[67] કોઈપણ શબ્દની વીભાવના સમ્પુર્ણ સ્પષ્ટ કરીને પછી જ આગળ વધવું ઘટે, ‘શ્રદ્ધા’ શબ્દનો અર્થ સામાન્ય ભાષકો ખુબ જ શીથીલ રીતે કરે છે, એ જ અનીશ્ચીત અર્થમાં ચર્ચા કરવી વીદ્વાનોને શોભે જ નહીં. દા.ત. શ્રદ્ધા, એટલ વીશ્વાસ, મનોબળ આદી અનેક અર્થચ્છાયાઓ માટે આપણે સામાન્ય વાતચીતમાં ‘શ્રદ્ધા’ શબ્દનો ભેળસેળીયો વીનીયોગ કરીએ છીએ. કીન્તુ તાત્ત્વીક ચર્ચામાં એમ ન ચાલે, મુદ્દાની વીભાવના સ્પષ્ટ કરવી જ જોઈએ. અમે રૅશનાલીસ્ટો જે શ્રદ્ધાનો વીરોધ કરીએ છીએ, એ શ્રદ્ધાની અમારી સ્પષ્ટ વ્યાખ્યા છે અને તે એ કે કુદરતના કાર્યકારણના ન્યાયથી કશુંક ભીન્ન યા વીપરીત બનશે– એવો અડગ વીશ્વાસ સેવવો એનું નામ શ્રદ્ધા. દા.ત. બાલાજી કે બાપાજીની બાધા રાખવાથી છોકરો પરીક્ષામાં પ્રથમ વર્ગ સાથે પાસ થઈ જશે અથવા જપમાળાથી કે કર્મકાંડથી સ્વજન અસાધ્ય રોગમાંથી ઉગરી જશે– એવી અસંભવીત આશા અડગ ભાવે સેવવી એનું નામ શ્રદ્ધા. માટે જ કહું છું કે શ્રદ્ધા માત્ર અંધશ્રદ્ધા જ હોય છે અને એવી શ્રદ્ધાને અમે રૅશનાલીસ્ટો લેશ માત્ર માન્ય રાખતા જ નથી. મહાન શ્રદ્ધાળુ પુરુષ ગાંધીજીએ પણ એ જ કહ્યું છે કે ‘શ્રદ્ધા આંધળી જ હોય’ કુદરતમાં કાર્ય–કારણ ન્યાય સમ્પુર્ણ અફર છે, એમ અનેક મહાન ચીન્તકોએ પણ સ્વીકાર્યું જ છે અને વીજ્ઞાનીઓ તો દૃઢપણે એમ માને જ છે, આસ્તીક એવો જર્મન ફીલસુફ કાન્ટ પણ કહે છે કે ‘કાર્ય–કારણ ન્યાયના સીદ્ધાંતનો અસ્વીકાર કોઈ પણ વર્તમાન અનુભવને આધારે થઈ શકે તેમ છે જ નહીં’ (ક્રીટીક ઓફ પ્યોર રીઝન). એ જ રીતે છેક આઠમી સદીમાં થઈ ગયેલો ભારતીય ચીન્તક કુમારીલ ભટ્ટ લખે છે કે, ‘ન લોકવ્યતીરીક્તમ્ હી પ્રત્યક્ષમ્ યોગીનામપી !’ અર્થાત્ લોક એટલે કે વીશ્વના નીયમથી ભીન્ન એવું કશું યોગીઓ પણ જોઈ–જાણી–પ્રણામી શકતા નથી. આ લોકનીયમ એટલે જ કાર્યકારણ ન્યાય.
[68] ઈતીહાસનું એક કરુણ તથા દુ:ખદતમ પ્રકરણ એ છે કે, આપણને અનેક વાર અનેકવીધ ધતીંગોની સાબીતીઓ મળી છે અને આપણે છેતરાયાની પ્રતીતી થઈ છે; તેમ છતાં આપણે પોતે જ એવી છેતરપીંડી સ્વીકારવા કે સ્વીકારવી એમાંથી મુક્ત થઈ જવા તત્પર યા રાજી નથી હોતા. વહેમો તથા શ્રદ્ધાઓ જુઠાં પડ્યાના તો અનેક અનુભવો જીવનમાં થયા જ કરતા હોય છે; પરંતુ માણસને સત્ય, વૈજ્ઞાનીક સત્ય કે અબાધીત, કેવળ સત્ય પામવામાં કોણ જાણે કેમ રસ જ નથી ! એથી ઉલટું, તેને ભ્રમો તથા અસત્યોમાં રાચવાનું ગમે છે અને વધુ માફક આવે છે. આપણે છેતરાયા છીએ; એમ આપણી જાત સાથે, મનોમન કબુલવા પણ આપણે તૈયાર નથી હોતા. પરીણામે વહેમો અને અન્ધશ્રદ્ધાઓ સંસ્કૃતીના ઉદયકાળથી ચાલતાં આવ્યાં છે અને કદાચ અનંત કાળ સુધી ચાલ્યા જ કરવાનાં!
[69] બાકી, રૅશનાલીઝમને શ્રદ્ધા–અશ્રદ્ધા જેવી ઉભડક વીભાવનાઓ સાથે સીધી તો કોઈ નીસ્બત જ નથી. રૅશનાલીઝમનો તો પાયો છે– વીવેક, વીવેકબુદ્ધી, રીઝન, અને આ વીવેક તે ય તેના શુદ્ધ સંસ્કૃત અર્થમાં : સત્ય–અસત્યનો, ઉચીત–અનુચીતનો ભેદ યથાર્થ તારવવાની સચોટ માનસીક શક્તી. માટે જ ચેતવણી આપું કે આ દેશને માથે જે સર્વનાશનું જોખમ ઝઝુમી રહ્યું છે તે ‘વીવેકભ્રષ્ટાનામ્ ભવતી વીનીપાત: શતમુખ:’ જ છે. આમ, રૅશનાલીસ્ટોની કંઠી તો છે વીવેક, તેઓની વીચારદીશા છે વીવેક, તેઓની આચારસંહીતાય વીવેક અને વ્યવહારસંહીતા પણ વીવેક જ ! આ કોઈ પંથ કે સમ્પ્રદાય નથી, આ તો વીવેકપુત જીવનરીતી છે. સત્યાસત્યની સાથે માનવીના હીતાહીતનો યથાર્થ નીર્ણય તારવવાનો માનદંડ છે. તો બસ ! હવે શ્રદ્ધાળુઓ, રૅશનાલીઝમથી ભડકનારા આસ્તીકો, વીવેકબુદ્ધીવાદીઓને જેટલી ગાળો આપવી હોય, તેટલી આપ્યા જ કરો ! કારણ કે રૅશનાલીઝમ એટલે તો માનવવાદ, જેનો પાયો જ વ્યક્તી–સ્વાતંત્ર્ય તથા અભીવ્યક્તીસ્વાતંત્ર્ય છે. બાકી, જો સત્યપ્રેમી હો તો, ઈતીહાસ તપાસો કે માનવજાતની પ્રગતી, વીશેષત: વૈજ્ઞાનીક પ્રગતી ‘સંશય’ને જ આભારી છે, શ્રદ્ધાને બીલકુલ જ નહીં; દા.ત. કોપરનીકસ, ગેલેલીયો કે ડાર્વીનનો સંશય… તથાગત બુદ્ધે પણ કંઈક એવો જ આદેશ આપ્યો કે, શ્રદ્ધાથી કશું સ્વીકારી ના લેશો ! (આ બ્લોગના આમુખમાં તથાગત બુદ્ધના ચીત્ર સાથે આ આદેશ મુદ્રામન્ત્ર તરીકે મુક્યો જ છે.)
[70] શ્રદ્ધા ચીજ પોતે ખુબ જ ભુંડી છે. એ અન્ધ તો હોય જ, વધુમાં વળી તે પાછી અવળું પણ જુએ છે! એથી જ હજી આજેય મુર્તીઓ દુધ પી જાય છે અને રીંગણા કે દુધીમાંથી ભગવાનની છબીઓ પ્રગટે છે ને ટોળાં ઉમટે છે ! એ શ્રદ્ધાના બળે જ, હજી એકના ડબલ કરી આપનારાના ધન્ધા ધમધોકાર ચાલે છે, અથવા તો સમુદ્રનાં જળ સુદ્ધાં મીઠાં થઈ જાય છે ! આગાહીઓ થાય છે કે જળપ્રલય થશે, અથવા ભુકંપથી સર્વનાશ સર્જાશે… ઈત્યાદી અને ભાગમ્ભાગ કરતા ભયભીત માણસો બસ રાજીખુશીથી ખંખેરાતા રહે છે. બીજી બાજુ વળી, ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખનારાઓને પણ પોલીસનું સ્થુળ રક્ષણ માંગવું પડે છે ! આવા બધા હાહાકારના મુળમાં પેલી શ્રદ્ધારુપી બીમારી જ માણસને પાયમાલ કરી નાખતી હોય છે.
–રમણ પાઠક
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ ના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના શ્રી વીજય ભગત: vmbhagat@gmail.com, ‘વીવેકવીજય’ (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈ–મેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. ‘વીવેકવીજય’ ગ્રંથના પ્રકરણ – 4માંથી ઉપરોક્ત મુદ્દા ક્રમાંક : 67 થી 70 સુધીના આ મુદ્દા, લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર…
આ બ્લોગની નીચે આપેલી લીન્ક ઉપર ક્લીક કરશો તો ‘વીવેકવીજય’ વીશે વધુ જાણકારી મળશે..
https://govindmaru.wordpress.com/2010/12/17/raman-pathak-11/
લેખક–સંપર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622) – 222 176 સેલફોન: 99258 62606
♦●♦●♦ દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વીચારયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા, ચર્ચાયેલા, વાગોળાયેલા અને જીવનમાં વણાયેલા સારા એમ મને લાગે છે.. -ગો.મા.
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ કો–ઓ. હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ : એરુ એ. સી.–396 450 જીલ્લો : નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર: uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 26–10–2011
●●●●●●●
શ્રદ્ધા– અન્ધશ્રદ્ધા વિષે ગુજરાતીની એક કહેવતને થોડી સુધારીને આ રીતે લખેલ છે:
“શ્રદ્ધા જોડા પહેરીને તય્યાર થાય ત્યાં સુધીમાં અન્ધશ્રદ્ધા પુરા જગતમાં ફરી વળે છે”.
ઉપસંહાર:
લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે.
કાસીમ અબ્બાસ
LikeLike
It is a god article to read. I believe in nature’s law. Things do not happen without any reason. There is no fire without any smoke.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLike
૬૭-૭૦ વચ્ચેના બધાં વિચારો ગમ્યા અને સમજ્યો પણ.આભાર.
LikeLike
બાવળિયામાં ગુલાબ ન થાય તે ન જ થાય.
ભગવાને સૃષ્ટિને ચલાવવા માટે નિયમો ઘડીને પછી માથું મારવાનું મૂકી દીધું છે, એ સ્વીકારવું એ શ્રદ્ધા.
આ નિયમોમાં ફેરફાર કરવા ભગવાન આપણા કહેવાથી તૈયાર થઈ જશે, એમ માનવું એ અંધશ્રદ્ધા.
પાંચ ઇન્દ્રીયો અને મગજ તો ભગવાને આપ્યાં, હવે એનો ઉપયોગ ન કરીએ તો ભગવાન શી રીતે મદદ કરે?
LikeLike
એકની શ્રધ્ધા બીજાને અંધશ્રધ્ધા લાગે. દરેકના દ્રષટી કોણ પર આધાર રાખે છે. બાકી વસ્તુ એક જ છે.
દાદાને સુંદર લેખ માતે મારા અભિનંદન પહોંચાડશો.
LikeLike
આદરણીય શ્રી ગોવિંદભાઈ ,
બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને પણ વિશેષ
લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ
ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન
LikeLike
પ્રિય રમણભાઈ તથા મિત્રો;
પ્રેમ.
આજે સંવત ૨૦૬૮નું નવા વર્ષનો પ્રથમ દિવસ છે અને દરેક મિત્રોને નૂતનવર્ષ ઉદ્વગતિ તરફ દોરનાર બને તેવી અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ.
શ્રીમાન રમણભાઈ હું જોઈ રહ્યો છું કે અહીં દરેકની વ્યક્તિની સંસ્કારિતતા, વાંચન કે સમજ મુજબ, શ્રધ્ધા અંધશ્રધ્ધાની વ્યાખ્યા અલગ અલગ છે. તમે ૧૦૦ કહેવાતા રેશનાલીસ્ટોને પૂછશો તો દરેક અલગ અલગ વ્યાખ્યા કરશે. સાચી શ્રધ્ધા શું છે તેની કોઈ ને ખબર નથી. એક વ્યક્તિ એક વ્યાખ્યા કરે છે બીજો તેની વ્યાખ્યા પર ટીકાઓનો વરસાદ કરી મૂકે છે, ત્રીજો વળી અન્ય પ્રકારે રજૂઆત કરે છે. અંધે અંધા ઠેલીયા જેવો ઘાટ છે.આમાં રેશનાલીટી ક્યાં છે? કોને રેશનલ કહેવો?
બીજું હું જોઈ રહ્યો છું કે અહીં ઘણા બધા મિત્રો એવા છે જેમને પોતાની ઉપર રેશનાલીસ્ટનુ લેબલ એવું સજડ લગાવી દીધું છે કે હવે પોતે રેશનાલીસ્ટ છે તે સાબિત કરવા યેનકેન પ્રકારે દલીલો કરવા સિવાય બીજું કશું કરવાનુ રહેતું જ નથી તેવી વિકૃત માનસિક દશાના શિકાર થયેલા છે. જેમ એક વ્યક્તિ પોતાની ઉપર જૈન કે મુસલમાન કે હિન્દુ કે કમ્યુનિસ્ટનુ લેબલ લગાવી દે પછી તે ક્યારે સત્ય જોઈ જ નથી શક્તો પણ તેનો ધર્મ કે વિચારધારા જ સાચી છે તેવું પુરવાર કરવામાં લાગી જાય છે અને સત્ય ક્યારે પણ જોઈ જ નથી શકતો. એવી જ પરિસ્થિતિ રેશનાલીસ્ટોની હું જોઈ રહ્યો છું.
નવા વર્ષે દરેક મિત્રો આવા લેબલોમાંથી મુક્ત થાય તેવી શુભેચ્છાઓ.
શેષ શુભ.
પ્રભુશ્રીના આશિષ.
શરદ.
LikeLike
If what you say is true, where does that put you? Under which lable you put yourself and why?
LikeLike
Dear Murjibhai;
Love.
You are asking,”If what you say is true, where does that put you?”
No where.
Under what lable you put yourself and why?
No lable. According to my understandings such lables are the root cause of human misery. How can I put myself under any a lable?Question does not arise.
His Blessings;
Sharad
LikeLike
Dear Murjibhai;
Love.
You are asking,”If what you say is true, where does that put you?
Nowhere. Not under any lable.
Under which lable you put yourself and why?
I donot put myself under any lable, so question dose not arise Why? I renounced all the lables and trying to be a human without the lable. As I understand that such lables are the root cause of misry of human beings in the world. What soever the lable you put on human beings to devide them, you can not devide. As I understand that evrything here is inter connected and interdepended. I hope you will understand my views which might be difficult to agree with.
His Blessings;
Sharad
LikeLike
શ્રી શરદભાઈ,
૧૦૦ કહેવાતા ધાર્મિકોની ધર્મની વ્યાખ્યા એક હોવાની શક્યતા છે ખરી?
શ્રદ્ધા, અંધશ્રદ્ધા કે ધર્મની એક જ વ્યાખ્યા હોવાનું જરૂરી છે ખરૂં?
હરનિશભાઇ કહે છે તે સાચી સ્થિતિ છે. આ બાબતમાં પહેલાં પણ ચર્ચા થઈ ગઈ છે. એક કોળી, ભીલ કે સંતાલ દેવીની પત્થરની કદરૂપી મૂર્તિ સામે મરઘી વધેરે તે અંધશ્રદ્ધા અને આપણે નાળિયેર વધેરીએ એ શ્રદ્ધા!
આપણા દેશમાં સવા અબજ શ્રદ્ધાઓ છે અને સવા અબજ અંધશ્રદ્ધાઓ છે. એક વ્યાખ્યા. શી રીતે બનાવાશે?
LikeLike
પ્રિય દિપકભાઈ;
પ્રેમ.
આપ પૂછો છો,”૧૦૦ કહેવાતા ધાર્મિકોની ધર્મની વ્યાખ્યા એક હોવાની શક્યતા છે ખરી?” કદાપી નહી. કારણ એટલું જ છે તેઓ કહેવાતા ધાર્મિકો છે ધાર્મિકો નહી. ઍવું જ રેશનાલીસ્ટો માટે છે જેઓ રેશનાલીસ્ટનું લેબલ લગાવી એમ સમજી રહ્યા છે કે લેબલ લગાવાથી તેઓ હવે રેશનાલીસ્ટ બની ગયા છે અને તમામ રુઢીગત પરંપરાઓની ટીકા કરવી તે તેમનો ધર્મ અને કર્તવ્ય છે.
બીજું આપ પૂછો છો કે,”શ્રદ્ધા, અંધશ્રદ્ધા કે ધર્મની એક જ વ્યાખ્યા હોવાનું જરૂરી છે ખરૂં? ”
મારી સમજ છે કે શ્રધ્ધાએ એ ધ્યાન કે ભક્તિની પરમ ઉંચાઈએ ખિલેલા ફુલનુ નામ છે. કાશી માં કે કાબા મસ્તક ઝુકાવાને કે મેલડીમાતા ને હજાર ઘી ના દિવાથી આરતી કરવા જેવી કે બીજી અસંખ્ય મુર્ખામીભરી પ્રવૃત્તિઓને,કે કહેવાતી જાતજાતની આસ્થાને અને શ્રધ્ધાને કોઈ લેવાદેવા નથી. શ્રધ્ધાને જાણવું તો સખત પરિશ્રમ માંગી લે છે.પરંતુ વ્યાખ્યાઓ કરવી સહેલી છે. ફાવે તેમ કરે રાખો અને પછી હું જ સાચો તે સાબિત કરવા તર્ક અને દલીલો કરે રાખો.શું આ રેશનાલીટી છે? અને જો છે તો મારે વધુ કશું કહેવાનુ રહેતું નથી.
આપ પૂછો છો કે,”આપણા દેશમાં સવા અબજ શ્રદ્ધાઓ છે અને સવા અબજ અંધશ્રદ્ધાઓ છે. એક વ્યાખ્યા. શી રીતે બનાવાશે?”
વાત આપણા દેશ પુરતી મર્યાદિત નથી. આ રોગ સમગ્ર માનવ જાત ને લાગેલો છે. અહી એક પ્રકારની અંધશ્ર્ધ્ધા છે તો અન્ય દેશોમાં વળી જુદી. પણ મોટાભાગે તમામ અંધશ્રધ્ધા જ છે. મને ખબર નથી તમને સવા અબજ શ્રધ્ધા ક્યાં દેખાણી?
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ.
શરદ
LikeLike
શરદભાઈ,
તમે કહ્યું છેઃ “પણ મોટાભાગે તમામ અંધશ્રધ્ધા જ છે. મને ખબર નથી તમને સવા અબજ શ્રધ્ધા ક્યાં દેખાણી?”
તમારૂં કથન અને સવાલ બન્ને યોગ્ય છે. હરનીશભાઇએ કહ્યું છે તે સંદર્ભમાં જ મારા કથનનો અર્થ છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સાપેક્ષ છે. કયા સ્તરેથી હું બીજાની અંધશ્રદ્ધાને જોઉં છું તેના પરથી જ હું નક્કી કરીશ કે મારે એને શ્રદ્ધા નામ આપવું કે અંધશ્રદ્ધા. હું જે કરતો હોઉં તેવું જ કરનારની કાર્યવાહીને શ્રદ્ધા કહીશ. બાકી બધી અંધશ્રદ્ધા હશે. આવું બધા જ કરતા હોય છે એટલે બધાની શ્રદ્ધા અને બધાની અંધશ્રદ્ધા.
આ સંદર્ભ વિના હું સંમત છું કે મોટાભાગે તમામ અંધશ્રદ્ધા છે. માત્ર કેટલીક અંધશ્રદ્ધાઓ એટલી ઘનીભૂત થઈ ગઈ છે અને એટલી દૄઢતાથી શ્રદ્ધા નામ ધારણ કરી ચૂકી છે કે એને અંધશ્રદ્ધા કહેવાનું મુશ્કેલ બની ચૂક્યું છે.
LikeLike
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે..
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.
YOGESH CHUDGAR
Ahmedabad
(m) 098795 16498
LikeLike
મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ ની 12/11/2009ની પોસ્ટમાંથી શ્રી ખીમજીભાઈ કચ્છી (A–38 –જલારામ સોસાયટી, વેડ રોડ, સુરત–395 004. Mobile – 98251 34692)ની ‘ધર્મ અને વીજ્ઞાન’ રચનાની ઉઠાન્તરી થયેલ છે.. જેની લીન્ક નીચે મુજબ છે:
https://govindmaru.wordpress.com/2009/11/12/dinesh-panchal-5/
LikeLike
આદરણીય સાહેબશ્રી
આપને માટે 2068 નું વર્ષ ખુબજ ફળદાયી, સુખમય અને
આનંદમય નીવડે તેવી શુભકામનાઓ
LikeLike
નવા વર્ષના શુભ દિને સર્વે બંધુઓને શુભાશિષ.
આ શ્રદ્ધા- અંધશ્રદ્ધાનો વિષય સીધો તો લાગે છે પરંતુ જેમ જેમ લોકોના મંતવ્યો વાચું છું તેમ તેમ વધુ ગૂંચવાડા ભરેલો લાગે છે. આખો લેખ મારી અક્ષમતાને લીધે સમજી શક્યો નથી, જે કઈ થોડું ઘણું સમજ્યો છું તે અહી રજુ કરું છું.
શ્રદ્ધા હોય ત્યાં ડુપ્લીકેટ કરન્સીની જેમ અંધ-શ્રદ્ધા હોયજ. ધર્મને આ, શ્રદ્ધા – અંધશ્રદ્ધા સાથે સીધો અને ગાઢો સંબંધ છે. અંધશ્રદ્ધાનું ઉદભવ સ્થાનજ શ્રદ્ધા છે.
ગાંધીજીને ગીતા ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હતી. ગાંધીજીને સ્વતંત્રતાની લડતનું પીઠબળ ગીતામાંથીજ મળ્યું તે તો સૌ કોઈને ખબર છે. “મહાન શ્રદ્ધાળુ પુરુષ ગાંધીજી”
કહીને પછી ગાંધીજીએ કહ્યું કે “શ્રદ્ધા આંધળીજ હોય” એવું હું માનતો નથી. આનો અર્થ એવો થાયકે શ્રદ્ધા એટલે બીજું કઈ નહિ પણ અંધશ્રદ્ધા. નાસ્તિકતા એક બહુ મોટી નકારાત્મકતા છે કારણકે એમાં કોરી બૌધીકતા છે. કોરી બૌધીક્તામાં કૃતિ નથી હોતી. શ્રદ્ધા જયારે નકારાત્મક બને ત્યારે નાસ્તિકતા આવતી હોય છે. નાસ્તિક કશું કરતો નથી, જે આંટીમાં આવે તેની નિંદા કરે છે.
ધર્મનું મૂળજ શ્રદ્ધા છે, તે મનુષ્ય પાસે માનવતાના કામો કરાવે છે. મોટે ભાગે, આખી દુનિયામાં માનવતાના કામો તો ધર્મમાં માનનારા, ધર્મનું પાલન કરનારા
શ્રદ્ધાળુ લોકોએજ કર્યા છે એવું જાણ્યું છે અને જોયું છે. આખી દુનિયાનો ખરો ધર્મતો માનવતાજ એવું તો રેશનાલીસ્ટો પણ માને છે. રેશનાલીઝમ અંધશ્રદ્ધાનો વિરોધ કરવા સાથે શ્રદ્ધાનો પણ વિરોધ કરે છે એતો સ્વભાવની કોરી શુષ્કતા છે, તે ગમે તેટલી માનવતાની વાતો કરે પરંતુ તે માનવતાના કેટલા કરે છે તે જાણવું અને સમજવું રહ્યું.
LikeLike
જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.
વધારે છપ્પા વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો જી 🙂
http://gu.wikiquote.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%9B%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE
LikeLike
કોઈપણ બાકી ના રહે, સર્વ ગુણીજન મિત્રબંધુઓને નુતનવર્ષાભિનંદન અને ખોબલા ભરી ભરીને મીઠી મીઠી શુભેચ્છાઓ…..
શ્રી શરદભાઈ અને શ્રી ભિખુભાઈ ની ટીપ્પણીઓ સમજવા લાયક છે…વાહ
LikeLike
ગઈકાલે દિવાળી મનાવી અને આજે નવુ વર્ષ મનાવ્યુ, રેશનલી આને શ્રધ્ધા કહેવી કે અંધશ્રધ્ધા? કે પછી બન્ને ના કરવુ એ રેશનલ કહેવાય ?
LikeLike
રાજેશભાઈ,
તહેવારોને શ્રદ્ધા-અશ્રદ્ધા સાથે સંબંધ નથી. તહેવારો કલ્ચરનો ભાગ હોય છે. એમાં નવા રંગો ઉમેરાતા જાય, એમાં ધાર્મિક રંગ પણ હોય. માણસ ઉત્સવપ્રિય ગણાય છે. એટલે મારો સંદેશ કોઈ કારણસર તમને ઇમેઇલ કે એસ.એમ. એસ રૂપે ન પહોંચ્યો હોય તો આ સાથે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ સ્વીકારશો.
તમે જાણતા જ હશો કે બંગાળના દુર્ગાપૂજા ઉત્સવની શરૂઆત જમીનદારોએ અંગ્રેજ પોલિટિકલ એજન્ટોને ખુશ કરવા માટે કરી હતી.એમાં નાચગાન જ થતાં. આને કારણે અંગ્રેજીમાં Nautch Girls (નાચ ગર્લ્સ) શબ્દ સ્થાન પામ્યો છે. તે પછી ૧૯૦૬નીઆસપાસ ક્રાન્તિકારીઓએ આ પૂજાઓનો ઉપયોગ કર્યો અને આપણને ભારતમાતાની કલ્પના ભેટ ધરી.
મહારાષ્ટ્રનો ગણેશોત્સવ તો લોકમાન્ય ટિળકે લોકોને રાજકીય કારણસર સંગઠિત કરવા માટે શરૂ કર્યો. આજે આ બન્ને ઉત્સવો આપણને ધાર્મિક જણાય છે, પણ ઇતિહાસ જુદું જ કહે છે.
એ જ રીતે હોળી-દિવાળી વગેરે ઉત્સવો આજે ધાર્મિક છે પણ પહેલાં એ કેમ શરૂ થયા તે આપણે જાણતા નથી. કેટલાક વિદ્વાનો એને ખેતીની મોસમો સાથે સાંકળે છે.
LikeLike
Shradhdha…AndhShradhdhaNu Chhodo.
Astik Ke NastikNu Chhodo.
Rationalistic Views Ke Traditional Spriritual Views Chhodo.
Anek Pratibhaavo Vanchya Pachi……
Sau SauNa Abhiyrayo Aape Ne Amal Kai Na kare TevU Vartan Chhodo.
Hu to Kahu Ke Darek MANVIMa MANAVATA Chhe Ja…..E Jo Khile to Sau SATYA Taraf Ja Hoy Che.
Anth….Ante Kahu Chhu….
O Manvio, MANAVATA Khilavo To Tame SATYA PATHE Ja Hoy Shako..Ane Jo Satya Panthe To PRABHU or the DIVINE or the ULTIMATE ENERY FORCE that drives the UNIVERSE Dur Nathi.
MANAVATA yaane SEVA to OTHERS.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Govindbhai…Today it is the NEW YEAR…Happy New Year to you & the Family.
Hope to see you on Chandrapukar..& inviting all to my Blog
LikeLike
Mara dilni ane Manni SHRADHHA saathe hu ane mara privarjano tamne sau ne anterni Diwalini sughechhao and Nava varsh (2068) ni subhakamanao moklie chhiye.
Aashtha ane Shraddhapurvak swikarjo.
Aabhar.
Amrut Hazari Ane Parivarjano.
LikeLike
પ્રિય દિપકભાઈ;
પ્રેમ.
“શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સાપેક્ષ છે. કયા સ્તરેથી હું બીજાની અંધશ્રદ્ધાને જોઉં છું તેના પરથી જ હું નક્કી કરીશ કે મારે એને શ્રદ્ધા નામ આપવું કે અંધશ્રદ્ધા. હું જે કરતો હોઉં તેવું જ કરનારની કાર્યવાહીને શ્રદ્ધા કહીશ. બાકી બધી અંધશ્રદ્ધા હશે. આવું બધા જ કરતા હોય છે એટલે બધાની શ્રદ્ધા અને બધાની અંધશ્રદ્ધા.”
ઊપરોક્ત જે કથનો અને દૃષ્ટિકોણ આપે રજુ કર્યો છે તેને જ હું અયોગ્ય અને ઇરરેશનલ છે તેમ સમજું છું.બધા એવું કરે એટલે તે સાચું નથી બની જતું.
હું કહી રહ્યો છું કે શ્રધ્ધાને જાણવા માટે અનુભવવા માટે ગહન ધ્યાન કે ભક્તિમાં ઉતરવું પડે, જીવન દાવ પર લગાવવાની તૈયારી જોઈએ ત્યારે શ્રધ્ધા જીવનમાં ખીલે છે. તેને વગર સમજ્યે, અનુભવીએ વ્યાખ્યાયિત કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ અહંકારનુ વિકૃત રુપ સિવાય કાંઈ નથી. તમે કહેવાતી શ્રધ્ધાના પક્ષમાં છો કે વિરોધમાં છો તેનાથી જીવનમાં કોઈ ફુલ ખિલતા નથી. હા, જાણે અજાણ્યે કાંટાનુ વાવેતર જ થાય છે અને તે અન્ય લોકોને તો વાગે જ છે પણ વાવનારના જીવનને પણ કાંટાઓથી ભરી દે છે. એવો મારો અનુભવ છે. ઍટલે અહી મિત્રોને ચેતવવા કહી રહ્યો છું. તેમ છતાં જે મિત્રોએ ગાંઠ જ વાળી છે કે સમગ્ર જીવન કાંટા જ ઉગાડવા છે તો તેમના માટે મારા વક્તવ્યો નથી જ. પરંતુ જે મિત્રોને મારા વક્તવ્યો વાંચી કદાચ ભુલ સમજાઈ જાય અને આ નવાવર્ષે જીવનને એક નવી દિશા મળશે તો અવશ્ય મને ખુશી થશે.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ.
શરદ
LikeLike
i believe shradha is blind.but if try even one day without shradha , how you can live.i am agree with shree,Sharad shah.other wise there is no shirdi or tirupati or any temple,church in world.
LikeLike
wish you all Happy New Year with Health,wealth with lots of LOVE.
LikeLike
સહુ વાચકોને પહેલેથી જણાવી દઉં કે હું એક સામાન્ય માણસ છું, લેખક નથી એટલે લાંબુ ચોડું લખી વાણીવીલાસ કરવાની મારી કોઈ ક્શમતા નથી.
શ્રધ્ધા – અંધશ્રધ્ધા વીશે મેં જે વીચાર્યું છે તે અહીં મુકવાની કોશીશ કરીશ.
મારી દ્રશ્ટીએ શ્રધ્ધા ત્રણ પ્રકારની છે –
૧ શ્રધ્ધા
૨ અતી શ્રધ્ધા
૩ અંધ શ્રધ્ધા
આપણે એક પછી એક જોઈએ.
૧ શ્રધ્ધા
અહીં શ્રધ્ધાનો અર્થ સામાન્ય રીતે કરવામાં આવે છે તેવી રીતે કરવાનો છે. દા.ત. આપણે વાહનમાં બેસીએ ત્યારે વાહનચાલક પર શ્રધ્ધા રાખીએ છીએ કે આપણને આપણા ગંતવ્ય સ્થાને સહીસલામત પહોંચાડશે. (શ્રધ્ધા જેવું કાંઈ છે જ નહી તેવા મુ. રમણભાઈ પાઠકના મંતવ્ય સાથે હું સંમત નથી થઈ શકતો, મને માફ કરશો.)
૨ – ૩ અતી શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા
જ્યારે શ્રધ્ધામાંથી વીવેકબુધ્ધીનો છેદ ઉડી જાય છે ત્યારે તો બની જાય છે અતી શ્રધ્ધા. ઉપરના દાખલામાં જો આપણે જાણતા હોઈએ કે વાહનચાલક પાસે યોગ્ય પ્રમાણપત્ર નથી અને છતાંય આપણે વાહનમાં બેસીએ ત્યારે બની જાય છે અતી શ્રધ્ધા. અતી શ્રધ્ધા માણસને પોતાને નુક્સાન કરે છે જ્યારે અંધ શ્રધ્ધા તેને પોતાને તથા અન્યોને પણ નુકસાન કરે છે. એક રીતે જોઈયે તો અતી શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા વચ્ચે ખાસ મોટો તફાવત નથી. અતી શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા વચ્ચે બહુ આછી પાતળી રેખા છે. માણસ ક્યારે અતી શ્રધ્ધામાંથી અંધ શ્રધ્ધામાં સરકી પડે છે તેનો તેને પોતાને પણ ખ્યાલ નથી રહેતો. અને તેથી અંધ શ્રધ્ધા બહુ ભયંકર ચીજ છે.
ભાઈશ્રી યોગેશભાઈને સુંદર કાવ્ય માટે ખુબ ખુબ અભીનંદનો.
આની ઉપર લખાયેલા પ્રતીભાવમાં છેલ્લા ફકરામાં ભાઈશ્રી શરદભાઈએ પોતે જ કાંટાનું વાવેતર કર્યું છે એવી મારી લાગણી છે.
– કશ્યપ ચંદુલાલ દલાલ.
LikeLike
પ્રિય કશ્યપભાઈ;
પ્રેમ.
આપની લાગણીઓ સર આંખો પર.
પ્રભુશ્રિના આશિષ.
શરદ.
LikeLike
પ્રિય દિપકભાઈ;
પ્રેમ.
આપ લખો છો,”માત્ર કેટલીક અંધશ્રદ્ધાઓ એટલી ઘનીભૂત થઈ ગઈ છે અને એટલી દૄઢતાથી શ્રદ્ધા નામ ધારણ કરી ચૂકી છે કે એને અંધશ્રદ્ધા કહેવાનું મુશ્કેલ બની ચૂક્યું છે.”
મારી સમજ છે કે, અંધકાર ગમે તેટલો ઘટ્ટ હોય, ઘનીભૂત હોય જરુર ફક્ત એક પ્રકાશિત દિપકની જ હોય છે. પાવડાથી ઉલેચવા જાઓ તો નિષ્ફળતા જ મળે છે અને હતાશ થવાય છે. કહેવાતા રેશનાલીટીના પાવડા મૂકી ભિતરનો દીપ પ્રગટાવો તો સ્વયંનો અંધકાર દૂર પણ થશે અને અને બીજા પણ અનેક લોકોના દીપ પ્રગટાવવાંમાં મદદરુપ પણ થશે. ફરી એકવાર નવા વર્ષની શુભેચ્છાઓનુ પુનરાવર્તન કરું” અપ્પો દીપો ભવ.”
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ.
શરદ.
LikeLike
…………………. માટે જ કહું છું કે શ્રદ્ધા માત્ર અંધશ્રદ્ધા જ હોય છે અને એવી શ્રદ્ધાને અમે રૅશનાલીસ્ટો લેશ માત્ર માન્ય રાખતા જ નથી.
LikeLike
Shri Kashyapbhai,
Thank you for sending me your book, “vrudh thata shikhie”. It is a good one.
I agree with your response above. However, I would put it in little different way.
There is a fine difference between faith (Shraddha) and trust (Vishwas). Trust is obtained by our own or someone else’s experience. We TRUST doctors, bus drivers, and similar people in our life. That is different than faith. FAITH could be had by someone’s suggestion only and not necessarily the experience. One of my articles describing these words in detail may appear on this blog sometime in future.
LikeLike
શ્રદ્ધા– અન્ધશ્રદ્ધા વિશે મનનીય વાતો…
LikeLike
શ્રધ્ધા : કોઇને હાનિ ન પહોંચે એવા સ્વાર્થી કે નિશ્વાર્થ કલ્યાણકારી કાર્ય માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇષ્વર ,વ્યક્તિ યા પ્રણાલિકા ઉપર આસ્થા અથવા વિશ્વાસ
અંધશ્રધ્ધા : પોતાના સ્વાર્થ માટે કોઇપણ ભોગે અથવા અનર્થ ને પણ આવકારતી કાર્ય શૈલી માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇષ્વર, વ્યક્તિ યા પ્રણાલિકા પર મુકાતો આંધળો વિશ્વાસ
મારા મતે તો સીધુ ને સટ છે …!!!
પણ જ્યાં ભેદરેખા જ નથી અને બધુ મિક્ષ થયી જાય ત્યાં સ્ત્કર્મ(પુણ્ય) અને દુષ્કર્મ (પાપ) બધુ મીક્ષ થયી જાય અને માનવી ને બધુ સરખું જ લાગે જે કરે એ બધુ બરોબર જ(અનિષ્ટો પણ) કારણ કે ભેદરેખા જ નથી ……….!!!! જય હો !!!
ખબર નહોતી કે વિવેકબુધ્ધિ આવી હોય !!!
LikeLike