ગુરુનું જ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન.. !

એકવાર એક ધર્મગુરુએ ભક્તોની મોટી મેદની વચ્ચે કહેલું: ‘ઈશ્વરે આનન્દ માટે નહીં; માત્ર સન્તાન મેળવવા માટે જાતીયવૃત્તી આપી છે. એથી સન્તાનો થઈ ગયા પછી સ્ત્રીસંગ કરવો એ પાપ છે !’ ત્યાં બેઠેલા લાખો શ્રદ્ધાળુઓ અન્દરખાનેથી એ વાત સાથે સમ્મત નહોતા, પણ ગુરુની વીચારધારાનો કોઈ વીરોધ કરતું નહોતું. ધર્મ અને શ્રદ્ધામાં સંશયને સ્થાન હોતું નથી. બહુધા આસ્તીકો ગુરુવાણીને ઈશ્વરવાણી સમજી તેનો ચુસ્તપણે અમલ કરે છે. કદાચ કોઈ શ્રદ્ધાળુ શંકા ઉઠાવે તો બીજા લોકો તેનો વીરોધ કરીને ગુરુના અજ્ઞાનને છાવરવાની કોશીશ કરે છે. આજપર્યંત લઠ્ઠો પીને કેટલા મર્યા તેના આંકડા અખબારોમાં છપાય છે. પણ લઠ્ઠા જેવી અન્ધશ્રદ્ધાથી કેટલાંક સામુહીક મરણ થાય છે તેના આંકડા છાપામાં જોવા મળતા નથી. અમુક નુકસાન દુષીત વાયરસ જેવાં હોય છે – તે દેખાતાં નથી; ભોગવવાં પડતાં હોય છે.

સોનોગ્રાફી વડે ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે જાણી તો શકાય; પણ એ સુવીધાનો દુરુપયોગ કરીને ભ્રુણહત્યા કરવામાં આવે તે ઠીક ન ગણાય. કોઈ વીજ્ઞાનવાદી પણ જો એ ભુલને છાવરવાની કોશીશ કરે તો તે વીજ્ઞાનમાં અન્ધશ્રદ્ધા ધરાવે છે એમ કહી શકાય. ધુરન્ધર નાસ્તીકનો પણ કોઈ વીચાર ખોટો હોઈ શકે; પણ તેના મીત્રો તેને છાવરવાની કોશીશ કરે, એ ભુલ જેટલી મોટી છે તેટલી જ મોટી ભુલ આસ્તીકો ધર્મગુરુઓને છાવરે તે પણ ગણાય. આપણે ચાના કપમાં તરતી માખીને કાઢીને ફેંકી દઈએ છીએ; પણ ગુરુની નબળાઈઓને ગળી જઈને તેમને સાષ્ટાંગ વન્દન કરીએ છીએ. સાચી વાત એ છે કે આસ્તીકો ધર્મચાહક હોય છે; સત્યચાહક નથી હોતા. ધર્મના સ્વાંગમાં કેટલીક અધાર્મીક બાબતો (ચામાં પડેલી માખી જેવી) છે, તેને જીવનભર પંપાળતા રહે છે. નાસ્તીકો દ્વારા તેમની ભુલોનું ભાન કરાવવામાં આવે ત્યારે અહમ્ કે મમત ખાતર તેનો વીરોધ કરવામાં આવે છે. પરન્તુ યુદ્ધ – ઝઘડા, વાદ-વીવાદ કે કલહ – કુસમ્પથી ધર્મની જ નહીં; આખા સમાજની તન્દુરસ્તી કથળે છે. એક સત્ય સ્વીકાર્યા વીના ચાલે એમ નથી : બોલનાર કોણ છે તેનું મહત્ત્વ નથી; પણ તે શું બોલે છે તેનું મહત્ત્વ અંકાય. માણસ આસ્તીક હોય કે નાસ્તીક; પણ તેણે તટસ્થપણે એવું વલણ દાખવવું જોઈએ કે ગાંધીજી ખુન કરવાની સલાહ આપે તો તેનો વીરોધ થવો–કરવો જોઈએ. અને મોરારજી દેસાઈ દારુ પીવાની સલાહ આપે તો તેનોય વીરોધ થવો–કરવો જોઈએ.


વારમ્વાર એક વાત સામે આવે છે. જેમણે કર્મને જ સાચો ધર્મ ગણ્યો છે એવાં પશ્વીમના લોકો સર્વક્ષેત્રે આપણાં કરતાં આગળ આવે છે. આપણે ૩૩ કરોડ દેવીદેવતાઓની વચ્ચે જીવીએ છીએ. આપણા ધાર્મીક દેશમાં કર્મકાંડોની બોલબાલા રહી છે. દેશમાં ચોમેર કથા–કીર્તન, હોમ–હવન, પુજા–પાઠ, યજ્ઞો વગેરે થતાં રહે છે. સરકારી ઑફીસોથી માંડી આગગાડીના ડબ્બામાં સુધ્ધાં સત્યનારાયણની કથા થાય છે. પણ લોકોની વ્યથામાં એક મીલીગ્રામનોય ફરક પડ્યો નથી. ક્રીકેટનો વર્લ્ડકપ આપણને મળે તે માટે યજ્ઞો કરાવવામાં આવે છે. અમીતાભ બચ્ચનની તન્દુરસ્તી માટે ધાર્મીક વીધીઓ થાય છે. સલમાન ખાન કે સંજય દત્તે જેલ નહીં જવું પડે તે માટે પુજા–પાઠ થાય છે. વીશ્વની શાન્તી માટે આજપર્યન્ત હજારો વીશ્વશાન્તી યજ્ઞો થઈ ગયા; પણ વીશ્વમાં તો શું દેશમાં પણ શાન્તી સ્થપાઈ શકી નથી !

આનો સીધો અર્થ એ થાય છે કે વીશ્વશાન્તીના ઉપાયો પુજા–પાઠ કે કર્મકાંડોમાં નહીં; પણ કઠોર પરીશ્રમ, ઈમાનદારી, સમજદારી અને બુદ્ધીકૌશલ્યમાં રહેલા છે. ધર્મ માણસ માટે ચા જેવી એક આદત માત્ર છે. જેઓ ચા નથી પીતા તેઓ મૃત્યુ નથી પામતા; પણ ધર્મને નામે અધર્મનું આચરણ થાય છે ત્યારે ચાના કપમાં દારુ કે લઠ્ઠો પીરસવા જેવી ઘટના બને છે. વીદેશી લોકો કામને જ દેવસેવા–પુજા ગણે છે. એ કર્મમન્ત્રને કારણે તેઓ હરણફાળે વીકાસ સાધી શક્યા છે. નાસ્તીકો અને ખાસ તો વીજ્ઞાનવાદીઓ વીજ્ઞાન અને ટૅકનોલૉજી વડે માણસને સુખી કરવાની કોશીશ કરે છે તે સાચી દીશાનું પગલું છે. શ્રદ્ધા એ માણસની અંગત વીચારધારા છે. પણ સમાજમાં સાયન્સ અને ટૅકનોલૉજી વડે સુખસમૃદ્ધીનો સુરજ ઉગાડી શકાય છે. તે આખા જગતમાં અજવાળું કરે છે. નાસ્તીકો અન્ધશ્રદ્ધાનો પર્દાફાશ કરે છે તે ઘટના, નગરપાલીકાના સફાઈકામદારો, મચ્છરનો નાશ કરવા માટે ડીડીટીનો છંટકાવ કરે તેવી આવકારદાયક બાબત છે. શ્રદ્ધાથી ફંડફાળા ભેગા કરીને ધર્માદા દવાખાનાં ખોલી શકાય. એટલું જ સુન્દર કામ વીજ્ઞાન વડે થાય છે. શ્રદ્ધાળુઓ દીવસમાં પા અડધો કલાક ઈશ્વરની ભક્તી કરે છે. તેમને થોડીક માનસીક શાન્તી મળે છે; પણ વીજ્ઞાનીઓ રાત દીવસ સંશોધનની સાધનામાં મંડ્યા રહે છે અને કરોડો લોકો સદેહે ભોગવી શકે તેવી સેંકડો શોધખોળ કરે છે. વીજ્ઞાન મનુષ્યજીવનની દરેક મીનીટ અને સેકન્ડને સુખમય બનાવવાની કોશીશ કરે છે. આપણે સ્વીકારવું જોઈએ કે એક ભગવાધારી ધર્મગુરુ કરતાં એક સાયન્ટીસ્ટ સમાજને વધુ ઉપયોગી છે. ગુરુ સ્વર્ગનાં સપનાં દેખાડે છે. વીજ્ઞાનીઓ જીવતાંજીવત આપણી આસપાસ જ સ્વર્ગ ઉભું કરી આપે છે. મૅડીકલ સાયન્સ કીડની, હૃદય, કેન્સર વગેરેની દવા શોધે છે. શ્રદ્ધાના માધ્યમથી કેન્સરનું ઓપરેશન મફત થઈ શકે છે. શ્રદ્ધા હીન્દુ કે મુસ્લીમ માટે જુદા જુદા નીયમો અને ધર્મો ઘડે છે. વીજ્ઞાન નાતી–જાતીના ભેદભાવ વીના સૌનાં દુ:ખ દુર કરવા કમર કસે છે. હીન્દુનાં ઈન્જેક્શનો જુદાં અને મુસ્લીમોનાં જુદાં એવો ભેદભાવ વીજ્ઞાનમાં નથી હોતા. આસ્તીકો સર્વધર્મ સમભાવનાં બણગાં ફુકે છે. વીજ્ઞાન અક્ષરશ: એ ભાવનાનું પાલન કરે છે. મૅડીકલ સાયન્સ માણસનાં સર્વ દુ:ખો ઝડપથી દુર કરવાની કોશીશ કરે છે. બલ્બની સ્વીચ પાડો પછી અજવાળા માટે રાહ જોવી પડતી નથી, એનેસ્થેસીયાનું ઈન્જેક્શન આપો પછી દરદી બેહોશ થાય તે માટે રાહ જોવી પડતી નથી; પણ શ્રદ્ધાના આયુર્વેદીક ઉપાયની અસર મોડી થાય છે. (મોટેભાગે તો થતી જ નથી અથવા થયેલી દેખાય તો તે માત્ર અકસ્માત જ હોય છે) શ્રદ્ધાળુઓ માને છે કે આ ભવમાં પુણ્ય કરો તો આવતા જન્મે તેનું ફળ મળે છે. આવતો જન્મ કોણે જોયો ? પુર્વજન્મ કે પુનર્જન્મની એક પણ સત્ય ઘટના સમાજ સમક્ષ આવી નથી. (એક સુવીખ્યાત મેગેઝીનમાં એકવાર એક બાળકને પુર્વજન્મ યાદ હોવાની ઘટના છપાઈ હતી. પરન્તુ સુરતની ‘સત્યશોધક સભા’એ તે બાળકનાં માતાપીતાની મુલાકાત લેતાં આખી વાત બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.)

તાત્પર્ય એટલું જ કે શ્રદ્ધા અને સાયંસ બન્ને નીર્જીવ માધ્યમો છે. તે સ્વયમ્ સંચાલીત યંત્રોની જેમ એકલે હાથે કશું કરી શકતાં નથી. માણસે વીવેકબુદ્ધીથી એનો ઉપયોગ કરવાનો હોય છે. બન્નેનાં સારાંનરસાં પરીણામનો આધાર માણસ એનો કેવી રીતે ઉપયોગ કરે છે તે પર રહેલો છે. તમારી પાસે સ્કુટર હોય; પણ ચલાવતાં ન આવડતું હોય તો તે તમારા પગોને સુખ આપી શકશે નહીં. ઘરમાં પંખો છે; પણ તે સ્વીચ ઓન કરવાથી ચાલુ થઈ શકે એ વાત જ તમે નહીં જાણતા હો તો તમારે ગરમી સહન કરવી પડશે. તમારી પાસે રીવોલ્વર હોય; પણ બહારવટીયા આવે ત્યારે તમે નાળચું તમારા તરફ રાખી ફાયર કરો તો ધાડપાડુને બદલે તમારો જીવ જશે. ફરીફરી સમજાય છે કે દેશની દરેક સારીનરસી ઘટનાઓમાં ‘કોંગ્રેસનો પંજો’ નહીં; માણસનો હાથ રહેલો છે. ‘ભાજપનું કમળ’ નહીં; માણસનું કર્મફળ ભાગ ભજવે છે. દારુગોળો એની જાતે નથી ફુટતો. બન્દુકો એની મેળે ગોળીબાર નથી કરતી. બોમ્બ સ્વયમ્ જામગરી સળગાવીને હજારોની હત્યા કરતો નથી. વીશ્વની, સમાજની કે શેરીની શાન્તી માટે શ્રદ્ધા અને વીજ્ઞાન તો કેવળ રૉ–મટીરીયલ છે. માણસની મદદ વગર તે એકલે હાથે યુદ્ધ કે શાન્તી ઉભી કરી શકતાં નથી. માણસ આટલું સમજી લે તો થોડીક શાન્તી જરુર સ્થપાઈ શકે.

ધુપછાંવ

સંસારનાં સુખદુ:ખનો આધાર ભગવાન પર નહીં; ઈન્સાન પર રહેલો છે. માણસો હૉસ્પીટલો બનાવે છે અને માણસો જ હાથબોમ્બ બનાવે છે. માણસો જ દયા કરે છે ને માણસો જ હત્યા પણ કરે છે. ઉપર જાઓ તો ચેક કરજો બાબરી મસ્જીદ તુટી, વર્લ્ડ ટ્રેડ સેન્ટર તુટ્યું કે બોમ્બ બ્લાસ્ટ થયા એમાંના એક પણ ઓર્ડરમાં નીચે ભગવાનની સહી છે ખરી ?

દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 13 મે, 2012ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરેમાંથી.. લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. સરળતા માટે વર્ષ વાર પીડીએફની લીન્ક નીચે આપી છે..

૧.    પ્રથમ વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-1st-year/

૨.    બીજા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-2nd-year/

૩.    ત્રીજા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-3rd-year/

૪.    ચોથા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-4th-year/

આભાર.. ..ગોવીન્દ મારુ..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com

અક્ષરાંકન:  ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. 396 450 જીલ્લો નવસારી. સેલફોન: 99740 62600 મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 15–06–2012

48 Comments

 1. વીદેશી લોકો કામને જ પુજા ગણે છે.
  હાસ્યાસ્પદ વાક્ય.
  ભારત માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ વિદેશ જ કહેવાય.

  Like

  1. Please understand the point of the author – he is talking about more developed countries. Don’t argue just for the sake of arguing!

   Like

 2. શ્રી દિનેશભાઈ પંચાલના લેખો સારા હોય છે. તેઓ પણ બીજા લેખો પર પોતાનાં મંતવ્યો વ્યક્ત કરે અને પોતાના લેખો પરની ચર્ચામાં જોડાય તો એમની સાથે સંપર્ક થવાનો આનંદ જુદો જ હશે. આ બ્લૉગને ચર્ચાનો મંચ માનવાનું વધારે સારૂં થશે. ઘણી વાર લેખકના કેટલાક મુદ્દા વાચક સમક્ષ સ્પષ્ટ થતા નથી હોતા.. આનો ખુલાસો તો લેખક પોતે જ કરી શકે. આ સૂચન પર વિચાર કરવા શ્રી દિનેશભાઈને વિનંતિ છે.

  Like

 3. ધુપછાંવમાં બાબરી મસ્જીદનો ઉલ્લેખ છે.

  વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બોમ્બ બ્લાસ્ટ અને બાબરી મસ્જીદમાં થોડોક ફરક છે.

  ૫-૬ ડીસેમ્બર ૧૯૯૨ના અયોધ્યામાં ભેગા થયેલા હીન્દુ ટોળાને ઉશ્કેરી બાબરી મસ્જીદ તોડવામાં આવી છે.

  આ કૃત્ય માટે લીબરહાન કમીશને અહેવાલ આપી દોસીતોને સજા કરવાની ભણામણ કરેલ છે.

  રાજ્ય સરકારે સોગદનામુ આપી બાબરી મસ્જીદના રક્ષણની જવાબદારી લીધેલ અને બીજેપીના લાલકૃસ્ણ અડવાણી વગેરે એ વખતે હાજર હતા.

  ભુતનું આયુસ્ય ૫૦૦ વરસનું હોય છે એ હીસાબે આ બાબરી ભુત હજી ૫૦૦ વરસ જીવતું રહેસે.

  Like

 4. Aje science atlu agal vadhyu chhe pan dharti par swarg chhe ? corruption, tensions ne karne swarg kyay najar nathi avtu. etle scientist dharti par j swarg ubhu kare chhe te vaat logical nathi lagti. jyare dharm k dharm guru j loko nu bhalu karshe te vaat pan aj na yug ma sachi nathi lagti.

  Like

  1. Religion claims to find the ‘truth’ and science to improve the society through technology. Both of them have failed to make man happy because they have over stepped their domain. If religion keep its activity limited to the improvement of society and science to finding the truth, then, being complementary to each other, both of them will be benevolent for society.

   Like

   1. Dear Mr. Dalal:
    I respectfully disagree. religion can neither find truth nor improve society. It can only harm the society with lies. In stark contract, science does both. It improves the society and also finds the truth. Example: Science found the truth that polio was not caused by “god’s will” or sin as claimed by religion, but by virus. And it developed the vaccination process, which prevented millions of cases of polio, thereby improving society.

    Like

   2. Science can find Atomic Energy. To use it for Atom Bomb or for treatment of cancer depends on man. Science neither kills nor cures. It is the man who decides how to use science. Decision depends on one’s idea as to what is good or bad.

    Like

   3. Dear Mr. Dalal
    Regarding your note from June 22, I woleheartedly agree. Science finda truth, and also develops tools to help improve society. Indeed, humans can and often do misuse those tools. My point was that religion unfortunately provides neither truth nor improvement to society. At best, it is a harmless pastime. At worst, it leads to unimaginable atricities and genocide. Giving it the responsibility (or credit) for improving society is wrong. It has doggedly opposed any progress / improvements in society for centuaries. Any improvements in society are in spite of religon, not because of it. And it is absolutely incapable of finding any ‘truth’ by simply navel-gazing. 🙂

    Like

 5. It is a good article. We all should try honestly to make right choice in our life.

  Thanks,
  Pradeep H. Desai
  USA

  Like

 6. Having been a scientist all my life and having trained more than 40 Ph.D. students, I agree most of your write up. However, I have the following reservation. You have labeled everyone under one title, namely being religious. In your opinion, was Mahatma Gandhi religious? If yes, he was not the same type of religious person, believing in Hom, Havan, Yagna etc. Yes, he did reserve time for two prayers per day. But he was a true Karma Yogi. So please differentiate between “Spiritual” and ” Ritualistic or Andhshraddhalu” persons. The first type can be as hard working as a scientist and the latter can have the blind faith in rituals. Having gone through various phases of life, I do believe that Faith in God is helpful in difficult circumstances of life whether God exists or does not exist !

  Dinesh O. Shah, Professor, Chemical Engg and Anesthesiology, University of Florida, Gainesville, FL, USA

  Like

  1. ડૉ. દિનેશ શાહે સારો મુદ્દો ઊભો કર્યો છે. આધ્યાત્મિકતા અને કર્મકાંડ વચ્ચે અંતર છે.વ્યક્તિ આધ્યાત્મિક છે કે કર્મકાંડી, એ અંતર એમની જીવનશૈલીમાં પણ અંતર પેદા કરે છે. ખરેખર તો ધર્મના બે પ્રવાહો રહ્યા છે.ઋગ્વેદના કાળ પછી કે એની સાથે જ એની શરૂઆત થઈ. પૂર્વમિમાંસામાં કર્મકાંડ છે, તો ઉપનિષદો એનો વિરોધ કરે છે.
   ગાંધીજીનું ઉદાહરણ સારૂં છે કેમ કે ગાંધીજી મંદિરમાં જતા નહોતા. એમની રાર્થના પણ સર્વધર્મ પ્રાર્થના હતી અને વ્યક્તિગત નહીં, સામુહિક અભિયાન હતું. આને હું ધાર્મિક કરતાં જનસંપર્કની રીત માનું છું. તે ઉપરાંત ગાંધીજીએ ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું છે, પરંતુ એમનો ઈશ્વર એટલે ‘સત્ય’. Truth is God. આ બહુ મોટો ફેર છે. એમ કહી શકાય કે જે સમાજમાં સત્યનું મૂલ્ય ગ્રંથોની બહાર ન નીકળ્યું હોય તે સમાજમાં એમણે સત્યની અવધારણા સમજાવવા માટે એક જાણીતી અવધારણાનો નવા રૂપે ઉપયોગ કર્યો.આ રીતે ગાંધીજી પારમ્પરિક અર્થમાં શ્રદ્ધાળુ કે આધ્યાત્મિક પણ નહોતા એમ લાગે છે.
   જો કે શ્રી દિનેશભાઈ પંચાલ પોતે ચર્ચામાં ભાગ લે તો એમનો મત જાણવા મળે. તે સિવાય તો ચર્ચા ચાલ્યા કરશે, પણ ચર્ચા વિશે લેખકનો અભિપ્રાય જાણવા નહીં મળે.

   Like

   1. વહાલા દીપકભાઈ અને મીત્રો,
    લેખકમીત્ર શ્રી. દીનેશભાઈ પાંચાલના ચીન્તન–લેખન શૈલી ઉપરથી કહી શકાય કે તેઓ વીદ્વાન અને વીચારશીલ વ્યક્તી છે. પરન્તુ તેઓ ચર્ચામાં સહભાગી થઈ શકે તેમ નથી. તેઓ પાસે સમયનો અભાવ છે, ઈન્ટરનેટ જગત સાથે સંકળાયા નથી અને હવે તેઓને ઈન્ટરનેટ જગત સાથે જોડાવાની રુચી પણ નથી. આપણે માત્ર ફોન: 02637 242 098 અથવા સેલફોન: 94281 60508 પર તેમનો સમ્પર્ક કરી શકીએ અને તેમના ખુલાસા જાણી શકીએ. જે સહજ જાણ માટે..
    ધન્યવાદ..

    Like

  2. Some theists consider GOD to be a form of support. They argue that a creeper cannot climb without the support of a string. The support might be necessary for most of us and by having faith in GOD, worshiping, attending sermons or praying, we might be getting psychological relief but that is like taking an aspirin. Aspirin does not allow us to feel the pain but it cannot cure the disease either.
   If at all it is necessary to take such a support, then we must be aware that it is only a support. Manure and water is for the creeper and not for the string. Do we want to remain a toddler requiring a walker or do we want to learn to walk without it?

   Like

  3. Dineshbhai,
   1. Every religion has its own specific three components– Ritual, philosophy and ethics. As an intellectual, you will agree, I hope, that ritual is superficial or harmful, philosophy is speculative or controversial, and ethics is absolutely essential. Everyone chooses his own priorities. Most Hindus have chosen the worst of the three in actual practice. That is the major reason why we are backward.
   2. What is useful is not necessarily truthful.
   Thanks.
   Ssubodh Shah

   Like

   1. Dear Mr. Shah
    Please try to read Dawkins. If you have to pick and choose out of what the religion offers, that means that you have within you something else that helps you decide which parts of hte religion are good and which should be discarded. That means, if you choose ethics out of the 3 components, you were inherently ethical to begin with. Religion is just an unnecessary “valgan”.
    My 2 cent’s worth…

    Like

  4. Dear Dr. Shah:
   Regarding “I do believe that Faith in God is helpful in difficult circumstances of life whether God exists or does not exist ! ” may i respectfully offer a counterpoint? Some people may claim that illegal drugs are helpful during difficult circumstances for them. Would that justify respecting or even considering those drugs as a beneficial part of life?

   Like

 7. વિજ્ઞાન નાત જાતના ભેદભાવ નથી જોતું તેમ છતાં વિજ્ઞાનનો ગેર ઉપયોગ કરનારા માણસો નાત જાતના ભેદ ભાવ જોવે છે. તેવી રીતે ટેકનોક્રેટ અને પ્રોફેશનલો ગરીબ અમીરના ભેદભાવ જુવે છે.

  વિજ્ઞાન હોય કે ટેકનોલોજી જ્યાં સુધી તેનો ઉપયોગ કરનાર માણસને ભેદ ભાવ રહિત નહીં કરી શકો ત્યાં સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યે દુરુપયોગ થવાનો જ છે.

  માણસને ભેદ ભાવ રહિત કોણ કરશે?

  કોઈ ઈશ્વરમાં માને તો તેનાથી મને શું કામ ફેર પડવો જોઈએ?
  કોઈ ઈશ્વરમાં ન માને તો તેનાથી મને શું કામ ફેર પડવો જોઈએ?
  પણ
  જો કોઈ માણસાઈમાં ન માનતો હોય તો તેનાથી સમગ્ર માનવ જાતને ફેર પડે.

  મૂલ્યનું શિક્ષણ કોણ આપશે?

  Like

   1. શિક્ષણ અને કેળવણીમાં ફેર છે. કેળવણીમાં પુસ્તકોની જરૂર નથી હોતી.

    Like

  1. Dear Sir:
   I would like to offer a paraphrased quote (of a famous author). Please forgive me for not remembering exactly. — “Everywhere in the world, good people will do good things and bad people will do bad things. But it takes religion to make good people do bad things.”

   This is not about technocrats or professionals and their “mulyo”. The author’s point is that Science by and large helps everyone – more so than any harm that comes from it. Wheread Religion by and large harms people, more so than any good that comes from it.

   Like

 8. એકવાર એક ધર્મગુરુએ ભક્તોની મોટી મેદની વચ્ચે કહેલું: ‘ઈશ્વરે આનંદ માટે નહીં માત્ર સંતાન મેળવવા માટે જાતીયવૃત્તી આપી છે. એથી સંતાનો થઈ ગયા પછી સ્ત્રીસંગ કરવો એ પાપ છે !’
  Sex and the Bible……….
  http://www.joebeam.com/sexandbible.htm
  Was Sex Intended Solely for Procreation?………
  http://www.ucg.org/booklet/marriage-and-family-missing-dimension/divorce-proof-your-marriage/was-sex-intended-solely-pr/
  Sex and Hinduism…………..
  http://www.articlesbase.com/religion-articles/sex-and-hinduism-400813.html
  In Hinduism, views of sexual morality differ widely depending on the tendence. Hindu scriptures themselves are often vague about sexuality. ………..
  http://en.wikipedia.org/wiki/Religion_and_sexuality

  http://www.shreedarshan.com/sex-and-hinduism.htm

  Like

  1. Yes, your point is well taken that western religious nuts may also have the same false notions as Gujarati ones. However, the author’s point is that by and large, there are more people focused on “karma” than following religious leaders in the developed countries – and that is better. The battle between “karmayog” of scientists and hard-working people versus”vani-vilas” from gurus is an ongoing one throughout the world. By pointing out the same delusions of western religions, you cannot justify the same delusions of our gurus.

   Like

 9. Friends,
  I request every one of you to read a book named “Culture can Kill” by Shri Subodh Shah. First read and do analysis of the facts he has put in this book. You will have wide range of facts leading to the reasons that has lead our country to this stage, which we are living in. I am not giving any hint here. One can learn only if he or she does the study. ( We have educated ourselves and earned degrees by deep studies of the subjects we have earned degrees in. Aap mariya sivai swarge nahi javay…is THE ONLY TRUTH)
  Let me quote one example. Shri Dineshbhai mentioned about scientists dedicating their time in doing scientific research and not wasting the time in other activities of no importance. They find drugs to heal the incurable diseases….e.g. High Blood Pressure, Cancer, and……so many to name.
  We know the so called power of Shri satya Sai Baba. He could generate anything from his palm to impress the followers…or to fool the blind believers.
  When he was sick and breathing his last, he had to go to hospital and request Doctors to save his life. The question here is : He who could do any magic or ????? established himself as a BHAGAVAN, why he could not cure his own disease ? He had predicted his life span of 90 years????? He died at the age below the number he had predicted…..
  Ghetasahi??????? Blind belief ?????? Those who wants to be cheated or be fooled, no body can prevent.
  For we Hindus the CULTURE HAS PLAYED THE ROLE OF A KILLER.

  Like

 10. Great.Yes,I agree with Dineshbhai.Only human being is responsible for doing all kinds of act, good or bad.Value lost in us today,is the main reasion as I believe.We do not have dicipline in any field so we are the suffers.If a person is valued in his dids I’m sure, can live his life fearlessly.No Guru can get u heaven, it’s a belief.Resist all temptation to become rich overnigh,work hard & earn ur.fruits.

  Like

 11. જીવન માં જ્ઞાન અને વિજ્ઞાન જ જરૂરી છે. લેખ બહુ સારો અને સચોટ છે. પણ વોરા સાહેબ ની કોમેન્ટ હમેશા
  એક ધર્મ વિરોધી રહી છે તે દેખાય છે. ચર્ચા પત્ર નો મર્મ સમજી ચર્ચા થાય તે ઉત્તમ છે. ધર્મ માણસ ને બહુ બહુ તો યોગી બનાવી શકે પણ વિજ્ઞાન તો જીવન ને ઉપયોગી બનાવે છે. આપણે આ ચર્ચા ઈન્ટરનેટ પર કરીએ છીએ તે
  ક્યાં ધર્મ ના આધારે શક્ય છે? વિજ્ઞાન ની શોધખોળ થી જ જીવન સુગંધિત થયું છે તે તો સ્વીકાર્યા વિના છૂટકો નથી
  80 વર્ષ પહેલા નવજાત બાળકો ને પોલીયો થતો હતો. પણ કોઈ શોધખોળ ને અભાવે પ્રભુ ની કૃપા કે કર્મ ના સિદ્ધાંત ને માની ને તેને ભગવાને સજા કરી છે તેમ માની લેતા . પણ વિજ્ઞાન ની શોધે પોલીયો રસી પીવડાવી ને આ જન્મ જાત મહા બીમારી ને નાથી શકાઈ. તો શું ૮૦ વર્ષ પહેલા ભગવાન કર્મ ની સજા આપતો હતો તો હવે કેમ સજા આપતો નથી? ક્યાં ગઈ કર્મ ની ગતી. કર્મ નું ફળ અહી જ ભોગવવાનું હોય છે એમાં કઈ ધર્મ સામેલ થતો નથી. તમે કોઈ ને લાફો મારી કર્મ કર્યું તો તમારે લાફો ખાવાની તૈયારી સાથે શાંતિ પણ તમારી ઉડી જાય તે નક્કી છે. આ કર્મ નું ફળ થયું. આપણે બધા કુદરતી કર્મ આધારીત જન્મ થયો અને એજ પાછા એજ પ્રક્રિયા માં માટી માં ભળી જઈશું. કદી ઉપર સ્વર્ગ છે તે કલ્પના માં રહેવું જોઈએ નહિ. તમે કોઈ પણ ધર્મ અનુસરો પણ જો તે ધર્મ તમને શાંતિ ઉલ્લ્હાસ અને આનંદ ના આપી શકે તે ધર્મ કે ગુરુઓ થી દુર રહેવું સારું. કર્મકાંડ હવે નિરુપયોગી થતો જાય છે. જ્યારે વિજ્ઞાન ન હતું ત્યારે લોકો ના પ્રશ્નો ને હલ કરવાનું અને એમ કરી આત્મસંતોષ મેળવવાનું સાધન માત્ર હતું
  વિજ્ઞાન ની શોધ ને પડકારી શકાય નહિ. તે તમારી સુખ સુવિધા માં વધારો કરે છે. અને ધર્મ તમને આ સુખ સુવિધા ના ભોગવવા માટે જણાવે છે. દુનિયા માં ધર્મ યુદ્ધો ના લીધે જ વધારે લોકો હોમાયા છે અને હોમાય છે. કર્મ નું ફળ અહી જ ભોગવાવનું છે તે નક્કી છે. ધર્મ ફક્ત જીવનની નૈતિક રીતી નીતિ શીખવાડે છે. વધારે ધાર્મિક લોકો જીવન ને વધારે
  દુખી કરતા હોય છે.

  Like

 12. સાઈકોલોજી અને ફીલોસોફી એટલે કે મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર અલગ અલગ છે. ફીલોસોફીમાં ઢોંગ અને ધતીંગ હોય છે એ ખબર પડી જાય છે. એ હીસાબે ધર્મે એટલે કે હીન્દુ, બૌદ્ધ કે જૈન ધર્મ એ ફીલોસોફીનો ભાગ છે અને એ ઢોંગ ઉપર જેટલા હુમલા થાય એટલા કરવા જોઈએ.

  Like

 13. Dear Dineshbhai Panchal and Friends:

  Dharma ie. Religion is Belief. Science is a Reality. It works to improve the lives of People. No one has seen Life Before Birth and Life after Death. Whatever we know is what we have done in This Life. So Try to “Do Good Karmas” instead of “Kriya-Kand”.. You can See the Results of Good Deeds in This Life.

  Therefore, Don’t go to Belief-Centers i.e. Temples and Waste your Time, Efforts and Money. This is The Crux of Human Life, which has a PURPOSE. Don’t Live Like an Animal without any Purpose. This is The Only Difference.

  Fakirchand J. Dalal
  U.S.A.

  Like

 14. @ Shri Vikrambhai,

  તો તે તેમ થવાને લાયક નથી.

  તેમ છતાં અશિક્ષિત લોકો માવતર થાય છે એટલું જ નહીં ટોળા બંધ છોકરાવ પેદા કરે છે. કેટલાયે શિક્ષકો ને મેં પાન માવા ચાવતા ચાવતા ભણાવતા જોયા છે. ઘણી અને સરકારી અને કેટલીક ખાનગી શાળાઓના શિક્ષકોને જ શિક્ષણની જરુર હોય છે. કેટલાયે ધર્મગુરુઓ પરંપરાથી ગાદી વારસ બની બેઠા હોય છે જેને વ્યવહારિક કે પારમાર્થિક એકે જગતનું જ્ઞાન નથી હોતું.

  આવા મા-બાપના સંતાનો, વિદ્યાર્થીઓ અને ચેલાઓને પછી જગત રુપી પાઠશાળા શિક્ષણ આપે છે. અને તેમને શિક્ષિત કરતાં કરતાં તેના ઉધામાથી સભ્ય સમાજને ય પારાવાર પરેશાની ભોગવવી પડતી હોય છે.

  Like

   1. ૧૦૦% સહમત એટલે જ માણસના સંતાનોને માણસ બનાવવા કેળવાયેલા માવતર જોઈએ અથવા તો કેળવણી પામેલ વ્યક્તિઓ પાસે કેળવવા મુકવા જોઈએ. કેળવણી વગરનું માનવ બાળ પશુ સમાન જ હોય છે.

    Like

  1. Dear sir
   you have the same philosophy as Hitler and other genocide inducers. Who are you to judge who is eligible to have children?

   Oh and by the way, what is wrong with pan? Are the students suddenly going to think that 2+2=5 and not 4, just because the teacher was eating pan?

   Please watch out for your personal biases masquarading as policies or facts!

   Like

 15. શિક્ષણ અને કેળવણીમાં ફેર છે. કેળવણીમાં પુસ્તકોની જરૂર નથી હોતી.

  @ દિપકભાઈ,

  આપની સાથે આંશીક સહમત. કેળવણી પુસ્તક સાથે કે પુસ્તક વગર બંને રીતે આપી શકાય અને મેળવી શકાય. શિક્ષણ પણ પુસ્તક વગર આપી શકાય. પહેલા વૈદિક પાઠશાળાઓમાં ક્યાં પુસ્તકો હતા? તેમ છતાં શિક્ષણ કાર્ય તો ચાલતું જ ને?

  Like

  1. પુસ્તકો નહોતાં, પણ શ્રુતિ-સ્મૃતિ પરંપરા હતી. શિક્ષણનો ફાળો મહત્વનો છે, પણ એ માત્ર એક ખોટ પૂરી કરે છે. જીવન માત્ર પુસ્તકોમાં નથી. કેળવણી એટલે છોડનો ઉછેર અને માવજત. ગોલ્ડ મૅડલિસ્ટ જીવનમાં સફળ થતા હોય એવું નથી. આ ફેર શિક્ષણ અને કેળવણીનો છે.

   Like

   1. પુસ્તકોમાં જીવન છે જ નહીં. પુસ્તકોમાં લખેલું જ્યારે આચરણમાં મુકાય ત્યારે તે જીવન બન્યું કહેવાય.

    Like

 16. ‘ઈશ્વરે આનન્દ માટે નહીં; માત્ર સન્તાન મેળવવા માટે જાતીયવૃત્તી આપી છે. એથી સન્તાનો થઈ ગયા પછી સ્ત્રીસંગ કરવો એ પાપ છે !’
  આવી માન્યતા તો ગાંધીજીની પણ હતી. તેઓનો માર્ગરેટ સેંગર (અમેરિકામાં ‘પ્લાન્ડ પેરન્ટ હુડ’ નામની સંસ્થાના આદ્ય સ્થાપક) સાથેનો વાર્તાલાપ વાંચવા જેવો છે. આવીજ માન્યતા બધા નામદાર પોપની પણ હોય છે. તેથી જ તો ચર્ચ દ્વારા સંતતિનિયમનનો પણ નિષેધ કરવામાં આવે છે.
  ગુરુના શબ્દનું મહત્વ તો આપણી ગળથુથીમાં રહેલું છે. ઇશાવાસ્ય ઉપનિષદ જેવા ઉત્તમ તત્વજ્ઞાન ભર્યા ગ્રંથમાં પણ દસમા અને તેરમા શ્લોકોમાં ગહન તત્વવિચારનું સમર્થન “ધીર પૂર્વજોએ કહ્યું છે” એમ કહીને કરવામાં આવ્યું છે. લેખકને પોતાની વિચારશક્તિ પર પુરેપુરો ભરોસો નહીં હશે?

  Like

  1. ગાંધીજીની પણ ભુલો થઈ છે કારણ કે તે માણસ હતા. તેમના જડસુ અનુયાયીઓએ તેમને દેવ બનાવ્યા છે.

   Like

   1. To Mr. Dalal
    Well said sir. Over the years, I have gone from admiring him to not liking him to back to respecting him. What he did was great (getting us the independence). But not *everything* he did or believed was great or even right. He was human after all, and those who give his example about everything are falling into the same trap that the author points out in the very first paragraph of his article – bavo bolya te brahmvakya!

    Like

 17. ‘ઈશ્વરે આનન્દ માટે નહીં; માત્ર સન્તાન મેળવવા માટે જાતીયવૃત્તી આપી છે. એથી સન્તાનો થઈ ગયા પછી સ્ત્રીસંગ કરવો એ પાપ છે !’
  આવી ફીલોસોફીએ બ્રહ્માકુમારીવાલા કેટલાયની જીંદગી નરક બનાવી ચુક્યા છે અને હજુ બનાવી રહ્યાં છે. ગમેતેટલી ફિલોસોફી હાંકો કે ધર્મના હજારો અર્થ કરો ભારતમાં લોકો કર્મકાંડને જ ધર્મ માને છે અને માનવાના છે. ટીલા ટપકા , કથા વાર્તા, અસત્યનારાયણની કથા, આ ખવાય આ નાખાવાય એમાં જ એમનો ધરમ સમાઈ ગયેલો છે. અહી તો વૈજ્ઞાનિકો પણ નાળીયેર વધેરીને એમનું રીસર્ચ શરુ કરે તેવું છે.હહાહાહાહાહા!!!!

  Like

 18. પ્રિય ABCD,
  તમારી એન્ટ્રી સાથે ચર્ચા અંધશ્રદ્ધાના સ્તરથી ઊંચે, ધર્મ અને ઈશ્વર વિશેની મૂળભૂત ધારણાઓ સુધી પહોંચી છે. અભિનંદન. જ્યાં સુધી મૂળભૂત અંધશ્રદ્ધા વિશે આપણે સ્પષ્ટ ન થઈએ ત્યાં સુધી એના આધારે ફાલતીફૂલતી અંધશ્રદ્ધાઓ વિશેની ચર્ચાઓ પણ સપાટી પર જ રહેવાની છે.
  આ બ્લૉગના એક નિયમિત સુજ્ઞ વાચક શ્રી પ્રદીપભાઈ દેસાઈ છે. તેઓ હંમેશાં એક જ પ્રકારની સાદી પણ અર્થગંભીર કૉમેન્ટ કરતા હોય છે અને પછી બીજી વાર આવ્યા હોય તેવા પ્રસંગો નગણ્ય છે. એમણે એક વાર પોતાનો આ નિયમ તોડીને ડૉકિન્સના ઉલ્લેખ સાથે બીજી વાર કૉમેન્ટ કરી હતી. તે પછી તમે એવા છો જેણે ડૉકિન્સનો ઉલ્લેખ કર્યો છે. મેં તો The God Delusion પ્રદીપભાઈની સલાહ પછી જ વાંચ્યું.
  લખતા રહેશો. મઝા આવે છે.

  Like

 19. આપે અંધશ્રધ્ધા વિષે બ્લોગ પર સારુ અભિયાન ચલાવ્યુ છે.
  ઓશો રજનીશ,સ્વામી સાચ્ચીદાનંદ જેવા ધર્મ સુધારક નુ વાંચન કરવુ ઘટે.

  Like

 20. ધર્મ અને અંધશ્રધ્ધાનો પ્રચાર કરવામાં ધર્મ ગુરુઓ અને આસ્તિકો હવે તો વિજ્ઞાનનો મહત્તમ અને ખુબ છૂટથી ઉપયોગ કરે છે. (ટીવી,રેડિયો, કોમ્પ્યુટર,ઈન્ટરનેટ અને બીજું ઘણું બધું.) છતાં એ જડભરતો વિગનાન કરતા ભગવાનને જ અતિ ઉત્તમ માને છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s