ભારતના ૯૦ ટકા લોકો દસ રીતે મુર્ખ છે !!!

      ભારતના ૯૦ ટકા લોકો મુર્ખ છે એવું વીધાન સુપ્રીમ કોર્ટના નીવૃત્ત ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ કર્યું ત્યારે થોડો રોષ અને ખળભળાટ મચી ગયો. તેમને ખુલાસો કરવાનું કહેતાં, તેમણે કહ્યું કે, મોટા ભાગના ભારતીઓ ૮૫ થી ૯૫ ટકા મુર્ખ છે. તે સમજાવતાં તેમણે નીચેની હકીકતો કહી:

     ૧) ભારતની સૌથી હોશીયાર ગણાતી પ્રજામાં તમીળોનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનીક સંશોધન, ગણીત, ઈન્ફર્મેશન ટૅકનૉલોજી વગેરે ક્ષેત્રોમાં રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવી તેમણે સીદ્ધી મેળવી છે. અમેરીકા અને યુરોપની ઘણી યુનીવર્સીટીઓમાં વીજ્ઞાન અને ગણીતના તમીળ પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં છે. પરન્તુ ભારતની સૌથી વહેમીલી પ્રજામાં તમીળોને જ ગણી શકાય. આ વીચીત્ર લાગે તેવી હકીકત છે અને તે બતાવે છે કે એક જ મગજમાં વૈજ્ઞાનીક અને અવૈજ્ઞાનીક ખ્યાલો સાથે રહી શકે છે. જસ્ટીસ કાત્જુએ જણાવ્યું કે જ્યારે તેઓ મદ્રાસ હાઈકોર્ટમાં શપથ લેવા ગયા ત્યારે ‘રાહુકાલમ સમય’માં તેમને શપથ લેવાની ના પાડવામાં આવી. જ્યારે તેમણે પુછ્યું કે આ ‘રાહુકાલમ સમય’ શું છે ? ત્યારે તેમને કહેવામાં આવ્યું કે જ્યોતીષશાસ્ત્રની દૃષ્ટીએ આ અશુભ સમય છે. તેમના મત પ્રમાણે જ્યોતીષશાસ્ત્ર કે રાહુકાલમ નોનસેન્સ છે; પણ ૯૦ ટકા તમીળો તેમાં માને છે. સુપ્રીમ કોર્ટના દક્ષીણ ભારતના એક સીનીયર વકીલે તેમને જણાવ્યું કે તેમના તમીળ ઘરાકોએ તેમના કેસ રાહુકલામ સમયમાં નહીં વાંચવા.

    ૨) જ્યોતીષીઓએ જણાવ્યા પ્રમાણેના શુભ સમયમાં જ મોટા ભાગના પ્રધાનો અને હાઈકોર્ટના ઘણા મુખ્ય ન્યાયાધીશો શપથ લેતા હોય છે.

      ૩) સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને રહેવા માટે અમુક ઘર આપવામાં આવે છે તેમાં એક ઘર ૭, તુઘલક લેનનું છે. તેમાં રહેવા ગયેલા અમુક ન્યાયાધીશોને મુશ્કેલીઓ પડેલી, તેથી કોઈ ન્યાયાધીશ તે ઘર સ્વીકારવા તૈયાર ન હતા. છેવટે ભારતના ચીફ જસ્ટીસે આ ઘરને બદલે ન્યાયાધીશો માટે બીજું ઘર આપવાનું સત્તાધીશોને લખ્યું અને તે ઘર દુર થયું.

    ૪) આપણે ત્યાં સમયે સમયે કહેવાતા ચમત્કારો થતા જાય છે અને મોટા ભાગના તેમાં માનતા પણ હોય છે. થોડાં વર્ષો પહેલાં ગણેશની મુર્તી દુધ પીતી હતી તેવું માધ્યમોમાં આવેલું (વહેમ ફેલાવવામાં માધ્યમો અગત્યનો ફાળો ભજવે છે). તે જ પ્રમાણે થોડાં વર્ષ પહેલાં જાદુઈ ચપાટીની જાહેરાત થયેલી. વીચાર કર્યા વગર મોટા ભાગની પ્રજા આ બધું માનતી હોય છે.

    ૫) અત્યારે સમાજ પર ‘બાબા’ઓનું વર્ચસ્વ છે. આજકાલ કેટલા બધા ‘બાબા’ઓ છે ! વળી, આ ‘બાબા’ઓને ભોટ ભક્તોનાં ટોળાં પણ મળી રહેતા હોય છે ! તેથી તેઓ પુષ્કળ મીલકતો ભેગી કરી શકે છે. હમણાં જ આવા ઠગાયેલા ભક્તોના એક બાબાના દાવા પ્રમાણે શંકર ભગવાનની જેમ તે બાબાને પણ ત્રીજી આંખ છે !! રાયપુરમાં તેમણે લોકોને કહ્યું કે ઘરમાં શીવલીંગ ન રાખો. તેથી રાયપુરના મન્દીરોમાં શીવલીંગનો ખડકલો થયો. જુદી જુદી સમસ્યાઓના નીવારણ માટે લોકોને ખીર, સમોસાં, પાણીપુરી વગેરે ખાવાની સલાહ આપે છે. તેમના ભક્તોએ આમાનું મોટા ભાગનું માની લીધું અને બાબાને મોટાં મોટાં દાન આપ્યાં.

    ૬) જસ્ટીસ કાત્જુ જ્યારે અલ્હાબાદ હાઈ કોર્ટમાં ન્યાયાધીશ હતા ત્યારે એવું જાહેર થયું કે તમીળનાડુમાં પાણીમાંથી પેટ્રોલ બનાવવાની તરકીબ શોધાઈ છે. તેમના થોડા સહ–ન્યાયાધીશોએ જણાવ્યું કે હવે સસ્તું પેટ્રોલ મળતું થશે ત્યારે તેઓએ જણાવ્યું કે આ  ઠગાઈ છે અને છેલ્લે ખબર પડી કે આ ઠગાઈ જ હતી !

      ૭) લગ્ન નક્કી કરતાં પહેલાં મોટા ભાગનાં મા–બાપ જ્યોતીષીઓની સલાહ લે છે અને જો કુંડળી મળે તો જ લગ્ન નક્કી થાય છે. તેથી કોઈ પણ વાંક વગર માંગલીક છોકરીને ના પાડવામાં આવે છે.

     ૮) મોટા ભાગની ટીવી ચેનલો જ્યોતીષશાસ્ત્ર અને અન્ય પ્રકારના વહેમો વીગતે બતાવે છે. ‘બ્રોડકાસ્ટ એડીડર્સ એસોસીએશને’ જાહેર કર્યું છે કે આ બધું તેઓ ટુંક સમયમાં અટકાવશે; પણ કેવી રીતે અટકાવશે ? આ એસોસીએશનના સભ્યો માત્ર કર્મચારીઓ છે; પરન્તુ તેમના માલીકોને તો માત્ર ટી.આર.પી. રેટીંગ જોડે નીસબત છે. તેમને માત્ર નફામાં જ રસ છે. નફો જાહેરખબરમાંથી આવે છે અને પ્રોગ્રામ જોનારાઓની સંખ્યા પર તે આધારીત છે. મધ્યમ વર્ગના લોકો જેઓ મુખ્યત્વે ટીવી જોનારા છે તેમનું બૌદ્ધીક સ્તર એટલું નીચુ છે કે તેઓને માત્ર ફીલ્મ સ્ટાર, ફેશન પરેડ, ક્રીકેટ અને જ્યોતીષશાસ્ત્રમાં જ વધુ રસ છે.

     ૯) મોટાભાગના હીન્દુ અને મુસ્લીમો કોમવાદી છે. ૧૮૫૭ પહેલાં તેવું ન હતું અથવા ઓછું હતું. ત્યારે હીન્દુઓ ઈદ ઉજવતા અને મુસ્લીમો હોળી અને દીવાળી. અવધના નવાબ અને ટીપુ સુલ્તાન રામલીલા યોજતા અને હીન્દુ મન્દીરોને અનુદાન પણ આપતા. ૧૮૫૭ પછી અંગ્રેજી કલેક્ટરો ખાનગી રીતે પંડીતો અને મૌલવીઓને પૈસા આપી કોમવાદી ઝેર રેડતા થયા. અને વર્ષોવર્ષ આમ થતાં કોમવાદી લાગણીઓ જન્મી. પ્રજાનો ૯૯ ટકા ભાગ સારો છે પણ મુર્ખ અને વીચાર ન કરી શકતી આપણી પ્રજાને અંગ્રેજોએ રમાડી. આજે પણ બોમ્બ બ્લાસ્ટ થાય છે ત્યારે સૌ પ્રથમ મુસ્લીમ સમુદાય પર દોષારોપણ થાય છે.

     ૧૦) સામાજીક દુષણો જેવાં કે એક જ ગોત્રમાં લગ્ન કરનાર કે અન્ય જ્ઞાતી/ધર્મમાં લગ્ન કરનારને મારી નાંખવા, દહેજમાં સ્ત્રીઓને મારી નાંખવી કે ભ્રુણ હત્યા કરવી હજી ભારતમાં મોટા પાયા પર પ્રચલીત છે.

આ હકીકત પરથી જસ્ટીસ કાત્જુએ કહ્યું કે ૯૦ ટકા ભારતીયો મુર્ખ છે. પણ વાત આટલેથી જ અટકતી નથી.  મહીનાના ચોક્કસ દીવસે અમુક તીર્થધામ પર પદયાત્રા કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે. સમય, શક્તી અને નાણાંનો આ ગાંડો વ્યય થાય છે. આવા મુસાફરી કરનારા ગરીબ કે મધ્યમ વર્ગના હોય છે, તેમની નોકરી કે ધન્ધા પર કેટલી અસર થતી હશે ! ધર્મના કોઈપણ શાસ્ત્રમાં જણાવ્યું હોય કે આમ કરવાથી વધારે પુણ્ય મળે છે એવું મારા ધ્યાનમાં નથી. કહેવાતા પ્રચલીત તીર્થધામોમાં અમુક ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાએ પ્રતીષ્ઠીત થયેલી વ્યક્તી પગપાળા દર્શને જાય તેથી પણ શો ફાયદો થાય છે તેનું કોઈ પ્રમાણ નથી. સુર્યમંડળના ગ્રહો ખગોળશાસ્ત્રના નીયમ પ્રમાણે ફરી રહ્યા છે. પૃથ્વીની આટલી મોટી પ્રજાથી આટલે દુર રહી સુર્યમંડળના ગ્રહો કેવી રીતે દરેક વ્યક્તીના જીવન પર અસર કરી શકે ? અને કદાચ, તેમ કરી શકવાની શક્યતા હોય તો પણ; માત્ર અમુક પ્રકારની પુજાવીધીથી કેવી રીતે તે અસર દુર કરી શકાય કે ઓછી કરી શકાય ? ગ્રહો લગ્નજીવનમાં તકલીફ ન આપે તે માટે એક ખાસ વીધી ગ્રહશાન્તી કરવામાં આવે છે તે આ સન્દર્ભમાં કેટલી યોગ્ય છે તે વીચારવા અને ચકાસવા જેવું છે.

     મુર્ખાઈના અનેક દૃષ્ટાંતો આપી શકાય છે. પરન્તુ વૈજ્ઞાનીક અભીગમના અભાવે વીવેકબુદ્ધીને બાજુએ મુકીને બીન અગત્યની વાતો પર ધ્યાન કેન્દ્રીત થતું હોય છે. ભણેલી કે અભણ પ્રજા આ રીતે વર્તે ને પોતાનો સમય, શક્તી અને ધન વેડફે છે. તે કારણે પ્રજાની આટલી મોટી જનસંખ્યાવાળા આપણા દેશમાંથી વીવીધ વૈજ્ઞાનીક સંશોધનોનાં ક્ષેત્રોમાં બહુ જ અલ્પ સંશોધકો હોય છે ને તેમાંથી જવ્વલે જ કોઈ વૈજ્ઞાનીકને નોબેલ પ્રાઈઝ મળતું હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણી ગણતરી જ ન થતી હોય તો તેમાં નવાઈ ન લાગવી જોઈએ. વ્યર્થ ધાર્મીક ઉપવાસો કે પૌષ્ટીક તત્ત્વો સીવાયનું ભોજન ખાવામાંથી જ્યારે લોકો ઉંચા ન આવતા હોય; તો ઓલમ્પીક રમતોમાં માત્ર રડ્યાખડ્યા ને તેય નીચી પાયરીનાં પારીતોષીકોથી જ આપણે કેમ સન્તોષ લેવો પડે છે તે સમજાઈ શકે તેવું છે. દીપપ્રાગટ્ય જેવી અર્થહીન વીધીઓ કોઈ પણ સમારોહમાં થાય, કોઈ પણ નવા બાંધકામ કે પછી સરકારી કે અર્ધસરકારી હોય તેમાં ભુમીપુજનની વીધી થાય તે આપણા સેક્યુલર બન્ધારણ–સમાજ જોડે કેટલી અનુરુપ છે ?

     પરન્તુ આપણે મગજ બન્ધ કરીને આગળ હાંક્યે રાખીએ છીએ. તેજસ્વીતાનો ચમકારો આવવા જ ન દેવો અને નવા વીચારો પર ચર્ચા–વીમર્શ જ ન થાય તે સામાન્ય થયું છે. જ્યાં બુદ્ધીને કોરાણે મુકીને નીર્ણયો લેવાતાં હોય કે વીવીધ પરમ્પરાગત વીધીવીધાનો થતાં રહેતાં હોય ત્યાં જસ્ટીસ કાત્જુનો ‘૯૦ ટકા ભારતીયો મુર્ખ છે’ એવો અંદાજ વધારવો જરુરી નથી લાગતો ???

–રવીન્દ્ર વેપારી

લેખક સંપર્ક:

શ્રી. રવીન્દ્ર વેપારી, પહેલે માળે, રીવર પેલેસ – ૨, નાનપુરા, સુરત –395 001 ફોન: (0261) 305 7777, 246 5585 ફેક્ષ: (0261) 399 5511 સેલફોન: 98240 28367 ઈ.મેઈલ: vepari@youtele.com

સુરતના દૈનીકગુજરામીત્રના તા.30/04/2012ના અંકમાં, ચર્ચાપત્ર વીભાગમાં પ્રસીદ્ધ થયેલ આ ચર્ચાપત્ર,ગુજરાતમીત્ર તેમ જ ચર્ચાપત્રી  શ્રી. રવીન્દ્ર વેપારીના સૌજન્યથી…. સાભાર.

♦  રૅશનલવાચનયાત્રા માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. સરળતા માટે વર્ષ વાર પીડીએફની લીન્ક નીચે આપી છે..

૧.    પ્રથમ વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-1st-year/

૨.    બીજા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-2nd-year/

૩.    ત્રીજા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-3rd-year/

૪.    ચોથા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-4th-year/

આભાર.. ..ગોવીન્દ મારુ..


દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405 – સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી.  સેલ ફોન: 99740 62600 મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 31052012

35 Comments

  1. I agree with the author 100%. 90% or more people do not want to think. They afraid of fear in their mind. drop your all beliefs and it will make you strong & healthy also.

    Thanks for a very good article to read & think.

    Pradeep H. Desai
    USA

    Like

  2. અંધ શ્રધ્ધા લોકોમાંથી કોઈ દુર કરી શકવાનું નથી.

    Like

  3. પ્રજા ઉપર દોષારોપણ કરતા સમજાય એવી ભાષામાં જાણકારી આપવા આવા મધ્યમ નો ઉપયોગ થાય તે વધુ યોગ્ય છે..
    તેવું મારું સ્પષ્ટ માનવું છે..

    Like

  4. આઈન્સ્ટાઈન કહે છે કે માણસની મૂર્ખતા અનંત છે.
    ૯૦% થી ૧૦૦% સુધી આંક લઈ જઈએ તેથી પછી જ્યારે ક્યાંક બુદ્ધિગમ્ય વાત થાય ત્યારે જ નોંધ લેવાની રહે.

    Like

  5. આ એક એવી જડ માં ઘુસી ગયેલી સમસ્યા છે કે તેનો નિકાલ કેમ કરવો તે ખરેખર ઘણું નીચા લેવલ થી વિચારવું પડે તેમ છે. આ વી અંધશ્રદ્ધા કોઈના દિમાગ માં કેમ કરીને ઘુસી જાય છે તો તેનો જવાબ મળે છે તેના બચપણ ની પરવરીશ પરથી, કેમ કે જે સાચું ખોટું માં – બાપ જાણતા કે સમજતા હોય તે તેમના બાળકો ને પણ સમજાવતા રહે છે તેમની પરવરીશ દરમિયાન બસ આજ સમય છે કે જ્યારે અણસમજુ ના ભૂલકાઓ ખોટી માન્યતાનું પોતાના દિમાગ માં મજબુત ઘર બનાવી લેછે. જે તેમની સાથે સાથે મોટી અને મજબુત થતી રહે છે. કદાચ હું ૧૦૦% સાચો નાં હોઉં પણ પ્રશ્ન ની જડમાં આ એક મુખ્ય નહિ તો નાનું પણ કારણ તો છેજ.

    બસ એજ,
    એક મિત્ર

    Like

  6. Excellent article
    The engagement of my relative’s son broken twice and it is too difficult for third, however i have tried and talked with the parents of the girl (3rd time) in my town.They were agreed to call the boy to see their girl but parent of boy disagrred due to wednesay (next day) also boy had planned to visit to temple at Kutch.After a week of time I again tried to contact girl’s parents and finally, girl was engaged with another boy.

    Like

  7. to light a lamp in the bigining of a function has nothing to do with any religion.in a secular country it is perfactly all right.this is a symbolic act with an autosugestion that “let there be light and everyone present get enlightened with the knowledghthat is going to be dilivered”
    Anil Kane

    Like

    1. કાણે સાહેબ, તમે કહો છો તે તો અર્થ ઘટન થયું. સાચી વાત એ છે કે દીવો પ્રગટાવવો એ ધાર્મિક ક્રિયાના આરંભનો સંકેત છે. નવાં અર્થઘટનો ઘણાં થઈ શકે. ગ્રહણ પછી સ્નાન કરવું એ પણ પ્રદૂષણની નજરે જરૂરી ઠરાવાય છે. ખરેખર એ કારણ છે કે સ્યૂડો-સાયન્ટિફિક ખુલાસો માત્ર છે? એટલે આવાં અર્થઘટનો અને ખુલાસાઓને વાજબી ન ગણાવી શકાય.
      એના કરતાં ” દરેક કાર્યની શરૂઆતમાં મંગળ દીપ પ્રગટાવવાનો રિવાજ છે એટલે હું પણ કરૂં છું” એમ કહેનારાને હું વધારે પ્રામાણિક માનીશ. કઈં નહીં તો એ વ્યક્તિ અર્થઘટનો શોધીને આધુનિક કે સમજદાર દેખાવાનો પ્રયાસ નથી કરતી હોતી. શિક્ષિત દંભી વહેમીલાઓ કરતાં એ વ્યક્તિને હું વધારે પસંદ કરીશ.

      Like

    2. Dear Dr. Kane,
      Only a symbolic act? Perhaps. But we have been creating, using, misusing, interpreting, misinterpreting and playing with mere symbols, since many many centuries. When shall we learn to stop wasting time and resources on the abstract and use our energies on real life issues? Children may need symbols, but mature minds need to go beyond them. Why can Muslims imagine God, but we need a symbol like an idol?
      Don’t you think, sir, that excessive emphasis on mere symbolism can affect our thinking processes adversely in the long run? Even a child knows that knowledge is good. Did the lighting of lamps and wishy-washy good wishes reduce disease and misery, or things like penicillin did it? We need intellectuals like you to guide the 90 % of the people in the proper direction, not to stick to traditions. Thanks. — —Subodh Shah- — June 3, ’12.

      Like

  8. I do not agree with Justice Katju’s figure. Not 90 per cent but more than 97 per cent Indians are FOOLS.

    Like

  9. ભારતના ૯૦% લોકો મૂર્ખ છે એવું આપણે કદાચ માની લઈએ તો પણ મારું કહેવું છે કે જેટલી મૂર્ખતા આઝાદી મળી ત્યારે હતી એટલી રહી નથી. એનું કારણ છે, ભણતર. મૂર્ખતાને ભણતર સાથે થોડો સંબંધ ખરો, આમતો બહું ભણેલા માણસો પણ મૂર્ખાઈ ભરેલું વર્તન કરતા હોય છે.

    તમીલો અને કદાચ આખા દક્ષિણ ભારતમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે હોય એવું લાગે છે. દર વર્ષે કેટલાયે લોકો પશ્ચિમના દેશોમાંથી તિરુપતિ બાબરી ઉતરાવવા જાય છે. ગુજરાતીઓ પણ જાય છે, પરંતુ પ્રમાણ ઓછું છે. હું જોઉછું અહીના સાઉથ ઇન્ડિયાનાં મીનાક્ષી ટેમ્પલમાં કંઈ ને કંઈ વિધિ ચાલતીજ હોય છે. કદાચ મને એવું લાગે કે શંકરાચાર્ય પછીના લગભગ બધાજ આચાર્યો (નીમ્બારકર, રામાનુજ, વલ્લભાચાર્ય વિગેરે) ત્યાં થયા તેનો પ્રભાવ થકી ત્યાં વધારે ધાર્મિકતા જોવામાં આવે છે અને વધુ પડતી સમજણ વગરની ધાર્મિકતા અંધશ્રદ્ધાને પોષતી હોય છે. અભણ કે ઓછું ભણેલા માણસો અંધશ્રદ્ધામાં હોય તો તેને સમજાવી શકાય પરંતુ માસ્ટર ડીગ્રીવાળાને અને PHD વાળાઓને સમજાવવું બહું કઠીન કામ છે. “રાહુકલામ” શું છે એ મને ખબર નથી પરંતુ લાંબો અશુભ કાળ એવું લાગે છે. આ એક અંધશ્રદ્ધાવાળી માન્યતા છે.

    ન્યાયધીશોને કોણ કહેવા જશે કે તમે અંધશ્રદ્ધામાં છો? જો દેશમાં ન્યાયની ઉચ્ચ પદવી ધરાવતા લોકો પણ આવી અંધશ્રદ્ધાને પોષતા હોય તો સામાન્ય પ્રજા તો અંધશ્રદ્ધામાં હોયજ એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. હવે, પ્રશ્ન મને એ થાય છે કે જ્યારે ન્યાય આપતી વખતે જો ખરાબ સમય ચાલતો હોય તો ખોટો ન્યાય અપાવવાની પણ પૂરેપૂરી શક્યતા નકારી શકાય નહિ.

    સ્વામી સચ્ચિદાનંદની વાતો પરથી એવું લાગે છે કે છેલ્લા ૨૦૦ વર્ષના, અંગ્રેજોની ગુલામીના ગાળા દરમ્યાન, અંગ્રેજો જ્યાં જ્યાં રહ્યા ત્યાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઓછું જોવાનું મળે છે. અંગ્રેજોના રસોઇઅઓ હરિજન ભાઈઓ હતા અને તેઓ તો અભડાઈ ન હતા ગયા. આ ગોમાંસ અને દારૂ પીનારી પ્રજાને લાંચ આપવાની વાત કરો તો પણ તમને ભારે પડી જાય. આ પ્રજા રાષ્ટ્રવાદી છે. એક અંગ્રેજ ડોકટરે શાહજહાની દીકરીનો રોગ સારો કરી આપવા બદલ પોતાના દેશના આયાત થતા માલ પર જકાત મુક્તિ માગી હતી. પોતા માટે કશું માગ્યું ન હતું. આવું લખું છું ત્યારે કદાચ કોઈ કહેશે કે અંગ્રેજો આપણને લૂંટવા આવ્યા હતા. તો શું તેઓ અહી જાત્રા કરવા આવ્યા હતા કે ગંગામાં ડૂબકીઓ મારવા આવ્યા હતા? પરદેશથી જે ધાડાઓ આવ્યા તે આપણને લૂંટવાજ આવેલા અને તેમને લૂંટતા અટકાવવા એ આપણી ફરજ હતી, પણ તે આપણે ચૂકી ગયા.

    શ્રી રવીન્દ્ર વિપરીનો આખો લેખ સરસ છે, બહું લખી શકાય છે, પરંતુ આ બધુજ અગાઉની અંધશ્રદ્ધાની વાતોમાં આવી ગયું છે.

    Like

    1. જસ્ટિસ કાટ્જૂનો લેખ અંગ્રેજીમાં હશે એટલે ગુજરાતી અનુવાદમાં ‘રાહુકલામ’ આવ્યું છે. ખરો શબ્દ ‘રાહુકાલમ’ છે. એટલે કે રાહુનો કાળ. આશા છે કે શ્રી ગોવિંદભાઈ આ ભૂલ સુધારી લેશે.

      Like

      1. વહાલા દીપકભાઈ,

        ‘રાહુકલામ’ને બદલે ‘રાહુકાલમ’ ગુજરાતી અનુવાદ કરવામાં થયેલી ભુલને સુધારી લીધી છે.. ધન્યવાદ..

        તમારા જેવા રસજ્ઞ વાચકોથી મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ શોભે છે..

        ફરીથી ધન્યવાદ..

        Like

  10. તદન સાચી વાત છે.
    ભારતીય સંસ્કૃતિના મુળીયા એટલા ઉન્ડા છે,માણસ શિક્ષણ લઈને શિક્ષિત થાય,ગમે તેટલો મોટો હોદ્દો પ્રાપ્ત કરે
    પરંતુ તેની અંધશ્રધ્ધા દુર નથી થવાની

    Like

  11. મિત્રો ભારતીય મૂર્ખાઈ કે જે વહેમોને લીધે છે . દૂર કરવી મુશ્કિલ છે.
    હું મારા અનુ ભાવોની વાત કરું:
    મારામાં અમુક પ્રકારની લોકોને નવાઈ લાગે એવી આવડત છે. હું નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથે પકડી લઉં છું તમને એમ થશે કે હું સર્પને એનું મોઢું દબાવીને પકડતો હઈશ નાના હું નાગના શરીરના ગમે તે ભાગથી પકડીને મારી થેલીમાં મૂકી દઉં છું કે દૂર કરી દઉં છું.દરેક સપને આ લાગુ નથી ફક્ત કોબ્રા (નાગ) ૧૯૬૪ની સાલમાં અમદાવાદમાં હું સાપ પકડવાને કારણે બહુવાર છાપે ચડેલો છું કોઈ જુના માણસને યાદ હશે. એવીરીતે કાળા ભમ્મર વીંછીને મારા મોઢા ઉપર ફરવા દઉં છું. અરે મારા મુખની અંદર પણ જવા દઉં છું. હાલ હું મારા દાઢી કે માથાના વાળ કપાવતો નથી.
    જાની કરીને એક ભાઈ મને રાજકોટની કોઈ સ્કુલમાંથી ર્તાયાર્દ મને મળ્યા તે કહે હેમતભાઈ ભગવા લૂગડાં પહેરો અને પછી જુવો તમારા ચરણમાં લક્ષ્મીના ઢગલા થશે.મેં તેને કહ્યું કે મારી આવડતનો ઉપયોગ હું લોકોમાંથી અંધશ્રદ્ધા વહેમ દુર કરવા વાપરવા માગું છું. મુમ્બઈમાં ખારમાં માતાજીના બંગલાને નામે ઓળખાતું મંદિર છે. એમ એ સાધુ કહેતો હતો અને પોતે ત્યાનો મહંત છે તે મારે ઘેર અમદાવાદ આવ્યો મને વિનતી કરીકે આ વિદ્યા મને શીખવો. આવા ઘણા દાખલા છે. બીજું મેં જાતે બનાવેલી જાદુની ટ્રીક છે જે લોકોને અચંબો પમાડી શકે વહેમીલા માણસોને હું ઇંગ્લેન્ડ ગયો. ત્યાં મારા એક મિત્રના ભાઈને મળ્યો.મારી સાળીનો દીકરો મનસુખ મને લઇ ગએલો. મેં એક જાદુ કર્યું. દોરીમાં પરોવેલા લાકડાના કક્ડાને હું કહું ચાલ એટલે ચાલે બંધ કહું એટલે બંધ થઈજાય. આ જોઈ જેને હું મળવા ગયો હતો તે ભાઈ મારા પગમાં પડ્યો. મારું દુ:ખ દુર કરો. જે માણસને હું શોધી રહ્યો ન હતો તેને ભગવાને મેળવી આપ્યા. ઘણું સમજાવવા છતાં એ માન્યો નહિ પછી મહામુશુબતે માન્યો કે આ ટ્રીક છે કોઈ મંત્ર નથી.

    Like

    1. ‘મારી આવડતનો ઉપયોગ હું લોકોમાંથી અંધશ્રદ્ધા વહેમ દુર કરવા વાપરવા માગું છું.’
      ખુબ ખુબ ધન્યવાદ..

      Like

    2. vaah !!!! vah !!!!!
      તે ભાઈ મારા પગમાં પડ્યો. મારું દુ:ખ દુર કરો. જે માણસને હું શોધી રહ્યો ન હતો તેને ભગવાને મેળવી આપ્યા.

      Like

  12. As we know more and more, we find that we know so little.It is easy to berate people following old customs or rituals.We do not know in what unknown ways the universe around us affects us.A rationalist in 1912 would have laughed at the man telling him that after 100 years, all of us would be surrounded by invisible waves carrying signals, that can be converted in to voice and images.He would have also laughed ,if told that after 100 years, man will talk to any other man on the planet with a hand held device.Justice Katju should have shared the fact about dark matter that abounds in universe.More than 95% of cosmos is filled up with matter and energy which is “dark” meaning we know very little about it.Days of being cock sure about anything are over.

    Like

    1. To be more precise, the “seen” Universe is only 4% of what the universe is thought to be made of. Remaining 23% is thought to be the dark matter and 73% the dark energy.
      What this really means is that Astronoumers can calculate the amount of “dark matter and the dark energy” because they believe it EXISTS. The difference is that we do not see it. It is the limitation of our visual power.
      To be fair to your claim, as I understand you are trying to make here, that the part of this dark energy may be beyond our understanding at this time. That does not mean it to be “The interfering and partial GOD” as the believers want us to believe. It may be something totally different and also possibly affecting our lives. However, that effect will be uniform to all living and non living beings like gravity, electromagnetic field and similar forms of energy, and not different to each of us depending on what we do or do not do every day.

      Like

      1. ડાર્ક મૅટર, ડાર્ક એનર્જી અને દૃશ્યમાન બ્રહ્માંડ – બધું ભૌતિક રૂપે છે. એ પ્રકૃતિ છે. શ્રી જિતેન્દ્રભાઈ મહેતા અને શ્રી મૂરજીભાઈ વચ્ચેની ચર્ચા ચાલુ રહે એમ ઇચ્છું છું કારણ કે વિચારો વ્યક્ત કરવાની એમની રીત બહુ સૌમ્ય અને ઉમદા રહી છે.
        શ્રી જિતેન્દ્રભાઈનું કથન સાચું છે કે કોઈ પણ બાબતમાં cocksure કશું કહી ન શકાય. મને લાગે છે કે cocksure
        વિધાનો કરવાં એ અવૈજ્ઞાનિક રીત છે.

        Like

  13. “ભારતના ૯૦ ટકા લોકો દસ રીતે મુર્ખ છે !!!”

    હું ઉપર ના નિવેદન ને નથી માનતો. સત્ય તો આ છે કે “વિશ્વ ના ૯૦ ટકા કરતા વધુ લોકો ૫૦ રીતે મુર્ખ, છતી આંખે આંધળા તથા અંધશ્રધ્ધાળુ છે.”

    કાસીમ અબ્બાસ

    Like

    1. કાસિમભાઈ,
      તમારૂં કથન વધારે સાચું હોઈ શકે છે કારણ કે માત્ર આસ્થાની બાબતમાં જ નહીં ઘણી બાબતોમાં આપણે મૂર્ખ સાબીત થતા હોઈએ છીએ અને આ વાત આખી દુનિયાને લાગુ પડે છે. બજાર અને જાહેરખબરો પણ આપણને મૂર્ખ જ બનાવે છે.
      પરંતુ જે દેશોમાં વિજ્ઞાનના વિકાસ પર બહુ ધ્યાન નથી અપાતું, આર્થિક અને શૈક્ષણિક વિકાસ બહુ ઓછો હોય છે ત્યાં લોકોને મૂર્ખ બનાવવા માટે આસ્થા સિવાય બીજું કઈં જ સાધન હોતું નથી!

      Like

      1. True, we are being fooled by corporations & politicians via marketing geneouses.

        —–આસ્થા સિવાય બીજું કઈં જ સાધન હોતું નથી!———

        I believe “biju koi sadhan JARURI nathi” fits better.

        Like

  14. Dear Ravindrabhai Vepari, Govindbhai Maru and Friends:

    Blind Faith and Stupidity have been adopted by Religions -Hinduism and Jainism- with which I am completely aware of, myself being a Born Jain from Surat. To talk about India and Indians Only is a Half-Truth. Educated and Un-Educated is also a Mis-Understanding.

    I am Living in America for over half of my life of 85 years. I have closely watched Hindus and Jains – Educated,Experienced and Rich. I can Forgive Un-Educated for their Ignorance and being Cheated by Indian Gurus and Pundits. But I can’t stand the so-called Sophisticated, being the People Leading the Religious Organizations, in U.S.A. and Other Western Countries like Canada and U.K. It appears that this DUALITY- of Being Intelligent and Educated on One Hand and Hypocrites on the Other hand are The So-Called LEADERS(?).

    I Go to Temple Only to attend and MEET many among the Large Crowds and Eat the FREE Food, which Jains Call -“SWAMI-VATSALYA”. They say it Gives Punya to Donors who Feed the SANGH i.e. People. You all Know that Jains and Gujaratis are the Richest among Indians, every-Where.

    One thing I have Learnt is TO RIDICULE This Kind of People, anytime and every-time. Take advantage of them also simultaneously and Tell Openly ‘Like It Is”. We may Not be able to Eliminate This Incorrigible Disease. Most of the Second Generation, Born and Brought Up in the West, is Changing Fast. Their Parents are trying to Spoil them and Try to Dye-Cast into their own Shape and Form. I am Confident, when this First Generation GREEDY Immigrants pass away and their Shadow even Disappears, then there will be the SUN-LIGHT over their Children and Grand -Children.

    In the mean-while let us Rationalists Continue their Fight agaist All these EVILS pervading in the Entire Society. It is said that Knowledge, Science and Technology will Start Spreading from WEST-TO- EAST and that time is NOT too far. Our Patience will `Pay Off’ then.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Like

  15. We saw many good thoughts on this subject. I wish the discussion will continue. Replies to some friends very briefly here:
    1. Man will never know everything— it is the natural limitation of a mere speck in the universe. So, should he assume and imagine things or strive to expand his circle of knowledge? Do you want to believe in Mysticism or Science? And why? 2. We don’t need Faith, we need Reason. We must learn to live with our natural imperfections. 3. Stupidity cannot be eliminated. It can only be reduced. The way to reduce it is to abandon the irrationalities in ancient religions. 4. Justice Katju and M. Gada are both right— but actual numbers in stupidity or dark matter/energy are not that important; the overall trend or proportion is important. Too much emphasis on nos. and repetition of anecdotes by some good friends can divert. That can also rob Govindbhai Maru of valuable space in his blog. Thanks. —Subodh Shah — NJ, USA.

    Like

    1. શ્રી સુબોધભાઈ શાહ કહે છેઃ 2. We don’t need Faith, we need Reason. We must learn to live with our natural imperfections.

      અહીં, ખરેખર તો આસ્થા કે તર્કશક્તિ એવા વિકલ્પો માણસ સમક્ષ કદી રહ્યા જ નથી. માનવવિકાસનો ઇતિહાસ દેખાડે છે કે Reasonનું મહત્વ જીવનમાં હંમેશાં રહ્યું છે. તેના સિવાય માનવસમાજનો વિકાસ જ ન થયો હોત. માણસ આસ્થા રાખીને, હાથ જોડીને કદી બેસી નથી રહ્યો એટલે ચૉઇસ તો છે જ નહીં ચૉઇસ હોય તો એક જ – Reason. જે વસ્તુ જ્યાં સુધી ન સમજાઇ ત્યાં સુધી આસ્થાના ક્ષેત્રમાં રહી, પરંતુ સમજાયા પછી બુદ્ધિના ક્ષેત્રમાં આવી ગઈ.

      આજની ખરી સમસ્યા એ છે કે જે વસ્તુ સમજાઈ ગઈ છે તેને પણ આપણે મહેનત કરીને આસ્થાના ક્ષેત્રમાં જ રોકી રાખીએ છીએ. આમ, દસ-પંદર હજાર વર્ષ પહેલાં માણસ જે રીતે Reasonના આધારે જીવતો હતો તે રીતે જીવવાનો આજે સભાનપણે ઇન્કાર થાય છે. સૂતાને તો જગાડી શકાય, જાગતાને શી રીતે જગાડવા?

      એ સાચું છે કે આપણે આપણી અપૂર્ણતાઓને સ્વીકારીને જીવતાં શીખી લેવું જોઇએ. અપૂર્ણતામાંથી પૂર્ણતામાં જવાનાં ફાંફાં મારવા કરતાં મગજનો વધુમાં વધુ ઉપયોગ કરીને ભગવાનને ઓછામાં ઓછી તકલીફ આપવામાં કઈં ખોટું નથી.

      Like

  16. Very well said by both, Suboth Shah and Dipalbhai Dholakia.

    The point I was making earlier was that even though a very large part of the Universe is unknown to us, the influence of it on our lives (if any) will be uniform to all and not selective, based on our individual belief system. That would be following the laws of nature and not the laws of any human society

    Like

  17. “ભારતના લોકો ૯૦% લોકો ૧૦ રીતે મુર્ખ છે!!!” લેખના લેખકશ્રીની વાત ખુબ સાચી છે અને બેશક સમજવા જેવી છે! વાચક મિત્રોએ કરેલી વિવિધ ટીપ્પણીઓ ખુબ આવકારદાયક અને દાદ માગીલે તેવી છે!
    આ પ્રકારના વિચાર-વંટોળ જગાવનાર લખાણો આ બ્લોગ પર આપણે અવારનવાર વાચતા રહીયે છીએ, જે ખુબ સારી વાત છે! પણ તેની અસર થોડા દિવસો જ રહે છે તે આપણે સૌએ અનુભવ્યું હશે તે પણ હકીકત છે!
    ઘણા કુશળ વાચકો ખુબ ટુકમાં પણ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ટીપ્પણી પણ કરે છે કે ” હજારો વર્ષો સુધી લેખકો ભલે આવું સારું સારું લખતા રહે પણ ભારતના લોકોના વર્તનમાં કોઈ પરિવર્તન નથી આવવાનું!”
    તો આવું શાથી થાય છે તે જો સમજીએ અને તે વિશેની ચર્ચાને યોગ આપીયે તો કદાચ લખાણોની અસરકારકતા (Effectiveness) અને લખાણની આવકારદાયકતામાં (Acceptance) વધારી શકાય!
    કોઇપણ લખાણ પાછળના મહત્વના મુદ્દા છે હેતુ (Purpose/Intent), અભ્યાસ (depth of study), દ્રષ્ટિકોણ (view-point) અને જવાબદારી (Responsibility):
    (૧) લખાણો પાછળના હેતુ તો અહી ખુબ ઉમદા હોય છે તો લખાણ પાછળના અભ્યાસમાં વધુ ઉંડાણ (study-depth) અને દ્રષ્ટિકોણમાં વધુ વિશાળતા (broadness) અપાય તો લખાણની અસરકારકતા અને આવકારદાયકતા વધારી શકાય.
    ભારતનો દરેક નાગરિક નાત, જાત, ધર્મ, પ્રાંત, પ્રદેશ, ધંધા, ભણતર અને પૈસાને ધ્યાનમાં લેતા એટલી બધી રીતે વહેચાય ગયો છે તો આપણા લખાણમાં સમાનતા નો સંદેશ હંમેશને માટે ઉડીને આંખે વળગે તેવો હોવો જોઇયે! તો તે સંદેશને મોટા પ્રમાણમાં આવકાર મળે! લેખકશ્રી કહે છે કે, “મોટાભાગના હીન્દુ અને મુસ્લીમો કોમવાદી છે. ૧૮૫૭ પહેલાં તેવું ન હતું અથવા ઓછું હતું.” તો તેનો મતલબ થયોકે આજના રાજકારણીઓની “રાજ કરવા માટેની આ ભાગલા નીતિ છે!” તો તેને ઉચા સાદે વખોડતા વાચકોએ અને લેખકોએ ઘભરાવું ન જોઇયે! જો તેમ કરીએ તો આપણે ડો. કાણેએ આપેલ “પ્રમાણિકતાનો ધર્મ” ભૂલ્યા છીએ તેમ કહેવાય.
    જો “મોટાભાગના હીન્દુ અને મુસ્લીમો કોમવાદી છે”. તો તે વર્તણુકમાં પરિવર્તન માટેના લખાણો પણ જો બંને કોમોને સંબોધીને થાય તોજ તે લખાણોને આવકાર મળે અને તે સૂચનોને અપનાવવાનું બધાને પ્રોત્સાહન મળે!
    લેખક કહે છે કે, “ભારતની સૌથી હોશિયાર અને ભણેલી પ્રજામાં તમીળોનો સમાવેશ થાય છે. પરન્તુ ભારતની સૌથી વહેમીલી પ્રજામાં તમીળોને જ ગણી શકાય”. તેનો અર્થ થયો કે આપણે એકલા ભણતરની વાતો વધુ પડતી કરીને “બહુ ન ભણેલા લોકો” માટે સુગ ન ઉપજાવવી! “એકલા ભણતરને બદલે, મુળીબા જેવા બનાવો થકી, ગણતરને મહત્વ આપવું” જેથી વાસ્તવિકતા (common sense) નો સાચો સંદેશ બહોળા સમુદાયમાં આવકાર પામે!
    (૨) લખાણમાંના કોઇપણ વચન(statement) ને “ઠોસ વચન” (True statement) તરીકે રજુ કરતા પહેલા ઊંડા અભ્યાસની એટલે કે Research ની જરૂર હોય છે કારણકે આજકાલના વાચકો પણ બહુ અભ્યાસઅર્થી હોઈ છે અને તેથી તેઓ ખોટા, બનાવટી કે પૂર્વગ્રહી વચનો અને લખાણથી દુર રહે છે અને એ હકીકતને લાંબા સમય સુધી યાદ રાખે છે પછી ભલેને જે તે ભૂલ અનાયાશે થઇ ગઈ હોય! અમુક statements એવા હોય છે કે જે આજે ખોટા લાગે પણ ભવિષ્યમાં સાચા બની શકે તો તેવા statements ઉપર “ઠોસ વચન” તરીકેનો ભાવ પેદા કરતા પહેલા વિચાર કરવો! જેમ કે ભૂતકાળમાં જો કોઈ કહે કે “હું પાણીથી ચાલતી કાર બનાવી શકું” તો લોકો મને કે આ માણસ બનાવટી છે. પણ હવે નજીકના ભવિષ્યમાં “Tata-motors” તેનું પ્રોડકશન પણ કરશે તેવી વિગતો વાંચવામાં આવી છે!
    (3) હવે, વાત જવાબદારી (Responsibility) ની! તો કંઇક બોલવાની કે આપણા લખવાની શું આડ-અસર પડશે તે વિચારવું અને તેનો અગાઉથી ઊંડો અભ્યાસ કરવો તે જે તે વ્યક્તિની વિશેષ જવાબદારી છે. દુનિયાનો સૌથી વધુ I.Q. ધરાવનાર આઈનસ્ટાઈને પણ પહેલા તો અણુબોમ્બ અને લડાઈની બહુ હિમાયત કરી પણ પછી તેનીથી થતી ખુવારી જોઈ અર્જુનની જેમ તેમના પણ ગાત્રા ગગડી ગયા અને વિરુધ્ધની છાવણીમાં બેસી ગયા.
    હકીકત, એ છે કે મનુષ્ય આસ્થાના આધારે ઘણા સારા અને સાચા કામ કરતો હોય છે પણ સાચી સમજને અભાવે અંધશ્રદ્ધાનો શિકાર બને છે તો સારા લખાણો થકી અંધશ્રદ્ધા દુર કરાવી હિતાવક છે તેને બદલે જો ટીકાઓના મારાથી માણસની આસ્થા દુર કરવાનું કામ કરવામાં આવે તો અનર્થ થઇ જાય કારણકે નાસ્તિકતા પણ એક અલગ જૂથ અને અલગ વિચારધારા રૂપી સંપ્રદાય હોવાથી જે તે આસ્થાને નાસ્તિકતામાં કે બીજી કોઈ આસ્થામાં ફેરવવાથી અંધશ્રદ્ધાને કોઈ હાની નથી પહોચતી પણ જે તે આસ્થાનું પાવર વેક્યુમ સર્જીને બીજી આડ-અસર જરૂર ઉભી થઇ શકે છે.
    તેથી મિત્રો, મારું દ્રઢપણે માનવું છે કે અંધશ્રદ્ધા અને આડંબરને દુર કરવાનું સૌથી મોટું, પ્રમાણિક અને અસરકારક હથિયાર છે, આ લેખમાં લખેલી વિગતોની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉચા મુલ્યોની ચર્ચા જેના થકી લખાણની effectiveness અને acceptance નો દેખીતો વધારો થઇ અને કોઇપણ કચવાટ સિવાય વાત સમજાય અને અપનાવવામાં આવે અને તે વાતથી કોઈ ખુવારી કે આડ-અસર પણ ન થાય.
    (૪) લોકો જયારે કહેકે ” તમે હજારો વાતો કરો કે હજારો લેખ લાખો તો પણ અંધશ્રદ્ધા અને આડંબર નાબુદ થવાના નથી” તો તે સાચું કેમ એવો વિચાર થાય! મારી દ્રષ્ટીએ કુદરતના બધા જ તત્વો (વ્યક્ત કે અવ્યક્ત, આપણી જાણવાળા કે આપણાથી અજાણ્યા) કુદરતના બીજા તત્વો પર એક સરખી જ અસર કરે છે કારણકે પક્ષપાત વિહોણું વર્તન જ કુદરતનું વર્તન છે અને કુદરતનો નિયમ છે અને તેથી કુદરતના આ બધા તત્વો કુદરતના નિયમને જ માનપૂર્વક અનુસરે છે! પણ તેમાં અપવાદ રૂપ છે માનવ તત્વ! માનવ કુદરતનું સૌથી ખુદગર્જ (સ્વાર્થી) તત્વ છે! તે કુદરતના બીજા બધા તત્વોને પોતાની ઈચ્છા, જીદ અને સ્વાર્થ પ્રમાણે manipulate કરે છે અને પોતાની સમજ ખુબ નાની હોવા છતાં કુદરત પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરે છે અને તેની સીધું પરિણામ છે માનવ-માનવ વચ્ચે પ્રેમ, આદર અને વિશ્વાસનો અભાવ! તો માનવોમાં રહેલા દુષણ, અનિષ્ટો, અદેખાય, વેરઝેર, અંધશ્રદ્ધા, આડંબર અને વિકૃત્તાને ધીરે ધીરે ઓછા કરવાનો એક ઉપાય છે કુદરતના નિયમોને અનુસરી પ્રેમ અને સમજના ઉચા મૂલ્યોનો રામબાણ ઔષધ તરીકે ઉપયોગ!

    Like

    1. Dilipbhai is right, Reason should be our only choice, no question at all. But most people in India —more than 95percent —- do not follow reason or even common sense. Even scholars in India go by Faith in crazy ideas. Justice Katju has the courage to talk about that unpleasant fact of life. We must understand and support an intelligent man like him. Thanks.
      Ssubodh

      Like

    2. Ashvinbhai, You made several good points, congrats.
      Only one question.
      It is true that criticism hurts, praise helps. But don’t you think plain truth, though unpleasant, is sometimes needed to drive home the truth? If I am too sensitive to criticism, how shall I realize my weaknesses? After all, We are not talking to children here. Why keep praising those who need the bitter truth more than anything else? As they say in Gujarati, one No can kill a hundred miseries, don’t you think so?

      Like

      1. કોઈ ટેકનિકલ કારણસર શ્રી અશ્વિનભાઈની કૉમેન્ટ મને મેઇલમાં નહોતી મળી. આજે શ્રી સુબોધભાઇએ એમને સંબોધીને કરેલી કૉમેન્ટ મળી. સુબોધભાઈ કહે છે તેમ અશ્વિનભાઇએ ઘણા સારા મુદ્દા રજુ કર્યા છે. અમાંથી એક મુદાની હું ચર્ચા કરવા માગું છું.

        શ્રી અશ્વિનભાઇ કહે છેઃ ” જો ટીકાઓના મારાથી માણસની આસ્થા દુર કરવાનું કામ કરવામાં આવે તો અનર્થ થઇ જાય કારણકે નાસ્તિકતા પણ એક અલગ જૂથ અને અલગ વિચારધારા રૂપી સંપ્રદાય હોવાથી જે તે આસ્થાને નાસ્તિકતામાં કે બીજી કોઈ આસ્થામાં ફેરવવાથી અંધશ્રદ્ધાને કોઈ હાની નથી પહોચતી પણ જે તે આસ્થાનું પાવર વેક્યુમ સર્જીને બીજી આડ-અસર જરૂર ઉભી થઇ શકે છે.”

        એમના આ મંતવ્ય સાથે અસંમત થવાનો તો સવાલ જ નથી, કારણ કે વૅક્યૂમ ખરેખર ખતરનાક સાબીત થાય છે.

        પરંતુ વૅક્યૂમ કદી વિચાર જગતમાં ઊભું નથી થતું, વ્યવહાર જગતમાં ઊભું થાય છે. એક કારણ તો એ કે કોઈ નેતા અમુક આદર્શ આપે પરંતુ જીવનનાં કેટલાંય તત્વો બાંધછોડ તરફ ધકેલે. આથી આદર્શ અને વ્યવહાર વચ્ચે એક ખાઈ તો રહે જ. પરંતુ વિચાર નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એટલે માત્ર વિચારને કારણે વૅક્યૂમ ઊભું ન થાય. એક વિચાર ‘વૃદ્ધ’ થઈ ગયો હોય ત્યારે એની અંદરથી જ એનાં વિધ્વંસક તત્વો પેદા થતાં હોય છે. સમાજમાં નવો વિચાર ખરા અર્થમાં સ્થાપિત ન થય ત્યાં સુધી વૅક્યૂમની સ્થિતિ જણાય. વિચાર આમ દ્વન્દ્વાત્મક છે. એકમાંથી બીજો જન્મે. નાસ્તિકતાનો વિચાર પણ આસ્તિકતાના અનર્થોનું જ સંતાન છે.

        પરંતુ અહીં મહત્વનો સવાલ એ નથી કે તમે નાસ્તિક છો કે આસ્તિક. સવાલ એટલો જ છે કે તમારા જીવનમાં (અહીં તમે એટલે હું પણ, આપણે સૌ) વિજ્ઞાન અને તર્કનું સ્થાન શું છે? કારણ કે આદિમાનવ પણ પ્રક્રુતિનાં બળોથી ડરતો હોવા છતાં, પૈડું, આગ, શિકારનાં હથિયારો અને બીજાં ઓજારોની શોધ કરતાં અચકાયો નથી. આમ એને ખબર નહોતી તેમ છતાં, એક ‘સર્વ શક્તિમાન’ તત્વથી ડરતો હોવા છતાં, વિજ્ઞાન અને તર્કના સહારે આગળ વધ્યો. વિજ્ઞાન અને તર્ક હંમેશાં માનસની વિકાસયાત્રામાં સાથે રહ્યાં છે.

        કોઈ આસ્તિક હોય કે નાસ્તિક એ બહુ મહત્વનું નથી, મહત્વનો મુદ્દો એ છે કે માનવસમાજના વિકાસમાં વિજ્ઞાનની જે ભૂમિકા રહી છે તેનો સ્વીકાર કરવામાં કેટલા પ્રામાણિક રહી શકીએ છીએ? જેની જેટલી શક્તિ.

        આમ ઈશ્વરમાં માનવું કે નહીં એ પ્રશ્ન પર બીજા છેડેથી વિચારવાની જરૂર છે. દાખલા તરીકે, અમુક કાર્ય ઈશ્વરનું હોઈ શકે? અમુક કાર્ય હોમહવન કે બાધા આખડીથી સિદ્ધ થઈ શકે? આ જાતના પ્રશ્નો પૂછતા થઈએ તો અંધશ્રદ્ધાના મૂળ પર પ્રહાર કરી શકીએ.

        આપણે વિચારીએ છીએ કે ભગવાન જુએ છે એટલે હું કોઈને ઠગતો નથી. પણ અશ્વિનભાઈ અને સૌ મિત્રો, એક પ્રયોગ કરી જોવા જેવો છે (મેં ઘણાં વર્ષો પહેલાં કર્યો છે).અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો, તે દિવસે તમારે માનવાનું રહેશે કે આજે હું કશું પણ ઈશ્વર પર નહીં છોડું. તમે જોશો કે અઠવાડિયાના એ દિવસે તમે પોતે જ તમારી જાતને બહુ જ બારીક નજરે જોયા કરતા હશો (કદાચ ગભરાઇ પણ જવાય, એટલા તમે પોતાની સાથે કઠોર હશો).અને કશું જ એવું કામ નહીં કરો જેને તમે પોતે ખોટું માનો. આ આપણી સ્વાધીન પ્રામાણિકતાનો ઉદય છે.

        હું સમજું છું ત્યાં સુધી અહીં અપાતા લેખોના લેખકો પણ સ્વાધીન પ્રામાણિકતાના ઉદયના હેતુથી જ લખે છે.

        Like

  18. ૯૦ ટકા પ્રજા મૂર્ખ છે અને ૧૦૦ ટકા ન્યાયાધીશો આળસુ છે. ભોપાલ કાંડનો ચુકાદો ૩૦ વર્ષે આપ્યો.

    Like

Leave a comment