સત્યની શોધ અને સ્વીકાર: ભાગ– 6

ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર (ભાગ – 2)

આ લેખમાળાના તા.19 એપ્રીલ, 2012ના અંકમાં સમાજશાસ્ત્રની વાત કરતી વેળા દૈવી ન્યાયની વાસ્તવીકતા વીશે પ્રશ્ન કર્યો હતો. સાવ સરળ શબ્દોમાં કહીએ તો સમાજશાસ્ત્ર એટલે સમાજમાં વ્યવસ્થા સ્થાપવાનું શાસ્ત્ર. એના નીયમ રાજકીય, ધાર્મીક કે સ્થાનીક સત્તાકેન્દ્રો તરફથી આવ્યા હોય છે. માનવ સંસ્કૃતીનું આ સૌથી પહેલું શાસ્ત્ર છે. એ વીસ્તારથી ભલે મોડું લખાયું હોય, એને શાસ્ત્રનો દરજ્જો, માણસ સમુહમાં રહેતો થયો ત્યારથી જ મળી ગયો છે.

પ્રકૃતીગત રીતે માણસ સ્વાર્થી, હીંસક, પરીગ્રહી અને બીજા પર અંકુશ મેળવવાની વૃત્તીવાળો છે. એટલે બધાના હીતમાં બનાવાયેલ નીયમ પણ અમુક લોકોને સ્વીકાર્ય નહોતા. તે ઉપરાન્ત સત્તાકેન્દ્રો દ્વારા લોકો પર લદાયેલ કેટલાક નીયમો, એ બનાવનારના લાભ માટે હોવાથી ગેરવાજબી હતા. જેથી જનસમુદાયને તે મંજુર નહોતા. આવા કારણોસર સમાજ વ્યવસ્થા જળવાતી નહોતી. વધારેમાં જુદા જુદા સમાજો કે રાજ્યો વચ્ચે અવારનવાર અથડામણો થતી હતી, જેના પર કોઈનું નીયન્ત્રણ નહોતું.

માણસો પર લદાયેલ આવા બાહ્ય નીયન્ત્રણોની નીષ્ફળતા જોઈ કેટલાક વીદ્વાન વીચારવન્ત મહાપુરુષોએ અરાજકતાને દુર કરી સમાજ– વ્યવસ્થા સુધારવા બાહ્ય નહીં; પણ આન્તરીક નીયન્ત્રણોની વાત કરી. આ આન્તરીક નીયન્ત્રણો પ્રમાણે દરેકે પોતાના ક્રોધ, લોભ, ઈર્ષા, અભીમાન જેવી લાગણીઓ પર કાબુ મેળવવાનો હતો, તેમ જ બીજાઓ સાથેના વ્યવહારમાં ક્ષમા, ઉદારતા, કર્તવ્યનીષ્ઠા, સહકાર જેવી ભાવનાઓ વીકસાવવાની હતી. આ બધું સ્વેચ્છાએ સ્વીકારી આચરવાનું હતું.

માનવ સંસ્કૃતીના વીકાસનું આ એક અતી મહત્ત્વનું પગથીયું હતું. સમાજને સંસ્કારી બનાવતા પહેલાં દરેકે પોતાને સંસ્કારી બનાવવું જરુરી હતું. આવું કહેનાર આ મહાપુરુષો ખરા અર્થમાં સમાજસુધારક હતા. નોંધપાત્ર બાબત એ છે કે આવા મહાપુરુષો કોઈ એક દેશમાં નહીં; પણ દરેક દેશમાં/માનવસમુદાયમાં સમયાન્તરે ઉભરી આવ્યા છે.

આ સમાજસુધારકોની બધી વાતો (ઉપદેશ) સાચી અને સમાજોપયોગી હતી. જો કે એનો અમલ સ્વૈચ્છીક હોવાથી એનો મર્યાદીત સ્વીકાર થયો. કેટલાક લોકોએ પોતાની સગવડ પ્રમાણે અમુક વાતો સ્વીકારી ખરી; પણ બધા જ લોકો બધું સ્વીકારે એવી અપેક્ષા રાખવી વધારે પડતી હતી. પરીણામે સમાજવ્યવસ્થાના પ્રશ્નો ઉકેલાયા વગર એમના એમ જ રહ્યા.

બાહ્ય તેમજ આન્તરીક નીયન્ત્રણોની મર્યાદીત સફળતા જોયા પછી કેટલાક વહેવારુ અને ચાલાક એવા સમાજના હીતેચ્છુઓએ વધારે સારી સમાજવ્યવસ્થા માટે એક નવો ઉકેલ શોધ્યો. એમણે માણસમાં જન્મજાત રહેલી ભય અને લાલચની વૃત્તીનો લાભ લઈ સ્વર્ગ, નરક, પુનર્જન્મ જેવી માન્યતાઓ ફેલાવી. પાપ–પુણ્યનો ખ્યાલ ઉભો કર્યો. એની સાથે પાપ–પુણ્યનો હીસાબ રાખનાર ઈશ્વરનો પણ ખ્યાલ ઉમેર્યો. આ રીતે પરલોકની એક નવી જ દુનીયા લોકો સામે ઉભી કરી દીધી !

આની ધારી અસર થઈ. કુદરતી ઘટનાઓ પાછળનાં કારણ ન સમજાતાં એનાથી ડરતા લોકોને આ બધું સહેલાઈથી ગળે ઉતર્યું. સમાજનો બહોળો વર્ગ આન્તરીક નીયન્ત્રણો પોતપોતાની સમજ પ્રમાણે સ્વીકારવા લાગ્યો. આ નીયન્ત્રણો માત્ર સમુદાયો માટે નહીં; પણ દરેક વ્યક્તી માટે પણ એટલા જ ઉપયોગી છે, એ પણ લોકોને સમજાવા લાગ્યું. આ વ્યવસ્થાને ‘ધર્મ’ નામ અપાયું

સારી સમાજવ્યવસ્થા માટે શરુ થયેલ નીતીનીયમોમાં સમયાન્તરે પરલોકની એટલી બધી વાતો અને માન્યતાઓ ઉમેરાવા લાગી કે ધર્મના આ વટવૃક્ષની ઘેઘુર ઘટા અને વડવાઈઓએ (સમ્પ્રદાયોએ) મુળ સમાજશાસ્ત્રના થડને સમ્પુર્ણપણે આવરી લીધું. એટલે સુધી કે સમાજશાસ્ત્રનું અસ્તીત્વ જ જોખમાયું. ધર્મની વધતી લોકપ્રીયતા જોઈ બીજા સ્વતન્ત્ર વીષયો (શાસ્ત્રો) પણ એમાં ભળવા લાગ્યા. ઈતીહાસ, ખગોળ વગેરે તો ધર્મના ભાગ જ બની ગયા !

આ સ્વીકારવું અધરું છે, એટલે બે દાખલા આપવા જરુરી લાગે છે. ધારો કે કોઈ માણસ માનવસમુદાયથી દુર કોઈ જંગલમાં અથવા તો નીર્જન ટાપુ પર એકલો પહોંચી જાય, ક્યારેય પણ બીજા કોઈ માણસના સમ્પર્કમાં ન આવે, તો એના માટે ક્રોધ, લોભ, માયા, અભીમાન જેવી નકારાત્મક લાગણીઓ તેમ જ ક્ષમા, ઉદારતા, સહકાર જેવી સકારાત્મક વૃત્તીઓ બધી અર્થહીન બની જાય છે. એની મુખ્ય પ્રવૃત્તી અને ધ્યેય માત્ર પોતાની જાતને ટકાવી રાખવાની હશે. પરલોકનો વીચાર એના માટે ગૌણ બની જશે કે પછી આવશે જ નહીં. આ આદી માનવની વાત નથી. આજનો માણસ પણ આવી પરીસ્થીતીમાં આવી જાય તો એની વૃત્તી પણ આવી જ હશે.

જે કોઈ અપહરણકર્તા દ્વારા બન્ધક બની જાય, કોઈ મોટા અકસ્માતનો ભોગ બને કે જીવલેણ માંદગીમાં સપડાય એને પણ જીવ બચાવી આવી પરીસ્થીતીમાંથી જલદી છુટી પોતાના સંસારમાં પાછા ફરવાની અદમ્ય ઈચ્છા હશે. પણ ‘જલદી મરીને સ્વર્ગમાં જવા મળશે’ એનો આનન્દ કોઈને નહીં હોય.

પાયાનો મુદ્દો એ છે કે ધર્મમાં જે સદ્ ગુણો અને સંસ્કારોની વાતો કરી છે તે ભલે આત્માના કલ્યાણના નામે કરવામાં આવતી હોય, વાસ્તવમાં તે સારી સમાજવ્યવસ્થા સ્થાપવા જરુરી વર્તન માટે છે. લોકો એને સ્વીકારે એટલા માટે એનું પેકેજીંગ અને માર્કેટીંગ ધર્મના નામે કરવામાં આવ્યું છે. આગળ લખ્યું તે પ્રમાણે સમાજશાસ્ત્રમાં પરલોકની વાતો ઉમેરવાથી તે ધર્મ બની ગયો. જો પરલોકના મૃગજળની પેલે પાર જોવામાં આવે તો ધર્મ અને સમાજશાસ્ત્રનું સ્વરુપ સરખું જ દેખાશે. પ્રાચીન ગ્રન્થોમાં ક્ષત્રીયધર્મ, રાજધર્મ, પત્નીધર્મ જેવા શબ્દો છુટથી વપરાયા છે. ત્યાં ધર્મનો અર્થ ‘ફરજ’ કે ‘કર્તવ્ય’ કરવામાં આવ્યો છે, જે આજના ધર્મના પ્રચલીત અર્થથી અલગ અને સમાજશાસ્ત્રના ત્યારના નીયમના અર્થમાં છે.

લોકો ત્રણ કરાણસર ખોટું કરતા અચકાય છે. ૧. ઈશ્વર અને પરલોકના ભયથી, ૨. કાયદો અને સજાના ડરથી, તેમ જ ૩. જાતે કેળવેલ સાચા–ખોટાની સમજ સાથે એને આચરણમાં મુકવાની સ્વશીસ્તને લીધે. દુનીયામાં આજે ઘણા માનવસમુદાય છે જે પરલોકમાં માનતા નથી. તેઓનાં વાણી, વર્તન, વ્યવહાર વગેરે બધું સુવ્યવસ્થીત સમાજને ધ્યાનમાં રાખીને કેળવેલી સ્વશીસ્તને લીધે હોય છે. દેશના કાયદાનું પાલન પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે.

ભારતના સન્દર્ભમાં કહીએ તો, આજ સુધી અજ્ઞાની ભોળા લોકોને પરલોકનો ભય અને લાલચ બતાવી ‘સારા’ (એટલે કે આજ્ઞાંકીત, ડરપોક) નાગરીક બનાવી શકાયા હતા. હવે સમય બદલાયો છે. લોકો હવે એટલા ભોળા નથી રહ્યા. પરલોકની પોકળ વાતોનો ડર હવે ઓછો થઈ રહ્યો છે અને કાયદાનો ડર હજી પેઠો નથી. આંતરીક શીસ્ત જેવો ખ્યાલ હજી માંડ ક્ષીતીજ પર દેખાય છે. એટલે ખોટું કરતા ભાગ્યે જ કોઈ અચકાય છે. આજની અરાજકતા અને વ્યાપક ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ આ જણાય છે.

આ બાબતમાં આપણો દેશ આજે માનસીક ઉત્ક્રાન્તીની કીશોરાવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે. એને પોતાના હક્ક જોઈએ છે; પણ હક્ક સાથે આવતી જવાબદારીઓ નીભાવવી નથી. એટલું જ નહીં, તે બીજાના વાજબી હક્કને પણ સદન્તર અવગણે છે. સમાજનાં દરેક ક્ષેત્રમાં પ્રસરેલા આ સડાના જેટલા દાખલા અપાય એટલા ઓછા છે.

માણસની બૌદ્ધીક/માનસીક ઉત્ક્રાન્તી સાથે આ થવું સ્વાભાવીક છે. એના માટે કળીયુગ, પશ્વીમી સંસ્કૃતી કે વીજ્ઞાનને દોષ દેવો વાજબી નથી. અજ્ઞાનતાના અન્ધારામાં પાછા જવું હવે શક્ય નથી. જે વાસ્તવીકતા છે એને સ્વીકાર્યા વીના છુટકો નથી.

આપણા દેશની ખાડે ગયેલ સમાજવ્યવસ્થાની અનેક જટીલ સમસ્યાઓ છે. એનો ઉકેલ હવે ધાર્મીક ઉપદેશથી આવવો શક્ય નથી; કારણ કે સદીઓથી આવો ઉપદેશ સાંભળ્યા છતાં પણ આપણું સમાજ– જીવન આટલું કથળ્યું છે. એકમાત્ર ઉપાય (વીસ્તૃત અર્થમાં વર્ણવાયેલ) સમાજવ્યવસ્થામાં જરુરી ફેરફાર અને કાયદાઓનો કડક અમલ છે. ઘણા દેશ આ માર્ગે સફળ થયા છે. એના ઉંડાણમાં જવું એ વીષયાન્તર થશે. હાલ ચાલી રહેલ ભ્રષ્ટાચાર વીરોધી ઝુમ્બેશ આ દીશામાં લીધેલું એક જરુરી અને અગત્યનું પગલું માત્ર છે, સમ્પુર્ણ ઉકેલ નથી.

પરલોકના અસ્તીત્વને સ્વીકારવાથી આપણી આસપાસ બનતા કેટલાક ન સમજાતા બનાવોના ઉત્તર મળતા હતા. પરલોકની માન્યતાને કાલ્પનીક ગણવાથી આવા પ્રશ્નો અનુત્તર રહે છે. આનો સરળ ખુલાસો એ છે કે બધું પ્રકૃતીના નીયમો અનુસાર થાય છે. આ નીયમો અચળ છે, ની:સ્પૃહ છે. કોઈની ઈચ્છાથી બદલાતા નથી. આપણી મર્યાદા એ છે કે આપણે હજી કુદરતના બધા નીયમ જાણતા નથી. કુદરતને સમજવાની શરુઆત થોડી સદીઓ પહેલા જ થઈ છે. માણસ જ્યારે પ્રકૃતીને સારી રીતે સમજતો થશે ત્યારે ઘણાખરા પ્રશ્નોના ઉત્તર મળી જશે.

માનવ સંસ્કૃતીનાં શરુઆતનાં હજારો વરસ માણસ ‘પ્રકૃતીપુજક’ હતો. એ દીશામાં પાછા વળવાનો સમય આવી ગયો છે. ફરક માત્ર એટલો કે પ્રકૃતીપુજકને બદલે પ્રકૃતીને સાચા અર્થમાં સમજી ‘પ્રકૃતીરક્ષક’ બનવાનું છે.

મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના ૨૦૧૧ (http://www.kutchijainahd.org/mangal_mandir.htm)ના જુન માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 10–08–2012

25 Comments

  1. IT IS NICE TO READ THIS. IT IS BALANCED AND WELL CONCEIVED. CHANGES ARE COMING . ANDHSHRADHA HAS TO GO FROM OUR SAMAJ. MANY MORE HAVE NOW STOPPED LISTENING DHARMAGURU ETC.
    THANKS TO WRITER AND GOVINDBHAI AS WELL ABHIVYAKTI.

    Like

  2. લોકો ત્રણ કરાણસર ખોટું કરતા અચકાય છે.
    ૧. ઈશ્વર અને પરલોકના ભયથી,
    ૨. કાયદો અને સજાના ડરથી, તેમ જ
    ૩. જાતે કેળવેલ સાચા–ખોટાની સમજ સાથે એને આચરણમાં મુકવાની સ્વશીસ્તને લીધે.

    આ જ ત્રણ કારણોને
    સાચું કરતાં પ્રેરવાના પ્રેરક બળ તરીકે લેવા હોય તો.

    ૧. ઈશ્વર અને પરલોક પ્રત્યેના પ્રેમથી,
    ૨. સમાજ અને દેશ પ્રત્યેની આત્મિયતાથી, તેમ જ
    ૩. જાતે કેળવેલ સાચા–ખોટાની સમજ સાથે એને આચરણમાં મુકવાની સ્વશીસ્તને લીધે.

    પ્રથમ અને તૃતિય બંને અત્યારે લગભગ નિષ્ફળ નીવડ્યાં છે તેવે વખતે બીજો મુદ્દો મહત્વનો બની રહે.
    સમાજ શાસ્ત્રમાં બે બાબત હોવી જોઈએ :

    ૧. ખોટું કરે તેને સજા
    ૨. સાચું કરે તેને સન્માન અને ઈનામ

    દુષ્ટ માણસોને સજા દ્વારા કાબુમાં રાખી શકાય અને સારા માણસોને સન્માન અને ઈનામ દ્વારા વધુ સારુ કરવા પ્રેરી શકાય.

    કેટલાંક લોકો દુષ્ટ પણ નથી હોતા અને સારા યે નથી હોતા તેઓ આ બંનેની વચ્ચે હોય છે. તેવા લોકો માટે ય તેમનું રોજીંદુ જીવન વ્યવસ્થિત રીતે ચાલ્યાં કરે તે માટેની સગવડો અને આંતરમાળખાકીય સુવિધા વિકસાવવી જોઈએ. દુષ્ટ માણસોને સામાન્ય માણસ, સામાન્ય માણસને સારા માણસ અને સારા માણસને વિશિષ્ટ માણસ બનવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તેવું વાતાવરણ ઘડવું તે ય સમાજ શાસ્ત્રની આવશ્યકતા ગણાય.

    આગામી લેખમાં માણસ જ્યાં છે ત્યાંથી તેને વધારે આગળ કેમ લઈ જઈ શકાય તેવા મુદ્દાઓ આવરી લેશો તો લેખ શ્રેણી રોચક બની રહેશે.

    Like

    1. You have some very good points. Thanks. I have few words to add to it.

      ૧. ઈશ્વર અને પરલોક પ્રત્યેના પ્રેમથી,
      If one can do it without the help of a middleman or an self appointed agents of God.

      ૨. સમાજ અને દેશ પ્રત્યેની આત્મિયતાથી,
      Nation should always come before Samaj. In India that is not possible under present circumstances. Though, several smaller and secular nations have achived this to a large extent.

      ૧. ખોટું કરે તેને સજા ૨. સાચું કરે તેને સન્માન અને ઈનામ
      There is a provision for no.1 in the law but no.2 is hard to execute at a national level.

      આગામી લેખમાં માણસ જ્યાં છે ત્યાંથી તેને વધારે આગળ કેમ લઈ જઈ શકાય તેવા મુદ્દાઓ આવરી લેશો તો લેખ શ્રેણી રોચક બની રહેશે.

      I have some thoughts on how everyone can contribute to the society specially after the age of 60/65, when he becomes free from many family and social obligations. This will have to wait as there are many other articles in line to be placed here.

      Like

      1. શ્રી મૂરજીભાઈ,
        ૬૦-૬૫ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી માણસ સમાજને શી રીતે ઉપયોગી થાય તે વિશે તમારા વિચારો જાણવા જેવા હશે. મારે એ કહેવાનું છે કે વિચારવાની ટેવ કિશોરાવસ્થાથી પડે છે અને ૯૯ ટકા કેસમાં તો વૃદ્ધાવસ્થામાં માણસ પહોંચે તેમાં ખાસ ફેરફાર થતો નથી. એટલે જેણે પચીસ વર્ષે કે પચાસ વર્ષે સમાજ માટે વિચાર્યું ન હોય તે સાઠ વર્ષે નવી રીતે વિચારી શકે એવી શક્યતા ઓછી રહે છે. એટલે મારૂં માનવું છે કે કિશોરાવસ્થામાં સમાજલક્ષી સંસ્કાર મળવા જોઇએ. પાકે ઘડે કાંઠા નથી ચદતા.

        Like

      2. Even if someone has some interesting thoughts at younger age, he may not have means, time, courage etc. to put those thru. At a later age he could have some of those. Also if someone doesnot have any new ideas, he could at least start being an honest man in true sense and be an example for others. We do some wrong things and then feel guilty about those afterwards. Finally a time comes when one can right those wrongs if possible and knowingly not do more wrongs. For example, pay all your taxes honestly without creative accounting.

        Like

  3. શ્રી મૂરજીભાઈએ એમની હંમેશની ટ્રેડમાર્ક સૌમ્ય ભાષામાં સમસ્યાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કર્યો છે. રોગના ઇલાજ કરતાં રોગને સમજીને એનું નિદાન કરવાનું જરૂરી છે. – “લોકો હવે એટલા ભોળા નથી રહ્યા. પરલોકની પોકળ વાતોનો ડર હવે ઓછો થઈ રહ્યો છે અને કાયદાનો ડર હજી પેઠો નથી. આંતરીક શીસ્ત જેવો ખ્યાલ હજી માંડ ક્ષીતીજ પર દેખાય છે. એટલે ખોટું કરતા ભાગ્યે જ કોઈ અચકાય છે. આજની અરાજકતા અને વ્યાપક ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ આ જણાય છે.” આ નિષ્કર્ષ સાથે ભાગ્યે જ કોઈ અસંમત થઈ શકશે.

    આંતરિ્ક શિસ્તનો ખ્યાલ માણસને એની જવાબદારી પ્રત્યે જાગૃત કરીએ તો જ વિકસે. સ્વર્ગની લાલચ કે નર્કના ડરથી નહીં. જેમણે આંતરિક શિસ્ત પર ભાર મૂક્યો એમના કરતાં આંતરિક શિસ્ત માટે ડર અને લાલચની વ્યવસ્થા વિકસાવનારાઓ પતન માટે વધારે જવાબદાર છે. આંતરિક શિસ્તનો વિકાસ સત્યની શોધ અને સ્વીકાર દ્વારા જ થાય.

    શ્રી અતુલભાઈએ હવે મનુષ્યને કેમ આગળ લઈ જવો તેની ચર્ચા હવે પછીના લેખમાં કરવાનું સૂચન કર્યું છે. શ્રી મૂરજીભાઈ કદાચ એ કહેવામાં સફળ નહીં થાય. તેઓ સફળ થશે તો ‘ગુરુ’ બની જશે! અનેક આંટીઘૂંટીઓમાં એકનો ઉમેરો થશે. ‘ગૌતમ બુદ્ધે કહ્યું છે કે “આપ્પ દીપો ભવ” સૌ પોતાનો દીવો બને એ જ સાચો રસ્તો છે.

    Like

  4. Dear Respected Murjibhai:
    This is a wonderfully written article! I continue to be amazed by how well you are able to crystallize some of the diffused thoughts beginners like I have. And you express it so concisely and clearly! It is impossible to disagree with you on any points. I am also in awe of how gently you communicate these thoughts. Being a relatively new rationalist (and perhaps due to my own personality), I often tend to put forth my thoughts very aggressively and emphatically. Often that has the same effect as flooding rain – it washes away. Whereas the thoughts you communicate are like soft gentle rain – આછી આછી ઝરમર – the type that truly gets absorbed by the recipients. I look forward to future installments on this topic.
    Many thanks!
    A. Dave (દવે)

    Like

    1. Dear Dipakbhai and A. Dave,

      Thank you both very much for your kind words. There is nothing to respond to Dipakbhai’s comment.

      In response to A. Dave’s query about the gentleness in writing, I like to say that such sensitive subjects have to be dealt with very gently. If we intend to influence someone with a new thought, it can not be done with harsh or offensive words. It just doesn’t work.

      All my article were first published in two Jain community magazines where the readership is very conservative. Even with a mild language, I became a target of harsh criticism, not for the tone but for the content of the article.

      Well, gentleness of speaking and/or writing does come with the age to some extent in most cases. Spending two decades of my prime years in USA has also helped me in getting there.

      It would be helpful to know the location and the age of a person with whom we communicate. Is this doable?

      Like

  5. I briefly glanced at the articles referred to here. They are good in their place.

    However, my personal opinion is that it would be better that the reader express his/her views on the subject rather than referring to another articles or videos. I wonder how many readers would actually read and properly understand such long articles.

    Like

  6. The article is so much right on money; well researched, balanced, logical by all standards and overall should open eyes of those (very many..I think 85% of us) who are not on right track in the endeavor of living life on this planet. Thank you Muljibhai for your enlightened thoughts. Unfortunately Dada Bhagwan is more known and worshiped though for his medieval and unproven stuff and people like you go almost unnoticed. This is the plight of our present society. I do not know the way to change this trend. It is hard but must change for general good of humanity.

    Lalbhai Patel – USA  

    ________________________________

    Like

    1. Thank you very much for your kind words. Such comments help us writers to keep up the zest to express our views on such controversial topic. It is interesting and heartening to see many positive comments on this part compared to part one of the same topic earlier, where I met with intense criticism. Fortunately it was not much related to the topic itself.

      I knew very little about Dada Bhagwan, until I ended up going to his place (to kill time) on outskirt of Ahmadabad with the group of people on some other mission. We saw his temple, a museum and a 30 minute film on his life there. That was Unbelievable. I better not say much about that experience.

      Like

    1. True, to a certain point. There comes a time when we have to make up our mind about what do we want to believe in. Not good to be someone’s shadow for all our life.

      Like

  7. હું ગામડે ગયો ત્યારે મારા ભત્રિજાએ કિધુ, કાકા, અહીં તો બહુ જ ફેરફાર થઈ ગયો છે. મેં પૂછ્યુ શું થયુ ?
    તો કહે આપડા જ માણસો હોય, આપડા જ સગાઓ હોય, આપણને મળે ત્યારે ” જય સ્વામિનારાયણ” કે “જય સચ્ચીદાનંદ” કહે. આપડે સામે આ વસ્તુ ન બોલીએ એટલે કાળુ મોઢુ કરે.
    મેં સમજાવ્યો એને કે આપડે એની પહેલા “રામ રામ” કે “સિતા રામ” કહી દેવાનું એટલે એને કાળુ મોઢુ કરવાને મોકો નો મળે. (કાળુ મોઢુ = અણગમો )
    આ કાળુ મોઢુ કરવાની ક્રિયા નાનો સરખો ધર્મ માટેનો કટ્ટરવાદ જ કહેવાય. અને દેશમાં આવા લોકોની બહુમતિ છે. અને આ લોકો તમારા આ ત્રણે નંબર સાથે રાખીને જીવે છે.
    ૧. ઈશ્વર અને પરલોકના ભયથી, ૨. કાયદો અને સજાના ડરથી, તેમ જ ૩. જાતે કેળવેલ સાચા–ખોટાની સમજ સાથે એને આચરણમાં મુકવાની સ્વશીસ્તને લીધે
    ગુજરાત સાધુસંતોની ભૂમિ રહી છે એટલે ઉપરની વાતો મજબૂતાઈથી પકડી ગુજરાતની જનતા જીવી રહી છે અને અન્ય રાજ્યો કરતા સુખી છે.
    આપડે એમ કહીએ કે આપણે રાષ્ટ્રપતિ થી વધારે હોસિયાર છીએ. તો એ આપડુ અભિમાન જ કહેવાય. જુના રાષ્ટ્રપતિ નવા રાષ્ટ્રપતિને એનુ પદ આપતા પહેલા ભગવાન થી ડરાવવા માટે સંવિધાન સાથે ભગવાનના પણ સોગન્દ લેવરાવે. બધાજ મંત્રિઓ અને મહામંત્રિઓની આ જ હાલત કરે છે.
    હવે સુપ્રિમ કોર્ટ્ને કોણ હિમ્મત કરી કહી શકે કે તમે અંધશ્રધ્ધા મત ફેલાવો. માણસ ને ગીતા કે કુરાન પર હાથ નહિ મુકાવો. કોર્ટ લાભ લેવા માગતી હોય છે માણસની શ્રધ્ધાનો. રખેને માણસ પોતાના ઈશથી ડરી સાચુ બોલી જાય.

    Like

  8. Dear Rationalist Friends:

    Thank you. We are reaching a stage when Logic is appreciated and Faith and Belief are Depreciated. Samaj-Shastra is Necessary for Peace and Tranquility. Religion may have good intentions, but adding extraneous factors of Fear and Greed spoiled its purpose. Rules and Regulations are Necessary, but Respect for them can Help Good Behavior.

    Sociology serves the purpose of Understanding our Relationship with Other Living Beings. In the Materialistic Rat-Race, Duties are Forgotten and Rights are Pursued. Mutuality has to be a Way of Life. Constitution, Laws, Regulations, etc. are Good for the Society, but Religion has gone too far in The Non-Existing Other Worlds.

    Let us strengthen our Social Regulations towards a Better World.

    Fakirchand J. Dalal
    U.S.A.

    Like

    1. શ્રી ફકીરચંદભાઇ,
      આપની કૉમેન્ટ દ્વારા ઘણાં પાસાં પર પ્રકાશ પડે છે. મને યાદ આવે છે ત્યાં સુધી શ્રી મૂરજીભાઇએ પહેલ લેખમાં એ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો કે ધર્મશાસ્ત્ર પોતે જ એક સમયે સમાજશાસ્ત્ર હતું.

      નીતિમત્તાને લગતી બાબતોમાં ધર્મ અને સમાજશાસ્ત્ર અલગ ન પડી શકે. સમય જતાં સમાજના વિકાસ સાથે ઘણી બાબતો બદલાતી હોય છે અને એને પ્રાથમિકતા આપવી જોઇએ. આમ ઘણી વાતોમાં અમુક કાલખંડમાં રચાયેલાં ધર્મશાસ્ત્રો, એમના કશા જ વાંક વિના જ પાછળ રહી જતાં હોય છે. આને કારણે ધર્મની સમજ પણ બદલાતી રહે છે.

      ઉદાહરણ તરીકે ગીતામાં કહ્યું છે કે त्रैगुण्य विषयाः वेदाः निस्त्रैगुण्यो भव अर्जुन વેદોનો વિષય ત્રણ ગુણ (સત્વ, રજ, તમ) છે. હે અર્જુન, તું નિસ્ત્રિગુણ એતલે કે આ ત્રણ ગુણ થી રહિત બન.

      આમ જોઈ શકાય છે કે વેદની સીમાઓથી અગળ જવાની ગીતા સલાહ આપે છે. આનો અર્થ એ કે ધર્મની સમજ બદલાઈ. ધર્મની સમજ સમય સાથે બદલાય તો એ સમાજશાસ્ત્ર બની રહે. તે સિવાય એનો ઉપયોગ સર્વસામાન્ય ન રહે. આજના સમયને અનુકૂળ હોય તે બધું માનવું જોઇએ. જે અનુકૂળ ન હોય તે છોડતાં અચકાવું ન જોઈએ.

      શ્રી મૂરજીભાઈના બે લેખો પરથી હું આ રીતે સમજ્યો છું તે આપ અને અન્ય મિત્રો સમક્ષ અને શ્રી મૂરજીભાઈ સમક્ષ સમીક્ષા મા ટે રજુ કરૂં છું.

      Like

  9. Dear Murjibhai:
    After reading some of your comments, I went back and reviewed the comments for your previous article (part 1 on the same topic). Wow! I can see how you felt that you had stirred a hornet’s nest there. People had some strong comments.

    Having seen all of those comments in one shot, i can see how distorted and tangential that discussion had become. I am going to try and summarize the strongest negative responses from that, and then try to address those. (not meaning to re-open a can of worms, just looking at things from a distance).

    1. Starting at the beginning, if I understand correctly, your intent in both parts 1 and 2 is to demonstrate how religion came about. Your thesis is that when started, it was more of a civics lesson (how to live in a large group, a society) by following certain rules. Slowly, perhaps due to need to convince people to behave, stories about heaven and hell, about soul and god, about sin and punishment/reward were added in – and eventually they became primary focus, and the civics lesson was lost. This is not just for Hindu (or Sanatan) religion, it is for almost every religion. And your point, if i understood correctly, is that perhaps it is time to strip out the additions and bring focus back on the civics -the rights and responsibilities of an individual living in a modern society. I think it is an admirable goal.

    2. Most of the objections / strong negatives i read in response to the first article can be grouped into the following categories (I’m summarizing their objections, not mine):
    (a) The current status of Indian civil system is very corrupt and politicized, therefore your argument that we need a more prominent civic law would not work
    (b) The Hindus have suffered/reformed enough and unless you can make Muslims and Christians` suffer/reform, you should not try to talk of any reform

    These are summarized objections. Let me try to address them one by one.

    3. Regarding 2-a. Yes, the current status of the Indian civil system is extremely corrupt. How should it be changed and who can do it is a good discussion point. The only person who can change it is “each individual voter.” Each individual voter has to vote for the candidate that would maximize long-term benefit to the society as a whole. Unfortunately, a majority of current voters vote for short term benefit (money or liquor) or along religious/caste lines. They must be educated regarding their civic duty and regarding what is in the long term benefit of the society. I do not see why Shri Murjibhai’s articles are any less relevant due to this objection. In fact, they are more pertinent – educate the people on their civics duty and they will improve the system. Clearly, religion is not helping – after all, the current corrupt system has come about while everyone is extremely religious (save a few rationalists). So yes, at best, this objection is actually an argument in favor of what Shri Murjibhai is saying, and at worst, it is just a tangential issue that acted as a steam valve (as mentioned by Shri Maru Saheb).

    4. Regarding 2-b. I have two issues with this objection. First of all, if I read Murjibhai’s articles correctly, he is making a general statement about how what may have started as a civics lesson eventually may get transformed into religion full of blind-faith and rituals, and missing the original point of the civics – rules of how to live in a society amicably. That is not specific to Hinduism – can be applied to many different religions.

    Second issue – some of the objections sounded like the dialog from Amitabh from Diwaar (paraphrasing) – “If you want my sign, please get a sign first from the man who wrote this on my hand, first get sign from…etc.” The objectors ask why we are trying to reform Hindu religion /Indian civics and not Islam or Christianity. And my answer is the same – because i was born in a Hindu family in India and know this system well so i want to fix this. If my house is dirty, I must clean it. I cannot just say – yes, but others houses are dirtier, so unless I can convince them to clean their houses, i should not clean mine – that is a ridiculous argument. Besides, there are ex-Muslim and ex-Christian reformists that are trying to change their religions as well. We should focus on what is ours.

    5. All the rest were off-topic or venting or nit-picky arguments against some minor point.

    So all in all, I do believe both articles by Shri Murjibhai are right on the mark. And I do see that the plethora of strong objections/discussions on the first article were either off-topic or easily addressed by just reading the original articles again.

    Please pardon me if I have misunderstood any of the points made in the article or in the discussions. I found the articles very valuable, and also very clear, and was surprised to see so much negative reaction.

    Many thanks!
    With Respect to all,
    A. Dave (દવે)

    Like

  10. Dear Mr. Dave,

    Thank you very much for your detailed analysis on the subject. You have done a far better job than I could have ever done myself. Please continue your valuable contribution to Abhivyakti.

    Like

  11. Dear Dipakbhai,

    Please forgive me for inadvertently forgetting to mention your name in a response to Mr. A. Dave above. Every word in there applies to you as well.

    Like

    1. શ્રી મૂરજીભાઈ,
      હું પોતે પણ શ્રી દવેસાહેબને અભિનંદન આપવા માગતો હતો. એુમણે બહુ ખંત અને નિષ્ઠાપૂર્વક પૃથક્કરણ કર્યું છે તે દાદ માગી લે છે. તમે મને પણ એમાં જોડ્યો છે તેમાંથી તમારો સદ્‍ભાવ દેખાય છે.

      Like

Leave a comment