રૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ

મુરજી ગડા

એ હવામાં છે, પાણીમાં છે, સજીવ અને નીર્જીવ બધામાં છે. એ પૃથ્વીમાં છે, સુર્ય, ચન્દ્ર, ગ્રહો, તારાઓ બધામાં છે. એ અણુમાં છે અને અવકાશી શુન્યાવકાશમાં પણ છે. એ સર્વત્ર છે, સર્વવ્યાપી છે. એને રન્ગ, રુપ કે કોઈ આકાર નથી. એ બધા પ્રત્યે સમાનતા ધરાવે છે. એના પ્રતાપથી કોઈ બચી શકતું નથી. એની વીરુદ્ધ જવું ઘણું અઘરું છે. એ દેખાતું નથી છતાં હરપળ અનુભવાય છે. એ વીશ્વની શરુઆતથી છે અને અન્ત સુધી રહેવાનું છે. એના વગર કોઈનું પણ અસ્તીત્વ શક્ય નથી.

‘એ શું છે’ એવું પુછયા પહેલા જ તત્કાલ ઉત્તર મળે છે, ‘ઈશ્વર’ એ જવાબ સાચો હોય અને ન પણ હોય. એની વાત નથી.

અત્યારે વાત થાય છે ગુરુત્વાકર્ષણની. આગળ લખ્યું છે એ બધું જ એને લાગુ પડે છે. એની સતત અને સર્વત્ર મોજુદગી હોવા છતાં કોઈને એની ખબર નહોતી. આશરે ત્રણસો વરસ પહેલાં આઈઝેક ન્યટન નામના એક વૈજ્ઞાનીકે એ શોધ્યું અને એના નીયમો પણ ધડી કાઢયા.

ગુરુત્વાકર્ષણ એક કુદરતી બળ છે. અતીશય શક્તીશાળી અને થોડાં મુળભુત બળોમાનું તે એક છે. જો થોડી ક્ષણો માટે પણ તે જતું રહે તો તરત બધાનો નાશ થઈ જાય.

ગુરુત્વાકર્ષણનું અને ઈશ્વરનું વર્ણન આટલું મળતું આવે છે. તો બન્નેમાં ફરક શું છે ?

રૅશનાલીસ્ટના મતે બન્નેમાં કંઈ ફરક નથી. એમના મતે ગુરુત્વાકર્ષણ એ ઈશ્વરનું જ એક રુપ છે. આવાં બધાં કુદરતી બળો અને તત્વોનો સરવાળો એ જ એમના મતે ઈશ્વર છે, જો ઈશ્વરમાં માનવું જ હોય તો.

પરમ્પરાગત ચુસ્ત આસ્તીકોને આમાં કદાચ ખોટું લાગે કારણ એમની ઈશ્વરની સમજ થોડી જુદી છે. એમને સમસ્ત માનવજાત અને જીવસૃષ્ટી પ્રત્યે તટસ્થ હોય એવો નહીં પણ એ ઈશ્વર જોઈએ છે જે એમના સમ્પ્રદાય પ્રત્યે પક્ષપાતી હોય. જેને પ્રસાદ, આભુષણો અને ક્રીયાકાન્ડથી ખુશ કરી શકાય. અને ખુશ થાય તો એમનું મનગમતું એની પાસેથી મેળવી શકાય. ‘લખ્યા લેખ ભગવાન પણ બદલી ન શકે’ એવું ચુસ્તપણે માનનારા પણ ભગવાન એમને માટે કુદરતના નીયમ બદલી આપશે એની અપેક્ષા રાખતા હોય છે.

રૅશનાલીસ્ટ ઈશ્વરને આવા સગવડીયા સ્વરુપથી ખુબ ઉપર ઉઠાવી સમસ્ત બ્રહ્માન્ડના નીયામકના સ્થાને મુકે છે. એનો ઈશ્વર નીષ્પક્ષ અને તટસ્થ છે. એની પાસે શ્રાપ કે વરદાન નથી, ઈનામ કે સજા નથી. ફક્ત પોતાના નીયમો દ્વારા થતાં પરીણામ છે. આમ સમાજ એમને નાસ્તીક ગણે છે. કારણ કે તેઓ ચીલાચાલુ સમજ પ્રમાણે ઈશ્વરની વ્યાખ્યાને સ્વીકારતા નથી તેમજ ક્રીયાકાન્ડમાં માનતા નથી. પરીણામે રૅશનાલીઝમ એ અનીચ્છાએ પ્રચલીત ધાર્મીકતાનનો વીરોધ બની જાય છે.

મહાકાવ્યો લખનાર ઋષી–કવી લોકમાનસમાં અમર થઈ ગયા છે. એમના માનસપુત્રો અને પુત્રીઓ (એમના પાત્રો) એમના કરતાં પણ વધારે અમર થઈ ગયા છે. ઘણા રાજાઓ, સેનાપતીઓ, તત્વજ્ઞાનીઓ, દાર્શનીકો ઈત્યાદી પણ વત્તેઓછે અન્શે અમર થઈ ગયા છે. વાર્તાકાર અને એમના વાસ્તવીક તેમજ કાલ્પનીક પાત્રો પણ અમર થઈ ગયા છે. વર્તમાનમાં પ્રસીદ્ધીની ટોચ પર પહોંચેલી રમતગમત અને મનોરન્જન ક્ષેત્રની થોડી વ્યક્તીઓ પણ આગળ જતાં અમર થઈ જશે.

આ બધા ક્ષેત્રની વ્યક્તીઓ કરતાં માનવજીવનને પ્રત્યક્ષ રીતે વધારે સ્પર્શી ગયેલી વ્યક્તીઓ પાઠ્યપુસ્તકો સીવાય સદન્તર વીસરાઈ ગઈ છે. આ અવગણાયેલ વ્યક્તીઓ છે: વૈજ્ઞાનીકો અને સંશોધકો. આપણી આસપાસ માનવસર્જીત જે પણ દેખાય છે તે તમામ આ લોકોની સાધના અને મહેનતનું ફળ છે.  આ લોકોએ પોતાનું કાર્ય ન કર્યું હોત તો આજે પણ આપણે ગુફાઓમાં રહેતા હોત, ઝાડનાં પાનફળ ખાતા હોત અને શરીરે ચામડું લપેટતા હોત.

ગુફામાંથી બેઠાં ઘરો અને પછી બહુમાળી ઈમારતો સુધી આપણને પહોંચાડનાર બધા લોકો ભુલાઈ ગયા છે. આ જ રીતે પહેરવેશ, ખોરાક અને અન્ય જીવનજરુરીયાતની પાયાની ચીજો પાછળ પણ આવા જ અગણીત ગુમનામ લોકો રહેલા છે. વીસરાઈ ગયેલા આવા અસંખ્ય લોકોમાંથી ગણ્યાગાંઠ્ઠયા મોટી શોધો કરનારનાં નામ માત્ર પાઠ્યપુસ્તકો પુરતાં મર્યાદીત રહ્યાં છે. આપણે એમના ઉન્ડાણમાં અત્યારે ન જઈએ.

વૈજ્ઞાનીકો અને સંશોધકોની આ સીદ્ધીઓ એમને કોઈ મંત્રનો જાપ જપવાથી નથી મળી કે કોઈ મન્દીરના ઘન્ટ વગાડવાથી નથી મળી. પુજા પાઠ કરવાથી, જાત્રાઓ કરવાથી, શીબીરોમાં જવાથી કે બાધા આખડી રાખવાથી પણ નથી મળી.

આવી શોધો કરવા માટે રાત દીવસ જોયા વગર અભ્યાસખન્ડમાં અને પ્રયોગશળામાં જાત ઘસી નાખવી પડે છે. એ માર્ગે કેટલીયે નીષ્ફળતાઓ પચાવવી પડે છે. એમાં કૌટુમ્બીક જીવનનો ભોગ દેવાય છે. અને ઘણી વખત આર્થીક પાયમાલી પણ નોતરવી પડે છે. ફક્ત પોતાના આત્માના ઉદ્ધાર માટે નહીં પણ સમસ્ત માનવજાતના લાભ માટે કરેલી આ એમની સાધના અને તપાસ્યા છે.

એક માન્યતા એવી છે કે બધાનું ભવીષ્ય જન્મ સાથે જ નક્કી થયેલું હોય છે, અને એને બદલી શકાતું નથી. આ વૈજ્ઞાનીક મહામાનવોએ ફક્ત પોતાનું જ નહીં પણ સમગ્ર માનવજાતનું ભવીષ્ય બદલાવ્યું છે. પોતાની મહેનતનો લાભ પોતા પુરતો મર્યાદીત રાખવાનો સ્વાર્થ એમણે નથી દાખવ્યો.

વૈજ્ઞાનીક શોધખોળોની વીશીષ્ટતા એ છે કે મોટાભાગની શોધ પશ્ચીમના દેશોમાં થઈ છે. આની પાછળ એમની સવાલો કરી ઉત્તર મેળવવા માટે જાતમહેનત અને પ્રયોગો કરવાની વૃત્તી રહેલી છે. ભારતીય સંસ્કૃતીએ નક્કર પ્રયોગો કરતાં ધ્યાન, તપ, ચીન્તન વગેરેને વધારે મહત્વ આપ્યું છે. એના લીધે આપણું કાર્યક્ષેત્ર સૈદ્ધાન્તીક (Theoretical) શોધો પુરતું મર્યાદીત રહ્યું છે. આમાં ગણીત અને ખગોળ મુખ્ય છે. પ્રાયોગીક ધોરણે આરોગ્ય અને ચીકીત્સાક્ષેત્ર મુખ્ય રહ્યું છે. આ સીવાયના બધાં ક્ષેત્રોમાં આપણો ફાળો નહીંવત્ છે. કોઈ કુદરતી રહસ્યના અસ્તીત્વ વીશે જાણવું એ પહેલું પગથીયું થયું. એના નીયમો સમજવા, સીદ્ધાંતો ઘડવા, એમનો ઉપયોગ કરવો એ પછીના પગથીયાં છે. આપણે એમાં ઉણા ઉતર્યા છીએ. મોટે ભાગે પહેલા પગથીયે જ અટકી જતા હતા.

ભારતીયોમાં વૈજ્ઞાનીક અભીગમને બદલે તપ, ધ્યાન, ભક્તી વગેરેનું મહત્વ હજી પણ એટલું જ છે. પોતાના પ્રશ્નોના નીરાકરણ માટે આપણે જાતમહેનત કરતાં દૈવી શક્તી પર વધુ આધાર રાખીએ છીએ. એના માટે જાતજાતનાં વીધીવીધાન કરીએ છીએ. ભગવાન અવતાર લઈ આપણી બધી મુસીબતો દુર કરશે એવી આશા લઈ બેસીએ છીએ.

માણસને ભવીષ્ય જાણવાની અને તેને બદલવાની ઈચ્છા હમ્મેશ રહી છે. લાલચ અને ડર બતાવવાથી માણસના મન પર કાબુ મેળવી શકાય છે. આ જાણનાર ચાલાક લોકોએ ધર્મના નામે જાતજાતની બાબતોથી ભોળા સમુદાયને છેતર્યા છે. આની પાછળનું એક કારણ વૈજ્ઞાનીક અભીગમનો અભાવ છે.

અજ્ઞાત અને અર્દશ્ય ઈશ્વરને પ્રસન્ન કરી એની કૃપા મેળવવાને બદલે રૅશનાલીસ્ટ, જે નજર સામે દેખાય છે, જેના આધારે આપણું અસ્તીત્વ છે એ કુદરતી તત્વો અને બળોને સ્વીકારે છે. અને એમની સાથે સમન્વય સાધવાની કોશીશ કરે છે. આપણે જે ભૌતીક જગતમાં રહીએ છીએ એને સમજવું અને સ્વીકારવું એ ભૌતીકવાદ નહીં પણ વાસ્તવવાદ છે. એને સાચી રીતે જાણ્યા સમજ્યા વગર બીજી કાલ્પનીક દુનીયાની વાતો અને પ્રવૃત્તીઓમાં રહ્યા રહેવું એ પલાયાનવાદ છે. સાચા અર્થમાં ધર્મ એ સમાજશાસ્ત્ર અને ભક્તીથી વધુ કંઈ નથી.

આદીમાનવ રૅશનાલીસ્ટ હતો. એ પૃથ્વી, સુર્ય, અગ્ની, દરીયો વગેરે કુદરતી તત્વોને નમતો થયો, પણ એટલેથી અટક્યો નહીં. એ પાણીમાં તરતા શીખ્યો. લાંબે જવા માટે હોડી બનાવી. અગ્નીને પેટાવતાં અને ઓલવતાં શીખ્યો. આ રીતે વૈજ્ઞાનીક અભીગમ અપનાવી એ કુદરતનાં શાંત સ્વરુપો પર કાબુ મેળવી શક્યો.

એ દીશામાં વધુ પ્રગતી કરવાને બદલે ક્યાંક દીશા બદલી માણસ પોતાના સ્વરુપમાં ઈશ્વરને જોવા અને પુજવા લાગ્યો. એ વીધીવીધાન અને કર્મકાન્ડમાં બધી મુશ્કેલીઓનો ઉકેલ શોધવા લાગ્યો. એમ કરવાથી વાવાઝોડાં, ધરતીકમ્પ, દુકાળ જેવાં કુદરતનાં રૌદ્ર સ્વરુપો શાન્ત થઈ આપણને અનુકુળ થઈ જશે એમ ઈચ્છવા લાગ્યો.

રૅશનાલીસ્ટ પણ પ્રાથના કરે છે. એ મુશ્કેલીઓથી બચવા માટે નહીં પણ એમની સામે ટકી રહેવાની હીમ્મત કેળવવા અને એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા પ્રાથના કરે છે. વૈજ્ઞાનીક અભીગમ અપનાવી એણે ઘણી કુદરતી શક્તીઓને નાથી છે. વાતાનુકુલ મકાનો બનાવી વાતાવરણની ઠંડી–ગરમી પર આપણા પુરતો વીજય મેળવ્યો છે. નદી બન્ધ અને પછી નહેરો બાન્ધી અતીવૃષ્ટી અને અનાવૃષ્ટીનો મર્યાદીત ઉપાય શોધ્યો છે. વીમાન અને રૉકેટ બનાવી ગુરુત્વાકર્ષણ પર વીજય મેળવ્યો છે. આવા તો ઘણા દાખલા આપી શકાય. મુળ હેતુ કુદરત પર સમ્પુર્ણ કાબુ મેળવવાનો નથી. એ શક્ય નથી અને જરુરી પણ નથી. એનાં રૌદ્ર સ્વરુપોથી રક્ષણ મેળવવાની વાત છે.

આપણું શરીર અને મન પણ કુદરતની જ એક રચના છે. એને પણ એ જ રીતે સમજી શકાય. કોઈ અપાર્થીવ (super natural) રચના માનીને આગળ વધવું એ અંધકારમાં હવાતીયાં ભરવા જેવું છે.

રૅશનાલીસ્ટોને કોઈ પ્રસ્થાપીત ધર્મ કે સમ્પ્રદાય નથી. તેઓ બધા જ ધર્મોમાં મળી આવે છે. દેશ ધર્મ કે જાતીના નામે જેટલી આસાનીથી લોકો ભેગા કરી શકાય છે એટલી આસાનીથી અન્ય કોઈ કારણસર કરી શકાતા નથી. એટલા માટે જ રૅશનાલીસ્ટો પ્રાચીન કાળથી હોવા છતાં એમની સંખ્યા સાવ જ મર્યાદીત રહી છે.

તેઓ બહુધા એકલવીર હોય છે. એમને પ્રારબ્ધ કરતાં પુરુષાર્થમાં વધારે શ્રદ્ધા છે. તેઓ વૈજ્ઞાનીક, દાર્શનીક, વીચારક વગેરે વ્યવસાયમાં વધારે જોવા મળે છે.

પુરાણોમાં જે ભક્તીયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગની વાત કરી છે એમાંથી રૅશનાલીસ્ટ જ્ઞાનયોગ અને કર્મયોગને વરેલા છે. પરમ્પરાગત આસ્તીકોને ભક્તીયોગ સહેલો લાગતાં તેમણે એ અપનાવ્યો. ભક્તીયોગને ફેલાવવાથી ધર્મગુરુઓને પ્રતીષ્ઠા અને સત્તા મળતી. એમણે જ્ઞાનયોગને મારીમચકોડી પલાયાનવાદ બનાવી દીધો અને કર્મયોગને વર્ણવ્યવસ્થાના નામે ઉતરતો બતાવ્યો.

દીકરો જ્યારે બાપના ખભા પર બેસે છે ત્યારે એ વધારે દુર સુધી જોઈ શકે છે. જ્ઞાન અને સમજની બાબતમાં સામુહીક રીતે માનવજાત એના પુર્વજોના ખભા પર ફક્ત બેઠી નહીં પણ ઉભી છે. પુર્વજો કરતાં આજે આપણને દરેક વીષયમાં ઘણી વધારે ખબર છે. હજી ઘણું જાણવાનું બાકી છે. જે હજી સુધી ચોક્કસપણે જાણી નથી શકાયું એનો કોઈએ ભુતકાળમાં આપેલો પાયા વગરનો જવાબ સ્વીકારી ન લેવાય. એમાં કંઈક તર્ક તો હોવો જોઈએ. એ આપણા અનુભવો અને કુદરતના નીયમોથી વીરુદ્ધ ન હોઈ શકે.

શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા અને રૅશનાલીઝમ વચ્ચેનો ભેદ આપણા બધા સાથે સંકળાયેલી એક સામાન્ય બાબતથી સારી રીતે સમજી શકાય છે. એ છે માંદગી અને એનો ઉપચાર.

રોગપ્રતીકાર કરવાની શરીરની પોતાની શક્તી હોય છે. એ જાણી સામાન્ય માન્દગીમાં તરત ઉપચાર ન કરાવતાં થોડી રાહ જોવી એ પોતા પ્રત્યેની અને કુદરત પ્રત્યેની શ્રદ્ધા છે. બીમારી વધતાં એ મટાડવા ભુવા પાસે જવું કે બાધા આખડી રાખવી એ શ્રદ્ધા નહીં પણ અન્ધશ્રદ્ધાની નીશાની છે. સારવાર કરાવવા યોગ્ય પ્રકારના ડૉક્ટર પાસે જવું એ રૅશનાલીઝમ છે. જો આરોગ્ય માટે આપણે અનુભવ આધારીત વ્યવહારું પગલું લઈએ છીએ તો બીજી બાબતોમાં કેમ કોશીશ  નથી કરતા ?

એક સાહજીક સવાલ થાય છે. આ બ્રહ્માંડનું સર્જન અને સંચાલન કરનાર કોઈક તો હશે જ. તો એ ઈશ્વર છે. એની સાથે બીજો સવાલ ઉઠે છે કે તો પછી ઈશ્વરનું સર્જન કોણે કર્યું ? જો ઈશ્વર સ્વયંભુ હોઈ શકે તો બ્રહ્માંડ સ્વયમ્ભુ કેમ ન હોઈ શકે ! એનું સંચાલન સ્વયમ્ભુ છે. આ પ્રશ્નના સમાધાનમાં એમ કહી શકાય કે ઈશ્વરે બ્રહ્માંડની રચના કરી એના તત્વો, શક્તીઓ અને નીયમોમાં પોતાની જાતને વીલીન કરી દીધી છે.

સ્વર્ગ, નરક, મોક્ષ વગેરે માન્યતાઓ લામ્બા સમયથી ચાલી આવતી હોવાથી સાચી નથી થઈ જતી. બહુમતી એમાં માનતી હોય એટલે આપોઆપ સાચી નથી થતી. આમ તો પૃથ્વી સપાટ અને સ્થીર હોવાનું પણ હજારો વરસથી બધા જ માનતા હતા ને ! એ ખોટું સાબીત થયું છે. અર્દશ્ય  દુનીયાની સામાન્ય સમજ અને માન્યતા સાચી હોય યા ન હોય, એ કુદરતી નહીં પણ આપણો સાંસ્કૃતીક વારસો છે. જે કુદરતી છે તે બધા જ માણસો માટે સરખું હોય છે. કુદરતે બધાને સરખા અવયવો આપ્યા છે, બધાના લોહીનો રંગ લાલ છે. એમાં દેશ, ધર્મ, સંસ્કૃતી પ્રમાણે ભેદભાવ નથી કર્યા. માન્યતાઓમાં જે ફરક છે તે આપણા બનાવેલા છે. સંસ્કુતીઓ સમય અને સ્થળ પ્રમાણે બદલાય છે એ પણ હકીકત છે.

જ્યાં સુધી સામાન્ય પ્રજા દ્વારા વૈજ્ઞાનીક અભીગમનો સ્વીકાર ન થાય ત્યાં સુધી રૅશનાલીસ્ટો અત્યંત લઘુમતીમાં જ રહેવાના છે. આમા સૌથી મોટી આડખીલી ધર્મગુરુઓ અને રાજકીય પક્ષો રહ્યા છે. શીક્ષણનો અભાવ પણ એક મોટું કારણ છે. આજની પરીસ્થીતી જોતાં નજીકના ભવીષ્યમાં પરીવર્તનની શક્યતા નહીંવત્ છે.

લેખક સંપર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009  .મેઈલ:  mggada@gmail.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત મેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405 – સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર(નવસારી) પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી –  સેલફોન: 99740 62600 .મેઈલ:  govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ: 20–09–2011

71 Comments

 1. It is a very good rational analysis to read & bthink over it.

  Thanks so much.

  Pradeep H. Desai
  USA

  Like

 2. ઈશ્વરની કલ્પના સદાકાળ એકસરખી નથી રહી. એ સર્વદેશીય પણ નથી રહી. વિકસતી રહી છે અને એનો વિકાસ માણસના આર્થિક, ભૌતિક વિકાસ અને સમાજના સ્વરૂપમાં આવેલા વૈવિધ્ય સાથે તાલ મિલાવીને થયો છે. ઈશ્વરની કલ્પનાનો આધાર દરેક યુગમાં એ વખતના સમાજની સ્થિતિ પર રહ્યો છે. શૂન્યાવકાશમાં કોઈ વિચારનો વિકાસ ન થાય.

  મને લાગે છે કે આપણાં ભારતીય ચિંતનમાં તો ઈશ્વરને જાણવાનો દાવો કરનારની ટીકા કરવામાં આવી છેઃ “જે કહે છે કે હું એને જાણું છું તે નથી જાણતો, જે કહે છે હું એને નથી જાણતો, એ જાણે છે.” (નેતિ, નેતિ) તો ઈશ્વર શું કરે છે તે જાણતા હોઈએ એમ ખાતરીપૂર્વક કેમ કહી શકીએ? ખરેખર તો એમ કહેવું જોઇએ કે “ઈશ્વર મને મદદ કરે છે કે કેમ તે હું નથી જાણતો” અથવા ” ઈશ્વર તટસ્થ છે કે કેમ એ હું નથી જાણતો”.અને “ઈશ્વર છે કે કેમ તે હું નથી જાણતો” આપણે ત્યાં Agnosticism (ઈશ્વર બાબતમાં અનિર્ણયવાદ)નું મહત્વ રહ્યું છે, તે સિવાય શાસ્ત્રોમાં “નેતિ, નેતિ” કેમ લખ્યું હોય?

  Like

 3. Respected Shri Murji Gada,

  Thanks for this perfect analysis, write up and explanation. This is my thinking / belief/practice in life. I could not put it in right perspective in words. I thank you from the bottom of my heart.
  I feel that percentage of population that is rational is high in the western countries than in India. A small percentage of Educated Youth in India is also now thinking and asking questions. They do not believe things blindly. There are few MYTH BUSTER societies and individuals. I am hopeful that time is the factor. Problem is many of the highly educated people also the followers of Dharmic rituals.

  I thank you again and again for this address. My sincere PRANAM.

  Amrut Hazari.

  Like

  1. શ્રી અમૃતભાઈ,

   શ્રી રમણ ભાઈ પાઠકના એક લેખમાં મેં વાંચ્યું હતું કે સાત ટકા વસ્તી રૅશનાલિસ્ટ છે. આ આંકડો દુનિયાનો છે કે ભારતનો, તે યાદ નથી. દર ચૌદ માણસે એક માણસ! ભારતનો આ આંકડો હોય તો લગભગ આઠ કરોડ લોકો થયા. આ સંખ્યા નાની ન કહેવાય. માત્ર સંપર્ક અને સંગઠનનો અભાવ છે.

   Like

 4. ભાઈ શ્રી મુરજી ગડા..

  શું ન્યુટને ગુરુત્વાકર્ષણ નો નિયમ શોધ્યો તે પહેલા તે કે તેનો પ્રતાપ અસ્તિત્વમાં નહોતો? ન્યુટન ના નિયમ થી શું બદલાયું?
  પાશ્ચાત વિજ્ઞાનીકો કયા નવા રહસ્યો શોધીશક્ય છે..જેની ભારતીય ઋષિ/આચાર્યો ને જાણ નથી..?
  કુદરતના નિયમોના અભ્યાસ અને સમજણ ની ગંગોત્રી જો ભારતીય વેદ/ઉપનિષદ માં થી નીકળતી હોય તો જાણકારી માટે તેના મૂળ/ઉદ્બવ સ્થાને કેમ ના જવું?
  શ્રીમદ ભગવદ ગીતા અને ઉપનીશદો પ્રશ્નોત્તર રૂપે છે..
  અને તેમાં કુદરત ના તથ્યો ને જાણવાનો અને પછીજ સ્વીકાર વાનો અભિગમ છે..
  “ચમત્કાર છે.. માટે નમસ્કાર કરો” તેવો અભિગમ મુદ્દલ નથી જ..
  અરે શ્રીમદ ભગવદ ગીતા ના સંવાદો ના અંતે શ્રીકૃષ્ણે “यथा योग्यम तथा कुरु..” જે યોગ્ય લાગે તે કરવા નું અહ્વહન કર્યું છે..
  શું મહમદ કે ઈશુ કહે તેજ ધર્મ.. ? ? !! સંશોધન અને શ્રુતિ દ્વારા ઋષીઓ એ કહેલો તે ધર્મ નહિ?
  વેદ/ઉપનિષદ જેવા મૂળ ના જ્ઞાન સ્તોત્ર નો સ્વીકાર કેમ નહિ? કારણ તેના વૈજ્ઞાનિક પુરાવા નથી?
  કાગડા બધેય કળા હોય છે..પશ્ચિમ માં શું કે પૂર્વ માં શું.. પશ્ચાત અંધ શ્રદ્ધા ને મેં બહુ નજીક થી જોઈ છે.. ઇસ્ટર અને ” હેલોવીન” ની ઉજવણી તેનું નક્કર ઉદાહરણ છે..
  પણ મને સ્વામી વિવેકાનંદ ( જે ઓ અનેક રીતે રેશનાલીસ્ટ હતા)ની અમેરિકા થી ભારત પાછા ફર્યા ત્યારે કહેલી વાત યાદ આવે છે..
  “ભારત ની સંસ્કૃતિ/ભૂમિ જે ચાહવા જેવી લગતી હતી તે હવે પૂજવા જેવી લાગે છે”..

  જો આપ સાચા રેશનાલીસ્ટ હો તો જે કુદરતી તથ્યો/નિયમો નો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે
  તેના ઊંડાણ માં ઉતરી ને તેની પાછળ ના સત્ય ને જાણવાનો પ્રયત્ન કરો..

  ખેર, આપ તે નથી જાણતા..
  ઋષિ શ્રી મકરંદ દવે નું “ગર્ભ-દીપ” પુસ્તક વાંચો..
  આપની સમજણ માં અતિશય સુધારો/વધારો થશે..

  મારા કઠોર વચનો માટે માઠું નહિ લગાડતા..
  તેને માટે હું આગોતરો ક્ષમાપ્રાર્થી છું..

  Like

 5. actually i have read only first few paragraphs but they are so well-meaning and well-written, i could not wait to post this comment in praise of the rationalist writer mr gada.

  i can understand people who are uneducated believing in all this irrational nonsense just out of their ignorance and helplessness

  but i pity on the people who boast of their bachelors and masters in history, psychology, sociology, politics, economy, philosophy etc but more on those who hold doctorates in natural and applied sciences like medical etc !

  i think they are either as uneducated and ignorant and helpless as those under-privileged multitudes or they have ulterior motives and hidden agenda in perpetuating this irrationalism. only then their hegemony and privileges can be protected, furthered and passed on to their future generations.

  ahmedabad
  21 october, 2011

  Like

 6. સંશોધન બધે થયા છે – કોઈએ અંદર કર્યા છે કોઈએ બહાર કર્યા છે. તો કોઈએ ઉભય એટલે કે અંદર અને બહાર બધે કર્યા છે.

  વાસ્તવમાં વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે જગડો છે જ નહીં.

  બંનેનો હેતુ માનવનું કલ્યાણ છે.

  જગડો છે તે ધંધાદારીઓનો છે
  અને તે તો
  વૈજ્ઞાનિક શોધખોળોની પેટન્ટ લઈને ધંધો જ થાય છે ને?
  તો
  ધર્મમાં યે ચેલા મુંડી મુંડીને ધંધો જ થાય છે ને?

  એકને નીચો દેખાડીને બીજાને ઉંચો સાબીત ન કરી શકાય.

  મુળ વાત છે કે કોઈ પણ જાતની અપેક્ષા વગર માનવ જાતની સેવા અને સેવા તો શું પુજા કરવા વાળા કેટલાં?

  સેવા એટલા માટે ન કહેવાય કે પૃથ્વી પર સળવળતો એક જીવ અને સેવા? સેવા નહીં – આ વિરાટ જન સમુદાય અને પર્યાવરણની પૂજા કરવાની હોય.

  Like

 7. પ્રિય મુરજીભાઈ;
  પ્રેમ.
  મારી સમજ છે કે અવકાશ કે શુન્ય અવકાશ આપણે એને જ કહીએ છીએ કે જ્યાં ગુરુત્વાકર્ષણનુ બળ કામ નથી કરતું. તો તેને સર્વત્ર છે તેમ કેમ કહી શકાય? અને હવે તો વૈજ્ઞાનિકો પૃથ્વીપર પણ એવું વતારણ સર્જી શકે છે કે જ્યાં ગુરુત્વાકર્ષણનુ બળ ન લાગે અને તમે અહીં ફ્વીપર રહી અને ગુરુત્વાકર્ષણ વગરની સ્થિતિનો અનુભવ કરી શકો. અવકાશયાત્રિઓને ટ્રેનિંગ દરમ્યાન આ પ્રકારના વતાવરણમાં રાખવામાં આવે છે એવું મેં ક્યાંક વાંચેલ છે. મારા કરતાં વધુ વિજ્ઞાનનુ જ્ઞાન ધરાવનારા અનેક મિત્રો જે વિજ્ઞાનને રેશનાલીટી કહે છે તે આ બાબતે વધુ પ્રકાશ પાડી શકશે અને મારી ભુલ હોય તો સુધારી શકશે તેવી આશા.
  બાકી મારી સમજ ઈશ્વર બાબતે એ છે કે જે અવ્યાખ્ય છે તેની વ્યાખ્યાઓ કરો ત્યારે ગમે તેવા શબ્દો વાપરો તો પણ તમે તેને શબ્દોમાં બાંધી નથી શકતા અને વધુને વધુ ગુંચવાડા ઉભા થાય છે. મારી સમજ મુજબ ઈશ્વર અનુભની ચીજ છે વ્યાખ્યાઓ કરવાની નહીં. સાવ સાદા અનુભવને પણ જો આપણે વ્યાખ્યાયિત ન કરી શકતા હોઈએ તો ઈશ્વરના અનુભવને કેમ કરીને વ્યાખ્યાયિત કરી શકાય?
  કેરીનો સ્વાદ કેવો છે તે શબ્દોમાં રજુ તો કરી જુઓ. ગમે તેવા શબ્દો વાપરો પણ જેને કેરી કદી જોઈ નથી કે ચાખી નથી તેને તમે કેરીના સ્વાદનો અનુભવ ન કરાવી શકો. એક જ ઈલાજ છે, કેરી ચખાડો અને પછી તેને શબ્દોની જરુરત નહીં રહે. પણ ઈશ્વર વિષે આપણે વ્યાખ્યાઓ જ કરવી છે ચર્ચાઓ જ કરવી છે ચાખવો કોઈને નથી.
  કેટલાય સતગુરુઓ આજે પણ એવા લોકોને શોધી રહ્યા છે,કે જેમને ઈશ્વરનો સ્વાદ ચાખવાની પ્યાસ કે તડપ હોય. છે કોઈ માઈ નો લાલ?
  કબીર કહેતા,
  કબીરા ખડા બજારમેં લીએ લકુટી હાથ;
  જો બારે ઘર આપના ચલે હમારે સાથ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ

  Like

 8. ગુરુત્વાકર્ષણ એક કુદરતી બળ છે. અતીશય શક્તીશાળી અને થોડાં મુળભુત બળોમાનું તે એક છે. જો થોડી ક્ષણો માટે પણ તે જતું રહે તો તરત બધાનો નાશ થઈ જાય.
  The last part of this statement is wrong. ગુરુત્વાકર્ષણ is attached to matter. In space there is nothing…સુન્યાવકાશ. But we have gone there and lived.

  Like

 9. Dear Dipakbhai,
  What Ramanbhai said was correct for India. We know that majority of Indians live in villages and interior parts where education is not much. Only educated and some who are self enlightened are among those were referred by Ramanbhai. This is my logic.

  Law of gravity is applicable on earth. There are factors , like mass of the earth, which determin the value. Scientists knew that there is no Law of gravity working in the spce and that helped them to design the speed factor to go to the moon.
  In space law of gravity does not work. On moon the value is different than on moon. In this condition how to live…? Science has worked on & found out the solution. Man could go to moon & completed his mission & came back.

  It is not the issue to discuss but we have to see that 50 years ago it was not possible to talk on phone or any other means from USA to India & what is the situation today ? The world is in my MUTTHI……You have to be a scientist and have detail knowledge to know the application of single law man has invented and put into the practice.

  Amrut.

  Like

  1. ચંદ્ર ઉપર રહી શકાતું નથી કારણકે ત્યાં હવા નથી.
   વીક્રમ દલાલ (અમદાવાદ)

   Like

 10. આજની પરીસ્થીતી જોતાં નજીકના ભવીષ્યમાં પરીવર્તનની શક્યતા નહીંવત્ છે.”
  મુરજીભાઈ આ કેવળ સામાજિક જ નહીં ગુજરાતી સાહિત્ય માટે પણ એટલું જ સાચું છે.

  Like

 11. I never thought that this article would lead to a lesson on Gravity. However, it has become necessary, as several readers have expressed their thoughts on gravity, which are not correct. Gravitational force IS everywhere from the inception of the universe. It is the fundamental force that holds together the stars, planets, galaxies and everything else in the whole universe. Sure it is a property of matter based on its mass which extends to say, infinity, similar to a light ray emitted by a star. Except that the gravity does not get stopped by any obstruction like the light does.

  Our earth orbits the sun in a specific trajectory because of their mutual gravitational pull and earth’s velocity. The centrifugal force caused by a moving object earth, counters the gravitational force just enough to maintain its path. If the earth was to slow down a bit, it will be sucked in the sun by its gravity. On the other hand, if the earth’s velocity increased, it will be thrown in the space on a completely different trajectory. This is true for every object in the space including our sun. This is the very law that governs man made satellites orbiting the earth as well. Their speed is precalculated based on the distance from the earth it is put in orbit. Occasionally when they lose their speed/velocity, they crash on the earth.

  Planes cannot escape earth’s gravitational field but rockets could as it takes very high speed called ‘’escape velocity’’ to do that. Even that is not enough to escape sun’s gravitational field. That is why planetary exploration spacecrafts like Pioneer and Voyager circle around the earth few times to get “sling shot” effect. There is lot more that can be said on this subject but it gets more technical.

  I will need to respond to Mr. Shailesh Mehta and Sharad Shah’s comments separately at later date.

  Like

 12. Jayendra Thakar
  ગુરુત્વાકર્ષણ એક કુદરતી બળ છે. અતીશય શક્તીશાળી અને થોડાં મુળભુત બળોમાનું તે એક છે. જો થોડી ક્ષણો માટે પણ તે જતું રહે તો તરત બધાનો નાશ થઈ જાય.
  The last part of this statement is wrong. ગુરુત્વાકર્ષણ is attached to matter. In space there is nothing…સુન્યાવકાશ. But we have gone there and lived

  Hazari Amrut
  Law of gravity is applicable on earth. There are factors , like mass of the earth, which determin the value. Scientists knew that there is no Law of gravity working in the spce and that helped them to design the speed factor to go to the moon.
  In space law of gravity does not work. On moon the value is different than on moon. In this condition how to live…? Science has worked on & found out the solution. Man could go to moon & completed his mission & came back.

  M. Gada
  Sir,
  Gravitational force is proportional to the mass of the object and inversely proportional to the square of the distance between two objects. It is everywhere including in a space. Actually, what we call space is not totally empty. There are atomic and sub-atomic particles everywhere even in the space. They are so sparse we consider them insignificant.

  Gravitational laws are applicable all over the universe. We could travel in space faster because there are no gasses in the space to cause friction and reduce the speed and heat up the spacecraft. Also as we go farther from earth, moon etc. the gravitational tug (pulling force) reduces which helps us to get more out of the fuel.

  Like

 13. Shri Gada,
  Thanks for the details on GRAVITY. Yes, it is UNIVERSAL. We were limiting our discussion to EARTH. In my writeup I miss-quote the statement writing ” On moon the value……than on moon…The second moon should have been EARTH.

  On earth to explain in simple word,…Why BIRDS fly and MAN can not ? VOLUME AND WEIGHT…are factors and than the WINGS come into giving the force….likewise…….

  We are having educational discussion which helps in studying “RATIONALISM” AND” VAIGNANIC ABHIGAM” both simultaneously. Gravity is a suitable example to use to apply to have more clarity, if put in right way.

  On light note…Once Khushwantsingh said, “GYANI SE GYANI MILE KARE GYANKI BAAT>>>>>>……

  Amrut.

  Like

 14. Shailesh Mehta said;.

  શું ન્યુટને ગુરુત્વાકર્ષણ નો નિયમ શોધ્યો તે પહેલા તે કે તેનો પ્રતાપ અસ્તિત્વમાં નહોતો? ન્યુટન ના નિયમ થી શું બદલાયું?

  MG. This is Unbelievable for being almost childish. So much of our technology is based on the knowledge of gravitational forces. This also led Newton to come up with laws of motion and much more. All our machine transportation is based upon on these laws. In fact Newton’s work has helped mankind to progress more than any other individual. Anyone wanting to know more about Newton’s contribution to maths and science, need to read high school and college science books.

  પાશ્ચાત વિજ્ઞાનીકો કયા નવા રહસ્યો શોધીશક્ય છે..જેની ભારતીય ઋષિ/આચાર્યો ને જાણ નથી..? કુદરતના નિયમોના અભ્યાસ અને સમજણ ની ગંગોત્રી જો ભારતીય વેદ/ઉપનિષદ માં થી નીકળતી હોય તો જાણકારી માટે તેના મૂળ/ઉદ્બવ સ્થાને કેમ ના જવું?

  This gets only more “interesting”. If the old sages knew “everything” why did they hid it in an incomprehensible language? So that no one could understand it? Why no one went ahead and build something useful, say agricultural machinery from all this knowledge so that the farmers and animals won’t have to work hard? We can see the skills Ancient Egyptians had from the pyramids they built. Sure, We also have many artistic temples, Buddha Stups and other impressive buildings. But there are no relics of any type of ancient machines to be found.

  Hardly few people understand the difference between knowing about some natural phenomena; causes and effects of it and most importantly, making use of it for the betterment of people.

  Everyone observes that any object thrown up or sideways falls back on the ground so there has to be something to pull it down. One can call it by any name, say gravity. This does not mean they knew enough about Gravity. In fact, I have read that older texts stating that the bigger and heavier objects fall faster than the smaller and lighter objects. This is false. This in itself proves that ancient Indians, Egyptians or Chinese did not really know much about the Gravity.

  The truth is that ALL objects small or big, heavy or light, fall at the same speed. Only exception is the objects, which are lighter than the air or can float in the air. That is because of the buoyancy of the air and not because of the gravity. The heavier or the bigger objects do more damage than the smaller or lighter objects because of their mass and again, not because of the gravity.

  This is only an example. Same thing could be said about all scientific inventions but that is not necessary here.

  People running to Vedas and Upanishads for everything have hardly read any of them. (I haven’t either, but read enough ABOUT them). In fact, it won’t be too much to say that the original scripts would be very difficult to find if at all possible. What we get today on the name of Vedas or Upanishads have been reproduced many times over. Their authenticity is highly questionable. Even today, the school history books are re-written every time the government changes. It is not hard to understand why the old scriptures would not have been changed to serve someone’s purpose. It is a well-known fact that there are many versions or Ramayana going around in different parts of India. This is the most read ancient book. Why other lot less known books would not be tempered after the fact?

  Here I reproduce from my article what I wrote about ancient Indian contribution.

  શું મહમદ કે ઈશુ કહે તેજ ધર્મ.. ? ? !! સંશોધન અને શ્રુતિ દ્વારા ઋષીઓ એ કહેલો તે ધર્મ નહિ?
  વેદ/ઉપનિષદ જેવા મૂળ ના જ્ઞાન સ્તોત્ર નો સ્વીકાર કેમ નહિ? કારણ તેના વૈજ્ઞાનિક પુર બધેય કળા હોય છે..પશ્ચિમ માં શું કે પૂર્વ માં શું.. પશ્ચાત અંધ શ્રદ્ધા ને મેં બહુ નજીક થી જોઈ છે.. ઇસ્ટર અને ” હેલોવીન” ની ઉજવણી તેનું નક્કર ઉદાહરણ છે..
  મી વિવેકાનંદ ( જે ઓ અનેક રીતે રેશનાલીસ્ટ હતા)ની અમેરિકા થી ભારત પાછા ફર્યા ત્યારે કહેલી વાત યાદ આવે છે..
  “ભારત ની સંસ્કૃતિ/ભૂમિ જે ચાહવા જેવી લગતી હતી તે હવે પૂજવા જેવી લાગે છે”..

  જો આપ સાચા રેશનાલીસ્ટ હો તો જે કુદરતી તથ્યો/નિયમો નો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે
  તેના ઊંડાણ માં ઉતરી ને તેની પાછળ ના સત્ય ને જાણવાનો પ્રયત્ન કરો..

  ખેર, આપ તે નથી જાણતા..
  ઋષિ શ્રી મકરંદ દવે નું “ગર્ભ-દીપ” પુસ્તક વાંચો..
  આપની સમજણ માં અતિશય સુધારો/વધારો થશે..

  મારા કઠોર વચનો માટે માઠું નહિ લગાડતા..
  તેને માટે હું આગોતરો ક્ષમાપ્રાર્થી છું..

  Like

 15. I had some technical problem. I continue where I left.
  Here I reproduce from my article what I wrote about ancient Indian contribution.

  ભારતીય સંસ્કૃતીએ નક્કર પ્રયોગો કરતાં ધ્યાન, તપ, ચીન્તન વગેરેને વધારે મહત્વ આપ્યું છે. એના લીધે આપણું કાર્યક્ષેત્ર સૈદ્ધાન્તીક (Theoretical) શોધો પુરતું મર્યાદીત રહ્યું છે. આમાં ગણીત અને ખગોળ મુખ્ય છે. પ્રાયોગીક ધોરણે આરોગ્ય અને ચીકીત્સાક્ષેત્ર મુખ્ય રહ્યું છે. આ સીવાયના બધાં ક્ષેત્રોમાં આપણો ફાળો નહીંવત્ છે. કોઈ કુદરતી રહસ્યના અસ્તીત્વ વીશે જાણવું એ પહેલું પગથીયું થયું. એના નીયમો સમજવા, સીદ્ધાંતો ઘડવા, એમનો ઉપયોગ કરવો એ પછીના પગથીયાં છે. આપણે એમાં ઉણા ઉતર્યા છીએ. મોટે ભાગે પહેલા પગથીયે જ અટકી જતા હતા.

  SM said:

  શું મહમદ કે ઈશુ કહે તેજ ધર્મ.. ? ? !! સંશોધન અને શ્રુતિ દ્વારા ઋષીઓ એ કહેલો તે ધર્મ નહિ?

  I have never compared any religion with others in any of my articles. I do not see where you got this impression.

  It is true that every religion has some good points and some points, which were very relevant at the time but are not so relevant today.

  જો આપ સાચા રેશનાલીસ્ટ હો તો જે કુદરતી તથ્યો/નિયમો નો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે
  તેના ઊંડાણ માં ઉતરી ને તેની પાછળ ના સત્ય ને જાણવાનો પ્રયત્ન કરો.
  ખેર, આપ તે નથી જાણતા..
  ઋષિ શ્રી મકરંદ દવે નું “ગર્ભ-દીપ” પુસ્તક વાંચો..
  આપની સમજણ માં અતિશય સુધારો/વધારો થશે..

  I am really baffled by your emotional outburst here. It is totally senseless.

  This is a rationalist blog post. Only the rationalist articles are published here. That is Govindbhai’s decision. It is primarily targeted to people interested in knowing about rationalism.
  We only present our viewpoint here, with a full knowledge that everyone has a right to his/her beliefs. No one is forcing anyone to change his/her viewpoint.
  People who are firmly set in their alternate viewpoint don’t really have to read any of this.

  I have also said in one of my earlier article that most of the rationalists, including myself, grew up in traditional “theistic” families. We have changed our views from our own experiences, our reading and our thinking. Are you suggesting that I should ignore all my lifetime experiences, reading and thinking and change my viewpoint because YOU say so? Makrand Dave wrote what he thinks is right. It may be a very good piece of work. I may read it if it comes my way and I still may not agree with him. I don’t know. One thing I do know for sure is that I do not like the tone of your writing.

  Like

 16. રેશનાલીસ્ટ લોકો ગાડરીયા પ્રવાહમાં ન ભળતાં હોવાથી તેની લઘુમતિ જણાય પણ ખરેખર તે લઘુમતિમાં ન પણ હોય. ઈસુ ખ્રીસ્ત પર ખીલા શા માટે ઠોકાયા? તેઓ ત્યારના સમયના પરંપરાગતવાદીઓના વિરોધમાં હતા તેથી? તેઓ શું રેશનાલીસ્ટ ન કહીવાય? તેમના નામે નવો ધર્મ શરૂ થયો અને વળી પરંપરા શરૂ થઈ. હરેક દેશમાં લોકમાનસ સલામતિ માટે ટોળામાં ભળવા જ કરશે એક નહી તો બીજા પ્રકારના ટોળામાં. આજે બાપુ પાછળ ફરે છે તેટલા લોકો એનાથી મોટા સંતને ઓળખશે તો ય ત્યાં નહી જાય. પોતાના સ્વાર્થ અને હિતમાં રાજકારણ ભળતું જ રહેવાનું. પરીવર્તન બહુ દૂર છે તે વાત સાચી જણાય છે.

  Like

 17. ઈશ્વર અને કુદરત વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે ઈશ્વરને ‘ઈચ્છા’ હોય છે, જયારે કુદરતને ‘ઈચ્છા’ હોતી નથી. બીજી રીતે કહીએ તો કુદરત એટલે ઈચ્છા વગરનો ઈશ્વર. માટે જ ઈશ્વર પક્ષપાતી હોઈ શકે પણ કુદરત નહીં.
  Newtan નો નીયમ એટલે Newtan એ બનાવેલો નહી પણ Newtan એ શોધેલો કુદરતનો નીયમ, માટે Newtan પહેલાં પણ ગુરુત્વાકર્ષણ હોય.
  વીક્રમ દલાલ

  Like

  1. દલાલસાહેબ,
   ઈશ્વરને ‘ઈચ્છા’વાળો બનાવવાનું માણસ માટે જરૂરી હતું. તે સિવાય એનામાં ‘ઇચ્છાશક્તિ’ છે – એમ ખાતરીપૂર્વક કોણ કહી શકે? – નેતિ નેતિ!
   ઈશ્વરના ગુણ (ઍટ્રિબ્યૂટ્સ) વિશે સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કરવાની મનાઇ છે. સ્પષ્ટ મંતવ્ય ઈશ્વરને એક સીમામાં બાંધી દે છે. જે કહે છે કે હું જાણું છું, તે નથી જાણતો.

   Like

   1. કુદરત સ્વયંભુ છે, જયારે ઈશ્વર માણસે બનાવ્યો છે માટે જ દરેક ધર્મમાં ઈશ્વર અંગેની માન્યતા જુદી જુદી હોય છે. ભાષા પણ માણસે બનાવી છે માટે પાણી, વોટર, એક્વા અને જળ જુદા બોલાય છે પરંતુ તે બધા છેવટે તો H2O જ છે કારણ કે વીજ્ઞાન એટલે કુદરતને સમજવી.
    વીક્રમ દલાલ

    Like

 18. ઈશ્વર અને બ્રહ્મ વિશે કશીક સેળભેળ થતી હોય તેમ લાગે છે:
  સત ચિત અને આનંદ સ્વભાવવાળું જે તત્વ છે તેને બ્રહ્મ કહે છે:
  તેને કશી ઈચ્છા નથી હોતી – તે સત્તા આપે છે, આનંદરુપ છે અને જ્ઞાનસ્વરૂપ છે.

  ઈશ્વર સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ છે.
  માયામાં પડતા ચૈતન્યના પ્રતિબિંબ ને ઈશ્વર કહે છે:
  અંત:કરણમા પડતા ચૈતન્યના પ્રતિબિંબબે જીવ કહે છે:

  જીવ અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન છે.

  જીવ અને ઈશ્વરની અંદર પડતા ચૈતન્યમાં તત્વત: કોઈ ભેદ નથી – માત્ર માત્રામાં ભેદ છે.

  જ્યારે ઉપાધીનો બાધ થાય ત્યારે ચૈતન્યમાં કોઈ ભેદ ન હોવાથી જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ રહેતો નથી.

  ઉપાધી હોય ત્યારે જીવ અને ઈશ્વર વચ્ચે નોંધપાત્ર તફાવત છે.

  ઈશ્વર જીવના ભોગોની ભાવનાને પૂર્ણ કરવા માટે સૃષ્ટિનું સર્જન કરે છે અને પાલન પોષણ તથા વિસર્જન કરે છે.

  http://bhajanamrutwani.wordpress.com/2008/10/01/saralbrahmabodhashatak/

  Like

  1. અતુલભાઈ,
   આદિ શંકરાચાર્યના ચિંતનમાં ઈશ્વર બ્રહ્મથી નીચે છે. શંકરાચાર્ય તો પ્રખર તર્કવાદી હતા એટલે ‘ઈશ્વર’ની અવધારણાથી સંતુષ્ટ નહોતા. એ જોતાં તમારી વાત સાચી છે. પરંતુ એમના સિવાયનાં બીજાં ભારતીય ચિંતનોમાં અને એશિયામાં બનેલા બધા ધર્મોમાં ‘ઈશ્વર’ની જ વિભાવના મુખ્ય છે. સામાન્ય માણસ આ જ વિભાવનાથી પ્રભાવિત છે. એટલે જ માને છે કે ઈશ્વરે સૃષ્ટિનું નિર્માણ કર્યું. સાચી વાત એ છે કે સૃષ્ટિનું નિર્માણ કેમ થયું અને એ કેમ ચાલે છે તેના નિયમો ન્યૂટન વગેરે ઋષિઓએ શોધી આપ્યા છે.

   બ્રહ્મ ‘નિર્ગુણ’ (without any attributes) છે તેમ છતાં વિકાસમાન છે અને ગુણ પ્રગટ કરી શકે છે, જેને આપણે સૃષ્ટિ વગેરે નામે જાણીએ છીએ. પરંતુ પ્રકૃતિ પણ વિકાસમાન છે અને ગુણ પ્રગટ કરી શકે છે.એ જ સૃષ્ટિ છે! આમ ખરેખર તો સમગ્રલક્ષી દૃષ્ટિએ જોઇએ તો પ્રકૃતિ પણ નિર્ગુણ જ છે. એટલે કે એનામાં અમુક લક્ષણ છે અને અમુક નથી એમ કહી શકાતું નથી – નેતિ નેતિ. પ્રકૃતિથી પણ પહેલાં કઈંક છે એ તો માત્ર અટકળનો વિષય છે. આપણે એ સ્વીકારીએ (અને ભારતમાં ઘણી વિચારધારાઓ એ સ્વીકારે છે) તો કઈં ખોટું નથી.

   શંકરાચાર્યના વખતમાં સૌ કોઈ એમ માનતા કે આ સૃ્ષ્ટિથી ઉપર કઈંક છે. આ મૂળભૂત માન્યતા શંકરાચાર્ય માટે અનુકૂળ સ્થિતિ જેવી હતી. એટલે શંકરાચાર્યનો તર્ક વધારે જોરદાર હોવાથી એમણે શાંકરવિજય સિદ્ધ કર્યો. પરંતુ, એ સાથે નવી – કે અલગ – સમજનો વિકાસ અટકી નથી ગયો.

   હકીકતમાં આદિ શંકરાચાર્યના વિરોધીઓ એમના પર ‘પ્રચ્છન બૌ્દ્ધ’ (ગુપ્ત રીતે બૌદ્ધ) હોવાનો આક્ષેપ કરતા એનું કારણ પણ એમનો આ બ્રહ્મ સિદ્ધાંત છે. બૌદ્ધોના ‘શૂન્ય’ને એમણે હકારાત્મક ‘બ્રહ્મ’માં પરિવર્તિત કર્યું એવો એમના પર આક્ષેપ છે. આપણે પ્રકૃતિથી આગળ જઈએ છીએ એમાં જ ઘણા ગૂંચવાડા ઊભા થાય છે.

   Like

 19. શ્રી દિપકભાઈ,
  વાસ્તવમાં બ્રહ્મ એ શું તે મુખેથી કહી શકાતું નથી. ઈશ્વરનું વર્ણન કરી શકાય – તેના રુપનું – ગુણનું – કાર્યનું વગેરે વર્ણન થઈ શકે.

  ભગવદ ગીતામાં ઈશ્વરે પોતે પોતાના વિશે ઘણું કહ્યું છે.

  બ્રહ્મ વિશે તો નેતિ નેતિ દ્વારા કહી શકાય – જેવી રીતે ચર્પટ પંજરીકા સ્તોત્રમાં કહ્યું.

  http://bhajanamrutwani.wordpress.com/2009/06/23/atma_shashtak/

  આ નહીં – આ નહીં તેમ કહેતા કહેતા છેવટે જે શેષ વધ્યું તે
  ચિદાનંદ રુપ: શિવોહમ શિવોહમ

  જીવ માત્રનું ધેય તો ત્યાં સુધી પહોંચવાનું છે કે :
  શિવોહમ શિવોહમ

  એટલે બોલીને નહીં પણ અનુભુતિ દ્વારા.

  ન્યુટન વગેરેની શોધો સ્થુળ પ્રકૃતિ વિશેની છે. બ્રહ્મમાં પહોચ્યા પછી ત્યાં બીજું કશું રહે નહીં તો કોણ કોને શોધે? શોધ ખોળો બધીએ દ્વૈતમાં છે જ્યારે આપણે આપણાં સ્વરુપમાં સ્થિત થઈએ તો ત્યાં અદ્વૈત થઈ જાય તો કોણ શોધે? શું શોધે? શું કામ શોધે? ત્યાં તો નીરતિશય આનંદ હોય છે.

  વિષયાનંદને જો આપણે ૧ કહીએ તો
  ભજનાનંદને ૧૦૦ કહી શકાય
  જ્યારે
  બ્રહ્માંનદ તો અનંત છે.

  Like

 20. પ્રકૃતિથી આગળ જવામાં ગૂંચવાડા ઉત્પન્ન થતા હોય તોયે બધી ગૂંચોનો ઉકેલ પ્રકૃતિથી આગળ જવામાં છે. પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું તે જ એક મોટી ગૂંચ છે.

  જડ ચેતનની ગ્રંથી ને અસ્મિતા કહે છે.

  જ્યારે ધ્યાન અથવા તો નિદિધ્યાસન દ્વારા આ ગાંઠ છુટી જાય ત્યારે સમગ્ર ગૂંચ ઉકલી જાય.

  ગુંચ ઉકલી જાય તો સંસારનો બાધ થઈ જાય – પછી આ બધાં દૃશ્યો સીનેમાના દૃશ્યો જેવા લાગે. સીનેમાના દૃશ્યો સાથે જો આપણે એકરુપ ન થઈ જઈએ તો તે માત્ર મનોરંજક બની રહે પણ જો આપણે તેમના પાત્રો સાથે તાદાત્મ્ય સાધી લઈએ તો તેમના સુખ દુ:ખે આપણે પણ સુખી દુ:ખી થઈએ.

  Like

 21. પ્રિય અતુલભાઈ, દિપકભાઈ તથા અન્ય મિત્રો;
  પ્રેમ.
  સર્વે મિત્રોને દિવાળીની શુભ કામનાઓ.
  ભગવાન બુધ્ધનુ વચન છે,”અપ્પો દિપો ભવ” અર્થાત, તું તારો દિપક થા. હું પણ અહિં દરેક મિત્રોને દિવાળી અને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવતા એ ઈચ્છું છું કે સર્વે મિત્રો પોતાની ભિતરનો દિવો પ્રગટાવે. ગામઠી ભાષામાં કહું તો “દિલમા દિવો પ્રગટાવે”. એકવાર હાથમા તમારો પોતાનો દિપક હશે પછી શંકરાચાર્યના કે બુધ્ધના કે કૃષ્ણના દિપકની કે તેમની વ્યાખ્યાઓની જરુર નહી રહે.
  જો ઈશ્વરની અનુભુતિ એ લોકો કરી શકે તો આપણે કેમ નહી? આપણી પાસે પણ એ બધું જ છે જે તેમની પાસે હતું.ફરક ફક્ત એટલો જ છે કે તેઓ એ અથાગ પ્રયત્નો કર્યા અને આપણે વ્યર્થ ચર્ચાઓ અને વ્યાખ્યાઓ કર્યે રાખીએ છીએ.અને આપણને ખબર નથી પડતી કે આ ચર્ચાઓ કુતરું જેમ હાડકુ ચાવે અને પોતાના દાંતમાંથી નીકળતા લોહીના સ્વાદને કારણે એમ સમજે કે હાડકું સ્વાદિષ્ટ છે તેથી વિશેષ કાંઈ નથી.
  નવા વર્ષે કોઈનુ દિલ દુભવવાની વૃત્તિ નથી, પણ નવું વર્ષ બધાનુ સદમાર્ગે જાય તેવી શુભેચ્છાઓ સહ આટલું લખુ છું.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

  Like

  1. શ્રી શરદભાઈ,

   ચર્ચા થી બુદ્ધિ કસાય છે. જો દલીલ અને માત્ર સામેની વ્યક્તિને પરાસ્ત કરવા માટે કરવામાં આવતો વાદ હોય તો તે વિતંડાવાદ છે. જો કશુંક સકારાત્મક પરીણામ પ્રાપ્ત કરવામાં આવતો સંવાદ હોય તો તે જરૂર પ્રગતિકારક બને છે. સામાન્ય રીતે હું ચર્ચાથી દૂર રહેવાનું પસંદ કરુ છું. અત્યારે મને મનગમતો વિષય મળ્યો છે તેથી બે શબ્દો લખવાની મજા લઈ રહ્યો છું આમે ય હું નિજાનંદ માટે લખું છું. મારું લખાણ જો કશુંક સર્જનાત્મક પરીણામ ઉપજાવતું હોય તો જરૂર હું તેટલો શ્રમ ઉઠાવવાનું પસંદ કરીશ.

   આ ઉત્સવોના દિવસો સહુને માટે મંગલમય નીવડે અને આપણા સહુ કોઈનો પરસ્પર પ્રેમ ભાવ જળવાઈ રહે તે એક માત્ર અભ્યર્થના છે.

   અતુલ

   Like

   1. પ્રિય અતુલભાઈ;
    પ્રેમ.
    “બુધ્ધી” અંતઃકરણના ચાર અંગોમાનુ (મન, બુધ્ધી, ચિત્ત અને અહંકાર) એક અંગ છે અને અતિ મહત્વનુ છે. આપણે બહિર્-યાત્રા કરવી હોય તો પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયનો ઉપયોગ કરવો પડે છે તેમજ અંતરયાત્રા કરવા માટે આ ચાર અંગોનો ઉપયોગ કરવો પડે છે અને એટલે જ આ અંગો અતિ મહત્વના છે અને તે શું છે, તેના કાર્યો, મર્યાદાઓ, તેના ક્લેશ, તેની ઉપયોગિતા જેમણે અંતરયાત્રા કરવી છે તેણે જાણવી ખુબ જરુરી બને છે. બાકી કરણ(અંગ) તો કરણ છે. જે હાથથી તમે પ્રેમ કરી શકો છો તે હાથથી તમે ખુન પણ કરી શકો છો. તેવું જ બુધ્ધીનુ અને બીજા અંગોનું છે.
    આપણા જેવા સામાન્ય જનો જેને બુધ્ધી કહીએ કે સમજીએ છીએ કે તેનો ઉપયોગ કરીએ છીએ તે ખરેખર બુધ્ધીનુ તદ્દન નિમ્ન સ્તર છે. જેમા માહિતીનુ સ્ટોરેજ, પ્રોસેસિંગ અને રીટ્રાઈવલ થાય છે. (જેમ કમ્પ્યુટરમાં થાય તેમ.) આ બધી ક્રિયાઓ જે સારી રીતે કરી શકે તેને આપણે બુધ્ધીમાન કહીએ છીએ.એટલે જ્યાં વિષય બહિર યાત્રાનો હોય જેમ કે ગ્રેવીટીનો સિધ્ધાંત સમજવાનો હોય ત્યાં સારું અપડેટેડ હાર્ડવેર હોય તો વધૂ ઉપયોગી થાય છે.અહીં શ્રી મુરજીભાઈએ સરસરીતે તે સમજાવ્યું છે.ીટલે ગ્રેવીટીનો સિધ્ધાંત સમજવામાં ચર્ચા કરવામાં આવે તો જરુર બુધ્ધી કસાય છે. ૧૬મી સદીમા ન્યુટનના ગ્રેવીટીના સિધ્ધાંતના આવિસ્કાર પછી પણ આજ દિન સુધી તે વિષયે અનેક ચર્ચાઓ અને નવા નવા સિધ્ધાંતોના આવિસ્કારો થયા જ કરે છે અને હજી સુધી તેનો કોઈ અંત નથી આવ્યો. વિજ્ઞાનની આજ તો સુંદરતા છે.
    પરંતુ અધ્યાત્મમાં બુધ્ધીનો ઉપયોગ જરા જુદો છે.આથી સંતો તેને સદ્-મતિ અને વિવેક એવા નામ આપે છે. જે બુધ્ધીના અપરલેયર છે.કારણકે આ લોકોએ જોયું કે આપણે જેને બુધ્ધી કહીએ છીએ તેની કેટલીક મર્યાદાઓ છે. બુધ્ધી શબ્દોની, પુરાવાની કે તર્કની ભાષા જ સમજે છે. પરંતુ કેટલીય બાબતો એવી છે જે અનુભવમાં તો આવી શકે છે પરંતુ તે ને તમે સાબિત કરી શકતા નથી. ઉદાહરણ રુપે “પ્રેમ”. આપણને પ્રેમનો અનુભવ થઈ શકે છે પરંતુ પ્રેમ શું છે, કેટલો પ્રેમ છે, ખરેખર પ્રેમ છે કે નહીં તે તર્ક કે દલીલોથી કે વજન કરીને કેવી રીતે બતાવી શકાય? એનો તો અનુભવ જ કરવો પડે. એવું જ ઈશ્વર કે આત્મા કે પરમાત્મા બાબતે પણ છે. તમે લાખ તર્ક કે દલીલો કરશો તો ય દિપકભાઈને કે અન્યને ઈશ્વર બાબતે કાંઈ પુરવાર કરી શકવાના નથી તે ચોક્કસ છે. શંકરાચર્ય પણ નથી કરી શક્યા તો તમે સફળ થશો તેમ તમને લાગે છે? જે વિષય બુધ્ધીપરનો છે તેમાં શું બુધ્ધી કસવાના છો? આવી ચર્ચાઓ દુષિત અહંકારમાંથી જ ઉદ્ભવે છે અને વૈમનસ્ય સિવાય બીજું કાંઈ પેદા નથી કરી શકતી એવો મારો અનુભવ છે એટલે જ તમને ચેતવ્યા. પરંતુ તમને ભરોસો હોય કે આવી ચર્ચા તમારી બુધ્ધી કસવામા તમને મદદરુપ થાય છે કે તમે દિપકભાઈને કે અન્ય લોકોને સમજાવી શકશો કે ઈશ્વર શું છે તો ચર્ચા ચાલુ રાખી શકો છો.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ.

    Like

  2. પ્રિય શરદભાઈ,
   મારા તરફથી પણ દિવાળીની શુભેચ્છાઓ અને નવા વર્ષના નમસ્કાર સ્વીકારશો. આભાર.

   Like

   1. પ્રિય દિપકભાઈ;
    પ્રેમ.
    આપની શુભેચ્છાઓનો સ્વિકાર. પણ નમસ્કાર કોઈ યોગ્ય સતગુરુ માટે રીઝર્વડ રાખશો.
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ

    Like

 22. શંકરાચાર્યજી પર ઘણાં આક્ષેપો થયાં છે 🙂
  અલબત્ત તેઓ તો માત્ર ૩૨ વર્ષની ઉંમરે પોતાનું કાર્ય કરીને ચાલ્યાં ગયાં 🙂
  હવે જગત તેના કાર્યને સમજવા મથામણ કર્યા જ કરે છે – કર્યા જ કરે છે.
  શંકરાચાર્યજી જેવું શુદ્ધ અંત:કરણ બને ત્યારે આપોઆપ તેના કાર્ય સમજાશે.
  અત્યારે તો આપણે સ્વામી વિવેકાનંદને સમજીએ તો યે ઘણું છે.

  Like

 23. શ્રી શરદભાઈ,
  મનની ગાંઠો છોડવી અતીશય દૂષ્કર છે. એક વાર મનમાં ગાંઠ વાળી લીધી કે ઈશ્વર નથી પછી સાક્ષાત ઈશ્વર આવીને કહે કે હું ઈશ્વર છું તો યે ગંઠાઈ ગયેલું માનસ તે વાત ન માને.

  અર્જુન અને દુર્યોધન બંનેની સમક્ષ શ્રીકૃષ્ણ હતાં – દુર્યોધન શ્રીકૃષ્ણને માયાઅવી માનતા હતા જ્યારે અર્જુન પહેલા તેમને સખા મનતા હતા પરંતુ વિરાટ દર્શન પછી – પ્રાર્થે છે કે હે પ્રભુ મારાથી કશો અપરાધ થયો હોય તો ક્ષમા કરશો.

  આવા ઉદાહરણો આપશું તો કહેશે કે મહાભારત વિશ્વસનીય નથી તે તો મહાકાવ્ય છે. ટુંકમાં કોઈ પણ બાબત જ્યાં સુધી અનુભવાય નહીં ત્યાં સુધી તેમાં વિશ્વાસ થઈ શકતો નથી.

  ચર્ચા થી દિપકભાઈને કશો ફાયદો થશે કે નહીં તે ખબર નથી પણ મારે તો ઈશ્વર વિશે વિચારવું પડે છે, ચર્પટ પંજરિકા સ્તોત્ર ગણગણવું પડે છે, ભગવદગીતાને સ્મરવી પડે છે, બ્રહ્મ બોધ શતક રીફર કરવું પડે છે. તેનાથી મારો અભ્યાસ દૃઢ થાય છે.

  શિક્ષકને ભણાવતા પહેલા પોતે ભણવું પડે – તે રીતે પ્રતિભાવ આપતા પહેલા મનમાં તે બાબતે ચિંતન કરવું પડે જેને લીધે સ્વયંના મનને તો જરૂર કસરત થાય.

  Like

  1. પ્રિય અતુલભાઈ,
   શ્રી શરદભાઈને આપેલા જવાબમાં મારા સંદર્ભમાં પણ ઉલ્લેખ છે એટલે આ લખું છું. તમે લખ્યું છે કે ” ચર્ચા થી દિપકભાઈને કશો ફાયદો થશે કે નહીં તે ખબર નથી પણ…”

   પહેલી વાત તો એ કે અહીં શ્રી ગોવિંદભાઈ ચર્ચા કરવાની છૂટ આપે છે એટલે ચર્ચા કરીએ છીએ. બીજું માણસ માત્ર પોતાની અંદર નથી જીવતો. દરેક જણ અપૂર્ણ છે એટલે એને બીજાની જરૂર છે. આમ, મને બીજો કશો ફાયદો થાય કે નહીં, એ ફાયદો તો છે જ કે આ દુનિયામાં હું એકલો જ નથી; મારા જેમ વિચારનારા અને મારાથી અલગ વિચારનારા છે એવો મારો પ્રજાતાંત્રિક વિચાર દૃઢ થાય છે. વળી, ફાયદા માટે તો અહીં આવતો જ નથી, વાતો કરવા આવું છું. તમે બરાબર જવાબ આપ્યો છે કે તમને ફરી વાંચવાની તક મળે છે એ તમારો ફાયદો છે.
   તમે બીજું લખ્યુ છેઃ” આવા ઉદાહરણો આપશું તો કહેશે કે મહાભારત વિશ્વસનીય નથી તે તો મહાકાવ્ય છે.” અહીં મહાભારતની વિશ્વસનીયતા કે અવિશ્વસનીયતાનો સવાલ જ નથી. સવાલ આપણા દૃષ્ટિકોણનો છે. વિરાટ રૂપ સગુણ તો હતું જ. હું એમ માનું કે અર્જુનને પ્રકૃતિની સમગ્રતા સમજાઈ,તો પણ એ ખોટું ન ઠરે.

   તમે એ પણ લખ્યું છે કે “ટુંકમાં કોઈ પણ બાબત જ્યાં સુધી અનુભવાય નહીં ત્યાં સુધી તેમાં વિશ્વાસ થઈ શકતો નથી”. હું અહીં માત્ર મારા તરફથી જવાબ આપીશ. હું સાબીત થયેલા અનુભવમાં પેઢીઓથી મળેલા જ્ઞાનનો પણ સમાવેશ કરૂં છું. એટલે કે દરેક વસ્તુ પ્રત્યક્ષ અનુભવવી જ એવું નથી. મેં ‘મારી બારી’માં આ વાત લખી છે અને એના પરની ચર્ચામાં તમે પણ મૂલ્યવાન ફાળો આપ્યો છે. હિમાલયની ઊંચાઈ દરેક જણે માપવી જ પડે એવું નથી. માત્ર એવી ખાતરી કરવી જોઇએ કે ઊંચાઈ માપવા માતે નિયત માપદંડોનો ઉપયોગ થયો છે કે નહીં.

   ભૌતિક તથ્યનો આધાર હોય એવી દરેક વસ્તુ આપણી સામે ન બની હોય તો પણ સ્વીકારવી જોઈએ. બીમાર પડું છું ત્યારે જે દવાઓ લઉં છું તેમાંથી એક પણ મારી નજર સામે નથી બની, પરંતુ, બીજાના જ્ઞાનનો હું લાભ લઉં જ છું.

   અનુભવવાદી અને રૅશનાલિસ્ટ વચ્ચે આ અંતર છે. બધું જાતે જોયા વિના ન માનવું એ વિચારધારા હતી પરંતુ એની ત્રુટિઓ સામે આવી ત્યારે જ વિવેક્બુદ્ધિવાદી વિચારધારાનો ઉદય થયો. દરેક અનુભવવાદી રૅશનાલિસ્ટ કદાચ હોય, કદાચ ન હોય, પરંતુ દરેક રૅશનાલિસ્ટ અનુભવવાદી નથી હોતો. એ જ રીતે, રૅશનાલિઝમનો ઉદ્‍ભવ કેમ થયો તે જોઈએ તો બધા રૅશનાલિસ્ટ એથિસ્ટ (નિરીશ્વરવાદી) નહોતા.દ’કાર્તે ઈશ્વરના અસ્તિત્વમાં તર્કથી માનતા હતા આમ છતાં બધા એથિસ્ટ રૅશનાલિસ્ટ હોય જ છે.આ મારી સમજ છે. બીજા મિત્રો મારાથી અલગ વિચારવાળા હોઈ શકે છે.

   અહીં આપણે માત્ર ચર્ચા કરીએ છીએ, હું તમને ‘વટલાવવા’ નથી આવતો, એટલે શ્રી શરદભાઈએ તમને મારા વિશે કે મારા જેવા બીજાઓ વિશે ચેતવ્યા છે તે બાબતમાં તમે જ નિ્ર્ણય લો એ યોગ્ય થશે.

   દિવાળી અને નવા વરસની શુભેચ્છાઓ સ્વીકારશો.

   Like

   1. પ્રિય દિપકભાઈ;
    પ્રેમ.
    મારી વાતનું ખોટું અર્થઘટન થયું છે તેમ લાગ્યું એટલે જરા સ્પષ્ટતા કરી લઊં. દિપકભાઈ મારા વાક્યો ફરી વાંચો મેં દિપકભાઈ કે અન્યથી ચેતતા રહેવા માટે કહ્યું જ નથી. મારો ઈશારો છે એવી ચર્ચાઓ કે જેનું પરિણામ કાંઈ આવી શકે તેમ નથી કારણ કે એ ચર્ચાન વિષય જ નથી અનુભવનો વિષય છે ત્યાં વ્યર્થ ચર્ચાઓ કરી મન દુખ પેદા ન કરવું જોઈએ. કારણકે આવી ચર્ચાઓનું ઉદ્-ગમ સ્થાન અહંકાર હોય છે અને પરિણામ વૈમન્સ્ય અને ઘૃણા હોય છે જે નક્કી જ છે.આ જ નિયમ છે.
    મને ખબર નથી કે કોઈ નિયંતા (ઈશ્વર) છે કે કેમ પણ અહીં નિયમ છે અને બધું નિયમથી ચાલે છે તે હું અનુભવી રહ્યો છું એટલે ચેતવવાનુ યોગ્ય લાગ્યું. અને આ દિવાળીના શુભ પર્વે શા માટે આપણે ઘૃણા અને દ્વેષ થી ભરાઈએ?
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ

    Like

  2. પ્રિય અતુલભાઈ;
   પ્રેમ.
   વગર અનુભવે કે જાણ્યે,એક વ્યક્તિ ગાંઠ વાળીલે કે ઈશ્વર છે અને બીજી વ્યક્તિ ગાંઠ વાળી લે કે ઈશ્વર નથી. અને પછી પોતાની વાત જ સાચી છે તેમ કહે તો આ બન્ને વ્યક્તિમા ભેદ શું? મારી દૃષ્ટીએ તો બેઉ સરખા જ છે.
   આપણે આપણા મનની ગાંઠ છોડી શકીએ તો ય ઘણું. બીજાની ગાંઠ બીજાને જે દિવસે દેખાશે કે આ ગાંઠ છે તે દિવસે તે છોડી નાંખશે. આપણને પ્રથમ તો આપણી ગાંઠ, ગાંઠ છે તે દેખાવી જોઈએ. બસ એટલું થશે તો ય જીવન ધન્ય થઈ જશે.
   પ્રભુશ્રિના આશિષ.
   શરદ

   Like

 24. મુ. શ્રી મુરજીભાઇ ગડા,
  હું રેશનાલીઝમનો વિરોધી નથી..
  ના જાણે કેમ..મને એવું પ્રતીત થાય છે કે આપ રેશનાલીસ્સમ અને વિજ્ઞાનિક અભિગમ ના ચશ્માં પહેરી, વૈદિક જ્ઞાન/સંસ્કૃતિ પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ પ્રસ્તુત કરી રહ્યા છો..
  વૈદિક સંસ્કૃતિ જીવ ના અસ્તિત્વ-ગતિ-અંત અને જીવનને ઉર્ધ્વગામી આનંદમય રીતે વ્યતીત કરવા પ્રત્યે જાગૃત અને ઉદ્યમી છે..
  એકબીજાને સાંકળી કેમ સંતોષી અને સમૃદ્ધ જીવન જીવવું તે પ્રત્યે કટિબદ્ધ… તે આપણો સંસ્કારી વારસો છે..
  તેના તત્વને જાણ્યા વગર રેશનાલીસ્ટ ના ચશ્માં પહેરી, ન્યુટન કે જેણે કંઇ નવું કર્યું નથી તેની તીતુડી વગાડવી…
  અને પોતા ના સંસ્કાર પ્રત્યે આત્મ ગૌરવ વિરુદ્ધ વાતો ફેલાવવી તે યોગ્ય નથી લાગતું..
  જો આપ જાગૃત હો તો આચરણ ના દોષોને હાંસિયામાં ધકેલી, જીવન સમૃદ્ધી નો દાખલો બેસાડો..
  પશ્ચિમ માં, વૈજ્ઞાનિક અભિગમ અને સાધન સમૃદ્ધિ પછી જીવન મહાદ અંશે નિમ્ન કક્ષાનું, દ્વેષ અને અસંતોષ ભર્યું છે..
  અને તેઓ આપણા સંસ્કારી જ્ઞાન પ્રત્યે, ઉત્કર્ષ માટે, મીટ માડી બેઠા છે.. જુલિયા રોબર્ટ્સ જેવા અનેક તેના પ્રત્યક્ષ ઉદાહરણ છે..
  આ સ્ટીવ જોબ્સ નું ઉદાહરણ લો..તેની ભૌતિક સંપત્તિ ની સામે તેની કૌટુંબિક સ્થિતિ કેટલી દયામણી છે તે તાદ્રશ થશે..
  છેવટે પરમ સત્ય મૃત્યુ જ છે.. વૈજ્ઞાનિક નિયમો જાણીએ કે ના જાણીએ.. આ સત્ય માં ફેર પાડવાનો નથી..
  તો જીવન, મૃત્યુ પર્યંત, ગૌરવ થી કેમ ના જીવવું..?? તે પ્રત્યે બીજાની સરખામણી માં પોતા ની સંસ્કૃતિ પ્રત્યે નીચા-જોણું કેમ? (આ બાબતપ્રત્યે મારો મૂળ વિરોધ છે)

  જે સ્તર ની વાતો આપ પ્રસ્તુત કરો છો..તે ના થી અનેક સ્તર ઉંચે આપણા સંસ્કાર બિરાજે છે.. કારણ તે (સંસ્કારનું)જ્ઞાન ભૌતિક વિજ્ઞાન થી ઘણું ઊંચું છે… તેમે તેના પ્રત્યે માન કેળવજો..
  ભલે મારી વાતનો ટોન આપને ન ગમે..
  જ્ઞાન/પ્રકાશ નો નવો સુરજ ઉગશે..અને જીવન સમૃદ્ધ બનશે..
  મારા તરફથી આમાં વિશેષ ચર્ચા કરવા જેવું કઈ બાકી રહેતું નથી..
  અસ્તુ,

  Like

 25. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

  Like

 26. ..
  વૈદિક સંસ્કૃતિ જીવ ના અસ્તિત્વ-ગતિ-અંત અને જીવનને ઉર્ધ્વગામી આનંદમય રીતે વ્યતીત કરવા પ્રત્યે જાગૃત અને ઉદ્યમી છે..એકબીજાને સાંકળી કેમ સંતોષી અને સમૃદ્ધ જીવન જીવવું તે પ્રત્યે કટિબદ્ધ… તે આપણો સંસ્કારી વારસો છે..

  My aim is to seek truth regardless of where it comes from. Saying that everything that we have is correct and best and what others have is all bad is total nonsense. It takes openness of mind and courage to accept it.

  I hope you are not justifying Untouchability of Vedic times, which has ruined countless lives and is still doing so. We know very little about the society of that time.

  Let us look at the medieval times. Who would feel proud of child marriages, Devdasi system, young wife burnt alive with her dead old husband on his funeral pyre and then glorifying her as Sati, having multiple wives, discrimination between boy and a girl child,

  And what is going on even today? Female feticide, women burnt for Dowry, corruption, adulteration of food articles to medicines and everything in between, cheating in every possible way. These are only few examples. List can go on.

  This is not to say that everything here is bad and everything abroad is good. Not at all. Every place has its bright side as well as dark side. Our society had and still has plenty of faults just like every other society has. The character of any society is not what is written in the books. It is what we see and experience every day, So let us not take a higher moral ground here.

  ન્યુટન કે જેણે કંઇ નવું કર્યું નથી તેની તીતુડી વગાડવી…

  This is possibly the best joke I have heard in a long time. Why restrict us only to Newton? Besides Newton, We owe our lives to Johannes Guttenberg for inventing printing, Thomas Edison for giving us electric light along with thousand other inventions, Michel Faraday for inventing electric motor, Alexander Bell for telephone, Marconi for radio, Alexander Fleming for penicillin, William Morton for anesthesia, Charles Darwin for the theory of evolution etc. The list could go on and on.

  પશ્ચિમ માં, વૈજ્ઞાનિક અભિગમ અને સાધન સમૃદ્ધિ પછી જીવન મહાદ અંશે નિમ્ન કક્ષાનું, દ્વેષ અને અસંતોષ ભર્યું છે..અને તેઓ આપણા સંસ્કારી જ્ઞાન પ્રત્યે, ઉત્કર્ષ માટે, મીટ માડી બેઠા છે..

  This is the propaganda spread by people with self-righteous attitude.
  Let us just look at the reality. How many people migrate out of India each year and if the visa was granted to everyone, how many more would want to migrate out of India? Compare against this how many people from the western world would like to settle in India. (We are not talking about people coming from Nepal of Bangladesh.) Why is it so? This fact says every thing that needs to be said.

  I have lived in the USA for half of my adult life and in India for another half. I find people in India as much materialistic as anywhere else, if not more. Sure their family life is in a mess but we are also heading in that direction. Some people would like to blame west for everything that goes wrong here. That is too simplistic view. There are multiple reasons for that. No one is forcing us to do anything. We are choosing to go in a direction we are going.

  On the other hand, there is lot more discipline, integrity, honesty and fairness to strangers there.

  છેવટે પરમ સત્ય મૃત્યુ જ છે.. વૈજ્ઞાનિક નિયમો જાણીએ કે ના જાણીએ.. આ સત્ય માં ફેર પાડવાનો નથી..
  તો જીવન, મૃત્યુ પર્યંત, ગૌરવ થી કેમ ના જીવવું..?? તે પ્રત્યે બીજાની સરખામણી માં પોતા ની સંસ્કૃતિ પ્રત્યે નીચા-જોણું કેમ? (આ બાબતપ્રત્યે મારો મૂળ વિરોધ છે)

  જે સ્તર ની વાતો આપ પ્રસ્તુત કરો છો..તે ના થી અનેક સ્તર ઉંચે આપણા સંસ્કાર બિરાજે છે.. કારણ તે (સંસ્કારનું)જ્ઞાન ભૌતિક વિજ્ઞાન થી ઘણું ઊંચું છે… તેમે તેના પ્રત્યે માન કેળવજો..
  ભલે મારી વાતનો ટોન આપને ન ગમે..
  જ્ઞાન/પ્રકાશ નો નવો સુરજ ઉગશે..અને જીવન સમૃદ્ધ બનશે..
  મારા તરફથી આમાં વિશેષ ચર્ચા કરવા જેવું કઈ બાકી રહેતું નથી..
  અસ્તુ,

  Like

 27. I continue…..

  છેવટે પરમ સત્ય મૃત્યુ જ છે.. તો જીવન, મૃત્યુ પર્યંત, ગૌરવ થી કેમ ના જીવવું..?? તે પ્રત્યે બીજાની સરખામણી માં પોતા ની સંસ્કૃતિ પ્રત્યે નીચા-જોણું કેમ?

  What makes you thing we do not live with dignity? Knowing and accepting our limitations is a very humble and noble thing to do. On the other hand living in a false impression holds us back from progressing. This is the main reason why outsiders always won over us and then ruled us for centuries.

  જે સ્તર ની વાતો આપ પ્રસ્તુત કરો છો..તે ના થી અનેક સ્તર ઉંચે આપણા સંસ્કાર બિરાજે છે.. કારણ તે (સંસ્કારનું)જ્ઞાન ભૌતિક વિજ્ઞાન થી ઘણું ઊંચું છે… તેમે તેના પ્રત્યે માન કેળવજો..જ્ઞાન/પ્રકાશ નો નવો સુરજ ઉગશે..અને જીવન સમૃદ્ધ બનશે..

  You really think so? Come on, grow up man.

  Like

 28. મુ. શ્રી શૈલેષભાઈ,
  આ સંસ્કાર કઈ રીતે ભૌતિક કે ભૌગોલિક સ્થિતિથી અલગ પડે છે? માની લો કે આપણે ગુજરાતીઓ બધા શાકાહારી છીએ (આ સાચું નથી, તો પણ).એ આપણા સંસ્કાર થયા. બીજી બાજુ કેરળની એક વ્યક્તિ માંસાહારી છે. એ એના સંસ્કાર થયા. ગુજરાતી હિન્દુના સંસ્કાર અને મલયાલી હિન્દુના સંસ્કારમાંથી ચડિયાતું શું? સંસ્કાર એટલે ૧૪ વર્ષની ઉંમરથી પહેલાં આપણામાં આરોપાયેલા વિચારો. આપણે ખાઈએ-પીએ છીએ કે જીવીએ છીએ તે આ પૂર્વગ્રહો છે.
  સવાલ એ નથી કે વેદ-ૌપનિષદમાં ગ્યાન છે કે નહીં. પરંતુ, દુનિયા આગળ વધી છે એ વાત સ્વીકારવામાં આટલી મુશ્કેલી કેમ પદે છે, એ જ મને સમજાતું નથી. વેદોમાં ઘણૂં છે અને ઘણું નથી. આ સાદું સત્ય સ્વીકારવામાં કઈં સમસ્યા તો ન નડવી જોઈએ.

  Like

 29. Happy Diwali & Prosperous New Year..V.S.2068. to all my friends on this CHARCHAPATRA.

  I wish we all read and digest what is said in MANUSMRUTI. Let us find out what was said and made rules for STREE and SHUDRO. WHAT PRIVILEGES HAS BEEN GIVEN OR GRANTED TO BRAHMINS being so called(Mani lidhela) BEST OF THE BEST. WHAT HAS BEEN SAID FOR” CRIME & PUNISHMENT” For a crime of same nature what is the punishment designed for STREE,BRAHMIN,KSHATRIYA,VAISHYA & SHUDRA ? (SANSHKAR ?)

  Manu was PURUSHPRADHAN & HIS SOCIETY & ITS RULES WERE ALSO.

  In 21st century let us ask our mothers,sisters,daughters (This includes daughter-in-laws) to follow what are the rules BHAGAVAN MANU (?) has created for them…and than see what happens.

  Let us opine: BHAGAVAN MANU WAS RIGHT or THE LIFE STYLE OF 21st CENTURY, the life that your and my mothers,sisters,daughters living.

  LET US ACCEPT” GOOD” from where ever we get and DISCARD “BAD” of that origin.
  AKHO BHAGAT said,

  Aavi nagarma laagi lai
  pankhi ne su dhokho thai ?
  undar bichara kare bahu shor
  jene nahi udavanu jor
  Akha gyani bhavthi kyam dare ?
  jenianubhavti pankh aakashe fare ?

  Andhro sasro ne shangat vahu
  katha sambharva chalya sahu
  kahiu kai ne samajya kashu
  aankhonu kajal gaale ghasiu
  undo kuvo ne fati bok
  shikhiu sambhariu sarve fok.

  Ek murakhne evi tev
  pathar etala puje dev
  pani dekhi kare snan
  tulsi dekhi tode paan
  ae akha vadhu utpat
  ghana parmeshwar ae kyani vaat?

  This is also a gyanino message.

  Aaje, Gouhatya virodhma sarghaso nikre chhe. Streebhrun hatya ghare gharma kare chhe…Aa su sanshkar chhe /

  Amrut.

  Like

 30. વહાલા વાચકમીત્રો, અને પરીવારજનો,

  દીપોત્સવ એટલે અંધકારમાંથી પ્રકાશ પ્રતી પ્રયાણનું પર્વ દીપાવલીની દીપ શીખામાંથી નીકળનારાં કીરણો અંધશ્રદ્ધાના અંધારપટને દુર કરીને,આપના અને સૌના જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગના સથવારે, પ્રકાશનું અજવાળું પાથરે એવી હાર્દીક શુભકામનાઓ..

  –ગોવીન્દ અને મણી મારુ,
  પવન, સંધમીત્રા અને મયુર મારુ

  Like

 31. Very well said Dipakbhai and Amrutbhai.
  I rest my case.

  Everyone have a Happy Diwali and a very prosprrus New Year.

  Like

 32. મુરજી ભાઈ, ઈન્ટરનેટે બધાને નજીક કરી નાખ્યા છે. બીગ બેન્ગના ધડાકાથી ભ્રહ્માંડની રચના ૧૪-૧૫ અબજ વર્ષ પહેલાં થઈ. પછી તો નીહારીકાઓ અને તારાઓની રચના થઈ. જેમાં આપણા બધાનો દાદો સુર્ય આવે અને એમાંથી માતા પૃથ્વીનો જન્મ થયો. રાસાયણીક ક્રીયા પ્રક્રીયા થઈ પૃથ્વી ઉપર જડ જળ અને ચેતનની રચના થઈ.

  સીધી સાદી આ બે લીટીની બ્રહમાંડથી પૃથ્વી ઉપર જીવનની કથા છે.

  http://www.nobelprize.org/educational/

  ઉપર એક લીન્ક આપેલ છે. એમાં બ્રહ્માંડની રચનાની પ્રથમ વાર્તા છે અને એની પહેલાં અંગ્રેજીમાં લખ્યું છે ” You don’t have to be a genius to understand the work of the Nobel Laureates. These games and simulations, based on Nobel Prize-awarded achievements, will teach and inspire you while you’re having FUN! ”

  દીવાળી તો આજે પુરી થશે અને હું રાતે અગાસી ઉપર જઈ અંધારામાં આકાશને જોઈશ.

  સી.વી.રામનના જમાનામાં અવર જવર સ્ટીમ્બરથી થતી હતી. યુકે જતાં ડેક ઉપર રામને આકાશ તરફ મીટ માંડી અને થયું આકાશ બ્લ્યુ કેમ છે? અને લોકોને રામન ઈફેક્ટની ખબર પડી.

  નીચે એક લીન્ક આપેલ છે.

  http://www.nobelprize.org/educational/physics/star_stories/overview/index.html

  આ રહ્યો બ્રહમાંડ થી જીવનનો હીસાબ.
  જાન્યુઆરીમાં ધડાકો થયો. બીગ બેન્ગ.
  માર્ચમાં દુધગંગા કે નીહારીકાઓ બની. ભજીયા બનાવવા કાચો માલ ઘાણ તૈયાર થયું.
  ઓગસ્ટમાં તારાઓની રચના થઈ.
  સપ્ટેમ્બરમાં રાસાયણીક ક્રીયાથી જીવનની ઉત્પત્તી થઈ.
  હવે હીસાબ કલાકમાં છે.
  ૨૩.૫૪.૦૦ અગાઉ આધુનીક માણસ બે પગે ઉભો થયો.
  ૨૩.૫૯.૪૫ માનવ લખવાનું ચીત્ર વીચીત્ર શીખ્યો.
  ૨૩.૫૯.૫૦ ઈજીપ્તના પીરામીડો બનયા.
  ૨૩.૫૯.૫૯ કોલંબસ અમેરીકા પહોંચ્યો.

  મીત્રો આ છે આખા વર્ષનો હીસાબ.

  માનો કે ન માનો જે ઈશ્ર્વર કે ભગવાનને માને છે એ આ દુનીયાનો જુઠો માણસ છે. એક જુઠ બોલવાથી એને છુપાવવા લાખ બીજી જુઠી યુક્તીઓ કરવી પડે છે.

  ઉપરના હીસાબે નવું વર્ષ એકાદ બે સેકન્ડમાં આવશે. મુરજી ગડા, ગોવીંદ મારુ, હું, અને આપણે બધા આ નેટ ઉપર એ સમય સુધી જરુર જીવીશું.

  Like

 33. Shri VK Vora

  Thanks for the write up and sending me the links.

  Well-known astrophysicist Carl Segan wrote a book named “Cosmos”. He then made a 13 part TV series about 30 years ago of a same name. That program “Cosmos” is now available on CD with updates. That CD explains all this very superbly. If you can find it, I highly recommend everyone to watch it.

  I have also covered this “Cosmic Calendar” in my October 2007 article in “Pagdandi”. I may put it on this blog in future.

  Like

 34. માનવ સંકૃતિની પ્રગતિ કેવળ વૈજ્ઞાનિક અથવા કેવળ ધાર્મિક અભિગમને આધારે ન ટકી શકે. જીવનમાં વિજ્ઞાનની એટલે કે સાધનો અને સગવડો ઉભી કરવા થતાં સંશોધનોની જેટલી જરુર છે તેટલી જ અથવા તેથી પણ અધિક જરુર ધર્મ અર્થાત માણસાઇની છે. મારી દ્રષ્ટિએ માણસાઇ એટલે સમભાવ,સહકાર અને સહાય કરવાની વૃતિ. વિજ્ઞાન માનવને બહીર્મુખી બનાવે છે પરંતુ માણસાઇ કેળવા માટે તો અંતર્મુખ થવું આવષ્યક છે. અંતરમાં રહેલા રાગ, દ્વેશ,ક્રોધ,લોભ,ઇર્ષા વિગરે વિગેરેને દૂર કરવા વિજ્ઞાને હજીસુધી કોઇ કારગત સાધનો શોધ્યાં નથી. જયાં સુધી માનવ વિજ્ઞાન અને ધર્મને વિવેકને ત્રાજવે સમતોલ નહી કરે ત્યાં સુધી આપણી પરિસ્થિતિ બદલાવાની શકયતા નથી. જેમ વિજ્ઞાનના વિકસ માટે સાધન જરુરી છે તેમ જ માણસાઇના વિકાસ માટે સાધના જરુરી છે. આજે વિજ્ઞાનથી વિકસીત અમેરીકામાં દેશના એક ટકા જ ેટલા ધનલોભી લોકોએ દેશના કેવા હાલ કર્યા છે એતો બધા જાણે છે.

  “Science without religeon is lame And
  Religeon without Science is blind”

  આઇનસ્ટાઇનનું આ કથન “રેશનલ વિચાર “કોને કહેવાય તેનું અદ્ભૂત ઉદાહરણ છે.

  Like

  1. It is a fundamental mistake to equate only religion with honesty, decency, caring and all other virtues. These virtues are not an exclusive domain of any organized religion. There are many people who are not “ religious” by a traditional definition of religion yet they are very honest, caring and humanitarian. One such example would be Scandinavian countries. More than half of the people there do not follow any organized religion yet these countries are usually at the top of any list comparing countries for advancement in various areas of life. On the other hand, USA is a very religious country. Even their currency says, “In God we trust” which is a rare thing. No one so far has successded in getting elected for a high enough political post in USA without belonging to one of the religions.

   If you are talking about the unequal wealth distribution, most Muslim countries are very religious and they also have extreme accumulation of national wealth in hands of not one percent of population but only handful of families. Even highly religious India has extreme disparity of wealth. The worst thing is so called “God men” and the religious institutions themselves are extreme wealthy. Isn’t that something to think about?

   Science and technology never claims to create even/equal society. That is the jurisdiction of government. Again religion makes lot of tall claims but delivers very little. It only creates the impression of it.

   Like

   1. Religion was necessary and helpful in past when the nation states were not well organized. Now most countries are democratic or are getting there. It gives power to people depending upon the maturity of democracy in that country. In such cases, it becomes government’s responsibility to make sure that the society becomes well organized and remains essentially peaceful. Thus Religion’s role starts decreasing. It may take a while before we get there but the direction is defined. I see lot of similarity between the role and democratic country’s government and the religion after taking away the supernatural part from the religion.

    Like

  2. શ્રી ગિરીશભાઈ,
   ધર્મ એટલે માણસાઈ એવી વ્યાખ્યા સાથે તો કોઈ પણ અસંમત ન થઈ શકે. પરંતુ, ધર્મ અમુક નિશ્ચિત માન્યતાઓ માટે પણ આગ્રહ રાખે છે, જેને નૈતિકતા સાથે કશો જ સંબંધ નથી.

   માણસાઈ માટે ખરેખર સાધનાની જરૂર છે? આ સાધના એટલે સમાજમાં કામ કરવું, બીજાનું સારૂં થાય તે માટે કામ કરવું એ જ કે નહીં? આપ સાધના’ શબ્દ વાપરો છો તેનો એક ખાસ અર્થ રૂઢ થઈ ગયો છે. શબ્દોનો અર્થ પણ બદલવો જોઇએ ને? ધર્મશાસ્ત્રોનો જ સંદર્ભ આપવાનું જરૂરી લાગતું હોય તો ગીતા જ લોઃ सह यज्ञा प्रजा सृष्ट्वा… લોકો યજ્ઞ સાથે જ જન્મ્યા છે. અહીં ગીતાએ ‘યજ્ઞ’ શબ્દનો વૈદિક અર્થ બદલાવી નાખ્યો છે! આમ ‘સાધના’ શબ્દનો અર્થ નહીં બદલીએ તો ધર્મ એટલે માણસાઈ એવું સમજાવાની શક્યતા નથી. આજે ધર્મનો જે અર્થ થાય છે તે જ અર્થમાં એની સમીક્ષા કરવી જોઈએ. સહકાર એ ધર્મ હોય તો એ તો આપણી બાયોલૉજિકલ જરૂરિયાત છે. આમ ધર્મ પણ જૈવકીય કારણોસર જ વિકસે છે.

   બીજી વાત એ કે વિજ્ઞાન અને ટેકનોલૉજી પણ આદિકાળથી માણસની સાથે રહ્યાં છે.પૈડું શોધાયું એ વિજ્ઞાનના નિયમને આધારે વિકસેલી ટેકનોલૉજી જ છે.વિજ્ઞાનની વાત કરીએ ત્યારે લોકો સીધા જ અણુબોમ્બનો દાખલો આપતા હોય છે અને જાણે ધર્મને નામે માણસો મરે છે તેનો તો ઉલ્લેખ જ નથી થતો. કેટલી હત્યાઓ ધર્મને નામે થઈ તેનો પણ હિસાબ કરવા જેવો છે વિજ્ઞાને માત્ર અણુબોમ્બ નથી આપ્યો, ઘરની રક્ષા માટેના તાળાથી માંડીને મોટા પુલો, બધી દવાઓ, સંદેશવ્યવહારનાં ઇંતરનેટ સહિતનાં સાધનો બધામાં વિજ્ઞાન દેખાશે.

   વળી, વિજ્ઞાનની યાત્રા પણ અંતર્મુખી બનાવે જ છે. આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ એમની અંત્ર્મુખી યાત્રાનું પરિણામ છે. રામાનુજન એમની અંતર્મુખી યાત્રાને પરિણામે ગણિતની જે ફૉર્મ્યૂલાઓ લખી ગયા છે, તેના પર આજે પણ રીસર્ચ ચાલે છે.અંતર્મુખી યાત્રા વિના વિજ્ઞાન પણ સંભવિત નથી. માત્ર આત્મા-પરમાત્માની વાતો કરવી અને એના માટે સાધના કરવી એને જ અંતર્મુખી યાત્રા ન કહેવાય.

   Like

 35. Shree. Dipakbhai and Shree Murjibhai,

  We all know that there are different meanings of Dharma. That is why I specifically mentioned “manasai”. To me the meaning of introspection is to contemplating to evaluate and improve our internal faculties. Einstein and Ramanujam did contemplate but it was for external world. Sadhana means a concentrated and very foucsed effort to achieve a specific goal. The gest of my comment is a balanced approach to all aspect of our life.”Samyak Vichar”
  Dipakbhai,
  I earlier requested to go through my article on “Sanatan Dhrma” on my blog. I am looking forward for your comments on it. I want feel any bad if your comments harsh but are honest.
  My due regards to both of you.
  Wishing you both Happy Diwali and a prosperous new year.

  Like

 36. It is true that natural sciences study laws of nature and then apply those to better (improve) life on earth. Natural sciences so far did not go into the thoughts, words and actions of humans. (i.e. vichar, vani, vartan). Recently psychology has started to understand the human behavior.

  Human behavior is the area of government, society and the religion. The problem with these bodies is that there are no set universal standards like the natural sciences have. Everyone believes and acts as if his/her is the only true and correct way and has been fighting for ages to prove that. There are certain universally accepted good and bad behavioral standards, even though many do not follow them.

  Isn’t it wise to believe in whatever one thinks is right in such areas and not keep insisting others to follow their views. Theists (believers) have put forward their views millions of times over centuries. Yet people like us are not satisfied with their explanations. Why does it bother them if we find our own explanations and share with like-minded people?

  Like

 37. બુધ્ધિવાદ (રેશનાલીઝમ)

  જે ફક્ત વિજ્ઞાન માં વિષ્વાસ કરી શકે આ થયી સરસ વાત

  જો ન્યુટન આઇઝેક પોતાની બુક પ્રિન્સીપીયા માં ઇષ્વર ને સ્વીકારી શકે
  જો આલ્બ્ર્ટ આઇન્સ્ટાઇન ટાઇમ્સ મેગેજીન ને આપેલી મુલાકાત અને એના મહત્વ નાં દસ્તાવેજો માં ઇષ્વર ને સ્વીકારી શકે
  જો ડો અબ્દુલ કલામ પોતાની આત્મકથા “ધ વિઝનરી ઓફ ઇંડીયા” માં પ્રાર્થના નુ મહત્વ સમજાવી શકતા હોય

  તો એ લોકો અવિજ્ઞાની નથી ….////////

  ખેર હજી વિજ્ઞાન સંપુર્ણ નથી એ વાત ને ખુદ વિજ્ઞાન સ્વીકારે છે અને રહી વાત ઇષ્વર ના અસ્તિત્વ ની તો જે ણે પણ ખાંખાં ખોળા કર્યા એવા મહાન વિજ્ઞાની ઓ પણ આખરે “ઇષ્વર ને સમગ્ર બ્ર્હમાંડ નુ સંચાલન કરે છે ” એવી વાત સ્વીકારતા થયી ગયા
  ( એનો એક વિસ્તૃત લેખ મે મારા બ્લોગ પર સંપુર્ણ સ્ત્રોત્ર સાથે આપ્યો છે)

  જો કે વિજ્ઞાન સ્વીકારે એ વાત ને બુધ્ધિવાદીઓ ના સ્વીકારે તો એ બુધ્ધિવાદ કેટલા અંશે બુધ્ધિવાદ ?????

  જય ભારત સહ
  -શ્યામ શુન્યમનસ્ક
  અલકાપુરી વડોદરા

  Like

  1. You are mixing up too many things here, specifically science, scientists, scientific methods and logical thinking. You would find doctors, science graduates, even doctorates in pure science believing in many superstitions. That does not make all of those realistic.

   Science is a method (a branch of knowledge) thru’ which men learn about the laws of nature. Science does not say, believe, approve or disapprove anything. It has no views about anything.

   Talking specifically about Newton, he lived in totally different time period. The society around him was lot different than today. No one really knows for sure what he really believed in and what he HAD to say in public to save himself from extremists of his time. (Honestly speaking I could not and would not write such article in a religiously fanatic country. That is a different matter.)
   Einstein’s very well known definition of God is, “ The sum total of all the laws of nature”. That way he satisfied people asking him questions without compromising his views. I don’t know what Abdul Kalam said, but prayer and meditation is same thing to many people. Even my article talks about rationalist praying, not for the personal gains, but for the good of mankind, nature and everything, if it helps them. Meditation or praying is totally different from the notion of God who interferes, plays favoritism to his devotees, etc. etc.

   Like

  2. (૧) મારી માહીતી મુજબ ડો. અબ્દુલ કલામ એન્જીનીયર છે, વીજ્ઞાની નથી.
   (૨) નીચેની માહીતી ગુગલમાંથી
   “It was, of course, a lie what you read about my religious convictions, a lie which is being systematically repeated. I do not believe in a personal God and I have never denied this but have expressed it clearly. If something is in me which can be called religious then it is the unbounded admiration for the structure of the world so far as our science can reveal it.” – Albert Einstein in Albert Einstein: The Human Side, edited by Helen Dukas (Einstein’s secretary) and Banesh Hoffman, and published by Princeton University Press.

   વીક્રમ દલાલ

   Like

   1. Thank you Vikrambhai for Verifiable explanation. Most of my info. comes from my memory, which may be stored in my brain way back during my college days.

    Like

  3. શ્રી શૂન્ય મનસ્કજી,
   તમે લિંક ન આપી હોવા છતાં, મેં ગમે તેમ શોધીને તમારા લેખો વાંચ્યા. એ તમે લખો છો તે પ્રમાણે ખરેખર લાંબા છે, કારણ કે તમે ઘણી સામગ્રીનું એમાં સંપાદન કર્યું છે. આપનો અભિપ્રાય બીજા લોકોના શબ્દોમાં જ વ્યક્ત થયો છે, એટલે એની ચર્ચા અસ્થાને બની જાય છે. બધા મુદ્દાની ચર્ચા થઈ શકે એમ નથી અને શ્રી મૂરજીભાઈ અને શ્રી વિક્રમભાઇએ કેટલાક જવાબ આપ્યા જ છે.

   આમ છ્તાં ઉપર મેં શ્રી અતુલભાઇને ૨૪ ઑક્ટોબર ૨૦૧૧ રાતના ૮.૩૫ વાગ્યે જવાબ આપ્યો છે તેમાં અનુભવવાદી, વિવેકબુદ્ધિવાદી (રૅશનાલિસ્ટ), નાસ્તિક વગેરેનો તફાવત સમજાવવા પ્રયાસ કર્યો છે તે બેઉ વડીલોએ આપેલા જવાબોના પૂરક તરીકે વાચી લેશો એવી વિનંતિ છે.

   આપના લેખોમાં આઇન્સ્ટાઇનને વિગતવાર ટાંક્યા છે, પરંતુ મને નથી લાગતું કે એ ઈશ્વરભક્ત હતા એ આ લખાણ પરથી સાબીત થતું હોય.

   સવાલ વિજ્ઞાનીઓનો નથી, વિજ્ઞાનનો છે. આઇન્સ્ટાઇનએ સાપેક્ષવાદની વાત કરી તેના પર વર્ષો સુધી અવલોકનો, પ્રયોગો, ચર્ચાઓ ચાલ્યાં. તે પછી જ એમના વિચારનો સ્વીકાર થયો. જો એમણે વિજ્ઞાનની કસોટીએ ચડૅ એ રીતે ઈશ્વર વિશે મંતવ્ય રજૂ કર્યું હોત તો વૈજ્ઞાનિકોએ એમની પાસેથી સાબીતી માગી જ હોત અને આજે ઘણા પ્રયોગો થઈ ચૂક્યા હોત! પરંતુ, વૈજ્ઞાનિકો જાણતા હતા કે આઇન્સ્ટાઇન ઈશ્વરની વાત નહોતા કરતા! અંગત ઈશ્વરમાં તો તેઓ નહોતા જ માનતા! વિજ્ઞાનના ક્ષેત્રમાં વિજ્ઞાન મોટું છે, વૈજ્ઞાનિક નહીં.

   આપ ‘લાર્જ હૅડ્રોન કોલાઈડર’ LHC) પ્રોજેક્ટ વિશે તો જાણતા જ હશો. આનો ઉદ્દેશ પ્રકૃતિના ગહનતમ નિયમો સમજવાનો છે. હજી એક પાર્ટીક્લ એવો છે જેનું સૈદ્ધાંતિક અને વ્યાવહારિક અસ્તિત્વ તો સાબીત થઈ ગયું છે, પણ એ પાર્ટીકલ જોવા નથી મળ્યો. એની શોધ માટે આ પ્રયોગ ચાલે છે. ૨૦૧૪ સુધી એ પૂરી ક્ષમતાથી પાર્ટીકલોને અફળાવી નહીં શકે.પરંતુ અત્યાર સુધીનાં અધ્યયનો પરથી જણાયું છે કે અમુક પટ્ટાઓમાં આ પાર્ટીકલ નથી.આમ ખોજનો વિસ્તાર નાનો થયો છે.

   રસપ્રદ વાત એ છે કે વૈજ્ઞાનિકોએ આને ગૉડ-પાર્ટીકલ નામ આપ્યું છે! પરંતુ તેઓ ખરેખર ઈશ્વરની શોધ આ LHCમાં નથી કરતા! અને આસ્તિકો ખરેખર એમ માનતા હોય કે એ પ્રયોગને અંતે ઈશ્વર મળી જશે ત્યારે આપણાં શાસ્ત્રોનું શું થશે, જે કહે છે – નેતિ, નેતિ!

   Like

 38. પ્રતિ
  શ્રી મુરજી ગડા & શ્રી વિક્રમ દલાલ

  મહોદય

  મે એ જ વાત ને મુદ્દાસર ટાંકી છે કે જે લોકો પોતાને નાસ્તિક તરીકે ઓળખાવતા હતા અથવા એમના વિષે એવી માન્યતાઓ હતી
  અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે સ્વામિ વિવેકાનંદ પોતે જ શરુઆત મા આવી બધી ઇષ્વરીય બાબતો માં વિષ્વાસ નહોતા રાખતા અને પણ જ્યારે તેઓ રામકૃષ્ણ પરંહંસ ને સમજી શક્યા ત્યારે પરિણામ કાઇક જુદુ જ આવેલું !!!

  અને હા વિક્રમજી ડો અબ્દુલ કલામ વિશે : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન માં ભારત સરકાર નાં વૈજ્ઞાનિક સલાહકાર રહેલા !! અને બેલેસ્ટીક મિસાઇલ ટેકનોલોજી નો શ્રેય એમના ફાળે જાય છે

  પ્રતિ
  શ્રી દીપક ધોળકીયા

  વિજ્ઞાન એની મર્યાદા ઓ ને સ્વીકારે છે અને કબુલે પણ છે કે એ અ-સમર્થ છે એની મર્યાદાઓ આવી જાય છે
  પણ ઇષ્વર વિશે એટલુ તો ચોક્ક્સ કહી જાય છે કે જે પણ છે એ શક્તિ છે અને ત્યાં સુધી નથી પહોચી શકાયું !!
  એ બાબતો ની છણાવટ છે !!!

  આખરે
  “ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે.”
  -આલ્બર્ટ આઇન્સ્ટાઇન

  આવા કથનો એ માનવીય જીવન નાં પાયા ને ટેકો આપે છે જ્યાં માનવી પોતાની જાત ને માનવી બનાવી શક્યો છે

  અને હા અહિંયા મારા બ્લોગ ની લિંક આપુ છું

  http://shyam-darshitikon.blogspot.com/

  સમયાનુકુળતા એ ચર્ચા માટે આવતો રહીશ આપ સહુ મિત્રભાવે પ્રકાશ ફેકંતા રહેજો કે મારા માં પણ ઉણપ હોય તો દુર થાય

  આભાર સહ
  આપનો શ્યામ .

  Like

  1. પ્રિય શૂન્ય જી,
   વિજ્ઞાન એની મર્યાદાઓ સ્વીકારે છે એ જ એની સમર્થતા છે. એ મર્યાદાઓનો સ્વીકાર કરે છે એટલે જ આગળ વધે છે.
   જેને પહેલાં આપણે ઈશ્વરી કોપ માનતા એવી ઘણી બીમારીઓના ઇલાજ થઈ શકે છે. આપણે એવું ઘણું માનતા કે જે ઈશ્વર કે ધર્મના ક્ષેત્રમાં હતું. આજે એ સ્થિતિ નથી. વિજ્ઞાનનો સંપૂર્ણ લાભ લહેરથી લીધા પછી ઋણસ્વીકારની વાત આવે ત્યારે કંજુસ કેમ બની જઈએ છીએ? ભગવાનમાં ભલે માનીએ, પણ “વિજ્ઞાન કઈં નથી” એમ કહ્યા કરવાથી ભગવાન મોટો થઈ જાય છે?
   આમ છતાં ક્વૉટ કરીએ આઇન્સ્ટાઇનને કે “વિજ્ઞાન ધર્મ વિના પાંગળું છે અને ધર્મ વિજ્ઞાન વિના આંધળો છે”. અહીં આ વાક્યના ઉત્તરાર્ધ પર તો ધ્યાન આપવાની આપણી તૈયારી જ નથી હોતી. અને પૂર્વાર્ધમાં શું લાગે છે? આઇન્સ્ટાઇને ધર્મનોઅર્થ નૈતિકતા કર્યો છે. વિજ્ઞાનનો માનવ સમાજ માટે યોગ્ય ઉપયોગ. આપણે અહીં વપરાયેલા ‘ધર્મ’ શબ્દનો અર્થ તો આપણને અનુકૂળ આવે તે રીતે કરીએ છીએ! આઇન્સ્ટાઇન આ એક વાક્ય બોલીને ચુપ નહોતા થઈ ગયા! એમની દૃષ્ટિએ ધર્મ એટલે શું તે સમજવા માટે પૂરતી સામગ્રી એમણે પોતે જ આપી છે, એનો પણ અભ્યાસ જરૂરી છે. તે સિવાય આ ટૂંકા વાક્યનો ખાસ અર્થ નહીં નીકળે.

   Like

  2. ડો. અબ્દુલ કલામ વીશે મેં કરેલા વિધાનને હું વળગી રહું છું. અન્જીનીઅર અને વીજ્ઞાની વચ્ચે તફાવત છે. વીજ્ઞાની કુદરતના નીયમો શોધે છે, અન્જીનીઅર તે માટેના સાધનો બનાવે છે. ઈસરોના ભુતપુર્વ ડીરેક્ટર ડો. પ્રફુલ્લ ભાવસાર જયારે રોકેટ દ્વારા છોડાયેલી સોડીયમ વેપરની ટ્રેલ મારફત અપર એટ્મોસ્ફીયરનો અભ્યાસ કરતાં હતા ત્યારે ડો. અબ્દુલ કલામ તેમને માટે રોકેટ બનાવનાર અન્જીનીઅર હતા. આઇન્સ્ટાઇનને અન્જીનીઅર કહેવાય?
   વીક્રમ દલાલ (અમદાવાદ)

   Like

   1. Before his term as India’s president, he worked as an aeronautical engineer with DRDO and ISRO. He is popularly known as the Missile Man of India for his work on development of ballistic missile and space rocket technology.

    Like

 39. પ્રતિ ધોળકીયાજી

  આપને એવી કેમ ગ્રંથી બંધાઇ છે કે આસ્તિકો વિજ્ઞાન ને નકારે છે આસ્તિકો વિજ્ઞાન ની ઉપેક્ષા કરે છે?

  અને હા
  જેમ આપે કહ્યું
  આઇન્સ્ટાઇન આ એક વાક્ય બોલીને ચુપ નહોતા થઈ ગયા! એમની દૃષ્ટિએ ધર્મ એટલે શું તે સમજવા માટે પૂરતી સામગ્રી એમણે પોતે જ આપી છે, એનો પણ અભ્યાસ જરૂરી છે.
  એમ જ હું કહું છું હુ ફક્ત નેટ પર થી જ્યાંત્યાં થી વિધાનો ઉંચકી ને નથી લાવ્યો!!!!

  વિજ્ઞાન એની મર્યાદાઓ સ્વીકારે છે

  એટલે જ વિજ્ઞાની ઓ એ નાસ્તિકતા ને સમર્થન નથી આપ્યું અથવા “નરો વા કુંજરો વા ” કરી ગયા !!!
  એ જ મે મારા બ્લોગ પર ટાંક્યું છે કે ત્યાં સુધી પંહોચી નથી શકાતું !!! અને ન પહોંચી શકાય તો નકારવું એ કેટલી બુધ્ધિમત્તા છે ?

  હુ એમ કહું કે પાંચસો વર્ષ પહેલા કોઇ ધાર્મિક કાવ્યો(રામાયણ) માં વાંચ્યું હશે કે રાવણ પુષ્પક વિમાન દ્વારા સીતાજી ને હવાઇ માર્ગે અપહરણ કરી લંકા માં લઇ જાય છે

  ત્યારે વિમાનો નહોતા શોધાયા તો સામાન્ય જનો એ વાત ને નકારી હોવી જોઇયે … બુધ્ધિશાળી ઓ તો ન જ માને કેમ કે ત્યારે તો આવુ કાંઇ હતુ જ નહી ને ??

  પણ આકાશ માર્ગે ઉડવા નું સાધન શોધાઇ ગયું પછી ?? તો આવુ કાંઇ હોઇ શકે એમ વાત માન્યા માં આવે કે નહીં ??
  ( આ ઉદાહરણ આપ્યું છે)

  એવી જ રીતે આજે ઇષ્વર બાબતે કાઈ નથી શોધી શકાયું ન તો હકાર માં કે ન તો નકાર માં
  ઉલટા નું વિજ્ઞાનની ઓ નકાર ને તો બિલકુલ ટેકો નથી આપતા (સ્ત્રોત પણ મે મારા બ્લોગ માં આપ્યો છે )

  હવે વિજ્ઞાન ની વાત ને આપણે જોઇયે તો આપણે નકારી દઇયે તો આપણે કેટલા બુધ્ધિશાળી કહેવાઇશું ?

  પ્રતિ વિક્ર્મ જી
  આપ આપના કથન ને વળગી રહો ભાઇ !!!

  Like

  1. સત્યને વળગી રહેવાની છુટ આપવાની ઉદારતા દાખવવા બદલ આભાર.
   વીક્રમ દલાલ (અમદાવાદ)

   Like

  2. પ્રિય શૂન્યભાઈ,
   તમે લખ્યું છેઃ”પ્રતિ ધોળકીયાજી, આપને એવી કેમ ગ્રંથી બંધાઇ છે કે આસ્તિકો વિજ્ઞાન ને નકારે છે આસ્તિકો વિજ્ઞાન ની ઉપેક્ષા કરે છે.”
   અરે ભાઈ, આજના જમાનામાં વિજ્ઞાનની ઉપેક્ષા કરનાર માત્ર ગાઢ જંગલમાં જ વસી શકે, એટલે કોઈ આસ્તિક ધારે તો પણ વિજ્ઞાનની ઉપેક્ષા કરી શકે એમ નથી.સવાલ માત્ર એ છે કે વિજ્ઞાનનું ઋણ આપણે સ્વીકારીએ છીએ કે નહીં.
   મારા બન્ને પ્રતિભાવો ફરી વાંચી લેવા વિનંતિ છે. આઇન્સ્ટાઇનનો જે લેખ તમે આપ્યો છે. એમાંથી એ ઈશ્વરમાં માને છે એવું સાબીત નથી થતું એ હકીકત છે. તમે જ ક્વૉટ કર્યું છે તે વિધાન જૂઓ. આઇન્સ્ટાઇને એ પણ કહ્યું છે કે વિજ્ઞાન વિના ધર્મ અંધ છે. આ બાબતમાં તમે કઈક અભિપ્રાય આપો તે પછી ચર્ચા સાર્થક રહે.

   Like

  3. From Wikipedia

   An engineer is a professional practitioner of engineering, concerned with applying scientific knowledge, mathematics and ingenuity to develop solutions for technical problems. Engineers design materials, structures, machines and systems while considering the limitations imposed by practicality, safety and cost.[1][2] The word engineer is derived from the Latin roots ingeniare (“to contrive, devise”) and ingenium (“cleverness”).[3][4]

   Engineers are grounded in applied sciences, and their work in research and development is distinct from the basic research focus of scientists.[2] The work of engineers forms the link between scientific discoveries and their subsequent applications to human needs.[1]

   Scientists are also distinct from engineers, those who develop devices that serve practical purposes.

   Like

 40. અને હા શ્રી મુરજી ભાઇ ગડા નાં પ્રથમ લેખ થી હું ખુબ પ્રભાવિત થયો છું
  એમણે જ એમના સપ્ટેમ્બર ૮ નાં રેશનાલીઝમ નામના લેખ માં માનવિય઼ જીવન નાં મુખ્ય ચાર પાયા ને ટાંક્યાં છે
  ૧ – માનવ સંસ્કૃતીના વીકાસનો પહેલો મહત્ત્વનો તબક્કો શરુ થયો તત્ત્વજ્ઞાન આધારીત ધાર્મીક વીચારધારાઓથી.
  ૨ – ચાર–પાંચ સદીઓ પહેલાં યુરોપમાં વૈજ્ઞાનીક વીચારધારાની શરુઆત થઈ. સંસ્કૃતીના વીકાસનું આ બીજું અગત્યનું પગથીયું હતું.
  ૩ – માનવ સંસ્કૃતીના વીકાસનું ત્રીજું પગથીયું આવ્યું અનુશાસનમાં. એ છે રાજકીય ક્ષેત્રે ‘લોકશાહી’ની શરુઆત.
  ૪ – માનવ સંસ્કૃતીના વીકાસનું હવે પછીનું ચોથું મહત્તવનું પગથીયુંરૅશનાલીઝમમાં જણાય છે. એમાં બધી વીચારધારાઓની હકારાત્મક બાબતો સમાયેલી છે તેમ જ એમની મર્યાદાઓ અને નકારાત્મકતાનો છેદ ઉડાવેલો છે. એમાં ધાર્મીક વીચારધારાની ‘નૈતીકતા’ છે, વૈજ્ઞાનીક વીચારધારાની ‘સત્યપરાયણતા’ છે અને લોકશાહીની ‘સ્વતંત્રતા’ તેમ જ ‘સમાનતા’ છે. એટલે જ રૅશનાલીઝમ આગલી ત્રણેય વીચારધારાઓ કરતાં વધુ મહત્ત્વનું બને છે.

  પણ આપણે પગથિયાં ચઢતા ચઢતા પાછળ નાં પહેલા પગથિયા ને ભુલી જઇયે એ કેમ બને કેમ કે એની વિવિધતા ને ખુબ જ ઉંડાણ થી સમજ્યા વગર આગળ નિકળી જઇયે તો આગળ આવતા બીજા અને ત્રીજા પગથિયાઓ માં પણ વિસંગતતા આવી જાય પછી ચોથુ શ્ક્ય કેમ બની શકે ?
  ધાર્મીક વીચારધારાની ‘નૈતીકતા’ ને આપણે સ્વીકારી યે જ છીયે તો પછી રેશનાલીઝમ નાં મેગેજીનો માં
  ” મત્યુ પછી ની પ્રાર્થના સભાઓ” જેવી નૈતીકતા ને ફક્ત સમય અને ટ્રાવેલિંગ ની હાડમારી ના કારણે વખોડી કાઢવા માં આવે
  એ કેટલી નૈતિકતા ?? એ બાબત જ મે બ્લોગ પર ટાંકી છે

  ધાર્મીક અન્ધશ્રદ્ધાને દુર કરે એ ઉચિત અને શ્રેષ્ટ બાબત છે પણ સંસ્કઇતિ નાં ઉંડાણ માં રહેલી બાબતો ?? એનુ શુ ?
  જે ઇષ્વરિય બાબત ને આસ્તિકો માને છે એને ફક્ત તર્ક નાં આધારે જ કેમ ફગાવી શકાય ?? એને તર્કસિધ્ધ કરવી પડે ને ?
  કેમ કે જે ઇષ્વરીય બાબત ને આસ્તિકો માને છે એ વિષ્વ નો ૮૦-૯૦ ટકા માનવ સમુદાય માને છે એ એમના અનુભવ વગર તો ન જ માનતા હોવા જોઇયે ને ?
  જ્યાં અનુભવ ને પણ રેશનાલીઝમ સ્વીકારે છે ….!!!

  Like

 41. અને હા એ તર્કસિધ્ધિ “આધ્યાત્મ” માં મળે છે
  પણ એનાં ઉંડાણ માં ઉતર્યા વગર ફગાવી દઇએ તો એ બુધ્દિમત્તા નથી જ અને
  એ એક આખી મનોવિજ્ઞાન ની બાબત છે અને જો બુધ્ધિવાદી ઓ તરીકે મનોવિજ્ઞાન ને એ વિજ્ઞાન નથી એમ કહી ને છુંટા થયી જતા હોય તો
  જય હો …!!! અહિયાં ચર્ચા નો કોઇ મતલબ નથી !!!
  અસ્તુ !!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s