Oh My God !

અહમ્ બ્રહ્માસ્મી :
ધરતી, અંબર, પરબત, સાગર,
મૈં જીત દેખું ઉસકો પાઉં…
ફીર મૈં કાહે મંદીર જાઉં ?

–જય વસાવડા

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર !
હેઠા મુકાશે હાથ ને ભેગા થશે પછી જ,
કોશીશ જ્યાં પતે, ત્યાં જ શરુ થાય છે ઈશ્વર.
જો દુર પેલી વસ્તીમાં ભુખ્યાં છે ભુલકાં,
લાગે છે તને દુરના ચશ્માંય ઈશ્વર;
કહે છે તું મન્દીરે છે કેવો હાજરાહજુર,
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર ?
થોડાં જગતનાં આંસુઓ ને થોડા ‘મરીઝ’ના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

સૌમ્ય જોશીની કવીતાની અહીં પસંદીદા પંક્તીઓ યાદ આવી. અને સાથે યાદ આવ્યો આ ટુચકો…..

એક બહેનજી શરદીની ફરીયાદ કરતાં ડૉકટર પાસે દવા લેવા ગયાં. ડૉકટરે કહ્યું પાણીના ટબમાં બરફ નાખી, એમાં એક કલાક પડ્યા રહેવું અને એસી લોએસ્ટ ટેમ્પરેચર પર ચાલુ રાખવું.

બહેન મુઝાઈ ગયાં. પૂછ્યું ‘સાહેબ, આવું કરવાથી કંઈ શરદી મટી જાય ?’

ડૉકટરે ફીના પૈસા ગણતાં ગણતાં જવાબ આપ્યો : ‘ના, પણ તમને ન્યુમોનીયા થઈ જશે અને એની મોંઘી દવાઓનો હું સ્પેશ્યાલીસ્ટ છું, એ ત્યારે લખી શકીશ !’

આપણા મોટા ભાગના ધાર્મીકતાના (ધર્મ તો બહુ દુરની વાત છે, અને અઘ્યાત્મ તો અનંત કોટી બ્રહ્માંડ દુર છે !) ધંધાર્થીઓ આ ડૉકટર જેવા હોય છે ! જરાક દુ:ખથી પીડાતો દર્દી પહોંચે, એટલે એમને નવાં નવાં દરદો વળગાડીને, જુનું મટાડવાના નામે ગભરાવીને, મોટી બીમારીનો કાયમી રોગી બનાવી, પોતે ભોગી બનીને યોગી હોવાનો તમાશો કર્યા કરે !

ધર્મપ્રચાર કરતાં શીક્ષણવીચારને વધુ મહત્ત્વ આપતા, દેશવીદેશ ફરેલા, એક સાહીત્યપ્રેમી સ્વસ્થ સંત સ્વામીનારાયણ સમ્પ્રદાયના શ્રી. માધવપ્રીયદાસજીએ એક જાહેર વ્યાખ્યાનમાં અદ્‌ભુત પારદર્શકતા સાથે ભાવકોને કહેલું કે : ‘અમારા ક્ષેત્રમાં પણ ભીક્ષુકો વધી ગયા છે. આશીર્વાદથી ઉદ્‌ઘાટન સુધી અમે (ભારતના અઢળક ધર્માચાર્યો – એમની સીમ્પલ જનરલ કૉમેન્ટમાં અર્થનો અનર્થ કરવો નહીં) સતત સમાજ પાસે જઈને કોઈ પ્રવૃત્તી, પ્રસીદ્ધી કે પુજાપાઠ માટે ફંડ જ ઉઘરાવતા ફરીએ હાથ લંબાવીને, – આમાં સંતત્વનું સત્ત્વ કે અધ્યાત્મથી જાગતી અવીચળ અસ્મીતા ક્યાં આવી ?’

સદનસીબે આપણી પાસે હજુ આવા સમજદાર થોડાક સાધુઓ ઘણી જગ્યાએ છે. (મોરારીબાપુ જેવા તો ધનનો કળા-સાહીત્ય-સમ્વેદનાને વેગ આપવા છુટ્ટે હાથે ઉપયોગ કરી ‘બાવાડમ’નો ઉઘાડો વીરોધ પણ કરે છે. )

પણ આપણે વાત કરીએ છીએ તકલાદી અને તમાશાપ્રેમી ‘તકસાધુ’ઓની ! જે સમાજની ગુણવત્તા પર નહીં; પણ કાયરતા પર જીવે છે !

* * *

ભારતમાં વધુ મન્દીરો જોવા મળે. બાકી આમ તો તમામ પ્રકારનાં ધર્મસ્થાનકો અને આશ્રમો, મઠો જેવા એની સાથે જોડાયેલાં સંસ્થાનોમાં પથ્થર જોવા મળે છે. અલગ – અલગ ઘાટ અને આકારના પથ્થર. લીસ્સા અને ખરબચડા, શ્વેત અને શ્યામ પથ્થર. રત્નજડીત અને સુવર્ણઆભુષણમંડીત પથ્થર. ગોળ, ચોરસ પથ્થર. જેને મનગમતા આકારોમાં ઢાળવામાં આવે છે. અને પછી એની એજન્સી લઈને પથરા જેવા શ્રદ્ધાળુઓનાં ટોળાંને ઉસ્તાદ ‘કલાકાર-કસબી’ઓ પોતાને મનગમતા આકારમાં ઢાળે છે. માનસીક રીતે એમને પોતાના જેવા, સોરી, પથ્થર જેવા જડ બનાવી દે છે. મન્દીરો-મસ્જીદો બહાર આપણે ત્યાં સૌથી વધુ ભીખારીઓ લટાર લગાવતા હોય છે. મફતીયાવૃત્તીથી જ ત્યાં અડ્ડો જમાવી બેસે છે. ચપ્પલ ચોરાવાથી લઈને દર્શન કરાવવા સુધીની ઉઘાડી છેતરપીંડી પણ ત્યાં જ ચાલે છે.

અને આ ભીખારીઓની કતાર વળોટી મન્દીરમાં દાખલ થાવ, ત્યાં પણ સોફીસ્ટીકેટેડ બેગર્સ જ જોવા મળે છે. મોટી ચરબીવાળું દાન નોંધાવો, તો વજનદાર ટ્રીટમેન્ટ મળે. ભગવાન જાણે એમની પોતાની ‘ડીસ્કવરી’ નહીં; પણ ‘લેબોરેટરી ઈન્વેન્શન’ હોય એમ એમની ‘સોલ સેલીંગ પૅટન્ટ’ પર કબજો કરેલા આ બેગર્સ હોય છે. એમાંના કેટલાક બીજાઓને સમ્બન્ધોમાં પ્રેમની વાત કરતા પોતાના ઘરસંસારને સાચવી શકતા નથી. કેટલાક સંસારત્યાગીઓ સમાજને સંપ અને સંયમની વાતો કરતાં કરતાં પોતે પોતાના જેવા જ ધંધાકીય હરીફ સામે લીલું ઝેર ઓકવા લાગે છે. અંદરોઅંદર મારામારી કરીને કોર્ટે ચડે છે ! બાકીના કેટલાક એરણની ચોરી કરી, સોયનું દાન કરે છે. અગાઉ પણ લખેલું – ભારતભરમાં કોઈપણ ધર્મનું એવું ધર્મસ્થળ બતાવો, જ્યાં સમાજમાં સફેદી ફેરવવાવાળાઓ એવું પાટીયું લગાડીને બેઠાં હોય કે ‘અહીં કાળાં નાણાંનું દાન સ્વીકારવામાં આવતું નથી !’ ક્યાંય નીતીમત્તાના ન્યાયાધીશો આ નીયમ પાળી શકે તેમ નથી. એમને એમનો પથારો ચલાવવો હોય છે.

અને ત્રીજા પ્રકારના ભીખારીઓ આ બધા મન્દીર – મસ્જીદ – મઠ – ગીરીજાઘર – ગુરુદ્વારા વગેરેની અંદર હોય છે, જે પોતાની માંગણીઓનું લાંબુલચ લીસ્ટ લઈને હાજર થઈ જતાં હોય છે. ‘સંતાનમાં દીકરો આપજો, દીકરીનું સગપણ કરાવજો, પરીક્ષામાં પાસ કરજો, રોગ દુર કરજો, સ્વર્ગ આપજો, મોક્ષ આપજો. દે દે, ભગવાન, અલ્લાહ, વાહે ગુરુ, ગૉડ દે દે. બીજા કરતાં ઝાઝું દે. અબઘડી ને અત્યારે જ દે. હું જ સ્પેશ્યલ બેગર છું. પહેલા મારી બૅગ ભરી જ દે.’

ધર્મસ્થાનકોમાં દીવ્ય, પવીત્ર વાયબ્રેશન્સ હોય છે, એવું કહેવાય છે; પણ અહીં તો જ્યાં જુઓ ત્યાં કાનના પડદા ધ્રુજાવતા ઘોંઘાટના વાયબ્રેશન્સ હોય છે ! આસ્થા એક ગૃહ-ઉદ્યોગ થઈ ગયો છે. વ્યસનમુક્તીની અપીલ કરતા ધર્મના સ્થાનક સામે એના જ નામનો પાનનો ગલ્લો હોય, એ જોઈને કોઈની લાગણી નથી દુભાતી. જીવજંતુઓની હીંસાને પાપ સમજતા પુણ્યાત્માઓ જ્યારે માણસો મરાવી નાખે છે, ત્યારે કોઈના પેટનું ગંગાજળ કે આબેઝમઝમ હલતું નથી. અભક્ષ ખોરાક વર્જ્ય ગણનારા શુદ્ધાત્માઓ મફતમાં જમીનો બબ્બે કટકે ‘ખાઈ’ જાય છે !

પ્રેમચંદની વાર્તા ‘ગાંઠ’  ( સુચક એવું આ શીર્ષક ધર્મની ધુતારુ ટોળકીઓએ સમાજમાં ઉભી કરેલી, છુટે નહીં એવી  ગાંઠો પરથી જ  આવ્યું હતું) પરથી સત્યજીત રાયે ફીલ્મ બનાવી હતી : ‘સદગતી.’ જેમાં પંડીતજીના ઘરે દીકરીના લગ્નના કરજ ખાતર લાકડાં ફાડવાં જનાર અસ્પૃશ્ય ચમાર ભુખ્યો જ મરી જાય છે, જેની લાશને અંધારામાં પંડીત ગાળીયો નાખી ઢસડીને લઈ જાય, ત્યારે માણીકદા (સત્યજીતબાબુ) કૅમેરા એમની જનોઈ તરફ ફોકસ કરે છે. સીમ્બોલીક ગાળીયો છે – આ કર્મકાંડોના બંધનના દંભનો. રીચ્યુઅલ વધ્યા છે, સ્પીરીચ્યુઅલનું શું ?

એવો કશો ખટકો આપણે ત્યાં કોઈને થતો નથી. ધર્મસ્થળો પાસેની ભીડ મનને સ્વચ્છ તો કરતાં કરશે; પણ પહેલાં તો આસપાસ જ ભયંકર ગંદકી કરે છે. કોઈકનું બુરું કરવા માટે ભગવાનને સારીસારી ભેટો ચડાવે છે. સ્થીતપ્રજ્ઞતાની વાતો કરતાં કરતાં પશ્ચીમ સામે (મુળ તો દરેક મોરચે પરાજયના ફ્રસ્ટ્રેશનથી) યાદ કરી કરીને દ્વેષ ઓકે છે. સેક્સની ટીકા કરવામાં જ એટલો રસ પડે, કે સેક્સને બદલે એની સુગાળવી એલર્જી જ  એક મનોવીકૃતી થઈ જાય ! નાતજાતના, શીષ્યોના-ગુરુઓના, પંથો-મતોના, સુર્ય-ચંદ્રના વાડા, કૉર્પોરેટ કંપનીઓ જેવી બ્રાન્ચીઝ. એમના પી.આર. મેનેજર. એની પેઈડ સેલ્સફોર્સ. સમર્પણની ભક્તીમાં કોની શક્તી વધુ, એના અભીમાનની હુંસાતુંસી.

ધર્મ ભારતની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની છે. એમાં સેંકડો હ્યુમન બ્રાન્ડ છે, જેમાંની કેટલીયે પ્રૉડક્ટ અંદરથી પોલી અને બોદી છે; પણ કસ્ટમર કષ્ટ ઉઠાવીને મરી મરીને, મારી મારીને કંપનીઓ અને એના શાહસોદાગરોને જીવતા રાખે છે. કારણ કે, એનો ‘ડર’ આ બીઝનેસ ચલાવે છે. ભલભલા કહી ગયા છે, ધાર્મીકતા ભારતની સઘળી સમસ્યાઓનું મુળ છે. સ્વામી વીવેકાનંદથી સ્વામી સચ્ચીદાનંદ આવશે ને જશે; પણ ફોલ્ટલાઈન સંધાશે નહીં, ત્યાં સુધી ભુકંપના આંચકા આવતા રહેશે એટલે પ્રજા સુધરશે નહીં. દુનીયામાં સૌથી વધારે અવતારો અહીં આવીને થાકી ગયા છે.

યુરોપમાં આવા અંધકાર સામે નવજાગરણ (રેનેસાં) થયું. ભારતમાં થોડાંક ટમટમીયાંઓ અંધારાની ફુંકથી ઓલવાઈ ગયાં. કારણ કે, અહીં પબ્લીક નથી. બીકણ ઘેટાંનું  ટોળું છે. પાછું લુચ્ચું અને લાલચુ ટોળું. જેને કર્મની સીદ્ધીમાં રસ નથી, જ્ઞાનની બુદ્ધીમાં રસ નથી, ભક્તીની શુદ્ધીમાં રસ નથી. રસ છે તો બસ, કેવળ રીદ્ધી (ધન) અને પ્રસીદ્ધી (કીર્તી) કમાવતી શોર્ટકટ વીધીઓમાં ! આવી ઈગોઈસ્ટીક નૅરોમાઈન્ડેડ સોસાયટી સામે કોઈ શૈક્ષણીક વીદ્વાનો કે સામાજીક આગેવાનો રેનેસાં નથી લઈ આવતા, ત્યારે એ કોશીશ આપણી ફીલ્મો, કેટલાક સમજુ કળા-સાહીત્યના મરમી કસબીઓ કરે છે, કુંભકર્ણના કાનમાં નગારે દાંડી પીટવાની. શેખચલ્લીને બાવડું પકડીને બેઠો કરવાની.

અને  ફીલ્મ પુરી થયા પછી થીએટરમાં ઊભા થઈને તાળી પાડવાનું મન થાય એવી એક ફીઅરલેસ ફીલ્મ આવી જ શાંત ક્રાંતીની ઝળહળ મશાલ થઈને આવી છે. OMG ઉર્ફેઓહ માય ગૉડ! આનંદની વાત એ છે કે એની ટીમ ગુજરાતી છે. કો-પ્રોડ્યુસર પરેશ રાવલ, ડાયરેકટર ઉમેશ શુક્લ, સહલેખક ભાવેશ માંડલીયા, સંગીતકાર હીમેશ રેશમીયા. એ મુળ સુખ્યાત ગુજરાતી નાટક કાનજી વીરુદ્ધ કાનજીનું બેહતર ફીલ્મી રુપાન્તર છે જે ઓસ્ટ્રેલીયન ફીલ્મ ‘મેન હુ સ્યુડ ધ ગૉડ’ પરથી પ્રેરીત છે. પણ ફક્ત ભગવાન પર કેસનો કૉનસેપ્ટ જ. બાકી જોતાવેંત ખબર પડે કે ફીલ્મની ગુંથણી સ્વદેશી પીડાથી કેવી લથબથ ઓરીજીનલ છે ! અને છતાંય ફીલ્મની ક્રેડીટમાં એ સોર્સનોય પ્રામાણીક ઉલ્લેખ પણ છે. ગણપતી-નવરાત્રીના મંડળોમાં કે આશ્રમોમાં સીધી જ ફીલ્મી ધુનો પર ચોરી કરીને ભજનનો ઢાળ બેસાડવો (પછી પાછા ‘પાપી’ ફીલ્મવાળાઓને વખોડવા !) જેવો ધાર્મીક દંભ અહીં નથી.

ઓહ માય ગોડ સીનેમા નથી. આત્માના અભયની સાધના છે.

* * *

રીડરબીરાદર, આ લખવૈયાએ અગાઉ કહેલું કે આખા ભારતે ‘વેન્સ્ડે’ ફીલ્મ જોવી, ‘લગે રહો મુન્નાભાઈ’ સહુએ ફરજીયાત જોવી, એમ ઘરનું ગાડીભાડું અને ટીકીટના પૈસા ખર્ચીને, જોઈને આ લેખકડો આપને હાથ જોડીને, પગે પડીને, પ્લીઈઈઝ કહીને વીનવે છે કે આ દેશનું, આપણા સહુનું ભલું ઈચ્છતા હો તો આ ‘ઓહ માય ગૉડ’ સપરીવાર જોવા જાવ. બીજાનેય બતાવો. ટીકીટ ના પોસાય તો ઉપવાસ માની એક ટંક ખાઈને પણ જાવ.

આપણે આવા અવાજમાં પડઘો પુરીને આ ક્રાંતીનો ગરબો ઝીલીશું નહીં, ને ઘરે બેઠાં ચોરાઉ ડીવીડીમાં જોઈ લેશું તો બીજી વાર હીમ્મત કરીને કોણ બનાવશે આવી ફીલ્મો ? પૈસા મફત નથી આવતા, અમે પરસેવાની કમાણીની ટીકીટ ખર્ચી ફીલ્મો જોઈ છે, એટલે ખબર છે.  એટલે જ કોઈ ધર્મસ્થાનકની પેટી કરતા આ ફીલ્મની ટીકીટબારીએ પૈસા સન્માર્ગે ખર્ચાશે, તો ઉપરવાળો વધુ રાજી થશે, એવું ‘કાન’માં કહી ગયો છે, કોઈ  ‘ઘ્યાન’ વગર ! ભગવાન એમ તો આપણો ભેરુ ખરો ને, એ થોડો ભયમાં છે ? એ તો ભાવમાં છે !

પણ આપણે ભગવાન જાતે સત્કર્મો કરી કે હૃદયથી તપ કરીને નહીં; પણ એના કમીશન એજન્ટોને ત્યાં મગજ અને શરીર ગીરવે મુકીને ઝટ ઈન્સ્ટન્ટ મેળવી લેવો છે !  ધર્મસ્થાનકો કે શાસ્ત્રો પર કુંડળી જમાવી બેસી ગયેલા અને ચેનલો પર છવાઈ જવાનો ચમત્કાર કરતા સંસારી કરતા વૈભવી પુજારીઓની આંગળી ઝાલવા પાગલ દોટ મુકવી છે ! રામકૃષ્ણ પરમહંસ કહેતા એમ બીજાના તારના તાંતણે કરોળીયો ઉપર ન ચડે. એમના શીષ્યોએય આ વાત સાંભળી નહીં. આસ્થા એકલયાત્રા છે. એમાં માર્ગદર્શક હોય; મીડલમૅન નહીં !

‘ઓહ માય ગૉડ’ કોઈ કળાત્મક ફીલ્મ (શક્યતા હોવા છતાં) બનાવાઈ નથી અને નેરેટીવ, લાઉડ, ક્લીઅર, ટુ ધ પોઈન્ટ અને છેલ્લે એક સાહીત્યીક સ્પર્શ છતાં સાવ સીમ્પલ રખાઈ છે, એ બરાબર છે. કારણ કે, આ ફીલ્મ ક્રીટીક્સ કે એવોર્ડસ સુધી નહીં; ભારતની આમજનતાના અંધશ્રદ્ધાળુ દીમાગ સુધી આસાનીથી પહોંચે એ જરુરી છે. એ પ્રૉફેસર અને ઓફીસરની સમજમાં થોડીક સ્થુળ લાગશે તો ચાલશે; પણ બુટપોલીશ અને સાયકલ–પંક્ચરવાળાઓનેય સમજાય એ જરુરી છે. આપણી ભક્તાણી મમ્મીઓની આંખે દેવદર્શન સીવાય આ ફીલ્મદર્શનનાં ચશ્માં ચડે એ આવશ્યક છે. અને માઈન્ડ વેલ, એક નાસ્તીક નાયક હોવા છતાં આ ઈશ્વરવીરોધી ફીલ્મ નથી. ઉલટું, ખુદ ઈશ્વર જેના પ્રેમમાં પડે એવી, શામળશાના લાડકા નરસીંહ મહેતાની ભાષામાં ‘એ સહુ પ્રપંચ પેટ ભરવા તણા’ કરનારાઓની સામે જેનો ‘આત્મા તત્ત્વ ચીન્યો’ છે, એવી સાચી શ્રદ્ધા / સાધનાનો મહીમા કરતી ફીલ્મ છે.

એન્ટરટેઈનમેન્ટના નામે સડેલી શેરડીના સુકાયેલા સાંઠા જેવી કે વાસી શેકેલા મકાઈ ડોડાના બળેલા છોતરાં જેવી રદ્દી ફીલ્મો આપણા મગજના કોષોને ઉપયોગ વીના પુંછડીની માફક ઘસી નાખે તેમ છે, ત્યારે આ એક બ્રેવ ફીલ્મ છે, જે વીચારવા મજબુર કરે છે. સાચા ધર્મ સામે નહીં; પણ ધરમના બેશરમ દલાલો સામે દીલ ખોલીને મજબુત દલીલો કરે છે.અહીં પરાણે ઘુસાડેલો રોમેન્ટીક ટ્રૅક નથી. પણ ગાડી પહેલા જ સીનથી ટ્રૅક પર ઉતરે નહીં એવી જડબેસલાક નોન-ટીપીકલ સ્ટોરી છે.

જરાક, પરેશ રાવલે જીવ રેડીને પ્રસ્તુત કરેલા ફીલ્મના પીનાક ત્રીશુળની ધાર અને પાંચજન્ય શંખની ગુંજ ધરાવતા સંવાદોનું સેમ્પલ જુઓ. ‘યે મુઝે ક્યા ગીતા સીખાયેંગે; ઈન કા આઈક્યુ તો રુમ ટેમ્પરેચર સે ભી કમ હૈ !’… ‘રીસેશનમેં તો ઉનકા ધંધા ડબલ હો જાતા હૈ’… ‘ધર્મ માણસને શું બનાવે છે ?’, એનો કાનજીભાઈનો મનને ક્ષુબ્ધ કરી નાખતો જવાબ – ‘યા તો ‘બેબસ’ બનાતા હૈ; યા ફીર ‘આતંકવાદી’ !’ ચેનલો પર છવાતા ફટીચર ફીલોસોફર બાબા-બેબીઓની મની ટુ મોક્ષ ‘એક્સચેન્જ ઓફર’ સામે એમના દેખાવ પુરતાં થતાં સામાજીક કાર્યોની નોંધ વખતે પરેશ રાવલ કહે છે :  ‘આ તો ગુટકા વેચવાવાળાઓ કમાણીનો થોડો ભાગ કેન્સર હૉસ્પીટલમાં નાખે એવું છે !’ અને સૌથી મહત્ત્વનો આપણે વારંવાર અનુભવેલો બ્રહ્માસ્ત્ર સરીખો મુદ્દો… લોકો પાસેથી ધર્મ નામનું રમકડું છીનવાઈ જાય, તો એનો ય લોકો ધર્મ બનાવી લે !

એ જ માર્કસ સાથે થયું, અને ચર્ચના જીસસ કરતાં સામ્યવાદીઓએ માર્કસની આંધળી ભક્તી કરી. એ જ ખલીલ જીબ્રાન જેવા સુફી સંદેશવાહકનું થયું. એ જ ‘સત્યના પ્રયોગો’માં ‘મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં એટલે હવેલીએ જવાનું વખતોવખત બને- હવેલીનો વૈભવ મને ન ગમ્યો… (ત્યાં ચાલતી) અનીતીની વાતો સાંભળતા,તેથી તેમના વીશે મન ઉદાસ થઈ ગયું. ત્યાંથી મને કંઈ જ ન મળ્યું’  જેવી રોકડી કબુલાતનું સાહસ કરતા અને સત્યને જ ઈશ્વર માનતા ગાંધી કે નાના પાયે ડૉ. આંબેડકર સાથે થયું. એ જ બુદ્ધમહાવીર સાથે પણ બન્યું. ઈશ્વરની નહીં તો તીર્થંકરની પુજા, ‘આત્મ દીપો ભવ’ નહીં’; ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી’ ! એ જ ગાલીબ કે રુમી સાથે થયું. એ જ ‘તમે નીયમોના દંભી શીક્ષકો, તમે તો સફેદ કબર જેવા છો,જે બહારથી સુંદર દેખાય છે; પણ અંદર મડદાંનાં હાડકાં ને ગંદકી લઈને બેઠી છે ’ (બાઈબલ, ગોસ્પેલ ઓફ મેથ્યુ, પ્રકરણ 23, પેરા 27) કહેનારા ક્રાંતીકારી ઈસુને ક્રોસ પર ચડાવી દેવાયા, પછી એની સાથે પણ થયું ! એ જ તેજસ્વી મેધાવી જનીશ સાથે થયું ! એ જ લાઈફને લવ, એન્ડ લાફટર, બ્રેઈન એન્ડ બ્રેવરીથી જીવવાનું કહેતા કૃષ્ણ સાથેય થયું ! અખેદાસ કહી જ ગયા છે ને…‘ઉંડો કુવો ને ફાટી બોખ, શીખ્યું – સાંભળ્યું સર્વે ફોક !’

આપણે વચેટીયાઓ પાસેથી ગીતા, કુરાન, બાઈબલ વગેરેની વાતો બહુ સાંભળીએ છીએ; પણ જાતે એ વાંચી, આપણી અંદરના પ્રભુ સાથે સંવાદ કરી, આજના સંદર્ભે એને ગાળી–ચાળી, ભગવાને જ લાવેલા પરીવર્તન સાથે, જુનવાણી ઉપદેશ કે રુઢીઓને મૉડર્ન માઈન્ડથી અપડેટ કરીને એ મુજબ જીવતા નથી. કોઈ ‘ખુદા કે લીયે’, ‘દા વીન્ચી  કોડ’ કે ‘ઓહ માય ગૉડ’ ચીંટીયો ભરી આપણી અંદર આપણી આસપાસ દેખાતા ઈશ્વરનો સાચો અહેસાસ કરાવે ત્યારે જાગીએ છીએ ! ક્રેઝી–ક્રીટીક ટોળાંઓને ધર્મનું આવું શુદ્ધીકરણ તાલીબાની ફેનેટીઝમના નકલની જેમ કઠે છે !

સોરી. ભારતીય હિન્દુ ધર્મની એ જ તો વીશેષતા છે કે એ કટ્ટરવાદી નથી; સુધારાવાદી છે. કોઈ ધર્મગ્રંથ એમાં આખરી નથી, તે જેટલા છે એય ક્વેશ્ચન–એન્સર, ડીબેટના ફૉર્મેટમાં છે. અર્જુન પ્રશ્નો પુછતા ખચકાતો નથી, એટલે જ અનેક પત્ની હોવા છતાં કે આક્રમક યોદ્ધા હોવા છતાં (સંસારભાગેડુ ન હોવા છતાં) ગીતા સાંભળવાનો અધીકારી ભક્ત–સખો છે ! સવાલો પુછવાની અહીં સત્તા છે, ડાર્વીન–ગેલેલીયો જેવી સજા નથી ! અલબત્ત, ફીલ્મમાં તો દરેક ધર્મના ઢોંગ-ધુતારા સામે પડકાર અને તમામ પાખંડનો માનવતાના નાતે પર્દાફાશ છે.

પરેશ રાવલનું વન મેન આર્મી જેવું પરફોર્મન્સ જોઈને થાય કે ઈશ્વર આપણામાં હોય જ; નહીં તો આવો ટકાટક અભીનય માણસથી કેમ થાય ? અક્ષય તો ગાંઠના પૈસા રોકીને ખરા અર્થમાં ફીલ્મનો સારથી કનૈયો બન્યો છે. એન્ડ સરપ્રાઈઝ પૅકેટ તો માસ્ટર મીથુનદા છે, જેનું ધમાકેદાર પરફોર્મન્સ જોયા પછી ધરમના ધંધામાં આખી જીન્દગી ઈન્વેસ્ટ કરનાર પ્રજા માટે અફસોસ ને આક્રોશ જાગે ! ધર્મમાં પૈસા વેડફવામાં આ ‘ધનીક’ દેશ; વીચાર અને સામાજીક ક્રાંતીમાં કેવો ‘ગરીબ’ છે !

‘ઓહ માય ગૉડ’ જોવા જેવી જ નહીં; જીવવા જેવી ફીલ્મ છે ! જાણે હરીવંશરાય બચ્ચનની ‘મધુશાલા’ પીને આવી ફીલ્મનો નશો ચડાવનાર એની  ટીમને રમેશ પારેખના શબ્દોમાં કહેવાનું –

ફુટવાની બીકના ભમ્મરીયા ગામમાં,
કાચના મકાન,તને ખમ્મા
મારા કાચના મકાન તને ખમ્મા

ઝીંગ થીંગ

ફીલ્મના મને સૌથી વધુ ગમેલા ગીતની એક ઝલક…

પ્રીય મૃગેશ શાહે એમની જ રીડગુજરાતી.કોમ http://www.readgujarati.com પર લખેલો, ફીલ્મ જોઈ આવેલા દરેકે ખાસ વાંચવા–સમજવા જેવો, શબ્દોમાં સરળ; પણ અર્થમાં ઉંડો એવો એક સુંદર લેખ ક્લીક કરીને વાંચો : http://www.readgujarati.com/2012/10/01/omg-oh-my-god/

-જય વસાવડા

‘ગુજરાત સમાચાર’ દૈનીકની તા.3/10/2012ની ‘શતદલ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની પ્રસીદ્ધ કૉલમઅનાવૃતમાંથી લેખકશ્રી અને ગુજરાત સમાચારના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. જય વસાવડા,  બ્લોકનં– ૯,અક્ષરધામસોસાયટી, ગોંડલ : ૩૬૦૩૧૧  ફોન : (૦૨૮૨૫) ૨૨૩૭૭  મોબાઈલ: ૯૮૨૫૪૩૭૩૭૩ ઈ–મેલ : jayvaz@gmail.com વેબસાઈટ : http://planetjv.wordpress.com/

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ– 5–10–2012

 

42 Comments

  1. શ્રી ગોવિંદભાઈ,
    મેં આજે આ આ લેખ વાંચ્યો અને મારાં બ્લોગ ઉપર મૂકવા વિચારતો હતો, ત્યાં આપે બ્લોગ ઉપર મૂક્યો સરસ કાર્ય કર્યું. ખૂબ જ સુંદર લેખ છે. મને તો ખૂબ ગમ્યો છે. આમે ય તે હું શ્રી જય વસાવડાના લેખો અને તેમના વિચારોનો ચાહક છું.

    Like

  2. Jay Vasavdane rubaruma sambhariya..Maniya ane Vicharo na vanma fariyo…..New Jerseyma…
    Aaj vicharshakti ane sosaru utarijay avi samjavavani rit..Angreji shabdono yathasthane sad -upayog.
    I liked this article. Hats off to Shri Jay…Jay no jay ho. Paresh Raval ane emni team no pan jay ho.
    Here is my request to all of my friends who participate in this discussion. PLEASE DO NOT DO “SUBJECT CHANGE”…NO VISHYANTER, PLEASE. PLEASE STICK TO THE SUBJECT.
    Shri Govindbhai, please see that there is no subject change…NO VISHYANTER.
    All of my friends, it is hoped that you will help in observing this suggestion.
    Thanks.
    Amrut Hazari.

    Like

    1. પુન: વીનન્તી –

      તારીખ: 18મી માર્ચ, 2011ના રોજ મેં વીનન્તી કરેલી; તેમ છતાં કેટલાક વાચકમીત્રો પ્રતીભાવ આપવામાં અતીરેક કરે છે અને ખાસ તો વીષયાન્તર કરી ચર્ચાને જુદે જ માર્ગે દોરી જાય છે કે અન્ય લેખકનો લેખની ઉઠાંતરી કરીને પોતાની કમેન્ટ તરીકે મુકે છે તે ઠીક નથી. મીત્રોને બ્લોગ પર પ્રતીભાવનો શીષ્ટાચાર જાળવવા ફરીથી વીનન્તી કરું છું. લાંબી અને વીષયાન્તરવાળી, એકમેકના પર અંગત હુમલા જેવી કે કોઈને હલકા ચીતરનારી કૉમેન્ટ કાઢી નાંખવાની મનેકમને મને ફરજ પડશે એમ કહેતાં મને દુ:ખ થાય છે;કારણ કે કોઈની પણ કૉમેન્ટ રદ કરવામાં હું માનતો નથી.

      વધુમાં શ્રી અશોકભાઈ મોઢવાડીયાના બ્લોગ ‘વાચનયાત્રા’ માં મુકાયેલો લેખ ‘બ્લોગ પર પ્રતિભાવનો શિષ્ટાચાર જાણો છો ?’ વાંચવા નમ્ર વીનંતી છે. લીન્ક: http://vanchanyatra.wordpress.com/page/5/

      ધન્યવાદ..

      –ગોવીન્દ મારુ

      Like

  3. Jay quoted Saumya Joshi’s kavya pakati…..Ek pankati says….
    “Tu kevo akasmatthi sarjaya chhe Ishvar…..”
    Bhai, 21mi sadima to vyaparna dhorane ganatripurvak sarjaya chhe Ishvar….
    We have in Iselin,New Jersey….recently opened a Sai Baba Mandir aaje dhikti kamani kar rahiu chhe….Parkingni jagya nathi malti….kadach management mate police ni madad levi pade chhe.
    Aa paravlambi DHARMIKTA saadhu,santo, pujario ane malicona sahare prabhuprapti karvani vaat kare chhe…KeviPARAVLAMBITA ????????
    Kavi Prahlad Parekhe sundar kavita aapi chhe…
    ” AAPNE BHAROSE”
    Aapne bharose aapne halie,
    ho bheru mara, aapane bharose aapane halie…….
    barne bahuma bhari, haiyama ham dhari,
    saagar mojhare zukaviye;
    aapana vahanna shadh ne sukanne
    aapane ja haathe sambhariye.

    Kon re dubade vari kon re ugare,
    kon lai jai same paar ?
    Aeno karvaiyo ko’ aapani bahar nahin,
    aapane ja aapane chhaiye !
    Ho bheru mara, aapane bharose aapane haliye,
    No agent or No idol God can help you, You are your own God.
    Vadhu Aavti vaatma….
    Aabhar.
    Amrut Hazari.

    Like

  4. સરસ લેખ ગોવીંદભાઈ. હાર્દીક અભીનંદન અને આભાર આપને તથા ભાઈશ્રી જય વસાવડાને.

    આ ફીલ્મ અમે અહીં પરદેશમાં-હું વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં રહું છું- શી રીતે જોઈ શકીએ તેની કોઈ માહીતી મળી શકે ખરી? એની કાયદેસરની ડીવીડી મળી શકતી હોય તો અહીંથી બેન્ક ઑફ બરોડા દ્વારા રૂપિયા મોકલવાનું સરળ છે, કેમ કે બેન્ક ઑફ બરોડાની શાખા હવે અહીં વેલીંગ્ટનમાં પણ છે.

    Like

  5. Friends,
    Kavivar Ravindranath Tagore…Wrote GITANJALI.
    One of his poems is very much related to our subject. Here it is…Complete in English and Bhavanuvad done by DHUMKETU.
    *********************************************************************************************************Leave this chanting and singing and telling of beads!
    Whom dost thou worship in this lonely dark corner of a temple with doors all shut?
    Open thine eyes and see thy God is not before thee!
    He is there where the tiller is tilling the hard ground
    and where the pathmaker is breaking stones.
    He is with them in sun and in shower, and his garment is covered with dust.
    Put off thy holy mantle and even like him come down on the dusty soil!

    Deliverance?
    Where is this deliverance to be?
    Our master himself has joyfully taken upon him the bords of incense!
    He is bound with us all for ever.
    Come out of thy meditations and leave aside thy flowers and incense!
    What harm is there if thy clothes become tattered and stained?
    Meet him and stand by him in toil and in sweat of thy brow.
    ******************************************************************************************************
    Bhavanuvad by Shri Dhumketu..( Shri Gaurishankar Govadhanram Joshi) ( 12-12-1892 – 11-03-1965)
    Aa badhi mara ne prarthana ne ‘raghupati raghav’ ni bhajandhuno have bandh karo. Aahi aa ekant khunama barana bandh karine tame kya ishvarne sodhi rahiya chho? kahesho jara ? Tamara antarchakshu ughado. Khabar padse ke je ishvarna sannidhyani tame vato karo chho, te to tyan nathi.
    Ae ishvar to tyan chhe, jyan pelo khedut prasevo padine hal khede chhe, jyan pelo mali zaad rope chhe, jyan pelo majur rashto sudhare chhe.
    Ishvar tyan betho chhe ane tame aene aanhi sodho chho ? Ae to tyan emani saathe tadakama ane varsadma betho chhe. Ae ishvarna vashtro pan dhurthi bharela chhe, aene dharati ane dhul vahala chhe!
    Aa pujana ancharane ek baaju muko. Dharatini puja sharu karo, aetale ishvarni puja thase!
    Mukti? Shun kahiu? Mukati maate aa tame kari rahiya chho? Muktine bije kyan shodhavi em? Are! Bhala manas, chaud lokno naath pote, aanandpurvak, sarjanna aatala badha bandhano upadi rahiyo chhe, ne tame bandhanthi dhrujo chho? bhagavanni saathe aapane ne aapani saathe bhagavan – hameshana bandhanthi aapane aam bandhaya nathi ke tame bandhanmathi chhutava mate fafa maro chho?
    Mara bhai! bandhanthi mukta thavanu nathi. Bandhanthi na bandhavanu raakho aetale ghanu!
    Aetale have tamara dhyanmathi bahar aavo, ae pushpone tyan ja chhodo. Dhupdeep bhale tyan rahya. Aapana lugada dhulthi mela thai to sho vandho chhe? Aapane sau shram kariye, sau mahenat karye, sau parsevo paadiye, to ja pacchi ishvarni kaink zhankhi paamiye.
    *****************************************************************************************************
    Enjoy.
    Amrut(Suman)Hazari.

    Like

  6. ગઈકાલે રાત્રે જ શ્રી જયભાઈના બ્લોગ પર આ લેખ વાંચ્યો હતો અને આફરીન પોકારી ઉઠ્યો હતો. આજે ફરી વખત અહીં વાંચ્યો.

    Like

  7. શ્રી જય વસાવડાએ એમના લેખમાં કરેલી કૉમેન્ટનો કોઈ ઈશ્વરવાદી પણ પ્રતિકાર કરી શકે તેમ નથી. સાચા ઈશ્વરવાદીએ તો રાજી થવા જેવું છે કે તેમની મનોપીડાને શ્રી વસાવડાએ અસરકારરીતે રજૂ કરી. ખુલ્લું સત્ય રજૂ કરવા બદલ લેખકને ધન્યવાદ.

    Like

  8. વસાવડા સાહેબનો ઓહ માય ગોડ ફિલ્મ ના અનુસંધાને રજુ કરેલ વિચાર એ તો વૈચારિક અને કાબિલે દાદ છે
    તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. જય વસાવડા ના લેખો હું પણ અવારનવાર વાંચું છું.

    અગાઉ ના લેખ માં પ્રતાપભાઈ એ નીચે મુજબ કહ્યું હતું અને બધાએ એકી અવાજે વખાણ્યું હતું.
    તેમાં આમ કહ્યું હતું.
    મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી,

    તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં,

    અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ.

    હવે વસાવડા સાહેબના લેખ માં કૈક આવું છે

    મન્દીરો-મસ્જીદો બહાર આપણે ત્યાં સૌથી વધુ ભીખારીઓ લટાર લગાવતા હોય છે.

    મફતીયાવૃત્તીથી જ ત્યાં અડ્ડો જમાવી બેસે છે. ચપ્પલ ચોરાવાથી લઈને દર્શન

    કરાવવા સુધીની ઉઘાડી છેતરપીંડી પણ ત્યાં જ ચાલે છે.

    હવે મેં ત્યાં પ્રતાપભાઈ ને આવું કહ્યું હતું

    તમે કહો છો કે તમે ઝુંપડા માં જઈ ગરીબો ને મદદ કરો છો.

    મતલબ એમ જ કે તમે એ લોકો ને પરાવલંબી બનાવી રહ્યા છો.

    આપણે લોકો મંદિરો ની આસપાસ ભીખ માંગતા લોકો ને દાન કરી

    ધન્યતા અનુભવીએ છીએ પણ તે કાર્ય કઈ પુન કરવા યોગ્ય નથી.

    જે માણસ કામ કરવા સક્ષમ છે તેને કામ આપો પૈસા નહિ.

    આ વિરોધાભાસ વિષે સમજવું જરૂરી છે ? કે પછી બધું જ સ્વીકારી લેવું.

    Like

    1. Jay Vasavada is saying that besides the beggars outside the temples, everyone inside are also a beggar. People visiting the temple as well as people organizing and managing this “religious business”

      You are right in saying that healthy beggars do not deserve to be given alms. But there are many too old to work, orphaned children too young to work, abandoned women with a child etc. All these would starve if nobody cared. We should not criticize if someone feels sympathetic to such people and extends help.

      Like

  9. Dear Friends :

    I have been recently checking the reviews of Oh My God. This movie is doing exceptionally well in the multiplexes as well as single screen theatres here in Mumbai.

    I have heard only good things about this movie. After the multiplex culture started in Mumbai, the era of buying tickets in black was completely wiped off.

    But with the release of Oh My God, the trend is back and the black marketers are making the most of this.

    This movie is like a breath of fresh air amidst a variety of cinema and has been very well received by the masses. Though it’s an offbeat subject especially in a country like our’s where most of the Indians are still stooped into superstitions, the fact that this movie is doing very good business is a testimony of the fact that the people are open to the idea of changing their dogmas.

    I hope that Oh My God is perceived likewise in the rest of the country.

    Narendra Masrani
    Mobile No. 98201 38943

    Like

  10. I think we need sort of Great Awakening in India something kind of what the Middle East witnessed in recent past that seems to be still ongoing and supposed to be unending till religious fanatics are fully marginalized, rationalists prevail and real democracies established. The effort and essense of OMG could be the first salvo in this direction.

    Like

  11. હમણાંઅમેરિકામાં આવી જ કોઈ ઇસ્લામ ધર્મ ની કોમેન્ટ કરતી ફિલ્મ આવી હતી અને તેનાથી આખા વિશ્વ
    ના મુસ્લિમો નારાજ થઇ તોડફોડ કરી નાખી અને ભારત માં પણ મોટા પાયે દેખાવો અને
    તોફાનો થયા પણ એક પણ નેતા કે રેશ્નાલીસ્તો એ આ બાબતે મુસ્લિમો ને ઠપકો આપ્યો નથી
    બીજી તરફ હિંદુ ધર્મ ની પ્રનાલીયો ને વખોડતી છે છતાં પણ હિંદુઓ આનંદ થી ફિલ્મ જોવા જાય છે
    તેજ બતાવે છે કે હિંદુઓ કેટલા વાસ્તવિક અને ઉદાર છે .હિન્દુઓના આ ધર્મ ના લીધે જ તેમના માં આવી
    ઉદારતા આવી હોય તેમ લાગે .ઇસ્લામીયો પોતાની પન્થીય સામાજિક રીતરસમો મૂળ કુરાનમાં
    જુવે છે અને તેમાં કોઈ જ પરિવર્તન ને અવકાશ નથી એમ કહે છે. હમણાં કેન્દ્રીય મંત્રી શ્રી રમેશભાઈ એ હિંદુઓ
    કહ્યું કે ભારત માં મંદિરો કરતા શૌચાલય ની જરૂર વધારે છે. વાત સાચી જ છે પણ તેમને એમ
    ના કહ્યું કે મંદિરો અને મસ્જીદો કરતા શૌચાલયો ની જરૂર છે. એમ કેમ ? કેમ કે ત્યારે ત્યાં
    અસ્તિત્વ નો સવાલ છે.આજે ઇસ્લામ અને ખ્રિસ્તીઓ પોતાની પંથીય ભાવનાને વળગી રહેવામાં
    પરમ ગૌરવ સમઝે છે જયારે સુધારેલો મનાતો હિંદુ ધર્મ મુલક પંથીય ભાવનાને વળગી રહેવામાં
    નાનમ અનુભવે છે. આજે ભારતીય બાળકો ખ્રિસ્તી પંથની આસ્તિક ઈશ્વર ભાવનાથી તો સદંતર
    વંચિત રહીને પુરા નાસ્તિક અને હિંદુ સભ્યતા તથા સંસ્કૃતિ ના શત્રુ થઈને બહાર આવે છે.
    તમે આજ અભ્યક્તિ બ્લોગ માં કુરાન કે ઇસ્લામ વિષે કટુ મહી બોલી શકો.

    Like

    1. I agree with most of your points but the last one. I see us as open minded enough who are willing to change according to the changing times and also when the new information comes out which sounds better than the prevailing belief. I would be proud of such a mind set rather than complain about it.

      Like

  12. ફ્રેંચ રેવ્લ્યુશન કે રેનેશા જેવું ભારતમાં શક્ય નથી, કારણ આપણી પાસે એક મહામંત્ર છે ‘પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’ …જે પ્રજા કાયમ સંભવામિ યુગે યુગે ગાયા કરતી હોય તે કદી ક્રાંતિ કરી શકે નહિ…આપણી વહેલી સવાર દીવો કરી, પ્રસાદ ધરાવી(લાંચ), પ્રાર્થના(ભીખ માંગી) કરી ભ્રષ્ટાચાર સાથે શરુ થતી હોય છે. પછી આપણે બુમો પાડીએ છીએ કે ભ્રષ્ટાચાર દુર કરો..
    કોઈ આસ્તિક હોય અને એના વિચારો રેશનલ હોય તો એમાં જય વસાવડા પ્રથમ આવે. મને એમની સાથે વાતો કરવાનો ખૂબ મજાનો મોકો મળ્યો હતો. અહી અમેરિકા આવેલા ત્યારે હું એમને ન્યુયોર્ક એરપોર્ટ સુધી મારી કારમાં મુકવા ગયેલો. લગભગ અઢી કલાક અમે વિવિધ વિષયો પર ખૂબ ચર્ચા કરેલી. આવો ઉત્તમ લેખ લખવા માટે જય વસાવડાને અભિનંદન અને અહી મુકવા માટે ગોવિંદભાઈ મારૂને ધન્યવાદ આપવા ઘટે..

    Like

    1. vaah !! vah !

      ….…જે પ્રજા કાયમ સંભવામિ યુગે યુગે ગાયા કરતી હોય તે કદી ક્રાંતિ કરી શકે નહિ……

      Like

  13. Dear friends,
    I feel “VISHYANTER” has started…..
    Please stick to the subject of OMG. I hope we will not promote “VISHYANTER.”
    OMG is our subject and NOT “LAUNCHING OF COMPLAINTS.”
    Thanks.
    Amrut Hazari.

    Like

  14. Friends,
    I present two works of Swami Vivekanand for our thought process.
    Source: Swami Vivekanand. Ramkrishna Math and Ramakrishna Mission.
    Subject: Swami Vivekanand: Life and Teachings.
    (1) Founding of Ramakrishna Mission:
    Soon after his return to Kolkata, Swami Vivekanand accomplished another important task of his mission on earth. He founded on 1 May 1897, a unique type of organisation known as Ramakrishna Mission, in which monks and lay people would jointly undertake propagation of PRACTICAL VEDANT, and various forms of social services, such as RUNNING HOSPITALS, SCHOOLS, COLLEGES, HOSTELS, RURAL DEVELOPMENT CENTERS etc, and conducting massive relief and rehabilitation work for victims of earthquakes, cyclones and other calamities, in different parts of India and other countries.

    (2) Belur Math:
    In early 1898 Swami Vivekanand acquired a big plot of land on the western bank of the Ganga at a place called Belur to have a permenent abode for the monastry and monastic order originally started at Baranagar, and got it registered as Ramakrishna Math after a couple of years. Here Swamiji established a NEW, UNIVERSAL PATTERN OF MONASTIC LIFE WHICH ADAPTS ANCIENT MONASTIC IDEAS TO THE CONDITIONS OF MODERN LIFE, which gives equal importance to personal illumination and social service, and which is OPEN TO ALL MEN WITHOUT ANY DISTINCTION OF RELIGION,RACE OR CASTE.

    Hope this gives the idea about the” missions of temples and humanity.”
    2012 is being celebrated as 150th Anniversary of Swami Vivekananda. Our “SHRADDHANJALI” TO THIS GRETEST HUMAN SOUL.
    Thanks.
    Amrut(Suman)Hazari.

    Like

  15. હઝારે સાહેબ વિષયાંતર નથી કરતો પણ તમારે મન અથવા બ્લોગ લેખકને
    ફક્ત ને ફક્ત પોસ્ટ ની વાહ વાહ જ કરવાની હોય અને મગજ કસવા પર પ્રતિબંધ
    ફરમાવવો હોવાની પ્રથા હોય અને જે કહ્યું તે બધું જ સ્વીકારી લેવાની ચાહના
    હોય તો મારે મન આ બ્લોગ ધર્મ કરતા પણ વધારે કટ્ટર છે અને ૨ કે ૩ વાચકોનો
    જ અહી પ્રભાવ રહેતો હોય તો પછી આ બ્લોગ માંથી ખસી જવું તેમ મારું માનવું છે.

    Like

  16. I just finished seeing this movie. Great effort by great Paresh Raval & his team. I liked one dialog…….
    Mithun chakravarti.alias Swamiji..tells Paresh Raval Alias Kanjibhai….
    ” They are not God loving people, but they are God fearing people.”
    Hats off to Paresh and his team for their efforts to awaken people. Thanks to Jay Vasavda, Govind Maru and his team and all the participants in this blog for particpating.
    GRET MOVIE…EVERYBODY SHOULD SEE, LEARN and HELP OTHERS TO LEARN.
    Thanks.
    Amrut(Suman)Hazari.

    Like

  17. Bhaishree Govindbhai
    Jay Vasavda no OMG no lekh bahu gamyo. Abhinndn…
    Mara lekhni pn sari rite charcha thai lekhno sar samajava prayatn karanar aek vachk nikle to pn sntosh manvo badha vachako hans vruti na hota nathi mate aap andhasradha ne lagta lekho mukta rhejo aapno prayatn samajik pradushn dur karvano chhe dhirj ane sthir rahi aagl vadho mari shubhechha aapni sathechhe. Daglu bhryu ke na hathvu ae maro jivan mntr chhe.
    Dr. Pratapbhai Pandya

    Like

  18. એક તો આ લેખમાં યુરોપમાં થયેલા રેનેશા વિષે જણાવાયું છે માટે મેં એના વિષે લખ્યું છે કે ભારતમાં શક્ય નથી કેમકે આપણે સંભવામિ યુગે યુગે કહેનારા કૃષ્ણની રાહ સદા જોઈએ છીએ અને જોવાના જ છીએ રેનેષા માટે. આ કોઈ કમ્પ્લેઇન નથી તારણ છે. બીજું હઝારી સાહેબ વિષયાંતર થાય છે તેવી કમ્પ્લેઇન કરીને પોતે જ રામકૃષ્ણ પરમહંસ અને એમના મિશન વિષે લખીને ખુદ વિષયાંતર કરે છે. હવે વિષયાંતર થયું જ છે તો ઓએમજી માં કહેવાયેલા ગુરુઓના દંભને અનુરૂપ એક દાખલો કહું તો રામકૃષ્ણ પરમહંસનું નામ પહેલા ગદાધર હતું. તેઓ એમના શિષ્ય માથુરાબાબુ ને ઘેર રહેતા હતા. મથુરાબાબુના પત્નીએ બ્રહ્મચર્ય મતલબ સંભોગ ના કરવો તેવું વ્રત લીધેલું. મથુરભાઈથી રહેવાયું નહીં તો વૈશ્યાઓના ઘેર જવા લાગ્યા. પત્નીને ખબર પડી ગઈ. એણે મથુરભાઈ કે બાબુ કહો તે અને રામકૃષ્ણ પાસે વચન લીધું કે બંને જ્યાં જશે ત્યાં સાથે જશે. માથુર બાબુ સંયમ રાખી શક્યા નહીં અને ગુરુજી સાથે વેશ્યાના ઘેર પહોચ્યા. રામકૃષ્ણ નીચે બેસી રહ્યા અને પૂજ્ય પતિદેવ ઉપલા માળે જઇ આવ્યા. ઘેર આવીને પત્નીએ પૂછ્યું તો ગુરુજીએ સત્ય કહી દીધું અને શિષ્યો આગળ ડંફાસ મારી કે પોતે સાચા બોલા હતા. અહી દંભ જુઓ પહેલેથી જ મથુરાબાબુની પત્નીને સમજાવવી જોઈએ કે પતિની સંમતી વગર આવા વ્રત ના લેવાય. પતિ સાથે વેશ્યાને ઘેર ગયા નીચે બેસી રહેવાને બદલે શિષ્યને સમજાવવો જોઈએ કે ચાલો ઘેર પાછા હું તમારી પત્નીને કહીશ કે તે તમારી શારીરિક જરૂરિયાત પૂરી પાડે..શિષ્ય સાથે વેશ્યાને ઘેર જવું નીચે બેસી રહેવું આવા દંભને બદલે એની પત્નીને સાચી સલાહ આપી હોય તો? પરાણે આવા વ્રત લેવા શુ કામ પ્રેરવા??

    Like

    1. Good point Mr. Raol. I came across many “Drushanta Kathas” preached by so called Gurus where they would be very unjust to someone only to glorify some one else. I just wrote an article on this subject. Hopefully it would appear on Abhivyakti someday.

      Like

  19. શ્રી ગડા સાહેબ આવા તો અનેક દ્રષ્ટાંતો છે. આપ લખો અમને આપના લેખો ખૂબ ગમે છે. આવું જ એક દ્રષ્ટાંત અનજસ્ટ કરનારું વારંવાર કહેવાતું હોય છે. એક નાનાં જંતુને પણ અનજસ્ટ શું કામ કરવું? એક સંત હતા તે પણ આ રામકૃષ્ણ જ હતા, નદીમાં નહાવા ગયા, એક વીંછી એમાં તણાતો હતો, સંત એને હાથમાં પકડી બહાર કાઢવા ગયા તો વીંછીએ ડંખ માર્યો. અને હાથમાંથી છૂટી ગયો. ફરી હાથમાં લીધો ફરી ડંખ માર્યો. આવું વારંવાર થવા લાગ્યું તો શિષ્યે કહ્યું છોડો આ નકામો પારાવાર પીડા થાય તેવા ડંખ મારે છે જવાદો છો તણાઈને મરતો. રામકૃષ્ણનો જવાબ હતો કે એનો સ્વભાવ ડંખ મારવાનો છે પણ આપણે શું કામ આપણો બચાવવાનો સ્વભાવ ભુલાવો? આવી કૈક વાર્તા છે. —- એક તો ડંખ મારે પણ વિછીને પકડી રાખી શકાય અને જમીન પર છોડી શકાય. મતલબ ડંખ ગુરુજીથી સહન થતો નથી. બીજું વિછી એના સર્વાઈવલ માટે ડંખ મારે છે તે કોઈ નીચ જંતુ નથી. અને ત્રીજું મહારાજોએ જાણી લેવું જોઈએ કે વીંછીને તરતા આવડે છે તે પાણીમાં ડૂબી જતો નથી. માનવ સિવાય કોઈ સજીવને તરતા શીખવું પડતું નથી. હહાહહાહાહા!!! વીંછી બિચારો એની સાસરીમાં તુલસીદાસની જેમ પ્રિયતમાને મળવા નદીમાં તરીને જતો હશે અને આ રામકૃષ્ણ વચમાં ડીસ્ટર્બ કરતા હશે.હહાહહા!!!

    Like

  20. From: Kaushik Amin
    Date: 2012/10/8
    Subject: શૌચાલય-આસ્થાલય : જયરામ રમેશે શું ખોટું કહ્યું ?
    To: Kaushik Amin

    શૌચાલય-આસ્થાલય : જયરામ રમેશે શું ખોટું કહ્યું ?
    –રાજ ગોસ્વામી

    ભારતની વસતી ૧૨૧ કરોડ છે. ૨૦૧૧ની જનગણનાના આંકડા મુજબ ભારતના ૪૯.૮ પ્રતિશત લોકો પાસે શૌચાલય નથી. મતલબ કે ૬૦ કરોડથી વધુ લોકો ખુલ્લામાં હાજતે જાય છે. એમાં સ્ત્રીઓ પણ આવી ગઈ અને પથારીવશ વૃદ્ધ લોકો પણ. જનગણના રજિસ્ટ્રાર જનરલ સી. ચંદ્રમૌલી કહે છે કે, આની સામે અજીબ વિરોધાભાસ એ છે કે, ભારતમાં ૬૩.૨ પ્રતિશત લોકો પાસે ટેલિફોન કનેક્શન છે, જેમાં ૫૩ પ્રતિશત પાસે મોબાઈલ ફોન કનેક્શન છે. આંકડા પ્રમાણે ઝારખંડમાં સૌથી વધુ ૭૭ પ્રતિશત લોકોને શૌચાલય નસીબ નથી.
    આ દેશની ટ્રેજેડી છે કે, જ્યારે ચીન સાથે પરાજયનાં ૫૦ વર્ષ પૂરાં થાય છે (૨૦ ઓક્ટોબર, ૧૯૬૨) ત્યારે એ રાષ્ટ્રીય શરમની ચર્ચા કરવાને બદલે આપણે જેમ્સ બોન્ડની પહેલી ફિલ્મ (૫ ઓક્ટોબર, ૧૯૬૨)નાં ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. એ બદ્કિસ્મતી છે કે, આ દેશની ૬૦ પ્રતિશત સ્ત્રીઓ ખુલ્લામાં હાજતે જાય છે ત્યારે આપણે મોબાઈલની સંખ્યાના આંકડા ગળામાં લટકાવીને વિકાસની વાતો કરીએ છીએ.
    ગ્રામીણ વિકાસમંત્રી જયરામ રમેશે એમાં શું ખોટું કહ્યું કે, દેશમાં વધુ મંદિરોની નહીં, પણ વધુ શૌચાલયોની જરૂર છે ? ભાજપવાળા તો એમાં ‘મંદિરોનું અપમાન થયું’ અને ‘હિન્દુઓની લાગણી દુભાઈ- કહીને જયરામ રમેશ પર તૂટી પડયા. શેની લાગણી દુભાઈ ? આચાર્ય રજનીશે આવી એક ‘દુભાયેલી’ લાઘણી (લાગણીઓ દુભાવાનો રજનીશનો સામેય નિત્યક્રમ હતો)ના સંદર્ભમાં કહેલું કે, તો ધાર્મિક લાગણી આટલી કાચીપોચી હોય તો એનું તો ખૂન જ થઈ જવું જોઈએ ! શુક્રવારે નિર્મલ ભારત યાત્રાનો પ્રારંભ વખતે રમેશે જે વિધાન કર્યું એનાથી બબાલ મચી ગઈ છે અને ભાજપના રાજીવ પ્રતાપ રૂડીએ શૌચાલય અને આસ્થાલયની સરખામણી કરવા બદલ રમેશને માફી માગવા કહ્યું છે. રમેશે કહ્યું હતું કે, “મને લાગે છે કે, આ દેશમાં મંદિરો કરતાં શૌચાલયોની જરૂર પડે છે. આપણે ગમે એટલા મંદિરોમાં જોઈએ, આપણને મોક્ષ મળવાનો નથી. મંદિરોની તમે કમી નથી. અગર કમી છે તો એ સ્વચ્છતા એટલે કે શૌચાલયોની. આટલા બધાં વર્ષો પછી પણ આ એક બહુ મોટું કલંક છે કે, આજે પણ ૬૦ પ્રતિશત મહિલાઓ ખુલ્લામાં હાજતે જાય છે. ખાવાથી દરેક ભારતવાસીને શરમ આવવી જોઈએ. આપણે આજે પણ ગર્વ લઈ શકતા નથી કે દરેક સ્ત્રીને આ દેશમાં શૌચાલય ઉપલબ્ધ છે.”
    ભાજપને આ હકીકત તો નહીં, પણ શૌચાલય આસ્થાલયને એક બ્રેકેટમાં મૂકવાની રમેશની ગુસ્તાખીથી જરૂર શરમ આવી ગઈ. પક્ષના પ્રવકતા રાજીપ પ્રતાપ રૂડીએ શીખામણ આપી કે, “મંદિર મહત્ત્વનું છે કે શૌચાલય મહત્ત્વનું છે એની બહસમાં પડવાની કોઈને જરૂર નથી. પછી જાણે આપણને બહુ ગતાગમ ન હોય એમ રૂડીએ જ્ઞાન આપ્યું, “શૌચાલય બનાવવા અને આસ્થાના સ્થળે ફૂલ ચઢાવવા એ બે અલગ બાબત છે. આ જયરામે એની ભેળસેળ કરવાની જરૂર નથી, આ દેશમાં આસ્થા છિન્નભિન્ન થાય એવાં વિધાન કરવાની જયરામને જરૂર નથી.
    ભાજપે બૂમાબૂમ કરીને જયરામની એકદમ સચોટ વાતને પોલિટિકલ બચાવી લીધી એટલે કોંગ્રેસને શું થયું કે આ મામલો લો તુલ પકડે એમાં સાર નથી. કોંગ્રેસના પ્રવકતા મનીષ તિવારીએ કહ્યું કે, “એમનો પક્ષ ધાર્મિક સ્થળોની પવિત્રતામાં માને છે.”
    જયરામ રમેશે શું ખોટું કહ્યું ? આ દેશમાં અંગત સ્વચ્છતાને લઈને મોટી સમસ્યા છે. જયરામ રમેશે આગામી દસ વર્ષમાં ભારતને ખુલ્લામાં હાજતે જવાની મજબૂરીમાંથી મુક્ત કરવાનું બીડું ઉઠાવ્યું છે. અડધા ઉપરાંત દેશ ખુલ્લામાં હાજતે જતો હોય એ એક વિશ્વ વિક્રમ છે. (જો આને વિક્રમ ગણવો હોય તો !). સરકારે શૌચાલયની સુવિધા પાછળ અત્યાર સુધીમાં ૪૫ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને આગામી પાંચ વર્ષમાં એક લાખ કરોડ ખર્ચવાની યોજના છે.
    માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ અબજો રૂપિયા સામાજિક દાનમાં આપે છે અને એમનું હવેનું મિશન ભારતમાં શૌચાલયની સુવિધા છે. વચ્ચે એ ભારત આવ્યા ત્યારે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, “મારું સ્વપ્ન એવું શૌચાલય બનાવવાનું છે જેમાં પાણીની જરૂર ન હોય, દુર્ગંધ ઓછી હોય અને સસ્તું હોય.” સેન્ટર ફોર સિવિલ લીબર્ટીનો ૨૦૦૯નો સર્વે કહે છે કે, દિલ્હીમાં પુરુષોનાં ૧૫૩૪ શૌચાલયોની સરખામણીમાં સ્ત્રીઓ માટે ૧૩૨ જાહેર શૌચાલય છે. મુંબઈમાં પેશાબ કરવા માટે સ્ત્રીઓએ પૈસા ચૂકવવા પડે છે.
    રાજીવ પ્રતાપ રૂડીની વાત સાચી છે કે, શૌચાલયો બાંધવાનું કામ સરકારનું છે અને એની કમીને મંદિરોની ‘ભીડ’ સરખાવવી બરાબર નથી, સાથે જયરામ રમેશે લોકોની માનસિકતાની વાત કરી છે. આ દેશમાં લોકો (અને સમાજ) મંદિરો પાછળ જે લખલૂંટ રૂપિયા ખર્ચે છે એનો પા ભાગેય જાહેર શૌચાલય પાછળ ખર્ચતા નથી. સીધો હિસાબ છે મંદિરોય ધંધો છે. એમાં પૈસા નાખો તો પાછા પૈસા ઊગે છે. પુણ્ય (અને સ્વર્ગ) મળે એ નફામાં ! શૌચાલય બાંધો તો શું મળે? ધાર્મિક લાગણીની વાત બરાબર છે, પરંતુ કેટલાં ધાર્મિક સંગઠનો મૂતરડીઓ બનાવે છે ? તેમ, મંદિરો ઓછાં બાંધીએ અને શૌચાલયો વધુ બાંધીએ તો ઓછું પુણ્ય મળે ? નરકમાં જવાય ? જવાય તો ય આ જીવતે જીવ નરક દૂર થતું હોય એ શું યોગ્ય નથી. જયરામ રમેશ ધાર્મિક (અને બીજી બધી જ) લાગણીઓ દુભાવે રાખે એ જ બરાબર છે !

    Kaushik Amin
    Chairman, Gujarat Foundation Inc. USA.
    Writer and contributor for Gujarat Darpan (largest circulated Free Gujarati Monthly in the USA) and other Gujarati News Papers of the USA and India.
    Listen to my live Radio Gujarati Talk Show “Chhel Chhabilo Gujarati” on radiodil.com, also on telephone 408-418-5000 every Saturday 12pm to 2pm East Coast USA time.
    201-936-4927
    kaushikamin@hotmail.com

    Like

    1. ૨૦૦૧ના સેન્સસ મુજબ ભારતમાં કુલ ૧૨,૭૭,૧૯૨ ગામ હતા. આજની તારીખમાં કદાચ આગામોની સંખ્યા ૧૫ લાખ થઈ ગઈ હશે તેમ સમજી લઈએ. અહીં જે સરકારી આંકડા રજુ કરવામાં આવ્યા છે તે મુજબ અત્યાર સુધીમાં ૪૫,૦૦૦ કરોડ રુપિયા સરકારે શૌચાલયો બાંધવામાં વાપર્યા છે. જો અહી અત્યાર સુધીનો મતલબ દેશની આઝાદીથી અત્યાર સુધીનો હોય તો સરકારે શરેરાશ દર વર્ષે ૬૯૨ કરોડ રુપિયાનુ બજેટ શૌચાલયો માટૅ ફાલવેલું છે જે ખુબ જ ઓછું છે. હવે તેનો અર્થઘટન એવું કરીએ કે યુપીએ સરકાર ના આવ્યા પછી આ ખર્ચ કરવામાં આવ્યો તેના આ આંકડા છે તો દર વર્ષે સરકારે લગભગ ૧૧૦૦૦ કરોડ રુપિયા શૌચાલયો બનાવવા માટૅ ફાળવ્યા છે.
      હવે જો આજની તારીખમા ૧૦ સંડાસ અને ૩ મુતરડીનો એક શૌચાલયનો બ્લોક બનાવવો હોય તો તેનો ખર્ચ રુપિયા ૨,૪૭,૦૦૦ આવે છે.(અમે ૨૦૦૧૧માં એક એનજીઓ માટે કરેલ સર્વે મુજબ) આ મુજબ ભારત દેશમાં લગભગ ૧૮,૨૧,૮૬૨ શૌચાલયો ઉભા થઈ ગયેલા હોવા જોઈએ. હવે ભારતના કુલ ગામોની સંખ્યા ૨૦૦૧ના સેન્સસ મુજબ ૧૨,૭૭,૧૯૨ છે. એનો મતલબ કે ભારતનુ કોઈ પણ ગામ જાહેર શૌચાલયો થી વંચિત નથી. અને હજી પણ આવનાર બીજા પાંચ વર્ષમાં સરકાર બીજા ૧લાખ કરોડ રુપિયા ફાળવવાની છે એટલે દરેક ગામ દીઠ આવા ત્રણથી ચાર શૌચાલય બ્લોક (૪૦ સંડાસ અને ૧૨ મુતરડી) ઉભા થઈ જવાના છે.ભાઈઓ સરકારી આંકડા વાંચીને આનંદો અને શૌચાલયો માટે અમથો જીવ ન બાળો.
      શૌચાલયો ઉભા કરવા એ સરકારનુ કામ છે. પણ સરકારને આવા બોગસ આંકડાઓ જાહેર કરવામાં ઝાઝો રસ છે શૌચાલયો બનાવવામાં નહી.અને જવાબદારી લોકો પર થોપવી છે અને આરોપ મંદિરો પર થતા ખર્ચ પર મુકવો છે. પ્રધાન સાહેબોના અને રાજકારણીઓના નિવેદનોને કારણે લોકોએ ઝગડવાની જરુર નથી પણ આવા રાજકારણીઓને અને તેમની મનોવૃતિને ઓળખવાની વધુ જરુરિયાત છે. છેલ્લા ચાર વર્ષમાં જેટલા રુપિયાના કૌભાંડો આ સરકારે કર્યા છે તેનો એક ટકો પણ જો શૌચાલયો પાછળ સરકારે વાપર્યો હોત તો ૧૨૦ કરોડની વસ્તિ માટે ૧૨૦ કરોડ સંડાસ સરકાર બનાવી શકી હોત.

      Like

  21. A good and pertinent comment by Mr. Kaushik Amin. Building public toilets certainly is government’s responsibility. No doubt about it. Building private toilets in own residence is our responsibility. What is a mindset of our countrymen regards to this?

    I like to present one example here. My ancestral town is a remote village in Kutchchh. Electricity and running water came to the town only two decades ago. Face of the town started changing after 2001 earthquake. Now there is a hospital and several medical camps are held every year by donations from NRIs and NRKs. (K=Kutchchhis.)

    The real story starts now after rather long background. Our NRI friends offered to pay to build the toilets in every home in town. Some people, instead, wanted the equivalent cash from the donor party. When asked what they would do with the cash, they had a shameless smile on their face.

    It will take a long time to change India from one huge garbage dump and an open-air toilet!

    Like

  22. રામકથા ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ શકે?

    Kanti Bhatt

    માનવીના તમામ ભૌતિક બળ કરતાં એક મોટું ધર્મનું બળ છે

    કોઈ મને પૂછે કે તમે ધાર્મિક છો? તો હું વાચકો વતી જ કહી દઉં કે મારા વાચકો ધાર્મિક હોય તો હું સવાયો છું. આ જગતમાં માત્ર બે ફોર્સ છે. એક ફોર્સ તલવારનો સાથે સાથે ધનનો અને બીજો બળકટ ફોર્સ છે-આધ્યાત્મિકતાનો. ૨૦મી સદીમાં અમેરિકન પ્રમુખ જે પોતે શસ્ત્રબળમાં અતૂટ શ્રદ્ધા રાખતા તેણે કહેલું કે માનવીનાં શસ્ત્રો કરતાં માનવીની ધર્મ પરની શ્રદ્ધા વધુ બળુકી છે. તે પછી ઈસ્લામ ધર્મની હોય કે કૃષ્ણની હોય કે મોરારિબાપુના રામ કે હનુમાન ઉપરની શ્રદ્ધા હોય!

    આધુનિક પ્રજાને સ્પિરિચ્યુઆલિટી કહેશું તો વધુ ગમશે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સર સર્વ પલ્લી રાધાકૃષ્ણને કહેલું ‘મારા જીવનમાં જે કાંઈ બન્યું તેના પરથી મને ખાતરી થઈ છે કે માનવીના તમામ ભૌતિક બળ કરતાં એક મોટું ધર્મનું બળ છે. સ્પીરિચ્યુઆલિટી છે.

    આ બળને કારણે તેમજ સાદી ભાષામાં રામ કે કૃષ્ણ કે પયગમ્બર ઉપરથી અટલ શ્રદ્ધાને કારણે ધમૉત્માઓ પૂજાય છે અને મોરારિબાપુની અસર આંતરરાષ્ટ્રીય બની છે. બાપુના જીવનની થોડીક અધૂરી કથા પૂરી કરું છું.

    તેમની કુમારવયમાં જ મોરારિબાપુની કથાના શ્રવણ કરનારા રાત-દિવસ વધવા માંડેલા. શાપુરમાં શિક્ષક તરીકેની તાલીમ લેતા ત્યારે સૌરાષ્ટ્રની ઓઝત નદીને કાંઠે રામખળદાસજી નામના રામાયણના પ્રખર વિદ્વાન બાવા રહેતા હતા. તેને આંખુ રામાયણ કંઠસ્થ હતું. તેમને ‘ક’ અક્ષર ઉપરથી કેટલી રામાયણની ચોપાઈઓ છે તે પૂછો તો તુરંત બોલી જાય. આવા સાધુ સક્ષમ જ એક પરીક્ષાર્થ તરીકે મોરારિબાપુએ સૌપ્રથમ પોતાની રામકથા ખૂબ ભાવપૂર્વક અને તેનામાં જે છુપી સ્ટાઈલ છે તે બતાવીને સંભળાવી. આંખમાં પ્રેમનાં જળજળિયાં પણ હતાં. તે સાંભળી રામખળદાસજી ‘સાધુવાદ’ ‘સાધુવાદ’ આવો શબ્દ બોલેલા. અમારા ગામડાના બાવાઓ કંઈ જોઈ-સાંભળી ધન્ય ધન્ય કે આફરીન થાય ત્યારે બોલતા-સાધુવાદ સાધુવાદ (શાબાશ-શાબાશ).

    નવરાત્ર આવે ત્યારે રામકથા કે બીજી કથા કહેવા બાપુ જતા. કોઈને રામપારાયણ બેસાડવી હોય ત્યાં જતા. કથા કહેવા માટે શેર, શાયરી, ગઝલો અને કવિતાનો ઊંડો અભ્યાસ કરતા. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ તેમજ બીજા ઊંચા ગજાના સાહિત્યકારો મોરારિબાપુને ફિલોસોફિકલ સવાલો પૂછતા તેનો ઈન્સ્ટન્ટ ઉત્તર આપતા તેવી તેમની ફિલોસોફીની આપસૂઝ હતી. તે બધો મહુવાના અભ્યાસ અને માલણ નદીના પાણીનો પરતાપ છે. એમની ક્રિએટિવિટીનો કથામાં ભરપૂર લાભ શ્રોતાને મળે છે. ધાર્મિક કે બીજા સામાજિક-ઉપયોગી ટુચકા કહેતા.

    સ્કૂલના શિક્ષક તરીકે નોકરી કરી તેમાં નોકરી કરતાં કથા કહેવા માટેની હક્કની રજામાં વધુ દિવસો ગાળતા. નોકરીને પકડી રાખવી પડતી. આજે જેમ મોરારિબાપુની કથાનું વેઈટિંગ લિસ્ટ લાં…બુ છે તેવું ત્યારે નહોતું. કોઈ કથા યોજે કે ન યોજે આવકને-પગારને સ્થિર રાખવા નોકરી ચાલુ રાખતા. કથાની આવક રૂ. ૨૫૦થી રૂ. ૫૦૦ની હોય પછી કથાની માંગ વધવા માંડી અને થયું કે રામાયણે ગુજરાતી અને રાજસ્થાનીનાં હૃદય જકડી લીધાં છે ત્યારે ૧૯૭૪ની ગુરુપૂર્ણિમાના દિવસે નોકરીનું રાજીનામું આપી દીધું.

    મહુવાના મારા કપોળ મિત્રો મને કહેતા કે મુરારિ શિક્ષક હતા ત્યારે બીજા સાથે બહુ ઓછું બોલતા. કામ પૂરતું બોલે. નવરા પડે ત્યારે આકાશ સામે જોઈ રહેતા. તે સમયે કવિ હરીન્દ્ર દવેની ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ નામના કૃષ્ણચરિતની નવલકથા વાચેલી. સાહિત્યકારો અને મોરારિબાપુ પરસ્પરના પ્રેમી થયેલા છે. હું પત્રકાર થયા પછી ‘ઘર કી મુરઘી દાલ બરાબર’ની કહેવતના પાતળા સરદાર તરીકે કોઈ વખત ટીકા કરી લેતો પણ જ્યારે મોરારિબાપુને મનફાવે તેવી સાદી રસોઈ બનાવતા તરસરા ગામના તિલક મહારાજને મળ્યો ત્યારે તેમની સાદાઈ અને સાધુવૃત્તિનાં વખાણ સાંભળી મારી કલમને મહુવાની ઓળખાણનું મોણ દઈ દીધું.

    ભાખરી, તાંદળજાની ભાજી અને લીલા મરચાં તથા ખીચડીએ તેમનું ભાવતું ભોજન. સવારે દહીં રોટલો તો ખરો. મોરારિબાપુની કથા વધવા માંડી અને ઘરના માણહ માટે દુર્લભ બન્યા ત્યારે પિતાએ મીઠો ઠપકો આપેલો કે મહિને ત્રણ કથાને બદલે બે કથા જ કર તો કેમ? તમે કલ્પના કરો કે રામાયણ અને રામકથાને ભક્તિભાવપૂર્વક ગદગદ કંઠે કહેનાર એક સાધુ સાત જ વર્ષમાં સંત-મોરારિબાપુ થઈ જતા હોય તો આપણે રામકથાનાં આદર્શ પાત્રો પ્રમાણે રામની પિતૃભક્તિ, લક્ષ્મણની ભાતૃભક્તિ સીતાની પતિભક્તિ વગેરે વગેરે પ્રમાણે જો વર્તીએ તો કેટલા ન્યાલ થઈ જઈએ?

    મોરારિબાપુને મોઢે સાંભળેલી વાત છે. તેમને એક પ્રખર સંત મળેલા. તેમનો એક અંગુઠો લોહીલુહાણ હતો. તે સતત રામનું રામ રટતા. ઘવાયેલો અંગુઠો રૂઝતો નહીં. મોરારિબાપુએ સંતને પૂછ્યું ‘આ અંગૂઠો કેમ લોહિયાળ છે?’ તો સંતે કહ્યું ત્યાં જ વારંવાર ચોટ લાગે છે-ત્યારે રામને યાદ કરું છું રામને યાદ કરવા માટે સંત હાથે કરીને અંગૂઠાને ઠેસ વગાડીને અંગૂઠાને લોહીલુહાણ કરી દેતા! (મારી બાને ઠેસ લાગે અને અંગૂઠો ઘવાય તો હંમેશાં ‘હાય રામ’ બોલતી) રામ અને રામાયણનું પઠન-શ્રવણ કંઈક અદ્ભુત સ્પિરિચ્યુઅલ ફોર્સ ધરાવે છે.

    મારી જાણેલી વાત એક તફાવત સમજાવવા કહું છું. તફાવત એ કે રામકથા તો અડધો ડઝન કથાકારો કરે છે પણ બધા જ કેમ સંત નથી? કંઈક ડીએનએનો કર્ફ છે? તમે જ વિચારો. એક દાખલો.

    વાલ્મીકિ રામાયણ ઉપરથી ગોપાલ શર્મણ નામના વિદ્વાને અંગ્રેજીમાં નાટક લખ્યું. આ નાટક મુંબઈ, કોલકાતા, દિલ્હી અને મથુરાના મેગેઝિનોમાં પ્રગટ થયું. દરમિયાન દિલ્હીની અશોક-હોટેલના હોલમાં ભજવાયું. ખૂબ વખણાયું. જલબાલા નામની સુંદર યુવતી સીતાનો પાઠ ભજવીને લોકપ્રિય થઈ. ગોપાલ શર્મણ અને જલબાલા નાટક લઈને ઈંગ્લેંડ, અમેરિકા, યુરોપ ગયાં. ન્યૂયોર્કના બ્રોડ-વે થિયેટરમાં રામાયણ ભજવાયું ન્યૂયોર્ક ટાઈમ્સે સુંદર રિવ્યૂ લખ્યો.

    જલબાલા અને ગોપાલ શર્મણ પરણીને વધુને વધુ નાટક ભજવતા ગયા. તાળીઓ પડાવતા ગયા. પણ? પણ એટલું જ કે તે બંને પ્રત્યે શ્રોતા કે પ્રેક્ષકને મોરારિબાપુ પ્રત્યે શ્રોતાઓ અને ખાસ કરીને મહિલાઓ મુગ્ધ ભાવે જોઈ રહીને કથા સાંભળે છે તેવી રામકથાના સ્પિરિચ્યુઆલિટીનો દરિયો શર્મણ કે બીજા કોઈ વહાવી શકતા નથી. મોરારિબાપુને પગે મોટા મોટા સાહિત્યકારો પડે છે. ગોપાલ શર્મણને કોઈ પગે લાગતું નથી!

    પશ્ચિમના લેખક પ્રો. વિલિયમ બકએ અને બીજા બે ડઝન વિદ્વાનોએ રામાયણ ઉપર ભાષ્યો લખ્યાં છે. પ્રોફેસરે લખ્યું છે કે પશ્ચિમનાં તમામ મહાકાવ્યો (એપિક્સ) કરતાં રામાયણ-મહાભારત વધુ કંમ્પલિટ મહાકાવ્યો છે. માનવીનો સાંસ્કૃતિક રાજકીય અને સામાજિક ઉદય કેમ થયો તે માત્ર રામાયણ કહે છે. એવી રામાયણને કહેતાં કહેતાં મોરારિબાપુનો ઉચ્ચ દરજ્જાનો આધ્યાત્મિક ઉદય થયો છે તેમ હું માનું છું.

    કાન્તિ ભટ્ટ
    આસપાસ

    Like

  23. Shri Kantibhai, Shri Sabdasoorji,
    This is with the referance to your comment…….
    Thanks for this details on Shri Morari Bapu…
    I wish Shri Morari Bapu tell us about persons in his life.How he came to Mumbai for the first time…and begining of his Ramayankatha first time in Mumbai….at Parvatibhuvan, Ville Parle……..
    Residents of Mumbai : Years 1970…1971….1972…..
    (A) Ba ane Bapuji
    (1) Shri Arun Gandhi and his wife Ranjanben ( Sister to Morari Bapu)
    (2) Shri Nathabhai (Bapa)
    (3) Devanand
    (4) Shri Krishnabhai,
    and Jayashriben,Pradipbhai,Aashaben, Shilu,Samir,Vipul,Ishvarbhai,Rupal,Bijal,
    and may more………
    Shri Arunbhai and Ranjanben still remember those days just as memories….only….
    They loved Morardas Hariyani of those days and Shri Morari Bapu of today…..Moraridas Hariyani was a family member of Gandhi family those days…….
    Without these people in his life, Moraridas Hariyani would not have come to Mumbai……
    Amrut (Suman)Hazari.

    Like

  24. મીત્રો કોમેન્ટ આપવાનું ચાલુ રાખો.

    ગામમાં મંદીર નહીં હોય તો ચાલસે.

    દરેક ઘરમાં શૌચાલય જરુર હોવું જોઈએ….

    સવાર સવારના પ્રથમ જરુરીયાત શૌચાલયની પડે છે.

    Like

  25. સૌ વાચકમિત્રને JC-અરે જય શ્રી કૃષ્ણ…

    આજના જમાનામાં નવરાત્રીની જુવાનીયા ગરબા(ડિસ્કો-દાંડિયા)રમવા રાહ જોવે છે, માતાજીની આરતી પૂરી થાય પછી જ મેદાનમાં રમવા જવાનું. હા, પણ ફ્યુઝન હોય તો…..

    ગણેશ ચતુર્થીમાં-૯/૧૦ દિવસ ભક્તિના નામે રોજ જુદા-જુદા કાર્યક્રમ (હાસ્ય ડાયરો, ગરબા, શ્રીનાથજીની ઝાંખી!) અને પ્રસાદમાં (જમવામાં) પણ પાણીપૂરી, ચાપડી ઊંધિયું!!!!!!!!!
    એક-દો-તીન- ચાર ગણપતિ કી હો જય જયકાર
    એક-દો-તીન- ચાર અગલે સાલ જલ્દી આના (૧૦ દિવસ રસોઈ બનાવવામાંથી મુક્તિ)

    http://www.vicharshrushti.blogspot.in/2011/04/blog-post_09.html
    http://www.vicharshrushti.blogspot.in/2012/04/vs-vs.html

    OMG……..

    Nice article.

    Like

  26. OMG!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    I have heard that in Gujarat, when Ganapati Visharjan starts from a temple or a street or a house, the participants chant ISHAVAR’S name to begin with like..”.Ganapatibapa moriya….Avate varse lavkariya…..” and pujario chant shlokas from old religious books….
    Once the procession is on the road, the trend changes into “THE JAZZ MUSIC”..and…then…….
    English+Hindi+PUNJABI+>>>>>>>>>Music+Damce starts. Girls and Boys take maximum advantage of this type of BODY FITNESS dances….elders also take part in that…..I do not have information on the food that is enjoyed during the procession..MODERN TREND where OLD GENERATION ALSO ENJOY…….
    Same is the scenerio at the other religious ceremonies and getherings….e.g. Janmashtami….and…..and…..
    Am I right? I request information.
    Amrut (Suman)Hazari.

    Like

  27. Ref: Gujarat Samachar. Dated: Oct 14,2012. Article: Budhvarni Bapore by Ashok Dave….
    Article itself is very humerous and taunting.
    SIXER: says…..
    A sher by Shayer, Chandresh Makavana…
    ” Chhal maniun ekalo pathar nathi,
    To ye tu kai etalo sadhhar nathi,
    Lok luti jai chhe mandir pan,
    arth eno ae ja tu andar nathi.”
    Great philosophy.
    Thanks.
    Amrut.

    Like

  28. ખુબ જ સરસ લેખ છે ..અને ઓહ!માય ગોડ નું તો કહેવું જ શું…?? ખરેખર એકદમ સાચી વાત કે જોવા જેવી તો ખરી પણ જીવવા જેવી ફિલ્મ પણ છે..

    Like

  29. OMG વિચાર તંત્ર ને સાબદું કરી દે તેવી ફિલ્લમ જણાઇ…
    આખો લેખ .. સુંદર, વિશ્લેશ્નાત્મક અને માણવા જે વો જણાયો..
    જયારે આપણે ભક્તિ ભાવ થી પ્રેરાઈ ને દાન/અનુષ્ઠાન આદરીએ છીએ ત્યારે તેના મૂળમાં
    શ્રુષ્ટિ પ્રત્યે નો ઋણ સ્વીકાર અને કૈંક પાછુ આપવાની ભાવના સમેલી હોય છે..અને તેટલું વિચાર/આચાર તા
    આપનો સંકલ્પ સિદ્ધ થાય છે..
    મને એક વાત કઠી… ફિલ્લમ માં ઈસાઈ અને ઇસ્લામ ને હિંદુ વિચાર ધારા ની સમકક્ષ દર્શાવવાનો પ્રયાસ થયો છે..
    ફિલ્લમ ના વ્યાપારિક સંસ્કરણ ને કારણે તે યોગ્ય હશે .. તેમ માની લઉં છું…
    ધર્મ વરિષ્ઠો અને ભક્તો ની લેવડ-દેવડ તો એક સ્થાને છે.. પણ આ બધા માં કૈજ ના કરતી સરકાર, જે ૮૦% ઉપર ની રકમ ઉચાપત કરી જાય છે..અને
    ધાર્મિક આચાર કરાવનાર ને શિક્ષકોની જેમ નોકર માં ગણે છે ; “હાયર અને ફાયર” કરે છે. અને દાન માં આવેલી સંપતિનો બહુ-જન શિક્ષણ અને સુધાર ની જગ્યાએ..
    હિંદુ ધર્મ ના આચાર વિચાર થી વિરુદ્ધ /વિપરીત દિશામાં વપરાશ કાજે જે લુંટ ચાલી રહી છે.. તે માટે પણ ફિલ્લમ નો છેલ્લો મુદ્દો ધ્યાન માં લઇ
    દેવાલય માં રોકડ રકમ નું દાન કરવાની પ્રવૃત્તિ સત્વરે બંધ કરવાની ખાસ જરૂર છે..
    કહેવાતા ધર્ગુરુઓ કરતે રાજ્ય શાશક ના હાથાઓ “મોટા અપરાધીઓ” છે અને કિલ્લા/મહેલ માં બિરાજે છે..જેને આપણું બહુ બગડ્યું છે.. પણ આપણે આપણી જાત ને તેમનાથી
    કોઈ રીતે બચાવી શકતા નથી તે વધુ અગત્યનો અને વિચારવા જેવો મુદ્દો છે..તે ની નોધ જરૂર લેજો..
    વાંચક મિત્રો..છેલ્લા ૧૨ એક વર્ષો થી હું દેવાલય ની દાન પેટી માં રોકડ રકમ મુકતો નથી..અને પછી આ વાત આલેખું છું..

    અસ્તુ,

    શૈલેષ મહેતા.

    Like

  30. I liked debate on various issues.One thing I would like to mention here that it has become fashion to blame present Govt. for scandles the only difference is that other Govt.s were wise enough which could control such scandles not to become out in public or say present ruling party is very weak as oppn. party otherwise nobody is pure in the present politics.A common man has to wait for the day to pass peacefully.There is no end to his hardships.Instead of talking of dirty politics all the time we should try to help a common man to fight out his hardship at our level.

    Like

  31. oh my god very exlant movie but where is god
    my life i saw only money people are running behind money
    bap dikra ne hath jode tenathi motu dukh kayu hoei sake
    vishvasgat a mahapap 6e

    Like

  32. મેં અમેરીકા સિવાય બીજા કોઇ દેશની મુલાકાત લિધેલ નથી, અને અમેરીકા મને એટલા માટે ગમે છે કે ત્યાં મોલ કલ્ચર છે અને દરેક મોલ કે સ્ટોર માં રેસ્ટરૂમ હોય છે.
    આ રેસ્ટરૂમ શબ્દ મને ખરેખર ગમે છે….તમે ત્યાં જઇને આવો એટલે રીલીઝ તો થઇ જ જાઓ સાથે રીફ્રેશ પણ થઇ જાઓ…અને આપણે ત્યાં આવી બેઝીક બાબત માટે કેન્દ્રના પર્યાવરણ મંત્રી કે વડાપ્રધાન પદના ઉમેદવારે જાહેર માં બોલવું પડતું હોય છે અને સરકારી બાબુઓ બજેટ માંથી ખાયકી કરીને માત્ર આંકડાઓ દ્વારા પ્રજાને ઉલ્લુ બનાવતા હોય છે…..ખરેખેર તો દરેક મંદિર કે ધર્મસ્થાનના બાંધકામની મંજુરી – તે ધર્મસ્થાનની જગ્યા સાથે ઓછામાં ઓછા તેજ શહેર કે ગામમાં – ૧૦ શૌચાલયો બાંધવાની અને તેને હંમેશમાટે સારીરીતે મેઇનટેઇન કરવાની શરત સાથે આપવી જોઇએ. અને અત્યારના ધર્મસ્થાનોની આવકો માંથી પણ આ શરતો મુજબ શોચાલયો બંધાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ, આવો કાનૂન પોતાના ઢંઢેરામાં સમાવનાર પક્ષ ને જ મત આપવો જોઉએ….આ બાબત ગ્રામપંચાયત થી કરીને દરેક મ્યુનીસીપાલીટી અને તાલુકા, જીલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ લાગુ કરવી જોઇએ !!

    Like

  33. ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
    તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર !
    વસાવડા સાહેબે શરૂઆતમાં ટાંકેલી ઉપરની બે પંકતિઓ યુગો યુગોથી સૂતેલા યોગેશ્વર ને જગાડવા માટે ઉશકેરી ગઇ..

    અકસ્માત તો યુગો પહેલાં થઇ ગયેલ છે હે ઇશ્વર
    હજુ તને તારી વાચા, શ્રવણ અને દ્રૂષ્ટી પાછા નથી મળ્યા હે ઇશ્વર
    આમ ક્યાં સુધી તું ગાંધીના ત્રણ વાંદરાઓ જેવોજ રહીશ હે ઇશ્વર
    ક્યાં સુધી આમ અકસ્માતમાંજ ગવાયેલો રહીશ તું ઇશ્વર..
    કોઇક સારો ડોક્ટર તો હવે તું શોધ હે ઇશ્વર
    ક્યાં સુધી તું જુઠા ડોક્ટરોથી ઘેરાયેલો રહીશ હે ઇશ્વર….
    હવે તો સમય પાક્યો છે….તું ઉઠ હે ઇશ્વર
    ક્યાં સુધી તું ગીતા, બાઇબલ અને કુરાનમાં સૂતો રહીશ હે ઇશ્વર..

    Like

Leave a comment