સન્તો અને બુદ્ધીવાદ

દરેક માણસના મસ્તકમાં વીચારબૅંક આવેલી છે. દેહવીજ્ઞાનની ભાષામાં એને દીમાગ કહેવામાં આવે છે. બૅંકોમાં ઉજળાં નાણાં ભેગું કાળું નાણું પણ હોય તેમ માણસના દીમાગમાં સાચા ભેગી જુઠી વાતો પણ હોય. કહે છે કે એક કરોડ ઘુવડો ભેગા મળે તો છતાં સુરજે અંધારું થઈ જાય. અહીં એક વાત ધ્યાન બહાર ન રહી જવી જોઈએ. કરોડો ઘુવડો ખોટા છે એવું આપણે આપણી આંખની ક્ષમતાને કારણે કહી શકીએ છીએ. ઘણીવાર બે માણસનાં સત્ય વચ્ચે ઘુવડ અને માણસની આંખ જેટલું છેટું પડી જાય છે. ઘુવડો બોલી શકતા હોત તો માણસ સાથે તેનો જરુર વીવાદ થયો હોત. સમાજમાં અસત્ય વકરે ત્યારે વાદવીવાદનો કોલાહલ સર્જાય છે. અને સત્ય વકરે ત્યારે ‘સત્યશોધક સભા’ની સ્થાપના થાય છે. સત્ય અને અસત્યની દોરડાખેંચ નર્મદના જમાનાથી ચાલતી આવી છે. એ ગજગ્રાહમાંથી એક સત્યવાદ જન્મ્યો તે ‘વીવેકબુદ્ધીવાદ’. એને વીજ્ઞાનપ્રમાણીત ‘સત્યનો ધરમકાંટો’ કહી શકાય. સત્યનાં એ ત્રાજવાંમાં પણ ક્યારેક બે પલ્લાં વચ્ચે ધડાનો ફેર પડી જાય છે. એક જણ જુદું માને; બીજો જુદું માને !

ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા કથાકારોએ નાસ્તીકોના ફંક્શનમાં હાજરી ન આપવી જોઈએ એમ ઘણા માને છે. બીજી તરફ ઘણાનું કહેવું છે કે નાસ્તીકોએ તેમના ફંક્શનમાં કથાકારને બોલાવવા જ ન જોઈએ. (અમારા બચુભાઈ માને છે કે નાસ્તીકોના સંમેલનમાં કથાકારને મંચ પર બેસાડવામાં આવે તે એવી વીચીત્રતા છે માનો, કોઈ ભુવા પાસે વીજ્ઞાનમેળાનું ઉદ્ ઘાટન કરાવવામાં આવતું હોય !) વીવાદનો કોઈ અંત નથી. એક દોરડાને બે માણસો ખેંચે ત્યારે ત્રણ વાત બને છે. (1) જે મજબુત હોય તે પોતાના તરફ દોરડું ખેંચી જાય છે. (2) બન્ને સરખા મજબુત હોય તો દોરડું સ્થીર રહે છે અને (3) બન્ને બેહદ જોર લગાવે તો દોરડું તુટી જાય છે. સમાજમાં ઘણા વૈચારીક ગજગ્રાહોનાં દોરડાં તંગ રહેતાં આવ્યાં છે. મોટેભાગે આવા ગજગ્રાહોમાં સત્યની નહીં; બળની જીત થાય છે.

માણસ ચા બનાવે કે કોફી, બન્નેમાં તપેલીની જરુર પડે છે તેમ ચર્ચા શ્રદ્ધાની થાય કે અશ્રદ્ધાની એમાં વીચારશક્તી અનીવાર્ય હોય છે. પ્રયત્ન કરીએ તો પણ મુળ સત્યને કોઈથી મરોડી શકાતું નથી. જો કે હવે સત્યનો પણ ‘મેકઓવર’ થાય છે. કાગડા કાળા જ હોય. એને ધોળા રંગથી રંગવો એ સત્યનું રીનોવેશન કરેલું ગણાય. શાક માર્કેટમાં કેપ્સીકમ મરચાં પહેલાં લીલાં જ જોવા મળતાં. હવે લાલ અને પીળા રંગનાં પણ મળે છે. કાળક્રમે સત્યો પણ કેપ્સીકમની જેમ રંગ બદલે છે. ચર્ચા, દલીલ, તર્ક, વીતર્ક એ બધાંને ધારેલી દીશામાં મરોડી શકાય છે. આવું થાય ત્યારે મુળ ચર્ચા વંટોળીયાની જેમ સત્યના એપી સેન્ટરથી ધમરોળાઈને દુર નીકળી જાય છે. જીદ, મમત, હઠાગ્રહ કે હમસચ્ચાઈ એ ચાર બાબતો રૅશનાલીઝમ માટે ચાર ડાઘુ જેવી કામગીરી બજાવે છે. બધી સ્મશાનયાત્રાઓની નનામી રોડ પર નીકળતી નથી. બધા મૃત્યુની શોકસભા યોજાતી નથી.

સન્તોને નાસ્તીકોના ફંક્શનમાં બોલાવવા જોઈએ કે નહીં; એ મુદ્દો ઘણો ચર્ચાયો. એક વાત નીર્વીવાદ સ્વીકારવી પડશે. સત્યને જુથબંધી ન હોવી જોઈએ. આખા વીશ્વ માટે સત્યનું ભોજન તૈયાર થયું હોય તેમાં આસ્તીક–નાસ્તીકનો ભેદભાવ ન હોઈ શકે. ભુખ પેટની હોય કે દીમાગની, માણસ માત્ર માટે જ્ઞાનનો ખોરાક જરુરી છે. રૅશનાલીઝમમાં કોઈ ઉપયોગી બાબત હોય તો કોઈ પણ સંત તેમાં સુર પુરાવે તે આવકારદાયક લેખાય. સત્ય કોઈ એકની જાગીર નથી. યાદ રહે જે સત્ય નાસ્તીકોની દુકાને નથી ખપી શકતું તે રામકથાના દરબારમાં રમતાં રમતાં વેચાઈ શકે છે. રામના નામે પથરા તર્યા હશે કે ન હશે; પણ રામના નામે રૅશનાલીઝમ અવશ્ય તરી જશે. સંતો પાસે ધર્મનું શક્તીશાળી માધ્યમ છે. ધર્મના માઈક્રોફોનમાંથી નીકળતા ઉપદેશો સાંભળવા કરોડો કાન તત્પર હોય છે.  રૅશનાલીઝમ માટે તો રૅશનાલીસ્ટોને પણ શ્રદ્ધાળુઓ જેટલો ઉમળકો નથી ! એક સત્ય દીવાદાંડી બની ચારે દીશાનું અંધારુ દુર કરે એ સમાજોપયોગી બાબત છે. એમાં સાધુ–સંતો કે આસ્તીક–નાસ્તીકના ભેદભાવો ન હોવા જોઈએ.

બીજી નક્કર વાત સાંભળો. જો રૅશનાલીઝમમાં રોજબરોજ જીવાતા જીવનનાં નક્કર સત્યો હશે તો કોઈ સાધુ–સંતો કે ભગતો તેના મુળીયાં ઉખેડી શકશે નહીં. કોણ બોલે છે તેનું નહીં; તે શું બોલે છે તેનું મહત્ત્વ હોય છે. આપણી અંદરના ત્રાજવે તોળીને એ સમજવાનું છે કે મોરારજી દેસાઈ દારુ પીવાની ભલામણ કરે તેથી દારુની હાનીકારકતા નષ્ટ થઈ જવાની નથી. બીજી તરફ ઓસામા બીન લાદેન શાન્તીની હીમાયત કરે તો તેને એક આતંકવાદીની હીમાયત ગણીને ફગાવી દેવાની જરુર નથી. કેટલાંક સત્યો વીવેકબુદ્ધીના બેરોમીટરથી તપાસતાં પોકળ જણાય છે. પરન્તુ રૅશનાલીઝમ અને જીવન એ બેનો હમ્મેશાં મેળ ખાતો નથી. જીવનમાં જીવાતાં વ્યવહારુ સત્યો જુદાં હોય છે અને વાસ્તવમાં જે અસલ સત્યો છે તે જુદાં છે. આ બન્ને સત્યોનો સમન્વય કર્યા પછી જન્મતું ‘વ્યવહારુ–રેશનાલીઝમ’ સમાજનું કલ્યાણ કરી શકે છે.

એક બે દાખલા જોઈએ. લાખો શ્રદ્ધાળુઓ (શીક્ષીતો) પણ સવારે સુર્યવંદના કરે છે. એ અન્ધશ્રદ્ધા હોય તોય તેનાથી સમાજનું ધનોતપનોત નીકળી જતું નથી. યાદ રહે અન્ધશ્રદ્ધાનો આનંદ પણ મદીરાપાન જેવો છે. દારુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે છતાં;  નાસ્તીકો પણ તે પીએ છે. કેમ…? આનંદ મળે છે માટે ! (સંભવત: ‘બેફામ’ સાહેબે સાચું જ લખ્યું છે– ‘પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા… મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ…!) જીવનના પ્રત્યેક આનંદને ન્યાય, નીતી અને સત્યના ત્રાજવે તોલી શકાતો નથી. ચીનનો બ્રાહ્મણ સાપ, દેડકાં, ઉંદર વગેરે આરોગે છે. કહો જોઉં, એ સારુ છે કે ખરાબ તે કોણ અને શાના આધારે નક્કી કરશે?

બીજો મુદ્દો જોઈએ. માન્યું કે દીશાઓ માણસે શોધી છે. બ્રહ્માંડમાં દીશાઓ જેવું કશું છે જ નહીં. વાત સો ટકા સાચી. પણ શું દીશાઓ વીના માણસને ચાલશે ખરું ? (ડુંગરો કદી પગથીયાં વાળા હોતા જ નથી. પગથીયાં માણસ પોતે બનાવે છે. પણ પગથીયાં વીના ચાલે ખરું ?) દીશાઓ પણ ડુંગરના પગથીયાં જેવી છે. તે દરીયામાં, આકાશમાં, ધરતી પર કે રણમાં પ્રવાસ કરતી વેળા અનેક રીતે ઉપયોગી થાય છે. અમદાવાદ કઈ દીશામાં આવ્યું તે વાત કોઈને સમજાવવા માટે માણસે શોધી કાઢેલી તરકીબને દીશા કહી શકાય. તે અન્ધશ્રદ્ધા હોય તો પણ ઉપયોગી અને અનીવાર્ય અન્ધશ્રદ્ધા છે. ખરી વાત એટલી જ કે જીવનામાં સુખશાન્તીથી જીવી જવા માટે માણસ પોતાની રીતે જે વ્યવસ્થા ગોઠવે તેમાં ક્યાંક ખોટું પણ થતું હોય છે. પણ અસલી મુદ્દો એ છે કે જીવન કદી વ્યાખ્યાઓ અને વીજ્ઞાન વડે જીવી શકાતું જ નથી. સંજોગના પવન પ્રમાણે માણસે સુપડું ફેરવવું પડે છે. માણસ આસ્તીક હોય કે નાસ્તીક, વન વેમાં ટ્રીપલ સીટે સ્કુટર લઈને ઘુસી જાય પછી પોલીસ મેમો ફાડે તે પહેલાં પોલીસના ખીસ્સામાં સોની નોટ સરકાવી દે છે. આજપર્યંત એક પણ નાસ્તીક માણસે (રીપીટ એક પણ નાસ્તીકે…) પકડાયા પછી પોલીસ સામે એવી જીદ પકડી નથી કે મેં ગુનો કર્યો છે માટે કાયદા પ્રમાણે તેની સજા થવી જોઈએ.

ધુપછાંવ

માણસ સુરજને નમસ્કાર કરી લીધા પછી સુર્યપ્રકાશમાંથી વીજળી પેદા કરવાના સંશોધનમાં લાગી જતો હોય તો તેની અંગત શ્રદ્ધાનું સમાજને કોઈ નુકસાન નથી. માણસે તેમ કર્યું પણ છે. ઉંદરને ગણપતીનું વાહન માનતો માણસ પ્રયોગશાળામાં ઉંદરો પર પ્રયોગો કરીને અનેક દવાઓ શોધે છે. સવારે સુરજને વંદન કર્યા પછી તે સોલર–કુકર વડે તેની પાસે ખીચડી રંધાવી લે છે. નાગપાંચમને દીને નાગની પુજા કર્યા પછી તેના ઝેરમાંથી જ તે ઝેરમારણના ઈંજેક્શન બનાવે છે.

દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર,દૈનીક, સુરતની તા. 6 મે, 2011ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટારજીવન સરીતાના તીરેમાંથી..લેખકનાઅનેગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ,સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી396 445 ફોન:02637 242 098 સેલફોન:94281 60508

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 20–09–2011

 

♦●

 

 

21 Comments

  1. આજપર્યંત એક પણ નાસ્તીક માણસે (રીપીટ એક પણ નાસ્તીકે…) પકડાયા પછી પોલીસ સામે એવી જીદ પકડી નથી કે મેં ગુનો કર્યો છે માટે કાયદા પ્રમાણે તેની સજા થવી જોઈએ.

    Like

  2. This article reminds me of a very good couplet of Jalan Mhatri Saheb:
    Hun aetle J nathi thayo nastik
    Ke hase Ishwar ko di kam avshe!
    Overall another master piece from Panchal saheb-My best wishes–

    Like

  3. Dineshbhai,
    Sundar vicharona trajvama manvina magajnu analysis kari didhu.
    (1) Valio, Valmiki bani shakiyo.
    (2) Befam Saheb ne to AZADI joiye chhe:” Purto nathi nasibno aanand o’ Khuda…..Marji mujabni thodi maza to hovi joiye”…Independance…(3)..Nasibna khel chhe…bhai…chalavi levu pade ? Independance ae kadach SATYAni sodhaj chhe.
    Aano artha ae thayo ke CHHALVADO…JE CHHE TE BADHU BARABAR CHHE. Nasibma je lakhelu chhe tene kon taari shakiu chhe bhai ?Asatya ane Satya… parashpar jivi rahiya chhe..AND THAT SITUATION IS IMMORTAL ????????. ( Samtolanma?) Jiviye jao jivan je rite tamari saame aave.
    DAREK ASATYA AACHARNARO PAHELETHI JAANTOJ HOI CHHE KE SATYA SHUn CHHE.
    Parampara thi Ram ane Ravan ni vaato balakone shikhavavama aavejchhe. Sha mate?
    NASIBWAAD ????????

    Like

    1. if computer can’t read this comment how human will?
      Don’t we need standard roman script writing method?

      ડિનેસ્હ્ભૈ,
      ષુન્દર્ વિછરોન ત્રજ્વમ મન્વિન મગજ્નુ અનલ્ય્સિસ્ કરિ દિધુ.
      (૧) Vઅલિઓ, Vઅલ્મિકિ બનિ સ્હકિયો.
      (૨) Bએફ઼મ્ ષહેબ્ ને તો આળ઼ાડી જોઇયે છ્હે:” Pઉર્તો નથિ નસિબ્નો આનન્દ્ ઓ’ ઃહુદ…..ંર્જિ મુજબ્નિ થોદિ મશ તો હોવિ જોઇયે”…ઈન્દેપેન્દન્ચે…(૩)..ણસિબ્ન ખેલ્ છ્હે…ભૈ…છલવિ લેવુ પદે ? ઈન્દેપેન્દન્ચે અએ કદછ્ ષાટ્ય઼ાનિ સોધજ્ છ્હે.
      આઅનો અર્થ અએ થયો કે Cઃઃાળ્Vઆડો…ઞે Cઃઃે ટે Bઆડ્ઃૂ BઆઋઆBઆઋ Cઃઃે. ણસિબ્મ જે લખેલુ છ્હે તેને કોન્ તારિ સ્હકિઉ છ્હે ભૈ ?આસત્ય અને ષત્ય… પરસ્હ્પર્ જિવિ રહિય છ્હે..આણ્ડ્ ટ્ઃાટ્ ષીટૂઆટીઓણ્ ઈષ્ ઈંંોઋટાળ્ ????????. ( ષમ્તોલન્મ?) ઞિવિયે જઓ જિવન્ જે રિતે તમરિ સામે આવે.
      ડાઋએઃ આષાટ્ય઼ા આઆCઃાઋણાઋઓ Pઆઃેળેટ્ઃી ઞાઆણ્ટોઞ્ ઃોઈ Cઃઃે ઃે ષાટ્ય઼ા ષ્ઃૂન્ Cઃઃે.
      Pઅરમ્પર થિ ઋઅમ્ અને ઋઅવન્ નિ વાતો બલકોને સ્હિખવવમ આવેજ્છ્હે. ષ્હ મતે?
      ણાષીBૡઆઆડ્ ????????

      Like

      1. Dear Saralhindi,
        On 12/09/2012, you wrote on Dipak Dholakia’s blog “Mari Bari” that, “Mulji gada prefers to promote Jainism views but does not approve the following linked comments on above subject.”

        I do not know where you got such an impression and chose to express it on the other blog. Sir/Madam, for your information, I do not promote Jain or any other religious ideology. I do like to promote scientific understanding as much as I could. Once, I did say that I was born to Jain parents, that makes me jain. That was meant to qualify me to say certain thing about Jain idiology. Nothing more than that.

        As for the links to general articles elsewhere, it is Abhivyakti’s policy not to encourage such practice. The right to approve is exclussively Govindbhai’s. The reason for such a policy is that we readers should discuss the topic with our personal views. There are hundreds of articles available on every subject elsewhere. Anyone interested can refer those if they like to know that subject in depth. If we keep on referring elsewhere, there would be no end to it. Govindbhai needs to read everything before he would allow it to be placed on his blog. It would be too much work for him with nothing much to gain. I hope I cleared your mind in regards to the forwarding links.

        Like

  4. ચીનનો બ્રાહ્મણ સાપ, દેડકાં, ઉંદર વગેરે આરોગે છે.ચીનમાં બ્રાહ્મણ હોય છે ખરા.?????????

    Like

    1. નો જ હોયને. પણ એમનો કહેવા નો આશય હશે કે સારો માણસ, સજ્જન માણસ સાધુ માણસ. બૌધ સાધુઓ તો છે જ.

      Like

  5.  ભાઈશ્રી, હમણાથી ગુજરાતીના બદલે આવું લખાણ ખુલે છે.પરંતુ  તેના ઉપર ક્લીક કરતાં મોકલેલ આર્ટીકલ ગુજરાતીમાં ખુલે છે તે નથી સમજાતું. ડીજેઠાકોર.

         Deejay.     Deejay.Thakore.

    .

    >________________________________ > From: “”અભીવ્યક્તી”” >To: dthakore35@yahoo.com >Sent: Wednesday, September 19, 2012 10:13 PM >Subject: [New post] સન્તો અને બુદ્ધીવાદ > > > WordPress.com >ркЧрлЛрк╡рлАркВркж ркорк╛рк░рлБ posted: ” ркжрк░рлЗркХ ркорк╛ркгрк╕ркирк╛ ркорк╕рлНркдркХркорк╛ркВ рк╡рлАркЪрк╛рк░ркмрлЕркВркХ ркЖрк╡рлЗрк▓рлА ркЫрлЗ. ркжрлЗрк╣рк╡рлАркЬрлНркЮрк╛ркиркирлА ркнрк╛рк╖рк╛ркорк╛ркВ ркПркирлЗ ркжрлАркорк╛ркЧ ркХрк╣рлЗрк╡рк╛ркорк╛ркВ ркЖрк╡рлЗ ркЫрлЗ. ркмрлЕркВркХрлЛр” >

    Like

    1. હા– વર્ડપ્રેસ વેબસાઈટના મારા બ્લોગરમીત્રોની મને મળતી મેઈલ પણ આવી જ આવે છે. આ બ્લોગરમીત્રો તેમજ મારા સોફ્ટવેરમીત્રોને આ અંગે પુછયું હતું. પણ કોઈની પાસે આનો ઉકેલ નથી… આ તાંત્રીક તકલીફ બદલ દરગુજર કરવા વીનન્તી.

      Like

  6. Samjatu nathi – Kya shabdoma vakhan karu ? Sundar Vicharvanto lekh. Abhinandan ane Aabhaar.

    Like

  7. રૅશનાલીઝમમાં કોઈ ઉપયોગી બાબત હોય તો કોઈ પણ સંત તેમાં સુર પુરાવે તે આવકારદાયક લેખાય. સત્ય કોઈ એકની જાગીર નથી……………………….

    ખરી વાત એટલી જ કે જીવનામાં સુખશાન્તીથી જીવી જવા માટે માણસ પોતાની રીતે જે વ્યવસ્થા ગોઠવે તેમાં ક્યાંક ખોટું પણ થતું હોય છે. પણ અસલી મુદ્દો એ છે કે જીવન કદી વ્યાખ્યાઓ અને વીજ્ઞાન વડે જીવી શકાતું જ નથી. સંજોગના પવન પ્રમાણે માણસે સુપડું ફેરવવું પડે છે.
    I read this Lekh by Dineshbhai.
    Excellent !
    Here I observe the “sangam” of Spiritual & Rationalism.
    Let us all see the World with one purpose….lead our life towards the TRUTH, there is the truth in those who are on the BHAKTI..there is the truth on the minds of the Rationalist.
    If one detects the andhshradhdha ( untruth) then there is nice way of explaining the truth to the one who is on the wrong path.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  8. Respected Shri Panchal Saheb,
    You write very well. I like your real life approach. However, I request you to think a little more about the following couple of points:
    1. The last part of your otherwise good article creates a wrong impression. Bribing a policeman after breaking traffic rules is neither inevitable nor justified nor defensible on any grounds, practical or otherwise. It must be condemned. It does not matter at all whether the bribe giver is an atheist as you say, or a religious minded person. Please make it very clear that you are not defending such corrupt practice. If more and more people in a community do this kind of thing and intellectuals like you fail to criticize it, start defending it, or indirectly appear to be tolerating it, what do we end up with? We end up with a thoroughly corrupt society, with no way out, as has happened in India now.
    2. You have illustrated with examples how Andh Shraddha can be pleasant, unharmful and may even be useful or inevitable. With all due respect for you as a writer whom I admire, I beg to differ very strongly. It may look innocent in the short run. Yet the long term consequences of such unreasonable irrational beliefs are disastrous for any society. Actually, I needed a big book to prove it.
    Please do not misunderstand me— I like the way you write. But frankly, I beg to differ very strongly on these two points. Thanks. — — Subodh Shah.

    Like

  9. માન્યું કે દીશાઓ માણસે શોધી છે. બ્રહ્માંડમાં દીશાઓ જેવું કશું છે જ નહીં. વાત સો ટકા સાચી. પણ શું દીશાઓ વીના માણસને ચાલશે ખરું ? દીશાઓ પણ ડુંગરના પગથીયાં જેવી છે. તે દરીયામાં, આકાશમાં, ધરતી પર કે રણમાં પ્રવાસ કરતી વેળા અનેક રીતે ઉપયોગી થાય છે. . તે અન્ધશ્રદ્ધા હોય તો પણ ઉપયોગી અને અનીવાર્ય અન્ધશ્રદ્ધા

    It is an interesting article for some one-liners there. However, I find the above example inappropriate and irrelevant to the theme of the article. Steps, directions etc. are neither superstitions nor science. Those are just common sense things man has developed to make life convenient and comfortable. There are hundreds of such things like basic shelter, cloths, chair to sit on, pot to hold or store things, etc. to name few.
    It is true that there are no directions in universe (space), but there sure are dimensions in the universe. Someone has said elsewhere that there is no time in universe either. That is not true. There is also time in the universe, which is called half life of a matter.
    Since we are talking about time and space, I like to quote Einstein’s two of the least understood theories. He says, “Space, time and matter were created with Big Bang”. He also says that “space may be curved in the fourth dimension.”

    I realize this is an irrelevant topic here. I just wanted to get the discussion going which seems to be stalled at this time.

    Like

  10. To Shri Gada:
    You make a good point here. All of us are not quite clear about what exactly Andh Shraddha (Blind Faith) or Faith is. OR what can be called Shraddha, belief or mere guesswork, as contrasted with Reason. I suggest you write a fresh article in plain Gujarati explaining the difference for the benefit of our readers here. For example: Suppose I predict it will rain in Surat tomorrow, you believe in me, and it really does rain tomorrow. What would you call that belief? And why?

    If there are no directions in the universe, how do astronomers specify the location of billions of stars relative to each other? How do they communicate? The answer is this: What we call directions here on earth, scientists call frames of reference. That is not mere semantics, it is much deeper; because it required an Einstein to change our earth bound frames of reference. But that does not justify our calling the very concept of directions as An Andh Shraddha. You did well to point this out.

    I hope this is not too much physics for blogs. If it is, I hope to be excused. Thanks. —- Subodh Shah —

    Like

    1. Yes, you are right. Fourth dimention, half life of an element, frames of reference in space are too specific and complex topics to be discuss on this blog. Let us stop here.

      Like

  11. દિનેશભાઈના ઉત્તમ લેખો પૈકીનો એક. સર્વોત્તમ એટલા માટે નથી કહેતો કે હજી એમની પાસેથી એક એકથી ચડિયાતા લેખોની અપેક્ષા છે.કેટલાક મુદ્દા મને ન સમજાયા અને કેટલાક ચોટદાર સત્યો રજુ કર્યા તેની નોંધ આ પ્રમાણે છે. (૧) સત્ય વકરે ત્યારે સત્યશોધક સભાનો જન્મ થાય- એ વાક્યમાં વકરે શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો તે ખબર ન પડી..વકરેલું એટલે હદ વટાવી ચૂકેલું દૂષણ . સત્ય ક્યારે દૂષણ બની શકે?
    (૨) ગજગ્રાહમાંથી સત્યવાદ જન્મ્યો તે વિવેકબુદ્ધિવાદ- અહીં ગજગ્રાહ શબ્દનો સૂચિતાર્થ ન સમજાયો. ગજગ્રાહ એટલે ટગ ઓફ વૉર-પક્ષ પાડીને દોરડું ખેંચવાની રસાકસી ભરેલી રમત. જેમાં જે સ્થુળ જોર કરે તે પક્ષ જીતી જાય. એમાં બૌધિકતાને સ્થાન નથી એમાંથી વિવેકબુદ્ધિવાદ કેવી રીતે જન્મે? પ્રજનનની ક્રિયા જો ગજગ્રાહ કહેવાતી હોય તો એ બળાત્કાર ઠરે! જોરતલબીથી વિવેકબુદ્ધિવાદ જન્મે એ સમજાતું નથી
    (૩) જીદ, મમત, હઠાગ્રહ, હમસચ્ચાઈ ચાર બાબતો રેશનાલીઝમ માટે ડાઘુની કામગીરી બજાવે- એ સનાતન સત્ય છે અને તે માત્ર રેશનાલીઝમને જ નહીં, જોઈ પણ વિચારધારાને પણ સરખી જ રીતે લાગુ પડે છે, પણ કોઈ એ દૂષણથી મુક્ત નથી. સૌને એમ જ લાગે કે આમાંથી કોઈ પણ એક તત્વને નોર્મલ બનાવીએ તો વિચારધારા એનો અસલી મિજાજ જ ગુમાવી દે! આ ચાર ડાઘુઓ જ તો વિચારધારાના ચાર આધારસ્થંભ છે. જે પોષતું તે મારતું….દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી!…સૂત્રને સુપેરે પ્રયોજવા બદલ દિનેશભાઈને ધન્યવાદ.
    (૪)બધી જ નનામીઓની સ્મશાનયાત્રા રોડ પરથી નથી નીકળતી.સાવ સાચી વાત, કેટલીક લાશ તો એમનેમ જ દફનાવાય જાય છે અગર સળગાવી મૂકાય છે.કોઈને તેની શોકસભા રાખવાનું પરવડે તેમ નથી.
    (૫)સત્ય કોઈની જાગીર નથી- આ કડવું સત્ય છે, લેખકને આવું સણસણતું સત્ય કહેવા બદલ ફરીથી ધન્યવાદ. એ સત્ય જો મારા પક્ષે હોય તો એનો ગર્વ, પણ સામા પક્ષે હોય તો, ઠીક, મારા ભાઈ!
    (૬)વ્યવહારુ રેશનાલીક્ઝમનું સૂચન આજકાલનું નથી. પણ એ મુદ્દો ચર્ચાસ્પદ કરતાં વિવાદાસ્પદ વધારે છે કારણ કે એને વ્યવહારુ બનાવવા જતાં એનું મૂળ સ્વરૂપ ખોઈ બેસશે અને થોડીક છૂટ મૂકવા જતાં આજ સુધી જેનો વિરોધ કર્યો તે જ તત્વો હાવી બની જાય તો? એવો ડર રહે છે. સત્ય પર તો કેવળ અમારો જ અબાધિત અધિકાર!! રહેવો જોઈએ.
    (૭) જીવન કદી વ્યાખ્યા કે વિજ્ઞાન વડે જ જીવી શકાતું નથી. બિલકુલ સાચી વાત છે. ડગલે ને પગલે વિચારપૂર્વક સમાધાનો કરવા જ પડે છે પણ એને સમાધાન કે વ્યવહાર તરીકે સ્વીકારવાને બદલે સુપર રેશનાલિઝમ તરીકે ઓળખાવાય તો ચાલે!
    (૮) એક પણ નાસ્તિકે પકડાયા પછી (રિપીટ!) પોલીસ પાસે ગુનાની સજા ભોગવવા માટે જીદ કરી નથી- એ વાક્યમાં જરૂર કરતાં વધારે શૂરાતન રજૂ થયું છે. વળી રિપીટ લખીને ખાસ ભાર મૂકીને રેશનાલિસ્ટોને નિશાન બનાવાયા છે તેમાં દિનેશભાઈનો અવિવેક છે! તમે કોઈ એજન્સી દ્વારા સત્યાન્વેષણ કરાવ્યું છે કે પછી રેશનાલિસ્ટોને ઝુડવાના આશયથી લખંયું છે? એમ તો કોઈ ઈશ્વરવાદી પણ એવી ભૂલ કરતો નથી!
    કેટલીક વાતો મને ન સમજાઈ તેથી શું થયું, સમગ્રતયા લેખ ઉમદા રહ્યો છે. દિનેશભાઈ, તમારી પાસેથી હજી વધારે ઉમદા લેખોની અપેક્ષા છે તે વાત ફરીથી દોહરાવું છું

    Like

    1. Shri Mistry,
      I like your comments— to the point, brief and intelligent.
      Thanks for sharing. —Subodh Shah

      Like

  12. ‘એક સત્ય દીવાદાંડી બની ચારે દીશાનું અંધારુ દૂર કરે એ સમાજોપયોગી બાબત છે.‘
    –મને લાગે છે કે દીવાદાંડી એટલે જતાં આવતાં વહાણને ચેતવવા માટે સમુદ્રમાં ખડક ઉપર બાંધેલો દીવાવાળો મિનારો. એ ગોળ ગોળ ફરતો હોય અને અંધારામાં ટમટમતો દેખાય તેના પરથી ખલાસીઓ સાવધ થઈ જાય કે આ રસ્તે આગળ ધપવામાં જોખમ છે. દીવાદાંડીનું કામ ચારે દિશાનું અંધારું દૂર કરી પ્રકાશ આપવાનું નથી. દીવાદાંડી એ સરકસની સર્ચલાઈટ નથી અને સર્ચલાઈટ ભલે ઝળહળતો તેજ લિસોટો હોય, એ પણ ચારે દિશાનું અંધારું તો દૂર ન જ કરી શકે.

    Like

Leave a reply to NB Fatania Cancel reply