વાસ્તુશાસ્ત્રથી નહીં; વસ્તુશાસ્ત્રથી સુખ મળી શકે

–      દીનેશ પાંચાલ

     વાસ્તુશાસ્ત્રમાં બે શબ્દો– ‘પોઝીટીવ અનર્જી’ અને ‘નેગેટીવ એનર્જી’ ઘણીવાર સાંભળવા મળે છે. એક મીત્રે બીજાને પ્રશ્ન કર્યો, ‘‘પોઝીટીવ એનર્જી અને નેગેટીવ એનર્જીનો અર્થ શો થાય ?’’ બીજાએ મજાકમાં કહ્યું: ‘‘જાજરુનું ટબ દક્ષીણ દીશામાં હોય તો ઘરમાં બધાંને કબજીયાત રહે એમ માનવું તેને નેગેટીવ એનર્જી કહેવાય… અને આહારમાં ફળ, દુધ, લીલાં શાકભાજી વગેરે વધારે લેવાથી કબજીયાત ન થાય એમ માનવું તે પોઝીટીવ એનર્જી ગણાય.’’ તેમણે હસીને ઉમેર્યું: ‘‘કબજીયાત દુર કરવા માટે નબળાં આંતરડાંનો ઔષધીય ઉપાય કરવાને બદલે, સંડાસના ટબની દીશા બદલવી તે એવી ભુલ છે, માનો હૃદયરોગ આવતો અટકાવવા માટે માણસ પલંગ નીચે કાર્ડીયોગ્રામનું મશીન રાખીને સુએ !’’ મીત્રની રમુજને બાદ કરી ગંભીરપણે વીચારીશું તો સમજાશે કે પોઝીટીવ – નેગેટીવ જેવું ખરેખર કાંઈ હોય તો તે બહાર નથી હોતું, માણસની અન્દર હોય છે. કરવો જ હોય તો એનો એવો અર્થ કરી શકાય પોઝીટીવ એનર્જી એટલે સદ્ બુદ્ધી અને નેગેટીવ એનર્જી એટલે દુર્બુદ્ધી… ! સમજો તો ઝટ સમજાય એવી વાત છે. વાસ્તુશાસ્ત્ર કરતાં ‘વસ્તુશાસ્ત્ર’માં માનવીનું વીશેષ કલ્યાણ રહેલું છે. વસ્તુશાસ્ત્ર એટલે ભૌતીકસુખો. અર્થાત્ માણસને રહેવા માટે ઘર મળે તે જરુરી છે. પછી એ ઘરમાં તે પુર્વ તરફ રસોડું રાખે કે પશ્ચીમ તરફ… કોઈ ફરક પડતો નથી. પગમાં પહેરવા માટે પગરખાં મળી રહે તેટલું પુરતું છે. એ પગરખાંને દરવાજાની ડાબી બાજુએ મુકો કે જમણી બાજુએ… કોઈ ફરક પડતો નથી. ઘરમાં લાકડાનું મન્દીર ગમે તે દીશામાં ગોઠવો; પણ દીલમાં રામ ન વસે ત્યાં સુધી તેનો કોઈ ફાયદો નથી. તીજોરી ગમે તે ખુણામાં રાખી હોય; પણ પૈસા કમાવાનો પુરુષાર્થ સાચી દીશામાં નહીં થાય ત્યાં સુધી લક્ષ્મીદેવીને તમારા ઘરનો રસ્તો જડશે નહીં.

ઘર બાંધતી વખતે વાસ્તુશાસ્ત્ર કરતાંય વીજ્ઞાનશાસ્ત્રનો ખ્યાલ રાખવો વધુ હીતાવહ છે. જેમ કે પ્રકાશ, ગરમી, વરસાદ, ઠંડી, પવન, તડકો, ધુળ વગેરેથી ઘરને સુરક્ષીત રાખી શકાય; એ રીતે ઘરનાં બારી–બારણાં, ફર્નીચર, પડદા વગેરે ગોઠવવામાં આવે તે જરુરી છે. પરન્તુ તમે ‘મ્યુઝીકવીન્ડ’ને અગાસીને બદલે માળીયામાં લટકાવશો તો તે મધુર સંગીત આપી શકશે નહીં. મ્યુઝીકવીન્ડ માટે પવન અને પ્રગતી માટે પરીશ્રમ જરુરી હોય છે.

નક્કર સત્ય એ છે કે ‘માથું પુર્વમાં રાખીને સુઓ કે પશ્વીમમાં; પણ માથામાં ‘ભંડોળ’ હોય તો જ સુખી થવાય છે. શયનખંડ ઈશાનમાં હોય કે અગ્નીમાં; પણ નોકરી–ધન્ધા વીનાનો માણસ આળસુ બની ઘરમાં પડી રહેતો હોય તો પત્નીના દીલમાં બારે દહાડા અગ્ની સળગતો રહેશે. સુવાની દીશા બદલવાથી નહીં; પણ વીચારોની દીશા બદલવાથી અવદશા બદલી શકાય છે. તમે ઉત્તરમાં કે દક્ષીણમાં પગ રાખીને બરાબર સુતા હો; પણ એ પગ સવારે નોકરી ધન્ધાની દીશામાં જવાને બદલે દારુ–જુગારના અડ્ડા તરફ જતા હોય, તો વાસ્તુશાસ્ત્ર તમને બચાવી શકશે નહીં.

સન્તાનો સારા માર્ક્સે પાસ થઈ જાય તે માટે તેમનો રીડીંગરુમ કે દફતર અમુક ખુણામાં હોવાં જોઈએ એવું વાસ્તુશાસ્ત્ર કહે છે. પણ દફતર યોગ્ય ખુણામાં ગોઠવ્યા બાદ છોકરાંઓ હમ્મેશાં ટીવીવાળા ખુણામાં ગોઠવાતાં હોય તો ફાયદો થઈ શકતો નથી. સ્ટોરરુમ ગમે ત્યાં હશે તે ચાલશે; પણ તેમાં તેલ–ઘી– અનાજને બદલે બંદુકો, દારુગોળો, હથીયાર, ચરસ, ગાંજો, અફીણ વગેરે ભર્યાં હશે તો ગમે ત્યારે પોલીસ કસ્ટડીના મહેમાન બનવું પડશે. તાત્પર્ય એટલું જ, ઈશાન– અગ્ની– નૈર્ઋત્ય કે વાયવ્યથી નહીં; પણ બુદ્ધી, પરીશ્રમ, પ્લાનીંગ અને કૌશલ્યથી સુખી થઈ શકાય છે. છતાં તમને વાસ્તુશાસ્ત્રમાં વીશ્વાસ હોય તો એક ચકાસણી કરજો. જે વાસ્તુશાસ્ત્રીએ પોતાનું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યું હોય તેમના જીવનની કીતાબને બારીકાઈથી તપાસો અને એ માહીતી મેળવો કે શું તેના જીવનમાં કોઈ જ દુ:ખ નથી આવતાં ? શું તે ચોવીસ કલાક સુખશાન્તીમાં જીવન વીતાવે છે ? તેનાં છોકરાં હમ્મેશાં ફર્સ્ટ ક્લાસમાં જ પાસ થાય છે ? તેને ત્યાં ડૉક્ટરોના ખર્ચા નથી થતા ? ઝઘડા નથી થતા ?

વાસ્તુશાસ્ત્રમાં એવું બને છે કે હજારો લોકોનાં રસોડાં તુટે ત્યારે એક જણનો બંગલો બંધાય છે. બીજા શબ્દોમાં કહીએ તો મુડદાંના ગામમાં કફનનો વેપારી ભુખે નથી મરતો. સમાજમાં માણસની ‘શાખ’ અને ‘શાન’ ઠેકાણે હોય તો ઈશાન ખુણો કશું બગાડી શકતો નથી. પરન્તુ માણસ ગેરકાનુની ધન્ધા કરતો હોય, દારુ જુગારના અડ્ડા ચલાવતો હોય, આતન્કવાદીઓ સાથે મળેલો હોય અને વ્યસનોમાં ગળાડુબ રહેતો હોય તો દશે દીશાઓમાંની કોઈ દીશા તેની અવદશા અટકાવી શકશે નહીં. માણસની જબાન કડવી હોય, વર્તણુક ખરાબ હોય, બુદ્ધી અલ્પ હોય અને મહેનત કરવાની વૃત્તી તો જરાયે ના હોય… વધારામાં દેવું કરીને જલસા કરવાની ઉડાવગીરી હોય તો એવા માણસને કોઈ શાસ્ત્ર બચાવી શકતું નથી. શોધવા નીકળશો તો વાસ્તુશાસ્ત્ર વીના પણ સુખી થયેલા લોકો મોટી સંખ્યામાં મળી આવશે. તેમનાં જીવન પર દૃષ્ટીપાત કરીશું તો સમજાશે કે અમુકતમુક દીશામાં સુવા બેસવાથી નહીં; પણ સઘળી દીશામાં પરીશ્રમ કરવાથી તેઓ સુખી થઈ શક્યા છે. અઝીમ પ્રેમજી, મુકેશ અમ્બાણી, અનીલ અમ્બાણી વગેરે એનાં ઉદાહરણો છે.

સુખી થવા માટે થોડાક મુદ્દાઓ અંગે વીચાર કરવા જેવો છે. તમે ભલે પુર્વમાં (એટલે કે ભારતમાં) રહો પણ પશ્વીમી દેશોની જેમ કઠોર પરીશ્રમ કરશો તો વાસ્તુશાસ્ત્ર વીના પણ સમૃદ્ધીની દેવી તમારા ઘરમાં પ્રવેશી શકશે. આજે અનેક વીટમ્બણાઓથી ભરેલા જીવનમાં પાર વીનાના પ્રશ્નો હોય છે. તે સૌનો ઉકેલ ઘરનું ફર્નીચર, તીજોરી કે મન્દીર અમુકતમુક ખુણામાં ગોઠવી દેવાથી આવી જતો નથી. સંસારની સમસ્યાઓ ઉકેલવાની તમારામાં સુઝ સમજ કેટલી છે તેના પર આધાર રહે છે. ગમે તે દીશામાં સુઓ; પણ ભીતરથી જાગતા રહો તો સારા નરસાનો ભેદ પારખીને અવળે માર્ગે જતા અટકશો. રોજેરોજના સાંસારીક કલહથી તમારું જીવન ખરાબે ચડી ગયું હોય તો સ્વભાવ સુધારવો પડે, જીવનશૈલી બદલવી પડે અને શોધી શોધીને દોષો દુર કરવા પડે. યાદ રહે જીવનની સમસ્યાઓ એટલી આસાન હોતી નથી કે અમુક દીશામાં પગ રાખીને સુવાથી તેનો ઉકેલ મળી જાય. માણસ કઈ દીશામાં સુએ તેનાથી નહીં; પણ ઉઠ્યા પછી તે કઈ દીશામાં જાય છે–પ્રવૃત્ત થાય છે તેના પર તેની સુખ–સમૃદ્ધીનો આધાર રહેલો છે.

આ દેશમાં વાસ્તુશાસ્ત્રનું લોકોને ઘેલું લાગ્યું–લગાડ્યું છે. આખેઆખા એપાર્ટમેન્ટો હવે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધવામાં આવે છે. સોસાયટીનું બાંધકામ ચાલતું હોય ત્યાં ઘણે ઠેકાણે બોર્ડ હોય છે: ‘આ સોસાયટીના તમામ બંગલાઓનું બાંધકામ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ કરવામાં આવ્યું છે’. આમ જ ચાલ્યું તો ભવીષ્યમાં સ્મશાનો પણ વાસ્તુશાસ્ત્રના નીયમો પ્રમાણે બનાવાશે. (મૃતદેહને અમુકતમુક દીશામાં પગ કે માથું રાખીને બાળશો તો મરનારને સ્વર્ગ મળશે એવો પ્રચાર થશે)  બલકે અમુકતમુક દીશામાં માથું રાખીને મડદાને બાળવાથી તેને અપાર માનસીક શાન્તી મળે છે એવું કહેનારાઓ પણ નીકળશે.

મનુષ્યજીવન અનેક વીષમતાઓથી ભરેલું છે. મરવું હોય તો ઝેર મળી શકે; પણ જીવવા માટે થોડાક ઉછીના શ્વાસો પ્રાપ્ત થઈ શકતા નથી. ઑક્સીજનના બાટલા મળી શકે; પણ જીજીવીષાના ઈન્જેક્શનો કોઈ મેડીકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી. વાસ્તુશાસ્ત્રથી જીવનમાં સુખશાન્તી, સમૃદ્ધી અને આર્થીક ઉન્નતી થઈ શકતી હોત તો આપણે ત્યાં દર દશમું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય છે છતાં; અહીં આટલાં દુ:ખો કેમ છે ? અને અમેરીકામાં વાસ્તુશાસ્ત્રનું નામોનીશાન નથી છતાં તેઓ આટલા સુખી કેમ છે ? ગમ્ભીરતાથી વીચારીએ. આપણે અન્ધશ્રદ્ધા સીવાય (અને વાસ્તુશાસ્ત્રીઓએ ધન્ધા સીવાય) કશું ગુમાવવાનું રહેતું નથી.

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 17 ડીસેમ્બર, 2006ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટારજીવન સરીતાના તીરેમાંથી.. લેખકના અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી396 445 ફોન: (02637) 242 098 સેલફોન: 94281 60508

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટી ના પ્રથમ ગેટ સામે, વીજલપોર.પોષ્ટ: એરુ એ. સી. – 396450 જીલ્લો: નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ 1– 12 – 2011

 

 

 

23 Comments

  1. this article will give lots of positive energy to lots of people.and need to read those people who give wrong knowledge in TV shoes.Thanks Dineshbhai.

    Like

  2. ‘આપણે તો અન્ધશ્રદ્ધા સીવાય કશું ગુમાવવાનું રહેતું નથી.’ પરંતુ વાસ્તુશાસ્ત્રીઓએ ધંધો ગુમાવવો પડે તે કેમ પાલવે ?

    જો કે આ વિષયે અગાઉ આપના એક લેખ પર વિચારો જણાવેલા જ તેથી પૂનરાવર્તન નથી કરતો, પરંતુ શ્રી.દીનેશભાઈનો આ એકદમ સચોટ સમજણ આપતો લેખ વાંચી એ વિચારો દ્ઢ થયા એમ કહીશ. દીનેશભાઈએ તો એક સ્મશાનની જ ભવિષ્યવાણી કરી પરંતુ આ ઘેર ઘેર બાથરૂમમાં રસોડાં અને રસોડાંમાં વળી બેઠકખંડો બનવા માંડ્યા છે તે જોતા લાગે છે કે કદાચ હવે આપણને ’વાસ્તુશુદ્ધ’ કોમ્પ્યુટર્સ કે મોબાઈલ (જેમાં અમુક કી અમુક તમુક દીશામાં હોય, કે સ્ક્રિન પાછળ તરફ અને કિબોર્ડ આગળની બાજુ હોય !!)ની પણ જાહેરાતો જોવા મળે તો નવાઈ નહીં. આવો સ_રસ લેખ અમ સુધી પહોંચાડવા બદલ આપનો પણ આભાર.

    (તા.ક. કઈ દીશામાં કોમ્પ્યુટર રાખી લેખ લખીએ તો વધુ વંચાય, વધુ પ્રતિભાવો મળે, એ વિષયે કોઈ વાસ્તુશાસ્ત્રી માહિતી આપશે તો બ્લોગરમિત્રોનું ભલું થશે !)

    Like

  3. વસ્તુશાસ્ત્ર શબ્દ ગમ્યો.
    સમાજની એકંદર વ્યવસ્થા નક્કી કરશે કે આપણે કેટલા સુખી છીએ અને કેટલા સુખી થઈ શકીએ.

    Like

  4. અમેરીકામાં વાસ્તુશાસ્ત્રનું નામોનીશાન નથી છતાં તેઓ આટલા સુખી કેમ છે ?….એવું તમને કોણે કહ્યું દીનેશભાઈ, અહીં વાસ્તુશાસ્ત્રને વેચનારા સુખી છે જેમ એસ્ટ્રોલોજીવાળા
    કારણ આપણે ઓર્થોડોક્ષ છીએ અને રહીશું જ.આપણે વેચાવા રાજી છીએ અને આપણું
    નવેસરથી ફેરવી તોળેલું કે સમજાવેલું-વેપાર અર્થેનું -જ્ઞાન ખરીદવા તૈયાર છે.

    Like

  5. વસ્તુ શાસ્ત્ર એટલે કોઈપણ વસ્તુને તેના સ્વરૂપમાં વિજ્ઞાન થકી જાણવી અને તેનો યથા યોગ્ય ઉપયોગ કરવો. વાસ્તુશાસ્ત્ર એ શાસ્ત્ર નથી પણ ડફોળ પ્રજા પાસે પૈસા પડાવવાનું શસ્ત્ર છે. એટલે એ નરી ઠગ વિદ્યા છે.

    વાસ્તુશાસ્ત્ર કેટલું સાચું છે, તે જાણવું હોય તો જુદા જુદા ત્રણ-ચાર વસ્તુ-શાસ્ત્રીઓને બોલાવીને, તેમને એકજ જાતની ઘરમાં તકલીફ બતાવી, અભિપ્રાય લઇ જુઓ તો ખબર પડશે કે બધાએ બતાવેતા ઉપાયો જુદા જુદા હશે. આ બાબતમાં ગોવિંદભાઈની વેબસાઈટ પર કેટલીયે વાર લખાયું પરંતુ આવા લખાણો પ્રજા સુધી પહોંચતાજ નથી. કદાચ ન્યુઝ પેપર વાળા કે મેગેઝીન વાળા પણ છાપવા તૈયાર ન થાય, કારણકે તેઓ જાહેરાતની કમાણી ગુમાવવા તૈયાર નથી.

    દેશમાં વહેપારી લોકો, આડા-અવળા ધંધા કરીને માલદાર થયેલા અંગુઠા છાપ લોકો, તથા રાજકારણીઓ વાસ્તુશાસ્ત્રમાં દ્રઢ પણે માનતા હોય છે. આવા લોકોને મુશ્કેલી પડતાંજ તે આ ઠગ વિદ્યાનો શિકાર બની જાય છે. “લોભિયા હોય ત્યાં ધુતારાઓ ભૂખે નથી મરતા. “કદાચ કોઈ સામાન્ય માણસ આ રસ્તે ચાલવા જાય તો તેને બરબાદી સિવાય કશું મળે નહિ.

    આ વાસ્તુશાસ્ત્રને વધારે વેગ મળ્યો હોય તો જાપાનના ફેંગસુઈ શાસ્ત્રથી, કદાચ તેઓ માનતા હોય, પણ લોકો આપણા અહીની જેમ ભાંગફોડ કરતા હશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. ફેંગસુઈથી જાણે “ગધેકો દિયા માન તો ચઢા આસમાન.” જેવું થયું. અમેરિકા કે યુરોપના દેશોમાં વાસ્તુશાત્ર પ્રચલિત નથી, કદાચ કોઈને ખબર પણ નહિ હોય.

    આજે આખા દેશમાં ક્રિયાકાંડ સહિત વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કરોડ કરતાંયે વધુ લોકો રોકાયા છે. આમાંના મોટેભાગેના બ્રાહ્મણો હિન્દુસ્તાનની બુદ્ધિશાળી પ્રજા છે, પરંતુ લાડવા ખાવામાં અને ધૃત વિદ્યામાં પાછળ રહી ગઈ. આ બ્રાહ્મણો ધારે તો પોતાની બુદ્ધિ કૌશલ્યથી હિંદુ સમાજના દરેક ક્ષેત્રમાં શિખર પર જઈને બેસે તેમ છે, પરંતુ તેવું ન કરતા લોકોની દયા પર જીવતી, આ પ્રજા ભીખ માગતી થઇ ગઈ, અપવાદરૂપ થોડા -ઘણા માલદારો થયા હશે.

    શ્રી દિનેશભાઈનો આ સરસ લેખ છે, વાસ્તુ શાસ્ત્ર કરતા વિજ્ઞાન શાસ્ત્રને વધારે પ્રાધાન્ય આપી ઘરમાં હવા-ઉજાસનો ખ્યાલ કરીને બાંધકામ કરવું જોઈએ. બ્રાહ્મણોને બોલાવી કોઈ પૂજા પાઠ કરાવે તેનો વાંધો ન હોવો જોઈએ, કારણકે આ એક સામાજિક વહેવાર છે. વાસ્તુશાસ્ત્રને ઘરની સમૃદ્ધિ કે વિકાસ સાથે કાંઈ લેવા-દેવા નથી, તમારો પુરુષાર્થજ તમારી વહારે થશે. અસ્તુ.

    Like

  6. I have observed in many cases that this is a business of so called “VASTUSHASTRIES”. They have a chain of small building contractors and these shastries approves the modification done by them only. You have rightly said that we must follow the rules of science first and if any advice by the shastries is in line with these rules of science then only we should accept it.
    Girish Panchal

    Like

  7. બે સગા ભાઈઓ વ્યવસાયિક નિર્ણયને લગતા મતભેદને કારણે ધંધામાથી (અને ઘરમાંથી પણ) અલગ થયા અને બંને એ એક જ બિલ્ડીંગમાં ફ્લેટ લીધા (ઉપર/નીચે) પોત-પોતાના આર્કિટેક્ટ પાસેથી વાસ્તુ શાસ્ત્રીની સલાહ પ્રમાણે દિવાલો વગરે તોડાવીને ફ્લેટમાં ઈન્ટીરીઅર ડૅકોરેશન કરાવ્યું. જૂના સંબંધોને કારણે બંને ઘરે વાસ્તુ પૂજનમાં હાજરી આપવાનું થયું તે જ ઘડીએ મને વાસ્તુશાસ્ત્ર સમજાઇ ગયું.

    એક ભાઈના ફ્લેટમાં જે જગ્યાએ મંદિર હતું, તેની જ નીચેના ફ્લેટમાં બીજા ભાઈના ઘરે તે જ સ્થાને જાજરૂ હતું.

    Like

  8. આ લેખ દીનેશ ભાઈ જ લખી શકે. જેમકે દિનેશ નહીં પણ દીનેશ. વળી એમની અટક છે પાંચાલ. રહે છે મજુર મહાજનની સોસાયટીમાં, ગણદેવીના રોડ ઉપર…. જાવા દો…

    મુંબઈમાં જમણી આંખના નીષ્ણાત ડોકટર પાસે ડાબી આંખ બતાવવા ન જઈ શકાય.

    એવું જ આ વાસ્તુશાસ્ત્રના નીંષ્ણાંત બાબત છે. હવે એ વાત આ જાજરુનો ટબ કઈ દીશામાં રાખવો ત્યાં સુધી પહોંચી ગઈ છે….

    Like

  9. ‘સઘળી દીશામાં પરીશ્રમ કરવાથી તેઓ સુખી થઈ શક્યા છે. અઝીમ પ્રેમજી, મુકેશ અમ્બાણી, અનીલ અમ્બાણી વગેરે એનાં ઉદાહરણો છે’
    ઉપર દશાવેલ દરેક વ્યક્તિઓને બાપદાદાના ધંધાઓનો વારસો મળ્યો છે તેથી તે ઉદાહરણોમાં કોઈ તથ્ય નથી,પણ તે બધાંને જે વારસામાં મળ્યું તેમાં જરૂર મોટો ઉમેરો થયો છે તે તેમની આવડત અને કુનેહનું એક સારું ઉદાહરણ છે,જેમ ‘કુવામાં હોય તો અવેડામાં આવે’ તે ઉક્તિ અત્રે સાચી પડે છે.શ્રી દિનેશભાઈ પાંચાલના આ લેખમાં ‘વાસ્તુશાસ્ત્ર’ના નામે જે ‘ડીંગ ડીંગ’ ચાલે છે અને ભલભલા શિક્ષિત લોકો
    ભરમાયા છે તેમને વાંચવો જોઈએ અથવાતો વંચાવવો જોઈએ,કેટલાક પૈસાદાર અને સમૃદ્ધ લોકોતો આવા ધતીન્ગોને પોતાની પ્રતિષ્ઠા વધુ ફેલાય અને વાહવાહ થાય તેનાથી આકર્ષાઈને આ ‘વાસ્તુશાસ્ત્ર’ એકદમ નિમ્ન બનાવી રાખ્યું છે,મૂળમુદ્દોતો એમ કહી શકાય કે ણસમા જયારે પોતાનું નવું ઘર વસાવે ત્યારે તે પ્રસંગને પોતાના કુટુંબી અને મિત્રોને નિમંત્રીને આનંદથી ઉજવે,અને જેતે નાની મોટી ધાર્મિક ક્રિયા કરે એ સ્વાભાવિક છે પણ ધૂર્ત ‘માં’રાજા’ઓ અને પંડીત, પુરોહિતોએ સમાજમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે ‘વાસ્તુશાસ્ત્ર’ને એક હથિયાર બનાવીને લોકોને ઉલ્લુ બનાવવાનું શરુ કરી દીધું,જે ‘તુત’ બનીને હવે ઘર કરી ગયું છે,કાઢવું મુશ્કેલ છે,પણ શ્રી દિનેશભાઈ
    જેવા વિચારકો પોતાની રીતે પ્રયત્નો કરે છે તેમાંથી બધાએ બોધપાઠ લેવા જેવો છે.
    શ્રી દિનેશભાઈ પાંચાલને અને શ્રી ગોવિંદભાઈ મારૂને અભિનંદન કે તે લોકોને ઉજાગર કરવાનું ચાલુ રાખતા રહે.

    Like

  10. We know the problem. Why discuss the details of the problem again and again? We have to think to find out the solution.And educate the mass who blindly follow the age old non productive and most expensive ritual.

    LET US START FINDING THE SOLUTION.

    There is another way to educate people. Why give examples of Azim Premji, Mukesh & Anil Ambani, Ratan Tata etc….only ?

    Let us open their eyes by quoting…Sharad Pawar, Sonia Gandhi, Sanjay Gandhi, and all politicians. Let us ask people to find out the name of consulting VASHTUSHASHTRI of these politicians. The answer is NO CONSULTATION.

    These politicians are materialists and not religious. MUKH ME RAM AND BAGAL ME CHHURI….

    Time is only factor. Let us all try to educate our own and our neighbours. CHAIN REACTION will take place.

    Inter racial, Inter-cast, inter-national marriages are on rise and that will help in erasing the cast system.& religious beliefs ..but it will take time. The younger generation is the critical factor. Education is also on rise…Younger generation ask question first and the answer is not convincing, they will not accept the answer. It is our duty..elder’s duty to educate the young ones in our own family. The changes, history has taught us that, does not come overnight…..TIME IS THE FACTOR. This time limit can be shortened by active efforts by the old enlightened generation. KUMRU JHAD VARIYE TEM VARE.

    We have to start with….SATHI HAATH BADHANA SAATHI RE>>>EK AKELA THAK JAYEGA< MILKE BOJ UTHANA.

    HOPE FOR THE BEST SOLUTION.

    Like

  11. ગોવિંદભાઈ…એક્દમ સરસ લેખ માર્મિક છે અને સૌથી ઉપરની કડીઓ ગૌતનબુદદ્ધની ટાંકી છે તેય એમની મહાનતા જ પ્રગટ કરે છે.

    Like

  12. Vaastu shastra is a well established science! Like all other ancient hindu shastras, true knowledge of Vaastu shastra is also available to & acquired by only dedicated people with full faith in it & those are the only people who deserve to acquired 7 be export in that knowledge & those ancient skills! I am not by any means an export in any of the ancient Hindu literature but I know for sure that people like Deepak Chopra, who I think are mostly empty pots who make more noises by saying ridiculous stuffs to make money & to acquired more popularity on one end condemning thousands of years old science (built purely on real life experiences of Rishi-munies, Gurus & Pundits) & on other end selling superficial skills stolen from the same Hindu literature which are considered to be sacred because that true knowledge is available only to those deserving people who are only handful of people because now days most people wants fast results ( like Rato-Rat lambi-dathhi) without doing any study or hard work! Giving examples of success of western countries are stupid because destroying eastern traditions has only created shortage of Gasoline in matter of few years (60 some yrs ago cowboys dominated land of US) & created entities like Global warming which is very much threatening existence of this world! Vaastu Shastra was never in favor of destroying farms & forests to create this monstrous acts of building high-rise buildings! Theme behind Vaastu Shatra was to leave enough empty lands around for better availability of sunlight, air & sky to look at!

    Like

  13. Dear Sh Dineshbhai & Sh Govindbhai,

    Article was very nice. Dukho door karva mate parishram ane prarthana ni jaroor lage se.Aa be vastu dilthi karvama aave to positive result malse.

    thanks

    RO Chavda-Vadodara

    Like

  14. The ancient rishis were not fools.
    Cynics can criticise any ancient shashtras.
    the point here is the vibrations that is the source of creating thoughts Even to go out and take action need a thought.
    ,,
    . , .

    Dinesh Panchal should carry out a thorough research on this subject.

    One should take care to make such pronouncements, before denouncing our ancient science.

    Same goes for ayurveda, yogshastra.kok shashtra and so many other shashtras authored by those ancient rishis who I am sure have invested more research than Dineshbhai can think about
    .People who preach and practice do not necessarily define the discipline of the shashtra ( meaning science )
    ..

    I suggest Panchal should go back to the subject again.

    Jamalpur can hardly provide him the correct Forum for such research..

    Gulab Degamker

    Like

  15. I think majority of the readers expressed their views who almost agree with the article;nevertheless there are few who clearly dis agree.The fact that any coin in the world always has two sides & my humble request to learned Govindbhai not to ignor this minority & the logic that has been put forward.First of all we are lucky to be Indians as people of largest democratic country prohviding us right to express wihat one may feel or think.Equally being the second largest country with more than billion people there are so called “LEBHAGHU” in almost every profession and one should think twice b4 cricising the profession;certainly I am neither “vastushastri ” nor having blind faith but the real science of Vastusashtra can’t be considered as BOGUS archs the article reflects at least not untill one does sytenge mic research.Even though I personally don’t know the big individuals whose names are quoted but l am pretty sure one or more of them must have consulted so called
    “vastusastri” while building their big bunglows or factories as the case may be.
    Govindbhai if you have contacts with these”mahanubhav” my open challange to verify this and let’s know the outcome.

    Like

  16. Can a few “lebhagus” make the entire shastra worthless?

    Note: I believe in vaastushastra to the extent if it has some thing which I can grasp/understand. While I dont understand every suggestion and it might not make sense to me, it doesn’t mean it is fake.

    How do rationalists define faith? prayer? meditation?
    The modern science is acknowledging the use of meditation. Does everything become fake unless it is proven by some “rationalist”?

    As I have commented before on this blog, why do “rationalists” have to prove others wrong, to prove themselves right?

    I am sorry to say that, in this article “rationalist” doesn’t have a rational view point.

    Like

  17. વાસ્તુશાસ્ત્ર સ્થાપત્ય શાસ્ત્ર સુધી હોય ત્યાં સુધી સારું બાકી અંધશ્રધ્ધાથી ભરેલું હોય તો નકામું. અનીલ અંબાણી અને મુકેશ અંબાણી બધા અંધશ્રદ્ધાળુ જ છે. એમના ઉદાહરણનો કોઈ અર્થ નથી, બાકી લેખ સરસ છે.

    Like

Leave a reply to himanshupatel555 Cancel reply