ધાર્મીકતા જીવલેણ શા માટે બનવી જોઈએ ?

     સમાજમાં ત્રણ પ્રકારના માણસો હોય છે. (૧) ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારનારા, (૨) ઈશ્વર છે જ નહીં એમ માનનારા અને (૩) ત્રીજા પ્રકારના લોકો એવું માનતા હોય છે કે ઈશ્વર હોય પણ અને ન પણ હોય. મોટાભાગના ધાર્મીક લોકોની વીચારધારા અબૌધીક રહી છે. નેવુ ટકા કીસ્સાઓમાં એવી સ્થીતી હોય છે કે લોકો ધાર્મીક હોવાની સાથે અન્ધશ્રદ્ધાળુ પણ હોય જ. (પ્રેસરનો રોગ હોય એને હાર્ટ અટૅક હોવાની શક્યતા અનેક ઘણી હોય છે, તેમ જે ચુસ્ત ધાર્મીક હોય છે તે કાળક્રમે અન્ધશ્રદ્ધાળુ બની જાય છે) ઈશ્વરભક્તી કે શ્રદ્ધા એ માણસની માનસીક જરુરીયાત હોઈ શકે. આમ તો એ સંસ્કારગત જરુરીયાત છે. માણસને તે વારસામાં મળી છે. તે કેટલી જરુરી કે બીનજરુરી છે એ જુદી ચર્ચાનો વીષય છે; પરન્તુ શ્રદ્ધા કે ભક્તીને લાગે વળગે છે ત્યાં સુધી માણસ રોજ રાત્રે સુતી વેળા માત્ર બે સેકન્ડ પુરતું ઈશ્વરનું નામ લેતો હોય તો તે ખોટું નથી. સવારે ઉઠીને તે ઘરના મન્દીરીયા સમક્ષ ઉભો રહીને બે સેકંડ માટે પ્રભુનું સ્મરણ કરી લેતો હોય તો તેનુંય નુકસાન નથી. (કેમ કે ટોટલ મામલો ચાર સેકંડનો થયો) ઈશ્વરને ભજવું એ અન્ધશ્રદ્ધા ગણાતી હોય તો પણ ૨૪ કલાકમાં માત્ર ચાર સેકંડ પ્રભુસ્મરણ કરી લેવાથી જો માણસનું મન રાજી રહેતું હોય તો ભલે તેમ થતું ! કોઈ જ નુકસાન નથી ! દારુ પીવો કે સીગરેટ પીવી એ પણ હાનીકારક (અને પ્રતીબન્ધીત પણ…) છે; છતાં નાસ્તીકો પણ બે ઘડી ‘મરજી મુજબની મઝા’ ગણી તેનો ભરપુર આનન્દ ઉઠાવે છે. ભક્તી પણ આધ્યાત્મીક વ્યસન છે. એનાથી કોઈ નક્કર ફાયદો થાય કે ન થાય; પણ માણસને આનન્દ મળતો હોય (અને વળી કોઈને નુકસાન પણ ન થતું હોય) તો એવી નીર્દોષ ભક્તી વાંધાજનક ન લેખાય. તાત્પર્ય એટલું જ, આખો સમાજ માત્ર ચાર સેકંડ ભગવાન પાછળ વાપર્યા બાદ, ત્યાર પછી ભગવાનને ભુલીને આખો દીવસ પુરી ઈમાનદારીથી પોતાનું કર્તવ્ય બજાવતો હોય તો કોઈને વાંધો–વીરોધ હોય ન શકે. પણ એવું ક્યાં થાય છે ? માણસની શ્રદ્ધા સેકંડથી સપ્તાહ સુધી વીસ્તરે છે. મીનીટથી મહીનાઓ સુધી લમ્બાય છે. રુમમાંથી રોડ સુધી વીસ્તરે છે અને મહોલ્લાથી મક્કા મદીના કે અમરનાથ સુધી પહોંચે છે. એમ કહો કે શ્રદ્ધાનું નાનકડું માવઠું મુશળધાર વરસાદ બની જાય છે. ત્યારબાદ ભક્તીને નામે શોરબકોર, ધમાચકડી, ભીંસાભીસ કે ગીરદીની એવી પ્રચંડ રેલ લાવે છે કે માણસ ભગવાનને તો નથી જ પામી શકતો; પણ પોતે ઉભી કરેલી ભક્તીની ઘોંઘાટીયા ગલીમાં ખુદ ખોવાઈ જાય છે.

     અખબારોમાં માહીતી પ્રગટતી રહે છે કે, ‘હજયાત્રામાં શેતાનને કાંકરી મારવામાં મચેલી દોડધામમાં આજપર્યન્ત હજારો મુસ્લીમો માર્યા ગયા’; ‘કુમ્ભમેળાની ધમાચકડીમાં હજારો હીન્દુઓ કચડાઈ મર્યા’; ‘રથયાત્રાની કાબુ બહારની જનમેદનીમાં મચેલી ભાગદોડને કારણે રથયાત્રા સ્મશાનયાત્રા બની ગઈ’; ‘અમરનાથની ગુફામાં ભેખડ ધસી પડતા લોકો દબાઈ મર્યા.’ ગણેશવીસર્જનમાં દર વર્ષે યુવાનો ડુબી જાય છે. વાત માત્ર મુર્તીના વીસર્જનની જ નથી; પ્રશ્ન થાય છે કે નદી, સરોવર, તળાવ કે દરીયો જોઈને તેમાં પડવાનું જ લોકોને કેમ સુઝે છે ? જેને તરતાં ના આવડતું હોય તે પણ ભુસકો લગાવે છે ! ગણપતીને ડુબાડવા માટે પાણીમાં ન જાઓ તો કદાચ ઓછું પુણ્ય મળે તો ભલે ઓછું મળતું; પણ જીવ તો બચી શકેને ? રહી રહીને એક વાત સમજાય છે. આસ્તીકો કે નાસ્તીકો દુ:ખી થતાં નથી; બુદ્ધી વીનાના માણસો દુ:ખી થાય છે.

     ખરી મુશ્કેલી ત્યારે શરુ થાય છે કે રોજ એક બે સેકંડ રામચન્દ્રજીને સ્મરી લેતો માણસ, પછી રામભક્તીમાં એવી ડુબકી મારે છે કે આખેઆખી રામકથા યોજી બેસે છે. ઘરના લાકડાંના મન્દીરથી એને ધરવ થતો નથી; એથી એ ફાળો ઉઘરાવીને આર.સી.સી.નું પાકું રામમન્દીર બનાવવાનું મીશન લઈ બેસે છે. ઘરમાં સત્યનારાયણની કથા કરાવીને તે જપતો નથી; પછી આખા મહોલ્લાનાં શ્રદ્ધાળુઓને ભેગાં કરીને ચારધામની જાત્રા ગોઠવે છે. શેરીના સાઈબાબાને છોડીને તે પગપાળા શીરડી પહોંચે છે. ઘરની પુજા તેને અપુરતી લાગે છે; એથી તે મન્દીરના ચોગાનમાં ગાયત્રી યજ્ઞ યોજે છે.

      પહેલાં એ રાત્રે સુતી વેળા ભગવાનને યાદ કરીને સન્તોષ માનતો; પરન્તુ વખત જતાં તેની ભક્તીમાં દૃશ્યશ્રવ્ય ભગવાન ઉમેરવાની એની અપેક્ષા ઉમેરાય છે. રાત્રે સુતી વેળા આંખ સામે દેખાતા કાલ્પનીક ભગવાનથી તેને સન્તોષ થતો નથી. તે નજરે દેખાઈ શકે એવો (વીઝ્યુલાઈઝ્ડ ગૉડ) અર્થાત્ જીવતો જાગતો ભગવાન – ગુરુ – શોધી કાઢે છે. પછી જીવનભર તેની આરતી ઉતારે છે. તેની કંઠી બાંધે છે. આખો પરીવાર રાતદીવસ તેમના નામની માળા જપે છે. આખું કુટુમ્બ સવાર–સાંજ ગુરુએ આપેલા મન્ત્રો બોલે છે. ગુરુની મારુતી કારને તે, શ્રી કૃષ્ણભગવાનનો રથ હોય એ રીતે પગે લાગે છે. ગુરુનો હાથ પકડીને તે સ્વયમ્ પોતાના માથા પર મુકીને તે ધન્ય ધન્ય થાય છે ! જે ભગવાનની એને વર્ષોથી તલાશ હતી તે ગુરુના સ્વરુપમાં એને મળી જાય છે. ખુદ ગુરુ પણ એને આડકતરી રીતે કહે છે કે, ‘ગુરુ વીના સ્વર્ગે ન જવાય. એથી ગુરુ કરો. તમારા જીવનની નૌકાને ગુરુના હવાલે કરો, પછી જીવનભર નચીન્ત થઈ જાઓ.’ આવી લાલચથી ભોળા, અજ્ઞાની મનુષ્યોને ગુરુઓ અવળે પાટે દોરે છે. લોકોને ગુરુનું એવું ઘેલું લાગ્યું છે કે જેઓ કોઈ કામધન્ધો જ ન કરે; તેઓ પણ ગુરુ તો કરે જ ! ચાર વાર ચકાસીને ચમ્પલ ખરીદતો માણસ; ચકાસ્યા વીના ગુરુ લે છે ! ક્યારેક તેને કોઈ પ્રશ્ન થાય તો પણ તે ગુરુની આમન્યા જાળવીને કોઈ સવાલ પુછતો જ નથી. તે બન્ને આંખે ડાબલાં બાંધ્યાં હોય એવા ઘોડા જેવો બની રહે છે. એવા અજ્ઞાની લોકો ક્યારેક વ્યક્તીપુજામાં એવા આંધળા બની જાય છે કે કહેવાતા ગુરુઓ તેમની પત્નીનો દુરુપયોગ કરે ત્યારે પણ પેલાં ડાબલાં આંખો પર ચઢાવેલાં રાખે છે ! આખી દુનીયા જે જોઈ શકે છે તે તેમને નથી દેખાતું.

     તેમાંય વળી કેટલાક શ્રદ્ધાળુઓ ઓવરધાર્મીકતામાં સરી પડે છે. તેમના ગુરુએ ક્હ્યું ના હોય તો પણ; ગુરુ કાંદાં–લસણ ન ખાય એટલે પોતે પણ ન ખાય અને કુટુમ્બીજનોને પણ ન ખાવા દે ! અમારા એક પરીચીતને ત્યાં રોજ ત્રણ જાતની રસોઈ બને. ઘરમાં બે જ વહુ; પણ બન્નેના ધર્મ–સમ્પ્રદાય જુદા. એક કાંદાં–લસણ ન ખાય, એથી તે પોતાનાં પતી અને બાળકની રસોઈ જુદી બનાવે. ઘરમાં સાસુ–સસરા બન્નેને વા અને સુગર. એથી તેમને માટે બટાકા, ભાત, ગળપણ કે આમલી વીનાની રસોઈ બને અને બાકીના સભ્યો માટે ચાલુ રસોઈ બનાવવી પડે. બધાં સાથે રહે; પણ દરેકે પોતપોતાની રસોઈ જાતે બનાવવી પડે. સાસુએ પણ ઘરડી ઉમ્મરે રસોડામાં જઈ પોતાના પેટીયાંનો પ્રબંધ કરવો પડે. રાત થોડી અને વેશ ઝાઝા ! (અથવા કહો કે ‘માથાં ઓછાં અને વાંધા ઝાઝા !’) આ બધી ધર્મ–સમ્પ્રદાયોની ત્રુટીઓ છે એનો કોઈ બચાવ ન હોઈ શકે. આ ખવાય અને પેલું ન ખવાય એમાં જ ધાર્મીકતા ! (દારુ ન પીવાય; પણ કોઈનું લોહી પીવાય !) કેવી વીચીત્રતા… ? જાણે વાલ ખવાય અને વાલની દાળ ન ખવાય ! ઘરે કાંદાં–લસણ ન ખવાય; પણ હૉટલ કે રેસ્ટૉરન્ટમાં ભરપુર મસાલેદાર ડીશો ચપોચપ ઉપડી જાય ! ધર્મ બીચારો જોતો રહી જાય !

      ધર્મમાંથી ઢોંગ પેદા થાય તે ન ચાલે, અને વીજ્ઞાન વડે બોમ્બ પેદા થાય તે પણ ન ચાલે. પણ માણસ બન્નેનો દુરુપયોગ કરવાનું ચુક્યો નથી. એ ધર્મ દ્વારા ધતીંગ કરે છે અને વીજ્ઞાન દ્વારા વીનાશ નોતરે છે. શું કહીએ આ માણસ ને?

ધુપછાંવ

આવતી કાલે આપણે આપણાં બાળકોને આ સમાજ સોંપીને જવાના છીએ. કોઈ પાકો ઉપાય ન જડી આવે ત્યાં સુધી એક કામ કરી શકાય. આસ્તીક માણસે પોતાનાં સન્તાનોને કહેવું જોઈએ: ‘ભગવાનને પુજવા કરતાં તેને સમજવાની જરુર છે. કોઈને નુકસાન ન થાય અને સૌને સુખશાન્તી મળે એવી સર્વધર્મસમ ભાવનાથી જીવી જઈશ તો ભગવાન રાજી રહેશે.’ નાસ્તીકોએ પોતાનાં સન્તાનોને કહેવું જોઈએ: ‘ભગવાન નથી એથી માણસની જવાબદારી વધી જાય છે. આપણે માણસોએ જ ભગવાન જેવા પરદુ:ખભંજક બનીને એકમેકનાં દુ:ખો દુર કરવાનાં છે.’ અને તટસ્થ  માણસે પોતાનાં સન્તાનોને કહેવું જોઈએ: ‘વાંચ્યા વીના પાસ ન થવાય અને ખેડ્યા વીના ખેતી ન કરાય. માટે ઈશ્વર કરતાં પુસ્તક અને હળની વીશેષ જરુર છે. હળ દ્વારા ધન મળશે અને પુસ્તક દ્વારા જ્ઞાન મળશે. આટલું થયા પછી ઈશ્વર હોય કે ન હોય, માણસનું ગાડું સરળતાથી ગબડતું રહેશે !’                                                                                       –દીનેશ પાંચાલ

‘અભીવ્યક્તી’ બ્લોગનો પહેલો પડાવ – માઈલ સ્ટોન

‘અભીવ્યક્તી’ બ્લોગ અન્ધશ્રદ્ધા, માનસને પ્રદુષીત કરતી માન્યતાઓ – વહેમ દુર કરવા માટેની જાગૃતી આણવા માટે છે. તે રૅશનલ ‘ઉંઝા જોડણી’માં ચાલે છે અને ત્રણ વરસ પુરાં કરી ચોથા વરસમાં પગરણ માંડે છે. રોજ વધુને વધુ લોકો ‘રૅશનાલીઝમ’ અંગે નવું જાણવા, વીચારવા, ચર્ચવા ‘અભીવ્યક્તી’ની મુલાકાત લે છે. વાચકમીત્રો ચર્ચા દ્વારા ‘રૅશનાલીઝમ’ બાબતે વધારે સ્પષ્ટ થતા જાય છે. પોતપોતાનાં વીચારો, અનુભવો ને મંતવ્યોની પણ આપ–લે કરી રહ્યા છે.

સમગ્ર ચર્ચાનું સ્તર જોતાં મારે કહેવું જોઈએ કે એકાદ બે અપવાદ સીવાય ચર્ચા ઘણા જ ઉંચા સ્તરની અને સત્ત્વસભર રહે છે. જરાયે ઉગ્રતા, રોષ, મહેણાં–ટોણા, અંગત આક્ષેપ વગરની આટલી નરવી અને નીષ્ઠાભરી ચર્ચા મેં આવા આળા વીષયની ચર્ચામાં ભાળી નથી. મારે મન એ કાંઈ નાની–સુની વાત નથી. નવા યુગના નવા વીચારો પરત્વે હવે જનમાનસની સહીષ્ણુતા વધતી જાય છે અને વાચકો ઉદારમતવાદી બનતા જાય છે. આ ચર્ચા કરનારાઓમાં રૅશનાલીસ્ટ મીત્રોનો હીસ્સો 0.01 ટકા પણ નથી ! પરન્તુ ‘રૅશનલ વીચારધારા’થી જેઓ બહુધા પરીચીત ન થયા હોય એવા વાચકમીત્રો જ વીશેષ હોય છે. અને તેવા જ મીત્રોને પહોંચવાનો તો ‘અભીવ્યક્તી’નો હેતુ છે.

આમ છતાં, ‘રૅશનાલીઝમ’ના વીચાર–વ્યાપ માટે અચકાતાં અચકાતાં વાવેલો આ ‘અભીવ્યક્તી’ રુપી છોડ–બ્લોગ, 200 પોસ્ટ સાથે વૃક્ષ બનવા તરફ આગળ જઈ રહ્યો છે. વીશાળ વટવૃક્ષ બનવાનું હજી તો ઘણું છેટું છે. બ્લોગ પર આજે 1,00,000 (એક લાખ)થી વધુ ક્લીક્સ મુલાકાતો નોંધાઈ, 4,200 કૉમેન્ટ્સ પ્રાપ્ત થઈ. મારે મન તો એ પણ નવાઈ જ છે ! તેનો આનંદ આપ સૌને વહેંચું છું.

     શરુઆતમાં મને અવઢવ હતી. મને થતું : એક તો ‘રૅશનાલીઝમ’ અને બીજું ‘ઉંઝાજોડણી’ ! કેટલો સમય ગુજરાતી બ્લોગજગતમાં ટકાશે !! મારે મન એ મોટો પ્રશ્ન હતો. વળી, મારી બ્લોગયાત્રામાં લેખકોના શબ્દોને તોડ્યા–મરોડ્યા વીના અને શબ્દોના સાથીયા પુર્યા વીના પુરી સચ્ચાઈથી યથાતથ સ્વીકાર્યા. તેવી જ રીતે મારા વાચકમીત્રોના અભીપ્રાયોને પણ ઉદારતાથી સ્વીકાર્યા છે. પહેલેથી મન ખુલ્લું રાખી આ કામ આરંભેલું. મને વાચકમીત્રોએ સતત વીચારતો રાખ્યો છે, મને સતત ચેતનવંતો બનાવ્યો છે, એ મારા માટે જ નહીં; પણ સમગ્ર ‘રેશનાલીસ્ટ’ ચળવળ માટે પ્રેરણારુપ છે.

મને સતત પ્રેરણાપીયુષ પાનાર અને પ્રુફવાચન જેવી કપરી જવાબદારી સ્વેચ્છાએ માથે ઉપાડનાર મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ શ્રી ઉત્તમભાઈ ગજ્જર, મને આંગળી પકડીને બ્લોગજગતમાં ગૃહપ્રવેશ કરાવનાર આચાર્યમીત્ર શ્રી સુનીલભાઈ શાહ, બ્લોગ સમ્બન્ધે તકનીકી માર્ગદર્શન કરનાર સ્નેહાળ ભાઈ શ્રી હીમાંશુ મીસ્ત્રી, શ્રી વીનોદભાઈ દેસાઈ, શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારુ, મારુ હોમપેજ ભુલ વગરનું રહે તે માટે માર્ગદર્શન આપનાર વડીલ શ્રી જુગલકીશોરભાઈનો હું દીલથી ઉપકાર માનું છું.

સૌથી મોટો ઉપકાર વાચકમીત્રોનો જેમણે પ્રતીભાવ–કૉમેન્ટ્સ આપી ચર્ચાને સ–જીવ બનાવી. પ્રતીભાવદાતા સર્વ વડીલો/મીત્રોનો સ્નેહ–સલામ સાથે આભાર માનું છું.

આશા છે કે આવનારા દીવસોમાં હજુ વધુ વાચકમીત્રો ‘અભીવ્યકતી’ની આ ‘રૅશનલ વાચનયાત્રા’માં થતા વીચારોના આદાન–પ્રદાનના પ્રવાહમાં જોડાઈને એક મજબુત, સ્વસ્થ અને નરવા સમાજના નીર્માણમાં સાથ અને સહકાર આપે. ફરીથી મારા વાચકમીત્રો, સ્નેહીજનો, ગુરુજનોને ‘હૃદયથી નમસ્કાર’ કરી વીરમું છું..

: તારીજ :

 મુલાકાતીઓની સંખ્યા  ૧,૦૦,૦૦ (એક લાખ)થી વધુ
 ખુબ જ વ્યસ્ત દીવસ  ૩૯૬ મુલાકાતીઓ પ્રા.રમણ પાઠકનો લેખ..૧૭/૯/૨૦૧૦
 હાલમાં દરેક પોસ્ટના સરેરાશ મુલાકાતીઓ  ૧,૦૦૦  કે તેથી વધુ
 કુલ પોસ્ટ થઈ  ૧૯૮ (૨૦૮ લેખો)
 કુલ પ્રતીભાવો મળ્યા  ૪૨૦૦
 સૌથી વધુ પ્રતીભાવો  ૧૧૫‘ઉંઝાજોડણી’ એટલે… -પ્રા. રમણ પાઠકનો લેખ.. ૧/૫/૨૦૧૨
 વીભાગો/પેજ  ૭

–ગોવીન્દ મારુ

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 1 જાન્યુઆરી, 2012ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરેમાંથી… લેખકના અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર

લેખકસમ્પર્ક:

શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: (02637) 242 098 સેલફોન: 94281 60508

નવી વ્યવસ્થા..

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. – 396450 જીલ્લો:નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 3 02 – 2012

36 Comments

  1. IT IS WELL EXPLAINED ARTICLE.GOOD FOR ALL BORDERLINE PEOPLE TO READ AND THINK AND INTERACT WITH THEIR ASSOCIATES.

    Like

  2. આસ્તીકો કે નાસ્તીકો દુ:ખી થતાં નથી; બુદ્ધી વીનાના માણસો દુ:ખી થાય છે.

    એકદમ સાચી વાત છે. માણસો પોતે મૂર્ખ હોય છે પોતાની જાતને અને ભગવાન ને પણ મૂર્ખ બનાવે છે. આવા માણસો હમેશાં દુઃખી થાય છે અને બીજા ને પણ કરે છે.

    Like

  3. ‘અભીવ્યક્તી’ બ્લોગનો પહેલો પડાવ – માઈલ સ્ટોન બદલ આપને મારા ખુબ ખ્બ અભિનંદન! હકીકતમાં તો તમારો બ્લોગ જોતા લાગે છે કે તમે એકદમ વ્યવસ્થીત છો અને દરેક બાબતમાં ખુબ જ ચીવટ રાખો છો. આપ ખુબ ખુબ પ્રગતિ કરો એવી શુભેચ્છા!
    વિપુલ એમ દેસાઈ
    http://suratiundhiyu.wordpress.com/

    Like

  4. શ્રી ગોવિંદભાઈ સાહેબ,
    આપના બ્લોગ વડે ” રૅશનલશિક્ષણ’નો મઝેનો વર્ગ ચાલી રહ્યો છે ! મને તો ઘણું જાણવા મળે છે. સાચે જ, આ બ્લોગ વડે એક યુનિવર્સિટી જેવું વિચારોત્તેજક કામ થઈ રહ્યું છે. આ તો એક લાખ વિદ્યાર્થીઓને રૅશનલશિક્ષણ પુરું પાડનારી ‘અભિવ્યક્તિ યુનિવર્સિટી’ના કુલપતીશ્રી તરીકેનું સન્માન મેળવવા બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ.

    Like

  5. આસ્તીકો કે નાસ્તીકો દુ:ખી થતાં નથી; બુદ્ધી વીનાના માણસો દુ:ખી થાય છે.
    I am very happy to read the article. The above quotated statement has a lot of meaning; it needs the internal eye to understand the writing of the article. I am very much impressed while going through the article. I congratulate you for visiting more than 1,00,000 visitors to your site. I wish more and more visitor will come to this blog and within no time the line of 10,00,000 will be crossed.

    Like

  6. 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ચતુર્થ વર્ષના મંગળ પ્રવેશ વખતે ખૂબ ખૂબ શુભકામનાઓ.

    આસ્તીકો કે નાસ્તીકો દુ:ખી થતાં નથી; બુદ્ધી વીનાના માણસો દુ:ખી થાય છે 🙂

    બુદ્ધિની ક્યાંય હાટડી હોય તો કહેજો ને 🙂

    અલ્યા ભાઈ, બુદ્ધિ વેચાતી ન મળે તેને માટે તો તેનો ઉપયોગ કરવો પડે 🙂

    Like

  7. બ્લૉગ દ્વારા એક વિચારધારાને લોકો સુધી વહેવડાવવામાં તમારો મોટો ફાળો છે. અભિનંદન… પરંતુ, આંકડાઓ માટે નહીં, આંકડો આટલો મોટો ન હોત તો પણ તમારી નિષ્ઠા અણમોલ રહે છે. તમારી નિષ્ઠા અને તટસ્થતાનું પ્રતીક તો એ છે કે તમે પોતે કશા જ વાદવિવાદમાં પડતા નથી, માત્ર ઉદ્દીપક તરીકે ભૂમિકા ભજવતા રહ્યા છો. એ રીતે આ બ્લૉગ સૌનો બની રહે છે.

    Like

  8. Your article is good. but how many of readers make propaganda to aware people ? It is very important.

    Like

  9. ગોવિંદ ભાઈ મારૂ આપે ‘અભિવ્યક્તિ’માં જે ‘રેશનલ’ વાચનયાત્રાની મજલ શરુ કરી છે
    તે અંધશ્રધ્ધા,જુઠા રીતરીવાજો, ટોળાભક્તો,અને જાહેરમાં થતાં ધર્મનાં ‘વસરા’ ડોળદેખાવો
    સામે મશાલચી છે,તમારા ‘અભિવ્યક્તિ બ્લોગ’ના વાંચકની સંખ્યા દિનપ્રતિદિન વધતી
    જાય છે અને ઘણાં સજાગ શિક્ષિત લોકોને ઘણી પ્રેરણા અને ઉત્તેજન મળતું રહે છે.
    કોઈ પણ ‘વ્યક્તિ’ સમાજને સારા વિચારો અને સંસ્કાર આપવાની જે ‘ધુણી’ ધખાવીને
    કાર્ય કરેછે તેમને સમાજના સમજુ ને શિક્ષિત લોકો સાથ આપતા હોય છે,પણ બહુધા
    એવું બન્યું છે કે ‘બની બેઠેલ ગુરુઓ’ની પછી તેમના ચેલાઓની પાસેથી માંગ ઉપર
    માંગ વધતી રહેતી હોય છે,બિચારા ચેલાઓ ‘ગુરુ’ની માંગ પુરી કરવામા જ પોતાનો
    સમય અને દ્રવ્ય વેડફી દેતા હોય છે,આવું આપણે બધાએ નજર સામે જોયું છે તેથી
    કોઈનું નામ આપવું ઠીક નથી.ગુરુ બન્યા પછી તો ‘લાડુના લાડુ’ મળતા રહેતા હોય છે.
    આ કંઈ ફક્ત ભારતમાં જ નથી બનતું પણ દુનિયાના લગભગ બધા દેશમાં આવુંજ
    બનતું રે’તુ હોય છે.પછી તે હિંદુ ધર્મ,ઇસલામ ધર્મ,ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ કે અન્ય કોઈ
    સંપ્રદાય હોય.જોકે આવા પાખંડી ગુરુઓ આવ્યા અને ગયા અને હજુ આવશે.
    મૂળવાત પર આવતાં તમે જે ‘ધુણી’ ધખાવી છે તેમાં કોઈ સ્વભક્તિ કે સ્વાર્થ નથી
    એટલે તેનો પ્રભાવ ધીમો હશે પણ ચોક્કસ ખરો,સારા વિચારો હમેશાં સારું કાર્ય
    કરવાની પ્રેરણા આપેછે એ આપણે બધાજ જાણીએ છીએ.તમારા ‘બ્લોગ’ને કારણે
    આજે આ બે શબ્દો લખવાનો મોકો મળ્યો છે,તે બદલ આભાર.
    આપના ‘અભિવ્યક્તિ’ના નિયમિત મળતા લેખોમાંથી ઘણીજ પ્રેરણા અને
    જ્ઞાન ઉપલબ્ધ થાય છે માટે પણ આભાર.

    Like

    1. TAMANE LADU VALA LOKO NI BAHU CHINTA THAY CHE.. TO TENA KARATA.. SANSKAR NI CHINTA KARO NE TO LADU VALAO NE E KAM NAHI KARAVU PADE.. APANI AAJA NI PEDHI NE SANSKAR AAPAVNI CHINTA TAME KARO.. LADU VALA NE BAGVAN JOI LESE.. JE KARAVANU CHE TE KARO.. NE.. LADU VALA NE BHAGVANLADU ETALEJ AAPE CHE KE E SANSAKAR NI CHINTA KARE CHE.. TAMARA JEVANE VEDAFAVA MATE SAMAY AAPE CHEKE EVA LADU VALA O NI CHINTA MA SUKAI JAV CHO.. BAHUJ CHINTA HOI TO SANSKAR AAPO NE LADU SAME JOYA VAGAR ….JE KARAVANU CHE E NATHI KARATA NE LADU VALA NI CHINTA KARAVA BETHA CHO TO PAHELA TAME SANSAKAR NI CHINTA KARO. MUL MA E CHE .. E NA KARANEJ LADU VALA NE LADU ,MALE CHE.. TO TAME E KAM KARO NE.. BIJA SU KARE CHE ..E JOYA KARATA TAMARE SU KARAVANU CHE E KARO.. SAMJYA BHAI BUDDHISALI…

      Like

      1. I pity on your very primitive and poor understanding to rationaly evaluate and underestand what Govindbhai has said and has been saying/writing on variety of subjects particularly on religion and its widespread hypocritic following in our society. (But do not worry; overall you are in majority and we need so many Marus.) But I see the writings on the wall. One day the humanity would need to come to terms and follow what Mr. Maru and such other rationalists say throughout the world. Mr. Maru, Sir keep it up undeterred. You are on the right path.

        Like

  10. ખરેખર ધર્મ બિચારો તો જોતો જ રહી જાય છે.

    આજે રવિવાર ૫ ફેબ્રુઆરીના દિવસે જગતભરના મુસ્લીમો તેમના અંતિમ પયગંબર સાહેબનો જન્મદિન ઉજવી રહ્યા છે. તેમાં કરોડો ધર્મ ઝનુનીઓ તમાશા, ખેલકુદ અને ધમાલના વતાવરણમાં પયગંબર સાહેબના મુળભુત સંદેશાને ભુલીને, દરિદ્ર તથા ભુખ્યાઓને ભુલીને, તથા કરોડો રૂપિયાનું આંધણ કરીને, મોટા મોટા જુલુસો કાઢીને ખેલકુદ અને તમાશાનું વાતાવરણ પેદા કરી રહ્યા છે.

    આનુંજ નામ છે: “ધર્મના નામે ધતીંગ” તથા “ધર્મના નામ હેઠળ કરોડો રૂપિયાનું આંધણ”.

    કાસીમ અબ્બાસ

    Like

    1. kadach ek var mani pan laie ke aa dharma na dhaing che.. to tame dhating ne su kam aagal lavo cho….tame sara karyo ne agal lavo ne.. dharma ma je saru thay che te batavo ne? jenathi loko ne e saru karavani prerna male… jenathi tamane dukh thay che tevuj tame bija ne aapi ne bija ne pan dukhi samate karo cho.. tamane bas kharabaj dekhayc he..dharam ni pachal karcha thay e kharab ne tame tame koi khota karcha kartaj nathi.. tame koi dhating karataj nathi.. te tame tamara patni ne ke sahkaramchari ne picho to khabar pade. ne tana karata pan tamara atma ne pucho to khabar pade.. dharma ne saharo aapo teni aganana karo.. tama su khotu che teni chinta bhagvan karase. je saru che te batavo..tamara ghar ma je kharab hoi tame tene bahar lavaso.. ke saru hoi tene?dharma ne atalo badho dhandhero pito cho to su ena mate tmara ghar jetalo.. family jetalo pan prem nathi.. tamara dikara dikari na avagun kayare aavi rite blog ma mukya che. to atayare dharam ma je saru lakhi.. dharma palava ni sachi rit aajni pedhi ne batavo ne.. ten badale.. tene vagovava betha cho to tame kon cho?tame su dharma ne samajvana hata.. jo dharma samajata hot ne to.. dharam ne prem thi viatarta hot.. teni unchai ne samaji ne tene loko anubhave.. matara vakhode.. nahi . anubhave.. dil thi anubhave tem karo.. sacha dharma premi bano.. teno danbha na karo.. bhagvan thi thoda to daro..

      Like

  11. abhinandan. saras vichro chhe. reshanalizamna prachar mate aawa zanun k galagali vagarna lekhoni ja jarur chhe.

    Like

    1. Congratulations… Govindbhai, for
      your outstanding Blog !!!

      I really enjoyed the ideas expressed
      in your Blog. I hope your Blog will create
      a change in our country’s spiritual
      thinking. We can focus to change
      India first. Today’s article on Andh
      Shraddha is outstanding. Many
      Congratulations to the author and
      you! I hope your Blog prosper and
      Keep up the good work.

      Warm Regards,

      Bharat S. Thakkar, Ph. D.
      Associate Professor,
      Argosy Univetsity,
      Chicago, IL 60601. USA.

      Like

  12. Mr. Maru.. Tamane badha abhinanadan aape che etale tame em samajo cho ke tame je karo cho e saruj che.. to maf karajo.. maro mat enathi alag che.. jem tame je karo cho. emathi ghanu badhu khotu che ne murkami valu che.. tamari baudhika sav nichi ne vamani che.. emaj tame jeje loko mare religion-dhar ma ne vacche ghasedo che e loko ma pan kadach.. emaj hoi jem tame sanpurn nathi temaj badha sanmpurn nathi.. tame e dharma na name aa khoti dalilo bandh karo.. jem aatla badha akasmato thay che to pan apane musafari kariej chie.. tem dharma ma taklif pade to dharma ni kirya khoti kari ne te muki na devay tamara aa vahyat ne dhan dhada vagar na vicharo thi mane hasavu pan aave che en dukh pan thay che.. jem tamari drastie bija sanpurna nathi ne tame emana mate chinta karo cho.. tem have thi.. tame sanpurn nathi to tmane sudharava bhagvane mane mokalya che em agal vadhisu.. tame tamara ma sudhara lavo.. totame ghana agal vadhi sakaso.. mane pan madad kari sakaso.. to tame kharekhar sacha ho to tamara khusamatiya o sivay pan mara aa vicharo pan tamara blog ma muko to tamane khara ganu.. ne jou ke tame ketal sudharaya cho.. bijane sudharanara tame keva cho…

    Like

    1. ઉપર ‘મીરા’ નામે ત્રણ અભિપ્રાયો છપાયા છે.. તે સંદર્ભે થોડીક મારી વાત…
      (૧) આ બ્લોગમાં જુદાજુદા લેખકોના બહુધા રેશનલ વિચારો પ્રગટ થતા રહ્યા છે. જાણે તમામ લેખો ગોવિંદભાઈ ના હોય તે રીતે વાતની રજુઆત યોગ્ય નથી. દાત. ઉપરનો લેખ શ્રી દિનેશ પાંચાલનો છે, ગોવિંદભાઈનો નહીં.
      (૨) જે વિચારો ખોટા લાગતા હોય તેમાં વિગતવાર ચર્ચા કરવાની છૂટ છે. તેથી કયા મુદ્દા પર તમારે તાર્કિક રીતે શું કહેવું છે તે સ્પષ્ટ હો તો તેની ચર્ચા અહીં કરાય તો બીજા મિત્રો પણ ચર્ચામાં જોડાઈ શકે, તમારા ‘‘જ્ઞાન’’નો લાભ લઈ શકે.
      (૩) આ બ્લોગ પરના લખાણો કે ગોવિંદભાઈના કાર્યના વખાણ કરનારાઓને ખુશામતિયા કહેવું આશ્ચર્યજનક, આઘાતજનક છે.
      (૪) આ બ્લોગ વાચવો ફરજિયાત નથી.

      Like

    2. હવે આ તો તમે કહો છો તેમ પ્રકાશિત થઈ ગયું. હવે? આગળ શું કહેવા માગો છો. કહો, આપણે ચર્ચા કરીએ.

      Like

  13. “ધાર્મિકતા જીવલેણ શા માટે બનવી જોઈએ ?” ખૂબ સારા વિચારો સાથે નો સુંદર લેખ,
    “આસ્તિક કે નાસ્તિકો દુ:ખી થતાં નથી; બુદ્ધિ વિનાના માણસો દુ:ખી થાય છે.”
    “અભિવ્યક્તિ” ને ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષ માં પ્રવેશ બદલ ખૂબ ખૂબ અભિનંદન, સમાજ માં ખદબદતી બદીઓ ને ’દીવાદાંડી’ બની માર્ગદર્શન રૂપી વિચારો નો ફેલાવો કરવાની સેવા કરવા બદલ વડીલ શ્રી.ગોવિંદભાઇ અને તમામ લેખકો નો ખૂબ આભાર.
    અહિ લખાતા પ્રતિભાવ થકી પણ ઘણું જાણવા સમજવા મળે છે વાચક વિચારક બને એજ આ બ્લોગનો હેતુ મને લાગે છે. ’વાદ હોય ત્યાં વિવાદ પણ હોય’ સારી વાતો અને વિચારો ને રજૂ કરવા એ પણ વાચક વર્ગની ફરજ છે અને એ ગુજરાતી ભાષામાં લખાય તો વાંચનમાં રસ અને રુચી જળવાય.
    અહીં ઉપર કોઈ બહેન/ભાઇ [mira] પોતાના વિચારો અંગ્રેજી લખાણમાં આપવાનો પ્રયત્ન કરે છે આટલું જો ગુજરાતી માં લખે તો વધુ સરળ પડે [નેટ પર ઘણા software ફ્રી માં મળે છે. [http://www.baraha.com આ લિંક પર થી પણ મળી રહેશે]

    Like

  14. ધર્મ નહિ પરંતુ ધર્મ વિષેનું અજ્ઞાન અને ગેરસમજ માણસને ઢોંગી અને અંધશ્રધ્ધાળુ બનાવે છે. મોટા ભાગના લોકો ધર્મ વિષયક પુસ્તકો વાંચી ધર્મનું સાચું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન નથી કરતાં અને ધર્મ વિષેની ચર્ચામાં ચાલુ ગાડીએ બેસી જાય છે, એમના અજ્ઞાનનું પ્રદર્શન કરતાં હોય તેમ ધર્મ વિષેના તેમના અભિપ્રાયો આપતાં હોય છે. સ્વ. પ્રા. રમેશભાઈ વિ. પરિખનો એક લેખક વાચકો માટે અહીં મૂક્યો છે :

    માનવજીવનમાં ધર્મની અનિવાર્યતા

    માનવજીવનમાં ધર્મના મુખ્ય બે ઉપયોગ છે :
    (૧) માણસને માણસાઈવાળો માણસ બનાવવાનો; અને
    (૨) ઈશ્વરપ્રાપ્તિ કરવાનો.

    જ્યારે આપણા જીવનમાં ધર્મ નથી હોતો, ત્યારે આપણામાં આસુરી–રાક્ષસી વૃત્તિઓ વિશેષ હોય છે. ધર્મની સાધનાથી માણસ આસુરી વૃત્તિઓને છોડે છે અને દૈવી વૃત્તિઓવાળો બને છે. આ દૈવી સંપત્તિ માણસને મહાન બનાવે છે. દૈવી સંપત્તિથી માનવજીવનમાં શાંતિ, સ્વસ્થતા અને સુખ પ્રાપ્ત થાય છે. માણસને તેનું જીવન જીવવાલાયક લાગે છે. તે જીવન જીવવામાં તેને આનંદ આવે છે.

    જે ધર્મશુધ્ધ જીવન જીવે છે, તેને ધર્મસાધનાના પરિણામે તે જન્મમાં અથવા જન્મ બાદ ઈશ્વરની અનુભુતિ થાય છે. સાચો આનંદ ઈશ્વર પાસે જ છે, જગતમાં નથી; એવી સમજણ મળતાં, આનંદનો ભૂખ્યો માણસ આનંદ મેળવવા ઈશ્વરની દિશામાં ધર્મમાર્ગે ચાલતો રહે છે. તેથી તેનું તન અને મન બન્ને દિવ્ય બને છે; આનંદનો અનુભવ કરનારું થાય છે, જે તેના જીવનનું અંતિમ લક્ષ્ય છે. આમ, ધર્મ માનવજીવનનો પ્રાણ છે એમ કહીએ તો ખોટું નથી.

    ધર્મનું સ્વરૂપ આટલું દિવ્ય હોવા છતાં, આખી જિંદગી ધર્મપાલન કરવાં છતાં, ધર્મની દિવ્યતાનો અનુભવ કેમ થતો નથી ?

    મોટા ભાગના માણસો વંશપરંપરાથી જે કાંઈ સાચુંખોટું સમજ્યા, તે પ્રમાણે ધર્મને જીવતા રહ્યા છે; ધર્મનું પાલન યંત્રવત્ કરતા રહ્યા છે. આથી, ધર્મ તેમના જીવનમાં જીવતો રહ્યો નથી. સાચા ધર્મના સ્થાને તેમના જીવનમાં ઘણી વિકૃતિઓ પેસી ગઈ છે. આજે આપણે જોઈએ છીએ કે માણસ એક બાજુ ધર્મનું આચરણ કરતો હોય તો બીજી બાજુ અનેક અનીતિઓ આચરતો હોય. મંદિરમાં ઈશ્વરની સામે તે અસત્ય બોલતો હોય, સેવાપૂજા કરતાં મનમાં તે પાપના વિચારો કરતો હોય. આજે માણસની કરણી ને કહેણીમાં ઘણું અંતર પડી ગયું છે. આપણે ધર્મને વિકૃત અને ભ્રષ્ટ કર્યો છે. જેમ ગંદા વાસણમાં રહેલુ દૂધ બગડીને ખાટું થઈ જાય, ત્યારે તે પીવાથી ગુણ નહીં પણ અવગુણ કરે; એવી જ રીતે ભ્રષ્ટ ને વિકૃત બનેલા ધર્માચરણથી આપણા તન–મન વિકૃત અને ભ્રષ્ટ થાય છે. આપણો આસુરી સ્વભાવ વધારે આસુરી બને છે. માટે જ શાસ્ત્રોએ કહ્યું કે જે ધર્મનું રક્ષણ કરશે, તેનું રક્ષણ ધર્મ કરશે. આથી, ધર્મપાલન સજાગતાપૂર્વક કરવાનું છે, વંશપરંપરાના અનુકરણ મુજબ કે બીજાના દેખાદેખી નહીં.

    ધર્મનો સંબંધ સમગ્ સૃષ્ટિ સાથે છે. સૃષ્ટિમાંનો કોઈ વિચાર ધર્મથી અલગ નથી. તેથી ધર્મનો સંબંધ વિજ્ઞાન સાથે પણ છે. ધર્મ અને વિજ્ઞાન બંન્નેનો હેતુ જગતમાં છૂપાં રહસ્યો શોધવા અને સમજાવવાનો છે. ધર્મ અંત:કરણથી તેની શોધ કરે છે, જ્યારે વિજ્ઞાન આંખ અને કાનથી તેની શોધ કરે છે. વિજ્ઞાનની કસોટી ભૌતિક છે, ધર્મની કસોટી આધ્યાત્મિક છે. વિજ્ઞાન બુધ્ધિથી સમજવા મથે છે, ધર્મ હ્રદયથી સમજવા મથે છે, ધર્મની સમજણમાં વિજ્ઞાનનાં સત્યો પૂરેપૂરાં ઝિલાયાં છે. તે પરમ સત્યોને ધર્મે સેંકડો વર્ષ પહેલાં સમજાવ્યા છે. વિજ્ઞાનમાં વિશેષ જ્ઞાન છે, તો ધર્મમાં પ્રજ્ઞાન છે. વિજ્ઞાનનું ક્ષેત્ર મર્યાદિત છે, ધર્મનું ક્ષેત્ર અમર્યાદિત છે. વિજ્ઞાન જે નથી સમજી શક્યું, એવાં સત્યો પણ જગતમાં ધર્મ દ્વારા સમજી શકાય છે. માટે ધર્મના વિચાર અને આચારમાં વિજ્ઞાન–તત્વ પૂરેપૂરું રહેલું છે. વિજ્ઞાનની જે મર્યાદા છે, તે મર્યાદાથી ધર્મ ઘણો ઊંચો છે. એટલે ધર્મને કેવળ વિજ્ઞાનની પ્રયોગશાળામાં ચકાસી શકાશે નહિ. તેને માટે હ્રદયની પ્રયોગશાળાની જરૂર છે.

    પ્રસિદ્ધ ચિંતક અને વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન કહે છે કે ‘વિજ્ઞાનની પ્રયોગશાળામાં સુક્ષ્મ પદાર્થોનું વજન કરવાનો કાંટો હોયછે. ઘઉં–ચોખાની ૧૦૦ કિલોની ગુણીનું વજન કરવા કમ્પાઉન્ડ કાંટો હોય છે. આખી ટ્રકનું વજન વે–બ્રીજ(way-bridge)ના કાંટા પર થાય. જેવો પદાર્થ, તેવો કાંટો.

    ‘એવું જ સંસાર અને ધર્મનું છે. સંસારના કાંટે ધર્મ જોખી શકાતો નથી. આજે આપણામાં ધર્મ વિષેના સાચા જ્ઞાનનો અભાવ વધારે છે, ભ્રમ ઘણા છે; કારણકે આપણે સંસારના કાંટે ધર્મને જોખવાની અબૌદ્ધિક ચેષ્ટા કરીએ છીએ. વિજ્ઞાન પણ અધ્યાત્મને સમજાવવા અસમર્થ છે.’

    – સ્વ. પ્રા. રમેશભાઈ વિ. પરિખ

    My religion consists of a humble admiration of the illimitable superior spirit who reveals himself in the slight details we are able to perceive With our frail and feeble minds. That deeply emotional conviction of the presence of a superior reasoning power, which is revealed in the incomprehensible Universe, forms my idea of God.
    – Albert Einstein

    Like

  15. 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ચતુર્થ વર્ષના મંગળ પ્રવેશ વખતે ખૂબ ખૂબ શુભકામનાઓ.

    Like

  16. my heariest congratulations for doing excellent service to indian people who needs to come out from blind faith in religion, unscientific approach to social problems, waste of natural serources under the guise of religeous festivals……. Best wishes.

    Like

  17. શ્રી.ગોવીંદભાઈ, સૌ પ્રથમ તો ચોથા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ’અભીવ્યક્તી’ અને તેનાં સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ. (થોડો મોડો પડ્યો એ દરગુજર કરશો)

    શ્રી દીનેશભાઈ પંચાલનો ખરે જ વિચારણીય અને સમતોલ લેખ વાંચવો ગમ્યો. મને તો આમાં કોઈની અકારણ ટીકા કે પૂર્વગ્રહ જેવું જણાયું નહિ. બે કાન વચ્ચે થોડુંઘણું વજન ધરાવતો કોઈ પણ માણસ તેમની સાથે સહમત થાય જ. અને આમાં માત્ર ’આસ્તિકો’ એ જ શા માટે માથે ઓઢી લેવું રહ્યું ? જ્યારે ’નાસ્તિકો’ પણ “કુટેવ” ધરાવતા હોય તો તેમનો કાન પણ લેખકશ્રીએ ખેંચ્યો જ છે !! લેખકશ્રીએ ચોખ્ખું લખ્યું છે કે; ’આસ્તીકો કે નાસ્તીકો દુ:ખી થતાં નથી; બુદ્ધી વીનાના માણસો દુ:ખી થાય છે.’ તો મૂળ વાત તો અકારણ કે અબુદ્ધિ, કુબુદ્ધિવશ દુઃખી થતા ન રહીએ એ વિષયે જાગૃતિ કેળવવાની છે.

    અને લેખકશ્રીએ ધર્મવાદી સાથે વિજ્ઞાનવાદીને પણ નથી છોડ્યા ! વાંચો; ’ધર્મમાંથી ઢોંગ પેદા થાય તે ન ચાલે, અને વીજ્ઞાન વડે બોમ્બ પેદા થાય તે પણ ન ચાલે. પણ માણસ બન્નેનો દુરુપયોગ કરવાનું ચુક્યો નથી. એ ધર્મ દ્વારા ધતીંગ કરે છે અને વીજ્ઞાન દ્વારા વીનાશ નોતરે છે. શું કહીએ આ માણસ ને?’ — શું આ કથન કોઈને પૂર્વગ્રહયુક્ત લાગશે ? મને તો માત્ર માનવતાયુક્ત લાગ્યું છે.

    આપનો અને શ્રી.દીનેશભાઈનો આભાર.

    અને ચાલો કદાચ ભાઈ/બહેન Mira ને થશે કે આ એક ખુશામતીયો વધુ આવ્યો !!!! કિંતુ, એ સૌ ની સમજની વાત છે. આપ ખુલ્લા મનથી સર્વને ’અભીવ્યક્તી’ની છૂટ આપો છો એ કંઈ ઓછી માનવતા ગણાય ? આભાર.

    Like

    1. વહાલા વીનયભાઈ,

      તમને લેખ ગમ્યો.. તમારા પ્રતીભાવ બદલ ખુબ આભાર..
      તમારા તરફથી મને ખુબ સહાય, માર્ગદર્શન અને સતત પ્રોત્સાહન મળતાં રહ્યાં છે તેનો મારા દીલ પર ઉંડો ઉપકારભાવ છે અને તેથી મેં જાહેરમાં તમારો અહેસાન માન્યો..

      ભાઈ, તમે તો જાણો જ છો કે આ બ્લોગ, ‘ઉંઝાજોડણી’ મારફત કેવળ ‘રૅશનલ’ વીચારોના વીતરણને વરેલો છે.. તેથી તેમાં વિનયભાઈનો વી, જુગલકિશોરનો કી, હિમાંશુનો હી, વગેરે દીર્ઘ થયા છે.. એમાં એક જ ‘ઈ–ઉ’ સ્વીકારાયા છે તેથી.. બીજું કોઈ કારણ નથી.. તમારી અવમાનના કરવાનો તો હરગીજ નહીં..વળી, એમાં કોઈ અર્થભેદ તો થતો જ નથી..

      આશા છે કે આપ એ મોટા મનથી નીભાવી લેશો..

      આપનો,
      –ગોવીન્દ મારુ

      Like

      1. This uoonza Jodani (I call it Bhoot) is very puzzling to me.
        When my students write official doctoral level reports with words like “thru” instead of “through” or “can’t” instead of “cannot”, it irritates me.

        Vinaybhai’s point is well taken. This Uoonza
        thing is going to destroy the beautiful structure of our Gujarati language. Jodani Bhool
        Ankh-ma kana-ni Jem Khoonche. Often
        I stop reading a good article or literary
        Work.
        My $0.02 (two cents = ek rupio)
        Bharat Thakkar.
        Ps: I could have written this in
        Pure Gujarati, I don’t know how (fonts, etc.)

        Like

  18. વ્હાલા ગોવિંદ ભાઈ

    લેખ ગમ્યો , તમે પણ ઉદાહરણ તરીકે તો ભગવાન કૃષ્ણ નો રથ સહાય તરીકે લીધો , રથ તો રાજાનો પણ હોય છે ,

    ખેર , આ સંસ્કારમાં ઊંડે ઊંડે પડેલી આસ્થા અથવા એક એવુંચિન્તન છે જે અનાયાસે પણ પ્રકટ થાય છે .

    તમારી વાત સાવ સાચી છે , ધાર્મિકતા અને તેના અવલમ્બનમાં સેકડો માણસો મૃત્યુને ભેટે છે , બુદ્ધિ અને તમારી માન્યતાનો સમન્વય ના થતા ઉપાધિઓ સર્જાય છે ,

    તેથી ભગવદ ગીતામાં

    સમતવં યોગ મુચ્ય્તે , કહ્યું છે .

    ઈશ્વર પુરોહિત

    Like

  19. દીવાદાંડી સમ વિચારોથી સાચા રાહે દોરતા આ લેખો, ગાડરિયા પ્રવાહોથી
    અળગા કરવા પ્રેરણા આપે છે .દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ તીર્થ યાત્રાઓએ ભારતને વિશાળ રહેવાની તક આપી છે. કુદરતની વિવિધતાને
    માણવાની યોજનાઓના આ પૂલ છે. અનેક લોકોને રોજી રોટી ઊભી થાય છે
    પણ માણસે કેળવણી પામી ખુદને ઉપર ઉઠાવવો જોઈએ.
    આપના સામાજિક ઉત્થાનના આ પ્રયાસો ખૂબ જ સરાહનીય છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  20. વીદ્વાન, વીચારક અને પરમ આદરણીય શ્રી. દલાલ સાહેબના વીચારો મેઈલ દ્વારા મળ્યા છે. આ મુલ્યવાન વીચારો સુજ્ઞવાચકોને સાદર:

    From: “F. J. Dalal”
    Sent: Tuesday, February 07, 2012 6:35 PM
    To: Govind Maru; Mavjibhai; uttamgajjar@gmail.com
    Cc: Kanti & Meeta Gangar; ….. Harshad Panchal
    Subject: Re: Dhaarmiktaa Jivalen Shaa Maate Banavi Joie ?

    Dear Govindbhai Maru and Friends:

    The Current Topics of Discussion about RELIGIOCITY and Gujarati Script are really Imporrtant for Rationalists to Clarify the prevailing Confusion among Thinking People, who want to CHANGE for Betterment for themselves and the Society in General. I am a Realist and Practical person, Neither a Scholar, Nor A Pundit, A Writer and a Linguist. Our Society is Old and Ancient. Over time, many People brought in extraneous elements, unrelated to the Subject, due to Ignorance and Vested Interests. This is Normal. Degeneration is associated with Times Past.

    Blind Faith is one of the most Important element pervading the Indian Society and Indians everywhere. We See Many Sects, Sub-Sects, Gods, Goddesses, Pilgrimages, TEMPLES, Gurus, Pundits, Scholars and LEADERS. This is The Confusion Worst Confounded. It is high time to Look at the Basics – Purpose and Practices. Traditions are The Codified Mores Prevalent in the Society at a Point of time in the Past. Religions are the Codified Ethics and Morality in a Society for Average and Ordinary People to Practice and Pursue. Neither Traditions Nor Religions can remain Stationary-Fixed. They have to CHANGE as per Time, Place, Natural Conditions, Scientific Research, Social Changes and Development of Human Mind/Intellect.

    The Vested Interest among Religious and Political Leaders and GREED are at the base of the Wrought perpetuated over a Period of Time. Principles and their Practices in day-to-day Life can Keep People, Simple and Normal. SIMPLICITY therefore is Considered an Essential Element. Religion is NOT Fanaticism, it is an Intimate and a Personal Matter. It is NOT for Exhibition and Making NOISE about it. This is at the core of Human Tendencies to SHOW OFF. Religion is NOT A BUSINESS, for Profit Making by and through a Hierarchy, for Power, Prestige and Authority. Accumulation of Wealth is One of the First Symptoms and Hierarchy is the Next. IDOLS of GODS and GODDESSES are Not Real Gods. To Build Temples for them is the Beginning of A Structure. Rituals and Prayers in front of Idols does NOT Lead to Any Good for Any one, except the Keepers of Temples, including Pujaris, Gurus, Pundits and Leaders/Managers. GOD is Invisible and is the Symbol of GOODNESS to be Practiced by Followers, which can be done anywhere at any time TEMPLES and RITUALS alongwith Shashtras and Sutras (by Pundits) have become the Instruments of Blind Faith. It is so Entrenched and Deep-Rooted that it is very difficult to Abolish from the eyes and minds of People. Therefore, my Simple Suggestions are hereunder.

    -Do Not Support Any Temple by Visiting or Contributing to.

    -Do Not Go to Any Guru/Leader- Agent, who is Selling Religion as they are the Perpetuators.

    -Do Not Bring about in Discussion any Topic Related to the Structured RELIGION, just like POLITICS.

    -IGNORE All those who get Involved in Religion.

    -Divert The ATTENTION to Humanitarian Services of/for the People, e.g. Education (Schools, etc.), Health (Hospitals, etc) and Other NEEDS of the People.

    -Work for the Animal Rights, Environment (Clean Water, Air , Land, etc,), Vegetarianism/Veganism (Plant-Based Diet and Life Style).

    -Finally, Practice of AHINSA, i.e. NON-VIOLENCE, in All other Matters Related to Life and Living.

    Let us Move in the Right Direction, One Person at a Time. “SUCCESS TO RATIONALISM & RATIONALISTS”.

    -Fakirchand J. Dalal
    (85 year old VEGAN, Reitired since 1991, Living in U.S.A. for over 42 years with Family)

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    

    Like

  21. ધર્મમાંથી ઢોંગ પેદા થાય તે ન ચાલે, અને વીજ્ઞાન વડે બોમ્બ પેદા થાય તે પણ ન ચાલે. પણ માણસ બન્નેનો દુરુપયોગ કરવાનું ચુક્યો નથી. એ ધર્મ દ્વારા ધતીંગ કરે છે અને વીજ્ઞાન દ્વારા વીનાશ નોતરે છે. શું કહીએ આ માણસ ને?
    Bada kamjor hai aadmi abhi laakho hai isme kumi..prabodhak lekh chhe..gamyo.

    Like

Leave a comment