પોતાના ખાબોચીયાને સર્વસ્વ માનતા દેડકાઓ પરથી પ્રચલીત થયેલી ‘કુવામાંના દેડકા’ કહેવત, દેડકાઓ માટે નહીં પણ માણસો માટે બનાવવામાં આવી છે. દેડકાઓ કે પછી બીજા કોઈપણ પ્રાણીઓનું મગજ એટલું વીકસીત નથી હોતું કે પોતાની નાનકડી દુનીયાથી અલગ દુનીયાના અસ્તીત્વ વીશે એમને કંઈ ખબર હોય.
માણસોની બાબતમાં એવું નથી. આજના સમયમાં બધાને એટલી તો ખબર છે કે દુનીયા ઘણી વીશાળ છે. એમાં ભાતભાતના લોકો રહે છે. એમના આચાર–વીચાર, માન્યતાઓ, ધર્મ વગેરે એકબીજાથી અલગ છે. કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે.
જેલની કોટડીમાં પુરાયેલાને ફક્ત એક નાનકડી બારીમાંથી જોવા મળે છે. ત્યાંથી એને હમ્મેશ એક જ દૃશ્ય દેખાય છે. આંખો હોવા છતાં એ અન્ધાપો ભોગવે છે. જે મુક્ત અને જાગૃત છે, જેની ચારે તરફ બારીઓ (મોકળાશ) છે, એને જોવાની ઈચ્છા હોય તો હમ્મેશા ધબકતી, બદલાતી, જીવન્ત દુનીયા એના માટે મોજુદ છે.
મગજની બારીઓનું પણ એવું જ છે. ઘણા લોકો મગજની એક નાનકડી બારી ખુલ્લી રાખે છે. એમાંથી આવતી બધી જ માહીતીને સમ્પુર્ણ અને સાચી માનીને બીજી કોઈપણ માહીતીને અન્દર આવવા દેતા નથી. આ જાતે સ્વીકારી લીધેલો મનનો અન્ધાપો છે.
સામાન્ય માણસની મનની બારીઓ બન્ધ કરાવનાર હોય છે ધર્મગુરુઓ, રાજકારણીઓ અને અન્ય અંકુશની વૃત્તી ધરાવતા લોકો. તેઓ ફક્ત પોતા તરફ ખુલતી બારીને જ ખુલ્લી રાખવાનો આગ્રહ સેવે છે. જુદી વીચારધારા ધરાવતા લોકોની વાતોએ ન સાંભળે એટલા માટે ક્યારેક બીજા કોઈને ન સાંભળવાનું કે વાચવાનું વ્રત પણ લેવડાવે છે. આવું વ્રત માનસીક અન્ધાપાને કાયમી કરે છે. નાઝી જર્મની, સામ્યવાદી દેશો વગેરે આ પ્રકારના માનસીક અન્ધાપાને ઠોકી બેસાડનારાં રાજકીય ઉદાહરણો છે. ધાર્મીક ઉદાહરણો તો ચારેકોર દેખાય જ છે.
પ્રત્યેક ધર્મના મોટા ભાગના શ્રદ્ધાળુઓ પોતાના ધર્મગુરુ અને સમ્પ્રદાયના પ્રચાર–સાહીત્ય સીવાય બીજું કશું સાંભળવાની કે વાંચવાની તસ્દી લેતા નથી. આ ગુરુઓ એમના અનુયાયીઓને સદીઓ જુની ભ્રામક માન્યતાઓમાં અટવાયેલા રાખે છે. એનાથી દૃષ્ટી ટુંકી થઈ જાય છે. લોકો ગુરુઓથી એટલા પ્રભાવીત થયેલા હોય છે કે એમના કહેવાથી દુષ્કૃત્યો કરવા પણ તૈયાર હોય છે. આતન્કવાદીઓ તેમ જ સમ્પ્રદાયો વચ્ચેની હીંસક અથડામણો આના દાખલા છે.
કેટલાક કીસ્સાઓમાં ધર્મગુરુઓને ‘ભગવાન’ના નામે સમ્બોધાય છે અને ‘ભગવાન’ના સ્થાને બેસાડાય છે. એમની પાસે ચમત્કારીક અને અલૌકીક શક્તીઓ હોવાનો ભ્રમ ઉભો કરવામાં આવે છે. વ્યક્તીપુજાની આ પરાકાષ્ઠા છે.
એક વર્ગ એવો પણ છે જેણે ‘દુનીયા જોઈ છે’ છતાં એ જડતાપુર્વક પોતાની જુની માન્યતાઓને વળગી રહે છે. સામાન્ય રીતે બુદ્ધીશાળી અને શીક્ષીત ગણાતા કેટલાક લોકોનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ લોકો મનના અન્ધાપાનો ભોગ બનેલા હોય છે.
આપણાથી જુદું કંઈ જાણવું કે સાંભળવું નહીં એ મનનો અન્ધાપો છે. નવું તેમ જ સત્ય જાણ્યા અને સમજ્યા છતાં સ્વીકારવું નહીં એ બુદ્ધીનો અન્ધાપો છે. પ્રેમમાં કે દ્વેષમાં માણસ આંધળો થઈ જાય છે એવું કહેવા પાછળ આજ બુદ્ધીના અન્ધાપાની વાત છે. વોટર પ્યુરીફાયરનું શુદ્ધ પાણી કપડાના ગળણાથી ફરી ગાળવું એ બુદ્ધીના અન્ધાપાનું એક ઉદાહરણ છે. આવું તો બીજી કેટલીયે પ્રવૃત્તીઓમાં દેખાય છે. રુઢીચુસ્ત ધાર્મીક પકડે ઘણાને સાવ સાદી બાબતોમાં પણ માનસીક અન્ધ બનાવ્યા છે. જાણ્યા–સમજ્યા છતાં સમજુ લોકો પરમ્પરા છોડી શકતા નથી.
મનનો અને બુદ્ધીનો અન્ધાપો દુર કરવાનો સાદો, સરળ અને એકમાત્ર ઉપાય છે ‘તાર્કીકતા’. સાંભળેલી કે વાંચેલી કોઈપણ વાતની ખરાખોટાની શક્યતા પર વીચાર કરી વાસ્તવીક લાગે તેટલું જ સ્વીકારવાની પદ્ધતીને તાર્કીકતા કે તર્કશાસ્ત્ર કહેવાય છે – Logic and Reasoning. મનની બધી બારીઓ ખોલી નવી માહીતી અને વીચારોને પ્રવેશવા દેવાનો; ખુલ્લા મને એને સમજવાનો પ્રયાસ કરવાનો; એમાંથી સાચું અને સારું લાગે તેટલું સ્વીકારવાની પ્રામાણીકતા અને હીમ્મત દાખવવી એ માનસીક સ્વતન્ત્રતાની નીશાની છે. જીન્દગીભર એકની એક કથા સાંભળવાની પણ હદ હોય છે. માનસીક ગુલામીમાં અટવાયેલા માટે એને છોડવું અતી કઠીન પગલું લાગશે.
ધાર્મીક કે બીજી કોઈપણ વીચારધારા કુદરતના નીયમોથી વીરુદ્ધ ન હોઈ શકે. જ્યાં પણ કુદરતી નીયમોનો ભંગ થતો દેખાતો હોય ત્યાં તાર્કીક રીતે વીચારવું જોઈએ. ચમત્કારો અને અલૌકીક સીદ્ધીઓને વાસ્તવીકતાની નજરથી જોવું જરુરી છે.
નાના બાળક માટે એના માતા–પીતા સર્વસ્વ હોય છે. એમની પાસેથી એના બધા પ્રશ્નોના ઉત્તર મળે છે. ત્યાં એ સલામતી અનુભવે છે. જ્યારે બાળક મોટું થાય છે ત્યારે બીજા લોકોના સમ્પર્કમાં આવવાથી એની દૃષ્ટી વીશાળ થાય છે. એ જાત અનુભવે ઘણું શીખે છે. એને મા–બાપની મર્યાદીત સમજ અને શક્તીનો ખ્યાલ આવે છે. પરીણામે મા–બાપની દરેક વાતમાં તે સહમત થતો નથી. આ બધું અનાયાસે થતું હોય છે. આના લીધે મા–બાપ પ્રત્યેનો એનો પ્રેમ અને માન ઓછાં થતાં નથી, ફક્ત તે એમની મર્યાદાઓને સ્વીકારતો થાય છે.
અફસોસની વાત એ છે કે આવા જાત અનુભવનો ઉપયોગ માણસ પોતાના માની લીધેલા ગુરુની મર્યાદાઓ સ્વીકારવા માટે નથી કરતો. ગુરુઓએ એનું એટલું બધુ બ્રેઈન વોશીંગ કરેલું હોય છે કે એ બીજી દીશામાં વીચારવાનું છોડી દે છે. બધા ધાર્મીક પન્થોની મુળ વાતનો સાર એકસરખો હોવા છતાં ધર્મગુરુઓ ગજબ રીતે ફક્ત પોતાને જ સાચું અને સમ્પુર્ણ જ્ઞાન હોવાનું ભોળા ભાવીકોના મનમાં ઠસાવે છે.
મોટા ભાગના લોકો પોતાના ગુરુની વાતોમાં સમ્પુર્ણ શ્રદ્ધા ધરાવે છે. કેટલાક લોકો આનાથી પર છે. એ ધર્મને નીતીશાસ્ત્ર રુપે જુએ છે. કોઈપણ ધર્મગુરુને ચુસ્તપણે અનુસરતા નથી. ધર્મપ્રચારના સાહીત્યમાંથી સત્યને વેગળું તારવવાની કોશીશ કરે છે. કહેવાતા ધાર્મીક લોકો, આવા લોકોને નાસમજ કે નાસ્તીક ગણે છે. જ્યારે એ પોતાને વાસ્તવવાદી અને જાગૃત માને છે.
આ લોકો કુદરતના નીયમોને સમ્પુર્ણપણે સ્વીકારે છે. ચમત્કાર અને પરલોકની દુનીયા કરતાં જે નજર સામે દેખાય છે એને વધુ મહત્ત્વ આપે છે. એમને ક્રીયાકાંડને બદલે માનવતા અને પ્રામાણીકતામાં, ધર્મ તેમ જ પ્રભુતા દેખાય છે. પોતાની મર્યાદામાં થાય એટલું એનું પાલન કરે છે. એક રીતે જોઈએ તો તેઓ નાસ્તીક નહીં પણ ખરા અર્થમાં આસ્તીક છે.
આ બે પ્રકારમાં ન આવતા હોય એવા બાકીના લોકોને ચીલાચાલુ માન્યતાઓ સ્વીકાર્ય નથી અને આ માન્યતાઓમાંથી સત્યને અલગ તારવવાની સમજ પણ નથી. પરીણામે તેઓ સામાજીક દબાણને કારણે બહુમતીમાં ભળે છે. વાસ્તવવાદી લધુમતીની એ નૈતીક ફરજ થઈ જાય છે કે અવઢવમાં ફસાયેલા આ લોકોને યોગ્ય માહીતી પુરી પાડવી. જેથી પોતાના નીર્ણયો તેઓ જાતે કરી શકે. આમ કરતાં કટ્ટર પન્થીઓને કદાચ મન દુ:ખ થાય; પણ એના માટે અન્ધશ્રદ્ધાને પોષતા રહેવું વાજબી નથી. આ ઉપદેશ નહીં પણ સન્દેશ છે. વીજ્ઞાન, સાહીત્ય, કળા, કાયદો વગેરે ક્ષેત્રોમાં વીચાર, ચીન્તન અને તર્કને મુલ્યવાન ગણવામાં આવે છે. સંગઠીત ધર્મોનું પહેલું કામ શ્રદ્ધા અને ભક્તીના નામે તર્ક અને વીચારને દબાવી દેવાનું રહ્યું છે. એમને સમ્પુર્ણ શરણાગતી ખપે છે. આ પન્થો ‘મારું તે સાચું’ની હઠ લઈને બેઠા છે. તર્ક પર રચાયેલી વૈજ્ઞાનીક વીચારસરણી ‘સાચું તે મારું’માં માને છે. વીજ્ઞાન ઘણી જુની ધાર્મીક માન્યતાઓને ખોટી સાબીત કરતું આવ્યું છે.
આપણે મેળવેલું બધું જ્ઞાન અને બધી સમજ આપણી આસપાસની દુનીયા અને એમાં બનતા બનાવોના અવલોકન પરથી આવેલ છે. જે પણ પ્રખર બુદ્ધીશાળી અને પ્રતીભાશાળી વ્યક્તીઓ થઈ ગઈ એમણે કેટલાક સનાતન પ્રશ્નોના ઉત્તર પોતાની સમજ પ્રમાણે આપ્યા છે. એમાંથી જ બધી ધાર્મીક વીચારધારાઓ શરુ થયેલી છે. એમનાં વીચારો અને તારણો પર તત્કાલીન સ્થળ અને કાળની અસર હોવાથી એમના દ્વારા કરેલું અર્થઘટન એકબીજાથી થોડું ભીન્ન છે. પરીણામે આટલી બધી વીચાર ધારાઓ પ્રચલીત થઈ છે. હજી સુધી દુનીયામાં એવી કોઈ વ્યક્તી પેદા નથી થઈ જેના બધા જ વીષય પરના વીચારો સમ્પુર્ણ અને સત્ય હોય. તર્કમાંથી જ શરુ થયેલી આ બધી વીચારધારાઓ આગળ જતાં, (કમનસીબે) તર્કને પોતાનો હરીફ અને પછી વીરોધી માનવા લાગી છે.
માનવજાતનું સંયુક્ત જ્ઞાન અને સમજ સતત વધી રહ્યાં છે. વર્તમાનમાં વધેલી વસતી અને વૈચારીક સ્વતન્ત્રતાને લીધે જ્ઞાન વધવાની ગતીમાં પણ વધારો થઈ રહ્યો છે. દરેક વીષયની સમજ પહેલાં ક્યારે પણ હતી એના કરતાં અત્યારે અનેકગણી છે. આમાં કોઈપણ ક્ષેત્ર અપવાદરુપ નથી. એનો લાભ ન લેવો એ સામુહીક અન્ધાપો થશે.
ઘણા લોકો સામાજીક માન્યતાઓ, રીતરીવાજ અને પ્રવૃત્તીઓ પ્રત્યે ઘણી જ પ્રગતીશીલ વીચારસરણી ધરાવે છે. એવાઓની ‘સંસ્કારી’ તરીકે ગણના થાય છે. જ્યારે એ જ લોકો ધાર્મીક માન્યતાઓ અને ક્રીયાકાંડની બાબતમાં અતીશય રુઢીચુસ્ત વલણ ધરાવે છે. સામાજીક અને ધાર્મીક આચરણના આ વીરોધાભાસ પાછળ મુખ્યત્વે વ્યક્તીપુજાને લીધે આવતો મનનો તથા બુદ્ધીનો અન્ધાપો અને તાર્કીક રુચીનો અભાવ જવાબદાર છે. આ નરી વાસ્તવીકતા છે.
: તણખો :
જે તર્ક કરી શકતા નથી એમની મર્યાદાઓ ક્ષમ્ય છે. આવડત હોવા છતાં જે તર્ક કરવા માંગતા નથી તે મતાન્ધ છે. જેમનામાં તર્ક કરવાની હીમ્મત પણ નથી તે માનસીક કાયર છે.
–મુરજી ગડા
તા.ક.:
સર્વ વાચકમીત્રોને જણાવવાનું કે, તા.10 થી 21 નવેમ્બર, 2011 સુધી અમે બહારગામ હોવાને કારણે આપણી ‘રૅશનલ વીચારયાત્રા’ને વીરામ રહેશે.. –ગોવીન્દ મારુ
લેખકસમ્પર્ક:
શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના ૨૦૦૯ના ઓગસ્ટ માસના અંકમાં ‘સામે પ્રવાહે તરવું છે ?’ વીભાગ અન્તર્ગત પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…
♦●♦ દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ સારુ તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: ગોવીન્દ મારુ – 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 9–11–2011
૧ – માણસ જેટલું વિચારે છે એનાથી ઘણો નૈતિક હોય છે અને એ એટલો અનૈતિક પણ હોય છે કે એ એની કલ્પના પણ નથી કરી શકતો…
૨ – જેવી રીતે કોઇ ને આસ્થા માટે મજબુર નથી કરી શકાતું એવી જ રીતે કોઇને નાસ્તિક્તા પણ ઠસાવી નથી શકાતી
-સિગ્મંડ ફ્રોઇડ ( ઓસ્ટ્રેલીય઼ન મનોવૈજ્ઞાની જેઓ ની સાઇકોલોજી નાં પિતામહ તરીકે ની ગણના થાય છે)
– ખરેખર નૈતિકતા નાં મુલ્યો ને ન ભુલવા જોઇયે પોતાની વાત બીજાઓ માં ઠસાવવા માટે આસ્તિકો ની નિંદાઓ અને ટીકાઓ ને બદલે જે ઉદેશ્યો લઇ ને બેઠાં છો એ માનવ પ્રેમ અને માનવક્લ્યાણ ની પ્રવૃતિ માં ધ્યાન આપવુ જોઇયે ( નહી કે પોતાને વાતો ને ઠસાવવા નૈતિકતા ને ઉંચી મુકી દેવી )
તણખા પર વધારે કહું તો (તર્ક જ તર્ક નહી તર્કસિદ્ધિ ની વાતો હોવી જોઇયે જેને મનોવિજ્ઞાન મહોર મારતું હોય)
ક્યારેક એવુ પણ બનતું હોય છે કે બુધ્ધિ નું પ્રદર્શન કરતા “પ્રદુષણ” પણ થયી જતું હોય છે
લોકો પોતે પોતાને મહાન ગણાવતા એ ભુલી જાય છે કે તેઓ બીજાઓ ની નિંદાઓ કરી રહ્યા છે
જ્યારે સાચુ તો એ છે કે મહાન લોકો બીજાઓ ને મહાન કહી ને મહાન બની શક્યા છે
જય હિન્દ !!!
LikeLike
-સિગ્મંડ ફ્રોઇડ ( ઓસ્ટ્રેલીય઼ન મનોવૈજ્ઞાની જેઓ ની સાઇકોલોજી નાં પિતામહ તરીકે ની ગણના થાય છે)
સુધારોઃ-Sigmund Freud (German pronunciation: [ˈziːkmʊnt ˈfʁɔʏt]), born Sigismund Schlomo Freud (6 May 1856 – 23 September 1939), was an Austrian neurologist who founded the discipline of psychoanalysis.
LikeLike
It seems to be a pattern that for each of my article, one new person comes with an advice for me on what I should be doing and should not be doing. Well, I repeat here what I have said earlier.
This is a rationalist blog. Rationalists express their thoughts here for those interested to know a different viewpoint. We try to debate among ourselves about the merits of the thought. I would have done the same thing here and responded to your comments point by point as usual. Unfortunately I do not see any points here worth discussing.
Had you read my article carefully with an OPEN MIND, you would not be writing this. I cannot comprehend your anger, frustration, criticism or whatever else it is.
On the other hand if anyone ever tries to disagree with a Guru” in one of those “pravachan” he would not be even allowed to express himself and would probably be thrown out. How is this for ethics and morality on their part?
LikeLike
તમે પણ સલાહ જ આપો છોદા.ત.
સામાન્ય માણસની મનની બારીઓ બન્ધ કરાવનાર હોય છે ધર્મગુરુઓ, રાજકારણીઓ અને અન્ય અંકુશની વૃત્તી ધરાવતા લોકો………અથવા
આપણાથી જુદું કંઈ જાણવું કે સાંભળવું નહીં એ મનનો અન્ધાપો છે. નવું તેમ જ સત્ય જાણ્યા અને સમજ્યા છતાં સ્વીકારવું નહીં એ બુદ્ધીનો અન્ધાપો છે…..વગેરે અને આ વાત
પરંપરા અને ગોઠડિની નિતિ વિરુધ્ધની નથી મુરજીભાઈ,?
if anyone ever tries to disagree with a Guru” in one of those “pravachan” he would not be even allowed to express himself and would probably be thrown out.
LikeLike
ધર્મ ગુરુઓએ પ્રજાનું ઘણું નુકશાન કર્યું છે.
ભારતમાં હીન્દુ, જૈન વગેરેમાં મોક્ષની રચના છે. હકીકતમાં પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ચક્કર મારે છે એ ખબર પડી ગયા પછી ધર્મ ગુરુઓને સાચા માનવાનું કાંઈ કારણ નથી. અહીં મેં હીન્દુ, જૈન લખેલ છે એનો મતલબ થાય છે દરેક ધર્મ ગુરુ જેમકે મુસ્લીમ, ઈસાઈ.
ભારતમાં તેમજ અન્ય સ્થળે મુર્તીપુજાના વીરુદ્ધમાં ઈશ્લામનો ઉદય થયો અને મુર્તી પુજાના વીરોધમાં શું ને શું કર્યું? અફઘાનીસ્તાનમાં પહાડના પત્થરમાં કોતરેલી બુદ્ધની મોટી મોટી મુર્તીઓ હતી એ એમણે તોપના ગોળાઓથી ઉડાવેલ.
સોમનાથ મંદીર ઉપર મહમદ ગજનવીએ હુમલો કરી લીંગના પત્થરને તોડી મંદીરના તગડા તંદુરસ્ત પુજારીઓને ગુલામ બનાવી લીંગના ટુકડા ગજની લઈ ગયો અને ગઝનીની ઈમારતમાં પગથીયા તરીકે ઝડી દીધા.
મંગળવારના હીમાચલના મુખ્ય મંત્રી પ્રેમકુમાર ગંગા નદીના કાંઠે હરીદ્વારમાં હવન કુંડમાં વીધી કરી રહ્યા હતા અને ભાગદોડથી ઘણી મહીલાઓના મોત થયા અથવા કહો કે હવન કુંડમાં હોમાઈ ગયી કારણ ધર્મગુરુ….હીન્દુ કે અન્ય ધર્મના ગુરુઓની પ્રથાને કારણે ભાગદોડમાં મૃત્યુના સમાચાર એટલા નીયમીત આવે છે કે ઘણીં વખતે થાય હજી કેમ સમાચાર નથી આવ્યા?
ધર્મગુરુઓનું શરણ લેવામાં મગજ ચલાવવું પડતું નથી. ધર્મગુરુઓના વીરુદ્ધ માટે તો હીમત જોઈએ.
પત્થર એટલા પુજે દેવનો મતલબ થાય છે કે ધર્મ ગુરુઓ પત્થરની મુર્તી બનાવી પ્રાણ પ્રતીષ્ઠા કરે છે એજ પત્થર લોકોના મરણનું કારણ બને છે.
સોમનાથ મંદીરના પુજારીઓ કહેતા હતા ધજા ફરે છે કાંઈ નહીં થાય અને મહમદ્દ ગજનવીના બધા આંધડા થઈ જશે. મહમદ્દ ગજનવીએ સોમનાથના મંદીર ઉપર હુમલો કરેલ ત્યારે હાથજોડી ઉભેલા બધા ભક્તોની કતલ કરેલ અને લુંટનો માલ લઈ જવા માટે પુજારીઓને ગુલામ બનાવી ચાબુકના સહારે બધો માલ ગજની લઈ ગયો. અહીં આપણે નક્કી કરવું જોઈએ કોની શ્રદ્ધા સાચી?
મોગલો અડધો ટકા અને ૯૯.૫૦ ટકા હીન્દુઓ. હીન્દુઓનો છેલ્લો રાજા ક્યો એ હીસાબ કરીએ તો કોઠીમાંથી કાદવ નીકળે. ઈતીહાસ હકીકતને સ્વીકાર કરવાને બદલે આપણે ભજનોના રાગડા તાણવામાં હોંશીયાર. આજ સમાચારમાં છે …..पाकिस्तान के पूर्व राष्ट्रपति परवेज मुशर्रफ ने कहा है कि भारत अफगानिस्तान के जरिए पाक को परेशान करना चाहता है और पाकिस्तान को इसका जवाब देना ही होगा. भारत में आंतकवादी भेजने संबंधी आरोपों के जवाब में उन्होंने आतंकिवादियों को स्वतंत्रता सेनानी तक कह दिया.
LikeLike
@ હિમાંશુ પટેલ
સિગ્મંડ ફ્રોઇડ વિશે અને હા આ માણસ ની બુક અનકોન્શિયસ માઇન્ડ ત્રણેક વર્ષ પહેલાં વંચાઇ ગયી
Born 6 May 1856
Freiberg in Mähren, Moravia (now part of the Czech Republic), Austrian Empire
Died 23 September 1939 (aged 83)
London, England, UK
LikeLike
It is a very article to read & for practincing in our daily life,.
Thanks,
Pradeep Desai
USA
LikeLike
Very nice reading…Thank you for sharing. I was wondering if I can share it with my friends and family with your blog reference.
Regards,
Premal Bhatt
LikeLike
વહાલા શ્રી પ્રેમલભાઈ,
લેખકને પુરો યશ આપી, ‘અભીવ્યક્તી’ બ્લોગનું સૌજન્ય સ્વીકારીને મીત્રોને ખુશીથી મોકલો.. મારો મકસદ સારા વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે.
ધન્યવાદ..
LikeLike
એક સરળ અને સૌમ્ય ભાષામાં લખાયેલો લેખ. મન અને બુદ્ધિને અપી્લ કરતો લેખ…
આમાં ક્યાંય અસ્તિકોની ટીકા નથી, નિરીશ્વરવાદનાં વખાણ નથી, તેમ છતાં ખરા આસ્તિક કોણ તે સારી રીતે સમજાવેલું છે.
LikeLike
સાચી વાત છે. મનની બારી ખુલ્લી હોય તોજ જ્ઞાન રૂપી પ્રકાશ આવે. કુવામાંના દેડકાંઓની દુનિયા કુવા પુરતીજ માર્યાદિત છે એટલે તેમાંજ તે રચ્યા પચ્યા રહે છે,
અને આના સિવાય વધુ આગળ કંઈ છેજ નહિ અને તે એક મોટી ધન્યતા અનુભવે છે, આ એક સામાન્ય વાત થઇ.
શ્રી વોરાભાઈ કહે છે કે ધર્મગુરુઓએ પ્રજાનું નુકશાન કર્યું છે તો એક બહુ મોટો પ્રશ્ન એ છે કે જે કોઈપણ માનવતાના કામો થાય છે તે કોઈ અપવાદ સિવાય આસ્તિકોજ કરતા હોય છે. અને આવા કામો કરવાની પ્રેરણા પણ ધર્મગુરુઓ પાસેથી મળતી હોય છે. નાસ્તિકો તો ટીકા કરવા સિવાય કશું કરતા નથી. હિંદુ, જૈન, મુસ્લિમ ધર્મોએ ઘણા માનવતાના કાર્યો કર્યા છે.
ગ્રહો વિશેનું જ્ઞાન પણ આપણા શાસ્ત્રોમાં છે તેનું પ્રમાણ અહિ આપેલી લિંક દ્વારા મળશે. http://www.youtube.com/watch?v=_yNeuyaGO_E
મોક્ષ છે એવું સાબિત થતું નથી પરંતુ નથી એવું પણ સાબિત થતું નથી, તેજ પ્રમાણે ઈશ્વરનું સમજવું. ઈશ્વર પ્રત્યક્ષ દેખાતો નથી પરંતુ દરેક વ્યક્તિને તેનો અનુભવ થયા વગર રહેતો નથી. મોક્ષ અને ઈશ્વર એ પ્રયોગશાળાના વિષયો નથી, એ શ્રદ્ધાના વિષયો છે. માણસની શ્રદ્ધા અને પ્રેમ તેના હૃદયમાં રહે છે અને અને તે હૃદયને રેશનાલિસ્ટો લાત મારે છે.
મૂર્તિ પૂજાનો વિરોધ મુસ્લિમ ધર્મે કર્યો છે, પરંતુ દરગાહ પર ફૂલ ચઢાવવા કે ચાદર ઓઢાડવી એ પણ મૂર્તિ પૂજાનો એક પ્રકાર છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ મૂર્તિ તોડી પાડી તે કંઈ ડહાપણ ભરેલું કામ નથી, એ તો સોનાના ઈંડા આપતી મરઘી હતી. ઈન્ડોનેશિયાના અને મલેશિયાના મુસલમાનો બુદ્ધિશાળી છે, તેમણે મંદિરોમાંથી આવક ઊભી કરી છે. આ બધા ઐતિહાસિક મોન્યુમેન્ટ કહેવાય, મૂર્તિ તોડી પાડી તેમાં કંઈ ગર્વ લેવાનો કે પોતે સાચા પુરવાર કરવાનું નહિ હોય.
હિંદુઓમાં એકતાનો અભાવ પહેલાં પણ ન હતો અને અત્યારે પણ નથી. મહમ્મદ ગઝની સોમનાથના મંદિરમાંથી ૨૦૦ મણ સોનાની સાકળ અને સેંકડોની સંખ્યામાં ગુલામો ઉપાડી ગયો એ એક હિંદુ પ્રજાની દુર્બળતાની નિશાની છે. એ દુર્બળતા આવી ક્યાંથી તેનો વિચાર કરવો રહ્યો.
આપનો દેશ ગુરુઓનો અને સંપ્રદાયોનો દેશ છે. અહિ ગુરુઓ પોત-પોતાની દુકાન માંડીને બેઠા છે અને ચેલાઓ પાસે તેમનું ધારેલું કરાવે છે. એક વખત માણસ ભગવાન બની જાય પછી તેને કશું કરવાનું રહેતું નથી. આ ભગવાન બનેલો માણસ કંઈ ભૂલ કરે તો પણ તે લીલાજ કહેવાય. કહેવાય છે કે બુદ્ધના ટાઈમમાં પણ ૬૫ સંપ્રદાયો હતા. સમકાલીન મહાવીર થયા પરંતુ એમનો સંપ્રદાય કુદરતથી દૂર બહુ રૂઢી-ચુસ્ત નિયમોને ને લીધે ફેલાયો નહિ. આ બંને સંપ્રદાયો પછી શ્રવણ માર્ગ ચાલુ થયો, તેમાં સાધુઓ અને સાધ્વિઓના ટોળે-ટોળાં દેશ-દુનિયામાં ભ્રમણ કરવા લાગ્યા. તે વખતે હિંદુ ધર્મમાં પણ ગણાય નહિ તેટલા સંપ્રદાયો થયા. આ સંપ્રદાયોએ પોતાની સ્વાર્થ વૃત્તિથી પોતાનાજ વંશજોને ગાદીપતિ નીમ્યા અને તેમાંના કેટલાયે ભગવાન બન્યા. જે આ સાધુ વર્ગ ચાલુ થયો તેમણે હિંદુ ધર્મના ચાર પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માંથી અર્થ અને કામ(કંચન અને કામિની) પર ચોકડી લગાવી, લોકોને વધારે પડતી અહિંસાની વાત કરી એવા નિર્માલ્ય બનાવી દીધા કે બૌદ્ધો, જૈનો અને હિંદુઓ કોઈપણ ઇસ્લામ સામે ટકી શક્યા નહિ અને વેર વિખેર થઇ ગયા. હજુ કોઈને ભાન થતું નથી કે આપણી આવી દશા કેમ થઇ? સારું થયું કે વચ્ચે અંગ્રેજોનું રાજ થયું, તેમણે કોઈના ધર્મમાં માથું માર્યું નહિ અને આઝાદી મળતાં હિંદુઓ સચવાયા. હજુએ સ્થિતિ તો એવીજ છે કે “बकरेकी अम्मी कहाँ तक खेर मनाएंगी?”
ગુરુવાદની વિકૃતિ એવી થઇ કે રેલ્વે સ્ટેશનના બાકડા પર બેસવાથી મહાવીર કરતાયે વધુ જ્ઞાન થવા લાગ્યું. આવા ગુરુઓના દશ-દશ કરોડના મંદિરો બંધાય છે. આ ભગવાને પણ સારો એવો મોટો કુવો બનાવ્યો છે અને હજજારોની સંખ્યામાં દેડકાઓને પૂરી દીધા છે.
કુદરત એજ એક મોટામાં મોટું શાસ્ત્ર છે. જે વ્યક્તિ કુદરતની નજીક રહેશે તેજ સુખી થશે અને એજ એક મોટી ધાર્મિકતા છે. ચમત્કાર જેવું કશું હોતું નથી એ તો “કે લાલની માયા જાળ” બરાબર છે. ખરો ચમત્કાર આજના યુગમાં વિજ્ઞાનેજ કર્યોં છે. મારી દ્રષ્ટીએ કમ્પુટર,ઈન્ટરનેટ, સેલ ફોન વિગેરે મોટામાં મોટા ચમત્કારો છે.
માતા અને પિતા એ મનુષ્યના સૌ પ્રથમ ગુરુઓ છે એટલેજ કહેવામાં આવ્યું છે કે “मातृ देवो भव, पितृ देवो भव.”
વિજ્ઞાનો કોઈ અંત નથી, માણસ ગમે તેટલો બધી રીતે જ્ઞાની હોય પણ તે અધુરોજ કહેવાય. અસ્તુ.
LikeLike
Very well explain the point. Dharmaguru’s have done more harm than good to
the society.at the same token people have little knowledge , rather to say read
some more books thinks other people inferior or ignorant.
Nature is Guru, Sun is Guru ,Mother is Guru, Father is Guru. Supreme Power.
is there. Nobody can deny that.
please visit
http://www.pravinash.wordpress.com
LikeLike
Yes!
Perfect analysis and proved with logic and arguments and counter arguments.
We are living in 21st century.
Whatever practically proven knowledge,
Science has given to the mankind has been ” very easily available and that too without putting any physical or mental efforts” items of daily use. Common man did not think or did not have to think, but use this knowledge in his/her daily routines. To lead this life easily and comfortably, we are 99% dependent on the discoveries and inventions science has put in daily use.
Even the GURUs and so called GURUs can not live or lead his/her life and command his/her followers without using the modern discoveries and inventions done and put in daily life by science. Discovery of FIRE by striking two stones was also a discovery of science and scientists of APE AGE.
A teacher from a distant village became millionaire in his preaching business by using the marvels of the science. He could fly, ride a car, while speaking use audio system, use cellular phone, ipad,ipod, TV, video, computer and you name it and he have it. He could not give more than a BHASHAN….Listeners could not get more than a BHASHAN from him. (Remember, Akho ?)
Be open minded. Think. Discuss with open minded friends. Use logic. Accept the truth…proven truth. Reject unproven thoughts.
MANKI AANKHE KHOL TUJE PIYA MILENGE. (PIYA = TRUTH).
Govindbhai,
Your article is like a LIGHTHOUSE (for those who have lost the truth of life) on the sea shore where the sea is dangerous, nasty, unpredictable and can not be tamed.
Thanks.
Amrut Hazari.
LikeLike
શ્રી ભીખુભાઈ,
તમે કહો છો” એક બહુ મોટો પ્રશ્ન એ છે કે જે કોઈપણ માનવતાના કામો થાય છે તે કોઈ અપવાદ સિવાય આસ્તિકોજ કરતા હોય છે. અને આવા કામો કરવાની પ્રેરણા પણ ધર્મગુરુઓ પાસેથી મળતી હોય છે. નાસ્તિકો તો ટીકા કરવા સિવાય કશું કરતા નથી.”
આવાં ‘માનવતાનાં કામો’ પૈસાવાળા આસ્તિકોએ કર્યાં છે. પૈસા વિના માત્ર આસ્તિક હોવાથી કઈં ન વળે. દેશના ૯૫ ટકા આસ્તિકો પાસે ફાજલ પાડવા જેટલા પૈસા નથી.દાખલા તરીકે, મારા જેવા પાસે એટલા પૈસા જ નથી કે કઈં કરૂં અને એ છાપામાં છપાય. હું પોતે તો કહીશ નહીં કે મેં અમુક કામ કર્યું. એટલે આમાં આસ્તિકતા કરતાં પૈસાનું મહત્વ વધારે છે.
૭૭ ટકા આસ્તિકો માત્ર રોજના રૂપિયા ૨૦ કમાઈ શકે છે. એ ખાય અને બાળકોને ખવડાવે કે માનવતાનાં કાર્યો કરવા નીકળે?
આવાં કાર્યોને શ્રદ્ધાના પ્રમાણનું માપદંડ માનીએ તો એનો અર્થ એ કે કોઈ ગરીબ આસ્તિક્નું મૂલ્ય નથી.
દવાઓ શોધાઈ, મૅડિકલ સાયન્સ આગળ વધ્યું એ માનવતાનાં કાર્યો જ ગણાય. પાકા રસ્તા બન્યા, ગામેગામ વીજળી પહોંચી, એ બધાં માનવતાનાં કાર્યો જ ગણાય. ધર્મગુરુની મહોર લાગેલી હોય તે જ માનવતાનું કાર્ય, એવું સ્વીકારી ન શકાય.
LikeLike
દીપકભાઈની વાત સાચી છે કે પૈસાવાળા આસ્તિકોએજ માનવતાના મોટા મોટા કામો કર્યા છે. જેઓ આવકની દ્રષ્ટીએ મધ્યમ સમાજમાં આવે છે તેઓ પણ તેમની
યથા શક્તિ પ્રમાણે દાન કરતા હોય છે. ગરીબો પણ તેના ગજા પ્રમાણે દાન કરતા હોય છે એવું મારી જાણમાં છે.
જે વિજ્ઞાને કામ કર્યું અને તેનાથી માનવ સમાજની તકલીફો દૂર થઇ તે પણ માનવતાનું કામ કહેવાય.
ધર્મગુરુની મહોર લાગવી જરૂર નથી પરંતુ આવા કામોમાં તેઓ પ્રેરણારૂપ હોય છે.
જે સંપ્રદાય(મોટે ભાગેના બધાજ) તેમના અનુયાયીઓને તેમનીજ સંસ્થામાં જકડી રાખવાનો પ્રયત્ન કરે છે તેમનું જ્ઞાન ખરેખર કુવામાંના દેડકા જેવુંજ હોય છે. વળી આ સંપ્રદાયો દાનનો પ્રવાહ પોતાના તરફજ એટલેકે નવા મંદિરો બનાવવા તરફજ વાળે છે જેથી આવક વધે અને નવા ચેલા-ચેલીઓ પણ વધે.
LikeLike
“આપણે મેળવેલું બધું જ્ઞાન અને બધી સમજ આપણી આસપાસની દુનીયા અને એમાં બનતા બનાવોના અવલોકન પરથી આવેલ છે. જે પણ પ્રખર બુદ્ધીશાળી અને પ્રતીભાશાળી વ્યક્તીઓ થઈ ગઈ એમણે કેટલાક સનાતન પ્રશ્નોના ઉત્તર પોતાની સમજ પ્રમાણે આપ્યા છે. એમાંથી જ બધી ધાર્મીક વીચારધારાઓ શરુ થયેલી છે. એમનાં વીચારો અને તારણો પર તત્કાલીન સ્થળ અને કાળની અસર હોવાથી એમના દ્વારા કરેલું અર્થઘટન એકબીજાથી થોડું ભીન્ન છે. પરીણામે આટલી બધી વીચાર ધારાઓ પ્રચલીત થઈ છે. હજી સુધી દુનીયામાં એવી કોઈ વ્યક્તી પેદા નથી થઈ જેના બધા જ વીષય પરના વીચારો સમ્પુર્ણ અને સત્ય હોય.”…..
“માનવજાતનું સંયુક્ત જ્ઞાન અને સમજ સતત વધી રહ્યાં છે. વર્તમાનમાં વધેલી વસતી અને વૈચારીક સ્વતન્ત્રતાને લીધે જ્ઞાન વધવાની ગતીમાં પણ વધારો થઈ રહ્યો છે. દરેક વીષયની સમજ પહેલાં ક્યારે પણ હતી એના કરતાં અત્યારે અનેકગણી છે. …..”
ખુબ સરસ મનન કરવા યોગ્ય વાત . બસ સાચી સમજ કેળવી અને બદલાતા સમય અને સંજોગોની સાથે, વખતોવખત દુનિયાને જોવાના ચશ્માં બદલવાની જરૂર રહે છે .
LikeLike
વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચામાં સીરાની મઝા માણો…..
શ્રી ગોવીન્દભાઈ મારુના બ્લોગ અભીવ્યકતી ઉપર શ્રી મુરજીભાઈ ગડાને વાંચો
https://govindmaru.wordpress.com/2011/11/09/murji-gada-9/
વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચા કરીએ તો મજા ન આવે. મીત્ર અશોક મોઢવાડીયા કહે ગામડામાં જગ્યા બનાવીએ એટલે થોડાક પત્થરા ભેગા કરી, માંટી, ચુના, સીમેન્ટથી બાંધી જરુરી બારી બારણા અને છત થાય એટલે આલીશાન ભવન તૈયાર. ( જો કે એમાં બારી તો ખાલી સમ ખાવા પુરતી હોય.. આ મારા વીચાર છે ). રહેવા જતાં પહેલા લાપસીના જમણને અમે વાસ્તુ કહીએ એનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. મુળ વાત છે આ લાપસી કે સીરાની જે જટપટ સોસરું પેટમાં ઉતરવું જોઈએ.
આ મુરજીભાઈ પણ કમાલ છે. મથાળું બાંધ્યું મનનો અંધાપો અને તાર્કીકતા અને શરુઆત કરી કુવામાંના દેડકાથી. આમતો ભારતમાં બધા લોકો એક જ જાતના છે જેને કોઈ પણ વીદેશી હીન્દુઓનો દેશ તરીકે ઑળખે છે.
મહમદ ગજનવીને સોમનાથ સુધી લઈ આવનાર અને વાસ્કો ડી ગામાને ભારતમાં લઈ આવનાર એક જ જણ હતો અને એ મારો મીત્ર અને દુરનો સગો થાય.
મેં એ સગાને પુછ્યું આમને શા માટે લઈ આવ્યો? તો કહે આપણી હીન્દુ સંસ્કૃતી અને સમૃદ્ધી બતાવવા. એટલે કે ભારતમાં જૈન, બૌદ્ધ, શીખ, મનુવાદી, બ્રાહ્મણો, ક્ષત્રીયો, વૈશ્ય, શુદ્ર, પછી મુસલમાનો, ઈસાઈઓ અને ૩૦૦૦ પેટા જાતી જમાતીઓ બધા એક જ હીન્દુ ધર્મના સમજવા.
આ તર્ક કે દર્શનની વાત કરીએ તો સંતરાનું ઉપરનું પડ ખોલીએ અને બધા અલગ અલગ થઈ જાય. લેખમાં મુરજીભાઈએ લખ્યું છે કે દુનીયા વીશાળ છે અને અલગ અલગ દેશમાં જાત પાતના ભાતભાતના લોકો વસે છે અને”….કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે…”
પછી તો ધર્મગુરુ, આંતકવાદીઓ, નાજીઓ, સામ્યવાદ, ચમ્તકાર, પરલોક, વગેરેનો પણ ઉલ્લેખ છે.
મેં એક કોમેન્ટ મુકી છે કે મોક્ષની રચના માણસના મગજમાંથી જન્મેલ કાલ્પનીક રચના છે અને ધર્મ ગુરુઓ, રાજ કરણીઓ આ મોક્ષ મેળવવા લોકોને છેતરી ઠગાઈ કરે છે એનો અર્થ એજ થાય છે કે જો મોક્ષ જેવી કંઈક રચના હોય તો ભારત સીવાય જાપાન, ઈન્ડોનેશીયા, અફઘાનીસ્તાન, ચીન, યુરોપ, બ્રાઝીલ, કેનેડા, ઉત્તર ધ્રુવ, સુરજ જ્યાં ઉગે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર કીરીબાટી (kiribati) કે સુરજ જ્યાં આથમે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર અલાસ્કાનું સીવાર્ડ પેનીનસુલા (Seward Peninsula), ક્યાંક તો આ મોક્ષની રચના જરુર હોવી જોઈએ ને?
ડફોળ ઋષી મુનીઓએ બનાવેલ આ મોક્ષની રચના પત્થરાને પુજવાથી, પશુના પુંછડાને આંખે લગાડવાથી, યજ્ઞમાં ડાયનાસોર, વહેલ, હાથી, ઘોડા, જવ, મધ, ઘીની આહુતીથી, મંત્રોના ઉચ્ચારથી, જેટલા ભુવા એટલા વીધી વીધાનથી મળે છે.
સરદાર વલ્લભભાઈ પટેલે સોગંદ ખાઇ સાથીઓના સથવારે સ્વતંત્ર, પ્રજાતંત્ર, લોકતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી છેવટે તો પત્થર પુજાને પ્રોત્સાહન આપ્યું મોક્ષ મેળવવા.
મુરજી ભાઈના શબ્દોમાં …..મનનો અને બુદ્ધીનો અન્ધાપો દુર કરવાનો સાદો, સરળ અને એકમાત્ર ઉપાય છે ‘તાર્કીકતા’.
LikeLike
હું પણ દીપકભાઈની માફક જ કહીશ, સરળ અને સૌમ્ય ભાષામાં લખાયેલો લેખ.
વોરાસાહેબે મારી વાસ્તુશાસ્ત્ર વિષયક કોમેન્ટનો ઉલ્લેખ કર્યો ! તે ઓસાણ આવ્યું કે અક્કલમઠા થઈ કોઈક કહેવાતા વાસ્તુશાસ્ત્રીને લાડવા ખવડાવવા કરતાં આપણે લાપસી ઝાપટી જવી શું ખોટી ?!!! પેટમાં પડ્યું ગણ કરે ! (એવી કાઠીયાવાડી કહેવત છે).
જો કે, આ ‘મારું તે સાચું’ની હઠે જ બધો ખોપ ખોદ્યો છે. મુરજીભાઈની એ વાત સાથે સંમત કે, ’આવડત હોવા છતાં જે તર્ક કરવા માંગતા નથી તે મતાન્ધ છે’ બાકી એક દૃષ્ટિએ જોઈએ તો આ ’આસ્તિક’ ’નાસ્તિક’ જેવો કશો સ્પષ્ટ ભેદ દેખાતો નથી. માત્ર ધાર્મિક દૃષ્ટિએ આપ એક પંથની માન્યતા ના પાળતા હોય તો તેને માટે તમે ’નાસ્તિક’ અને વળી અન્ય કોઈ વિચારસરણીમાં માન્યતા ધરાવતા હોય તો તેને માટે તમે ’આસ્તિક’ ! ભાગ્યે જ કોઈ હશે જેને સંપૂર્ણ નાસ્તિક કે આસ્તિક કહીએ. આ જોઈંટ એકાઉન્ટ છે !!
બસ ‘તાર્કીકતા’ નહીં છોડવાની, બાકી થયા કુવામાંનાં દેડકા એ પાકું ! માન.મુરજીભાઈનો સ_રસ લેખ પ્રસિદ્ધ કરવા બદલ ગોવીંદભાઈનો પણ આભાર.
LikeLike
Thanks,Govindbhai and Muljibhai.so nice article once again and always.
LikeLike
સમતોલ તર્કબદ્ધ લેખ.
અહીં ઘણી ચર્ચા અંગ્રેજીમાં થાય છે. શું ગુજરાતી બ્લોગરો અને પ્રતિભાવકો ગુજરાતીમાં લખવાનું શીખવા જેટલો શ્રમ ન ઉઠાવી શકે? કે પછી બુદ્ધિવાદ તેમને નવું શીખતા રોકે છે?
LikeLike
This is sarcasm. The original article is in Gujarati as always, and that also in GOOD and correct Gujarati as stated by many readers. Do we have to spell out our limitations as well?
LikeLike
મને લાગે છે કે કોઈ પોતાનો લેખ તો બીજા પાસે ટાઇપ કરાવી લઈ શકે પરંતુ કૉમેન્ટ આપવી હોય ત્યારે ટાઇપિસ્ટને શોધવાનું શક્ય નથી હોતું. વળી ગુજરાતીમાં ટાઇપ કરવાની સગવડ ન હોય તો અંગ્રેજી લિપિમાં ગુજરાતી ટાઇપ કરવું પડે! અંગ્રેજી લિપિમાં ગુજરાતી ટાઇપ કરવામાં ક્યારેક ‘ઑકવર્ડ’ જેવું લાગતું હોય છે. ટાઇપ કરવામાં પણ ‘ફ્લો’ નથી આવતો, કારણ કે સામે અંગ્રેજી અક્ષરો દેખાતા હોય છે! વાંચવામાં પણ ‘ફ્લો’ નથી આવતો.આથી ટાઇપ કરનાર બરાબર અંગ્રેજી જાણતો હોય તો અંગ્રેજીમાં ટાઇપ કરી નાખે છે. એનો મૂળ હેતુ પ્રતિભાવ આપવાનો હોય છે અને એને ખબર હોય છે કે આટલું સામાન્ય અંગ્રેજી તો કોઈ પણ સમજી શકતું હશે.
આ તો મારો વિચાર ટાંકું છું.આમ છતાં, જેમને ગુજરાતી ટાઇપ કરતાં આવડતું હોય એ ગુજરાતીમાં જ જવાબ આપે તે સારૂં છે. બે-ત્રણ વાર શ્રી ગોવિંદભાઈએ પણ મારૂં ધ્યાન દોર્યું છે કે ગુજરાતીમાં લખું અને મેં એમની વાત માની પણ છે,
આમ છતાં, મને નથી લાગતું કે ભાષાને મુખ્ય મુદ્દો બનાવી શકાય. આપણે લોકોને પડતી મુશ્કેલીઓની કલ્પના કરી લઈએ તો આવા મુદ્દા ઊભા ન થાય. આમાં મૂળ ચર્ચા પરથી પણ ધ્યાન હટી જતું હોય છે.
LikeLike
Well, the hardware I have on my computer does not accept Gujarati program for some reason. Govindbhai sent me the link for it and I even called my technician to install if for me. He could not do it either. I will get the new hardware (CPU) when ever I do. Until then we have to live with this.
BTW, these responses are my new activity and still is small part of my computer use. That is why I do not feel the pressure for the change.
LikeLike
ક્યારેક અને good / ok / well / good article તેવી કોમેન્ટ કરવી હોય તો અંગ્રેજી ચાલે. ઘરમાં બેઠા હોઈએ અને બધા ગુજરાતી સભ્યો હોય અને કોઈક વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલ્યા કરે અને તે પણ એકાદ વાક્ય નહી પણ બધું ત્યારે ઘણાને સમજાય અને ઘણાને ન સમજાય.
હું નાનો હતો ત્યારે મારા પપ્પા ઘણી વખત અંગ્રેજીમાં મારી બા સાથે કશીક વાત કરતા ત્યારે હું બાઘાની જેમ જોઈ રહેતો. તેનાથી કાઈ મારા પપ્પાની છાપ મારી ઉપર સારી ન પડતી પણ ઉલટાનું હું વાતચીત કે ચર્ચાથી દૂર ફેકાઈ જતો. ભાષા મુદ્દો તો છે જ.
જેવી રીતે ગુજરાતી જાણનાર દરેક વ્યક્તિ છાપા વાંચી શકે છે તેવી રીતે ગુજરાતી જાણનાર દરેક વ્યક્તિ ચર્ચા સમજી શકે તેવી ભાષામાં વાત થવી જોઈએ.
LikeLike
I HAVE MY LIMITATIONS. I CAN READ, WRITE IN GUJARATI BUT CAN NOT TYPE MY COMMENT IN GUJARATI.I BELIEVE THAT ALMOST EVERY ONE VISITING THIS SITE KNOWS ENGLISH WELL.
THIS IS GOOD ARTICLE. WE HAVE TO STOP BLINDNESS OF ALL NATURE.
LET US ACCEPT TRUTH.WE CAN NOT AGREE FOR SET TREND IF NOT CONVINCING.
KUVA MANO DEDKO TO NA THAVAY.
LikeLike
લ્યો આ શુક્લા ભાઈ આવ્યા – જાણે કુવામાંના દેડકા નહીં પણ જંગલના સિંહ હોય તેમ બધું કેપીટલ અને પહેલી ABCD માં લખી નાખ્યું. તેમને શું એટલી નહીં ખબર હોય કે કોમ્પ્ય઼ુટર પર કેપીટલ અક્ષરે લખવું તે શાઉટીંગ કહેવાય છે.
LikeLike
મારા બ્લોગ ઉપર દેશ વીદેશના હીન્દી, ગુજરાતી, અંગ્રેજી સમાચાર પત્રોની યાદી છે. આ નેટ ઉપર ઘણી વખત જણાંવવું પડે છે કે અંગ્રેજી કઈ વાપરો છો?
લ્યો આ અંગ્રેજીના પણ પ્રકાર.
બ્રીટીશ રાજ વખતે ગીરમીટીયા બની આફ્રીકા, ન્યુઝીલેન્ડ અને હજી ૨-૩ હજાર કીલોમીટર દુર કીરીબાટીમાં લોકો (ગુલામ સમજવા) પેટીયું રળવા ગયા અને કીરીબાટીની હીન્દી તો જોવા જેવી છે. સાંભળીયે તો સમજાય પણ સીરા જેમ સોંસરી ન ઉતરે.
હું ગુજરાતી ટાઈપ કરું છું ગુજરાતી વીકીપીડીયાના પાટીઆની મદદથી અને એની લીન્ક શ્રી મુરજીભાઈ ગડાને ઘણાં સમય પહેલાં જણાવેલ. કાકાસાબ.કોમ ઉપર ગમભન પણ સરળ છે. આવા તો ઘણાં પાટીયા નેટ ઉપર જોવા મળે છે. ભલું થાજો આ યુનીકોડ વાળાનું જેથી આપણે બધા ભેગા થયા અને મળ્યા. જેમને જે ફાવે એમાં લખો.
LikeLike
જેમને જે ફાવે એમાં લખો.
આ વાત અગત્યની છે. કોણે શું કરવું તે સહુએ પોતે નક્કી કરવાનું છે. હું તમે કે અન્ય – બીજાએ શું કરવું જોઈએ તે નક્કી કરવા વાળા કોણ ?
જેવી રીતે આપણે બીજાની વાતમાં માથું મારીએ તે બીજાને પસંદ ન પડે તેમ સહુએ સમજી લેવું જોઈએ કે આપણને બીજાની વાતમાં / વિચારોમાં / રહેણી કરણીમાં / આચાર અને જીવન શૈલિ વગેરેમાં જ્યાં સુધી તે અન્યને નુકશાન કારક ન હોય ત્યાં સુધી માથું મારવાનો કે તેમના વિશે મનઘડન ટીકા ટીપ્પણી કરવાનો કોઈ અધીકાર નથી.
બધા લોકો જો કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ લે અને આ જગતે અને જગતના જીવોએ શું કરવું તેની સલાહ આપ્યાં કરે અને લેખ લખ્યા કરે તો તેનાથી કશો અર્થ ન સરે.
દરેકે પોતે નક્કી કરવું પડે કે પોતાને માટે શું ઈષ્ટ છે અને શું અનિષ્ટ છે.
LikeLike
Reading the comments about which language to use for feedback – it seems મનનો અંધાપો અને તાર્કીકતા in action…..
LikeLike
By discussing language problem in details, we have sidetracked the original subject of interest.
Please come back…..
Amrut Hazari
LikeLike
રેશનલીઝમ : નવલાં મુકતીના જ્ઞાન… સંપાદક : ઈન્દુકુમાર જાની. નયા માર્ગ.
પાના નમ્બર પાંચ : રેશનાલીઝમ, વૃત્તીઓ અને સદગુણો. લેખક : રમણલાલ પાઠક .
શું રેશનલીસ્ટ પુરુષ ઈર્ષ્યા, દ્વેષ, અહં જેવા દુર્ગુણો ધરાવતો હોઈ શકે?
જવાબ : આવી વૃતીઓ પણ માનવ સહજ માની સ્વીકારી લો !
આ પણ એક રેશનલ અભીગમ છે. વ્યથા દુર થઈ જશે……
LikeLike
ગુજરાત મુંબઈ રેશનાલીસ્ટ એસોસીએશનના ઉપક્રમે ૨૪-૨૫ નવેમ્બર ૨૦૦૭, પાલનપુર, … નયા માર્ગ નો વીશેષાંક
LikeLike
ભાષા વીશે માત્ર ટકોર કરવી હતી કે શક્ય હોય તો ગુજરાતી ભાષામાં લખવાનો પ્રયાસ કરવો જોઈએ. અલબત્ત ભાષાની અડચણને લીધે કોઈ ચર્ચા બંધ કરી દે તેવું કહેવાનો કે વિચારવાનોયે સવાલ નથી.
તર્ક દ્વારા સારામા સારુ વિશ્લેષણ થઈ શકે અને પુરતા વિશ્લેષણના અંતે કરવામાં આવેલ નિર્ણયો વધારે યોગ્ય હોય છે. કોઈ પણ બાબતને તર્ક વગર માની લેવી તે મનનો અંધાપો છે અને આવો અંધાપો દૂર કરવા માટે તાર્કિકતા અત્યાવશ્યક છે.
LikeLike
રાજકારણી અને ધર્મગુરુનું પ્રથમ કામ આપણી વિચારવાની બારીઓ બંધ કરવાનું હોય છે, તો જ એમના રોટલા નીકળે. પ્રથમ કામ બ્રેઈન વોશ કરવાનું જ કરવું પડે જેથી કોઈ બીજું વિચારી જ ના શકે. આ દેશમાં વ્યાખ્યા કરવાની છૂટ છે પણ ડાઉટ કરવાની નહિ. હવે દેશ જનસંખ્યાની દ્રષ્ટિએ ખૂબ વિશાલ થઇ ગયો છે તો કુવામાંના દેડકાઓએ આખા દેશને એક નાનો કુવો બનાવી દીધો છે.
LikeLike
શ્રી ભૂપેન્દ્રસિંહભાઇએ એમના બ્લૉગ ‘કુરુક્ષેત્ર’ પર ‘રાસાયણિક તત્વજ્ઞાન’ શીર્ષક હેઠળ લખેલા ચાર ઉત્તમ લેખો (અને હવે પાંચમો આવવાનો છે) માંથી પહેલા ત્રણ સંપૂર્ણ જૈવિક અને મગજની પ્રક્રિયા સમજાવે છે. આ લેખો ધર્મના વિકાસનાં જૈવિક કારણો પણ સ્પષ્ટ કરે છે.http://raolji.com/2011/11/11/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8-%E0%AB%AA-status-hard-truths-about-human-n/. આ લેખોએ મારા કેટલાક વિચારોને બળ આપ્યું અને કેટલીયે અસ્પષ્ટતાઓ દૂર કરી.
શ્રી ભૂપેન્દ્રસિંહભાઈએ રાજકારણીઓનો ઉલ્લેખ કર્યો છે. મોટા ભાગના રાજકારણીઓ આસ્તિક છે.આમ છતાં ભ્રષ્ટાચાર, લોભ,લાલચ, ગુંડાગીરી વગેરે વધતાં રહ્યાં છે. આટલા બધા ધર્મગુરુઓ છે તેમ છતાં નૈતિકતાનો હ્રાસ થયો છે. કારણ શું? ધર્મમાં આસ્થા આપણને ખરેખર સારા માણસ બનાવે છે કે માત્ર કૂવાના દેડકા? આ બાબતમાં ફરી વિચારવાની જરૂર નથી જણાતી?
શ્રી વોરાસાહેબે એમની કૉમેન્ટમાં શ્રી રમણભાઈ પાઠકનું મંતવ્ય ટાંક્યું છે. સાચી વાત છે. નૈતિકતા અલગ જ વસ્તુ છે.એને આસ્થા અનાસ્થા સાથે સંબંધ નથી. પરંતુ ધાર્મિક ક્રિયાકલાપો અને આસ્થા અનૈતિકતાના અંચળા તરીકે કામ કરે છે અને રાજકારણીઓની પ્રતિષ્ઠા, પહેલાં મઠાધીશો અને ધર્મગુરુઓમાં, અને એમના મારફતે સામાન્ય જનતામાં ટકી રહે છે.
શ્રી અતુલભાઈ જાની એમના બ્લૉગ ‘ભજનામૃતવાણી’માં પરમહંસ યોગાનંદજીની આત્મકથા આપે છે. એના પાંચમા ભાગમાં એક કથન છે, જે આપણને કૂવાના દેડકામાંથી જવાબદાર માણસ બનાવી શકેઃ “પોતાના વિચારોનું નિષ્ટુર અવલોકન એ કડક અને હલાવી નાખનારો અનુભવ છે. કઠણમાં કઠણ અહંવૃત્તિના એ ચૂરેચૂરા કરી નાખે છે…” આ સાવ સાચી વાત છે.
LikeLike
I was reading TIME magazine dated Nov 21, 2011.
On page No: 64 one interview appears. 10 Questions.
Singer, Activist and former Police man Sting is 60.
Mr. Sting’s answer to the question below is of interest to all of us….(This may be a different subject, but it is of interest to all of us.)
Q: When asked your religion, you write ” devout musician.” Does that mean you pray to Angus Young?
A: It’s not a frivolous answer. I’m essentially agnostic. I don’t have a problem with God. I have a problem with religion. I’ve chosen to live my life without the certainties of religious faith. I think they’re dangerous. Music is something that gives my life value and spiritual solace.
Is not it interesting?
Thanks.
Amrut Hazari.
LikeLike
આપણાં માં એક તરફ એમ કહેવાય છે કે ૮૪ લાખ જન્મો ના ફેરા છે આપણે પાર કરવાના…’લખ ચોરાસી ફેરા ટળશે…’એવું ગીત પણ છે કદાચ…હિંદી ગીતો પણ છે…’જનમ જનમ કા સાથ હૈ…’;’સૌ બાર જનમ લેંગે…’;’છોડેંગે ના સાથ ઓ સાથી જનમ-જનમ તક…’ આ જન્મો જનમ ની વાત માં એક વાત ચોક્કસ છે કે ફક્ત મનુષ્ય જન્મ માં જ સત્કર્મો કરવાની વાત છે;જેથી બાકીના જન્મો માં સુખ(!!!) મળે…મતલબ આ મનુષ્ય જન્મ માં સત્કર્મો;તો પછી થી સારુ અને પાછુ જો મનુષ્ય જન્મ માં દુઃખ પડે તો એ ગયા ભવો ના પાપ!!!!!!
બીજી બાજુ એમ પણ કહેવાય છે કે-‘બધું અહિં નુ અહિં જ છે;તેમાંયે એક જ વાત નક્કી છે કે સત્કર્મો કરો…તેનાય હિંદી ગીતો છે જ…’યહીં સબ કુછ ચુકાના હૈ;સજન રે જુઠ મત બોલો…’;જૈસી કરની,વૈસી ભરની…’; મતલબ; જીંદગી મા શરુઆત માં સત્કર્મો કરશો,તો પાછલા વર્ષો (જીદગી) સારી જશે…હિસાબ ચુકતે…કશું જ ‘કૅરી ફોરવર્ડ નહીં…નવા જન્મે નવું ખાતું…
જોવાની ખુબી એ છે કે પાછુ દરેક ધર્મો માં આ બંન્ને કહેવાયું છે…મુળ મુદ્દો એ છે કે ક્યું સાચુ?
૮૪ લાખ ફેરા કે આ જન્મ નુ આ જન્મ માં?
આ બેઉ બાબતો વિરોધાભાસી નથી લાગતી?…તમે શું કહો છો
LikeLike