આડા સમ્બન્ધો દેવી દેવતાની કૃપાથીય નભી શકે છે !

સુરતના લેડી ડૉક્ટર એક કાર્યક્રમમાં મળી ગયાં. એમણે કહ્યું– ‘એક સમયે હું સૌથી વીશેષ શ્રદ્ધાળુ સ્ત્રી હતી. ટ્રેન યા બસમાં ભગવાનની પુજા કરી શકાય તે માટે ફોટો સાથે લઈ જતી. કાંઈ નહીં તો દીવાસળીનું એક ડીંગલું સળગાવીનેય આરતી કરી લેતી. આજે એ બધી ઝંઝટ ફગાવી દઈને સમ્પુર્ણ મુક્ત બની ગઈ છું. ન તો તેનો કશો રંજ છે ન રતીભાર નુકસાન ! મને અનુભવે સમજાયું છે કે સ્ત્રીના વીકાસ આડે તેનો અબૌદ્ધીક અભીગમ બહુ મોટો અવરોધ બની રહે છે !

ડૉક્ટરબહેનની વાત સાચી છે. સ્ત્રીઓનું શોષણ કરી શકાય તે માટે તેમની અન્ધશ્રદ્ધા કે અબૌદ્ધીકતા પુરુષોને ઘણી મદદરુપ થાય છે. એક ઘટનાનું સ્મરણ થાય છે. એક માણસ તેના પાડોશીની પત્ની જોડે અનૈતીક સમ્બન્ધ ધરાવતો હતો. એક દીવસ પાડોશણ જોડેનું લફરું પત્ની દ્વારા પકડાઈ ગયું; પણ તે પછીયે પુરુષે જાતીય સમ્બન્ધો ચાલુ રાખ્યા. વારમ્વાર પત્નીને જાણ થાય, દર વખતે ઝઘડો થાય, પત્ની પીયર ચાલી જવા કે સળગી મરવા તૈયાર થાય અને પુરુષ બડી ચાલાકીથી તેની માફી માગી લે– ‘તું મને માફ ન કરે તો તને તારા વહાલા દીકરાના સોગન્દ છે ! તને તારા જલારામ બાપાના સોગન્દ છે !’ સોગન્દની વાત આવે એટલે પત્ની કહે– ‘તમે જલારામ બાપાના સોગન્દ આપો છો એટલે માફ કરું છું; પણ જો તમે ફરી આવું કરશો તો તમને મારા સોગન્દ છે !’

બીજી તરફ મોડે મોડે પાડોશણને જોખમ સમજાતાં તેણે શારીરીક સમ્બન્ધનો ઈન્કાર કર્યો. પાડોશણના ઈન્કારનું તાળું પણ પેલા પુરુષે સોગન્દની ચાવીથી એમ કહીને ખોલી નાખ્યું કે– ‘જો તું મારી ઈચ્છા પુર્ણ નહીં કરે તો તને આપણા પ્રેમના સોગન્દ છે… તને તારી ભુવનેશ્વરી માતાના સોગન્દ છે…!’ મા ભુવનેશ્વરીના સોગન્દ આપવામાં આવે એથી પાડોશણ લાચાર બની જાય. આમ સોગન્દના સીલસીલા વડે (એમ કહો કે દેવી દેવતાની કૃપાથી) એ માણસ સેક્સ કૌભાંડને આગળ ધપાવ્યે જતો હતો.

સ્ત્રીઓને પુછવાનું મન થાય છે– આ ‘સોગન્દ’ શી બલા છે ? સોગન્દ તોડવાથી રતીભાર નુકસાન થતું હોય તો આ દેશની મોંઘવારી કે ગરીબીના સોગન્દ ખાઓ અને પછી તોડીને એ વાતની ખાતરી કરી લો કે સોગન્દ તોડવાથી ગરીબી કે મોંઘવારીનો વાળ પણ વાંકો થતો નથી. આવી અન્ધશ્રદ્ધા વડે પુરુષોની લુચ્ચાઈની લપેટમાં આવી જવાને બદલે સ્ત્રીઓએ પુરુષોના પરસ્ત્રીગમનને સખ્તાઈથી પડકારવું જોઈએ.

આ બન્ને સ્ત્રીઓ સોગન્દ જેવી અન્ધશ્રદ્ધામાં ન માનતી હોત તો તેનો અવશ્ય બચાવ થઈ શક્યો હોત. સ્ત્રીઓએ દામ્પત્ય જીવનમાં ફુલટાઈમ લાગણીશીલ બની રહેવાને બદલે વીવેકબુદ્ધીથી નીર્ણય લેતાં શીખવું જોઈએ. અત્રે કોઈ બુદ્ધીવાદી, જાગૃત સ્ત્રી હોત તો પતીનો કોલર ઝાલી તેની આંખોમાં આંખ પરોવી તેણે હસબન્ડની હવસખોરીનો હીસાબ માગ્યો હોત. અરે ! ચીમકીય આપી હોત ‘મીસ્ટર પતીદેવ, મેં તમને માફ કરી દીધા; પણ ક્યારેક હુંય મારા મનગમતા પુરુષમીત્ર જોડે આવો સમાન અધીકાર ભોગવું તો તમે મને માફ કરી દેશોને ? વચન આપું છું કે તમે કહો તેના સોગન્દ ખાઈને હું પણ તમારી માફી માગી લઈશ !’

એક બાબતનું હમ્મેશાં આશ્ચર્ય રહ્યું છે. બહુ ઓછી સ્ત્રીલેખીકાઓએ સ્ત્રીઓને રૅશનલ બનવાનો અનુરોધ કર્યો છે. આજના વીકસીત યુગમાં હવે પુરુષોને પાપડ, અથાણાં, કડવાચોથ કે સોળ સોમવારમાં ગળાડુબ રહેતી પત્નીઓ પસન્દ હોતી નથી. પતીને દેવ માની તેના ચરણોની દાસી બની રહેતી બહેનો કરતાં; પતી સાથે દામ્પત્યના દરેક પ્રશ્નોની સમાન લેવલે ચર્ચા કરતી બૌદ્ધીક પત્ની જ પતીને વીશેષ ગમે છે. મોટા ભાગની સ્ત્રીઓ સન્તોષીમાની કથા, સોળ સોમવારની કથા કે વૈભવલક્ષ્મીની કથા વાંચે છે. તે કદી કોઈ સારા લેખકોનાં પુસ્તકો વાંચતી નથી. રોજ સવારે ઘરના મન્દીરીયા સામે બેસી કૃષ્ણએ અર્જુનને શું કહ્યું તે એકની એક વાત વાંચતી રહે છે; પણ દેશના મહાભારતમાં અર્જુનસીંઘે મનમોહનસીંઘને શું કહ્યું તે વીશે બેખબર હોય છે.

આપણે ત્યાં દીકરીને નાટકની, નૃત્યની કે જુડો કરાટેની  તાલીમ આપનારી માતાઓ કેટલી ? જો કે એવી એક માતાને હું ઓળખું છું જે દીકરીને કહે છે : ‘પરણવાની ઉતાવળ કરીશ નહીં, પહેલાં તારા રસના વીષયોમાં ખુબ પ્રગતી કર ! મુરતીયાઓ દોડતા આવશે. સ્ત્રી જીવનનો હેતુ માત્ર લગ્ન કરીને બાળકો પેદા કરવાનો નથી !’ આવી પ્રગતીશીલ વીચારધારા સંસારની અડધી સ્ત્રીઓય અપનાવે તો સ્ત્રીઓની દયનીય હાલતમાં થોડો સુધારો થઈ શકે.

હમણાં એક દમ્પતીએ દુ:ખપુર્વક કહ્યું– ‘અમારી દીકરી કોથળો ભરાય એટલાં નૃત્ય અને નાટકના શીલ્ડ જીતી લાવી હતી; પરન્તુ લગ્ન પછી બધું બન્ધ થઈ ગયું. પતીએ દીકરી પાસે નોકરીય છોડાવી દીધી છે. હવે ઘરમાં રસોઈ–પાણી કરી બેસી રહેવું પડે છે. દીકરી ભારે મુંઝાય છે પણ શું કરીએ ? પતી જેમ રાખે તેમ રહેવું પડે !’

પતીની ઈચ્છાને માન આપીને નોકરી યા અભ્યાસ છોડી ચુકેલી સ્ત્રીઓ કાળક્રમે તેની બધી જ તેજસ્વીતા ગુમાવીને સામાન્ય કક્ષાની ગૃહીણી બની રહે છે. વાચન, વીચાર કે શીક્ષણ જોડે તેનો સમ્પર્ક કપાઈ જાય છે. ઉપરથી તેણે અશીક્ષીત સ્ત્રીઓ વચ્ચે જીવવાનું આવે છે; તેથી શીક્ષીત સ્ત્રીઓ પણ કાળક્રમે ઓછું ભણેલી સ્ત્રી જેવું જ બોલતી, વીચારતી કે વર્તતી થઈ જાય છે. તેની ડીગ્રી કે જ્ઞાન પર અશીક્ષીત માહોલની ધુળ ફરી વળે છે. પરીણામે બી.એસસી. થયેલી સ્ત્રી અને બીજી ચોપડી ભણેલી સ્ત્રી, બન્ને વખત જતાં સમાન માનસીક લેવલે બોલતી, વીચારતી થઈ જાય છે.

ગામડામાં જ નહીં, શહેરોમાંય ઘરેલું ગૃહીણીઓનો મોટો વર્ગ આપસમાં જે ચર્ચા કરે તે તરફ કાન સરવા કરીશું તો સમજાશે કે તેમની વાતોમાં ઘરગથ્થુ પ્રશ્નો જેવા કે : ‘તમે ઘઉં ભર્યા કે નહીં…? તમારી જુવાર શા ભાવની આવી…? અથાણાં માટે મસાલો કઈ દુકાનમાંથી લાવ્યા…? પાપડ અડદીયા કર્યા કે મરીવાળા ? તમારા મંગળસુત્રનું ચાંદી કેવું નીકળ્યું ? ફલાણાં બહેન ક્યારે સન્તોષીમાના શુક્રવાર ઉજવવાનાં છે ? અથવા ઢીંકણીબહેને ચાંદીના સેટને સોનાનું ગીલીટ કરાવ્યું તે તમે જોયું ?’ આવી સામાન્ય કક્ષાની ચર્ચાઓ થતી રહે છે. બધી જ સ્ત્રીઓ અંગુઠાછાપ હોતી નથી; પણ તેઓની ચર્ચાનું સ્તર ક્યારેય ઉંચી કક્ષાનું હોતું નથી. આવું શાથી થાય છે ?

સ્ત્રીઓને ન ગમે તેવી વાત છે; પણ સાચી છે. રામચન્દ્રજીની મુર્તીને લળી લળીને પુજતી સ્ત્રીઓ રામનો સીતાત્યાગ કેટલો વાજબી હતો તે મુદ્દા પર કદી ચર્ચા કરતી નથી; જ્યારે પુરુષોમાં કોંગ્રેસ પાર્ટી સારી કે ભાજપ તે પર તીવ્ર રસાકસીભરી ચર્ચાઓ થાય છે. ફ્યુઝનો તાર બાંધવા જેટલું સહેલું કામ બીજું એકે નથી.  ફ્યુઝ ઉડી ગયો હશે તો સ્ત્રી ત્રણ કલાક અંધારામાં બેસી રહેશે; પણ ફ્યુઝ નાંખવાની કોશીશ નહીં કરે. પુરુષ ઈલેક્ટ્રીકનું કામ નહીં જાણતો હશે તોય જાતે ફ્યુઝ નાખી ઘરનું અન્ધારું દુર કરશે. ગેસના, દુધના, કેરોસીનના કે વીજળીના વધેલા ભાવો પર સ્ત્રીઓ કેવળ કકળાટ કરી શકે છે. પુરુષો એ ભાવવધારા પાછળ ખેલાતા રાજકીય ભ્રષ્ટાચાર અંગે ચર્ચા–વીચારણા કરી શકે છે. વાચન, વીચાર, મનન કે વર્તમાન પ્રવાહ જોડે જેમનો થોડો ઘણો સમ્બન્ધ જળવાઈ રહ્યો હોય એવી નોકરીયાત સ્ત્રીઓની તુલનામાં કેવળ ચુલો સંભાળતી સ્ત્રીઓમાં અબૌદ્ધીકતાનું પ્રમાણ વીશેષ જોવા મળે છે.

ગામડાંની અશીક્ષીત ઘરેલું ગૃહીણીઓને વાચનની એવી હદે એલર્જી હોય છે કે કેટલીક સ્ત્રીઓને પોતાના ઘરમાં કયું છાપું આવે છે તેનીય ખબર હોતી નથી. ઘણાં ઘરોમાં તો છાપાં–સામયીકો આવતાં જ નથી. હું ગામડાના એક ધનાઢ્ય ખેડુતને ઓળખું છું, જેને ત્યાં પગલુંછણીયામાંય મોતી મઢી શકાય એટલો ધનવૈભવ છે. વર્ષે દહાડે વીસ લાખની ખેતી સીવાય શૅર વગેરેની અન્ય આવક છે; પણ બાપડા એવા ગરીબ છે કે તેમને ત્યાં એકે છાપું આવતું નથી. એ મોટા ખોરડાની વહુએ મને એકવાર મારી લેખન પ્રવૃત્તી વીશે પુછેલું: ‘તમે આ બધું શામાંથી ઉતારો છો ?’ અર્થાત્ આ બધા વીચારો સ્વયમ્ સ્ફુરી શકે એવી એને બાપડીને કલ્પના જ નહીં !

ધુપછાંવ

અથાણાં, પાપડ–પાપડી, અલુણાં, સોળ સોમવાર કે વૈભવલક્ષ્મીના વ્રત ઉપવાસમાં જ ગળાડુબ રહેતી ગૃહીણીઓ ભલે તેમ કરતી રહે; પણ સમાજમાં પોતાની સ્થીતી પ્રત્યે થોડી જાગ્રત બની વીચારતી થાય તે જરુરી છે. એવી ઘરેલું ગૃહીણીઓ સલમાન રશદીનું ‘શેતાનીક વર્સીસ’ ભલે ન વાંચી શકે; પણ કુન્દનીકા કાપડીયાની ‘સાત પગલાં આકાશમાં’ વાંચવાથી વંચીત ન રહી જવી જોઈએ. સન્તોષીમાના શુક્રવારની કથા કરતાં ‘ગૃહશોભા’, ‘સ્ત્રી’ કે ‘સન્નારી’ પુર્તીનો અભ્યાસ કરતી સ્ત્રીઓ સાચી દીશામાં મુખ રાખીને ઉભી છે એમ કહી શકાય ! (તેમણે ઝડપથી ડગલાં ભરવાની જરુર છે.) સ્ત્રીઓને સ્વયમ્ વીચાર ન સ્ફુરે તે ગુનો નથી. (બધી સ્ત્રીઓને તસ્લીમા નસરીન બનવાનું ફરજીયાત નથી) પણ લેખકો, વીચારકો કે સમાજશાસ્ત્રીઓએ સુચવેલા ઉપાયો પર તેમણે પોતાની રીતે વીચારતાં શીખવું જોઈએ.

દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 3 જુલાઈ, 1994ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરેમાં છપાયેલો અને લેખકશ્રીના પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક: સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, સુરત – 395 001 ફોન: 0261259 7882, 0261259 2563મેઈલ: sahitya_sankool@yahoo.com પ્રથમ આવૃત્તી: 2007, પૃષ્ઠસંખ્યા: 113, મુલ્ય: 90/-)માં પ્રકાશીત થયેલો આ લેખ, લેખકશ્રી, પ્રકાશક અને ગુજરાતમીત્ર દૈનીકના સૌજન્યથી સાભાર….ગોવીન્દ મારુ

લેખકસંપર્ક:

શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637242 098 સેલફોન: 94281 60508

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગhttps://govindmaru.wordpress.com

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 મેઈલ: govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ:17–05–2012

27 Comments

 1. It is very good article. The author is very right and we all should think to make our life better.

  Thanks,

  Pradeep Desai
  USA

  Like

 2. Majority of Muslims hates Salman Rushdi and Taslima Nasreen and you have made them your heroes. That shows how much you care for Muslim feelings. Could you have given example of Book written by a researcher who had written something about Shivaji’s Mother? In Poona Hindu rightist groups ransacked researcher‘s office and he had to leave India.

  Like

 3. http://www.divyabhaskar.co.in/article/INT-father-in-law-rapes-daughter-in-law-3280845.html

  પાકિસ્તાનની એક યુવતિ લગ્ન કરીને બ્રિટન આવી હતી. પરંતુ, અહીં તેની કઠણાઈ શરૂ થઈ હતી. બાપ સમાન સસરો જ તેની પર રેપ કરતો રહ્યો હતો અને કુરાનની સૌગંધ આપીને તેનું મોઢું બંધ કરાવી દેતો હતો. અંગ્રેજી ન જાણતી હોવાના કારણે તેણી સસરા સામે ફરિયાદ પણ કરી શકી ન હતી.

  Like

 4. લેખકોએ પોતાના ઘરની સ્ત્રીઓને લેખ લખતા કરવાથી પહેલ કરવી જોઈએ તેમ નથી લાગતું? આવા લેખો સ્ત્રી લખે તો સ્ત્રી – પુરુષ વચ્ચે આંતર વિગ્રહ ઓછો ફેલાય. કેટલાયે અભણ / વ્યસની ને મુરખ પુરુષોએ હોય છે. ભેદ સ્ત્રી અને પુરુષનો હોય તેમ નથી લાગતું પણ શિક્ષણ અને વિચારસરણીનો છે.

  Like

 5. Awakening article. Conversely, since the Gods and Godesses are a MYTH, the question of their ‘KRUPA’ does not arise at all. Thiefs and robbers, too, pray God for success in their business and still they get caught and arrested. Many unfair, illegal, immoral and undesirable things are being done in the name and under the fear of invoking God’s rage. “Carry on (- the awakening -) the Doctor”. We need more of such articles.

  Like

 6. After reading so many articles on your blog and books of Rational thoughts, I now started feeling that Our Ramayan,Mahabharat etc..are not our DHARMGRANTHO but very good interesting imaginary stories of that time.’SATYANARAYAN KATHA’,AJAMIL
  KATHA are not at all believable.Dinesh Panchal,Rajnikumar Pandya,Raman Pathak..all Rational thinkers are right.

  I love such articles. Congratulations…

  Navin Banker
  Houston, Texas, USA
  navinbanker@yahoo.com

  Like

 7. Well-Done,Samjama Juni pedhima sree jagruti lavvani jarur chhe,..Navi Pedhi jagrut ane alert chhe biji sreeone jagrut karvani jarur chhe,

  Like

 8. bhagvad geeta ma pan lakhyu chhe k ” DHOL, PASHU, SHUDRA, GAWAAR AUR NAARI TAADAN KE ADHIKARI ” aa aapna hindu samaj ni sanskruti chhe. stree ne andhshraddha ma rakhi ano durupyog karvo ae aapna dharm no itihaas chhe . itihasma pan aapna devi devtao naari no upyog kari same vala dushmanne parajeet karta…. atle aa samajma streeno miissuse ae navi vastu nathi.
  joaapna deshna BANDHARAN ma nari samaj ne adhikaro no aapya hot to aa dashno ek samaj naarina abhyas par pan pratibandh chalu rakhat,,,,,..

  Like

  1. bhagvad geeta ma pan lakhyu chhe k ” DHOL, PASHU, SHUDRA, GAWAAR AUR NAARI TAADAN KE ADHIKARI ”

   શ્રી જીતેન્દ્રભાઈ

   ભગવદ ગીતાના કેટલામાં અધ્યાયમાં કેટલામાં શ્લોકમાં આવું લખ્યું છે?

   આવું તુલસીદાસે લખ્યું છે.

   Like

 9. excellent article. An eye opener. HAve seen so many talents going to waste due to lack of support from family and orthodox environment around. It is changing slowly but surely.

  Like

 10. બ્રિટનની એની બેસેન્ટ, કાયમ ચર્ચમાં જનારી તેનો ધણી તથા પુત્રો દેવ થયા પછી બિલકુલ નાસ્તિક થઇ ગઈ હતી. ભારત આવી અને માનવતાના કામો કર્યા અને ઈશ્વરમાં પરમ શ્રદ્ધાવાળી આસ્તિક થઇ ગઈ. એજ પ્રમાણે સાહિત્યકાર કરસનદાસ માણેકનો પણ હૃદય પલટો થયેલો અને પોતે નાસ્તિક હતા તે આસ્તિક થઇ ગયેલા. આવું તો દુનિયામાં બન્યાજ કરતુ હોય છે. સુરતની પેલી લેડી ડોક્ટર આસ્તિકતાના એક છેડે હતી તે હવે તે બીજે છેડે આવી ગઈ એની કંઈ નવાઈ નથી. કોઈ એક ઘટનાથી આખા સમાજની દિશા બદલવી બહુ કઠીન છે.

  આસ્તિક થવું સરળ છે, પરંતુ સમજણ પૂર્વકનો નાસ્તિક થવું કઠીન છે. આસ્તિક થવા માટે શ્રદ્ધાની જરૂર છે, પણ નાસ્તિક થવા માટે તર્કની, યુક્તિની જરૂર છે. જો યુક્તિ એની પાસે ન હોય તો એ નકારાત્મક નાસ્તિક છે અને નકારાત્મક નાસ્તિક એ એક પ્રકારનો ત્રીશંકુ છે. સાચો આસ્તિક નથી, સાચો નાસ્તિક નથી કારણકે એ રીસર્ચ વિનાનો છે. .

  સોગંદની વાત અંધશ્રદ્ધાની છે. સોગંદ ખાઓ કે ન ખાઓ કંઈજ ફરક પડતો નથી. આમ છતાં શ્રાપની બાબતમાં મેં જાણ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ તેના રાજમાં કામ કરતી જશમાં ઓડણ નામની મજુર સ્ત્રી પર ઘેલો થઇ ગયેલો. રાણી ન બનાવી શક્યો એટલે એના ધણીને મરાવી નંખાવ્યો.. જશમાં પોતે સિદ્ધરાજની સામેજ પેટમાં તલવાર ખોસીને મરી ગઈ. શ્રાપ આપતી ગઈ કે રાજા તને આખા શરીરે કોઢ નીકળશે અને ખરે ખર એવું બન્યું હતું.

  રામાયણના ગ્રંથને સમજવામાં લોકોએ ભૂલ કરી છે, કારણકે આપણા સંત માર્ગને સમજાવતા આવડ્યું નહિ. રામાયણ એ સાહિત્યનો તથા બીજા બધા આદ્યાત્મિક ગ્રંથો છે. રામાયણમાં જીવનના જેટલા આદર્શો છે એટલા કોઈ ગ્રંથમાં નથી. રામે સીતાનો ત્યાગ કર્યો (જ્યારે બીજી તરફ ત્યકતા થયેલી અહલ્યાનો ઉદ્ધાર કર્યો) એવું લખવામાં શાસ્ત્રકારની ભૂલ થયેલી એવું લાગે છે પરંતુ તેના ફળો તો પ્રજાને ભોગવવા પડ્યા.

  આપણા બધાજ શાસ્ત્રો એ રૂપકો છે. ઘટનાઓ નથી. મહાભારત એક અદભૂત શાસ્ત્ર છે, એમાં જે લખ્યું છે તેજ પ્રમાણે આ દુનિયામાં બની રહ્યું છે. ગીતા એ યુદ્ધ સમયે કર્તવ્ય ભૂલેલા અર્જુનને અન્યાય સામે લડવાની પ્રેરણા આપતો ગ્રંથ છે. જો કોઈ અનુભવી વિદ્વાન શાસ્ત્ર સમજાવનાર પાસે કોઈપણ જાતના પૂર્વગ્રહ રાખ્યા વગર શાસ્ત્ર સમજશો તો હિંદુ ધર્મ પ્રત્યે તમને ખરેખર માન થશે.

  મહા મુશ્કેલી એ છે કે આપણો ધર્મ કોઈ એક ચોક્કસ વર્ગ માટે આજીવિકાનું સાધન બની ગયો અને તેથી પ્રજા વર્ષોથી ગેરમાર્ગે દોરવાઈ રહી છે.

  Like

 11. As long as this article is not preached or turn in to video,it may not reach many people.
  Why not send this article via e-mail to each temple president/trusties in US?

  In this case women’s Education and financial freedom plays an important role.

  Like

 12. આવી અન્ધશ્રદ્ધા વડે પુરુષોની લુચ્ચાઈની લપેટમાં આવી જવાને બદલે સ્ત્રીઓએ પુરુષોના પરસ્ત્રીગમનને સખ્તાઈથી પડકારવું જોઈએ……….
  એક માણસ તેના પાડોશીની પત્ની જોડે અનૈતીક સમ્બન્ધ ધરાવતો હતો. એક દીવસ પાડોશણ જોડેનું લફરું પત્ની દ્વારા પકડાઈ ગયું; પણ તે પછીયે પુરુષે જાતીય સમ્બન્ધો ચાલુ રાખ્યા. વારમ્વાર પત્નીને જાણ થાય………………
  In western world infidelity is very common on both gender side.
  sooner or later this Internet age will educate every one via many tools!
  http://www.infidelityfacts.com/infidelity-statistics.html

  Like

 13. વર્ષોથી ગેરમાર્ગે દોરવાઈ રહી છે પ્રજા. આખો સમાજ જાગૃત થશે તો
  સોગંદ ખાઓ કે ન ખાઓ કંઈજ ફરક પડતો નથી.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 14. સબંધો એક જરુરીયાત છે….
  આડા કે ઉભા…
  સમાજ સબંધો માંથીજ નિપજેલ છે..
  કોઇ ફુલ ટાઇમ નાસ્તિક નથી હોતો..
  કોઇ ફુલ ટાઇમ આસ્તિક નથી હોતો..
  જ્યાં મગજ ચલાવવાનું છે, ત્યાં મગજ ને ચાલવા દો..
  જયાં ન સમજાય ત્યાં ઇશ્વર પર છોડો..
  કોઇ સબંધ કાયમી નથી હોતો..
  કોઇ ધર્મ અકબંધ નથી હોતો..
  કોઇ ને કોઇ બહાને ફ્રોઇડ દરેક જગ્યાએ હાજર જ હોય છે..
  સોગંદ ખાઓ કે દંડવ્રત પ્રણામ કરો..
  એ બધું રોટી, કપડા અને મકાન પછીની જરુરીયાત છે..
  કોઇ સબંધ કાયમી નથી હોતો..
  કોઇ ધર્મ અકબંધ નથી હોતો…

  Like

 15. શ્રાપની બાબતમાં મેં જાણ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ તેના રાજમાં કામ કરતી જશમાં ઓડણ નામની મજુર સ્ત્રી પર ઘેલો થઇ ગયેલો. રાણી ન બનાવી શક્યો એટલે એના ધણીને મરાવી નંખાવ્યો.. જશમાં પોતે સિદ્ધરાજની સામેજ પેટમાં તલવાર ખોસીને મરી ગઈ. શ્રાપ આપતી ગઈ કે રાજા તને આખા શરીરે કોઢ નીકળશે અને ખરે ખર એવું બન્યું હતું.—

  કોણ જોવા ગયું હતું? ચારણોએ ઉપજાવી કાઢેલી વાર્તાઓ. સિદ્ધરાજ જયસિંહે સૌરાષ્ટ્ર પર ચડાઈ કરેલી માટે બદનામ કરવા આવી કાલ્પનિક વાર્તાઓ ઉપજાવી કાઢેલી. ગીરનાર પડવા લાગેલો. એમ કોઈના કહેવાથી પડે નહિ અને રોકાય પણ નહિ. આવી જ વાર્તા પાવાગઢ વિષે પણ છે. મહાકાળી માતાનો છેડો પતાઈ રાજાએ ઝાલ્યો. માતા નવરા હશે કે ગરબાં રમવા આવતા હશે? એમ કરીને રાજાને બદનામ કરી, પ્રજાને રાજા વિરુદ્ધ કરી નાખી. આવીજ વાર્તા પૃથ્વીરાજ ચૌહાણની છે. ફક્ત બે વાર ઘોરી સાથે લડાઈ થયેલી. પણ બહાદુરી બતાવવા અને વાતે વાતે મોણ નાખવાની આદતે ૧૭ વાર લડાઈ થઈ ગઈ. પૃથ્વીરાજને ઘોરી એના દેશમાં લઇ ગયેલો, આંખો ફોડી આંધળો કરી નાખેલો, પૃથ્વીરાજન રીબાઈને મર્યા પછી પણ ઘોરીએ ત્યાં શાસન કરેલું. પૃથ્વીરાજની કબર પણ અફઘાનીસ્તાનમાં હાલ છે. બાજુમાં મસ્જિદ છે. એમાં જવાનો રસ્તો એવી રીતે બનાવ્યો છે કે પૃથ્વીરાજની કબર પર ભૂસકો મારી જવું પડે.

  Like

 16. ગોવિંદભાઈતમારો આર્ટીકલ બહુ રસ પૂર્વક વાંચ્યો .ઘણું જાણવા મળ્યું .
  કોઈએ લખ્યું છે કે ભાગવત ગીતામા પણ સ્ત્રીને ઉતારી પડવાની વાત છે. મને એમાં તથ્ય લ;અગતું નથી .તુલસી કૃત રામાયણમાં છે.વાલ્મિકી રામાયણમાં છેકે નથી એની મને ખબર નથી .
  મેં સાંભળ્યું છે કે .તુલસીકૃત રામાયણમાં છે કે .ढोल , गमार सुदर (शुद्र )पशु ,नारी
  ये सब ताडन के अधि कारी છે તે તુલસી દાસે નથી લખ્યું .પણ તે કોઈએ ઘુસેડેલું છે.અને એ પણ અંધ્શ્રધામાં ગળાડૂબ રહેતી .પોતાની પત્ની માટે .
  વાત એમ છે કે એક વિદ્વાન માણસ ભયંકર ક્રોધી હતો .અને “નબળો માટી બાયડી પર શૂરો ”
  એવો હતો તે પોતાની સ્ત્રીને નજીવી બાબતમાં પણ ખુબ મારતો .એક વખત એની સ્ત્રી એ એને બીતા બીતા કહ્યું કે તમે શાસ્તોના જાણકાર છો .તમારું વ્યાખ્યાન સાંભળવા લોકોના ટોળાં ઉમટે છે . છતાં તમે મને તમારા જોડણી વદરી ખોલતા થોડી વાર લાગે તો તમે તમારા હાથમાં જે કઈ એ લઈને માર્વાજ માંડી પાડો છો .એમાન્સે રામાયણમાં આવું લખ્યું છે.કે સ્ત્રી ને માર ખાવાનો અધિકાર છે .અને પછી વખત જતા એ ચોપાઈ રામાયણ માં ઠોકી દીધી .પણ હું જો રામાયણમાં ચોપાઈ ઘુસેડું તો આવી ઘુસેડું. सूद खोर कुटिल व्यभिचारी ये सब ताडनके अधिकारी
  એક વાત કરવાની ઈચ્છા થાય છે .
  એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થેલો માણસ સબ.ઇન્સ્પેકાર સુધી પહોંચ્યો .એની સ્ત્રી બહુ રૂપાળી હતી સાથે સાથે અનેક દેવ દેવતાઓમાં માનનારી અને કલાકો સુધી પૂજા પાઠ કરનારી હતી .
  બંને પતિ પત્નીને હું બહુ સારી રીતે ઓળખું બંને મારા ગઢ મિત્ર હતા એમ કહુતો ચાલે .એનો ધણી મારી આગળ ડંફાશ મારતા કહે કે આજે ફલાણી સ્ત્રી સાથે રાત ગાળી આવીજ વાત એ એની પડદામાં રહેતી સ્ત્રી સાથે બે ધડક કરે .મને પાછો કહે કે મારી ઘરવાળી પોતાનું મોઢું બહુ ચડેલું રાખે હું એને બરાબર રાખું છું .સેક્ષ્મા પણ ઉણપ આવવા દેતો નથી તો પછી હું કોઈ બીજી સ્ત્રીનો ઉપયોગ કરું તો શામાટે એણે મોઢું ચડાવવું જોઈએ. એવી રીતે એની સ્ત્રી પણ વાત કરે .મેં એ સજ્જન સ્ત્રીને વાત કરી કે બેન તમે પણ એણે કહો કે તુને જેમ પરસ્ત્રી સાથે આડો વહેવાર ગમે છે. તેવી રીતે મને પણ પર પુરુષનો સમાગમ ગમે છે. પણ હું મારા માબાપની અને મારી આબરૂ ખાતર આવું હીન કૃત્ય કરવા ઈચ્છતી નથી. બિચારી અચકાતા અચકાતા બોલી હેમતભાઈ આવું બોલતા મારી જીભ નો ઉપડે
  એ સબ.ઇન્સ .હતા પણ કમજોર અને ના હિંમત હતા .હું કઈ વધુ કહેવા માગતો નથી .પણ મારી હિંમત થી બાઈ માં હિંમત આવી અને બાપુને સીધા દોર કરી દીધા જોકે હું સબ .ઇન્સ નો મિત્ર મટી જાની દુશ્મન બની ગયો .બાઈને શું મંતર આપ્યો એ કહીજ દઉં છું .હું બાપુને મારી એકજ ફેંટ થી ધૂળ ચાટતા કરી દઉં એવી હિંમત અને બળવાન હતો . બાઈને કીધું તું મારી સગી બેન જેવી છો માટે મારા પ્રત્યે તું ખોટો વિચાર ન રાખતી . એક નાટક તારા ધણીની શાન ઠેકાણે લાવવા કરવું પડશે . અને પછી બાપુ ઘરે પધારવાના હતા એજ સમયે બાઈનું મેં પોલકું કઢાવ્યુ . અને મેં મારું શર્ટ કાઢ્યું અને બાઈને બાથે વળગતું દૃશ્ય બાપુને નજરે દેખાડ્યું .બચીઓ ભરવાનું પણ

  Like

 17. દેવી દેવતાઓના નામે આડા સંબંધો ચાલે જ છે. વૈષ્ણવ આચાર્યો પોતે કૃષ્ણ છે તેવું કહીને ભક્તોની સ્ત્રીઓ કૃષ્ણાર્પણ કરાવી ભોગવે જ છે ને? ધર્મની મહોર વાગે તો આ દેશનો ઘેટા નાગરિક એની બાયડી અને દીકરીને જાતે લઇ જઈને ગુરુને ધરાવી દેવામાં ગર્વ અનુભવે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s