉભર્યું છે. એના ફેલાવા માટે કાબેલ નેતાની જરુર છે. એવો સમય આવે ત્યાં સુધી આ વીચારધારા અપનાવનાર દરેકની પોતાની શક્તી પ્રમાણે એનું પાલન કરવા અને પ્રચાર કરવાની ફરજ બની જાય છે.

રૅશનાલીઝમના ફેલાવામાં બાહ્ય અવરોધ ઘણો જ નડે છે. પહેલો દેખીતો બાહ્ય અવરોધ છે : પ્રસ્થાપીત હીત. એટલે કે ધાર્મીક વીચારધારાઓએ તો પહેલેથી જ વૈજ્ઞાનીક વીચારધારાનો વીરોધ કર્યો હતો અને હજી કરી રહી છે. કટ્ટરપંથી વીચારધારાઓ આજે પણ લોકશાહીનો વીરોધ કરે છે. અન્ય ધર્મોએ લોકશાહીનો વીરોધ કેમ નથી કર્યો એ નવાઈની વાત છે. લોકશાહીમાં આખરી સત્તા પ્રજાના હાથમાં હોય છે, જ્યારે ધાર્મીક વીચારધારાઓ મુખ્યત્વે સરમુખત્યારી હોય છે અને તે હમ્મેશાં નવા વીચારની અને બદલાવ–પરીવર્તનની વીરોધી રહી છે. આ વલણ જોતાં, તેઓ પુરી તાકાતથી રૅશનાલીઝમનો વીરોધ કરે એ સ્વાભાવીક છે તેમ જ તે સમજી શકાય છે.

ત્રીજો બાહ્ય અવરોધ છે શીક્ષણના અભાવનો તેમ જ આપણી ગોખણીયા શીક્ષણ પ્રથાનો. પરીક્ષા હોય યા કોઈ સ્પર્ધા હોય, હુબહુ નકલ કરવાની આવડતને જ પ્રોત્સાહન અપાય છે. મૌલીકતાને મહત્ત્વ નથી અપાતું. આવા વાતાવરણમાં સ્વતન્ત્ર વીચારસરણી કેવી રીતે ખીલે !

રૅશનાલીઝમને લગતા ચાર–પાંચ ગુજરાતી સામયીકો ગુજરાત અને મુંબઈમાંથી બહાર પડે છે. તેઓ પોતાની શક્તી પ્રમાણે બનતું બધું કરે છે, જે પ્રશંસાપાત્ર છે. જો કે એમનો વાચકવર્ગ મર્યાદીત હોવાથી એની અસર મુખ્યત્વે જે તે વર્તુળના વીચાર દૃઢ કરવા પુરતી થાય છે. આમપ્રજા સુધી આ વીચારધારા પહોંચતી નથી.

આ સામયીકોમાં લખતા કેટલાક લેખક અન્યત્ર પણ લખે છે જે આમજનતા સુધી પહોંચે છે. એ જ રીતે બીજા લેખક પણ અન્યત્ર લખતા થાય તો રૅશનાલીઝમને વધુ અવકાશ મળે, એક્સપોઝર મળે.

લેખકસંપર્ક:

શ્રી મુરજી ગડા, 1શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com

મુમ્બઈથી પ્રકાશીત થતા માસીક ‘વીવેકપંથી’ (તંત્રીગુલાબ ભેડા, 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri (East) Mumbai-400 093 Phone- 022-2838 8891) ના જાન્યુઆરી, 2010ના 94મા અંકમાંનો આ લેખ ‘વીવેકપંથી’ના તંત્રીશ્રીની તેમ જ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

‘વીવેકપંથી’ રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત મેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે…

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405 – સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર(નવસારી) પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી –  સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 09092011

34 Comments

 1. શ્રી મુરજીભાઈ જાણીતા ચિંતક છે અને રૅશનાલિઝમ વિશે એમના વિચારો આપણા સુધી પહોંચાડવામાં શ્રી ગોવિંદભાઈ મારુનું પ્રદાન મોટું રહ્યું છે. લેખ સરળ ભાષામાં છે અને આ વિષયની છણાવટ કરે છે; આશા રાખીએ કે શ્રી મુરજીભાઈ આ વિષય પરા આગળ વધશે અને એમના વિચરો વિસ્તારપૂર્વક રજૂ કરશે. એમણે એક જગ્યાએ સાચું જ કહ્યું છે કે “લોકશાહીમાં આખરી સત્તા પ્રજાના હાથમાં હોય છે, જ્યારે ધાર્મીક વીચારધારાઓ મુખ્યત્વે સરમુખત્યારી હોય છે અને તે હમ્મેશાં નવા વીચારની અને બદલાવ–પરીવર્તનની વીરોધી રહી છે. આ વલણ જોતાં, તેઓ પુરી તાકાતથી રૅશનાલીઝમનો વીરોધ કરે એ સ્વાભાવીક છે તેમ જ તે સમજી શકાય છે. એમાં ઉમેરો કરીને એમ પણ કહી શકાય કે માત્ર ધર્મસત્તા નહીં પણ રાજસત્તા પણ એ જ માર્ગે ચાલતી હોય છે. એમાં પણ બળજબરીનાં તત્વો હોય છે. એક પણ ધર્મ એવો નથી કે જેનો વિકાસ રાજસત્તાના ટેકા વગર જ થયો હોય. ધર્મ અને રાજ્ય, બન્ને, સમાજમાં પ્રવર્તતા આર્થિકં સંબંધોના પાયા પર વિકસ્યાં છે. બન્ને યથાસ્થિતિ જાળવી રાખવામાં પરસ્પર સહકારથી કામ કરે છે. જરૂર જણાય તો રાજસત્તા પ્રચલિત વ્યવસ્થામાં ઍડજસ્ટમેન્ટ તો કરે/કરાવે છે, પરંતુ, મૂળભૂત રીતે ખોટું હોય તે સુધારવાનો પ્રયાસ નથી કરતી હોતી.

  Like

 2. Thanks, Govindbhai. Perfect analysis. Shri Muljibhai is a scholar and did perfect analysis. Rationalism is the perfect solution for most of the problems the mankind is suffering from. These problems were created by man only and today man only is multiplying knowingly or not knowingly. So called DHARMA and the selfish preachers are the root cause for the multiplication, irrespective of the DHARMA.by name..it may be…Hindu,Islam, Christianity…or any….they want “Followers” and “YES” man…
  The next generation seems to be the hope. Education and scientific approach to the problem will help reduce the GHETASAHI.
  WAIT AND WATCH….Time is only the factor.

  Amrut(Suman)Hazari.

  Like

 3. શ્રી મુરજી ભાઈએ સરસ વિચારો પ્રગટ કર્યા છે. ઘણા વિષયો ચર્ચાયા છે, શું લખવું તે કંઈ ખબર પડી નહિ એટલે જે કંઈ મારા વિચારો છે તે ટુંકમાં જણાવું છું.

  શ્રદ્ધા છે તોજ અંધ શ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધાનું ઉદભવ સ્થાન દુનિયાના બધાજ ધર્મો છે એવું સ્વાભાવિક રીતે સમજવામાં આવે છે. આ મહદ અંશે સાચું પણ છે. બધાજ ધર્મોના શાસ્ત્રો વર્ષો પહેલાં પ્રતિભાના જોરે લખાયેલાં છે કારણકે ત્યારે દુનિયામાં વિજ્ઞાનનો જન્મ થયો ન હતો. જયારે જન્મ થયો અને બ્રુનોએ કહ્યું કે પૃથ્વી અને ગ્રહો વિગેરે ગોળ છે અને પરિભ્રમણ કરે છે તો તેને ફાંસી દેવાઈ હતી અને ગેલીલીયોને પણ જીવનભરની કેદ થઇ હતી. હવે વિજ્ઞાન તો ઘણું વિકસ્યું છે અને હજીએ ઘણું વિકસશે કારણકે વિજ્ઞાનનો કોઈ અંત નથી.

  રેશનાલીઝમના વિચારોથી ધાર્મિક અંધશ્રદ્ધા તો દૂર થાય અને થવીજ જોઈએ પરંતુ ઘણીવાર પાપડી ભેગી ઇઅળ બફાઈ જાય છે. એટલેકે માણસ જો અંધશ્રદ્ધા ભેગી શ્રદ્ધા ગુમાવી બેસે તો સાથે સાથે પ્રેમ, દયા, ઉદારતા જેવો ગુણો પણ ગુમાવવાની શક્યતા છે. પ્રેમ અને શ્રદ્ધા બંને એકબીજાના પર્યાય છે. શ્રદ્ધા અને પ્રેમ વગરનું જીવન નીરસ, અસહ્ય અને બોજારૂપ લાગે છે. શ્રદ્ધા તો બધા ગુણોનો રાજા હોય એવું લાગે છે માટે અંધશ્રદ્ધા ભેગી શ્રદ્ધા જીવનમાંથી દૂર ન થઇ જાય તેની કાળજી રાખવી જોઈએ. આ શ્રદ્ધાના અનેક રૂપો છે જેવી કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, માં-બાપ, સગા સ્નેહી પ્રત્યેની શ્રદ્ધા, વડીલ, ગુરુ-જનો, મિત્રો ઉપરની શ્રદ્ધા વિગેરે. માણસ હંમેશા કોઈ-કોઈનો સહારો લઈને જીવતો હોય છે. ઈશ્વરવાદી માણસની હાલત ઈશ્વરની શ્રદ્ધા ગુમાવી દીધા પછી કપાઇ ગયેલા પતંગ જેવી થાય છે.

  મોટેભાગે અંધશ્રદ્ધા ધર્મને સમજવાની ભૂલને લીધે થતી હોય છે તેથી ધર્મ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને વગોવવા કરતા તે ભૂલો કરાવનારને જો સમજવામાં આવે તો તેમાંથી સાચો જવાબ મળે. અસ્તુ.

  Like

 4. શ્રી ભીખુભાઈ,
  આપે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને શ્રદ્ધાનો મુદ્દો ઊભો કર્યો છે. આપે કહ્યું છે કે શ્રદ્ધા છે તો જ અંધશ્રદ્ધા છે. પરંતુ મને તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે કઈં તાત્વિક ભેદ દેખાતો નથી, આ મુદ્દા પર પહેલાં પણ ચર્ચા થઈ હતી ત્યારે મેં કહ્યું હતું કે મારી શ્રદ્ધા એ શ્રદ્ધા, અને બીજાની શ્રદ્ધા એ અંધશ્રદ્ધા!

  આપણે નક્કી શી રીતે કરી શકીએ કે આપણે પેંડાનો પ્રસાદ ચડાવીએ તો એ શ્રદ્ધા કહેવાય, પણ આદિવાસી પોતાની દેવી સામે મરઘો કાપે તો એને જીવદયાને નામે અંધશ્રદ્ધા માનીએ. મને યાદ છે કે આ ચર્ચામાં શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ રાઓલે નાળિયેર વધેરવાનું ઉદાહરણ આપ્યું હતું

  મારો ખ્યાલ છે કે આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ભેદ કરવાનું બંધ કરવું જોઇએ, કારણ કે આ ખ્યાલો સ્વતંત્ર નથી,આપણી સામાજિક અવધારણાનું પરિણામ છે. આપણી શ્રદ્ધાના સ્તર પરથી આપણા સામાજિક વિકાસનો તબક્કો નક્કી થશે.

  શ્રદ્ધાની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એવી શ્રદ્ધાની વાત કરીએ છીએ કે જે આપણે પરંપરાથી કે સંસ્કારવશ સ્વીકારી છે. બુદ્ધિથી પણ અમુક ઉદ્દેશ પાર પડવાની શ્રદ્ધા જન્મ લેતી હોય છે, અથવા પોતે જે માર્ગ લીધો હોય તે સાચો હોવાની શ્રદ્ધા પેદા થાય છે, ભગતસિંહ અને ગાંધીજીના માર્ગો જુદા હતા, પરંતુ એમને એમના માર્ગો વિશે શ્રદ્ધા હતી જ. વિચાર વિનાની કોઇ પણ શ્રદ્ધા અંધશ્રદ્ધા જ છે. – ભલે એ ઇશ્વર વિશેની શ્રદ્ધા હોય.

  બધા મહાપુરુષોને ઈશ્વરમાં શ્રદ્ધા હતી (માર્ક્સ કે ભગતસિંહ સિવાય). ગાંધીજી તો God is Truth નથી કહેતા પણ Truth is God કહે છે.બધા મહાપુરુષો સમાજ પર પોતાની છાપ છોડી ગયા છે. પરંતુ એમાં એમનાં કાર્યો અને ઈશ્વર સિવાયના વિષયોમાં એમના વિચારોનો ફાળો મોટો છે. એમની ઈશ્વરશ્રદ્ધાને કારણે એ મહાન નથી બન્યા.

  શ્રી મૂરજીભાઈને પણ એમના રૅશનલ વિચારોમાં શ્રદ્ધા હશે જ. પરંતુ, આવી શ્રદ્ધાઓ પ્રશ્ન-પરિપ્રશ્નને અંતે આવે. તે સિવાય કોઈએ કહેલું માની લેવું એ શ્રદ્ધા નથી, સહેલો રસ્તો છે, મગજને તકલીફથી બચાવવાનો પ્રયાસ છે, જે આદત બની જાય છે.

  Like

 5. શ્રી મૂરજીભાઈ,
  મેમલ્સ ગૃપમાં રહેવા ઇવોલ્વ થયેલા છે,આ વૃત્તિ લાખો કરોડો વર્ષના ઉત્ક્રાંતિના ક્રમમાં મળેલી છે.આપણને લિમ્બિક સિસ્ટમ, મેમલિયન બ્રેઈન પ્રાણીઓ પાસેથી વારસામાં મળેલું છે.એટલે ટોળાશાહીને આપ ઇગ્નોર નહી કરી શકો.એના માટે મારા આ લેખો ક્લિક કરી વાંચી શકો છો,બધું અહીં લખું કોમેન્ટ્સ બહુ લાંબી થઇ જાય,
  http://raolji.com/2011/06/07/3634/
  http://raolji.com/2011/06/26/hard-truths-about-human-nature/ -આલ્ફા લીડર,
  http://raolji.com/2011/07/02/-સભ્ય સર્વોપરિતા.
  હવે રહી ચાઇલ્ડહૂડ કંડીશનિંગની વાત.તો એના વિષે મેં એક લેખ મુકેલો છે.શાહજહાં,મેમલીયન ટ્રેજેડી એની લીંક છે.http://raolji.com/2011/05/28/ ઉંમર વધતી જાય તેમ માણસ નબળો પડતો જાય છે અને એનો દંભ ઉઘાડો પડતો જાય છે.પછી એને ગરુડે ચડીને ભગવાન આવતા દેખાઈ જાય છે.ચાઇલ્ડહૂડ કંડીશનિંગ પાછું વર્ચસ્વ જમાવી દેતું હોય છે.નવો ન્યુરલ હાઈવે બનાવવો બહુ મૂશ્કેલ છે.

  Like

 6. શ્રી દીપકભાઈએ જે મારા વિચારો પર પ્રતિભાવ આપ્યો તે બાબતે જણાવવાનું કે મેં પ્રથમથીજ જણાવ્યું કે મને લખવા જેવું કઈ લાગ્યું નહિ પરંતુ લખવા પુરતુંજ લખ્યું છે. કદાચ ફક્ત એવું લખત તો ચાલત કે લેખ બહુ સરસ છે અથવા કંઈજ લખ્યું ન હોત.

  રેશનાલીઝામનું ધ્યેયજ વિજ્ઞાનને આધારે અંધશ્રદ્ધાને મિટાવવાનું છે એટલે મેં શ્રદ્ધા-અંધશ્રદ્ધાની વાત ઉપાડીને મારી બુદ્ધિગમ્ય લખ્યું. શ્રી દીપકભાઈને શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં ભેદ દેખાતો નથી તે તો એમની વિશાળ વૈચારિક ક્ષમતાને આધારિત છે. મારી દ્રષ્ટિએ શ્રદ્ધા-અંધશ્રદ્ધાનો તફાવત એટલે કે કોઈ રોગના નિદાન માટે ડોક્ટર કે વૈદ્ય પાસે જવું તે શ્રદ્ધા અને ખેરાલુના બાપુ પાસે જવું કે ભૂઆ પાસે તે અંધ શ્રદ્ધા. આ બાબતને કંઈ ચર્ચાનો વિષય બનાવવાની જરૂર જણાતી નથી.

  જો લેખક તેના વિષય ઉપર એકે-એક વિગતો ઝીણવટપૂર્વક જણાવી દે તો પછી કોઈને કશું લખવાનું રહેતું હોતું નથી, પછી તો ફક્ત વખાણજ કરવાના રહે. અને એવા સંજોગોમાં મારા જેવા સામાન્ય માણસ તો દ્વિધામાં પડી જાય કે શું લખવું? એટલે મને આવડ્યું તેવું લખ્યું. અસ્તુ.

  Like

 7. મિત્રોને મોકલાવ્યા પછી, મને નીચે પ્રમાણે મળેલો જવાબ.

  મોટેભાગે અંધશ્રદ્ધા ધર્મને સમજવાની ભૂલને લીધે થતી હોય છે તેથી ધર્મ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને વગોવવા કરતા તે ભૂલો કરાવનારને જો સમજવામાં આવે તો તેમાંથી સાચો જવાબ મળે. અસ્તુ.

  Very very true.

  Read this self experience. It is an appropriate answer with evidence to so called Rationalists.

  “Suresh Jani”

  http://gadyasoor.wordpress.com/2011/09/08/after_2_months/

  Like

 8. સમતોલ લેખ.

  મેં વાંચેલા મહાનુભાવોમાં સહુથી મોટા રેશનાલીસ્ટ મને સ્વામી વિવેકાનંદ લાગ્યા છે. કમનસીબીની વાત તે છે કે ભારતના લોકો યે તેમને વ્યવસ્થિત સમજી નથી શક્યાં. જે કાર્ય રેશનાલીસ્ટો કરવા ઈચ્છે છે તે તેમણે કરી બતાવ્યું છે. આજની યુવા પેઢીએ વધુને વધુ સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચવું જોઈએ.

  Like

 9. શ્રી ભીખુભાઈ,
  આપની પહેલી કૉમેન્ટ વાંચીને આનંદ થયો હતો એટલે જ મેં ચર્ચા આગળ વધારી. આ પહેલાં પણ આપના પ્રતિભાવો મને હંમેશાં જ્ઞાનદાયક જણાયા છે. વળી આપ પહેલી કૉમેન્ટમાં પણ વિષયને અનુરૂપ રહેવાની સાથે ચર્ચાને નવી દિશામાં લઈ ગયા એટલે જ મને લખવાની ઇચ્છા થઈ. આ સિવાય મારો કોઈ ઇરાદો નહોતો. આપને કઈં ખોટું લાગ્યું હોય તો હું ક્ષમા માગું છું.

  મારી “વિશાળ વૈચારિક ક્ષમતા’ નો આપે ઉલ્લેખ કર્યો છે પણ હું જાણૂં છું કે હજી એ સ્થિતિએ હું પહોંચ્યો નથી, પહોંચવાની ઇચ્છા છે ખરી. આ પ્રક્રિયામાં આપ તરફથી મળેલી સ્વામી સચ્ચિદાનંદજીની સામગ્રી મને બહુ ઉપયોગી જણાઇ છે.

  Like

 10. મુરજીભાઈએ કેટલીક પાયાની વાતો સ્પષ્ટ કરી છે તે માટે અભિનંદન. આ બાબતમાં સૌથી વધુ જરૂર વિભાવનાની સ્પષ્ટતાની છે. શબ્દને અર્થના અનેક અધ્યાસો હોય છે. એનો સ્વીકાર કે ગ્રહણ વ્યક્તિના બાળપણ,ઉછેર,ભાવ-અભાવ,અભ્યાસ, સત્સંગ, અધ્યયન વગેરેને આધારે થયો હોય છે.તેને વિવેકપૂર્વક તપાસવા માટે તટસ્થ આત્મનિરીક્ષણની આવશ્યકતા રહે છે.
  એટ્લે મોરચો અહીથી શરૂ થાય તો વધુ સ્વસ્થ પરિણામ આવી શકે. પ્રચારનો ઉત્સાહ પૂરતો નહિ થાય. એ અંગેના ઉપાયો અને માર્ગો વિચારવા – તપાસવા જોઈએ. મનુષ્યના મનને લેબલથી સમજવા જતાં વધુ જોખમો ઊભા કરવાના જોખમો છે.

  Like

 11. આદરણીય મુરજીભાઈએ રેશનાલીઝમ વિશે સુંદર, સરળભાષામાં સમજૂતિ આપી. ધન્યવાદ.

  Like

 12. શ્રી દીપકભાઈ:

  ચર્ચાના વિષયમાં ખોટું લગાડવા જેવું કશું હોતું નથી. જે કંઈ ચર્ચાય છે તેનાથી જાણકારીજ વધતી હોય છે. અત્યારસુધી જે પ્રતિભાવો અપાયા અને આપને જ્ઞાનદાયક લાગ્યા, તેતો સ્વામી શ્રી સચ્ચિદાનંદનીજ દેન છે. અત્યાર પછી પણ જે કંઈ લખાશે
  તેમાં કલમ મારી અને વિચારો તો સ્વામીનાજ હશે. કંઈ ભૂલ થાય તો તે મારી પોતાનીજ હશે તેની અગાઉથીજ ક્ષમા યાચના.

  Like

 13. શ્રી મુરજીભાઇ તથા ગોવિંદભાઇ
  તમે તમારા આ લેખના સંદર્ભમાં આપેલી રેશનાલીઝમની વ્યખ્યા ઉચીત છે. રેશનાલીઝમ એ શબ્દ જે અંગ્રેજી ભાષાનો છે તેની વ્યુપત્તિ ‘રેશીયો’ શબ્દ ઉપરથી થઇ હશે.જેનો અર્થ છે પ્રમાણ જેના ઉપરથી બન્યો રેશનલ એટલે પ્રમાણિક અને રેશનાલીઝમ પ્રમાણિકતા વાદ.અને જે વિચાર માં પ્રમાણિકતા કે નિતી ન હોય તેને વિવેક યુકત વિચાર ન જ કહી શકાય..
  તમે માનવ પ્રગતિના પહેલા પગથીયાનો કેવ ઉલ્લેખ કરી મૌન સેવ્યું. શાથી તે સમજાયું નહીં. બીજા પગથીયામાં તમે લખ્યું કે ચાર પાંચ સદીયો પહેલા યુરોપમાં વિજ્ઞાનનો ઉદય થયો.એનો અર્થ તો એ થયો કે તે પહેલાં કશે પણ વિજ્ઞાનનો ઉદય થયો જ ન હતો. જે વાત સાથે હું સંમત નથી. હા કદાચ એમ કહી શકાય કે ચાર પાંચ સદીયો પહેલા યુરોપમાં વિજ્ઞાનનો ફરીવાર ઉદય થયો. મારા આ કથનને ટેકો આપવા આપને નીચે આપેલી લીંક ઉપર જવા મારી ખાસ વિનંતિ છે.://www.experiencefestival.com/wp/videos/vimanas–ancient-flying-machines/f802a66CFQo
  ભારતના ગણિતશાસ્ત્રિ ભાસ્કરાચાર્યના સિધાંત શિરોમણીમાં ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ કરતો શ્લોક આ પ્રમાણે છે.

  આકૃષ્ય શકિતશ્ચ મહિતયાયત્
  ખસત્વં ગુરુત્વાભિમુખઈસુશકત્યા
  આકૃષ્યતે તત્ પતતિ વિભાતિ
  સ્મે સમન્તાત્ સ્વપતત્ દ્વિયંખે
  આ ઉપરથી એટલું તો ફલીત થઇ શકે કે ચાર પાંચ સદીયો પહેલા પણ ભારતમાં વિજ્ઞાનનો ઉદય થયો હતો. મારી દ્રષ્ટિએ વિજ્ઞાનનું મૂળ છે શંકા અને એનું ફળ છે શ્રદ્ધા ‘વિશ્વાસ’.આગળ લખતાં તમે રેશનાલીઝમની સાચી અને સુંદર વ્યાખ્યા આપી છે.

  રેશનાલીઝમની એટલે નૈતિકતા,સત્પરાયણતા,સ્વતંત્રતા અને સમાનતા. આ વાત પતંજલીના યોગ સુત્રમાં સમજાવેલી છે.

  Like

 14. There is a difference between the knowledge about some laws of nature and the scientific method of finding these laws, and then using those findings to make machines. That is the major difference between the ancient findings and the European renaissance.

  Like

 15. Someone’s wishful thinking can not be taken as a fact. By this account we have to believe in all the magic in old books.

  That is like suggesting today’s science fiction books and movies may be considered as today’s reality few centures later? Movies go far beyond mere words. they have visuals.

  Like

 16. શ્રી ગિરીશભાઈએ ઉપર લિંક આપીછે તેની મુલાકાત લીધા પછી વિકી પીડિયા પર વધારે શોધતાં આ પુસ્તક વિશે જે માહિતી મળી છે, તેની કૉપી અંગ્રેજીમાં જ અહીં આપું છું. ગૂગલ સર્ચ કરવા માટે મેં Vaimanika Shastra ટાઇપ કરતાં વિકી પીડિયાની લિંક મળી. આ પુસ્તક ૧૯૧૮-૨૩માં લખાયેલું છે.એને મહર્ષિ ભરદ્વાજના નામ સાથે જોડવામાં આવ્યું છે. ઇંડિયન ઇંસ્ટીટ્યૂટ ઑફ સાયન્સ દ્વારા એની એની સમીક્ષા કરવામાં આવી છે અને એનો અભિપ્રાય છેલ્લા પૅરામાં છે જે આંખ ઉઘાડી દે તેવો છે. વિકીપીડિયાનું પેજ નીચે કૉપી કરીને મૂકું છું.

  Title page of the English translation of Vyamanika Shastra published in 1973
  The Vaimānika Shāstra वैमानिक शास्त्र (“Science of Aeronautics”[1]; also Vimanika, Vymanika) is an early 20th century Sanskrit text on aeronautics, claimed to be obtained by mental channeling, about construction of vimānas, the “chariots of the Gods”, self-moving aerial cars mentioned in the Sanskrit epics.
  The existence of the text was revealed in 1952 by G. R. Josyer, according to whom it is due to one Pandit Subbaraya Shastry(1866 – 1940), who dictated it in 1918-1923. A Hindi translation was published in 1959, the Sanskrit text with an English translation in 1973. It has 3000 shlokas in 8 chapters and was attributed by Shastry to Maharishi Bharadvaja,[2] which makes it of purportedly “ancient” origin, and hence it has a certain notability in ancient astronaut theories.
  A study by aeronautical and mechanical engineering at Indian Institute of Science, Bangalore in 1974 concluded that the aircraft described in the text were “poor concoctions” and that the author showed a complete lack of understanding of aeronautics. The study also states “The Rukma Vimana was the only one which made sense. It had long vertical ducts with fans on the top to suck air from the top and send it down the ducts, generating a lift in the process.” [3]
  Contents [hide]
  1 Origin and publication
  2 Structure and content
  3 See also
  4 Notes
  5 References
  6 External links
  [edit]Origin and publication

  Subbaraya Shastry was a mystic from Anekal, who was reputed to speak out verses (slokas) whenever he got inspiration, described by Josyer as “a walking lexicon gifted with occult perception”. According to Josyer, he dictated the text to G. Venkatachala Sharma in the early 1900s (completing it in 1923).
  Subbaraya Shastry died in 1941, and Venkatachala took his manuscripts into keeping. The Vaimanika Shastra manuscript appeared at Rajakiya Sanskrit Library, Baroda by 1944.[4] The text was published in Hindi in 1959[5] and later in English by G.R. Josyer, titled Vymanika Shastra. Josyer’s edition, also added illustrations drawn by T. K. Ellappa, a draughtsman at a local engineering college in Bangalore, under the direction of Shastry, which had been missed in the 1959 edition.[6]
  Its existence was first announced publicly in a 1952 press release by G.R. Josyer, who had founded his “International Academy of Sanskrit Research” in Mysore the year before. In the foreword to the 1973 publication that contained the full Sanskrit text with English translation, Josyer quotes a 1952 press release of his which was “published in all the leading dailies of India, and was taken up by Reuter and other World Press News Services”:[7]
  Mr. G. R. Josyer, Director of the International Academy of Sanskrit Research in Mysore, in the course of an interview recently, showed some very ancient manuscripts which the Academy had collected. He claimed that the manuscripts were several thousands of years old, compiled by ancient rishis, Bharadwaja, Narada and others, dealing, not with the mysticism of ancient Hindu philosophy of Atman or Brahman, but with more mundane things vital for the existence of man and progress of nations both in times of peace and war. […] One manuscript dealt with Aeronautics, construction of various types of aircraft for civil aviation and for warfare. […] Mr. Josyer showed some types of designs and drawing of a helicopter-type cargo-loading plane, specially meant for carrying combustibles and ammunition, passenger aircraft carrying 400 to 500 persons, double and treble-decked aircraft. Each of these types had been fully described.
  Josyer then tells how he was visited by “Miss Jean Lyon, journalist of Toronto and New York” for an interview, and how Lyon in her Just Half a World Away (1954) concluded that he was “guilty of a rabid nationalism, seeking to wipe out everything since the Vedas”.
  A critical review pronounced Josyer’s introduction to be “least scholarly by any standards.” and said that “the people connected with publication – directly or indirectly – are solely to blame either for distorting or hiding the history of the manuscripts.” perhaps in an attempt to “eulogise and glorify whatever they can find about our past, even without valid evidence”. By tracing the provenance of the manuscript, interviewing associates of S. Shastry (including G. V. Sharma to whom the text was originally dictated), and based on the linguistic analysis of the text, the review concluded that it came into existence sometime between 1900 and 1922.[6]
  [edit]Structure and content

  An illustration of the Shakuna Vimana that is supposed to fly like a bird with hinged wings and tail.[6]
  Unlike modern treatises on aeronautics that begin by discussing the general principles of flight before detailing concepts of aircraft design, the Vaimanika Shastra straightaway gets into quantitative description, as though a particular aircraft is being described. The topics covered include, “definition of an airplane, a pilot, aerial routes, food, clothing, metals, metal production, mirrors and their uses in wars, varieties of machinery and yantras, planes like ‘mantrik’, ‘tantrik’, and ‘kritak’” and four planes called Shakuna, Sundara, Rukma, and Tripura are described in greater detail. The extant text is claimed to be only a small (one-fortieth) part of a larger work Yantra Sarvaswa (“All about machines”[7]) composed by Maharishi Bharadwaj and other sages for the “benefit of all mankind”.[6]
  In 1991, the English portion and the illustrations from the Josyer book were reprinted by David Hatcher Childress in Vimana Aircraft of Ancient India & Atlantis as part of the Lost Science Series. According to Childress, the 8 chapters treat the following:
  The secrets of constructing aeroplanes, which will not break, which cannot be cut, will not catch fire, and cannot be destroyed.
  The secret of making planes motionless.
  The secret of making planes invisible.
  The secret of hearing conversations and other sounds in enemy places.
  The secret of retrieving photographs of the interior of enemy planes
  The secret of ascertaining the direction of enemy planes approach.
  The secret of making persons in enemy planes lose consciousness.
  The secret of destroying enemy planes.
  The propulsion of the Vimanas according to Kanjilal (1985) is by a “Mercury Vortex Engines”[8], apparently a concept similar to electric propulsion. Childress finds evidence for this “mercury vortex engine” in the Samarangana Sutradhara, an 11th century treatise on architecture.
  J. B. Hare of the Internet Sacred Text Archive in 2005 compiled an online edition of Josyer’s 1973 book, in the site’s “UFOs” section. In his introduction, Hare writes
  The Vymanika Shastra was first committed to writing between 1918 and 1923, and nobody is claiming that it came from some mysterious antique manuscript. The fact is, there are no manuscripts of this text prior to 1918, and nobody is claiming that there are. So on one level, this is not a hoax. You just have to buy into the assumption that ‘channeling’ works. … there is no exposition of the theory of aviation (let alone antigravity). In plain terms, the VS never directly explains how Vimanas get up in the air. The text is top-heavy with long lists of often bizarre ingredients used to construct various subsystems. … There is nothing here which Jules Verne couldn’t have dreamed up, no mention of exotic elements or advanced construction techniques. The 1923 technical illustration based on the text … are absurdly un-aerodynamic. They look like brutalist wedding cakes, with minarets, huge ornithopter wings and dinky propellers. In other words, they look like typical early 20th century fantasy flying machines with an Indian twist.
  A 1974 study by researchers at the Indian Institute of Science, Bangalore found that the heavier-than-air aircraft that the Vaimanika Shastra described were aeronautically unfeasible. The authors remarked that the discussion of the principles of flight in the text were largely perfunctory and incorrect, in some cases violating Newton’s laws of motion. The study concluded:[9]
  Any reader by now would have concluded the obvious – that the planes described above are the best poor concoctions, rather than expressions of something real. None of the planes has properties or capabilities of being flown; the geometries are unimaginably horrendous from the point of view of flying; and the principles of propulsion make them resist rather than assist flying. The text and the drawings do not correlate with each other even thematically. The drawings definitely point to a knowledge of modern machinery. This can be explained on the basis of the fact that Shri Ellappa who made the drawings was in a local engineering college and was thus familiar with names and details of some machinery. Of course the text retains a structure in language and content from which its ‘recent nature’ cannot be asserted. We must hasten to point out that this does not imply an oriental nature of the text at all. All that may be said is that thematically the drawings ought to be ruled out of discussion. And the text, as it stands, is incomplete and ambiguous by itself and incorrect at many places.
  The authors expressed puzzlement at the contradiction and errors in the Vaimanika Shastra text, especially since its compilers supposedly had access to publications that did not make such errors (such as, Dayanand Saraswati’s commentary on the Rigveda published in 1878 or earlier).[10]
  [edit]

  Like

 17. દિપક્ભાઈ,
  ખૂબ ખૂબ આભાર.
  સાચો rationalist સત્યની શોધમાં કોઈ પણ bies વિના નીકળે છે.

  Like

 18. અહીં શ્રી ગોવિંદભાઈની સલાહથી વિકીપીડિયાના પેજનો ટૂંક સાર આપું છુ.

  વૈમાનિક શાસ્ત્ર(Science of Aeronautics)નાં બીજાં નામ છેઃ વિમાનિક કે વૈમાનિક. એ વીસમી સદીની શરૂઆતમાં સંસ્કૃતમાં લખાયેલું પુસ્તક છે. દાવો એવો છે કે માનસિક સંદેશવ્યવહાર દ્વારા લેખકને આ પ્રાચીન જ્ઞાન પ્રાપ્ત થયું. ૧૯૫૨માં શ્રી જી.આર. જોસ્યરે આ પુસ્તકના અસ્તિત્વની જાહેરાત કરી. એમના જણાવ્યા પ્રમા્ણે આ પુસ્તક પંડિત સુબ્બારાય શાસ્ત્રીએ લખ્યું છે (જન્મ ૧૮૬૬,મૃત્યુ ૧૯૪૦). કહેવાય છે કે સુબ્બારાય શાસ્ત્રીને પ્રેરણા થતી અને તેઓ શ્લોકો બોલવા લાગતા.એમના આ શ્લોકો ૧૯૧૮ અને ૧૯૨૩ વચ્ચે એમના લખાવ્યા મુજબ શ્રી જી. વેંકટાચલ શર્માએ લખી લીધા.૧૯૪૧માં શાસ્ત્રીજીનું અવસાન થયું તે પછી શ્રી વેંકટાચલજીએ આ હસ્તપ્રત સાચવી રાખી. ૧૯૪૪માં આ હસ્તપ્રત વડોદરા ની રાજકીય સંસ્કૃત લાયબ્રેરીમાં થી નીકળી. ૧૯૫૯માં એનો હિન્દી અનુવાદ પ્રકાશિત થયો અને ૧૯૭૩માં અંગ્રેજી અનુવાદ. એમાં આઠ પ્રકરણૉ અને ૩૦૦૦ શ્લોકો છે. શાસ્ત્રીજી આ શ્લોકો એમને પ્રાચીન મહર્ષિ ભરદ્વાજ તરફથી માનસિક સંદેશાઓની આપ-લે દ્વારા પ્રાપ્ત થયા હોવાનું કહેતા. ૧૯૭૩માં મૈસૂરની ઈંટરનૅશનલ ઍકેડેમી ઑફ સંસ્કૃત રીસર્ચના ડાયરેક્ટર શ્રી જી. આર. જોસ્યરે એનો અંગ્રેજી અનુવાદ કર્યો ત્યારે શાસ્ત્રીજીએ પોતાની હયાતીમાં બેંગલોરની એક ઈજનેરી કૉલેજના ડ્રાફટ્સમૅન ટી. કે. યેલપ્પા પાસે બનાવડાવેલા વિમાનોના સ્કૅચ પણ સામેલ કર્યા.
  એક ઇંટરવ્યૂમાં જોસ્યરે માલવાહક હેલીકૉપ્ટરનું ચિત્ર પણ દેખાડ્યું અને દાવો કર્યો કે આ શાસ્ત્ર હજારો વર્ષ જૂનું છે અને એના રચયિતા મહર્ષિ ભર્દ્વાજ અને નારદ તથા બીજા ઋષિઓ છે. પરંતુ એક વિદ્વાને એની ભાષાની સમીક્ષા કરી અને શ્રી વેંકટાચલ શર્મા વગેરેના ઇંટરવ્યૂ લીધા. એમણે એવું તારણ કાઢ્યું કે આ ગ્રંથ ૧૯૦૦ અને આસપાસ લખાયેલો હોવો જોઈએ.
  આ વિષય પર કોઈ પ્રાચીન ગ્રંથ હોય એવો દાવો કોઈએ કર્યો નથી એટલે એની રચના ૧૯૧૮ પછી જ થઈ હોવાનું માની શકાય છે. વૈમાનિક શાસ્ત્રમાં ઉડ્ડયન સંબંધી વૈજ્ઞાનિક નિયમોની ચર્ચા કરવામાં નથી આવી તો ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ એ કઈ રીતે ઉપર જઈ શકે તે દર્શાવવાનો તો સવાલ જ નથી ઊભો થતો.
  ૧૯૭૪માં બેંગલોરની સંસ્થા ઈંડિયન ઇંસ્ટીટ્યૂટ ઑફ સાયન્સના એરોનૉટિકલ ઍન્ડ મૅકેનિકલ એન્જીનિયરિંગ વિભાગના સંશોધકો એનું અધ્યયન કરીને એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે લેખકને એરોડાયનેમિક્સના સિદ્ધાંતોની છાંટો પણ ખબર નથી. જો કે એક વિમાન ‘રુક્મા વિમાન’ આ સિદ્ધાંતની નજીક આવે છે ખરૂં. હવા કરતાં ભારે વિમાન ઊડી જ ન શકે.
  તે ઉપરાંત બીજા સમી્ક્ષકોના જણાવ્યા પ્રમાણે વિમાનના વર્ણન અને આકૃતિઓ વચ્ચે પણ તાલમેળ નથી.
  xxxxxx
  આ ઉપરાંત, મારા તરફથી…
  લિંક પર જે અંગ્રેજી લેખ મળે છે તેમાં ઋગ્વેદના મંત્રોનો સંદર્ભ પણ આપેલો છે – જેમ કે, જલયાન, ત્રિચક્ર રથ, ત્રિતલ રથ. વાયુ રથ કે વિદ્યુત રથ વગેરે નામો ઋગ્વેદમાં હોવાનું દર્શાવેલું છે. આ મંત્રો તપાસતાં જોવા મળ્યું કે એમને ઉડ્ડયન યંત્રો સાથે કઈં સંબંધ નથી. માનનીય પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરજીએ શબ્દો અલગ કરીને અર્થ દર્શાવ્યા છે. એમાં વાયુ અને રથ શબ્દો અર્થની દૃષ્ટિએ અલગ ઘટકોમાં જાય છે. શ્લોક એમ કહે છે કે તમારા દેવ વાયુને રથમામ લાવો. વાયુ અને રથ બન્ને શબ્દો પાસે પાસે હોવા છતાં વાક્યના આવશ્યક ઘટક તરીકે વ્યાકરણ પ્રમાણે એમણે અલગ કરીને દેખાડ્યા છે. વિદ્યુત રથનો અર્થ વીજળીથી ચાલતો રથ, એવો નથી. સાતવળેકરજી વીજળીની જેમ પ્રકાશમાન રથ એવો અર્થ કરે છે. ત્રિચક્ર રથ વાળો મંત્ર તો અર્ધદેવનું સન્માન પામનારા કારીગર વર્ગ એટલે કે ઋભુગણની સ્તુતિ છે. ઋભુઓ અંતરિક્ષમાં રહે છે એટલે એમનો રથ પણ અંતરિક્ષમાં જ ફરે ને!

  Like

 19. Thank you Dipakbhai, for taking so much time and making an affort to go in such a detail.

  I have a whole lot more to say on such claims of our ancient ”great scientific” heritage coming from so called ”closet believers”. I did not want to do it here. Takes too much time. I would be glad to discuss with anyone in person or on a phone.

  Like

 20. શ્રી. દીપકભાઇ,
  આ ચર્ચામાં સાચું સત્ય શું છે તેનો ઉકેલ લાવવા તમે જહેમત ઉઠાવી જે સંશોધન કર્યું તે
  બદલ તમારો ખૂબ ખુબ આભાર અને ધન્યવાદ.તમારો આ પ્રયત્ન જ તમારી રેશનલ મિનોવૃત્તિનું સાચું ઉદાહરણ છે. તમે આ અંગે તમારથી બનતી બધી જ માહીતી બીલકુલ નિષ્પક્ષ પણે રજુ કરી છે. શ્રી. મુરજીભાઇની જેમ મારે પણ ઘણા વિચારો રજુ કરવા છે પરંતુ
  સમયાનુસાર કરવાનો પ્રયત્ન કરીશ.
  ગિરીશના યથા ઘટીત.

  Like

 21. શ્રી મુરજીભાઈ, શ્રી કિશોરભાઈ અને શ્રી ગિરીશભાઇનો આભાર. શ્રી ગિરીશભાઈના બ્લૉગ પર પુનર્જન્મ અંગેની ચર્ચા છે એમાં પણ મેં પ્રતિભાવ આપ્યો છે; કદાચ એમને જોવાનો સમય મળ્યો નહીં હોય.
  શ્રી ગિરીશભાઈ, વિચારવાનો મુદ્દો એ છે કે આપણે પોતાને દુનિયાના આધ્યાત્મિક ગુરુ કહીએ છીએ, પરંતુ, ભૌતિક જગતની વાત આવે ત્યારે પણ “અમે પણ ઓછા નથી” એવું દેખાડવા તત્પર રહીએ છીએ.
  એક બાજુથી, સાંસારિક સુખોને પણ દુઃખ માનીએ અને પછી એ જ સાંસારિક સુખો સૌ પ્રથમ આપણે શોધ્યાં એવું કહીએ! આપણા વ્યક્તિત્વમાં ક્યાંક અંતર્વિરોધ નથી? શું આપણે લઘુતા ગ્રંથિથી પિડાઇએ છીએ? પશ્ચિમે આપણને જે આપ્યું તેનો ઉપભોગ કરવા છતાં આપણે એને ક્રેડિટ આપવામાં શા માટે સંકોચ કરીએ છીએ? એમ કરીને આપણે આપણી આધ્યાત્મિકતાનો પણ દ્રોહ કરીએ છીએ, એમ નથી લાગતું? જેં છે, તેનો યશ સુપાત્રને આપવો એ સાચી આધ્યાત્મિકતા નથી? મને લાગે છે કે આવી આધ્યાત્મિકતા માટે ઈશ્વર સંબંધી આપણી અલગ માન્યતાઓ હોય તે પણ અડચણરૂપ ન બની શકે.

  Like

  1. શ્રી ગિરીશભાઈ,
   હવા કરતાં ભારે વિમાન ઊડી ન શકે એ મારૂં મંતવ્ય નથી. મેં ઉપર વિકીપીડિયાનો લેખ છે એનો સારાંશ ગુજરાતીમાં મૂક્યો છે. મૂળ અંગ્રેજી વાક્ય આ પ્રમાણે છે. “A 1974 study by researchers at the Indian Institute of Science, Bangalore found that the heavier-than-air aircraft that the Vaimanika Shastra described were aeronautically unfeasible.” ઉપર અંગ્રેજી આપ્યું છે તેમાં આ વાક્ય છે, જેના તરફ ધ્યાન દોરૂં છું.હું પોતે એરોનૉટિક્સમાં કઈં જાણતો નથી, માત્ર આ પુસ્તક્વિશેનું બીજું પાસું રજૂ કર્યું છે.
   મૂળ વાત એ છે કે આ ટેક્સ્ટ સંસ્કૃતમાં છે પરંતુ પ્રાચીન નથી. પુનર્જન્મ અંગેના પ્રતિભાવનો પ્રત્યુત્તર મને નથી મળ્યો. ફરી મોકલશો? સીધું જ મોકલશો તો પણ ચાલશે. મારી ઇ-મેઇલ આઈડી dipak.dholakia@gmail.com. આભાર.

   Like

 22. શ્રી. દીપકભાઇ, મેં પૂનર્જન્મ અંગે તમે પાડેલા પ્રતિભાવનો ઉત્તર આપ્યો છે. જો તમને તે પહોચ્યો ન હોય તો જણાવશો. આ વિવાદમાં બંન્ને પક્ષના વિજ્ઞાનીઓની માન્યતા એકબીજાથી વિરુદ્ધ હોવાથી કોઇ ચોકકસ નિર્ણય લઇ શકાય નહી. છતાં ઇન્ડીયન ઇસ્ટીટયુના વજ્ઞાનીઓની વાત વ્યાજબી ગણું છું. પણ તેમાં છેલ્લે લખ્યું છે કે હવા કરતા ભારે વિમાન ઉડી શકે જ નહી. આ વાત મને સમજાઇ નહી.તો જરા ચોખવટ કરશો.
  હવે મુદ્દાની વાત એ છે કે અહીં તમે ગાડી બીજા પાટે ચઠાવી દીધી.મારો મૂળ પ્રશ્ન એ હતો કે ચાર પાંચ સદીયો પહેલા વિજ્ઞાનનો વિકાસ થયો હતો કે નહીં. તે અંગે એટલું જ કહેવાનું કે શું આયુર્વેદનો વિજ્ઞાનમાં સમાવેશ થાય કે નહીં? બીજું એકે મોહનજો ડેરો, હરપ્પા, લોથલ, વગેરેનો ઇતિહાસ જોઇએ તો વધારે સમજાય. ચાર પાંચ સદીઓ પહેલા યંત્ર યુગ શરુ થયો એમ કહી શકાય ખરું.

  Like

  1. શ્રી ગિરીશભાઈ,

   મારો જવાબ ચાલુ રાખું છું. મેં ગાડી બીજા પાટે નથી ચડાવી. આપે જે લિંક આપી તે મેં માત્ર જોઈ છે. આપે લિંક આપી અને એના વિશે કોઈ બોલે નહીં એવી આશા તો આપે નહીં રાખી હોય! શક્ય છે કે કોઈ એ લિંક વાંચીને આપના સમર્થનમાં પણ અભિપ્રાય આપત. મારા જેમ બીજે એનું રેફરન્સ શોધત નહી. તો એ પ્રતિભાવકે પણ ગાડી બીજા પાટે ચડાવી દીધી એમ આપ કહેત ખરા?

   આપે મોહેં-જો-દડો, વગેરે સંસ્કૃતિઓના વિકાસની વાત કરી છે. હું એની સાથે સંમત છું. ખરેખર તો પૈડાની શોધ સાથે જ વિજ્ઞાનનો વિકાસ શરૂ થઈ ગયો હતો અને પછી દુનિયાએ પાછું વળીને જોયું નથી. આમ વિજ્ઞાનના વિકાસને માત્ર ત્રણ-ચાર સદી પૂરતો મર્યાદિત ન રાખી શકાયપરંતુ, સદીઓ સુધી દુનિયા એમને એમ મંદ ગતિએ ચાલતી રહી. .

   પરંતુ, મહત્વનો ફેર એ છે કે દુનિયા શું છે અને કેમ ચાલે છે તે સમજવાની શરૂઆત, ગૅલીલિયો, કોપરનિકસ, ન્યૂટન વગેરે સાથે થઈ, અને વિકાસમાં પણ વેગ આવ્યો. તે પછી ટેકનૉલૉજી જરૂરિયાત સાથે બંધાયેલી ન રહી.પૂરી સમજ સાથે વધુ ઉપયોગી થવા માટે ટૅકનૉલૉજી વિકસી. ચરખાથી સૂતરના તાર બને એમ તો સૌ જાણતા હતા. ચરખો પણ યંત્ર જ છે.પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી જે થયું અને છેક વીસમી સદીના અંતિમ ચરણમાં કમ્યૂનિકેશન ક્ષેત્રે માનવજાતે જે હરણફાળ ભરી છે તે અદ્‍ભુત છે. આ વિકાસ માત્ર જરૂર આધારિત નથી, પરંતુ એનાથી આગળ જાય છે. આમાં માત્ર પશ્ચિમનો ફાળો છે, આપણો ફાળો નથી. આ સીધું સાદું તથ્ય-આધારિત સત્ય છે.

   આપણે તો ગણેશજી જેવા છીએ. માતાપિતાએ કોણ શ્રેષ્ઠ તે સાબિત કરવા માટે કાર્તિકેય અને ગણેશજીને કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જલદી પાછો આવશે તે શ્રેષ્ઠ. કાર્તિકેય તો મોર પર સવાર થઈને ઊપડી ગયા. ગણેશજી માતાપિતાને પ્રદક્ષિ્ણા કરીને બેસી ગયા. બસ એમાં જ પૃથ્વીની પણ પ્રદક્ષિણા આવી ગઈ. કાર્તિકેય જ્યાં જાય ત્યાં ઉંદરનાં પગલાં દેખાય! એ હારી ગયા. આપણે પણ કહીએ છીએ કે અમે તો આત્મા શોધી લીધો એમાં બધું આવી ગયું. જે કઈં નવું શોધાય તેમાં આપણે પોતે પોતાને સૌથી આગળ મૂકી દઈએ. હું કાર્તિકેયથી પહેલાં!

   આ આપે પૂછેલા સવાલોનો પ્રતિભાવ છે, આપના સવાલોનો ગર્ભિતાર્થ સમજીને મેં વિશ્લેષણ કર્યું છે. ગાડી આડે પાટે નથી ચડાવતો.

   Like

 23. રૅશનાલીઝમને લગતા ચાર–પાંચ ગુજરાતી સામયીકો ગુજરાત અને મુંબઈમાંથી બહાર પડે છે – name aapso plz.

  Like

  1. Dear Hardikbhai.
   I will give you detailed informaion on 25th February because I am now on tour of Gujarat..

   Like

  2. વહાલા હાર્દીકભાઈ,

   મારે ત્યાં ‘વીવેકપંથી’ અને ‘માનવવાદ’ બે રૅશનલ ગુજરાતી સામયીકો આવે છે. જેની વીગતે માહીતી નીચે મુજબ છે:

   ‘વીવેકપંથી’ વાર્ષીક લવાજમ રુપીયા 100/-
   તંત્રી: Harsha Badkar, A-1/14, Satyadarsan, 3rd Floor, Malpa Dongari No. 3, Andheri (East), Mumbai -400 093 ફોન: (022) 268 72 393 સેલફોન: 98201 68442 e.mail: harsha_badkar@yahoo.com

   ‘માનવવાદ’ વાર્ષીક લવાજમ રુપીયા 100/-
   તંત્રી: શ્રી. બીપીન શ્રોફ ફોન: (02694) 245953 સેલફોન: 97246 88733 e.mail: shroffbipin@gmail.com
   બેંક ઓફ બરોડા, મહેમદાવાદના બચત ખાતા નં. 08930100013053 IFSC code Barbomehama માં લવાજમ ભરી લેખીત કે ફોનથી જાણ કરવી.

   ‘સત્યાન્વેષણ’ માટેના સંપાદક: શ્રી. સુર્યકાંત શાહને મેઈલ લખવા વીનન્તી.
   e.mail: suryasshah@yahoo.co.in

   ધન્યવાદ.

   …ગો.મારુ…

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s