મુળીબા

રાત્રે સુતાં પહેલાં ડૉ.આમ્બેડકરનું જીવનચરીત્ર વાંચતો હતો. ત્યાં મારા બાળપણના દીવસોમાં અમારા ફળીયામાં રહેતાં અમારાં પાડોશી મુળીબા યાદ આવી ગયાં અને સાથે સાથે જ ડૉ.આમ્બેડકરના જીવનનો એક પ્રસંગ પણ યાદ આવી ગયો.

પુસ્તક બન્ધ કરી હું તો વીચારે ચડી ગયો.. ૧૯૩૫ની સાલ.. મહારાષ્ટ્રના નાસીક પાસેના એક નાના ગામમાં, તે જમાનામાં અસ્પૃશ્ય ગણાતા લોકોએ, હીન્દુ મન્દીરમાં પ્રવેશવાના પોતાના અધીકાર માટે સત્યાગ્રહ આદર્યો. એ સ્થળે ડૉ. આમ્બેડકરે આ ઘોષણા કરેલી : ‘હું જનમ્યો છું હીન્દુ; પણ હું હીન્દુ તરીકે નહીં મરું.’ ત્યાર પછીનાં વર્ષો એમણે મહારાષ્ટ્રના મહાર(હરીજન–ભંગી) લોકોની એક જંગી જાહેર સભા બોલાવી હતી અને સમગ્ર અછુત જનતાને ધર્મપરીવર્તન કરવાની હાકલ કરી હતી. એ સભામાં કવીતારુપે કરેલા એમના મરાઠી સમ્બોધનનું આ ગુજરાતી રુપાન્તર છે :

સ્વમાન મેળવવું હોય, તો તમારો ધર્મ બદલો;

સહકારી સમાજ રચવો હોય તો, તો તમારો ધર્મ બદલો;

અધીકાર જોઈતા હોય, તો તમારો ધર્મ બદલો;

સમાનતા જોઈતી હોય, તો તમારો ધર્મ બદલો;

સ્વતંત્રતા જોઈતી હોય, તો તમારો ધર્મ બદલો;

તમે સુખ–શાન્તીથી જીવી શકો એવું જગત તમારે નીર્માણ કરવું હોય તો, તમારો ધર્મ બદલો;

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમારી મર્દાનગીની કીમ્મત નથી કરતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને એમનાં મન્દીરોમાં પ્રવેશ નથી કરવા દેતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને જળાશયોમાંથી પીવાનું પાણી ભરવા નથી દેતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને શીક્ષણ નથી લેવા દેતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને સારી નોકરી કરતાં અટકાવે છે ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે ડગલે ને પગલે તમારું અપમાન કર્યા કરે છે ?

જે ધર્મ માનવ–માનવ વચ્ચે માનવતાભર્યા વર્તનનો બહીષ્કાર કરે છે, એ ધર્મ નહીં; ક્રુર શીક્ષા છે.

જે ધર્મ માનવ–સન્માનને પાપ ગણે છે, એ ધર્મ નહીં; પણ ક્રુર શીક્ષા છે.

જે ધર્મ ગંદા પ્રાણીને સ્પર્શવાની છુટ આપે છે; પરન્તુ માણસને નહીં, એ ધર્મ નહીં; પણ પાગલપણ છે.

જે ધર્મ કહે છે કે સમાજનો એક વર્ગ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં, દ્રવ્યપ્રાપ્તી કરી શકે નહીં, શસ્ત્ર ધારણ કરી શકે નહીં, એ ધર્મ નહીં; પણ માનવતાની હાંસી છે.

જે ધર્મ એવું શીખવાડે છે કે ગરીબે ગરીબ જ રહેવું જોઈએ, ગંદાએ ગંદા જ રહેવું જોઈએ, એ ધર્મ નહીં; પણ શીક્ષા છે.

જેઓ પોકાર્યા કરે છે કે જીવમાત્રમાં પ્રભુ છે; છતાં માનવને પ્રાણી કરતાંયે હલકો ગણે છે એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો.

જેઓ કીડીઓને સાકરના કણ ખવડાવે છે; પણ માણસને પાણી વગર રાખે છે એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો.

જેઓ પરદેશીઓને ગળે લગાવે છે; પણ દેશબન્ધુઓથી છેટા રહે છે, એ સમાજના વીશ્વાસઘાતીઓ છે. એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો.

(‘Sources Of Indian Tradition’ના સૌજન્યથી ઉપરોક્ત ઘોષણાનું સાભાર ગુજરાતી ભાષાન્તર મેં કર્યું છે. –લેખક)

અન્તે, મૃત્યુ પહેલાં બે માસ અગાઉ હીન્દુ ધર્મનો ત્યાગ કરી, બૌદ્ધ ધર્મ અંગીકાર કરી, 1956માં તેઓનું દેહાવસાન થયું.

મુળીબાને તો આ બધા વીશે કંઈ જ ખબર નહોતી.

60–65 વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્યારે મારી ઉમ્મર હશે સાતેક વરસની. આ ઘટનાનું મુખ્ય પાત્ર છે મુળીબા. એ મુળીબાને હું હજીયે ભુલ્યો નથી.

આજે તો હું અહીં અમેરીકામાં 1970થી રહું છું. અમેરીકામાં પણ હવે તો ઈન્ડીયાથી ઢગલાબન્ધ સાધુ–સન્તો અને ઉપદેશકો આવે છે. આ બધાનાં મોઢાંમાંથી એક જ સલાહ સૌને મળે છે : ‘‘તમે અને તમારાં બાળકો ભારતીય ‘સંસ્કાર’ ટકાવી રાખજો. એ ‘ભવ્ય વારસો’ ગુમાવશો નહીં.’’ પણ આ ‘ભારતીય સંસ્કારો’ની અંદર શું શું આવે છે, એનાં ingredients કયાં કયાં છે તેનું સ્પષ્ટ લીસ્ટ – ચોખ્ખી યાદી આપવાની હીમ્મત કોઈ કરતું જ નથી. એ લીસ્ટ આપે તો બીજી સંસ્કૃતી–ધર્મોના લીસ્ટ સાથે તેને સરખાવી શકાય.

ચાળીસેક વરસ અમેરીકામાં રહ્યા પછી એવું ભાગ્યે જ કોઈ હશે કે જેના વીચારો થોડાઘણા પણ બદલાયા નહીં હોય. જાણે–અજાણ્યે, સીધી યા આડકતરી રીતે, જગતની બધી જ ભાષાઓ અને સંસ્કૃતીઓના લોકોનો સમ્પર્ક અહીં થાય છે. કબુલ કરો કે ન કરો; પણ દુનીયા તરફ જોવાની દૃષ્ટીમાં ઘણો ફરક પડે જ છે. પરીણામે ‘સંસ્કાર’ શબ્દની વ્યાખ્યા પણ ધીમે ધીમે ઘણી બદલાતી જાય છે. કેટલાક રીતી–રીવાજોને પડકારતા પ્રશ્નો પણ ઉભા થાય છે. મારી ઉમ્મરની વીડીયો–ટેપ રીવાઈન્ડ કરીને મારું બાળપણ જોઉં છું તો એવા ઘણા પ્રસંગો દેખાય છે જેના મને આજે પણ સ્પષ્ટ જવાબો મળતા નથી.

આ મુળીબાનો એવો જ એક પ્રસંગ છે. અમારા ફળીયામાં રહેતાં મુળીબા હજુ આંખ સામે એવાં ને એવાં મને દેખાય છે.

મુળીબાને સૌ ધીક્કારતા. ફળીયામાં એમને ભાગ્યે જ કોઈ સાથે બનતું. બધા લોકો સાથે આ અણબનાવ માટે એમનો ઉગ્ર સ્વભાવ જવાબદાર ગણાય. વાતવાતમાં એ તપી જતાં અને ઝઘડી પડતાં. કોઈને પણ ધમકાવી નાખવો એ તો એમને મન રમત વાત. અમારા ફળીયામાં તો શું, આખા ગામમાં એમની જબરી ધાક. કોઈ એમને છીંડે ના ચડે. બધા દુર જ રહે. અન્યના ભોગે પોતે ખાસ આગવી સગવડો ભોગવવી એમાં એ ગૌરવ સમજતાં અને વળી એ માટે પોતે અધીકારી છે એમ સમજતાં. અત્યંત અતડા સ્વભાવનાં મુળીબા ક્યારેક ભયંકર સ્વાર્થી અને બહુ દુષ્ટ સ્વભાવનાં લાગતાં. અમે બધાં છોકરાંઓ તો એમનાથી સો ગાઉ દુર જ ભાગતાં.

કોણ જાણે કેમ પણ મારું નાનકડું બાલ–મન મને કહ્યા કરતું હતું કે મુળીબા સ્વભાવનાં આવાં હોઈ શકે જ નહીં. મારું મન એક સવાલ ઉઠાવ્યા કરતું કે મુળીબા આટલાં બધાં સ્વાર્થી, આટલાં બધાં દુષ્ટ હોઈ કેવી રીતે શકે ? એ તો સતત માળા જ જપ્યા કરતાં હોય છે. હમ્મેશાં ભગવાનની પુજા–આરતી અને ભક્તીમાં ડુબ્યાં હોય છે !  જે આ રીતે સતત ભગવાનને પુજ્યા કરે એ તો બધા બહુ ભલાં અને પ્રેમાળ હોય. મુળીબા તો એમના દેખાવ ઉપરથી પણ જરાય એવાં ડસીલાં કે વેર–ઝેરવાળાં લાગતાં નથી. એમનું મોં તો કેટલું સુન્દર અને રુપાળું છે ! દેખાવે ગોરાં, ઘાટીલાં અને રુડાંરુપાળાં હોય એ બધાં સ્વભાવે પણ સારાં જ હોય એવું હું નથી કહેતો. પણ મુળીબા એવાં સ્વાર્થી અને મેલા દીલનાં હોઈ શકે એવું મારું મન સ્વીકારતું નહોતું.

મુળીબા આટલાં બધાં ચીડીયાં કેમ છે ? કોઈની સાથે એમને બનતું કેમ નથી ? આ બધા સવાલોના જવાબ નાનપણમાં તો મળ્યા નહોતા. પણ આજે પરીસ્થીતીનું પૃથક્કરણ કરતાં થોડુંક તો સમજાય છે.

એક તો મુળીબા બાળવીધવા હતાં. જ્ઞાતીએ બ્રાહ્મણ. તે કારણે પણ કદાચ ફળીયાના લોકો એમની દાદાગીરી સહન કરી લેતા હશે. લોકો ખરેખર તેમનાથી ડરતા હતા કે સહાનુભુતીથી એમની દયા ખાતા હતા…એ તો અત્યારે કહેવું મારે માટે મુશ્કેલ છે.

બીજું…મુળીબાએ નીશાળનું મોઢુંયે જોયું નહોતું. વાંચતાં કે લખતાં આવડવાનો તો કોઈ સવાલ જ નહોતો. અભણ રહી જવામાં મુળીબાનો વાંક નહીં હોય. સ્ત્રીને ભણતરથી વંચીત રાખી હમ્મેશને માટે પગના તળીયા નીચે દાબી રાખવાનો એ જમાનાનો રીવાજ એને માટે જવાબદાર હશે. ‘વડીલ’ પરુષોએ એ વખતે નાની મુળી માટે જે નીર્ણય લીધો હશે એ પ્રમાણે મુળી વર્તી હશે. વડીલોના નીર્ણય ગમે તેટલા ખોટા અને અર્થહીન હોય તો પણ નાના લોકોએ એ નીર્ણયને કોઈ પણ દલીલ સીવાય શીરોમાન્ય રાખી વડીલોની ‘આમન્યા’ રાખવી એને આપણે આપણું ‘કલ્ચર’ – આપણા ‘સંસ્કાર’ કહીએ છીએ ! એને જ કુટુમ્બની ‘મર્યાદા’ સાચવી ગણાય. ‘ખાનદાન’નું નાક રાખ્યું એમ માનીએ છીએ.

ત્રીજું…મુળીબાની દુનીયા બહુ જ નાની હતી. અમારા ગામની બહાર મુળીબાએ કદી પગ મુક્યો નહોતો. અમારું ગામ અને ગામનું મન્દીર એ જ મુળીબાની દુનીયા. ઘરમાં પણ એકલાં જ હતાં. આગળ–પાછળ કોઈ નહીં ! આખો દીવસ ઘરમાં પણ એકલાં એકલાં કાંઈક ને કાંઈક કામ  કરતાં જ હોય. કામ ના હોય ત્યારે માળા લઈને ઓસરીમાં બેઠાં બેઠાં કાંઈક બબડતાં બબડતાં ડોલતાં હોય.. બહારનું જગત કેવું હોય અને એ બહારના જગતમાં શું શું ચાલી રહ્યું છે એ વીશે મુળીબાને કાંઈ કહેતાં કાંઈ ખબર નહોતી. એમને એની ખોટ પણ જણાતી નહોતી. ‘મનોરંજન’ જેવો શબ્દ મુળીબા ભાગ્યે જ સમજતાં હોય. ગામની ભાગોળે કોઈવાર રામલીલાવાળા આવતા ત્યારે આખું ગામ જોવા જતું; પણ મુળીબા કદી નહોતાં જતાં. એમને આનંદ–પ્રમોદ કરવાનું કંઈ મન જ નહીં થતું હોય કે પછી પોતે વીધવા હોવાથી કોઈ સામાજીક ડરને લીધે એ જતાં નહીં હોય ! આ સવાલના જવાબની અટકળ કરવી અત્યારે નકામી છે.

એ સમયના કારમા રીતીરીવાજોએ મુળીબાને સાવ કચડી નાખ્યાં હશે એ વાત આજે દીવા જેવી મને દેખાય છે. વીધવા એટલે ‘ત્યાગ’, વીધવા એટલે ‘સંયમ’…એવા મોટા મોટા શબ્દો વાપરી વાપરીને સમાજ વૈધવ્યને શણગારતો રહ્યો છે. ‘ગંગાસ્વરુપ’ જેવું ટાઈટલ પણ કોઈક વીદ્વાને તો વીધવા બહેનોને આપી દીધું. જગતની સૌથી વધુ ગંદી થયેલી, સૌથી વધુ પ્રદુષીત, ગંગા નદી અને બાળપણથી જીવનભર પતી વગર શેકાતી સ્ત્રી… આ બે વચ્ચે શો સમ્બન્ધ ! ‘ગંગા’ અને ‘વીધવા’ એ બન્ને વચ્ચે ક્યાંય, કશું સામ્ય દેખાય છે ? પણ શબ્દોની લહાણી કરવામાં શું જાય છે ! એમાં ક્યાં પૈસા પડે છે ! આ બધા ભવ્ય શબ્દો, વીધવા સ્ત્રીઓને ફરી લગ્ન કરતી અટકાવવામાં, નીરુત્સાહ કરવામાં ઉત્તમ ભાગ ભજવતા હોવા જોઈએ. ક્રુર રીતીરીવાજોને આવા બધા શબ્દોથી શણગારીને ‘રુપાળા’ અને ‘પવીત્ર’ દેખાડવાની આ બહુ હોશીયાર કળા છે ! વીધવા અને ત્યક્તા સ્ત્રીઓના માનસ ઉપર આ પ્રકારના શબ્દોનો સતત મારો ચાલુ રાખવાથી એમનાં મન અને તનની યાતનાઓ મટી જતી હશે ?

એ જ ‘ગંગાસ્વરુપ’ સ્ત્રીને પછી ‘રાંડી રાંડ’ કહીને એને બધાં શુભકાર્યોમાં અપશુકનીયાળ ગણતાંયે સમાજને વાર નથી લાગતી.

એ વખતના સમાજે આ જ રીતે, વૈધવ્યનાં વખાણ કરી કરીને, મુળીબાને એકાંતના ભયાનક ખાડામાં પુરી દીધાં હશે. પરમ્પરાથી ચાલ્યા આવતા આ સામાજીક દમનને લીધે એમનો સ્વભાવ પણ પછી ધીમે ધીમે વીકૃત થઈ ગયો હશે એટલું સમજવા માટે કોઈ મોટા માનસશાસ્ત્રી પાસે જવું ના પડે.

અલબત્ત, આજે તો એ ધર્મ એકવીસમી સદીમાં પ્રવેશી ચુક્યો છે. એટલે ધર્મના અનુયાયીઓના વીચારો પણ બદલાયા જ હશે એવી આશા રાખીએ.

45–50 વર્ષની વયે પણ મુળીબાનું રુપ બરાબર ચમકદાર હતું. એક તો એમના શરીરનો વાન ખુબ ગોરો અને એ હમ્મેશાં ઘેરો કથ્થઈ રંગનો, વૈધવ્યને અનુરુપ, કીનારી વગરનો સાદો સાડલો જ પહેરતાં એટલે એ વીરોધાભાસમાં એ બહુ જ રુપાળાં લાગતાં. ભલભલાને આંજી નાખે તેવું આકર્ષક તેમનું વ્યક્તીત્વ હતું. આ ઉમ્મરે મુળીબા આટલાં આકર્ષક લાગતાં હતાં તો એમની યુવાનીમાં તો એ પરીકથામાં આવતી રાજકુમારી જ લાગતાં હશે. પચાસની ઉમ્મરે પણ ઉમ્મરની અસર એમના પર બહુ દેખાતી નહોતી. અજાણ્યા માણસને તો મુળીબા ત્રીસેક વર્ષની આસપાસની જુવાન સ્ત્રી જ લાગે.

મુળીબા ખુબ ધર્મીષ્ટ, પુરેપુરાં રુઢીચુસ્ત અને મરજાદી હતાં. ધર્મની દૃષ્ટીએ આ ‘મરજાદી’ શબ્દનો ઉંડો અર્થ શો થાય એ તે વખતે મને ખબર નહોતી. એટલી ખબર હતી કે એ કોઈને અડતાં નહોતાં. ભુલથી પણ કોઈ છોકરું એમને અડી જાય તો મુળીબા ઘસી ઘસીને સ્નાન કરી શુદ્ધ થતાં. પછી પેલા અડી જનાર છોકરાનું અને એનાં મા–બાપનું આવી બનતું.

મુળીબાની દૃષ્ટીએ આભડછેટ અને અસ્પૃશ્યતા એ આપણાં શાસ્ત્રો અને ગ્રંથોમાં લખેલા પવીત્ર નીયમો હતા. તમારાં કર્મોના આધારે જ તમને હરીજન–ભંગીનો અથવા બ્રાહ્મણનો અવતાર મળે એવું એ શ્રદ્ધાથી માનવાવાળાં. મુળીબા પોતે તો ગ્રંથો વાંચી શકે એવું હતું જ નહીં! એમના સમ્પ્રદાયના ધર્માચાર્યો અને મા’રાજોની કથા–વાર્તાઓ તથા પારાયણોમાં જે સાંભળતાં એનાથી જ એમની શ્રદ્ધા મજબુત થયેલી. આ શ્રદ્ધા કહેવાય કે ‘બ્રેઈન–વૉશ’ એ તો વાચક જ નક્કી કરે.

ફળીયામાં મુળીબાનાં કપડાં એમના ઘરની બહાર સુકાતાં હોય ત્યારે અમારે છોકરાઓએ રમવામાં બહુ જ સંયમ રાખવો પડતો. રમતાં રમતાં અમારો દડો કે ગીલ્લી પણ જો એમનાં કપડાંને અડકી જાય તો મુળીબા ઘરની બહાર નીકળી આખા ફળીયામાં બુમાબુમ કરી મુકતાં અને અમારા બધાની મમ્મીનું આવી બનતું. ‘આ કેવાં વાંદરાં જણ્યાં છે ? હચવાતાં નથી તો જણ્યાં શું કરવાં ?’ એવી રાડારાડ એ કરી મુકતાં. અમારાં કોઈનાં મા–બાપ એમની સામે આવીને બોલવાની હીમ્મત કરતાં નહીં. સૌ એમનું બોલવાનું ચુપચાપ સાંભળીને સહન કરી લેતાં. અલબત્ત, કેટલીક સ્ત્રીઓ પીઠ પાછળ બબડતી, ‘આ ડોશી આખી જીન્દગી વાંઝણી રહી એટલે એને છોકરાં દીઠાંયે ગમતાં નથી. પુરુષનું અને છોકરાંનું સુખ જોવા ના મળ્યું એટલે ડોશીનો સ્વભાવ આવો ચીડીયો થઈ ગયો છે.’ સમાજના દબાણથી જીવનભર પોતાની જાત પર સતત દમન ગુજારવું પડે તો અનેક પ્રકારની માનસીક વીકૃતીઓ જન્મી શકે છે એવી ભારેખમ ભાષા એ સ્ત્રીઓને બોલતાં નહોતી આવડતી.

અમારા ગામમાં નવેનવી પાણીની સગવડ થઈ હતી. દરેક ફળીયામાં ગામની ટાંકીમાંથી એકએક નળ પહોંચાડવામાં આવ્યો હતો. એને લીધે સ્ત્રીઓને ખુબ રાહત રહેતી. છેક ગામની ભાગોળેથી પાણીનાં બેડાં ભરી લાવવાનો ત્રાસ ઓછો થયો હતો. આખા ફળીયાની સ્ત્રીઓ સમ્પીને આ નળનો ઉપયોગ કરતી. બધી સ્ત્રીઓ વ્યવસ્થીત લાઈનમાં ઉભી રહી પોતાનાં બેડાં ભરતી.

પણ મુળીબાનો એમાંયે ત્રાસ હતો. મુળીબા પાણી ભરવા આવે એટલે બધાંએ નળ પાસેથી દસ–પંદર ફુટ દુર ખસી જવું પડતું. કેટલીયે વાર સુધી મુળીબા પીત્તળના એ નળને પોતાને ઘરેથી લાવેલી રાખથી ઘસી ઘસીને સાફ કરતાં. બધાં બૈરાં આ તમાસો જોવા ટેવાઈ ગયેલાં. જ્યાં સુધી મુળીબાનાં બેડાં અને ડોલ ભરાઈ નહીં જાય ત્યાં સુધી એ બધી સ્ત્રીઓ ચુપચાપ દુર ઉભી રહેતી. મુળીબા બેત્રણ ફેરા કરીને પોતાનાં બેડાં ઘરે લઈ જતાં. જ્યાં સુધી એમનાં બધાં બેડાં ઘરે પહોંચી ના જાય ત્યાં સુધી કોઈ નળની નજીક ફરકી શકતું નહીં. આભડછેટની આટલી જબરી સરમુખત્યારી અને દાદાગીરી મુળીબાની હતી.

એક શ્રાવણ મહીનાના સોમવારે મુળીબા ગામથી થોડે દુર આવેલા મહાદેવના મન્દીરમાંથી પાછાં ફરતાં હતાં. પાછાં ફરતાં રસ્તામાં એક વીસ્તાર આવતો જેને તે જમાનામાં બહુ ખરાબ રીતે સમ્બોધવામાં આવતો.. ‘હરીજનવાસ’. એ હરીજનવાસનો પાણીનો કુવો પણ જુદો જ હતો. આજે મુળીબાએ એ કુવા પાસે ખુબ ગીર્દી થયેલી જોઈ. હરીજનોનાં કેટલાંક બૈરાં રોકકોળ કરતાં હતાં. મુળીબાથી પુછ્યા વીના રહેવાયું નહીં.

‘‘અલ્યા બુધીયા, શું થયું છે ?’’ કોઈને અડી ન પડાય તેની સાવચેતી રાખતાં રાખતાં દુરથી મુળીબાએ પુછ્યું.

‘‘બા, પેલા ધનીયાની જુવાન બાયડીએ આ કુવામાં પડતું મુક્યું છે.’’

સાંભળતાં જ મુળીબા વીફર્યાં. એમણે કુવા તરફ દોટ મુકી. ભેગા થયેલા બધા હરીજનોને ધક્કા મારી એ કુવાના કઠેડા પર પહોંચી ગયાં. હરીજનોને સ્પર્શ કરાય નહીં એ વાત જ જાણે મુળીબા અત્યારે ભુલી ગયાં હતાં. બેધડક બધાને અડકી, દુર ખસેડતાં, હાંફતાં હાફતાં એમણે પુછ્યું, ‘‘અંદર કોઈ ઉતર્યું છે ?’’

‘‘ના બા, દોયડું મંગાયું છે.’’

મુળીબા દોરડાની રાહ જોવા ન રહ્યાં. એમણે ક્ષણવારમાં પોતાનો સાડલો કાઢી દુર ફેંક્યો અને ચણીયાનો કાછડો લગાવ્યો. મુળીબાનું મોટા ભાગનું શરીર હવે ખુલ્લું થઈ ગયું હતું. એમની ગોરી ગોરી સાથળો જોઈને બધાં બાઘા જેવાં થઈ ગયાં. મુળીબા આ શું કરી રહ્યાં છે તે કોઈને સમજાયું નહોતું. બધા હરીજન પરુષો મુળીબાના આ ચંડી સ્વરુપને ફાટી આંખે જોઈ રહ્યા હતા.

ક્ષણનો પણ વીલમ્બ કર્યા સીવાય, જોતજોતામાં તેમણે બહુ જ સાવચેતીપુર્વક કુવામાં જંપલાવ્યું. કુવાની અન્દરની દીવાલોમાંથી ઉગી નીકળેલાં પીપળાનાં નાનાં નાનાં છોડની એકબે ડાળીઓ પણ મુળીબાના અથડાવાથી તુટીને અંદર પાણીમાં પડી.

મુળીબા જબરાં તરવૈયાં હતાં એની ત્યારે જ સૌને ખબર પડી. કુવામાં કુદી પડવાની એમની જીગર જોઈને બધાં એક બીજા સામે તાકીને બાઘાની જેમ ઉભાં રહી ગયાં હતાં.

કુવાની અંદર ડુબકાં ખાતી પેલી જુવાન છોકરીને મુળીબાએ પકડીને, પોતાના ખભા ઉપર લઈ પાણી પીતી અટકાવી. કુવાની દીવાલોનો ટેકો લઈ મુળીબા થોડીવાર શ્વાસ ખાવા ઉભાં રહ્યાં.

‘‘અલ્યા, દોરડું આવી ગયું હોય તો જલદી અંદર નાખો’’ એમણે કુવામાંથી બુમ પાડી.        એ જ ક્ષણે એક માણસ દોડતો દોરડું લઈને આવ્યો હતો. એણે દોરડાનો એક છેડો અન્દર નાખ્યો. બધાનાં મોઢાં ઉપર નર્યો રઘવાટ અને ફફડાટ હતો.

અન્દર કુવામાં દોરડું પહોંચ્યું એટલે મુળીબાએ ખાતરી કરી લીધી કે બે જણને ખેંચી શકે એવું આ દોરડું મજબુત તો છે જ. પોતાની જાતને અને અડધી બેભાન જેવી પેલી છોકરીને, એમણે એ દોરડામાં બહુ કુશળતાથી બાંધી લીધાં અને ફરી બુમ પાડી :

‘‘અલ્યા, હવે જલદી દોરડું ઉપર ખેંચો…’’

બે જુવાનીયા માણસોએ સાચવીને દોરડું ખેંચવા માંડ્યું. બધાના શ્વાસ અધ્ધર હતા. પેલી છોકરી જીવતી હશે કે કેમ એની ચીન્તા સૌના મોઢા પર દેખાતી હતી. ધીમે ધીમે મુળીબા અને પેલી છોકરી – બન્ને જણાં છેક ઉપર આવી ગયાં. બરાબર સાચવીને બીજા બે માણસોએ પેલી બેભાન છોકરીને મુળીબાને ખભેથી ઉઠાવીને કુવાના થાળામાં સુવાડી. મુળીબાને હાથ અડાડી પકડવાં કે નહીં એની બીક અને દ્વીધા બીચારા પેલા પકડનારાઓના મનમાં ચાલતી હતી ત્યાં સામેથી મુળીબાએ જ હાથ લમ્બાવ્યો. બહાર આવીને તરત પોતાનાં અંગ ઉપરનું દોરડું ઉકેલ્યું અને થાળામાં સુવાડેલી પેલી છોકરી પાસે દોડ્યાં. એને ઉંધી કરી એના પેટમાં ગયેલું બધું પાણી કાઢવા એમણે ઉપચાર શરુ કર્યો. થોડીવારે ધીમે ધીમે છોકરીએ આંખ ખોલી. એ પુરી ભાનમાં આવી ત્યાં સુધી મુળીબા એને ખોળામાં લઈને બેસી રહ્યાં.

છોકરી પુરી ભાનમાં આવી એટલે મુળીબા પાછાં એમના મુળ ઉગ્ર સ્વરુપમાં આવી ગયાં.

‘‘આનો ધણી ધનીયો ક્યાં મરી ગયો ?’’ ગુસ્સાથી એમણે બધાંને પુછ્યું.

બીચારો ધનીયો ધ્રુજતો ધ્રુજતો ટોળામાંથી નીકળી આગળ મુળીબા પાસે આવ્યો.

‘‘ધનીયા, મુઆ… બાયડીનું મન રાજી રાખતાં શીખ. ધણી–ધણીયાણી બે જણાં સુખેથી જોડે ના રહી શકો તો સંસાર માંડો છો જ શું કરવા ? અને અલી, તુંયે સાંભળી લે…આ વખતે તો તું નસીબદાર કે હું અહીંથી પસાર થતી’તી ને તું બચી ગઈ…સંસારમાં દુ:ખ તને એકલીને જ છે ? જરા સહન કરતાં શીખ… વાતવાતમાં  કુવો–હવાડો કરીશ તો ચુડેલ થઈને ભટક્યા કરીશ. આવતો જનમ બગાડીશ. અલ્યા ધનીયા, એને ઘરે લઈ જા ને ગરમ ગરમ ચા કે ઉકાળો પીવડાવ… જા… સાલાં બધાં… સંસ્કાર વગરનાં… મુઆં…’’ બડબડાટ કરતાં કરતાં મુળીબાએ પેલી છોકરીને ઉભી કરી અને ફરી બરાબર ધમકાવી.

કુવા પરથી બધાં ધીમે ધીમે વીખરાવા લાગ્યાં. ભીનો સાડલો શરીરે વીંટી, એનો એ જ બડબડાટ કરતાં મુળીબા પણ પોતાના ઘર તરફ રવાના થયાં. અકળામણ અને ગુસ્સાભર્યા એમના બડબડાટને લીધે કોઈને સમજાતું નહોતું કે મુળીબાના હૈયામાં એક જુવાન છોકરીનો જીવ બચાવ્યાનો આનંદ અને સન્તોષ હતો કે નહીં !

પાછળથી એવું સાંભળેલું કે અસ્પૃશ્યોને અડી જવાયાના પ્રાયશ્ચીત્તરુપે મુળીબાએ આખું વરસ મીઠા વગરનું ખાઈને એકટાણાં કરેલાં. અભડાઈ ગયેલા દેહની શુદ્ધી માટે આ પ્રમાણેનાં એકટાણાંનો વીધી કરી પ્રાયશ્ચીત્ત કરવાનું ‘માર્ગદર્શન’ એમને કોણે આપ્યું હશે ? કોણે આ ‘ઉપાય’ એમને સુઝાડ્યો હશે? એમના ધર્મગુરુઓએ જ ને ? કેવા માનવતાહીન એ ધર્મગુરુઓ !

પોતાને આપવામાં આવેલા ‘સંસ્કાર’ પ્રમાણે છેક મરતાં સુધી મુળીબાએ અસ્પૃશ્યતાના સીદ્ધાન્તનુ પાલન કરેલું.

મને થોડી સમજણ આવતાં મુળીબા મારે માટે મોટો કોયડો થઈ પડેલાં… કયાં મુળીબા સાચાં ?… એમનું કયું વ્યક્તીત્વ સાચું ?…

પોતાનો જીવ જોખમમાં મુકીને એક ‘અસ્પૃશ્ય’ છોકરીનો જીવ બચાવવા કુવામાં કુદી પડનાર મુળીબા સાચાં કે પછી આભડછેટની અન્ધશ્રદ્ધા અને ધર્માન્ધતાને પકડી રાખનાર મુળીબા સાચાં ? પથ્થર–દીલ, વજ્રથી પણ કઠોર અને દુષ્ટ લાગતાં મુળીબા કે કુસુમથી પણ કોમળ મુળીબા !

જે હોય તે; પણ… આ હતાં મુળીબા.

મેં પાછું ડૉ. આમ્બેડકરનું પુસ્તક ખોલી આગળ વાંચવા માંડ્યું…

–આનંદરાવ લીંગાયત

સર્જક–સમ્પર્ક :

ANANDRAV LINGAYAT

Email:  gunjan_gujarati@yahoo.com

LAUSA

(લેખકના ‘ગુંજન’ માસીકમાં પ્રકાશીત થયેલી ડૉ. જયન્ત મહેતા લીખીત વાર્તા ‘કમુબહેન’ અમે અમારી તા. 7 ઑગસ્ટ, 2005ની 11મી ‘સ.મ.’માં પ્રકાશીત કરી હતી, જેણે વાચકોની જબરી ચાહના મેળવેલી. હજી આજેયે તે વાર્તાચાહક વાચકોમાં ફરતી રહે છે. તમારા વાંચવામાં નહીં આવી હોય તો નીચેની લીંક http://www.gujaratilexicon.com/magazine/sundayemahefil પર ક્લીક કરી ડાઉનલોડ કરવા વીનન્તી છે. મીત્ર આનન્દરાવનો ટુંક પરીચય પણ તેમાંથી મળી રહેશે.

સન્ડે ઈમહેફીલ વર્ષ: સાતમુંઅંક: 221 –July 03, 2011 નો આ લેખ

સન્ડે ઈમહેફીલ ના સમ્પાદકશ્રીઓ તેમ જ લેખકશ્રીના સૌજન્યથી સાભાર…

પાક્ષીકી ‘સન્ડે ઈ–મહેફીલ’ મેળવવા લખો : uttamgajjar@gmail.com

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405 – સરગમ કો–ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ : એરુ એ. સી. 396 450 જીલ્લો : નવસારી.  સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ: 12–04–2012

 

39 Comments

  1. It is very difficult to understand human being but it is a good article. I admire her courage and common sense.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  2. મૂળીબાની વાત કદાચ શ્રી ઉત્તંમભાઈ ગજ્જર મારફતે વાંચવા મળી હતી. શ્રી પ્રદીપભાઈની વાત સાચી છે,માનવમનને સમજવું સહેલું નથી. પરંતુ સામાન્ય જીવન જીવતી વ્યક્તિ ભલે પરંપરામાં બંધાયેલી જણાય, એના અંતરાત્માને આ બંધનો નડતાં નથી. એ જાગે ત્યારે પરંપરાઓ ભાગે છે.

    Like

  3. it’s very difficult to understand human psychology. muliba must have undergone the sufferings of so called “samajik rit rivaj ” & so her nature could have changed. but under that nature she had real feelings for other humanbeeings.

    Like

  4. આતો સ્વચ્છ હવાની લહેર છૂટી હોઈ તેમ લાગ્યુ! ધર્મે હિંદુ તેવા મુડીબાને અહીં હરિજન કન્યાને કુવામાંથી મરતા બચાવતા વર્ણવી લેખકે અમુક લોકોને ચોક્કસ નારાજ કર્યા!
    ધર્મની સમજના અભાવે હિંદુઓ અંધશ્ર્ધાળુ કે અવ્યવ્હારુ લાગ્યા હશે તેમા મને શંક નથી પણ ધર્મની સમજનો અભાવ હિંદુઓના હ્રદયની મ્રુદુતાને, ર્રુદુતાને, કરુણતાને કે પ્રેમાડતાને કદી પણ બહાર આવતા રોકી નથી શક્યો!
    મુળીબા સ્વભાવે પણ મૂડિ હશે તેમા કોઈ શંકા નથી! પણ “પાછળથી એવું સાંભળેલું કે અસ્પૃશ્યોને અડી જવાયાના પ્રાયશ્ચીત્તરુપે મુળીબાએ આખું વરસ મીઠા વગરનું ખાઈને એકટાણાં કરેલાં”! તે કથન પણ લેખકનુ અનુમાન હોઈ તેમ લાગે છે! અને તે સાચુ હોઈ તો પણ મુળીબાએ પોતાની ખોટી માન્યતાને પોતાના જ શરીર દમનથી (મીઠુ ન ખાઈને) પોષી અને નહી કે બીજાને દુ:ખ પહોંચાડીને! મુળીબાનો સૌથી મોટો શત્રુ અહીં તેમના ભણતરનો અભાવ લાગે છે! ભણતરના અભાવ છતા મુળીબાએ આ બ્લોગ પરના અમુક વધુ પડતા ભણેલા લોકોની જેમ બીજાની જાતને કે બીજાના ભગવાનને ગાળો ન ભાંડી!
    તેથી જ તો ભણેલા લોકોએ પોતાના દિલ, દિમાંગ અને વ્યવ્હારિકતાને કોઈ પણ રાજકીય પક્ષને આધીન નહીં કરી ફક્ત લોકકલ્યાણ અર્થે લોકોનુ ભણતરનુ ધોરણ ઉચેં લાવવામાં જ પોતાની સભ્યતા અને લાયકાતનો ઉપયોગ કરવો જોઈએ! જ્યાં સુધી ભણતર પરિવર્તનનુ મોજુ ભારતમા નહી આવે ત્યા સુધી આપણુ અહી લખેલ કે બોલેલ બધું જ ડહાપણ પોથીમાંનુ જ ડહાપણ બની રહેશે! .

    Like

    1. અશ્વિનભાઈ, તમારી વાત સાચી છે. આ ખરેખર જ સ્વચ્છ હવાની લહેર છે! પરંપરાઓ આપણી અંદર નથી હોતી. મૂળીબા એક બાજુથી કૂવામાં ઉતરતાં હતાં તો બીજી બાજુથી એમનું વ્યક્તિત્વ આકાશને આંબતું હતું! પાછળથી એમણે પ્રાયશ્ચિત કર્યું હોય તો પણ સમજી શકાય એવું છે. એવરેસ્ટ પર ચડે તો ઘણા છે પણ ત્યાં રહેતા નથી. એમ મૂળીબાનો એક ચમકારો ઘણો છે. મૂળીબાને પ્રણામ.

      Like

  5. આ લેખની ચર્ચા અને ટિપ્પણીમાં પણ આ બ્લોગના અમુક બહુ વાચાડ લોકો ભાગ નહી લે કારણકે,
    (૧) મુળીબાએ હરિજન કન્યાને બચાવી હિન્દુઓને ગાળો ભાંડવાનો મૂડ જ બગાડી નાખ્યો!
    (૨) આંબેડકર સાહેબે જિંદગીની છેલ્લી ઘડી સુધી ધર્મ પરિવર્તન કરવાની રાહ જોય કે જ્યારે મગજ ડાયાબિટીસથી કદાચ કામ પણ ન કરતુ! આવા સંજોગોએ ફરી મૂડ બગાડ્યો!
    (૩) આંબેડકર સાહેબે બીજા લગ્ન એક બ્રાહ્મણ કન્યા સાથે કર્યા તોય આંબેડકર સાહેબની જિન્દગીને (મુસ્લિમોની જેમ) હિન્દુઓ તરફથી કોઈ ખતરો ન આવ્યો! એનાથી વિરુદ્ધ હિન્દુઓએ તેમને જમાઈની જેમ આવકાર્યા અને તેમની પ્રતિભાના મોટપણને સ્વીકરી ફરી પછો ઉપરના લોકોનો મૂડ બગાડી નાખ્યો!
    (૩) “જેઓ પરદેશીઓને ગળે લગાવે છે; પણ દેશબન્ધુઓથી છેટા રહે છે, એ સમાજના વીશ્વાસઘાતીઓ છે. એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો”. કહીને આંબેડકર સાહેબે પોતના દેશ પ્રત્યેનો અખૂટ વતનપ્રેમ પ્રદશિત કરી ફરી પાછો સતત વતનની વિર્રુધ્ધ ગોષ્ઠી કરતા લોકોનો મૂડ જ બગાડી નાખ્યો!

    Like

    1. અશ્વિનભાઈ,
      શ્રી ભૂપેન્દ્રસિંહભાઇએ એમના બ્લૉગ ‘કુરુક્ષેત્ર’ પર એક વામ્ચવાલાયક લેખ મૂક્યો છેઃ
      http://raolji.com/2012/04/12/%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b0%e0%ab%80%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6-%e0%aa%86%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%95-%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%b9%e0%ab%8b/

      Like

      1. નમસ્કાર દિપક્ભાઈ! તમારી વાતોમા જે પ્રામાણિકતા અને મર્મ છે તે છાપરે ચઢીને ચાડી ખાય છે કે હિન્દુ વિચારધારામાં થઈ રહેલ પરિવર્તનની કેટલીક દુ:ખદ નબડાઈઓ અને ગોકળ ગાયની ગતિ છતાં આશા, પ્રામાણિકતા અને સતત પ્રયત્નશીલતાના આપણા વિસરાઈ ગયેલ મુલ્યોને તમારી વાચામાં શક્તિ અને નવી વાચા મળતી જોય મારી આશાને પણ શક્તિ મળે છે. તમારા જેવી પ્રામાણિક, પ્રયત્નશીલ અને આશાવાદી અઢ્ડક શક્તિઓ ભારતની ધરતી ઉપર આડંબર, આડસ અને તક લાલચા છોડી હિન્દુ વિચારધારા અને વર્તનમાં સુપરિવર્તન લાવવા એકત્રિત થાયની પ્રભુ પ્રાર્થના સાથે આપને મારા પ્રણામ.
        અને તમારા માર્ગદર્શન માટે પણ આભાર. આશા રાખુ કે સારુ અને સાચું પરિવર્તન જંખતા આ અને બીજા બ્લોગ્સના પણ તમારા જેવા બીજા ઘણા અનુભવી, પ્રામાણિક અને પ્રયત્નશીલ દીવડાઓ વાસ્તવિક્તાના વર્તુળમાં રહી બીજા ઘણા નવા દીવડાઓ પ્રગટાવતા રહે જેથી પરિવર્તનુ સ્વપ્ન આપણી હયાતિ કે બીનહયાતિમાં પણ ક્યારેક સાકાર બને!

        Like

    2. It is very easy to blame Indians whose religion is not associated with Christians or Islam. During Sep/11 world trade center events, Paki newspaper Don, and other paki newspapers were blaming America by saying that they deserve this. This is a: “Blame the Victim” approch. However this was a totaly terroristic Attack on America. Many times in History one can see this Blame the Victim approch, it is Human Psychology, and it seems to justify few people. In Muliba’s Story, it is the Sanskruti who taught Muliba to jump for Dhaniya’s wife. It was the same Sanskruti, whose Brahmin gave courage to Muliba. Same culture gave courage Muliba to live the life with happiness without husband and family. Does any one cared to compare nutrally how hard to live Muliba’s life in other culture like islam? Dr. Ambedkar looked at hindus with western outlook. it is always easy to blame desis, and it is always Desi’s fault despite having oldest and richest culture that lasted over 10k years.

      Like

      1. Ken so સાહેબ,
        તમારુ નિરિક્ષણ, મંથન અને મંતવ્ય અવકાર દાયક અને પ્રશંસા પાત્ર છે.

        Like

  6. મુળીબા વાર્તા વાંચ્યા બાદ મને મારા બાળપણનો પ્રસંગ યાદ આવી ગયો.હું ભીમાણી સ્કૂલમાં ભણતો હતો ત્યારે દરરોજ સાંજે વ્યાયામશાળામાં જવું ફરજીયાત હતું નહીંતર ૨૦ માર્ક્સ કપાઇ જાય અને માર્ક્સ કપાય તો રેન્ક નીચે જાય એ ન પોસાય. વ્યાયામશાળાથી
    આવ્યા બાદ હું લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરી ઓટલે બેસતો અને મારી મા ભજન સાંભળી બહાર આવે એટલે તેણી સાથે ઘેર જતો એ નીયમ હતો.
    એક દિવસ વ્યાયામશાળામાં રમાયેલી રમતથી કપડા ધૂળવાળા થઇ ગયા હત,હું મુરલીમનોહરના દર્શન કરવા ગયો તો ત્યાં એક માજી હતા તેમણે મને જોયો તો કહ્યું આઘો રહેજે કોણ છો? મને ટીખળ સુજી એટલે કહ્યું અછૂત હરિજન કહી હું તો ભાગી ગયો પણ માજીએ બુમાબુમ કરી મુકી એ મંદિરમાં મ્લેચ્છ ચાલ્યા આવે છે કોઇ ધ્યાન આપતું નથી જરા વાર કોણ હતું ક્યાં છે એવી પુછપરછ થઇ
    થોડીવારે એ જ માજી મારી માનો હાથ પકડી બહાર આવ્યા મારી માએ હાથનું નેજવું કરી બુમ મારી પ્રભુડા તો મેં મારી માનો હાથ પકડ્યો પેલા માજીએ મારી માને પુછ્યું રાધા આ તારો દિકરો છે? મારી માએ કહ્યું તમારો છે તો માજી હસ્યા કહે આ મુઆએ કહ્યું હું અછૂત છું હરિજન છું તો મેં કહ્યું હવે વ્યાયામશાળામાંથી આવ્યો હતો એટલે ધુળવાળા કપડા જોઇ આઘો રહેજે અડજે નહીં કરો તો શું કહેવાય?લક્ષ્મીનારાયણના મંદિરમાં ક્યારે કોઇ અછુત આવ્યું છે બોલો?
    તો માજીએ કહ્યું રાધા તારા દીકરાની વાત તો સાચી છે.

    થી

    Like

  7. ચર્ચામાં હિન્‍દુધર્મ, મુસ્‍લીમધર્મ, બૌધધર્મ જેવા શબ્‍દો પ્રયોજાય છે. આ બધા ધર્મો નહીં પણ સંપ્રદાયો ગણવા જોઇએ. કેમ કે ધર્મ એ બધાથી પર છે. ધર્મ આખરે ધર્મ છે. ધર્મ એટલે ગુણ, સ્‍વભાવ. અગ્નિનો ધર્મ બાળવું, બરફનો ધર્મ શિતળ કરવું, ધર્મ શબ્‍દ સાથે કોઇપણ શબ્‍દ જોડાય એટલે ધર્મ એ ધર્મ નહી પણ સંપ્રદાય બની જાય છે. હિંસા ન કરવી, ચોરી ન કરવી, વગેરે તેમજ મદદ કરવી, એ બધાને માટે એક સરખી લાગુ પડે છે. એ પછી ભલેને હિન્‍દુ હોય કે જૈન હોય કે મુસ્‍લીમ હોય કે બૌધ હોય. પણ બધાના માટે ધર્મ તો એક જ છે.

    મુળીબાની જે માન્‍યતા દ્રઢ બની તે હિન્‍દુ સંપ્રદાના કારણે થઇ છે. સંપ્રદાય હોય ત્‍યાં વાડા ઊભા થવાના જ. સાથે સાથે કર્મકાન્‍ડો આવવાના જ. ત્યાં ધતીંગો થવાના જ. મુળીબા ભલે હિન્‍દુ હતા પણ તેણે ધર્મ બરાબર પાળ્યો. હિન્‍દુધર્મ નહી પણ સાચો ધર્મ. અને જેવા હિન્‍દુ સંપ્રદાયમાં દાખલ થયા કે ફરી મુળ સ્‍વરૂપમાં આવી ગયા. અલબત ઘર કરી ગયેલી સંપ્રદાયની માન્‍યતાને તે ઓ છોડી શકે નહી. તે અભણ હતા. પણ તે ધાર્મીક હતા તનો ખ્‍યાલ છેલ્‍લો ફકરો ફરી વાંચતા આવે છે. અને પ્રશ્ર્નનો જવાબ પણ છેલ્‍લી લીટીમા આવી જાય છે.

    પોતાનો જીવ જોખમમાં મુકીને એક ‘અસ્પૃશ્ય’ છોકરીનો જીવ બચાવવા કુવામાં કુદી પડનાર મુળીબા સાચાં કે પછી આભડછેટની અન્ધશ્રદ્ધા અને ધર્માન્ધતાને પકડી રાખનાર મુળીબા સાચાં ? પથ્થર–દીલ, વજ્રથી પણ કઠોર અને દુષ્ટ લાગતાં મુળીબા કે કુસુમથી પણ કોમળ મુળીબા !

    જે હોય તે; પણ… આ હતાં મુળીબા.

    Like

    1. કમલેશભાઈ,
      તમારી વાત પરથી સ્વામિ વિવેકાન્દની પહેલા બહુ ન સમજાયેલ વાત હવે થોડી વધુ સમજમાં આવી! સ્વામિજીએ કહ્યુકે “સનાતન ધર્મ એજ એક ધર્મ છે અને તેને માનવથી કદી જુદો ન કરી શકાય કારણકે તે માનવ બંધારણનો જ એક હિસ્સો છે અને હિન્દુ વિચારધારા એ ધર્મ નહિ પણ એક ફિલોશોફી છે.”
      ખરેખર સમયનો પ્રવાહ માનવની યાદશક્તિની, વિચારશક્તિની, આસયની, સમજની અને વસ્તવિક્તાની મોટીમાં મોટી કસોટિ કરતી રહે છે અને તેથી જ તો કાલના ગુરુજનો, સંતો, ભક્તજનો અને પ્રોફેટ્સ આપણને આજે ભગવાન સમર્થ લાગે છે! તેથી જ તો કાલનો પંથ, સંપ્રદાય કે ક્લ્ટ આજનો ધર્મ બની જાય છે!

      Like

  8. One may have to go back to money-less society in the rural village of India to understand Muliba’s story. In those days whole Village(barber, pot maker gold and iron smiths, brahmins, leather workers etc) was depended on farmer’s crop and there was annual fix amount of grain distribution to all tribes living in village base on work they did for the farmer. People had no money but nobody went hungry and had respect for their elders’s wisdom and helped each other get through the crisis.

    Like

  9. You can not blame any culture. It is individual to blame. Thee are differences among cultures in this world. The values of life always remain same in any culture & country.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  10. અશ્વિનભાઈ,
    તમે મારા માટે સારા શબ્દો વાપર્યા છે તે માટે આભાર. વર્ણાશ્રમ ધર્મ સ્થિર નથી રહ્યો. હા, એ સ્થિર રહ્યો, માત્ર બ્રાહ્મણ અને ક્ષત્રીય વર્ણો માટે. ભગવદ્‍ ગીતામાં કૃષિ, ગોરક્ષા અને વાણિજ્યને વૈશ્યોનાં સ્વભાવજન્ય કર્મ ગણાવ્યાં છે છે, પણ તે પછી સામાજિક વ્યવસ્થામાં ફેરફાર થયો અને આજે કૃષિ કે ગોરક્ષાનાં કર્મ કરનારા વૈશ્ય ગણાતા નથી! હકીકત એ છે કે સમાજના વિકાસ સાથે આર્થિક પ્રવૃત્તિઓ વધી. બ્રાહ્મણ અને ક્ષત્રીયો તો આવી કોઈ આર્થિક પ્રવૃત્તિ સીધેસીધા કરતા નહોતા. એ કામ વૈશ્યોનું જ હતું. શૂદ્રો શારીરિક પરિશ્રમ કરતા હતા. આથી જે કઈં પરિવર્તન આવ્યાં તે આ વર્ગોની પ્રવ્રુત્તિઓમાં. વૈશ્યોએ ઘણાં કામ છોડી દીધાં.માત્ર વ્યાપાર કરતા થઈ ગયા. બીજાં કામો શૂદ્ર વર્ગમાં ગયાં.
    આમ જન્મ આધારિત વર્ણ વ્યવસ્થા માત્ર પોકળ દાવો છે. આપણાં સત્યોને સમજીએ તેમ આપણાં અસત્યોને પણ સમજવાનું જરૂરી છે ને? અને આ કામ આપણા સિવાય કોઈ બહારથી આવીને ન જ કરે. મૂળીબા માનવઈય મૂલ્યો સુધી પહોંચ્યાં. એમનું સુકાર્ય બંધિયાર સમાજ સામેનો મૂક બળવો છે.

    બીજી વાત. હિન્દુઇઝમ અને ભારતીય પરંપરાનો સંબંધ અભિન્ન છે. એટલે ભારતના ગુણદોષોની વાત આવશે ત્યારે એ અનિવાર્યપણે હિન્દુ સમાજને પણ લાગુ પડશે. એમાંથી બચી શકાય જ નહીં. વિદેશોમાં ભારતની ઓળખાણ વેદો અને ગીતા થકી છે. કુરાન કે બાઇબલ થકી નહી. અરે, મોગલોની ઓળખાણ પણ ભારત થકી જ છે! સૂફીઓનું પણ એવું જ છે. હિન્દુ રીતરિવાજો આપણી મુખ્ય ધારા છે એટલે જ એના વિશે જુદા જુદા અભિપ્રાયો હોઈ શકે અને એવા અભિપ્રાયોની પણ પરંપરા રહી જ છે. છેક દયાનંદ સરસ્વતી, અને રાજા રામ મોહન રાય અને વિવેકાનંદ સુધી આ પરંપરા ચાલુ રહી છે.અમર્ત્ય સેનની આર્ગ્યુમેન્ટેટિવ ઇંડિયન તો વાંચી જ હશે આપણે આ પરંપરા જાળવી રાખીએ એ જ મહત્વનું છે. આપણે સદ્‍ભાવથી વાત કરીએ તો એનો પડઘો પણ સદ્‍ભાવભર્યો મળે છે. અહીં મારા બ્લૉગના એક લેખની લિંક આપું છું એ કૉમેન્ટ્સ સહિત વાંચશો તો મને આનંદ થશે.ઃ http://wallsofignorance.wordpress.com/2012/02/05/eid-e-milad-un-nabi/

    Like

  11. શ્રી દિપકભાઈ સાહેબ,
    તમે આપેલ લિંક પરનો તમારો ખુબ જ રસપ્રદ અને સાહિત્ય-કુશળ લેખ વાંચી બહુજ આનંદ થયો. લેખની માહિતી મારા માટે ખૂબ નવી અને ઇન્ફોર્મેટીવ છે. સત્યની સત્યતા અને તીવ્રતાને ગુમાવ્યા વિના મધ્યમમાર્ગ અનુસરી સદભાવના વધારવાના પ્રયત્નોની સફળતા વાંચકોની ટિપ્પણી પરથી જ જણાઈ આવે છે! આપણા બીજા વાંચકો પણ અદભૂત ડીટેલ્સ અને ચોક્સાઈવાડા તમારા રસપ્રદ લખાણનો લાભ લે તેવી આશા સાથે ખૂબ આભાર.

    Like

  12. દીપકભાઈ,
    સુન્દર લેખ અને ટિપ્પણીના મધ્યમ દ્વારા રસપ્રદ મહિતી બદલ ખૂબ આભાર.
    પ્રશ્ન અને દ્વિધા તો ઘણી છે તો થોડી અહી રજૂ કરીશ, કદાચ કોઈની પણ પાસે ઉકેલ હોય:
    (૧) ૬૫વર્ષ પછી પણ જો ઘણા બધા હરિજનો ગવર્નમેન્ટ વર્ક ફોર્સમાં પણ શુદ્ર નિયુક્ત કામ જ કરતા હોય તો ગવર્નમેન્ટની સમાજ સુધારાની યોજ્નાઓનો લાભ તે કેમ નથી લઈ શક્યા કે તેમના નામે બીજા લાભ લે છે?
    (૨)હિન્દુ સમાજે જો હરિજનો પાસે ખૂબ અત્યાચારથી કામ લીધુ તો ભારત આટલો ગંદો દેશ કેમ ગણાય છે?
    ૩)ઇસ્લામમા સ્ત્રીઓની સ્થિતિ હિન્દુ સમાજના શુદ્ર વર્ગ કરતા પણ જો બદ્તર છે તો ઈસ્લામ અને પયગંબર સાહેબની વાતની સાથે સ્ત્રીઓની સ્થિતિની વાત કેમ નથી થતી?
    ૪) રેશનાલીશ્ટના મ્રુત્યુ પછી તેનુ શબ બાળવુ તે હિન્દુ માન્યતા હોવાથી ધતિંગ ગણાય છે તો શબના નિકાલનો રેશનાલિશ્ટો પાસે બીજો કોઈ સારો રસ્તો છે? અને કઈ રીતે?
    (૫) આપણે પહેલા જોઈ ગયાકે હિન્દુઓની નબડાઈઓને કારણે મોગલો(ઇસ્લામ) અને અંગ્રેજોએ (ખ્રિસ્તી) ભારત પર હૂમ્લા કર્યા તો શુ ભારત પર હવે રેશનાલીશ્ટ્ના નામે નાસ્તિકો કે બીજા ધર્મોના હુમલા થઈ રહ્યા છે? શું ગેરસમજુતી ફેલાવે તેવા નામ કે શિર્ષકોનો ઉપયોગ (જેમ કે “Culture can kill” અને “S. Subodh” instead of “Subodh Shah” )તે રેશનાલીશ્ટ્ના નામે આડંબર અને ધતિંગ નથી?

    Like

    1. અશ્વિનભાઈ,
      તમારા પ્રશ્નો સારા છે. એમના જવાબ મારી સમજ પ્રમાણે આપવા પ્રયત્ન કરીશ.
      ૧. ખરું જોતાં અનામત વ્યવસ્થા સફળ નથી થઈ. એ પણ સવર્ણ અને દલિત રાજકારણનો શિકાર બની છે. જો કે હું અનામતનો સમર્થક છું. આમ છતાભાવ છે જ્યાં સુધી દલિતોની એક આખી પેઢીની આર્થિક હાલત સુધરે નહીં ત્યાં સુધી, એક કુટુંબમાંથી એક જણ ઊંચો આવે એ પણ શક્ય નથી. મારો એક અંગત અનુભવ કહી શકું છું પણ બહુ લાંબું થઈ જવાની બીકે મારા અંગત ઇ-મેઇલથી જવાબ આપીશ.
      મારું ઇમેઇલઃdipak.dholakia@gmail.com. આના પર ‘હલો’ કહેશો એટલે હું તરત જવાબ આપીશ.

      ૨. આપણા દેશમાં શુચિતા (પવિત્રતા) પર જેટલો ભાર મુકાયો છે, એટલો ભાર સ્વચ્છતા પર નથી મુકાયો. ચારે બાજુ ગંદકી જોવા મળે છે તેનું કારણ એ કે સ્વચ્છતાના ખ્યાલનો જ અભાવ છે. વ્યક્તિગત ઉદ્ધારની ભાવના એટલી બધી પ્રબળ છે કે સામાજિકતાની ભાવનાનો વિકાસ નથી થઈ શક્યો. આપણે થોડાઘણા મટિરીયાલિસ્ટિક હોત તો સારું થયું હોત. સ્પિરિચ્યુઆલિઝમમાં બાહ્ય દેખાવ કે સ્થિતિનું મહત્વ નથી હોતું. “આપણું” કહું છું ત્યારે માત્ર ‘હિન્દુ’ એવો અર્થ ન કરશો. મુસલમાનો કે ખ્રિસ્તીઓ હિન્દુઓ કરતાં વધારે સ્વચ્છતા રાખે છે એમ નથી કહેતો. કે આપણે બધા એક જ સામાજિક પરિવેશ અને આદતો સાથે જીવીએ છીએ. આપણે બધા સરખા છીએ. અરે, મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં પણ નાતજાતના ભેદભાવો છે. અને લગ્નો પણ એ જ નજરે નક્કી થાય છે. હું ભારતના નાગરિકોની વાત કરું છું.

      ૩. ઇસ્લામના જન્મ વખતે સ્ત્રીઓની સ્થિતિ બહુ ખરાબ હતી. મહમ્મદ પયગંબરે એમાં સુધારો કર્યો. પરંતુ મુસ્લિમ સમાજ પણ આપણા જેમ જ પુરુષપ્રધાન સમાજ છે. એટલે સ્ત્રીઓની સ્થિતિ વિશેના ઉપદેશો માત્ર ગ્રંથબદ્ધ રહ્યા છે. અર્થઘટનનો અધિકાર પુરુષોના હાથમાં રહ્યો છે. વળી, ધર્મગુરુઓની પકડ પણ સખત છે. સ્થિતિ એ છે કે ઇસ્લામમાં લગ્ન એક કરાર છે, જન્મજન્મનો સાથ નહીં. એટલે લગ્ન થાય તે ટાંકણે જ પતિ તરફથી વચન આપવામાં આવે છે કે ભવિષ્યમાં તલાક થાય તો એ પત્નીએ શું આપશે. આને મહેરની રક્મ કહે છે. હવે એવું થાય છે કે લગ્નની પહેલી રાતે જ પતિ મહેર ચુકવવામાંથી પત્ની પાસેથી માફી મેળવી લે છે. ઉલટું, હવે દહેજ પણ ઘુસી ગયું છે. ઇસ્લામમાં આ નથી, પણ પુરુષપ્રધાન સમાજ મનફાવે તેવાં અર્થઘટનો કરે છે.

      ૪. અશ્વિનભાઈ, હું મારી જાતને રૅશનાલિસ્ટ વર્ગમાં નથી મૂકતો, પરંતુ, એમને સમજી શક્યો છું તેટલા પ્રમાણમાં કહું તો શબને બાળવું એને એ લોકો ધતિંગ ગણતા હોય એમ તો મને નથી લાગતું. શબ સડે તેવી વસ્તુ છે એટલે એનો નિકાલ તો જેમ બને તેમ જલદી થવો જોઇએ. રસ્તે રઝળતું તો ન મેલાય. એટલે એનો નિકલ કરવાનો જ રહે. પછી એને દાટો, બાળો કે પારસીઓની જેમ પહાડ પરના કુવામાં મૂકી આવો અથવા દેહદાન કરી દો. હૉસ્પિટલમાં પણ બે-ત્રણ દિવસમાં જ એનો નિકાલ કરવાનો રહેશે. મારા એક મિત્રનાં માતા અવસાન પામ્યાં ત્યારે એમની અંતિમ ઇચ્છા મુજબ એમના દેહનું હૉસ્પિટલને દાન કરવામાં આવ્યું હતું. એ તો બહુ ભણેલાં પણ નહોતાં અને રૅશનાલિઝમ એટલે શું એવો એમને ખ્યાલ પણ નહોતો જ. સીધાં સાદાં હતાં ધાર્મિક પણ હતાં. રૅશનાલિસ્ટો એમ માને છે કે દેહનું શું કરવાનું છે? બાળી નાખો તેના કરતાં ભલે એનો ઉપયોગ થાય. એમને આ વધારે સારી રીત લાગે છે.

      ૫. રૅશનાલિઝમ એટલે માત્ર તર્કનો ઉપયોગ. જે તર્કબદ્ધ લાગે તે માનવું રૅશનાલિઝમ અને ઍથીઝમ એક વસ્તુ નથી. એથીસ્ટ રૅશનાલિસ્ટ જ હોય પણ રૅશનાલિસ્ટ આસ્તિક પણ હોય. રૅશનાલિઝમના એક સ્તંભ કાન્ટ આસ્તિક હતા અને ઈશ્વરનું અસ્તિત્વ એમણે તર્કથી સિદ્ધ કર્યું છે. આ મતમાં પરંપરા કે શ્રદ્ધાને સ્થાન નથી, માત્ર તર્કનું મહત્વ છે. વળી એ અનુભવવાદી પણ નથી. રૅશનાલિસ્ટ એમ ન કહી શકે કે મને ભગવાન દેખાશે તો જ હું માનીશ કે ભગવાન છે.તર્કથી એનું અસ્તિત્વ સમજાય તો એને માનવાનું છે કે ભગવાન છે. તર્ક હુમલો ન કરી શકે. હુમલામાં મતાગ્રહ છે, તર્ક નથી. વળી આપણા દેશમાં રૅશનાલિસ્ટો અને ચાર્વાક જેવા નાસ્તિકો હતા જ. આ બ્લોગ પર આપણે જેમને મળીએ છીએ એમાંથી મોટા ભાગના રૅશનાલિસ્ટો ખરેખર તો રિફૉર્મિસ્ટ છે. હિન્દુ સમાજમાં રિફોર્મની પ્રક્રિયા રાજા રામમોહન રાય સાથે શરુ થઈ છે.

      ૫. તર્કનો આધાર શ્રદ્ધા નથી એટલે રૅશનાલિસ્ટ બનતાં પહેલાં ધર્મગ્રંથોનો અભ્યાસ તો કરવો જ પડે. કોઈ કહે એટલે માની લેવું એ રૅશનાલિઝમ નથી. શ્રી સુબોધભાઇ કહે છે કે એમણે અભ્યાસ કર્યો છે. હવે એમનું પુસ્તક અહીં ઉપલબ્ધ નથી, પરંતુ એમની વાત મારે ગળે ન ઊતરે તો એમને જવાબ આપવા માટે એમના પુસ્તક ઉપરાંત બીજું પણ મારે વાંચવું પડશે ને! એમણે પોતાનું નામ કેમ રાખ્યું છે તે તો એમના પર જ છોડી દઈએ. ક્યારેક ઇમેઇલમાં અમુક નામો
      “અવેલેબલ” નથી હોતાં. આ પણ કારણ હોય. એક રીતે જોઇએ તો કોઈ પણ વ્યક્તિનું નામ આપખુદીથી નક્કી થયું હોય છે. મારું નામ ફઈએ પાડ્યું તે મેં અને તમે સ્વીકારી લીધું છે. મારો અભિપ્રાય માગવાની પણ કોઇએ ચિંતા નહોતી કરી! Very undemocratic!!

      ૩.

      Like

      1. દીપકભાઇ તમારી સ્પશ્ટ, સુંદર અને સીધો ઉકેલ દર્શાવતી મુદ્દાસરની વિગતવાર માહિતી મારી સમજ માટે ખૂબ આવકારદાઈ નીવડી અને બીજા વાચકોને પણ ખૂબ મદદરૂપ થઈજ હશે! તમારો સમય, તમારા પ્રયત્નો અને અનેરી ઉત્સુક્તા બદલ ખૂબ પ્રશંષાત્મક આભાર.
        (૧)આજના યંત્ર યુગમાં, મારી સમજ પ્રમાણે, નાનામોટા સૌ ક્યાંક ને ક્યાંક તર્ક દ્રષ્ટિકોણનો ઉપયોગ જાણે કે અજાણે પણ કરતા તો થઈ જ ગયા છે!
        (૨)તર્કની જરૂરિયાતની સાથે તર્કની મર્યાદિતતા જાણવી પણ એટલી જ જરૂરી છે! જીવનની ઘણી પરિસ્થિતીઓમાં તર્ક ગફલતનો ભાવ પણ ઉભો કરે છે! જેમ કે યુધ્ધના સમયે કફનની પેટીઓનો ધંધો ખૂબ નફાકારક હોય તો યુધ્ધ સારુ છે અને બધીજ જગ્યાયે રોજ થવુ જોઇએ તેવું કહેવાય કે નહીં તેની મુજવણ
        પણ ઉભી કરે છે!
        (૩) તર્કનો અપુર્ણ કે અયોગ્ય ઉપયોગ આશીર્વાદ કે શ્રાપ પણ બની શકે! તર્કના સમીકરણમાં જે તે વિષયને પ્રભાવિત કરતા બધા જ તત્વોનો સમાવેશ કર્યે તો જ તેનો સાચા ઉકેલ સંભવી શકે!

        જેમ કે “આડંબર, અંધશ્રદ્ધા, ધતિંગ કે અત્યાચાર” વિરૂધ્ધની ચડવળમાં જો ” વોટ માટે જાતિ અને વર્ગ વિગ્રહ કરનાર નેતાઓનેI; પછાત જાતિને તેમના હક્કોથી દૂર રાખતા રાજકારણીયોનેI; લાંચનો ઉપદ્ર્વ કરતા સરકારી નોકરોનેI; સમાજને લાંછન સમા ગોડમેનોનેI અને તેમના ઉપ્દ્રવને વધારો દેતા ફિલ્મ સ્ટારોનેI,સ્પોર્ટ્સ સ્ટારોનેI; અને પાખંડી ધર્મગુરુઓનો જો સમાવેશ ન કરીએ અને ફક્ત સામાન્ય હિન્દુ પ્રજાને, તેમના શાસ્ત્રોને અને તેમના ભગવાને જ ટારગેટ કરે રાખીયે તો નબળાને વધુ નબળો પાડીને બળિયાને વધુ બળિયો અને સડેલા સમાજને વધુ સડેલો બનાવવા જેવું થાય!

        દીપકભાઈ તમે અવાર નવાર તમારી વિશેષ સમજ, અનુભવ અને કુશળતાનો લાહવો આપતા રહેશો તેવી સુભેચ્છા.

        Like

    2. શ્રી અશ્વિનભાઇ,
      બીજા રેશનાલીસ્ટોની મને ખબર નથી પણ શ્રી ગોવિંદભાઈ મારુએ તેઓના અંતિમ ઈચ્છાપત્રમાં તેઓના શબના નિકાલ માટે નીચે મુજબ અપનાવવાની જોગવાઈ કરી છે. આ રસ્તો કદાચ તમને પસંદ પડશે. આ અંતિમ ઈચ્છાપત્ર તમારા વાચવામાં ન આવ્યું હોય તો તેની લિન્ક https://govindmaru.wordpress.com/will/ છે.
      ‘આપણે જીવતા હોઈએ ત્યારે સમાજની સેવા કરીએ તે પ્રશન્સનીય છે. પણ મૃત્યુબાદ આપણું શરીર, મેડીકલના અભ્યાસ કરતા વીદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી થાય; શરીરની રચના અને તેમાં થતા વીવીધ પ્રકારના રોગો અંગે નવા સંશોધનો દ્વારા નવી દીશા મળે તે માટે દેહદાન કરવું જરુરી છે. ઉપરાંત બ્રેઈન ડેડ થયા બાદ જો તુરત જ મૃતકના કેટલાક અન્ગો કાઢી લઈ જરુરીયાત વાળી વ્યક્તીઓના શરીરમાં આ અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવે તો તેવી વ્યકતીઓને નવજીવન પ્રાપ્ત થાય છે. આમ મારા મૃત્યુ બાદ પણ મારા શરીરના અંગો કે મારો દેહ સમાજને ઉપયોગી થાય તેવી મારી અન્તીમ ઈચ્છા છે. મારી જીન્દગીના છેલ્લા દીવસોમાં કોઈ અકસ્માતથી અથવા અસાધ્ય બીમારીથી અથવા કુદરતી રીતે જો લાંબા સમય સુધી હું બેભાન અવસ્થા (કોમા)માં ચાલ્યો જાઉં, કશો નીર્ણય કરવા સક્ષમ ન રહું અને ડૉક્ટરો મારા મગજને મૃત(બ્રેઈન ડેડ) જાહેર કરે ત્યારે, મારા પુત્રો તેમ જ આ વીલ–પત્રના અંતે જણાવેલ મારા મીત્રો શ્રી નરેશભાઈ આર. દેસાઈ અને શ્રી શૈલેષભાઈ કનૈયાલાલ દવેએ નીષ્ણાત ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરીને, (જો મારા પુત્રો હાજર ન હોય તો શ્રી દેસાઈ અને શ્રી દવેએ યોગ્ય ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરી તેઓ જે નીર્ણય કરે તે મુજબ) મારાં ચક્ષુ, કીડની, લીવર, ત્વચા કે શરીરનું કોઈ પણ અંગ, જરુરીયાતવાળા દરદીને મળી શકે એ માટે વીશ્વાસપાત્ર હૉસ્પીટલ, સંસ્થા અને ડૉક્ટરોનો સંપર્ક કરી દાન કરી દેવાં. જરુર જણાય તેવા સંજોગોમાં મારું મગજ (બ્રેઈન)ને પણ કોઈ સંશોધન કે યોગ્ય ઉપયોગ માટે મારા મૃતદેહમાંથી કાઢી લેવાની મારી ઈચ્છા પ્રગટ કરું છું. તેમને આ કાર્યમાં કોઈએ અવરોધ ઉભો કરવો નહીં; બલકે તેઓને સહકાર આપવો. કોઈ પણ સંજોગોમાં મારા શરીરનાં અંગોનું દાન શક્ય ના હોય અને દેહદાન પણ શક્ય ના બને તો મારા શરીરને યોગ્ય ઉંડાઈનો ખાડો ખોદીને દાટી દેવો. પર્યાવરણનું જતન કરવા માટે કોઈ પણ સંજોગોમાં તેને અગ્નીદાહ ના આપવાની મારી સ્પષ્ટ સુચના છે.’

      Like

      1. સુનયનાજી,
        આતો ખૂબ ઉમદા વાત થઈ! આવા વિચરો સામે કોનુ શિષ ન ઝૂકે? ગોવિંદભાઈ સહેબને નમસ્તે અને પ્રણામ. તેઓનુ માર્ગદર્શન બીજી ઘણી નવી પેઢીઓને મલતુ જ રહે તેવી સુભકામના. ગુજરાતી લખવાનુ તો બે-અઢી દાયકાથી છૂટી ગયુ હતુ અને કચાશ તો નાનપણથી જ હતી તો જોડણી, વાક્યરચના અને વિચારોની ભૂલો માટે ક્ષમા કરશો!

        Like

      2. વહાલા અશ્વીનભાઈ અને સુનયનાબહેન,

        તમ બન્નેની કૉમેન્ટથી હું ધન્ય થયો.. ખુબ આભાર..

        મેં મારું વીલ મારા બ્લોગ પર મુક્યું જ છે (લીન્ક: https://govindmaru.wordpress.com/will/ )અને તેનો ચુસ્ત રીતે અમલ થાય તેની સચોટ વ્યવસ્થા પણ કરી છે..

        હીન્દુના એક શબના નીકાલ પાછળ એક આખું વૃક્ષ પણ નાશ પામે તે વીચાર જ મને તો ઘાતકી લાગે છે.. વળી, અર્ધબળેલાં લાકડાં, રાખ, અસ્થી નદીને પ્રદુષીત કરે તે વધારામાં.. ‘ભુમીસંસ્કાર’ જ શ્રેષ્ઠ નીકાલ–પદ્ધતી છે એવો ખ્યાલ અમને અમારા મીત્ર વીનોદ વામજાએ આપ્યો પોતાની પ્રસીદ્ધ પુસ્તીકા ‘ભુમીસંસ્કાર – આદર્શ અંતીમક્રીયા’ મારફતે. તેની સત્તર હજાર પ્રતો અને ત્રણ–ચાર આવૃત્તીઓ થઈ અને તેમણે સૌ ગુજરાતીઓને તે મફત વહેંચી. તેમાં તેમણે જે જે તર્ક અને પુરાવાઓ સાધાર રજુ કર્યા છે તે અકાટ્ય છે.. (પુસ્તીકાની પીડીએફ માટે લીન્ક https://sites.google.com/site/unzajodni/about-us/home/books પર ક્લીક કરશો..) તેનું અંગ્રેજી ભાષાંતર પણ થયું છે જે હાલ અપ્રાપ્ય છે.. તેઓ ભારતના ટેલીફોન ખાતાના ઓફીસર છે.. તમે લખશો તો તમને તેઓ મોકલશે.

        શ્રી. વીનોદ વામજા, શ્રી. વીનોદ વામજા, ઉપલેટા. મોબાઈલ : 94272 14915 તેમની ઈ–મેઈલ આઈડી નથી..

        તમે આવા વીચારોના પ્રસારક તરીકે મારી કામગીરીને બીરદાવો છો; પણ તે યશના ખરા હકદાર તો જે તે લેખના લેખક અને આપ સૌ વાચક અને પોતાની શુદ્ધબુદ્ધીથી પોતાનાં મંતવ્યો મુકનાર આપ સૌ ‘મંતવ્ય–દાતા’ઓ છો.. ખરો યશ તો આપને ખાતે હું સચ્ચાઈપુર્વક ફાળવું છું..

        તમે લખો છો તેમ, દીલ્હીનીવાસી આદરણીય શ્રી દીપકભાઈ ધોળકીયા બહુશ્રુત વીદ્વાન છે. તેમનાં મંતવ્યો ઠરેલ, ઠાવકાં હોય છે. સાચું કહું તો આપ સૌ વાચકો સાથે મારુંય શીક્ષણ થતું રહે છે.. કંઈ કેટલીય વાતો હું જાણતો હોઉં તે મને એમની એ આપ સૌ પાસેથી જાણવા મળે છે..

        આપ સૌનો હું ઓશીંગણ છું અને આપ સૌને આવકારું છું..

        ..ગોવીન્દ મારુ

        Like

  13. OSmeone has absolutely said that it is hard to understand human psychology and the fear of religion or society was so powerful in the days of Muilba that she was forced to live such a miserable life and I believe that it ws the society who created that atmosphere/environment and we do such environment in some part of villages today.
    We need to awake and arise and stop this untouchability issue from grassroots.

    Like

  14. શ્રી ગોવિંદભાઈ સાહેબ, શ્રી દીપકભાઇ સાહેબ અને શ્રી સુનયનાબહેન,
    આપ સૌ સાથેની આ ગોષ્ઠીમાં ઘણી ઉમદા અને અનેરી કહી શકાય તેવી વાતો જાણવા મળી. બીજા થોડા જુદા વિચારોનો પણ અવકાશ હશે સમજી રજૂ કરુ છુ.

    ગોરા મિત્રોની સમજથી એટલુ ચોક્ક્સ કહી શકુ કે તર્ક દ્રસ્ટિકોણને હિંદુ વિચારધારામાં જેટલુ પોતાપણુ લાગે તેટલુ બીજે જવ્વલે જ લાગશે!
    (૧)પુરાણા જમાનામાં દેહદાનની જરૂરિયાત જમાના પ્રમાણે ખૂબ ઓછી હશે અને ચેપી રોગોનો ફેલાવો અટકાવવાની તે જમાના પ્રમાણેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અગ્નિદાહની પ્રથા વિક્સી હશે તેમ લાગે છે! દેહદાન ખૂબ ઉમદા વિચાર છે અને ગોવિંદભાઈ જેવી આ વિચારસરણી આવકારદાયક છે પણ સાથેસાથે સાવચેતીની આવશ્યકતા નીચે મુજબ છે. મારી સમજ પ્રામાણે, ઉંડા ખાડામાં શરીર દાટ્યા પછી પણ જો સાવચેતી ન રાખીયેતો પ્રશંષકો તેના પર પણ સ્મારક કે સ્તંભ બાંધી પર્યાવરણનુ નુકશાન વધારી શકે!
    (૨) તર્ક દ્રસ્ટિકોણના ઘણા બધા ભારતીય ઉપાસકો પશ્ચિમના દેશોમાં રહી પશ્ચિમની પ્રંશસામાં ચૂર થઈ જાય છે પણ તે ખૂબ સંકુચિત દ્રસ્ટિકોણ છે અને તર્ક દ્રસ્ટિકોણથી તદ્દન વિરૂધ્ધ છે! તે પર્યાવરણ માટે, માનવતા માટે, માનવ તથા પશુ સમાજ માટે અને આખા જગતની હયાતી માટે ભારે નુકશાનકારક નીચે પ્રમાણે છે:
    (A) પશ્ચિમનાં દેશો એટલા બગાડવાદી અને ઉપદ્રવી છે કે તેમની જેમ જો આખી દુનિયા રહે તો આ દુનિયાની જરૂરિયાતને પહોચીં વળવા પ્રુથ્વી જેવા ૬ ગ્રહો જોઈયે!
    (B) અમેરિકાની હોટેલોમાંથી દરરોજ ફેકીદેવામાં આવતા, અડ્ધા વપરાયેલ કે તદ્દન ન વપરાયેલ સાબુથી આખી દુનિયાનાં લોકોના હાથપગ મહિનાથી પણ વધુ સુધી ધોઈ શકાય!
    (C) અમેરિકાની રેસ્ટોરેન્ટોમાંથી દરરોજ ફેંકી દેવામાં આવતું ફૂડ બીજા કેટલાય નાના નાના દેશોનો ભૂખમરો દૂર કરી શકે!
    (D) અઢડક પાણી અને વીજળીનો રોજિંદો બગાડ માનવતા અને પશુ જીવન પર લપડાક બરાબર છે!
    (E) ઓઝોન લયરને પારાવાર નુકશાન પહોંચાડી ભાવિ પેઢી માટે ત્વચાના રોગો અને કેંસર ઉભા કરી દેહદાનના ઉમદા કાર્યને મુશ્કેલ બનાવેલ છે!
    (F)પ્રુથ્વીની હયાતી પર સિધ્ધો કરતા પરિબળોને (જેમ કે ગ્લોબલ વોર્મિગ) પશ્ચિમે ઉછેર્યા અને પોસ્યા છે!

    Like

    1. અશ્વિનભાઈ,
      ભારતીય ચિંતનમાં તર્કનું મહત્વનું સ્થાન રહ્યું છે. તર્કશાસ્ત્ર ચિંતનનો અનિવાર્ય ભાગ છે. ન્યાય દર્શન તો શુદ્ધ તર્ક છે. સમયના એક તબક્કે તર્કની સરસ્વતી ક્યાંક લુપ્ત થઈ ગઈ અને વિચારહીન શ્રદ્ધાએ સ્થાન જમાવ્યું.
      ખોટા તર્ક પણ હોઈ શકે છે. એટલે તર્કથી પણ વધારે મહત્વ તથ્યોનું છે. તથ્યોને આધારે જે સ્વીકારી શકાય એવો તર્ક ઉપસે એ વૈજ્ઞાનિક તર્ક છે અને એના સિવાયનો તર્ક જાત અને સમાજ સાથેની છેતરપીંડી છે. આવા તર્કને આધારે જ યુદ્ધને વાજબી ઠરાવી દેવાય છે. હિંસાને, શોષણને વાજબી ઠરાવાય છે. આપણે ખોટૉ આધાર લઈએ અને એના પર તર્ક વિકસાવીએ તો તર્ક તો સબળ લાગે પણ એ તર્ક નથી કુતર્ક છે. આપણે સાંભળીએ છીએ કે દરેક વ્યક્તિની શક્તિ એકસરખી નથી એટલે અસમાનતા રહેવાની જ. બહુ સાચી વાત છે, પણ અહીં વાત વ્યક્તિની કરીએ અને એ આખા સમાજ પર લાગુ પાડીએ ત્યારે એ કુતર્ક બની જાય છે. વિકાસ થવા અને ન થવાનાં ઐતિહાસિક કારણો હોય છે એને પણ ધ્યાનમાં લૈએ તો કુતર્કથી બચી શકીએ.

      Like

      1. દીપકભાઈ, આપે તર્ક અને તથ્યમાં તથ્યનું મહત્વતો સમજાવ્યું અને આગળ એ પણ જણાવ્યું કે તથ્યોને આધારે જે સ્વીકારી શકાય એવો તર્ક ઉપસે એ વૈજ્ઞાનિક તર્ક છે અને એના સિવાયનો તર્ક જાત અને સમાજ સાથેની છેતરપીંડી છે.

        લખેલું તો બરોબર છે પણ આપે બાબરી મસ્જીદ બાબત અલ્હાબાદ હાઈકોર્ટનો અયોધ્યા ચુકાદો વાંચ્યો?

        લીબરહાન આયોધ્યા કમીશનના રીપોર્ટમાં તો ચોખ્ખું લખ્યું છે કે અયોધ્યામાં બાબરી મસ્જીદ હતી.

        તર્ક અને તથ્યને મરોડતાં આવડવું જોઈએ. કુતર્કની તો ઐસીતૈસી……

        Like

      2. તથ્યોને જ વિકૃત કરો અને એના આધારે તર્ક ઊભો કરો. એનાથી વિસંવાદ વધે જ. કોર્ટમાં તો માત્ર કાનૂનની દૃષ્ટિએ શું સ્થિતિ છે તે જોવાતું હોય છે. જે વધારે સારી રીતે તર્ક લડાવી શકે તે સારો વકીલ. ઘણી વાર તો વકીલનો તર્ક નહીં, એની પર્સનાલિટીની પણ અસર પડતી હોય છે. અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદામાં તો માત્ર સૌને રાજી કરવાની કોશિશ છે. જજોએ એમ વિચાર્યું કે આપણે શા માટે પંચાતમાં પડવું? એવો ચુકાદો આપો કે બધા શાંત રહે પણ કોઈને સંતોષ ન થાય અને સુપ્રીમ કોર્ટમાં જાય.

        Like

  15. મ્રુતદેહ અંગેના રેશનાલિસ્ટ દ્રસ્ટિકોણની ભારતમાં અને પશ્ચીમના દેશોમાં રહેલી સરકારી મુશ્કેલીઓ:
    પોતાના અંગો કે અવયવોનુ દાન તમે તમારા વિલમાં લખી ગયા હો તો પણ તે અંગો કે અવયવો મ્રુત્યુ પછી અમુક ટાઈમ-લિમિટમાં મેડિકલ ઓફિસરના હાથમાં પહોચવા માટે મ્રુતદેહે પહેલા ભારતની પોલિસના સકંજામાંથી નીકળવુ પડે તે વાતોના વડાં કરવા જેટલુ જ સહેલું!

    પશ્ચીમનાં દેશોમાં માનવ-મ્રુતદેહનો સાયન્સમાં થતા ઉપયોગની જગ્યા હવે “મેનકેન”એ લેવા માંડી છે અને બીનવારસ મ્રુતદેહોને પણ તેઓ ક્રિમેટ જ કરે છે કેમકે તેનો બીજો કોઈ ઉપયોગ શક્ય નથી અને દફનાવવામાં ખૂબ જમીન બગડે છે તે જોતા રેશનાલિસ્ટ Egoને ગમે કે ન ગમે હજારો વર્ષો જૂની હિંદુ રીત પશ્ચીમે પણ જગતપિતાને યાદ કરી અપનાવવી પડી છે. તો આમ દેહદાન કરવાના રેશનાલિસ્ટોના આ બીનવ્યહારીક માંગને પશ્ચીમનાં દેશોમાં સ્વીકારાય છે કે નહીં તેમાં મને મોટી શંકા છે. સ્વીકારતા હશે તો પણ છેવટે ક્રિમેટ કરવા માટે જ!

    બીજું એ પણ ધ્યાનમાં રહે કે ભારતની જેમ જ્યાં મન ફાવે ત્યાં ખાડો કરી મ્રુતદેહ દાટવો એ પશ્ચીમી દેશોમાં એલાવ નથી જો તેમ કરો તો લાંબો સમય જેલમાં રેહવાની તૈયારી સાથે કરો.

    મ્રુતદેહને દફનાવવાની બાબતમાં ચૂપ રહેતા રેશનાલિસ્ટો આ પ્રક્રિયાથી થતા જમીનનો બગાડ અને દુનિયામાં જ્યારે ખોરાકની ખોટ છે ત્યારે ઉપર જણાવેલ કબરો પર ચઢાવવા ફુલો વાવવા અને તેના માટે મોટા પાયે કેમિકલ્સ વાપરી પર્યાવરણને કેટલુ નુકશાન થાય છે તે પણ બોલતા નથી?

    Like

    1. અગ્નિસંસ્કાર કે ભૂમિસંસ્કાર વિશે આ બ્લૉગ પર પહેલાં પણ ચર્ચા થઈ ગઈ છે. હું અગ્નિસંસ્કાર પસંદ કરું છું. દેહદાનમાં પણ શરીરનો સંપૂર્ણ ઉપયોગ થઈ ગયા પછી એને બાળી જ નાખવું સૌથી સહેલું છે.
      પરંતુ લાકડાં અને જંગલો બચાવવા માટેના ઉપાયો વિશે સૌએ સંમત થવું જરૂરી છે.
      ભારતમાં પોલીસ દેહદાનમાં આડે આવતી હોય એવું નથી લાગતું.

      Like

      1. દીપકભાઈ તમારી વાત સાચી છે. પહેલાના મનુશ્યો વ્યાવહારિક તથ્યો ને અનુસરી જીવતા તેથી સુખી હતા. આજના લોકો તર્ક-વિતર્કની આંટીઘૂટી પસંદ કરે છે તેથી દુ:ખી છે.
        (૧) પશ્ચિમનાં દેશોમાં લાકડાં નહી પણ ઈલેક્ટ્રીક ભઠ્ઠી વપરાય છે. સૂર્યની ગરમી જે વેડ્ફાઈ જાય છે તેને એનરજીમાં કનવર્ટ કરી લાક્ડાં અને વનો બચાવી શકાય!
        (૨) બીજુ કે દેહદાન “Mass test” પણ ફેઈલ થાય કારણકે “Mass test” પ્રમાણે જો બધા જ લોકો દેહદાન કરે તો સરકારને શુ કરવુ ખબર ન પડે અને માણસોના શબ પણ ગાયોના મ્રુત દેહોની જેમ રસ્તામાં રખડે!

        Like

Leave a comment