સમાજમાં બહુધા એવું જોવા મળે છે કે એક છત તળે રહેતા વૃદ્ધો અને યુવાનો વચ્ચે મોટો જનરેશનગેપ રહેતો હોય છે. વૃદ્ધોને જલારામબાપાની કૅસેટ સાંભળવી ગમે છે. યુવાનો માઈકલ જૅક્સનનું પોપમ્યુઝીક સાંભળે છે. યુવાનો ક્યારેક વૃદ્ધોને પીત્ઝા કે બર્ગર ખવડાવે છે; પણ તેમને પાલકના પુડામાં જે મઝા આવે છે તે પીત્ઝામાં નથી આવતી. (બર્ગર–બગરુવાળો રોટલો તેમને વધુ ભાવે છે) બે પેઢી વચ્ચેનું અંતર છેક કૃષ્ણ અને યશોદાના જમાનાથી ચાલ્યું આવે છે. કૃષ્ણ માખણ ખાતા. આજે કૉલેજ–કનૈયાઓના મુખમાં માખણ નહીં; માણેકચંદ હોય છે. કૃષ્ણ ગોપીઓની માત્ર મટકી ફોડતા. આજે યુવાનો ગર્લફ્રેન્ડના ચક્કરમાં માથાં ફોડે છે. તેઓ છોકરીને કૉલેજમાંથી ક્લબમાં લઈ જાય છે, દારુ પાય છે અને શીયળ લુંટીને જ નથી અટકતા; તેની વીડીયો ક્લીપીંગ ઉતારીને મોબાઈલ પર ફરતી કરે છે. કૃષ્ણે કાળીનાગને બાહુબળથી નાથ્યો હતો. આજે યુવાનો બાપના પૈસે પેપરસેટરને નાથે છે. કૃષ્ણના જમાનામાં ટાઈ–ડે નહોતો ઉજવાતો– ગુરુકુળમાં અહર્નીશ જ્ઞાનદીન ઉજવાતો. આજે ‘સારી–ડે’… ‘રોઝ–ડે’… ‘જીન્સ–ડે’… વગેરે ઉજવાય છે. બધું જ બદલાઈ ગયું છે; પણ ગમે કે ન ગમે તોય સમયનાં પરીવર્તનોને સૌએ સ્વીકારવાં પડે છે.
અગાઉ આ સ્થળેથી કહ્યું હતું કે નવી પેઢી કેવાં કપડાં પહેરે, કેવી હેરસ્ટાઈલ રાખે અથવા કઈ હૉટલમાં જમે તેની ચીન્તા વૃદ્ધોએ કરવી જોઈએ નહીં. આજે એમાં એટલું ઉમેરવું છે કે ભલે થોડું બદલાયું હોય પણ સરવાળે તો યુવાપેઢીનું સંસ્કારી સ્વરુપ જ સમાજને પણ સ્વીકાર્ય હોય છે. હું ઘડપણમાં મને મળતા દાળ–રોટી સાથે જ નીસબત રાખું અને મારા દીકરાની અંગત જીવનશૈલી કે દીનચર્યામાં માથું ન મારું ત્યાં સુધી તો ઠીક છે; પરન્તુ ધારો કે દીકરો ડ્રગ્સનો ધંધો કરતો હોય, આતંકવાદીઓ, સ્મગલરો કે ગેંગસ્ટરો સાથે મળેલો હોય અને ખુનખરાબા જેવી બીજી અનેક ગુનાઈત પ્રવૃત્તી કરતો હોય તો મારે તેનો જરુર વીરોધ કરવો જોઈએ. તે ભલે મને સોનાના પાટલે બેસાડીને ચાંદીની થાળીમાં જમાડતો હોય; પણ મારા ભાણામાં પીરસાતી પ્રત્યેક રોટલી અસામાજીક ધંધો કરીને મેળવાતી હોય તો મારે ચુપ ન બેસવું જોઈએ. જો હું એમ કહીને હાથ ઉંચા કરી દઉં કે ‘દીકરો જુવાન થયો છે. એણે કેમ જીવવું તે એની અંગત બાબત છે. મારાથી તેમાં માથુ ન મરાય…’ તો એ બહુ મોટો વડીલદ્રોહ ગણાય.
દોસ્તો, વર્ષોથી આપણા નેતાઓ લોકોને ‘માઈબાપ’ ગણતા રહ્યા છે; પણ તેઓ ખુદ બગડેલા દીકરા જેવી ભુમીકા ભજવતા આવ્યા છે. એ સંજોગોમાં ‘માઈબાપ’ની એ ફરજ છે કે દીકરાઓના કાન આમળી તેમને પાછા વાળવા. આપણા નેતાઓ અનીતી આચરવાની કે ભ્રષ્ટાચાર કરવાની એકે તક છોડતા નથી; પરન્તુ તે સર્વમાં એક અક્ષમ્ય ભુલ એ છે કે તેઓ ઘોર અન્ધશ્રદ્ધામાં રાચતી આપણી પ્રજાની અબૌદ્ધીક જીવનશૈલીને એમ કહીને નજરઅંદાજ કરે છે કે ‘ધર્મ અને શ્રદ્ધા એ પ્રજાનો અંગત વીષય છે. એમાં રાજકારણની ડખલ ઉચીત નથી.’ નેતાઓના એવા સ્વાર્થી પલાયનવાદને કારણે ગુજરાતમાં તરેહતરેહની અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો પ્રવર્તે છે. અન્ધશ્રદ્ધા એક ઉદ્યોગ બની ગઈ છે. હા, કોણે કયો ધર્મ પાળવો અથવા ઈશ્વરમાં માનવું કે નહીં, તે જરુર અંગત બાબત ગણાય; પણ સમાજમાં ચોમેર અન્ધશ્રદ્ધાઓનું સામ્રાજ્ય છવાયેલું છે તેનું શું ?. નેતાઓના નાક નીચે એ બધું બેરોકટોક ચાલે છે; પણ તેઓ એ અનીષ્ટો તરફ આંખ આડા કાન કરે છે. એ લાપરવાહી ખાસ્સી ગુનાઈત છે. લોકોનું બૌદ્ધીક સ્તર જેટલું નીચું કે અવીકસીત રહેશે, તેટલો રાષ્ટ્રનો વીકાસ ઓછો થશે. ભગતભુવા, મેલીવીદ્યા, જ્યોતીષ કે ભુતપ્રેત જેવા વહેમને કારણે માણસની નજર હમ્મેશાં સીન્દુરીયા રંગે રંગાયેલા પથરા પર જ મંડાયેલી રહે છે.
એક નજર આપણી અન્ધશ્રદ્ધાઓની અનુક્રમણીકા પર કરી લઈએ. હૉસ્પીટલો કે ડૉક્ટરોના ક્લીનીકની બારસાખે લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે. તાન્ત્રીકો મૃતાત્માઓ સાથે વાતો કરવાનો ને કરાવી આપવાનો દાવો કરે છે. કેટલાક માનસીક રોગો એવા હોય છે કે તેમાં માણસ ગાંડા જેવી વીચીત્ર હરકતો કરે છે. સાઈકીયાટ્રીસ્ટોની સારવારથી એવા રોગો સાજા થઈ શકે છે; પણ તેને પ્રેતાત્માનો વળગાડ સમજી લોકો કેવા કેવા તમાશા કરે છે તે તો જુઓ ! દરદીને પીર કે દરગાહે લઈ જઈને સાંકળથી મારવામાં આવે છે. જુતાં બોળેલું પાણી પીવડાવવામાં આવે છે. દેહ પર ડામ મુકવામાં આવે છે. દરદીના મોંમા મળ સુધ્ધાં મુકવામાં આવે છે. ગામડાઓમાં સગો દીકરો માને ડાકણ સમજી મારી નાખે છે. મેલી વીદ્યા હાંસલ કરવા દેવને બલી ચઢાવવા સગો બાપ દીકરાનું માથુ કાપી નાખે છે.
કમળો ઉંજાવવાથી સાજો થઈ શકે એવી વ્યાપક માન્યતા ફેલાયેલી છે. ગામડામાં સાપ કરડે ત્યારે માણસને હૉસ્પીટલને બદલે ભગત પાસે લઈ જનારાઓની સંખ્યા મોટી છે. કમ્પ્યુટરથી જ્યોતીષ જોઈ આપનારાઓનો ધંધો ધમધોકાર ચાલે છે. માનેલી માનતા પુરી કરવા લોકો ઉંધા પગે પાવાગઢ જાય છે. વચ્ચે વળી મોટા પાયા પર એવી અફવા આવી હતી કે બહેને બાંધેલી રાખડી ભાઈ છોડીને ફેંકી નહીં દે તો તેનું મૃત્યુ થશે.
યાદ કરો કેટલાંક વર્ષો પર ગણેશજીએ દુધ પીધું હતું. લોકો નાનાં છોકરાંઓનાં મોઢાંમાંથી દુધની બાટલી છીનવી ગણેશજીના મન્દીરે દોડતા હતા ત્યારે અમારા બચુભાઈ બધાને ગાજીબજાવીને કહેતા હતા કે, ‘પથ્થરની મુર્તીમાં કેશાકર્ષણ થવાથી તેમાં દુધ શોષાઈ જાય છે. તમારામાં તાકાત હોય તો ચાંદીની કે પીત્તળની મુર્તીને દુધ પાઈ બતાવો ?’ પણ કોણ સાંભળે ? વચ્ચે શંકરની મુર્તી આપમેળે ખસ્યાની વાત આવી હતી. કોઈ ઠેકાણે વળી ભેંસને બાળકી જનમ્યાની વાત વહેતી થઈ હતી. હનુમાનજીની આંખોમાંથી આંસુઓ ટપકતા હોવાનું પણ સાંભળવા મળેલું. આરતી ટાણે મન્દીરમાં ઝુમ્મર હાલ્યાની વાત તો ખાસ્સી ચગી હતી. આજે પણ છાસવારે છાપાંઓમાં છપાય છે : ‘વેંગણમાં ‘ૐ’ દેખાયો અથવા શંકરજીના મન્દીરમાં નાગસાપ દેખાયો’ અને આખું ગામ હાથમાં પુજાની થાળી લઈને દોડ્યું ! વાસ્તુશાસ્ત્રના નામે લોકોનાં ઘરો તોડાવવાનો વ્યવસ્થીત વેપાર ચાલે છે. કથા, યજ્ઞો કે ગણેશોત્સવની ઉજવણી માટે ગામડામાં યુવાનોનું મોટું ટોળું બીલબુક છપાવીને રસ્તે જતાં લોકોને આંતરીને નાણાં ઉધરાવે છે. અમદાવાદમાં આષાઢી બીજને દીવસે નીકળતી પ્રચંડ રથયાત્રામાં દર વર્ષે થોડાક લોકો ભાગદોડમાં કચડાઈ મરે છે. તે ઉઘાડે છોગે થતાં મરણની સરકારને ચીન્તા નથી અને ફરજીયાત હેલ્મેટ પહેરવાનો કાયદો ઠોકી બેસાડી સરકારે ગત વર્ષ પુરા બે કરોડથીય વધુ દંડ વસુલ કર્યો. બોલો, સરકાર પાસે છે કોઈ જવાબ ? (સરકારનો અધોષીત જવાબ કંઈક એવો હોઈ શકે: ‘અમે અહીં દેશની પ્રજાને સુધારવા થોડા બેઠા છીએ ? પ્રજા સુધરી જશે તો અમારી ચામડી ઉતરી જશે…! અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે પ્રજા ધર્મ, શ્રદ્ધા કે ભક્તીના નામે અન્ધશ્રદ્ધામાં ચકચુર રહે અને અમારી તીજોરી તર થતી રહે !’)
ધુપછાંવ
પ્રત્યેક નેતા ‘જયહીન્દ’… ‘ભારત માતાકી જે’…
‘જય જવાન જય કીસાન’… વગેરે બોલે છે
પણ તેમના દીલમાં અસલી નારો તો એક ગુંજે છે:
‘પ્રજા ભલે અન્ધશ્રદ્ધામાં રાચતી રહે…
અમારી ખુરશી હમ્મેશાં સચવાતી રહે… !’.
–દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 25 માર્ચ, 2012ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’ માંથી.. લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508
♦●♦●♦ સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આ ‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.
વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..
●♦● દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 27–04–2012
♦●♦●♦
લેખની શરુઆત જુની પેઢી અને નવી પેઢીથી થઈ છે અને અંતમાં જણાવેલ છે કે નેતાઓ ઈચ્છે છે કે લોકો અભણ અને અજ્ઞાન રહે જેથી નેતાઓનો ધંધો ચાલે.
જેમ જેમ શીક્ષણનો પ્રચાર પ્રસાર વધુને વધુ થસે અને નવી નવી ટેકનોલોજી આવતી જસે એમ લોકો એનો ફાયદો લઈ બીજાને ઉપયોગી એવી પ્રવૃત્તી કરતા રહ્યા છે.
પહેલાં સવાર ૪-૫ વાગે ઉઠી ખેતરોમાં કામ કાજ શરુ થતું એ હવે બંધ થઈ ગયું છે અને દરેક માબાપ ઈચ્છે છે કે પોતાનું બાળક પ્રાથમીક, હાઈસ્કુલ અને કોલેજ સુધીનો અભ્યાસ કરે. વધુ ને વધુ લોકો મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા તત્ત્પર થયા છે.
પ.પુ.ધ.ધુ. ગુરુ મહારાજને હરીફાઈના જમાનામાં નવા નવા વીચાર લાવવા પડે છે. પહેલાં નજીવી બાબતમાં ભુત પ્રેત હાજર થતા હતા એ હવે ગાયબ થઈ ગયા છે. ભુવાઓ ભલે કહેતા હોય કે વીજળી, લાઈટને કારણે ભુત ડાકણ દેખાતા નથી. એનો અર્થ થાય છે કે જ્ઞાનમાં વધારો થતો જાય છે.
પહેલાં નીશાળો ક્યાં હતી? અને હવે ૩૦ વીદ્યાર્થી દીઠ એક શીક્ષકનો જમાનો આવ્યો છે.
૪૦-૫૦ વરસ પહેલાં ગામડાંમાં પાંચમા ધોરણની વ્યવસ્થા ન હતી એને બદલે જુન ૨૦૧૨થી પ્રાથમીક શાળામાં આઠમું ધોરણ ફરજીયાત થઈ ગયેલ છે. સરકારી કચેરીઓમાં તલાટી અને શીક્ષકની હાજરી માટે સીસીટીવી આવી ગયા છે.
દરેક પ્રાથમીક શાળામાં મધ્યાન ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. આભળછેટ લગભગ નાબુદ થઈ ગઈ છે. ગુજરાતની છેવાડેને શાળા પણ ઈન્ટરનેટથી જોડાઈ ગઈ છે.
જય હો નવી આધુનીક ટેકનોલોજીનો….ખેર નથી હવે પ.પુ.ધ.ધુ. ગુરુઓ કે નેતાઓનો…..
LikeLike
અંધશ્ર્ધ્ધા ફોર્સ ઓફ લાઇફ છે એ નાથવું એટલું જ અઘરું જેટલું અમેરિકન સ્ટાયલને અનુસરવાનું બંધ કરાવવું હિન્દુસ્તાનમાં.(એ પણ તો અંધ શ્રધ્ધા જ છે ને cool કે phat દેખાવાની!!?)
LikeLike
ભાઈ શ્રી દિનેશ પંચાલનો રાજ કારણ અને અંધશ્રદ્ધા ઉપર સરસ માહિતી સરભર લેખ છે. છેલા પેરેગ્રાફ વિશે થોડું લખવાની પ્રેરણા થઇ.
આ દુનિયામાં મોટામાં મોટો ચમત્કાર તો સેલ ફોન, ઈન્ટરનેટ, મેડીકલ ફિલ્ડ અને ટેક્નોલોજીનો છે. મને ખબર નથી પડતી કે ભારતના લોકો કેમ નાની-નાની બાબતોને ચમત્કાર સમજતી હશે? મેં ૧૯૭૧માં દેશ છોડ્યો ત્યારે નવસારીમાં મહારાષ્ટ્રીયન લોકો જુનાથાણા આગળ તહેવારને સમયે ગણપતિની પ્રતિષ્ઠા કરતા અને પછી તેનું થાડા દિવસ પછી વિસર્જન કરતા. આજે તો મહોલ્લે મહોલ્લે આવું જોવા મળે છે. લોકો એવું સમજવા લાગ્યા કે શ્રદ્ધા વધી પરંતુ મારું માનવું છે કે અંધશ્રદ્ધા વધી. ગણપતિના વિસર્જન પછી મૂર્તિઓની કેવી દુર્દશા થાય છે અને પર્યાવરણને કેવું નુકશાન થાય છે એ તો બધાને ખબર છે. થોડા વર્ષો પહેલાં અમેરિકામાં પણ ગણેશની મૂર્તિએ દૂધ પીધેલું અને જોવા વાળાની લાઈન લાગેલી. નવાઈની વાત તો એ છે કે જોવાવાળો સો ટકા શિક્ષિત વર્ગ હતો. આવીજ રીતે ખેરાલુના બાપુ આગળ પાણીની બાટલીઓ લઈને લોકો માઈલ જેટલી લાઈનમાં ઉભા રહેતા અને બાપુ દૂરથી ફૂંક મારતા. આ લાઈનમાં ડોકટરો પણ ઉભા રહેતા. બધા દુઃખોની એકજ દવા તે ખેરાલુના બાપુએ મંત્રેલું પાણી.
ગણપતિના વિસર્જન, વરઘોડાઓ પછી તે ધાર્મિક હોય કે લૌકિક(લગ્નના) હોય, તાજીયા વિગેરે બધુંજ બંધ થવું જોઈએ. હવે પહેલાં જેવું રહ્યું નથી, વસ્તી વધી છે, રોડ પહોળા કરી શકતા નથી અને તેથી ટ્રાફિક જામ થાય છે. લોકોને સમયસર કામે જવાનું હોય, વિદ્યાર્થી ઓને સ્કુલે જવાનું કોય, પરિક્ષા હોય, દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોચાડવાનું હોય, કોઈને ટ્રેન, બસ પકડવાનું હોય આવા સંજોગોમાં જૂની વરઘોડા કાઢવાની પ્રથા ચાલી શકે નહિ. આ દુષણ તો આપણા રાજકારણ વાળાઓ પણ કરે છે, મને ખબર છે ત્યાં સુધી લાલકૃષ્ણ અડવાણીએ બે વાર વરઘોડા કાઢ્યા હતા.
હવે નેતાઓની વાત કરીએ તો આ અભણ અંગુઠા છાપ તથા ભણેલા બંને નેતાઓનાં દુષ્કૃત્યોથી ખદબદતું રાજકારણથી ભણેલો ભદ્ર વર્ગ દૂર રહે છે. જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહિ આવે અને ઉચ્ચ શિક્ષણ પામેલો રાષ્ટ્રવાદીવર્ગ રાજકારણમાં જાય નહિ ત્યાં સુધી દેશનું ભવિષ્ય અંધકારમયજ રહેવાનું. આપણા પ્રાઈમ મીનીસ્ટરનો દાખલો લઈએ તો સરકારમાં એના જેટલું કોઈ ભણ્યું હોય એવું લાગતું નથી. પરંતુ એ અભણ જેવું વર્તન કરે છે, કેમકે કોંગ્રેસ પ્રમુખનો અંગુઠો બની ગયો છે. નેતા એવો હોવો જોઈએ કે પરિસ્થિતિને સમજી તત્કાલ સાચો નિર્ણય કરે. ગાંધીજી તથા સરદાર પટેલે એમના કોઈ સંતાનોને કે સગાંઓને રાજકારણમાં પ્રવેશવા ન હોતા દીધા. રાજકારણમાં સગા કે સંતાન ભૂલ કરે તો તેના ફળ તો સમગ્ર પ્રજાએ ભોગવવા પડે. આવા લોકો ચોક્કસ ભૂલ કરતાજ હોય છે કારણકે એમના માથાપર બચાવનું છત્ર હોય છે.
આ બ્લોગ ચલાવવા માટે શ્રી ગોવિંદભાઈ મારૂને તથા લેખો આપનારાઓને ધન્યવાદ આપું છું કે લખેલું-વાંચેલું નકામું નથી જતું. આવા ઉર્ધ્વગામી વિચારોના જરૂર પડઘા પડતા હોય છે એ તો આવનારું ભવિષ્ય કહેશે. હું એવું ઈચ્છું કે અનેક લોકો આ બ્લોગનો લાભ ઉઠાવે અને લોકોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને દુષિત રાજકારણ સમક્ષ રણસિંગુ ફૂંકે.
LikeLike
It is a very good article. I fully agree with it. Mr.Mistry has said the right things & I agree with it.
Thanks again,
Pradeep H. Desai
USA
LikeLike
Real picture of society is presented in this article . You read any gujarati news papers most of the informations published are of the events of eroded characters among all sections of the society : rich or poor , educated or iliterate, so called higher caste or lower cast members , sadhu, saint, teacher , businessmen , politician or professionals self employed or government employed.We live or money ,we live for self interest. we live for satisfying our selfish feelings .We have lost the basic characters. we have no saint, politician , professional or leaders who can lead the nation for better future against these evils. It is only possible by education to all and making common civic code for all Indian. Judiciary to functions effectively truthfully & fast and appointing critical post on merits . No reservation in any meritous post or in education. Help needy by respective free training .only .It is possible only when basic education for leaders must be post graduate who has developed some thinking capacity intellectually for the national interest .There is no leader to dare for these steps and lead from front uniting like minded persons. .
LikeLike
મિત્રો,
લેખકનો પ્રયત્ન સારો છે. સુઝાવનો અભાવ તો રહ્યો પણ ભ્રસ્ટાચાર સામેનો ઇશારો આવકારદાયક છે.
આપણને જો રસોયો ખબર હોય તો રસોઈ કેવી હશે તેનો ખ્યાલ આવી શકે અને રસોયાને જો આપણો સ્વાદ ખબર હોય તો રસોઈ બનાવવામાં મદદ રહે! પતંગ બનાવનાર કરતાં પતંગ ચઢાવનારને પતંગમાં બોહળો રસ હોય તે હેસિયતથી લેખકો વિષે પણ થોડો વિચારવિમશ કરી લઈયે!
લેખકનું લખાણ જ લેખકનું સાચું સર્જન છે, કવિની કવિતા જ કવિની સાચી ક્રુતિ છે! તો મિત્રો તમારી રચનામાં, તમારી ક્રુતિમાં, તમારા સર્જનમાં મહેનતની મજદૂરી કામે લગાવજો, સત્યનું સિંચન કરજો, પ્રામાણિકતાની પ્રભુતા પાથરજો, ચોક્સાઈની ચતુરાઈ વાપરજો, વિચારોની પરિપક્વતાનું જ પાણી પાજો અને તમારી રચનાને ઉદામ ઉદ્દેશ અને નેક ખ્યાલોનું ખાતર આપજો! તમારી ક્રુતિમાં દીર્ઘદ્રસ્ટિની જન્તુવિનાશક દવા વાપરજો કે જેથી રોગીઓની દવા થાય અને દુષ્ટવિચારો અને દુષ્ટજનોને દૂર રાખી શકાય. દોસ્તો, તમારા સર્જનમાં જ્યાં સુધી સામળીયાંની સ્મ્રુતિ ન થાય, તમારી રચનામાં જ્યાં સુધી રાજારામનો રણકાર ન સંભળાય કે જે તે તમારા ઇષ્ટ્દેવ કે રોલમોડેલનું દર્શન ન થાય ત્યાં સુધી તમારી રચના, તમારી ક્રુતિ, તમારું સર્જન અધૂરૂ જ સમજજો તેને પ્રસ્તુત નહી કરતા કારણ કે તે તમારી મહેનતને એડે લગાવશે, તમારી પ્રામાણિકતા પર શંકા પેદા કરશે કે તમારી ક્રુતિનાં ઉમદા ઉદેશનો છેદ કરી તેને દુર-ઉપયોગના કામે લગાવશે! તમારી રચનામાં જ્યારે હજારો દિલની ધડકન સંભળાશે, અંતરાત્માનો અવાજ ગુંજશે અને પ્રમાણિક્તાનો રણકો આવશે ત્યારે તમારી ક્રુતિ પ્રસ્તુતિ માટે તૈયાર થયેલી સમજજો કારણ કે હવે તેમાં નરસૈયાનો નાદ હશે અને મીરાંની ભક્તિ હશે! હવે તમે કઈ પાઠશાળામાં ગયા કે કેટલા ગોલ્ડમેડલ સાથે પાસ થયા તેનું કોઈ મહત્વ નહીં રહે કારણકે તમારી ક્રુતિ, તમારી રચના, તમારી નિષ્ઠા, તમારી વેદના તે બધાનો જવાબ છે!
જો દ્રસ્ટા તે અદાકારોનો પ્રભુ, શ્રોતા સંગીત જગતનો પ્રભુ તો વાંચકો અને રશિકો એ રચનાકારોના પ્રભુ છે. ચંપલનો કચરો જેમ મંદિરમાં ન જઈ શકે તો મિત્રો, મનની મેલાશ કે અંતરના અંધકારને આપણી ક્રુતિમાં કોઈ સ્થાન ન હોઈ શકે. આપણી રચનામાં જો ક્રૂર ટીકાનો જ તિરસ્કાર હોય અને ખાટોમીઠો કે મીઠોતીખો સુઝાવનો ચટકો ન હોય તો તે ક્રુતિને વિક્રુતિ સમજજો, તે રચનાંને ક્રૂર આલોચના સમજજો. તો ભાઈઓ તમારી ક્રુતિમાં ભારતની વાચક-પ્રજાને આજકાલ દુર્લભ થઈ ગયેલ આશાનો ફરી આવિર્ભાવ કરાવજો, પ્રેમનો પૌધો વાવજો અને તમારા લખાણ દ્વારા તે પૌધા પર સમાનતાની સુંવાસ સ્થાપવાનો દિલોજાન પ્રયાસ કરજો! પ્રશ્નો, વિટંબણાઓ, સમસ્યાઓ અને આફતોનાં આ જગતમાં વધુ પ્રશ્નો ઉભા ન કરતા, વધુ મુઝવણ ઉભી ન કરતા પણ આપણી ક્રુતિમાં આજકાલ દુર્લભ તેવા ઉકેલનો, તેવા સુઝાવનો સમાવેશ કરજો. જેમજેમ આપણુ લખાણ દેશદાઝ, સદભાવનાં, સમાનતા અને ભાઈચારામાં ઓતપ્રોત થતું જાશે તેમતેમ આપણી ક્રુતિ જ આપણી સંસ્ક્રુતિનું દર્શન હશે!
તો મિત્રો આ હતી “ક્રુતિ , રચના,અને લેખક” ના માધ્યમ દ્વારા થયેલ આપણી સંસ્ક્રુતિના મુલ્યોની ચર્ચા! લેખકશ્રી પંચાલસહેબે આપણાં દુષણો, દુરમુલ્યો અને દુર્દષાનું વર્ણન કાબેલતાપૂર્વક કરેલ છે તો આશા રાખુંકે આપણી ચર્ચા કે ટિપ્પર્ણીમાં આપણે ઠોસ સુઝાવ અને ઉકેલને પણ અવકાશ મળે.
LikeLike
There is a lot of talk about what the writers should be writing and what should not be writing here. I have already expressed my views before. It seems that it needs to be stated again.
Most of the leading Newspapers in the country discuss current political issues every single day. More than a dozen news channels cover the news and have expert panel discussion several times a day. Actually there is no need to crowed print or electronic media about political issues. Corruption is one of the major issues being discussed these days anyway.
There are also numerous channels, newspapers, social organizations and “Godmen” promoting and propagating “religion” as they understand it.
This particular blogspot is dedicated to an attempt to eradicate superstitions prevelant in the general population. That is the prerogative of the creator and “owner” of the blog. Bringing out the incidents of superstitions is not sufficient to eradicate them. It only makes them known to the reader. We have to point out the causes of such a behavior. Some field workers also go out and break the mystery of these so-called babas, Bapu’s “Chamatkars” and prove to the people tricks used by these operators. Even that would not be sufficient for the believer to start thinking in the other direction. So, we need to give alternatives and hope that some people slowly understand the message.
Success in this area is very far even after such a hard and thankless work. I can see it here. We still continue doing it in a best possible way we can think of. Everyone is not talented in all areas. We choose what suits our time, skills and temperament.
It is too much for anyone else to suggest that we should give up what we think is the right thing to do. Instead we should write about eradicating corruption, poverty, illiteracy and what have you. Sure there are very important areas and concern everybody in everyday life. At the same time, there are many prominent people doing their best in these areas. We wish them success in their effort.
It is also true that this blog is read by almost 1000 readers every week, because they like what is posted here. It gets them thinking about the issues raised here. If they didn’t like it, they would not be coming back to visit again. Everyone does not express his or her opinion. It is said that the majority is usually silent. However its presence is felt in numbers.
I read the articles on the subjects I like and stay away from the ones I do not. I do not recommend anyone not to write because I do not like what they write. I am sure many would agree with me on this one. It is best to leave it to Govindbhai to decide what belongs on HIS blogspot.
LikeLike
And one more thing, Reader is not a writer’s God. I read lot more than I write. I do not consider myself that writer’s God. In fact I consider myself a student of that writer for that article or a book as I learn something from him/her.
LikeLike
શ્રી મુરજી ગડા,
(ફરી બરાબર વાંચી જોશો તો સમજાશે કે) મારુ મંતવ્ય બહુ ઉચી કક્ષાની “રચના, ક્રુતિ અને સર્જન” અને તેવા “લેખકો”ની શિસ્તના ઉલ્લેખનુ છે અને તે ઉલ્લેખનાં માધ્યમ થકી ભારતીય મૂલ્યોની મુલવણી કરવાનુ છે!
ભારતીય સંસ્ક્રુતિમાં કર્મનું બહુ મોટું મૂલ્ય છે તો ઉચી “રચના, ક્રુતિ અને સર્જન”ના શિસ્તનાં ઉલ્લેખ થકી આજકાલ જે કર્મ નીચી કક્ષાનુ થઈ ગયુ છે તેને ઉચા મુલ્યો ફરી યાદ કરાવવાનુ મારૂ મંતવ્ય છે કારણકે અંધશ્રધ્ધાથી થતા કર્મો, ધતિંગના ઉદ્દેશથી થતા કર્મો ઉચી કક્ષાનાં ન હોઈ શકે તે હકીકત જો તે બદ્દીઓથી પ્રભાવિત લોકોનાં સમજમાં આવે તો તેમનામાં ઘર કરી ગયેલ તે અંધશ્રધ્ધા આપોઆપ દૂર થઈ શકે. ઉંચા મુલ્યો અને ઉંચા દ્રસ્ટાંતોના ઉલ્લેખ થકી સમાજ સુધારાની ફિલોસોફી તે ભારતીય સંસ્ક્રુતિની બહુ મુલ્ય મૂડી છે અને એના થકી જ ભારતીય સંસ્ક્રુતિએ દુસ્ટોની દાઢ ખટવીને પણ પોતાની આદર્શતા જાળવી રાખી છે.
તો સાહેબ, આમાં ઉંચી કક્ષાના, ઉંચા ઉદેશ રાખતા રચનાકારોનો જ ઉલ્લેખ છે! નાના પગમાં મોટા ચંપલ પહેરીને ફરનારનો નથી. અંધશ્રધ્ધા અને ધતિંગના મોટા રાફડાની જેમ લેખન જગતમાં પણ બહુ મોટો રાફડો છે તો “તેમનુ જો સારું ન બોલાય તો ખરાબ તો ન જ બોલવાની” વડિલોની સલાહને ધ્યાનમાં રાખી મે તેમનો/તમારો પણ મારા મંતવ્યમાં ઉલ્લેખ નથી કર્યો તો દરગુજર કરશો.
બીજુ કે સાહેબ, મુળ-ભારતીય સંસ્ક્રુતિમાં દરેક માનવને પ્રભુ/ભગવાન નો અંશ માનવામાં આવે છે તેથી દરેક પ્રોફેશનલ પોતાના ક્લાયન્ટને પ્રભુ કે પોતાનો બોસ માનીને બેસ્ટ સર્વિસ જ અપાય તેવી મુળ-ભારતીય પ્રણાલી છે. પરદેશમાં પણ આવા ઉંચા સ્ટાન્ડર્ડની પ્રણાલી ઉંચી કક્ષાનાં પ્રોફેશનલો જાળવી જ રાખે છે અને જો ન જાળવે તો ત્યાંની કાનૂની વ્યવસ્થા તેમને તે જાળવવા માટે મજબૂર કરે છે તેથી જ સમજી શકાય છે કે પરદેશમાં પોતાની લો-સ્ટાન્ડર્ડ પીપુડી ન વગાળવી હિતાવક છે!
તો સાહેબ, વાંચક ને પ્રભુ માનીને ઉંચા-સ્ટન્ડર્ડની અપેક્ષા આપવામાં તમે માનતા નથી તે તમારી પ્રામાણિકતા બદલ કોનું શિર તમારી સામે ન ઝુકે કારણ કે તમે ખરેખર સુધારાવાદી છો! ભારતીય સંસ્ક્રુતિ પ્રમાણે સૌને નામથી સંબોધવામાં સભ્યતાનો અણસાર મળે છે તો સાહેબ તમે તેમાં પણ માનતા નથી! તો હિન્દુ ધર્મને તિલાંજલી વખતે ભારતીય ઉંચા મૂલ્યોને પણ તિલાંજલી મળી ગઈ હશે તે ધારણાથી જ મેં તે મુલ્યોને ફરી યાદ કરાવતુ મારુ મંતવ્ય લખ્યું હતું.
ગોવિંદભાઈ મારુ સાહેબની અથાગ મહેનત, ખંતિલી ચોક્કસાઈ, સભ્ય વાણી અને પ્રમાણિક વ્યક્તિત્વનાં વળતર થકી તેમનાં આ બ્લોગનો બહુ વિકાસ થયો છે તે મુરજીભાઈ પાસેથી સાંભળી ઘણો આનંદ થયો. મિત્રો, આપણે પણ જો ગોવિંદભાઈની જેમ ભારતીય સંસ્ક્રુતિનાં ઉંચા-મુલ્યોને વાગોળતા રહીયે, જીવનમાં વણતા રહીયે અને એનો પ્રચાર કરતા રહીયે તો અંધશ્રધ્ધા, આડંબર અને ધતિંગના દુષણને જરૂર નાબુદ કરી શકીયે.
LikeLike
મફત આત્મ જ્ઞાન શોધ
LikeLike
‘પથ્થરની મુર્તીમાં કેશાકર્ષણ થવાથી તેમાં દુધ શોષાઈ જાય છે. તમારામાં તાકાત હોય તો ચાંદીની કે પીત્તળની મુર્તીને દુધ પાઈ બતાવો ?’
http://en.wikipedia.org/wiki/Weeping_statue
LikeLike
મિત્રો,
અંધશ્રધ્ધા અને આડંબરને હતાશ કરવાના થોડા ઘરગથ્થુ ઉપચારની ચર્ચા કરવા માગું છું.
ઘરગથ્થુ એટલે સીધા-સાદા, બહુ મહેનત વગરના, સમસ્યાનાં મૂળમાં પ્રહાર કરતા ઉપચારો:
(૧) ઘરમાં જ નાનુ મંદિર બનાવી પૂજાપાઠ કરીયે તો પ્રભૂ પ્રત્યેની અસ્થા પણ જડવાઈ રહે અને બાળકોમાં પણ પ્રભુ આશ્થા અને સંસ્ક્રુતિનો વારસો જળવાઈ રહે. આની સાથે મોટો લાભ મંદિરમા જતા પૈસા અટકે તેથી ધતિંગબાજોનો રસ પણ પૈસાની અગવડવાળી જગ્યા પરથી ઉઠી જાય! આમ તમે જ તમારા ઘરના મંદિરના પૂજારી કે ધર્મગુરુ કહેવાવ! તમે જ દક્ષિણા ખરીદનાર અને દક્ષિણા લેનાર કહેવાવ!
આ ઉપાય આપણા ધર્મએ જ આપણને મંદિરમા પૈસા થકી પ્રદુશણ દૂર કરવા આપેલ છે તો તે ઉપાયને અપનાવીયે અને બીજાઓમા પણ એનો પ્રચાર કરીયે તો નાના પાયે પણ આપણે ધાર્મિક પ્રદૂશણ દૂર કરવાની ફરજ બજાવી કહેવાય.
(૨) સૌ જાણે છે કે મોટા મંદિરોમા કેરોડોના હિસાબથી પૈસા આવે છે પણ બહુ ઓછા જાણે છે કે તે પૈસા ઉપર હવે ભ્રસ્ટ નેતા અને ગોડમેનનો વહીવટ ચાલે છે! તો ધતિંગબાજોના આ પૈસાના પ્રવાહ પર વાર કરવા પૈસાના આ ભ્રસ્ટ વહીવટનો પરદોફાસ કરવો જોઈએ.
લેખન જગતનો આ બાબતમા આપણને બહુ સાથ ન પણ મળે કારણકે કેટ્લાક તેમા મોટી પ્રસંષાનો અભાવ સમજે. તો આપણે ઈમેલ દ્વારા, મિત્રો કે સગાસબંધી કે સમાજના બીજા લોકો સાથેની વાતચીત દ્વારા, સમાજસેવકોની મદદ દ્વારા, લોકલ રેડિયો કે ન્યૂઝલેટર દ્વારા કે જે તે સમયે જે તે માધ્યમની ઉપલ્બધિ પ્રમાણે ધીરેધીરે આપણે ધતિંગબાજોનાં હિતો પર વાર કરવાનુ ચાલુ જ રાખીયે તો બદલાવનો જરૂર અવકાશ છે.
(૩) જો ગામમાં સારૂ પોલિસ તંત્ર હોય પણ પોલિસ-પેટ્રોલીંગની પ્રથા ન હોય તો ગામમા ગુંડાગર્દી વધી જાય! તે હિસાબે પણ ભલે આપણે ઘરના મંદિરમા પૂજા કરીયે પણ મંદિરમા જવાનો જન્મ-સિધ્ધહક સમજી ચાલુ રાખવુ કે જેથી ખોટુ કરતા ધતિંગબાજોને રોકટોક દ્વારા કે તેમનો ભંડો ફોડીને હતાશા આપીયે અને સાથેસાથે અંધશ્રધ્ધામા રાચતા લોકોનો વ્યક્તિગત સંપર્ક દ્વારા સુધારાનો અવકાશ રહે!
(૪) જેમ “યુ.એફ.ઓ.”ની બાબત મોર્ડન સાયન્સથી સમજાવવામા અસફળ અમેરિકન્સ તેવી બાબતને ધતિંગ કહેવાને બદલે “પેરા-નોર્મલ” કે “સુપર-નેચરલ” કહે છે તેમ ગણપતિજીએ દુધ પીવાની બાબતને પણ “પેરા-નોર્મલ” કે “સુપર-નેચરલ ફિનોમેના”ના દરજ્જામા ગણી ભાવુકો સાથે અંધશ્રધ્ધાની બાબતમાં વાત કરવાની તક અને દલીલ ઉભી કરી શકાય અને કહી શકાય કે, “જેમ ગણપતિજીએ તમારા હાથથી જ સિધ્ધુ દુધ પીધુ તેમા ગણપતિજીને વચ્ચે કોઈ પૂજારી કે બીજા કોઈ મિડલ-મેનની જારૂર ન પડી તો તેમની ભક્તિ કરવામા પણ મિડલ-મેનની જરૂર શાની? લાગે છે કે તમારો મિડલ-મેન ગણપતિજીને પસંદ જ નથી તો આજથી આ મિડલ-મેનોને તિલાંજલી આપી દો.” વગેરે વગેરે!
LikeLike
અશ્ર્વીન ભાઈ, આ ગમ્યું….મોટો લાભ મંદીરમા જતા પૈસા અટકે તેથી ધતીંગબાજોનો રસ પણ પૈસાની અગવડવાળી જગ્યા પરથી ઉઠી જાય ! આમ તમે જ તમારા ઘરના મંદીરના પુજારી કે ધર્મગુરુ કહેવાવ ! તમે જ દક્ષીણા ખરીદનાર અને દક્ષીણા લેનાર કહેવાવ !
LikeLike
શ્રી વોરાસાહેબ,
પરસ્પર વિચારોની આપ-લે અને તેના પરની ચર્ચા અને ટિપ્પણી પરથી આપણને નાના નાના ઘણા ઉકેલ મળી શકે છે જે અંધશ્રધ્ધા અને આડંબરને હતાશા આપી શકે અને તે, સૌને જોઈતી બદલાવની જંખનાને તીવ્ર બનાવી શકે છે!
સદભાગ્યે, ભારતીય સંસ્ક્રુતિએ પોતાની સમસ્યાને સમયની વિટંબણા પહેલા જ પારખી લઈ તેના ઉકેલ ક્યાંક ને ક્યાંક આપી દીધેલ છે. જેને ફક્ત સામુહિક આચરણના અમલની જરૂર રહે છે!
કમનસીબે આપણે જ આપણી સંસ્ક્રુતીની તાકાત પારખવામાં વામણા સાબીત થઈએ છીએ જેથી આપણી સંસ્ક્રુતીની તાકાત સમજતા ઘણા ગોરા મિત્રો માટે તે ખૂબ અચંબાજનક છે!
દીપકભાઇ, અતુલભાઇ, જોષીસાહેબ અને તેવા બીજા ઘણા મિત્રો ક્યાં તો વ્યસ્ત થઈ ગયા છે અથવા તો રીસાઈ ગયા છે તો તે સૌને જો ટાઈમની સમસ્યા ન હોય તો પોતના વિચારો રજુ કરવાની વિનંતી.
LikeLike
પ્રિય ભાઇ અશ્વિનભાઈ,
બધી કૉમેન્ટ વાંચ્યા પછી એકી સાથે લખું છું!
૧) તમે મૂકેલી વીડિયો લિંક સારી લાગી. સારાં કામો પણ અહીં દેખાડ્યા પ્રમાણે ચેપની જેમ ફેલાય એમાં સમાજનું ભલું જ છે. ભલે એ કામો બહુ નાનાં કેમ ન હોય!
ક્યારેક વ્યવહારમાં આપણે હિસાબી બની જતા હોઇએ છીએ. દાખલા તરીકે મને બહુ જરૂર પડે અને તમારી પાસેથી હું એક હજાર રૂપિયા ઉધાર લઉં. તમે મને મદદ કરો છો. એક મહિના પછી મેં તમને એક હજાર રૂપિયા પાછા આપી દીધા. હિસાબ પૂરો થઈ ગયો? ના. જ્યારે મેં એ રૂપિયા લીધા ત્યારે મારી પાસે કઈં જ નહોતું. તમે મને રૂપિયા માત્ર ન આપ્યા, મારો સમય સાચવી લીધો. પણ હું પાછા આપું છું ત્યારે મારી પાસે છે તેમાંથી આપું છું. એ તો માત્ર પૈસા પાછા આપ્યા. તમારીએ સદ્ભાવનાનો બદલો શું આપું? તમને તો પૈસાની જરૂર નહીં પડે. પણ તમારા પાસેથી શીખીને હું કોઈ બીજાનો સમય સાચવી લઉં, એને મદદ કરૂં… આ જ મારી તમારા પ્રત્યેની સદ્ભાવના હશે. એનો ચેપ ફેલાવો જોઈએ. માત્ર વ્યક્તિગત આદાન પ્રદાન ન રહેવું જોઇએ. આટલું તમે આપેલી લિંકના અનુસંધાનમાં.
૨) તમે ઘરમાં મંદિર બનાવીને બહાર ન જવાની વાત કરી છે તે પણ ગમી. ધર્મને આપણે ઘરમાં રાખીએ એ સૌથી મો્ટું ધાર્મિક આચરણ છે.
૩) શ્રી મૂરજીભાઈ વાચકને પ્રભુ નથી માનતા, એનું કારણ, એમના લખાણમાંથી એ જણાય છે કે તેઓ લેખકને પણ પ્રભુ નથી માનતા!
૪) મને લાગે છે કે બન્ને એકબીજાને પ્રભુ ન માને તો સંવાદ જળવાઇ રહે. જ્ઞાનદાન કરતાં સંવાદનું વધારે મહત્વ છે. વાચકે માત્ર લેવાનું નથી, અને લેખકે નમ્ર બનીને નૈવેદ્યની જેમ, અથવા ઉચ્ચ સિંહાસન પર બેસીને ઉદ્ધતાઈથી રાજા જેમ કઈં આપવાનું નથી. લખવું અને વાંચવું એ એક જ પુલ પર સામસામી બાજુએથી ચાલવાની પ્રક્રિયા છે.
બન્ને એકબીજાને ખુશ કરવાની મહેનત કરશે તો એ બજાર બની જશે.
૫) વાદ//પ્રતિવાદ//સંવાદની પ્રક્રિયા ચાલુ રાખીએ.
LikeLike
શ્રી દીપકભાઇ,
તમારા વિચારો અને તમારી માહિતી હમેશા નોંધ પાત્ર અને આવકારદાયક હોય છે તો આશા રાખુ કે તેનો લાહવો હમેશા મળતો રહે! વાચકને પ્રભુ બનાવવાનો કે તેને પ્રભુની જેમ વર્તવાનુ કહેવાનો મારો કોઈ ઇરાદો નથી! પણ સિદ્ધાંતિક રીતે વાચકને માનદ સ્થાન મળે તો લખાણમા ઉચી ગુણવત્તા, ઉચા ઉદેશ અને ઉચા સુઝાવનો અવકાશ રહે! એકલવ્યએ તો પોતાના પ્રત્યે ધિક્કાર પેદા કરનારને જ ગુરુ તરીકે પ્રસ્થાપિત કરી જે દિવ્ય શિક્ષા પ્રાપ્ત કરી તેનો દુનિયામાં હજુ જોટો નથી!
LikeLike
આજે યુવાનો ગર્લફ્રેન્ડના ચક્કરમાં માથાં ફોડે છે. તેઓ છોકરીને કૉલેજમાંથી ક્લબમાં લઈ જાય છે, દારુ પાય છે અને શીયળ લુંટીને જ નથી અટકતા; તેની વીડીયો ક્લીપીંગ ઉતારીને મોબાઈલ પર ફરતી કરે છે.
http://www.thehindu.com/news/national/article3357650.ece
LikeLike
આ બ્લોગ પર ઘણા લોકો કોમેન્ટ લખે છે, બહુ સારી વાત છે, જેથી લોકોની જાણકારી વધે. ગુજરાતી ભાષામાં બહુ સારું ઉચ્ચ કોટિનું લખાણ વાચવા મળે છે, જાણે સાહિત્યકારો તેમનું પ્રભુત્વ બતાવતા હોય.
મારી મુશ્કેલી એ છે કે આવા લખાણો હું વાંચતા વાંચતા અને સમજતાં થાકી જાઉં છું. એટલે અડધેથી મૂકી દઉં છું. હું માનું છું કે બ્લોગ પર લખાણો સરળ ભાષામાં સ્પષ્ટ રીતે લખાય તો બધા લોકો એનો લાભ લઇ શકે. કોમેન્ટ લખનારનું કામ પણ હળવું થઇ જાય.
બુદ્ધ અને ગાંધીજી જેવી મહાન વ્યક્તિઓ પણ સરળ ભાષામાંજ બોલતા કે લખતા તો આપણે એમનો દાખલો બેસાડીએ અને સરળ પ્રાદેશિક ભાષામાં લખીએ તો સામાન્ય લોકો સમજી શકે. આ બ્લોગ પર સ્પર્ધા જેવું કશું નથી, ફક્ત વિચારોની આપ-લેજ છે એવું સમજીએ.
બંધ બેસતી ટોપી પહેરવાની છૂટ છે.
LikeLike
ભીખુભાઇ મીસ્ત્રીની આ કોમેન્ટમાં હું મારો સુર પુરાવું છું……..સરળ ભાષામાંજ બોલતા કે લખતા તો આપણે એમનો દાખલો બેસાડીએ અને સરળ પ્રાદેશિક ભાષામાં લખીએ તો સામાન્ય લોકો સમજી શકે. આ બ્લોગ પર સ્પર્ધા જેવું કશું નથી, ફક્ત વિચારોની આપ-લેજ છે એવું સમજીએ.
LikeLike
એક વડીલ મિત્રનુ કહેવુ છે કે “ગીતામાં વર્ણવેલ ૩ યોગોનો એકબીજા સાથેનો સમન્વય તૂટી જવાથી હાલની બેહાલ પરિસ્થિતી સર્જાય છે.”
કર્મયોગ અને જ્ઞાનયોગ વિનાના ભક્તિયોગે અંધશ્રધ્ધાને જન્મ આપ્યો છે અને પોષ્યો છે!
વડીલ મિત્ર કહે છે કે:
(૧) “આજના કથાકારો જો ભક્તિયોગમા રહેતા લોકોને કર્મયોગ અને જ્ઞાનયોગ પણ શીખવે તો અંધશ્રધ્ધાને આપોઆપ તિલાંજલી મળે.”
(૨) કર્મયોગમાં જ રહેતા લોકોને જો જ્ઞાનયોગ અને ભક્તિયોગ પણ શીખવે તો પછાતપણુ નાબુદ થાય અને
(૩) જ્ઞાનયોગમાં જ રહેતા લોકોને જો કર્મયોગ ને ભક્તિયોગ પણ શીખવે તો વિક્રુત-ગુરુતા ગ્રંથીનો પ્રભાવ ઘટી જાય ને તેથી હાલના નેતા-વર્ગનુ વિચારધોરણ ને આચરણ સુધરે ને બળજબરી, અત્યાચાર વગેરે ગુનાઓનુ પ્રમાણ ઘટે.
LikeLike
What a difference this would make…….
This is one of the best emails I have ever received recently,
Click:
http://www.youtube.com/watch_popup?v=nwAYpLVyeFU&vq=medium#t=77
LikeLike
આ વીડીઓમાં કાંઈ જોવા જેવું લાગતું નથી.
LikeLike
થોડુંક વર્ણન લખેલ હોય તો ખબર પડે….
LikeLike
સારા કામ માટેની આ તૈયાર કરેલ ડોક્યુમેન્ટ્રી છે. એટલે કે માણસ બેદરકાર રહી મોબાઈલ ક્યાંક ભુલી જાય અને એને લાવી આપે….
LikeLike
અરે! વોરા સાહેબ,
તમે પણ નારદજી પાસે દિવ્ય દ્રસ્ટિ માગીલો તો બીજાને મદદ કરવાનો ચેપી રોગ શકો! Just kidding! આ વિડીયો પશ્ચિમી ઢંગથી ઉતરી છે તેથી આપણને ભાવ કરતા દેખાવ વધુ લાગે છતાં પણ તેની પાછળનો ઉમદા ભાવ તો દેખાઇ જ આવે છે!
LikeLike
i agreed & satisfied with article and all opinion. i hope very much to find, a satisfactory solution to the problem
LikeLike
હું માનવી તરીકે જન્મ્યો છૂ. હદાચ મારામાં વિચારવાની શક્તિ નહીં હશે; માટેજ સાંપ્રદાયિક ધર્મગુરુઓ. રાજકીય નેતાઓ, રેશનાલિસ્ટો, શિક્ષકો, પાડોસીઓ, મિત્રો મને તેમની દિશાઓમા ખેંચવા સતત પ્રયત્નો આદરે છે. લોભ લાલચ કે ધાક ધમકીના પ્રયોગો થાય છે. મારા. અંગત વ્યક્તિત્વનો ઝનુન પૂર્વક નાશ કરવામાં આવે છે. સ્વામી, બાપુઓ, ભાઈઓ, વિવેક પંથીઓ બધાએ મારી પોતાની વિચારવાની સ્વતંત્રતા હણી લીધી છે. યોગ્ય, અયોગ્યના તમારા નિર્ણયોને જ ખરા માનીને મારે સ્વીકારવો એવો હઠાગ્રહ સેવાય છે. અને હું મુઢ બની જાઉં છું. બૌધ્ધિક અખાડીયનો મને પછાડી રહ્યા છે. સૌ સંપ્રદાયો અને વિવેક પંથીઓ પણ મને ખોટોજ સાબીત કરવા પ્રયત્નશીલ છે. હું માત્ર એટલુંજ કહેવા પ્રયત્ન કરું છું. હું જન્મ્યો છૂં અટલે નિચ્ચિત પણે મરવાનો જ છું. જ્યાં સૂધી હું તમારા માર્ગમાં ન આવું, તમને કે તમારા સમાજને નુકસાનકર્તા ન નિવડું ત્યાં સૂધીનું જીવન મને મારી રીતે જીવવા દો.
હું એક માનવી છું.
એક વિચાર
My blog http//:pravinshastri.wordpress.com પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ
LikeLike