સત્યની શોધ અને સ્વીકાર: ભાગ– 3

ધર્મોની વૈજ્ઞાનીકતા

અવારનવાર વાંચવા અને સાંભળવા મળે છે કે અમારો ધર્મ પુરો વૈજ્ઞાનીક છે. આવું કહેનાર કશું વીચાર્યા વગર ક્યાંકથી સાંભળેલું આગળ ચલાવ્યે રાખે છે. આવો ખ્યાલ ઘરાવનારને અને ફેલાવનારને વીજ્ઞાન શું છે એની ખાસ સમજ નથી.

કોઈ પણ ધર્મ વૈજ્ઞાનીક નથી – હોઈ પણ ન શકે. બન્નેનું ધ્યેય ભલે માનવજાતનું ભલું કરવાનું હોય; પણ બન્નેની વીચારપ્રક્રીયા અને કાર્યપદ્ધતી સાવ અલગ છે. અન્ય ધર્મોની સરખામણીએ બે–ચાર વધુ બાબતો વૈજ્ઞાનીક નીયમોને મળતી આવે એનાથી કોઈ ધર્મ વૈજ્ઞાનીક નથી બની જતો.

બીજા ધર્મોની આલોચના કરવી વાજબી નથી. પોતાના ધર્મની આલોચના સમધાર્મીક સાથે કરી શકાય; કારણ એમાં દ્વેષભાવ નથી હોતો બલકે એમાં રહેલી વીસંગતતાઓ તેમ જ ક્ષતીઓ વગેરે સમજી, સ્વીકારી એ સુધારવાની વૃત્તી હોય છે.

સૌથી પહેલાં વીજ્ઞાન શું છે તે સમજવું જરુરી બને છે. કુદરત કે પ્રકૃતી કઈ રીતે વર્તે છે તે સમજવાનો તર્કબદ્ધ અભ્યાસ એ વીજ્ઞાન છે. શોધાયેલા વૈજ્ઞાનીક સીદ્ધાન્તને અમલમાં મુકવાનો, માણસના ઉપયોગમાં લાવવાનો પ્રયાસ એ ટેકનૉલૉજી કે એન્જીનીયરીંગ છે. એ દીશામાં બુદ્ધીને કેળવવી એ વૈજ્ઞાનીક અભીગમ છે.

વૈજ્ઞાનીક શોધોની શરુઆત અનુભવ કે અવલોકનથી થાય છે. એની ઉપર વીચાર–વીમર્શ અને ચર્ચા થાય છે. એમાંથી જે પણ નીષ્કર્ષ નીકળે ત્યાં એનો અન્ત નથી આવતો. શક્ય હોય એવા દરેક પ્રયોગ કરી એને સાબીત કરાય છે. વૈજ્ઞાનીક સમાજ દ્વારા સ્વીકારાયા પછી તે જાહેર જનતા સમક્ષ આવે છે. એ વીષય પર વધુ માહીતી મળે તો એમાં સુધારાનો અવકાશ હોય છે.

વીજ્ઞાનનો સમ્બન્ધ ક્રીયા અને પરીણામ સાથે છે, એના હેતુ સાથે નથી. વૈજ્ઞાનીક સીદ્ધાન્તો વસ્તુલક્ષી અને વીષયલક્ષી હોય છે; વ્યક્તીલક્ષી નથી હોતા. ચોક્કસ વસ્તુને કે ક્રીયાને લગતા નીયમ, ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે વ્યક્તી દ્વારા અજમાવાતા સાચા ઠરે છે. કોઈ એક વ્યકતીને માત્ર ચીન્તન દ્વારા લાધેલાં ‘સત્યો’ વૈજ્ઞાનીક અભીગમમાં સ્વીકાર્ય નથી; કારણ કે તે વ્યક્તીલક્ષી હોવાથી સ્વતન્ત્ર અને જાહેર રીતે એની ચકાસણી થઈ શકતી નથી.

વીજ્ઞાન માણસના આચરણને પાપ–પુણ્યમાં મુલવતું નથી. એ બધાં નીતી અને ધર્મનાં ક્ષેત્રો છે. વીજ્ઞાન આ બાબતોથી અલીપ્ત છે. જ્યારે બધા જ ધર્મોએ વીજ્ઞાનના નામે કેટલાયે ગપગોળા વહેતા મુક્યા છે. ધર્મ અને વીજ્ઞાનને એકબીજા સાથે સરખાવવાં યોગ્ય નથી અને જરુરી પણ નથી; કારણ કે બન્નેનું કાર્યક્ષેત્ર અને કાર્યપદ્ધતી સાવ અલગ છે. છતાં ધર્મના નામે, કુદરતી નીયમો વીરુદ્ધની, જાહેર અનુભવ વીરુદ્ધની અગણીત વાતો ફેલાવવામાં આવે છે અને અન્ધશ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી એને સ્વીકારે છે.

જૈન ધર્મની વૈજ્ઞાનીકતાની તરફેણમાં ખાસ સંભળાતો એક દાખલો છે– વનસ્પતીમાં જીવ હોવાની શોધ જૈન તીર્થંકરોએ કરી છે. વીજ્ઞાને તો હમણાં એ કબુલ્યું છે.

અન્ય સજીવોની જેમ વનસ્પતી પણ જન્મે છે (ઉગે છે), વૃદ્ધી પામે છે અને મૃત્યુ પામે છે. એને પણ વધવા માટે હવા, પાણી, ખોરાક અને સુર્યપ્રકાશ જોઈએ છે. વનસ્પતીને રોગ પણ થાય છે. એ પોતાનો વંશવેલો આગળ વધારે છે. જો કે અન્ય સજીવોની જેમ તે જોઈ કે સાંભળી શકતી નથી, હલનચલન કરી શકતી નથી કે પોતાના વંશજોની સમ્ભાળ રાખી શકતી નથી. આ એની મર્યાદા પણ છે.

બધા આટલું જાણે છે અને જોઈ શકે છે. આ જાહેર અનુભવ એટલો સ્પષ્ટ છે કે એને સામાન્ય શોધ પણ ન કહેવાય. અન્ય પ્રાચીન સંસ્કૃતીઓના સાહીત્યમાં પણ એનો ઉલ્લેખ છે. જો વનસ્પતીના સજીવપણાને શોધ કહીએ તો બીજી ઘણી સામાન્ય કુદરતી ઘટનાઓને પણ શોધ કહેનારા મળી આવે. દા.ત. રોજ બે વખત દરીયામાં ભરતી–ઓટ આવે છે, પક્ષીઓ જ ઉડી શકે છે, પ્રાણીઓ નહીં; વગેરેને પણ શોધ કહેવી પડે. શોધ એને કહેવાય જે વાતની અન્ય કોઈને ખબર ન હોય અને એ વાતની સાબીતી સાથે કોઈ વ્યક્તી રજુઆત કરે.

વનસ્પતીના સજીવપણાની વાત આટલેથી અટકતી નથી. ઘણા લોકો આ શોધનું શ્રેય ભારતના આગવા વૈજ્ઞાનીક જગદીશચન્દ્ર બોઝને આપે છે. એક સદી પહેલાં થયેલા બોઝ (1858-1937) ભારતમાં થયેલ થોડા શ્રેષ્ઠ વૈજ્ઞાનીકોમાંના એક છે. એમણે વનસ્પતીશાસ્ત્ર ઉપરાન્ત રેડીયો અને માઈક્રોવેવ ઓપ્ટીક્સમાં પણ ઘણું કામ કર્યું છે. એમણે પ્રાણીઓ અને વનસ્પતીના કોશોમાં રહેલી સમાનતા શોધી હતી. તેમ જ વનસ્પતીમાં પણ પ્રાણીઓની જેમ સમ્વેદનાઓ છે અને આસપાસના વાતાવરણથી પ્રભાવીત થાય છે એવું પ્રયોગો દ્વારા સાબીત કર્યું હતું. આ શોધો અને ‘વનસ્પતી સજીવ છે’ની કહેવાતી શોધ વચ્ચે ઘણો ફરક છે. વનસ્પતીનું સજીવપણું એ કોઈની પણ શોધ નથી, એ જાહેર અવલોકન છે. ઉતાવળીયા અણઘડ લોકો દ્વારા ફેલાવાતી આવી બીજી ‘વાંદરામાંથી માણસ થયો’ જેવી અધુરી સમજની છણાવટ મારા આગલા એક લેખમાં કરી છે.

આવી સામાન્ય બાબતોના થોડા વધુ દાખલાઓ ઉમેરીએ તોય કોઈપણ ધર્મ વૈજ્ઞાનીક નથી બની જતો. આની સામે ધર્મગ્રંથોમાં વર્ણવાયેલ બાબતોના એવા દસ ગણા દાખલાઓ આપી શકાય જે અવૈજ્ઞાનીક હોય અથવા સત્યથી વેગળા હોય.

અવારનવાર સંભળાતી બીજી વાત છે, ‘વીજ્ઞાન આજે જે પણ શોધી રહ્યું છે તે બધું હીંદુ અને જૈન શાસ્ત્રોમાં પહેલેથી જ હતું. પશ્વીમના દેશો આપણા શાસ્ત્રોમાંથી ઉઠાંતરી કરી ગયા છે, વગેરે વગેરે’. ભણેલીગણેલી વ્યક્તીઓની નાદાનીયત ક્યારેક નવાઈ પમાડે છે. આપણી પાસે પહેલાં બધું હતું તો આજે કેમ કંઈ દેખાતું નથી ? આપણા શાસ્ત્રોમાંથી બીજાઓ પ્રેરણા મેળવે છે કે માહીતી મેળવે છે તો એવું કરતાં આપણને કોણ રોકે છે ? આપણે કેમ નવી શોધોમાં આટલા પાછળ છીએ ?

પ્રાચીન કાળનું પરીવહન જાનવરો અને એમના વડે ખેંચાતાં પૈડાંવાળાં વાહનો પુરતું મર્યાદીત હતું. મધ્ય યુગ સુધી એ જ ચાલતું રહ્યું. અર્વાચીન યુગ શરુ થતાં; પહેલાં સાઈકલ, પછી વરાળ વડે ચાલતી ટ્રેન, પછી પેટ્રોલ–ડીઝલ વડે ચાલતી ગાડીઓ અને પછી વીમાન શોધાયાં છે. જો પ્રાચીન કાળમાં પણ વીમાનો હોત તો ક્યાંક સાઈકલ, ટ્રેન કે કારનો ઉલ્લેખ અવશ્ય હોત. કારણ કે એ બધાને બનાવવા પ્રમાણમાં સહેલા હતા. એમનો ઉલ્લેખ ક્યાંય નથી. તેમ જ એમનાં અવશેષ પણ ક્યાંયથી મળ્યાં નથી. સાવ સ્પષ્ટ વાત છે કે જટીલ યંત્રો ત્યારે શોધાયાં જ નહોતાં. આ ઉપરાંત યાન્ત્રીક વાહનો ચલાવવા માટે ઈંધણ પણ જોઈએ. આવા કોઈક ઈંધણનો કોઈ ઉલ્લેખ ક્યાંક તો હોવો જોઈએ !

યંત્ર નહીં; પણ મંત્ર–તંત્રથી ઉડી શકાય અને અદૃશ્ય થઈ શકાય એવી વીદ્યાઓ હોવાની પણ એક માન્યતા છે. ફરી એ જ સવાલ. જો એવી વીદ્યાઓ હતી તો આજે કેમ નથી ? સમય સાથે તે વધુ વીકસીત થવી જોઈતી હતી. યોગ, આયુર્વેદ જેવું જે વાસ્તવીક હતું તે આજે પણ જળવાયેલું છે. જે આજે નથી તે હતું જ નહીં એમ સ્વીકારવું વધુ વાજબી છે.

પ્રાચીન કાળથી આજ સુધી ભારતની સંસ્કૃતી અતુટ એકધારી રહી છે. રામાયણ મહાભારતના લાખો શ્લોક કંઠસ્થ રખાયા હતા. તેમ જ લખાયા પણ હતા. તો આવા મનુષ્ય ઉપયોગી મન્ત્ર–તન્ત્ર જો સાચે જ હોત તો અવશ્ય કંઠસ્થ કર્યા હોત કે લખાયા હોત. વાસ્તવીકતા એ છે કે ભારતના પ્રાચીન સાહીત્યમાં ધાર્મીક આધ્યાત્મીક વાતો વધુ છે; વૈજ્ઞાનીક વાતો નહીંવત્ છે. ત્યારે ગણીત અને ખગોળ હતું; કારણ કે એમાં પ્રયોગ કરવાના નથી હોતા. રસાયણશાસ્ત્રની શરુઆત હતી; પણ યન્ત્રશાસ્ત્રને નામે કશું નહોતું, સીવાય કે પૈડાં જેવી સામાન્ય વસ્તુઓ. વીમાન બનાવવું દુર રહ્યું; સાદાં યંત્રો બનાવવામાં પણ યન્ત્ર–શાસ્ત્રનું ઉંડુ જ્ઞાન હોવું જરુરી છે. વીજ્ઞાનના છુટા છવાયા નીયમોની જાણકારી માત્રથી યન્ત્ર નથી બનાવી શકાતાં.

આજે ‘સ્ટાર વૉર્સ’, ‘સ્ટાર ટ્રેક’ જેવી ફીલ્મોમાં પ્રકાશની ગતીએ ઉડતા અવકાશયાનોમાં તારાઓની દુનીયામાં ફરતા માનવો અને યંત્રમાનવો બતાવવામાં આવે છે. ‘ટાઈમ મશીન’ અને ‘બૅક ટુ ધ ફ્યુચર’ જેવી ફીલ્મોમાં જોઈએ એટલાં ભુતકાળમાં કે ભવીષ્યમાં પહોંચાડી દેતાં યંત્રો બતાવાયાં છે. સુપરમેન કે સ્પાઈડરમેન જેવા અલૌકીક તેમ જ અવાસ્તવીક શક્તી ધરાવતાં પાત્રોવાળી ફીલ્મો બને છે. લખાણ કરતાં દૃશ્યો વધારે અસરકારક અને સાચાં લાગે એવાં હોય છે.

આ બધી આજના માનવીની કલ્પનાઓ છે. આપણે એમને માત્ર મનોરંજન તરીકે માણીએ છીએ. પાંચસો કે હજાર વરસ પછીના લોકો આ બધી વાર્તાઓને જો આજની વાસ્તવીકતા માનવા લાગે, આવાં પાત્રોની મુર્તી બનાવી એને પુજવા લાગે, તો તે સાચા કે શાણા નહીં ગણાય. જ્યારે ત્રણ–ચાર હજાર વરસ પુરાણી વાતોને આપણે આસાનીથી અને શ્રદ્ધાથી ત્યારની વાસ્તવીકતા તરીકે સ્વીકારી લઈ પોતાને જ્ઞાની સમજીએ છીએ.

આજના જેવી કલ્પનાઓ તો માણસ પહેલેથી કરતો આવ્યો છે. કલ્પનાઓ કરવી એ માનવવંશને મળેલી ખુબ અગત્યની ભેટ છે. કલ્પના નવા વીચારોની જનેતા છે. પૌરાણીક પાત્રો સાચે જ થઈ ગયાં છે કે માત્ર કવી–કલ્પના છે એની ચર્ચામાં આપણે નથી પડવું. છતાં પણ એમના વીશે સંભળાતી દરેકે દરેક વાત અક્ષરશ: માની લેવી એ આસ્તીકતાનો માપદંડ નથી. કુદરતી નીયમ વીરુદ્ધની વાતો ન માનનારા નાસ્તીક નથી થઈ જતા. ખરી રીતે જોઈએ તો તેઓ શક્ય-અશક્ય પારખનાર વાસ્તવવાદી છે.

છેલ્લાં બસો વરસમાં પકૃતી વીશેની આપણી સમજમાં કેટલાયે ગણો વધારો થયો છે. જેમ વધુ જાણીએ છીએ તેમ કેટલું બધું જાણવાનું હજી બાકી છે તેનો ખ્યાલ આવતો જાય છે. બધું જ જાણતા હોવાનો દાવો કોઈપણ સાચો વૈજ્ઞાનીક નહીં કરે. જ્યારે માત્ર ચીન્તન કે સ્ફુરણા દ્વારા બધું જાણી લેવાનો દાવો ઘણા કરતા આવ્યા છે.

પ્રાચીન સાહીત્યની અસલ પ્રતો ભાગ્યે જ કોઈ વાંચતું હશે. એટલે એમાં શું લખેલું છે તે જાણવું લગભગ અશક્ય જેવું છે. છતાં પ્રાચીન ગ્રંથોના નામે ગેરસમજ ઉભી કરતા, અતીશયોક્તી કરતા કે સરાસર જુઠાણું ફેલાવતા બીજા ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. માત્ર કુદરતી નીયમોની વીરુદ્ધની નહીં; પણ ઈતીહાસ અને ભુગોળ જેવા વીષયો સાથે પણ અસંગત હોય એવી ઘણી વાતો ફેલાવાય છે. કમનસીબે ભોળા લોકો એને સાચી માને છે. એની છણાવટ માટે અલગ લેખ જોઈશે.

મુરજી ગડા

લેખકસમ્પર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર મંગલ મન્દીર’ માસીકના ૨૦૧૨ના જાન્યુઆરી માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી વ્યવસ્થા..

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી govindmaru@yahoo.co.in  ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી, તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુ , 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 17–02–2012

34 Comments

      1. Can you be more specific about how YOU have been misled?. We will talk about others (ALL) later.

        Like

  1. સ્થિતિ એ છે કે આજની પ્રગતિના પ્રભાવ હેઠળ આપણી તર્કશક્તિનો પણ વિકાસ થવો જોઈએ અને, હું માનું છું કે, થયો પણ છે. આમ છતાં irrational વાતોનું જોર વધ્યું છે.કારણ કે આ માત્ર એક ધર્મની વાત નથી, બધા ધર્મોમાં સ્થિતિ એક્સરખી જ છે. પરંતુ, આજે આર્થિક વિકાસની સાથે એક તરફ અનિશ્ચિતતા વધી છે, તો બીજી બાજુ, સમૃદ્ધિ તરફ વળેલા લોકો માટે નિશ્ચિતતા વધી છે. એમના પ્રતાપે ધર્મો પણ વેપાર બની ગયા છે. એક ખાસ પ્રકારના રાજકારણીઓ અને ધર્મગુરુઓ એમ સમજાવવા પ્રયત્ન કરે છે કે લોકો પોતાના ધર્મ અને કોમને ભૂલી ગયા છે. આથી બધા જોર કરીને પાછળ જવા લાગ્યા છે. એમના માટે આઇડેન્ટિટીનો સવાલ બનીને આજે ધર્મ ઉપસ્થિત થાય છે. આનું વિશ્લેષણ કરવા માટે અહીં પ્રતિભાવ તરીકે ઘણું સ્થાન નથી. માત્ર એટલો જ સંકેત કરવા માગું છું કે રૅશનાલિસ્ટો સમક્ષ સૌથી મોટો સવાલ એ છે કે માત્ર ધર્મ વિશેની માન્યતાઓની ચર્ચા કરવી કે આજની સ્થિતિ સાથે આ ચર્ચાને જોડવી. આમાં કોમ તો ધર્મની પેદાશ છે એટલે કોમવાદના વિરોધ માટે આપણે કેટલી હિંમત રાખીએ છીએ તે મહત્વનું બની રહેશે. એમ તો દેખાડીએ કે બીજો વિકલ્પ પણ છે. બાકી માણસે પૈડું શોધ્યું તે કાળથી જ વિજ્ઞાન માણસ સાથે રહ્યું છે, તેમ છતાં ધર્મ પણ રહ્યો જ છે. બહુ ઊંડાણથી વિચારવા જેવું છે.

    Like

    1. Yes, what you say is true. All we can do is what is within our capacity.

      There is a fine difference between unintentional use of science and the intentional discoveries of laws of nature and their use for betterment of our life. Men learned to swim long before the laws of bouncy were discovered by Archimedes. So, what do we call science, the art of swimming or the buoyancy laws? So is the case of use of fire, cooking, growing grains, preserving food, what have you! I fail to understand why someone would give credit to religion for all such things?

      Like

      1. લગભગ બધી વાતોમાં લોકો ધર્મને ક્રેડિટ આપે છે. ખરેખર તો એ વિજ્ઞાન જ હતું, જેનો ઉપયોગ જાણ્યે અજાણ્યે થયો. પરંતુ, સમસ્યા એ છે કે જેમણે માત્ર ઉપયોગ કર્યો તેઓ એને ઈશ્વરની દેન માનવા લાગ્યા. જેમણે એમાં ઊંડા ઊતરવાની કોશિશ કરી તેઓ વૈજ્ઞાનિક બન્યા. અને જાણે એમણે ‘ઈશ્વર’ વિરુદ્ધ કઈં કર્યું હોય!
        રૅશનાલિસ્ટો વિશે મેં જે કહ્યું છે તે એમની ટીકા કરતાં એક મહત્વના ક્ષેત્ર તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ છે. મહાત્મા ગાંધી આસ્તિક હતા પરંતુ ધર્મોના આધારે વિકસેલી કોમોમાં ભેદ હોવાનું નહોતા માનતા. સામે પક્ષે ઝીણા ધર્મથી દૂર હતા અને સાવરકર તો રૅશનાલિસ્ટ અને નાસ્તિક હતા. મારી ચિંતા આ છે.

        Like

  2. Tamara badha vicharo sathe sahamat thai shakto nathi.
    Jain dharm ma je niymo jevake pani ukali ne pivu,ratri bhojan ni bandhi, upvas, ekthana,karvana, bolati vakhte mo par “mupatti” bandhavani, vagere niyamo te vakhte updeshya te kaya aadhare karya hashe ?
    madhu shah.

    Like

    1. શ્રી મધુભાઈ,
      બુદ્ધ અને મહાવીર એક જ સમયમાં આગળપાછળ થયા. પહેલાં મહાવીર અને તે પછી બુદ્ધ. એમના વખતમાં બ્રાહ્મણ ધર્મથી અલગ ચિંતન કરનારા ઘણા હતા. આમ છતાં, એક વાત આ સૌમાં સમાન હતી કે આ સંસારને દુઃખરૂપ માનવો. બ્રાહ્મણ ધર્મમાં પુરોહિતોના પ્રભાવ સામે એમનો વોરિધ સાચો અને પ્રબળ હતો. મહાવીર અને બુદ્ધ પણ એ જ પરંપરામાં થયા. એમાં બ્રાહ્મણોના યજ્ઞના સ્થાને આત્મનિગ્રહ પર ભાર મૂકવામાં આવતો હતો. બુદ્ધ અને મહાવીર બન્ને એ માર્ગે ગયા, કઠોર તપ એનો મહત્વનો ભાગ હતો. દેહદમન એમાં પ્રધાન સ્થાને હતું. બુદ્ધ તો પાછા વળ્યા. મહાવીરે એ માર્ગ ન છોડ્યો એટલે જૈન ધર્મ આચારધર્મ બન્યો. આચારધર્મમાં વિધિનિષેધ ઘણા હોય. આ કરો, આ ન કરો. આમાં ઘણી વાતો આપણને વૈજ્ઞાનિક લાગે પણ એ પછીથી થયેલાં અર્થઘટનો છે.એનાં મૂળમાં તો જીવદયાનો ખ્યાલ છે. કોઈ વૈજ્ઞાનિક આધાર હોત તો જૈન શાસ્ત્રોમાંથી એવો અર્થ મળી આવતો હોત. પણ એવું નથી.
      આમ છતાં જૈન દર્શનનો અનેકાન્તવાદ બહુ મહત્વનો છે. વિજ્ઞાને માનવપ્રગતિમાં ફાળૉ આપ્યો છે. તેમ સમાજવિજ્ઞાનીઓએ અને ચિંતકોનું પણ આપણે ઋણ ભુલી ન શકીએ. આ દૃષ્ટિએ સપ્ત નયનો સિદ્ધાંત બહુ મહત્વનો છે. તમે એની ચર્ચા કરીને જૈન ચિંતનનો વૈજ્ઞાનિક આધાર દેખાડ્યો હોત તો ચર્ચાની મઝા આવી હોત. હું પોતે જૈન નથી પણ મને સ્યાદ્વાદ ગમે છે.

      Like

      1. Well, I am Jain by birth and am surrounded by very strict believers in every detail preached by our Sadhus. (They call them Bhagvans). The point is it is a hard transition. Breaking away from what one is taught until his adulthood and then stick to one’s new found beliefs in a highly orthodox society has its price. Fortunately, my children do not have to face this problem.

        My next article discusses your points in detail. (Govindbhai already has it in his hands.) We will continue this discussion at that time.

        Like

  3. Shri Murjibhai Gada: You pretends to be authority on the Subject. You are not following any Dharma, I will not tell you atheist, because you are not questioning God but the Dharma, the way of life. Every religion has their lacking,be it Hindu,Islam, Christianity, Buddhism etc. As a reformer, you should have suggested the way out. Instead of that you are just bashing. Of course, the airplanes and other aspects may be imaginary stories, but there are many things which we are practicing day in and day out, like cooking and preservation of food, which if you ask any professor of Food Science will admit that though we are not mentioning any Scientific principle, we are using the science. This is one of the example. The scientific approach and Science are two different aspects. I am not sure which aspect you are questioning in Dharma. Islam originated in the driest area of Arbastan and that is why they are following the rules for living as per the Desert area, So Hindus are following the rules set in the area of its origin. It is the different story that the said rule are not modified with the time. If you want to say something about that matter, I agree with that. Otherwise, I am sorry to say that you are practicing the same thing for which you are writing.
    Please accuse me if my words are bit harsh.

    Like

  4. The writer has created a doubt whether religion is important or science? But cleverly did not express his own opinion. But as far as I understand, religion and science both have contributed for the human civilization. Science has provided many ways, means and tools to make the life livable, lovable, longer and pleasant but religions have provided morality, peace, humanity, brotherhood, codes and conduct of living and strengthened human relationship and above all created fear and pleasure of doing right things and wrong things in human minds. It is equally true that religions have created several anti-social elements like hunger for power, greediness, un-equality, rich and poor complex and many monsters, who have and are projecting themselves Gods, Bhagwans, Mahatmas; making them the sole custodians of their religion. It is also true that science has developed many weapons of mass destruction but many religious goons have used them to eliminate millions of human beings. Religion and science both have done good and bad for the humanity and civilization, it depends on humans to find out and accept, GOOD from both and reject BAD from both.

    Like

  5. YOU MAY ARGUE ON MILLIONS OF POINTS BUT ULTIMATELY. WHEN YOU ASK YOURSELF, WHO AM I…? YOUR ATHEISM STARTS CRACKING DOWN. RATIONALLY YOU CAN’T REACH ANYWHERE. THERE IS NO END INSIDE AND NO END OUTSIDE. SO ULTIMATELY, WHEN YOUR REASONING ENDS, FAITH ENTERS AND THE BELIEVING TOO.

    Like

    1. May be or may not be. I suggest you read last week’s posting on this blogpost again. It may clear some of your doubts. Some people are very convienced or “strong”. I call them selfbelievers.

      Like

  6. First of all it needs to be clarified that, this article was originally written four years ago in a response to some other article, for a group of readers who were hard set about their certain beliefs. Secondly, it is part of a series of articles on similar subject. By reading it in isolation, it may be creating some confusion.

    I have clearly said that, ”
    વીજ્ઞાન માણસના આચરણને પાપ–પુણ્યમાં મુલવતું નથી. એ બધાં નીતી અને ધર્મનાં ક્ષેત્રો છે. વીજ્ઞાન આ બાબતોથી અલીપ્ત છે. ધર્મ અને વીજ્ઞાનને એકબીજા સાથે સરખાવવાં યોગ્ય નથી અને જરુરી પણ નથી; કારણ કે બન્નેનું કાર્યક્ષેત્ર અને કાર્યપદ્ધતી સાવ અલગ છે.

    Whatever a given religion preaches for a “Good living” of that time, that is fine. It does not become science. Not standing in front of a moving vehicle is good common sense. So are million other things we follow in our life. Those are neither part of a religion nor science. My issue is with so called “God men” taking credit for practically everything. Why do we credit religion for cooking or preserving food? Isn’t it part of a natural evolution of human society out of need of the time? It was practiced long before any religion came into being. Calling religion “a way of life” is not right either. This is discussed in detail in one of my article yet to appear on this blog.

    Like

  7. રીલીજીયસ થીન્કીંગ ઈરેશનલ હોય છે. વિજ્ઞાન માટે રેશનલ થીન્કીંગ જોઈએ. રીજન શોધવામાથી વિજ્ઞાન પેદા થતું હોય છે. આપણે સતત ધાર્મિક ચિંતન કરનારી પ્રજા છીએ. પશ્ચિમના લોકો પણ ધાર્મિક હોય છે, પણ સતત એનું ચિંતન કરતા નથી. એક રવિવાર કાફી છે.

    Like

  8. ધર્મ એ વૈજ્ઞાનિક નહિ પણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે જેથી સારા વિચારો તરફ મનને વાળી તે વિચાર દ્રઢ કરવાના પ્રયત્ન કરવા પ્રેરણા આપવામાં આવે પણ તે પછીનું અગત્યનું અને અઘરૂં પગથિયુ આચરણનું છે જ્યાં ભલભલા માર ખાઈ જાય છે અને દંભ થકી ધર્મને પ્રદુષિત કરે છે.

    Like

  9. Dear Shri gada

    Congratulations. Excellent article. We should educate masses by giving explanations and not by trying to prove that those who believe in God or established religion are idiots. A good teacher never rundowns his students.
    Vikram Dalal

    Like

    1. I completely agree with you and try not to cross the line. If you find anything in my articles which in your opinion “puts down” the other side, please let me know. I will be careful not to do so next time. I highly appreciate your suggestions.

      Like

  10. Aldous Huxley એ કહ્યું છે કે “Religion is the price that the mankind has to pay for being intelligent but not sufficiently so.” મને તો લાગે છે કે માનવજાતમાં ડહાપણનો પણ અભાવ છે, નકર જે પ્રશ્નોના જવાબ મળવા શક્ય જ નથી તે પૂછતી જ ન હોત. જેમ કે જન્મ પહેલા અને પછીની આત્માની ગતિ જાણવાની કશી જ જરૂર નથી. છતાં પૂછે છે અને તેના જુદા જુદા કાલ્પનિક જવાબો જુદા જુદા ધર્મો આપે છે તે સ્વીકારી લઇ લડી મરે છે.
    ધર્મપ્રચારકો વિજ્ઞાને શોધેલા ઉપકરણોનો ઉપયોગ કરતા કરતા પણ વિજ્ઞાનને વખોડતા જાય છે તેટલું જ નહિ પણ કેવળ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ વૈજ્ઞાનિક છે એવો પણ દાવો કરતા જાય છે. વિજ્ઞાન હોય કે ધર્મ, સત્ય અને ન્યાય વિના બંને નકામા અને પાંગળા છે. અને અન્યાય ઓળખવા માટે કોઈ મોટી બુદ્ધિ શક્તિ ની જરૂર નથી પડતી, થોડી સામાન્ય બુદ્ધિ અને નૈતિક હિંમત પુરતા હોય છે.

    Like

  11. There was an interesting article in today’s Gujarat Samachar’s supplement section. One religious institute named, “Jambudwip Vighanan research institute has published a 243 page book named, “Jain Bhugodnu Tarkshudha Vighanan”. It claims that earth is not round, does not rotate around its axis or does it revolve around the sun. All such claims are false. Man never went to the moon. It was all well planned hoaxes. Bla bla bla.

    They have announced Rs. One crore prize to anyone who can prove that the earth is round, with few conditions attached.

    1) One cannot use Copernicus, Galileo or Newton’s logic or proof, as they are all wrong.
    2) One cannot use day-night, seasons, eclipses, planetary motions, travel around the world, etc. as proofs as all these could be explained otherwise. Bla, bla bla.
    3) One condition they DID NOT put is that “anything you can see or experience would not be accepted as a proof”. THAT IS THEIR GENEROUSITY.

    The point I am trying to make is that this type of nonsense is still going on in our society. I am sure many people are going to have a good laugh reading this article if someone does read it. (I did for different reason). Unfortunately many would believe everything in that 243-page book.

    I have seen a 30-minute video they show at their place in Palitana about 10 years ago. This is mentioned in one of my earlier article.

    It would be interesting to see if anyone writes an article to counter this article, and even if someone does, would the paper publish it?

    Like

  12. ધર્મની વિરુદ્ધ વાત કરવી અને અંધશ્રદ્ધાની વિરુદ્ધ બોલવું એ બહુ પુલકિત થવાય એવું હોય છે. ધર્મની સાથે અંધશ્રદ્ધાને બહુ સહેલાઈ થી સાંકળી શકાય છે.

    વળી ધર્મ એટલે શું અને ધર્મની વ્યાખ્યા કર્યા વગર અને અંધશ્રદ્ધાની વ્યાખ્યા કર્યા વગર બંનેની ભેળસેળ કરીએ એટલે તેને વગોવવું સરળ પડે છે.વળી બાવાઓના દુરાચારો અજાણ્યા નથી.

    થોડા બાવાઓના વધુ દુરાચારોને વધુ ને વધુ વખત વગોવીએ એટલે બધા જ બાવાઓને વગોવવાનું પૂણ્ય પ્રાપ્ત કર્યાનો સંતોષ મેળવી શકાય છે.

    રજનીશ જેવા બાવાઓ જેમ ટૂચકાઓ કહી પરમ સત્ય તારવ્યાનો બ્રહ્મજ્ઞ પ્રયાસ કરતા હોય છે તેમ ધર્મ-અંધશ્રદ્ધાના મિશ્રણ વિષે પણ તત્પુરુષો ટૂચકાઓનો સહારો લેવામાં સંકોચ રાખતા નથી. જો રજનીશ જેવા બાવાઓ તર્કશાસ્ત્રથી વેગળા રહી શકતા હોય અને પોતાને સફળ આધુનિક શાસ્ત્રી ખપાવવામાં માનતા હોય તો તેમની શૈલી અપનાવીને તત્પુરુષો પણ તે રાહ અપનાવે તો ખોટું શું?

    જો તાર્કિક રીતે ધર્મ ને સમજવો હોય તો “ધર્મ (ભારતીય શાસ્ત્ર પ્રમાણે)” અને “રીલીજીયન (અ-ભારતીય શાસ્ત્ર પ્રમાણે)” ભીન્ન છે.

    ભારતમાં સંસ્કૃતિ પ્રમાણે શું હતું? તે માટે મહાત્મા ગાંધીએ બહુ સારી વાત કરી છે. “જેમણે વેદ લખ્યા છે તેઓ યંત્રો બનાવી શકવાની પ્રગતિ માટે અક્ષમ હતા તે વાત હું માનતો નથી”
    .
    વૈવિધ્યપૂર્ણ વિસંવાદમાં સંવાદ કરવો એ ભારતીય સંસ્કાર પ્રણાલી હતી. શંકરાચાર્યે “અદ્વૈતવાદ” જે વેદોમાં પ્રચ્છન્ન કે રહસ્યમય રુપે પડેલો છે તેને પ્રત્યક્ષ કર્યો અને તે પણ તાર્કિક રીતે. વિજ્ઞાનમાં યુનીફાઈડ થીયેરી ઓફ ફીલ્ડ (ક્ષેત્ર)” ની સૌ પ્રથમ કલ્પના આઇનસ્ટાઇનને આવી. અને તેને સિદ્ધ કરવાની સફળતા (ગણિતદ્વારા), વીસમી સદીના અંતભાગમાં થઈ. આની સામે શંકરાચાર્યે વેદોક્ત “યુનીફાઈડ થીયેરી ઓફ એન્ટીટી (તત્વ)” ની તાર્કિક ચર્ચામાં સિદ્ધ કર્યું.

    તહેવારોની ઉજવણીની પ્રણાલીઓ અને ઈશ્વરની પૂજા પદ્ધતિની પ્રણાલીઓને ધર્મની સાથે સાંકળી ન શકાય. કારણકે તેનો હેતુ જીવનને અને સમાજને લયબદ્ધ બનાવવાનો છે. લય, તાલ, નાદ, સ્વર,સુર, વ્યક્તિવૈશિષ્ઠ્યં, પ્રદર્શન એ બધા આનંદના વિષયો છે. અને તેમાં જો અંધશ્રદ્ધાને જોવામાં અવે તો તેવી અંદ્ધશ્રદ્ધા તો રાજકીય અને સામાજીક સેવા પ્રણાલીઓમાં બેસુમાર છે.

    ઘાસ ખાય અને પોદળો મૂકે એ ટ્રેક્ટર સારું કે જમીનમાંથી ઉંડે ઉંડે ખોદીને કાઢેલું તેલ પીને દુષિત હવા છોડે તે ટ્રેક્ટર સારું? આ બધું એ “સમજણ” નો સવાલ છે.

    Like

  13. Everyone has his own understanding of what Religion means. So, no one can claim to know what it really means. Ultimately, we all have to go along with what the majority believes it to be, which is what we see all around us.

    It is very unfortunate that even the learned people think that everything around us is part of the religion. To me, History, Geography, mathematics, astronomy, Physics, Chemistry etc. are all very independent subjects. Just because some religious person made some comment on these subjects or even did some work in them, does not make that subject part of a religion. A politician could be a renowned economist or an excellent lawyer. That does not make economics or law part of politics. It is high time that people, at least the learned ones, should stop putting everything under the religious umbrella.

    Like

    1. સાચી વાત છે. ધર્મની કોઈ એક વ્યાખ્યા હોય તો સમજાય. પણ દરેક વસ્તુને ધર્મ સાથે જોડવાનો કશો અર્થ નથી હોતો. આપણે સંસ્કૃતિ, ધર્મ, નીતિ બધાને ભેળવી નાખીએ છીએ. ધર્મ જો નૈતિક વ્યવહાર ન હોય તો એ કોરી ચર્ચા બની રહે છે. બ્રહ્મ છે કે ગૉડ છે કે અલ્લાહ છે એ તો માત્ર ચર્ચાનો વિષય થયો. સમાજને લાગેવલગે છે ત્યાં સુધી આપણૉ રોજનો વ્ય્વહાર ઉપયોગી છે, પરમ તત્વ વિશેની આપણી માન્યતા નહીં.
      એક નેતા એક કૌભાંડમાં ફસાઈ જાય અને જેલમાં જાય, તે પછી એની જામીન મળે ત્યારે લોકો એમને સરઘસાકારે શહેરમાં ફેરવે અને નેતા પણ જેટલાં મંદિરો આવે ત્યાં દર્શને જાય. આવા લોકોને પણ આપણે ધાર્મિક ગણાવવા તૈયાર થઈશું? સવાલ બીજા પ્રત્યે, સમાજ પ્રત્યે સહકાર અને જવાબદારીથી વર્તવાનો છે. પરમ તત્વ છે કે નહીં અને હોય તો કેવું હોય એનાથી શો ફેર પડે છે?

      Like

  14. ==

    મારા હીસાબે ધર્મ એટલે કુળનું અભીમાન.

    રામાયણ મહાભારતમાં ક્ષત્રીયો વીશે ગપગોળા હાંકવામાં આવેલ છે અને આખા દેશને જાતી પ્રજાતી કે જાતપાતમાં વહેંચી નાખેલ છે.

    જૈનોમાં એવી માન્યતા છે કે એમના તીર્થકંર કે ભગવાન હમેંશા ક્ષત્રીય કુળમાં જ જનમે.

    જૈનોના વર્ધમાન મહાવીર વીશે જે કથા છે એમાં વર્ધમાનના આગળના ૨૭ ભવોનું વર્ણન ખબર છે પણ એ વર્ધમાનની માતા કોણ છે એ ખબર નથી.

    વર્ધમાન મહાવીરની માતા ત્રીસલા તો ઉપજાવી કાઢેલ માતા છે.

    આવું દરેક ધર્મમાં છે. ઈશુની માતા વીશે પણ ગપ ગોળા સીવાય કાંઈજ નથી.

    ધર્મના સ્થાપકોની માતા વીશે આટલી પોલંપોલ હોય એ ધર્મ વીશે તો ઠોકમઠોક એટલે કે ગપગોળા જ હોઈ શકે.

    http://vkvora2001.blogspot.in

    Like

  15. જૈન ધર્મની વૈજ્ઞાનીકતાની તરફેણમાં ખાસ સંભળાતો એક દાખલો છે– વનસ્પતીમાં જીવ હોવાની શોધ જૈન તીર્થંકરોએ કરી છે. વીજ્ઞાને તો હમણાં એ કબુલ્યું છે…………..

    all plants grow and die……….all farmers know this fact.
    may be when you get enlightened you may not need to cover your body.

    Most of rishi munis were Sansari and attained spiritual knowledge.

    Like

  16. ધર્મની વ્યાખ્યા તમે શું કરો છો? ને પછી તેને વિષે દલીલો કરો. તો એ યોગ્ય કહેવાય. તેવી જ રીતે સજીવ શું છે. તેની વ્યાખ્યા કરો. અને પછી સાચા ખોટાની અને કોને ક્રેડિટ આપવી કે ન આપવી તે નક્કી કરી શકાય. અને તે પણ ચર્ચા કર્યા પછી. અધ્ધર અધ્ધર વાતો કરવી તે અન્યાયકરી કહેવાય.
    કેટલાક લોકો મનુષ્ય શિવાય કશાને સજીવ માનતા જ નથી. કેટલાક માછલીને (જળચરોને) સજીવ માનતા નથી. કોકે કહ્યું આ બધું હે મનુષ્ય તારે ખાવા માટે છે. “દલા તરવાડી” જેવી વાત થઈ.
    એક ગુજરાતી મૂર્ધન્યે એક જ ઝાટકે ગૌરક્ષા માટે જાન આપનારાઓની ઐતિહાસિક ક્રેડિટને શૂન્ય કરી દીધી અને બતાવવાની કોશિસ કરી કે તેઓ કેવું “તડ અને ફડ” કહી શકે છે.

    આત્મા, પરમાત્મા, સજીવ, જગત, બ્રહ્માણ્ડ, બ્રહ્મ, ધર્મ વિગેરેની જો આઈન્સ્ટાઈન અને શંકરાચાર્યના તત્વજ્ઞાનને વાંચ્યા વગર જો ચર્ચા કરો અંધારામાં જ ભટકવું પડે.

    Like

Leave a comment