શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?

પ્રકૃતી સામેની દુનીયાની સૌથી ઘાતક પરમ્પરા પર દૃષ્ટીપાત

શું શ્રેષ્ઠ ??

અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?

–વીનોદ વામજા

♦     દેશમાં દર વર્ષે મૃતદેહના અગ્નીસંસ્કારથી …..

(૧)   રુપીયા ૨,૦૦૦ કરોડનાં લાકડાં બળી જાય છે.

(૨)   ૧૦,૦૦૦ હૅક્ટર જંગલનાં વૃક્ષો કપાય છે.

(૩)   દર વર્ષે અંદાજે ૧ કરોડ ટન માટીની ફળદ્રુપતા નાશ પામે છે.

(૪)   પ્રકૃતી, પર્યાવરણને અબજોનું નુકસાન થાય છે.

(૫)   ૨૦-૨૫ % હીન્દુઓ ભુમીદાહ પદ્ધતી અપનાવે છે.

(૬)   દફન કરતાં બાળવામાં ૧૦૦ ગણી જમીન રોકાય છે.

♦    કુદરતી/વૈજ્ઞાનીક રીતે આદર્શ અન્તીમક્રીયા કઈ ?

(૧)  વીદ્યુત/ગૅસ સ્મશાનગૃહમાં એક નાના ગામ કે કારખાના જેટલી વીજળીનો વ્યય થાય છે અને હવામાન પ્રદુષીત થાય છે.

(૨)   ભુમીદાહ એ માત્ર મુસ્લીમ/ખ્રીસ્તીઓની જ પદ્ધતી નથી; તે ધર્મોના ઉદ્‍ભવ પહેલાં પણ હતી. પુરી દુનીયાની છે.

(૩)   દુનીયાની દૃષ્ટીએ અગ્નીદાહ હીંસક તથા ક્રુર છે.

(૪)   કુદરતી/વૈજ્ઞાનીક રીતે ભુમીસંસ્કાર શ્રેષ્ઠ છે.

દુનીયામાં સૌથી વધુ લોકો (ખ્રીસ્તી, મુસ્લીમ, યહુદી તથા અન્ય ધર્મો સહીત ૭૫%થી ૮૦%) દફન પદ્ધતી અપનાવે છે. બાળવાની પદ્ધતી માત્ર હીન્દુઓમાં જ છે; તે પણ ૭૫% માં જ છે. દેહદાન ઉત્તમ છે પણ તેની જરુરીયાત કુલ મરણના માત્ર ૦.૨%ની જ હોય છે.

એક મૃતદેહને બાળવા માટે ૧૫ થી ૨૦ મણ (૩૦૦ થી ૫૦૦ કીલો) લાકડાં જોઈએ છે. આઝાદી પછી વસ્તી ત્રણ–ચાર ગણી થઈ. પહેલાં બાળમરણ વધારે હતાં. બાળશબનું માત્ર દફન જ કરાતું. હવે માત્ર ગુજરાતમાં જ વર્ષે ૨૦૦ કરોડ રુપીયાનાં લાકડાં જોઈએ છે. તો પુરા દેશમાં કેટલા જોઈએ ….??? તે ૧૦ હજાર હૅક્ટર જંગલના નાશ બરાબર થાય. આવો બગાડ તો આપણે સદીઓથી કરતા આવ્યા છીએ. પ્રકૃતીને જે નુકસાન થયું તેની તો કલ્પના જ ન થઈ શકે. વર્ષોથી આપણે વીદેશથી, ઈમારતી લાકડાં આયાત કરી અબજોનું હુંડીયામણ ગુમાવ્યું. બાકી આ ફળદ્રુપ ભુમીમાં અબજોનું હુંડીયામણ સામું મેળવ્યું હોત. કેટલીય લોકોપયોગી યોજનાઓ પણ થઈ શકી હોત.

એક મૃતદેહના દહનથી તેના વજન કરતાં ૭ થી ૮ ગણાં લાકડાંનો નાશ થાય છે. જો કે હીન્દુઓમાં ત્રણેય પ્રકાર છે. અગ્નીદાહ પ્રમાણમાં વધારે છે. જલદાહ અને ભુમીદાહ પણ છે. બાવાજી, ઠાકોર, દેવીપુજક (વાઘરી) તથા પછાત અને આદીવાસી જાતીઓમાં દફન કરવામાં આવે છે. જે લગભગ ૨૦% થી ૨૫% છે. તમામ હીન્દુ જાતીનાં બાળશબનો ભુમીસંસ્કાર’ જ થાય છે. એટલું જ નહી; પરન્તુ સાધુ, સન્તો, મહન્તો તથા શહીદોની સમાધી કે ખાંભી એ એક પ્રકારનું દફન જ છે, જે શાસ્ત્રોક્ત છે.

કુદરતમાં સજીવો મુખ્યત્વે વનસ્પતી અને પ્રાણી છે. તે બન્ને એકબીજાનાં આધાર અને પુરક છે. પશુ, પક્ષી, મનુષ્ય હવામાંથી પ્રાણવાયુ ગ્રહણ કરી અંગારવાયુ કાઢે છે. જ્યારે વનસ્પતી અંગારવાયુ શોષીને પ્રાણવાયુ મુક્ત કરે છે. તેવી જ રીતે પશુપક્ષીઓ તેનો ખોરાક વનસ્પતીનાં ફળ, બીજ, પર્ણ થડ, મુળ વગેરેમાંથી મેળવે છે. ત્યારે પ્રાણીઓનાં મળ, મુત્ર અને મૃત શરીર વનસ્પતીનો ખોરાક છે. કેવી અદ્‍ભુત કરામત કુદરતની ! મૃતદેહોનું જમીનમાં બૅક્ટેરીયાની મદદથી ફળદ્રુપ માટીમાં રુપાન્તર થાય છે. તે ૧૦૦% વૈજ્ઞાનીક સત્ય છે. તે રાસાયણીક ખાતર કરતાં પણ ઉત્તમ છે. સૃષ્ટી અને તેના નીયમો ઈશ્વરે જ બનાવ્યાં છે, તો શું અગ્નીસંસ્કારમાં તેની આજ્ઞાનું ઉલ્લંઘન નથી થતું ? શું કુદરતના નીયમથી વધીને કોઈ પરમ્પરા હોઈ શકે ? જીન્દગીભર જે દેહે લાખો-કરોડો વનસ્પતીનાં બીજ-પર્ણનો ઉપયોગ કર્યો હોય તે દેહ અન્તે તેના ખાતર તરીકે ખોરાક બની જાય તેમાં ખોટું શું છે ?

વીજ્ઞાનના વીકાસથી, રોગ અને યુદ્ધ ઘટતાં, વસ્તી અને પ્રદુષણ વધ્યાં છે. આઝાદી વખતે જે વૃક્ષો-જંગલો ૩૩% હતાં તે હવે માત્ર ૧૦% જ રહ્યાં છે અને વસ્તી ૩૦૦% વધી છે. ૫૦-૬૦ વર્ષ પહેલાં ભારતમાં કારખાનાં કે વાહનો ન હતાં. તે હવે લાખો-કરોડોની સંખ્યામાં થઈ ગયાં છે. વીમાનો, રૉકેટો, વીજમથકો, રસાયણો, યુદ્ધ–કવાયતોથી બેફામ પ્રદુષણ થઈ રહ્યું છે. બીજી બાજુ તે દુર કરનાર એક માત્ર શક્તી વૃક્ષો જ છે. બે ટકા નાગરીકો પણ તેના જીવનમાં એક વૃક્ષ વાવતા કે ઉછેરતા નથી. તેથી કુદરતી સમતુલા ખતરનાક હદે ખોરવાઈ રહી છે. પ્રગતી અને વીકાસ તો અટકાવી શકાય નહીં. કાપડ, દવાઓ, વસ્તુઓ કે વાહનોને કે વીજળી વગર કોઈને ચાલવાનું નથી. માટે વૃક્ષો વાવો-ઉછેરો અને જાળવો તથા વ્યય અટકાવો.

ભુમીદાહથી જમીન ઘટતી નથી. એક મૃતદેહના ભુમીસંસ્કાર માટે વધુમાં વધુ ૩(ત્રણ) ચો.મી. (૩૬ ચો. ફુટ) જમીન જોઈએ. વસ્તીની ગીચતા, મૃત્યુદર અને ઉપલબ્ધ જમીનની ગણતરી કરતા દફનમાં ૫૦૦ વર્ષ સુધી માત્ર ૧% જમીન પુરતી છે. જ્યારે આપણા દેશમાં ૧૫% થી ૨૦% જમીન પડતર છે. ભારતની કુલ જમીનના માત્ર ૨૦% થી ૨૫%માં જ ખેતી થાય છે. ટુંકમાં, જોઈએ તો, બે લાખની વસ્તી ધરાવતા નગર માટે (દફનમાં) અંદાજે ૧ હૅક્ટર જમીન જોઈએ; પણ અગ્નીસંસ્કારનાં લાકડાં માટે ૧૦૦ હૅક્ટર જમીનમાં વૃક્ષો વાવવાં પડે. વૃક્ષો હોય ત્યારે ૧૦-૧૨ ફુટના ઘેરાવામાં ખેતી કે બાંધકામ તો થઈ શકતું નથી ! તો શું જમીન ઘટી ન ગણાય ? પરન્તુ જમીન રોકવાનું, બગાડવાનું અનેક સમસ્યાનું ખરું કારણ તો વસ્તીવીસ્ફોટ જ છે. તેનો તો કોઈ વીરોધ કરતું જ નથી. છેલ્લાં ૫૦ વર્ષોમાં ગામડાંઓ બમણાં અને શહેરો ૨૦ થી ૩૦ ગણાં વીસ્તરી ગયાં છે !

આપણા ખેતીપ્રધાન દેશમાં વરસાદ માટે વૃક્ષો ખુબ અગત્યનાં છે. વૃક્ષો અને જંગલો ઘટતાં વરસાદ ઘટ્યો છે. વૃક્ષો ફળો અને લાકડાં આપે છે. ઉપરાન્ત, રંગ, રબર, રસાયણો, દવાઓ, કાગળ જેવી અનેક વસ્તુઓ પણ આપે છે. વૃક્ષો જમીનનું, કાંપનું ધોવાણ અટકાવે છે. વાતાવરણને વીષમ બનતું અટકાવે છે. રણમાં વૃક્ષોના અભાવે જ અતી ઠંડી અને અતી ગરમી પડે છે. પહેલાં ખેતીનાં ઓજારો, ગાડાંઓ, હોડીઓ, પુલ, મકાનો વગેરે ૧૦૦% લાકડાનાં જ હતાં. હવે તેમાં ૧૦% પણ લાકડાં વપરાતાં નથી. વીજ્ઞાનના વીકાસથી લોખંડ, એલ્યુમીનીયમ, સીમેન્ટ અને પ્લાસ્ટીકનો વપરાશ ખુબ વધ્યો છે, તેટલાં લાકડાં અને વૃક્ષો બચ્યાં છે. રંગ, વાર્નીશ, સનમાઈકાના ઉપયોગથી લાકડાનું આયુષ્ય વધારી તેનો બચાવ પણ કરી શકાયો છે. બીજી તરફ બળતણ તરીકે ગેસ, કેરોસીનના વપરાશથી લાકડાંનો ઘણો નાશ અટકાવી શકાયો છે. આમ વીજ્ઞાને ઘણાં વૃક્ષો બચાવ્યાં છે. તેની સામે વસ્તીવધારાએ બળતણનો વપરાશ પણ વધાર્યો છે. જેનાથી વૃક્ષો ઘટ્યાં છે.

ઈલેક્ટ્રીક સગડીથી રસોઈ મોંઘી પડે તેમ વીદ્યુત/ગૅસ સ્મશાન પણ ખુબ મોંઘું જ પડે; કારણ કે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ લાકડાં, કોલસા, ગૅસ કે પેટ્રોલીયમ જેવા ઉર્જાસ્રોતોની જરુર પડે છે. દા.ત. ૫ કીલો કોલસાથી જે રસોઈ થઈ શકે તે જ રસોઈ જો વીજળીથી કરીએ તો વીજ મથકમાં ૧૦ કીલોથી વધારે કોલસા જોઈએ. વીજળીના સેંકડો ઉપયોગો છે. પ્રકાશ, યાન્ત્રીક અને અન્ય શક્તી માટે તે વધારે સુયોગ્ય છે. કારણ કે તેના માટે સીધાં લાકડાં કે કોલસા વાપરી શકાતાં નથી. કમ્પ્યુટર, ફ્રીઝ, લાઈટ, ઈલેક્ટ્રીક મોટર વગેરે લાકડાં/કોલસાથી કેમ ચલાવાય ? એક વીદ્યુત સ્મશાનગૃહની કીંમત રુપીયા ૮૦ થી ૯૦ લાખ થાય છે. એક નાના ગામ કે કારખાનાની જરુરીયાત જેટલી રાક્ષસી વીદ્યુતનો વ્યય તેમાં થાય છે અને તેમાં વીજળી બીલ તથા નીભાવ ખર્ચ મહીને લાખોમાં થાય છે. વીજળી તથા ઉર્જા બચાવવાની ઝુંબેશ ચાલે છે. ત્યારે આ રીતે વીદ્યુત વાપરવી (વેડફવી) યોગ્ય વીકલ્પ કેમ ગણાય ? અને વળી, તે પ્રદુષણમુક્ત પણ નથી.

આજે સમગ્ર દુનીયા ઉર્જાસંકટમાં ઘેરાયેલી છે. પેટ્રોલીયમનો વીકલ્પ શોધી શકાયો નથી. જ્યારે ૨૦-૨૫ કે ૫૦ વર્ષો પછી પેટ્રોલીયમ પેદાશો ખલાસ થઈ જશે. ત્યારે એક માત્ર સુર્ય ઉર્જાસ્રોતથી ઉત્પન્ન થયેલાં લાકડાં જ હશે. (પેટ્રોલ, ડીઝલનો વરસાદ થોડો થાય છે ?) અત્યારથી વૃક્ષો નહીં વાવીએ, જાળવીએ તો ત્યારે ખોરાક રાંધવા માટે પણ લાકડાં નહીં મળે. કેમ કે વૃક્ષો ઉગતાં વર્ષો લાગે છે. (મનુષ્ય સીવાય બીજા કોઈ પ્રાણી પ્રદુષણ કરતાં નથી.) જીવનપર્યન્ત એક વ્યક્તીને માત્ર રસોઈમાં જ ૪-૫ ટન લાકડાં (અંદાજે ૨-૩ વૃક્ષો) જોઈશે. બીજા દેશો કરતાં આપણી સમસ્યા વધારે ગંભીર હશે; કારણ કે આપણા દેશની વસ્તી–ગીચતા ૮ થી ૧૦ ગણી (૯૦૦%) વધારે છે.

આ ઝડપે પ્રદુષણ ચાલુ રહે તો પૃથ્વી પણ ભવીષ્યમાં નીર્જન ગ્રહ બની શકે છે. ઔદ્યોગીક વપરાશ, બહોળા વાહનવ્યવહાર અને અનેક પ્રકારના દહનથી હવામાં કાર્બન ડાયૉક્સાઈડ અને ગરમી સતત વધતી રહે છે. પૃથ્વીનું વાતાવરણ વધુ બગડે તો હીમપ્રપાત, ધરતીકંપ, સુનામી, વાવાઝોડાં વધી શકે છે. ઓઝોનના પડને વધુ નુકસાન થાય તો સુર્યનાં અલ્ટ્રાવાયોલેટ કીરણો સમગ્ર સજીવ સૃષ્ટીનો નાશ કરી નાંખે. પ્રદુષણની બીજી પણ ઘણી આડ અસરો છે. મચ્છરોનો ત્રાસ, પાણીની તંગી અને ગરમ હવામાન વગેરે તથા તેના લીધે અનેક પ્રકારના રોગો અને મૃત્યુમાં વધારો થાય છે. પ્રલયની ખોટી આગાહીઓથી ડરતી પ્રજા આ વાસ્તવીકતા કેમ ભુલી જાય છે ? પોતાના અસ્તીત્વનો વીચાર ન કરી શકે તે મનુષ્ય જાતને વીશ્વના સૌથી બુદ્ધીશાળી પ્રાણી કહેવડાવવાનો કોઈ અધીકાર છે ?

દફન પદ્ધતી પુરી દુનીયામાં છે. મુસ્લીમ, ખ્રીસ્તી ધર્મના ઉદ્‍ભવ (૧૪૦૦–૨૦૦૦ વર્ષ) પહેલાં પણ હતી. જે દેશોમાં દફનથી જમીન રોકાવાની સમસ્યા છે તે માત્ર તેના રીવાજ અને ખાસ (પવીત્ર) કબ્રસ્તાનમાં દફન કરવાના આગ્રહને કારણે છે. જ્યાં મૃતદેહોને જમીનમાં કૉફીન કે પોલાણમાં સુરક્ષીત રાખવામાં આવે છે તથા તેની ઉપરની કબરો સેંકડો વર્ષો સુધી તોડાતી નથી. દફનથી જમીન રોકાય, જળ પ્રદુષણ થાય, રોગચાળો ફેલાય, તેવા વારમ્વારના પ્રચાર-પ્રહારથી આપણે હીપ્નોટાઈઝ્ડ થઈ ગયા છીએ અથવા આપણું એટલું જ સાચું-સારું એવા સંકુચીત પુર્વગ્રહથી પીડાઈએ છીએ. વાસ્તવમાં દફનથી જમીન ફળદ્રુપ બને છે. છોડ-વૃક્ષ વધુ ઝડપથી ઉગે છે, ફળે-ફુલે છે. આ અનુભવ સીદ્ધ સત્ય છે. આપણા દેશમાં પ્રાણીઓને તો બાળવામાં આવતાં જ નથી.

હીન્દુ શાસ્ત્રોમાં શબના નીકાલની ચાર પ્રથાઓ છે. વેદ, પુરાણ, ઉપનીષદ તથા અન્ય શાસ્ત્રોમાં ભુમીદાહને પ્રાધાન્ય છે. તથા વાયુદાહ પણ છે. જેમાં શબને ટેકરા કે જંગલમાં મુકી આવવાની રીત છે. ઋગવેદ ૧૦/૧૮/૯,૧૦ અથર્વવેદ ૧૮/૨/૩૪,૫૦,૫૧,૫૨ અને ૧૮/૪/૪૮,૬૬, ગરુડપુરાણ ૧૧/૧૦૫.૧૦૬માં ભુમીદાહ ઉત્તમ ગણવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતીમાં સર્વ જીવો પ્રત્યે દયા રાખવી, હીંસા ન કરવી, પ્રકૃતીના ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા દાખવવી જેવા અનેક ગુણોને આધારસ્તંભ ગણાવાયા છે. વનસ્પતીમાં જીવ છે અને તે ઘણાં જીવોનો આધાર છે. પણ જ્યારે (હોળી, હવન) અગ્નીદાહમાં વૃક્ષો ઉપરાન્ત લાકડામાંનાં અસંખ્ય જીવ-જંતુઓનો નાશ થાય છે તે દુનીયાની સૌથી અહીંસક એવી જૈન-હીન્દુ પ્રજાને કેમ શોભે ?

સત્યમાં શ્રદ્ધા હોય તો, જમીન દ્વારા પણ મૃતદેહ પંચમહાભુતમાં વીલીન થઈ શકે છે. જમીનમાં પણ જળ, વાયુ અને અગ્ની (ગરમી) રહેલાં છે જ. આપણે મૅડીકલ સાયન્સનો લાભ લીધો તેનું ઋણ ચુકવવા દેહદાન, નેત્રદાન અને રક્તદાન કરવાં જ જોઈએ. ભારતની ૧૦૦ કરોડની વસ્તીમાં વર્ષે ૧.૫% થી ૨% મૃત્યુ થતાં હોય છે. તો દેશની કુલ મૅડીકલ કૉલેજોમાં દેહદાનની જરુરીયાત ૨૦ થી ૩૦ હજારની (૦.૨%) હોય છે. માટે ૯૯.૮%ના મૃતદેહો માટે આદર્શ અન્તીમક્રીયા વીચારવી જરુરી છે.

ભુમીસંસ્કાર એક સમ્પુર્ણ ભારતીય, નવીનતમ પદ્ધતી છે. તેમાં શબને જમીનની અંદર, માટીના સમ્પર્કમાં આદર્શ દફન કરવાનું છે (સમાધીની જેમ). જેમાં તેનું ઝડપથી માટીમાં રુપાન્તર થઈ જાય અને તેના પર કબર કે કોઈ સ્મારક ચણવામાં આવતું નથી. પણ શક્ય હોય ત્યાં સુધી વૃક્ષ વાવવામાં આવે, જેથી વનીકરણને વેગ મળે. વળી તે જમીન પર મૃતકના વારસદારોનો કોઈ પ્રકારનો હક્ક કે દાવો રહેતો નથી. તેથી ભવીષ્યમાં તે જમીનનો ખેતી, રસ્તા, રહેઠાણ માટે કે અન્ય ઉપયોગ કરી શકાય. આમ ભુમીસંસ્કાર દુનીયાની સૌથી સારી, સસ્તી અને પ્રકૃતીગત પદ્ધતી બની રહેશે. તેમ છતાં આ વીચાર ભલે અત્યારે અપનાવી ન શકાય; પણ વીચારી તો જરુર શકાય. તો કદાચ ૨૫-૫૦ વર્ષે અમલ થાય. પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈએ તો પણ ઘણું છે.

અમારો હેતુ લોકહીત, રાષ્ટ્રીય સમ્પત્તી અને પર્યાવરણ રક્ષવાનો છે. રાષ્ટ્રથી વધીને કોઈ ધર્મ કે સંસ્કૃતી ન હોઈ શકે. આપણા સૈનીકો દેશ માટે જાન આપી દે, ને આપણે પરમ્પરાને રોઈએ છીએ ! આ પવીત્ર કાર્યમાં સૌએ આગળ આવવું જોઈએ. આ વીષય પર વધુ વીચાર, બૌદ્ધીક અભ્યાસ કરી શકાય. (આ પુસ્તક “ભુમીસંસ્કાર”નો ટુંક સાર છે. જેને છપાવવા/પ્રસરાવવા મારી કોઈ પરવાનગીની જરુર નથી.)

(નોંધ: ભાઈ વીનોદ વામજા ભારત સરકારના ટેલીફોન ખાતામાં ઈજનેર છે. છેક ૧૯૯૪માં એમણે સ્વખર્ચે ‘ભુમીસંસ્કાર – આદર્શ અન્તીમક્રીયા’ પુસ્તીકાની પ્રથમ આવૃત્તી કરેલી. ત્યાર પછી તો તેની સંશોધીત ચારેક આવૃત્તીઓ થઈ. ગુજરાતીઓએ આ વીચાર અને તેની તલસ્પર્શી છણાવટને વધાવી. સુરતના નીવૃત્ત બૅંક અધીકારી શ્રી નરેન્દ્ર જાનીએ એનો અંગ્રેજી અનુવાદ કરી સ્વખર્ચે દેશ–વીદેશ વહેંચી. તે ૮૦ પાનની પુસ્તીકાના લખાણમાંનું આ આચમન છે. તે પુસ્તીકા લીન્ક નીચે આપી છે. માંડ ત્રણસો કેબીની આ પુસ્તીકા વાચકને નવી નજર આપવા સક્ષમ જણાશે. મને લખશો તો હું પણ તમને પુસ્તીકાની પીડીએફ મોકલી શકીશ

   BOOK : BHUMI-SANSKAAR_by_VINOD VAMJA    ..ગોવીન્દ મારુ

લેખક સમ્પર્ક: શ્રી. વીનોદ બી. વામજા, ૨, સુંદરમ્ પાર્ક, જીરાપા પ્લોટ, ગરબી શેરી, ઉપલેટા – ૩૬૦ ૪૯૦ સેલફોન: 94272 14915

લેખકની પુસ્તીકા : ‘ભુમીસંસ્કાર – આદર્શ અન્તીમક્રીયા’: પ્રકાશક અને પ્રાપ્તીસ્થાન : શ્રી. વીનોદ બી. વામજા : રેશનલ પ્રકાશન, ૨, સુન્દરમ્ પાર્ક, જીરાપા પ્લોટ, ગરબી શેરી, ઉપલેટા – ૩૬૦ ૪૯૦ સેલફોન: 94272 14915– આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

લેખનું સાભાર અક્ષરાંકન: અશોક મોઢવાડીયા, ૧૯/બી. સાંઈબાબા સોસાયટી, આંબાવાડી, જુનાગઢ. ૩૬૦ ૦૦૨.. મેઈલ: ashokmodhvadia@gmail.com બ્લોગ: http://vanchanyatra.wordpress.com

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com

પોસ્ટ કર્યા તારીખ: 25–102012

47 Comments

  1. વિનોદભાઈની બધી વાત સાચી છે અને બધા મુદ્દાઓ સાથે હું સહમત છું, પરંતુ એક વાત જાણીને તમને નવાઈ લાગશે કે અમેરિકામાં અને બીજા યુરોપિયન દેશોમાં લોકો શબને બાળવાનું હવે પસંદ કરવા લાગ્યા છે. કારણ જાણવું છે? કારણ કે દાટવા માટે અહિયા ઓછામાં ઓછો ૫૦૦૦ ડોલરનો ખર્ચો થાય છે અને મોટા શહેરોમાં તો કલ્પના બહાર હોય છે. શહેરોમાં જમીન ઓછી હોય છે. આ ઉપરાંત કોફીન, દાટ્યા પછી તમારી શક્તી પ્રમાણે ઉપર મુકવાનો પથ્થર વગેરે જુદું. વિનોદભાઈ જે જમીન નકામી ગણાવે છે તેમાં જંગલો અને અવાવરું જગ્યાઓનો સમાવેશ થાય છે. ત્યાં જવા કોણ તૈયાર થાય? આટલી કારમી મોઘવારીમાં જો શબને દુર સુધી લઈ જવું હોય તો એનો ખર્ચો કેટલાને પોષાય? કોઈપણ માણસ પોતાના સ્વજનનાં શબને ગમે ત્યાં ફેંકી તો નાજ દે ને! પર્યાવરણની વાત તદ્દન સાચી છે, પરંતુ સામે છેડે દાટવામાં પણ ઘણા પ્રોબ્લેમો છે. કોઈપણ નવી વાત કહેવી કે લખવી ઘણી જ સહેલી છે. પરંતુ બીજા દેશોમાં જ્યાં એ પ્રચલિત છે ત્યાં શું પ્રોબ્લેમ છે તેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે, આર્થિક રીતે કેટલાને પોષાય તે વિચારીને અમલમાં મૂકી શકાય.
    ટકાવારી ગણીએ તો લાકડાનો ઉપયોગ શબ બાળવા કરતાં મકાનોમાં અને બીજી ઘણી જગ્યાએ ખુબ જ થાય છે. તે માટે બધાએ પોતાના ઘરમાં આ બધાનો ત્યાગ કરવો જોઈએ અથવા તો વધારે વૃક્ષો ઉગાડવા જરૂરી છે. ઈલેક્ટ્રીક સ્માંશાનોની વાત કરીએ તો કોલસાથી ચાલતા પાવરહાઉસોની(હવે લગભગ બંધ થઇ ગયા છે) જગ્યાએ હાઈડ્રો અને એટમિક શક્તિનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન કરવામાં આવે છે. આપણા દેશમાં તો એટમિક/હાઈડ્રો પાવરસ્ટેશનો ઉભા કરવા જાંવ તો પણ હજારો પ્રોબ્લેમ ઉભા કરવામાં આવે છે. જો દેશમાં પ્લાનીગ પ્રમાણે ટાઈમસર પ્રોજેક્ટ પુરા કરવામાં આવે તો વીજળીની કોઈ તંગી નહી પડે.
    વિપુલ એમ દેસાઈ
    http://suratiundhiyu.wordpress.com/

    Like

  2. it is a though provoking article . I prefer to donate the body to medical college is the best method of elimination preserving natural harmony and becoming useful after death for student to learn and do research. You can donate prior to death certain organs like kidney , liver live to the needy for transplantation. These are non traditional but should be welcomed by majority as it is least destorting the nature .

    Like

  3. શ્રી વિપુલભાઈની ઉપરોક્ત વાત તદ્દન સાચી છે. હું અમેરિકામાં ચાર દાયકાથી વ્ધુ સમયથી રહું છું. યુરોપના દેશોમાં પણ ફર્યો છું. અમેરિકાને કુદરતે ઘણાં વૃક્ષો સભર જંગલો આપ્યા છે. ઈમારતી લાકડાઓ અને કિમતી ફર્નિચરના લાકડા પણ સહેલાઈથી મળે છે. અમેરિકામાં લાકડા કોલસાથી ચાલતી ક્રિમેટરી કેટલી એના પ્રમાણભૂત આંકડા વિનોદભાઈએ આપ્યા હોત તો અમને ઘણું જાણવાનું મળતે.
    મારી સાથે કામ કરી ચૂકેલા સીસીલિયન મિત્ર જોસેફ મેકલુસો અને એના પરિવારે એમના વીલમાં ક્રિમેશનની સૂચના જ આપી છે. કદાચ આપણા દેશ્માં લાશ ગમે ત્યાં દફનાવી શકાતી હશે. અંડરડેવલોપ દેશોમાં થતું હશે. યુરોપ અને અમેરિકામાં કૌટુંબિક પ્લોટ ખરીદવા પડે છે.અને મેઇન્ટેનન્સ ચાર્જ પણ દિવસે દિવસે વધતો જાય છે. વિશ્વ સોલાર એનર્જી અને એટોમિક એનર્જી તરફ આગળ વધી રહ્યું છે. વર્ધીસ કુરિયન્ને પણ અગ્નિદાહ જ પસંદ કર્યો હતો. મને યાદ છે ત્યાં સૂધી ઈંદિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીનો પણ અગ્નિદાહજ થયો હતો. શ્રી વિનોદભાઈએ આંકડાની ઘણી માયાજાળ રજુ કરી છે. એ મારા આઈ ક્યુ બહારની વાત છે.
    મારી એક હળવી વાર્તા “ચન્દુ ચાવાલાની સુરત યાત્રા” જે તિરંગા ઈન ન્યુ જર્સી માં પ્રગટ થઈ હતી તેનો થોડો ભાગ રજુ કરું છું
    અમારા મોલ્લાના છગન ડાડાની સેન્ચ્યુરિમાં બે રન બાકી ઉટા ને બીચારા ની અઠ્ઠાણું વરહે વિકેટ પરી
    ગઈ. એ છગન ડાડાનો ડિકરો જેકીશન ને જેકીશન નો પોઈરો જોય. એ પોતરો તારા જેવો રેશનાલિસ્ટ. એને તો મોટ્ટી ઢમાલ મચાવી. એ કેય કે ડાડાને બાલવાના નથી એને ડાટી દેવાના છે. અગ્નિડાહને બદલે ભૂમિડાહ કરવાનો છે. એની પાછલ કેટલા બધા ઝાડ ફૂંકી મારવા પડે! આપને એન્વાયરોમેન્ટલનો ખ્યાલ રાખટા કિયારે શીખીશું?
    બિચારા ડાડી ગંગાબા, કકલટા કકલ્ટા કે’ય કે ‘આપને હિંડુ છીએ. ટારા ડાડાને મઈરા પછી મુસલમાન ‘ની બનાવો’. પન ડિકરો માને ટો ને! બઉ ઢમાલ કરી. છેલ્લે ચિમન લાકરાવાલાએ એને કહ્યુ. જા ટારે એને જાં ડાટવા હોય ટે જગ્યા હોધી લાવ. આપને લઈ જઈહું ને ટાં ટારા ડાડાને ડાટીહું. તું જગા નક્કી કરી આવે એટલીવારમાં બઢાને હમજાવી ડેવા.
    જોય એના ડોસ્તારોને લઈને જગા હોઢવા ગીઓ. ચિમન લાકરાવાલાએ બઢાને હમજાવી દીઢું કે જોય ધોયલા મૂરા જેવો પાછો આવવાનો છે. મેં ટીવી પર જોયલું કે આપના મુસ્લિમ ભાઈઓ માટે જીવવા માટે પન જગ્યા નઠી ને મઈરા પછી બિચારાને ડફનાવવા માટે કબરસ્તાનમાં પન જગ્યા નઠી. તન ચાર દિવસ લાશને ઘરમાં રાખી મુકવી પરે છે. ટાં ટારા હિંડુ રેશનાલિસ્ટોને ડાટવાની જગા કાંઠી મલવાની? આપના હુરતમાં ટો ડાટવાની જગા ની જ મલે. લલ્લુ, હુરટમાં કેટલા રૂપિયે સ્ક્વેર ફૂટે જગા મલે તેનું ટને ભાન છે?
    લાકરાવાલાની વાટ બી હાઉ હાચ્ચી. બિચ્ચારો જોય પચ્ચી માઈલ રખરીને ખાલી હાઠે પાછો આઈવો

    પછી શું થયું?”

    પ્રવીણ શાસ્ત્રી
    http://pravinshastri.wordpress.com

    “ઠાય હું?”
    અશ્વનિકુમાર લઈ જવા સબવાહિની બોલાવી. એમની સમશાન યાત્રા માટેની શબવાહિની છેક દૂર ઉભી રાખવી પરેલી. ગલીમાં એટલા બઢા સ્કુટર ને બાઈક! બાપરે! ચાલવાની હો જગા ની મલે ટો શબવાહિની ટો ઘર પાહે આવે જ કાં’થી? જેમ ટેમ કરટાં છગન ડાડાને એમાં પોંચારેલા.

    Like

  4. I think I agree with excellent comments from Vipul Desai; the cost & shortage of land in urban area definitely make it difficult for many ordinary families in those countries where in they bury the deadbody under the earth.The cost of coffin;stone afterwards and other hidden cost are either not being considered by Vinodbhai or apprantly he needs more homework on the issue.The idea of donating the body to Medical college is certainly an excellent thought.
    However with all due respects to rationalism some of their believers go too far in expressing their views and at times like opposit party in politics make noise in simply opposing since the customs are not acceptable to them.

    Like

  5. મને યાદ છે ત્યાં સુધી આ મુદ્દો પહેલાં ચર્ચાઈ ગયો છે, કાં તો લેખ તરીકે, કાં તો કોઈ લેખ પરના પ્રતિભાવો તરીકે.
    માફ કરશો, દલીલો ગળે ઊતરે તેવી નથી. મૃત્યુ પછી શરીરના નિકાલ માટેની જુદી જુદી પદ્ધતિઓ છે અને બધી સરખી છે. દરેક પદ્ધતિના પક્ષમાં કે વિરોધમાં કહેવા માટે કઈંક તો છે જ. કોઈ પણ પદ્ધતિ વિવાદમુક્ત નથી.
    વળી, આ વ્યક્તિગત પસંદગી બની રહે છે. દાખલા તરીકે, લેખકની પોતાની પસંદગી. આન વિશે જરા વધાએ ચર્ચા કરીએ.

    લેખકે ઋગ્વેદમાંથી વાયુસંસ્કારનું ઉદાહરણ આપ્યું છે. અહીં ઋગ્વેદને ક્વૉટ કરવાનો અર્થ શો? કારણ કે બાકીની બધી દલીલો આર્થિક અને પર્યાવરણના નામે કરેલી છે. અને ઋગ્વેદ અને આર્થિક કારણોને એક્સાથે કરવાં હોય તો વાયુસંસ્કાર કે જલસંસ્કાર વધારે સસ્તા પડશે એગણતરી કરી. નદીનું પ્રદૂષણ થશે, એ સાચું પણ જંગલમાં મૃતદેહ મૂકી આવવાની લેખકે તરફેણ શા માટે ન કરી એ સમજાતું નથી! એમાં તો લાકડાં પણ નહીં વેડફાય કે જમીનમાં પણ મૃતદેહના રોગનાં જંતુઓ નહીં જાય. બસ, એક જ કારણ. એ એમની પસંદગી નથી!

    એમની જ દલીલોના આધારે પૂછી શકાય કે જંગલમાં દેહ છોડી દેવામાં શું નુકસાન? પ્રાણીઓ ખાઈ જશે, પ્રદૂષણ પણ નહીં ફેલાય. સસ્તું પણ પડશે. પારસીઓ કરે જ છે ને? બીજા ધર્મો કે દેશોનાં ઉદાહરણ આપતી વખતે લેખક ઘર્-આંગણાના પારસીઓને તો ભૂલી જ ગયા, એ તો આપણા ભાઈ જ છે ને? ઋગ્વેદ અને અવેસ્તામાં બહુ સમાનતા છે. હિન્દુઓ અને પારસીઓનાં મૂળ એક જ છે એટલે જ એમણે વાયુસંસ્કારની રીત પસંદ કરી છે!

    લેખકે ઋગ્વેદની ચાર રીતો તો દર્શાવી, પણ બે રીતો જલસંસ્કાર કે વાયુસંસ્કારની તુલના ભૂમિસંસ્કાર સાથે કરી નથી. આ તો એક પદ્ધતિને બદલે બીજી પદ્ધતિ માટેનો એમનો અંગત આગ્રહ થયો, તટસ્થ વિવેચન નહીં.

    વળી દેહદાનની પણ તેઓ તરફેણ કરતા નથી. કારણ કે એમના મત મુજબ એટલા બધા દેહોની જરૂર જ નથી. મૂળ વાત એ છે કે લેખક દેહદાનને વાયુસંસ્કાર સમાન જ માને છે! દેહને ક્યાંક મૂકી આવીએ -હૉસ્પિટલમાં કે જંગલમાં અથવા પારસીઓના મ્રુત્યુ માટેના કુવામાં – લેખક આની કલ્પના નથી કરી શકતા કે આપણા દેહની શી હાલત થાય તે ખબર જ ન પડે.

    ખરેખર તો મૃત્યુ પછીના રિવાજો પર ધ્યાન આપવામાં જોર વાપરવાની જરૂર છે.કારણ કે કોઈને પોતાની અંતિમસંસ્કારની રીત બદલાવવાનું સમજાવવાનું સહેલું નથી. રૅશનાલિસ્ટોએ પહેલાં હાથવગાં કામો પર ધ્યાન આપવું જોઈએ, ખાલી ચમત્કૃતિપૂર્ણ વિચારોમાં રૅશનાલિઝમ નથી, અને તે પણ જ્યારે અભ્યાસ પોતે જ તટસ્થ ન હો્ય કે પૂરો ન હોય તો એમાંથી અંગત અભિપ્રાય જ દેખાય છે અને રૅશનાલિઝમમાં સબ્જેક્ટિવ એલિમેન્ટને સ્થાન નથી, દલીલ ઑબ્જેક્ટિવ હોવી જોઇએ.

    Like

  6. રોગીષ્ટ શરીરને તો બાળવું જ સારૂં નહીતર રોગના જંતુંઓનો ઉપદ્રવ વધે વળી દાટવાનો વિરોધ પણ ના હોવો ઘટે જો આથી ધરતી પુષ્ટ થતી હોય તો ! ઘણી બધી રીતે સંતુલન તો ખોરવાયુ જ છે.

    Like

  7. પહેલી વાર એવું છે કે કોઈક વિજ્ઞાન નો રેફરન્સ આપી ને વાત કરે છે ને જેમાં હું બિલકુલ સમંત નથી. આ વાત અને વિચારો કોઈ રીતે ગળે ઉતરે એવા નથી. હાં દુનિયા માં અત્યારે એનર્જી કટોકટી છે તો સાથે સાથે એના ઉપાયો અને બિન પરંપરાગત એનર્જી શંસોધન પણ ચાલુ જ છે. જો મુદ્દો એનર્જી કે લાકડા બચાવવા નો હોય તો આપને બીજી ઘણી સારી રીતે એ કરી શકીએ એમ છીએ. ગેસ કે ઇલેક્ટ્રિક સ્મશાનથી જો અગ્નિદાહ દેવાય તો એમાં થયેલ એનર્જી વપરાશ એકદમ વ્યાજબી છે. જમીન માં દફન કરવા ની પ્રથા થી હજારો એકર જમીન વેડફાઈ છે. લેખકશ્રી ને વિનંતી છે કે બંને બાજુ ની પુરતી તપાસ કરો તો સમજાશે કે કઈ વસ્તુ વધારે વ્યહવારિક છે. આમાં ધર્મ કે રીવાજ સાથે કઈ લેવા દેવા નથી.

    Like

  8. લગભગ ૭૫ વર્ષ પહેલાં મારા પીતાશ્રીની ઈચ્છા મુજબ એમને અમારા ખેતરના એક ખુણામાં દાટવામાં આવેલા. મારા બે કાકાઓને પણ એમના ખેતરના એક ખુણામાં દાટેલા. વર્ષો પહેલાં મેં જોયેલું કે અમારા ગામમાં દાટવા માટેની જે જગ્યા હતી તે ઘાસચારાની જમીન હતી, કદાચ આજે પણ એ હશે અને એમાં હજુ અમુક લોકો દફનવીધી કરતા પણ હશે. મારા ખ્યાલ મુજબ એક જ જગ્યાનો લાંબા સમયે ફરીથી બીજા મૃતદેહોના દફન માટે આ ઘાસચારાની વીશાળ જગ્યાનો ઉપયોગ થતો આવ્યો હતો. જો કે હવે ત્યાં પણ અગ્નીદાહની પ્રથા પ્રવેશતી જાય છે. હું લાંબા સમયથી પરદેશમાં હોવાથી મને ચોક્કસ ખબર નથી.
    ૧૯૮૭ કે ૧૯૮૮માં દેશ ગયેલો ત્યારે એક સ્મશાન યાત્રામાં ગયો હતો અને તે દફન પણ એમના ખેતરના એક ખુણામાં થયેલું.
    પરદેશમાં દફન માટે જમીનનો પ્રશ્ન છે જ અને અહીં હવે ખ્રીસ્તીઓ પણ અગ્નીદાહ પર પસંદગી ઉતારે છે.

    Like

  9. Very good thought provoking article. But still I agree with views of Dipak Dholakia. I will like to add one point. If a dead body or any of its parts are donated, hospitals or medical colleges will take which ever is needed. But what will be the position of rest of the body? Either hospital or medical college will have to take responsibility. And who knows how they will consider it? For them it is a waste and will not consider the feelings of relatives. In our culture, even the dead body is also considered “pavitra” and all proper “sanskars” are performed for its disposal. Another point about big metropolis is discussed. So how and where people will go considering cost of transportation of dead body? Some families with income below poverty line cannot afford even creamation because of high cost of wood. The problem is not restricted to India but it is world wide and there is no easy or one solution worldwide. And this is not the only problem which causes concern for environment and the solution of it will solve ecological problem. So what next?

    Like

  10. શ્રેષ્ટ તો ભુમી સંસ્કાર છે પણ દંભનો ઉપાય નથી.

    આપણે મીયા ભાઈની ટંગળી ઉચી તે ઉંચી એવું ઘણી વખત સાંભળીએ છીએ.

    માથા વગર ધડ બે દીવસ લડતું હતું એનો આ પાળીયો છે એ સ્વીકારી લઈએ છીએ અને ગામે ગામ આવા પાડીયા છે.

    એ હીસાબે અગ્નીસંસ્કારની માન્યતામાંથી છુટવું અઘરુ કહેવાય.

    Like

    1. દેહના નિકાલ માટે અગ્નિસંસ્કારનો વિકલ્પ માત્ર ભૂમિસંસ્કાર નથી. વાયુસંસ્કાર અને જલ સંસ્કાર પણ છે અને એની પણ ચર્ચા થવી જોઇએ ને?

      Like

      1. @ Dipak Bhai : ચર્ચા કરવાથી સમાધાન થવાની પુરી શક્યતા છે. નીરાકરણ માટે પસંદગીના બીજા સાધનો પણ તપાસવા જોઈએ.

        Like

  11. I have always been extremely impressed by the Parsi tradition of allowing the birds and animals to feed on the body and thus serving the ecosystem of planet earth one last time. Today, donating the body may be even better – not just for medical education, but also for eyes, kidneys, etc. I do not know what hospitals do with the rest of the body – would be curious to find out.
    I do feel the author makes a compelling case for burial instead of burning with wood. So much wastage of wood may not be a good idea. But others have rightly pointed out the practical difficulties with finding burial spaces, especially in overcrowded cities.
    Cremation using electric ovens may indeed consume far too much electricity, which would be better used for other purposes. But it may be the path of least resistance these days.

    All in all, it is a good article to make us question our deeply help beliefs, espcially on such an emotional subject.
    -A. Dave.\

    Like

    1. દવે સાહેબ,

      માન્યતાઓને પડકારવી જ જોઇએ પણ એના માટે વકીલની જેમ પુરાવા એકઠા કરીને નહીં. અંતિમસંસ્કારની જેટલી પદ્ધતિઓનો લેખકે ઉલ્લેખ કર્યો છે તેની પૂરી તુલના કરવી જોઈએ. અહીં તો લેખકની અમુક પસંદગી સ્પષ્ટ છે. હું એમની દલીલોને રિજેક્ટ નથી કરતો, પરંતુ લેખકનું કામ તુલનાત્મક અભ્યાસ લોકો સમક્ષ મૂકવાનું છે અને પોતાનો અભિપ્રાય તે પછી આપવાનું છે.

      તમે પારસી પદ્ધતિથી પ્રભાવિત છો, પણ એના વિશે તમને આ લેખમાંથી કઈં તટસ્થભાવે કઈં જાણવા મળ્યું? લેખક એ પદ્ધતિ પસંદ નથી કરતા.

      આશા રાખીએ કે લેખક પોતે પણ આ ચર્ચામાં જોડાશે અને વધુ વિગતે સમજાવશે.

      Like

      1. માનનીય દીપકભાઈ,
        આપની વાત સાચી જ છે. લેખકે બીજા ભૂમીસંસ્કારથી પણ કદાચ વધુ સારા પ્રયોગોને જોઈએ તેટલો ન્યાય નથી આપ્યો. પણ મને એમની એ વાત ગમી કે આપણે હંમેશા ભૂમીસંસ્કાર કેટલી જમીન રોકે છે તેનો વિચાર કરીએ છીએ પણ અગ્નિસંસ્કાર માટેના લાકડા કેટલી જમીન રોકે છે અને કેટલો CO2 જન્માવે છે એનો ભાગ્યે જ વિચાર કરીએ છીએ. એટલે લાકડા બળવા કરતા દાટવા સારા એવું લાગ્યું. પણ સાથે સાથે જ મને કેટલી electricity બળે છે તે ખ્યાલ નહોતો. જો ખરેખર લેખક કહે છે તેમ એક કારખાના જેટલી બળતી હોય તો અગ્નીસંસ્કારના બીજા વિકલ્પો વિચારવા જ રહ્યા.
        અને હું તમારી સાથે પણ સંમત છું. ભૂમીસંસ્કાર કરતા વાયુસંસ્કાર કે દેહદાન વધુ સારા છે જ તેમાં શંકા નથી.
        A. Dave (દવે)
        વિવેકપૂર્વક,

        Like

  12. આ બ્લોગ માં એક વાત સર્વવિદિત છે કે કોઈપણ પોસ્ટને સમજ્યા વિના વાહ વાહ
    ગૂડ, સુંદર સરસ કહેચી કેટલી ઉચિત છે ??
    વિનોદભાઈ એ હિન્દુઓની આ અતિ સુંદર અગ્નિસંસ્કારની વ્યવસ્થાને
    અગ્નિસંસ્કાર કરી નાખ્યા તે ખરેખર નિંદનીય છે .
    હિન્દુઓની આ અંતિમ વિધિને પણ વિવેક્પન્થીઓ છોડતા નથી તે એક
    દુખદ ઘટના છે. આવા ધડ માથા વિનાના લેખોનો જ અગ્નિસંસ્કાર
    કરવો રહ્યો તેમ નથી લાગતું ??
    કદાચ વિનોદભાઈ હિંદુ સંસ્કૃતિ ની પરંપરા થી બિલકુલ અજાણ્યા
    હશે તેવું માની શકાય.
    અનીસંસ્કાર થી તો એક જ જગ્યાએ સંસક્ર થવાથી ભૂમિ બિલકુલ વ્યર્થ
    જતી નથી જયારે દફન કરવાથી તો જમીન અને તેના અનુયાયીઓ
    તેમનો વિસ્તાર વધે તેમાં જ રસ હોય છે.
    મારા ગામ માં મુસ્લિમો ની સંખ્યા નહીવત હોવા છતાં તેવો
    કબર બનાવતા બનાવતા ઘણી જમીન પચાવી લીધી.
    આતો એકજ દાખલો કાફી છે.
    દફન કરવું એટલે વિસ્તાર કરવો પછી એ જમીન હોય કે વસ્તી અને એ
    આપણે જોઈએ છીએ.

    Like

    1. દરેક ના અલગ અલગ વિચારો હોય શકે અને અંગત માન્યતા હોય શકે પરંતુ વિશ્વ ની એક પ્રાચીન , મહાન સંસ્કૃતિ અને હિંદુ ધર્મ માં જ અગ્નિ સંસ્કાર નો રીવાજ છે અને તેની પાછળ ચોક્કસ સુક્ષ્મ અને પવિત્ર કારણો છુપાયેલ છે અને હવે તો તેને પરદેશ ના અન્ય ધર્મો ના લોકો પણ અપનાવે છે
      મેં જોયું છે કે ખીર્સ્તી ધર્મ ના લોકો પણ અગ્નિ સંસ્કાર કરવા નો આગ્ર હ રાખે છે અને હું તેમના અંતિમ અગ્નિ સંસ્કાર માં જોડાયેલ પણ છું શ્રીમદ ગીતા જી માં કહેલું છે કે જાતસ્ય હી ધ્રુવં જન્મો નેઈનામ છીદંતી શાસ્ત્રેણ નેઈનામ દહતી પાવક અરે શિવ પુરણ અને ગરુડ પુરાણ માં પણ અગ્નિ સંસ્કાર ને જ મહત્વ આપ્યું છે
      નિર્દોષ ચર્ચા માં હું માનું છું કોય નું દિલ દુખાવવાનો પ્રશ્ન નથી બ્રાહ્મણ છું એટલે અગ્નિ સંસ્કાર ને મહત્વ આપું છું એવું પણ નથી પરંતુ અગત માન્યતા અનુસાર તો અગ્નિ સંસ્કાર ભારત માં જ નહિ સમગ્ર વિશ્વ માં શ્રેષ્ઠ પદ્ધતિ છે અને તેનો ઉલ્લેખ ઘણી જગ્યા એ અરે વિશ્વના મહાન તત્વચિંતક, ધાર્મિક નેતા અંને અન્ય ધર્મ ના શ્રેષ્ઠ અને વિદ્વાન ધુરંધરો પણ કરેલ છે શીખ ધર્મ તેનો ઉતમ નમુનો છે હિંદુ મુસ્લિમ સંસ્કૃતિ નો સમન્વય થી બનેલ આ ધર્મ પણ અગ્નિ સંસ્કાર ને જ સમર્થન કરે છે વિશ્વ માં માત્ર એક જ ધર્મ યજ્ઞ- હવન દ્વારા અગ્નિ નારાયણ ને અહુતી દ્વારા સમર્પિત કરે છે વામન પુરાણ તથા સ્કંદ મહા પુરાણ માં સ્પષ્ટ સૂચિત છે કે મૃત્યુ બાદ દેહ ને અગ્નિ પાંચ મહાભૂત ને સમર્પિત કરી દેવો અને માનવાન્તર માં અગ્નિ ને નારાયણ નું રૂપ આપેલ છે મેડીકલ વિજ્ઞાન પણ સમર્થન કરે છે કે જો દર્દી રોગીષ્ટ હોય તો તેનું શરીર બાળી નાખવું દફન કરવું નહિ કેમકે દફન કરવા થી ચેપ ની માત્ર હવા જમીન ના રજકણો દ્વારા આજુબાજુ મ ફેલાય છે રામ ચરિત માનસ માં દશરથ રાજા ને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા અવ ઘણા ઉદાહરણો જોવા મળે છે બીજું કે હિંદુ સંસ્કૃતિ શિવાય, ખ્રિસ્તી અને મુસ્લિમ પાછળ થી આવેલ છે ૫૦૦૦ હઝાર વર્ષ ની સંસ્કૃતિ ના ચિન્હ ઈ છે કેહિંદુ વિક્રમ સવંત ૨૦૬૮ ચાલે છે, જયારે મુસ્લિમ હિજરી ૧૪૩૩ ચાલે છે અને ઈશવિષન ૨૦૧૨ છે માટે મારા મત પ્રમાણે અગ્નિસંસ્કાર ઉતમ છે

      Like

      1. ડોક્ટર જોશી સાહેબ,
        પાંચ હાજર વર્ષ પહેલા જેમ થતું હતું તે બધું સારું જ છે એવું માનવાને કોઈ કારણ નથી. જયારે લોકો ઓછા અને લાકડા વધારે હતા, ત્યારે તે રીત ચાલે તેમ હતી. આજે ઘણો બધો વિચાર કરવો પડે – કેટલા લાકડા કે ઉર્જા બાળીયે છીએ, આ શરીરનો બીજો ઉપયોગ થઇ શકે કે નહિ, આપણે વાતાવરણ માનો CO2 કેટલો વધારીએ છીએ, આપણે પૃથ્વીને આપણા સંતાનો માટે સારી સ્થિતિમાં મુકીને જવું છે કે નહિ, વિગેરે. એ બધું જોતા અગ્નિસંસ્કાર કરતા ભૂમીસંસ્કાર અને તેના કરતા પણ વાયુસંસ્કાર અને દેહદાન વધુ યોગ્ય લાગે છે.
        A. Dave (દવે)

        Like

    2. ભાઈ જગદીશભાઈ,

      કઈ કૉમેન્ટ પરથી લાગ્યું કે “… કોઈપણ પોસ્ટને સમજ્યા વિના વાહ વાહ ગૂડ, સુંદર સરસ…” એમ બધાએ કહ્યું છે?
      પહેલાં લેખ વાંચો, એના પરની કૉમેન્ટ્સ વાંચો તે પછી તમારી કૉમેન્ટ આપો તો લાગે કે તમે વાંચ્યા વિના નથી લખતા. સમજ્યા વિના વખાણ કરવાં એ તો ખોટું છે જ, પણ વાંચ્યા વિના જ ટીકા કરવી એ પણ ખોટું છે.

      Like

  13. (નોંધ: ભાઈ વીનોદ વામજા ભારત સરકારના ટેલીફોન ખાતામાં ઈજનેર છે. છેક ૧૯૯૪માં એમણે સ્વખર્ચે ‘ભુમીસંસ્કાર – આદર્શ અન્તીમક્રીયા’ પુસ્તીકાની પ્રથમ આવૃત્તી કરેલી. ત્યાર પછી તો તેની સંશોધીત ચારેક આવૃત્તીઓ થઈ. ગુજરાતીઓએ આ વીચાર અને તેની તલસ્પર્શી છણાવટને વધાવી. સુરતના નીવૃત્ત બૅંક અધીકારી શ્રી નરેન્દ્ર જાનીએ એનો અંગ્રેજી અનુવાદ કરી સ્વખર્ચે દેશ–વીદેશ વહેંચી. તે ૮૦ પાનની પુસ્તીકાના લખાણમાંનું આ આચમન છે. તે પુસ્તીકા લીન્ક નીચે આપી છે. માંડ ત્રણસો કેબીની આ પુસ્તીકા વાચકને નવી નજર આપવા સક્ષમ જણાશે. મને લખશો તો હું પણ તમને પુસ્તીકાની પીડીએફ મોકલી શકીશ

    શ્રી વીનોદભાઈને નમ્ર સુચન છે કે વધુ આવૃત્તિઓ ન છપાવશો. માત્ર PDF બનાવીને મોકલ્યાં કરો કારણ કે પુસ્તક છપાવવામાં વૃક્ષોનો દાટ વળી જાય છે. બને ત્યાં સુધી લાકડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળશો. ઘરમાં રોટલી વણવાના વેલણને બદલે રોટલી બનાવવાનું મશીન લાવશો.

    ઉપર સુજ્ઞ વાચકોના પ્રતિભાવો છે – વધુ કશું કહેવાની જરુર નથી લાગતી.

    Like

    1. શ્રી અતુલભાઈ, કદાચ ! (કદાચ જ !!) કટાક્ષમાં ભલે કહેવાયું હોય પણ આપનું કહેવું એકદમ મન સોંસરવું ઉતરી ગયું. પુસ્તકની છપાઈમાં કાગળો અને એ બહાને વૃક્ષોનો સોથ વળે એ કરતાં PDF આવૃત્તિ બહાર પાડવી એ ખરે જ વિચારણીય વિચાર છે. (કદાચ ગોવીંદભાઈને આ વિચાર ગમી ગયો છે !) આપનો આભાર. (વેલણ જેવા ઘાતક શસ્ત્ર વિષયે વાત કરવા જેટલી મારામાં હીંમત નથી !)

      Like

    2. Amarish v. Contractor , B/52 , Navjeevan Soc.. Bharuch-392001. Gujarat , India. says:

      DEAR SIR , KINDLY SEND ME PDF FILE .THANKS.

      Like

  14. ભુમીદાહની તરફેણ અને અગ્નિદાહની વિરુદ્ધમાં લખાયેલ આ લેખનો મુખ્યધ્વની છે, પ્રદૂષણ અને પર્યાવરણ.

    ૧. અગ્નિદાહ વાયુ પ્રદૂષણ કરે છે, પણ શું ભૂમીદાહ પ્રદૂષણમુક્ત છે? તેનાથી થતાં જમીનના પ્રદૂષણનું શું? લેખકે આ વિષયને ‘કફનથી જમીન રોકાય, જળ પ્રદુષણ થાય, રોગચાળો ફેલાય, તેવા વારમ્વારના પ્રચાર-પ્રહારથી આપણે હીપ્નોટાઈઝ્ડ થઇ ગયા છે’ તેમ કહીને ઉડાવી દીધો, તે સદંતર અયોગ્ય છે. હકીકતે અગ્નિદાહ અને ભૂમીદાહના લાભાલભ તટસ્થપણે ચર્ચવાની જરૂર હતી, જેનો સદંતર અભાવ સર્જાયો.
    ભુમીદાહ પણ પ્રદુષણમુક્ત નથી જ. વર્ષોપહેલા રેડીયોએક્ટિવના ભોગ બનેલા વ્યક્તિઓના શબમાંથી નીકળતું રેડીઓએક્ટિવ આજે પણ જમીન પ્રદુષિત કરે જ છે.

    ૨. લેખકે લાકડાં અને ઊર્જાસંકટની વાત કરી. પણ ઉર્જાના બીનપરંપારિકસ્તોત્રનો ઉપયોગ દ્વારા આ સંકટ નીવારી શકાય છે, આ મુદ્દો લેખક અવગણી ગયા. સૌરઊર્જા, પવનઊર્જા વગેરેક્ષેત્રનું દોહન કરી વધુ ઊર્જા મેળવી શકાય છે. આથી ઊર્જાસંકટ એ અગ્નિદાહ પુરતી જ સમસ્યા નથી.

    ૩. લેખકે ૨૫% હિન્દુઓ આ રસ્તો અજમાવે છે, એમ કહ્યું. આ આંકડો વધારે પડતો છે. બધા દલીત અને ઠાકોર સમાજની વ્યક્તિ ભુમીદાહ આપતા નથી, એ વાત લેખક અવગણી રહ્યા છે. દલીતોમાં પણ મહાદલીત સમાજમાં ભૂમીદાહનું પ્રમાણ વધારે છે. તેમાં પણ ધાર્મિક કે પર્યાવરણના કારણ કરતાં, આર્થિક કારણ વધુ છે.

    ૪. લેખકે સદંતર અવગણેલો મુદ્દો છે, ભુમીદાહ કરેલ વ્યક્તિની જમીનના પુનરુપયોગનો. લેખકે જેટલી સરળતાથી ભૂમીદાહ કરેલ વ્યતિની કબરની જમીન ખેતી કરવા કે અન્ય ઉપયોગ માટે વાપરવાની સલાહ આપી, શું વાસ્તવિકતામાં આ વસ્તુ આટલી સરળ છે? હકીકતે ભુમિદાહ પામેલી જમીન પાછી મેળવવામાં વાસ્તવિકતામાં ખુબ તકલીફ પડે છે. લેખકની દલીલ વાસ્તવિકતાથી અત્યંત દૂર છે.

    અગ્નિદાહની મર્યાદા હશે. પણ તેનો ઉપાય અગ્નિદાહ બંધ કરવાનો નહીં, પણ તેની મર્યાદા દૂર કરી વધુ અસરકારક બનાવવાનો છે.

    Like

    1. શ્રી કૃતેશભાઈ,
      રેડીઓ એક્ટીવ લોકો બહુ ઓછા હોય છે અને ક્યાંક જ. મોટા ભાગનાના શરીર નોર્મલ હોય છે જે તરત જ અળસિયા અને bacteria ના ખોરાક બને છે. વળી, ઉર્જાના બીજા સ્તોત્ર વાપરીએ તોયે તેટલી ઉર્જાનો બગાડ તો થાય જ છે અને સાથે સાથે CO2 પણ ઉત્પન્ન થાય છે જે અત્યારે પૃથ્વી માટે અત્યંત હાનીકારક છે. એટલે અગ્નિદાહ કરતા બીજા સારા ઉપાયો છે તેમ માનવું જ રહ્યું! હા, ભૂમીસંસ્કાર કે વાયુસંસ્કાર કે પછી દેહદાન, તે જુદો જ વિષય છે.
      A. Dave (દવે)

      Like

  15. દરેક શહેર કે ગામ માં અગ્નિસંસ્કાર નું સ્થળ કાયમ કરેલ હોય છે. જેથી દફન કરતાં બાળવામાં ૧૦૦ ગણી જમીન રોકાય છે એ કહેવું ૧૦૦% ખોટું છે. મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં દફન ક્રિયામાં સૌથી વધારે જમીન વપરાય છે. આપણા ધર્મના લોકો જ આપણા ધર્મમાં સ્વીકારાયેલી અગ્નિસંસ્કારની વૃત્તિ ની ટીકા કરે એ વ્યાજબી નથી.

    Like

    1. ભાઈ શ્રી રાજારામ જી,
      “આપણૉ ધર્મ” એટલે શું? ઋગ્વેદ “આપણા ધર્મ”નો ગ્રંથ છે. દેખીતું છે કે તમે ઋગ્વેદ વિશે કઈં જાણતા નથી. એમાં ચાર અંતિમ સંસ્કારની પદ્ધતિઓ છે. લેખક સાચું કહે છે. એમાં આપણા ધર્મની ટીકા ક્યાં છે? એ પણ સાચું છે કે બાવા, ગુંસાંઈં અને વૈરાગી તેમ જ ધર્માત્માઓના ભૂમિસંસ્કાર થાય છે. એ શું “આપણા ધર્મ’ના નથી? ઋગ્વેદમાં કહેલી ચારમાંથી એક પદ્ધતિ પારસીઓમાં છે. ભૂમિસંસ્કાર મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં છે. એકમાત્ર હિન્દુ ધર્મ એવો છે, જેમાં ત્રણ પદ્ધતિઓ અમલમાં છે. પણ ઋગ્વેદની વાત જવા દો, તમે તો ધ્યાનથી લેખ પણ વાંચ્યો હોય એમ નથી લાગતું.
      એમના આ લેખમાં “મારા ધર્મ”ની તો ટીકા મને જોવા નથી મળી, “તમારા ધર્મ’ની ટીકા હોય તો કહો. કારણ કે હમણાં હિન્દુધર્મનાં રૂપરંગવાળો નવો ધર્મ શરૂ થયો છે, ખરો. કદાચ એમાં ઋગ્વેદમાં લખેલું પણ ખોટું મનાતું હશે.

      Like

    2. શ્રી રાજારામભાઇ
      આપ પહેલા લેખ ફરીથી વાંચો. લેખકે બરાબર સમજાવ્યું છે કે કેમ લાકડા બળવાથી વધુ જમીન નો બગાડ થાય છે.
      A. Dave (દવે)

      Like

  16. ઘણા બધાએ ઘણી વાતો કરી.
    મુળ સવાલ લાકડા બચાવવાની વાત પર વધુ જોર દેવામાં આવ્યું.
    પણ એક સરળ રસ્તો – સુર્ય શક્તિના ઉપયોગ માટે ન વિચારી શકાય ?
    પેરાબોલીક મીરરથી જોઈએ તેટલું ટેમ્પરેચર મેળવી શકાય છે.

    Like

  17. સૌ પ્રથમ તો વીનોદભાઈનાં આ પુસ્તકના ટુંકસારનું અક્ષરાંકન કરવાની મને તક આપી અને વળી એ લખાણને અહીં બ્લોગ પર સ્થાન આપ્યું એ બદલ હું ગોવીંદભાઈ અને ઉત્તમભાઈનો આભાર માનું છું. લેખકશ્રી વીનોદભાઈના અનેકોમાંના એક નિકટનાં મિત્રનો હું મિત્ર હોય તે મિત્રએ કેટલાક સમય પહેલાં આ પુસ્તક મને ભેટરૂપે આપેલું. આ પુસ્તક અને એની પાછળ લેખકશ્રીનો પણ પરિચય થયો એ માટેનું શ્રેય વળી “અભીવ્યક્તી”ને જ જાય છે ! મારી વાત જરા લાંબી થશે પણ ક્ષમાસહ હું આપ સમક્ષ રાખીશ.

    ઘણા સમય પહેલાં, અહીં જ એક લેખ આ અંતિમસંસ્કારના વિષયનો આવેલો. (શ્રી દીપકભાઈએ ઉપર પ્રતિભાવમાં આ ઉલ્લેખ્યું છે જ.) જો કે આજે ઉતાવળે મને એ સંદર્ભ મળ્યો નહિ પણ એ લેખ પર મેં આપેલો પ્રતિભાવ મને થોડોઘણો યાદ તો છે જ. આજે પણ ઘણાં મિત્રોએ જેમ આ ભૂમિદાહના વિચાર સાથે અસહમતી દર્શાવી એમ મેં પણ અંશતઃ અસહમતી દર્શાવેલી જ. હું (અને આપણે જાણીએ છીએ તેમ આ બ્લોગના ધારક ગોવીંદભાઈ અને ઘણાખરા વિચારવંતા વાચકો પણ) અસહમતીને મહદાંશે આવકારું છું. કેમ કે, સહમતી-અસહમતી એ જ તો ચાલકબળ છે આ વિચારવલોણાનું. રોજની જેમ, અમારા અંગત મિત્રમંડળમાં પણ વિવિધ બ્લોગ અને તેના વિચારો પર ચર્ચાઓ થતી જ રહે છે. (એ મારી આળસ છે કે એ બધી ચર્ચાઓ વળી બ્લોગના માધ્યમે આપ સુધી નથી પહોંચાડી શકતો !) ઉપરોક્ત ઉલ્લેખ થયો તે જુના લેખના વિચાર પરની ચર્ચા દરમિયાન એક મિત્રએ મને, એક અલગ દૃષ્ટિકોણ જાણવા મળે એ શુભહેતુથી જ, ઉપરોક્ત પુસ્તક, ન માત્ર ચીંધાડ્યું, ભેટ પણ આપ્યું. અને ત્યાર પછી એક સમે લેખકશ્રીની રૂબરૂ મુલાકાતનો લાભ પણ આપ્યો. આ થઈ પુસ્તક અને લેખકશ્રી સાથેના પરિચયની વાત. આજે તો અમે પણ સારા મિત્રો છીએ. ઉપર ઘણાં મિત્રોએ વાજબી દાખલા દલીલો સાથે સહમતી-અસહમતી દર્શાવી જ છે. એમાંની ઘણી અસહમતીઓ સાથે હું, લેખકશ્રીનો મિત્ર હોવા છતાં, સહમત છું.

    પણ…છતાં કેટલીક બાબતોની ચર્ચા હું કરીશ. પ્રથમ એ ચોખવટ કરું કે, લેખકશ્રી બ્લોગીંગ કે નેટ વિષયે બહુ બધા જાણકાર ન હોય તેઓ માટે અહીં સઘળા આદરપાત્ર વાચકોને પ્રત્યુત્તર આપવો અઘરું થશે. છતાં હું પણ પ્રયત્ન કરીશ કે તેઓ આ સઘળી ચર્ચાના સંદર્ભમાં પોતાના વિચારોને સ્પષ્ટ કરે. હું ઓળખું છું ત્યાં સુધી તેઓનો ઈરાદો પોતાની વાત અન્ય લોકો પર ઠોકી બેસાડવાનો થતો જ નથી. એમ તેઓનો માત્ર હું જ સાચો એવો કોઈ દાવો પણ નહિ હોય. (ઉપર અંતના ફકરામાં લખેલું જ છે કે, ” તેમ છતાં આ વીચાર ભલે અત્યારે અપનાવી ન શકાય; પણ વીચારી તો જરુર શકાય.” તેમ જ, “આ વીષય પર વધુ વીચાર, બૌદ્ધીક અભ્યાસ કરી શકાય.” )

    આમ, તેઓનો ઈરાદો માત્ર પોતે સૂચવેલી પદ્ધત્તિ જ ખરી અને અન્ય સઘળી ખોટી એવું દર્શાવવાનો તો નથી લાગતો. તેઓ માત્ર એક નવિન પદ્ધત્તિ તરફ આંગળી ચીંધે છે. હા જેમ આપણને બધે જ અનુભવવા મળે છે તેમ, જેમ દરેક માણસ પોતાની વાતનું વજન વધુ પડે તે માટે પ્રયત્ન કરે છે તેમ, લેખકશ્રી પણ પોતાને યોગ્ય જણાતી પદ્ધતિની તરફેણમાં કંઈક વધુ ભાર મુકે છે. અને એમ ન હોય તો જ નવાઈ. કેમ કે, લેખકશ્રી અહીં સઘળી અંતિમસંસ્કાર પદ્ધત્તિઓનું તટસ્થભાવે મુલ્યાંકન કરતા નથી કિંતુ પ્રમાણમાં બહુ ન ચર્ચાયેલી એક નાવિન્યસભર (હાલના સંદર્ભમાં) પદ્ધત્તિથી સૌને અવગત કરાવવા પ્રયત્ન કરે છે. અને માટે જ તો આ લેખ, આ રેશનલ બ્લોગ પર છે. મેં તો ગોવીંદભાઈ સાથેની તાજી તાજી ઓળખાણ (બ્લોગ માધ્યમે જ સ્તો) સમયે શક્ય તેટલા ઈમાનદાર બની અને, એક અંગત મેઈલમાં, એ અર્થનું જણાવેલું કે ’હું મારી જાતને શતઃપ્રતિશત રેશનલ નથી ગણી શકતો, પણ મને એ વિચારધારા સમજવી ગમે છે કેમ કે, સભાનપણે રેશનલ ન હોવા છતાં, આ વિચારધારાનો સભાનતાપૂર્વક કશો અભ્યાસ કે આચરણનો કશો જ પ્રયત્ન ન કર્યા છતાં, હું સ્વભાવથી એ વિચારધારાને વધુ માફક લાગું છું !’ અને એ ગોવીંદભાઈની મોટપ છે કે તેઓએ મને પણ એકસમાન સ્નેહથી જ આવકાર્યો. ઘણાં વિષયોમાં મારી અસહમતીને પણ સ્નેહપૂર્વક આવકારી અને સ્થાન પણ આપ્યું. (બ્લોગ જગતનો મારો અનુભવ કહે છે કે આ એક વાત ઘણી અઘરી છે ! અને બહુ ઓછા લોકોના બ્લોગ પર આ શક્ય છે ! જો કે એવા “બહુ ઓછા” લોકો સાથે જ મારે વધુમાં વધુ મિત્રતા રહી તે આનંદની વાત છે !) આ તો વળી હું મારી વાતે ચઢી ગયો (માનવસહજ સ્વભાવ !!) પણ, વિવિધ માન્યતાઓને ચકાસવાનો હેતુ અહીં જ તો સિદ્ધ થાય છે. લેખકશ્રી પણ એ જ ઈચ્છે છે કે સૌ મારી વાત આંધળુકીયા કરી માની ન લે. તેના ગુણદોષ વિચારે, તેની ચર્ચા કરે, અન્ય પદ્ધત્તિઓના ગુણદોષ પણ વિચારે, સરવાળે ભવિષ્યમાં કોઈક વધુ કુદરતી, વધુ પર્યાવરણ ફ્રેન્ડલી, વધુ સ્વિકાર્ય એવી પદ્ધત્તિ પણ અમલમાં આવે.

    ક્યાંક ક્યાંક ચર્ચાનો ધ્વન્યાર્થ એવો પણ નીકળે છે કે લેખક વાસ્તવવાદી ઓછા અને આદર્શવાદી વધુ જણાય છે. હું પણ સહમત છું. પરંતુ આપણે એ પણ ધ્યાને લેવું જોઈએ કે આ કોઈ નવી નવાઈની વાત નથી ! અગાઉ પણ કંઈ કેટલા લેખકો, વિચારકો, સુધારકોએ આદર્શોની કલ્પનાઓ આપેલી જ છે. હા, સઘળા આદર્શો વાસ્તવિક બનતા નથી તેમ સઘળા આદર્શવાદી વિચારો માત્ર વરાળ પણ બનતા નથી. એક માણસ પોતાનો અંગત, પોતાના દૃષ્ટિકોણે વધુ ઉપયુક્ત જણાયેલો, પોતાના સિમિત સ્રોત દ્વારા અને પોતાની આસપાસના વાતાવરણમાં ચકાસાયેલો, ઓછામાં ઓછું સૌને વિચાર કરવા જેવો લાગેલો, એક વિચાર વહેતો મુકે છે. અને જેમ આજે અહીં તેમ, એ વિચાર પર, આપણે સૌએ ગુણદોષ ચકાસવા મહેનત લીધી તેમ, અન્ય વિચારવંત લોકો વિચાર કરે છે. એક વિચારના ઘડતરની કદાચ આ જ પ્રક્રિયા હશે. બધું જ જેમ છે તેમ માની લેવું, કે હાલ પોતે માને છે એ જ માત્ર ખરું સમજી બધું જ અમાન્ય કરવું એ આ ઘડતરની પ્રક્રિયાને રોકી પાડતું પરિબળ થશે.

    મને પણ હાલ ઘણા સમાજોમાં પ્રચલિત દફન પદ્ધત્તિ કરતાં બાળવાની પદ્ધત્તિ વધુ સારી લાગે છે. હું બાળવાની પદ્ધત્તિથી ઉત્તમ અન્ય કશી પદ્ધત્તિ હોઈ શકે એ વિશે વિચારવા પણ તૈયાર ન હતો. પરંતુ આ પુસ્તકમાં વળી દફનને લગતી જે પદ્ધત્તિ (ભલે હાલ તે આદર્શવાદી જ જણાતી હોય)નું વર્ણન વાંચ્યું ત્યારે મને ફરી એક વખત બાળવું અને દફન એ બે પર વધુ વિચારવા જેવું લાગ્યું. એનો અર્થ એ નથી કે હવે હું દાટવાની (જે રીત આ પુસ્તકમાં વર્ણવી છે તે) પદ્ધત્તિને જ શ્રેષ્ઠ ગણવા માંડ્યો હોઉં ! ફરક એટલો કે હું હવે આ બે પદ્ધત્તિના ગુણદોષ વિશે વિચારવા તૈયાર થયો. અહીં લેખક વતી બોલવાનો મને હજુ અધિકાર નથી પરંતુ મેં મારા વિચારો રજુ કર્યા છે. આપ સૌ મિત્રોએ, એક નાનકડા ગામમાંથી, એક સામાન્ય માણસનાં મનમાંથી, ઉત્પન્ન થયેલા વિચારને વિચાર યોગ્ય ગણ્યો અને સમય ફાળવી સુંદર મજાના, બહુ ઉપયોગી પ્રતિભાવો રજુ કર્યા, હજુ પણ કરશો એ વાત જ ધન્યવાદને પાત્ર છે. આપ સૌ વિચારવંતા મિત્રોનો હું લેખકશ્રી વતી આભાર માનું છું અને લેખકશ્રીને શક્ય તેટલી, ચર્ચાઓમાં વણાયેલી, બાબતો અંગે પોતાના વધુ સ્પષ્ટ વિચારો જણાવવા વિનંતી કરીશ અને તેઓનો આદેશ થશે તો તેઓ વતી એ વિચારો આપના સુધી પહોંચાડીશ. ફરી એક વખત, ગોવીંદભાઈ અને આપ સૌ પ્રતિભાવક મિત્રોનો આભાર.

    Like

  18. બેમાંથી એક પણ નહીં ..
    ઇલેક્ટ્રિક સ્મશાનમાં શરીરના બળવાથી પેદા થતી ઉર્જા વાપરી શકાય છે. મોટા શહેરોમાં – જ્યાં રોજનાં અનેક શબ સ્મશાને આવતા< હોય ત્યાં તો ખાસ.
    બીજે પણ… બહુ ઓછી ઉર્જા ભઠ્ઠી ચાલુ કરવા વપરાતી હોય છે .
    – એક વીજેજનેર !!

    Like

  19. I am amazed to find that many friends have considered themselves and their views superior to that of writers. Here is a presentation towards a New Direction for Discussion. There can be a better Method. We are in search of them. So far I was also thinking that putting Death Body on pier of Wood and setting it to fire is the Cleanest way. Now my this belief is shaken up and am ready to evaluate newly suggested Other Methods.

    We all have to evaluate all such and similar proposed ideas should be Ready to Discuss and then come to any conclusion. To take for granted that whatever has been Traditionally accepted and considered and Promoted by Scriptures are Better. There is No Limit to Improve Upon any thing, Now and In Future. Science always continues for better and better alternatives and we evaluate them to accept or reject.

    I am open to reconsider my present belief and accept a New one proved better after Testing. This is the Purpose of Rationalism to Find Better ways of Living and Beneficial to Mankind. Let us NOT Accept or Reject the New Ideas, out right. This is No way to Show Superiority. Let us All make a sincere Effort towards finding a Better way of Disposal of a Dead Body. I myself has Donated my entire Body after Death as I considered that it may be Useful to some one in some way.There are so many lives wasted due to Non Finding a good Body Part. Let us Take One Small Step for Betterment of Humanity. Thanks for the Present Discussion on a very thoughtfully written Article.

    Fakirchand J. Dalal
    U.S.A.
    Friday, October 26, 2012.

    Like

  20. મેં એક પંડિત રઘુ નંદન ઝા પાસેથી સાંભળેલું કે શાસ્ત્રોમાં મૃત શરીરનો ચાર રીતે નિકાલ કરવાનું કીધું છે. અગ્નિદાહ.ભુદાહ ,જલદાહ અને વન દાહ સાબરકાંઠા ના આદિ વાસીઓ મૃત શરીરને દાટી દ્યે છે .પારસીઓ વનદાહ જેવું કરે છે.અને ઘણા લોકો ગંગા નદીમાં શબને વહેતું કરીને જલદાહ કરે છે . મને શબને દાટીને નિકાલ કરવો ગમે .પણ તેના ઉપર કોઈ નિશાની રાખવી નહિ. મોટા શહેરોમાં જમીનની અછત હોય એટલે ત્યાં ઈલેક્ત્રીકથી અગ્નિદાહ કરવો યોગ્ય છે .લાકડાં બાળીને અગ્નિ સંસ્કાર કરવાની ક્રિયાને હું યોગ્ય નથી ગણતો .

    Like

    1. લ્યો, આતા જેવા પોતે જ વિદ્વાન અને જ્ઞાની તેમ જ શાસ્ત્રજ્ઞ માણસ વળી અન્ય શાસ્ત્રજ્ઞ વિદ્વાનનો સંદર્ભ આપી હિંદુઓને ચારે સંસ્કારમાંથી એકેનો બાધ નથી એવું જણાવે છે. લેખકનો ઉદ્દેશ પણ એ જ જણાવવાનો છે કે, હિંદુઓને પણ, શબનાં વિસર્જન અર્થે એકે પ્રક્રિયાનો શાસ્ત્રોક્ત બાધ નથી જ. કદાચ આ વાત જણાવવા તેઓએ પોતાની ક્ષમતા અનુસાર એકાદ બે શાસ્ત્રોક્ત ઉદાહરણો આપ્યા. મૂળ વાત એ છે કે, હિંદુ હોવા છતાં અગ્નિસંસ્કાર ને બદલે ભૂમિ સંસ્કાર (કે સ્થળ અને સમયાનૂસાર અન્ય કોઈ વધુ ઉપયુક્ત સંસ્કાર) કેમ થાય ? છી ! છી ! છી !… આ માનસિકતા શાસ્ત્રોક્ત તો નથી જ. અર્થાત જેઓને શાસ્ત્રોક્ત વર્તવાની ઈચ્છા હોય તેઓ પણ માત્ર અગ્નિ સંસ્કાર નહિ, અન્ય સંસ્કારોમાંથી એકની પણ પસંદગી કરવા સ્વતંત્ર છે જ.

      મને પણ ભૂમિ સંસ્કાર સામે કિંમતી ભૂમિ રોકાઈ રહે, તે પર ચિહ્નો બની રહે, ક્યારેક એ ચિહ્નો કે એ ભૂમિ વિવાદનું કારણ પણ બને, એ મુખ્ય વાંધો જણાય છે. પરંતુ આ લેખકે તેના તોડરૂપે જે વાતો જણાવી (લેખના અંતે ટુંકમાં “નવીનતમ પદ્ધતી” હેઠળ જણાવ્યું અને પુસ્તકમાં તો વિસ્તૃત રીતે જણાવ્યું જ છે.) તે આ પદ્ધત્તિની અસ્વિકાર્યતાનાં મારા એક કારણનું વાજબી નિરાકરણ આપે છે. આવું મારું માનવું છે. આભાર આતા.

      Like

  21. મૃત્યું પછી શબનો યોગ્ય રીતે નીકાલ કરવો જોઈએ. કોઈને ઉપયોગમાં આવતું હોય તો દેહદાન, ચક્ષુદાન અને જીવતે જીવ રક્તદાન કરવું જોઈએ. સ્થળ, સમય અને સંજોગો પ્રમાણે જે રીતે વ્યવહારીક હોય તે રીતે શબનો નીકાલ કરવો જોઈએ.

    કોઈક લોકો એવી માન્યતા ધરાવે છે કે ક્યામતના દિવસે કે અંતિમ ચુકાદાના દિવસે શબને ફરી થી પુન:જીવિત કરવામાં આવશે અને તેનો ન્યાય કરવામાં આવશે. આવી માન્યતા સાથે કોઈ પણ રેશનલ કે સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિએ સહમત ન થઈ શકે.

    શ્રી અશોકભાઈ,
    પુસ્તકની વાત કટાક્ષમાં તો કહી હતી પણ સાથે સાથ કાગળ બનાવવામાં વૃક્ષોનું નીકંદન નીકળે છે તે વાત પણ ધ્યાને રાખવા જેવી છે. ઘણાં વખતે આપને પ્રગટ થયેલા જોઈને આનંદ થયો. આનંદ આપના પ્રગટ થવાનો થયો છે ઘણાં વખતે પ્રગટ થયાં તેનો નહીં.

    Like

    1. શ્રી અતુલભાઈ, પ્રથમ તો મને વિશ્વાસ છે તેમ જ આપનાં ખુલ્લા મનના વિચારો બદલ ધન્યવાદ. આપની સાથે સહમત છું કે “સ્થળ, સમય અને સંજોગો પ્રમાણે જે રીતે વ્યવહારીક હોય તે રીતે શબનો નીકાલ કરવો જોઈએ.” બસ, આ મૂળ વાત છે. અને અહીં લેખકને પોતાના પરિપ્રેક્ષ્યમાં ચકાસાયેલો વિચાર વધુ ઉપયુક્ત જણાયો છે પણ સૌએ તેને સ્વિકારવો જ તેવો આગ્રહ નહિ પણ વિચારવો, ચકાસવો એવો આગ્રહ રખાયો છે. વળી અંતિમ ચુકાદો કે પુનઃજીવન કે ન્યાય એ બધું પણ ધર્મપ્રેરીત માન્યતાઓ જ છે. જે સાથે પણ સહમત થવું જરૂરી નથી જ. કાગળનો દૂરુપયોગ અને વૃક્ષોનું નિકંદન ભલે કટાક્ષમાં પણ સાચેસાચી વાત છે. મને તો ગમી જ. (અને આ વિષયે પણ કોઈક સમજદાર મિત્ર ક્યારેક લખશે એવી આપણે આશા પણ રાખીએ.) રહી વાત મારા ’પ્રગટવાની’, (કે લગભગ ૪૦ દહાડા અપ્રગટ રહેવાની !) તો એ વિશે હું ટૂંક સમયમાં જણાવીશ જ. કૃપયા પ્રતિક્ષા કરે !

      Like

  22. હું કોમેન્ટ કરવમાં મોડો પડ્યો છું અને અત્યાર સુધીમાં ઘણા લોકોએ ઘણું કહી જ દીધું છે. છતાં પણ હું મારી જાતને રોકી શકતો નથી. સૌ પહેલા તો કોઈ વ્યક્તિ સ્વખર્ચે કશું સાહિત્ય છપાવે અને વહેંચે (વેચે નહિ, વહેંચે) એનો અર્થ શું? એમ સમજવું કે આમ કરવાથી તે સાહિત્ય ઉત્તમ કક્ષાનું છે? અશોકભાઈ, તમારામાં મને પૂર્ણ શ્રદ્ધા છે, પણ તમે કહો છો કે લેખકનો પોતાની વાત મનાવવાનો આગ્રહ નથી. તો ભાઈ લેખક પોતાના ખર્ચે આ પુસ્તિકા છપાવીને શું કામ વહેંચી રહ્યા છે? ફક્ત એટલા જ માટેને કે વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તેમાંથી શક્ય તેટલા વધુ લોકો તેમના વિચાર સાથે સહમત થાય? માતાજીના પરચાના કેટકેટલા ચોપાનિયાં લોકો સ્વખર્ચે છપાવે છે, એનો હેતુ પણ પોતાની વાત સાચી ઠરાવવાનો જ, શું આપણે એમ કહીશું કે એ લોકો ફક્ત નિર્દોષભાવે પોતાના વિચારો અન્યોને જણાવે છે?

    આ પુસ્તિકામાં અનેક ભૂલો રહેલી છે, જે ઉપર ના ચર્ચાઇ હોય એવી એકાદ બે. લેખક એક જગ્યાએ અગ્નિદાહ કરવા માટે કેટલા વૃક્ષો વાવવા પડે એની વાત કરે છે અને એને માટે કેટલી જમીન જોઈએ એની વાત કરે છે અને પછી વધતી જતી વસ્તી માટે જમીનની જરૂરિયાતની વાત કરે છે. સાથે સાથે પર્યાવરણને નુકશાન થવાની પણ વાત કરે છે. ખબર નથી પડતી કે લેખકનો ઝુકાવ અને દલીલ કઈ તરફ છે. જમીનના ઉપયોગ તરફ કે પર્યાવરણ તરફ? કેમકે એક વાત તો સ્વાભાવિક છે કે લાકડાઓ હંમેશા અવાવરૂ જંગલમાંથી નથી આવતા. જો આપોઆપ ઉગેલા લાકડાઓથી જ અગ્નિદાહ દેવાતો આવ્યો હોત તો અત્યાર સુધીમાં ફક્ત ભારતના જ નહિ, આખા વિશ્વના જંગલો નાશ થઈ ચુક્યા હોત. લાકડા માટે વૃક્ષો વાવવા પડે છે. ભલે પછી વ્યક્તિગત રીતે કે સરકારી રીતે તે કામ થતું હોય. અને સૌથી અગત્યનું એ છે કે એક હજાર વારના પ્લોટમાં જ્યાં અગ્નિદાહ દેવાનું સ્મશાન હોય તેની જરૂરિયાતને પહોંચી વળવા માટે લાખો વાર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. શું લેખકે આ વાવેતરને કારણે પર્યાવરણને થતા ફાયદાની મૂલવણી કરી છે? કોઈપણ વસ્તુ માટે એકતરફી દલીલો રજૂ કરવાથી શું સિદ્ધ થાય? વૃક્ષો કાપવાથી થતા નુકસાનની વાત કરીએ તો એની સાથે સાથે વૃક્ષો કપાયા પહેલા એનાથી થયેલા ફાયદાની વાત કરવી અને એ વૃક્ષ કપાયું તે જગ્યાએ શું થશે તેની પણ અસરકારક નોંધ લેવાઈ હોય તો મુદ્દો નૈતિક રીતે ચર્ચાયો તેમ કહેવાય.

    બીજી એક જગ્યાએ તેઓ કહે છે “વર્ષોથી આપણે વીદેશથી, ઈમારતી લાકડાં આયાત કરી અબજોનું હુંડીયામણ ગુમાવ્યું. બાકી આ ફળદ્રુપ ભુમીમાં અબજોનું હુંડીયામણ સામું મેળવ્યું હોત.” શું તેઓ એમ કહેવા માંગે છે કે વલસાડના સાગના જંગલોમાંથી લાકડું લાવીને તેના ઉપર લોકોને અગ્નિદાહ દેવામાં આવે છે? કે પછી તેઓ એમ કહેવા માંગે છે કે બનાસકાંઠાના રણ વિસ્તારના જંગલોમાં કે જ્યાં કશું જ ઉગતું નથી ત્યાં ઉગાડેલા ગાંડા બાવળના લાકડાનો જે ઉપયોગ શબ બાળવા માટે થાય છે તેની જગ્યાએ એ રણમાં સાગ, સાલ અને સીસમ જેવા લાકડા ઉગાડી શકાયા હોત? બહુ અતિશયોક્તિ કરીને ભોળી અને લાંબું ન વિચારી શકતી પ્રજાને બહેલાવવાનો જાણે-અજાણે પ્રયાસ થયો છે.

    હાલમાં ભારતમાં જ અને વડોદરા નજીકના ધર્મજમાં જ સૌર ઉર્જાનો સીધો ઉપયોગ કરીને વિદ્યુત સ્મશાનગૃહ બનાવવાનો પ્રયત્ન ચાલતો હતો તેવું મારી જાણમાં છે. ભારતમાં રહેતા મિત્રો તે વિષે વધુ જાણતા હોઈ શકે કે જાણકારી પ્રાપ્ત કરી શકે તેમ છે. આ ઉપરાંત સૌર ઉર્જાથી ઉત્પન્ન કરેલી વિદ્યુત શક્તિથી પણ વિદ્યુત સ્મશાન ચલાવી શકાય.

    આખા લેખમાં અંતિમ ફકરામાં વપરાયેલા આ વાક્ય સાથે મને કોઈ મેળ બેસતો જણાયો નહિ, “આપણા સૈનીકો દેશ માટે જાન આપી દે, ને આપણે પરમ્પરાને રોઈએ છીએ !” શું કારણ હોઈ શકે આ વાક્ય વાપરવાનું? ફક્ત લોકોને ઇમોશનલ બનાવવા સિવાય અન્ય કોઈ હશે? આખા લેખમાં સૈનિકો ક્યાંથી આવી ગયા? લેખકે ફક્ત પોતાના વ્યુહ અને માન્યતાઓને જ સાબિત કરવાના પ્રયાસ કર્યા છે. ભૂમિદાહની આડ‌અસરોની ચર્ચાતો કરી જ નહિ.

    પુસ્તકના અંશમાંથી જ જો આવા તો અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે તો આખું પુસ્તક વાંચનારને કેટલા થયા હશે?

    Like

  23. ગુજરાત સમાચારના ગુ. છો. શાહના લેખ જેવો લેખ લાગ્યો.હહાહહા…
    In the high mountains of Tibet, where trees don’t grow, natural resources scarce, and the land is harsh, Tibetan Buddhists do not bury their dead, nor waste precious resources cremating the body. From dust to dust, flesh to flesh, nothing is wasted. Human body flesh makes precious food for the vultures. Tibetan Buddhists feed their dead to the vultures. This is good karma.

    Like

  24. Friends,
    Much has been discussed so far. In any case/method, the main object is to dispose off a dead human body in the best way with due respect and providing “Environmental protection.” Also economy is a point of consideration.
    Each method has +ve and -Ve features. So far 4 methods have been discussed.
    There is another method which can be discussed. “BURIAL AT SEA.” Generally “NAVIES” perform this type of burial. Private parties also use this type of burial. There are laws for using this method.
    Australia: Permit is required. The body in coffine with enough weight has to be burried which should sink deeper than 2000 meters.
    USA: No funeral Director is required. Weighty coffine is required so that it sink quickly.
    Other laws are applicable in all the ccases of burial at sea.
    Osama bin Laden was burried at sea.
    More detail study is required before we conclude. This is an idea only.

    Amrut Hazari.

    Like

  25. ઈલેક્ટ્રીક ભઠ્ઠી, ડીઝલ ભઠ્ઠી કે ગેસ ભઠ્ઠી જ્યાં સગવડ હોય અને ખર્ચ ઓછો આવતો હોય ત્યાં શબનો નીકાલ કરવો જોઈએ.

    કાર્બન ડાયોક્સાઈડ ઓછો નીકળે અને રાખ ઓછામાં ઓછી કે મામુલી નીકળે.

    નદી, નાળા કે સમુદ્રમાં અસ્થી વીસર્જનની ક્રીયા ન કરવી પડે.

    જમીનમાં દાટી દીધા પછી કે અમુક જગ્યાએ દાહ પછી ભુમી ગ્રહણ માટે મુંબઈમાં બાબા સાહેબ આબેંડકર અને બાળ ઠાકરેના અનુયાયીઓ બાબત રોજે રોજ સમાચાર આવે છે જે આવતા બંધ થાય.

    Like

  26. હું ચર્ચા માટે મોડો પડ્યો છું કારણકે મને બ્લોગ મળ્યો નહોતો, અને મને જાણ કરી નહોતી.
    જલદાહ માટે પાસે સમુદ્ર હોવો જરૂરી છે. નદીમાં શબ વહાવાથી જલ પ્રદૂષણ થાય. અને વનદાહ માટે જંગલ પાસે હોવું જરૂરી છે. નહિતર દૂર જવું ઘણું મોઘું પડે.
    પારસીઓની પદ્ધતિને પુસ્તકમાં જરૂરી સ્થાન આપ્યું છે. તેની પણ ઘણી મર્યાદા છે.
    બસ કે રેલ્વેના પ્રવાસ દરમિયાન બારી બહાર જોશો તો ઘણી નકામી, પડતર જમીન જોવા મળશે. સરકારી આંકડા પ્રમાણે 15 ટકા જમીન બંજર છે.
    બીજા ઘણા મુદ્દા પુસ્તકમાં આપેલા છે આ નાના લેખમાં બધુ આપી શકાય તેમ નહોતું. શ્રી ગોવીંદભાઇ મારૂ એ પુસ્તકની PDFની લીંક લેખના અંતે આપેલી છે. તેમાં બધા પ્રશ્નોના જવાબો છે.
    હું બધાના અભિપ્રાયોનું સન્માન કરું છું. મારી ટીકા કે વિરોધી વિચાર રજૂ કરો તો પણ મને કંઈ વાંધો નથી.
    મારો મૂળ હેતુ રાષ્ટ્રની સંપતિ અને પર્યાવરણ બચાવવાનો છે. આખી દુનિયામાં માત્ર આપણે જ શબને બાળવાં છીએ. તેનાથી આપણે શું ફાયદો થયો? કોઈને ખબર હોય તો મને જણાવે. છતાં મારો કોઈ એવો આગ્રહ નથી કે ભૂમિદાહ જ અપનાવો અને તે શ્રેષ્ઠ છે.
    આ તો આ વિશે વિચારવાની એક શરૂઆત કરી છે ભુમિદાહથી પણ શ્રેષ્ઠ પદ્ધતિ મળી શકે છે. હું એક વ્યક્તિ તો કેટલું વિચારી શકુ? બધાનો સાથ લઇને ચાલવા માંગુ છું. વિનોદ વામજા.

    Like

Leave a comment