‘ગુરુ’

–યોગેન્દ્ર પરીખ

1.• गुरुर् साक्षात् पर:ब्रह्म: तस्मै श्रीगुरवे नम:

• गुरुर् ब्रह्मा गुरुर् वीष्णुर् गुरुर् देवो महेश्वर:

2. ગુરુ ગોવીંદ દોઉ ખડે કાકે લાગું પાય ?બલીહારી ગુરુ આપકી ગોવીંદ દીન્હો બતાઈ !

3. ગુરો: આજ્ઞા અવીચારણીયા…

4. ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનમ્…

           જે અંધકાર દુર કરે તેને ગુરુ કહેવાય. ઉપરનાં પ્રથમ બે અવતરણોમાં ગુરુ માટે અતીશયોક્તી છે. ત્રીજા અવતરણમાં સૈનીકી શીસ્તના દર્શન થાય છે. ચોથા અવતરણમાં ગુરુના મૌનને પણ વ્યાખ્યાનમાં ખપાવવાનો આદરયુક્ત ભાવ જણાય છે. પરંતુ જે ગુરુ દ્રોણ, શીષ્ય એકલવ્યનો અંગુઠો માંગે તેને શું કહેવું ? જે ગુરુ પોતાનું મહત્ત્વ વધારવા માટે પહેલાં આપણા પ્રણામ માંગે, ચેલા મુંડવાનો ભાવ મનમાં છુપાવે અને સંપુર્ણ આજ્ઞાપાલન માટે ‘કેમ ?’ જેવો  પ્રશ્ન પુછવાનો વીદ્યાર્થીનો જન્મસીદ્ધ અધીકાર છીનવીને કહે કે : ‘આજ્ઞાનું કેવળ પાલન જ કરવાનું છે; પ્રશ્ન ‘કેમ ?’ પુછવાનો નથી,’ તેના મૌનને પણ દંભમાં ખપતાં વાર ન લાગે. મૌનથી અજ્ઞાન છુપાવવાનો પ્રયત્ન, સત્યને સંતાડવાનો, અન્યાય અને અધર્મને સહન કરવાનો પ્રયત્ન ક્યાં નથી થતો ? આવા મૌનમાં કાયરતા પણ હોઈ શકે છે. બોલવાની જરુર હોય ત્યારે મુંગા રહેવું અને મુંગા રહેવાની જરુર હોય ત્યારે અસ્પષ્ટ બોલવું, તેમાં મનુષ્યની નીર્ભયતાના દર્શન થતાં નથી. આ નીર્ભયતા જ તો બધા ગુણોનો રાજા છે ! એના વીના બાકીના દસ ગુણોનું પાલન કરવું અશક્ય છે. આવા ગુરુનો મહીમા ભલે ગમે તેટલો ગવાયો હોય, પણ તે ગળે ઉતરતો નથી. એકવીસમી સદીની નવી પેઢી તો એવા પરમ મીત્ર અને માર્ગદર્શકની શોધમાં છે જે માર્ગદર્શન આપે. આમાં મુખ્ય વાત ‘દર્શન’ આપવાની છે. પણ માર્ગ તો જાતે જ શોધવાનો છે. આ માર્ગ શોધવાનું કામ અનુભવે, ઠોકરો ખાઈને અને પોતાની વીવેકબુદ્ધીને અજવાળે કરવાનું છે.

          જ્યારે આ કામ એકલપંડે કરવાનું હોય, ત્યારે સ્વતંત્ર ચીંતનનો વીકાસ કરવો પડે. આજના શીક્ષણનું એ ધ્યેય હોય કે તે આંધળું સમર્પણ કરવાને બદલે સ્વતંત્ર ચીંતનને માર્ગે એકવીસમી સદીની નવી પેઢીને વાળે. આ યુગની ઉદ્ધત ગણાતી નવી પેઢીના ગુરુ બનવાની હીંમત કોણ કરે ? એ આંખો બંધ કરીને ધ્યાન ધરવા બેસે તો નર્યું અંધારું જ દેખાય ! એટલે ઠોકરો ખાઈને ધક્કાપદ્ધતીથી  જ્ઞાન મેળવવાનો રસ્તો મોટે ભાગે એને માટે ખુલ્લો રહેશે ! સ્વતંત્ર અને વસ્તુલક્ષી સમતોલ ચીંતન કરવાનો માર્ગ અઘરો છે. લાંબો છે. જેને આ રસ્તે જવું હોય તેને એકલા પડી જવાની તૈયારી રાખવી પડે છે. એમના અજંપાને જોવા કોઈ આવવાનું નથી. એમનાં આંસુ જોવાનો કોઈને સમય નહીં હોય. આંસુ લુછવાની વાત તો ભુલી જ જવાની ! આંસુ તો જાતે જ લુછીને સ્વાવલંબી બનવાનું છે. વસ્ત્રસ્વાવલંબન અને અન્નસ્વાવલંબન કરતાં આ અઘરી વાત છે; પણ તે કરવા જેવી છે. સ્વતંત્ર ચીંતન કરવા ઈચ્છનારે આવી એકલતાની અવસ્થામાંથી પસાર થવું જ પડે છે. ત્યાર પછી જે સ્વતંત્ર વીચારદર્શન થશે તે સ્પષ્ટ હશે. બળ આપનારું હશે.

         ગૌતમ બુદ્ધને આવી એકલતામાંથી પસાર થયા બાદ સ્પષ્ટ વીચારદર્શન મળ્યું. ગાંધીજીએ અને વીનોબાજીએ ગુરુની જગ્યા ખાલી રાખી હતી. શ્રી. અરવીંદે તો કહી જ નાખ્યું કે, ‘ગુરુ બનાવવાની જરુર જ નથી; તમે જ તમારો મંત્ર બનાવો.’

          એ વાત સાચી કે ગુરુપરંપરા સંગીત અને નૃત્યને ક્ષેત્રે ટકી છે. કંઠ, વાદ્ય અને અંગને કુશળ બનાવવાનાં ક્ષેત્રમાં આ સાચું હોય તોય; જીવનમાં અને તેના સર્વ વ્યવહારોમાં પોતાની વીવેકબુદ્ધીને જ ગુરુ માનવી પડશે.

         આ વીવેકબુદ્ધી મનના વેગીલા પ્રવાહમાં તણાઈ નહીં જાય; પણ સ્થીર રહેશે અને મનને કાબુમાં રાખશે. મનની ચોકી કરશે. ન જોઈતા વીચારોને ઘુસવા નહીં દે અને ઈન્દ્રીયોના આવેગોથી ઝંખવાવાને બદલે આ આવેગોનાં જન્મસ્થાનને શોધી કાઢીને તેને દુર કરશે.

          તરતાં શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડે. વીવેકબુદ્ધીને સુક્ષ્મ, સંવેદનશીલ અને ભક્તીની ભીનાશવાળી બનાવવી હોય તો મન અને ઈન્દ્રીયોને વશમાં રાખ્યા વીના છુટકો નથી. આને યોગશાસ્ત્રનું નામ આપવું હોય તો ભલે આપીએ. એ યાદ રાખવું પડશે કે બધાને મનની ભુમીકા પરથી ઉંચે ઉઠવાનું છે. વીશાળ જનસમાજના હીતને કેન્દ્રમાં રાખીને જીવન જીવવાનું છે. એમાં પોતાના આગ્રહો, દુરાગ્રહો, પુર્વગ્રહોને છોડવાના છે. આ કામ ચંદ્ર પર પહોંચવા કરતાંય વધુ મુશ્કેલ છે; પણ અશક્ય નથી. કરવું તો પડશે જ. જીવન સામેના આ પડકારને ઝીલવા માટે પ્રથમ જાતે બદલાવું પડશે. શીક્ષણપદ્ધતીને બદલવી પડશે. બધાં પરીવર્તનોનો આરંભ પોતાનાથી કરવાનો છે. પણ વ્યક્તીના પરીવર્તનની સાથે સમાજનું પરીવર્તન થવું અનીવાર્ય છે. આ કામ પોતાને દીવડે શરુ કરીને તેનું તેજ સમાજમાં ફેલાવવાનું છે. પોતાનું પરીવર્તન સમાજમાં રહીને કરવાનું છે. એમાં સૌને સાથે રાખવાના છે. જંગલમાં જઈને કે પર્વતની ગુફામાં બેસીને પરીવર્તનનાં કામ હવે થઈ ન શકે. પરીવર્તનની દીશામાં વ્યક્તી એકલી આગળ વધશે તે એનું કુટુંબ અને સમાજ એને પાછળ ખેંચશે. આવો અનુભવ આપણને ક્યાં નથી થતો ?

          મધ્યયુગમાં સંતો અને ભક્તોની હારમાળા થઈ ગઈ. પણ સમાજ એક ઈંચ પણ આગળ ન વધ્યો. એટલે જે પરીવર્તનો થાય તે સમાજના સંદર્ભમાં થશે તો જ આગળ વધાશે. આ વાત દીવા જેવી સ્પષ્ટ થશે તે દીવસે સમગ્ર સમાજને જાગ્રત કરીને સાથે રાખવાની પ્રેરણા થશે. સમાજની વીવેકબુદ્ધીને જગાડવાનો પુરુષાર્થ કરવો પડશે. ‘ગુરુ બીન કૌન બતાવે વાટ’ એવું માંદલું ભજન ગાવાને બદલે, ‘તું તારા દીલનો  દીવો થાને, ઓરે, ઓરે, ઓ ભાયા !’ ગાવાનું છે. બુદ્ધને યાદ કરીને પોતાની જાતને ઢંઢોળીને કહેવાનું છે કે : ‘આત્મદીપો ભવ’.

લેખકનો સંપર્ક:

શ્રી. યોગેન્દ્ર પરીખ, ૨૧–એ, અલકા સોસાયટી, છાપરા રોડ, નવસારી–૩૯૬ ૪૪૫ ફોન : (02637) 259 529 મોબાઈલ : 990 997 4133 ઈ–મેઈલ : yogendraparikh@sify.com

‘સન્ડે ઈ–મહેફીલ’ –  વર્ષઃ બીજું  – અંકઃ 75 – November 12, 2006માં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખક, અને ‘સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકશ્રીની પરવાનગીથી સાભાર…

રૅશનલ–વાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 19–10–2012

 ●

25 Comments

  1. મને તો ગુરુ અને શિષ્ય માટે કઠોપનિષદનો આ મંત્ર ગમે :

    ૐ સહનાવવતુ
    સહ નૌ ભુનકતુ
    સહ વીર્યમ્ કરવાવહૈ
    તેજસ્વિનાવધીતમસ્તુ
    મા વિદ્વિષાવહૈ
    ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

    Like

  2. માનનીય યોગેન્દ્રભાઈ
    આપનો લેખ ગમ્યો, અને વાત સાચી લાગી. સાથે એક-બે મારા વિચારો પણ ઉમેરું છું.
    ૧. મને એમ લાગે છે કે આપણે એક સમાજ તરીકે શિક્ષક, માર્ગદર્શક, અને ગુરુ વચ્ચે નો તફાવત ભૂલી ગયા છીએ. જે વિદ્યા-દાન કરે, શિક્ષણ આપે, તે શિક્ષક. કોઈ વસ્તુ આપણને ખબર ના હોય ને તે જ્ઞાન આપણ ને પ્રદાન કરે તે શિક્ષક. તેને આપણે થોડો આદર આપીએ તે પણ કઈ ખોટું નથી (જો તે સારા ને સાચા શિક્ષક હોય તો). કોઈ આપણ ને સાચો માર્ગ બતાવે તો તે માર્ગ-દર્શક નો આભાર માનીએ તે બરોબર છે. આ બંને કિસ્સામાં તેમને ગુરુ બનાવીને માથે બેસાડવાની જરૂર નથી.
    ૨. આ બે સિવાય કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્ર માં એકદમ ટોચ પર હોય, એટલું બધું જાણતાં હોય કે બીજા કોઈ કરતા વધુ ખબર હોય, તો તેને “ગુરુ” કહી તેની જાણકારી ની કદર પશ્ચિમ માં કરવામાં આવે છે. તેમાં આદર કે અહોભાવ કરતા કદર વધુ હોય છે. પણ કોઈ એમના પગે પડવા નથી જતું. એક acknowledgement જ છે.
    ૩. અ સિવાય કોઈ ને “ગુરુ” માનવા કે આદર આપવો તે અઘટિત છે. આદર આપનાર વ્યક્તિની પોતાની જાતનું અપમાન છે, એવું મને લાગે છે.
    ૪. પણ આપણે ત્યાં કોઈ કારણ વગર જે તે વ્યક્તિને ગુરુ માની ને વગર મફત નો આદર આપવામાં આવે છે તે નરી મુર્ખામી જ છે. સમગ્ર માનવજાતમાં વ્યક્તિપૂજા કરવાનું માનસ છે. અને તેમાય ભારતીયોમાં તો તે અત્યંત વધી ગયેલું છે. કોઈ ફક્ત ભાગવા કપડા પહેરીને આવે, કે શેરી-જાદુ ના નાના-મોટા ખેલ કરે ને આપણે તરત જ તેને પગે પડવા લાગીએ, તે બાલીશતા અને મૂર્ખાઈ જ છે. આપણે એવા તે કેવા કે ગુરુ વગર ના ચાલે? એટલીયે વિવેક-બુદ્ધિ નો અભાવ હોવો તે ખરેખર દુ:ખદ વાત છે.
    My two cents’ worth…
    A. Dave (દવે)

    Like

  3. માતા પિતા શિક્ષક અને જે કોઈ જીવનને ઘડવામાં ભૂમિકા ભજવે તે ગુરુ કહેવાય.
    આલ્બર્ટ આઇન્સ્તાઇન ના જીવનમાં તેના પિતા બાળપણમાં લોહચુંબક દ્વારા
    વિદ્યુતની તાલીમેં તેને મોટામાં મોટો વિજ્ઞાની બનાવ્યો. વિનોબાજી ને તેમને પિતાશ્રીએ
    બાળપણમાં મિઠાઈ સ્વરૂપમાં બે પુસ્તકો આપ્યા તેના લીધે વિનોબાજીનું આખું
    જીવન બદલાઈ ગયું. માટે પિતા પહેલા ગુરુ જ કહેવાય. વચ્ચે થોડું કહું કે
    પ્રતાપભાઈ પંડ્યા જેવા લેખકો પોતાની આખી પેઢી ને ગોરખધંધા કરવાવાળા
    કહે તો પણ અહી પ્રતાપભાઈની વાહ વાહ થાયતે શરમ જનક તો છે. કદાચ એવું બન્યું હોય
    કે આજ તેવો ના પિતાશ્રી ની મહેનતના લીધે તેવો તબીબ બની શક્યા હોય . જે હોય તે
    પણ આપણે વીવેકપંથી ના વિચારો માં અવિવેક કરી નાખ્યો હતો.

    પિતા માતા શિક્ષક કે જે કોઈ સલાહ, માર્ગદર્શન આપે કે જીવનનો નવો રાહ બતાવે તે ગુરુ .
    પરંતુ હિંદુઓમાં કેટલાક ધુતારા સાધુ અને બાવાઓ કે આશ્રમવાસીઓ એ “ગુરુ ”
    શબ્દને વગોવ્યો છે એમ કહેવું યોગ્ય નહિ હોય. આ કહેવાતા ગુરુઓ ભાગ્ય, મોક્ષ, માયા ,
    ભવસાગર અને ધ્યાન વગેરે જેવા બિહામણા શબ્દોથી છેતરી લોકોને ગેરમાર્ગે દોરે છે.

    ગીતામાં અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે અધ્યાત્મ શું ? કૃષ્ણે તરત જવાબ આપેલ કે
    “સ્વાભાવોડધ્યાત્મ ઉચ્યતે” — અધ્યાત્મ એટલે સ્વભાવ જે જન્મથી મળેલ હોય તે.
    અસ્તિત્વગત પ્રકૃતિ એજ સ્વભાવ.
    માણસ જન્મથી જ પૂર્ણ છે. ” પૂર્ણમદ, પૂર્ણમીદમાં” માટે માણસ દિવ્યતાનો અંશ લઈને જ
    જન્મે છે. પરંતુ ઘણા માણસો પોતાના અસ્તિત્વ કે સ્વભાવની વિરુદ્ધ જીવે છે. માટે તે
    હતાશા, ગુસ્સો , આવેશ વગેરે અનુભવે છે તેથી તે અશાંત રહે છે.અને પછી “ગુરુ”
    બનાવી અધ્યાત્મિક થવા ઝંખે છે. પણ આ સાધુઓ ધર્મને વફાદાર ન હોવાથી તેવો
    ત્યાં છેતરાય છે. માટે આવા ગુરુવાદ માંથી બહાર નીકળી શાંતિ આનંદ પ્રેમ નો જો
    સ્વભાવ રાખીશું તો આવા ગુરુઓ છેતરી શકશે નહિ.

    Like

  4. સુધારો

    મારા અગાઉની કોમેન્ટ માં

    ” પરંતુ હિંદુઓમાં કેટલાક ધુતારા સાધુ અને બાવાઓ કે આશ્રમવાસીઓ એ “ગુરુ ”
    શબ્દને વગોવ્યો છે એમ કહેવું યથાયોગ્ય છે” એમ વાંચવું

    Like

  5. જંગલમાં જઈને કે પર્વતની ગુફામાં બેસીને પરીવર્તનનાં કામ હવે થઈ ન શકે. સર્વ વ્યવહારોમાં પોતાની વીવેકબુદ્ધીને જ ગુરુ માનવી પડશે.. . . good super like

    Like

  6. Friends,
    To understand the term “GURU”, I referred Wikipedia. What I could understand is narreted here………….

    (1) Guru = Acharya.
    (2) As a noun = Imparter of knowledge.
    (3) As an adjective = heavy or weighty
    (4) Latin = gravis = heavy, grave, weighty, serious….
    (5) A traditional etymology of the term, ‘Guru’, is based on the interplay between DARKNESS and LIGHT – The Guru is seen as the one who ” dispels the darkness of ignorance.”
    What I conclude is……

    The meaning etymology explain, is the right characteristic of a “SATGURU.” SATGURU = The true educator, a true teacher. Related words: (a) Gurukul,( Guru’s house), where he teaches his students / under the “Guruparampara.” i.e. strict discipline….called ‘ Discipic succession.’ He helps his students to dispel the darkness = NIRIKSHARATA,( of his student) by imparting the LIGHT of knowledge = AKSHARTA
    A satguru / A true teacher, is full of knowledge. A true teacher, elder in age( exceptions not to apply ) and rich in knowledge, imparts knowledge to young ones (Diciples), who want to acquire knowledge, sincerely.
    KNOWLEDGE IS POWER.
    GURU / A TRUE TEACHER = VISHESHAGNA = VIDVAN = He / She who has VISHESH GYAN / knowledge.
    Today, in the eduction field and or in the religious field, the greatness of the word “GURU” has been made “DISRESPECTED.”
    Bhagava kapada, Mathe tilak, garama tulsini mala , mukhma ram….ane karmoma…dhutara eva ” MAHAGURUO” /chor-uchhakkao lokone ullu banave chhe ane murakh loko ullu banva jai pan chhe. The cheats are termed as “MAHAGURU’ in shlesh.
    Find out these MAHAGURUS, and punish them is the solution but who will be the beginer ?
    In schools, students who are the “TUTION” payers, get out with flying colors in exams and serious students cry.
    Much more can be added to this comment to enrich our knowledge on this subject….LET US BE THE ‘TRUE TEACHERS’……….

    Amrut Hazari.

    Like

  7. The text of the subject gives two very important referances that explains,,,Why Indian society did not improve……
    (1) Je Guru potanu mahatva vadharva mate pahela aapana pranam mange, chela mundavano bhav manma chhupave ane sampurna aagnapalan mate ‘KEM’ ? jevo prashna puchhavano vidyarthino janmajat adhikar chhinve….

    (2) Madhyayugma santo ane bhaktoni harmara thai gai. Pan samaj aek inch pan aagar na vadhiyo…..

    Here I use these two referances to put forward my thoughts…….

    Here we have to compre Western society and Eastern (Indian) society and their education system.
    In West student has all the permission to ask questions like, why, what, why not this, and who….The teachers have to be equipped with the answer. Unless the answer is convincing to the logical question asked, the student will not believe what has been said. That is why West has given more scientist than east has. Western world is more developed than Eastern (India) world. Western world is living with the pace of the time.
    Much more discussion on my views can help us aquire more knowledge…..

    Amrut Hazari.
    Here education system and religion are not interwoven. In India religion has more impact and power.

    Like

  8. In a ved period, there are no gurus. All are acharyas, means Teachers. Guru comes after brahan age.

    Like

  9. ગુરુ ના ઘણા અર્થ છે, (1) મોટો- વ્યક્તિ/વસ્તુ/ઉમર/વજન/ઉંચાઈ એવા સંબંધમાં (2) શિક્ષક/પથદર્શક/આદર્શ/ (3) ધર્મગુરુ/કથાકાર/ આ બધા મુખ્ય છે, આપના આ લેખમાં આ બધાની ભેળસેળ થઇ લાગે છે, આપે નીચેની જે પાંચ પંક્તિ લખી છે તેનો સંદર્ભ, કે પૂર્વાપરસબંધ દર્શાવેલો નથી, માફ કરશો પણ એ વાત કોઈ રેશનલ ગણાય નહિ, અને તર્ક ને પુરવાર કરવા અધુરી માહિતી આપવી એ ખોટું છે,
    — 1.• गुरुर् साक्षात् पर:ब्रह्म: तस्मै श्रीगुरवे नम:
    • गुरुर् ब्रह्मा गुरुर् वीष्णुर् गुरुर् देवो महेश्वर:
    2. ગુરુ ગોવીંદ દોઉ ખડે કાકે લાગું પાય ?બલીહારી ગુરુ આપકી ગોવીંદ દીન્હો બતાઈ !
    3. ગુરો: આજ્ઞા અવીચારણીયા…
    4. ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનમ્…
    હવે આ પંક્તિઓમાં પ્રથમ પંક્તિ તો એક શ્લોક છે, અને એમાં ભગવાનની મહત્તા દર્શાવી છે, ભગવાન એવી વાત છે કે આપ તર્કથી કે તર્ક વિના એની હાજરી કે ગેરહાજરી પુરવાર કરી શકતા નથી એટલે એ ચર્ચા અહીં અસ્થાને છે, એ જ વાત બીજી પંક્તિને લાગુ પડે છે કે એક માર્ગદર્શક તરીકે જે કામ કર્યું છે માટે આભારી છું, આ વિવેક પૂર્ણ વાત આપને કેમ નડી એ ખબર પડતી નથી। પંક્તિ 3 અને 4 ખાલી નિવેદન statements છે, જેને માટે પૂર્વાપરસબંધ જરૂરી છે,
    આપે શિક્ષણ અને ગુરુ તથા ધર્મ બધાની ભેલ બનાવીને મસાલેદાર લેખ આપવાનો જે પ્રયત્ન કર્યો છે અને શ્રી ગોવિંદભાઈ ના બ્લોગમાં લખાણ મુક્યું છે તેથી કઈ સારું મળવાની ધારણા હતી પણ એક સારા શબ્દને અપશબ્દ બનાવીને આપે શું કહેવું છે તે સમજાયું નહિ, માફ કરશો કદાચ મારી પાત્રતા ઓછી હશે, અંતે તો આપે કોઈ ધર્મપ્રવર્તક ને ટાંકીને આપના લખાણ વિરુદ્ધ વર્તન કર્યું, એ પણ ન સમજાયું, ખરાબ લાગ્યું હોય તો ક્ષમા પ્રાર્થન,

    Like

  10. In our tuition heavy “copy-paste” education system, those who score top marks become doctors and make tons of money. Those who get less marks than the top group, become MBAs, manage hospitals and tell those doctors making money comes before “Hippocrates oath”. Those who barely pass the exams, become politicians and loot whoever and wherever they can. Those who fail in the school, go to become “Guru” and everyone, specially the politicians bow to them. hahaha.

    This is written in a lighter tone. Please do not read much into this or take seriously.

    Like

  11. May be you are refering to those charlatans,masquerading as Gurus.In Gujarat we have so many of them.It is one of our [many] cultural weaknesses.[Burstiing crackers at drop of hat is one more!]
    But Guru is part of our ethos.
    We can’t ignore the idea of a Guru.That is our gift to the world.As rightly stated by you, our traditions of classical music and dance can not continue without Guru Shishya Parampara.May be, we [ Hindus] are genetically programmed to accept some one as our Guru.At times it helps to cope with the life and its challenges.We also need to expand this idea of Guru.What about the cleaner and his Ustad , the truck driver? Helper of a machine operator? what about a good boss?! what about a guide of PHD student? What about a main cardiac surgeon guiding his team of young surgeons during a critical operation?
    And what about Ramakant Acharekar sir and his world famous Shishya?! Sachin Tendulkar could become what he is because as a school going lad,he chose to follow Ramakant Acharekar,the man who had not even played in a Ranjee team.
    What Sachin did was embeded in his genes? May be it was.Reason why we can’t ignore Gurus,inspite of those charlatans.

    Like

  12. article GuruSunday, 21 October, 2012 11:26 PM
    From: “mdmaurya maurya” View contact details
    To: govindmaru@yahoo.co.in

    Dear,

    I have read the article regarding GURU. Very good & bold Thought.
    New concept regarding GURU Culture. Without Guru deciple have don Good rather than with .

    Young generation require to true sense of development rather than orthodox songs poet giving importance of Guru Culture.

    Go ahead to build the the superstition-free india.

    M D Maurya
    Surendranagar

    Like

  13. …વધુ તો કઈ ખબર નથી,પણ જે કઈ ખબર પડે છે એટલા થી જ ચલાવું તો પણ એટલું તો ખબર પડે છે કે લખનાર થી માંડી ને કોમેન્ટ કરનાર બધા ને હજી “સાચા” માર્ગદર્શક નો પોતાના જીવન માં પરિચય થયો લાગતો નથી..એટલે બધા જ ભેગા થેઈ ને છાશ ફૂકી ફૂકી ને પીયે છે… કઈ ખોટું નથી …બધા પોતપોતાની રીતે મેહનત તો કરે છે ને…!

    Like

  14. શ્રી શિષ્યભાઈ
    “સાચા” માર્ગદર્શકનો અભાર માનવાનો હોય. તેના પગ ધોઈને ચરણામૃત લેવાની જરૂર નહિ. વળી, “સાચો” માર્ગદર્શક કોણ તે પણ જરા ઊંડાણથી સમજવાની વાત છે. મીઠી જબાનથી ગોળગોળ વાતો કરનાર ને શેરી-જાદુના નાના-મોટા ખેલ કરનારથી અંજાઈને તેને ગુરુ બનાવવાની કોઈ જરૂર નથી. અને આજના જમાનામાં એક internet ગુરુ (ખરેખર તો ગુરુ નહિ પણ શિક્ષક) જ બધાયને જે શીખવું હાય તે પ્રેમથી શીખવાડે છે. માટે વ્યક્તીપુજાની તો બિલકુલ જરૂર જ નથી.
    A Dave (દવે)

    Like

  15. માનનીય અમૃતભાઈ, મિત્રો:
    ગુરુ શબ્દ ના ઘણા અર્થ થાય છે. બીજા કેટલાય શબ્દોની જેમ, આપણે આ શબ્દને પણ એવો મચડી નાખ્યો છે કે જેને જે અર્થ કાઢવો હોય તે કાઢે. બીજા એવા જ શબ્દો છે ધર્મ, ભગવાન, વિજ્ઞાન, વિગેરે.

    But having said that, I would respectfully but strongly disagree with the entemology of the word as “one that takles from darkness to light.” I clearly see that such definitions are imposed post-hoc on these popular words that religious leaders like to exploit. And people blindly accept those definitions – to the extent that those may make it into the popular lexicon.

    In original Samskrut, “guru” simply means big or large. As opposed to “laghu” meaning small. Gujarati-to-English disctionary translates it as great or long, with the third meaning being teacher. Gujarati જોડણીકોશ defines it as મોટું, ભારે, કે દીર્ઘ. Teacher and purohit are the 4th and 5th entries. Neither reference book provides the entemology as taking from darkness to light, and even the meaning as “teacher” is not the primary or even secondary meaning.

    Lately, there has been an urge among Indians to revive Samskrut language. I think it is wonderful. As a cultural heritage and as a beloved ancester of current languages, we should try to preserve ancient languages like Samskrut and Latin. Nothing wrong in it.

    However, along with the preservation, there is an large industry of those trying to use it to reinterpret history (such as existance of jet planes during mahabharat time) or to prove whatever they want to prove, torturing the language to find new meanings.

    The entemology of ‘guru” that you quote from Wikipedia has probably been written by someone who either has posted as is from some religious phamplate, or by someone with a vested interest. If you look at original Samskrut meaning, the primary meaning and usage of the word was for depicting size. It simply was to denote large size. Why would the word that simply meant longer, larger, or denser have an entemology of “taking from darkness to light”? I strongly contend that that particular meaning was added-in post-hoc by some religious leader to show importance of himself. It could have happened a few hundred years ago, or even more recently (I belive more recently).

    When Samskrut was a spoken language, the word ‘guru’ would have been used in daily conversations to denote big objects – houses, plates, chariots, sticks, rocks, etc. It is easy to see that in day-to-day use, it would be used perhaps 100 times to refer to a large object for 1 time to a teacher. And remember, teachers were called “acharya.” “Guru” was reserved for someone great, rightly as the meaning of the word indicated. So it is impossible that its entemology is “light to darkness” as claimed by the con artists. Only during the bhakti period and since then, it has taken on this expanded and primary meaning as the religious leader.

    There are numerous such examples of post-hoc reinterpretation of words and forced fake entemologies. Unfortunately, the vast majority of people interested in Samskrut preservation are religious-minded and either consciously or unknowingly twist the meanings of the very words themselves, not realizing that instead of preserving the language, they are actually abusing it.

    In short, “guru” does not mean “one who takes from darkness to light” and had never meant that, It is a meaning that has been forced onto the word by the so-called gurus whose business it is to con people to gain power. That is all!

    With respect,
    A Dave (દવે)

    Like

  16. Dear Amrutbhai:
    I 100% agree with you that the scientific, social, and moral progress in western societies is due to the questioning attitude. Before someone attacks this comment, i will point out that yes, not everyone there has the questioning attitude. But overall, a far larger proportion of the population has the questioning attitude, the skeptical attitude.

    We in India are far less questioning, and hence more backwards. And the countries / cultures that are even less questioning (e.g., middle east) are even more backwards. progress depends upon a questioning attitude.

    Having said that, I am reminded of a funny picture i saw sonwehere. There was a sign on a wall “Question Everything”. Underneath that, someone had scrawled graffiti: “Why?”
    🙂

    Now that kind of extreme questioning attitude is what we need to chase out all the so-called gurus!
    A Dave (દવે)

    Like

  17. Without going in to the fine difference between a Teacher, a Guide, a Mentor or a Guru, something is more important to know and accept that HE/SHE does not have to be a living person or even a person at all.

    We can learn a lot from people long gone, from their work and writings. Actually the books are the great teachers. A living so called “Guru” may be necessary for illiterate person who doesn’t ever want to think himself.

    To answer “shishya”, I like to say, yes I have found not one but several real “Gurus”. Most of them are long gone. Some are even from foreign countries and different religions. I have learned a lot from these great people. At the same time, I do not agree with everything they said or believed, including our own Gandhiji. I would not worship any one of those either. In short, it is not the person but his thoughts, his ideas and his contributions. To me that IS rationalism.

    I agree with what Mr. Dave has said about Sanskrit. Preserving a language is one thing and believing that everything written in Sanskrit is the ultimate truth is something else. Do not be fooled with that.

    Like

  18. મારી ઉપરની કોમેન્ટ નો સાર ગુજરાતીમાં લખું છું. આપણે ત્યાં સંસ્કૃત ભાષાની જાળવણી કરનારા મોટા ભાગના લોકો અતિ ધાર્મિક હોય છે અને ધુતારા “ગુરુ”ઓ થી સહેલાઈથી ભોળવાઈ જાય છે. મૂળ સંસ્કૃતમાં ‘ગુરુ’ શબ્દ મોટું, લાંબુ, કે વધુ સઘન એવું વર્ણવવા માટે વપરાતો હતો. મહાન એવો પણ અર્થ થાય. પણ ઘણુંખરુ તો ‘મોટું’ એવો જ અર્થ હતો – લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. શિક્ષક માટે આચાર્ય શબ્દ હતો. રોજીદા વપરાશમાં ‘મોટું’ એ અર્થમાં ‘ગુરુ’ શબ્દ પ્રચલિત હતો, અને ભાગ્યે જ ‘મહાન શિક્ષક’ એવા અર્થમાં વપરાયો હશે. માટે જે લોકો તેઓ અર્થ એમ કરે છે કે “અંધકારમાં થી પ્રકાશમાં લઇ જાય તે ગુરુ” તેઓ તદ્દન ખોટા છે. એ શબ્દ ફક્ત સાઈઝ માપવા માટે વપરાતો હતો, દા. ત. લાકડી, પત્થર, મકાન, વગેરે નાના કે મોટા છે તેમ દર્શાવવા માટે. એ અર્થમાં અંધકારથી પ્રકાશની વ્યાખ્યા તદ્દન નકામી છે. અરે, ગુરુશંકા અને લઘુશંકા માં અંધકાર ને પ્રકાશ ક્યાં આવ્યા? ગુરુ શબ્દનો મારી મચડીને એવો અર્થ પાછળથી બેસાડવામાં આવ્યો છે કે “અંધકારમાં થી પ્રકાશમાં લઇ જાય તે ગુરુ” , કદાચ ભક્તિ-કાળમાં, અથવા તેથી પણ વધુ નીકટના સમયમાં.

    Like

    1. મારા કહેવાનો ભાવાર્થ એમ છે કે ગુરુ શબ્દની વ્યુત્પત્તિ મા “અંધકારમાં થી પ્રકાશમાં લઇ જાય તે ગુરુ” તેવી નથી જ ને તે પાછળથી ઠોકી બેસાડેલી છે.

      Like

  19. From: Yogendra Parikh [mailto:yogendraparikh96@gmail.com]
    Sent: 25 October 2012 09:24
    To: Uttam Gajjar
    Subject: guru

    સ્નેહી શ્રી ઉત્તમભાઈ,
    સપ્રેમ નમસ્કાર. હું તો આખી ઉંમર ‘નગુરો’ રહ્યો; છતાં ‘ગુરુ’ના મારા લેખ પર થયેલી ટકોર, ટીકા અને મુક્તમને અપાયેલા પ્રતિભાવોને ખુલ્લા મનથી સ્વીકારું છુ. દરેકે પોતાના તર્ક પ્રમાણે જ ચાલવું જોઈએ. કોઈ પણ વાત જેવી છે તેવી સ્વીકારી લેવા માટે મારું મન માનતું નથી. મને એ વાતનો વિશેષ આનંદ છે કે મારી વાત પણ, મારા મિત્રોએ યથાતથ સ્વીકારી નથી.
    પોતાનાથી જુદા વિચારો કાંઈક તથ્ય ધરાવે છે અને એ તથ્ય શોધવા માટે પ્રયત્ન કરવા જેટલી નમ્રતા પોતાનામાં હોવી જોઈએ એ વાત હું અનુભવે શીખ્યો છું. મારા વિચારોને વેગ આપવાનું કામ વહાલા ગોવીંદભાઈ જેવા મિત્રોએ કર્યું તેથી હું તેમનો અને જેમણે કૉમેન્ટ આપી આ વાતને ચકાસી તે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.
    સૌની કુશળતા ચાહું છું
    યોગેન્દ્ર પરીખના વંદન

    Like

  20. “ગુરુ વગર જ્ઞાન નહીં” આ વાક્ય સદીઓથી જડબેસલાક આપણા મગજમાં ઘૂસાડી દેવામાં આવ્યું છે. ઉપરથી શાસ્ત્રવિધાન, એટલે બાકી શું રહ્યું! જૂના કાળમાં જ્ઞાન સીમિત હતું અને વિજ્ઞાન, ધર્મના કહેવાતા ધૂરંધરોના હાથમાં હતું. એમના વિધાનો, વિચારો, મૂલ્યો એ બધા, તે સમયની, સમાજની, વાતાવરણની, તેમના ઘડતરની, તેમ જ તેમના અનુભવોની દેન હતી.. વળી, એ જમાનામાં વિજ્ઞાનની આગેકૂચ કેટલી હતી?

    મારો ગુરુ હું. દરેકે અંતરની વાત સાંભળી, સમજીને પોતાનો ગુરુ પોતે જ બનવું જોઈએ.
    હા, વાંચો, વિચારો, સાંભળો, પણ અંતે વિવેક બુદ્ધિથી વિચારીને નક્કી કરનાર હું પોતે. કોઈને ગુરુપદે સ્થાપવાથી વ્યક્તિ પૂજાનો ભય રહે છે અને બીજુ ગુરુ ને બધી જ બાબતોનું જ્ઞાન છે એમ માનતા થઈ જઈએ છીએ. સુથાર, લુહાર, કડિયો, દરજી, ડોક્ટર, એન્જિનિઅર, સાયન્ટિસ્ટ વિગેરે – જુદા જુદા ક્ષેત્રના જ્ઞાતા. સુથાર ડોક્ટરનું કામ ન કરી શકે અને ડોકટર દરજીનું કામ ન કરી શકે. એક જ માણસ દુનિયાની બધી બાબતોનો જ્ઞાતા ન હોઈ શકે, પરંતુ ઘેલા ભક્તો એમના સંસાર કે ધંધાના પશ્નો લઈને આજના કહેવાતા ગુરુઓ પાસે જાય છે. ગુરુએ સંસાર નથી માંડ્યો તો દિન પ્રતિદિન સળગતા ઘરના પશ્નો કે પછી જાતીય વિષયક પ્રશ્નોનુ નિરાકરણ એ કેવી રીતે કરી શકવાના? એ એમની રીતે સમજાવે – પુસ્તકીયા જ્ઞાન થકી – પણ આ બધુ આપણે જાતે વાંચીને મેળવી શકીએ છીએ. હવે તો પુસ્તકાલય સુધી પણ ના જવું પડે. “Internet” ના જમાનામાં બધુ આંગળીને ટેરવે!

    હા, ગુરુને એક ગાઈડ, માર્ગદર્શક, આંગળી ચિંધનાર બનાવી શકાય. પણ ખૂબ સાવધાન રહેવું પડે. એ pedestal પર પહોંચી ના જાય કે પછી આપણે એમને pedestal પર પહોંચાડી ના દઇએ એ જોવું રહ્યું

    Like

  21. મને બહુ શાસ્ત્રોનું જ્ઞાન નથી .એટલે હું ગુરુની ખરી વ્યાખ્યા શું છે .એની ખરેખર મને ખબર પડતી નથી .ઘણા લોકો મોટા આશ્રમો ચલાવે છે .અને લોકો એને પૈસા આપે છે.વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવવાનો ધંધો કરે છે .એવા લોકો જુવાનોને માયકાંગલા અને ભિખારી।ધુતારા બનાવે છે એમ હું માનું છું.હું નુગરો છું અને એવોજ રહેવા માગું છું હૂતો મારા પોતાનો ગુરુતો છું પણ ડોક્ટર પણ છું.
    આજથી લગભગ પચ્ચીસ વરસ પહેલા મારા પેટના ઓપરેશન માટે ડોક્ટરોએ સલાહ આપેલી અને ધમકી પણ આપેલીકે જો તમે ઓપરેશન નહી કરવો તો બહુમાં બહુ એકાદ વરસ જીવશો મેં મારા ખોરાકમાં ફેરફાર કર્યો .અને મારું દુ:ખ અદ્રશ્ય થઇ ગયું .મેં એક ગુજરાતી ભજન બનાવ્યું છે .જેની છેલ્લી કડી લખું છું (મારું ઉપનામ અતાઈ છે)
    ગુરુ ગોતવા” અતાઈએ” જાજા ફાંફાં માર્યાં મનના ગુરુએ ભ્રમણાઓ ભાંગી રે સદ્ગુરુ એને નો મળ્યા રે ….જી

    Like

Leave a comment