મોરારીબાપુને એક રૅશનાલીસ્ટની જાહેર વીજ્ઞપ્તી

     ‘ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જયન્તી’ ૧૪ એપ્રીલ ૨૦૧૨ના દીવસે, રામકથાકા શ્રી. મોરારીબાપુ ‘આમ્બેડકર કથા’નો પ્રારમ્ભ કરવા જઈ રહ્યા હોવાના એક સમાચાર જાણવા મળ્યા છે. ત્યારે આદરણીય શ્રી. મોરારીબાપુને મારી એક જાહેર નમ્ર વીજ્ઞપ્તી છે કે ભારતની પ્રજાને જગાડવાની આ મોંઘેરી સુવર્ણ તક આપે સ્વબળે પ્રાપ્ત કરી છે, ત્યારે ભારતની પ્રજાને એના સાચા અર્થમાં જગાડવામાં જરાય કસર છોડશો નહીં; કારણ કે છેલ્લાં કદાચ ૪૫ વર્ષથી આપ સતત રામકથાઓ કરતા રહ્યા હોવા છતાં; આજે જોઈ શકાય છે કે આપણો સમાજ વહેમો, અન્ધશ્રદ્ધાઓ, વ્યર્થ અને હાનીકારક ક્રીયાકાંડો, કુપ્રથાઓ અને કુરીવાજોમાંથી બહાર નીકળવાને બદલે નીશદીન તેમાં વધુને વધુ ફસાતો જાય છે તથા સ્થાપીતહીતો દ્વારા તન–મન–ધનથી લુંટાઈને બરબાદ થતો જોવામાં આવી રહ્યો છે. ઉપરાન્ત આજે આપણો દેશ દુનીયાનો શ્રેષ્ઠ ભ્રષ્ટાચારી દેશ પણ બની ગયો છે. જે દર્શાવે છે કે રામકથાઓ આપણા દેશમાં સામાજીક, આર્થીક, રાજકીય અને ધાર્મીક સુધારણાઓ લાવવામાં નીષ્ફળ ગઈ છે. તેથી જ કદાચ આપ હવે ‘આમ્બેડકર કથા’ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા હોય એવું લાગે છે અને એમાં કશું અજુગતું નથી. બલકે એ જ એક તરણોપાય બચ્યો છે.

     આજથી દસેક વર્ષ પહેલાં મેંપીંજરામાં પુરાયેલા ત્રણ(નર)સીંહોનેશીર્ષક સાથે એક લેખ લખ્યો હતો, જે ૧ જુલાઈ, ૨૦૦૧ના ‘નયામાર્ગ’ પાક્ષીક (અમદાવાદ)માં પ્રગટ થયો હતો. તેમાં મેં આપશ્રી(મોરારીબાપુ), સ્વામી શ્રી. સચ્ચીદાનન્દજી અને ડૉ. ગુણવન્ત શાહને વર્ણાશ્રમધર્મ અને ઈશ્વર નામના પીંજરામાં પુરાયેલા નરસીંહો તરીકે નવાજી, તેમાંથી બહાર નીકળી મહાવીર સ્વામી અને બુદ્ધના પંચશીલ અને પ્રજ્ઞાના નીરીશ્વરવાદી તથા કર્મકાંડવીહીન સીદ્ધાન્તોનો પ્રચાર કરવાની વીનમ્ર વીનન્તી કરી હતી. તેમ જ તે વીષયમાં સૌથી વધારે ઉમ્મીદ મેં મોરારીબાપુ પ્રત્યે તેમાં વ્યકત કરી હતી. મારી એ ધારણા આજે મને ફળીભુત થતી લાગી રહી છે તેનો મને આનંદ છે.

     આદરણીય મોરારીબાપુ જ્યારે ‘આમ્બેડકર કથા’ કરવા જઈ રહ્યા છે ત્યારે એવું કહેવાની આવશ્યક્તા નથી જ કે ડૉ. બાબાસાહેબ આમ્બેડકરનું જીવન, કાર્ય અને વીચારધારા એ ગૌતમ બુદ્ધની વીચારધારા જ છે. જીવનના અન્ત કાળમાં બાબાસાહેબે બૌદ્ધધર્મની દીક્ષા અંગીકાર કરી સમગ્ર ભારતને ‘બુદ્ધમય’ બનાવવાનું મંગલમય સ્વપ્ન સેવ્યું હતું.

     આ સંજોગોમાં માનનીય મોરારીબાપુને વીનમ્ર નીવેદન છે કે, ભારતની પ્રજાને ૩૫૦૦ વર્ષ પહેલાં વીદેશી આર્યોએ સ્થાયેલા વર્ણાશ્રમધર્મની ચુંગાલમાંથી મુક્ત કરવાની અને ૫૦૦૦ વર્ષ પુરાણી સીંધુઘાટીની સંસ્કૃતીથી ચાલતા આવેલા, દેવગુરુ બૃહસ્પતી (ચાર્વાક) જેવા અનેક ઋષીઓ, બુદ્ધ – મહાવીર જેવા મુનીઓ, રૈદાસ, કબીર, નાનક, તુકારામ જેવા અનેક સન્તો અને મહાત્મા જ્યોતીબા ફુલે, મહાત્મા ગાંધીજી તથા ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જેવા સમાજસુધારકો દ્વારા પ્રચારેલ– પ્રસારેલ અસલ પ્રાચીન ભારતીય વૈજ્ઞાનીક અને માનવવાદી ધર્મ અને સંસ્કૃતીને અપનાવવાની પ્રેરણા પ્રદાન કરવાની કૃપા કરશોજી.

     આપને યાદ હશે જ કે ગુજરાતના વરીષ્ઠ રૅશનાલીસ્ટ અને આપના મીત્રશ્રી પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ સાથેની આપની પ્રથમ મુલાકાત વખતે તેમણે કહેલું કે ‘બાપુ, મને ભારતની પ્રજાની ચીન્તા થાય છે.’ ત્યારે આ સમયે ભારતની પ્રજાને ખોટા ધર્મ, સંસ્કૃતી અને ઈતીહાસમાંથી બહાર કાઢવાનો મળેલો આ મંગલ અવસર બાપુ, આપ ગુમાવશો નહીં. આપ બુદ્ધના કાર્ય–કારણના વૈજ્ઞાનીક સીદ્ધાન્ત પર આધારીત ઉપદેશને રૅશનાલીઝમના નુતન આધુનીક સ્વરુપે રજુ કરશો. આ અમુલ્ય અને અભુતપુર્વ તક આપના હાથમાંથી સરકી જશે તો તેમાં માત્ર મહાન ગૌતમ બુદ્ધની જ નહીં; પરન્તુ ભારતના સાચા ઈતીહાસ, ધર્મ અને સંસ્કૃતીની પણ ઘોર ઉપેક્ષા થશે, જે સર્વજન હીતાય, સર્વજન સુખાય તો નહીં જ હોય.

–એન. વી. ચાવડા

(નીવૃત્ત શીક્ષક, ચીન્તક, અને લેખક)

સંપર્ક:

શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ-394 335, જી. સુરત ફોન નંબર:  (02622)–247 088 (ઉપરોક્ત વીજ્ઞપ્તી એમણે ઘણાં સામયીકો–દૈનીકોને મોકલી છે. તેની એક નકલ મનેયે આ બ્લોગ પર મુકવા તેમના તરફથી મળી છે. આભાર, ચાવડાસાહેબનો.. –ગોવીન્દ મારુ)

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

અક્ષરાંકન :ગોવીન્દ મારુ, 405 – સરગમ કો–ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ : એરુ એ. સી.396 450 જીલ્લો : નવસારી.  સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 5–04–2012

47 Comments

 1. આપણાં દેશમાં રામ, કૃસ્ણની તો ખબર નથી પણ, ચાર્વાક, મહાવીર, બુદ્ધ, આંબેડકર ચોક્કસ થઈ ગયા છે અને એના અસંખ્ય પુરાવા છે…લોકોને કાલ્પનીક કથાઓના ભારણથી બહાર આવવું જ પડસે.

  email : vkvora2001@yahoo.co.in
  Sewree West, Mumbai 400015.
  Mob. 98200 86813
  Blog : vkvora2001@blogspot.ib

  Like

 2. પૂજ્ય મોરારીબાપુ આંબેડકર કથા કરવા જઈ રહ્યા છે. આમ પ્રયત્ન સારો છે.
  પણ ભારત ના લોકો ની માનસિકતા વ્યક્તિવાદ વિષે ની પ્રબળ છે તેને ધ્યાને લેતા
  ઊંટ કાઢતા બકરું ભરાઈ તેવો ઘટ થઇ ના જાય તે જોવાનું રહ્યું. આંબેડકર ના અનુયાયીઓ
  ખુબ જ કટ્ટર અને ઝનૂની છે તેનો મને સ્વાનુભવ છે. તેઓ ની ઈચ્છા તો આખા ભારત માં આંબેડકર ના પુતળા
  જ હોવા જોઈએ અને નામકરણ પણ તેમના નામ સાથે જોડવું જોઈએ તેવો હઠાગ્રહ સેવે છે જે જ્ઞાતિવાદ માટે ઘટક છે .
  માયાવતી એ ઉત્તરપ્રદેશ માં શું કર્યું ? આજ કર્યું છે. આંબેડકર ના નામે દલિત સેનાઓ જ્ઞાતિવાદ નો ઝેર ફેલાવી રહી છે
  તેમાં આવી કથાઓ થી હવા મળશે. આંબેડકર ના કર્યો ની કોઈ ને પડી નથી પણ તેમના નામે મત માંગવા જઈ શકાય છે. રાજનેતાઓએ આંબેડકર નું નામ વટાવી મત માંગે છે તેવી માનસિકતા થી બહાર આવીશું પછી જ આવું વિચારવું જોઈએ. ભારત માં બૌદ્ધિકો નું નહિ પણ ટોળાશાહી નું મહત્વ છે. આજના નેતાઓ એ જે જ્ઞાતિવાદ ઉભો કર્યો છે તેના કરતા તો ઋષિમુનીઓ એ સ્થાપેલી વર્ણ વ્યવસ્થા ખુબ જ સારી અને આર્થિક હતી તે ના ભૂલવું જોઈએ .
  જ્ઞાતિવાદ પોષક ના બદલે શોષક થઇ રહ્યો છે ત્યારે હું માનું છું કે હિદુઓ ને એક મંચ ઉપર લાવવા ના સકારત્મક પ્રયાસ
  કરવા જોઈએ.

  Like

 3. It is a good article but we should try by ourselves to come out from this situation. It is not impossible to do. Develop thinking process.

  Thanks,

  Pradeep H. Desai

  Like

 4. sir pehla to ae kehvanu k moraridas hariyani ” ambedkar katha ” nathi karvana matra ” ram katha ” karvana chhe ane ae pan 18 varan na samanvay mate kaya pressurethi change thayu ae to khabar nathi parantu ae to sachu chhe k ramayan j bhedbhav no granth chhe atle ramkatha na madhyam k babasaheb nu hindukaran kari ambedkar katha karvathi bharatni samajik vyavstha change nathi thavani ane ama pan 14 april no divas pasand kari bhavuk samaj ne vadhu mansik ghulam banavanu kary chhe. ramkathama morari das hariyani ” shambuk rushi no vadh ” ae samaj ne samjavta nathi ane aaje samajne missguide karvanu kam kare chhe…..

  Like

 5. રામાયણ એ મહાકાવ્ય છે, મહાકાવ્ય હોવા છતાં એમાં વ્યક્તિઓના ચરિત્રો દ્વારા જીવનના ઉત્તમ આદેશો છે એટલે એ ધર્મગ્રંથ બન્યો છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે રામાયણ ૯ લાખ વર્ષો પહેલા થયેલું એવું જણાય છે. અહી જયારે TV પર ડીસ્કવરી કે નોવા જેવી ડોક્યુમેન્ટરી જોઉં છું તો એવું જણાય છે કે ૭-૮ લાખ વર્ષ પહેલા કોઈ સાંસ્કૃતિક વ્યક્તિ આ દુનિયામાં થઇ હોય એવું લાગતું નથી ગઈ કાલેજ એક નોવાની ફિલ્મ જોઈ તો સર્વ પ્રથમ સોના-ચાંદી જેવી ધાતુઓ ૫-૭ હાજર વર્ષો પહેલાં તે સમયની રીત પ્રમાણે ગાળવામાં આવી હતી. રામાયણ અને ભૂગોળને, રામાયણ અને ઈતિહાસને મેળવવા જાવ તો ઘણી ઉપાધી આવે તેમ છે, કારણકે આ મહાકાવ્ય છે અને ૨૪૦૦ વર્ષ પહેલા રચાયેલું છે. ૫૦૦ વર્ષ પહેલાં રચાયેલું તુલસીદાસનું રામાયણ સાહિત્યનો ગ્રંથ છે. આ બંને રામાયણમાં ઘણી બાબતો મળતી આવતી નથી. એક મુદ્દાની વાત કે એવું શિવ ધનુષ્ય કેવું હતું કે રાજાઓ ઉપાડી ન શકયા અને તેનો સીતાજી ઘોડો બનાવીને રમતા હતા? શિવ તો ત્રિશુલ રાખે છે? ધનુષ્ય નથી રાખતા.

  આપણા સમાજ પર રામાયણનો સારો પ્રભાવ અને ખરાબ બંને પડ્યા છે. થોડી-ઘણી વાતો માની શકાય એવી નથી. રાવણના દશ માથા, કુંભ કર્ણની ૬ મહિનાની ઊંઘ, હનુમાનજી મહારાજના પરાક્રમો કાગભુસંડી વિગેરેના ઉદાહરણોથી સ્પષ્ટ કહી શકાય કે આ ઘટેલી ઘટનાઓ નથી.

  જે રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો તેજ રામે પોતાની પત્નીને લોકોની અફવાથી ગર્ભાવસ્થામાં જંગલમાં છોડી. યજ્ઞમાં વિધ્ન આવતા જંગલમાં શુદ્ર શમ્બુકનો વધ કર્યો. આ નાનીસુની વાત નથી. આ કાલ્પનિક-બોધ કથાઓના હિંદુ સમાજ પર “રીએક્શન” આવ્યા છે એટલે “સ્ત્રી” લગ્ન પહેલાં બિલકુલ પવિત્ર હોવી જોઈએ એવું આપણે માની બેઠા અને આખા દેશમાં વર્ણવ્યવસ્થા આવી અને તેથી સ્ત્રી વર્ગે અને સમાજને અગત્યની સેવા આપતા વર્ગે.ખૂબ ખૂબ સહન કર્યું.

  જે વ્યક્તિ રામાયણની કથા કરે તો પ્રથમથીજ લોકોને આ મહાકાવ્ય વિશે સમજણ આપવી જરૂરી છે પરંતુ કથાકાર લોકોને અંધારામાજ રાખશે, કારણકે કદાચ કથાકાર કથામાં આવેલા રૂપકો સમજાવી ન શકે તો? અથવા લોકોને સાચી વસ્તુની ખબર પડે કે આ તો ઘટનાઓ નથી પણ બોધ કથાઓ છે તો આવતા બંધ થઇ જાય તો? આપણે ત્યાં બીજા રામાયણોમાં એક અધ્યાત્મ રામાયણ પણ છે, આખા રામાયણના પાત્રોને આધ્યાત્મિક રૂપ આપેલું છે.

  જો હિંદુ પ્રજામાંથી અંધશ્રદ્ધા નિર્મૂળ કરવી હોય તો શાસ્ત્રોને તેના સાચા સ્વરૂપનું જ્ઞાન કરાવવું જોઈએ. વર્ષોથી સ્વામી સચ્ચિદાનંદ સિવાય કોઈ આ શાસ્ત્રોને રૂપક તરીકે સ્વીકારતું હોય એવું લાગતું નથી. કારણકે “અહિ એકની સામે અનેક” છે. જેમ હીરોજ હીરાને કાપે તેમ સ્વામીજી ધર્મથી આવેલી અંધશ્રધ્ધાને ધર્મશાસ્ત્રોના રૂપકો સમજાવી અંધશ્રદ્ધાનો એકલે હાથે સામનો કરી રહ્યા છે. કદાચ કોઈ સ્વામીજીનો માર્ગ અનુસરતો હોય તો એને અભિનંદન.

  આજકાલ “રામ-સેતુ” બહુ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ આ સેતુ કુદરતી હોવાની શક્યતા વધારે હોય એવું લાગે છે. માઈલો સુધી બાંધેલા બ્રિજના પથરા જ્યાંથી લાવેલા તે જગ્યાએ એવા મોટા ખાડાઓ પણ પડ્યા હોવા જોઈએ ને? શ્રી લંકામાં કોઈને ખબરજ નથી કે ત્યાં રાવણ નામનો રાજા રાજ કરતો હતો.

  જ્યોતિષ શાસ્ત્રોવાળા પણ ભગવાન રામની કુંડલી બનાવીને ક્યારે જન્મ્યા હતા તે પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે લોકો આ બધું સ્વીકારતા હોય છે.

  ભીખુભાઈ મિસ્ત્રી.
  Houston, Texas, USA

  ડો.બાબાસાહેબ આંબેડકર પાસે કંઇ શીખવું હોય તો એ કે તમને જે જ્ઞાતિનું બેકાગ્રાઉન્ડ મળ્યું હોય તેની તમે ઘ્રણા ના કરશો. ગામડે ગામડે ફરી માણસોમાં અસ્મિતા અને સ્વાભિમાન જગાવેલું, સદીઓનું અંધારું ઊલેચ્યું, અન્યાય સામે પડકાર ફેંક્યો અને પડકારની સાથે સમન્વય, મૈત્રીનો હાથ લંબાવ્યો. એમના ચહેરા પર કદી કડવાશ ન હતી. તેમની બૌધ્ધ ધર્મની શ્રદ્ધા, પણ નાસ્તિકતા ન હતી. આપણે ડો. બાબાસહેબે બતાવેલ માર્ગ પર ચાલીએ અને દેશ તથા સમાજને મજબૂત બનાવીએ.

  – સ્વામી સચ્ચિદાનંદ

  Like

  1. ભીખુભાઈ ને કહેવાનું મન થાય કે તમે હિંદુ ધર્મ વિષે ગમે તે બોલી શકો છો,
   વખોડી શકો છો અને ધર્મ ના લીરા ઉડાડી શ્રદ્ધા સામે હિંદુઓ ની આસ્થા પર પણ
   ઘાતક હુમલાઓ ઘણા રેશનાલીસ્તો કરી રહ્યા છે કેમ કે તેમને ખબર છે કે આવું કરવાથી ધીરજ અને શાંત
   પ્રકૃતિ ને મહત્વ આપતા હિંદુઓ તેનો વિરોધ નહિ કરી શકે અને તેમને આવા ગુણ હિંદુ શાત્ર માંથી જ મળ્યા છે
   તમે શા માટે અલ્લાહ કે કુરાન વિષે એક હરફ ઉચારતા નથી ? કેમ કે ત્યાં તમને તમારા અસ્તિત્વ પર જોખમ છે .
   આજે રાજકારણ માં ધર્મ કરતા પણ વધારે રાવનો ઘુસી ગયા છે.
   છે, જે શ્રદ્ધા નહિ પણ જીવન સાથે જોડાયેલું છે છતાં પણ રેશનાલીસ્તો તે હિંદુ ધર્મ જ દેખાય છે .
   પહેલા ઋષિમુનીઓ ના વખત માં હિદુઓ માં એકતા અને સંપ હતો ત્યાર બાદ ધીમે ધીમે સાધુ અને સંતો નું નિર્માણ થતું ગૌ તેન તેમ
   હિંદુઓ ના ભાગલા વધતા જ ગયા ત્યાર બાદ સંપ્રદાયો ના રાફડા ફાટી નીકળ્યા જેઓ એ હિન્દુઓની અસ્થા નો ચિક્કાર ઉપયોગ કરી ઠેર ઠેર આશ્રમો બનાવ્યા અને લોકો ને લુંટી રહ્યા છે આની સામે અવાજ કેમ નહિ?
   ફક્ત શાત્ર સામે સવાલ કરવા કરતા જેમને આ શાસ્ત્રો થી લાભ લઇ રહ્યા છે તેમનું શું ? પ્રમુખસ્વામી ના ઠેર ઠેર મંદિરો કે જ્યાં વગર ઉત્પાદને નફો જ નફો થાય છે તે શું છે અસ્થા સામે નો ખિલવાડ?
   પ્રજા ને તેને ધર્મ થી જ જોડી શકાશે તે નિર્વિવાદ છે. જમીન પર નું સત્ય સ્વીકારવું જોઈએ

   Like

   1. Jagdishbhai,
    I absolutely agree with your views & sentiments.These people go on criticising Hindu religion; and our “sastra” easily simply because the principle of “SAHISHNUTA” (great tolerance)adopted by majority of “Hindus” or better speaking those believing & following “Sanatan Dharm”allow them to do so;otherwise they can’t dare to raise their fingers agaist any other religion.I wonder why they are deaf & dumb on the comments that appeared on millions spent on the statues of “BABASAHEB”.Does a all time great personality like him needs to be remembered this way??

    Like

 6. “આ સંજોગોમાં માનનીય મોરારીબાપુને વીનમ્ર નીવેદન છે કે, ભારતની પ્રજાને ૩૫૦૦ વર્ષ પહેલાં વીદેશી આર્યોએ સ્થાયેલા વર્ણાશ્રમધર્મની ચુંગાલમાંથી મુક્ત કરવાની અને ૫૦૦૦ વર્ષ પુરાણી સીંધુઘાટીની સંસ્કૃતીથી ચાલતા આવેલા, દેવગુરુ બૃહસ્પતી (ચાર્વાક) જેવા અનેક ઋષીઓ, બુદ્ધ – મહાવીર જેવા મુનીઓ, રૈદાસ, કબીર, નાનક, તુકારામ જેવા અનેક સન્તો અને મહાત્મા જ્યોતીબા ફુલે, મહાત્મા ગાંધીજી તથા ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જેવા સમાજસુધારકો દ્વારા પ્રચારેલ– પ્રસારેલ અસલ પ્રાચીન ભારતીય વૈજ્ઞાનીક અને માનવવાદી ધર્મ અને સંસ્કૃતીને અપનાવવાની પ્રેરણા પ્રદાન કરવાની કૃપા કરશોજી.”——-એન.વી.ચાવડા.

  ચાવડા સાહેબને ખબર નહિ હોય કે ભારતમાં એકલા આર્યો બહારથી નથી આવ્યા, બધાજ બહારથી આવેલા છે. કોઈ વહેલું આવ્યું કોઈ જરા મોડું. સિંધુ ઘાટીના લોકો પહેલા આવ્યા, પછી આર્યો આવ્યા, પછી શક, હુણ, કુષાણ આવ્યા. બુદ્ધ શાક્ય હતા. આર્યન રાજા રામની કથા ગાઈ ગાઈને ધનના ઢગલા પર બેઠેલા બાપુ પાસે કોઈ મોટી અપેક્ષા રાખવી નકામી છે. છતાં બાપુ જો આંબેડકર કથા કરવા જઈ રહ્યા હોય તો ખૂબ આવકારદાયક છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે. આર્યન બ્લડ કોનામાં નહિ હોય? આર્યન જિન્સ કોનામાં નહિ હોય? સિંધુ ઘાટીનાં માનવી કરતા પણ પહેલા ભારતમાં માઈગ્રેશન થયેલું જ છે. તામિલનાડુના ભાઈ વિરુમાંડી ના જિન્સમાં ૫૦,૦૦૦ વર્ષ પહેલા થયેલો માર્કર(મ્યુટેશન) મળેલો છે. જે ઓસ્ટ્રેલિયન આદિવાસીઓમાં હોય છે. માટે એકલા આર્યો નહિ બધા જ વિદેશી છે. શ્રી. મોરારીબાપુ, શ્રી. ગુણવંત શાહ અને સ્વામી સચ્ચીદાનન્દજીમાં આર્યન જિન્સ નહિ હોય તેની કોઈ ખાતરી ખરી?

  Like

  1. ભારત માં આર્યો નું આગમન વિદેશ માં થી નથી થયેલું. આર્યો પહેલાથી જ ભારતીય હતા. દલિતસમાજ સાથે અસ્પૃશ્યતા ના મૂળ હિન્દુધર્મ માં નથી.પરંતુ જ્યારથી ભારત પર ઇસ્લામિક વિદેશી આક્રમણ થયું (તૈમુર લંગ) ત્યારથી શરુ થયું. વિદેશી આક્રમણકરો એ દેશ ને ખોખલો કરવા વેદો અને પુરાણો સાથે ચેડા કર્યા છે. જે પુરાણો “વસુધૈવ કુટુમ્બકમ” નો આદેશ આપતા હોય એ ભેદભાવ કેવી રીતે જન્માવી શકે. પણ સાચી વાત એમ છે કે ૧૩ મી શતાબ્દી માં તૈમુર લંગ ની સાથે આવેલ હજરત મોઈનુંદિન શેખ નામના મોલવીએ એ હિંદુ ધર્મ ની એકતા તોડવા તક્ષશિલા અને નાલંદા માં રહેલું સાહિત્ય આગ માં જલાવી નખાવ્યું અને કેટલાક વિદ્વાન લોકો પાસે તલવાર ના જોર પર નવું સાહિત્ય રચાવ્યું. જેમાં કેટલીક ખોટી વાતો પણ ગુસાડી દીધી જેથી સામાન્ય માણસો ભ્રમિત થયી ગયા.જે વિદ્વાન લોકો એ આ સાહિત્ય રચ્યું એમને સમાજ માં થી અલગ કરવામાં આવ્યા. એમને અસ્પૃશ્ય ગણી ને આમ-સમજે સ્વીકાર્યા નહિ. આ એક વિચારેલી ચાલ હતી કે જે લોકો ને આમ-સમાજ નહી સ્વીકારે તો એ આપો-આપ કંટાળી ને ઇસ્લામ સ્વીકાર કરશે, અને એજ લોકો બાકીના હિંદુઓ નો નાશ કરશે. ત્યાર બાદ મહોમદ ઘોરી ના સોમનાથ પરના આક્રમણ વખતે ૫૦૦૦૦ (પચાસ હાજર) લોકો એ આત્મ બલિદાન આપ્યું હતું. ત્યારથી જાતિવાદ હિન્દુધર્મ માં પ્રવેશ્યો છે. જો વેદો અને પુરાણો એક જ સમય ગાળા માં લખાયા હોય તો બંને ની ભાષા શૈલી અલગ કેમ પડે છે ? પણ સાચી વાત એ છે કે વેદો કંઠસ્થ સચવાયા હતા એટલે એમાં બહુ ફેર ના પડ્યો પણ વાસ્તવિક પુરાણો ને બાળી નાખી એની જગ્યાએ નકલી પુરાણ ગ્રંથો રચવામાં આવ્યા હતા ૧૩ મી સદી માં એટલે જ બંને ની ભાષા શૈલી માં ફેર જોવા મળે છે. આ છે સત્ય.

   Like

 7. આપ સહુ લોકોને ખબર છેકે ઓરન્ગ્ઝેબે “જજિયાવેરો “નામનો એક વધારાનો કર “વેરો ” નાખેલો આ વેરો જે મુસલમાન નહોય એવા લોકોએ ભરવાનો રહેતો .આવો જજિયા વેરો, ગાંધી મહાત્માએ જેને “હરિજન”ઓળખાવ્યા છે .એ લોકોએ જજિયા વેરો ભરીને પોતાનો ધર્મ બચાવેલો . આવા લોકોને અડવાથી પણ ભ્ર્સષ્ટ થઇ જવાય
  એવું માનતા ઊંચ વર્ણ ના કહેવાતા લોકો ભારતમાં હજી સુધી છે . એક દોહરો મેં બનાવ્યો છે જે આપના વાંચવા માટે લખું છું .
  लिन्होने भरके जजिया वेरा अपना धर्म संभाला है
  ऐसे भाई ओसे रह कर दूर धरम को मार डाला है
  મારા ગામ દેશીન્ગામાં બાબીમુસલ્માન દરબાર હતા ..તેઓ હિંદુ ધર્મનું બહુ માન રાખતા ગામની દક્ષિણ બાજુ અને ઉત્તર તરફ દેવસ્થાનો હતા .એની નજીક કદી કોઈ
  પક્ષીનો શિકાર નકારતા .દરબાર પાસે ધર્મોપદેશકો અવાર નવાર આવતા રેતા
  ગામ માં એક રાણો ભાઈ નામનો રખેષર (ભંગી )રહેતા રાણો ભાઈ દરબારના કુટુંબનું જાજરૂ માથે ઉપાડીને ઘણે દુર નાખવા જતા રાનોભાઈ ઘણી ધાર્મિક વાતો જાણતા .એક દિવસ એને ધર્મોપદેશે વાત કરીકે જો તું મુસલમાન ધર્મ અંગીકાર કરીલે તો તારે આ વિષ્ટા ઉપાડવા માંથી મુક્તિ મળી જાય .અને તું અને તારું કુટુંબ માનભેર જીવી શકે અને આ કહેવાતા ઊંચ લોકો પણ તુને અડવાથી નહિ અભડાય અને તુને માન આપતા થઇ જશે રાણા ભાઈએ જવાબ આપ્યોકે મને ગામ ધણી બનાવવામાં આવે તોપણ હું અત્યારે છું એમાંથી બદલવા માંગતો નથી .

  Like

 8. શ્રી ચાવડા સાહેબ,
  ગોવિંદભાઈ સાહેબના આ બ્લોગમાં જેને જેને તક મળે તે બધા, રેસ્નાલીઝમના નામે, બસ ઉચીઉચી વાતો કાર્ય કરે છે! પણ આ વાતોની અસર વાસ્તવિક રીતે, વાસ્તવિકતા પર કેટલી જોવા મળશે અનુ અનુમાન કરવાની કે એના પર ચર્ચા કરવાની કોઈ તસ્દી નથી લેતું! આ બધી વાતો મોઢાથી ફુલાવેલ ફુગ્ગા સમાન છે! એ ફુગ્ગો હાથમાંથી છૂટી બસ ઉચે અને ઉચે જયા કરે! દુર્ભાગ્યે વાતોના આ ફૂગ્ગાઓને ઉચે ગયા પછી જમીન પરની વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ રહેતો નથી અને એ સંબંધ સ્થાપવાનો પ્રયત્ન કે આશય પણ હોતો નથી! ગાંધીજી હરીજન વાસમાં પોતાના જ હાથે કામ કરી કરીને થાક્યા, વિનોબા ભાવેએ રક્તપીતિયાની ચાકરી આખી જિંદગી કરી અને હવે આજની સમાજના લોકો બસ ગાંધીજીની કે વિનોબા ભાવેની કાર્ય પદ્ધતિની વાતો અને પ્રસંસા કરી જે લાભ મળી શકે તે લેવાનું ન ચુકે પણ આ બે મહાનુભાવોની કાર્ય પદ્ધતિને અનુસરવાનું ઉદાહરણ ન પૂરું પડે!
  જગદીશભાઈ જોષીના જણાવ્યા પ્રમાણે બકરું કાઠતાં ઊંટ ચોક્કસ ઘુસી શકે! વાસ્તવમાં આંબેડકર સાહેબના નામે ભારતમાં થયેલ બધા ફેરફારોએ ક્યાંતો ભ્રષ્ટાચાર વધાર્યો અથવા તો વર્ગવિઘ્ર વધાર્યો! પછાત વર્ગ માટે Endless અનામત યોજનાઓ ઉભી કરી પછાત વર્ગને ૬૫ વર્ષો પછી પણ આગળ તો ન લાવી શક્યા પણ આગળ વધેલ વર્ગને પાછળ જરૂર લાવ્યા! માયાવતી અને મુલાયમસીંગ જેવા ભ્રસ્તાચારના મહારથીઓ જરૂર ઉભા કર્યા! ભ્રષ્ટ રાજકારણીઓની Vote Bank થઇ ગયેલ પછાત વર્ગ હવે કિંગ-maker વર્ગ થઇ ગયો જેનો દેખીતી રીતે દુરુપયોગ તેમાં રહેલો ૧% Creamy layer જ કરે છે પણ આશ્ચર્યદાયક છે કે આપણા ઉચ અને આદર્શ વિચારોના હિમાયતીયો સમાન રેસ્નાલીસ્તોને આ બધું સમજાતું નથી કે સમજવું નથી! ગાંધીજીની કે વિનોબા ભાવેના હિન્દુત્વ પરથી કોઈને કશું સુજતુ નથી પણ ડો. આંબેડકરનું બૌધત્વ એકાએક ભારત અને ભારતની સંસ્કૃતિને બચાવવા માટેનું મહા-સમર્થ અભિયાન લાગે છે! તેથી જ सबको सन्मति दे भगवान જેવી મર્મ ભેદી પ્રાર્થનામાં કશું અજુગતું નથી…. King-Maker વર્ગને જેI સચોટ સમજ અને સારું તેમજ સાચું શિક્ષણ આપવામાં આવે તો ભ્રષ્ટ રાજકારણીઓ આપોઆપ સન્યાસ લઇલે! ભારતના ઘણા બધા દુષણો આપોઆપ નસ્ટ થઇ શકે!
  યજ્ઞો અને કથાઓને સામાજિક દુષણ કહેનારાઓની આંબેડકર-કથા કરવાની વાત અજુગતી ભરી લાગે છે! ભગવાનને ન ભજવાનું કહેનારા હવે આંબેડકર સાહેબને ભજવાનું કહે છે!

  Like

 9. Should I consider this announcement from Murari Bapu as a very helpful ?
  Shri Chavada’s request is real and valuable. The KATHAKARO,are SMART BUSINESSMAN , that is what I see in their activities. All of them are very very rich people and they ask for big amounts to start a Katha in advance. It does not matter if the request is from a poor school in a remote village. The Katha aayojako in urban area and kathakaro both are businessman and they do the business very smartly. I HAVE FIRST HAND COPIES OF THE LETTERS WRITTEN in 1970 – 1971, by Murari Bapu to the person / couple in Bombay, with whom he stayed and with their help prospered. as KATHAKAR. He who picked him up from a village where he was doing katha in front of 10 – 15 villagers, ( NATHA BAPA ) is a strange person to MB. today. MB was a poor primary school teacher. Today, Murari Bapu avoids or behaves with the couple as if he does not know them.( Arun Gandhi & Family). The last time it happened in the USA in the year 2011.
  What can you expect from a businessman ?

  Like

 10. ચાવડા સાહેબની વિનંતી સાચી હશે અને સારા અર્થમાં હશે તેમ જે લોકો ચાવડા સાહેબને સારી રીતે ઓળખાતા હશે તેમના મગજમાં શંકા ન હોઈ શકે આવું મારું પણ માનવું છે અને ચાવડા સાહેબના આશય સામે શંકા જગાવવાનો મારો કોઈ ઈરાદો નથી! મારું દ્રઠપણે માનવું છે કે જ કોઈ જે કઈ સુજાવ બતાવે તેમાં વાસ્તવિકતા હોવી જરૂરી છે અને જો આવું ન હોઈ તો આવા સુઝાવ રેસ્નાલીસ્ત ન કહેવાઈ! હાજરી સાહેબની અને જોષી સાહેબની વાત દાદ માંગીલે તેમ છે!
  તો રેસનાલીષ્ટ આશય અને લક્ષને ધ્યાનમાં રાખી લખાણ અને વિચાર સમન્વય થઇ તે જરૂરી છે! કોઈપણ લખાણ વ્યવહારિક સુઝાવ અને ગણત્રીબધ પરિણામ લાવી શકે અથવા તો તેવા પરિણામની આશા જગાવી શકે તેમ હોઈ તો આપણા બધાનો સમય સાચો અને સારો ઉપયોગ થયો કહેવાય! ગોવિંદભાઈ સાહેબને વિનંતી કે આપણે ગુણવંતભાઈ શાહ સાહેબ જેવા બીજા ઘણા સાહિત્યકારો કે જે સુઝાવ અને પરિણામ લક્ષી વિચારોની લેવડ દેવળ કરી શકે તથા ટીકા ટીપ્પણી પણ કરી શકીએ?

  Like

 11. ચાવડા સાહેબની વિનતી સમયોચીત યથા યોગ્ય જરુર છે, ઇચ્છીત પરીણામ લાવે કે કેમ તે ખુબ મોટો પ્રશ્નન ખરો, છતા બદલાવ માટેના પ્રયાસો જરુરી અને આવકારદાયક છે જે અગે બેમત ન હોય. ઉપરની ચર્ચા અનુસાર વર્તમાન કથાકારો.સન્તો.મહન્તો, સાધુબાવાઓ સાચા અર્થમા ધન્ધાદારી છે, એ લગભગ હવે તો જગજાહેર છે. એમ છતા લોકોના ધાડા ને ધાડા ગાડરીયા પ્રવાહની માફક આવા ટીલા-ટપકા કે ભગવાધારીઓ પાછળ ગાડા ઘેલા બનિ દોડ્યે જ જાય છે.
  મોરારીબાપુ, અસખ્ય રામકથાઓ પ્રુથ્વી-જલ-હવામા કરી ચુક્યા છે, જે કથાઓ થકી સમાજ-ધર્મ કે દેશમા જે જે સુધાર આવ્યો તે તો સહુને સુવિદિત જ છે. હા ! બાકી રહેલી અગ્ની કથા બાપુ ક્યારે અને કેટલા શ્રોતાની સાથે કરવાના છે? એમ છતા મોરારીબાપુ, આબેડકર સાહેબની જિવનધારાની કથાનુ અભીયાન કોઇ ચમત્કારીક પરીણામ લાવે એવી શુભેચ્છાઓ.

  Like

 12. ત્યારે આ સમયે ભારતની પ્રજાને ખોટા ધર્મ, સંસ્કૃતી અને ઈતીહાસમાંથી બહાર કાઢવાનો મળેલો આ મંગલ અવસર બાપુ, આપ ગુમાવશો નહીં……..

  Like

 13. Scientific research has found that,In Human there is no PURE gene on this earth. ( Only one person in southern India was found to have NOT MUTATED GENETIC CODE. ONLY ONE during the research was conducted) It shows that since MAN was born on this earth, they were MAN & WOMAN….and their primary genetic function was propagate and….produce next generation than comes food to survive………
  When BRAIN started working and it started finding the mechanical means to ease the life, it started living social life….but as man and woman….not under any religion norms… that is how the GENETIC code is NOT PURE…..Than why…Hindu,Muslim,Christian……..?
  When this situation is understood.,..WHY NOT LIVE LIFE AS A HUMAN….LET MURARI BAPU PREACH PEOPLE, THE HUMANITY…AND JOIN HIMSELF AND LEAD THE FOLLOWERS AS HUMAN and WORK FOR HUMANITY..REMOVE POVERTY.DO NOT EARN COLLECT MONEY….IT IS NOT WHAT IS SAID IN DHARMA-SHASHTRA…SADHU DO NOT COLLECT RICHES>>>THEY USE FOR HUMANITY……..
  When he will start this, I will join him to help poor and needy. THAN ONLY HE WILL BECOME PUJYA.

  Like

 14. ત્રણ સિંહો ને બે જ પાંજરાં? એ કેમ બને? મારા સાહેબ, ત્રીજું એક પાંજરું છે. એ પણ ઉમેરો તો કેવું?
  એ છે : પૌરાણિક વાર્તાઓનું પારાયણ—- પાયા વગરની, અર્થ વગરની, કશા બોધ વિનાની, રસપ્રદ, મનોરંજક, અધર્મસૂચક, અનર્થકારી, અનેકાનેક.
  ઉપનિષદોના દેશમાં આવી વાર્તાઓમાં પુરાયેલાં માનસ? રામ રામ કરો ભાઈ, રામ, રામ !
  —- સુબોધ શાહ — ૭ એપ્રિલ,’૧૨.

  Like

  1. સુબોધભાઈ, હિંદુઓ ના શાત્ર ની ઠેકડી ઉદ્દાળવી સહેલી છે કેમ કે એમાં ફક્ત બોલવાનું જ હોય છે સમજ્યા વગર..
   હિંદુ શાત્ર તેમજ તેની મનોરંજક, રસજનક વાર્તાઓને જીવન માં ઉતારી શકાય જેનાથી અનેક ગુણનો વિકાસ થતો હોય તે સત્ય છે
   પહેલા માં બાપ આવી સારી સારી વાર્તા કહી નેજ જ્ઞાન આપતા તે કદાચ તમને ખબર હશે જ. તમારી વાત પરથી
   તો એમ લાગે છે કે હિંદુ શાત્ર નું અસ્તિત્વ જ નથી. રેશનાલીસ્તો ની નવી જમાત ને ફક્ત હિંદુ ધર્મ ની જ ઉપેક્ષા કરવી અને મજાક કરવી ફાવે છે. શાત્ર ની સાચી સમજ આપી શકાય છે જેનાથી જાગૃતિ વધશે.
   રેશનાલીસ્તો ને વિનંતી છે કે કોઈ પણ વિરોધ આતંકવાદીની જેમ નહિ પણ શાત્ર ના શબ્દો ને પારખી ને થાય તે મહત્વ નું છે

   Like

   1. Jagadishbhai,
    1. What I write is not because I want to make fun of my own religion, but because I am extremely pained by its current situation. Did not Vivekaanand, Gandhiji and Dayanand criticize Hinduism?
    2. I speak after deep study, not just casually. I wish you knew me personally.
    3. Some stories do teach. A huge majority of them are unbelievably naive, incredible, unnecessary, misleading. They can be interpreted in many different ways. Hundreds of examples are there for all to see.
    4. Stories are good for children. Not for adults like us. How long do you want Hindus to remain childish? Let us all grow up. Please.
    5. I don’t like any rigid –Isms. What I have written is Reason or common sense.
    6. You may not know it, but I have criticized some aspects of other religions even more harshly than Hinduism. And praised some aspects of Hinduism also, just like others.
    Thank you for sharing your emotions. Why not share some Reason also?
    —Subodh Shah — April 8, 2012.

    Like

   2. રામાયણની કથામાં દસરથને ત્રણ પત્નીઓ હતી. એક લોન્ડ્રીમેનના કહેવાથી ગોડ રામે વાઈફ સીતાને જંગલમાં મોકલી આપી…

    જે ગોડ પોતાના મરેલા બાળકના માથા ઉપર એલીફન્ટનું હેડ લગાડી સકે પણ એજ ચાઈલ્ડનું હેડ ન લગાડી સકે?

    મહાભારતની કથામાં દ્રૌપદીને ફાઈવ હસબન્ડ? અને ગાંધારીને હન્ડ્રેડ કૌરવો? વાહ માતા સતી ગાંધારી વાહ….

    મોરલી વગાડવાથી નાગ ડોલતો હતો પણ મેનકા વચમાં આવી……નાગનું ડોલવાનું બંધ થઈ ગયું……

    Like

   3. Subodhbhai, this is good request “Thank you for sharing your emotions. Why not share some Reason also?”

    Like

 15. ‘ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જયન્તી’ ૧૪ એપ્રીલ ૨૦૧૨ના દીવસે રેસ કોર્સ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪.૦૦ કલાકે શ્રી. મોરારીબાપુ ‘આમ્બેડકર કથા’નો પ્રારમ્ભ કરશે…

  Like

 16. Those who are firm and strong believers of one -ism….would not accept good aspects of other -ism, that is a general observation.
  We have to be MATURE, in both the fields, (1) Physical and (2) Mental. to be A GROWN UP INDIVIDUAL. Physical maturity has no value where MIND / BRAIN is to be used for achieving better results
  Children are to be fed. They are spoon fed by elders with knowledge of care taking.
  Once a child enters in his or her..TEENS, they are independent and they do not like to be guided by their parents….THEY START THINKING…SPECIALLY in the 21st Century and ask questions and do not get convinced with illogical answers.
  It is well said that if one does not swim with the stream of the time or the waters of a river, looses life.
  Let us wait for next two generations, approx..30 years and will see the results of -ism…and its firm believers.. This applies to all -isms.

  Like

 17. Narsinh Mehta was doing his BHAJAN sessions in night time in HARIJANVAS…. those were the days of UNTOUCHABILITY and CAST SYSTEM in INDIA. Narsinh Mehta was NAGAR BHRAHMIN.

  I wish Moraridas Hariyani ( not as MORARI BAPU )go to the area of HARIJANS and work with them. Why preach ? Be one of them as Dr. Ambedkar was and live life as a socially and economically backward human.

  SWAMI VIVEKANANDJI once said,” One ounce of practice is worth twenty thousand tons of talk.”

  Like

 18. Subodhbhai Shah,
  હું અહિયાં મારા અને તમારા problemsને પરદેશી કહી; ભારતીઓના problemsને ભારત કહી અને મારી સમજમાં આવતા solutionને સુઝાવ તરીકે કહી વિચાર-વિમાશ કરવા ચાહું છું:
  પરદેશી (problem ): આપણી પાસે Time ની હંમેશા ખેચા-ખેચી હોઈ છે અને આપણે ભારતમાં જયારે કોઈને બે શબ્દોમાં સલાહ આપીએ તો જવાબ મળેકે, “મોટો અમેરિકા જઈ આવ્યો એટલે પોતાને તીસ-માંરખા સમજે છે!
  ભારતનો (problem): સામાન્ય માણસ ભારતમાં દેશના નેતાઓની અવડીસવડી વાતોથી એટલો ગુંચવાઈ ગયેલો અને હેબતાઈ ગયેલો હોઈ છે કે આપણને જોતા જ તેમને પેલો બહુરંગી નેતાની બનાવટી વાતો યાદ આવે અને એનો ગુસ્સો આપણા પર નીકળે! આપણે તેમને Hypocrites જેવા લાગીએ!
  સુઝાવ: આપણે બોલવાનું ઓછું અને કરવું વધુ સિદ્ધાંત પ્રમાણે, બધા ભારતીયો આપણા ભાઈ કે બહેન છે સમજી કોઈ ganeralized મદદ આપણી શક્તિમાં હોઈ તે રીતે કરવી! મદદ પૈસા સિવાય બીજી પણ થઇ શકે છે! પૈસાની મદદ કરો તો એનો ઉપયોગ સારી રીતે થાય છે તે પણ જોવું જરૂરી છે! નાના નાના પાયે એક શેરી કે એક ગામથી ચાલુ કરી શકાય! સમાજને બદલવાનું કામ સહેલું નથી પણ ખંત અને પરિશ્રમથી કરીએ તો ધીરે ધીરે સારા પરિણામ જોઈ શકાય છે! ભારતની નાની અને જુવાન પેઠીને સારું શીખવામાં અને નવું કરવામાં ખુબ રસ છે અને તેનો ફાયદો આપણા જેવા ભણેલા-ગણેલા પરદેશીઓએ લેવો જોઈએ! આપણે જે સ્કૂલ, હાઇસ્કુલ કે કોલેજમાં ભારતમાં ભણ્યાં હોઈ કે બીજી કોઈ પણ સંસ્થામાં volunteer તરીકે વિચારની લેવડદેવડ માટે બે શબ્દો કહેવા જઈએ તો તેઓ આપણને એટલા ઉમળકાથી સંભાળશે અને આવકારશે અને તમને કાયમ માટે યાદ પણ રાખશે! ભારતની નાની અને યુવા પેઠી જેટલી Receptive અને Intelligent છે તેટલી દુનિયામાં ક્યાય જોવા નહિ મળેની ખાતરી આપું છું! પૈસાની વ્યવસ્થા હોઈ તો નાના પાયે પ્રૌઠ શિક્ષણ ઉભું કરી અથવા તો બાળકોને ભણવાની સામગ્રી જેવી કે બુક્સ, પેન, પેન્સિલ પુરા પડી કે સ્કુલમાં કે પબ્લિક લાયબ્રેરીમાં એક કમ્પ્યુટર પૂરું પડી ધીરે ધીરે પાયાના ફેરફાર કરી શકાય. તેમને વાંચતા લખતા કરવાની સાથે સાથે નેતાઓની, ધર્મગુરુઓની બનાવટથી સચેત કરી શકાય અને તેમને તેમના Voteની કિંમત પૈસામાં નહિ પણ દેશહિતમાં કઈ રીતે અને શા માટે કરવો જોઈએ તે સમજાવી શકાય! સાહેબ ભારત એકલો જ દેશ છે જ્યાં People તમને નાની મદદ કરવા બદલ અરે મદદ તો દુર રહી પણ મદદ કરવાનો પ્રયત્ન કરવા બદલ પણ તમને યાદ કરશે અને નાના-મોટા સૌ તમને પગે લાગશે તો પછી આપણે કયા મોથાથી તેજ લોકોને Hindu છે માટે આડંબરખોર છે કહી ધુત્કારી શકીએ?આપણા પરદેશમાં કોઈને મદદ કરો તો કદાચ “Thank you” કહેશે પણ મદદ કરતા કરતા પણ નાની ભૂલ થઇ ગઈ અને ઘણી વખત ભૂલ ન થઇ હોઈ તો પણ કોર્ટના ચક્કર માટે તૈયારી કરી રાખો! ભારતનો દરેક નાગરિક પહેલા ભારતીય છે અને પછી હિંદુ કે મુસલમાન છે તે આપણે પરદેશીઓએ સમજવું પડશે અને સ્વીકારવું પડશે તો એજ અણઘડ લોકો ભણ્યા પછી પણ આપણે જિંદગીભર યાદ કરશે અને સૌથી મોટા વળતર રૂપે આપણે જ શરૂ કરેલ આ Noble work સ્વેચ્છાએ પોતે ઉપાડી લેશે! રવિશંકર મહારાજને યાદ કરીએ તો ઉપરના કામો કરવા અઘરા ન લાગે!

  Like

  1. To Shri Ashvin Patel:
   I like your thoughts—very practical, down to earth— and I agree with them. May I add some?
   In a vast country like Bharat, there is a real limit to what individual action can achieve. Lots of good people are doing good work and we must help. But the problems are just overwhelming. We need more, much much more, than local personal or individual action. Ideas have shaped the world. They motivate us to work in the right direction.
   I don’t preach or advise. I analyzed my original motherland’s problems because I am being pained by them. Then I share the results of my deep study.
   What do you think? Is it useless to do that?
   Wish we could exchange more ideas. Thanks. – — — Subodh —

   Like

 19. Excellent solution!
  Why talk of America ? We have problems in India. Why compare lives of BIRLA vs Garibdas or Ranchhodbhai ?…..
  It is matter of discussion that how practical it is. When Ravishankar Maharaj was working (1) what was the population of India ? What were the mechanical means were in daily uses ? What were the aims of life Shri Ravishankar Maharaj had ?

  Who can influence maximum ? Only those who can mesmerise / hypnotise mass at a time…..AND in todays India few are leaders…like Murari Bapu and…..Sri Sri Ravishankar….and……

  Like

 20. રાજકોટમાં આંબેડકર જન્મ-જયંતી નીમીત્તે મોરારી બાપુ ‘આંબેડકર કથા’ કરવાના છે! ‘પડકાર’ નામના સાપ્તાહીકમાં ભરત સોલંકીએ તેનો વીરોધ કર્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે “મોરારીદાસ હાથો છે કે હથીયાર?” એક હ્યુમેનીસ્ટ મીત્ર બીપીન શ્રોફ સાથે આ વીશે વાત થઇ તો તેમણે કહ્યું, બાપુ તો બન્ને છે, ધાર્મીક હથીયાર પણ છે અને રાજકીય હાથો પણ! હું માનું છું કે બાપુનો હીડન-એજન્ડા છે. કીમ એજ્યુકેશન સોસાઈટીના ઉત્તમ પરમારે હમણાં જ ગુજ-મુંબઈ રેશનાલીસ્ટ એસો. દ્વારા યોજાઈ ગયેલા સામાજીક ન્યાય અંગેના પરીસંવાદમાં જે કહ્યું હતું, તે મીત્રોના સંદર્ભ માટે ટાંકું છું.

  “આદિવાસીઓની સંસ્કૃતી હિન્દુઓથી જુદી છે, પણ તેને ‘હિન્દુત્વમાં ભેળવી દેવાના આશયથી રામાયણની શબરીના પાત્રને મહાનતા બક્ષીને ‘શબરી ધામ’ બનાવવાનું કાવતરું છે. (અને આ કાવતરાના ભાગ રુપે મોરારી બાપુએ ડાંગમાં શબરી ધામ ઉપર કથા કરી છે.) મેં આદીવાસીઓને પુછ્યું છે કે શબરી તમારા સાહીત્યમાં, કથાનકોમાં, પરંપરામાં ક્યાંય છે? બધાએ મને નાં પાડી છે. કાવતરું એ છે કે શબરીના માહત્મ્ય વડે પણ સાબીત એ થાય છે કે તમારી મહાન શબરી પણ અમારા રામના ચરણોમાં જ છે, રામ માટે ઝૂરે છે; તમારું સ્થાન પણ ત્યાં જ છે અને રામ તમારો પણ ભગવાન છે!! આટલી ખતરનાક દુરન્દેશી ચાલ ચાલી શકે છે આ લોકો. હનુમાનનું પણ એવું જ છે. હનુમાન તો તમારો વન-વાસી જ હતો, એમ ઠસાવીને ઠેર-ઠેર હનુમાનની દેરીઓ આદીવાસી વીસ્તારોમાં આ હિન્દુત્વવાદી પરીબળોએ ઉભી કરી દીધી છે. આદીવાસીઓને પુજતા કર્યાં છે. હેતુ એ જ – તમારો હનુમાન અમારા રામના ચરણોમાં!”

  આવો જ કોઈ હીડન એજન્ડા દલીતોને ગુમરાહ કરીને હિન્દુત્વના રાજકારણમાં ‘શુદ્ર’ તરીકે ‘વાપરવા’નો હશે બાપુનો! આમ પણ RSSએ અનેક કોમી-તોફાનોમાં દલીતોનો આવો ઉપયોગ કર્યાની આશંકા તો છે જ.

  Like

  1. કિરણભાઈ, જેટલું આર.એસ.એસ. વિરુદ્ધ બોલવું હોય એટલું બોલીશકાય છે કેમ કે તમે તેને સમજ્યા વગર
   અને દ્રષ્ટિ વગર બોલો છો . કોન્ગ્રેસ સરકારે આઝાદી પછી આજ આદિવાસીઓ ના વોટ લેવા કેવા કેવા કારસા રચ્યા
   તે બધા જ જાણે છે. કોન્ગ્રેસે ફક્ત આદિવાસી નહિ પણ અન્ય જાતિઓ નો ફક્ત ને ફક્ત વોટ માટેજ ઉપયોગ કર્યો
   છે અને તેનાથી શું ફર્ક પડ્યો એ દેખાય છે . આલોકો ના નામે નવી નવી મદદ ની જાહેરાતો કરી ને સરકારે રૂપીયા બનાવ્યે રાખ્યા અને આલોકો મફત જોઈ જોઈ ને કામચોર થતા ગયા. અને નવી નવી માઘણીયો
   માંગતા જ રહ્યા.
   કોન્ગ્રેસ ની દરિદ્રતા તો દુર થઇ ગઈ પણ આ બધા બધી રીતે ત્યાં ના ત્યાજ રહ્યા. આર.એસ.એસ. ફક્ત એવી દેશદાઝ વાળું સંગઠન છે જેને આદિવાસી લોકો ના હિતો ની સાથે સાથે તેમના જીવનધોરણ નો અભ્યાસ
   અને સરકારી કોઈ પણ મદદ વિના આદિવાસીઓ માં જાગૃતિ અને તેમને સાચો રાહ બતાવ્યો છે. વનવાસી વિસ્તારો માં ફરી ફરી ને તેમને ઉશ્કેરી ને નહિ પણ તેમની સાથે રહી નવું દિશાસૂચન કર્યું છે અને એ પણ આર્થીક મદદ વગર
   ત્રિવેદી સાહેબ , કોન્ગ્રેસે છેલા ૧૦ વર્ષ માં આનાથી આગળ જઈ ને જાતી આધારિત ની સાથે હવે મુસ્લિમો ને અનામત આપવા જઈ
   રહી છે. પહેલા જાતી વાદ ભડકાવ્યો અને હવે ધાર્મીક્વાદ ના નામે વોટ માગવાના. ત્યારે તમારું લોહી કેમ ઉકળતું
   નથી? દેશદાઝ વાળી સંસ્થાઓ પર પ્રહાર કરવા બહુ મોટી વાત નથી.પણ સરકાર સામે બોયો ચઢાવવી કેમ અઘરી લાગે છે? તમે હિંદુઓ ના શાત્ર સામે બોલી શકો છો પણ જેમને ભારત નું બંધારણ બનાવ્યું તેમના વિષે નહિ બોલી શકો.
   ધરમ ના શાત્ર માં તમને ખામીયો દેખાય છે પણ બંધારણ માં નહિ. બધા જ રાજકીય પક્ષો ફક્ત એક જ ધર્મ ના અનુયાયી ઓને ખોળે બેસાડી રહ્યા છે. શું આ બંધારણ કહે છે અને જો કહેતું હોય તો શું કરવું ? બંધારણ ખોટું ? બધાજ માટે કાયદા સરખા જ હોય તોજ સારો માનવ ધર્મ સ્થાપી શકાશે અને આ વાત ધર્મ ની સાથે રાજકારણ ને તેટલી જ લાગુ પડે છે. બીજા ના ધર્મો ખુબજ લાભ લઇ લે, ધાર્મિક યાત્રા માટે પણ સહાય અને પાછું હજ પઢવા જાય ત્યારે મંત્રીજીઓ પાર્ટીઓ રાખે અને પાછા છેક વિમાન સુધી મુકવા જાય.
   તો આજ સુવિધા બીજા માટે કેમ નહિ ?

   Like

 21. મિત્રો, મને મુંઝવતા પ્રશ્નોનાં જવાબ આપશો ?
  (1) શું ડો .બાબા સાહેબ આંબેડકરનાં પિતા-પિતામહ બૌધ્ધધર્મી જ હતા ?
  (2) તેમણે બૌધધર્મ ક્યારે સ્વિકાર્યો ? અને શા માટે ?
  (3) બૌધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુધ્ધ ક્ષત્રિય હતા તો આજે કેટલા ક્ષત્રિય બૌધધર્મ પાળે છે ?
  (4) બૌધધર્મ વૈદિક સમાજ વ્યવસ્થા સામે બળવો કરીને , ધર્મની અને વર્ણ વ્યવસ્થાની જડતાને કારણે બન્યો,
  (5) બુધ્ધ બ્રાહ્મણો પાસેથી શિખ્યા, અને બ્રાહ્મણો પણ બૌધ માર્ગ સ્વિકારતા હતા . આજે કેટલા બ્રાહ્મણો બૌધ્ધ પાળે છે ? સમ્રાટ અશોકે શિલાલેખોમાં બ્રાહ્મણોનું સન્માન કરવાની સુચના કોતરાવી છે. છતાંય આજે બૌધ ધર્મીઓ બ્રાહ્મણોનાં વિરોધી કેમ ?
  (6) બ્રાહ્મણવાદની વ્યાખ્યા અને તેની ઓળખ કેવી રીતે થાય ?
  (7) માનવતાવાદી અને સમાનતાવાદી ધર્મ હોવા છતાં આજે ભારતમાં તેનું અસ્થિત્વ કેટલું ? કેમ ?
  (8) બૌધ ધર્મ અને ડો.આંબેડકરને એકી સાથે જ કેમ યાદ કરાય છે ? શું તેઓ કોઈ બૌધધર્મનાં સાધુ હતા ?
  (9) બૌધ ધર્મનાં અનુયાયીઓ વધુ પડતા કટ્ટર હોય એવું નથી લાગતુ ?

  Like

 22. હજારીસાહેબ, ત્રિવેદીસાહેબ અને ચૌધરીસાહેબની વાત પરથી લાગે છે કે કથા કરવામાં પણ વાધો અને કથા ના કરવામાં પણ વાધો! ભગવાને જીભમાં જો હાડકુ મુક્યુ હોતતો દુનિયાના ઘણા પ્રોબ્લેમ આપોઆપ હલ થઈ ગયા હોત! સભ્ય સમાજમાં હથિયાર લઈને ન ફરાય પણ નાના મોઢામાં પ્રભુએ કેટલુ મોટુ હથિયાર મુક્યુ છે! તે તો બધી બાજુ વળે છે અને બધી બાજુ કાપે પણ છે! માનવે સર્જેલા કોઈ પણ હથિયારનો માનવીની જીભ આગળ કોઈ વિશાત નથી.
  ભરતભાઈ સોલંકી પછાત વર્ગના ક્રીમિ લેયરના ત્રીજા વારસદાર છે! તેમને ડર હશે કે આંબેડકરસાહેબની કથા કરવાથી તેમના પિતાએ અને દાદાએ કરેલી કથા ભુલાઈ જશે અને અનામત વ્યવસ્થાનો વ્યાજબી હક્દાર વર્ગ પાછો જાગ્રત થઈ જશે અને પોતાનો હક્ક પોતે જ કઈ રીતે મળી શકે તે શોધી નાખશે અને સોલંકી ફેમીલીની જેમ બીજા ફેમિલીઓ પણ જો જાગ્રત થઈને આગળ નીકળી જશે તો સોલંકી ફેમિલીની વારસાગત રાજકીય ગાદી જોખમમા!

  Like

 23. Subodhbhai, એતો ટીપે ટીપે જ સરોવર ભરાશે! ભારતની આઝદીનો હક્ક અને આઝાદીના ફળ બધા નાગરિકો પાસે પહોચે તેવુ કરવાનુ કામ આઝાદી મળી તેનાથી પણ આ વસમુ હશે! કારણકે આઝાદ ભારતના ભ્રસ્ટ નેતાઓ જ આપણી જનતાને તેનાથી વંચિત રાખવા માંગે છે કારણકે તે કરીયા સિવાય તેઓ વારંવાર અને પેઢીગત પેઢી ચૂંટાય પણ નહી! આ એક દેખીતો અને ખતરનાખ પેંતરો છે! તે પેંતરાને તમે ઉગડો પાડ્શો કે તેના પર તમે વાર કરશો એટલે ભરતભાઈ સોલંકી કે કપિલ શિબલ તરત ગભરાશે અને કંઈ અવડુ બોલશે જ! કપિલ સાહેબને કપિલરાજ હનુમાનજીની કથા ન ગમે અને ભરતભાઈને આંબેડકરસાહેબની!!
  ભારતની બાળક અને યુવા પેઢીને આપણે સૌએ (ભારતમાં રહેતા અને ભારતની બહાર રહેતા ભારતના સૌ શુભેછકોએ)નાનો મોટો આપણને માફક આવે તેટલો ફાડો આપીને પણ આપણી આ ભાવિ પેઢીને શિક્ષણમાં મદદ કરી તેમને આઝાદ ભારતના નાગરિક તરીકે મળવા જોઈતા હક્કોથી અને તેમને આ હક્કોથી વંચિત રાખતા પરિબળોથી વાકેફ કરવા પડશે!

  Like

 24. કિરણભાઈ, જેટલું આર.એસ.એસ. વિરુદ્ધ બોલવું હોય એટલું બોલીશકાય છે કેમ કે તમે તેને સમજ્યા વગર
  અને દ્રષ્ટિ વગર બોલો છો . કોન્ગ્રેસ સરકારે આઝાદી પછી આજ આદિવાસીઓ ના વોટ લેવા કેવા કેવા કારસા રચ્યા
  તે બધા જ જાણે છે. કોન્ગ્રેસે ફક્ત આદિવાસી નહિ પણ અન્ય જાતિઓ નો ફક્ત ને ફક્ત વોટ માટેજ ઉપયોગ કર્યો
  છે અને તેનાથી શું ફર્ક પડ્યો એ દેખાય છે . આલોકો ના નામે નવી નવી મદદ ની જાહેરાતો કરી ને સરકારે રૂપીયા બનાવ્યે રાખ્યા અને આલોકો મફત જોઈ જોઈ ને કામચોર થતા ગયા. અને નવી નવી માઘણીયો
  માંગતા જ રહ્યા.
  કોન્ગ્રેસ ની દરિદ્રતા તો દુર થઇ ગઈ પણ આ બધા બધી રીતે ત્યાં ના ત્યાજ રહ્યા. આર.એસ.એસ. ફક્ત એવી દેશદાઝ વાળું સંગઠન છે જેને આદિવાસી લોકો ના હિતો ની સાથે સાથે તેમના જીવનધોરણ નો અભ્યાસ
  અને સરકારી કોઈ પણ મદદ વિના આદિવાસીઓ માં જાગૃતિ અને તેમને સાચો રાહ બતાવ્યો છે. વનવાસી વિસ્તારો માં ફરી ફરી ને તેમને ઉશ્કેરી ને નહિ પણ તેમની સાથે રહી નવું દિશાસૂચન કર્યું છે અને એ પણ આર્થીક મદદ વગર
  ત્રિવેદી સાહેબ , કોન્ગ્રેસે છેલા ૧૦ વર્ષ માં આનાથી આગળ જઈ ને જાતી આધારિત ની સાથે હવે મુસ્લિમો ને અનામત આપવા જઈ
  રહી છે. પહેલા જાતી વાદ ભડકાવ્યો અને હવે ધાર્મીક્વાદ ના નામે વોટ માગવાના. ત્યારે તમારું લોહી કેમ ઉકળતું
  નથી? દેશદાઝ વાળી સંસ્થાઓ પર પ્રહાર કરવા બહુ મોટી વાત નથી.પણ સરકાર સામે બોયો ચઢાવવી કેમ અઘરી લાગે છે? તમે હિંદુઓ ના શાત્ર સામે બોલી શકો છો પણ જેમને ભારત નું બંધારણ બનાવ્યું તેમના વિષે નહિ બોલી શકો.
  ધરમ ના શાત્ર માં તમને ખામીયો દેખાય છે પણ બંધારણ માં નહિ. બધા જ રાજકીય પક્ષો ફક્ત એક જ ધર્મ ના અનુયાયી ઓને ખોળે બેસાડી રહ્યા છે. શું આ બંધારણ કહે છે અને જો કહેતું હોય તો શું કરવું ? બંધારણ ખોટું ? બધાજ માટે કાયદા સરખા જ હોય તોજ સારો માનવ ધર્મ સ્થાપી શકાશે અને આ વાત ધર્મ ની સાથે રાજકારણ ને તેટલી જ લાગુ પડે છે. બીજા ના ધર્મો ખુબજ લાભ લઇ લે, ધાર્મિક યાત્રા માટે પણ સહાય અને પાછું હજ પઢવા જાય ત્યારે મંત્રીજીઓ પાર્ટીઓ રાખે અને પાછા છેક વિમાન સુધી મુકવા જાય.
  તો આજ સુવિધા બીજા માટે કેમ નહિ ?

  *

  કિરણભાઈ, જેટલું આર.એસ.એસ. વિરુદ્ધ બોલવું હોય એટલું બોલીશકાય છે કેમ કે તમે તેને સમજ્યા વગર
  અને દ્રષ્ટિ વગર બોલો છો . કોન્ગ્રેસ સરકારે આઝાદી પછી આજ આદિવાસીઓ ના વોટ લેવા કેવા કેવા કારસા રચ્યા
  તે બધા જ જાણે છે. કોન્ગ્રેસે ફક્ત આદિવાસી નહિ પણ અન્ય જાતિઓ નો ફક્ત ને ફક્ત વોટ માટેજ ઉપયોગ કર્યો
  છે અને તેનાથી શું ફર્ક પડ્યો એ દેખાય છે . આલોકો ના નામે નવી નવી મદદ ની જાહેરાતો કરી ને સરકારે રૂપીયા બનાવ્યે રાખ્યા અને આલોકો મફત જોઈ જોઈ ને કામચોર થતા ગયા. અને નવી નવી માઘણીયો
  માંગતા જ રહ્યા.
  કોન્ગ્રેસ ની દરિદ્રતા તો દુર થઇ ગઈ પણ આ બધા બધી રીતે ત્યાં ના ત્યાજ રહ્યા. આર.એસ.એસ. ફક્ત એવી દેશદાઝ વાળું સંગઠન છે જેને આદિવાસી લોકો ના હિતો ની સાથે સાથે તેમના જીવનધોરણ નો અભ્યાસ
  અને સરકારી કોઈ પણ મદદ વિના આદિવાસીઓ માં જાગૃતિ અને તેમને સાચો રાહ બતાવ્યો છે. વનવાસી વિસ્તારો માં ફરી ફરી ને તેમને ઉશ્કેરી ને નહિ પણ તેમની સાથે રહી નવું દિશાસૂચન કર્યું છે અને એ પણ આર્થીક મદદ વગર
  ત્રિવેદી સાહેબ , કોન્ગ્રેસે છેલા ૧૦ વર્ષ માં આનાથી આગળ જઈ ને જાતી આધારિત ની સાથે હવે મુસ્લિમો ને અનામત આપવા જઈ
  રહી છે. પહેલા જાતી વાદ ભડકાવ્યો અને હવે ધાર્મીક્વાદ ના નામે વોટ માગવાના. ત્યારે તમારું લોહી કેમ ઉકળતું
  નથી? દેશદાઝ વાળી સંસ્થાઓ પર પ્રહાર કરવા બહુ મોટી વાત નથી.પણ સરકાર સામે બોયો ચઢાવવી કેમ અઘરી લાગે છે? તમે હિંદુઓ ના શાત્ર સામે બોલી શકો છો પણ જેમને ભારત નું બંધારણ બનાવ્યું તેમના વિષે નહિ બોલી શકો.
  ધરમ ના શાત્ર માં તમને ખામીયો દેખાય છે પણ બંધારણ માં નહિ. બધા જ રાજકીય પક્ષો ફક્ત એક જ ધર્મ ના અનુયાયી ઓને ખોળે બેસાડી રહ્યા છે. શું આ બંધારણ કહે છે અને જો કહેતું હોય તો શું કરવું ? બંધારણ ખોટું ? બધાજ માટે કાયદા સરખા જ હોય તોજ સારો માનવ ધર્મ સ્થાપી શકાશે અને આ વાત ધર્મ ની સાથે રાજકારણ ને તેટલી જ લાગુ પડે છે. બીજા ના ધર્મો ખુબજ લાભ લઇ લે, ધાર્મિક યાત્રા માટે પણ સહાય અને પાછું હજ પઢવા જાય ત્યારે મંત્રીજીઓ પાર્ટીઓ રાખે અને પાછા છેક વિમાન સુધી મુકવા જાય.
  તો આજ સુવિધા બીજા માટે કેમ નહિ ?
  Reply

  #
  Vijay Chauhan says:
  *

  કિરણભાઈ, જેટલું આર.એસ.એસ. વિરુદ્ધ બોલવું હોય એટલું બોલીશકાય છે કેમ કે તમે તેને સમજ્યા વગર
  અને દ્રષ્ટિ વગર બોલો છો . કોન્ગ્રેસ સરકારે આઝાદી પછી આજ આદિવાસીઓ ના વોટ લેવા કેવા કેવા કારસા રચ્યા
  તે બધા જ જાણે છે. કોન્ગ્રેસે ફક્ત આદિવાસી નહિ પણ અન્ય જાતિઓ નો ફક્ત ને ફક્ત વોટ માટેજ ઉપયોગ કર્યો
  છે અને તેનાથી શું ફર્ક પડ્યો એ દેખાય છે . આલોકો ના નામે નવી નવી મદદ ની જાહેરાતો કરી ને સરકારે રૂપીયા બનાવ્યે રાખ્યા અને આલોકો મફત જોઈ જોઈ ને કામચોર થતા ગયા. અને નવી નવી માઘણીયો
  માંગતા જ રહ્યા.
  કોન્ગ્રેસ ની દરિદ્રતા તો દુર થઇ ગઈ પણ આ બધા બધી રીતે ત્યાં ના ત્યાજ રહ્યા. આર.એસ.એસ. ફક્ત એવી દેશદાઝ વાળું સંગઠન છે જેને આદિવાસી લોકો ના હિતો ની સાથે સાથે તેમના જીવનધોરણ નો અભ્યાસ
  અને સરકારી કોઈ પણ મદદ વિના આદિવાસીઓ માં જાગૃતિ અને તેમને સાચો રાહ બતાવ્યો છે. વનવાસી વિસ્તારો માં ફરી ફરી ને તેમને ઉશ્કેરી ને નહિ પણ તેમની સાથે રહી નવું દિશાસૂચન કર્યું છે અને એ પણ આર્થીક મદદ વગર
  ત્રિવેદી સાહેબ , કોન્ગ્રેસે છેલા ૧૦ વર્ષ માં આનાથી આગળ જઈ ને જાતી આધારિત ની સાથે હવે મુસ્લિમો ને અનામત આપવા જઈ
  રહી છે. પહેલા જાતી વાદ ભડકાવ્યો અને હવે ધાર્મીક્વાદ ના નામે વોટ માગવાના. ત્યારે તમારું લોહી કેમ ઉકળતું
  નથી? દેશદાઝ વાળી સંસ્થાઓ પર પ્રહાર કરવા બહુ મોટી વાત નથી.પણ સરકાર સામે બોયો ચઢાવવી કેમ અઘરી લાગે છે? તમે હિંદુઓ ના શાત્ર સામે બોલી શકો છો પણ જેમને ભારત નું બંધારણ બનાવ્યું તેમના વિષે નહિ બોલી શકો.
  ધરમ ના શાત્ર માં તમને ખામીયો દેખાય છે પણ બંધારણ માં નહિ. બધા જ રાજકીય પક્ષો ફક્ત એક જ ધર્મ ના અનુયાયી ઓને ખોળે બેસાડી રહ્યા છે. શું આ બંધારણ કહે છે અને જો કહેતું હોય તો શું કરવું ? બંધારણ ખોટું ? બધાજ માટે કાયદા સરખા જ હોય તોજ સારો માનવ ધર્મ સ્થાપી શકાશે અને આ વાત ધર્મ ની સાથે રાજકારણ ને તેટલી જ લાગુ પડે છે. બીજા ના ધર્મો ખુબજ લાભ લઇ લે, ધાર્મિક યાત્રા માટે પણ સહાય અને પાછું હજ પઢવા જાય ત્યારે મંત્રીજીઓ પાર્ટીઓ રાખે અને પાછા છેક વિમાન સુધી મુકવા જાય.
  તો આજ સુવિધા બીજા માટે કેમ નહિ ?
  Reply

  #
  Vijay Chauhan says:

  Like

 25. Morari Bapu is most respected & learned person especially in his field;how ever the tradition of “vyakti puja” also applies when one blindly praises what ever he decides & does.I wonder with all due respects if Bapu completed his “Ram katha ” in land (pruthvi/dharti) air (vayu) water (jal)the last two in Aeroplane & Boat how about his plan to doso in “FIRE” (agni).Ramayan does mention about
  “agnipariksha” we all know.Why chavda saheb has not mentioned even word about “Gandhi katha” by Narayan Desai ? Let’s not forget we are all human beings with our own limitations and believe what ever we think is correct !!!

  Like

 26. I can see why Jagdishbhai Joshi is upset! Any other petriotic mind will be upset with the way lots of Indians are acting now a days! Unfortunately some people have sold their heart, soul & common sense to Congress party & Congress has sold its heart, soul & moral to foreign interets! Since Independence Cogress while in power has systematically destroyed Dharma, morality & unity of India! Guys most of you have only one country you can say is yours unless politicians have promised you some other land on moon! Once you kick Dharma, morality, peace & Hinduism out of Bharat I assure, you guys will not have independence & you guys will be treated worse than untouchables ever got treated in India by your new non-Hindu national religion of India! Guys please recognise your new inside enemies of India & develop unity & brotherhood to fight these inside traitors of Bharat……

  Like

 27. By attempting Dr. Ambedkar Katha, Morari Bapu will have to touch INDIAN POLITICS. He can not avoid. Politics was heart and soul of Ambedkar’s life. His fight was for uplifting of DALITS…
  Is it right for Morari Bapu to enter INDIAN POLITICS ?

  Like

 28. Dear Rationalist Friends:
  We all want to be Objective, not the slaves of our Beliefs. We are different than many others. Morari Bapu is one of the most popular Story-Teller (Kathakar). He is effective. Rationalists have a difficulty. They have to go by Logic and Reasoning. Blind Faith has No problem. Rituals are repetitive mechanical actions without using the Brain. All Religions, including Hinduism, Jainism and Buddhism i.e. Oriental Religions are based on Non-Violence. Christianity, Judaism and Islam that came up near Jerussalam are Mostly Violent since their inception. They are mostly Non-Vegetarians.

  `What you Speak shows what you Eat’. Traditions have played very important Role in All Religions. All of them Depend on the Past and Written Scriptures Preached by GURUS/PRIESTS. They have unlimited Real Estates like Temples, Churches, Mosques, etc. They all come from their Doner Believers.

  Rationalists Don’t have Real Estate. They have Science and Technology to help them. Education is the Medium for them. Open Minds are Necessary. Change is Possible here, intellectually. It Changes with the Time and Place due to Circumstances and Situations. It is the function of Leadership to Lead and Guide. Money-Making is Not the Motive. Community Service is the Objective. Let us work in the sphere of E ducation and Community Services including Vegetarianism

  Like

 29. I absolutely love your blog and find a lot of your post’s to be precisely what I’m looking for. Would you offer guest writers to write content for yourself? I wouldn’t mind composing a post or elaborating on a lot of the subjects you write regarding here. Again, awesome blog!

  Like

 30. ‘ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જયન્તી’ ૧૪ એપ્રીલ ૨૦૧૨ના દીવસે, રામકથાકાર શ્રી. મોરારીબાપુ ‘આમ્બેડકર કથા’નો પ્રારમ્ભ કરવા જઈ રહ્યા હોવાના એક સમાચાર જાણવા મળ્યા છે.

  ૧૪ એપ્રીલ ૨૦૧૨ના દીવસે…………The date is gone.

  Why not post a video of his lectures if you have.

  See Morariji enjoying Kazal oza’s lecture.

  http://www.gujtube.com/2012/04/asmitaparv-2012-lecture-by-kajal-oza.html#comment-form

  Like

  1. એન. વી. ચાવડા,
   ૧૪ એપ્રીલ ૨૦૧૨ના દીવસે…………The date is gone.

   Why not post a video of his lectures if you have or why not write what he said about Dr Ambedkar?

   why write article based on rumor?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s