સત્યની શોધ અને સ્વીકાર: ભાગ – 4

માનવ વીકાસમાં ધર્મનો ફાળો કેટલો ?

નાનપણમાં અમને શાળામાં ભણાવવામાં આવ્યું હતું કે રાજકુમાર સીદ્ધાર્થે જીન્દગીમાં પહેલીવાર રોગી, વૃદ્ધ અને મૃતદેહ જોયા ત્યારે એમનું મન ખળભળી ઉઠ્યું. તેઓ ખુબ અસ્વસ્થ થઈ ગયા. આ લાગણીઓના પ્રવાહ હેઠળ એમણે માનવીની આવી દુ:ખદાયક દશાઓનાં કારણ જાણવા અને ઉપાય શોધવાનું નક્કી કર્યું. એ માટે એમને માતા–પીતા, પત્ની– પુત્ર, ભાવી રાજપાટ વગેરે બધું જ ત્યાગી જંગલમાં જવું જરુરી લાગ્યું.

એક પ્રતીભાવાન રાજકુમાર, જેને જાણીજોઈને – સમજપુર્વક  માનવોનાં દુ:ખ–દર્દ જેવી સંસારની વાસ્તવીકતાઓથી અજાણ રાખવામાં આવ્યો હતો; જેણે યુવાન થયા ત્યાં સુધી પોતાના સમ્પર્કમાં આવતી એક પણ વ્યક્તીને માંદી પડતી, ધોળાવાળવાળી, કરચલીવાળી ત્વચા રુપે વૃદ્ધ થતી કે (હમ્મેશને માટે જતી રહેલી) મૃત્યુ પામેલી જોઈ ન હોય; એના વીશે ક્યારેય કોઈને પ્રશ્ન પણ ન કર્યો હોય, એ માનવું અધરું લાગે છે. છતાં જે માન્યતા પ્રચલીત છે એને સત્ય તરીકે સ્વીકારીને આ લેખ આગળ વધે છે.

રાજકુમાર સીદ્ધાર્થ, ગૃહત્યાગ કરી (મહાભીનીષ્ક્રમણ કરી) જંગલના એકાન્તમાં, ખુબ લાંબા સમય સુધી ધ્યાન ધરે છે – વીચાર કરે છે. શરીરને ભુખ્યું–તરસ્યું રાખી, વર્ષોની લાંબી વીચાર–પ્રક્રીયામાંથી પસાર થઈને (ધ્યાન દ્વારા) એમને જે જ્ઞાન થાય છે એના લીધે તેઓ ‘બુદ્ધ’ કહેવાયા છે.

એકાન્તમાં લાંબો સમય ધ્યાન ધરવાની વાત માત્ર ગૌતમ બુદ્ધ પુરતી મર્યાદીત નથી. મહાવીર, ઈસુ ખ્રીસ્ત, મહમ્મદ પયગમ્બર વગેરે બધાએ જંગલમાં, ટેકરી પર કે ગુફામાં લાંબો સમય ગાળ્યાનું ભણાવવામાં આવે છે. સંસારના પ્રશ્નોનું નીરાકરણ શોધવા, આ બધાનું સંસારથી દુર અકાન્તમાં જવું જરુરી હતું કે આ માત્ર યોગાનુયોગ છે કે પછી એનું બીજું કંઈ સ્પષ્ટીકરણ હોઈ શકે ? (ગંભીર વીચાર–પ્રક્રીયા કે સર્જન, એકાન્તમાં વધુ સારી રીતે થઈ શકે એ સાચી વાત છે. એકાન્ત રાજમહેલમાં કે ઘરમાં પણ મળી શકે છે. જંગલનું એકાન્ત જ શા માટે ?)

ગૌતમ બુદ્ધના ગૃહત્યાગનાં કારણો જાણીતાં હોવાથી એ સન્દર્ભે ચર્ચા કરી છે. જો કે આ ચર્ચા બધી ધાર્મીક વીચારધારાઓને એટલી જ અને એવી જ રીતે લાગુ પડે છે.

પહેલી વાત છે રોગનીવારણની. માનવજાતનાં દુ:ખ દુર કરવા હોય તો રોગનીવારણ અગ્રસ્થાને હોવું જ જોઈએ. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તે કાંઈ અમસ્તું જ નથી કહેવાતું. રોગનીવારણ માટે એનાં કારણ અને ઉપચાર જાણવા જરુરી છે. ઉપચાર શોધવા અઘરા છે; પણ કારણ જાણવા એટલું અઘરું નથી. સૌથી પાયાનું કારણ છે અંગત ને જાહેર સ્વચ્છતાનો અભાવ.

વર્તમાન પહેલાંના મોટા ભાગના રોગ ચેપીરોગ હતા જે મુખ્યત્વે સ્વછતાના અભાવથી થતા ને ફેલાતા હતા. પ્રાચીન કાળમાં પુરી દુનીયા ખેતીપ્રધાન હતી. ખેતી અને પ્રાણીઓ સાથે કામ કરનારને ગંદકીમાં કામ કરવાનું હોવાથી સ્વચ્છતાનું મહત્ત્વ વીશેષ હોવું જોઈએ. ભારતના સન્દર્ભમાં કહીએ તો જાહેર સ્વચ્છતાની બાબતમાં ભદ્રવર્ગ પણ પછાત કહી શકાય એટલો બેદરકાર છે.

સમાજને નીરોગી રાખવા માટે અંગત ને જાહેર સ્વછતા એટલી જરુરી છે કે દરેક ધર્મના ઉપદેશમાં જે ચારપાંચ મુખ્ય બાબતો ગણવામાં આવે છે એમાં સ્વચ્છતાનું સ્થાન હોવું જોઈતું હતું. વાસ્તવીકતા એ છે કે અગ્રસ્થાન તો દુર રહ્યું; એનો ઉલ્લેખ પણ ધર્મગ્રન્થોમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. (ગાંધીજીને બાદ કરતાં) કોઈપણ ધર્મપુરુષને એનું મહત્ત્વ જણાયું નહીં !

 આજે આપણે રોગોનાં કારણ, નીવારણ અને ઉપચાર વીશે ઘણું જાણીએ છે. દરેક રોગના ઉપચાર માટેની ખાસ દવાઓ શોધાઈ છે, શોધાઈ રહી છે. આ બધું ધાર્મીક ક્ષેત્રના નહીં પણ અન્ય ક્ષેત્રના લોકોએ કર્યું છે. માત્ર ધ્યાન ધરવાથી દવાઓ શોધી શકાતી નથી. એના માટે પ્રયોગ કરવા પડે છે.

બીજી વાત વૃદ્ધત્ત્વ અને મૃત્યુની હતી. આ બન્ને કુદરતી ઘટનાઓ છે જેને ટાળવી અશક્ય છે. છતાં અકાળે આવતાં વૃદ્ધત્વ અને મૃત્યુને અમુક અંશે ખાળી શકાય છે. જે આજે આપણે જાણીએ છીએ. આ પણ ધર્મ નહીં; પણ મેડીકલ સાયંસના પ્રતાપે શક્ય બન્યું છે.

પ્રાચીન સમયનું જીવન અભાવો, કઠણાઈઓ અને હાડમારીનું હતું. કુદરતના નીયમો અને બનાવોના અજ્ઞાનને લીધે માણસ ઘણી રીતે લાચાર હતો. આવી બધી કઠણાઈના ઉકેલ પણ માણસ વીજ્ઞાનની મદદથી ઘીરે ઘીરે શોધતો આવ્યો છે. રોજબરોજનાં કામ આસાન બનાવી સગવડો વધારી શક્યો છે.

રોગનીવારણ હોય, લાંબી આવરદા હોય, જીવન આસાન બનાવનાર સાધનો હોય કે પછી જીવનને આનન્દમય બનાવનાર કળા, સાહીત્ય, રમતગમત જેવી પ્રવૃત્તીઓ હોય, આ બધું સમાજના અલગ વર્ગના લોકોએ કર્યું છે. એમણે સંસારમાં રહી પ્રયોગો વડે, ટ્રાયલ એન્ડ એરર મેથડથી બધું કર્યું છે. કોઈપણ ધર્મપુરુષે આ બધાં ક્ષેત્રોમાં કશું નોંધપાત્ર કર્યું નથી.

જે કારણોસર બુદ્ધે ગૃહત્યાગ કર્યો હતો તે ભલે હાંસલ કરી શક્યા નહીં; છતાં તેઓ અને તેમના જેવા બીજાઓ માનવસમાજને ઉત્તમ વારસો આપતા ગયા છે એ પણ હકીકત છે. મુળભુત રીતે બધા ધર્મપ્રવર્તકોના ઉપદેશનો ઝોક માનવજીવનના પ્રશ્નો ઉકેલવા કરતાં, એમને સહજ ભાવે સ્વીકારવા તરફ રહ્યો છે. માંદગી, મૃત્યુ તેમ જ બીજી અણધારી આપત્તીઓને સહજભાવે સ્વીકારવાથી એનું દુ:ખ ઓછું થાય છે. મનને સ્વસ્થ રાખી જીવનને અટકાવ્યા વગર ચાલતું રાખી શકાય છે.

ધર્મનું એક અગત્યનું યોગદાન સમુહજીવનમાં શાન્તી જાળવી રાખવાનું મનાય છે. ધર્મ દ્વારા ઉપદેશાતા પ્રેમ, કરુણા, ભાઈચારો, પ્રામાણીકતા, ઉદારતા, સહનશીલતા, સહાનુભુતી જેવા ભાવ કેળવવાથી તે શક્ય બને છે. આને ધર્મને બદલે ‘નીતીમત્તા’ કહેવું વધારે વાસ્તવીક અને વ્યવહારુ લાગે છે.

ધર્મના યોગદાનનો આ દાવો પણ એટલો મજબુત નથી. કોઈપણ ધર્મના ઉદયનાં હજારો વરસ પહેલાં માનવ સમુહમાં રહેતો થયો હતો. સમુહજીવન માટે જરુરી સહકાર, ઉદારતા, ક્ષમા વગેરે ભાવ એણે કેળવ્યા હતા. ટોળામાં રહેતાં પ્રાણીઓમાં પણ આવા ભાવ જોવા મળે છે. એટલે એ માનવોનો જૈવીક વારસો પણ ગણાય.

સામાન્ય રીતે માનવોમાં આ ભાવ પોતાના સમુહ પુરતા મર્યાદીત હતા. બીજા સમુહો પ્રત્યે માણસ ખાસ ઉદાર નહોતો. નૈતીકતાનાં આ મુલ્યોને બહોળા માનવસમાજ સુધી વીસ્તારવામાં ધર્મોએ અગત્યનો ભાગ ભજવ્યો છે. પરીણામે એક ચોક્કસ ધર્મના નેજા હેઠળ આવતા બધા સમાજો સુધી એ વીસ્તર્યો ખરો; પણ અન્ય ધર્મો સુધી એ વીસ્તરી શક્યો નહીં. ધર્મો વચ્ચેની અથડામણો હજી પણ ચાલુ છે.

ધર્મનું એક વધારાનું પાસું ભક્તીનું છે જે માણસને નમ્ર બનાવે છે. સાથે સાથે તે ઘણાને કેટલેક અંશે પરાવલમ્બી અને પલાયનવાદી પણ બનાવે છે. આ ભક્તીવાદ ધર્મપ્રણેતાઓ દ્વારા નહીં; પણ એમના નામે પોતાનો હેતુ સાધતા એમના અનુયાયીઓ દ્વારા ફેલાવવામાં આવ્યો છે. વધુ પડતી ભક્તી કે તપની ઉપયોગીતા અલગ ચર્ચાનો વીષય છે.

માનવવીકાસમાં ધર્મનું યોગદાન ઓછું આંકવાનો આ લેખનો ઉદ્દેશ નથી; બલકે એને વાજબી મહત્ત્વ આપવાનો પ્રયાસ છે. ધર્મે માનવજાતને જે આપ્યું છે તે તત્કાલીન સમાજવ્યવસ્થા માટે ખુબ જરુરી હતું. માનવ– વીકાસનાં અન્ય ક્ષેત્રો હજી ખીલ્યાં નહોતાં. નબળી રાજસત્તાના સમયમાં ધર્મસત્તાએ સમાજને એકજુટ અને શાન્તીમય રાખવામાં ઘણો ભાગ ભજવ્યો છે. આજે પરીસ્થીતી બદલાઈ છે. ધર્મના યોગદાન સાથે એ જાણવું પણ એટલું જ અગત્યનું છે કે ધર્મનું સમાજ પર સદીઓથી એકચક્રી શાસન હોવા છતાં; લોકમાનસમાં નીતીમત્તા સ્થાપવામાં દરેક ધર્મ માત્ર આંશીક રીતે જ સફળ થયો છે. વ્રત, જપ, તપ વગેરે પ્રકારની ભક્તીની ફલશ્રુતી, આગળ લખ્યું છે તેમ, ચર્ચાસ્પદ છે.

આજસુધી માનવસમાજે જે પણ પ્રગતી સાધી છે એમાં જુદાં જુદાં ક્ષેત્રના જે લોકોનું યોગદાન છે એમને એમના પ્રદાન પ્રમાણે અન્યાય કહી શકાય એટલું ઓછું મહત્ત્વ અને યશ મળ્યાં છે. જ્યારે નીતીમત્તા શીખવનાર વર્ગને અન્યોની સરખામણીએ ઘણું જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે સુધી કે તેઓ સર્વત્ર પુજાય છે. ધાર્મીક ક્ષેત્રે પ્રવૃત્ત વ્યક્તીઓને અલૌકીક શક્તીવાળી માનવાને બદલે એક પ્રકારના સમાજસુધારકના રુપમાં જોવું વધુ વાજબી છે. (એની ચર્ચા અલગ લેખમાં કરાઈ છે.) આ સત્યને સ્વીકારવું સૌ માટે, ખાસ કરીને આસ્તીકો માટે જરુરી છે.

ધર્મપુરુષોને મળતા વધારે પડતા મહત્ત્વનો રૅશનાલીસ્ટોને વાંધો હોય તે સમજી શકાય છે. પણ એટલા માટે એમના આજસુધીના યોગદાનને સમુળગું નજરઅન્દાજ ન કરાય, એમને સદન્તર અવગણી ન શકાય. આગળ વર્ણવેલ સમુહજીવનને ઉપયોગી ભાવ, ભલે આપણો જૈવીક વારસો હોય તો પણ; સત્ય, અહીંસા, શાકાહાર, અપરીગ્રહ જેવા ગુણ ખીલવવાનો ઉપદેશ ધર્મપુરુષો પાસેથી જ મળ્યો છે. માનવસમાજ આવી વાતો માટે હજી તૈયાર નથી એ જુદી વાત છે. જ્યારે માનવસમાજ અશીક્ષીત અને અજ્ઞાની હતો ત્યારે, સાચાં–ખોટાં જે પણ હોય, પાપ–પુણ્ય, સ્વર્ગ–નરક, ભગવાન–શેતાન જેવાં ધર્મનાં ભય–લાલચ રુપી હથીયારોએ ઘણા લોકોને ખોટાં કામો કરતા રોક્યા છે.

જ્યાં સુધી લોકો જ્ઞાતી, ધર્મ, દેશ વગેરેની વાડાબંધીથી ઉપર ઉઠી માનવવાદ સમજતા અને સ્વીકારતા ન થાય ત્યાં સુધી ધર્મ સાથે સંકળાયેલા સાચા–ખોટા ધર્મપુરુષોનું અસ્તીત્વ રહેવાનું છે. એમનો આંધળો વીરોધ કરી લોકોને આપણાથી દુર ભગાડવાને બદલે; રેશનાલીઝમની લીટી લાંબી બનાવવામાં આપણાં સમય, શક્તી અને સમ્પત્તીને વાપરવાં વધારે વ્યવહારુ છે. રેશનાલીઝમનો મતલબ ‘રૅશનલ’ થવાનું છે; આત્યન્તીક થવાનું નથી. બન્ને પક્ષે વીચારવા જેવું છે.  

મુરજી ગડા

લેખક શ્રી મુરજી ગડાની વીનન્તીથી એક સુચના મારે આપવાની થાય છે કે, કોઈ પણ સામયીક આ લેખ પુન: પ્રગટ કરે તેમાં એમને કોઈ જ વાંધો નથી; પણ બે વીનન્તી છે :

1. આ મુળ લેખમાં કશોયે ફેરફાર ન કરવો અને 2. છપાયે તેની એક નકલ, નીચે આપેલા લેખકશ્રીને સરનામે તેમને અવશ્ય મોકલવી.. આશા છે કે એનું પાલન થાય..

–ગોવીન્દ મારુ

લેખકસમ્પર્ક: 

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર મંગલ મન્દીર’ માસીકના ૨૦૧૨ના માર્ચ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમપેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, રૅશનલવાચનયાત્રા માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી govindmaru@yahoo.co.in  મેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખી, તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુ , 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી. સેલફોન: 99740 62600 મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 08–03–2012

73 Comments

 1. બહુ સંતુલિત લેખ છે. ધર્મ એક સામાજિક પરિબળ છે. એને એમ નકારી કાઢવાથી ચાલે એમ નથી. એનો ઉદ્‍ભવ કેમ થયો એ પણ જાણવું જરૂરી છે. આમ તો, સર્વાઇવલ માટે આવશ્યક મૂલ્યોનો માનવે વિકાસ કર્યો છે અને એ વાત સાવ સાચી છે કે ખરા ધર્મચિંતકો આ મૂલ્ય પર જ ભાર મૂકતા રહ્યા છે. પરંતુ ધર્મ જ્યારે સંસ્થાગત રૂપ ધારણ કરે છે ત્યારે એમાં સડો પ્રવેશે છે. રૅશનાલિસ્ટોએ પણ એમના કાર્યક્ષેત્રને સમજવા માટે આ લેખ વામ્ચવો જોઈએ.
  તે ઉપરાંત, ધર્મને નકારીએ અને નાતજાત, કોમવાદ વગેરે સામે કશું ન બોલીએ એ પણ ન ચાલે. “આટલી અંધશ્રદ્ધા તો નર્મદના સમયમાં પણ ન હતી” એ લેખ પરની ચર્ચામાં મેં આ વાત તરફ ધ્યાન દોર્યું છે કે આપણે તો ઠીક લાગે તેમ કરી લઈએ, બાકી નાત, નાતનું જાણે!. આ રૅશનાલિસ્ટ દૃષ્ટિકોણ નથી. રૅશનાલિઝમ વ્યક્તિવાદી ન હોઈ શકે. વ્યક્તિ એકલી જ જીવે છે અને એને સમાજની જરૂર નથી અથવા સમાજ માટે એણે કઈં કરવાનું નથી એવું વલણ પોતે જ રૅશનાલિઝમની વિરુદ્ધ જાય છે.

  Like

 2. આધ્યાત્મિક ક્ષેત્રમાં સત્યની શોધ માટે જીવન આપનારા ભગવાન બુદ્ધ. એને માટે અનિવાર્ય જે કારણ છે તે બુદ્ધિ એટલે નામ પડ્યું બુદ્ધ.

  સર્વ પ્રથમ સમગ્ર ભારતવર્ષને એક વ્યવસ્થિત ધર્મ આપવાનું કામ ભગવાન બુદ્ધે કર્યું. નાની વાતથી માંડીને મોટામાં મોટી તમામ વાતોની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી, એનું પરિણામ એ આવ્યું કે ભારતનો ધર્મ પોણા ભાગની સૃષ્ટિમાં ફેલાયો. ભગવાન બુદ્ધ સત્યની શોધમાં અશ્રમે આશ્રમે ભટક્યા પરંતુ સત્યની પ્રાપ્તિ કે શાંતિ થઇ નહિં. ભરવાડણોની વાતમાંથી શાંતિ મળી કે વીણાના તારને એટલો ખેચો નહિ કે તાર તૂટી જાય અને એટલો ઢીલો રાખો નહિ કે તેમાંથી સંગીતજ ન નીકળે. બુદ્ધે મધ્યમ માર્ગ અપનાવ્યો. બુદ્ધે ૪૫ દિવસનું તપ તોડી નાખ્યું અને પારણા કરી ત્યાંથી ચાલી નીકળ્યા. “युक्ताहारविहारस्य युक्तचेष्ट्ष्य कर्मसु, युक्त्स्वप्नावबोधस्य योगो भवति दु:खहा.” (गीता ६-१७). ૫૫ વર્ષની ઉંમરે બુદ્ધે આનંદને કહ્યું, આનંદ, જ્યારે મને બુદ્ધત્વની પ્રાપ્તિ ન હોતી થઇ ત્યારે હું સુખી હતો પરંતુ બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ ત્યારે મારા દુ:ખનો કોઇ પાર ન રહ્યો, આખી દુનિયા ધર્મના નામે છેતરાઇ રહી છે, મેં ચારે તરફ અધર્મજ અધર્મ જોયો છે.

  બુદ્ધના ચાર આર્ય સત્યોમાં પહેલું, દુઃખ સત્ય છે એ એક વાસ્તવિકતા છે. બીજું દુઃખનું કારણ પણ સત્ય છે, તેનું કારણ છે તૃષ્ણા. ત્રીજું નિરોધ(નિર્વાણ) પણ સત્ય છે. દુઃખ આગમાપાયી છે. ચોથું નિર્વાણ માટેનો માર્ગ પણ સત્ય છે. બુદ્ધ ભગવાને જે હેતુ માટે ગૃહત્યાગ કર્યો તે હેતુ સિદ્ધ થયો કે નહિ? ત્રણ હેતુઓ, રોગી નથી થવું, વૃદ્ધ થવું નથી થવું , મારે મરી નથી જવું. આમાંથી એકેય હેતું સિદ્ધ થયો નહિ.

  શ્રી મુરજીભાઇ ગડાની માનવતાવાદની વાત ગમી. માનવતાવાદજ સાચો ધર્મ છે. પ્રશ્ન એટલોજકે સાચા-ખોટા ધર્મગુરુઓને મિટાવી દેવાથી આ કામ શક્ય નથી. ધર્મના નામ પર કેટલાયે સારા સારા દેશમાં અને સમાજમાં માનવતાના કામો થાય છે. આખો હિન્દુસ્તાન તો ઠીક પણ આખી દુનિયામાં કોઈ ને કોઈ પ્રકારે ધર્મ(એટલે સંપ્રદાય ) કોઈને કોઈ પ્રકારે અસ્તિત્વમાં છે અને બહું સારા કામો થાય છે. અહી અમેરિકામાં ક્રિશ્ચિયન મીશનરીઓ ઘણું સારું કામ કરી રહી છે. ધર્મ છે એટલે અધર્મ રહેશેજ. ધર્મને મિટાવવાવાળા મટી જાય છે પણ ધર્મ મીટશે નહી. જરા વિચાર તો કરો કે બુદ્ધ અને તે અગાઉના સમયથી પ્રજા ધર્મના નામે છેતરાઈ રહી છે. ફક્ત લોકોમાં જાગ્રતિ લાવવાની જરૂર છે કે ધર્મ શું અને અધર્મ શું?

  અહી આપણે હિંદુ ધર્મની વાત કરીએ અને ધારોકે આપણે બધા ધર્મ ગુરુઓને મિટાવી દઈએ તો પરિણામ શું આવે? બીજી કોમના ધર્મગુરુઓને આપણે મિટાવી શકીએ છીએ? શક્ય હોય તો તે પહેલા કરી જુઓ.
  રેશનલ થવાનું એટલે ફક્ત બધા હિન્દુઓએ કે બીજી કોમના લોકોએ પણ? આપણે બધા હિંદુઓ રેશનલ થઇ જઈએ અને બીજા કોઈ થાય નહિ તો શું કરવું? મારું માનવું છે હિંદુ પ્રજા તો પહેલેથીજ ઘણી રેશનલ છે. માનવતાવાદી છે. ગુજરાતની પ્રજા તો આખા હિન્દુસ્તાનમાં ઘણી રેશનલ વિચારો વાળી છે એનું જીવતું જાગતું ઉદાહરણ તો ભાઈ શ્રી મુળજીભાઈ ગડા પોતેજ છે.

  Like

  1. શ્રી ભીખુભાઈ,
   આપ કહો છો કે ” મારું માનવું છે હિંદુ પ્રજા તો પહેલેથી જ ઘણી રેશનલ છે. માનવતાવાદી છે. ગુજરાતની પ્રજા તો આખા હિન્દુસ્તાનમાં ઘણી રેશનલ વિચારો વાળી છે”. આ તમારું ‘માનવું’ છે, જરૂર એનો કઈંક આધાર હશે જ. આધાર હોય તો એ તથ્ય બને, તે સિવાય એ માત્ર અભિપ્રાય ગણાય. અને બધા અભિપ્રાયોનું મૂલ્ય એકસરખું જ હોય.
   શ્રી મુરજીભાઈ કહે છે કે ” જ્યાં સુધી લોકો જ્ઞાતી, ધર્મ, દેશ વગેરેની વાડાબંધીથી ઉપર ઉઠી માનવવાદ સમજતા અને સ્વીકારતા ન થાય ત્યાં સુધી….”.
   શું હિન્દુ સમાજમાં કે ગુજરાતમાં જ્ઞાતિવાદ અને કોમવાદ નથી? આપ રૅશનલ કોને ગણો છો? એ વ્યાખ્યામાં જ્ઞાતિવાદ અને કોમવાદનું શું સ્થાન છે? આપના મંતવ્યમાંથી આ પ્રશ્નો ઊભા થાય છે. આશા છે કે આપના વિચારો વધારે સ્પષ્ટ કરશો.

   Like

   1. Dipakbhai,
    Bhikhubhai-ae kareli vat bahu vicharva jevi chhe! Jo badha Hinduo rational thai jai pan bakini akhi dunia rational na thai to shu thai? Avu thai to power vaccum thai & jorwada mota-bhagna ashamajic tatvoj ano faydo uthavi power take over kare! Athvato baharna ashamagic tatvo-ne take over karva invite kare! Apani gulami-na tabakka-na mood ma aa power vacum thavanuj mood karan hatu! Apahn-ne bathane bajuma bathelo potano bhai ke sagamaj batha durgunho dekhai ae swabhavik manav guhn chhe pan apanha bhai & padoshine nabdo karvathi apanhe parki tavi koi trijji vahkti-nej anna gunh ke swabhav janhia vagar madad karie chhie! Ae trijji vahkti vishe to apahne aek shabd pan uchharta nathi! Gujaratma 1200 muslim mari gaya teni lok-gatha ther-ther gata apanhe thakta nathi pan Godhra train ma 70 jetla hindu pilgrims-ne jivata bhukhi nakhya teno koy haruph pan bultu nathi ke jena thaki muslimo-ni moti khuvari thai! Pakistan ane Bangladesh-ma raheti minority-ne koy puchavani tasdi pan nathi letuke temani vasti apoap almost khalash kem thai gai? Temne koi nathi puchtu ke tamari ma, dikario & bahenoni shu halat thai? Atala varsho shudhi avar-navar chalya avata komi-rahmakhano ke je political party prerit hata te havhe aek chamtkaric rational javab thij bandh kem thai gaya? Murjibhai-na lakhan mujab aa rational ke rationalist approach na kahevai! Aa badha ramakhano-ma ketala hindu ke muslim mari gaya teno sarvado marsho to khabar padsheke hinduni shamme aa vurg-vighrah thi raj karavani kai political kavatru hatu jane Gujarat-ni bahosh prajaye shame tamacho mari rational javab apyo & power vaccum ubha karavna kavtra-ne rokhu! Gujarat na pragati-na karanh vicharsho-to khabar padasheke rational approachne lidhej Gujarat bijja states karata khub agad chhe & tena thakij Gujarate deshma badhi babatoma navi pahel kari aapi chhe fakt ana rational approach thaki!

    Like

 3. શ્રી મુરજીભાઇ ગડાની માનવતાવાદની વાત ગમી. માનવતાવાદજ સાચો ધર્મ છે. પ્રશ્ન એટલોજકે સાચા-ખોટા ધર્મગુરુઓને મિટાવી દેવાથી આ કામ શક્ય નથી. ધર્મના નામ પર કેટલાયે સારા સારા દેશમાં અને સમાજમાં માનવતાના કામો થાય છે. આખો હિન્દુસ્તાન તો ઠીક પણ આખી દુનિયામાં કોઈ ને કોઈ પ્રકારે ધર્મ(એટલે સંપ્રદાય ) કોઈને કોઈ પ્રકારે અસ્તિત્વમાં છે અને બહું સારા કામો થાય છે.

  Sure many religious institutions are doing good work to help the needy. On the other hand, if the same work were done without attaching the specific religion’s name to it, wouldn’t it be better? That way we would not be excluding any needy person only because he does not belong to that particular religion. I know it is easier said than done. But, here we talk about distant goal of idealism.

  There is a fine difference between “Manavta-vad” and Manav-vad. Without going in detail to explain it, it could be said in a simplified way that the first one feeds the hungry while other one would train him to earn his food.

  Like

 4. સર્વાંગે સહમત થઈ શકાય તેવો લેખ.

  એટલા માટે ધર્મ / અર્થ / કામ અને મોક્ષ આ ચારેયને સરખું ભારણ આપવામાં આવેલું.

  માત્ર ધર્મ તો અકાંગી બનાવશે.
  માત્ર મોક્ષ ભાગેડું બનાવશે.
  અર્થ વગર વિકાસ કઈ રીતે થશે?
  કામ વગેર કાર્ય કરવા કોઈ પ્રવૃત્ત કેવી રીતે થશે?

  ધર્મ એટલે નીતીમત્તા અને વિદ્યાભ્યાસ પ્રથમ તબક્કો. પાયો મજબુત બનાવવા.
  અર્થ અને કામ સાથે સાથે ચાલે. બીજા બે તબક્કા.
  છેવટે સ્વ-કલ્યાણ અંતિમ તબક્કે.

  આ એક અમલમાં મુકાયેલી અને આજેય મુકી શકાય તેવી વિચારસરણી હતી.

  વળી આ બાબતોને જાતિ / સંપ્રદાય / આજના કહેવાતા ધર્મો સાથે ય કોઈ સંબધ નથી.

  Like

  1. સાચી વાત છે. આ ધર્મને જાત, સંપ્રદાય, કશા સાથે લેવાદેવા નથી. “આપણે જ સાચા અને સારા” એ પણ મિથ્યાત્વ છે. તમે મારા બ્લૉગ પર સત્ય વિશેના લેખોની બન્ને શ્રેણીમાં સારો ફાળો આપ્યો છે, એટલે તમારી સ્વકલ્યા્ણની વાતનો અર્થ હું એવી રીતે કરૂં છું કે પરકલ્યાણમાં જ સ્વકલ્યાણ રહેલું છે.

   Like

   1. જ્યારે આપણે સ્વ અને પરના યે ભેદ ભુલી જશું ત્યારે સાચું કલ્યાણ સધાશે. આ માત્ર વેદાંત સિદ્ધ કરી શકે. આપણને વેદાંતનો વારસો મળ્યો છે માટે નથી કહેતો પણ તેના સીવાય ક્યાંય તમને કોઈ છાતી ઠોકીને કહેતું જોવા નહીં મળે કે :

    તમે અને હું એક છીએ.

    સ્વામી વિવેકાનંદને ધ્યાનનો આનંદ મળવા લાગ્યો પછી તે રામકૃષ્ણ પરમહંસને કહેવા લાગ્યાં કે હું તો સતત આ દિવ્ય આનંદમાં તરબોળ રહેવા માંગુ છું. ઠાકુરે તરત કહ્યું અરે હટ ! આવી છીછરી બુદ્ધિ? જો તું તારા ધ્યાન જ્ઞાનનો ઉપયોગ અન્યના કલ્યાણ માટે ન કર તો તે શું કામનું છે? તે તો મહા સ્વાર્થ થયો.

    અને પછી તેઓ કહેતા કે : મારા શરીરમાં લોહીનું અંતીમ બીંદુ હશે ત્યાં સુધી હું માનવ જાતના કલ્યાણ માટે કામ કરીશ. તેમણે માત્ર કહ્યું નથી કરી યે બતાવ્યું છે તે આપણે જાણીએ છીએ.

    આવું સહુ કોઈ કરવા પ્રયત્નશીલ થાય તેવી યે તેમને આવનારી પેઢી પાસે અપેક્ષા હશે.

    Like

  2. એટલા માટે ધર્મ / અર્થ / કામ અને મોક્ષ આ ચારેયને સરખું ભારણ આપવામાં આવેલું.
   I have written an article on the limitations of these four “Purusharth” few years ago. Hopefull it will appear on this blog sometime in future. No point to go in detail at this time.

   Like

   1. મર્યાદા તો માનવના જન્મની સાથે જ શરુ થઈ જાય છે. તે મર્યાદાથી છુટવા માટેના જ બધા પ્રયત્નો હોય છે. આપનો લેખ વાંચવાની ઈંતેજારી રહેશે.

    શા માટે આપ સહુ ગુજરાતીમાં નથી લખતાં? કઈ મર્યાદાઓ નડે છે?

    Like

 5. શ્રી દીપક ધોળકિયા,

  જે માનવતામાં માને તેને હું રેશનલ ગણું છું. પરંતુ રેશનાલીઝ્મનું લેબલ, જે ઈશ્વરમાં નથી માનતા તેને આપવામાં આવ્યું છે. એની સામે મારે કંઈ વિરોધ નથી. જે કોઈ માનવતાનું કામ કરે તે વ્યક્તિ ઉત્તમજ છે. દરેક વ્યક્તિ માનવતાનું કામ કરે તો ઘણા પ્રશ્નોનો અંત આવે.

  ગુજરાતની પ્રજા તો ઘણી રેશનલ છે. કહેવાનો અર્થ એ છે કે આપણો હિંદુ સમાજ જ્ઞાતિઓથી બન્યો છે. તમારું જે લાસ્ટ નેમ કે અટક છે એ તમારી જાતની કે જ્ઞાતિની ચાડી ખાય છે. જે જ્ઞાતિના સમાજો છે તેનાથી તે તે જ્ઞાતિની અંદર પણ ઘણા માનવતાના કામો થતા હોય છે. જ્યાં સુધી આ ધંધાથી પડેલી અટક રહેશે ત્યાં સુધી જ્ઞાતિને કોઈ નાબુદ કરી શકે તેમ નથી. આજકાલ ભારતમાં ઘણી જ્ઞાતિના લોકો પોતાની જ્ઞાતિથી અલગ એવી જ્ઞાતિના લોકોને લગ્ન થકી સ્વીકારતા થયા છે અને તે એક સારી નિશાની છે. હવે કન્યાની અટકતો તેના પતિની હોય તેજ થવાની. એટલે જ્ઞાતિ પ્રથાને નાબુદ કરવાનું કામ અતિ કઠીન છે. બારડોલીમાં ગાંધીજીએ એક વાણીયાની દીકરીને હરીજન( મુકુન્દ કલાર્થી ) જોડે પરણાવી હતી પરંતુ તે પછી કઈ આગળ ચાલ્યું નહિ.

  ધર્મના લેબલથી કોમ બનતી હોય છે. અને આઝાદી સમયે દેશના ભાગલા થયા તે કોમવાદથી થયા. હવે આપણે હિંદુઓ પાસેથી ધર્મનું લેબલ લઇ લઈએ અને ફક્ત માનવતાનું લેબલ આપીએ તો વેક્યુમ થશે. જ્યાં વેક્યુમ થાય ત્યાં પ્રેશર તેની જગ્યા લેવાનુજ છે. આપણે જે કોમવાદને નાબુદ કરવાનું કહીએ છીએ, તે સામે પક્ષે કેટલું સ્વીકારવામાં આવે છે તે પણ જોવું જોઈએ. “ઈશ્વર અલ્લાહ તેરો નામ’ એવું તો આપણે બહુ આસાનીથી ગાઈએ છીએ, સામે પક્ષે ગવાય છે કે નહિ તેની તપાસ કરવી જોઈએ અને તે પછી કોમવાદ નાબુદ કરવાની વાત કરવી જોઈએ એવું હું માનું છું.

  માનવતાની વાત બરાબર છે. જ્ઞાતિવાદના મૂળ ઘણા ઊંડા છે, ક્યા સુધી રહેશે એ કહેવાય નહિ. હું એટલુજ સમજું કે હિંદુ પ્રજા એકબીજાની જ્ઞાતિને સ્વીકારી લગ્ન વહેવારમાં ઉદારતા રાખે અને ગાંધીજીનો દાખલો અનુસરે.

  Like

 6. રામાયણ, મહાભારત પછી જૈન, બૌદ્ધ વગેરે આવ્યા.
  રામાયણમાં વાલ્મીકી રામાયણ, ભવભુતી રામાયણ અને તુલસીની રામાયણમાં ઘણો ફરક છે.
  ભવભુતી નાટક કરતો અને રામાયણનું નાટક કરવું હોય તો સ્ટેજ ઉપર જ થાય.
  ભવભુતીએ ઘણાં ફેરફાર કરી રામાયણ બનાવી જે રામાયણ અયોધ્યામાં નહીં પણ મીથીલામાં બની.
  મહાભારતમાં ગીતા વાંચો. એમાં ઠેર ઠેર સંજયનું નામ આવે છે એટલે કે યુદ્ધ પછીનું વર્ણન કોઈ કવીએ કે લેખકે રચેલ છે એ ખબર પડી જાય છે.
  યુદ્ધ પુરુ થયા પછી બારોટ ચારણો ઉમેરી ઉમેરી ચંદ બારોટનું કામ કરતા અને ગીતા એ કોઈ મોટા બારોટે લખી એમ લાગે છે.

  જૈન અને બૌદ્ધ ધર્મ એ હીન્દુનો એક ફાંટો કે પેટા જ્ઞાતી છે. મુર્તી પુજા, લગ્ન સંસ્કાર અને તીથીનો વાદ વીવાદ જુઓ, બધું હીન્દુઓની જેમ છે.

  ટુંકમાં બૌદ્ધે ગૃહ ત્યાગ કરી બૌધત્વ કે મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું એ ભવભુતીના જમાનામાં (બરોબર વાંચો પાંચમી છઠ્ઠી સદી પછી) ઉપજાવી કાઢેલ નાટક છે. મહાવીર અને બુદ્ધ પછીના ૧૦૦૦ વર્સમાં અનુયાયીઓ બધું ફેરફાર કરી નાખ્યું. આ નાટકમાં બીચારા બૌદ્ધ ધર્મનો તો નામસેસ થઈ ગયો.

  અજંતા, ઈલોરા, કાર્લા ભાજાની ગુફાઓ અને અશોકના સીલાલેખ ચાડી ખાય છે તે સીવાય એ હીન્દુની એક જ્ઞાતી કે પેટા જ્ઞાતી છે.

  જૈનો એમ જરુર કહે છે કે આ સંસારનો કોઈ ધણી ધોરી નથી અને ઈશ્વ્રર, ભગવાન જેવી કોઈ ચીજ નથી પણ નજીકના જૈન મંદીરમાં જાઓ. પુજા કરતા ભકતોને જુઓ એ હીન્દુઓથી ચડી જાય એવી રીતે ઈશ્વર કે ભગવાનની પુજા કરે છે.

  આજની તારીખમાં ભારતમાં ધર્મ એટલે ભૃસ્ટાચાર જેના ફળ સ્વરુપે લોકોને ગરીબાઈ ભેટ મળે છે.

  ઈસુ ખ્રીસ્ત અને મહમદ પયગંબરના ધર્મ વીશે ચર્ચા કરવી એના કરતાં પાઉન્ડ, સીલીગ, પેન્સ અને ગીની ભેગી કરવું વધારે યોગ્ય લાગશે.

  આટલી બધી શોધો થઈ જેમાં પૃથ્વી ગોળ ફરે છે અને સુર્યની આસપાસ ફરે છે એ આવી જાય. સીતળાની રસી આવી જાય. ન્યુટન આવી જાય. મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈટરનેટ આવી જાય. મુળ હેતુ તો રુપીયા કમાવવાનો હતો અને પછી આવ્યો માનવ વાદ.

  જ્યારે ભારત અને એની આસપાસના ધર્મમાં ગરીબાઈ અને ભૃસ્ટાચાર સીવાય કાંઈ નથી અને એ આપણે જોઈ રહ્યા છીએ અથવા એ કર્મ ભોગવી રહ્યા છીએ.

  Like

 7. Mitro,
  Tatvagyan shu aape chhe ? Vato na vada ? Valovi valovine paninu pani ? Rojinda jivanma ek majurna jivanma ae tatvagyan shu aape chhe ?

  Dharma etale Religion ? Murtipuja ? Bhagavanna naame charikhata manavoni puja ?

  Dharmane harek vyaktini biji vyakti mateni FARAJ samjo ane prashna hal thai jase. MANAVTA EJ MANAV DHARMA !

  On August 05, 2010 Star-Ledger news paper carried one article…A pledge.
  ( Maaf karjo aa PLEDGE mare English bhashama lakhavi pade chhe )
  Of INTEREST : Heading:
  “40 American billionaires take ‘ giving pledge ‘ to share the wealth.”
  Forty wealthy families and individuals have joined Microsoft co-founder Bill Gates and billionaire investor Warren Buffett in a pledge to give at least half their wealth to charity.

  Six weeks after launching a campign to get other billionaires to donate most of their fortunes, the chairman and chief executive of Berkshire Hathaway released the first list yesterday of people who have signed what he and Gates call the “giving pledge.”

  Joining Buffett and Microsoft founder Bill Gates in the pledge are Oracle CEO Larry Ellison; New York Mayor Micheal Bloomberg; Tom Steyer,head of hedge fund firm Farallon Capital; Home Depot founder Bernie Marcus, CNN founder Ted Turner and IAC/Interactive CEO Barry Diller.

  The effort, known as the Giving Pledge, encourages the wealthiest individuals and families in America to commit to give most of their money to philanthropic causes and charities, either during their lifetime or after their death……………..
  Many of the people taking the step already were giving a lot of money to charity………

  Aane MANAV DHARMA KAHEVAI…..VATONA VADA NAHI…PRACTICAL LIFE JIVO….VATONA VADA BANAVAVANU KAAM CHHODO…..
  further……….He also argued it’s important to make an example of what they are doing for others.
  “It’s far more important that they tell people what they’re doing,” Buffett said. ” It will influence other people 20,30 years from now.”

  Gitagyanni katha,Ramayanni katha, Mahabharatni katha….Kathakaro ane Bhakto bannene maate SMASHAN VAIRAGYA CHHE. TERA TEL GAYA MERA KHEL GAYA. AAJ SUDHINA DAKHALA CHHE KE KATHAKARO SUNYA MATHI KARODADHIPATI THAYA CHHE ANE BHAKTONA GAJAVA KHALI THAYA CHHE.
  AA BADHA KATHAKARONE EK CHALLENGE AAPU CHHU….
  SACHA TAN ANE MANTHI…TAME BADHA GANDHIJINE RASTE CHALINE TAMARA “SATYA NA PRAYOGO” LAKHO. TAMARA IESTA DEVTANA ANE TAMARA MA-BAAPNA SOGAND KHAINE AA SATYATHI TAMARI AATMA KATHA LAKHO. JO NAHI LAKHI SHAKO TO KATHA KARVANU BANDH KARO.

  Like

 8. મૂરજીભાઈના લેખના સંદર્ભમાં સ્વ. પ્રા. રમેશભાઈ વિ. પરિખનો એક લેખ અહિં પ્રસ્તુત છે જે વાચકોને આ વિષયના ચિંતનમાં ઉપયોગી થશે.

  માનવજીવનમાં ધર્મનું આટલું બધું મહત્વ કેમ છે ?

  આપણે મનુષ્યનો આકાર પામ્યા છીએ; પરંતુ આપણો આંતરિક સ્વભાવ મનુષ્ય કરતાં વિશેષે પશુ જેવો છે. પશુમાં અને માણસમાં મૂળભૂત સ્વભાવની બાબતમાં કોઈ ફરક નથી. પશુ પણ કેવળ તેના સ્વાર્થ માટે અને સલામતી માટે જીવે છે; તેમ માણસ પણ તેના સ્વાર્થ અને સલામતી માટે જીવતો જણાય છે. કૂતરો અજાણ્યાને જોઈને ભસે છે અને દુશ્મન જાણીને કરડે છે. માણસ પણ પોતાના દુશ્મનની સામે અપશબ્દો બોલીને ભસે છે અને તેને હાનિ પહોંચાડીને કરડે છે. સિંહ અને વાઘ હિંસક બનીને, પોતાના શિકાર ઉપર તરાપ મારે છે, તેમ માણસ પણ પોતાનો સ્વાર્થ સાધવા, બીજાનું ખૂન કરવા સુધીની ક્રૂરતા આચરે છે. ભૂંડ ગંદકીમાં પડ્યા રહેવાનું અને જે–તે પદાર્થ ગમે તે સમયે ખાવાનું પસંદ કરે છે; તેમ માણસ પણ અનીતિ દુર્ગુણો, પાપાચરણ વગેરેની ગંદકીમાં જીવે છે અને કશા વિવેક વિના, જ્યાંથી જે કંઈ મળે તે ખાધે રાખે છે. પ્રજોત્પત્તિ એ પશુઓનો આનંદ છે; તેમ માણસોનો પણ છે. આમ, માનવમાં પાશવી સ્વભાવ ઘણા મોટા પ્રમાણમાં છે.

  આ સ્થિતિમાં માણસ પશુમાંથી સૌ પ્રથમ મનુષ્ય બને અને માનવતાના ગુણો વિકસાવીને જીવે તે જરૂરી છે. માણસની માણસાઈથી તેને માણસ કહી શકાય. આવી માણસાઈ માટે ધર્મ જરૂરી છે. દરેક ધર્મના શાસ્ત્રોએ સૌ પહેલાં માણસને સારા માણસ બનવાનો ઉપદેશ આપ્યો છે અને માણસાઈનો માર્ગ બતાવ્યો છે, જેને નીતિધર્મ કહેવામાં આવે છે. જેમ ગંદા વાસણમાં ભરેલું પાણી ગંદુ બને અને તે પીવાથી રોગ થાય, તેમ પશુ–સ્વભાવને લઈને માણસનું મન ગંદુ હોય. તે ગંદા મનથી કોઈ સુખ પામી શકે નહિ; તેથી શરીર અને મનની ગંદકીને દૂર કરવા, તેમને શુદ્ધ અને પવિત્ર બનાવવાની પહેલી જરૂર છે. શરીર અને મનની શુદ્ધતા અને પવિત્રતા નીતિ–ધર્મોના પાલનથી થાય છે, માટે સૌ ધર્મોએ નીતિધર્મોના પાલનને પહેલું ધર્માચરણ કહ્યું.

  માણસનું તન–મન શુદ્ધ અને પવિત્ર બન્યા પછી, તે સ્વસ્થ ચિત્તે તેના પોતાના સ્વરૂપનો, ઈશ્વરના સ્વરૂપનો અને જગતના સ્વરૂપનો વિચાર કરી શકે. આ વિચાર દ્વારા તે ઈશ્વરને પામવાનો માર્ગ લઈ શકે. ધર્મનું આ બીજું સોપાન છે, જેને આત્મધર્મ કહેવામાં આવે છે.

  આત્મધર્મના પાલનથી અને સાધનાથી મનુષ્ય માણસમાંથી દેવ જેવો બની શકે છે. તેની માણસાઈ દિવ્યતાની કક્ષાએ પહોંચે છે. આથી, માણસને નરમાંથી નારાયણ તરફ જવા માટે ધર્મરૂપી સાધનની ખાસ જરૂર છે. શાસ્ત્રોએ કહ્યું કે મનુષ્યરૂપે જન્મ લેવા છતાં જેનામાં ધર્માચરણ વિકસ્યું નથી, તે પશુ જેવો છે. ‘ધર્મેણ હીના: પશુભિ: સમાના:’ આથી, જગતમાં દરેક સ્થળે, દરેક સમયે, દરેક માનવસમાજે ધર્મને મહત્વ આપ્યું છે અને જીવનમાં ધર્મનો સ્વીકાર કર્યો છે.

  – સ્વ. પ્રા. રમેશભાઈ વિ. પરિખ

  Like

 9. શ્રી મુરજીભાઇ નો ખુબ ચિંતન ભર્યો લેખ. અત્યારસુધી એમ લાગતું હતું કે લેખક એક નીરેશ્વરવાદ માં માનનારી વ્યક્તિ છે અને ધર્મના નામ સાથે તેમને વાંધો છે. ધર્મના અર્થ ઘણા બધા ચિંતકોએ કર્યા છે. અને ભારે ભારે શબ્દોમાં તેનું વિવરણ કરેલું છે. દરેક વ્યક્તિની ધર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ જુદો જુદો હોઈ શકે. અને તે અંગે કોઈને વાંધો લેવાનો ના હોય. મારા અંગત મત પ્રમાણે, ધર્મ એક જીવન જીવવાની પ્રચલિત રીત છે. વ્યક્તિએ પોતાની દિનચર્યામાં કેમ વર્તવું એનું માર્ગદર્શન છે. જેને કારણે સમાજ ફળેફૂલે છે. અને માન્ય સમાજજીવન નભે છે. સામાજિક વ્યવસ્થામાં વૃત્તિઓ (જેવીકે લડાયક વૃત્તિ, પ્રમાદ, આળસ,વ.વ.) નું imbalance થતા કોઈ નવો માર્ગદર્શક આવીને તે સુધારે છે. મૂળ આર્યો કે જેઓ શું ધર્મ પાળતા હશે તે ખબર નથી પણ કૃષ્ણે આવીને ખેતી તથા પશુપાલન શીખવ્યું.પરિણામે આજ પણ આપને શાકાહારી છીએ.અને એટલે કૃષ્ણ યોગેશ્વર કહેવાયા.શ્રીરામે દક્ષીણ માં વસતી પ્રજાને સંસ્કૃત બનાવી, અને થોડો સમય માટે તેમ કર્યું અને તેથી મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. હિંદુ ધર્મમાં લડાયક વૃત્તિઓ વધી જતા, બુદ્ધ અને મહાવીર આવ્યા,અને અહિંસા ઉપર ભાર મુક્યો. આમ ધર્મ જીવન જીવવાની પદ્ધતિ બતાવે છે.બાકી તો સત્ય સમયાંતરે બદલું રહે છે. કહે છે કે ભગવાન જ સત્ય છે. જેને તે શોધવું હોય તે શોધ્યા કરે, આપણે તો સમાજના પ્રચલિત બુદ્ધિગમ્ય પ્રમાણભૂત ધારાધોરણો પ્રમાણે જીવો અને જીવવા દો.

  Like

 10. enlightenment stories

  રાજકુમાર સીદ્ધાર્થ, ગૃહત્યાગ કરી (મહાભીનીષ્ક્રમણ કરી) જંગલના એકાન્તમાં, ખુબ લાંબા સમય સુધી ધ્યાન ધરે છે – વીચાર કરે છે. શરીરને ભુખ્યું–તરસ્યું રાખી, વર્ષોની લાંબી વીચાર–પ્રક્રીયામાંથી પસાર થઈને (ધ્યાન દ્વારા) એમને જે જ્ઞાન થાય છે એના લીધે તેઓ ‘બુદ્ધ’ કહેવાયા છે.

  http://www.ashram.org/PujyaBapuji.aspx
  http://www.realization.org/page/doc0/doc0015.htm
  http://consciousness.consumercide.com/osho_enlightenment.html

  Like

 11. This article is very interesting and full of philosophy. In 21st century ,people have changed their views. Inter caste and inter national marriages are very common. Let me tell you the truth, when I was growing up in Bombay , couple of my friends committed suicide , Reason- inter caste marriages.

  please visit
  http://www.pravinash.wordpress.com

  Like

 12. Gandhiji, Satyana prayogoni prastavnama…page: 8…Hun pujari to satyarupi parmeshwarno ja chhun.
  Chapter: 10…DHARMANI JHANKHI
  Ahin Dharmano udar artha karvo joiye. DHARMA aetale AATMABHAN, AATMAGYAN.
  ************************************************************************************************************
  Jetpur-Amadavadna rahevashi ( San; 1600 – 1655 ) 17mi sanchurima janma ane jivan dhandhe Soni. Sant Gokulnathna chela ane ‘Bhakti’ sampradaina vahak. Jivan karmabhakti ane vairagyamai jivan jivya. Jindagino anubhav duniyane ‘CHHAPPA’ na rupe kavita karine ‘ CHABKHA’ marine shikhavavanu karya kariu te…AAKHA na thoda chhappane vagodiye.

  (1) Aandharo sasaro ne shangat vahu,

  katha sambharva chaliya sahu.
  kahiu kai ne samajiya kashu,
  aankhnu kajal gale ghasiu.
  undo kuvo ne fati bock,
  sikhiu sambhariu sarve fok.
  (2)Ek murakhne evi tev,
  pathar etala puje dev
  pani dekhi kare snan
  tulsi dekhi tode paan
  ae Akha vadhu utpat
  ghana parmeshvar ae kyani vaat ?
  (3) pote harine jane less
  ane kadhi betho guruno vesh
  jyam saapne gher parono saap
  mukh chhati variyo gher aap.
  (4) Tilak karta trepan thaya
  japmarana naka gaya
  katha suni futya kaan
  Aakha, toi na aviu bhrahmgyan.

  Like

  1. ગુજરાતી થઈને અંગ્રેજીમાં કોમેન્ટ લખનારાઓને અંગ્રેજીમાં લખતા બંધ કેમ કરશો? તેમની કોમેન્ટ વાંચવાનું બંધ કરો. તેમને પ્રતિભાવમાં માત્ર એટલું જ કહેવાનું કે જે કાઈ કહો તે ગુજરાતીમાં કહો.

   Like

 13. ઘણો સરસ લેખ છે
  સ્ત્રીઓથી ભાગતા સાધુઓને દિક્ષા આપતા પેલા તેઓના અંડકોષ કાઢી લીધા પછી દિક્ષા આપવી જોઈએ , જેમ ફક્ત ખેતી કામ માટે લેવાતા બળદના અંદ કોશ કાઢી લેવામાં આવે છે આતો ફક્ત મારું અંગત મંતવ્ય છે

  Like

 14. મુરબ્બી મુરજીભાઈ ગડાએ શરુઆત સીધ્ધાર્થ રાજાથી કરી છે.

  લોક તંત્ર કે લોકસાહી પહેલાં પોપાબાઈનું રાજ હતું. કોણ કોનું માથુ કાપી નાખતું એની ધાં ફરીયાદ જેવું કાંઈજ ન હતું. ધર્મ ને રાજ્યનો ટેકો હતો અને કહેવાતા ધ.ધુ.પ.પુ. એનો પુરો લાભ લેતા.

  આજે પણ એ ધર્મના નામે સ્ત્રીઓ અને દલીતો ઉપર અત્યાચાર થાય છે. ઓનર કીલીંગ એનો દાખલો છે. કોઈ પણ પુખ્ત વયનો યુવક કે યુવતી લગન કરે એમાં ધર્મ વચ્ચે ન આવવો જોઈએ. આ ધર્મગુરુઓએ નીતીમતાના નામે ઠગાઈ વધુ કરી છે.

  થોડાક વર્સ અગાઉ નેપાળમાં આખા કુટુંબની કતલ કરી ગાદી પચાવી પાડવામાં આવેલ અને આવું ભારતમાં રાજાસાહીના જમાનામાં નીયમીત બનતું હતું. મહમદ બેગડો તો રોજ ઝેર ખાતો જેથી કોઈ એને ઝેર આપે તો તે પણ પચી જાય. ડરના કારણે લોકો ધર્મગુરુઓને પુજતા હતા. એવી જ રીતે ભુવા ડાકલીયા કે ધુણનારાઓને પુજે છે.

  જેમ જેમ લોકસાહીનો વીકાસ થતો જસે આ ડર ઓછો થસે અને કાયદા કે નીયમનું સાસન લાગુ પડસે.

  ઓ ઈશ્ર્વર ભજીએ તુજને વગેરે બધી કવીતાઓ નીસાળમાંથી દુર થસે. રસ્તા ઉપર ઢોલ નગારા પીટી પીટી વીધ્યાર્થીઓના અભ્યાસમાં હેરાન કરનારાઓને દંડ થસે કે જેલ થસે.

  ચાર્ટર આવસે અને પોલીસ ચોકી કે સરકારી મકાનોમાં ધર્મ ધતીંગ અને ધાર્મીક વીધીઓ બંધ થસે.

  સચીવાલયો કે મંત્રાલયોમાં થતી બધી પુજા પ્રાર્થનાઓ બંધ થસે. માહીતી અધીકારની જેમ લોકપાલ ખરડો કાયદો બનસે એટલે મુખ્ય સચીવ, અગ્ર સચીવ, અધીક સચીવ, વીસેસ સચીવ, વગેરેની ફોજોએ ચાર્ટર પ્રમાણે વર્તન કરવું પડસે.

  Like

 15. Shri aataawaani,
  Tamara suggesion upar ek vichar………..
  Undakosh kadhilo to.pan…sambhog karvani itchha to thaiaj. tem karta barako nahi thai parantu….BARATKAR to thaij….TESTOSTERONE potana gun to batavej….
  Ek upai…Dixa aapavanu bandh karvu.
  Bijo: Parnelaoj sadhu… bani shake jemke aashramo chalavnar badha rushi munio parnela hata.

  Have KATHAKARO ane ANDHSHRADHHANO gerlabh lenarao mate…..
  * Andhshraddhano bhog banatani sankhiya lakhoni hoi chhe….Temne sudharvanu bhari pade….
  Parantu Andhshraddha no gerlabh leta kathakaro ane bijaoni sankhiya nani hoi chhe. Temne vash karo. samjavatthi mane to thik chhe nahito bija bhari pagala bharo….Temane dur karo…..
  NA RAHE BANS….NA BAJE BASURI……

  Like

  1. અંગ્રેજી મુળાક્ષરોમાં ગુજરાતી વાંચવું ખરેખર અઘરું પડે છે. તમે ગુગલ ટ્રાન્સ્લીટરેશનની મદદથી અંગ્રેજી મુળાક્ષરોને ગુજરાતીમાં ફેરવીને પછી પ્રતિભાવો આપો તો વાંચવાનું સરળ થાય.

   Like

  1. સાધુ સંસારી હોય કે કુંવારો તે મહત્વનું નથી. જે સાધુમાં સાધુતા હોય તેને આવકારો અને જેનામાં સાધુતા ન હોય તેને અવગણો તેમ હોવું જોઈએ. સાધુત્વ કપડાંથી નહીં લક્ષણોથી ઓળખી શકાય.

   http://bhajanamrutwani.wordpress.com/2010/03/07/hathabhyaso-hi-sanyaso/

   Like

 16. Sunday, 11 March, 2012 11:27 PM
  From:
  “Dipak Dholakia”
  To:
  “Govind Maru”

  શ્રી ભીખુભાઈ, તમારી વાત સમજાય એવી છે. હમણાં ઇન્ટરનેટની કઈંક એવી તકલીફ થઈ છે કે હું કૉઇ લિંક વાપરી જ શક્તો નથી એટલે ખાસ વાંચવા નથી મળતું કૉમેન્ટ લખીને ક્લિક કરૂં તો જવાબ આવે કે સર્વર નથી મળતો. લખેલું નકામું જાય. અમુક વાતોના જવાબ શ્રી અશ્વિનભાઇને આપ્યા છે એ અહીં પણ લાગુ પડે છે. અશ્વિનભાઈ માટેનો જવાબ પણ અહીં જ પોસ્ટ કરી દઉં છું કારણ કે આજે મારા ભાગ્ય અને આ બ્લૉગ ઊઘડ્યાં છે.
  (અશ્વિનભાઈMarch 11, 2012 at 1:52 pm.)

  ભાઈશ્રી અશ્વિનભાઈ,
  શ્રી ભીખુભાઈ એક સારા ચિંતક છે અને સ્વામી સચ્ચિદાનંદજીના પ્રશંસકો (અને કદાચ સહાયક પણ ?) છે, એટલે એમની વાતો પર હું હંમેશાં ગંભીરતાથી જ વિચાર કરતો હોઉં છું. આ પહેલાં પણ એમની સાથે સંમત-અસંમત થવાના પ્રસંગો આવ્યા છે. રૅશનાલિઝમને હું જે રીતે સમજું તે પ્રમાણે એક નાસ્તિક વિવેકબુદ્ધિવાદી હોઈ શકે પણ બધા વિવેકબુદ્ધિવાદી નાસ્તિક હોય એવું નથી. અહીં તર્કનું મહત્વ છે. હવે તમે બધા હિન્દુઓ રૅશનાલિસ્ટ થઈ જાય તેને અમુક કારણોસર યોગ્ય નથી માનતા. રૅશનાલિઝમમાં તો તર્કની દૃષ્ટિએ ઈશ્વરનું અસ્તિત્વ સાબીત થાય તો સ્વીકારવાનું છે, પણ હમણાં એની ચર્ચા નહીં કરીએ. માત્ર ઈશ્વર સિવાય પન એવી કેટલીયે બાબતો છે, જેને તર્કની કસોટીએ ચડાવીએ તો એ ખરી ઊતરે કે કેમ? હું નથી માની શકતો કે આપણે ગુજરાતી તરીકે આવા કોઈ અતાર્કિક વિચારો, ટેવોથી સંપૂર્ણ મુક્ત થયા છીએ. મને ઢગલાબંધ દાખલા યાદ આવે છે. જેવું આખા દેશમાં છે તેવું જ ગુજરાતમાં પણ છે. ગુજરાતમાં રૅશનાલિઝમનું જોર હોત તો શ્રી ગોવિંદભાઈનો આ બ્લૉગ ક્યારનોય બંધ થઈ ગયો હોત. પણ બ્લૉગ ચાલે છે અને બહુ લોકપ્રિય છે. અહીં જેમના લેખો આવે છે તેઓ ગુજરાતમાં જ મળતા પ્રત્યક્ષ અનુભવોના આધારે પોતાની વાત કરે છે, એ પણ તમે નોંધ્યું હશે.
  હવે જે વાત કહેવા માગું છું તે ગુજરાત સહિત બધા ભારતીયોને લાગુ પડે છે. આપણે રૅશનલ થઈ જઈએ તો પાવર વૅક્યૂમ કેમ ઊભું થઈ જાય તે મારે સમજાયું નહીં.. ઇતિહાસ તો એમ કહે છે કે આપણે હંમેશાં ધાર્મિક રહ્યા છીએ. કદીયે રૅશનાલિસ્ટ નહોતા. તેમ છતાં વિદેશીઓ આવ્યા અને રાજ કરી ગયા! ધર્મ આપણને બચાવી ન શક્યો. પહેલાં તુર્કો આવ્યા, પછી મોગલો આવ્યા, અફઘાનો આવ્યા, ફ્રેન્ચ આવ્યા, ડચ આવ્યા, પોર્ચુગીઝ આવ્યા, અંગ્રેજો આવ્યા. આપણે ગ્રહણોમાં સ્નાન કરતા રહ્યા, તીર્થયાત્રાઓ કરતા રહ્યા. અંદરોઅંદર લડતા રહ્યા, માણસ અડકી જાય તો અભડાતા રહ્યા. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અલગ રસોઈ રાંધીને જમતા રહ્યા! આખી એક સહસ્રાબ્દીનો ઇતિહાસ આપણી ધાર્મિકતા, અંધશ્રદ્ધા સામેનું તહોમતનામું છે. આપણે ત્યાં હંમેશાં આપણા માટે પાવર વૅક્યૂમ રહ્યું એટલે જ આપણા તત્વજ્ઞાનમાં પણ વૅક્યૂમના ગુણગાન ગાઈએ છીએ. પાવર હોય તો એ આપણા ભારતીયોના હાથમાં ન રહ્યો. આપણે આપણા જ લોકોને દગો દેતા રહ્યા. અને આજે દુનિયાએ પ્રગતિ કરી હોય તો વિજ્ઞાન અને રૅશનાલિઝમને કારણે. જે દેશોમાં ધર્મની પકડ ઢીલી પડી છે ત્યાં પ્રગતિ થઈ છે અને એનો લાભ આપણે સૌ લઈએ છીએ. આ દેશોમાં પાવર વેક્યૂમની ચિંતા કોઇએ ન કરી?

  તમે મુસલમાનોની વાત કરી છે. તમે જે રીતે વિચારો છો તે હું સમજી શક્યો છું. પણ એની સાથે હું સંમત થઈ શક્તો નથી. ઇદે મિલાદ નિમિત્તે મારા બ્લૉગ પર મેં લખેલો લેખ વાંચવા વિનંતિ છે. એમનામાં પણ હિન્દુઓ જેવી જ અંધશ્રદ્ધાઓ છે. કુરાનશરીફનો પહેલો ઊતરેલો શબ્દ ‘વાંચ’ છે પણ મુસલમાનો ભણવામાં પાછળ છે. સ્ત્રીઓના શિક્ષણમાં પણ પાછળ છે. ઇસ્લામમાં પુજારી વર્ગ નથી તેમ છતાં એમના પર મુ્લ્લાઓની મજબૂત પકડ છે. મુસલમાનો સત્તા કબજે કરી લેશે એવી અફવાને તમે આત્મસાત કરી લીધી હોય તો એ ભય કાઢી નાખવાની જરૂર છે. કારણ કે આજના જમાનામાં સત્તા માત્ર જે લોકો ભવિષ્ય ભણી જોતા હશે તેમના હાથમાં રહેશે. મુસલમાનો આધુનિક શિક્ષણથી દૂર રહે, પોતાની કન્યાઓને ભણાવે નહીં આધુનિક સમયનો તકાજો ન સમજે ત્યાં સુધી તો કઈં જ ખતરો ન માનશો.

  આવી ટીકા હું એટલા માટે કરી શકું છું કે મુસલમાનોને હું આ દેશના નાગરિક માનું છું. મુસલમાનોની ટીકા કરો, એમને મળો અને સીધા સવાલો પૂછો કે આમ કેમ છે ? એમનામાં જે પ્રગતિશીલ તત્વો હોય એમને ટેકો આપો અને એમનાં રૂઢિચુસ્ત બળોની સામે ટકવામાં ટેકો આપો. એ લોકો પર બન્ને બાજુથી દબાણ છે. બધા મુસલામાનો એકસરખું વિચારે છે એમ માનવાથી તો બદલામાં તમે એમને પણ તક આપશો કે એ પણ એમ જ માને કે બધા હિન્દુઓ એક સરખા. બન્ને કોમોની આ પરસ્પરની ઇમેજ એકબીજા સાથે લડ્યા કરે છે.
  ખરૂં જુઓ તો હિન્દુ સમાજમાં જ ઘણું એવું નથી કે સુધારવું પડે ? એના પર તો ધ્યાન ન આપીએ અને પાવર વેક્યુમની વાતો કરી એને રૅશનલ કેમ ગણાવી શકાય ? એક મુસ્લિમ રાજકીય નેતા પોતાની નેતાગીરી માટે દેશના ભાગલા કરાવે અને બીજા હિન્દુ નેતાઓ જલદી સત્તા હાથમાં આવી જાય તે માટે ભાગલા સ્વીકારી લે તેના કારણે બન્નેમાંથી એક પણ કોમની આજની પેઢીને આજની તારીખે હું જવાબદાર માનું તો એ રૅશનલ વિચાર ન ગણાય. હવે એ ભાગલા પણ ઇતિહાસની વાત થઈ ગઈ. આ પહેલાં તમે મુલાયમ સિંહ – માયાવતી જેવા રાજકારણીઓની ટીકા કરી હતી, કારણ કે એ લોકો સમાજના નીચા ગણાતા વર્ગમાંથી આવે છે. આજે તમે નવો મુદ્દો આપો છો. ગોધરામાં જે થયું તે ખરેખર અરેરાટી છૂટી જાય એવું હતું. એનો બચાવ થઈ જ ન શકે. પરંતુ, તે પછી જે કઈ થયું એને વાજબી ઠરાવવા માટે એ ઘટનાને આગળ ન ધરી શકાય. ગોધરામાં જે થયું તેના માટે મુસલમાનો જવાબદાર હોય તો પણ માત્ર ગોધરાના મુસલમાનો જવાબદાર ગણાય. એ જો જવાબદાર હોય તો એમને મૂર્ખ પણ માનવા જોઇએ કે આવું કરવાની એમના પર જ શી અસર થશે તે એ સમજી ન શક્યા. કોઈ પણ કારણસર એમના કૃત્યને હું વાજબી નથી ગણતો. આમ છતાં, કોઈ સરકાર એટલી કમજોર ન હોય કે એક શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ દળ મોકલીને આવા જઘન્ય અપરાધમાં સંડોવાયેલાને ચાર કલાકની અંદર પકડી ન શકે. આ વાત કરીને તમે માત્ર એવો સંકેત આપવામાં સફળ થયા છો કે એ વખતે ગુજરાત સરકાર નબળી હતી અથવા શું કરવું જરૂરી છે તે ન સમજી શકે એટલી બાઘી થઈ ગઈ હતી – અને એની આ બાઘાઈ આખા ગુજરાતમાં લાંબો વખત ચાલી. માફ કરશો, તમને આ રૅશનલ વર્તન લાગે છે પણ નીતીશકુમારને નહોતું લાગ્યું. હમણાં પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ તેમાં પણ આ વર્તનને રૅશનલ ન માનનારા મતદારોની સંખ્યા બહુ મોટી છે. પાવર વેક્યૂમની વાત કરીને તો તમે એમ જ કહો છો કે ધર્મનો ઉપયોગ સત્તા માટે થવો જોઇએ. આ વિચારસરણીમાં માનનારા લોકોની સંખ્યા દુનિયામાં ઘટતી જાય છે, એની ખાતરી આપવા માગું છું. મળતા રહેશું.

  – Dipak Dholakia from B-48/G-2 Dilshad Garden,Delhi 110095. Phone 011-22573880. Mobile :09818848753.

  Like

 17. Na saheb (Dipakbhai) hu Gujarat-ma je thahu teni science-ma manara apanh-ne sahune dakhala-ni drashti-thi kaheva magato hato! Vignan maneche-ke Cigarette peene najavbdar vartan karvathi akha building-ne aag lagi shake ane janmani-ni honarat thai shake! Gujarat-ma panh avarnavar political parties prerit bahu chhamakla thata reheta ane aa chhamakla rupi cigarette aa vakhate moti aag lagavi moti janhani kari! Tunk-ma jetlo Vak firefighters moda avya tetloj ke vadhare vak cigarette pinarno panh jovo rahyo!
  Biji vat rational thavani hati panh problem apanho ae chhe ke apanhe a badhi vat fakt samaj-na amuk varg sudhhij simit chhe! Je vargne aa vat pochadvani-chhe tya sudhi-to pahuchatij nathi! Je varg ke praja rational thinking karti thai gai chhe te to political kichadni gandh-thi trashine voting karva nathi jati! Teva loko potana voting adhikarni panh darkar nathi karta! Shu rational thinking karvani apanhi prerana apavano matalab political kichadthi dur rahi voting nahi karvu & political gindane gundo na kahevo ane teni same baddapo na karvanoj thato hoi to apanhe power vaccum-j sarji rahya chhie avo thai! Je loko ne rational thavani jarrur chhe & nat-jat-na bandhan chhodi desh-premi thavani jarru chhe te loko sudhi-to rationalism-ni vat-j pahochati nathi! Ane avaj lokoto apanha desh-ma king maker thaine betha chhe! Power vaccum khatarnak vastu chhe! Gorbechho-ae panh Russia-ni aaj halat kari! China-ni communist government panh power vaccum thaki-j aakha chin-ne angadi par nachave chhe ane America ani foreign policies change nahi kareto Chin dunyane bharkhi jashe! Apanhe Aurngajeb-ne jo kahi ke roki na shakie to Shivaji-ne rational thavani vat karvathi sho faydo? Anathi faydo khali Aurngajeb nej thai tevij kai parishiti thai rahi chhe! Andhshradha & rationalism-ni vato matenu target samaj-na badhha vargo-ne dhyan-ma rakhine karye to desh-ne ane badhane faydo thai! King-maker varg upper apanhe vadhu shakti & resources kendrit karvani jarrur chhe!
  Dipakbhai tamari pragati-shil deshoma dharm-nu jor nathi te vat sathe sahmat nathi! Us & European nations ma dharm-nu apanha desh karta panh vadhu jor chhe te tame te desho-ma raho toj khabar padhe! Human-rights-ni babat-ma ae loko khash dhyan ape-chhe tethi apanh-ne ae loko biji badhi babat-ma pahn dildaar chhe tem lage pahn te loko church-ma bahu rudhi chust chhe ane aamni missionaries na lokone madad karava pacchad pahn jetla vadhu loko convert thai tej ashay hoi chhe! Ae badha vikshit deso-ni shankruti & temnu ashtitav pahn praman-ma apanha karta pamahn-ma bahu nani-vay-nu chhe/navu chhe! Temni pase vadhare resources chhe & mainly temani political system bahu satet, desh-bhakt & educated chhe tethij tevo bahu vishit thayela chhe! Tathij hu kahu chhu-ke jya-sudhi apahne political gunda-o-ne retire kari nava desh-bhakt & educated peopel-ne nahi chutie tya-sudhhi apahne nish-fad jai-shu! Pragati-na labh khali amuk ganha-ganthia loko sudhi-j simit hashe! Political system-ne sudharva mate apahnu badhu jor & target king-maker varg par kendrit thavu joye!

  Like

 18. અંગ્રેજીમાં લખાનારાઓ માટે મીત્ર અતુલભાઈ જાનીએ ૨-૩ જગ્યાએ લખ્યું છે કે ગુજરાતીમાં લખો.

  ગુગલ ભાસાંતર અને ઘણાં પાટીયા ઉપર ગુજરાતીમાં સહેલાઈથી લખી સકાય છે.

  મીત્રો, ગુજરાતીને અંગ્રેજી લીપીમાં લખવાથી બરોબર વંચાતુ નથી.

  Like

 19. ધર્મ માનવ રચિત છે. ઈશ્વર રચિત કે પ્રેરિત નથી. હા, માનવ સમૂહ – સંસ્થાને જકડી રાખનાર અજ્ઞાત ભય હોઈ શકે!

  Like

 20. મારા મંતવ્ય પ્રમાણે :
  (1) Rationalismમાં રંગાયેલા કોઈ કારણોસર રાજકીય નીરસતા સેવે છે!
  (2) 2000 વર્ષો પહેલાં ગભરાતા ગભરાતા ફરતા ખ્રિસ્તીઓને પણ ખબર હતી કે કોઇપણ પરિવર્તનમાં સત્તાને સમાવીયા વગરનુ શાણપણ ના કામનુ છે તેથી જ પહેલું કામ તેમણે રોમન કિંગને convert કરીયો જેણે પોતાની પ્રજાને ખ્રીસ્તી ધર્મમાં convert કર્યા!
  (3) ભારતના આ generationનાં રાજકારણીઓમાં nationalismનો અભાવ હોવાથી rationalismનો દુરુપયોગ કરવાને પૂરેપૂરા સક્ષમ ે.
  (4) Rationalismનો વાવડ king-maker વર્ગ સુધી પહોચાડીયા વગર બહેરા સામે ઢોલ નગારા પીટવા બરાબર! King-maker વર્ગ આજના રોમન કિંગ બરાબર છે!

  Like

  1. અશ્વિનભાઈ,
   તમારૂં અવલોકન સાચું છે. રૅશનાલિસ્ટોએ રાજકારણમાં આવવું જોઇએ કારણ કે સમાજની વિચારધારા પર રાજકારણ અને રાજકારણીઓનો બહુ પ્રભાવ હોય છે.

   પરંતુ,’એક વ્યક્તિ-એક મત’ની વ્યવસ્થા આપણા દેશમાં વિકૃત થઈ ગઈ છે અને એનું સ્થાન જાતિ આધારિત વ્યવસ્થાએ લીધું છે. આથી, રૅશનાલિસ્ટોએ પણ બાંધછોડ કરવી જ પડશે. તે સિવાય ચૂંટાય જ નહીં!

   Like

 21. Mitro,
  Mari simit shakti mate maafi mangi lau chhu. Gujarati fonts haju me vapariya nathi. Maaf karjo.
  Lok-Milap trust / Sampadak :Mahendra Meghani ni ” ROJROJNI VAACHANYATRA : 2
  Aapana vishayana sandarbhma…..
  Vanchava layak vicharo:
  (1) Al-Amin by Kaka Kalelkar (2) Avari Doravani by Gagubhai Punshi (3) Aapki Jayadad by Javaharlal Neharu. (4) Undar Chtan Chhe by Vinoba Bhave (5) Aaramkhor Praja : Haramkhor Neta by Gunvant Shah (6) Aava chhamaklanthi shun varase ? by Vinoba Bhave (7) Iman ka Rang by Rehana Yaibji (8) Ekade Ekthi by Chandravadan Mehta (9) Khumari Kyan ? by Father William

  and many more……..These articles have something to tell us regarding our topic of interest in this blog.

  Like

  1. ગુજરતીમાં ટાઈપ કરવા માટે અહિયા ક્લિક કરો…………

   http://www.vishalon.net/Download.aspx

   Download Indian language transliteration tools for Individuals and developers
   http://www.vishalon.net
   Download online/offline transliteration tools for easily typing into Bengali(Assamese, Bengali, Manipuri), Devanagari(Hindi, Marathi, Nepali, Sanskrit), Gujarati, Gurmukhi(Punjabi), Kannada, Malaylam, Oriya, Tamil, Telugu. Get standalone application, javascript library, TinyMCE, FCKEditor, WordPress…

   Like

 22. આ ચર્ચા મને તો હજુ પણ અધુરી લાગે છે, હજુ વધુ અર્થસભર ચર્ચા અને વિચારોને અવકાશ જણાય છે………

  Like

 23. પ્રાચીન કાળમાં જે રાજાઓ નવા ધર્મનો અંગિકાર કરતા, તે ધર્મનો ફેલાવો જલ્દી થતો, અને એમાં પણ જો રાજા ચક્રવર્તી હોય તો નવા ધર્મનો વિસ્તાર વધે.

  આશોકે બૌધ્ધ ધર્મનો અંગિકાર કર્યો ત્યાર બાદ તે વધારે વિસ્તર્યો. હા, બ્રાહ્મણવાદને લીધે તે ભારતમાં બહુ ફેલાઈ શક્યો નહીં, પરંતુ ભારતની બહાર…

  Like

 24. ભીખુભાઈ અને શરદભાઈની કોમેન્ટો વાંચીને મને પણ મારો ડપકો મૂકવાનું મન થયું.
  મેં સ્વામી સચ્ચિદાનંદજીના ઘણાં પુસ્તકો વાંચ્યા છે. ૧૯૯૧માં દંતાલી જઈને મળ્યો પણ છું. સ્વામીજી એક પ્રખર જ્ઞાની, મહાન ધર્મશાસ્ત્રી, આધૂનિક ધર્મસુધારક, તેમજ સામાજીક સ્પષ્ટ વક્તા અને કાર્યકરતા છે. મને એમના વિચારો ગમે છે.

  આચાર્ય રજનીશ-ઓશોના પણ થોડા પુસ્તકો વાંચ્યા છે. વડોદરામાં એમને સાંભળ્યા પણ છે. ઓશો આ યુગના એક પ્રખર જ્ઞાતા, રહસ્યદર્શી ફિલોસોફર હતા. એક ક્રાન્તિકારી પ્રબુદ્ધ, વિચારક હતા. હરિવંશરાય બચ્ચનના શબ્દોમાં “ઓશોની વાણી આ યુગની અનિવાર્ય આવશ્યકતા છે.” ઓશો ના એક પુસ્તક “ભારતના સળગતા પ્રશ્નો” માંથી – “મારી વાતોને માની લેવાની કોઈ જરૂર નથી. મારી વાત સાંભળો તો તે મોટી કૃપા છે. એના ઉપર વિચાર કરશો તો ઘણી મોટી કૃપા થઈ એમ હું માનું છું. અને જો વિચાર કરશો તો મને લાગે છે કે સમાધાનો મળી રહેશે.”

  ગૌતમ બુદ્ધની જેમ ઓશો પણ કહે છે કે હું કહું છું માટે તમે માનશો નહીં. તમારી વિવેક બુદ્ધિથી વિચારીને જે યોગ્ય લાગે તે જ ગ્રહણ કરજો.

  મારો ગુરુ હું. હા, વાંચો, વિચારો, સાંભળો, પણ અંતે નક્કી કરનાર હું પોતે. કોઈને ગુરુપદે સ્થાપવાથી, કે એક પેડિસ્ટલ પર મૂકવાથી વ્યક્તિ પૂજાનો ભય રહે છે અને બીજુ ગુરુ ને બધી જ બાબતોનું જ્ઞાન છે એમ માનતા થઈએ છીએ. હા, ગુરુને એક ગાઈડ, માર્ગદર્શક, આંગળી ચિંધનાર બનાવી શકાય. પણ ખૂબ સાવધાન રહેવું પડે. પેડિસ્ટલ પર પહોંચી ના જાય એ જોવું રહ્યું

  રેશનાલીસ્ટ આસ્તિક પણ હોઈ શકે અને નાસ્તિક પણ હોઈ શકે. એ એક સત્યશોધક છે. જો કાળક્રમે ઈશ્વરનું અસ્તિત્વ સાબીત થાય તો એ પણ એ હર્ષથી સ્વિકારશે.

  Like

 25. મીત્ર મુરજીભાઈ ગડા માટે :

  ભારતના બંધારણની કલમ ૫૧એ(એચ) : ભારતના દરેક નાગરીકનું એ કર્તવ્ય હશે કે વૈજ્ઞાનીક દ્દસ્ટીકોણ, માનવવાદ અને જ્ઞાનાર્જન તથા સુધારાની ભાવનાનો વીકાસ કરે.

  આ હીસાબે લોકસભા અને રાજ્યોની ધારાસભાઓ તો વૈજ્ઞાનીક દ્દસ્ટીકોણને બદલે કુંભમેળાઓનું આયોજન અને હજયાત્રીઓને આર્થીક મદદ કરે છે. સરકાર ઠેરઠેર મંદીરોમાં લોકોને લાઈનમાં ઉભા રાખી ધક્કા મુક્કી કરી મૃત્યુના મુખમાં ધકેલે છે.

  હવે પ્રજાસતાક ગણતંત્ર રાજ્ય જો ધર્મનો આસરો લે તો સામાન્ય પ્રજાજન તો ધર્મને અનુસરે એમાં કાંઈ નવીનતા નથી.

  બાબરી મસ્જીદ બાબત રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે બાંહેધરી આપેલ કે બાબરી મસ્જીદ તોડવામાં નહીં આવે પણ અડવાણી અને બાજપેયીના જનુની ટોડાએ સુપરીમ કોર્ટમાં આપેલ બાંહેધરીની ઐસી તૈસી કરી તોડી નાખી.

  આ રથયાત્રા ગુજરાતના સોમનાથ મંદીરથી સરુ થઈ અને પ્રજાસતાક ગણતંત્ર રાજ્યને કલંક લાગ્યું. આ બાબરી મસ્જીદ તુટ્યા પછી મુંબઈ, ગુજરાતમાં કોમી હુલ્લડો અને તોફાનો થયા તથા આંતકવાદને વેગ મળ્યો. મુંબઈ અને અન્ય જગ્યાએ બોમ્બધડાકા થયા. અજમલ કસાબ એન્ડ કુમ્પનીએ મુંબઈ ઉપર હુમલો કર્યો.

  કારણ એક જ રાજ્ય ધર્મને મદદ કરે છે…

  Like

 26. ધર્મને આપણી કઇ રીતે મૂલવીએ છીએ તે પર બધો આધાર છે. માનવીય વિકાસ માટે ધર્મ ઉપરાંત પ્રયત્ત્ન પણ એટલો જ જરૂરી છે. મૂળ ધર્મ શું છે તે આજે કોઇ ને કદાચિત ખ્યાલ નથી. આપણા પુરાણોમાં જે કાંઇ પણ લખાયું છે તેને કોઇ કેટલું સમજી શક્યું છે. મૂળ ધર્મ શું છે તે વિશે આપણા કથાકારોએ સરળ પધ્ધતિમાં સમજાવવા પ્રયત્ત્ન કર્યો છે. ધર્મ અને વિજ્ઞાન આજે સામ સામે છે અમૂક લોકો ધર્મમાંથી પોતાની ઉપાધીઓનો ઉકેલ શોધવા પ્રયત્ન કરે છે જ્યારે અમુક વિજ્ઞાન ની મદદથી ઉપાધીઓનો ઉકેલ શોધવા પ્રયત્ન કરે છે. આજે વિજ્ઞાન ની બોલ બાલા છે વૈજ્ઞાનિકો કહે છે જ્યાં ધર્મનો અંત આવે છે ત્યાંથી વિજ્ઞાન નો ઉદય થાય છે શરૂઆત થાય છે.

  Like

 27. vkvora Saheb,
  આપણે ક્યાં સુધી આ બાબરી મસ્જીદકે જ્યાં નમાજએય નોતી થતી તેનો વાવટો લયને ફરીશું? હજારો-લાખો મંદીરો ભારત અને ભારતની બહાર કોઇપણ ટીકા વગર તુટે!! ભગવાન બુદ્ધના ગગનચુંબી વિખ્યાત સ્ટેચ્યુ જાહેરનામું આપીને તોડી નાખે!! પણ નીચેના સત્યને અવગણી નજ શકાય…………

  No matter how educated you are and how many years you’ve resided in Arab countries –
  You cannot :
  a) own a business
  b) own a property
  c) no citizenship/passport
  d) no unemployment benefits
  e) no children’s free education
  f) no pension after you retire
  g) no free hospital treatments
  h) no change of employment
  i) when you turn 60/65 years – retirement age you are sent back because you are of NO use.

  Pakistanis not welcome in Saudi Arabia and other Arab countries
  Worth watching the 2 min. video by Hassan Nisar facts

  .تکذبن

  Like

 28. હજુ પણ અંતિમ નિર્ણયે લઈ જવા દરેક દલિલ અસમર્થ જણાય છે અને હજુ પણ વૈજ્ઞાનિક દલિલો ચાલુ જ છે, ભલે રહેવા દો, અને ધર્મ, વિજ્ઞાન અને નાસ્તિકતા સર્વોપરીતાની દોડ દોડવા દો. જેને જે ગમે તે કરે હુ તો મારી ધર્મિકતાને જ અનુસરતો રહિશ જે મને અહિંસા, દયા, સેવા, પ્રેમ, સદભાવના, અવ્યસની, અવ્યભિચારી (સદાચારી), ધાર્મિક, વિશ્વાસુ, કરુણાદર્શી અને કરુણાલક્ષી, સર્વબંધુત્વ, પ્રાર્થનાપ્રીય, જેવા ગુણો શિખવે છે એને અનુસરતો રહિશ અને દરેક પ્રકારના દુષ્ટસ્વભાવ અને દુર્વ્યસનોથી પોતાને અળગો અને પવિત્ર રાખતો રહિશ અને બની શકે તો ભાઈઓ/બહેનોને પણ એવુ કરવા ચેતવતો રહિશ તો ભારતદેશની ખરી સેવા કરી શકિશ, મને અંતિમ સત્ય તો એ જ દેખાય છે એને ભજતો રહિશ…. કેમ કે આજે જગતને વિજ્ઞાન કે નાસ્તિકવાદની નહિ પણ પારમેશ્વરીય ધાર્મિકતાની બેહદ જરુરી જણાય છે કેમ કે વિજ્ઞાને અને વિકાસે લોકોને આજે અધાર્મિક અને નાસ્તિક બનાવી મુક્યા છે પરમેશ્વ્રરના વિરોધી બનીને લોકો પોતે પણ નષ્ટ થઈ રહ્યા છે અને જે તે દેશોને પણ નષ્ટ કરી રહ્યા છે. આજે જગત દુષ્ટતાને આરે આવીને ઉભુ છે એનુ કારણ સ્વચ્છંદતા અને નાસ્ત્કિકતા જ છે જે વિજ્ઞાન અને રેશનાલિઝમથી જ પ્રસર્યુ છે. એના બદલે “રેશનલ ધાર્મિક વિજ્ઞાન” જ ખરો માનવિય ધર્મ છે એવુ મારુ માનવુ હોવથી હુ એવુ જ કરતો રહિશ, તમને સારુ લાગે તો તમે પણ એવુ કરો એવુ કહેતો રહિશ….

  Like

 29. વાહ Rajeshpadaya સાહેબ બહુત ખૂબ!! વિજ્ઞાનના મોહરI નીચે આ રાક્ષસી નાસ્તિકતા જયIરે દિન પ્રતિદિન પોતાનો rationalismના નામે પરિચય કરાવી રહી છે ત્યારે તમારી વાત પ્રમાણિક અને બહુ જ મનોહર લાગી!! મારા પ્રણામ!!

  Like

  1. શ્રી રાજેશભાઈ જે પ્રકારનું જીવન જીવવા માગે છે તે આદર્શ માનવીય ઝંખના છે, જે દરેકમાં હોવી જોઇએ.

   Like

 30. વાહ દિપકભાઈ, અશ્વિનભાઈ અને અન્ય મહાનુભાવો, આપ સૌનો ખુબ ખુબ આભાર, આપણે સૌએ પરમપિતા પરામાત્માના સંતાનો હોવાથી આપસમાં એકબીજાને અંતરના પવિત્રતાના ઉંડાણથી સત્ય અને આત્મિક ઉધ્ધાર લક્ષી જ પ્રેમ કરવો જોઈએ જે આપણને પરમપિતા પરમાત્મા આપણા આત્મામાં આપણા એકબીજાના વિચારો દ્વારા સમજાવે છે, શીખવવા માંગે છે અને એવુ અલૌકિક શીખવા માટૅ આપણા હ્રદય, કાન અને આંખ સદાય ખુલ્લા અને તડપતા રાખીશુ અને અન્યોને પણ એવુ કરવા પ્રેરીશુ તો આ બ્લોગમાં, ઈંટરનેટ્માં, ગુજરાતમાં અને દેશમાં ખરેખર પવિત્રતા ઉતરી આવશે એ આપણે આપણા આત્મામાં અનુભવી શકિએ છીએ એ માટૅ પરમાત્માને જ ધન્યવાદિય પ્રણામ અને પુજા અને અનુસરણ કરવા જોઈએ જેથી વ્યક્તિ(મુર્તિ)પુજા થી અળગા રહી શકીએ અને સત્ય અને શાંતિ શોધક ભાઈ/બહેનોને, તેઓ ફકત અને ફક્ત વિજ્ઞાન અને રેશનાલિઝમ રુપી નાસ્તિકતાના અંધકાર અને અભિમાનમાં ડુબી ભટકી ન જાય એ માટે અંતરના ઉંડાણથી પ્રેમ કરવો બસ એ જ કહેવુ છે અને મારુ લક્ષ મોટાભાગે આપ સૌ અને અન્યોમાં એ આત્મિકતા ને જ શોધતી હોય છે…….

  Like

  1. રાજેશભાઈ,
   એક વાત પર ધ્યાન દોરવા માગું છું. તમે લખો છો કે “સત્ય અને શાંતિ શોધક ભાઈ/બહેનોને, તેઓ ફકત અને ફક્ત વિજ્ઞાન અને રેશનાલિઝમ રુપી નાસ્તિકતાના અંધકાર અને અભિમાનમાં ડુબી ભટકી ન જાય એ માટે અંતરના ઉંડાણથી પ્રેમ કરવો બસ એ જ કહેવુ છે”. નૈતિક જીવન જીવવાનો તો કોઈએ પણ ઇન્કાર નથી કર્યો; માણસ નાસ્તિક હોય કે રૅશનાલિસ્ટ.
   નીતિ, સહકાર, બીજાને મદદ કરવી, હિંસાથી દૂર રહેવું, કોઈને અન્યાય ન કરવો, જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવવો, આ બધું તો આસ્તિકો અને નાસ્તિકોને સૌને સમાનપણે લાગુ પડે છે. આમાં ઈશ્વર આડે નથી આવતો અને ઈશ્વર ન હોય તો પણ માણસે પોતાની જવાબદારીએ આવું વર્તન કરવું જોઈએ. નાસ્તિકો અને રૅશનાલિસ્ટો સુખોપભોગવાદી નથી હોતા. તમારા જેમ જ કોઈ પણ રૅશનાલિસ્ટ ઉપભોગવાદનો અને બીજાના ભોગે સુખ મે્ળવવાનો વિરોધ કરશે.
   વાત રહી, માન્યતાની – ઈશ્વર છે કે નહીં. નૈતિક જીવનમાં આ સવાલનું મહ્ત્વ શું છે? ઈશ્વરના અસ્તિત્વનો સવાલ બાજુ પર રાખીને આપણે સૌને ઉપયોગી થાય એવું જીવન જીવવાનું છે. જેટલું બની શકે તેટલું કરીએ. કોઈ ઈશ્વરમાં માનતો હોય અને એના નામે પાખંડ કરતો હોય તો એ અવશ્ય વાંધો લેવા જેવું છે. એ જ રીતે કોઈ જાહેરમાં પોતાને રૅશનાલિસ્ટ ગણાવતો હોય પણ ખાનગીમાં મુહુર્ત જોઈને કામ કરતો હોય તો એ પણ પાખંડી જ છે.
   પરંતુ એ પણ કહી દઉં કે આખો સમાજ, કુટુંબ, બધા લોકો જે માનતા હોય તેનાથી અલગ થઈને નાસ્તિકો અથવા રૅશનાલિસ્ટોએ જીવવાનું છે. આ કઈં દેખાય છે એટલું સરળ નથી. કારણ કે દુનિયા પરંપરાઓ પ્રમાણે ચાલે છે. ઘણી વાર પૂર્ણ રીતે પ્રામાણિક રૅશનાલિસ્ટે પણ નમતું આપવું પડે છે. એટલે કોઈ ઈશ્વરમાં માનતો હોય એટલા જ કારણસર એને ઉચ્ચ અને નીતિવાન માની લેવો અને ન માનતો હોય તેને અનીતિની ખાણ માની લેવો એ બાબતમાં બે વાર વિચારવાની જરૂર લાગે છે.

   Like

   1. દિપક્સાહેબ, પોલિસની વર્દી ફક્ત પોલિસમાં જે ભરતી થય્લો હોય એ જ પહેરી શકે, બીજો કોઈ પોલિસની વર્દી પહેરીને પોલિસનુ કામ કરે તો એ સમય આવ્યે અવળુ પડે છે ને સાહેબ…..

    માનવતા, સેવા, દયા, પ્રેમ નુ કામ એ ફક્ત અને ફક્ત પરમેશ્વર પરમાત્માની આજ્ઞા છે જે દરેક મનુષ્યના અંતરમાં ઉઠતી હોય છે.

    શયતાન પણ લોકોના મનની આંખો પર પાટા બાંધીને હલાલ કરવા માટે આવા દયાના કામ કરતો હોય છે, એટલે એ જાણવુ ખરેખર જરુરી છે કે આપણે કોનો અવાજ સાંભળીયે છીએ….

    તમે મને, હુ ઈશ્વર ને ન માનુ માટે માન-પ્રેમ થી વાત કરો છો અને હુ આપને ઈશ્વરની હયાતી ને સાબિત કરવા માટે આપને માન-પ્રેમ આપુ છુ, આપણા બન્નેમાંથી કયુ માન અને પ્રેમ આપણને પરમપિતા પાસે લઈ જનારુ લાગે છે ?? અન્ય ભાઈઓ પણ આ વાત પર વિચાર કરે એવી નમ્ર વિનંતિ કરુ છુ…..

    Like

   2. ના.રાજેશભાઈ,તમે ઈશ્વરમાં ન માનો એ હેતુથી હું નથી લખતો. હું માત્ર એ જ કહેવા માગું છું કે માણસ ઈશ્વરમાં ન માનતો હોય એનો એવો અર્થ નથી કે એ નીતિમત્તામાં નથી માનતો. બીજી બાજુ, જે ઈશ્વરમાં માનતો હોય તે ઉચ્ચ નૈતિક જીવન પણ જીવતો હોય.
    ખાસ કરીને આ બ્લૉગ પરની ચર્ચા દ્વારા જ આપણે પરિચયમાં આવ્યા છીએ અને તમારા વિચારો પરથી મને તો એમ જ લાગ્યું છે કે તમે નૈતિક અને ન્યાયપૂર્ણ જીવનના આગ્રહી છો જ. મારા માટૅ એ વાતનું મહત્વ વધારે છે.

    Like

 31. “રૅશનાલિસ્ટ હોય પણ ખાનગીમાં મુહુર્ત જોઈને કામ કરતો હોય તો એ પણ પાખંડી જ છે” આવું શા માટે? નક્ષત્રોની માનવ જીવન ઊપરની અસરો પણ એક પ્રકારનું science જ છે જે અધૂરું science હોઇ શકે છે પણ વાસ્તવિક રીતે દુનિયાના બધા જ sciences અધૂરા છે! તો પછી વિજ્ઞાનના નામ પર પોતાને આધુનિક અને સમાજ સુધારક ગણાવતા રૅશનાલિસ્ટોને નક્ષત્રોનI વિજ્ઞાન પર આધારિત મુહુર્ત જોવામાં વાંધો શો? કુદરતની અદભુત માયાઓ scienceની જે ભવ્યતા અને ઉડાણનI દર્શન કરાવે છે તેની સાથે માનવ વિજ્ઞાનના અધુરાપણું અને છીછરાપણું ઉઘાડું પડે છે! તો પછી આ અધુરાપણI અને છીછરાપણુI પર આધાર રાખતી એમની રૅશનાલિસ્ટ દલીલો પણ કેટલી અધૂરી અને છીછરી હોઇ શકે છે? પાપડી કે કપડાં સૂકાવા માટે રૅશનાલિસ્ટો આપણા ગ્રહોમાં ગણIતI સૂર્ય ગ્રહની આકાશમાં સ્થિતિનો અભ્યાસ અને લાભ શા માટે લે છે? Rationalism મારી દૃષ્ટિએ માનવ કોર્ટમાં સામસામે reasoning અને દલીલોમાં રોકાયેલી સગવડિયાપુર્ણ વકીલાત બરાબર છે કે જેનું જજમેન્ટ કોર્ટે કોર્ટે બદલાય! રૅશનાલિસ્ટની સગવડિયા દલીલોની જેમ જ!!

  Like

  1. શ્રી અશ્વિનભાઈ,
   એસ્ટ્રોલોજી વિશે તમે વાત કરી છે, તે ટાંકણે જ મને forbiddenknowledgetv.com via forbiddenknowledgetv.ccsend.com નો એક ન્યૂઝલેટર મળ્યો એમાં એક વીડિયો છે, જે દર્શાવે છે કે છે કે આજે રાશિઓ બદલાઈ ગઈ છે. ઝોડિયાક સાઇન પ્રમાણે જે સમયે સેજિટેરિયસમાંથી સૂરજ પસાર થવો જોઈએ, તે નથી થતો, કારણ કે પૃથ્વી ડગમગ્યા કરે છે બે હજાર વર્ષ પહેલાં જે સાચું હતું તે આજે સાચું નથી. આ ટૂંકી ફિલ્મ જોઈ લેશો.http://www.forbiddenknowledgetv.com/videos/astrology/on-astrology.html.
   એસ્ટ્રોલોજીએ સાયન્સ તરીકે ટકી રહેવા માટે પોતાની ગણતરીઓમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં તે નક્કી કરવામાં આ કદાચ ઉપયોગી થશે. વિજ્ઞાન ભૌતિક સ્થિતિઓને સતત ધ્યાનમાં લે છે.

   Like

 32. આપણે સંસદ અને રાષ્ટપતિ વગરના ભારતની જરા કલ્પના કરી જુઓ ને સાહેબ……….

  Like

  1. આ તો હુ દિપકભાઈના ઈશ્વરની હયાતિ ન હોવાના ઉત્તરરુપે લખુ છુ…. કે જો આપણે ઈશ્વરની હયાતિ ન માનીશુ સંસદ વગરના ભારત જેવી સ્થિતી પેદા થશે. મનુષ્ય સંપુર્ણ સામર્થી નથી કે સંપુર્ણ સત્ય પ્રદર્શીત કે સાબિત કરી શક્તો નથી ઍટલે જ પરમાત્માએ અલગ અલગ ધર્મોને અલગ અલગ સંતો દ્વારા અમુક તમુક આજ્ઞાઓ આપતા રહે છે, પણ એમાની માન્યતાઓ વધુ સમય સુધી અને વધુ પ્રદેશો ઉપર સ્થપાણી હોય એટલે સર્થીવગ્રાહી હોય એ આજ્ઞાઓને (ધર્મને) આપણે વધુ અસરકારક માનીને એને અનુસરવી જોઈએ અને હુ એવુ જ કરુ છુ…..

   વિજ્ઞાન એ ધર્મ નથી એ તો જીવનની સગવડતા પામવાનુ શાસ્ત્ર છે, એનાથી ઉધ્ધાર કદીપણ શક્ય નથી.

   ફિલોસોફી, સાઈકોલોજી, રેશનાલીઝમ એ ધર્મ નથી પણ એ તો મનથી સાચુ ખોટુ સમજવાનુ શાસ્ત્ર છે.

   એ બધાથી ઉલ્ટુ ધર્મ ફક્ત અને ફક્ત સૃષ્ટી રચઈતા પરમેશ્વરને સમજવાનુ અને અનુસરવાનુ અને અનુભવવાનુ અલૌકિક શાસ્ત્ર છે.

   વિજ્ઞાન પદાર્થને કેવી રીતે વાપરવો એ શીખવે છે, માર્ગદર્શન કરે છે જ્યારે ધરમ આત્માને અને પરમાત્માને, મનના વિચારોને, વ્યવહારને, સ્વભાવને કેવી રીતે વાપરવો એ શીખવે છે.

   વિજ્ઞાન-ટેક્નોલોજી કાર બનાવતા ફક્ત્ શીખવે છે, માર્ગદર્શન કરે છે પણ ધર્મ એ કારને કેવી રીતે ચલાવવી એ શીખવે છે, કોઈને કચડવો કે ના કચડવો, સિગ્નલ તોડવુ કે ના તોડવુ, ચલાન ભરવુ કે ફાડી નાંખવુ એવુ શીખવે છે, ટ્રફિક પોલિસને લાંચ આપવી કે ઈમાનદારી અનુસરવી એવુ બધુ શીખવે છે. આવુ બધુ વિજ્ઞાન શીખવી શક્તુ નથી.

   સદાને માટે વિજ્ઞાન ધર્મનુ દાસ છે કેમ કે વિજ્ઞાન મનુષ્યને પરમેશ્વર તુલ્ય બનવા ઉષ્કેરે છે પણ ધર્મ તો મનુષ્યને પ્રથમથી જ કહે છે કે “તુ મારો પુત્ર છે, તુ જે ઈચ્છે છે એ મને કહી જો હુ કરી આપુ છુ કે નહિ, મને પરખી જો.”

   Like

 33. @ : Dipak Dholakia :

  બ્રહ્માંડની રચના ૧૩-૧૫ અબજ વરસ પહેલાં થઈ. આપણાં દાદા સુર્યની રચના ૪-૫ અબજ વરસ પહેલાં થઈ.

  પછી આપણી પૃથ્વી, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની વગેરે આગળ પાછળ બન્યા અને સુર્યની આસાપાસ ગોળ ફેરા કરવા લાગ્યા.

  દાદો સુર્ય નીહારીકાની નાભી આસપાસ ફરે છે અને એક ચક્કર મારતાં ૨૨૫-૨૫૦ મીલીયન વરસ લાગે છે. એટલે કે ૪-૫ અબજ બરોબર ૪.૫૬૭ બીલીયન ભાગ્યા ૨૨૫-૨૫૦ મીલીયન = ૧૮થી ઉપર. સુરજ દાદાએ માંડ ૧૮ પુરા કરેલ છે. વળી આ નીહારીકાઓ પણ ક્યાં સ્થીર છે? એવર એક્સ્પાન્ડીંગ.

  આ સુરજ અને ગેલેક્ષી પણ સેકન્ડમાં ૩૦૦ થી ૫-૬૦૦ કીલોમીટર ઝડપથી ફરે છે. આપણા સુરજદાદા અને પૃથ્વી, ગુરુ, શુક, શની વગેરે બધાનું વજન કરીએ અને ૧૦૦ કીલો થાય તો આ સુર્યમાળામાં એકલા સુરજનું વજન ૯૯.૮૬૦ કીલો થાય.

  આવી હાલતમાં આપણાં ઋસી મુનીઓને દરીયા કીનારે આવતી હોળી ૬-૭ કીલોમીટીર પહેલાં કેમ દેખાતી નથી એ ખબર ન હોતી. એટલે કે પૃથ્વી ગોળ છે એ ખબર ન હતી.

  હવે જેમને પૃથ્વી ગોળ છે એ ખબર ન હોય એ મીલીયન, બીલીયન વરસ અને સેકેન્ડના ૩૦૦-૫૦૦ કીલોમીટીરની ઝડપનો હીસાબ ગણવા એમને દસ જનમ લેવા પડે.

  આ તો એક ફેસન થઈ ગયી છે કે મારા બાપ આટલા ઉંચા, એના બાપા એનાથી ઉંચા, કુળનું અભીમાન અને સાસ્ત્રો કહે એ સાચું…….એમાં રાસી કે એસ્ટ્રોલોજીનું તુત કે તુત ફતુર આવી જાય.

  Like

  1. પથ્વી ગોળ કોણે બનાવી વિજ્ઞાને, રેશ્નાલિઝમે કે પરમેશ્વરે ??

   રેશ્નાલિઝમે તો મનુશ્યને શીખવ્યુ કે જો પથ્વી ગોળ છે, પણ એ પૃથ્વી પરમેશ્વરે જ ગોળ બનાવી છે એ વાક્ય ખાઈ જાય છે ને સાહેબ….

   સુર્યનુ વજન ૯૯.૯૯૯૯૯૯૯૯ કિલો છે એવુ કહેનાર તો રેશનાલિઝમ છે પણ એ ચોક્ક્સ એટલા જ વજનનુ છે એ બનાવનાર કોણ, વિજ્ઞાન કે પરમેશ્વર ??

   સુરજે ૧૮ ચક્કર પુરા કર્યા એ ગપગોળા નથી કે ?? અને ગેલેક્ષી એક્ષ્પાંડ થઈ રહિ છે એ પણ ગપગોપાળા જ છે, આપણે આપણો પાડોશી ગરીબીમાં સડી સડીને મરી રહ્યો છે અને વિજ્ઞાનના નિષ્ફળ પ્રયોગો પાછળ, નિષ્ફળ રોકેટ પ્રયોગો પર, નિષ્ફળ અવકાશયાન પ્રયોગો પર, એક દેશ બીજા દેશને ખાઈ જવા માટે અબજો-કરોડો રુપિયાનો ધુમાડો કરે છે શેને માટે ફ્કત માણસને ગુલામ બનાવી રાખવા માટે જ ને ??

   વિજ્ઞાનને હવે મારો ગોળી, અને ધરમની વાતો કરો, પરમાત્માની વાતો કરો, એક્ દેશ બીજા દેશને મદદ કરવાની વાતો કરો સાહેબો, યુગો યુગો થી પથ્વી મનુષ્ય દ્રારા પરમેશ્વરની અવજ્ઞા કરીને પાપની આગમાં બળી રહિ છે અને વિજ્ઞાન દ્વારા બનાવાયેલા બોંબબ્લાસ્ટ થી વધુ ક્રુર બની રહ્યો છે. આ બધુ વિજ્ઞાનના કારણે જ થાય છે, વિજ્ઞાનથી સજ્જ થયોલો ધર્મી મનુષ્ય પોતે જ ખુવાર થઈ રહ્યો છે……

   Like

   1. મીત્ર રાજેસભાઈ,

    આપણે તો બધા મીત્રો છીએ અને તે પણ એક જ ગામના અને એક જ નીશાળના…

    આ ઈંટરનેટે આખા વીશ્ર્વને કર લો દુનીયા મુઠીમેં કરી નાખ્યા..

    આ પૃથ્વી ગોળ હોય કે ચોરસ, રોટલી ગોળ હોય કે બ્રેડ ચોરસ, ખાઓ અને મોજ માણો…

    Like

 34. અરે સાહેબ નાનI મગજ અને મોટા ઈગોવાળા આ માનવીની સમજણમાં તો કુદરતના આ વિજ્ઞાનોનો નાનો અંશ પણ હજુ સુધી નથી આવ્યો તેથી જ તો આ વિજ્ઞાન આપણને changing લાગે છે! વિજ્ઞાનનI આ તથ્યો તો
  બ્રહ્માંડની ઉત્પત્તિકIળથી પ્રવૃત્તમાન છે પણ અલ્પબુધ્ધિ માનવ આ વિજ્ઞાનનI નાના અંશની સમજણથી પણ ફુલાય જાય પોતાને નિષ્ણાત માને છે! તો reasonings, દલીલો અને વિજ્ઞાનનI નિષ્ણાત રૅશનાલિસ્ટોને એ પૂછવું રહ્યુંકે કુદરતની આપેલ કોઇપણ ચીજને કે રિસોર્સને use કર્યા સિવાય આ વધુ પડતી કાબેલ દુનીયાનI કોઇપણ વ્યક્તિએ કેટલી ચીજનું સર્જન કર્યું છે? જો તેનો જવાબ Zero છે તો પછી એ Zero ને જ Hero બનાવવામાં શો ફાયદો? માનવ તો ભૂલો અને નબળાઈઓનો સમુદ્ર છે તેવા માનવની કોઈપણ કારણસરની ભુલથી કે ગેરસમજથી કોઈ વિજ્ઞાન ખોટું પણ નથી થતું કે મટી પણ નથી જતું!! ન્યુટ્રોન લાઇટથી પણ વધુ ગતિથી જાય છે તેવું સાબિત કરવાથી આપણી વિજ્ઞાન અંગેની સમજ બદલાય પણ નહીં કે વિજ્ઞાન બદલાય!! આઇનસ્ટાઇન ખોટો સાબિત થાય પણ પાખંડી નહીં! કુદરતની સર્વોપરિતાની સામે આપણી શું વિસાત? આપણી
  reasonings કે દલીલો સાથે નથી જતી! ખાલી રામનામ જ સાથે જાય છે!

  Like

  1. પરમેશ્વરે સર્જેલી દરેકે દરેક વસ્તુ ભલે આનંદ ન આપતી હોય પણ મનુષ્યને શાંતિ જરુરથી આપે છે,

   જ્યારે વિજ્ઞાને સર્જેલી દરેકે દરેક વસ્તુ મનુશ્યને ક્ષણિક આનંદ આપે તો છે પણ શાંતિ આપી નથી શકતી એ હકિકત છે…… ના માનવામાં આવતુ હોય તો વિજ્ઞાન દ્વારા સર્જાયેલી દરેક વસ્તુનુ આકલન કરી લેવા વિનંતી કરુ છુ…..

   Like

   1. મીત્ર મુરજીભાઈએ છેલ્લે ફકરમાં જે લખ્યું છે….

    જ્યાં સુધી લોકો જ્ઞાતી, ધર્મ, દેશ વગેરેની વાડાબંધીથી ઉપર ઉઠી માનવવાદ સમજતા અને સ્વીકારતા ન થાય ત્યાં સુધી ધર્મ સાથે સંકળાયેલા સાચા–ખોટા ધર્મપુરુષોનું અસ્તીત્વ રહેવાનું છે. એમનો વીરોધ કરી લોકોને આપણાથી દુર ભગાડવાને બદલે….. આપણાં સમય, શક્તી અને સમ્પત્તીને વાપરવાં વધારે વ્યવહારુ છે.

    એનું હું અનુસરણ કરું છું….

    Like

 35. @ : Ashvin Bhai Patel : આવી હાલતમાં આપણાં ઋસી મુનીઓને દરીયા કીનારે આવતી હોળી ૬-૭ કીલોમીટીર પહેલાં કેમ દેખાતી નથી એ ખબર ન હોતી. એટલે કે પૃથ્વી ગોળ છે એ ખબર ન હતી.

  Like

 36. vkvora Saheb,
  મારી દૃષ્ટિએ તમે કરેલા “ઋસી મુનીઓને દરીયા કીનારે આવતી હોળી” નો ઉલ્લેખ જરા અતિરેક છે! કારણકે પૃથ્વીના આકાર બાબતે પોતાનો વિચાર રજૂ કરવાની મોટામાં મોટી સજા તો ચારસો વર્ષ પહેલા આધુનિક વિજ્ઞાનI પિતા ગેલેલિયોએ આખી જિંદગી ( તે સમયના પોપની મહેરબાનીથી ) નજરકેદમાં વિતાવી! હિન્દુ શાસ્ત્રોમાં હજારો વર્ષથી બ્રહ્માંડ, ગ્રહો, નક્ષત્રો અને ઉપગ્રહોનો ઉલ્લેખ આશ્ચર્યજનક સચોટતાથી થયેલ છે! આજના બહુ વિકસિત દેશોના ખ્રિસ્તી શાસ્ત્રોમાં આજે પણ સ્ત્રીને પુરુષની પાંસળીમાં થી બનાવેલી બતાવેલ છે! હોળીને ૬-૭ કીલોમીટીર દૂરથી ના જોઇ શકવામાં આપણી દૃષ્ટિની મર્યાદાનોપણ મોટો ફાળો છે! તેથી તો સીયર્સ ટાવર ૬-૭ કીલોમીટીરથી પણ વધુ દૂરથી જોઈ શકાય છે પણ તેના ટોચ ઉપર ઉભેલ વ્યક્તિ કે વસ્તુ (એરિયલ) દૃષ્ટિની મર્યાદા થકી નથી જોઈ શકાતા અને નહીંકે પૃથ્વી ગોળ હોવાથી!!

  Like

  1. મીત્ર અશ્ર્વીનભાઈ, આ ઋસી મુનીઓ ઉપર મને માન હતું. હું પણ ઉપનીસદ, ગીતા, રામાયણ, મહાભારત, માર્કંડ પુરાણ, વગેરે, વગેરે વાંચતો અને મજા આવતી.

   સાતમી પછી બીજ ગણીત જાણવા મળ્યું અને ૧૧મા ધોરણ સુધી વાંચ વાંચ કરવાથી ઉપગ્રહ, ગ્રહ, સુર્ય, તારા, નીહારીકાની ખબર પડી. ગેલેલીયો, ન્યુટન, એડવર્ડ જેનર વીસે ખબર પડી.

   ૧૧મી પછી કોલેજમાં પ્રવેશ લીધો અને એ કોલેજમાં ગીતા અને નીતીશાસ્ત્ર ફરજીયાત હતું.

   માંડ ધર્મની લપમાંથી છુટેલ અને પાછી ગીતા સામે ઉભી રહી. મારી પાસે કોઈ વીકલ્પ ન હતો અને હું શીખવા તૈયાર થઈ ગયો અને ઓછ હતી તે બધી પોલ ખુલી ગઈ.

   સાસ્ત્રોની ભાસા સંસ્કૃત મરી ગઈ છે અને જૈન અને બૌદ્ધના સાસ્ત્રો પણ મરેલી અર્ધ માગધી કે પાલીમાં છે અને સાસ્ત્રોમાં મંત્રો સીવાય છે પણ શું? ગીતામાં ઠેક ઠેકાણે ધમકી સીવાય શું છે?

   હવે આપણે કહીયે કે ઋસી મુનીઓને બધી ખબર હતી તો કોઈક દેશની કોઈક સરકારી શાળાના ૫-૬-૭ના અભ્યાસ ક્રમમાં એમનો જરાક તો ઉલ્લેખ આવે?

   બાળકના અભ્યાસ ક્રમમાં જે સમાન અને હકીકત હોય તે જ રાખવામાં આવે છે એટલે ગેલેલીયો, ન્યુટન, એડવર્ડ જેનરનું નામ દુનીયાના બધા વીધ્યાર્થીઓને સમાન રીતે ખબર છે.

   દરીયા કીનારે ઉભા રહીએ તો સમાન કક્ષે ૬-૮ કીલો મીટર દુર આકાશ અને દરીયાનું જળ મળી જાય છે એ દેખાય છે અને સમાન સપાટીએ આખી દુનીયામાં આ દૃસ્ય સરખું દેખાય છે. ભારતના કોઈક ઋસી મુનીએ એનું રહસ્ય બતાવવું જોઈતું હતું. એ માન લઈ ગયો ઋસી ગેલેલીયો, ઋસી કોપરનીકસ અને એવા અનેક જેમણે બતાવ્યું કે પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ફરે છે. નરક કે મોક્ષ જેવું સ્થાન ક્યાંયે નથી પણ ઉપજાવી કાઢેલ કપોળ કલ્પના છે.

   Like

 37. મુરજીભાઈએ રૅશનાલિસ્ટોને રેશનલ થવાનું કહ્યું છે! રેશનલનો અર્થ થાય છે : વ્યાજબી અને વાસ્તવિક થવાનું!
  વ્યાજબીપણાંનો અર્થ: (1) વિજ્ઞાનનો અને તેની સફળતાનો Atheist Rationalist એજન્ડામાં દુરુપયોગ ન કરવો કારણ કે મોટાભાગના વિજ્ઞાનીઓને પ્રભુમાં આસ્થા હોવાથી આવો દુરુપયોગ તેમને Hypocrite અને તકવાદી સાબિત કરે છે! (2) દલીલો અને તર્કવિતર્કના સબૂતો પર રાચતા રૅશનાલિસ્ટોએ સત્ય કડવું હોઇ તો પણ સ્વીકાર કરવો અને તે પ્રમાણે બદલાવું!
  વાસ્તવિકતાનો અર્થ: (1) આજે માણસથી ઘરમાં પણ શાંતિથી રહી ન શકવાનું કારણ છે દેશમાં અરાજકતા! એવા સંજોગોમાં માણસમાં રહેલ પ્રભુ આસ્થા ડગમગાવવી એ ક્રૂરતા અને અત્યાચાર છે કારણ કે ધાર્મિકતા થકીતો તે જીવે છે! સાયન્ટીફીક રીસર્ચ કહે છે કે ધાર્મિકતા વગરની પ્રજામાં આપઘાત, ક્રૂરતા, વ્યસન અને બીજી બધી અસામાજિકતI બહોળા પ્રમાણમાં હોઇ છે! (2) રૅશનાલિસ્ટોના સમય, શક્તી અને સમ્પત્તીનો સાચો અને વ્યવહારુ ઉપયોગ પાખંડી રાજકારણીઓને ઉઘાડા પાડીને દેશની અરાજકતા દૂર કરવામાં અને King-maker વર્ગને આવા નેતાઓનો સાચો પરિચય કરાવી દેશભક્તિનો મહિમા વધારવામાં છે અને એજ તો રેશનાલિઝમની લીટી લાંબી બનાવવાના પ્રતીકરૂપે મુરજીભાઈએ કહેલ છે!

  Like

 38. ભાઇ શ્રી વોરા સાહેબ,
  તમારી વ્યથા હું સમજી શકું છું કારણ કે તમારા જેવાજ માનસિક વેદનાના મનોમંથન માં થી હું પણ ગુજાર્યો છું. આ સમયે પણ ગુજરાતીના એક પછી એક શબ્દને Google.co.in પર શોધી શોધીને પેસ્ટ કરી આખું વાક્ય બનાવવાની વેદના લઈ રહ્યો છે!
  હું મૂળે તો આરબ દેશમાં જન્મેલ અને મોટાભાગની જિંદગી ઇન્ડિયાની બહાર ઉછરેલ અને પરદેશમાં જ રહું છું.
  ધોબીનો કુતરો…..જેવી હાલત! સેકડો લોકોનાં સંપર્કમાં અને Influanceમાં આવી રખડતો! ભગવાન પર ભરોસો નહીં પણ એક દિવસ એરપોર્ટ પર પ્રભુપાદજીની લખેલ ગીતા અને બીજા હિન્દુ પુસ્તકો વેચી ગરીબીમાં ભૂખે મરતા ધોડિયાએ કહ્યું, “તે ભગવાનને ક્યાંથી જોયો હોય કારણ કે તું તો જીવતો છું કે મરેલો તે પણ તને ખબર નથી! પણ વાંધો નહીં તું એકલો જ આવો નથી! પણ મારા કૂતરો કારણ પણ તારી સાથે જ છે!” મેં કહ્યું હું તો જીવતો જ છું ને! તે ભાઈ બોલ્યા કે, “તમે જો તમારો જીવ પણ જોઈ નથી સકતા તો પછી તમે જીવતા ક્યાંથી? જીવ જેમ જોઈ ન શકાય પણ ફકત અનુભવી શકાય તેમ પ્રભુ પણ નરી આંખે જોઈ ન શકાય પણ ફકત અનુભવી શકાય! પ્રભુને જોવા માટે દિવ્ય ચક્ષુ જોઈએ! જેમ કીડીથી આખું તડબુચ જોઈ કે વર્ણવી ન શકાય અને તડબુચ ગોળ છે કે સપાટ એ ખબર ન પડે તેવી હાલત આજના માનવની છે!” ત્યારથી પ્રભુમા આસ્થા વધતી ચાલી! 911 પછી તેI American એરપોર્ટ પર પણ હું આરબ દેશમાં જન્મેલ હોવાથી હેરાનગતિ વધતી ચાલી અને flight પણ miss કરાવે પણ પ્રભુમા શ્રદ્ધા થકી હેરાનગતિ કરનારાઓ હસવું આવે અને દયા આવે! દુઃખ હળવું જલ્દી થઈ જાય!

  Like

 39. વોરા સાહેબ,
  ગણિતના આકડાઓમાં પહેલો આકડો “શૂન્ય” ભારતમાં શોધાયેલ! દુનિયાની સૌથી પહેલી બે યુનિવર્સીટી નાલંદા અને તક્ષશિલા ભારતમાં બની જેમાં દેશ દેશાવરથી વિદ્યાર્થીઓ education અને research માટે આવતા! મગજ માટે ની સૌથી ચેલેંજિંગ ગેમ ચેસ/શતરંજ ભારતમાં શોધાયેલ! આના પરથી Education અને researchમાં ભારતની સર્વોપરિતા સમજાય! પણ ત્યાર પછી ભારતની પ્રજા “શૂન્યની” શોધ ખોળના ગુણગાન ગાવામાં જ શૂન્ય બની ગઇ!
  ઋષિમુનિઓ અધ્યાત્મિક ક્ષેત્રનI નિશાળિયા છે! નહીં કે ભૌતિક વિજ્ઞાનનI! અધ્યાત્મિક ક્ષેત્રનI નિશાળિયાને તો મેટ્રીક પાસ થવાની પણ જરૂરી નથી! ભૌતિક જગતના અને અધ્યાત્મિક જગતના વિજ્ઞાન, વિજ્ઞાનીઓની અને વિજ્ઞાનનI નિયમોમાં પણ આભજમીનનો ફેર હોય છે એવું સાંભળેલ છે! ભૌતિક વિજ્ઞાનની ડિગ્રી મેળવી પ્રમાણમાં સહેલી છે! અધ્યાત્મિક ક્ષેત્રની ડિગ્રી સહેલી નથી! ભૌતિક જગતની fastest વસ્તુ છે લIઇટ અને ન્યુટ્રોન! અધ્યાત્મિક જગતમાં આત્મ પોતે જ પળભરમાં જુદા જુદા planet પર પહોંચી શકે છે! ત્યાના ન્યૂટનને કોઇ પણ શોધ ખોળ પોતાના નામે કરવાનો મોહ નથી!

  Like

  1. Dear Friend : Ashvin Bhai Patel :

   https://govindmaru.wordpress.com/2012/03/22/dhawal-mehta-3/

   પરદેશનાં દુષણ અપનાવી લેવામાં શુરાપુરા આપણા ભણેશરીઓ અને ભદ્રવર્ગ તેમના સદ્ ગુણોનું અનુકરણ કદી કરતા નથી. પરદેશીઓની પ્રામાણીકતા અને કાર્યનીષ્ઠા આપણી નજરે ચડતાં નથી. આધ્યાત્મીક અને પવીત્ર હોવાનો અહંકાર આપણા સમાજને પછાત પાડી દે છે. મહમ્મદ ગઝની જોડે આવેલા આરબ મહાપંડીત અલ બરુનીએ નોંધ્યું છે તેમ ‘આ હીન્દુઓ એવા અહંકારી છે કે પરદેશીઓમાં પણ વીદ્વતા, પવીત્રતા અને તત્ત્વજ્ઞાન હોય છે તેવું માનવા તૈયાર નથી.’

   Like

 40. I am a simple Human Being. I Read, Think and Speak or Write. To be Jealous does Not Help me. I Act myself by using intelligence. I appreciate Others doing the same thing. I do Not Know Who made this Earth. I know that I exist along with the help of each others. This is Society and there are Rules and Regulations for the Benefit of each other. I remain obeying these rules and wish all others do the same. Those who do not observe these rules need to be told that they are wrong. If they continue to do wrong to Others have to be punished. I don’t understand where does Religion, Guru and God comes in discussion. we accept the World `as is’. This is Simple Rationalism, NOT Blind Faith. All Man-Made Religions are a Business like any other Business for Profit.

  I learn and educate myself to make a living

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s