નૈતીક મુલ્યોનું મુળ ધર્મમાં છે ?

નૈતીક મુલ્યો અને ઉત્ક્રાન્તીવાદ

નૈતીક મુલ્યોનું મુળ ઉત્ક્રાન્તીમાં જ રહેલું છે. ઉત્ક્રાન્તીમાં વીકસીત થયેલા મગજમાં નૈતીક મુલ્યોનું સીંચન થયેલું છે. માનવીના જીવનમાં બનતી બધી જ ઘટનાઓ, જેમ કે વાસના, પ્રેમ, લગ્ન, તરસ, ઈચ્છાઓ કે પછી નૈતીક મુલ્યો એ બધાંની પાછળ માત્ર અને માત્ર ઉત્ક્રાન્તી જ જવાબદાર છે.

ડાર્વીનનો ઉત્ક્રાન્તીવાદ એ કહે છે કે પૃથ્વી પરની દરેકે દરેક જીવન્ત વસ્તુઓ પોતાની જાતને જીવન સંઘર્ષમાં ટકાવી રાખવા માટે કુદરતની સાથે તાલમેળ બેસાડવાની કોશીશ કરતી હોય છે. જે જાતી કે પ્રજાતી આ સંઘર્ષમાં કુદરતની સાથે સારી રીતે તાલમેળ સાધી શકે ફ્ક્ત એ જ જાતી કે પ્રજાતી પોતાને ટકાવીને તેની પેઢીઓને આગળ લઈ જઈ શકે છે. કુદરત દ્વારા પસન્દગી પામેલા જ આ સંઘર્ષમાં સફળ રહે છે અને તાલમેળ નહીં સાધનારાઓનો છેવટે નાશ થાય છે.

આમ, આ સીદ્ધાન્ત માણસની ઉત્પત્તી અને તેના વીકાસને બહુ જ સારી રીતે સમજાવે છે. વીચારવાનું રહ્યું કે માનવીના નૈતીક મુલ્યોને કઈ રીતે ડાર્વીનનો આ ઉત્ક્રાન્તીવાદ સમજાવી શકે ?

જવાબ છે : નૈતીક મુલ્યો માનવીના મગજમાં એટલા માટે પેદા થયાં છે કેમ કે એ તેને વીકાસક્ર્મમાં ટકી રહેવામાં મદદ કરે છે. બીજી રીતે જો કહીએ તો, આ મુલ્યો કુદરત દ્વારા પસન્દગી પામ્યાં છે. આ મુલ્યોને લીધે જ માનવજાતીને ક્રમીક વીકાસમાં ફાયદો થાય છે અને તેથી જ આ મુલ્યોનો ઉદ્ ભવ થયો છે તથા પેઢી દર પેઢીએ તેમાં સતત વીકાસ અને બદલાવ થઈ રહ્યો છે.

પ્રશ્ન એ થાય કે : આ મુલ્યોના ક્રમવીકાસમાં એવા તો કયા ફાયદાઓ છે કે જેને લીધે એની કુદરત દ્વારા પસન્દગી થાય છે ?

હેલન ફીશરે કહ્યું છે કે, માનવીના જીવનનું એક મુખ્ય ધ્યેય  રીપ્રોડક્શન(Reproduction)નું –વંશવેલો આગળ વધારવાનું– જ છે. (તેમાં અપવાદ હોય છે; પણ આ એક સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને કહેવાયેલી સર્વસામાન્ય વાત છે.) દરેક મનુષ્ય પોતાના જીન્સ(genes)ને અથવા એમ કહું કે દરેક માનવીમાં રહેલ જીન્સ પોતાની જાતને, આગળની પેઢીઓ સુધી લઈ જવા માટે રીપ્રોડક્શન–પ્રજનનનો સહારો લે છે. રીપ્રોડક્શન અને જીન્સ સીલેક્શન દ્વારા જ માનવી અને તેના જીન્સ ઉત્ક્રાન્તીની પ્રક્રીયામાં ટકી શકે. કુદરતની સામે ટકી રહેવાના આ સંઘર્ષના 44 લાખ વર્ષના આ સમયગાળા દરમીયાન માણસના મગજમાં મુખ્ય ચાર ચાલક પરીબળોનો ધીરે ધીરે ઉદ્ ભવ અને વીકાસ થયો. આ ચારેય ચાલક પરીબળો (કે જેને અંગ્રેજીમાં ડ્રાઈવ(Drive) કહે છે) એ નીચે મુજબના છે :

1. ડ્રાઈવ ટુ એક્વાયર (Drive to acquire): વસ્તુ, સેવા, પૈસા, પ્રેમ, સીદ્ધી, નામના, સફળતા વગેરે મેળવવાની કદી ન સંતોષાતી વૃત્તી.

2. ડ્રાઈવ ટુ બોન્ડ (Drive to bond): બીજી વ્યક્તીઓ સાથે ગાઢ સમ્બન્ધ બાંધવાની અને બધાં સાથે રહેવાની વૃત્તી કે જેના કારણે માનવીને આપણે ‘એક સામાજીક પ્રાણી’ કહીએ છીએ.

3. ડ્રાઈવ ટુ લર્ન (Drive to learn): જુદી જુદી વસ્તુઓ શીખવાની, દુનીયા, લોકો, સમાજ વીશે નવું નવું જાણવાની માનવીની વૃત્તી.

4. ડ્રાઈવ ટુ ડીફેન્ડ (Drive to defend): પોતાની ચીજવસ્તુઓ, પોતાની જાત અને પોતાના પ્રીયજનો–સ્વજનોની રક્ષા કરવાની માનવીની અદ્મ્ય વૃત્તી.

આ ચારેય ચાલક પરીબળો કુદરતનાં સંઘર્ષમાં ટકી રહેવામાં માનવીને ખુબ જ સફળ બનાવે છે. ચાલક પરીબળો પાછળ રહેલી અલગ અલગ વૃત્તીઓ જ નૈતીક મુલ્યોનાં જન્મ અને વીકાસ માટે જવાબદાર છે.

મુખ્યત્વે જવાબદાર ચાલક પરીબળ છે : ડ્રાઈવ ટુ બોન્ડ. આપણે જાણીએ છીએ કે નૈતીક મુલ્યો એ એક સામાજીક ઘટના છે. જો આ પૃથ્વી પર ફકત એક જ માનવી રહેતો હોય તો તેને નૈતીક મુલ્યોની કોઈ ખાસ જરૂર ન હોત. નૈતીક મુલ્યો સમાજમાં એકબીજા સાથે વ્યવહાર કરતા સામાજીક જીવોને જ વધારે કામમાં આવી શકે. આપણે એ જાણીએ છીએ કે મનુષ્ય એક સામાજીક પ્રાણી છે. તેથી જ સમાજમાં એક બીજા સાથે કેવી રીતે વર્તન કરવું તે માટેનું માર્ગદર્શન આપતાં નૈતીક મુલ્યોનો માનવીના મગજમાં વીકાસ થયો.

માનવી સામાજીક પ્રાણી એટલા માટે છે કેમ કે સમાજમાં એક સાથે રહેવાથી તે દરેક વ્યક્તીની લાંબા સમય સુધી જીવતા રહી શક્વાની અને તેના જીન્સને આગળ લઈ જવાની સમ્ભાવના વધી જાય છે. એકલા માનવી માટે કુદરત સાથેના સંઘર્ષમાં ટકવું બહુ મુશ્કેલ છે. દરેક વ્યક્તીએ સમાજમાં ટકી રહેવું હોય તો તેમાંથી સમાજને નુકસાન નહીં કરે તેવી વૃત્તીઓનો ઉદ્ ભવ અને વીકાસ થાય એ જરુરી અને સ્વાભાવીક છે. અને આ જ વૃત્તીઓ એ આપણાં નૈતીક મુલ્યો. બીજાઓને નુકસાન નહીં પહોંચાડવાનું (અને તે માટે સાચાખોટાની ઓળખ), પોતે બીજાને આપેલાં વચનોનું પાલન કરવું જેથી બીજામાં પોતાના વીશે વીશ્વાસ કેળવી શકાય, બીજાઓને મદદ કરવી કે જેથી કરીને જ્યારે આપણને બીજાની જરુર હોય ત્યારે તેમની મદદ મેળવી શકાય, બધા સાથે હળીમળીને રહેવું, સમાજના નીયમોનું પાલન કરવું… વગેરે નૈતીક મુલ્યો માણસની ડ્રાઈવ ટુ બોન્ડનું જ પરીણામ છે

ચારે ચાર ડ્રાઈવ દરેકે દરેક માનવીમાં અલગ અલગ પ્રમાણમાં, ઘણી વાર એક સાથે તો ઘણી વખત જુદી જુદી રીતે કામ કરતા હોય છે. તે પ્રમાણ મુજબ દરેક વ્યક્તી ઓછાવત્તા અંશે નૈતીકતા ધરાવતી હોય છે. દા. ત. જો કોઈ વ્યક્તીમાં પૈસા કમાવવાની વૃત્તી (ડ્રાઈવ ટુ એક્વાયર) બહુ વધારે પ્રમાણમાં કામ કરતી હોય તો તેના માટે બીજા બધા ડ્રાઈવ ઓછા મહત્ત્વના બની જ્શે. તેથી તે પોતાની નૈતીકતા છોડીને ખોટાં કામ માટે પ્રેરાશે.

જ્યારે બીજા સમુહની સામે પોતાના સમુહનું રક્ષણ કરવાનું હશે (ડ્રાઈવ ટુ ડીફેન્ડ) અથવા તો સમાજના જ બીજા સભ્યો સામે પોતાના સ્વજનોનું રક્ષણ કરવાનું હશે ત્યારે પણ વ્યક્તી નૈતીક્તાને બાજુ પર મુકી દેશે. કઈ વ્યક્તીમાં આ ડ્રાઈવ કેટલા પ્રમાણમાં કામ કરતા હોય છે એ કહેવું મુશ્કેલ છે; પણ આપણે આ ડ્રાઈવને બધાની અંદર કામ કરતા જોઈ જ શકીએ છીએ. એનો અર્થ એ પણ થયો કે આપણી દુનીયામાં દરેક પ્રકારના માણસો જોવા મળશે. કોઈ માણસ એકદમ નૈતીક હોઈ શકે અને કોઈ એકદમ અનૈતીક.

નૈતીક મુલ્યો આપણને પ્રાણીજગતમાંથી સાવ પ્રાથમીક સ્વરુપે મળ્યાં છે. પ્રાણીજગતમાં પણ આ મુલ્યોના પુરાવાઓ જોવા મળે છે. ખાસ કરીને ચીમ્પાંઝી વગેરે વાનર પ્રજાતીમાં આ બાબતો અને મળતા પુરાવાઓ એ વાત સાબીત કરે છે કે માનવી પણ એક પ્રાણી જ છે અને તેને મળેલી નૈતીકતા પણ પ્રાણીજગતમાંથી જ ધીરે ધીરે વીકાસ પામી છે. જેમ માનવીનું મગજ વીકસતું ગયું તેમ આ મુલ્યો પણ વીકસતાં ગયાં. હજી પણ તેમાં વીકાસ અને બદલાવ ચાલુ જ છે, ચાલુ જ રહેશે.

દરેક મનુષ્યને આ નૈતીક્તા બાળપણથી જ તેના જીન્સ સાથે મળતી હોય છે. યેલ યુનીવર્સીટીના પ્રોફેસર પોલ બ્લુમના સંશોધનોએ આ વાતની સાબીતી આપી છે. તેમણે લખ્યું છે, ‘વધુ ને વધુ પુરાવા સુચવી રહ્યા છે કે માણસના જીવનના સાવ પ્રારંભથી તેનામાં આરમ્ભીક કક્ષાની નૈતીકતા/રુડીમેન્ટરી મોરલ સેન્સ હોય છે… યોગ્ય સજ્જતા સાથે થયેલા પ્રયોગો થકી જીવનના પહેલા જ વર્ષે નૈતીક વીચારસરણી, નૈતીક નીર્ણય અને નૈતીક લાગણીની ઝલક જોવા મળી શકે છે… સારાનરસાની કેટલીક સમજ હાડમાં જ ભળેલી હોય એમ લાગે છે.’

ધર્મ શા માટે નૈતીક મુલ્યોનું મુળ નથી ?

ધર્મ નૈતીક મુલ્યોનું મુળ નથી; કારણ કે ધર્મ પોતે પણ ઉત્ક્રાન્તીની જ એક આડ પેદાશ છે.

વૈજ્ઞાનીક સાબીતીઓના આધારે એ સત્ય સ્થાપીત થયું છે કે માનવીનાં મગજમાં પહેલાં નૈતીક મુલ્યો અને ત્યાર પછી જે રીતે આપણું મગજ કામ કરે છે તેના લીધે ધર્મનો એક આડપેદાશ તરીકે ઉદ્ ભવ થયો. હવે એ સમજવાનું રહ્યું કે આપણું મગજ એવી તો કઈ રીતે કામ કરે છે કે જેને લીધે તેમાં ધર્મનો જન્મ થયો ! તેની પાછળ ઘણાં બધાં પરીબળો જવાબદાર છે. તેમાનાં એક મુખ્ય પરીબળની હવે ચર્ચા કરીએ.

પ્રો. રીચાર્ડ ડોકીન્સે સમજાવ્યું છે એ મુજબ, માનવીમાં નાના બાળકનું મગજ ઉત્ક્રાન્તીમાં એ રીતે વીકાસ પામ્યું છે કે તે તેના વડીલ (મા-બાપ, ભાઈ-બહેન, શીક્ષકો વગેરે) અથવા તો બીજી કોઈ પણ સત્તાકીય છબી ધરાવતી વ્યક્તી– જેમ કે કોઈ ધાર્મીક વડા કે રાજકીય નેતા– વગેરેની વાતો કોઈ પણ જાતના વીચાર વગર માની લે છે. આ રીતે પ્રોગ્રામ્ડ થયેલું મગજ ઉત્ક્રાન્તીમાં સફળ રહ્યું છે. કેમ કે નાના બાળક પાસે તાર્કીક વીચાર કરવાનો સમય હોતો નથી કે તેની સજ્જતાયે હોતી નથી. દા.ત., જો બાળકનાં માતા-પીતા એને એમ કહે કે, ‘આગમાં હાથ ન નંખાય’ અથવા તો ‘પહાડ પરથી નીચે ન કુદાય’ તો આ વાત માની લેવામાં જ બાળકની ભલાઈ છે અને તો જ તે બાળક જીવીત રહી શકે અને પોતાના જીન્સ આગળ લઈ જઈ શકે. પણ આ રીતે પ્રોગ્રામ્ડ થયેલું મગજ જે રીતે સાચી વાતો માની લે છે એવી જ રીતે ખોટી વાતો પણ એટલી જ સહેલાઈથી માની લે છે. તેનું ઉદાહરણ છે ખોટી ધાર્મીક માન્યતાઓ, અન્ધશ્રદ્ધા, અને બીજી અનેક અવૈજ્ઞાનીક વાહીયાત વાતો. આ રીતે પેઢી દર પેઢી ધર્મ અને બીજી અવૈજ્ઞાનીક વાતો–વહેમોનો ફેલાવો અને વીકાસ થતો જાય છે. નાનાં બાળકોની આ નબળાઈ ધાર્મીક અને રાજકીય નેતાઓ સારી રીતે જાણે છે. તેથી તેમનું બ્રેઈનવોશ નાની ઉમ્મરથી જ સરકારી અને ધાર્મીક સ્કુલોમાં શરુ કરી દેવાય છે.

આ સીવાય ઉત્ક્રાન્તીમાં પેદા થયેલ માનવીનો ડ્યુઆલીસ્ટીક/દ્વંદ્વવાદી સ્વભાવ, તેનો ઈન્ટેશનલ સ્ટાન્સ/ઈરાદાપ્રેરીત વલણ વગેરે પણ ધર્મની ઉત્પત્તી અને વીકાસ માટે જવાબદાર છે.

આમ, ધર્મ તો માત્ર અને માત્ર ઉત્ક્રાન્તીની એક આડપેદાશ જ છે અને નૈતીક મુલ્યોની સાથે તેને કોઈ લેવાદેવા નથી.

સમાપ્તી

આમ આપણા નૈતીક મુલ્યો ઉત્ક્રાન્તીની જ દેન છે. તેમાં સતત વીકાસ અને બદલાવ થયો છે – થતો જ રહેશે. જે મુલ્યો માનવીને તેના જીન્સ આગળ લઈ જવામાં મદદ કરશે, તે મુલ્યો ક્રમવીકાસમાં ટકી રહેશે અને બાકીનાંનો નાશ થશે. આ વાત આપણને એક મહત્ત્વનો એ સંદેશ આપે છે કે આ દુનીયામાં બધી વ્યક્તીઓ કોઈ દીવસ પુરેપુરી નૈતીકતાવાળી થવાની નથી અને એવી કોઈ આશા રાખવી એ શેખચલ્લીની એક કપોળ કલ્પના માત્ર જ છે.

આપણા સમાજમાં સારી અને ખરાબ બન્ને જાતની વ્યક્તીઓ રહેવાની છે. કોઈ ધર્મ બધાને નૈતીક બનાવવાનો નથી. ખરેખર જોઈએ તો મોટા ભાગના ધાર્મીક લોકો જ જેને આપણે અનૈતીક કામો કહીએ છીએ એ કરતા હોય છે અને ઘણા બધા નાસ્તીક લોકો નૈતીકતાનું જીવન જીવતા હોય છે. પણ નૈતીકતાને ધર્મ કે અધર્મ સાથે કોઈ સમ્બન્ધ નથી. એ તો ઉત્ક્રાન્તીનું એક પરીણામ માત્ર છે.


[1] આ વીષય વીશે વધુ જાણકારી માટે મહેરબાની કરીને તમે આ લેખ વાંચો –

Lawrence, Paul R. 2004. “The Biological Base of Morality?” Business, Science and Ethics 59-79.

[2] આ વાતના પુરાવા સ્વરૂપે તમે New York Timesમાં પ્રકાશીત થયેલ આ લેખ જુઓ – http://www.nytimes.com/2007/03/20/science/20moral.html?_r=1&pagewanted=all

[3] આ વીશે વધુ માહીતી માટે આ લેખ વાંચો – http://www.dailymail.co.uk/news/article-1275574/Babies-know-difference-good-evil-months-study-reveals.html#ixzz0oYUVKWps

[4] આ વીશે વધારે માહીતી માટે તમે આ ચોપડી વાંચો – Dawkins, Richard. 2008. The God Delusion. Mariner Books.

–પ્રો. મધુસુદન રાજ

‘વૈશ્વીક માનવવાદ’વર્ષઃ 21 – અંકઃ 07 – જુલાઈ, 2010નો આ લેખ વૈશ્વીક માનવવાદ’ના તંત્રીશ્રી તેમ જ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

આજ લેખ તેમ જ વૈશ્વીક માનવવાદ’ના અન્ય લેખ માટે નીચે લીન્ક આપી છે તેના પર ક્લીક કરો : https://docs.google.com/viewer?a=v&pid=sites&srcid=ZGVmYXVsdGRvbWFpbnxyYXRpb25hbGlzdHNvY2lldHl8Z3g6NWVhMjc3NzdhYTJhZjVlNg&pli=1

લેખક–સંપર્ક :  

Prof. Madhusadhan Raj, B/ 103. White House Apartment, Near Pragatinagar, Vesu (Piplod)  Surat -395 007 Phone: 0261-225 6482, Mobile: 95372 36920 E-mail:  madhusudan_raj@yahoo.com 

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ :  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેલ : govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ: 15–03–2012

 

26 Comments

 1. રિચર્ડ ડોકિન્સ પ્રખ્યાત એથીસ્ટ/રૅશનાલિસ્ટ છે. એ હકીકત છે કે ધર્મનો વિકાસ માણસના વિકાસ સાથે થયો છે. પણ નૈતિક મૂલ્યો એટલે સમાજમાં રહેવા માટેના નિયમો. આ નિયમો ધર્મથી પહેલાં હતા. આમ નૈત્ક મૂલ્યો આપણે ધર્મને કારણે શીખતા નથી.

  Like

 2. It is very good article to read & think later on It will help us in making our life more meaningful.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

  1. શ્રી પ્રદીપભાઈ,
   તમે એક ચર્ચા દરમિયાન એક-બે વર્ષ પહેલાં રિચર્ડ ડોકિન્સના પુસ્તક The God Delusion૮નો ઉલ્લેખ કર્યો હતો. તે પછી મેં એ વાંચી. એમના વિચારો ખરેખર પ્રતીતિકર છે.

   Like

 3. @ પ્રો. મધુસુદનજી, પ્રેમસહ….

  શીરડીના સાઈબાબા વિશે શું માનીશુ ??

  ધર્મ ભલે નૈતિક ના બનાવતો હોય પણ એ ધર્મ ના વિરોધ અથવા પ્રેમ દ્વારા કોઈ એક વ્યક્તિ તો સમાજને નૈતિક બનાવે છે ને અને એ વ્યક્તિને જે તે લોકો અનુસરવા લાગે છે, એ, તે વ્યક્તિનો ધર્મ બની બેસે છે. અને એમાં આગળ જતા એમાં જે લોકો રુઢિચુસ્તતા ઠોકી બેસાડવા ઈચ્છે છે તેઓ એ ધર્મ અને એ વ્યક્તિને ખોટા પાડે છે, જેવી રીતે અહિ ડાર્વિન, ફિશર અને ડોકિન્સ વગેરે મને અધુરા લાગે છે….. ડાર્વિન, ફિર્શર વગેરે ભલે ખરા હોય પણ એને અનુસરનારાઓ દરેક અંતિમ અને હંમેશા ખરા નથી હોઈ શક્તા કેમ કે તેઓ ડાર્વિન-ફિશરના વિચારોથી પ્રભાવીત થયેલા છે, ડાર્વિન-ફિશરે જે અનુભવ્યુ તે અનુભવનારાઓ નથી એટલે ડાર્વિન-ફિશરને અનુસરનારાઓ અધુરા લાગે છે અને તેઓ અધુરા લાગવાથી ડાર્વિન-ફિર્શર વગેરે મહાનુભાવો સામાન્ય-ફિક્કા લાગે છે…….

  Like

 4. Ancient Indian philosophy lists Dharma, Artha, Kama & Moksha as the primary driving forces in person’s life. I found these to be too simplistic and incomplete. I wrote an article years ago to expand on the subject. May be it is time to forward it to Govindbhai Maru.

  In addition to the four driving forces listed in the present article, I find Zest & passion; sense of duty, Recognition and validation; Revenge; need for Freedom, Urge to control other people; etc. as powerful driving forces of human behavior. Some of these do overlap, yet these are separate to a large extent.

  Like

 5. બે પ્રકારના વંશજો હોય છે :

  ૧. બુંદ વંશ
  ૨. નાદ વંશ

  બુંદ વંશ માં સીધે સીધા બીજી પેઢીમાં જીન્સ ટ્રાન્સફર થાય છે. અને શક્તિશાળી જીન્સ ધરાવતા લોકોની ટકી શકવાની શક્યતા વધી જાય છે.

  નાદ વંશ એટ્લે વિચારોનો વારસો. જેમ કે ગુરુઓ પોતાના શીષ્યો તૈયાર કરી અને પોતાના વિચારોને જીવંત રાખવા મથે. આ નાદવંશનો વારસો ફેલાવવાની પણ દરેક ધર્મગુરુઓમાં એક અદમ્ય ઈચ્છા હોય છે. જેના વિચારો વધારે શક્તિશાળી હશે તેનો વારસો ઘણાં લાંબા સમય સુધી ટકી રહેશે. કેટલાયે લોકોએ આ વૈચારિક વારસો આપવાનો પ્રયાસ કર્યો છે તેમાંથી માત્ર થોડાક વિચારકોના વિચારો જ લાંબા સમય સુધી ટકી શક્યાં છે. જેમ કે ભગવદ ગીતા ૫૦૦૦ વર્ષ પહેલા કહેવાઈ તેમ છતાં તેના વિચારો એટલા પ્રભાવશાળી છે કે જે આજેય લોકો તે વૈચારિક વારસો પ્રાપ્ત કરીને આગળ વધે છે. જ્યારે જે છિછરા વિચારો હતા તે કાળના પ્રવાહ સામે ટકી શકતા નથી અને તેવા વિચારોના વારસદારો નવા નવા વિચારો પ્રાપ્ત કરીને મુળ વારસો છોડી દે છે.

  નૈતિકતા સહુ કોઈ પોતાની સલામતી માટે પાળે છે. અમેરીકાને ડર લાગે કે જો બીજા દેશોએ અણુ બોંબ બનાવીને ફેંકશે તો અમેરીકાનો યે નાશ થશે તેથી તે લોકો પાસે જઈ જઈને કહેશે કે અણુબોંબ ન બનાવો અને અણુનો માત્ર વિકાસ માટે જ ઉપયોગ કરો. પછી ભલેને તેણે બીજાના નીકંદન કાઢવા માટે અણું બોંબ ફેંક્યા હોય.

  નૈતિકતા ભયમાંથી ઉત્પન્ન થાય છે. ધારો કે કોઈ સમાજનું સતત શોષણ થતું રહે અને તે સમાજ સતત શોષણ સહન કર્યા કરે તો બીજા લોકો તેનું શોષણ કરવાના છે. પણ જો તે સમાજ સામો હુંકાર કરશે અને ઈંટનો જવાબ પથ્થરથી આપશે તો તેની સામે જોતા પહેલા બીજા લોકો હજાર વાર વિચાર કરશે.

  નૈતિકતા માટે માત્ર એક પરીબળ કામ નથી કરતું. જો કે તે વાત સાચી કે મનુષ્ય જેમ વધારે વિકસિત તેમ તે વધુ નૈતિક હશે. અહીં વિકાસ એટલે બાહ્ય વિકાસ નહી પણ આંતરીક વિકાસ.
  અમેરીકા અને બ્રીટન જેવા દેશો વિકસીત હોવા છતાં જો તે અન્ય દેશોનું શોષણ કરતાં હોય તો તે નૈતિક રીતે વિકસીત ન ગણાય.

  જુદા જુદા ધર્મો જુદી જુદી નિતિમત્તાનો ઉપદેશ કરે છે પણ ખરેખર તે સિદ્ધાંતો વ્યવહારુ અને નીતીમત્તાને પોષનારા છે કે કેમ તે તો જ્યારે વ્યવહારમાં મુકાય ત્યારે જ ખ્યાલ આવે.

  એક જગ્યાએ જે નીતીમત્તા ગણાય તે અન્ય સ્થળે કે પરિસ્થિતિમાં અનીતી યે ગણાય. સરહદે યુદ્ધ વખતે લડવું તે નિતિમત્તા ગણાય અને શહેરમાં કારણ વગર હુલ્લડ કે હિંસા કરવી તે અધર્મ ગણાય.

  ધર્મ થી નૈતિકતા આવે છે કે કેમ તે પ્રશ્ન પુછતા પહેલા ધર્મ એટલે શું તે નક્કી થવું ખુબ અગત્યનું છે. અને ધર્મનો ખ્યાલ પ્રત્યેક વ્યક્તિએ જુદો છે. સંસ્કૃતની ધૃ ધાતુ પરથી ધર્મ શબ્દ બન્યો છે. તેને આધારે ધર્મ એટલે ધારણ કરવું. જેમ કે અગ્નિનો ધર્મ દાહકતા છે, પાણીનો ધર્મ શીતળતા છે, વાયુનો ધર્મ વહેતા રહેવું તે છે, આકાશનો ધર્મ અવકાશ આપવાનો છે, પૃથ્વીનો ધર્મ સહનશીલતા છે. જેવી રીતે પ્રત્યેક તત્વનો ધર્મ જુદો જુદો છે તે રીતે દરેક વ્યક્તિનો સ્વભાવ પ્રમાણે ધર્મ જુદો જુદો હોય છે. વિદ્યાર્થીનો ધર્મ અભ્યાસ છે, ગૃહસ્થનો ધર્મ સારી રીતે ઘર ચલાવવાનો છે, નાગરીકનો ધર્મ દેશના કાયદાનું પાલન કરવું અને દેશને વધારે ઉન્નત બવાવવાનો છે, રાજાનો ધર્મ પ્રજાનું રક્ષણ કરવું અને પ્રજાજનોને સુખાકારી પ્રાપ્ત થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. કોણ શું છે તે પ્રમાણે તેનો ધર્મ બને.

  Like

 6. મીત્રો રાજાસાહી અને સરમુખ્ત્યારસાહીમાં લોકોનું કાંઈ ચાલતું ન હતું.

  આ ધર્મ પણ રાજ્ય આશ્રીત બની જતાં લોકોએ ફરજીયાત ધર્મ અને એના નીયમો પાડવા પડેલ. હવે લોકસાહીનો વીકાસ થતો જાય છે.

  જેમ જેમ લોકો એમાં જોડાસે એમ ધારાઓ લોકો કે લોકોના પ્રતીનીધીઓ બનાવસે અને એ પ્રમાણે લોકોએ વર્તન કરવું પડસે.

  મુંબઈ સીવાજી પાર્ક નામનું મોટું મેદાન છે અને એમાં પહેલાં રાજકરણીઓ ગમે ત્યારે મોટી મોટી સભાઓ ભરી લોકોને હેરાન કરતા હતા.

  હું છેલ્લે ૧૯૭૮માં ઈમર્જન્સી પછી લોક નાયક જય પ્રકાસને સાંભળવા ગયો હતો.

  એ અગાઉ ઈંદીરા ગાંધીના છોકરા સંજય ગાંધીની ચપ્પલ એક મુખ્ય પ્રધાને ઉપાડેલ એ જોવા ગયો હતો.

  એ વખતે મને થતું હતું આ સભાઓ આજુબાજુવાળાને ત્રાસ આપે છે.

  આજની તારીખમાં આ સીવાજી પાર્કમાં સભા ભરવી હોય તો ઘણાં વીભાગ અને કાયદાની અટપટી આંટીગુંટીમાંથી પસાર થવું પડે છે. કારણ લોકોનું રાજ છે કોઈ પોપાબાઈનું રાજ નથી.

  રાજ્ય ધર્મને આસરો આપે છે એટલે લોકો ધર્મને અનુસરી એનો પ્રચાર પ્રસાર કરી છેતરે છે. ધક્કા મુક્કી કરી મરણને આમંત્રણ આપે છે.

  લોકો મુર્તી પુજાઓ કરી મોટા બાંધકામ કરી વ્યય કરે છે. દાખલા તરીકે ગુજરાતનું સોમનાથ મંદીર. જેના બાંધકામ માટે વલ્લભ ભાઈ પટેલ અને ગાંધીજીએ પણ રસ લીધો.
  લોકસાહીનો વીકાસ થતાં આ બધું તુત ફતુર બંધ થસે.

  ધર્મ હાંસીયાથી બહાર ફેંકાઈ જસે અને કાયદાથી નીતી નીયમો બનસે.
  રાસ્ટ્રપતી રાજેન્દ્ર પ્રસાદે હીન્દુના વારસા અને લગ્ન કાયદા બનાવતી વખતે વાંધા વચકા લીધેલ. પોતે બાહોસ હોવા છતાં ધર્મની તરફેણ કરવા લાગ્યા.

  હોંસીયાર લોકોએ ટુકડે ટુકડે હીન્દુઓના લગ્ન અને વારસાના કાયદા બનાવ્યા. બાળકો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતાં હતા એ અટક્યા. કારણ લોકોએ નીયમ બનાવ્યા.

  Like

 7. Millions of years ago, on this earth, life came into existence by chemical reactions under natural forces…say by catalytic effect. ( Science has proved that the animal or plant body is consisted of different chemicals only )
  The evolution took millions of years to create human race starting from single cell life.
  We do not know when, from 4 leg animals…the 2 leg animal came into existence…The theory of evolution explains this convincingly.
  Man is 2 leg animal with BRAIN which is more developed than in chimpanzee.
  Scientific research done by CHARLES DARWIN gave 3 laws of life on which the animal world lives BASICALLY….
  (1) High rate of Birth….
  (2) Struggle for existence and
  (3) Survival of fittest. ( In 21st century people stared believing…in ‘survival of luckiest’ )
  When it came to struggle for existence, man,using his brain started living in cluster / say society…and became SOCIAL ANIMAL….Man chose one of them who was superior in strength and/ or intelligence to lead them. He eventually became LEADER OR KING…
  Then the natural occurrence which He could not understand and which was life threatening He started finding some one to help ( superstition ? ) and this gave birth to God and Goddess. And then ….religion must have come into existence…..Basically BRAIN GAVE BIRTH TO THE RELIGION…( The BASIC INSTINCT IN ANY ANIMAL OR PLANT IS TO MULTIPLY BY CREATING NEXT GENERATION AND EXISTENCE OF THE BREED. REST CAME IN LIFE ONLY AFTER WHEN HE STARTED LIVING SOCIAL LIFE. IN CASE OF PLANTS, EVEN TODAY THEY MULTIPLY…THEY ARE NOT AS SOCIAL AS HUMAN IS.)
  Today we know about oldest RELIGION is that it is about….5000 – 6000 years old…We do not have other information on any religion that was existing on this planet earth. ( Islam,Christi, Jain,Buddha, Zorastrian….etc have been created in our known period of time )
  Prof: Richard Dokins explains his theory based on scientific research. Science and the proven facts (Brain and Brain functions) convincingly tell us that the wrong or right doing by young children is the by-product of RELIGION (DHARMA ? ) OR RLIGIOUS LEADERS OR POLITICIANS…USING CHILD PSYCHOLOGY.
  Dharma, as it is said in this article, is a BY-PRODUCT of the laws of life, Man has devised for him and his society men. As he was struggling for survival,he devised some laws which were binding for not hurting his fellow man or men. These are NAITIC MULIO…IN practical life he is NOT USING THESE LAWS….for he is self-centered and selfish in nature and wants to be a ruler…..and wants to SURVIVE…
  DHARMA / RELIGION IS A BY-PRODUCT OF HUMAN BRAIN WHEN HE COULD NOT UNDERSTAND THE NATURAL PHENOMENA ? DISEASES THAT WAS OCCURRING IN HIS LIFE.
  e.g. Smallpox. Hindus believe it is GOD created and even today they pray..SITALAMATA or MAHARAJ…While medical science proved it to be a disease and is curable.

  Today, electronic science offered a latest iPod…using it man can know anything…THE UNIVERSE HAS BECOME A VILLAGE…THAT SMALL… IT IS A GIFT OF SCIENCE…MAN’S BRAIN and NOT RELIGION……

  THERE WILL BE A DAY WHEN SCIENCE WILL UPROOT RELIGION….MAY BE AFTER 200….399….or…..years.

  Like

 8. Majority of % observe…on their own and what is they call”NOT TAUGHT” by religion…They may preach but decisions are their own….This is observed in western and european countries. e.g.
  MY SELF EXPERIENCE………
  Stree daxinya.(Practical)..( They may be modern in thinking and in their food habit different….)
  THERE IS EXCEPTION….POSSIBLE…BUT MAJORITY OF CIVILIANS OBSERVE………
  Vruddho mate help, practical help.
  Honesty in daily transition.
  less hours spent after religious ceremonies and more hours —fruitful hours put in job–production
  No lanch-rushvat at lower leval
  purity in food. No mixing/ contamination. If, not liked, return is acceptable with full cost returned.( There are people who take mis advantage of this NAITIK MULYA…)
  Rich people make donations to poor in their own country and also in other countries. (Many rich have helped installing water system for countries in Africa and ALSO SOUTH INDIA…(India is not a poor country!!!!!!)
  Right guidance to a person unknown to the area..They may offer self to help reach the destination.
  Their rules and regulations are more human…IN PRACTICE for children, old, ill, women……How many Indians take all the advantages offered by state and central governments to olds and unemployed and poor(?) for medical treatments…,HONESTLY ?

  What do we see in Hindu,Islam….Dharmo ? Do their followers follow NAITIK MULYO in everyday practical life ? (Chavavana juda ane dekhadavana juda )……….

  LIST CAN GO ON AND ON AND ON……..(Let us talk practical applications and NOT only philosophy on paper…on any subject…RAVISHANKAR MAHARAJ….started practical work no sooner Gandhiji showed him the field of work…Jugaturam Dave…Indukumar Yagnik…THE LIST CAN BE LONG…)

  Like

 9. જાપાનીઝ જાપાની ભાષામાં વાતચીત કરશે, ચાઈનીઝ ચીની ભાષામાં વાત કરશે, જેમને પોતાની ભાષાનું ગૌરવ છે તે પોતાની ભાષામાં વાત કરશે.

  ગુજરાતી કઈ ભાષામાં વાત કરશે?

  Like

  1. ગુજરાતીમાં લખવું સહેલું છે અને ગુજરાતીમાં લખાયેલ વાંચવાનું એનાથી સહેલું છે. મીત્ર અતુલભાઈ જાનીની સાથે સહમત છું કે જેમને ફાવતું હોય એમને ગુજરાતીમાં લખવું જોઈએ….

   Like

 10. Ru. 1 : 89 : 1.
  Aa no bhadra krutvo yantu vishvatah:
  Meaning……
  Amane kalyankari karma sarva dishaothi prapta thata raho.

  Let all the corners of this universe inspire, good helping thoughts of humanity, in our mind.

  Like

 11. ધર્મ તો હમણાં આવ્યો બહુ બહુ તો દસ હજાર વર્ષ. માનવ તો આશરે ૨૫ લાખ વર્ષથી છે, શું નૈતિકતા વગર આટલા વર્ષ જીવ્યો હશે? સૌથી વધુ હત્યાઓ ધર્મોના કારણે થઇ છે, ક્યાં ગઈ નૈતિકતા? હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે બોર્ડર પર દસ લાખ માણસો કપાઈ મર્યા, કેમ કે એક બાજુ હિંદુ હતા અને બીજી બાજુ મુસલમાન. જો બંને બાજુ ફક્ત માનવો હોત તો દસ લાખ માણસો એકબીજાને કાપી શક્યા નાં હોત. ક્યાં ગઈ નૈતિકતા?

  Like

  1. મીત્ર, ભુપેન્દ્રસીંહ, આ બધાનું ડીએનએ ટેસ્ટ કરાવસો તો આફ્રીકાના વારસદારો હસે…

   Like

 12. ધર્મ ભલે દસ હજાર વરસ જુનો હોય, અને માનવ પણ આશરે (?) ૨૫ લાખ વર્ષથી હયાત હોય પણ એનાથીએ જુનો આપણે બધાને રચનારો હયાત હતો, એની ઓળખાણ ન હોવાથી, એનો ડર ન રાખવાથી, એ રચઈતાને નજરઅંદાજ કરીને સ્વાર્થના માર્યા દસ લાખ માણસોએ એકબીજાને કાપી નાંખ્યા હતા અને આજે એમના કર્યાથી . અને આજે પણ એવી જ રીતે અભિમાનમાં ચકચુર થઈને માણસ બીજા લાખો લોકોને બોંબ બ્લાસ્ટ દ્વારા, પોતાની અધુરી માન્યતાઓ અને નીતનવી થીયરીઓ દ્વારા, નવી નવી રસીઓ દ્વારા, નવી નવી ન્યુકલિય પ્રેક્ટીસ દ્વારા, પ્લાસ્ટીકના અતીરેક દ્વારા, સિમેંન્ટ અને કોંક્રીટના જંગલો દ્વારા, અને નવા નવા ધર્મો દ્વારા સર્વોપરી થવા ઈચ્છે છે તેઓ જ આ કાપાકાપી કરનારાઓના ઉપાસક હોય છે જેઓ ઉપરવાળાની સાડીબારી નથી રાખતા સાહેબો….

  આપણા બાપદાદાઓ, દાદીઓ-નાનીઓ જ્યારે આપણે માંદા પડતા હતા ત્યારે, જ્યારે આપણુ ફદીયુએ ઉપજતુ ન હતુ ત્યારે અવનવી માનતાઓ માનીને ભુખ્યા રહીને ઉપરવાળાને મનાવતા હતા, એક વરસ વરસાદ ના પડે ત્યારે ખેડુતોની ચિંતાસભર આંખો ઉપરવાળાને લાચારીથી જોતા હોય છે, ત્યારે વિજ્ઞાનીઓ મોઢુ છુપાવતા ફરતા હોય છે….. યુરીયા વાપરી વાપરીને ધરતીને કસ વગર ની કરી નાંખનારા વિજ્ઞાનીઓ જ છે જે ઉપરવાળાની સાડીબારી રાખતા નથી… મેડકાઉ નો રોગ તો બધાને ખબર જ હશે, નવી નવી રસીઓ શોધી એટલે હવે નવા નવા રોગો પણ ઉગી નીકળશે, તેઓ જ કાપાકાપી કરનારાઓના ઉપાસક હોય છે. છેલ્લા ૫૦ વરસમાં વિજ્ઞાને પરમાત્માને ભલે છુપાવી દિધા હોય પણ એને નજરઅંદાજ કરી શકશે નહિ.

  બાઈબલ સ્પષ્ટ કહે છે “પરમાત્મા (યહોવા) નો આદરમય ભય જ બુધ્ધિ (નૈતિકતા) નુ મુળ છે” જે દરેક ધર્મના લોકોને સરખી રીતે લાગુ પડે છે અને જે લોકોએ પરમાત્માની વિરુધ્ધ કાર્ય કર્યુ છે તેઓએ જ જગતને આજે અંધકારમય બનાવી મુક્યુ છે, પછી ભલે એ વૈજ્ઞાનિક હોય કે સાધુ-સંત હોય……..

  આ વાંચનારના મનમાં શુ ચાલી રહ્યુ છે એ કોઈ પણ વિજ્ઞાન દ્વારા બીજાને ચોક્કસ ખબર નથી પડી શકતી. અને ફકત અનુમાનને આધારે સૌ એક બીજાને મુલવતા રહેતા હોય છે, અને હરખાતા રહે છે, પણ ઉપરવાળો છે જે આપણા સૌના મનને ચકાસતા હોય છે, સૌના અંતરમાં છળકપટ છે કે શુધ્ધતા-નિર્મળતા-પવિત્રતા છે એ જ જોતા હોય છે, અને એથીએ વધુ, તો જે કોઈ પરમાત્માની સંપુર્ણ નમ્રતા અને પવિત્રતા સભર મહિમા કરતો હશે એને જરુરથી સત્યનો મારગ વધુ સ્પષ્ટતાથી દેખાડી આપશે.

  કોઈ ગરીબને-જરુરતમંદને જ્યારે ખોબલે ભરી ભરીને મદદ કરીએ છીએ ત્યારે, કોઈ ગરીબ બિમારના ઘા લુછીએ છીએ ત્યારે, કોઈ પડતાને ટેકો આપીએ છીએ ત્યારે, વગેરે વગેરે વખતે જે આનંદ અનુભવાતો હોય છે એ કોઈ પણ વિજ્ઞાન શીખવી શક્તુ નથી, એ આનંદ વિજ્ઞાન દ્વારા કમાયેલા ધનવનાઓ અનુભવી નથી શકતા. વિજ્ઞાને ખુબ પ્રગતિ કરી છે પણ જ્યા સુધી પરમાત્માને સન્માન નહિ આપે કે અનુસરશે નહિ ત્યાં સુધી તેઓનુ દરેકે દરેક વિજ્ઞાન નષ્ટતાનુ મુળ જ સાબીત થયે રાખશે એની તાકિદ રાખવી જરુરી છે.

  અસંખ્ય ઉદાહરણોમાંથી ફક્ત એક ઉદાહરણ ધ્યાનમાં રાખવુ જરુરી છે કે ૮૦ પૈસામાં બનતુ ઠંડુ પીણુ આપણી દુકાનોમાં ૧૨-૧૫ રુપીયે વેચાય છે એ આંખ બંધાયેલા પાટા વિજ્ઞાનને જ આભારી છે. એટલે વિજ્ઞાન નૈતિકતા નથી શિખવતુ, અમુક ડિગ્રીઓ મેળવીને લાખો રુપિયાનો પગાર મેળવી લેતા ડીગ્રી ધારીઓ કરતા અભણ બાબા રામદેવ-અણ્ણા હઝારે વધુ સારા કહેવડાવવા જોઈએ, અને આ મહાનુભાવો ફક્ત અને ફક્ત ધર્મ અને એકલપંડીય નૈતિકતા ને આધારે જ દેશને હલાવી મુકે છે એ પણ ધ્યાન રાખવુ જરુરી છે.

  ધર્મ દરેક રીતે વિજ્ઞાનથી અસંખ્ય ગણો ઉપર જ છે, પણ કઠણાઈ ફક્ત સાચા ધર્મની ઓળખ થવી એ જ છે………. પ્રભુ આપણે સૌને આશિષ આપે અને ભારતદેશને સાચો મારગ દેખાડે એવી પ્રાર્થના….

  Like

  1. @Friend : Rajesh Bhai :

   ૮૦ પૈસામાં બનતુ ઠંડુ પીણુ ૧૨-૧૫ રુપીયે વેચાય છે એ આંખ બંધાયેલા પાટા વિજ્ઞાનને જ આભારી છે. આ પીણાની કુમ્પનીના માણસોના પગાર ખબર છે? મુંબઈમાં કપડાંની મીલોની હડતાલ પહેલાં મહીને ૮૦૦ માંડ કમાતા ત્યારે આ પીણાની કુમ્પનીમાં ૮૦૦૦/- મહીને મળતા….. જ્યોર્જ ફર્નાડીડ્ઝે ૧૯૭૭ આસપાસ આ કુમ્પ્નીઓને બહાર ધકેલ. પાછી કેમ આવી તો કહે ભગવાનને ખબર… સમજી લો કે આ બધું ઉપરવાળાની મહેરબાની છે….

   Like

 13. From:
  “Dipak Dholakia”
  To:
  “Govind Maru”

  સ્નેહી શ્ર્ઈ ગોવિંદભાઈ.
  મારે ઇંટરનેટને લગતી સમસ્યાઓનો અંત જ નથી આવતો. મારો બ્લૉગ્તો ખુલતો જ નથી! ………………….. આ કૉમેન્ટ પેસ્ટ કરી દેવા વિનંતિ કરૂં છું.

  વોરાસાહેબ,
  કોકા-કોલા કેમ પાછી આવી એવો સવાલ ઉપસ્થિત કરીને તમે ચર્ચામાં નવું અને મહત્વનું તત્વ ઉમેર્યું છે.
  શ્રી રાજેશભાઈ વાત ભલે વિજ્ઞાનની કરતા હોય ખરેખર એમણે વાણિજ્યવાદ અને બજારવાદનાં દૂષણો દેખાડ્યાં છે.. અનૈતિકતાનું કારણ આ બજારવાદ છે.રાજેશભાઈ સાથે કોઈ પણ સંમત થાય જ.. નૈતિકતા તરફ તો આ બજારવાદીઓએ પાછા વળવાનું છે.
  આજે આંતરરાષ્ટ્રીય સામ્રાજ્યવાદ શસ્ત્રોની મદદથી દુનિયાને દાસ બનાવવા માટે ટેકનોલૉજીનો દુરુપયોગ કર્યો છે. ઇરાકમાં અમેરિકાની દાદાગીરીથી આપણે અપરિચિત નથી. એ કરનાર જ્યૉર્જ બુશ કટ્ટર આસ્તિક છે અને એમના સમયમાં ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદની સામે ધાર્મિક માન્યતાઓ પર આધારિત ‘ક્રિએશનિઝમ’ એટલે કે સૃષ્ટિનું સર્જન કરનાર કોઈ છે એ થિયરીને સ્કૂલોમાં ઉત્ક્રાન્તિવાદની બરાબર દરજ્જો અપાવવાની એમણે કોશિશ કરી. આજે એ જમણેરી વિચાર ત્યાં જોર પકડવા લાગ્યો છે. આમાં વિજ્ઞાન જવાબદાર નથી. અમેરિકી ઉદ્યોગોને દુનિયામાં દરેક દેશમાં ઘુસાડવા માટે જે પ્રયત્નો અને જોહુકમી ચાલે છે, તેની સાથે હવે બુશનું ક્રિએશનિઝમ પણ જોડાયું છે.
  આપણા દેશમાં રૂ. ૨૨.૪૨ (ગામડામાં) અને રૂ. ૨૮.૩૫ (શહેરમાં) કમાનારને બીપીએલ ન માનવાનું આયોજન પંચે કહ્યું છે. આ અનૈતિક અને ક્રુર નિર્ણય સામે કોઈ ધર્મગુરુ બોલ્યો હોય એવું જાણવા નથી મળ્યું. એ જો બોલે તો એમના સંરક્ષકો નારાજ ન થઈ જાય? અહીં તો દેખાતું નથી કે શંકરાચાર્યો, ઇમામો, મુફ્તીઓ અને પાદરીઓ એકઠા થઈને સરકારની બજારવાદી નીતિઓનો વિરોધ કરતા હોય.ગરીબતરફી નીતિઓની હિમાયત કરી છે, એમાંથી કોઇએ?
  એક વ્યક્તિ ગમે એટલી નૈતિક રહે,એની સામે સમસ્યાઓ વધતી જાય છે. એની આસપાસ અનૈતિકતાનાં જંગલો ઊગી નીકળ્યાં છે, એક વ્યક્તિ સામે સમસ્યાઓ વધતી જાય છે તે વિજ્ઞાનને કારણે નહી; બજારવાદને કારણે.
  વિજ્ઞાન અને ધર્મની ચર્ચા વખતે એ મુદ્દો ભુલાઈ જતો હોય છે કે ધર્મ કોની પડખે રહે છે. ઈશાવાસ્યોપનિષદ કહે છે કે ‘કોઈનું ધન ન લેજે”. કોને આ નૈતિકતાનું બંધન લાગુ પડે છે? આ ઉપદેશ છતાં ધન કેમ એક તરફ ઘસડાતું રહે છે? આ ઉપદેશનો અનાદર કોણ કરે છે? અથવા તો જેમની પાસે ધન એકઠું થાય છે એમનું ધન બચાવવાનો આનો ઉદ્દેશ છે?


  Dipak Dholakia from B-48/G-2 Dilshad Garden,Delhi 110095. Phone 011-22573880. Mobile :09818848753.

  Like

 14. Every coin has two sides…That is a saying. I say every coin has THREE sides..
  Now see….All the medicines , science has developed and help man to survive and live longer with comfort…HAS HELPED MAN…WE ALL ARE USING THESE INVENTIONS FOR OUR HEALTH.

  MAN stared with his devil mind misusing the goodness of the medicines which were invented with good purpose…This is Man’s second side…Scientists did not teach to misuse their inventions…THIS WAS NOT HIS INTENTION WHEN HE INVENTED MEDICINE.

  The third side is the edge….MANY USE THIS EDGE OF THE COIN TO ESCAPE THE REALITY OF LIFE… DUDHMA NAHI ANE DAHIMA PAN NAHI……

  THE INTENTIONS OF INVENTING MEDICINES WERE, SCIENTIST’S NAITIK MULYO….HIS HUMANITY….HUMANITY IS THE TOTAL OF ALL THE NAITIK MULYO….

  Like

 15. વહાલા શ્રી દિપકભાઈ, અસલમાં વાણિજ્યવાદ અને બજારવાદનાં દૂષણો વિજ્ઞાનના જ ફરજંદો છે ને સાહેબ, અનૈતિકતાનું કારણ આ સ્વાર્થી અને અભિમાની, શૈતાની બજારવાદ છે, અને મારી નજરમાં બુશ એક તકવાદી આસ્તિક છે, એ સમ્પુર્ણ આત્મિક અને શ્રધ્ધાવાન હતો જ નહિ. મારી સાથે કોઈ પણ સંમત થાય એ જરુરી નથી. પરેશાનીના માર્યા દરેકે દરેક તકવાદીઓએ આત્માના દોર્યા, આત્મિક નૈતિકતા તરફ દરેકે દરેક બજારવાદીઓએ પાછા વળવુ જ પડે છે.

  વોરા સાહેબ, ફર્નાન્ડીઝે ભલે ભગાડી મુકી હતી પણ આજના જવાનીયાઓએ જ એ ૮૦ પૈસાની કોકાકોલાને ૧૨-૨૦ રુપિયમાં, છોકરીઓ પર હોંસે હોંસે વટ પાડવા એને રીતસરના કરગરીને ઘરમાં ઘાલી છે ને…..!!! એમાં કોકાકોલાનો વાંક નથી, વાંક આપણી આંખે બંધાયેલા વૈજ્ઞાનિક અને આધુનિક પાટાને અભિમાનના કારણે ઉતારતા નથી એ છે……….. ભગવાનને દોષ ના દો સાહેબ……..

  Like

  1. રાજેશભાઈ,
   વિજ્ઞાન નહોતું ત્યારે પણ વેપાર હતો. હડપ્પાવાસીઓ વેપાર કરતા, ઋગ્વેદકાલમાં પણ વેપાર થતો. ઇસ્લામથી પણ પહેલાં આરબો વેપાર કરતા અને મહમ્મદ પયગંબર પોતે પણ એમનાં પ્રથમ પત્ની ખદીજાનો વેપાર સંભાળતા. પ્રભુ યીશુના સમયમાં તો યહોવાહનું મઑદિર પોતે જ વેપારનું ધામ બને ગયું હતું નવા કરાર અને કુરાન, બન્નેમાં એ વખતની અનૈતિકતાની આકરી ટીકા કરવામાં આવી છે. એ વખતે તો આજનું વિજ્ઞાન નહોતું ને?

   કોકા કોલા કંપની પાછી આવી, એમાં તમને સરકારની ખોટી નીતિ નથી દેખાતી, પણ એ પીનારા જુવાનિયાઓ સામે તમને રોષ છે. કંપનીનો વાંક નથી, બિચારી વેપાર કરે છે. એ તો કેરળના પ્લાચીમાડા ગામના લોકોએ અનીતિ આચરીને બિચારી કોકા કોલાને પાણી આપવાનું બંધ કરી દીધું! એમ જ ને?
   બુશ તકવાદી છે! જ્યારે પણ આસ્તિકોનો તકવાદ સામે આવે ત્યારે એનાથી આપને અળગા થઈ જઈએ એ કેમ ચાલે? એમ કહેવાનું વધારે સાચું હશે કે આસ્તિકતા અને નૈતિકતા એક વસ્તુ નથી. માણસ પરમ શક્તિમાં માનતો હોય તો પણ અનૈતિક હોઈ શકે છે. આ સત્ય સ્વીકારી લેવામાં વાંધો ન હોવો જોઈએ.

   Like

 16. ધન્યવાદ પ્રિય દિપક્ભાઈ, ખુબ જ સરસ, આપ ઉંડાણમાં લઈ ગયા એ બદલ….

  આપે કહ્યુ કે “વિજ્ઞાન નહોતું ત્યારે પણ વેપાર હતો. હડપ્પાવાસીઓ વેપાર કરતા, ઋગ્વેદકાલમાં પણ વેપાર થતો. ઇસ્લામથી પણ પહેલાં આરબો વેપાર કરતા અને મહમ્મદ પયગંબર પોતે પણ એમનાં પ્રથમ પત્ની ખદીજાનો વેપાર સંભાળતા. પ્રભુ યીશુના સમયમાં તો યહોવાહનું મઑદિર પોતે જ વેપારનું ધામ બને ગયું હતું નવા કરાર અને કુરાન, બન્નેમાં એ વખતની અનૈતિકતાની આકરી ટીકા કરવામાં આવી છે. એ વખતે તો આજનું વિજ્ઞાન નહોતું ને?”

  આપના કહ્યા પ્રમાણે, ત્યારે આજનુ વિજ્ઞાન ન હતુ ને? તો આ વિજ્ઞાન કઈ બલા છે ? અને વેપાર વાણિજ્ય એ પણ કઈ બલા છે ? આપ્ણે સૌ એ, એ વિષય માં પણ ઉંડા જવાની જરુર નથી લાગતી ?

  આ વિષયો તો પ્રભુ અને પ્રભુના લોકોએ આપેલી આજ્ઞાઓ અને શીખામણોને અનુસરવામાં જે લોકોને શરમ આવતી હોય તેવાઓએ જ વિજ્ઞાન, વેપાર વાણીજ્ય ને વધારો આપીને સામાન્ય અભણ મનુષ્યનુ જીવન ધુણ કરી નાંખ્યુ છે.

  મોટાભાગના ધર્મશાસ્ત્રોમાં લખ્યુ જ છે, કે સંગ્રહખોરી ના કરવી, લોભ લાલચ ના કરવી, મનને કાબુમાં રાખવુ, સમાજના ઉત્થાન માટે ઉપયોગમાં લાવવુ, પોતે ધર્મી બનવુ અને જગતને પણ ધર્મી બનાવતા રહેવુ જેથી આપસી ભાઈચારો બની રહે, અને જગતમાં શાંતિ, ઈમાનદારી અને પ્રેમનુ વાતવરણ બની, લોકોને પરમાત્મા પ્રભુએ રચેલી વસ્તુઓ વિના પ્રયાસે મળી રહે પણ આપણે માણસજાત આવી અનેક આજ્ઞાઓને, શરમ આવતી હોવથી અને વધુ પૈસા કમાઈ લેવાની લાલચથી અને પરમાત્માને નજર અંદાજ કરીને આજે વિષિશ્ટ જ્ઞાન પામીને, જગતને કડવુ કરી નાંખ્યુ છે.

  આજે મોફતમાં ઉગી આવતી શાક્ભાજી અને ઠંડુ પાણી સ્વાર્થી અને લોભ લાલચની રીતી અને નીતીઓને અનુસરીને માણસે માણસનુ લોહીચુસી રહ્યો છે. આપણે, એટલે કે મનુષ્ય જાતી આ વિજ્ઞાનના કારણે જ દુખી નથી શું. એવુ ના હોત તો નવરાશના પળે વૈજ્ઞાનીક કામોથી કંટાળેલો મનુષ્ય કુદરતના ખોળે ના જતો હોત ને, મારા વહાલા દિપકભાઈ, આપણા કરતા ગામડામાં રહેતા લોકો વધુ સારા એટલે જ કહેવાતા હોય છે ને માય ડિયર બ્રધર…..

  એકંદરે એક જ વાત કહુ છુ કે નીતી એ આત્મિક ગુણ છે જ્યારે વેપાર-વાણિજ્ય એ સ્વાર્થી વૈજ્ઞાનિક ગુણ છે, વિજ્ઞાન, ધર્મ (નૈતિક્તા) ને હડસેલીને આગળ વધશે તો અનિતિક વિજ્ઞાન પોતાના પગ પર કુહાડી મારી રહ્યુ છે અને નીતી ફક્ત અને ફક્ત ધાર્મિક ગુણ છે અને ધર્મ(નીતી) એટલે આત્માને શાંતિ, ધરપત આપે એ જ છે એવુ મારુ માનવુ છે…….

  અને છેલ્લે એક પ્રષ્ન કરી લઉ છુ કે “આપશ્રીએ અને આ વાંચનાર દરેક મહાનુભાવોએ આજ સુધી જે કાંઈ પણ કાર્ય કર્યુ એનાથી ધન-નામ કમાયા કે સમાજને દેશ-સમાજને નીતીમય બનવ્યા??

  મેં તો સ્વાર્થી અને પાપી કામો જ કર્યા છે હવે થઈ શકે તો પાછલી જીંદગીમાં થોડુ પવિત્ર કાર્ય કરવાની કોષિશ કરી રહ્યો છુ, બાકી તો ઉપરવાળાની મરજી……… પરમદયાળુ આપણે સૌને અને ભારતને સદબુધ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના કરુ છુ

  Like

  1. શ્રી રાજેશભાઈ,
   આપણે આદિમાનવની અવસ્થામાં જઈને નહીં રહી શકીએ એટલે અમુક ચર્ચાઓ તો માત્ર ચર્ચા છે. એ બધું હવે છોડી દ્‍ઉં છું અને તમારા પ્રશ્ન પર આવું છું –
   તમારો પ્રશ્ન છેઃ” …“આપશ્રીએ અને આ વાંચનાર દરેક મહાનુભાવોએ આજ સુધી જે કાંઈ પણ કાર્ય કર્યુ એનાથી ધન-નામ કમાયા કે સમાજને દેશ-સમાજને નીતીમય બનાવ્યા??

   બધા વતી બોલવાનો મને અધિકાર નથી પણ મારા પૂરતું એના જવાબમાં મારે કબૂલ કરવાનું છે કે નોકરી કરી છે એટલે જે પગાર મળતો તેને ધન કહેવા માગતા હો તો એટલું ધન કમાયો. નામ તો જરા પણ નહીં. નોકરીને કારણે કોઈ મારૂં નામ જાણતા હોય તો તેને હું ‘નામ કમાવું’ નથી માનતો.

   મારે એ પણ કબૂલ કરવાનું છે કે મારે કારણે દેશ -સમાજ નીતિમય નથી બન્યા. ગુરુ બનાવતો નથી એટલે ગુરુ બનતો પણ નથી. માત્ર હું પોતે જ નીતિમય જીવન જીવવાનો પ્રયાસ કરી શકું. મારા પોતાના જ માપદંડ પ્રમાણે એમાં સફળતા પણ મળે છે અને નિષ્ફળતા પણ મળે છે.

   Like

   1. દિપકભાઈ, આમ પણ આદીમાનવની અવસ્થામાં જઈશુ તો પણ એક સત્ય સામે આવે જ છે ને “કે જંગલી અવસ્થામાંથી આદીમાનવને આજનો સુઘડ અને સુજ્ઞ માણસ બનાવનારો તો ધર્મ જ હતો ને સાહેબ…. કેમ કે જંગલી અવસ્થામાં માણસે ન કરવાના અસંખ્ય કામો કરેલા જ હતા ને સાહેબ, એ પરથી સાબીત થાય છે કે માણસ જંગલી આદી અણઘડ અવસ્થામાંથી આજનો સુજ્ઞ માણસ બનાવનાર જે શીખામણ જાણતા કે અજાણતા મેળવી હતી એ શીખામણ જ ધર્મ છે, એ વિજ્ઞાન નથી. વિજ્ઞાન તો જંગલી માણસ સુઘડ અને બુધ્ધિશાલી બન્યો પછી જે જ્ઞાન મેળવ્યુ એ જ વિજ્ઞાન છે અને આ પરથી જ સાબિત થાય છે કે જે માણસ ઘર્મી નથી એની પાસે નીતી નથી અને જેની પાસે નીતી નથી એની પાસે પ્રગતિ નથી અને જે હોય છે એ અસલમાં દુર્ગતિ જ હોય છે, “માનો કે ન માનો આ જ સત્ય છે.”

    Like

 17. ઓહો દિપકભાઈ, મારી વાતનુ આપને કદાચ માઠુ લાગ્યુ હશે, એ બદલ હુ પ્રેમપુર્વક વેદના અનુભવુ છુ, હુ તો આપ સૌના મનોવિચારને ટટોળુ છુ ફક્ત અને ફક્ત સારા આશયે…… કોઈપણ ભાઈ કે બહેને માઠુ ના લગાડશો, હુ તો નવોનિષાળીયો જ છુ એટલે કદાચ અદબની ખબર નથી

  મારા કહેવાનો અર્થ ફક્ત એટલો જ છે કે આપણો દેશ અને આજની દુનિયા આજના પાપમય અવસ્થા પર આવી પહોંચી છે, ફક્ત દિપકભાઈ કે આ બ્લોગ પર કે અન્ય બ્લોગ પર વિહરતા મહાનુભાવોનુ જ નથી, એનુ કારણ સંપુર્ણ માનવજાતની ધન કમાવાની લાલસા જ છે અને એ બદલ વિજ્ઞાનમય પ્રગતિની આડમાં આપણે ન કરવાના કામો કરીએ છીએ એ તરફ આપ સૌ મહાનુભાવોનુ સંપુર્ણ આદર સહિત ધ્યાન દોરવા ઈચ્છુ છુ. મે પણ જીવનમાં ન કરવાના ઘણા કામો કરી બેઠો છુ અને અંતરમાં કઈક સારુ દેખાવાથી થોડુક સારુ કરવાની ઈચ્છા રાખુ છુ અને મોકો મળ્યે રજકણ જેવડા નાના પાયે (?) સારુ કરવાની કોશિશ કરુ છુ…..

  અને હા કોઈ પણ મનુષ્યનુ જીવન ગુરુ વગર અશક્ય નથી, મારા જેમ તમે પણ ઘણા ગુરુઓના ચેલા છો એ સ્પષ્ટ દેખાઈ આવે જ છે, અને જતા જતા આપણે સૌ કોઈને કોઈના ગુરુ બનીને જઈશુ એ તો નક્કિ છે, કોઈ નહિ તો આપણા બાળકો ના ગુરુ તો કહેવાઈશુ એ બદલ કહુ છુ… હો

  મનમાં કોઈ રંજ ના રાખશો અને પ્રેમથી જ્ઞાનસભર ચર્ચા કરે રાખજો, હુ આપ સૌને વાંચવામાં ધન્યતા અનુભવુ છુ……….

  Like

 18. ઓ, જગતના તમામ ધર્મોના રક્ષકો, પશ્ચાતાપ કરો, પવિત્ર બની તમારા મંદિરોના, મસ્જીદોના, ગીરીજાઘરોના, મઠ, સ્તુપો, ગુરુદ્વારાઓ અને પ્રત્યેક ધાર્મિક સ્થળોના તીજોરીના તાળા તોડો અને ગરીબોને, જરુરતમંદોને સ્વપંડે મદદ કરો નહિ તો તમારુ વજુદ અને વજન નહિ રહે………… વિજ્ઞાન મોઢુ ફાડીને ઉભો છે……….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s