અવગણાયેલા મહામાનવો

–મુરજી ગડા

મહાકાવ્યો લખનાર ઋષી–કવી લોકમાનસમાં અમર થઈ ગયા છે. એમનાં માનસ પુત્રો અને પુત્રીઓ (પાત્રો) એમના કરતાં પણ વધારે અમર થઈ ગયાં છે. ઘણા રાજાઓ, સેનાપતીઓ, તત્ત્વજ્ઞાનીઓ, દાર્શનીકો ઈત્યાદી પણ વત્તેઓછે અંશે અમર થઈ ગયા છે. વાર્તાકાર અને એમનાં વાસ્તવીક તેમ જ કાલ્પનીક પાત્રો (ટારઝન, સુપરમેન, શેરલોક હોમ્સ વગેરે) પણ અમર થઈ ગયાં છે. વર્તમાનમાં પ્રસીદ્ધીની ટોચ પર પહોંચેલી રમતગમત અને મનોરંજન ક્ષેત્રની થોડી વ્યક્તીઓ પણ આગળ જતાં અમર થઈ જશે.

આ બધાં ક્ષેત્રની વ્યક્તીઓ કરતાં માનવજીવનને પ્રત્યક્ષ રીતે વધારે સ્પર્શી ગયેલી વ્યક્તીઓ પાઠ્યપુસ્તકો સીવાય સદંતર વીસરાઈ ગઈ છે. આ અવગણાયેલ વ્યક્તીઓ છે : વૈજ્ઞાનીકો અને સંશોધકો. આપણી આસપાસ માનવસર્જીત જે પણ દેખાય છે તે તમામ આ લોકોની સાધના અને મહેનતનું ફળ છે. આ લોકોએ પોતાનું કાર્ય ન કર્યું હોત તો આજે પણ આપણે ગુફાઓમાં રહેતા હોત, ઝાડનાં પાનફળ ખાતા હોત અને શરીરે ચામડું લપેટતા હોત.

ગુફામાંથી બેઠાં ઘરો અને પછી બહુમાળી ઈમારતો સુધી આપણને પહોંચાડનાર બધા લોકો ભુલાઈ ગયા છે. આજ રીતે પહેરવેશ, ખોરાક અને અન્ય જીવન જરુરીયાતની પાયાની ચીજો પાછળ પણ આવા જ અગણીત ગુમનામ લોકો રહેલા છે.

વીસરાઈ ગયેલા આવા અસંખ્ય લોકોમાંથી હજી કંઈક યાદ હોય એવા નજીકના ભુતકાળમાં થઈ ગયેલા થોડા લોકો અને એમના કાર્ય વીશે જાણીએ.

વૈજ્ઞાનીકોની વાત આવે એટલે સૌથી પહેલાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ લેવાય છે. એમની શોધોએ પ્રત્યક્ષ રીતે આપણી જીન્દગી પર હજી સુધી ખાસ અસર કરી નથી. એ થવાની હજી બાકી છે.

આધુનીક શોધખોળોના પાયામાં સૌથી વધારે યોગદાન રહ્યું છે આઈઝેક ન્યુટનનું. એમનું નામ જેમણે સાંભળ્યું છે તેઓ એમને  ગુરુત્વાકર્ષણના શોધક તરીકે ઓળખે છે. તે એમની એક મહત્ત્વની શોધ ખરી; પણ તે સીવાય એમણે ભૌતીકશાસ્ત્ર, યન્ત્રશાસ્ત્ર, ગણીત, ખગોળ વગેરે વીષયોમાં ખુબ ઉપયોગી કામ કર્યું છે. પાછળથી થયેલી ઘણી શોધો એમના  સ્થાપીત સીદ્ધાન્તો પર રચાયેલી છે. કહેવાય છે કે ત્રણસો વરસ પહેલાં થઈ ગયેલ આ યુગપુરુષ દુનીયામાં આજ સુધી થઈ ગયેલા લોકોમાં સૌથી વધુ બુદ્ધીશાળી હતા.

કાગળની શોધ આશરે બે હજાર વરસ પહેલાં ચીનમાં થઈ હતી. બીજા દેશોમાં પહોંચતાં એને કેટલીક સદીઓ લાગી. આ અગત્યની શોધનો ખરો લાભ છાપખાનું શોધાયું ત્યારે જણાયો. છાપખાનાની શોધનો યશ આશરે છસો વર્ષ પહેલાં થઈ ગયેલ જોહાનીસ ગુટેનબર્ગને ફાળે જાય છે. આને લીધે જ્ઞાન અને માહીતી વધુ લોકો પાસે ઝડપથી પહોંચવા લાગી. એના લીધે સાક્ષરતામાં વધારો થયો. ભારતમાં એનો ખરો લાભ સદીઓ પછી અંગ્રજોના વખતથી થયો છે. એ સાથે, ભારતના સન્દર્ભમાં, લખવા વાંચવાનો બ્રાહ્મણોનો ઈજારો જતો રહ્યો. જનસમુદાયને પોતાની રીતે જ્ઞાન મેળવવું શક્ય બન્યું.

આજના સમયમાં થોડીવાર માટે પણ વીજળી જતી રહે તો આપણો બધો વ્યવહાર અને વ્યવસ્થા ખોરવાઈ જાય છે. આ વીજળીની શોધ અને એના જુદાં જુદાં ક્ષેત્રોના ઉપયોગ પાછળ પચાસ જેટલા મુખ્ય સંશોધકોનું યોગદાન છે. વીજળીના અગણીત ઉપયોગમાંથી મુખ્ય છે પ્રકાશ, ઈલેક્ટ્રીક મોટર, ટેલીફોન વગેરે.

વીજળીની લાઈટ શોધનાર થોમસ એડીસનનું નામ પ્રમાણમાં વધુ જાણીતું છે. એમણે રાતના અંધારાનું વર્ચસ્વ ઘટાડી નાખ્યું અને કામના કલાકો વધારી આપ્યા. ચોવીસે કલાક ચાલુ રાખવી પડે એવી જીવન જરુરીયાતની પ્રવૃત્તી વીજળીને લીધે શક્ય બની છે.

કોઈપણ મશીન ચલાવવા માટે ઈલેક્ટ્રીક મોટરની જરુર પડે છે. એના વગર આપણાં બધાં કારખાનાંનાં યંત્રો ચાલી ન જ શકે. તેમ જ ઘરમાં વપરાતાં સાધનો પણ શક્ય ન બને. આ મોટરની શોધનો યશ મુખ્યત્વે માઈકલ ફેરાડેના નામે જાય છે. મોટરથી ચાલનાર દરેક યન્ત્ર પાછળ વળી બીજા જ કોઈ વૈજ્ઞાનીકનો ફાળો છે.

દુનીયાને ટેલીફોન આપનાર એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલનું નામ પણ કંઈક જાણીતું છે. એના લીધે દુર બેઠેલી વ્યક્તીઓ વચ્ચે તાત્કાલીક વાતચીત શક્ય બની. સંદેશવ્યવહાર ખુબ સરળ અને કાર્યદક્ષ બન્યો.

ટી.વી.ના આગમન પહેલાં લાંબા સમય માટે રેડીયોની બોલબાલા હતી. એની શોધનો યશ માર્કોનીના ફાળે જાય છે. રેડીયોએ હવે ભલે એનું મહત્ત્વ ગુમાવ્યું હોય; પણ ત્યાર પછીનો બધો વાયરલેસ સંદેશ વ્યવહાર માર્કોનીની શોધ પર આધારીત છે.

બધાં વાહનોમાં વપરાતાં પેટ્રોલ અને ડીઝલ એન્જીનના શોધક નીકોલસ ઓટો અને વરાળથી ચાલતા એન્જીન શોધનાર જેમ્સ વૉટ.  આ બે જણાએ વાહનવ્યવહાર બદલાવી દીધો છે. ત્યાર પછી રાઈટ બંધુઓએ વીમાનની શોધ કરી દુનીયાને નાની બનાવવામાં મોટી હરણફાળ ભરી છે.

આ થોડી રોજબરોજના વપરાશની મુખ્ય શોધોની વાત થઈ. આ બધી શોધખોળો આજથી સો અને બસો વરસ પહેલાંના સમયગાળામાં થઈ છે. ભારતના સૌથી વીશાળ એવા મોગલ સામ્રાજ્યના શક્તીશાળી સમ્રાટોએ પણ આમાંના કોઈપણ સાધન વીશે સાંભળ્યું સુધ્ધાં નહોતું!

આ ઉપરાંત આરોગ્ય અને ચીકીત્સા ક્ષેત્રે પણ આજ સમય દરમીયાન ખુબ અગત્યની શોધો થઈ છે. એલેકઝાંડર ફ્લેમીંગે શોધેલ પેનેસીલીનને લીધે જાતજાતના ચેપ સામે રક્ષણ મળ્યું છે. વીલીયમ મોર્ટને શોધેલ એનેસ્થેસીયાને લીધે શસ્ત્રક્રીયા શક્ય અને સહ્ય બની છે. તે ઉપરાંત વીવીધ ચેપી રોગો સામે રક્ષણ આપતી રસીઓ, ટીસ્યુ કલ્ચર, જર્મ થીયરી, ડી.એન.એ., એક્સ–રે, એન્ટીબાયોટીક વગેરે શોધોએ ચીકીત્સાક્ષેત્રને સમુળગું બદલાવી દીધું છે.

આ શોધોના પરીણામે ચેપી રોગથી મરતા લાખો લોકો બચી ગયા છે. શીતળા જેવો રોગ દુનીયામાંથી સદન્તર નાબુદ થઈ ગયો છે. અને બીજા બધા રોગોના ઉપચાર શક્ય બન્યા છે. બાળમૃત્યુનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે અને માણસોની સરેરાશ આવરદા બમણી થઈ ગઈ છે.

આ બધાનાં પરીણામ સ્વરુપ થયેલ વસતીવીસ્ફોટનું નીવારણ પણ શોધી કઢાયું છે. ગર્ભનીરોધક ગોળીઓ અને અન્ય સાધનોએ વસતી નીયન્ત્રણ ઉપરાન્ત સ્ત્રીઓનો પ્રસુતી આધારીત ઉંચો મૃત્યુદર ઘટાડી એમનાં સ્વાસ્થ્ય અને આવરદાને ઘણી વધારી છે.

આપણને પ્રત્યક્ષ અસર કરતા આ થોડાં ઉદાહરણ છે. પરોક્ષ રીતે અસર કરતી શોધો આનાથી અનેકગણી વધારે છે. દરેક વસ્તુને વધારે અસરકારક અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. જો બધા વૈજ્ઞાનીકો અને સંશોધકોનું લીસ્ટ બનાવવા જઈએ તો એક દળદાર પુસ્તક બની જાય. એ ઉપરાન્ત કેટલાયે એવા સંશોધકો છે જેમનાં નામની દુનીયાને ખબર સુધ્ધાં નથી.

વળી, આ ભૌતીક ઉપકરણોની શોધ જે પાયાના સીદ્ધાન્તો પર રચાયેલી છે તે સીદ્ધાન્તો ઘડનારા વૈજ્ઞાનીકોનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું છે. એમની નામાવલીમાં જવાનું હમણાં ટાળીએ.

આપણી જીવનશૈલીમાં બધું જ માનવસર્જીત છે. ખાવાનું અનાજ સુધ્ધાં. આ વીકાસ–પ્રગતીને ભૌતીકવાદ કહેતા લોકો પોતે એનો જેટલો પણ લાભ મળે એટલો લેવાનું ચુકતા નથી !

આ બધા ઉપરાંત ગેલીલીયો, કોપરનીકસ, હબલ, ચાર્લ્સ ડાર્વીન, સીગમંડ ફ્રોઈડ વગેરે જેવાઓએ આપણી બાહ્ય દુનીયા અને આંતરમન વીશેની પ્રચલીત માન્યતાઓને ધરમુળથી બદલાવી દીધી છે.

તાજેતરમાં શોધાયેલી કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને સ્ટેમ સેલ જેવી શોધોનો પુરો વ્યાપ હજી હવે ખબર પડવાનો છે. નીત નવી શોધોનો અહીં અન્ત નથી આવતો. બધું ક્યાં પહોંચશે એની કોઈને ખબર નથી. ભવીષ્યની કલ્પના કરતા ઘણાં પુસ્તકો લખાયાં છે, ફીલ્મો બની છે ને બનતી રહેવાની છે. એ બધી અત્યારે કોઈકની કલ્પનાઓ છે, આજની વાસ્તવીકતા નથી; પણ એવું ભવીષ્યમાં થઈ શકે છે અને ન પણ થઈ શકે.

એ જ રીતે ભુતકાળમાં ત્યારના ભવીષ્ય વીશે જે પણ લખાયું છે એમાંની ઘણી બાબતો તે વખતની વાસ્તવીકતા નહીં; પણ કવીકલ્પના હોવાની શક્યતા ઘણી વધારે છે. આના અનુમોદનમાં પુષ્પક વીમાન, પવન પાવડી, સંજય દૃષ્ટી જેવા ઘણા દાખલા આપી શકાય.

આગળ વર્ણવેલા બધા લોકો વૈજ્ઞાનીકો અને સંશોધકો ઉપરાન્ત સાધક અને તપસ્વી પણ હતા. આ સીદ્ધીઓ એમને કોઈ મન્ત્રનો જાપ જપવાથી નથી મળી, કે કોઈ મંદીરના ઘંટ વગાડવાથી નથી મળી. પુજાપાઠ કરવાથી, જાત્રાઓ કરવાથી, શીબીરોમાં જવાથી કે બાધા–આખડીઓ રાખવાથી પણ નથી મળી.

આવી શોધો કરવા માટે રાત દીવસ જોયા વગર અભ્યાસ ખંડમાં અને પ્રયોગશાળામાં જાત ઘસી નાંખવી પડે છે. એ માર્ગે કેટલીયે નીષ્ફળતાઓને પચાવવી પડે છે. એમાં કૌટુમ્બીક જીવનનો ભોગ દેવાય છે અને ઘણી વખત આર્થીક પાયમાલી પણ નોતરવી પડે છે. ફક્ત પોતાના આત્માના ઉદ્ધાર માટે નહીં; પણ સમસ્ત માનવજાતના લાભ માટે કરેલી આ એમની સાધના અને તપસ્યા છે.

એક માન્યતા એવી છે કે બધાનું ભવીષ્ય જન્મ સાથે જ નક્કી થયેલું હોય છે અને એ બદલી શકાતું નથી. આ મહામાનવોએ ફક્ત પોતાનું જ નહીં; પણ સમગ્ર માનવજાતનું ભવીષ્ય બદલાવ્યું છે. પોતાની મહેનતનો લાભ પોતા પુરતો મર્યાદીત રાખવાનો સ્વાર્થ નથી દાખવ્યો.

આ શોધખોળોની વીશેષતા એ છે કે –એક ચીનના અપવાદ સીવાય– એ બધી જ પશ્વીમના દેશોમાં થઈ છે. આની પાછળ એમની સવાલો કરી, એના ઉત્તર મેળવવા માટે જાતમહેનત અને પ્રયોગો કરવાની વૃત્તી રહેલી છે. રાજકીય કારણોસર અંગ્રેજો સાથેના દ્વેષથી પ્રેરાઈને આપણે વીચાર્યા વગર પશ્વીમના દેશોની બધી બાબતોનો આંધળો વીરોધ કરતા આવ્યા છીએ.  જ્યારે એમની મહેનતનું ફળ ભોગવવામાં જરાય સંકોચ કરતા નથી.

સદીઓથી અવગણાયેલ આ વર્ગનું છેલ્લાં સો વરસથી જાહેર સન્માન થવા લાગ્યું છે. આવા સન્માનોમાં સૌથી પ્રતીષ્ઠીત છે, દર વર્ષે અપાતું નોબલ પ્રાઈઝ. એનાથી એમને કદર અને કલદાર બન્ને મળે છે. હવે સંશોધકોને આપવો પડતો ભોગ ઘણો ઓછો થયો છે અને મળતું વળતર પણ વધ્યું છે. આ સ્વીકાર–સન્માન હજીયે મર્યાદીત વર્તુળમાં સીમીત છે. જનસમુદાય હજી એમના પ્રત્યે ઘણો ઉદાસીન છે.

ભુતકાળમાં સ્વીકાર–સન્માન તો દુર રહ્યાં; સર્વસ્વીકૃત માન્યતાથી અલગ કહેનારને પણ ઘણું સહન કરવું પડતું હતું. એવું કહેનારને ક્યારેક જેલવાસ તો કયારેક દેહાન્ત દંડ પણ મળ્યો છે. આજે પણ જુનવાણી સમાજોમાં રુઢીગત માન્યતાથી અલગ વીચારનારને દંડાય છે.

ઘણી વખત  સાંભળ્યું અને વાચ્યું છે કે પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવે માણસોને ખેતી કરતા શીખવાડ્યું છે. ખોરાક પાછળ ભટકવા કરતાં સ્થાયી થઈ ખેતી કરવી એ માનવ ઉત્ક્રાન્તીનું ખુબ અગત્યનું પગથીયું હતું. આગળના કથનને બીજી રીતે પણ જોઈ શકાય જૈન વીચારધારાએ એક સંશોધક–વૈજ્ઞાનીક તપસ્વીને તીર્થંકર ગણ્યા છે. આ ગૌરવની વાત છે. કોઈ પ્રગતીશીલ વાસ્તવવાદી ધર્માચાર્ય આ પરમ્પરાને આગળ ચલાવવા ઈચ્છે તો એમને એવા ઘણા સંશોધકો, વૈજ્ઞાનીકો, તપસ્વીઓ મળી આવે. ફરક એટલો છે કે એ ભારતની ભુમી પર ઓછા અને અન્ય દેશોમાં ઘણા વધુ મળશે.

મુળ સવાલ તરફ પાછા ફરીએ. ગીત ગાતા, ક્ષણીક મનોરંજન કરાવતા, ધનનો ઢગલો ભેગો કરતા, કથા–વાર્તા કરતા વગેરે લોકો લોકજીભે રહે છે અને એમનું સન્માન થાય છે. ક્યાંકથી મળી આવેલી અજાણી પથ્થરની મુર્તીને નવું નામ આપી એને પુજાય છે. જ્યારે આપણી રોજબરોજની પ્રવૃત્તીઓને આટલી આસાન અને સગવડભરી બનાવી આપણી જીન્દગી ધરમુળથી બદલી નાંખનારાઓનાં નામ સુધ્ધાં કોઈને ખબર નથી કે જાણવાની દરકાર પણ નથી !

રાજકીય, સામાજીક, ધાર્મીક વગેરે બધી જ વીચારધારાઓએ માનવ સમુદાયના મર્યાદીત વર્ગને પ્રભાવીત કર્યા છે. ઘણી વખત એકબીજા સાથે લડાવ્યા પણ છે. અવગણાયેલ મહામાનવોની મહેનતનું ફળ સમસ્ત માનવજાત ભોગવી રહી છે. બધા જ એમના ઋણી છે. એમનું યથાયોગ્ય સન્માન સૌની નૈતીક ફરજ બની જાય છે.

જે લોકોને હજી આવી સગવડો ભોગવવાથી વંચીત રાખવામાં આવ્યા છે, એને માટે એમના રાજકારણીઓ અને ધર્મગુરુઓ જવાબદાર છે. આ વાસ્તવીકતા સ્વીકારવી આપણા હીતમાં છે.

લેખક સમ્પર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેઈલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્રપગદંડી માસીકના ૨૦૦૭ના એપ્રીલ માસના અંકમાં અને કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના ૨૦૦૯ (http://www.kutchijainahd.org/mangal_mandir.htm) ના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 07–09–2012

93 Comments

  1. It is a very good article to read & thinking aslo. I agree with his opinion.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Like

  2. આદરણીય મુરજીભાઈએ સાવ સાચી વાત કરી છે… શીતળાની રસીના શોધક સર એડવર્ડ જેનરને પણ શાળાકીય અભ્યાસક્રમના ભાગરૂપ સિવાય કેટલા યાદ કરે છે…? હજીયે શીતળાસાતમની ઊજવણી, શીતળામાતા(!)ની પૂજા જેવી અંધશ્રદ્ધા સમાજમાં વ્યાપક છે. આ માટે આપણો ‘ડર’ જ કારણભૂત છે. કહેવાતી પરંપરાની યોગ્યતા વિશે કશી તાર્કિક વિચારણા કરવાને બદલે બસ…જે અને જેવું ચાલી આવ્યું છે તેને મગજ બંધ રાખી અનુસરવાની ઘેંટાવૃત્તિ ક્યારે અટકશે…? અટકશે ખરી..?

    Like

  3. ‘Abhivykti’ ae sundar uttam sahity sarl rite sugna vanchko sudhi phochadvama upyogi thashe bhai Govindbhai ae RATIONAL vichardhara manv smaj mate khub j jaruri ane mahatvni chhe hu temni sathe snpurn smmat chhu.

    Pratapbhai Pandya
    Pramukh
    Gujarat Pustak Prab
    Vadodara (Gujarat)

    Like

  4. આપણા જીવનને સ્થિરતા અને સ્વસ્થતા આપવામાં મહત્વનો ભાગ ભજવનારા વૈજ્ઞાનિકોને યાદ કરવાનું જરૂરી છે. વિજ્ઞાન માણસ સાથે આદિકાળથી રહ્યું છે. વિજ્ઞાનનો ઉપયોગ જીવનને સરળ બનાવવામાં થયો છે.
    પૈડું શોધનાર કોણ હશે? એના શોધકના મનમાં જ ઘર્ષણનો નિયમ જન્મ્યો હશે ને? આજે આપણે એ આદિ વૈજ્ઞાનિકના ઋણી છીએ.

    Like

  5. 1000000000000000000000000…………000000000………0% True.

    I have come to know about a school and it’s symbol…The school is in Rajkot,India and the symbol reads…….” Innovative School – where Education is Religion.”
    Here is the spirit.
    They must not be discussing any philosophy.
    Innovation is their philosophy.
    Inventors are their mentor, Guru, Guide.

    He or She, who invented reading glasses have helped human irredicate the physical blindness and also mental blindness. Why not create a laboratory- temple in his/her name and encourage science and technology ?

    And Dipakbhai, you are right…. he who invented wheel, as made this world moving,running and flying and whatever action mode we see …..HELPING DISCOVERIES.

    Same innovator has invented weapons. Solid and Chemical. DISTRUCTIVE DISCOVERIES.

    ALL INVENTIONS AND DISCOVERIES WERE MADE WITH GOOD INTENTIONS but HUMAN BRAIN HAS DISTORTED THE GOOD USE INTO A BAD USE.

    HUMAN BRAIN AND MENTALITY has played both the roles….good and bad. Even in case of PHILOSOPHY same is the attitude, human has shown.

    LET THERE BE PEACE, LOVE and HUMANITY. Let us accept our shortcomings and be great to accept the truth told by others.

    Amrut (Suman) Hazari.

    Like

    1. “Same innovator has invented weapons. Solid and Chemical. DISTRUCTIVE DISCOVERIES”.

      Sir, your above statement is very true. I like to add something important to this.

      For a long time, inventors were independent of political influence. Somewhere along the line, inventors came under the political power’s control. I hold these head of the states more responsible for WMD than the inventors.

      Today, most of the research ( good as well as bad), is done by the governments or the corporations. Scientists are reduced to mere workers. Blaming scientists for these weapons seems unfair to me in present day and age.

      Like

  6. Dear Respected Murjibhai,
    Phenomenal article!
    I would add a few of my favorites – Louis Pasteur, Nicola Tesla, S. Chandrashekhar, C. V. Raman, Alfred Wegener, Stephen Jay Gould, Stephen Hawking, Richard Dawkins, Marie Curie, Dmitri Mendeleev, Jonas Salk, Ivan Petrovich Pavlov, B. F. Skinner, Alan Turing and Francis Crick. And I’m sure as soon as I click ‘Post comment’ I will think of five more!
    A. Dave (દવે)

    Like

    1. You are very right. We can fill a book with such name. I said so in the article itself. The problem is it gets boring after a point. Our aim is to make people realize the influence of these people in our life even though we may not remember their names.

      Like

    1. Jains claim that their first Tirthankar “Rushabhdev” invented farming.

      Anthropologists say farming was invented in Sumer civilization which is today’s Middle East.

      My personal understanding is that the language was invented before the farming and a mechanical device called wheel. Language to me is the first major human invention.

      Regardless of which was invented first, the farming and a language both being immensely important must have evolved over a period of time. Meaning that several people contributed to it. Credit could not be given to any particular individual.

      Like

      1. શ્રી મૂરજીભાઇ,
        ૠષભદેવે કૃષિની શોધ કરી એ કથા હોઈ શકે, પરંતુ તદ્દન અર્થહીન નથી. ઋષભ એટલે વૃષભ કે બળદ અથવા આખલો. બળદને ખેતી સાથે સંબંધ છે. એમણે બળદનો ઉપયોગ કરીને ખેતી કરવાનું શીખવાડ્યું હોય એમ પણ બને. આમાં વ્યક્તિનો સવાલ નથી પણ ઘણી વાર આખી પરંપરાઓના પ્રતીક તરીકે એક વ્યક્તિ કથાઓમાં આવતી હોય છે. હવે આ ઋષભદેવ મૂળ સુમેરિયામાં પણ હોઈ શકે. ખૂબી એ છે કે કશા સંદેશ વ્યવહારનાં સાધનો વિના કથાઓ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આવતો- જતી રહી છે.

        ઋષભદેવ ઋગ્વેદના રચનાકાળમાં થયા એવી માન્યતા હોવાનો મારો ખ્યાલ છે, આ કાળ બહુ જૂનો ન ગણાય પરંતુ એનો અર્થ એ થાય છે કે ઋગ્વેદની કર્મકાંડી સંસ્કૃતિની સાથે એક ખેડૂત સંસ્કૃતિનો પણ વિકાસ થ્તો હતો. ઋષભદેવ કૃષિવિકાસનું પ્રતીક છે. આ સિવાય આ કથા કે માન્યતાને બીજી કોઈ રીતે સમજી નહીં શકાય.વિચારાનો અભાવ વર્તાય ત્યાં શ્રદ્ધા અને દંતકથાઓ કબજો કરી લેતી હોય છે. વળી કૃષિકાર્ય વૈશ્યકર્મ ગણાતું. એ શૂદ્ર વર્ગમાં તો પાછળથી આવ્યું. આજના વૈશ્યો માત્ર વેપાર કરે છે.ખેતી નથી કરતા, પણ આ માન્યતા ભૂતકાળની સ્થિતિની સ્મૃતિ રૂપે આજે પણ ટકી રહી છે.તે સિવાય વેપારી પ્રજા ખેતીના “શોધક”ને આટલું મોટું સ્થાન શા માટે આપે?

        મને લોકો શું માને છે તેના કરતાં શા માટે માને છે તેની તપાસ કરવામાં રસ છે એટલે ઋષભદેવની કથા વિશે મારો દૃષ્ટિકોણ રજુ કર્યો છે.

        Like

      2. Dear Dipakbhai,

        They have found some evidence of Rushabhdev’s existence in Indus valley civilization. That was before the Vedic times. Some realist Jains also believe that only Rushabhdeo, Parshvanath and Mahavir are historical figures. All other 21 Jain Tirthankars are imaginary. This is only one view and I do not like to start a debate on that subject.

        You are right in saying that these ancient civilizations had some kind of communication. My belief is that Indus valley, Sumerian and Greek civilizations were certainly in touch with each other. Egyptian civilization may be indirectly connected via the Greeks. Chinese was totally isolated for a long time. There is lot of similarity between ancient Greek and Vedic literature, which was few centuries after the Indus valley.

        Like

  7. Shri Gada Saheb,
    Thanks.
    Your added information is valuable. But my thinking tells me about NOBEL. His invention was not under the political pressure. His invention was misused after some time. That bad use(Explosive) was than regreted and the nobel prize,that is awarded every year for extraordinary invention in diferent fields of science, and which helps mankind to improve, has been installed. Politicians and bad and mad people take undue advantage of their own brain power of these GOOD inventions / discoveries. ( Many of the James Bond movies are created with this theme of Bad & Mad people, who misuse the good helping invention are killed and the mankind is saved.)

    Say for example..Today..e.mail or ipad or any other electronic inventions which are in use are being invaded and the owner user is targetad. Pirating !!!!!!

    The laboratories and scientists working under the governments are the slaves of the politicians. WORKING WITH BAD INTENTIONS. e.g. Atom Bomb.

    Albert Einstien regreted his invention, when the knowledge was misused to create atom
    bomb.

    Shri Gada saheb, I am happy that we are on same wavelength and can share our aquired knowldge happily.

    Amrut(Suman)Hazari.

    Like

    1. You are right about the misuse of inventions. Even a simple kitchen knife has been used to kill someone.

      That is a problem to be solved by politicians, law & order people and sociologists. Inventions still have to continue even in a light of their misuse. Especially now that we are facing numerous challenges even for our basic needs, thanks to our growing population and their expactions.

      Like

  8. રાજકીય, સામાજીક, ધાર્મીક વગેરે બધી જ વીચારધારાઓએ માનવ સમુદાયના મર્યાદીત વર્ગને પ્રભાવીત કર્યા છે. ઘણી વખત એકબીજા સાથે લડાવ્યા પણ છે. અવગણાયેલ મહામાનવોની મહેનતનું ફળ સમસ્ત માનવજાત ભોગવી રહી છે. બધા જ એમના ઋણી છે. એમનું યથાયોગ્ય સન્માન સૌની નૈતીક ફરજ બની જાય છે…………………………………
    Murjibhai,
    Namaste !
    Your Lekh on the Past Scientists & their Contributions to the better understanding of the HUMANITY, and the ADVANCE towards the NEW KNOWLEDGE is nice.
    I am quoting the above in Gujarati from your Lekh.
    The new knowledge is used by OTHERS differently…
    A Poltician uses the Internet for his Selfish interest.
    A Religious Leader may use it for his Popularity & will not care for the true guidance to the Society…& even in the name of the Religion create FIGHTS between 2 Sections of the Humanity.
    A Social Worker is on the RIGHT PATH as long as he is doing this as the SELFLESS ACT to benefit the OTHERS,….as soon as he sees his EGO then he is on the Path of his DESTRUCTION.
    The Scientists often DISCARD their EGO, and try the HARDEST to find that wgich is NOT KNOWN….and as long as he remains HUMBLE as a Human he is worth of the PRAISES, but if he thinks himself as the GREATEST then the EGO takes him to a Path that makes him think the MOST POWREFUL ( Godly)…This leads to his Demise.
    I think that ALL HUMANS are the SCIENTISTS….A Bhakt of the Divine is a Scientist with the desire to know MORE od the Supreme….A RATIONALIST or a Social Worker is a Scientist who sees the “needs” of the others & try to find the SOLUTIONS to correct the existing conditions…..A Human WITHOUT ANY LABELS, who preforms his duties towords his FAMILY always thinks like a SCIENTIST to UPLIFT the Family…..and as he does that he even starts to THINK & CARE for the OTHERS become a SOCIAL WORKER. Thus a Social Worker is a COMMON PERSON, who has the TRUE SPIRITUAL UNDERSTANDING, and marching towards the ETERNAL TRUTH ( Param Tatva..God).
    Let us have the RIGHT THOUGHTS with the GYAN, then put these thoughts into ACTIONS…If we DO…then we are ALL SCIENTISTS,even if our names will NOT BE REMEMBERED on this Earth like Einstein & OTHERS.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo..Inviting ALL to Chandrapukar !

    Like

    1. Sir,
      I agree with you to and extent and respect your views. However, I will not stretch the definition of a Scientist to all humans. I am comfortable with the generally understood definition.

      Like

      1. GadaSaheb,
        That’s OK.
        Those recognised by the Human Society as the Scientists are Humans.
        My message was “we all Humans are potentially the Scientists” if we we have the conviction,
        The “desire to know the unknown & exlpore the hew frontiers” is the Spirit of a Scientist.
        My analysis was bit on a “philosophical level”.
        I must say that ALL you mentioned deserve the “praise”..and even those added by DaveSaheb in his Comment.
        Chandravadan
        http://www.chandravadan

        Like

  9. Gada saheb,
    You made one striking observation in your excellent article that I appreciate very much. You said: ‘All these inventions or discoveries have been made in Western countries (with one exception of China).” Very true indeed. The observation applies to natural as well as social sciences.
    Why could we in India not do it? You hinted at one of the important causes. Are there any others too? I request you and our other knowledgeable readers also to write more about the reasons why our society has not been more creative. Why was it so?
    Thanks. —-Subodh Shah.

    Like

    1. Subodhbhai,

      I give you an example. Someone makes tons of money and leaves it for his children. There was enough of it to go around for a long time. So the children and their children decide not to do anything worthwhile with their life except having fun. Eventually the money runs out and they are left with nothing but the glorious past to talk about. This is not merely a story but the reality.

      Let us go back to the quest of knowledge and discoveries. Indian Rushis did a whole lot of good work in their life, even though it was mostly theoretical and very little practical, except in areas like math, medicine etc. The following generations thought that everything worthwhile is known and nothing more remains to be known.

      These self serving Babas and Bapus made it sure that the population at large kept believing that and remained passive. To pass their spare time, they invented bhajans, rituals, pilgrimages etc.
      No wonder anyone who tried to invade India succeeded with very little efforts.

      Like

      1. શ્રી સુબોધભાઈ,
        આ પહેલાં ‘અભીવ્યક્તી’ના એક લેખ પર ટિપ્પણી કરતાં મેં લખ્યું હતું કે મૂળ કારણ ટ્રાઇબલિઝમ છે. આપણા સમાજમાં વ્યક્તિ સમાજના મશીનનો એક નાનો ભાગ છે. બીજી બાજુ યુરોપ એટલું વેરવીખેર હતું કે સમાજના આકાર જેવું કઈં નિશ્ચિત નહોતું. આથી વ્યક્તિવાદી વલણૉ મજબૂત બન્યાં, જે અંતે વ્યક્તિસ્વાતંત્ર્યના સિદ્ધાંતમાં પરિણમ્યાં.
        આપણા સમાજમાં કબીલાના મુખીનું વર્ચસ્વ રહ્યું. એકનો અભિપ્રાય તે સૌનો અભિપ્રાય અને સૌનો અભિપ્રાય એટલે એકનો અભિપ્રાય. આ સંજોગોમાં માત્ર પરંપરાઓ વિકસે,
        શ્રી મૂરજીભાઈએ ભારતીય ચિંતકોનાં સારાં ઉદાહરણ આપ્યાં છે, પણ એ તો વીરલા જ હતા. એટલે જ બે વિજ્ઞાન ચિંતકો વચ્ચે ઘણીવાર સદીઓનું અંતર જોવા મળે છે. મુખ્ય ધારા તો વ્યક્તિવાદી નહોતી, એટલે વ્યક્તિગત પહેલનો બહુ વિકાસ ન થયો.

        Like

      2. Dear Dilipbhai and Murjibhai,
        May I request your comments (and also of others who too may feel interested) on my following thought ?

        There are several causes of India’s material and intellectual backwardness extending over a long time. But the principal cause is our lack of Creativity and originality. We invented nothing (as you pointed out so well), did no fresh thinking, and we were even proud of our own one sided orthodox philosophy. Why was it so? Because our culture and religion encouraged us to cultivate Faith, not Reason. We could never develop skepticism that is the first step in original thought. Our Religion also taught us Contentment and Fatalism, but never the need for adventure and effort. In short, our focus always has been on the other world, not on this world.

        We see several good souls on this rational web-site too, who keep defending our traditional ways in spite of overwhelming evidence to the contrary.

        Your thoughts please. Thanks. — Subodh Shah.

        Like

      3. Dear SS,

        Your are right and I completely agree with you. Actually three of us have been saying the same thing in our unique way. we may be emphasing and expressing differently but the message is the same.

        Like

  10. Really very nice article. For this work author had read so many things & as a result readers knowledge get updates.

    Like

  11. Thanks. Very interesting discussion. (1) Education : When Indians started educating themselves? (2) And upto what level they studied and by what time period ? (3) What role Religion played ? What role religion is playing even today ? (4) Westerners educated themselves and were of research minded. (5) In ancient time Indian Rushes may have done some work, but then came “DARK DAYS”. (6) Even today what research is being done in Ayurveda? (7) What encouragement is given by the Government and the Industrial houses ? (8) Indian industries even today borrow or buy or steal knowledge.
    Shri Subodhbhai’s question is enlightening, awakening provided Indians want to be enlightened and awake.
    Partition,groupism,leg pulling,selfish attitude……………are the reasons since thousands of years, have ruined iIndia and Indians. Many more arguments can be added………

    Amrut Hazari.

    A

    Like

    1. શ્રી હઝારી સાહેબ,

      આપે ઘણા મહત્વના મુદ્દા રજુ કર્યા છે. એમના જવાબ આપવાનો તો આ પ્રયાસ નથી, પરંતુ ચર્ચાને આગળ લઈ જવા માટે લખું છું.

      (૧ અને ૨) ભારતમાં શિક્ષણની પરંપરા તો બહુ પ્રાચીન છે. માત્ર સમસ્યા એ રહી કે એ વર્ણ આધારિત રહી. એટલે જેના હાથમાં આર્થિક સત્તા (રાજપાટ) અને સામાજિક આધિપત્ય (શાસ્ત્રો) હતાં એમણે જ્ઞાનને મર્યાદિત રાખ્યું. આથી જેનાથી દુનિયા પ્રભાવિત થતી જણાય છે તે તાત્વિક ચિંતનને સમાજ સાથે કશો સંબંધ નહોતો. એ પ્રકારની જ્ઞાન પરંપરામાં સમય મર્યાદા નિશ્ચિત નહોતી.

      (૩).આમાં ધર્મની સીધી ભૂમિકા તો હોય જ નહીં, પણ ધર્મ દ્વારા પ્રચારમાં આવેલી સમાજ વ્યવસ્થાની તો ભૂમિકા રહી જ. એના વિશે મેં ઉપર લખ્યું છે. આજે પણ વર્ણ વ્યવસ્થાનો પ્રભાવ છે. છેલ્લા દોઢેક મહિનાથી મારા બ્લૉગ ‘મારી બારી’ પર જે લેખો આપ્યા છે તે આની સાબિતી છે.વાંચીને ત્યાં કૉમેન્ટ કરશો તો આનંદ થશે. ( લિંકઃworldofignorance.wordpress.com)

      (૪).. પશ્ચિમી દેશોની સ્થિતિ વિશે મેં શ્રી સુબોધભાઈની કૉમેન્ટના પ્રતિભાવ રૂપે લખ્યું છે, તેના તરફ ધ્યાન દોરૂં છું.

      (૫) ભારતમાં અંધારયુગ અને સુવર્ણયુગ હંમેશાં એકસાથે ચાલતા રહ્યા છે. એક હજાર વર્ષ પહેલાં મુસ્લમાનો આવ્યા ત્યારે એક વર્ગે નવા શાસકો સાથે સમાધાન કરી લીધું હતું. આ જ વર્ગે અંગ્રેજો સાથે પણ સમાધાન કરી લીધું એ વર્ગ માટે હંમેશાં સુવર્ણયુગ રહ્યો. હા, બદલાયેલા સંયોગોમાં આપણે પરંપરાઓમાંથી બહાર નીકળવાને બદલે વધારે અંદર ઘુસતા ગયા. આમ પાછળ જવાની પ્રવૃત્તિ પોતે જ અંધાર યુગ સમી બની રહી.

      (૬).આયુર્વેદમાં સંશોધન નથી થતું. ગાંધીજીએ વૈદ્યો અને પશ્ચિમી મૅડિકલ સાયન્સની સરખામણી કરીને વૈદ્યોની સખત ઝાટકણી કાઢી છે.

      (૭).સરકાર અને ઔદ્યોગિક ગૃહોને માફ ન કરી શકાય. ઔદોગિક ગૃહોને નફો જોઈએ છે, સમાજ પ્રત્યે એમની જવાબદારીનો ખ્યાલ હજી વિકસ્યો પણ નથી. જે થાય છે તે ‘ટોકનિઝમ; છે. ગંભીર રીસર્ચ માટે કોઈ આગળ આવે તેમ નથી. (આમાં ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રીસર્ચ અપવાદ છે).

      (૮) આ આક્ષેપ સાચો છે. આજે પણ ઘણી જાહેરાતોમાં એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે એ જર્મન ટેકનૉલૉજી કે જાપાની ટેકનોલૉજીથી અથવા બ્રિટનની કે અમેરિકાને ફલાણી મહાન કંપનીના સહયોગથી અમુક વસ્તુ બની છે. વિદેશી ટેકનોલૉજીના નામે લોકો આક્ર્ષાય છે. એક બાઇક પણ વિદેશી ટેકનોલૉજીથી વેચાય છે! આમ જુઓ તો બાઇકમાં બે પૈડાં અને એન્જિન સિવાય મૂળ્ભૂત રીતે કઈ નવી ટેકનોલૉજી હોઈ શકે? એ ટેકનોલૉજી તો બહુ પહેલાં શોધાઈ ગઈ છે!

      Like

      1. ——— ભારતમાં અંધારયુગ અને સુવર્ણયુગ હંમેશાં એકસાથે ચાલતા રહ્યા છે. ————

        This is very true. Actually this can be said about every region to some extent but it has been true for India throughout the ages.

        Like

  12. સ્વાગત,

    શ્રી મુરજીભાઇ અને “અભિવ્યક્તિ”વાંચક મિત્રો..

    સ્તુતિ તો ચેતના ની કરાય જે મારા અને તમારામાં તેમજ દરેક જીવાત્મમાં વસે છે અને તે એક જ છે.. સ્તુતિ મહા કે લઘુ ની ન કરાય . લઘુ કે મહા તે તુલનાત્મક વિશ્લેષણ છે.. આમ તો તે પોત-પોતાની સાધના છે..અને દરેક આત્મા સાધક છે..પછી જેવી જેની સાધના ..
    કાર્ય પાછ ળ ના કારણ અને શરીર પાછ ળ ના આત્મા ને જાણનારા અને તેવા જ્ઞાન ના ઉપાસક ઋષીઓ અને તે ને વાહન કરનારા ભારતીય વંશજો તેવા આપણે
    ન્યુટન જેવાની સ્તુતિ ના કરી શકીએ.. તેને કે કોઈએ..નવું અચળ જ્ઞાન કે સિધાંત નથી આપ્યા … એ તો પશ્ચાત પ્રકાશન વ્યવસ્થા છે..જે તેમની અમિરી અને આપણી ગરીબી ની સ્તુતિ કાર્ય કરેછે.. અજ્ઞાન અને ગરીબી ત્યાં પણ છે.. અને જ્ઞાન અને અમિરી અહિયાં પણ છે.. આપણા જ્ઞાન અને સમૃદ્ધિ ના વારસાની અવગણના કરવી તે આપણી મુર્ખામી ગણાય .. જે ન જાણતા હોઈએ તેને જાણી અજ્ઞાન નો છેદ ઉડાડી શકાય… તેના પર જે ધૂળ ચડી હોય તેને ખંખેરી તેને પ્રકાશિત કરી જીવન અજવાળી શકાય..તેજ આપણે કરવું યોગ્ય છે . કોઈના જ્ઞાન ની સ્તુતિ કે નિંદા કરવામાં આપણો દહાડો નહીં વળે..
    ભૌતિક વાદ ખોટો અને આત્મા સાચો તે અનેક રીતે પ્રતિપાદન થઇ ચુક્યું છે..
    વિજ્ઞાન અને પશ્ચાત ની સ્તુતિ ની ઘુવડ વૃત્તિ છોડી, શારીરિક ઉપભોગની રાક્ષસી વૃત્તિ છોડી,
    અવિનાશી અમૃત ની ખોજ કરવાની જરૂર છે અને માનવ જન્મ સાર્થક કરવા, શ્રદ્ધા કેળવી ને જીવન જીવવાની જરૂર છે..
    ઉપનિષદ ગંગા નું ૨૬ મુ સંસ્કરણ આ બાબતે યોગ્ય પ્રકાશ પાથરે છે.. જે જોવા/જાણવા અને ચિંતન કરી સમજવાને આહ્વાહન છે.. જે ખોટું કરે છે.. તેવા બાબા /ભુવા વિ . તેનો અસ્વીકાર કરી, તેવાને પડતા મુકીએ..તેવાની પાછળ આપણું જીવન અને આપનો કિંમતી સમય ના બગડતા, તેવો ને વિવેક થી ભૂલવાને આહ્વાહન છે..

    અસ્તુ,

    શૈલેષ મહેતા

    Like

    1. This is really unbelievable. I will let others respond if they care to. I rather do other better things with my time.

      Like

    2. શ્રી શૈલેષભાઈ,

      આપે લખ્યું છે કે “કાર્ય પાછળના કારણ અને શરીર પાછળના આત્માને જાણનારા અને તેવા જ્ઞાનના ઉપાસક ઋષીઓ અને તેને વાહન કરનારા ભારતીય વંશજો તેવા આપણે ન્યુટન જેવાની સ્તુતિ ના કરી શકીએ.. “ ન્યૂટન તો દૂર, આપણે તો આર્યભટ, વરાહમિહિર અને ભાસ્કરાચાર્યને પણ ખૂણામાં ધકેલી દીધા છે. એમનેય પણ ખોળી કાઢનારો વિદેશી જ હશે, મને ખબર નથી.

      દરેક વૈજ્ઞાનિક પણ કાર્ય-કારણનો સંબંધ જાણે છે જ! વળી આપણા ઋષિઓએ કાર્ય-કારણ અને આત્મા શરીર વિશે જાણી લીધું હોય તો ભલે, પણ એમ કેમ માની લેવાય કે આપણે પણ જાણી લીધું છે? ઋષિઓના જ્ઞાનના આધારે ન્યૂટન અથવા લેખમાં જણાવેલા બીજા પશ્ચિમી વૈજ્ઞાનિકો કરતાં આપણે બહુ સામાન્ય માણસો શી રીતે જ્ઞાની થઈ ગયા? માત્ર ભારતમાં જન્મ્યા એટલે સૌથી ઊંચા થઈ ગયા?

      આ બધા વૈજ્ઞાનિકોની શોધખોળોનો લાભ લેતા રહીએ અને એમની પ્રશંસા (એટલે કે સ્તુતિ) ન કરીએ તો આપણે નગુણા ન કહેવાઇએ? શું આપણે આપણા મહાન ઋષિમુનિઓ પાસેથી આટલું જ શીખ્યા છીએ?

      જે સારૂં હોય તેને સારૂં કહેવામાં ખોટું કઈં નથી. એ હકીકત છે કે વિજ્ઞાનના ક્ષેત્રની આપણે ત્યાં અવગણના જ થઈ છે.

      બીજું મારે એ પણ સમજવું પડશે કે આપણા જ્ઞાનથી દુનિયાને અથવા આપણને પોતાને પણ શો લાભ થયો છે. આ બાબતમાં કઈંક પ્રકાશ પાડવા વિનંતિ છે. વિજ્ઞાનની પ્રગતિને આપ ‘પશ્ચાત પ્રકાશન’ ગણાવો છો અને આદિ શંકરાચાર્ય આ વ્યહવાર-જગતને વ્યાવહારિક સત્ય માને છે, વ્યવહારમાં એને નકારવાનું નથી કહેતા.

      Like

      1. સ્વાગત,

        દીપકભાઈ,

        આપ પૂછો છો કે ” ઋષિઓએ કાર્ય-કારણ અને આત્મા શરીર વિશે જાણી લીધું હોય તો પણ એમ કેમ માની લેવાય કે આપણે પણ જાણી લીધું ? ” અને “આપણે બહુ સામાન્ય માણસો શી રીતે જ્ઞાની થઈ ગયા? ”
        ભાઈ, ઋષિ મુની શું કે વૈજ્ઞાનિક શું.. તે સૌ મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિ જ છે.. એ તો સૌ સૌ ની સાધનની વાત છે… પોતાનું જીવન ટકાવી રાખવા પૂરતા સૌ જીવાત્મા જ્ઞાની/વિજ્ઞાની અને સક્ષમ છે.. અને તેમ કરતા પોતાનું જીવન ઉજાળે છે.. જ્ઞાન ની ભૂખ/પિપાસા સામાન્ય વ્યક્તિ ને “બીજાની નજરો માં “અસામાન્ય” બનાવે છે..જે જ્ઞાન ઋષિમુનીઓ ને પ્રાપ્ત થયું તે જ્ઞાન શ્રદ્ધા, વિનય, ધગશ અને સેવા થી સદગુરુ દ્વારા સાધક ને પ્રાપ્ત થઇ શકે. વર્ધમાન – મહવીર અને ગાંધીજી રાષ્ટ્ર-પિતા સાધનાના બળે બન્યા..જેમના ગુણ, દોષોને આંબી જતા હતા.. એવું પણ બને કે શ્રદ્ધા થી ગુરુ ના પગલે ચાલતા ચેલો ગુરુ કરતા આગળ નીકળી જાય અને મોટો સાધક બને.. જ્ઞાની થવા માટે સાધના પુરતી છે.. અને જરૂરી પણ છે..
        બીજું આપ પૂછો છો કે ” બધા વૈજ્ઞાનિકોની શોધખોળોનો લાભ લેતા રહીએ અને એમની પ્રશંસા (એટલે કે સ્તુતિ) ન કરીએ તો આપણે નગુણા ન કહેવાઇએ? શું આપણે આપણા મહાન ઋષિમુનિઓ પાસેથી આટલું જ શીખ્યા છીએ?” તેનો જવાબ એ છે કે દરેક જુદા જુદા જીવાત્મા માં ચેતના તે એક જ છે.. માટે હાજર ચેતના ની સ્તુતિ માં સર્વ ચેતના ની સ્તુતિ આવી જાય છે.. જો એટલું કરીએ તો આપણે નગુણા ના કહેવાઈએ .. ઋષિઓની આટલી શીખ ઉપયુક્ત/પુરતી છે..
        વળી આપએ જાણવાની ઉત્સુકતા ધરાવો છો.. કે “આપણા જ્ઞાનથી દુનિયાને અથવા આપણને પોતાને પણ શો લાભ થયો છે. આ બાબતમાં કઈંક પ્રકાશ પાડવા વિનંતિ છે”. વિજ્ઞાનની પ્રગતિને આપ ‘પશ્ચાત પ્રકાશન’ ગણાવો છો અને આદિ શંકરાચાર્ય આ વ્યહવાર-જગતને વ્યાવહારિક સત્ય માને છે, વ્યવહારમાં એને નકારવાનું નથી કહેતા”
        જ્ઞાન થી જાણવા એ મળ્યું છે કે..જીવન ક્ષણ-ભંગુર છે, આપણે આપણી મરજી વગર, ખાલી હાથે આવ્યા છીયે .. અને આપણી મરજી વગર, ખાલી હાથે પાછા જવાના જ છીએ..આ અંતિમ સત્ય જાણ્યા પછી “જીવન ડીટેચમેન્ટ/વિરક્તિ ના ભાવે જીવી જઈએ અને એકબીજા ના જીવને સુખ પહોચાડવા માં સુખ માનીએ” એ શીખવા મળે છે.. અને એજ વ્યવહારિક સત્ય છે.. મુશ્કેલ લાગતું આ કાર્ય સજાગતા પૂર્ણ પ્રયત્ન કરવાથી જીવન સાર્થક બને છે..સુક્ષ્મ પણ સમજણશક્તિ થી જીવન માં ઘણો ફેર પડી શકે તેમ છે..
        અસ્તુ,
        શૈલેષ મહેતા

        Like

      2. Dear mr. Shailesh Maheta, you said:————–એકબીજા ના જીવને સુખ પહોચાડવા માં સુખ માનીએ” એ શીખવા મળે છે.. અને એજ વ્યવહારિક સત્ય છે.. મુશ્કેલ લાગતું આ કાર્ય સજાગતા પૂર્ણ પ્રયત્ન કરવાથી જીવન સાર્થક બને છે..—————

        Compare this with one statement in my article, which says:—– ફક્ત પોતાના આત્માના ઉદ્ધાર માટે નહીં; પણ સમસ્ત માનવજાતના લાભ માટે કરેલી આ એમની સાધના અને તપસ્યા છે. This applies to the one inventing light bulb to someone inventing medicines for diseaes.

        Please compare these two and/or explain me the difference.

        Like

    3. વીગ્નાને આપણાં જીવનમાં શો ભાગ ભજવ્યો છે તે અનુભવવું હોય તો માત્ર એક જ દીવસ તેના ઉપયોગ વગર જીવી જુઓ. વીજળી નહીં, રાંધવાનો ગેસ નહી, કપડાં નહીં, માથે છાપરું નહીં અને નળમાં પાણી નહીં. તમારા અને શેરીમાં રખડતાં કુતરાં વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં.
      વીક્રમ દલાલ (અમદાવાદ)

      Like

      1. Very true. Add to that list, lack of the type of food we eat these days! How about eating raw meat, wild fruits and selected leaves like our cousin Apes eat?

        Like

      2. સ્વાગત,
        વિક્રમભાઈ,
        સાધનો કદાચ સગવડો આપે છે.. પણ સુખ આપે છે ટે માનવાને કઈ કારણ મળતું નથી.. વળી સ્વાન પોતાના જીવન માં દુખી છે તેવું પણ માનવને કંઇ કારણ મળતું નથી..
        જયરે સગવડો નહોતી ત્યારે લોકો દુખી હતા કે સમૃદ્ધ ન હોતા તેવું માનવાને પણ કંઇ કારણ મળતું નથી..
        ઉપભોગતા વાદ વ્યવસાય વધારવાની પ્રેરણા થી સર્જાય છે.. અને તે એડીકશન નોતરે છે.. જેમાં ઉપભોગતા છેવટે વ્યસનીની જેમ ગુલામ અને પાયમાલ થાય છે..
        માટે પૈસા ના જોરે ખરીદતા સાધનો થી ચેતજો..
        સર્જક થઇ જીવન નું પોષણ પ્રેમ ભાવે કરવું તે માં ના હાથ ની રોટલી ખાવા જેવું મધુર છે..
        જેની તુલના બજારમાં વેચતા બ્રેડ ની જોડે ના થઇ શકે..
        જીવન ને વેપાર થી ઉપર આંકવું જરૂરી છે..
        અસ્તુ,
        શૈલેષ મહેતા

        Like

    4. ————-ભૌતિક વાદ ખોટો અને આત્મા સાચો તે અનેક રીતે પ્રતિપાદન થઇ ચુક્યું છે..
      વિજ્ઞાન અને પશ્ચાત ની સ્તુતિ ની ઘુવડ વૃત્તિ છોડી, શારીરિક ઉપભોગની રાક્ષસી વૃત્તિ છોડી,
      અવિનાશી અમૃત ની ખોજ કરવાની જરૂર છે.————

      Dear Maheta,

      That may be true in your group. We happen to think differently. What if your
      “અવિનાશી અમૃત” ends up being the proverbial “pot of gold at the end of rainbow?” You end up wasting even this life. By the way, there is a big difference between Bhautikwad and Bhogwad. Please do not mix these two. We are not encouraging Bhogwad (consumarism) at all. Actually I am a strong believer in “Aparigrah”.

      Like

      1. શ્રી મૂરજીભાઈ,
        ભૌતિકવાદ અને ભોગવાદ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા બદલ આભાર. એ બહુ જરૂરી હતું. ભૌતિકવાદ એટલે Materialism અને ભોગવાદ એટલે Hedonism. પરંતુ પશ્ચિમના ચેતનવાદીઓએ મટીરિયાલિઝમનું ભૂંડું ચીતરવા માટે જાણી જોઈને આવો ગૂંચવાડો પેદા કર્યો છે. કારણ કે કહેવાતા ચેતનવાદીઓને ભોગવાદ કે હૅડનિઝમથી બહુ ખતરો નથી, પણ મટીરિયાલિઝમ એમના પાયાના સિદ્ધાંત સામે પડકાર ફેંકે છે. આપણા દેશમાં પણ આ જ કારણસર ચાર્વાકની જે ઠેકડી ઉડાવવામાં દ્વૈતવાદીઓ, અદ્વૈતવાદીઓ, સૌ એક થઈ ગયા હતા. ચાર્વાક મત પણ મટીરિયાલિઝમ જ છે.

        Like

      2. સ્વાગત,

        શ્રી મુરજીભાઇ,

        ભૌતિકતા..જે બદલાતી રહે છે..જે ગતિમાન છે.. જેને જગત કહેવાય છે.. તે ખોટો એટલા માટે છે કે .. જે કાલે હતો તેના કરતા આજે જુદો ભાસે છે.. પણ તેમાં જે અફર છે.. તે કુદરતના બળો જોવા, જાણવા, ઓળખવા અને તેનો આપણા જીવન ની ચેતના જોડે શો મેળ છે.. તે ખરું જાણવાનો વિષય છે… પૃથ્વી પર જીવન નો આધાર સૂર્ય ની ઉર્જા છે.. માટે સૂર્ય સ્તુતિ/upaasna છે.. કોને શોધ્યું તે અગત્યનું નથી.. વળી ક્ષણ-ભંગુર જીવન થી જોતા અનેક બદલાતી પ્રકૃતિ માં પૃથ્વી ની ગતિ, તેનાથી ઉન્પન્ન થતું ઋતુ ચક્ર, સૂર્ય ચંદ્ર તારા વી. કોનસ્ટંટ છે..તેમાં if અને but નથી માટે જ પોટ ઓફ ગોલ્ડ નહિ મળે તેવો શંશય પણ નથી.. એજ આપના પ્રશ્ન “What if your “અવિનાશી અમૃત” ends up being the proverbial “pot of gold at the end of rainbow?” નો સાચો ઉકેલ છે..
        “અવિનાશી -અમૃત” ને મન:સ્થિતિ કહી શકાય, તે કઇ વાડકામાં દહીં-મધ ના મિશ્રણ ની જેમ ના મળે..
        તમે અપરિગ્રહી જીવન માં કેમ માનો છો..?? જો એ સાચું હોય તો તમે પણ સાધક છો.. અને તે આત્મસંશોધન નો વિષય છે.. જે મારા અનેક મુદ્દાઓ નું પ્રતિપાદન કરશે..

        અસ્તુ,
        શૈલેષ મહેતા

        Like

  13. Varna-vyavashtha…..(1) Brahman (2) Khshtriya (3) Vaishya & (4) Shudra…..
    Since ancient time , majority of Brahman varna were sent to Aashram/ Schools for study. Khshtriya were also offered education…limited to RAJYA-VYAVASHTHA…. Vaishyas….??????? and Shudras were kept away from education….( Example: Eklavya). Shudras were treated as’ Ashprushyas’. Gandhiji started helping Shudras to be recognised…To what %…it helped is a big question. Even today that mentality is existing. Because of the laws, Shudras are given a priority.( Dr. Ambedkar…had to struggle…)
    That means since ancient time except Brahmins, other varnas were not allowed to go to school/ Aashram.( There may be some exceptions….which does not mean that this fact is wrong)
    In the western world once ‘Andhar yug” was over, Everybody was offered education and were encouraged to do more research.
    Basic research helped updating the knowledge. Basic knowledge and the inventors and discoverers of those basic research were appreciated. New scientists updated knowledge everyday. Young scientists were and are being encouraged to do more research.
    Let us accept the truth. We have to accept our drawbacks and shortfalls. Old Indian philosophy favors TRUTH. (Satyameva Jayate) Let us accept the TRUTH.

    Amrut Hazari.

    Like

  14. Shileshbhai,
    I have never said that convience and happiness are the same. I have just pointed out what part Science has played in our life. The moto of Science is not to give happiness but to know how Nature works. Technology uses this information to produce things which makes our life more comfurtable – not happy. There is no point in argueing. Just live for a day without the use of Science. The test of pudding is in eating and not talking about it. Nobody forces us to buy a convinience.
    Next time when you are sick go to a temple instead of going to a doctor and findout yourself what science have done for mankind.
    Vikram Dalal

    Like

    1. વિક્રમભાઈ,

      You are missing the point.. અજ્ઞાન,જ્ઞાન અને વિજ્ઞાન નો ભેદ જાણો… માનવી પહેલો અને પછી તેને જાણેલું જ્ઞાન અને વિજ્ઞાન.
      પોતાની શક્તિ પ્રત્યેનું અજ્ઞાન અને તે પ્રેરિત ગુલામી વૃત્તિ, માનવીને વ્યાસની બનાવે છે..
      કુદરતી બળો અને વાત-પિત્ત-કફ ના સમન્વય થી સ્વાસ્થ્યને નિયમ માં રાખી શકાય તેમાં મંદિરે કે બીજે /હોસ્પિટલ જવાની જરૂર ના પડે..
      જ્ઞાન ના આધારે મુક્ત જીવન કેમ જીવવું તેનો અભ્યાસ અને તે ના આચાર ઉપયોગી નીવડી શકે..

      Astu,

      Shailesh Mehta

      Like

      1. માનનીય શૈલેશભાઈ
        આપે લખ્યું છે કે “કુદરતી બળો અને વાત-પિત્ત-કફ ના સમન્વય થી સ્વાસ્થ્યને નિયમ માં રાખી શકાય તેમાં મંદિરે કે બીજે /હોસ્પિટલ જવાની જરૂર ના પડે”
        પણ વાત-પિત્ત-કફ ના સમન્વય થી મેલેરિયા કેવી રીતે મટે? પોલીઓ કેવી રીતે મટે? શીતળા કેવી રીતે મટે?

        આપે એમ પણ લખ્યું છે કે “અજ્ઞાન,જ્ઞાન અને વિજ્ઞાન નો ભેદ જાણો”
        પણ એવું કયું જ્ઞાન છે કે જે હોસ્પિટલ ગયા વગર મેલેરિયા મટાડે? એવું કયું જ્ઞાન છે કે અંધારામાં રાતે દેખાડે? ફક્ત વિજ્ઞાન જ છે! બીજું બધું આડવાત છે, બસ એટલું જ!
        with respect,
        A. Dave (દવે)

        Like

      2. વાત, પિત્ત, કફના ત્રિદોષ પર આધારિત શાસ્ત્રનો વિકાસ થયો ત્યારે આજની દુનિયા નહોતી, પ્રદૂષણ નહોતું, વાયરસ નહોતાં. વાત પિત્ત અને કફનું પ્રમાણ જળવાઈ રહે તો આરોગ્ય સારૂં રહે એ ખરૂં, પણ એમાં વૈજ્ઞાનિક સંશોધનો નથી થયાં. એક વિજ્ઞાન આસ્થામાં ભેરવાઈ પડ્યું છે. ધન્વન્તરી, ચરક, સુશ્રુત વૈજ્ઞાનિકો હતા. આપણે એમના જ્ઞાનનું ગળું ટૂંપી નાખ્યું છે.

        શરીરની અંદરના બગાડ માટે તો એ કદાચ કામ લાગે પણ બહારથી થતા રોગના હુમલાનો કન્સેપ્ટ પણ એ વખતે વિકસ્યો હતો કે કેમ એ સવાલ છે અને વિકસ્યો હોય તો આપણે એના શા હાલ કર્યા છે?

        જો કે અંદરના બધા રોગોનું નિદાન પણ વાત, પિત્ત, કફના શમનથી ન થઈ શકે. કેન્સરનો ઇલાજ પણ શું આ ત્રણની સમતામાં છે?

        Like

      3. Dear Dipakbhai:
        I feel as strongly as you do – just didn’t want to get into a debate with Shri Mehta saheb, so made a more obvious point in the previous comment. I actually believe the concept of “વાત-પિત્ત-કફ ના સમન્વય” is grossly inadequate to explain human body or to provide medical advice. Comparing વાત-પિત્ત-કફ ના સમન્વય to modern medical knowledge of the human body is similar to comparing a child’s crayon scribblings to some great work of art or literature.

        I agree that in those (vedic) days, there may have been no pollution, but the virus has been our companion ever since the beginning of life on this little planet (and a part of our evolutionary history for billions of years). Same is true for the bacterium. Some of our own genetic code comes from virii and bacteria. They have been ever-present. Certanily there were many diseases during the vedic times – there are many mentions of those in the books. I cannot fathom how those were could ever have been resolved with વાત-પિત્ત-કફ ના સમન્વય. But even if we put that aside, what about a broken bone? How would વાત-પિત્ત-કફ ના સમન્વય fix a broken bone? And as said before, how would it cure malaria or smallpox?

        The concept of વાત-પિત્ત-કફ ના સમન્વય is of extremely limited use. It may help in some cases of cold, overeating, or constipation. That is about it. Plus, it is actually faulty when looked at from the modern medical knowledge. These are NOT the three things that control our bodies. Our bodies are controlled by many horemones, which in turn are controlled by our genetic code. The gas, bile, or mucus are simply end-results of *some* of these hormones. Also, the aayurvedic concept that these are battling for control of our body and are to be balanced is demonstrably and laughably false. One could write 100s of pages on how ridiculously simplistic and outright wrong the વાત-પિત્ત-કફ ના સમન્વય concept is. Again, it is like comparing a drawing by a 3 year old child with michaelangelo!

        In short, I completely agree with you and could have stated my case much more strongly – and ended up doing so in this post, i guess! 🙂
        Regards,
        A. Dave (દવે)

        Like

      4. દવે સાહેબ,
        વાયરસ અને બૅક્ટેરિયા વિશેના મારા કથન વિશે તમે જે અધૂરી સમજ તરફ ધ્યાન દોર્યું છે તે બદલ આભાર. મેં માત્ર આજના સંજોગોને જોયા, તેમાં ભૂલી ગયો કે આપણે પોતે પણ એકકોષી જીવમાથી વિકસીને આજે મનુષ્ય બન્યા છીએ,

        વાત એ છે કે ચરક વગેરે વૈજ્ઞાનિક હતા, એમણે શરીરને સમજવાનો પ્રયત્ન કર્યો. ‘પડ્યું પાનું નિભાવી લો’ એવી સલાહ ન આપી. સુખદુઃખને સમાન માની લેવા ન કહ્વયું. જીવન ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કર્યો. માણસની બીમારી દૂર કરવાનો પ્રયાસ કર્યો. એ વખતે શરીર વિજ્ઞાનને સમજવાની શરૂઆત થતી હતી, એટલે એમને જે સમજાયું તે મહત્વનું હતું પરંતુ એ બિંદુ પર અટકી જવાનું ન હોય. એનાથી આગળ તો આપણે ગયા જ નહી! બસ, માની લીધું કે આપણે બીમારીનાં મૂળ સુધી પહોંચી ગયા છીએ. આજે ચરક કે સુશ્રુત પોતે હયાત હોત તો આવું માનનારાને ઠપકો આપત.

        Like

      5. Dear Dipakbhai
        I agree 100%. We have stopped at whatever was known a few thousand or a few hundred years ago and decided that it is the ultimate knowledge. The Modern science is lightyears ahead of those, and those scientists – Charak or Sushrut – would have been delighted to acquaint themselves with the modern medical science and adopt it enthusiastically – after all, they were the leading scientists of their times.

        On a different note, my intent was certainly not to point out any misunderstanding about viruses. I just wanted to point out that bacterial and viral infections should have been around during vedic times as well, and vat-pitt-cough balancing would not have treated those.

        I have been itching to write about placebo effect and how it influences our misconceptions of effectiveness of folk remedies, but alas, severe time constraints prevent me from doing so. Will try at some time. 🙂

        Sincerely,
        A. Dave (દવે)

        Like

  15. શ્રી સુબોધભાઈ,
    આપે બહુ મહત્વનો મુદ્દો ઊઠવ્યો છે. જો કે મેં મારી રીતે એનો જવાબ પહેલાં જ આપવાનો પ્રયાસ કર્યો છે. મેં આપણા ટ્રાઇબલિઝમની વાત કરી છે. આપ ‘ક્રિએટિવિટી’ અને ‘ઓરીજિનાલિટી’ની વાત કરો છો અને એને આપણી સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડો છો. મને લાગે છે કે આપણે ઘોડાની આગળ ગાડી જોડીએ છીએ. ધર્મ અને સંસ્ક્રુતિ સમયની નીપજ છે, વાસ્તવિક જીવન ધર્મની નીપજ નથી એટલે ટ્રાઇબલિઝમ ધર્મ કરતાં પણ પહેલાં અસ્તિત્વમાં હતું. ધર્મ આની પેદાશ છે. એટલે આપણી ટ્રાઇબલ સંસ્કૃતિનો પ્રભાવ ધર્મમાં પણ દેખાયો છે. ધર્મ બન્યો ત્યારે જ ક્રિએટિવિટી અને ઓરિઈજિનાલિટી નહોતી એટલે એ સમાજના પ્રતિબિંબ રૂપે ધર્મ પણ એવો જ બન્યો.
    આજે ધર્મ ‘ઑટોનોમસ’ લાગે છે પણ એ તો બસનો ડ્રાઇવર છે, બસ કંપનીનો માલિક નથી. માલિક તો ટ્રાઇબલિઝમ છે. આપણા ધર્મે આપણને એક જૂની વ્યવસ્થામાંથી મુક્ત નથી કર્યા, એ જ વ્યવસ્થાને નવી ભાષામાં વ્યક્ત કરી છે.

    આ દુનિ્યામાં કઈં કરવાપણું નથી અને માત્ર એક કે દસ પેઢી પહેલાં બંધાયેલા ચીલા પર જ ચાલવાનું છે. એટલે પરલોક સિવાય બીજું વિચારવાનું શું રહે છે?

    આમ છતાં, આપણે ત્યાં અમુક વ્યક્તિવાદી વલણો પણ દેખાયાં, પરંતુ એની ભાષા પણ આ લોકને ઉદ્દેશીને નહોતી. ટ્રાઇબલિઝમના વિરોધમાં પણ એનાં શસ્ત્રો અને ઓજાર આ દુનિયાથી દૂર જવા્નાં રહ્યાં. દુનિયા બદલવાનાં નહીં. દાખલા તરીકે, મોક્ષની કલ્પના. માત્ર મોક્ષ જ ટ્રાઇબલિઝમથી મુક્તિ અપાવે છે! મોક્ષના માર્ગે જવું હોય તો માતાપિતા, કુટુંબ, સમાજ,ધર્મ, રીતરિવાજો બધાંનો ત્યાગ કરો! આ માર્ગે તમે એકલા જ જઈ શકો બધાંને સાથે ન લઈ જઈ શકો. આ વ્યક્તિવાદી ચિંતન છે, પણ આ દુનિ્યાને ધ્યાનમાં ન લેવાથી એની કશી જ અસર બીજી વ્યક્તિ પર ન પડી શકે.બીજી વ્યક્તિ્ને તો એમાંથી બાકાત કરવાની છે! આમ સામાજિક સ્તરે આપણે ઝકડાયેલા રહ્યા, પણ આધ્યાત્મિક ક્ષેત્રે ઘોર વ્યક્તિવાદી અને ‘અન્ય’ના વિરોધી છીએ.આ સંજોગોમાં ક્રિએટિવિટી’ હોય તો પણ એ સમાજને કામ ન આવે..

    બીજું ઉદાહરણ ગૌતમ બુદ્ધનું છે. આ સંસાર દુઃખમય છે, એવી ધારણામાં એ પણ એમના જમાનાની મુખ્ય વિચારાધારાથી જ પ્રભાવિત હતા.

    Like

  16. શ્રી શૈલેષભાઈ,
    મને સંબોધીને જવાબ આપવા બદલ આભાર. આપની આ વાત સારી લાગી કે ” “જીવન ડીટેચમેન્ટ/વિરક્તિ ના ભાવે જીવી જઈએ અને એકબીજા ના જીવને સુખ પહોચાડવા માં સુખ માનીએ” એ શીખવા મળે છે.. અને એજ વ્યવહારિક સત્ય છે.. મુશ્કેલ લાગતું આ કાર્ય સજાગતા પૂર્ણ પ્રયત્ન કરવાથી જીવન સાર્થક બને છે..સુક્ષ્મ પણ સમજણશક્તિ થી જીવન માં ઘણો ફેર પડી શકે તેમ છે..”

    આમાં ‘વિરક્તિ’વિશે હમણાં ચર્ચા નહીં કરૂં, પરંતુ બીજાને સુખ આપવા માટે જીવવું અને એમાં સુખ માનવું એ ગમ્યું. આપણે આસ્તિક હોઈએ કે નાસ્તિક, આ તો માણસ તરીકે આપણી ફરજ છે. શક્ય છે કે આપણે આમાં નબળા પુરવાર થઈએ. કોઈનું ભલું કરવાની આપણી ક્ષમતા પણ કેટલી? એટલે કોઈનું સમજી વિચારીને નુકસાન ન કરીએ, એ તો ધ્યાનમાં રાખવું જ જોઈએ. પરંતુ આ તો સામાજિક સક્રિયતા થઈ. એમાં સૌમાં વ્યાપ્ત ચેતન્ની સ્તુતિ કરતા રહીએ અને વ્યવહારમાં કઈં ન કરીએ તે નહીં ચાલે, એમ સમજું છું. ‘અવિનાશી અમૃત’હોય કે ન હોય, આપે જે કહ્યું છે તે જ તો જીવનની ખરી ફિલોસોફી છે. માત્ર આપણે એટલા બધા આધ્યાત્મિક બની ગયા છીએ કે સમાજને જ દૂર કરી દીધો છે. આ સ્થિતિ તરફ આંગળી ચીંધવાનો પ્રયાસ કરતો રહું છું.

    Like

  17. Dipakbhai said: બીજું ઉદાહરણ ગૌતમ બુદ્ધનું છે. આ સંસાર દુઃખમય છે, એવી ધારણામાં એ પણ એમના જમાનાની મુખ્ય વિચારાધારાથી જ પ્રભાવિત હતા.

    Few lines from my earlier article ”માનવ વીકાસમાં ધર્મનો ફાળો કેટલો” ? seem relavent here. It said: રાજકુમાર સીદ્ધાર્થે જીન્દગીમાં પહેલીવાર રોગી, વૃદ્ધ અને મૃતદેહ જોયા ત્યારે એમનું મન ખળભળી ઉઠ્યું. આ લાગણીઓના પ્રવાહ હેઠળ એમણે માનવીની આવી દુ:ખદાયક દશાઓનાં કારણ જાણવા અને ઉપાય શોધવાનું નક્કી કર્યું. ………

    જે કારણોસર બુદ્ધે ગૃહત્યાગ કર્યો હતો તે ભલે હાંસલ કરી શક્યા નહીં; મુળભુત રીતે બધા ધર્મપ્રવર્તકોના ઉપદેશનો ઝોક માનવજીવનના પ્રશ્નો ઉકેલવા કરતાં, એમને સહજ ભાવે સ્વીકારવા તરફ રહ્યો છે. માંદગી, મૃત્યુ તેમ જ બીજી અણધારી આપત્તીઓને સહજભાવે સ્વીકારવાથી એનું દુ:ખ ઓછું થાય છે. મનને સ્વસ્થ રાખી જીવનને અટકાવ્યા વગર ચાલતું રાખી શકાય છે.

    These are selected sentenses. there is lot more in there. I suggest Mr. Shailesh Maheta read the whole article.
    Scientists have actually solved many such problems and the quest is still on for more.

    Like

    1. Well said, Murjibhai! It is true that the ancient Rishis have taught us to be tolerant. Pleasure and pain have to be received with equanimity. But both are the product of ‘this-world’. Ways to reduce pain, and as a corollary increase the pleasure, have not been explored in our civilization.

      Like

      1. Dear Murjibhai and Dipakbhai:
        I have been reading the blog but have not had a chance to comment recently. But you have brought out an extremely interesting nuance in these 3-4 comments. Something that has always bothered me suddenly got clarified in my mind. I’m still trying to think through it, but wanted to share my initial reaction.

        As you have pointed out, there is a clear difference between ‘sages’ (or Rishis) and scientists. The sages have always preached tolerance or acceptance. “You don’t have enough to eat, accept it. Train your brain not to feel bad about it. Your child died in smallpox, accept it and do not feel terrible about it. Tyrants took all your belongings and raped your wife, accept it as your fate and do not feel frustrated by it.” Their entire focus has been on “કોઈ પણ વસ્તુનો હર્ષ કે શોક ના કરવો “. In fact, that is the essence of gita. But of course, this is preached only when there is time for grieving – rarely when it is time for હર્ષ. While i have always admired the સમતા, the evenness this advocates, something about it has always bothered me. Reading your comments above, it hit me. This assumes an absolute lack of control of one’s life. Now, this may have been true in past (though I’m not so sure about that either), but it is certainly not true now. And the other issue is – where do you draw the line?

        The key difference between sages and scientists is the assumption of control. And I would include social reformists also in the same group as scientists. The sages ask us to accept life as it comes to us, without feeling good or bad about it, in both scientific and social realms. The social reformist says no, do not tolerate injustice. Similarly, the scientists says no, do not accept smallpox as inevitable. The sages teach us to accept our lot in life as-is. The social reformists and scientists ask us to fight for our right to be successful and happy, healthy and safe, – and also provide us tools for that fight.

        Yes, there will *ALWAYS* be situations in life when there will be no control and we would need to accept the situation. But those should be the exception rather than rule. I think the bane of our cultural heritage has been over-application of this principal “accept your lot in life as-is” to every facet of the life. Hence, poverty, corruption, disease, etc. is rampant in the face of our indifference / acceptance. The key difference is that the scientists and social reformists (whether Indian or western) assume that they can control the situation if they try hard enough, if they try innovative solutions, if they find help from others, and then give it their best shot. Sure, there would often be significant disappointments and setbacks, but in the end, they move forward – and not just them, but the entire human race along with them.

        In this regard, I remembered a nice quote:
        “The reasonable man adapts himself to the world; the unreasonable one persists in trying to adapt the world to himself. Therefore all progress depends on the unreasonable man.”
        George Bernard Shaw (1856 – 1950), Man and Superman (1903)

        I would love to read your thoughts on this.
        Thanks!
        A. Dave (દવે)

        Like

      2. A couple of more points – Shri Subodhbhai also brought up the fatalism as an inherent trait of us Indians in one of his comments – which is what I was alluding to as well in my comment.

        Also, Murjibhai, you made an excellent point of differentiating between materialism and consumerism. I tried to do that a few weeks back in my comment discussion but was not as successful. You have laid it our very clearly. I believe that topic needs a full-length article by itself, which can then be used as a reference any time someone brings up the same old tired arguments confusing the two.

        Thanks
        A. Dave (દવે)

        Like

      3. શ્રી દવે સાહેબ,
        તમારી ૧૨ સપ્ટેમ્બર ૫.૩૨ p.m. ની કૉમેન્ટ અને બીજી કૉમેન્ટ પણ વાંચી. તમારા વિચારો હંમેશાં પ્રભાવિત કરે એવા હોય છે. પરંતુ એમાં એક વાક્ય છે, તેના વિશે વધારે ચર્ચાની જરૂર લાગે છેઃ ” Yes, there will *ALWAYS* be situations in life when there will be no control and we would need to accept the situation.”

        સાચી વાત એ છે કે ઘણી ખરી બાબતો પર આપણું નિયંત્રણ નથી હોતું. આમાં કુદરતી હોનારતો, અકસ્માતો , કેટલીયે જાતની બીમારીઓ વગેરેનો સમાવેશ તો થાય જ છે, પરંતુ, સરકારી નીતિઓની સામાન્ય માણસ પર અસર, કોઈ બે દેશ વચ્ચે થતી લડાઈની ત્રીજા દેશ પર અસર, શેર માર્કેટનો કડાકો વગેરે માનવસર્જિત તકલીફો પણ છે, જેના ઊપર આપણું નિયંત્રણ નથી, આ બધામાં પણ સમતા રાખવી જોઇએ?

        મારો જવાબ ‘ના’ છે. મારો મુદ્દો તમે જે કહો છો તે જ છે. માત્ર તમે જે ‘સિચ્યુએશન્સ’ની વાત કરો છો તેને હજી વધારે રૅશનલાઇઝ કરવાની, અને એની વ્યાખ્યા નક્કી કરવાની મને જરૂર લાગે છે.કદાચ આપને કલ્પીએ છીએ તેના કરતાં પણ અનેકગણી સ્થિતિઓ પર આપણું નિયંત્રણ નથી હોતું. પરંતુ તેથી શું થયું?

        અકારણ યુદ્ધો, અસમાનતાઓને કારણે ફેલાતો વિદ્વેષ. શોષણને કારણે વકરતી ગરીબાઈ વગેરે માનવસર્જિત છે અને તમે બહુ યોગ્ય રીતે સમાજશાસ્ત્રીઓની ભૂમિકા પર ભાર મૂક્યો છે.આવી બાબતોમાં સમતા રાખીને બેઠા હોઇએ એ ન ચાલે.

        તમે કહ્યું છે કે હર્ષ વખતે સમતા રાખવાની સલાહ ન્થી અપાતી. બરાબર છે. ઘરમાં સારી વાત બની હોય ત્યારે પણ સોગિયું ડાચું બનાવીને બેઠા હોઇએ તેને સમતા કહેવાતી હોય તો એ ન જોઈએ. કઈં ખરાબ બને તો બૅલેન્સ કરવા શું કરવાનું? હસવાનું હોય? કોઈને પણ સમતાનો અર્થ અને ઉપયોગ પૂછશો તો બતાવી નહીં શકે, ભલે ને મોટો ધર્મ ધુરંધર હોય!

        સમસ્યા એ છે કે મોટા ભાગનું ધાર્મિક ચિંતન મ્રુત્યુને ધ્યાનમાં લઈને રચાયું છે. આખું જીવન આપણે મ્રુત્યુને યાદ કરીને વીતાવી દઇએ છીએ. જીવનને યાદ કરવાનો સમય જ ક્યાં છે? જરા રાજી થયા કે કોઈ બોલે કેમ રાજી થઈ ગયા? સમતા રાખો. જરા દુઃખી થયા કે કોઈ બોલી દેશે, કેમ દુઃખી થઈ ગયા, સમતા રાખો. આમ પણ આપણે ત્યાં કહેવત છે, ‘સુખમાં સાંભરે સોની ને દુઃખમાં સાંભરે રામ’. સ્થિતિ ખાસ ખોટી નથી. આ તમે કહો છો તે જ છે!

        એટલે વ્યક્તિગત જીવનમાં અને સામાજિક જીવનમાં ક્યાં સમતા રાખવી અને ક્યાં નહીં, એના માપદંડ નક્કી કરવા જોઇએ, નહીંતર તો જે કઈં તકલીફો આવે તેનો દોષ પૂર્વજન્મ કે ભાગ્ય પર ઢોળવાની ટેવ ચાલુ રહેશે. બર્નાર્ડ શોનું કથન જ ઘણું સ્પષ્ટ કરી દે છે. આભાર.

        Like

      4. Shri Ashok Dave,
        Your thoughts (below) are impressive and very true.
        Fatalism and Contentment are two very important Values taught by India’s religions— just look at the great Bhagavad Gita, for just one good example. I think both have done immeasurable harm to our society. In short:
        1. Our Nasib Vaad (Fatalism) stops us from Purushaarth (Effort).
        2. Inadequacy of control is no reason to abandon ALL control over life’s ills.
        Pl. continue to write. Thanks. —-Subodh Shah.

        Like

      5. માનનીય દીપકભાઈ અને સુબોધભાઈ
        આપની કોમેન્ટ્સ ઉત્સાહપૂર્વક વાંચી. દીપકભાઈ, આપના મુદ્દા સાથે હું તદ્દન સંમત છું. મેં તરતજ બીજું એમ લખ્યું હતું કે “no control” એ અપવાદ જ હોવો જોઈએ. પણ આપણે તેને ડગલે ને પગલે ગળે બાંધીને ફરીએ છીએ. અને તમે જે પરિસ્થિતિઓ વર્ણવી છે તેમની ઘણી બદલી શકાય એવી હોય છે. એટલે કે હું તમારી સાથે “ના” ના જવાબ માં સંમત છું. બદલી શકાય એવું ના હોય તો પણ કંઇક કરી શકાય છે. પરદેશમાં આના ઘણા દાખલા જોવા મળે છે. કોઈના સ્નેહી કેન્સરમાં ખલાસ થઇ જાય તો દર વર્ષે લોકો એમની યાદમાં મેરેથોન કે એવું કઈ કરી ને ફાળો એકઠો કરીને બીજા દર્દીઓને મદદ થાય કે ઈલાજ શોધાય તે માટે આપે છે. હા, સગું કેન્સરમાં ગયું તે સ્વીકારી લીધું, પણ એની સાથે સાથે એવો પુરુષાર્થ પણ કરે કે બીજાઓને મદદ મળે, કે ભવિષ્યમાં એનો કોઈ ઉપાય થાય. કરપ્શન ઘણા દેશો માં છે. પણ લોકો શાંતિપૂર્વક નાને-મોટે પાયે સરકાર બદલે છે. એક આપણેજ છીએ કે દશમા અવતારની વાટ જોઇને બેસી રહ્યા છીએ.

        કોલેજ-કાળમાં એક મિત્ર સાથે ચર્ચા દરમ્યાન મેં અકળાઈને પૂછેલું – “What are you going to do, change the whole world?”. ત્યારનો એનો જવાબ મને બહુ જ અસર કરી ગયો – “No, just my little corner of it!”. આપણે સંયોગો અઘરા છે કે આખો પ્રોબ્લેમ બહુ મોટો છે એ વાત પકડી લઇ ને પછી કંઈ જ કરવાનું માંડી વાળીએ છીએ. પણ આપણે આપણા નાનકડા ખૂણાને તો સાફ કરી જ શકીએ. તેમાં તો સુધારો લાવી જ શકીએ. જો બધાય પોતપોતાનો નાનો ખૂણો સુધારે, તો દુનિયા રાતોરાત સુધારી જાય! પણ આપણે ભાગ્ય સ્વીકારી લેવામાં જ માનીએ છીએ. સમાજશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓ પોતપોતાનો ખૂણો સુધારતા સુધારતા આખી દુનિયાને મદદ કરતા જાય છે. એમનો પાડ માન્યે જ છૂટકો!

        બીજી બાજુ ઋષીઓ અને ધર્મગુરુઓ જીવનમાં જે જેમ મળે તેમ તેને સ્વીકારી લેવાનો ઉપદેશ આપે છે. એટલે આપણને આપણા ખૂણામાં ગંદકીમાં પડી રહેવાની ટેવ પડી ગઈ છે. આ આખી માણસજાત ની વાત છે – બીજા ઘણા ધર્મોમાં ને દેશોમાં પણ એવું થાય છે. પણ આપણે ત્યાં તો આ ફિલસુફી નો અતિરેક થયો છે!

        My apologies, but I’m finding it very difficult to type in Gujarati using English keyboard, so am switching to English. I think the key underlying issue is assumption of control. Growing up in India, power cuts were the norm, and life just went on as-is when those happened. Seeing a rare power outage in the US, i was shocked at how upset i felt, and also how upset everyone was. People almost rioted! It was brought home to me that people in the US assume and expect the power grid to behave, and when they lose control over it, they get very upset. I know some people thought it was laughable that the Americans craved so much control over life. And i concede that the west may assume too much control (I’m not convinced that is true, but for the sake of argument, i may concede that point). But at the same time, we in India assume too little control! There has to be a happy medium. once you relinquish control over yourself, over your life, you simply accept everything that comes as-is and become fatalistic. Then we simply wait for the 10th avtaar to come and save us (as are the conservative christians waiting for Jesus to return). Reminds me of the 2nd ending of Bhav ni Bhavai – “રંગલો આવે નહિ, આવીને બચાવે નહિ!”

        Whatever we do in this world, we have to do it ourselves. We humans. No one is going to help us. There is simply no one else who can do it, no one else to help us. પુરુષાર્થ is the only thing that we have, even if not always sufficient. Everything else is simply વાતો ના વડા. We must act, even if it is imperfect. As Shri Subodhbhai points out, “Inadequacy of control is no reason to abandon ALL control over life’s ills.”

        I would like to end my tediously long comment with a quote from Gandhiji: “Be the change you want to see in the world.”
        A. Dave (દવે)

        Like

      6. વહાલા એ. દવેભાઈ,
        તમે મને uttamgajjar@gmail.com પર એક મેઈલ મોકલો.. હું તમને ગુજરાતીમાં લખવા માટેની સઘળી સામગ્રી મોકલી આપું ને તમે, જરા પણ અચકાયા વીના સડસડાટ ગુજરાતીમાં લખતા ન થઈ જાઓ ત્યાં સુધી હું તમારી સાથે રહીશ..
        તમે સરસ લખો છો… લખતા રહો.. એમાં અમારો સ્વાર્થ છે એમ સમજજો.. ..ઉ.મ..સુરત..

        Like

  18. બધાની ચર્ચાઓ સારી રહે છે. પણ જમીન પર જે સત્ય છે તેને થોડું અનાદર કરવામાં આવ્યું છે.
    મોટાભાગ ના લોકો ઈતિહાસ ને વાગોડ્યાજ કરે છે તેમાંથી બહાર આવવાનું તેમના માટે મુનાસીબ નથી
    હજુ પણ તેવો જ્ઞાતિવાદ ને ચકરાવે ચઢ્યા જ કરે છે અને લોકો ને પણ ચઢાવ્યા જ કરે છે.
    તેમના આ જુના જમાનાની વાતો માં તેવો નવાજમાંના ની વાતો સ્વીકારવા તૈયાર નથી.
    જે પહેલા ઠીક હતું તેજ તે સમયે સારું હશે તેમ માનીએ આજે તેનાથી ઘણું વધારે
    સારું થઇ રહ્યું છે તેને ના માનીએ એવી વિચારસરણી ક્યાં સુધી ? આજે પહેલા જેવું નથી રહ્યું.
    જ્ઞાતિવાદ થોડો છે પણ અસ્પૃશ્યતાવાદ જેવું ક્યાય દેખાતું નથી. આજે નવો અસ્પૃશ્યતાવાદ ચાલુ થયો છે
    અને તે એ કે રાજનેતાઓ અને માનવાધિકારો સવર્ણો ને અસ્પૃશ્યો ગણે છે ત્યારે આમાંથી ચર્ચા માં ભાગ લેતા
    લોકો આ રાજનેતાઓ ને શિખામણ આપવા માંગશે ?

    Like

    1. જોશીભાઈ નમસ્કાર
      તમારી પાછળ દિવાલ હોય તો લખી લો કે ” માનવાધિકારનું તુત આપડા માટે નથી.” ગુનેગારો, ગુનો કરી શકે એવી પ્રજાઓ, જેલના ગુનેગારો, ત્રાસવાદિયો માટે છે. દુનિયાના દેશોના પોલિસતંત્ર અને ન્યાય તંત્રના માળખાને ઢિલા કરવા માટે છે. માણસ જંપીને બેસી જ કઈ રીતે શકે ? ભાગતો રહેવો જોઈએ, ફફડતો રહેવો જોઈએ. આવો માણસ સોફ્ટ ટાર્ગેટ છે ગુલામ બનાવવા માટે, એક મજુર કે એક ગ્રાહક બનાવના માટે.
      તમે વાંચ્યું હશે આજ નવો કાયદો નિકળ્યો છે એ. સંપીને રહેવા માટેનુ નાનામાં નાનુ એકમ છે. પતિ પત્નિનો સંબંધ. હવે એમાય ફાચર મારી છે. પત્નિ હવે થી નોકરાણી કે વેશ્યા. સેવા બદલ એને હવે દરમહિને વળતર આપવાનું.પગાર આપવાનો. આયકર કાર્ડ પણ કઢાવી આપવાનું. કદાચ એને પણ ટેક્સ ભરવાનો થાય. જો વધુ પગાર હોયતો. હવે આમાં કોણ જંપીને બેસશે.
      શબ્દસુરભાઈ આ બધા ખેલ સમજવા અઘરા તો છે, પણ કોશીશથી સમજી એવા છે.

      Like

  19. શબ્દસુર જોશીભાઈ,

    જેને જેમ કરવું હોય તે કેરે..આપણને ન ગમતું આપણે ના કરીએ.. એટલી શક્તિ અને સત્તા જેને જીવ આપ્યો છે તેને આપણને આપી જ છે..
    આપણે પોતે તે શક્તિ ને જીવન માં ઉતારવાની જરૂર છે.. ખોટાની સામે અસહકાર એ મોટું શાસ્ત્ર છે.. જે સાચા ને હમેશા જીત અપાવે છે..
    આપણે દરેકે કુદરતી નિયમોનું સાત જાણી, તેને વળગી રહી.. સત્તાએ બનાવેલા આમ લોકો ને રંજાડવાના નિયમ/કાયદાનો અસહકાર ના શાસ્ત્ર થી પ્રતિકાર કરવો..
    આટલું કરવું તો નબળા માં નબળા માણસ માટે પણ શક્ય છેજ..
    બ્રિટીશ આપના દેશમાં થી રવાના થયા તે તેનું જ્વલંત ઉદાહરણ છે..
    બીજો દાખલો આપણે ૨૦૧૪ માં અનુભવીશું તેવું અનુમાન/આશા છે.
    અસ્તુ,
    શૈલેષ મહેતા.

    Like

  20. પડદાની પ્રથા ભારતમાં મુસ્લિમો લાવ્યા હતા. બીજી પ્રજાએ એ પ્રથા અપનાવી લિધેલી. એમા સ્ત્રીઓની સેફ્ટી હતી. આજુ બાજુના પરપુરુષો સાથએ આંતરિક સંબંધ બંધાય ના જાય એને માટે પ્રથા હતી. હવે તો એ નિકળી ગઈ છે. પણ હવે આ જ પડદા પ્રથા અમેરિકા રિટર્ન થઈ ભારત આવી ગઈ છે. પહેલા તો સ્ત્રીઓ જ લાજ ( પડદો ) કઢતી હવે પુરુષો પણ લાજ કાઢે છે. ગુપ્તતા કે અંગતતાના અધિકારને બહાને કે સિક્યુરિટીના બહાને. ઈન્ટરનેટમાં લખે પછી ડરી જાય કે કોકને ખરાબ લાગશે તો આપડો ફોટો જોઈને પછી ઘરી આવીને મારશે. સાડી તો નથી પહેરતા, જેથી છેડો આડો કરી શકાય, પણ જાત જાતની ડિજાઈન નિકળી છે એની પાછળ મોઢું છુપાવી શકાય. તલવાર થી જ રાણાપ્રતાપ નથી બનાતુ, કિબોર્ડ થી પણ બની શકાય છે.

    Like

  21. મુરજીભાઇતમારું લખાણ વાંચવાથી ઘણું જાણવા મળ્યું .ઈસુથી ૬૦૦ વરસપહેલા ભારતમાં થઇ ગએલા.બૃહસ્પતિની વાત ઘણી વખત સાચી લાગે છે.તેના કહેવા પ્રમાણે ભારતના જે છ શાસ્ત્રો છે તેની વાતો માનવા યોગ્ય નથી .માટે કોઈ શાસ્ત્ર પ્રમાણિત નથી .માત્ર માણસની બુદ્ધિજ પ્રમાણિત છે .સ્વર્ગ નર્ક જેવું કોઈ સ્થળ બ્રહ્માંડ માં નથી .માણસ મરી જાય એ પછી પાછો જન્મતો નથી . આવી અનેક વાતો એણે લખીને પુસ્તક બનાવ્યું .પણ એની વાતનો સખત વિરોધ થયો, એના પુસ્તકને પણ બાળી નાખ્યું. અને એણે પણ મારી નાખ્યો.

    Like

    1. Thank you sir.
      I knew somewhat about Bruhaspati but not the part you wrote here. I believe he was not the only one having done this to him. There may be many more who lost their lives for going against the traditional belief system. Thanks again.

      Like

    2. આતા, બૃહસ્પતિ જ કદાચ ચાર્વાક છે. એ જ લોકાયતવાદી. લોકાયાત એટલે લોકોમાંથી આવેલું ચિંતન, જે શાસ્ત્રોની બહાર હતું.

      Like

  22. Dear A. Dave, Dipakbhai and Subodhbhai,
    It was a breath of fresh air reading a discussion between three of you. I was tired of banging my head against the same old arguments made Nth time by same old people. I was done with that.

    I can add some more points to what you folks have been discussing but would not do so as you probably know all that. Instead I would like to write about slightly different subject, yet relevant, which has never been talked here before.

    Islam and Christianity are monotheist ideologies. (I prefer to use the word ideology in lieu of religion.) Jain and Buddhist do not believe in any traditional God. While ancient Greek and Vedic ideologies are multi theists (believing in many Gods). The reasons for these are important but would not discuss here.

    Both of the last ideologies have their Gods directly involved with human lives. Actually some of the Gods have fathered human children. (examples are numerous). These Gods also compete with each other and fight their battles thru’ their human children. Actually gods decide everything major that happens to humans. That is why it was so important to please Gods and keep them constantly happy thru offerings. This is how Yagnas, balidans etc. came into existence earlier, which later got replaced by pooja, bhajans etc…
    If gods decide everything in our life, why should we worry about anything at all, except keep them happy. Even if the great sages thought differently, they did not dare go against such basic thinking.

    I think I will stop at this time with one statement from my earlier article.
    પુરાણોમાં જે ભક્તીયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગની વાત કરી છે એમાંથી પરમ્પરાગત આસ્તીકોને ભક્તીયોગ સહેલો લાગતાં તેમણે એ અપનાવ્યો. ભક્તીયોગને ફેલાવવાથી ધર્મગુરુઓને પ્રતીષ્ઠા અને સત્તા મળતી. એમણે જ્ઞાનયોગને મારીમચકોડી પલાયાનવાદ બનાવી દીધો અને કર્મયોગને વર્ણવ્યવસ્થાના નામે ઉતરતો બતાવ્યો.

    Like

    1. Dear Murjibhai:
      As always, excellent points! ભક્તીયોગ is far easier than કર્મયોગ. So it is no surprise that everyone just gravitated towards that.

      I do want to say more about જ્ઞાનયોગ. We (Indians) have messed up the definition of જ્ઞાન so badly over the millennia that it has become completely meaningless. For example, the comment in this thread from Shri Shaileshbhai “અજ્ઞાન,જ્ઞાન અને વિજ્ઞાન નો ભેદ જાણો”. The literal definitions are – lack of knowledge, knowledge, and specialized knowledge. Period. However, we Indians have historically called any બકવાસ coming out of the mouths of so called sages to be જ્ઞાન and even વિજ્ઞાન. It has become so pervasive that the words have lost all meaning. I am tempted to coin a new word – “કુજ્ઞાન”. This is what many sages & gurus have. They have tremendous depth and breadth of knowledge of absolute meaningless rubbish. It does zero help to human race and tons of harm.

      You are right that “જ્ઞાનયોગને મારીમચકોડી પલાયાનવાદ બનાવી દીધો”, but i would go beyond that and say that the term જ્ઞાનયોગ has been converted into a completely meaningless concept due to the tendency to label any બકવાસ as જ્ઞાન.

      Well, that is my 2 cents’ worth…
      Sincerely,
      A. Dave (દવે)

      Like

      1. I have a feeling that somewhere along the line જ્ઞાનયોગ got mixed up as “dhyanyog”. That is how these religious leaders could make people believe that ALL Ghyan could be obtained by dhyan only.

        Like

  23. Shri Shaileshbhai,
    I read a beautiful word in your discusion….”Avinashi Amrut” I wish to understand, does this mean if I get this “Avinashi Amrut”, I AM IMMORTAL. ? OR “The somewhere existing ‘ Amrut’ is immortal ?”
    Thanks,
    Amrut Hazari.

    Like

  24. શ્રી અમૃતભાઈ, અને અભિવ્યક્તિ ના વાંચક મિત્રો,

    આપનો પ્રશ્ન છે..” a beautiful word ”Avinashi અમૃત”…..”I wish to understand, does this mean if I get this “Avinashi Amrut”, I AM IMMORTAL. ? OR “The somewhere existing ‘ Amrut’ is immortal ?”

    દરેક જીવ માં રહેલી “ચેતના” જે આપણા માં પણ છે.. તે જ અવિનાશી અને તે જ અ-મૃત જે શરીર દ્વારા અભિવ્યક્ત થાય છે.. તે ચેતના આકાશ જેવી સર્વ વ્યાપી છે.. જેમ પરપોટા કે ઘડા માં નું આકાશ પરપોટો / ઘડો ફૂટતા
    આકાશ સાથે મળી જાય છે..તેમ શરીર મારતાં શરીર માં ની ચેતના પરમ તત્વ સાથે મળી જાય છે.. શરીરમાં શું હતું કે જે ગયું..જે થી શરીર ને બળી નાખવામાં આવ્યું?? કારણ શરીરમાંથી ચેતના ની બાદબાકી થઈ ગઈ..!!
    જો કૃતજ્ઞતા જ વ્યક્ત કરવી હોય તો તે ચેતનાની કેમ નહિ..?? ત્રિકાલ સંધ્યા તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે.. કે જેને આપણ ને ચેતના બક્ષી છે.. કે જેના થાકી નિદ્રામાં આપણી શક્તિ સંચારિત થાય છે.. ખાધેલું પચે છે અને સ્મૃતિ સાથે જાગીએ છીએ અને જાગૃત અવસ્થા માં કાર્યરત રહી શકીએ છીએ..
    આશરો પણ તેનોજ લઇ શકીએ.. જે વેપાર લક્ષી થી વિશેષ જીવન લક્ષી છે..સુ:ખ દુ:ખ , તાઢ તડકો વી.. દ્વંદ્વો દિવસ -રાત ની જેમ સહન કરવા ઘટે.. બાકી તો સ્વ લાભાર્થે જીવન ની સાધના સૌ કરે છે.. જે જીવન લક્ષી છે.. અને તે પૂરતા સૌ વિજ્ઞાનિક છીએ.. કોર્પોરેશન દ્વારા સાધતી વ્યવસાય લક્ષી સાધના માં વિજ્ઞાનીકો નામ નથી યાદ આવતા.. એ તો “અમેરિકા/ચીન ને આટલા ચંદ્રકો મળ્યા” તેવી રીતે જાતિ-વાચક માં ગણના થાય છે..
    કહેવાતું વિજ્ઞાન હજુ મૃત્યુ ને આંબી નથી શક્યું..શરીર ની રચના જેને કરી છે.. તેને તેને સ્વયમ સાજા થવાની રચના પણ કરી છે.. બંને પરિસ્થિતિમાં છેવટે મ્રત્યુ તે જ પરમ સત્ય છે..(રહસ્ય નથી). કદાચ વ્યવસાય પ્રેરિત દાક્તરો/દવાઓ પીડા ને સહન કરવામાં મદદ રૂપ થાય છે..લંબે ગાળે રહસ્યમય અસંતુલન સર્જી, નુકસાન પણ કરે છે.. ઘનનો વ્યય તો જરૂર કરાવે જ છે..માટે તેના થી વેળાસર ચેતવાની જરૂર છે..
    ચેતવાની જરૂર તો બાવા/ભૂવાઓ કરતે લોકશાહી અને સ્વતંત્રતા ના નામ ના જાળા માં ફસાવતી અને આપણને સૌને રંજાડતી વેપારી સરકાર થી છે.. અસહકાર ના શાસ્ત્ર થી આપને સૌ તેનો પ્રતિકાર જરૂર કરી શકીએ..
    નાગરિક ધર્મ આચરવાને સર્વ ચેતના ને આહ્વાહન છે..

    આ વિષય ની ચર્ચા પુરતો હવે હું વિરમું છું

    અસ્તુ,

    શૈલેષ મહેતા.

    Like

  25. Shri Shaileshbhai,
    Aabhar. You wrote about Doctors and Medicines and did not approve of them and their services to the human, humanity and mankind. In your practical life, I feel you follow laws which are explained by you.Majority of human on this earth live daily practical life.Their preaching and practical life are not same.We are discussing this subject using the marvels of the science right this moment. We are exchanging our knowledge using this invention of science.Our great philosophers have said,’Dhan’ is nothing.’ Why think and care about ‘Dhan” today in 2012.?
    Once upon a time in Japan philosophers & old wise people were performing HARAKIRI…This was also a kind of philosophy of life…….Government banned it. Think about present is the slogan.
    Thanks.
    Amrut Hazari.

    Like

  26. શ્રી મહેતા સાહેબ:
    આપે એક વાક્ય લખ્યું છે કે “કહેવાતું વિજ્ઞાન હજુ મૃત્યુ ને આંબી નથી શક્યું”. હું વિવેકપૂર્વક અસહમત થાઉં છું. મૃત્યુને પાછું ઠેલવું એ પણ એક રીતનું આંબવું જ છે. આજનું વિજ્ઞાન છેલ્લા સો-બસો વર્ષોમાં જ અતિ ઝડપે વિકસ્યું છે. ૧૮૦૦ની આસપાસ પશ્ચિમના દેશો માં સરેરાશ જીવનકાળ ૨૫ વર્ષ હતો. એટલે કે દર ૧૦૦ માંથી ૫૦ જણા ૨૫ વર્ષના થતા પહેલા જ મોત પામતા હતા. વિજ્ઞાન દ્વારા દવાઓની શોધને લઈને ફક્ત ૧૦૦ જ વર્ષમાં તે જીવનકાળ બેવડાઈ ગયો. ૧૯૦૦ ની આસપાસ તે ૫૦ વર્ષનો થઇ ગયો. ૨૦૦૦ સુધીમાં ૭૫ને આંબી ગયો છે. એટલે દર ૧૦૦ માંથી જે ૫૦ જણા ૨૫ વર્ષના થતા પહેલા મૃત્યુ પામતા હતા, તે હવે ૭૫ વર્ષે મૃત્યુ પામે છે. તેમનો જીવનકાળ ત્રણ ગણો થઇ ગયો. એ રીતે વિજ્ઞાન મૃત્યુને પાછું ઠેલે છે.

    વિજ્ઞાન એ પણ સમજી ચુક્યું છે કે મૃત્યુ એ બીજું કંઈ નથી – શરીરના કોષો બનવાનું ધીમું પડવું અને તે પ્રક્રિયામાં ભૂલો થવી એટલું જ છે. એને કંઈ રીતે સુધારી શકાય તે માટે વિજ્ઞાનીઓ ખુબ પ્રયત્ન કરી રહ્યા છે. આપણને કદાચ તેનો લાભ નહિ મળે, પણ આજથી ૧૦૦, ૨૦૦, કે ૫૦૦ વર્ષ પછી તે કદાચ મૃત્યુને આંબી પણ જાય તેવી શક્યતા છે. પણ એ ના બને તોયે મૃત્યુને પાછું ઠેલવું એ કંઈ જેવી તેવી વાત નથી.

    એની સામે ધર્મો કે શાસ્ત્રો પણ મૃત્યુને આંબી શકયા તો નથી જ. સ્વર્ગ કે મોક્ષ ના નામે કોણીએ ગોળ ચોટાડવામાં આવે છે, કે બીજા-ત્રીજા જન્મોની બાહેંધરી આપવામાં આવે છે, કે પછી જડ અને ચેતન, આત્મા અને પરમાત્મા, મૃત્યુ એ તો બસ એક વિરામસ્થાન, એવો વાણીવિલાસ કરવામાં આવે છે. તો પછી એ પણ મૃત્યુને કેવી રીતે આંબી શકયા કહેવાય?

    આજે કોઈ નાના બાળકને કમળો થાય તો મૃત્યુની અનિવાર્યતાનો ને જડ-ચેતન નો વાણી વિલાસ કામ આવશે કે પછી મૃત્યુને પાછું ઠેલનાર વિજ્ઞાન અને એના દ્વારા પ્રાપ્ત થયેલ દવાઓ?
    મારો આશય કોઈ રીતે લાગણી દુભાવવાનો નથી, પણ વિવેકપૂર્વક એક મુદ્દાની ચોખવટ કરવાનો છે.
    આદર સહ,
    દવે

    Like

  27. દવે સાહેબ વિજ્ઞાનથી શોધ થી રોગો ની નવી નવી દવા શોધી એટલે તે રોગો માંથી મુક્તિ મળી પણ
    સાથે સાથે ભયાનક અને અસાધ્ય રોગો નો જન્મ પણ વિજ્ઞાન દ્વારા જ થયો તે કેમ ભૂલી ગયા છો.
    માણસ ની ઉમર માં નોધપાત્ર ઘટાડો થયો છે તે જગજાહેર અને સ્વીકૃત છે. પહેલા ના લોકો આજે
    પણ ૧૦૦ વર્ષ કે તેથી વધારે જીવે છે અને આજે ભલે મૃત્યુ દર ઓછો થયો પણ માણસ ની સરેરાશ
    આયુષ્ય ઓછું થયું છે તેનું કારણ પણ વિજ્ઞાન જ છે. તમારું ચિંતન ખુબ જ અવળું છે.

    Like

    1. sir,
      This is total misconception that people lived lot longer in old days. There are no records of how long people in general lived before. Only the prominent person’s life span was recorded. Hopefully that was correct. For example, Alexander the Great lived to be 33 years etc.

      Having said all this, there is one very important fact that is ignored by almost everyone. It would be important to know the NORMAL life expectancy of humans, just like other animals. I have not seen any such data anywhere. My personal view is that normal human life expectancy has been around 70-75 years for past 10,000 years and it still remains there. This is based upon people dying naturally and not due to any disease or artificially extended life.

      In old days half of the population died before reaching the age of 5 years. This was because of rampant infectious diseases. That brought the actual average life expectancy drastically down to say, in 20s. Some people who lived to be 70+ seems to have lived very long life. Most people were illiterate and did not know their correct age. (People like to use round numbers like 100.) Even today I know people who do not know how old they really are.

      Now that most of infectious diseases have cure, people dying of those diseases is very low. Now people die of accidents and life style diseases such as heart disease, cancer etc. According to my view, when we start taking lifetime medicines as a precaution to lifestyle diseases, we start extending our lifespan artificially. The next push is thru organ transplant. Nothing is wrong in that, it is everybody’s right. The reason we are discussing this is to explain the actual longer life expectancy of present times. In short, my claim of normal life expectancy of around 70-75 years still holds true. However the actual life expectancy would keep going up as more population start taking advantage of modern medical inventions/marvels.

      In conclusion, yes, the actual life expectancy has increased three fold in past 100+ years due primarily thru medical advances and better understanding of personal and general hygiene.

      Reader’s views on my understanding of normal L.E. will be appreciated, even though this is purley academic.

      .

      Like

      1. I have a short but important correction to make to my above comment. I have used the phrase “normal life expectancy”. The better phrase to explain my point should have been “NATURAL LIFE SPAN”.

        Like

  28. શ્રી શબ્દસૂર સાહેબ:
    માફ કરજો પણ મારું ચિંતન અવળું હોય એવું દેખાતું નથી. માનવીનું સરેરાશ આયુષ્ય ત્રણ-ગણું થાય તો સરેરાશ આયુષ્ય ઓછું કેવી રીતે થાય? કદાચ આપ સરેરાશ નહિ પણ મહત્તમ આયુષ્ય ની વાત કરો છો? પુરાવા બોલે છે કે માનસ જાતનું (હોમો સેપીએન્સ નું) મહત્તમ આયુષ્ય છેલ્લા પાંચસો-હજારેક વર્ષોથી ૧૦૦-૧૨૦ વર્ષની આસપાસ જ રહ્યું છે. હા, કેટલા લોકો એ મહત્તમ આયુષ્ય પામે છે તેમાં જરૂર *વધારો* થયો છે. એટલે બંને બાબતમાં આપની જાણકારી ખોટી પડે છે. તો પછી મારું ચિંતન અવળું હોવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો.

    વિજ્ઞાને આં સુધી કોઈ રોગોને જન્મ આપ્યો હોત એવું ક્યાંય સાંભળ્યું નથી. ફક્ત નિવારણ જ કરવા પ્રયત્ન કર્યો છે. કયા રોગોને જન્મ આપ્યો છે તે અંગે મને ખ્યાલ નથી, તો પ્લીઝ જણાવજો. સાથે સાથે ધર્મ-શાસ્ત્રોએ કેટલા રોગો મટાડયા તેનો પણ આંકડો આપજો.
    સાદર,
    -દવે

    Like

  29. દવે સાહેબ દવાખાના ઉભરાય છે તમારે રોગો વિષે માહિતી લેવી હોય તો. વિજ્ઞાન નો વિકાસ
    થવાથી બુદ્ધી વધી, સગવડતા વધી પણ શારીરિક ભોગ લઇ ને. શરીર થી માણસ ખોખલો થતો ગયો
    બેઠાડું જીવન કરી નાખ્યું.રાસાયણિક ખાતર દવાઓ થી ખેત ઉત્પાદન વધ્યું પણ સાથે સાથે રોગો પણ વધ્યા
    હવે લોકો ઓર્ગનીક, નેચરોપેથી અને યોગા તરફ કેમ વળી રહ્યા છે? ગુફા માં બેઠેલા ને પણ આ ખબર છે.
    વિજ્ઞાન ની શોધ થી દર્દ માં રાહત થઇ પણ નવા રોગો પણ જન્મ્યા છે. હવે આ વિષે તો ઘણું લખાય.

    Like

  30. દવે સાહેબ તમે આંકડા આપવાનું કહ્યું હતું વિજ્ઞાન અને તેની અસરો પર

    ! આ બધા માટે જવાબદાર કોણ ? તહોમતદારોની યાદી કરવા બેસીશું તો ખાસ્સી લાંબી થશે; અને અંતર્મુખ થઈને નિખાલસતાથી વિચારીશું, તો આપણું પોતાનું નામ પણ તેમાં ક્યાંક ને ક્યાંક આમે જ હશે.

    [1] વિજ્ઞાન ના આ વિકાસ ના કારણ ધનિકો, નવધનિકો, ઉચ્ચવર્ગમાં સામેલ થતા જતા ઉચ્ચ-ભ્રૂ-નવશિક્ષિતો, આખોયે ઊજળિયાત ભદ્ર વર્ગ, જે સમાજના વંચિતોને છેવાડે રહી ગયેલાઓની ઘોર ઉપેક્ષા કરીને પોતાની જ આળપંપાળમાં રાચતો રહ્યો છે, અમર્યાદ ભોગવાદની પાછળ નાચતો રહ્યો છે !

    [2] આને માટે જવાબદાર છે, પૈસો જ પરમેશ્વર છે એવી હીન પામર મનોદશા. તે મનોદશામાં પૈસા ખાતર અનર્ગળ અનર્થો કરવા, પોતાની જાતને સુદ્ધાં વેચી દેવા માણસ આજે તૈયાર છે !

    [3] આને માટે જવાબદાર છે, ટૂંકનજરિયા ને માટીપગા રાજનેતાઓ જેઓ આ આખીયે અમંગળ, અમાનુષી સિસ્ટમને જડબેસલાક કરી દેવા જાતે હાથારૂપ બની રહ્યા છે, હોંશે-હોંશે તેના તરફદાર, પુરસ્કર્તા ને રક્ષણહાર બની રહ્યા છે.

    [4] આને માટે જવાબદાર છે, મોટા ભાગના બૌદ્ધિકો, જેઓ આજના વિકાસના સંપ્રદાયનાં ઊભાં થઈ ગયેલાં ભમરાળાં શાસ્ત્રો ને થિયરીઓ, મૂલ્યાંકનો ને માપદંડોનું અનેક તર્કવિતર્કોથી સમર્થન કરવામાં જ પોતાની બધી બુદ્ધિશક્તિ વાપરી રહ્યા છે તથા જેઓ નૂતન અદ્યતન વિશ્વ-પ્રવાહો તેમ જ અનુ-આધુનિક નવોન્મેષો વિશે સાવ બેખબર અને બેતમા છે.

    [5] આને માટે જવાબદાર છે, આજની સિસ્ટમના વૈચારિક ને વ્યાવહારિક સકંજામાંથી મુક્ત ન થઈ શકેલા એવા મોટા ભાગના સમાજસેવકો, જેઓ નાનાં-મોટાં સેવાકાર્યો કરીને છીછરી આત્મતુષ્ટિમાં રાચે છે.

    [6] આને માટે જવાબદાર છે, અનેક બાબાઓ અને બાપુઓ, જેઓ કથાઓ ને ધર્મ-સંપ્રદાયના સીમિત દાયરામાં જ રમતા રહીને સામાજિક સમસ્યાઓ બાબત મોટે ભાગે મૌન રહેવાનું અને અળગા રહેવાનું જ પસંદ કરે છે.

    [7] આને માટે જવાબદાર છે, સાધકો ને ભક્તો ને આત્માર્થી સજ્જનો, જેઓ નિજ સાધનામાં રત રહી સમાજ-વિમુખ થઈને અધ્યાત્મની ગુફામાં ધ્યાન ધરીને બેસી ગયા છે. અધ્યાત્મથી બિલકુલ ઊલટી દિશામાં ધસી જઈ રહેલી વર્તમાન સમાજ-વ્યવસ્થાને પડકારવાની ને તેને પલટાવવા માટે કાંઈક ને કાંઈક કરી છૂટવાની એમની ભૂમિકા નથી.

    આમાં આપણે દરેક જાણ્યે-અજાણ્યે, કમિશનથી કે ઓમિશનથી પણ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક સ્વરૂપે સામેલ છીએ. દેશ અને દુનિયાને આજની સ્થિતિમાં લાવી મૂકવા માટે આપણે બધાં જ જવાબદાર છીએ. એક બાજુ આપણે વિજ્ઞાન ની બાંગો પોકારીએ છીએ અને બીજી બાજુ વિશ્વની ખાસ્સી વસ્તી (તેની ટકાવારી વિશે વાદવિવાદ કર્યા કરીશું !) હજી આજેય ગરીબી, કંગાલિયત, કુપોષણ, ભૂખમરામાં સબડી રહી છે. તેના વિશેની માનવીય સંવેદનશીલતા આપણે ગુમાવી બેઠા છીએ. . આપણે દરેક પણ જાણ્યે-અજાણ્યે ઓછેવત્તે અંશે આવું જ વિચાર-વર્તન દાખવી રહ્યા છીએ ! આપણે આપણામાં મશગુલ છીએ. ‘વિકાસ’ના અફીણે આપણી સંવેદનશીલતાને બધીર ને બુઠ્ઠી બનાવી દીધી છે, આપણી સુધબુધ હરી લીધી છે.

    ‘વિકાસ’ના અફીણના બંધાણમાંથી છૂટ્યા વિના આ અસલ જીવન નહિ સમજાય, નહીં જીરવાય. આટલાં વરસોથી એક સૌથી મોટો જાગતિક ભ્રમ ચાલ્યો આવે છે. એ ભ્રમમાંથી બહાર નીકળી જવાની જરૂર છે. આ વિકસિત કહેવાતા દેશોએ અપનાવેલી જીવનપદ્ધતિ અને ઉદ્યોગપદ્ધતિ એ ‘વિકાસ’ની રીત છે, એ નર્યો ભ્રમ છે. વિકાસના આ મૉડેલનો સાફ-સાફ અસ્વીકાર કરવો પડશે. આ તે કેવો વિજ્ઞાન કે જેમાં ગરીબી ને ભૂખમરો કાયમ જ રહે ! આ તે કેવો વિજ્ઞાન કે જેમાં સૌથી પહેલાં જેને મદદ કરવાની જરૂર છે, તેને જ મદદ ના પહોંચે ! આ તે કેવો વિજ્ઞાન જેમાં અસમાનતા ને વિષમતા રોજબરોજ વધતી જ જાય ! આ તે કેવો વિકાસ જેમાં સમાજની દરેક વ્યક્તિને અર્થપૂર્ણ કામ ન મળી શકે અને ગૌરવપ્રદ સ્થાન ન મળી શકે ! આ તે કેવો વિકાસ કે જેમાં માણસના પોતાના અંતરમાં ‘યહ દિલ માંગે મોર’નો અસંતોષ ને અસમાધાન જ કાયમ રહ્યા કરે અને માણસ-માણસ વચ્ચે સતત ખેંચાખેંચ જ રહ્યા કરે ! આ તે કેવો વિજ્ઞાન જે પ્રકૃતિ ઉપર અત્યાચાર જ અત્યાચાર કરતો રહે અને પર્યાવરણીય ભીષણ સમસ્યાઓ ઊભી કરીને આ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ સુદ્ધાં જોખમમાં મૂકી દે અને આત્મઘાતક તાનમાં જ હજીયે રાચતો રહે !!

    વિજ્ઞાન અને વિકાસ થકી આર્થિક પાસાને જ સર્વસ્વ ગણીને ચાલનારી આજની દુનિયા પોતાની જ આગમાં ભસ્મીભૂત થવા નિર્માયેલી છે.’ માટે ‘વિકાસ’ની આજની ભ્રમજાળને સદંતર કાપી નાખવાની છે. આપણે ‘અવિકસિત’ છીએ અને પેલા આગળ નીકળી ગયેલાઓને આપણે આંબી જવાના છે, એવી મનોદશામાંથી બિલકુલ નીકળી જવાનું છે. ‘વિકાસ’નું એમનું મૉડેલ સાવ ખોટી ફિલસૂફી, ખોટા ઉદ્દેશ, ખોટાં મૂલ્યો, ખોટાં શાસ્ત્રો, ખોટા માપદંડો ને પદ્ધતિઓ ઉપર રચાયેલું છે. આપણને તે હરગિજ ન ખપે. આપણે આપણો આગવો ‘વિકાસ’ સાધીશું, જે આપણા આગવા વિશ્વદર્શન ને જીવનદર્શન ઉપર, આપણાં આગવાં સાંસ્કૃતિક ને માનવીય મૂલ્યો ને જીવનપ્રણાલી ઉપર, આપણી તળપદી પરંપરાઓ ને પદ્ધતિઓ ઉપર રચાયેલો હશે.

    આવા નવપ્રયાણ માટે સૌથી પહેલી શરત છે, આજના આ અફીણના બંધાણમાંથી છૂટી જવાની. આ અફીણના બંધાણમાંથી ક્યારે છૂટીશું ?

    Like

  31. Shri Shabdasurji, And My friends,
    (1)
    I request you to enlighten our readers & prticipants (in this discussion,) with the total number of diseases those are recorded with their names and characteristics to diagnise in our ancient and present Ayurveda. This list will help our readers and then the world about Bharatvarsha’s rich Ayurveda which can help even today to diagnise and cure the said dieseases. Modern medical science will feel obliged.
    (2) Because Bharatvarsha did not give education to three of the VARNAs, what diseases those days were existing, is a question. Today even the best of the best Ayurveda practitioner will not be of any help collecting the list.
    (3) Many of the diseases were not even diagnised and the patient was left at the mercy of so called and named Dev or Devi. These Devs and Devis were established in a temple where puja-path-offerings and ultimately life offering were done, and possibly being offered even today. And that is why Bharatvarsha has so many temples of the Gods related to those diseases which were not known or could not be diagnised. The patient because of his/her illiteracy believed those Ayurvedacharyas. Ayurvedacharyas were Devs for them& Ultimate words.
    (4) My friend T.K. undervent a heart transplant last year and he is living a healthy life. He became grandPa and playing with his 2nd generation. Any comment? This is a living example. A proven fact.
    (5) One of my friend’s wife H.R.D. undervent a Lung transplant 2 years ago and she is full of life today. She is non smocking, vegitarian Gujarati housewife. This is also a living example in my circle. A proven fact.( Tobbaco, alcohol and opium were also the bad habits in old days and that was a imseparable part of life those days.)
    (6) Today’s medical science has a perfact knowledge about imune system that is operating in human body. Using this knowledge and many more other systems the transplantation surgeries are conducted successfully.
    (7) The medical science today has developed so many handy instruments which can be used by a person who has primary education or no education by knowing once the operating tech. With these tests at home he/she will immediately know the dangers on his/her life and will get the life saving treatment immediately. EVEN THOSE WHO PREACH FOR AYURVEDA, THEY ALSO USE THESE AND OTHER LIFE SAVING INSTRUMENTS. WHY DON’T THEY USE AYURVEDA TODAY ?
    LIVE IN PRESENT.YOU HAVE CONVINCING PROOF OF LIFE. YOU DO NOT KNOW THE PAST. YOU MAY BE about 50,60,70,….years old. You speak what has been orally passed on or by a written information which is not yet proven in today’s world. The practitioners of Ayurveda is also required to prove his treatment. ( No arguments…slow…fast…noside effects….many side effects…PROVE YOUR ARGUMENTS.) Our second and third generations, today do not accept the said concept without proven facts. Let us convince our second generation about the old time treatment. IF WE CAN CONVINCE THEM TO ACCEPT THE SUPERIORITY OF THAT TREATMENT, WE WILL WHOLE HEARTILY ACCEPT.
    Today even Shri Shri satyababa had to get admitted into the hospital for life saving efforts. His millions and millions and his Ayurvedacharyas could not help. Today even regular Ayurveda and BAMS practitioners, ( Bachelor of Ayurveda and Medical Science????????,) get Alopathy treatments for their health problems….There may be few exceptions…
    Our great scientist Dr. Kamalesh Lulla, an internationally known as a Chief Scientist for Earth Observation. He gave me a photograph of raising Earth taken from the surface of moon duely signed. (From Vadodara) at NASA who is training since last 20 years the astraunots ( e.g. Sunita williams, Kalpana chawala, to name two, and many more for space travel) was with us at CHAALO GUJARAT world conferance in Edision,NJ,USA. I had a luck to moderate his lecture Seminar,partly. He said, he is advocating science..He is a poet also. Here is his one poem…Written when man could float in the space without any connection with his yan.(1).For Manvi upagraha…TARO : ” Taro bani gaganma tarto rahish hun, Bhomthi brahmandma vistarto rahish hun.” (2) When yan picturised dust cloud over the earth from spce…He wrote…” Vatanni dhul havama besi pravashe jaya chhe, Viza vagar ae bija deshoma jai chhe. Khai layish vatanni dhul have Americama, Vatan javani ticket pan kyan poshai chhe ?. Chhe sadi 21mi vatanni vyakhiya have badalai chhe, Koho Kavione Aa Pruthavi Aapanu Vatan kahevai chhe.” He is VISHVAMANAV….It is difficult to write his credentials here…they are so many……Only American government / NASA can appriciate such a genious.
    My friends who are interested in this discussion may add their views to this my understanding….of science…..

    Like

  32. શ્રી શબ્દસૂર સાહેબ
    આપે ઘણું જ લખ્યું છે, પણ જરા આડવાત જેવું લાગે છે. આપણી વાત હતી એ કે વિજ્ઞાને સરેરાશ કે મહત્તમ આયુષ્ય વધાર્યું છે કે ઘટાડ્યું છે તેના પુરાવાઓ. વધાર્યું છે તેના સાત અબજ પુરાવાઓ બોલે છે (પૃથ્વી ની માનવ વસ્તી). ઘટાડ્યું હોવાનો કોઈ અંદેશ પણ નથી. તે જ રીતે વિજ્ઞાને કયા રોગોને જન્મ આપ્યો છે તેનું કોઈ લીસ્ટ પુરાવા સાથે મળે ખરું કે?
    આ રેશનાલીઝમ નો બ્લોગ છે, તો આપણે તેની ઉપર આપણા ‘અંગત અભિપ્રાયો’ અને તેની સામે ‘પુરાવા સાથેની નક્કર હકીકતો’ એ બે વસ્તુનો ભેદ જાળવીએ તો વધુ સારું એમ નથી લાગતું?
    સાદર
    દવે

    Like

    1. વિજ્ઞાને ડોકટરોને એક મશીન આપ્યું. સોનોગ્રાફીનુ. માણસોને જંતુ થી નહી પણ માનસિક બિમારી આપી દિધી. પોતે નથી મરતો પણ ગર્ભમાં જો છોકરી હોય તો એને મારી નાખે છે. વસ્તિમાં છોકરીઓનું પ્રમાણ ઘટાડી નાખ્યુ. વાંઢાઓની વસ્તી વધી રહી છે. મોબાઈલ ટાવરથી થતા રોગ હજી સાબીત નથી થયા પણ તૈયારીમાં છે. જલ્દી સાબીત થઈ જશે. સાબિતી ગોતવા બેસીએ તો ઘણી મળી આવે.

      Like

      1. એ જ સોનોગ્રાફી મશીન વડે અનેક બાળકોના સ્વાથ્યની ચકાસણી જન્મ પહેલા થાય છે અને બાળકોને બચાવી લેવાય છે. એ જ સોનોગ્રાફી લાખો સ્ત્રીઓને જાત જાત ના કેન્સરોનું નિદાન કરીને બચાવે છે. આપણે ત્યાના માનવદૈત્યો જયારે સોનોગ્રાફી નહોતી ત્યારે પણ છોકરીઓને દૂધપીતી કરી દેતા હતા. દુનિયા આખીમાં સોનોગ્રાફી થાય છે, ખાલી અમુક દેશોના મહામુર્ખો જ એનો ઉપયોગ બાળકીઓને મારવામાં કરે છે. સોનોગ્રફીએ કોઈ રોગ નથી જન્માવ્યા.

        Like

  33. આજના માનવીનું જીવન ખૂબ ભર્યું ભર્યું છે. વિજ્ઞાન-ટેકનોલોજીના કારણે અનેક પ્રકારની ભૌતિક સુવિધાઓના સુખ, અનેકાનેક મનોરંજનના અને સમયા પસાર કરવાના સાધનો – ખૂબ કમાઓ અને ખૂબ વાપરો, બીમાર પડાય – કોઈ રોગ લાગુ પડે તો ચિંતા ખરી, પણ સાવ નાસીપાસ નથી થવાતું. કેમ કે, સરેરાશ સુખી-સંપન્ન માનવી પાસે સારી મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ હોય છે. સારી હૉસ્પિટલો સેવામાં તત્પર હોય છે. સરેરાશ લોકો સતત ભાગદોડ સાથે જીવવાના નામે ભાગે આવતા દિવસો પસાર કરતા હોય છે, સતત તાણ-દબાણ-ચિંતામાં હોય છે. તાણ-ચિંતાઓની યાદી કરવા જઈએ તો ઘણી જ લાંબી થાય. સુખ અને આનંદ એકબીજાના જાણે પર્યાય બની ગયા છે. નિવાર્ય અને અનિવાર્ય વ્યસ્તતાને મોટાઈ-સફળતા-કંઈક વિશેષ હોવાની નિશાની માનવામાં આવે છે. સમય જ નથી, ક્યાં છે નિરાંત-હળવાશ ? આજ ચિંતા અને ભાગદોળ થી ઘણા રોગો ઉત્પન્ન થયા છે.

    અરે ભલા દવે સાહેબ , આપણું જીવન આટલું મશીનિયું-યાંત્રિક અને સાવ કૃત્રિમ-ખોખલું કેમ ? તમે હસો છો , તે ય જાણે ઉછીનું લાગે છે. લોકોએ સહજ સભરતા ક્યાં ખોઈ નાંખી ? વહેલી સવારે ઊગતા સૂરજને, ખીલું ખીલું થતાં ફૂલને, એક ડાળેથી બીજા ફૂલ પર ઊડાઊડ કરતા પતંગિયાને, ઘર આગળ ઉછરતાં ગલુડિયાંને, સાંજે આથમતા સૂરજને જોવાની કેમ મજા પડતી નથી ? આંખોમાં વિસ્મય ઝગમગ થતું હોય અને હૈયું હરદમ હરખઘેલું હોય. ભર્યા ભર્યા જીવનમાં આપણને સહુને કંઈક અજાણ્યો ખાલીપો અનુભવાય છે. જોઈતું હતું તે, ઈચ્છેલું-માગેલું બધું મળી જવા છતાં જે નથી તે શું ? કેમ છેક ઊંડેથી નરી પ્રસન્નતા નથી અનુભવાતી ? આનંદની પળો સાવ જ ભૂલી ગયા છીએ અને તેનું જ આ પરિણામ છે ? જીવન બેઠાડું થઇ જવાથી રોગો ના જન્મે તો શું મજા આવે ?

    પ્રકૃતિ, પર્યાવરણ સાથે સહજતા ખોઈ બેઠા છીએ. નાની-નાની વાતોના આનંદ ચૂકી ગયા છીએ. હવે તો ઋતુઓ માત્ર કેલેન્ડરમાં કેદ થયેલી જોવા મળે. પર્વો-તહેવારોના સાચા હાર્દ-ઉજવણીની સામે માત્ર વિશિષ્ટ વાનગીઓની જ્યાફતમાં આપણે ગુલાલ માનીએ છીએ. પ્રકૃતિ સાથે મૈત્રી કેળવીએ તો આંતરસમૃદ્ધિનો વૈભવ માણી શકાય. ગ્લોબલ વોર્મિંગની આખા વિશ્વને ચિંતા, શા કારણે ? હજુય, જાગ્યા ત્યાંથી સવાર માની જીવનના અભિન્ન અંગ તરીકે પ્રકૃતિ તરફ પાછા ફરીએ. પ્રકૃતિના સંગે જીવનનો ઓચ્છવ મનાવીએ. પ્રકૃતિ માણવા માટે મન જોઈએ, સમય કે અનુકૂળતા ક્યાં જોઈએ છે ? દૈનિક દિનચર્યામાં પ્રકૃતિ તરફ જોવાનું ન ભૂલીએ. જ્યાં જ્યારે તક મળે, નિહાળીએ, માણીએ અને મહાસુખ પામીએ.

    તમે શું માનો છો ? અનુભવો છો ?

    Like

  34. શ્રી શબ્દસૂર સાહેબ
    આપ જરૂર કવિ કે લેખક હશો એમ લાગે છે. વ્યસ્ત જીવનને લઈને માણસોએ શું ગુમાવ્યું તે વિષે સરસ લખ્યું છે. વિચારવા જેવી વાત છે.
    પરંતુ માફ કરશોજી, મારો પહેલાની કોમેન્ટમાં ઈરાદો એ બાબત ચર્ચવાનો નહોતો. હું તો એક એકદમ નાની જ વાત કરતો હતો કે વિજ્ઞાન વડે જ મનુષ્યનું આયુષ્ય ત્રણગણું છેલ્લા બસ્સો વર્ષોમાં જ થઇ ગયું, અને મોત પાછું ઠેલાયું. એ તો હકીકત છે જ ને? હું અભિપ્રાયોને બને ત્યાં સુધી ચર્ચવાનું ટાળું છું કારણ કે સૌ સૌ ને જુદા હોય છે. હું બને ત્યાં સુધી નક્કર પુરાવાઓને લઈને જ વાત કરવામાં માનું છું. આજના માણસનું જીવન બસ્સો વર્ષ પહેલાના માણસ કરતા સારું કે ખરાબ છે તે વિશે ફરી ક્યારેક વાત થઇ શકે. પણ આપણી ચર્ચા સરેરાશ આયુષ્યમાં વધારો થયો કે ઘટાડો તેની હતી. બસ એટલી જ વાત છે મારી.
    સાદર,
    દવે

    Like

    1. Dear Shri Shabdasoor Saheb,
      If you are a poet or writer, I am impressed and I respect you very much.

      However, on this blog, we discuss only serious issues. We do not play with words or try to impress others with our command of language. Our friends here and I, as also Govindbhai, will welcome any serious ideas you may have. Please stick to the subject and help us all.
      Don’t feel bad please, and forgive me. This is just a small thought from me, because I liked a couple of serious points you made earlier.
      Thank you. — Subodh Shah.

      Like

  35. દવે સાહેબ હું નમ્ર ભાવે કહીશ કે રેશનાલીસ્તો ધર્મ ની ખામીયો જોવામાં વ્યસ્ત છે એટલે તેમને વિજ્ઞાન ની ખામીયો અને
    અસરો માટે સમય નથી .

    Like

  36. શબ્દસૂર સાહેબ તમે પાછો મૂળ મુદ્દો બદલ્યો! પહેલા એમ કહો કે વિજ્ઞાને આયુષ્ય ત્રણગણું કર્યું એ નક્કર હકીકત છે કે નહિ? પછી આપણે બીજી વાત કરીએ. આ તો એવું થાય છે કે તમારે મારી કોઈ વાત સંભાળવી જ નથી ને એનો જવાબ પણ નથી આપવો, ને ખાલી તમારી વાત જ હું માનું એમ તમે ઈચ્છો છો. અને તમે ટોપિક બદલ્યા જ કરો છો! આપણી વાત વિજ્ઞાન ની ખામીઓની હતી જ નહિ. પણ આયુષ્યને કેટલું વધાર્યું કે ઘટાડ્યું તેની હતી. તમારા મતે સરેરાશ આયુષ્ય વિજ્ઞાને ઘટાડ્યું છે એટલે મેં વધાર્યું હોવાના નક્કર પુરાવાઓ આપ્યા. એ પછી એ બાબતની હા કે ના પડવાને બદલે તમે તો સાહેબ બીજી જ વાતો એ ચડી ગયા! આ પહેલા બીજી બે ત્રણ કમેન્ટ હારમાળામાં આમ જ થયું હતું (દા. ત, પૃથ્વી સપાટ હોવા વિષે).

    અહિયાં મારી હાલત પડોસન ફિલ્મના મહેમૂદ ની “એક ચતુર નાર” માં હતી એવી થાય છે. “યા સૂર બદલ ગયા! યા ફીર ભટક ગયા! યા ઘોડા બોલે યા ચતુર બોલે!” એવું થાય છે! આમાં વિચારોની આપલે કેવી રીતે થાય?

    Like

  37. We briefly talked in this article about the people who did not get due reward and recognition for their contribution to betterment of human life and progress. There is another side to this story which has gone untold.

    There were equal number of people in past who got lot more reward and recognition than they really deserved. (Same applies to people in present times as well). Unfortunately no one would dare to discuss that publicly. It would open Pandora’s Box. Any takers for a private discussion?

    Like

    1. Good point. Since this discussion has now become too long and many of us appear to be diverting a lot, let us discuss it separately. But the other side you mention is equally important.
      Thanks for a nice article that provoked interesting exchanges. –Subodh.

      Like

  38. ગોવિંદભાઈ તમને મારું લખાણ વાંચવું ગમે છે એવું મને લાગ્યું

    Like

  39. swami svarth ke prabhu je game tem smbodo pan ant kaho ke aarambh badhuj che pan jo mantro ke tantro ke gyan ke agyan ke jivan pan muj santoshni phecahn sivay bhukh sntoshati nthi

    Like

Leave a comment