માનસીક ઉત્ક્રાન્તીના વીવીધ તબક્કા

–શાન્તીલાલ સંઘવી

અસ્તીત્વમાં આવ્યા પછી માનવજાત હજારો વર્ષ સુધી પ્રકૃતીપુજક રહી. પ્રકૃતીનાં તત્ત્વો જેવાં કે પૃથ્વી, સુર્ય, ચન્દ્ર, અગ્ની, વાયુ, વરસાદ, વીજળી વગેરે તત્ત્વોથી તે ગભરાતો હતો. આ તત્ત્વોને તે સમજી શકતો ન હતો. એને લાગ્યું કે આ તત્ત્વોને પુજવાથી, સ્તુતી કરવાથી, ખુશામતથી, ગુણકીર્તનથી પ્રસન્ન થશે અને તેથી તે બધાના પ્રકોપનો ભોગ નહીં બનવું પડે. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું પ્રથમ પગથીયું.

     દરમ્યાન કેટલાક લોકોને અનુભવે લાગ્યું કે આ તત્ત્વોને પુજવાથી કે ગુણકીર્તન કરવાથી પણ આ તત્ત્વોની વર્તણુકમાં કશો જ ફેર પડતો નથી. આ તમામ તત્ત્વો અપ્રતીભાવી તથા માનવ સુખદુ:ખ પ્રત્યે ઉદાસીન છે. આથી તેમણે અનેકવીધ દેવીદેવતાઓની કલ્પના કરી.

     માનવકલ્પના મુજબના દેવીદેવતાઓ સક્રીય હતાં, પ્રતીભાવી હતાં, પ્રશંસાથી ખુશ થનારાં અને ઉપેક્ષાથી કુપીત થનારાં હતાં. રાજી થાય તો વરદાન આપે અને નારાજ થાય તો શાપ આપે. ઉપરાન્ત વારતહેવારે માનવજીવનમાં રસ લેનારાં અને ડખલ કરનારાં તથા દેહધારી-રુપધારી હતાં. તેઓ જાતજાતના ભોગ જેવા કે અન્નકુટ, નૈવેદ્ય, પશુબલી, ક્યાંક માનવબલી વગેરે મેળવીને ખુશ થનારાં હતાં. જો એમનો કોપ ઉતરે તો મનુષ્યનું ધનોતપનોત નીકળી જાય એમ મનાવા લાગ્યું. વધુ ઉત્સાહી માણસો માનવા લાગ્યા કે સુર્યમન્ડળમાં ઘુમતા નીર્જીવ ગ્રહો પણ માનવજીવનમાં ડખલ કરે છે અને એ નીર્જીવ પદાર્થોને પણ વીવીધ ક્રીયાકાન્ડ વડે તથા એને ગમતા રંગોવાળી વીંટીઓ પહેરવાથી પણ રાજી કરી શકાય છે. દેવીદેવતાઓ ઉપરાન્ત આ ગ્રહોને પણ પ્રસન્ન રાખવા એ જરુરી ગણાવા લાગ્યું. કરોડો અને અબજો માઈલ દુરના ગ્રહોને રાજી કરવા માટેનું એક આખું શાસ્ત્ર ઘડી કાઢવામાં આવ્યું. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું બીજું પગથીયું.

          દરમ્યાન કેટલાક વીચારશીલ લોકોને લાગ્યું કે આ વ્યાયામ પણ નીરર્થક છે. કારણ કે દેવીદેવતાઓ માત્ર કથાવાર્તામાં જ સક્રીય અને પ્રતીભાવી રહ્યાં છે. પરન્તુ વાસ્તવીક જીવનમાં અને વ્યવહારમાં તેઓ બધાં પણ તદ્દન નીષ્ક્રીય અને માનવ પ્રત્યે  લેશમાત્ર રસ ધરાવતાં નથી. ગમે તેટલી ખુશામત કરવામાં આવે, જાતજાતના ભોગ ધરાવવામાં આવે; પરન્તુ તેઓ વ્યવહારમાં કશું જ કરતા નથી. જગત તો જેમ ચાલતું હતું તેમ જ ચાલે છે. આથી તેમણે બધાથી વીશેષ શક્તીશાળી એવા ઈશ્વર એટલે કે ભગવાન, પ્રભુ, અલ્લાહ, ગૉડની કલ્પના કરી.

     આ ઈશ્વર સર્વશક્તીમાન, સૌનો માલીક, સર્જનહાર, પાલનહાર, તારણહાર, દુ:ખીઓનો બેલી, અનાથનો નાથ, ભક્તવત્સલ, પરવરદીગાર અને કૃપાસીન્ધુ હતો. આ કલ્પના લગભગ બધા જ માનવને ખુબ ગમી. કદાચ એથી આગળની કલ્પના કરવાનું તેમના માટે શક્ય ન હતું. આ ઈશ્વરને શું ગમે અને શું ન ગમે એના જાતજાતના નીયમો ઘડાયા. આ નીયમોમાં એકવાક્યતા ન હતી. સૌ પોતપોતાની બુદ્ધી અને સમજણના આધારે સીદ્ધાન્તો અને નીયમો બનાવતા ગયા. શું અને કેવું વીચારવાથી, વાણીથી, રટણથી અને વર્તનથી આ ભગવાન રાજી થાય અને પરીણામે મનુષ્યને સુખ મળે એનાં પણ વીવીધશાસ્ત્રોની રચના થઈ. લોકોને લાગ્યું કે બસ, હવે મન્જીલ મળી ગઈ. દેવીદેવતાઓના ચમત્કારોથી અનેક ગણા ચડીયાતા ચમત્કારો ભગવાન દ્વારા થયા એવી સંખ્યાબન્ધ કથાઓ અને ઉપકથાઓ ઘડી કાઢવામાં આવી. લોકોને શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું ત્રીજું પગથીયું. આ વ્યવસ્થા ખુબ લાંબો સમય ચાલી.

     દરમ્યાન કેટલાક પ્રજ્ઞાવાન મનુષ્યોને લાગ્યું કે જગત તો જેમ ચાલે છે તેમ જ ચાલે છે ! દેવીદેવતાઓને કારણે જગતવ્યવહારમાં કશો જ ફરક નથી પડતો તેમ જ ઈશ્વરને કારણે પણ જગત સંચાલનમાં કશો જ ફેર નથી પડતો; ખુબ સ્તુતી કર્યા પછી અને પ્રાર્થનાઓ કર્યા પછી પણ ઈશ્વરના અસ્તીત્વનું અને તેની કૃપાનું પ્રમાણ મળતું નથી ! કૃત્રીમ કથા– વાર્તાઓ દ્વારા મનુષ્યની શ્રદ્ધાને કેટલો વખત ટકાવી રાખી શકાય ?

     ખુબ આત્મનીરીક્ષણ પછી, જગતપરીક્ષણ પછી અને ખુબ મથામણ પછી આ વીશીષ્ટ પ્રજ્ઞાવાન મહાપુરુષોએ જાહેર કર્યું કે, ‘ઈશ્વર જેવું કોઈ  તત્ત્વ જ નથી. આ જગત સ્વયમ્ સંચાલીત છે અને પોતાના જ નીયમો મુજબ ચાલે છે.’ તેમણે જાહેર કર્યું કે માત્ર આપણી પૃથ્વી જ નહીં; પરન્તુ સમગ્ર બ્રહ્માંડ સ્વયમ્ સંચાલીત છે.  ઈશ્વર હોય તો પણ અને ન હોય તો પણ; જગતના સંચાલનમાં -કુદરતના કાનુનમાં- રજમાત્ર તફાવત પડતો નથી. Law of Nature is unchangeable and unchallengeable. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું ચોથું પગથીયું.

          આજે હજુ દુનીયાના કરોડો લોકો ઉત્ક્રાન્તીના પ્રથમ પગથીયે ઉભેલા છે. અન્ય કરોડો લોકો બીજા પગથીયે સ્થીર થયેલા છે અને એ સીવાયના કરોડો લોકો ઉત્ક્રાન્તીના ત્રીજા પગથીયે ઉભા છે. બહુ જ થોડા લોકો ચોથા પગથીયાને સમજી શક્યા છે. ચોથે પગથીયે પહોંચેલા લોકોને અન્ય લોકો નાસ્તીક ગણે છે. તેઓ રુઢ ભાષામાં ભલે નાસ્તીક કહેવાતા હોય; પરન્તુ તેઓ કુદરતના કાનુનમાં પુરેપુરી શ્રદ્ધા ધરાવતા હોય છે અને એ અર્થમાં તેઓ બીજા કરતાં વીશેષ આસ્તીક હોય છે.

     હવે આવતા સમયમાં માનવ પોતાની માનસીક ઉત્ક્રાન્તીના પાંચમાં કયા પગથીયે પહોંચે છે એની આપણે રાહ જોઈએ.

આપે નોંધ્યું ? જગતમાં એક એકથી ચડીયાતી અને ભુતકાળમાં સ્વપ્નમાં પણ જેની કલ્પના થઈ શકી નથી, એવી તમામ અદ્ ભુત શોધખોળો કુદરતના કાનુન આધારીત છે; ઈશ્વરકૃપા આધારીત નથી. (‘ભગવાનમાં તાકાત હોય તો એક ત્સુનામી રોકી બતાવે’ : અશોક દવે, ગુજરાત સમાચાર, તા.30/03/2011)

શ્રદ્ધા દેવીદેવતાઓમાં અને ભગવાનમાં નહીં; પણ અફર અને અટલ કુદરતના કાનુનમાં શ્રદ્ધા હોવી જોઈએ.

લેખક–સમ્પર્ક:

શ્રી શાન્તીલાલ સંઘવી, આર.એચ./2, પુણ્યશ્રી એપાર્ટમેન્ટ, કાશીરામ અગ્રવાલ હોલ પાસે, ગુજરાત યુનીવર્સીટી પાસે, અમદાવાદ–15 ફોન નંબર: 079 2630 1729 ઈ–મેઈલ : jagrutisnghv974@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર મંગલ મન્દીર માસીકના ઓગસ્ટ, 2011ના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારોમાણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ સારુ તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ – 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ:એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 22–12–2011

20 Comments

 1. It is a very good article for all of us. It is good analysis. I have agreed with this analylsis.

  The world is self balanced by itself. The interpretation of god is nothing but the law of Nature.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 2. Thanks to Shantilalbhai Sanghavi. Nice article.

  (1) When evolution took place, an advanced monkey slowly, because of the Brain, started becoming..HUMAN. At this stage he did not have enough knowledge or thinking power. Even he could not understand HIMSELF completely. He was living a mechanical life. Sleep, Eat, Drink, intercourse,Birth of a child..and propagate.HIS LIFE WAS FULL OF FEAR…Slowly as his requirements and competition among themselves increased, he started to think the ways of “Struggle for Existence ” and found that the law of nature is “survival of the mightiest’ rather than fittest(At this time they did not have advanced knowledge of secrets of the universe so that’ fittest’ does not fit.) Here started the Ruler & slaves system or a system to live in groups and one of them head them.( This system is prevailing even today in ants and birds and elephants etc) AT THIS TIME THEY DID NOT HAVE ANY RELIGION. What was existing was GROUP SYSTEM.
  As brain started developing they started to find out solutions for their FEARS and for NO KNOWLEDGE or Scientific knowledge…e.g. diseases.

  At an advanced state when they had acquired knowledge about this world around them, and did not have more details, they started. HE STARTED PRAYING AND CREATING SUPER POWERS IN THE NAME OF THE GODS AND GODDESSES.

  It is our knowledge that HINDU dharma started around 5000 years ago.( possibility of + or -) Other religions are created after this one Hindu / Aryan religion. OTHER RELIGION’S CREATION WAS AFTER HINDU DHARMA.

  Now, today we have more and more scientific knowledge which helps us giving all possible explanation that WE ARE LIVING IN SCIENTIFIC WORLD AND NOT UNDER THE MERSEY OF SOME UNKNOWN HUMAN REPRESENTATIVE. It is possible that we are not perfect and complete in knowing the world around us, but we have progressed to the extent that we have to believe that there is a secret law of nature in this universe which is still needs to be resolved. SCIENCE IS GOD. Right type of study and research helps man with the secret law of nature. NO ONE CAN FIND A SOLUTION TO AN UNKNOWN PROBLEM SITTING IN A ” GOD’S PLACE” or ” ATTENDING A RELIGIOUS CAMP.”

  Today’s Scientists are in REAL MEANING” RISHI MUNIO. GURUDEVS, ”

  Hope my comments will be of help.

  Thanks.

  Amrut (Suman) Hazari.

  Like

 3. હમણાની વેબ પર આ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વિશે જોરશોરથી ચર્ચા ચાલે છે,આપણી
  પ્રગતિશીલ અધોગતીની એ ધ્યોતક છે,નિશાની છે.કે જે સંસ્કૃતિમાં પૂર્વસંસ્કાર દ્રઢ થયા
  છે તે યુગેયુગે સંભવ્યા જ કરશે.મને લાગે છે કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વિશે ચર્ચા કરવા કરતાં મનસિકવલણ( સાયકોલોજિકલ અપ્રોચ) વિશે પણ બોલાવું જોઈએ જ્યાં આપણા મૂલ્યો સ્થાયી થયેલાં છે.આપણે ધર્મમાં નથી માનતા ધાર્મિકતામાં રચ્યા પચ્યા છીએ અને તેથી કદાચ ડફોળ દેખઈએ છીએ.આપણો ભેદ બાહ્યકર્મ અને અંતરકર્મનો છે.જેમ વિશ્વ ધર્મયુધ્ધ નહી પણ ધર્મભેદના યુધ્ધમાં સંડોવાયેલું છે.

  Like

 4. Well explained definition of ‘Astik’ and ‘Nastik’.
  Are Fengsui and Vastushastra also steps in evolution ?
  I shall be highly obliged if the author and other rationalists will be kind enough to comment on this question and express their views.

  Like

 5. સરસ વીચારણીય લેખ. પરંતુ હજુ વૈજ્ઞાનીક દૃષ્ટીએ બ્રહ્માંડની વીભાવનાની પણ ચર્ચા કરી હોત તો ધાર્મીક માન્યતાઓમાં રહેલ અનેક ત્રુટીઓ બાબત લોકો વધુ વીચારતા થઈ શકે.
  લેખક અને ગોવીંદભાઈને ધન્યવાદ અને બંનેનો હાર્દીક આભાર.
  -ગાંડાભાઈ વલ્લભ

  Like

 6. So nice article as always .Govindbhai .Thanks again,when we met,i want to know about,when big temple built.before opening they have murti pran pratishta.Love you.

  Like

 7. A VERY VERY NICE ARTICLE.IT PROVOKES ALL THOSE, MAY BE ON ANY STEPS SITTING, AS MENTIONED HERE.
  THANKS TO WRITER.

  Like

 8. બહુ સરસ લેખ છે. મૂળ તો ખોટી હકારાત્મક ભૂલો કરવાની ટેવને લીધે ભગવાનની કલ્પના આવી છે. જેમ કે સાપને દોરડું સમજી એના પર પગ મૂકી ચાલી જઈએ તો ? આને ખોટી નકારાત્મક ભૂલ કહેવાય, મોત જ મળી જાય. હવે દોરડાને સાપ સમજી એનાથી બચીને ચાલ્યા જોઈએ તો ખોટી હકારાત્મક ભૂલ કહેવાય. પ્રોબ્લેમ એ થયો કે માનવીની ફોલ્સ પોજીટીવ એરર કરવાની આદતમાંથી ખંધા લોકોએ કમાવાનું શરુ કર્યું. આ ખંધા લોકોને આપણે નેતાઓ ,ધાર્મિક નેતાઓ કહી શકીએ. જ્યાં સર્વાઈવલ માટે ખૂબ મથામણ છે ત્યાં લોકો ધાર્મિક વધુ હોય છે. જ્યા પ્રજા કમજોર ત્યાં ભગવાનની સંખ્યા વધુ રહેવાની. નાસ્તિકો સમજી ગયા કે સાપને સાપ સમજી ચાલો અને દોરડાને દોરડું ભયનું કોઈ કારણ નથી. કુદરતમાં અટલ વિશ્વાસ એટલે આસ્તિક જ કહેવાય આ વ્યાખ્યા બહુ સરસ કરી છે.

  Like

 9. Friends,
  Man did not only devised GOD, but also devised DEVILS. It was because he wanted a GOOD spirit to save him from the dangers in his life of NO KNOWLEDGE or of UNKNOWN SOURCE. These dangers were assigned to DEVILS.
  AND SINCE THAN DEV & DEVIL WAR IS ON…because in spite, existing vast knowledge about his world, the dip rooted genetic blind believes are still there.

  APE AGE was fine…than after millions of years he started expressing himself by gestures and some sounds which eventually got converted into spoken language…and words lipi…shabda…and written language…….

  He himself found these knowledge.

  He is the creater of his life on this planet EARTH…only HE.

  Like

 10. S………SUPERB ARTICALE!!!
  Very well step by step explained. Solid convincing words. Those who are at first step and refuse to change their thinking process, no one can help.
  Impossible for Chamatkar (mirecle) lovers.

  Dhandho jaherkhabar thi vikse ane Dharam chamatkaro thi.

  Like

 11. I think that all living creatures for their survival have to make sense of changes occurring around them and within them. Other creatures have embedded instincts to interpret such changes. Mankind does not have that liberty or certainty. We, the humans, have to build a mental model of those external and internal changes. Entire evolution of Nature, God, philosophy, science, etc., could be the result of making changes in our beliefs in accordance with success or failures of the past models that we created.

  The models are of two types, objective and subjective. 2+2=4 is an objective model and though we believe that to be absolutely true, we do not feel threatened or uncomfortable if such a truth changes. As against this, “I am loved” or “my parents are good” or “world is a safe place” are subjective truths. If such truths are unsettled, proved to be wrong at a future date, such knowledge could have devastating physiological consequences. It is because of these physiological consequences, which are once again being monitored and interpreted, that our mental models derive their life.

  Of the subjective models that we build – or end up building – some have propensity to persist. The metal models that persist are the one that are physiologically pleasant and comfortable to us. Such mental events or subjective experiences that we have of objects, ideas and persons are at least non-threatening to us. What is uncomfortable and / or threatening is transformed by our mental apparatus by means of imagination and fantasy into a pleasant form and such a truncated form persist in our belief system. It is for this reason that most people carry positive image of their loved ones throughout their life.

  Like

 12. Rationalism is the idea whose time has gone! 21st century is the century of new faiths and newer confusions,dilemmas,predicaments.As we explore the outer space, we appear to be exploring our own non knowledge or Agnana.[Look at the confusion being created by the search for the GOD PARTICLE].More and more we explore, less and less we seem to know.That applies to the cosmos as well as the tiny atom or even tinier neuron.
  With such vast domain of nonknowledge, it is unwise to entertain the certainty of a rational idea of ” there being no God”.While encountering the ” Godless” universe, many [ scientists,astro physicist,astronomers]appear to be getting closer: To the idea that there is God.

  Like

 13. Let us enjoy whatever knowledge has been explored and is with us. We all know that this knowledge is hardly a drop of water in the ocean.
  This 21st century is age of Science ( As ,there was a age of Apes). Common man ( say in scientifically most developed countries.) is having knowledge which helped him live around 70(approx) years of age with the help of knowledge science has brought to the mankind.
  Researchers, scientists are working to explore the unknown facts of this universe. 50 years ago the rate / speed of discoveries was very slow. 500 years ago it was very,very,very….slow. Today everyday hundreds of inventions,discoveries are being brought to our planet earth,including the knowledge of spatial life. Whatever scientists gave to the common man, as a prven research, he has used in both the ways, GOOD AND BAD. More on the BAD road rather than on GOOD. Man himself is the greatest DEVIL.
  Let them find a GOD Particle and we will celebrate….Our coming generations will celebrate. It must be,as science asks for, PROVEN.

  Even today a common man would say that the earth quake has been caused by GOD, because of the PAP, that has increased multi fold. Ask a scientist, he will never refer it to GOD. He will be doing more and more research and find out the reason, even after few unsuccessful trials.

  A COMMON MAN even today is not having trust in science, inspite he is enjoying the latest inventions every minute of his life which he got without any labour and efforts. He got it as a fruit of science.He is using it mechanically. Does he know the details of science working behind it ?.

  We wish that our scientist who are becoming more and more enlightened day by day, will find us the most desired particle named, GOD.

  Thanks.
  Amrut(Suman)Hazari.

  Like

 14. શ્રી જીતેન્દ્ર દેસાઈને અભિનંદન. “ઈશ્વર છે” એવું કહેવાવાળો એક તો “મરદ” નીકળ્યો !!! ચાલુ ગાડીમાં તો સૌ કોઈ બેસે.

  મનુષ્ય બહુ પામર છે. વિજ્ઞાન જેટલું શોધશે અને તેનાથી આગળ પણ જેટલું વધારે શોધાશે, તો પણ તેનો અંત નહિ આવે. કારણકે આપણે જેને ઈશ્વર (GOD)કહીએ છીએ તે અનંત, અચિંત્ય, બુદ્ધિથી પર, અજન્મા છે અને એ શ્રદ્ધાનો વિષય છે અને તેથીજ રેશનાસ્ટો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેના તફાવતને જોતા નથી. પ્રકૃતિ થી માંડીને ઈશ્વર સુધી પહોંચવું એ એક ઉત્ક્રાંતિવાદની પ્રક્રિયા છે, આવીજ પ્રક્રિયા ડાર્વિનની અને શ્રી મદ ભાગવતમાં “અવતારવાદ” ની છે, એતો કોઈ સમજાવે તો સમજમાં આવે. ઈશ્વર નથી એવું તો નાનું બાળક પણ કહી શકે, કારણકે તે પ્રત્યક્ષ નથી.

  આ લેખજ જરા નાનો પણ અટપટો છે. શ્રી શાંતિલાલ સંઘવીના ઉત્કાન્તિવાદના પગથિયાનું સરસ પૃથ્થકરણ છે. ઈશ્વરનું સમાધાન કુદરતમાં કરવું યોગ્ય લાગે છે.

  “ભગવાન” શબ્દનો ઉપયોગ આજકાલ બહુ છૂટથી થઇ રહ્યો છે, તેને પરિણામે આજકાલ ભારતમાં અસંખ્ય ભગવાનો જલસા કરી રહ્યા છે. ગુરુનેજ ભગવાન માનવાનો એક મોટો વર્ગ છે અને તેઓ સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. મોટા પુરુષો જેવાકે બુદ્ધ, મહાવીર વિગેરે માટે ભગવાન શબ્દનો ઉપયોગ યથા યોગ્ય કહેવાય.

  Like

 15. thank you govindbhai and thank you shantilalbhai. i am a regular reader of your blog/posts and find them very useful. thanks again.

  Like

 16. Friends,
  Merry Christmas and A very very happy and healthy New Year…2012 and many many more to follow.

  Recently I was reading National Geographic Magazine, January 2012. It carries one article on TWINS. Few lines I reprint here and that will give us the idea about most current research work being done with promising results.

  There is an observation that despite they are identical twins..when grown up they start differing.

  The article is,” A thing or two about twins.

  Few details:
  (1)
  Every summer, on the first weekend in August, thousands of twins converge on Twinsburg,Ohio, a small town southeast of Cleveland named by identical twin brothers nearly two centuries ago. They come, two by two, for the Twins Days festival,a three-day marathon of picnics,talent shows, and look-alike contests that has grown into one of the world’s largest gatherings of twins.
  (2)
  Wherever scientists looked, it seemed, they found the invisible hand of genetic influence helping to shape our lives.
  (3)
  Same genes, different people.
  Identical twins are born with the same DNA but can become surprisingly different as they grow older. A booming field called epigenetics is revealing how factors like stree and nutrition can cause this divergence by changing how individual gene behave.
  (4)
  Epigenetic tag:
  Tags are chemical mechanisms that can express (active or suppress) genes to different degrees. They do not change DNA. Scientists suspect some tags can be inherited.
  (5)
  What causes tagging?
  ENVIRONMENTAL influences such as nutrition may change the expression of a gene. RANDOM epigenetic shifts can happen without any outside influences.

  This means, scientists are seeing what is invisible to a naked eye of a common man. They are slowly reaching to know the basic building blocks of a live identity.

  This information I posted only to share the knowledge that is most recent and I want to share with my friends. Details are more enlightening. This is one field of science and there exist thousands of them which are busy resolving the secrets of our life on the crust of this planet EARTH.

  Thanks.

  Amrut(Suman)Hazari.

  Like

  1. Thanks for the information. A link to the article would have certainly helped. It seems that we, the humans, seem to be using merely different words for our describing not our knowledge but our ignorance. Several studies of twins have explained say 50% of the behavioral similarities. However, that also means that people having identical genes also display different behavior to the extent of remaining 50%, which is a big big factor that remains unexplained. Moreover, behavior can only take place with body and no matter what part of body is involved, there has got to be genes involved! So I am of the opinion extant science merely disguises its ignorance. In any case I wish that not all human behavior gets explained because otherwise the life will become so predictable and boring.

   Like

 17. Correction:
  (3)
  Identical twins……………..
  how factors like stress and nutrition can……..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s