‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૨

માફ કરશો ! હવે મારી પાસે કોઈ સન્દર્ભગ્રંથ નથી કે ઈતર સાધન કશું જ નથી, છતાં ઉંડે ઉંડેથી એક ગ્રીક દંતકથા આછી આછી યાદ આવે છે. આપણી પુરાણકથાઓની જેમ જ, ગ્રીક ધર્મકથા પણ ઉંડો અર્થ ધરાવનારી અને મઝેદાર હોય છે. એક પીતાની ફરીયાદ સાંભળીને મને આ સચોટ એવી ગ્રીક પુરાણકથા યાદ આવી ગઈ: વાર્તા એવી છે કે, કોઈ એક માણસ નીરન્તર એક મોટો પથ્થર ખભે ઉંચકીને ડુંગર ચઢી જાય છે. વળી પાછો એ પથ્થર તે તળેટીમાં ગબડાવી દે છે, અથવા તો ગબડી જાય છે. વળી પાછો આ શાપીત જણ નીચે આવી પથ્થર ઉપાડી ઉપર ચઢવા લાગે છે, અને એમ નીશદીન અનન્ત ચાલ્યા કરે છે. (મીથ ઓફ સીસીફસ?) હમણાં મને એક પીતાજીની તેઓના દસ વર્ષની વયના વીદ્યાર્થી–સંતાન બાબતની ફરીયાદ સાંભળીને મને ઉપર્યુક્ત ગ્રીક પુરાણકથા યાદ આવી ગઈ. પીતાજીએ કહ્યું કે, ‘આ મારી દીકરીને ગુજરાતી જોડણી બરાબર આવડતી નથી!’

મને થયું: પેલો સીસીફસ (?) તો કદાચ શાપીત શખ્સ હોય યા ના પણ હોય. પરન્તુ આપણે ગુજરાતી ભાષકો અને ખાસ તો આપણાં સન્તાનો, ગુજરાતી વીષય ભણનારાં બાળકો તો ખરેખર જ શાપીત છે. તેઓને હ્રસ્વ–દીર્ધના બબ્બે મોટા પથ્થરો માથે ઉંચકીને જીવનભર કક્કાનો પહાડ વ્યર્થ ચઢ–ઉતર કર્યા જ કરવાનો ! તેઓને બાપડાંને ખબર જ નથી, સમજ પણ નથી કે શા માટે આ મીથ્યા પથ્થરો ઉંચકીને બસ, અવીરામ ચઢ–ઉતર કર્યા જ કરવાની ?… આપણા ‘સાર્થ જોડણીકોશ’ના ઘડવૈયાઓ વીદ્વાન અવશ્ય હતા; પરન્તુ તેઓને ભાષા વીજ્ઞાનનું જ્ઞાન હોય, એમ મુદ્દલે સમજાતું નથી. તો ચાલો, આપણે તેઓને આવા પ્રશ્નોથી મુંઝવતા એવા શીક્ષણનો અર્થહીન વીંટો વાળી દઈ, ભણતરને વૈજ્ઞાનીક બનાવીને, તેઓને વીના કારણ વેઠવી પડતી વેદનાનો નીકાલ કરીએ !

પ્રથમ તો, અત્રે ભાષાવ્યાપારની થોડી વૈજ્ઞાનીક ચર્ચા કરી લઈએ. કોઈ પણ ભાષાની લીપી કેવી રીતે ઘડાય ? એની વાત કરીએ: જુઓ, માનવી એના મુખેથી સેંકડો પ્રકારના ધ્વની ઉચ્ચારણો કરતો હોય છે. જો કે એ તો ફક્ત પ્રાકૃતીક તન્ત્ર છે. બોલાતી ભાષાને લીખીત સ્વરુપ આપવાનો મહાન અને મુલ્યવાન પુરુષાર્થ માનવીએ શરુ કર્યો. ત્યારે એક સહજ બુદ્ધીગત યોજના એમણે પોતાની સમ્પુર્ણ સમજપુર્વક સ્વીકારી અને  તે એ કે જે ધ્વનીઓ (કોઈ પણ ભાષામાં) અર્થભેદ ઉત્પન્ન કરતા હોય, ફક્ત એટલાનો જ કક્કો(મુળાક્ષરો) બનાવવો અને નકામા (નીરુપયોગી) ધ્વનિને પડતા મુકવા. દા.ત. એક કાળે આપણી લીપીમાં ‘लॄ’ નામનો સ્વર હતો. આજે એનું શુદ્ધ ઉચ્ચારણ કોઈ જ કરી શકતું નથી, તેમ એવી જરુર પણ નથી. પરીણામે એ સ્વર આપણે કક્કામાંથી, શીક્ષણમાંથી તથા વ્યવહારમાંથી રદ કરી દીધો. ગુજરાતી કક્કાને જો સમ્પુર્ણ અને શુદ્ધ બનાવવો હોય તો આવી ચકાસણીની પણ ચકાસણી કરીને પુન: કક્કો નક્કી કરવો જોઈએ.

બીજી બાજુ, જે ધ્વનીઓ અનીવાર્ય રીતે શબ્દભેદ ઉત્પન્ન કરે છે, તે ધ્વનીઓ જ સ્વીકારવા રહે. આમ આપણો કક્કો તૈયાર કર્યો, પછી શબ્દ–લેખન કરવા માંડ્યું. ત્યારે સમજાયું કે કેટલાક ધ્વની મુદ્દલ શુદ્ધ ઉચ્ચારાતા નથી, તો વળતાં વીવીધ ઉચ્ચારણો થાય છે. સંશોધનકર્તાઓએ (એમાં  હ્રસ્વ–દીર્ઘના થઈ ચુકેલા ઉચ્ચારણોને સ્વીકારવાનું વલણ લીધું; જ્યારે નકામા ધ્વનીઓને છોડી દેવાનું. કીન્તુ આ પ્રકારે ઉચ્ચારણ–ઐક્ય સાધવાનો પ્રયત્ન નીષ્ફળ ગયો. બીજી બાજુ, આદીવાસી વગેરે ભાષાબોલીમાં (લીપીમાં) કેટલાક વીશીષ્ટ ધ્વનીઓ હતા કે છે, એ ઉપર પણ પુરો પ્રયાસ કરવો જોઈતો હતો.

બોલીભેદ તો કોઈ પણ ભાષામાં પ્રચલીત રહેવાનો, એટલે જે અને જેટલું ડહાપણભર્યું કાર્ય જે અહીં થયું છે, તે જરુર આવકાર્ય છે. પરન્તુ કોશકારોએ ‘હ’ શ્રુતીના જોડાક્ષરોનું સરલીકરણ કરવામાં એ શ્રુતીને સદન્તર છોડી જ દીધી, એ તેઓની અણઆવડતનું પરીણામ છે. દા.ત. ‘મારું’ શબ્દ માલીકીના સંદર્ભમાં ‘મ્હારું’ એમ ‘હ’ જોડીને લખાય તો, બોલીમાં પ્રચલીત શ્રુતી–વીનીયોગનો નીયમ જળવાય, મતલબ કે દાખલ કરી શકાય. મારા ખ્યાલથી પંડીતયુગના પ્રારમ્ભ સુધીમાં પણ ‘હ’ શ્રુતી જોડીને લખાતું, જે ખરેખર શુદ્ધ લખાય. સૌરાષ્ટ્રની મોટા ભાગની બોલીઓમાં ‘હ’ શ્રુતી ઉચ્ચારાતી જ નથી. જો કોશકારોએ એ નમુનો કોશમાં દાખલ કર્યો હોય, તો એ સરેઆમ નીયમનો ભંગ છે. દા.ત. ‘મારું’– એટલે  મારવાનો પ્રયોગ. જ્યારે ‘મ્હારું’ એ ‘હું’ની છઠ્ઠી વીભક્તીનો પ્રયોગ છે.(બોલી જુઓ : ‘મારું બૅટ તારા માથામાં મારું ?’ બન્ને સ્થળે ‘મારું’નો ઉચ્ચાર જુદો નથી ?) આમ કોશના લીપીસર્જકોએ એક દેખીતા ધ્વનીનો દોષ કર્યો છે, અને ‘હ’ મોટે ભાગે જોડાક્ષર રુપે લખવાનું ટાળ્યું છે. જો કે પ્રસ્તાવનામાં ‘હ’ શ્રુતી અંગે થોડી ચર્ચા છે; પણ એ શુદ્ધ વૈજ્ઞાનીક તો નથી જ. માટે આ બધી અવૈજ્ઞાનીક ભુલો જ ગણવી રહે. મ્હારું–ત્હારું, વ્હેમ, વ્હેંચવું– જેવા શબ્દો મુળ ઉચ્ચારણની ઘણી નજીક આવે છે, જે એ પ્રમાણે લખાવા જોઈએ. નર્મદયુગમાં એમ જ લખાતું અને મારા ખ્યાલથી નરસીંહરાવ સુધી એ ચાલ્યું.

બીજી બાજુ, જે ધ્વની મુદ્દલેય અર્થભેદ જન્માવતા નથી, એવા ધ્વનીઓને લીપીમાં ચાલુ રાખીને, ગુજરાતી પ્રજામાં તથા લીપીમાં હાસ્યાસ્પદ હાહાકાર વર્તાવ્યો છે. ગુજરાતીમાં હ્રસ્વ–દીર્ઘનાં બબ્બે ચીહ્નો બીલકુલ બીનજરુરી છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા ૫૦૦ વર્ષથી, ઉચ્ચારણમાં હ્રસ્વ–દીર્ઘના ભેદ નષ્ટ થયા છે, એ બીલકુલ જુદા કે સ્પષ્ટ બોલાતા જ નથી. વળી વર્તમાન ઉચ્ચારણમાં ‘એ ફરજીયાત શા માટે ?’ –નો કોઈ વૈજ્ઞાનીક ઉત્તર મળતો નથી. સીવાય કે, પુર્વજો તરફથી મળેલો દુ:ખદ વારસો ! કક્કામાં એક જ ‘ઈ’ મતલબ કે ઈકારના ઉચ્ચારણ માટે કોઈ એક જ સંકેત કે ચીહ્ન અને એ જ રીતે, ‘ઉ’ના ઉચ્ચારણ માટે પણ એક જ ચીહ્ન હોય; એવા સુધારેલા કક્કાને ‘ઉંઝાજોડણી’ કહે છે; જેનું કારણ આપણે ગત શનીવાર(જાન્યુઆરી ૫, ૨૦૧૨) ના ‘ભરતવાક્ય’માં નોંધ્યું. હવે આટલી સ્પષ્ટ વૈજ્ઞાનીક ચર્ચા બાદ, કૉમનસેન્સથી પણ આવી ઉંઝાજોડણીના સ્વીકાર આડે કોઈ કપોળકલ્પીત કે જડસુપણાનો વાંધો–વીરોધ ન રહેવો જોઈએ એ સ્પષ્ટ છે. પરન્તુ અફસોસ કે, કૉમનસેન્સ ઈઝ ઓલ્વેઝ અનકૉમન !… હવે આપણે આ રૅશનલ તથા વૈજ્ઞાનીક જોડણીના થતા અણસમજભર્યા વીરોધની કેટલીક દલીલોને તપાસીએ. હા, કાવ્યના છન્દાદીની રચનામાં મુશ્કેલી ઉભી થશે, એવી એક વ્યર્થ દલીલનો ઉત્તર તો આપણે ગયા શનીએ જ આપી દીધો છે.

એક દલીલ એવીય કરવામાં આવે છે કે, ઉંઝાજોડણીવાળું ગુજરાતી ભણ્યા પછી, સંસ્કૃત કે હીન્દી (કહેવાતી શુદ્ધ જોડણીવાળી ભાષાઓ) શીખવામાં ગુંચવણ–મુંઝવણ ઉભી થાય. આવી દલીલ કેવળ દલીલ ખાતર જ ઉપજાવી કાઢેલી અને પાયારહીત છે, એ સ્પષ્ટ છે. કારણ કે, ઈતર ભાષાનો અભ્યાસ કરનારે તે તે ભાષાની લીપીથી માંડી બધાં જ બંધારણ કે નીયમો શીખવાના હોય જ; એમાં શીખનારની માતૃભાષાને વચમાં અકારણ લાવવામાં આવે તો, એવો પ્રશ્ન પણ કરી શકાય કે– ફ્રેન્ચ, જર્મન કે ચાઈનીઝ, જાપાનીઝ શીખનારનું શું ? બીજું કે, આપણું બાળક જ્યારે સ્વયમેવ પોતાની માતૃભાષા શીખી રહ્યું હોય છે, ત્યારે તે કદીય હ્રસ્વ–દીર્ધના ભેદ શીખતું જ નથી; કારણ ઉપર જણાવ્યું એ જ છે કે, ગુજરાતીમાં છેલ્લા પાંચસો વર્ષથી હ્રસ્વ–દીર્ધના ભેદો અર્થાત્ આવાં ભીન્નભીન્ન ઉચ્ચારણોની અર્થભેદકતા સમ્પુર્ણ નષ્ટ થઈ ચુકી જ છે. કેટલાક મીત્રોની ઉંઝાજોડણી વીરુદ્ધની દલીલમાં, એવું જણાવવામાં આવે છે કે ઉંઝાજોડણીના સ્વીકારથી ભાષાના સૌન્દર્ય, ગરીમા, ફળદ્રુપતા, અભીવ્યક્તી, ક્ષમતા આદી નષ્ટ થશે. આવી ભુતપ્રેતીય ભયભીતતતાનો જવાબ વીગતે હવે પછી ક્યારેક. અત્રે ફક્ત એટલું જ કહેવાનું કે, ભાષા અને લીપી વચ્ચે એવો જીવાતુભુત કોઈ સમ્બન્ધ જ નથી. દા.ત. આજકાલ મોબાઈલ વગેરેમાં ગુજરાતી ભાષામાં સંદેશા અંગ્રેજી લીપી દ્વારા મોકલાય જ છે. હવે, હું જો વળી એમ કહું કે, એથી તો ગુજરાતી ભાષાનું સૌન્દર્ય વધે છે, તો એનો શો જવાબ ?

ભરતવાક્ય

…તાત્પર્ય એટલું જ કે, જુના કંગનમાં વપરાયેલા ચોવીસ કૅરેટના સોનાને સાચવીને આપણી પાસે જ રાખવાનું છે; માત્ર કંગનની ડીઝાઈન બદલવાની છે. સમજો તો વાત સરળ છે. માતાને રોજ પગે લાગીએ, પણ તેના પગે થયેલા વાનો ઈલાજ ના કરાવીએ તે ઉચીત ના ગણાય… ચાલો, આપણે માતૃભાષાનો કેવળ ગર્વ અનુભવવાને બદલે, તેના દોષો દુર કરી તેને સરળતા બક્ષીએ !

દીનેશ પાંચાલ

(તા. ૨૭/૧૧/૨૦૧૧ના ‘ગુજરાતમીત્ર’માંથી સાભાર, શ્રી પાંચાલને ધન્યવાદ સહીત.)

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી એમની, (શનીવાર તા. ૩૧ ડીસેમ્બર, ૨૦૧૧ની) લોકપ્રીય કટાર રમણભ્રમણ માંથી, લેખક અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: પ્રા. રમણ પાઠક, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

ગોવીન્દ મારુ

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા ગેટ સામે, વીજલપોરપોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી.સેલફોન: 99740 62600 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ 26/01/2012

()()()()()

37 Comments

  1. Well analysed,critically and logically explained article on ‘Unza Jodani’.
    Keep it up Govindbhai.

    — Anandkumar Thakkar

    Like

  2. શ્રી રમણભાઈ, આ આપનો બીજો લેખ છે. એમાં એક વાત છેઃ “બીજું કે, આપણું બાળક જ્યારે સ્વયમેવ પોતાની માતૃભાષા શીખી રહ્યું હોય છે, ત્યારે તે કદીય હ્રસ્વ–દીર્ધના ભેદ શીખતું જ નથી; કારણ ઉપર જણાવ્યું એ જ છે કે, ગુજરાતીમાં છેલ્લા પાંચસો વર્ષથી હ્રસ્વ–દીર્ધના ભેદો અર્થાત્ આવાં ભીન્નભીન્ન ઉચ્ચારણોની અર્થભેદકતા સમ્પુર્ણ નષ્ટ થઈ ચુકી જ છે.”
    મને લાગે છે કે આ આકરૂં કથન છે. જરા વિગતે કહેવાનું ઠીક રહેશે.
    હું પણ માનું છું કે હ્ર્સ્વ-દીર્ઘના ભેદ જેટલા લખવામાં દેખાય છે એટલા બોલવામાં નથી રહ્યા. પરંતુ ભરતવાક્યમાં જેમનું કથન છે તે શ્રી પંચાલ ‘દિન’ના ઈશ્વર છે કે ‘દીન’ એટલે કે ગરીબના ઈશ્વર છે? મૂળમાં જ એ દીનના ઈશ્વર હોય તો સારૂં કારણ કે ‘દિન’ના ઈશ્વર હોવાથી દુનિયાને કઈં લાભ ન થાય.પણ ઊંઝિત થઈને ગરીબોના ઈશ્વર બન્યા છે કે કેમ?
    જ્યાં સુધી મારો ખ્યાલ છે ત્યાં સુધી ‘દિન’ અને ‘દીન’ના ઉચ્ચારનો તફાવત પરખાઈ જતો હોય છે અને એ બહુમતી માટે સાચું પડે એમ છે.આથી, ઉચ્ચારણોની અર્થભેદકતા સંપૂર્ણ નષ્ટ થઈ ચૂકી છે એમ કહેવું જરા વધારે પડતું થશે.
    હું માનું છું કે અન્ય ભાષાઓની તુલનામાં આપણે ત્યાં ઇ-ઈ વચ્ચેનો સરેરાશ સ્વર છે. એ આગળપાછળ સરકે અવશ્ય છે, જેને આપણે પરંપરાથી – પણ ખોટી રીતે – હ્રસ્વ -દીર્ઘ માનીએ છીએ. અપવાદ બાદ કરો તો આ સરકણ એટલું મર્યાદિત છે કે સમજીને વાપરીએ તો એક જ ચિહ્નથી ચાલી જાય. એક જ ચિહ્નના અલગ અર્થ સંદર્ભથી સમજી/સમજાવી શકાય.
    આ કોઈ એક ચિહ્ન તરીકે માત્ર ‘ઈ’નું ચિહ્ન પસંદ કરવાનું મને તર્કબદ્ધ નથી લાગતું. ઉલ્ટું ‘આપખુદ’ વધારે લાગે છે. આંખ સામે એ ભૂલ તરીકે અથવા દીર્ઘભક્તિ તરીકે પહેલાં પ્રસ્તુત થાય છે, એ નવી જોડણી પદ્ધતિનું ચિહ્ન છે એવું મગજ સમજાવે ત્યારે સમજાય છે. લોકો મારૂં નામ ‘દિપક’ પણ લખે છે. આ હ્ર્સ્વભક્તિ છે. એ લોકો પોતાની નવી જોડણી પદ્ધતિ બનાવશે તો એમાં ‘ઇ’નું ચિહ્ન પસંદ કરશે. આ પણ આપખુદી જ હશે. આમ નવી પદ્ધતિમાં ચિહ્ન પણ નવું જ હોવું જોઇએ.
    હ-શ્રુતિની બાબતમાં આપે કબૂલ્યું જ છે કે સૌરાષ્ટ્રમાં એ સંભળાતી જ નથી. આમ છતાં એને સ્થાન આપવાનો આગ્રહ શા માટે? શું સૌરાષ્ટ્ર અને કચ્છમાં બોલાય છે તે અ-સ્ટૅન્ડર્ડીય ઉચ્ચારો છે? મને પૂછશો તો હું તો એમ કહીશ કે હ-શ્રુતિ માત્ર દક્ષિણ ગુજરાતની બોલવાની લઢણ છે. આપે “મારું બૅટ તારા માથામાં મારું?” વાક્ય બોલી જોવાનું કહીને બે મારું’ વચ્ચે ભેદ દેખાડ્યો છે પણ મને એ ભેદ ન જણાયો.
    મારો ખ્યાલ છે કે બહેન-બ્‍હેન-બેન, મારૂં-મહારૂં-મ્‍હારૂં-માહરૂં વગેરે જે ઉચ્ચારો અસ્તિત્વમાં હોય એમને માન્ય રાખીને જોડણીમાં સ્થાન આપવું જોઇએ. જોડણીના વધારે વિકલ્પો માન્ય હોય તો ભૂલો ઓછી થાય. પરંતુ ભૂલો ઓછી થવી એ તો બાય-પ્રોડક્ટ ગણાય, દલીલનો આધાર એ જ માત્ર ન હોય એટલે વધારે સારી, વૈજ્ઞાનિક આધારવાળી દલીલો શોધવાના પ્રયાસ ચાલુ રાખવા જોઈએ.

    Like

  3. સરસ ચર્ચા છે આશા છે એમાંથી કશુંક પ્રાપ્ત થશે.

    Like

  4. મીત્રો,
    શ્રી બાબુભાઈએ જાન્યુઆરી ૧૯ની એમની કૉમેન્ટમાં એક બહુ સરસ વાત કરેલી કે :
    ‘મને ‘જોડણીસુધારો’ સંજ્ઞા નથી ગમતી. એને બદલે હું ‘જોડણીઆયોજન’ સંજ્ઞા પસંદ કરીશ. કેમ કે ‘જોડણીસુધારો’ એવું સૂચવે છે કે આપણી જોડણીમાં ક્યાંક ‘બગાડ’ થયો છે અને આપણે એ બગાડને કાઢી નાખવાનો છે. આ ‘જોડણીઆયોજન’ કાંઈ ઊંઝા પરિષદથી કે મારાથી કે તમારાથી ન થાય. એ માટે સરકારે એક સમિતિ બનાવવી જોઈએ. અને લેખન અને વાંચન (જોડણીને આ બે સાથે વધારે સંબંધ છે) એ બન્નેની સાથે સંકળાયેલા મહાનુભાવો સાથે ચર્ચા કરવી જોઈએ. એમાં પ્રકાશકો પણ આવી જાય, અખબારો અને સામયિકો પણ આવી જાય, કમ્પ્યુટરના માણસો પણ આવી જાય અને પ્રાથમિક શાળાના શિક્ષકોથી લઈને તે કોલેજ સુધીના અધ્યાપકો પણ આવી જાય.’

    બાબુભાઈના આ સુઝાવ મુજબની કાર્યવાહી થઈ ચુકી છે. અમે સરકારી તંત્ર અને પ્રધાનોની મુલાકાતો લઈ આ વાત કહેલી કે જોડણીની આ અતંત્રતા માટે આવું કંઈક કરવું જોઈએ. અણધારી જ એક દીવસ ‘જોડણીસમીતી’ની રચના થઈ હોવાનું જાહેર થયું ૨૦૦૦ની સાલમાં. જેના વડા નીમાયા સ્વ. કે. કા. શાસ્ત્રીજી. તેમનો અહેવાલ પણ આવી ગયો સરકાર પાસે અને તેને સરકારી સહી–સીક્કાથી માન્યતાયે મળી ગઈ તા. ૯/૧૧/૨૦૦૧ના વીધીપુર્વકના ઠરાવથી.

    તે ઠરાવ બાદ માર્ચ ૨૦૦૩માં તો સ્વ. શાસ્ત્રીજીના ખ્યાલ મુજબની સાચી જોડણીનો ‘ગુજરાતી ભાષાનો લઘુ જોડણીકોશ’ પણ પ્રકાશિત થયો. તેનો વીગતે અભ્યાસ કરી જુલાઈ ૨૦૦૪માં જ મેં એક લખાણ કરી, સુરતના અમારા દૈનીક ‘ગુજરાતમીત્ર’ આપેલું જે તેમાં અક્ષરસ: છપાયેલું.. તે જ હવે નીચે આપું છું યથાતથ.. તેમાંથી તે અંગેની માહીતી મળશે. લાંબી વાત અહીં મુકવા બદલ મને ક્ષમા કરજો..ઉ.મ..

    શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રૂફ–રીડરો માટે…

    વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ અને ખિસ્સાકોશ હાલ તો રદ બાતલ જેવી સ્થિતિમાં છે. કારણ એ કે, આદરણીય શતાયુ શ્રી. કે. કા. શાસ્ત્રીજીના વડપણમાં સરકારે નીમેલી, પાંચ જણની બનેલી, જોડણી રિવ્યૂ સમિતિએ સરકારને અહેવાલ આપી દીધો અને સરકારે તે સ્વીકારી પણ લીધો. સુધારકોના કોઈ અવાજને સાંભળવા જેટલું સૌજન્ય પણ તેમણે દાખવ્યું નહીં. હવે આ સમિતિમાં ત્રણ સભ્યો તો પોતાના સ્વતંત્ર કોશ રચનારા અને/અથવા વેચનારા હતા. 1. શ્રી. કે. કા. શાસ્ત્રીજી પોતે 2. શ્રી.રતિલાલ સાં. નાયક 3. શ્રી. જિતેન્દ્ર દેસાઈ( તે વેળાના વિદ્યાપીઠના વડા તરીકે) બીજા બે સરકારી અધિકારીઓ– હોદ્દાની રૂએ.

    તેમણે વિદ્યાપીઠના ઠરાવાયેલા નિયમોને ‘સંશુદ્ધ’ કરી, પુષ્કળ વિકલ્પો વધાર્યા (કેટલાક નમૂના નીચે આપું છું); જે આજે ખિસ્સાકોશમાં કે સાર્થમાં નથી. દરમ્યાન શ્રી. કે. કા. શાસ્ત્રીજીએ વિદ્યાપીઠના ખિસ્સાકોશ જેવો જ દસ હજાર શબ્દોવાળો, 112 પાનાંનો અને 30 રૂપિયાની કીમતનો ‘સંશુદ્ધ’ નિયમો પ્રમાણેનો ‘લઘુ જોડણીકોશ’ પ્રગટ કર્યો માર્ચ 2003માં. ( આદર્શ પ્રકાશન, ‘સારસ્વત સદન’, ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ–380 001 ) તેની 2000 નકલ ખપી જતાં ઓગસ્ટ 2003માં જ એની 5000 નકલ થઈ અને હવે તેની ત્રીજી આવૃત્તિ થઈ રહી છે. એ સરકારમાન્ય છે. એને સરકારી સહી–સિક્કા મળ્યા છે !!( જો કે 2004માં જ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે (Gujarat State School Text Book Board) પ્રગટ કરેલી ધોરણ આઠમાની નવી ‘ગુજરાતી વાચનમાળા’માં જ, સરકારે પોતે નીમેલી સમિતિની ભલામણવાળા અને સરકારી સહી–સિક્કાવાળા, આ નવા નિયમો અનુસારની જોડણીનો અમલ નથી કર્યો, એ વળી જુદી વાત છે..!)

    હવે વિચારવાના મુદ્દા આ પ્રમાણે છે:–

    1. જોડણીના નિયમોમાં સુધારા નહીં થઈ જ શકે તે વાત, હવે તો સાવ ખોટી જ ને ? આપણે જોયું કે તે થઈ શકે છે…

    2. પાંચ જણા મળીનેય તે કરી શકે છે ! વળી તેમાં એકે ભાષાશાસ્ત્રી પણ નહીં હોય તોય કરી શકે છે ! કોઈ પણ સાથે કશીય ચર્ચાવિચારણા વિના પણ મનસ્વી રીતે તે કરી શકે છે…!!!

    3. બીજે પક્ષે સુધારાવાદીઓનો એક વિશાળ સમૂહ, વર્ષો સુધી આ મુદ્દા ચર્ચી, ઘણાં પુસ્તકો પ્રકાશિત કરી, જોડણીચર્ચા માટે સંમેલન બોલાવે; ગુજરાતના સૌ ભાષાપ્રેમીઓને નિમંત્રે, વિદ્યાપીઠને તો આગ્રહપૂર્વક બે વાર જઈ નિમંત્રણ આપે ( સ્વ.રામલાલ પરીખને હાથોહાથ નિમંત્રણ પહોંચાડનારાઓમાં હું પણ હતો), 252 જેટલા લેખકો, પત્રકારો, કવિઓ, ભાષાશાસ્ત્રી–વિજ્ઞાનીઓ, શિક્ષકો–પ્રાધ્યાપકો બે દિવસ માટે ઊંઝા મુકામે મળે, વિરોધીઓને પણ બોલવાની છૂટ આપે, અનેક મુદ્દાઓને તત્કાળ પૂરતા મુલતવી રાખી, માત્ર એક ‘ઈ–ઉ’નો સર્વ સંમત અને સર્વગ્રાહી મુદ્દો સ્વીકારે, વળી, ત્યાં જ હાજર વિદ્વાનો સંકલ્પપત્ર ભરે, તે પ્રમાણે બીજે જ દિવસથી કેટલાંય સામયિકો એક ‘ઈ–ઉ’માં પ્રગટ થવા લાગે, આજે તો લગભગ 50થી વધારે લેખકો/ સંપાદકો/ અનુવાદકોનાં 70 જેટલાં પુસ્તકો ઉંઝાજોડણીમાં મળે છે અને દર માસે 1-2 પુસ્તકો તો ઉંઝાજોડણીમાં પ્રકાશિત થાય જ છે; ત્યારે પણ સુધારકોને નહીં જ સાંભળવાની આ ચેષ્ટા, જીદ જોડણીક્ષેત્રે સ્થાપિત હિતોનો ખેલ છે એવું નથી લાગતું ?

    જવા દો, હજી ઘણી લાંબી વાતો છે…

    પણ એક બહુ જ આનંદની વાત એ છે કે, ‘ગુજરાતી ભાષા પરિષદ’ આ મહિને એક ઐતિહાસિક પુસ્તક પ્રગટ કરે છે. અલબત્ત, ઘણું મોડું કહેવાય; પણ મોડું મોડુંય તે થવાનું તેનો આનંદ છે. તે છે, જાન્યુઆરી–1999માં, ગુજરાતી ભાષાની જોડણીને નિયમિત–તાર્કિક અને સરળ કરવાની નેમ સાથે મળેલી, ગુજરાતી ભાષાની સૌ પ્રથમ ‘જોડણીપરિષદ’નાં બધાં વ્યાખ્યાનો સહિતનો વિસ્તૃત–દસ્તાવેજી અહેવાલ : ‘ઊંઝાજોડણી પરિષદ : એક દસ્તાવેજ’

    તો હવે, તા. 9/11/2001ના સરકારના ઠરાવથી, નવા ઉમેરાયેલા વિકલ્પોની યાદી:–

    હવેથી ‘વિષે’ લખો તો તે ખોટું; માત્ર ‘વિશે’ જ ખરું.. આ એક વિકલ્પ રદ થયો. બીજું ; હવેથી ‘છીએ’ લખો તો તે ખોટું; માત્ર ‘છિયે’ જ ચાલશે…

    નીચેના જેવા વિકલ્પો અપાયા..

    :: એકાક્ષરી શબ્દોમાં, જુ–જૂ; છૂ–છુ; થૂ–થુ; દૂ–દુ; બૂ–બુ; ભૂ–ભુ; રૂ–રુ. બન્ને જોડણી સાચી..

    :: અનુનાસિક ઈં–ઊં માં:– ઇંટ–ઈંટ, રીંછ–રિંછ; નીંદર–નિંદર; ઢીંચણ–ઢિંચણ; હીંચકો–હિંચકો; ચીંદરડી–ચિંદરડી; મીંચામણાં–મિંચામણાં; બન્ને જોડણી સાચી..

    :: શબ્દમાં છેલ્લા સિવાયના બધાં જ સ્થાનોએ ‘ઊં’નો વિકલ્પ કરવો. જેમ કે:– ઊંઘ–ઉંઘ; થૂંક–થુંક; ઊંચાણ–ઉંચાણ; ઘૂંઘટ–ઘુંઘટ; મૂંઝવણ–મુંઝવણ; લૂંટાલૂંટ–લુંટાલુંટ; ગૂંછળિયાળું–ગુંછળિયાળું; હૂંડિયામણ–હુંડિયામણ. બન્ને જોડણી સાચી..

    :: રીસાળ–રિસાળ; મૂછાળો–મુછાળો; ખીચડિયું–ખિચડિયું; થીગડિયું–થિગડિયું; ઘૂઘરિયાળ–ઘુઘરિયાળ. બન્ને જોડણી સાચી..

    :: અલ્પપ્રાણ–મહાપ્રાણ બધા જ વિકલ્પે:
    પત્થર–પથ્થર; ઝબ્ભો–ઝભ્ભો; ચિઠ્ઠી–ચિટ્ઠી; ચોખ્ખું–ચોક્ખું; અચ્છેર–અછ્છેર; પચ્છમ–પછ્છમ. બન્ને જોડણી સાચી..

    :: સ–શનો વિકલ્પ:
    જસોદા–જશોદા; વીસ–વીશ; ત્રીસ–ત્રીશ; પચીસ–પચીશ; પચાસ–પચાશ; એંસી–એંશી. બન્ને જોડણી સાચી..

    :: જ–ઝનો વિકલ્પ:–સાંજ–સાંઝ; મજા–મઝા; સમજ–સમઝ.. બન્ને જોડણી સાચી..

    :: હવે આ નિયમ 25 ધ્યાનથી જુઓ. ‘‘શબ્દના બંધારણમાં ‘ઈ’ પછી સ્વર આવતો હોય તો એનો ‘ઈ’ હ્રસ્વ કરી સ્વરની પહેલાં ‘ય’ ઉમેરી લખવું.’’ ઉદા. દરિયો, કડિયો, રેંટિયો, ધોતિયું, માળિયું, (વગેરેની જેમ જ હવેથી) કરિયે, હસિયે, જોઇયે, જઇયે, લઇયે, રમિયે, જમિયે, છિયે.. સાચું ગણાય/ગણાશે.

    પાન–19 ઉપર ખાસ નોંધ મૂકી છે કે:( કરીએ, છીએ, ખાઈએ, પ્રકારના દીર્ઘ ‘ઈએ’વાળાં અસ્વાભાવિક રૂપો નિયમ 25 પ્રમાણે નિરર્થક થઈ જાય છે, તેથી તે જતાં કરવાં. કારણ એ છે કે મૂળ પ્રત્યય ‘ઇયે’ છે, ‘ઈએ’ કદી નહીં.) એટલે હવે તો ‘રમિયે છિયે’ એમ લખવાનું થાય…

    આ તો માત્ર નમૂના છે.

    ટૂંકમાં, હવે સ્થપાયેલા વિકલ્પોનાં આ અડાબીડ જંગલમાંથી સાચો રસ્તો શોધતાં તો; અત્યાર સુધી જોડણીની ચોકસાઈ માટે મૂછે લીંબુ ઠેરવનારાઓને પણ ‘આ શબ્દ ખોટો છે’ એમ કહેતાં ડરવું પડે તેવી સ્થિતિ થઈ છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રૂફ–રીડરોનો તો મરો જ સમજો ! જે લખો તે ચાલે– જે લખો તે બધું ખરું; એમ જ લોકો તો કરે ને ?

    આ પણ કેવી વિડંબના કે આમ, ખુલ્લેઆમ જોડણીનું પૂરેપૂરું વસ્ત્રાહરણ થાય તે જોવાય; પણ એક ‘ઈ–ઉ’નો શાસ્ત્રશુદ્ધ નિર્ણય ન સ્વીકારાય ! સારસ્વતો સહિતની આખી પ્રજા જ જાણે ભીષ્મપિતામહ બની તમાશો જોઈ રહી છે…..!!!

    તેથી, શિક્ષકોએ અને પ્રૂફ–રીડરોએ હવેથી, ‘લઘુ જોડણીકોશ’માં સરકારના છેલ્લા આદેશ પ્રમાણેની જોડણી જોઈને જ, વિદ્યાર્થીઓની કે પ્રૂફની જોડણી સુધારવી એ સૌનો શ્રમ બચાવનારું નીવડશે. હ્રસ્વ– દીર્ઘની ભૂલો દશ વાર લખવા આપતાં પહેલાં શિક્ષકો વિચારે. જોજો કોઈ વિદ્યાર્થી સરકારી વિકલ્પ–માન્યતા નહીં બતાવી બેસે !!!

    –ઉત્તમ ગજ્જર…
    ૫૩–ગુરુનગર, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬ Phone : 0261-255 3591 July 18, 2004
    eMail : uttamgajjar@gmail.com

    Like

  5. આ લઘુ જોડણીકોશ વીષે તો મેં આજે જ જાણ્યું. આથી જ કેટલીક એ મુજબ કરેલી જોડણી મને સમજાતી ન હતી કે એમ કેમ જોડણી કરી હશે!! આ માહીતી આપવા બદલ આપનો આભાર ઉત્તમભાઈ.
    હ-શ્રુતી અંગે મને તો લાગે છે કે એ અલગ બતાવવાની કોઈ જરુર નથી. જેમ હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉ બાબત વાક્યમાં આવતા શબ્દનો અર્થ પુ્ર્વાપર સંબંધ પરથી સમજી જઈએ તેમ આ પ્રકારના શબ્દોમાં પણ કરવું જોઈએ. ‘મારુ’ શબ્દ આમ બીજા એક અર્થમાં જોઈએ: એણે મારું ભજન મારુમાં બહુ સરસ રીતે ગાયું.
    ગુજરાતી જોડણીમાં સમરસતા, એકવાક્યતા આવે તે માટે શું કરવું જોઈએ એના પર વીદ્વાનોએ વીચારવું જોઈએ, ચર્ચા કરવી જોઈએ, માર્ગદર્શન આપવું જોઈએ. આ દૃષ્ટીએ જ હું જે જોડણી વાપરું છું તે ઉંઝામાં થયેલા ઠરાવ મુજબ માત્ર એક ઈ-ઉ સાથેની, એ સીવાય બીજા કોઈ ફેરફાર નહીં. આથી જ એક વાર શ્રી. ઉત્તમભાઈએ મને કહેલું કે તમારી જોડણી તો લગભગ સાર્થ જોડણી જ છે. મને એનાથી આશ્ચર્ય પણ થયેલું, કેમ કે ઉંઝા પરીષદનો ઠરાવ તો એ જ હતો ને!
    મેં જ્યારે મારો બ્લોગ શરુ કર્યો અને ઉંઝા જોડણીવાળા બીજા બ્લોગર એક ઈ-ઉ ઉપરાંત વધારાના ફેરફાર સહીતની જોડણી કરતા ત્યારે મેં એ લોકોનું ધ્યાન એ બાબત દોર્યું હતું, પણ પછીથી મેં જોયું કે આવી બાબતમાં મારા જેવા અજ્ઞાનીનું કોઈ સાંભળે એવી શક્યતા નથી, આથી આવી માથાકુટમાં પડવાનું માંડી વાળ્યું.

    Like

  6. હમણાં ઊંઝા જોણની નહિ લખતા ફાવે એમાય મોટી ઉમરનાઓને તો નહિજ પણ સમય આવ્યે ફાવી જશે .
    બધું ટેવાય જવાય છે.

    Like

  7. અમેરીકે બેઠેબેઠે ભાઈ મધુ રાયે મને એક મેઈલ લખી છે તે અહીં મુકું છું..ઉ.મ..

    From: madhu thaker [mailto:madhuthaker@yahoo.com]
    Sent: Thursday, January 26, 2012 8:54 PM
    To: Uttam Gajjar; babu suthar
    Subject: Fw: English language – Excellent

    એકવિધતા, સમ્યકતા અને શાસ્ત્રીયતાના હિમાયતીઓને જણાવવાનું કે,
    વિશ્વની સૌથી જોરાવર ભાષા તદ્દન ઘેલી છે.

    regards
    madhu rye thaker
    translation, interpretation in languages of india
    phone 201 792 6323 * cell 551-208-4157 * fax 801-880-4402

    You think English is easy???

    1) The bandage was wound around the wound.

    2) The farm was used to produce produce .

    3) The dump was so full that it had to refuse more refuse.

    4) We must polish the Polish furniture.

    5) He could lead if he would get the lead out.

    6) The soldier decided to desert his dessert in the desert.

    7) Since there is no time like the present, he thought it was time to present the present .

    8) A bass was painted on the head of the bass drum.

    9) When shot at, the dove dove into the bushes.

    10) I did not object to the object.

    11) The insurance was invalid for the invalid.

    12) There was a row among the oarsmen about how to row .

    13) They were too close to the door to close it.

    14) The buck does funny things when the does are present.

    15) A seamstress and a sewer fell down into a sewer line.

    16) To help with planting, the farmer taught his sow to sow..

    17) The wind was too strong to wind the sail.

    18) Upon seeing the tear in the painting I shed a tear.

    19) I had to subject the subject to a series of tests.

    20) How can I intimate this to my most intimate friend?

    Let’s face it – English is a crazy language. There is no egg in eggplant, nor ham in hamburger; neither apple nor pine in pineapple. English muffins weren’t invented in England or French fries in France . Sweetmeats are candies while sweetbreads, which aren’t sweet, are meat. We take English for granted. But if we explore its paradoxes, we find that quicksand can work slowly, boxing rings are square and a guinea pig is neither from Guinea nor is it a pig.

    And why is it that writers write but fingers don’t fing, grocers don’t groce and hammers don’t ham? If the plural of tooth is teeth, why isn’t the plural of booth, beeth? One goose, 2 geese. So one moose, 2 meese? One index, 2 indices? Doesn’t it seem crazy that you can make amends but not one amend? If you have a bunch of odds and ends and get rid of all but one of them, what do you call it?

    If teachers taught, why didn’t preachers praught? If a vegetarian eats vegetables, what does a humanitarian eat? Sometimes I think all the English speakers should be committed to an asylum for the verbally insane. In what language do people recite at a play and play at a recital? Ship by truck and send cargo by ship? Have noses that run and feet that smell?

    How can a slim chance and a fat chance be the same, while a wise man and a wise guy are opposites? You have to marvel at the unique lunacy of a language in which your house can burn up as it burns down, in which you fill in a form by filling it out and in which, an alarm goes off by going on.

    English was invented by people, not computers, and it reflects the creativity of the human race, which, of course, is not a race at all. That is why, when the stars are out, they are visible, but when the lights are out, they are invisible.

    PS. – Why doesn’t ‘Buick’ rhyme with ‘quick’ ?

    You lovers of the English language might enjoy this .

    There is a two-letter word that perhaps has more meanings than any other two-letter word, and that is ‘UP’ ….

    It’s easy to understand UP, meaning toward the sky or at the top of the list, but when we awaken in the morning, why do we wake UP ?
    At a meeting, why does a topic come UP ?
    Why do we speak UP and why are the officers UP for election and why is it UP to the secretary to write UP a report?
    We call UP our friends.
    And we use it to brighten UP a room, polish UP the silver; we warm UP the leftovers and clean UP the kitchen.
    We lock UP the house and some guys fix UP the old car.

    At other times the little word has real special meaning.
    People stir UP trouble, line UP for tickets, work UP an appetite, and think UP excuses.
    To be dressed is one thing, but to be dressed UP is special.
    A drain must be opened UP because it is stopped UP.
    We open UP a store in the morning but we close it UP at night.
    We seem to be pretty mixed UP about UP !
    To be knowledgeable about the proper uses of UP, look the word UP in the dictionary.
    In a desk-sized dictionary, it takesUP almost 1/4th of the page and can add UP to about thirty definitions.
    If you are UP to it, you might try building UP a list of the many ways UP is used.
    It will take UP a lot of your time, but if you don’t give UP, you might wind UP with a hundred or more.
    When it threatens to rain, we say it is clouding UP.
    When the sun comes out we say it is clearing UP…
    When it rains, it wets the earth and often messes things UP.
    When it doesn’t rain for awhile, things dry UP.
    One could go on and on, but I’ll wrap it UP, for now my time is UP, so……..it is time to shut UP!
    Now it’s UP to you what you do with this email.

    Like

    1. શ્રી મધુભાઇ સાચું કહે છે. શબ્દો એમના સંદર્ભમાં સમજાય છે. એક શબ્દ ઘણા અર્થ વ્યક્ત કરે એ કઈં નવી વાત નથી. એ જ રીતે એક જ અર્થ માટે ઘણા શબ્દો હોય તે પણ નવી વાત નથી. ગુજરાતી પણ અંગ્રેજી જેવી જ ‘ઘેલી’ ભલે ને બની જાય!
      બાકી શટ અપ?

      Like

  8. Not Gujarati,
    Read the comment of Uttam Gajjar.
    Correct Grammar or Jodani or Script – ઊંઝા જોણની or જોડણી
    Do what people please….
    Most important between people to connect is Not language but Love.
    People with no sight,no speech or no hearing do better job expressing by Touch language,

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

    Like

  9. આમાંના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા પ્રા.રમણ પાઠકના અગાઉના લેખના સંદર્ભમાં થઈ છે. એમ હોવાથી ર.પા.નું આ લખાણ ત્યાં જ મૂકવા જેવું હતું. એક જ વિષયની ચર્ચા માટે બે મોરચા ખોલવાની જરૂર મને નથી લાગતી. હજી રમણ પાઠકનો ત્રીજો લેખ પણ મૂકાવો જોઈએ. જગતને જાણ થવી જોઈએ કે એક રેશનાલિસ્ટ કયા પ્રકારની ભાષામાં પ્રતિપક્ષ પર પ્રહાર કરતો હોય છે. આ વિષે એકાદબે ચર્ચકોએ થોડી વાત કરી છે. પણ, બીજા બધા ચર્ચકો મૌન છે. ઉત્તમભાઈએ પણ એ વિષે મૌન સેવ્યું છે. આવી પોતાના માણસોને પંપળાવાની રીતેને કારણે ઊંઝા જોડની સાથે સંકળાયેલા મહાનુભાવો વધુને વધુ અળખામણા બની રહ્યા છે. આજે જો મારે પ્રમાણિકતાપૂર્વક એક વાત કહેવી હોય તો એટલું જ કહીશ કે ઊંઝા જોડણીના સમર્થકો મારી જેટલી ટીકા કરે છે એના કરતાં એ જોડણીને સમર્થન ન આપનારા મારી વધારે ટીકા કરે છે. એ લોકો મને બે જ વાત કરે છે: એક તો ઊંઝા જોડણીના સમર્થકો ચર્ચામાં ‘અવિવકી’ બની જતા હોય છે અને બીજું, એમને ધ્યાનમાં લેવાય જ નહીં. એ લોકો કહેતા હોય છે કે બાબુભાઈ, તમારો સમય આમાં ખર્ચવા જેવો નથી. હું એમનું સાંભળતો નથી. પણ, એમની પહેલી વાત સાચી લાગે છે. અને એ વાત ઓચામાં ઓચા દસેક માણસોએ કરી છે જેમાં બે પત્રકારો છે અને ત્રણ જાણીતા સાહિત્યકારો છે. પોતાનો કોઈક માણસ ‘અવિવેકી’ બને પછી ઊંઝા સમર્થકો એના અવિવકેને ‘થાળે’ પડવા મંડી જતા હોય છે. એમનું આ પ્જરકારનું વર્તન અકળાવી મૂકે એવું છે. મોટા ભાગની ભાષાઓમાં જોડણીવ્યવસ્થાની તરફેણમાં અને વિરોધમાં ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતી પણ એમાંથી બાકાત નથી. અને એમાંના ઘણાં બધાં લખણો આપણને પુસ્મેંતકોમાં અને ઈન્ટરનેટ પર પણ વાંચવા મળે છે. મને એમાં હઠાગ્રહો (બન્નેપક્ષે) દેખાયા છે પણ અવિવેક તો નતી જ દેખાયો. મેં કહ્યું હતું એમ હું રમણ પાઠકને જવાબ આપવા એક પુસ્તિકા લખી રહ્યો છું, પહેલાં બે પ્રકરણ તૈયાર પણ થઈ ગયાં છે. ત્રીજું આજે થશે. હું એમને એમની ભાષામાં જ જવાબ આપવા માગું છું. વેરથી જ શમે વેર એ પાઠ હું એમની પાસેથી શીખ્યો છું.

    Like

  10. ઘણી વાર વાંચેલી વાતો ફરી એક વાર વાંચી લીધી.
    હવે ગોવિન્દભાઈને વિનંતી કે, ગુજરાતી ભાષાની સેવા માટે જેમ રમણભીના બે લેખ મૂક્યા; તેમ મારો એક લેખ ‘ ગુગમ’ – ગુજરાતી ગરીમા મંચ પણ અહીં મૂકશો; અને વિદ્વાનો એની ચર્ચા કરે તો આનંદ થશે.
    ઉંઝા જોડણી આ ૧૪ વર્ષ પછી પણ બહુ સીમિત લોકોની જ સ્વીકૃતિ શા માટે પામી છે – એનો જવાબ એમાંથી મળશે.

    Like

  11. લેખન વ્યવસ્થાના સંદર્ભમાં બે સિદ્ધાન્તો છે: (૧) પહેલાં વિચાર, પછી માણસ એ વિચારને વાણીમાં રજુ કરે અને પછી એ વાણીને લેખનમાં રજુ કરે. આ સિદ્ધાન્ત લેખનને મૂળ વિચારથી બે ડગલાં દૂર મૂકે છે. એટલું જ નહીં, આ સિદ્ધાન્ત લેખન જાણે કે વાણી પર પરોપજીવી ન હોય એવો ભ્રમ ઊભો કરે ચે. આ સિદ્ધાન્ત અમેરિકન સંરચનાવાદે આપેલો. (૨) બીજો સિદ્ધાન્ત: પહેલાં વિચાર. પછી માણસ એ વિચારને કાં તો વાણી દ્વારા કાં તો લેખન દ્વારા રજુ કરતો હોય છે. આ સિદ્ધાન્ત લેખનને સીધા જ વિચાર સાથે જોડે છે અને લેખનને વાણી પર પરોપજીવી બનાવતો નથી. પહેલો સિદ્ધાન્ત લેખનને એક સ્વાયત્ત તંત્ર તરીકે નથી સ્વીકારતો, જ્યારે બીજો સિદ્ધાન્ત લેખનને એક સ્વાયત્તતંત્ર તરીકે સ્વીકારે છે. આમાંનો પહેલો સિદ્ધાન્ત આજે બહુ ઓછા લોકો સ્વીકારે છે, જ્યારે બીજો સિદ્ધાન્ત મોટા ભાગના ભાષાવિજ્ઞાનીઓ સ્વીકારે છે. જેઓ ઊંઝા જોડણીને પુરસ્કારે છે એઓ આમાંના પહેલા સિદ્ધાન્તનો સ્વીકાર કરે છે જે કાળગ્રસ્ત થઈ ગયો છે.

    Like

  12. Friends,
    This has no reference to our discussion on Unjha Jodani…This adds to our treasure of knowledge…..
    A rael rsearech…………DOES THIS RESEARCH ASK US TO DO SOME RESEARCH IN GUJARATI ?

    THE Paomnnehal Pweor of the hmuan Mnid.
    Aoccdrnig to a rscheearch at Cmabrigde Uinervtisy, it deosn’t mttaer in waht oredr the ltteers ina wrod frist and lsat ltteer be in the rghit pclae. The rset can be a taotl mses and you can sitll raed it wouthit porbelm. Tihs is bcuseae the huamn mnid deos not raed ervey lteter by istlf, but the wrod as a wlohe.

    Like

    1. આનો અર્થ એ થાય કે શ્રી બાબુભાઈએ જોડણી બાબત એમ કહ્યું હતું કે આપણે શબ્દનું ચીત્ર મગજમાં રાખીએ છીએ અને એ મુજબ જોડણી લખીએ છીએ એ હકીકત કદાચ બરાબર નથી? કેમ કે આપે જે લખ્યું છે તે ખરેખર વાંચવામાં ખાસ તકલીફ પડતી નથી.
      મારી માન્યતા આપણી ગુજરાતી લખવામાં અને બોલવામાં લોકો એકવાક્યતા જાળવે એ મહત્ત્વનું છે એમ છે. એમાં મનસ્વીપણું ન હોવું જોઈએ. હું ગુજરાતી ભાષાની વાત કરું છું, જુદી જુદી બોલીઓની નહીં. એ માટે જે કરવાની જરુર હોય તેનો એના વીદ્વાનો વીચાર કરે અને અમલ થાય એ માટે જે કંઈ કરવાની જરુર જણાય તે કરવું જોઈએ.

      Like

      1. ના સાહેબ. આનો અર્થ એ થયો કે હું સાચો છું. લખતી વખતે આપણે શબ્દનું ચિત્ર કાગળ પર ઉતારતા હોઈએ છીએ. અહીં ચિત્રનો અર્થ CONFIGURATION કરવાનો છે. અને એ પ્રમાણે જોડણી કરતા હોઈએ છીએ. જો જોડણી સાથે સંકળાયેલી આપણી સ્મૃતિ કાચી હોય તો આપણે જોડણી પણ કાચી જ રહેવાની. વાંચવાની પ્રક્રિયા લેખન કરતાં જુદી હોય છે. આ સંશોધન એટલું જ કહેવા માગે છે કે આપણે વાંચતી વખતે એક અક્ષર પછી બીજો અક્ષર એમ નથી વાંચતા. જો કે, જ્યારે કોઈ નવો શબ્દ આવે ત્યારે આપણે ઘણી વાર એક એક અક્ષર વાંચતા હોઈએ છીએ અને પછી એ partને wholeમાં મૂકતા હોઈએ છીએ. પણ, અહીં પણ alphabetic અને syllabic ભાષાઓ વચ્ચે ભેદ હોય છે. આમાંની પહેલા પ્રકારની ભાષાઓમાં આપણે એક એક letter પ્રમાણે જતા હોઈએ છીએ અને બીજા પ્રકારની ભાષામાં આપણે એક એક syllable પ્રમાણે જતા હોઈએ છીએ. આપણે શબ્દોને એમની અખિલાઈમાં વાંચતા હોઈએ છીએ અને એમ કરતી વખતે જો એના ‘ચિત્ર’ના CONFIGURATIONમાં કોઈ દોષ હોય તો એ આપણે સુધારી લેતા હોઈએ છીએ. આ શબ્દ જરા વાંચો તો: Pneumonoultramicroscopicsilicovolcanoconiosis. કઈ રીતે વાંચો છો તમે? હજી એકાદ ેબ બીજા શબ્દોનો પ્રયત્ન કરો: Pseudopseudohypoparathyroidism, Supercalifragilisticexpialidocious. આ ગુજરાતી શબ્દ (ભદ્રંભદ્રની ક્ષમાયાચના સાથે) વાંચો તો: અગ્નિરથગમનાગમનનિર્દેશિકતામ્રલોહમિશ્રિતપટ્ટીકાસ્તંભ. જોડણીની વાત કરતી વખતે લેખન અને વાંચનની વચ્ચે ભેદ જાળવવો જોઈએ અને એ વાંચનના નિયમો લેખનના નિયમોનું પ્રતિબિંબ નથી હોતું એ વાત પણ સ્વીકારવી જોઈએ. .

        Like

  13. To add one more sentence to Shri Madhu Rai’s list……
    “Time heals almost everything, given the time,some time.”

    Like

  14. જોડણી અને અરાજકતાની બાબતમાં શ્રી જુગલભાઈ વ્યાસે એક લેખ લખ્યો છે જે મારા બ્લૉગ ‘મારી બારી” પર મૂક્યો છે. એ વાંચવા વિનંતિ છે, કારણ કે એ અહીં ચર્ચાતા વિષયના સંદર્ભમાં ઉપયોગી બની રહેશે.લિંકઃ http://wallsofignorance.wordpress.com/2012/01/30/gandhiji-gujarat-ane-goojaraat/
    બીજા મિત્રોને પણ એમના લેખ ‘મારી બારી’ માટે મોકલવા નું આમંત્રણ આપું છું કારણ કે મારી બારી સૌની બારી છે. બારી દીવાલના અસ્તિત્વનો એક જાતનો નકાર છે.

    Like

  15. અહીં અંગ્રેજી ભાષાની લેખનવ્યવસ્થાના એક નિષ્ણાત કઈ રીતે જોડણી અને જોડણીના આયોજન પર વાત કરી રહ્યા છે એ જોવા જેવું છે: http://www.childrenofthecode.org/interviews/venezky.htm

    Like

  16. જો કોઈકને સાચેસાચ રેશનાલિસ્ટ થવું હોય અને એ માટે લેખનવ્યવસ્થા પરનાં પુસ્તકોની યાદી જોઈતી હોય તો એ અહીં મળી રહેશે: http://homepage.ntlworld.com/vivian.c/Linguistics/WSBibliography.htm આમાંના વધારે નહીં તો પાંચેક પુસ્તકોનો અને પંદરેક લેખોનોઆપણે અભ્યાસ કરવો જોઈએ એવું તમને નથી લાગતું? મને લાગે છે કે આપણા ઘણા બધા પ્રશ્નોનાં મૂળ આપણી અજ્ઞાનતામાં પડેલાં છે. એ તો આપણે જાતે જ દૂર કરવાની રહેશે. જો આપણે એમ નહીં કરીએ તો આપણે પણ સંત સાહિત્યમાં જેને અધૂરિયા તરીકે ઓળખવામાં આવે છે એવા બની જઈશું. એક ભજનમાં તો કહેવામાં પણ આવ્યું છે કે એવા અધૂરિયાનો ન હોય વિશ્વાસ.

    Like

  17. Eyes Before Ease પુસ્તકમાં લેખક Larry Beason કહે છે કે જોડણીને અક્ષરની સાચી ગોઠવણી પૂરતા મર્યાદિત કરી નાખવાની ન હોય. જોડણી એથી પણ વિશેષ હોય છે. જોડણી એક માનવ અનુભવ છે અને એ અનુભવ માણસોને એકબીજા સાથે સંવાદ કરવાની જોગવાઈ પૂરી પાડે છે. એટલું જ નહીં, સાચી જોડણી કે ખોટી જોડણી સાથે કેટલાંક સામાજિક મૂલ્યો પણ જોડાયેલાં હોય છે. જેમ કે, અંગ્રેજીમાં ખોટી જોડણી કરનાર કરતાં સાચી જોડણી કરનારને આપણે વધારે બુદ્ધિશાળી માનતા હોઈએ છીએ. તદ્ઉપરાંત, જોડણી એક પ્રકારના સમૂદાયનું (communityનું) પણ નિર્માણ કરતી હોય છે. પણ, ગુજરાતમાં આના કરતાં ઉંધુ બન્યું. ઊંઝા જોડણી પછી એક જોડણીસમાજનાં બે ફાડિયાં થઈ ગયાં. જ્યારે પણ આવું તાય ત્યારે બન્ને ફાડિયાં પોતપોતાને સાચા સાબિત કરવામાં એમની જિંદગી ખર્ચી નાખે અને મૂળ વાત બાજુ પર રહી જાય. કમનસીબી એ છે કે બન્ને પક્ષમાંથી એક પણ પક્ષ જોડણીની ચર્ચા કરવા માટે સજ્જ નથી. બન્ને પક્ષો લાગણીથી લડે છે. જે પક્ષ પોતાને રેશનાલિસ્ટ કહે છે એ પણ એટલો જ ઈરેશનલ છે જેટલો એની સામેનો પક્ષ છે. કોઈ ઉમાશંકર કે કોઈ રતિલાલ નાયક એમ કહે કે હું જીવું ત્યાં સુધી આ કે તે ન થવું જોઈએ તો એ પણ એક ઈરરેશનલ દલીલ છે અને કોઈ એમ કહે કે હ્રસ્વ-દીર્ઘ કાઢી નાખો કેમકે એનાથી બાળકો પર વધારે ભારણ આવી જાય છે તો એ પણ એક ઈરેશનલ દલીલ છે. કેમ કે, એ જ બાળકો પાછાં અંગ્રેજી ભાષાની જોડણી શીખે છે. ત્યાં એમને કોગ્નીટીવ લોડ નથી પડતો એવું આપણે ન કહી શકીએ. જો કોઈ કામ કરવાનું હોય તો આટલું જ: જોડણીકોશના નિયમોમાં રહેલી અસંગતતા દૂર કરવાનો પ્રયાસ કરો. એ માટે સૌ પહેલાં એ નિયમોની જ પુન:રચના કરો. એમ કરતાં જો જરૂર પડે તો જોડણીની વ્યવસ્થામાં પરિવર્વતન લાવો. પ્રા. રમણ પાઠકે મેં લ અને ળ વિષે ઊભા કરેલા એક મુદ્દાની એમની સમજશક્તિ પ્રમાણે ઠેકડી ઊડાડી છે (જુઓ લેખ:૩) પણ એ વાત સાચી નથી. ચાલો આપણે નક્કી કરીએ કે ‘કળા’ અને ‘કલા’ને બદલે બધાંએ ‘કળા’ જ લખવું. હવે જે ભાષાજૂથમાં ‘ળ’ ન બોલાતો હોય, એ ભાષાજૂથનું બાળક એમ કહે કે ના, હું ‘કલા’ જ લખીશ કેમ કે હું ‘ળ’ બોલતો નથી. પચી આપણે એને કહીશું કે ના, જો પ્રા. રમણ પાઠક કહે છે કે દરેક ભાષાનું એક માન્ય સ્વરૂપ હોય છે. અને અમે બધાંએ એ માન્ય સ્વરૂપમાં ‘ળ’ રાખવાનું નક્કી કર્યું છે. તો તારે એ રીતે જ લખવું પડશે નહીં તો બે માર્ક્સ ઓછા મળશે. પછી બાળક ‘ળ’ લખે છે. તો આને વધારાનો કોગ્નિટીવ લોડ ન કહેવાય? ભાષાવિજ્ઞાનમાં variations પર ઘણું કામ થયું છે. આ variations કાં તો મુક્ત હોય, કાં તો બદ્ધ હોય. જે મુક્ત હોય એમને મુક્ત જ રહેવા દેવાં જોઈએ. મને ખબર નથી કે ‘કળા’ અને ‘કલા’ મુક્ત variation છે કે બદ્ધ. એ માટે જરૂરી સંશોધન કરીને પગલાં લેવાં જોઈએ. ઘણી વાર બદ્ધ variations સામાજિક વ્યવસ્થા સાથે સંબંધ ધરાવતાં હોય છે. સમાજના એક વર્ગમાં એક variety વપરાતી હોય તો વળી સમાજના બીજા વર્ગમાં બીજી variety વપરાતી હોય. આ પ્રકારની પરિસ્થિતિમાં જે તે variation સમાજિક વર્ગના માર્કર તરીકે કામ કરતી હોય છે. કેવળ આવાં variations માટે જ માન્ય સ્વરૂપ નક્કી કરવાં જોઈએ. આ કામ પણ સંશોધન વગર ન થાય. હું માનું છું કે ગુજરાતી જોડણી વ્યવસ્થા સુધારા પર આટલો બધો સમય ખર્ચવાને બદલે આપણે આ પ્રકારના મુદ્દાઓ પર સંશોધન કરવાની જરુર છે. એક વાર આપણી જોડણીવ્યવસ્થાનું ચિત્ર આપણી સમક્ષ સ્પષ્ટ થઈ જાય પછી જ એમાં પરિવર્તનની વાત કરવી જોઈએ. સમાજના દસબાર માણસો એમ કહે કે જોડણી કો બદલ ડાલો તો કાંઈ જોડણી ન બદલાય. જો આપને એમ કરીશું તો જે ભૂલ વિદ્યાપીઠે કરી એ જ ભૂલનું પુનરાવર્તન કરીશું, વિદ્યાપીઠે પણ સંશોધન વગર, સમિતિને જે ઠીક લાગ્યું એના આધારે, નિર્ણયો લીધા છે. શું આપણે એવી જ ભૂલનું પુનરાવર્તન કરવું છે?

    Like

    1. એ જ બાળકો પાછાં અંગ્રેજી ભાષાની જોડણી શીખે છે. ત્યાં એમને કોગ્નીટીવ લોડ નથી પડતો એવું આપણે ન કહી શકીએ.
      ————
      એકદમ તાર્કિક વાત. અંગ્રેજીમાં જે અરાજકતા છે; તેનું તો વર્ણન કરવા જેવું જ નથી. એક મિત્રે મને એક જોક લખીને મોકલી હતી. એમાં ‘નિતી’ શબ્દ વાપર્યો હતો. પણ એમના બીજા અંગ્રેજી ઈમેલમાં એક પણ ભૂલ ન હતી.
      આખા વિવાદના મૂળમાં આપણી આ મૂળભૂત વૃત્તિ રહી છે- અંગ્રેજીમાં ભૂલ ન કરાય ( ઓફિસમાં સાહેબ વઢશે ; અને સાથીઓ આપણી મજાક કરશે !! )
      ગુજરાતીમાં લખનારા ૦.૧ % થી પણ ઓછા છે ; અને તે પણ મોટા ભાગે જાહેરમાં તો પ્રિન્ટ મિડીયા મારફત જ આવતું હોય છે- જ્યાં પ્રુફ રીડરોની સેવા મળી રહેતી હોય છે. અને કદી પણ ગુજરાતી કામકાજની ભાષા બનશે તે, સ્વપ્નમાં પણ બનવાનું નથી.
      સારા સારા સાહિત્ય કારો, સાહિત્ય રસિકોના અંગત લખાણોમાં જોડણીની થતી ભૂલો આનો પૂરાવો છે. સામાન્ય માણસ તો અંગત પત્રવ્યવહાર સિવાય કદી ગુજરાતીમાં લખતો નથી હોતો.

      આથી ફરીથી દોહરાવવાની ધૃષ્ટતા કરું છું —

      ગુજરાતીની ગરિમાને ઊજાગર કરવાની તાતી જરૂર છે – જોડણી તો બહુ જ નાનો પ્રશ્ન છે . એમાં જોડણીકોશ બન્યા બાદ પણ ચાલુ રહેલી અરાજકતાને કારણે આભ ટૂટી પડ્યું નથી.

      દુખ એ વાતનું છે કે …..
      – એક ત્રણ વર્ષનું, અમદાવાદના બ્રાહ્મણ કુટુમ્બમાં ઉછરતું બાળક ‘પોપટનો રંગ લીલો છે’ એમ નથી બોલતું .’પેરટનો કલર ગ્રીન છે.’ એમ બોલે છે.

      Like

  18. “Nevertheless, before any revisions can be made, it is essential to fully understand the hidden logic of our spelling system. Spelling irregularities are not just a matter of conventions. They also originate in the very structure of our language and of our brains. The two reading routes, either from spelling to sound or from spelling to meaning, place complex and often irreconcilable constrains on nay writing. The linguistic differences between English, Italian, French, and Chinese are such that no single spelling solution could ever suit them all. Thus the abominable irregularity of English spelling appears inevitable. Although spelling reform is badly needed, it will have to struggle with a great restrictions.” (From “Reading in the Brain” by Stanislas Dehaene, 2009

    Like

  19. “Yet here again, great caution is needed. I suspect that any radical reform whose aim would be to ensure a clear, one-to-one transcription of English speech would be bound to fail, because the role of spelling is not just to provide a faithful transcription of speech sounds. Voltaire was mistaken when he stated, elegantly but erroneously, that “writing is the painting of the voice: the more it bears resemblance, the better.” A written text is not a high-fidelity recording. Its goal is not to reproduce speech as we pronounce it, but rather to code it at a level abstract enough to allow the reader to quickly retrieve its meaning.” (From “Reading in the Brain” by Stanislas Dehaene, 2009).

    Like

  20. મને લાગે છે કે આપણે આપણી ચર્ચા ઉપર મેં મૂકેલાં એવાં વિધાનોના સંદર્ભમાં પણ કરવી જોઈએ. ફલાણો સાચો અને ઢિંકણો ખોટો, હું રેશનાલિસ્ટ અને તમે બધા ઢ, એવી ભાજગડમાં પડવાનો કોઈ અર્થ નથી. તમે ‘ધોતિયાવાળા’ અને અમે ‘પેન્ટવાળા’ (સંદર્ભ: “લિપિ અેન જોડણી” પ્રા. રમણ પાઠક) એવું કહેવાનો પણ કોઈ અર્થ નથી. ધોતિયાવાળા અને પેન્ટવાળા બન્નેય પોતાની નગ્નતા ઢાંકતા હોય છે એ જ કદાચ વધારે મહત્ત્વનું હોય. વાત એમ છ ેકે આપણે આપણી ભાષાનાી જોડણીવ્યવસ્થાનું hidden logic સમજ્યા નથી. પહેલાં એના પર ફોકસ કરો.

    Like

  21. વારંવાર એક દલીલ એવી કરવામાં આવે છે કે તત્સમ શબ્દોની જોડણી યથાવત્ રાખવાની કોઈ જરૂર નથી. આવી દલીલ કરનારા એક વાત કદાચ ધ્યાનમાં લેતા નથી કે જો શબ્દની જોડણી મૂળ શબ્દ પ્રમાણે હોય તો એનો અર્થ સમજવામાં આપણને ઓછી મુશ્કેલી પડે. એક સંશોધન પેપરમાં આવી દલીલ કરવામાં આવી છે: Words with spelling connections also have meaning connections. Students who understand language structure notice and use these links in meaning. If you are interested in reading more about this you may like to click on this: http://207.250.94.98/sessionHandouts/2011/A1%20-%20Nancy%20Cushen%20White.pdf

    Like

  22. In search of the perfect orthography (2004)
    Author: Venezky, Richard L.

    Abstract: “Philologists, linguists, and educators have insisted for several centuries that the ideal orthography has a one-to-one correspondence between grapheme and phoneme. Others, however, have suggested deviations for such functions as distinguishing homophones, displaying popular alternative spellings, and retaining morpheme identity. If, indeed, the one-to-one ideal were accepted, the International Phonetic Alphabet should become the orthographic standard for all enlightened nations, yet the failure of even a single country to adopt it for practical writing suggests that other factors besides phonology are considered important for a writing system. Whatever the ideal orthography might be, the practical writing systems adopted upon this earth reflect linguistic, psychological, and cultural considerations. Knowingly or unknowingly, countries have adopted orthographies that favour either the early stages of learning to read or the advanced stages, that is, the experienced reader. The more a system tends towards a one-to-one relationship between graphemes and phonemes, the more it assists the new reader and the non-speaker of the language while the more it marks etymology and morphology, the more it favours the experienced reader. The study of psychological processing in reading demonstrates that human capacities for processing print are so powerful that complex patterns and irregularities pose only a small challenge. Orthographic regularity is extracted from lexical input and used to recognise words during reading. To understand how such a system develops, researchers should draw on the general mechanisms of perceptual learning.”

    Like

  23. શ્રી બાબુભાઈ,
    તમે આપેલી લિંક પરથી વૅનેઝ્કીનો ઇંટરવ્યૂ વાંચ્યો. અંગ્રેજીના વિકાસનો આખો માર્ગ સમજાયો. એની જોડણીમાં દેખાતી ‘અરાજકતા’નાં કારણો પણ સમજાયાં. ખાસ કરીને જોડણી બાબતમાં શું ન કરવું તે પણ વધારે સ્પષ્ટ થયું. આ બાબતમાં ઇતિહાસ અને ભૂગોળનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનું જરૂરી છે. ચર્ચાનું સ્તર એટલું ઊંચું છે કે આપણે પણ એ સ્તરે ચર્ચા કરી શકીએ એ બાબતમાં તો કદી શંકા ન હોવી જોઈએ. આ ઉપરાંત જ્હૉન એચ. ફિશરનોThe Emergence of Standard English વિશેનો ઇન્ટરવ્યૂ પણ ‘જોયો’ (રસ પડ્યો, પણ સમય મળે ત્યારે વંચાય).

    ઇતિહાસની વાત કરીએ તો આપણે ત્યાં ઇતિહાસનો લગભગ અભાવ છે. આપણે આપણે કાલીદાસ કે આર્યભટ્ટના સમય વિશે તો ખતરીપૂર્વક કહી શકતા નથી એ સ્થિતિમાં ઉચ્ચારોની વાત કરીએ તો આપણે કોઈ પણ દાવો ખાતરીપૂર્વક કરી શકીએ એમ નથી કે અમુક ઉચ્ચારો હંમેશાં હતા અથવા કદી નહોતા.

    આ સંજોગોમાં જેમ વૅનેઝ્કી કરે છે તેમ (અથવા હું એમને જે રીતે સમજી શક્યો છું તે નજરે) આપણે આજની સ્થિતિ પરથી પાછળ જવાનું રહે છે.આજે અમુક ઉચ્ચારો નથી અથવા મંદ પડી ગયા છે એનો અર્થ એ થાય કે કાં તો એ ધ્વનિઓ લુપ્ત થઈ ગયા છે અથવા હતા જ નહીં. આખી ચર્ચાને આપણે ગુજરાતીના સંદર્ભમાં મૂકીને શોધવું જોઇએ કે સત્ય શું છે.મને લાગે છે કે આપણે એક હજાર વર્ષ પહેલાં પણ ઇ-ઈ અને ઉ-ઊ જે રીતે લિખિત રૂપમાં સમજાય છે તે રીતે બોલતા નહોતા (અને મારા આ દાવાને પડકારી શકાય એવા પુરાવા મળે તો એનો હું ખુલ્લા મનથી સ્વીકાર કરીશ).

    તમે એક મહત્વની વાત કરી હતી કે આપણા મનમાં જોડણીનું ચિત્ર હોય છે, આ ધ્વનિચિત્રોની શ્રેણી શબ્દ બનાવીને એને સંદર્ભ પ્રમાણે અર્થયુક્ત બનાવે છે. ‘કમળ’ એ પણ ધ્વનિચિત્રની શ્રેણી જ છે, અને ‘ખમળ’ લખ્યું હોય તો ચાલે નહીં. આમ છતાં જેમ શ્રી અમૃતભાઈ હઝારીએ આપેલા ઉદાહરણમાં આપણે લખેલી સ્ક્રિપ્ટને બદલે આપણા મનમાં સ્થિર ચિત્રોને આધારે વાંચી જ લઈએ છીએ!
    ‘સુરેશ’ને બદલે ‘સુરેસ’ લખ્યું હોય તો પણ સુધારીને વાંચી લઈએ છીએ.

    આમ ઘણાંખરાં ધ્વનિચિત્રો આપણા મનમાં પાકે પાયે સ્થિર થયેલાં છે. પરંતુ ઇ-ઈ કે ઉ-ઊ અને એમનાં વ્યંજન સાથે વપરાતાં ધ્વનિચિત્રો પણ એવાં જ સ્થિર છે એમ કહી શકાય એમ નથી લાગતું. ખોટા લિખિત રૂપે એ આંખ સામે આવે ત્યારે કેટલા જણને આંચકો લાગતો હશે?

    માત્ર લિખિત રૂપમાં જ નહીં પણ બોલિત રૂપમાં પણ (ઉચ્ચારમાં પણ) કાન અમુક ધ્વનિઓથી ટેવાયેલા છે એટલે કોઈ પણ ધ્વનિનો અનુવાદ કરી જ લે છે. ” ભાઈ સરગે સિધારી ગયા”. મને “સરગે” એટલે શું તે સમજવામાં તકલીફ ન પડે, જો કે હું પોતે ‘સરગે’ બોલવાનો નથી!

    અહીં હું તમારી તત્સમ શબ્દોની જોડણીની વાતને પણ જોડવા માગું છું. જે શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ તે ક્યાં સુધી ‘બહારનો’ રહેશે? (” અમે અજાણ્યાં ક્યાં લગ રહેશું, કહો તમારા ઘરમાં?” -રાવજી પટેલ).

    શા માટે ‘તત્સમ’? આ ‘તત્’ શું છે તે બોલનાર સતત યાદ રાખવાનો નથી. તત્સમ, તદ્‍ભવ, દેશ્ય વગેરે ભેદ જાણવા જોઇએ પણ એ ભાષાના ચિંતક માટે છે, બોલક (સારો શબ્દ ‘ભાષક’!) માટે નથી. હું એ નથી વિચારવા માગતો કે ઉમાશંકર કેમ લખતા હતા કે બાબુભાઈ સુથાર કેમ લખે છે. હું તો જેણે ‘રેડિયો’ને ગુજરાતી વ્યાકરણ પ્રમાણે ઢાળી દીધો એવા લોકો કેમ લખે છે તે વિચારવા માગું છું. કદાચ બોલીએ તો આપણે સૌ એક જ રીતે છીએ, સિવાય કે પ્રાદેશિક છાંટ સાથે.

    તમે બીજી પણ લિંક મોકલી છે તે હજી હવે વાંચીશ. દરમિયાન મેં પહેલાં એક કૉમેન્ટમાં મારા બ્લૉગની લિંક આપી છે એમાં શ્રી જુગલભાઈનો લેખ છે. આ જોઈ લેશો?

    થોડું લખ્યું ઝાઝું કરીને જાણજો!

    (આમ તો શ્રી મધુભાઈની સલાહ પ્રમાણે ‘શટ-અપવા’ નું ધાર્યું હતું પણ વૅનેઝ્કીનો ઇન્ટરવ્યૂ વાંચ્યા પછી અને તમારી બીજી કૉમેન્ટો વાંચ્યા પછી થયું કે ચા…અ…લો, ઇન્ટરવ્યૂની પહોંચ તો લખીએ!)

    Like

  24. ઇતિહાસનો અભાવ નથી. ભાષાવિજ્ઞાનીઓનો દુકાળ છે. આપણી પાસે જૂની અગિયારમી સદીથી અત્યાર સુધીનો ગુજરાતી ભાષાનો ડેટા છે પણ એનું વિશ્લેષણ કરી શકે એવા વિદ્વાનો નથી. બીજું, ભાષાનું આયોજન બે રીતે થાય. એક તે પ્રગટપણે અને બીજું તે અપ્રગટપણે. પ્રેમાનંદ વિષે કહેવાય છે કે ગુજરાતી ભાષાને શું શા-ના મહેણામાંથી બહાર આવવા માટે એણે આખ્યાનો રચવાનાં શરૂ કર્યાં. એનો અર્થ એ થયો કે એ આખ્યાનોને પણ આપણે ગુજરાતી ભાષાના અપ્રગટ આયોજનના ભાગ રૂપે જોવાં જોઈએ. એ જ રીતે બીજા સાહિત્યકારોની વાત પણ કરી શકાય. ગાંધીજીએ સામાન્ય માણસને સમજાય એવી ભાષામાં લખવાનું કહ્યું અને આપણા મોટા ભાગના સાહિત્યકારોએ એમ કર્યું. એને કારણે પંડિતો વાપરતા હતા એવી ગુજરાતી ભાષા ઝાઝી ન બચી. આ પણ અપ્રગટ ભાષાઆયોજન થયું. ભાષાઓને આધારે રાજ્ય બન્યાં ત્યારે ગુજરાતી ભાષાને એક અલગ પ્રકારનો જ દરજ્જો મળ્યો. આ ઘટના પણ અપ્રગટ ભાષાઆયોજન સાથે સંકળાયેલી છે. તમે કહો છો કે હ્રસ્વ-દીર્ઘવાળાં ચિત્રો આપણા મનમાં સ્પષ્ટ નથી. પણ, એ માટે આપણી શિક્ષણ પદ્ધતિ જવાબદાર છે. એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં. રાજ્યે પણ ભાષાને અવગણી. આપણી લેખનવ્યવસ્થા સાથે સંકળાયેલી સ્મૃતિ નબળી હોવા પાછળ એક બાજુ આપણું નબળું ભાષાઆયોજન જવાબદાર છે તો બીજી બાજુ સમાજ જવાબદાર છે તો ત્રીજી બાજુ રાજ્ય જવાબદાર છે. તમે ‘સરગ’ની વાત કરી છે પણ એ તો ધ્વનિતંત્રના નિયમ પ્રમાણે શબ્દ બન્યો છે. એને સંયુક્તાક્ષરના સરલીકરણના નિયમ તરીકે ઓળખાવી શકાય. એટલે એવા શબ્દો સમજવામાં મુશ્કેલી ન પડે. તદ્ઉપરાંત, તમે તત્સમ શબ્દોની વાત કરો છો. પણ, તમે જ કહો કે તમે જ્યારે ‘મેં કેરી ખાધી’ એમ બોલો છો ત્યારે ‘કેરી’ કર્મ છે અને ‘ખાધું’ ક્રિયાપદ છે એવું યાદ રાખો છો ખરા? જેમ એ વ્યાકરણ સાથે સંકળાયેલી પરિભાષા છે બરાબર એમ જ તત્સમ પણ વ્યાકરણ સાથે સંકળાયેલી સંજ્ઞા છે. એ સંજ્ઞા શબ્દભંડોળનું વિશ્લેષણ કરવા કામ લાગે. અને એ જ પરિભાષાનો જોડણીના નિયમો બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય,. નિયમો માત્ર મેટાલેગ્વેજના બનેલા હોય છે. કેટલાક નિયમો એટલા બધા કોઠે પડી ગયા હોય છે કે આપણને એની ભાષા નવી ન લાગે. તમે ‘રેડિયો’નું ઉદાહરણ આપો છો. એનો અર્થ એ થયો કે લોકો કેવું લખે છે એ પ્રમાણે જોડણી કરવી જોઈએ. આ પણ ભાષાસ્ટાન્ડાઈજેશનનો એક ભાગ છે પણ એમાં એવા લોકો પણ છે જે જુદા પ્રકારની જોડણી કરે છે. એ લોકો કાંઈ પંદર વીસ તો નથી જ. વળી, એ જોડણીમાં લખતા માણસો કદાચ લઘુમતિમાં હશે, એ જોડણીમાં લખાયેલું સાહિત્ય વાંચનારા લઘુમતિમાં નથી. તો તમે એમ કહેશો ખરા કે હું વાંચનારાઓ પ્રમાણે જોડણીમાં પરિવર્તન લાવવા માગું છું? આપણે એક વાત સમજી લેવી જોઈએ કે ગુજરાતી પ્રજા મૂળભૂત રીતે વ્યવહારુ છે. એની ભાષાસંવેદના જરા વધારે પડતી છીછરી છે. મેં અહિં એક જાહેર વ્યાખ્યાનમાં કહ્યું હતું કે કોઈ પણ ભાષા સંરચનાની રીતે જોતાં શ્રીમંત કે ગરીબ નથી હોતી. એના ભાષકો જ એને શ્રીમંત કે ગરીબ બનાવતા હોય છે. ગુજરાતી ભાષાનું સ્ટેટસ ઊંચું લાવવાના ઘણા માર્ગો છે પણ કમનસીબે એ માર્ગો પર રાજ્યના ટેકા વગર ચાલી શકાય એમ નથી. અને આપણું રાજ્ય હમણાં વિકાસના પંથે છે. આપણો રાજા દયાહીન થયો છે. એની વિકાસની વ્યાખ્યામાં આર્થિક વિકાસ સિવાય બીજા કશોનો સમાવેશ થતો નથી. એક ફ્રેંચ સમાજશાસ્ત્રી બોર્દ્યુએ સરસ વાત કરી છે. એ કહે છે કે દરેક પ્રજા પાસે સાંસ્કૃતિક કેપિટલ પણ હોય છે જેમાં ભાષાનો પણ સમાવેશ થાય. એનો અર્થ એ થયો કે કેવળ આર્થિક વિકાસને વિકાસ ન કહેવાય અને કહેવાય તો એને એકાંગી વિકાસ કહેવો પડે. હું તો એમ પણ માનું છું કે જ્યાં સુધી કોઈ જોડણીવ્યવસ્થાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી કોઈ સામાજિક જૂથે મન ફાવે એમ જોડણી સ્વીકારવી ન જોઈએ. એ એક પ્રકારની જોહુકમી બની જાય છે. ભાષા સાથે મનફાવે એમ ચેડાં ન કરાય. એક જર્મન ફિલસૂફ કહે છે એમ ભાષા મારી હયાતીનું રહેઠાણ છે. પણ, ગુજરાતમાં આવું બધું ચાલ્યા કરે. અંગ્રેજી ભાષાની બદલવા માટે કેટલાં બધાં વરસોથી ઝુંબેશ ચાલે છે. તમે એક પણ અંગ્રેજી અખબાર એ જોડણીમાં છપાતું જોયું છે? તમે થોડા વખત પહેલાં ‘દિવ્યભાસ્કર’માં આવેલા એક સમાચાર વાંચ્યા હશે. એક દારૂ પીને તોફાને ચડેલા પીએસઆઈને લોકોએ ફટકાર્યો. પશ્ચિમમાં લોકો આવું ન કરે. આ જ વાત જોડણીને પણ લાગુ પડે. જેમ પેલા લોકોએ કાયદો હાથમાં લીધો, એમ ઊંઝા જોડણીના સમર્થકોએ ગુજરાતી જોડણીને લગતા ‘કાયદા’ હાથમાં લીધા. હું આ બન્ને ઘટનાઓની વચ્ચે ઝાઝો ભેદ જોતો નથી. સવાલ એક જ છે: કઈ રીતે ગુજરાતી ભાષાના સામાજિક દરજ્જાને ઊંચો લાવવો? કઈ રીતે ગુજરાતી ભાષાને ફરી એક વાર રમતી કરવી? હવે કોઈ પ્રેમાનંદ પાકવાના નથી. હવે કોઈ નર્મદ પાકવાના નથી. હવે કોઈ ગાંધી પણ પાકવાના નથી. વરસો પહેલાં, જ્યારે દયાશંકર જોશી, યોગેન્દ્ર વ્યાસ, ઊર્મ દેસાઈ જેવાં ભાષાવિજ્ઞાનની તાલિમ લઈ રહેલાં ત્યારે અમેરિકામાં એક પુસ્તક પ્રગટ થયેલું: Leave your language alone (Robert A. Hall, 1950) ત્યાર પછી અહીં એક બીજું પુસ્તક પ્રગટ થયં છે: Do not leave your language alone (Joshua A. Fishman, 2006). આ પુસ્તકમાં ભાષાની કાળજી કઈ રીતે રાખવી એની વાત કરવામાં આવી છે. ફિશમૅને આવાં ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે. એણે જોડણી વિષે પણ લખ્યું છે. આ બધું જોવું જોઈએ. હું Do not leave your language aloneના જમાનાનો જીવ છું. હું માનું છું કે ગુજરાતી ભાષાનું જબ્બરજસ્ત ધોવાણ થઈ રહ્યું છે. આ ધોવાણ કુદરતી નથી. એ ધોવાણને અટકાવવા માટે કંઈક કરવું જોઈએ પણ રાજ્યના ટેકા વિના એ ન થઈ શકે.

    Like

    1. શ્રી બાબુભાઈ,
      આ તો સ્વતંત્ર લેખ છે, માત્ર વિસ્તારની જરૂર છે. એના પર ભલે વાદવિવાદ થાય, પરંતુ જાણવાનું પણ મળશે. ભાષા આયોજન વિશે તમે પ્રેમાનંદથી માંડીને ગાંધીજીની વાત કરી છે તે ખરેખર જ મારા માટે નવો દૃષ્ટિકોણ છે. પ્રામાણિકતાથી કહું તો ભાષા-આયોજન જેવા કન્સેપ્ટનો પણ મને ખ્યાલ નહોતો.

      ઇતિહાસની વાત કરતી વખતે મારે વધારે સ્પષ્ટતાથી લખવું જોઇતું હતું. લિખિત ઇતિહાસ માટે તો કદાચ ડૅટાનું વિશ્લેષણ કરી શકે એવા અને એટલી સંખ્યામાં ભાષા વિજ્ઞાનીઓનો દુકાળ હશે, પરંતુ મારે મૂળ જે કહેવાનું હતું તે તો ઉચ્ચાર વિશે હતું! આપણી પાસે કઈં એ સમયનાં રેકૉર્ડિંગ તો ન જ હોય એટલે લોકો કેમ બોલતા તેનું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ ન જ આપી શકાય. આમ છતાં છેલ્લાં દોઢસો-બસો વર્ષ દરમિયાન આ બાબતમાં ટિપ્પણી થઈ હોય તો એના આધારે આપણે બીજાં સોએક વર્ષ પાછળ જઈ શકીએ અને કહી શકીએ કે આજથી અઢીસો-ત્રણસો વર્ષ પહેલાં પણ ઉચ્ચાર સંબંધી અમુક સમસ્યા હતી. આની માહિતી તો મળી જ શકે.

      એ જ સમસ્યા આજે પણ છે કે નહીં તેય વિચારી શકીએ અને એમાં કઈં ખોટું પણ નથી. આ સમસ્યા એનાથી પણ જૂની હોય અથવા એ જ સમયે શરૂ થઈ હોય, પરંતુ બસો-ત્રણસો વર્ષનો ગાળો નાનો ન કહેવાય; વૅનેઝ્કી તો અંગ્રેજીમાં આવેલા દરેક ફેરફારનો ગાળો આટલો જ હોવાનું કહે છે. શક્ય છે કે કોઈ તરત ફેરફાર કરવાની વાત કરે તો કેટલાક ધીરજ રાખવાની વાત કરે. બન્ને વચ્ચે અંતર સ્ટ્રૅટેજીનું થયું, સિદ્ધાંતનું નહીં. સિદ્ધાંત પણ વાસ્ત્વિક હકીકતોના આધારે જ ઘડાય તો સાચો ઠરે.

      ભાષાના વિકાસમાં રાજ્ય, શિક્ષણ વ્યવસ્થા અને સમાજની ભૂમિકા તરફ તમે વાજબી અંગુલીનિર્દેશ કર્યો છે. જો કે મને લાગે છે કે ઉચ્ચાર અંગેની શિક્ષણ વ્યવસ્થાનો વધારેપડતો વાંક કાઢતાં બે વાર વિચાર કરીશ. કારણ કે આ વ્યવસ્થામાં ‘અ’, ‘આ’, ‘ઓ’ ‘ઐ’ ‘ઔ’ શીખવામાં તકલીફ પડતી હોવાનું જાણવા નથી મળતું. સેળભેળનું વલણ માત્ર ‘ઇ-ઈ’ અને ‘ઉ-ઊ’માં જ જણાય છે. આમ જ ‘શ’ અને ‘ષ’ વચ્ચે અંતર નથી, એટલું જ નહીં. ‘સ’ અને ‘શ’ પણ ગોટાળે ચડેલા છે. પરંતુ એ બાબતમાં કોઈ કશું જ બોલતું નથી. ઋ વિશે તો હું પહેલાં પણ લખી ચૂક્યો છું. ‘ળ’ પણ જોખમમાં છે. આપણે કઈં બચાવી શકીએ તો એ ‘સ’ અને ‘શ’, ‘ળ’ છે. ઋ તો આપણૉ આગવો ઉચ્ચાર છે, એ જ્રીતે ઇ-ઈ અને ઉ-ઊ પણ આપણે આપણી રીતે જ બોલીએ છીએ. આમાં કઈં થઈ ન શકે. જે કઈં થઈ શકે તે માત્ર લખાણના સ્તરે. આથી શિક્ષણ વ્યવસ્થા માટે થોડી કૂણી લાગણી રાખી શકીએ એમ છીએ. સમાજ તો કહી દેશે કે અમે તો આમ જ બોલીએ છીએ, એમાં અમારો વાંક શો છે?

      રાજ્યની વાત બરાબર છે. કારણ કે સમાજની દિશા રાજ્ય નક્કી કરે છે. તમે કહો છો કે “ગુજરાતી ભાષાનું સ્ટેટસ ઊંચું લાવવાના ઘણા માર્ગો છે પણ કમનસીબે એ માર્ગો પર રાજ્યના ટેકા વગર ચાલી શકાય એમ નથી. અને આપણું રાજ્ય હમણાં વિકાસના પંથે છે. આપણો રાજા દયાહીન થયો છે. એની વિકાસની વ્યાખ્યામાં આર્થિક વિકાસ સિવાય બીજા કશોનો સમાવેશ થતો નથી”. કદાચ તમારી સાથે સો ટકા સંમત થાઉં એવી આ વાત છે. આર્થિક વિકાસ તો ક્યારેક સાંસ્કૃતિક વિકાસને રૂંધે છે, કારણ કે આર્થિક વિકાસ મુખ્યત્વે માર્કેટનો વિકાસ છે. માર્કેટની નજરે જે વસ્તુ વેચી ન શકાય એનું મહત્વ નથી અને જેની ગ્રાહક બનવાની ક્ષમતા ન હોય એ માણસ જ નથી.

      પરંતુ સ્થાપિત સત્તા હંમેશાં યથાસ્થિતિવાદી હોય છે એટલે એને સ્વીકાર્ય ન બને તેવું પરિવર્તન થાય નહીં. જન આંદોલનની જરૂર રહે છે, કારણ કે એ જ ખરી સત્તા છે. એક સોફ્ટવેર, એક વેબસાઇટ સરકારોને પાઠ ભણાવી શકે છે. એ સંયોગોમાં માત્ર પ્રજા ધારે તો સ્વયં સરકાર પણ બદલી જાય.

      જોડણીની બાબતમાં તમે અંતે પોતાને “Do not leave your language aloneના જમાના”ના ગણાવો છો તેમ છતાં જેમ ભીષ્મને પૂછ્યું હતું તેમ તમને પૂછી તો શકાય જ કે જોડણીમાં ફેરફાર કરવા હોય તો આ સરકારને જગાડવા શું કરવું જોઇએ.

      Like

  25. ઉચ્ચારનું રીકન્સટ્રક્શન કરી શકાય. ઐતિહાસિક ભાષાવિજ્ઞાનમાં એની ખાસ તાલિમ આપવામાં આવતી હોય છે. કમનસીબે આજે આપણી પાસે એક પણ ઐતિહાસિક ભાષાવિજ્ઞાની નથી. છેલ્લા ભાયાણી હતા. હવે એ પણ નથી રહ્યા. બીજું, હું એમ નથી કહેવા માગતો કે આપણે આપણા વિદ્યાર્થીઓને ઉચ્ચાર બરાબર નથી શીખવાડ્યા. હું એમ કહેવા માગું છું કે આપણે આપણાં બાળકોને જોડણી બરાબર નથી શીખવાડી. મારી પૂર્વધારણા આટલી જ છે: જોડણીવ્યવસ્થા અને ઉચ્ચારવ્યવસ્થા બન્ને સ્વાયત્ત વ્યવસ્થાઓ છે. એટલે કે એક બન્નેનો બે સ્વાયત્ત વ્યવસ્થા તરીકે અભ્યાસ થવો જોઈએ. એ બન્ને વ્યવસ્થાઓ વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધો હોય છે પણ એ સંબંધો પ્રતિબિંબના નથી હોતા. જોડણી હંમેશાં બોલાતી ભાષાનું પ્રતિબિંબ નથી પાડતી. ગુજરાતીમાં એક ધ્વનિઘટક /ઇ/ માટે બે ગ્રાફીમ્સ છે: અને . આ એક વૈજ્ઞાનિક વર્ણન થયું. ભલે પ્રા. રમણ પાઠક આને રેશનલ ન ગણતા હોય. એમની રેશનાલિટીની સમજ બીજાઓ કરતાં જુદા પ્રકારની છે. એ જ રીતે, આપણે એમ કહી શકીએ કે એક /શ/ માટે બે ગ્રાફીમ્સ છે: અને . આ બન્નેનું ચોક્કસ એવું વર્ગીકરણ થયેલું છે. જોડણીકોશના વિદ્વાનોએ જ્યારે મૂળ તત્સમ શબ્દોની જોડણી યથાવત રાખવાનો નિર્ણય લીધો ત્યારે એમણે જે તે શબ્દોની વ્યુત્પત્તિને, એમના ઇતિહાસનું સન્માન જાળવવાનો નિર્ણય પણ લીધો હતો. આમાં કશું ખોટું નથી. આ એક ભાષાઆયોજનલક્ષી નિર્ણય છે. જગતની ઘણી બધી ભાષાઓમાં આવા નિર્ણયો લેવામાં આવ્યા છે. ઊંઝા જોડણીના મહાનુભાવો સાથે મારો એક જ ઝગડો છે: એઓ રેશનલ હોવાનો દાવો કરે છે પણ એમણે જોડણીવ્યવસ્થાનો અભ્યાસ જ નથી કર્યો. એઓ રેશનલનો અર્થ યુનિફોર્મ એવો કરે છે જે બરાબર નથી. યુનિફોર્મીટી તો એક આદર્શ છે. તમે પૂછો છો કે આપણી સરકારને જગાડવા શું કરવું જોઈએ? મારી પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી. સરકારે ભાષાને ભટકતી કરી નાખી છે. પ્રજાએ પણ. ગુજરાતી ભાષાના આવા માઠા દિવસો આવશે એ વાત મેં વીસેક વરસ પહેલાં મારા એક લેખમાં કરેલી. તમે મને તમારો ઈ-મેઈલ મોકલી આપો, હું એ લેખની નકલ મોકલી આપીશ. તમે નહીં માનો પણ ત્યારે પણ દયાશંકર જોશીએ અને એમના એક સાથી અધ્યાપકે (પ્રો. કૌલ) મારા અભિપ્રાયના વિરુદ્ધમાં ઈન્ડીયન એકસપ્રેસમાં એક પત્ર લખેલો. આજે એ લોકો ખોટા પડી રહ્યા છે એનો મને આનંદ છે, પણ હું સાચો પડી રહ્યો છું એનું મને અપાર દુ:ખ છે. ઊંઝા જોડણી સાથે સંકળાયેલા કેટલાક મહાનુભાવો કેટલીક બાબતોમાં એટલા બધા અજ્ઞાન છે કે આપણને એમના પર અનુકંપા આવી જાય. પ્રા. રમણ પાઠક એમાંના એક ચે. એઓ એમની પુસ્તિકામાં કહે છે કે માણસનું મગજ સ્નાયુઓનું બનેલું હોય છે અને એ સ્નાયુઓનો એક અંશ ભાષા માટે જવાબદાર હોય છે. એમના શબ્દો આ રહ્યા: “માનવેતર પ્રાણી કદાપિ બોલતાં શીખી શકે નહિ. પક્ષીઓ-પ્રાણીઓને પણ પોતપોતાની ભાષા હોય છે અને તેઓ પરસ્પર વિચારવિનિમય કરે છે એવી માન્યતા ખોટી, કેવળ લોકમાન્યતા છે. મનુષ્યને પ્રકૃતિએ આપેલી પેલી દેબ તે એના મગજનો એક એવો સ્નાયુ છે, જેના વડે તે જિહ્વાદિ મુખ-અંગોનું યથેચ્છ હલનચલન કરી શકે છે. મગજના આ ભાગને ભાષાવિજ્ઞાનમાં ‘બ્રોકાઝકોન્વોલ્યુશન’ કહે છે. પ્રાણીઓનાં મગજમાં આ સ્નાયુ નથી (“ગુજરાતી લિપિ અને જોડણી, પાન નંબર: ૨). અહીં એમનું એકેએક વિધાન ખોટું છે. પશુપંખીઓને ભાષા નથી એવો દાવો અજ્ઞાનીઓ જ કરી શકે. જૂસેમિઓટીક્સ નામની એક અલગ શાખા એમની ભાષાઓ પર કામ કરી રહી છે. વળી કોકો અને બીજા કેટલાક વાંદરા ભાષા (અલબત્ત મર્યાદિત અર્થમાં) શીખ્યા છે એનું શું? સાચું કહું તો મને ઊંઝા જોડણી સાથે સંકળાયેલા મહાનુભાવોનો સંપ ગમી ગયો છે. પોતાના માણસો કંઈ પણ લખે, એની ટીકા નહીં કરવાની; સામે વાળો કંઈ પણ લખે, બધાંએ તૂટી પડવાનું. એમની આ પ્રકારની વૃત્તિએ સંવાદની શક્યતાઓ મારી નાખી છે.

    Like

    1. શ્રી બાબુભાઈ,
      તમારા ત્રણ જવાબોમાંથી બીજા જવાબનું મહત્વ કાર્યક્રમની દૃષ્ટિએ સૌથી વધારે છે. હું એમ માનું છું કે સમાજનો વિકાસ દ્વન્દ્વાત્મક છે. એક વ્યવસ્થા આવે, એના ગર્ભમાં જ એક એવું તત્વ હોય જે એનો વિરોધ કરવા માટે જાણે ઊછરતું હોય. એક સમય એવો આવે કે મૂળ વ્યવસ્થાનાં સારાં લક્ષણો ઘસાવા લાગે અને માત્ર નકારાત્મક તત્વો રહ્યાં હોય. એ વખતે ગર્ભસ્થ નવી વ્યવસ્થા એનું સ્થાન લે. આ ચક્ર ચાલ્યા કરે.
      આમ,જોડણીકોશ બનાવનારાઓની નિષ્ઠામાં કે વિદ્વત્તામાં શંકા ન જ કરાય. એ બધા મારા કરતાં તો વધારે જાણકાર હતા જ. આમ છતાં એમની ભૂલો થવાની શક્યતાનો પણ ઇન્કાર ન થઈ શકે. ભૂલો ન હોય તો પણ નવા વિચારોને ધ્યાનમાં લેવાનો સમયનો તકાજો હોય છે. આ જ કારણે તમારો બીજો જવાબ ગમ્યો કારણ કે તમે એમાં પુનરાવલોકનની વાત છે. આ દિશામાં વિચારવું રહ્યું.

      તમારા લેખનું હું સ્વાગત કરીશ. મને આ ઇ-મેઇલ પર મોકલી શકો છોઃ dipak.dholakia@gmail.com
      ચર્ચા માટે. શ્રી ગોવિંદભાઇએ ઘણી સગવડ આપી. હવે મીઠા ઝાડનાં મૂળ કાપવા નથી માગતો. એમનો આભાર.

      Like

  26. હજી એક વાત હું ભૂલી ગયો. જોડણીકોશ સાથે સંકળાયેલા માહનુભાવોએ કયા આશયથી અને કયા સિદ્ધાન્તોને વશ વર્તીને ગુજરાતી ભાષાની જોડણીનું આયોજન કર્યું છે એનો વ્યવસ્થિત અભ્યાસ થવો જોઈએ. ત્યાર પછી, એમણે સ્વીકાર્યા હોય છતાં પણ આજે કાળગ્રસ્ત લાગતા હોય એવા સિદ્ધાન્તો વિષે ચર્ચા થવી જોઈએ. એ પણ તદ્દન એકેડેમિક (અથવા તો ભદ્ર ભાષામાં). પછી, એમાંના કેટલા સિદ્ધાન્તો આજે બદલવા જેવા છે એની પણ ચર્ચા થવી જોઈએ. જોડનીકોશનો મારો અભ્યાસ એવું કહે છે કે એ કોશ સાથે સંકળાયેલા મહાનુભાવોએ ક્યારેક ભાષાવિજ્ઞાનમાં જેને અમે લેવલ્સ્ ઓફ એનાલેસીસ તરીકે ઓળખીએ છીએ એમની વચ્ચે ક્યાંક ક્યાંક ગોટાળો કરી નાખ્યો છે. એ ગોટાળો આજે ટાળી શકાય,. બીજું, કોશ પ્રગટ થયા પછી એના અમલ માટે આપણે શું શું કર્યું એનો પણ અભ્યાસ થવો જોઈએ. હું જોઉં છું કે ઊંઝા જોડણી સાથે સંકળાયેલા ઘણા બધા મહાનુભાવો કોશની ટીકા કરે છે; ક્યારેક તો અસંસ્કારી ભાષામાં, પણ, એ જોડણીને લોકપ્રિય બનાવવા માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, એ પ્રયત્નો કેમ સફળ ન થયા, એ બધા પ્રશ્નોને સાવ બાજુ પર મૂકી ન શકાય. ત્રીજું, સ્ટાન્ડર્ડ જોડણી કાંઈ બધે જ વપરાવાની નથી,. કોઈ માણસ એની પ્રેયસીને (કે એના પ્રેમીને) પત્ર લખે અને એની જોડણી ખોટી હોય તો એ આપણી ચિન્તાનો વિષય ન બને. હું એની સ્વતંત્રતાને નિયંત્રિત કરવાનો પ્રયાસ નહીં કરું. પણ, એ માણસ જ્યારે કવિતા પ્રગટ કરે કે કોલમ લખે ત્યારે તો હું એવી અપેક્ષા રાખું કે એ સાચી જોડણી કરે.

    Like

  27. ગુજરાતી ભાષાની જોડણીવ્યવસ્થામાં અત્યારે જે અરાજકતા દેખાય છે એ બે પ્રકારની છે. એક તે આંતરિક અરાજકતા, અને બીજી તે બાહ્ય અરાજકતા. આંતરિક અરાજકતા માટે હું જોડણીકોશ, સરકાર, અને પ્રજાને જવાબદાર ગણું છું. જ્યારે બાહ્ય અરાજકતા માટે હું ઊંઝા જોડણીને જવાબદાર ગણું છું. ગુજરાતી ભાષાની પ્રવર્તમાન અવદશા માટે આ બન્ને જવાબદાર છે. કોશ વગેરેને કારણે ભાષાની અંદર જોડણીમાં variations ઊભાં થયાં. બરાબર એમ જ ઊંઝા જોડણીને કારણે ભાષાની બહાર variations આવ્યાં. અત્યારે ગુજરાતી સમાજ કોશ જોડણી, ઊંઝા જોડણી અને ન તો કોશ જોડણી ન તો ઊંઝા જોડણી એમ ત્રણ વર્ગમાં વહેંચાઈ ગયો છે. આ પરિસ્થિતિ કાંઈ રાજી થવા જેવી નથી. આ પરિસ્થિતિ એ હકીકતનો નિર્દેશ કરે છે કે એક જવાબદાર ભાષકો તરીકે આપણે બધા જ નિષ્ફળ ગયા છીએ. બધ્ધાંએ આત્મખોજ કરવાની જરૂર છે.

    Like

  28. The matter of Unjha jodani is confusing. There is no reason change the principles promoted by Gujarat Vidyapith. It is desirable to pronounce correctly. Had this been not followed by Indian people in ancient India, Veda-s would not have survived.

    Like

Leave a comment