હું માનવી માણસ થાઉં તો ઘણું

–ડૉ. યાસીન દલાલ

          બીજું વીશ્વયુદ્ધ પુરું થયું એ પછી સમગ્ર યુરોપ અને અમેરીકામાં પ્રચંડ નીરાશાનું મોજું ફરી વળેલું. બીજા વીશ્વયુદ્ધ દરમ્યાન કરોડો લોકોનાં મૃત્યુ થયાં. મૃત્યુ પામનારાઓમાં ધર્મગુરુઓ પણ હતા તથા નીર્દોષ મહીલાઓ અને બાળકો પણ હતાં. સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થયો કે આ કરોડો લોકોનો વાંક શો હતો ? જો ઈશ્વર હોય તો આવું ભીષણ યુદ્ધ અટકાવ્યું કેમ નહીં ? હીટલરને પેદા કેમ થવા દીધો ? એણે લાખો નીર્દોષ યહુદીઓને ટ્રેઈનો અને બીજા વાહનોમાં બંધ કરીને ગેસ ચેમ્બરમાં લઈ ગયા અને ગુંગળાવીને મારી નાખ્યા. હીટલરને યહુદીઓ પ્રત્યે આટલો તીરસ્કાર કેમ હતો એ હજી સુધી રહસ્ય જ છે. એક માન્યતા એવી છે કે પ્રથમ વીશ્વયુદ્ધમાં જર્મની યહુદી સૈનીકોને કારણે હાર્યું એમ એ માનતો હતો. બીજી માન્યતા એવી છે કે હીટલરનો ઉછેર ઓસ્ટ્રીયામાં થયેલો. ત્યાં બેકારીમાં એ ખુબ રખડ્યો. ઓસ્ટ્રીયામાં બહુમતી યહુદીઓની છે; પણ કોઈ યહુદીએ એને કામ ન આપ્યું. પરન્તુ આ બંને માત્ર અનુમાન છે. હીટલરે છેવટે આત્મહત્યા કરી લીધી એ જુદી વાત છે. પણ આ એક વ્યક્તીએ આખી દુનીયાને મોતના મુખમાં ધકેલી દીધી અને સમગ્ર યુરોપને ખળભળાવી દીધું અનેક દેશો ઉપર હુમલા કર્યા અંતે રશીયામાં એ હાર્યો.

          આ સમગ્ર ઘટનાક્રમથી યુરોપના બૌદ્ધીકોમાં વીચારણા શરુ થઈ કે દુનીયામાં આવું કેમ થાય છે ? માર્કસ, એંજલ્સ તથા નીત્સે જેવા વીચારકો આ નવ જાગરણના નેતા હતા. માર્કસે કહ્યું – ‘ધર્મ એ માણસને પાવામાં આવેલું અફીણ છે.’ એણે હાઈડલ બર્ગની લાયબ્રેરીમાં ૪૦ વરસ ગાળીને દુનીયાભરનું સાહીત્ય વાચી નાંખ્યું અને એ પછી આ નતીજા ઉપર પહોંચ્યો. એણે ‘દાસ કેપીટલ’ નામે ગ્રંથ લખ્યો કે જે સામ્યવાદીઓનું બાઈબલ ગણાય છે. નીત્સે પણ જોરદાર વીચારક હતો. એણે એક દીવસ પેરીસના દૈનીક ‘લા ફીગારો’માં અડધા પાનાની જાહેરખબર આપી જેનું શીર્ષક હતું ‘ઈશ્વરનું અવસાન થયું છે. આ જગ્યાએ અને આ સમયે એનું ઉઠમણું રાખ્યું છે.’ એ જગ્યાએ અને એ સમયે પચાસ હજાર માણસો ઉમટી પડ્યા. ત્યાં નીત્સેએ લાંબુ પ્રવચન આપ્યું. જેમાં એણે કેટલાક પ્રશ્નો પુછ્યા. દા.ત. ‘જો ઈશ્વર હોય તો કરોડો માણસો યુદ્ધમાં માર્યા ગયા ત્યારે ઈશ્વર ક્યાં હતો ? યુદ્ધમાં લાખો અને કરોડો મહીલાઓ, વૃદ્ધો અને બાળકો પણ માર્યા ગયાં, એમનો વાંક શો હતો ? આ બધા લોકો મરી ગયા એમના કુટુમ્બીજનો નીરાધાર થઈ ગયા એનું શું ? ઈશ્વર હોય તો આવા સત્તાભુખ્યા અને માનવતાના દુશ્મન નેતાઓને પેદા શા માટે કરે છે ? યુરોપમાં સંખ્યાબંધ ચર્ચ છે અને સંખ્યાબંધ પાદરીઓ છે એ લોકો દરરોજ મોટી સંખ્યામાં પોતાના અનુયાયીઓ સાથે માણસજાતના કલ્યાણની પ્રાર્થનાઓ કરે છે; તો આ ચર્ચનો અવાજ હીટલર અને મુસોલોનીના અવાજ નીચે દબાઈ કેમ ગયો ? અત્યાર સુધી લોકો એમ માનતા હતા કે પરમકૃપાળુ પ્રભુ દરેક પ્રકારની મુસીબતમાંથી બચાવે છે તો આવી ભયાનક હોનારત થઈ અને કરોડો લોકોએ જાન ગુમાવવા પડ્યા અને બર્લીન, રોમ તેમ જ સંખ્યાબંધ શહેરોની ઈમારતો બોમ્બમારાને કારણે નષ્ટ થઈ ગઈ અથવા એ ઈમારતોમાં બાકોરા તથા તીરાડો પડવાને કારણે રહેવા લાયક રહી જ નહીં એનું શું ? દુનીયાના કરોડો લોકો ગરીબ છે એ શા માટે ? ગરીબ અમીરના ભેદ ધર્મ દ્વારા ચીત્ર–વીચીત્ર દલીલો કરીને યોગય શા માટે ઠેરવવામાં આવે છે ? જેવા જેના નસીબ લાયકાતવાળો હોય છતાં તે ગરીબ અને બેરોજગાર શા માટે રહે છે ? જન્મ અને પુનર્જન્મ એ ધર્માચારીઓએ રચી કાઢેલી દંતકથાઓ છે; પણ તે ઈશ્વરના નામે એને ઠોકી બેસાડવામાં આવી છે.’

         આ વીચારકોનાં પ્રવચનો, લેખો અને પુસ્તકોને કારણે સમગ્ર યુરોપમાં નવો વીચાર પેદા થયો. એમાં ફ્રોઈડે સેક્સ અને જાતીયતા વીશે તદ્દન નવી વીચારસરણી આપી. આ બધાને લીધે યુરોપની પ્રજામાં વૈચારીક ખળભળાટ શરુ થયો અને લોકો વૈજ્ઞાનીક અભીગમ તથા રૅશનાલીઝમ તરફ વળ્યા.

          જો કે દુનીયાનો પહેલો નાસ્તીક ભારતે આપ્યો છે. વૈદીકકાળમાં ચાર્વાક નામના એક ઋષી થઈ ગયા જેણે એ સમયે જે વીચારો આપ્યા એ તદ્દન નવા હતા. દા.ત. એણે આધ્યાત્મીકતાનો વીરોધ કરીને કહ્યું કે ‘ઋણમ્ કૃત્વા, ઘૃતમ્ પીબેત’ એટલે કે ‘કરજ કરીને પણ ઘી ખાઓ.’ આ શબ્દોનો વાચ્યાર્થ એવો છે કે ‘જીવન માણવા માટે છે.’ આપણે ત્યાં નવ દર્શન પ્રસીદ્ધ છે. ન્યાયદર્શન, વૈશેષીકદર્શન, યોગદર્શન, સાંખ્યદર્શન, વેદાંતદર્શન, મીમાંસાદર્શન, ચાર્વાકદર્શન, બૌદ્ધદર્શન અને જૈનદર્શન. આમાંથી પ્રથમ છ દર્શન આસ્તીકતા સાથે સંકળાયેલા છે. બાકીનાં ત્રણ દર્શન નાસ્તીક વીચારધારા ધરાવે છે. માધવાચાર્ય રચીત ‘સર્વ દર્શન સંગ્રહ’માંથી આ વીશે વધુ જાણવા મળે છે. આ સંગ્રહમાં ચાર્વાકની વીચારધારા આઠ પાનામાં આપેલી છે. જો કે મહર્ષી દયાનન્દ સરસ્વતીના ‘સત્યાર્થ પ્રકાશ’માં પણ ચાર્વાકની ફીલસુફી સાંકળી લેવામાં આવી છે.

       વેદોમાં એવી માન્યતા છે કે જગતમાં ત્રણ અનાદી તત્ત્વો છે ઈશ્વર, જીવાત્મા અને પ્રકૃતી. તેનો આદી કે અન્ત નથી તેમ ઉત્પત્તી કે વીનાશ નથી. આથી વીપરીત ચાર્વાક મુની પ્રકૃતીને જ અનાદી તત્ત્વ માને છે. તે ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારતું જ નથી અને કહે છે કે આત્માનો સમ્બન્ધ શરીર સાથે જ છે. જન્મ પહેલાં અને મૃત્યુ પછી તેનું કોઈ અસ્તીત્વ જ રહેતું નથી. દર્શન એટલે વીચારધારા. પશ્વીમના દેશોમાં જે ધર્મો ફેલાયા તેના ધર્માચાર્યો અહીંના ઋષીમુનીઓ જેટલા ઉદારમતવાદી નહોતા. ત્યાં સ્પીનોઝા જેવા સુધારકોને બાળી નાંખવામાં આવ્યા. ગેલેલીયોની આંખો ફોડી નાંખવામાં આવી. એમના વીચારો ધાર્મીક પુસ્તકો સાથે મેળ ખાતા નહોતા. કારણ કે ત્યાંનો ધર્મ દર્શન વગરનો છે ને બુદ્ધીની વાત સહી શકતો નથી. જ્યારે આપણે ત્યાં હજારો વરસો પહેલાં ચાર્વાક જેવા ઋષી નવી વાત લઈને આવ્યા; પણ એમને કોઈ મુશ્કેલી પડી નહીં. બલકે એક નાસ્તીકને પણ આપણે ઋષી માન્યા. એમનું ચીન્તન કેટલાક અંશે જરુરી પણ છે. કોરી આધ્યાત્મીકતા ગરીબી આપે છે અને કોરી ભૌતીકતા અશાંતી આપે છે. આ બન્નેનો મેળ થવો જોઈએ. દર્શનશાસ્ત્રના વીદ્વાન આચાર્ય ઉદયવીર શાસ્ત્રીએ એક ભાષ્યમાં ચાર્વાકનો પરીચય આપ્યો. એમના કહેવા મુજબ જો ગમ્ભીરતાપુર્વક પરીક્ષણ કરવામાં આવે તો આસ્તીક ફીલોસોફીની જેમ જ ચાર્વાકે ચીંતન કર્યું છે.

         ચાર્વાકની ફીલસુફીમાં તર્કને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આસ્તીકો ભાવનાપ્રધાન અને શ્રદ્ધાવાદી હોય છે. તેઓ કોઈપણ વાતનો વીવેકબુદ્ધીપુર્વક અથવા તર્કબદ્ધ રીતે સ્વીકાર કરતા નથી. ન્યાયશાસ્ત્રનો મુળ સીદ્ધાંત પણ પ્રમાણ છે. પ્રમાણ એટલે જ સાબીતી. પ્રમાણ અને પ્રયોગની ક્રીયાને ન્યાયદર્શનના પ્રથમ સુત્રમાં સામેલ કરવામાં આવી છે. એમાં સંશયનો પણ સમાવેશ છે. ચાર્વાક કહેતા ‘જીવાય ત્યાં સુધી મોજમજામાં જીવવું, મૃત્યુ કોઈને છોડનાર નથી અને ખાક થઈ ગયેલો દેહ પાછો ક્યાં આવવાનો છે ?’ ચાર્વાકને બૃહસ્પતી પણ કહેવામાં આવે છે. તેઓ પુનર્જન્મમાં પણ માનતા નહોતા. જે લોકો એમ માને છે કે ‘માણસ ખોટા કામ કરે તો પુનર્જન્મમાં મહાદુ:ખ પામે’ તેને ચાર્વાક જવાબમાં કહે છે – ‘મરણ પછી શરીર ભસ્મ થઈ જાય છે. આ જન્મમાં જે ખાધુંપીધું છે એ ફરીથી આવવાનું નથી. માટે આનન્દમાં રહો અને નીતીથી ચાલો. કોઈ લોક નથી કોઈ પરલોક નથી.’

         મતલબ કે ચાર્વાક પણ નીતીમાં માનતા હતા; પણ નરકનો ભય બતાવવામાં માનતા નહોતા. આપણે આપણી મેળે નીતીવાન બનવું જોઈએ એમ એ કહેતા. તે પ્રત્યક્ષ પ્રમાણનો જ સ્વીકાર કરતા; અનુમાનમાં પડતા નહીં. ઈશ્વર અભૌતીક પદાર્થ છે એટલે પ્રત્યક્ષ પ્રમાણથી એને સીદ્ધ કરી શકાય જ નહીં. એનો અર્થ એ નથી કે ચાર્વાક ભોગવાદી હતા કે ભ્રષ્ટાચાર અને અનીતીથી પણ નાણાં પ્રાપ્ત કરી તેનો ઉપભોગ કરવાનું કહેતા. તેઓ એમ માનતા કે ‘નીતીથી ચાલો’ અને  એમ પણ કહેતા કે ‘જેનું આચરણ કરવાથી સંસારમાં ઉત્તમ સુખ પ્રાપ્ત થાય એનું જ નામ ધર્મ.’ ચાર્વાક કહેતા – ‘પૃથ્વી, જળ, અગ્ની અને વાયુ એમ ચાર મુળભુત તત્ત્વો છે. તેને આધારે શરીરની રચના થઈ છે.’ જ્યારે વૈદીક દૃષ્ટીએ પાંચ તત્ત્વો ગણાવ્યાં છે. ચાર્વાક આકાશનો ઉલ્લેખ કરતા નથી. ચાર્વાક એમ પણ કહે છે – ‘મૃત્યુ પછી જીવ પ્રત્યક્ષ થતો નથી; એટલે ચેતનયુક્ત શરીર જ આત્મા છે. કોઈ પદાર્થ જોવામાં ન આવે તો એનો નાશ કઈ રીતે થાય ?’ આ વાત આજના સંદર્ભમાં વૈજ્ઞાનીક રીતે બહુ સાચી છે. વીજ્ઞાન કહે છે કે કોઈપણ તત્ત્વનો નાશ થતો નથી; પણ રુપાન્તર થાય છે. શરીરને અગ્નીસંસ્કાર દેવાથી એમાંનાં તત્ત્વો નાશ પામતાં નથી; પણ પૃથ્વીમાં પાછાં ભળી જાય છે.

          આ બાબતમાં વીશેષ જાણકારી મેળવવા માટે ઉંડા ઉતરીએ તો આશ્ચર્ય થાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે હમણાં જેની પુણ્યતીથી ગઈ એ શહીદ ભગતસીંહ નીરીશ્વરવાદી હતા. ફકત ત્રેવીસ વરસની વયે એમણે ‘હું કેમ નરીશ્વરવાદી છું ?’ નામની પુસ્તીકા લખેલી. એમાં એમણે પોતાને ઈશ્વરમાં કેમ વીશ્વાસ નથી એ દાખલા–દલીલ સાથે સમજાવેલું. એમણે પુછેલું કે ‘તમારો સર્વ શક્તીમાન ઈશ્વર માણસને એ પાપ કે અપરાધ આચરતો હોય એ જ ઘડીએ કેમ અટકાવી શકતો નથી ? જો એ સર્વશક્તીમાન હોત તો સહેલાઈથી આમ કરી શકત. આ ભગવાને યુદ્ધખોર સત્તાધીશોને જ કેમ હણી ન નાખ્યા ? જો એમ કર્યું હોત તો વીશ્વયુદ્ધે માનવજાતને માથે જે ઘોર આપત્તી ઝીંકી એ ટાળી શકાત. શા માટે એણે અંગ્રેજોના મનમાં એવી શુદ્ધ લાગણી ન જગાડી કે તેઓ ભારતને સ્વતંત્ર કરી દે ?’

          કોઈ પ્રશ્ન પુછે કે ‘ઈશ્વર ન હોય તો સૃષ્ટી અથવા દુનીયા કોણે બનાવી ?’ ભગતસીંહે કહ્યું, ‘ચાલ્સ ડાર્વીને આ વીષય ઉપર પ્રકાશ પાડ્યો જ છે એનો અભ્યાસ કરો. આ પ્રશ્નનો ઉત્તર મળી રહેશે. સૃષ્ટીનું સર્જન એ કુદરતની એક પ્રક્રીયા માત્ર છે. જુદા જુદા પદાર્થોના આકસ્મીક મીશ્રણ દ્વારા સર્જાયેલી નીહારીકાએ આ પૃથ્વીને જન્મ આપ્યો છે. એ જ પ્રક્રીયા આગળ વધતાં પ્રાણીઓ ઉત્પન્ન થયાં અને એમાંથી જ માણસ પેદા થયો.’

          આપણે ઈશ્વરમાં માનીએ કે નહીં અને ઈશ્વર છે કે નહીં; એ મુદ્દો જ જુદો છે. મુળ મુદ્દો ‘માનવધર્મ’નો છે. આસ્તીકો અને નાસ્તીકો માનવધર્મ અપનાવી લે તો દેશના ઘણા પ્રશ્નો દુર થઈ જાય. કોમને નામે, જ્ઞાતીને નામે, કે પ્રદેશના નામે અને ભાષાને નામે લોકો ઝઘડે નહીં. ઉમાશંકર જોષીના શબ્દોમાં, ‘હું માનવી માણસ થાઉં તો ઘણું’

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથીડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા.8 સપ્ટેમ્બર, 2012ના અંકમાંથી શ્રી. યાસીન દલાલનાઅને ‘ગુજરાત સમાચાર’ દૈનીકનાસૌજન્યથી સાભાર…

સંપર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી,રાજકોટ-360 007 ફોન: (0281-257 5327) ઈ.મેઈલ: yasindalal@gmail.com

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તીબ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારોમાણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 02–11–2012

18 Comments

 1. અસ્તિ અને નાસ્તિ એ પણ યુધ્ધ જ છે ભાવનાનું અને બુદ્ધિનું. બન્ને એક બીજાને પડકારતા જ રહેશે. માન્યતાઓનો વિગ્રહ ચાલુ જ રહેશે. બન્ને પક્ષો એકમેકની શરણાગતી માટે પોતાના જીવનનું બલિદાન આપતા જ રહેશે….વર્ષો સુધી…હજારો વર્ષો સુધી….
  પ્રવીણ વાણી…
  http://pravinshastri.wordpress.com

  Like

 2. One factual error in otherwise good article. Karl Marx and Philosophers Nietzsche listed here lived before Hitler. Their thinking was not influenced by WWII.

  Like

 3. ન્યાયદર્શન, વૈશેષીકદર્શન, યોગદર્શન, સાંખ્યદર્શન, વેદાંતદર્શન, મીમાંસાદર્શન.

  આ અને આવા બધા દર્શનોએ ભારતના લોકોને માથા અને ધડ વગરની આત્મા અને કર્મની વાતોમાં ફસાવી નાખ્યો.

  લોકો દંભી બની ગયા અને પત્થરની પ્રાણ પ્રતીષ્ઠા કરી પુજા કરવા લાગ્યા અને પત્થર પુજામાં જૈન અને બૌદ્ધ પણ આવી ગયા..

  માથા ધડ વગરની વાતોમાં અતી ઉત્ત્કૃષ્ટ ઉદાહરણ છે ગણપતીનું.

  ધડ ઉપરથી માથું કાપી પછી હાથીનું માથું ચોંટાડી દીધું.

  હદ તો એ થાય છે કે દરક કાર્ય ગણપતીની પુજાની શરુઆતથી થાય.

  દેશમાં ગરીબાઈ, દલીત અત્યાચાર અને ભૃસ્ટાચારમાં આ આત્મા અને કર્મના દંભે મહત્વનો ભાગ ભજવ્યો છે.

  Like

 4. કોઈ પ્રશ્ન પુછે કે ‘ઈશ્વર ન હોય તો સૃષ્ટી અથવા દુનીયા કોણે બનાવી ?’

  આ પ્રશ્નનો ઉત્તર જો આ હોય: “સૃષ્ટીનું સર્જન એ કુદરતની એક પ્રક્રીયા માત્ર છે. જુદા જુદા પદાર્થોના આકસ્મીક મીશ્રણ દ્વારા સર્જાયેલી નીહારીકાએ આ પૃથ્વીને જન્મ આપ્યો છે. એ જ પ્રક્રીયા આગળ વધતાં પ્રાણીઓ ઉત્પન્ન થયાં અને એમાંથી જ માણસ પેદા થયો.”

  “કુદરત” એ અરબી ભાષા ના શબ્દ “કદ્ર” પર થી બનેલ છે અને તેનો અર્થ છે: “શક્તિ”. તો પછી આ “શક્તિ” ધરાવનાર કોઈ તો હોવો જોઈએ!!!

  કોણ છે એ અલૌકિક “શક્તિ” ધરાવનાર ?

  માનવજાત તેને પોતપોતાની ભાષામાં ઈશ્વર, ખુદા, પરમાત્મા, ગોડ, અલ્લાહ વગેરે કહે છે અને ધર્મ નો આરંભ ત્યાંથી જ થયેલ છે.

  કાસીમ અબ્બાસ
  આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે “શક્તિ” ક્યારે પણ આપોઆપ ઉત્પન્ન નથી થતી.
  કાસીમ અબ્બાસ

  Like

 5. ધર્મનો આરંભ તો એક સારું ચિન્હ હતું, પરંતુ આગળ જતા ધર્મ પર અંધશ્રધ્ધાળુઓએ કબ્જો કરી લીધેલ અને તે અનુસાર આજે “ધર્મ” ની જગ્યા “અધર્મે” લઈ લીધેલ છે, અને અસલ “ધર્મ” નું નામ નિશાન નથી રહ્યું. ચારે તરફ એટલે કે દરેક ધર્મમાં ધર્મ ને નામે ધતીંગ ચાલી રહ્યું છે.

  કાસીમ અબ્બાસ
  Character map for Gujarati transliteration

  Like

 6. Dear Rationalist Friends:

  I Totally Agree with Dr. Yasin Dalal’s views. NATURE is the Real Substance. It is Never Destroyed and that regenerates/Transforms. Why do we Believe in Existence Before and After Life? There is Nothing there as a Proof. Religions created the GOD for the Fear of it. According to me, it is The Creation of The 5th Avenue (New York) Advertising Jugglary. They make People Believe what is Non-Existent, e.g. a Beautiful Woman in Advertising a Cosmetic item.

  The entire Religious rigmarole is for A BIG Business. It has taken over the World and We All Suffer in the Name of Religious Wars, etc. Human Beings were really Happy initially when Life was Simple and People Knew what is Right and Wrong. All the complications are Cr eated by DharmAcharyas. For a Moment think of a World without Religion. There will be Peace and Prosperity for All. Let us Rationalists Go to The Root Cause of The Malice in the World. “JAY RATIONALISM”

  Fakirchand J. Dalal
  U.S.A.
  November 2, 2012

  Like

 7. Dr. Yasin Dalal’s article is a great truth.
  Those who believe in REBIRTH…… are so called ‘God fearing’ people…It is the fear and not the so called God. Religion is politics being played by so called priests to rule the community.

  Have you seen the movie, Oh My God ! ?

  I agree with Dr. Dalal’s study and thought process.
  To create humar……let me say, ” I was Charvak and Nietzsche in my previous births.

  HUMANITY IS THE BEST RELIGION = DHARMA = DUTY.

  Duty towards life.

  Thanks.

  Amrut(Suman)Hazari.

  Like

 8. માનનીય ડો દલાલ સાહેબ,
  આપનો લેખ બહુ જ સરસ છે, પણ એક નાનો સંદેહ છે. મારી જાણકારી ઓછી છે પણ એવું ક્યાંક વાંચ્યું હતું કે પહેલા ચાર્વાક પછી તેવી વિચારધારા વાળા જે કોઈ આવ્યા તેમને પણ ચાર્વાક જ કહેવામાં આવતું હતું. અને આપે લખ્યું છે કે તેમને સ્વીકારવામાં આવ્યા હતા પણ તે વાત બધા ચાર્વાક માટે કદાચ સાચી નથી. આપણે ત્યાં પણ ચાર્વાક જેવાઓને જીવતા બળી મુક્યા ને ઘણા દાખલા છે. મહાભારત માં હસ્તિનાપુરમાં રહેતા ચાર્વાક કે જેમણે “ધર્મયુદ્ધ” નો વિરોધ કર્યો હતો તેને યુદ્ધ પૂરું થયા બાદ લોકોએ જીવતા બાળી મુક્યા હતા તેનો ઉલ્લેખ પણ છે. મારો કહેવાનો આશય એટલો જ છે કે મદાંધ “ધર્મ”ગુરુઓ દુનિયાભરમાં હતા અને છે – પશ્ચિમમાં અને ભારતમાં, બધે જ છે, અને તેમની દોરવણી નીચે લોકોને જીવતા બાળી મુકવાનું બધે જ થયું હતું.
  વિનયપૂર્વક,
  A. Dave (દવે)

  Like

 9. નીત્સેએના પ્રવચનમાં ઉઠાવાયેલા પ્રશ્નો આંખ ઉઘાડનારા છે. સમગ્ર લેખ ખૂબ સુંદર–સમતોલ છે. મૂળ સંદેશ છે માનવધર્મ અપનાવવાનો.

  Like

 10. Friends,
  Charvak said,” there is no previous life before this present life and there is no life after death of this present life. i.e. NO REINCARNATION.” Enjoy this present life.

  Buddhism believes in REINCARNATION.

  There is another law in Hinduism…Called…” KARMANO SIDDHANT.” It says…” Rebirth is conditioned by the ‘Karmas’ of previous lives (Births), Good karmas will yield a happier rebirth and bad karmas will produce one which is more unhappy.”

  The questions arises are…..
  (1) Is it that a HINDU according to his/her Karmas reborn as a HINDU only ? Because the law is created by a HINDU.? Humans are CLASSIFIED as a Hindu or Muslim or Yahudi or Parsi by a MAN and not by a Human.
  (2) Is it not possible that he/she can have rebirth as a Muslim or Christian,Yahudi, a parsi, OR A GOAT,A DUKKAR,A LION , A DONKEY…OR A herb, a tree, a frog, a bacteria, a yeast, a Priest, a politician, a queen,OR………………………………………………………………
  Because when a human die he is a human….classification is done by a man. How can a law created by a Hindu MAN….is applicable to a MAN from other class of RELIGION.??????????

  A very interesting article is published by the magazine,’Newsweek’ dated October 15,2012. Title: Heaven is Real. by, Dr. Eben Alexander, a Neurosurgion.He gives his near death experience as “MY PROOF OF HEAVEN.”

  Newsweek magazine has earlier published three more articles…Viz: (1) GOD and the Brain (2) Science finds GOD and (3) Visions of Heaven.

  Dr. Alexander says,” It is unlikely we will know the answer in our lifetimes, but that does not mean we won’t keep asking.”To the article a comment was written by a former Editor of ‘Psychology today.(Robert Epstein, Ph.D.) Newsweek dated, October 22,2012.’ ” More than 80 percent of near-death experience survivors remember nothing at all. Both Dr.Alexander and Newsweek ‘s editors drew faulty conclusions from his experience. The only legitimate conclusion is that we know very little about how the brain works, especially after trauma.”

  The relation between Religious belief and science is described here.

  Very interesting subject brought up by Dr. Yasin Dalal. Thanks and congratulations.

  Amrut(Suman)Hazari.

  Like

 11. ગેલેલીયો યુરોપમાં થઈ ગયો. પૃથ્વી ગોળ દડા જેવી નથી અને સુર્યની આસપાસ ફરતી નથી એ કબુલાત વખતે ગેલેલીયો હસતા હસતા કહેતો કે ગોળ દડા જેવી પૃથ્વી સુર્યની આસપાસ મારા કહેવાથી ફરવાનું બંધ નહીં કરે. આ ઘટનાના ૨૦૦ વરસ પછી પણ ભારતના લોકો પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે એ સ્વીકારવા તૈયાર ન હતા.

  એડવર્ડ જેનરને બેકટેરીયાની ખબર ન હતી એ વખતે શીતળા નાબુદીની રસી બનાવી. શીતળા નાબુદીમાં સૌથી છેલ્લે ભારત આવે.

  આનું કારણ ભારતના લોકો દંભમાં રચ્યા પચ્યા રહે છે અને દંભી લોકો સત્યનો સ્વીકાર કરવામાં સૌથી છેલ્લે હોય છે.

  રેશન દુકાને કે બસની લાઈનમાં સામાન્ય રીતે મધ્યમ કે ગરીબ વર્ગના લોકો હોય છે અને લાઈન તોડવી હોય તો બધા તૈયાર થઈ જસે. લાઈનમાં ઉભા રહેવાથી રેશનીંગ મળસે કે બસમાં ચડવાનું મડસે એ સત્ય સ્વીકાર કરવો નથી.

  પંચરંગી મુંબઈમાં કોમ, જ્ઞાતી, પ્રદેશ કે ભાસાના નામે ચરી ખાવામાં ગલીએ ગલીએ જોઈએ એટલા દંભીઓ મળી જસે.

  Like

 12. Very recently from Mr. Milan Kotecha (Son of Mr. Jamnadas Kotecha) I gathered that Mr. Jamnadas Kotecha died on 10th of October, 2012. To the best of my knowledge he was the first Rationalist of Gujarat. I have not seen any tribute to such a great person in any of the news paper. Let us all follow and expand the path of rationalism carved by Mr. Kotecha, which will be a true homage to such a great person. Nilesh Dave, Jamnagar.

  Like

 13. Thanks Nilesh.
  I pay my heartfelt tribute to Shri Jamnadas Kotecha. May there be many who understand what is Rationalism and light a candle of knowledge in the societt.

  My dear Friends,
  My wife Hina, I , and my family members ( Dhyan,Dina,Mukur, Jacqeline and sister Indira) wishes you all and your family and friends, a VERY HAPPY DIWALI. Please accept our BEST WISHES FOR THE NEW YEAR – 2068….

  Let us pray for the MANKIND……….

  (1) SHUBH DIWALI and NUTAN VARSHABHINANDAN.
  (2) Safala santu manoratha:
  meaning
  Tamara sarve manoratho safal thao…
  *************

  ( 3) Asato ma sadgamaya
  tamso ma jyotirgamaya
  mrutyorma amrutam gamaya.
  meaning…..
  Asatmathi mane satma laija
  Andhkarmathi mane prakashma laija
  Mrutiumathi mane Amartama laija.
  **************

  (4) Apa dhwantarvamurnuhi purddhidha chakshu:
  meaning……
  Andhkar dur karo, Prakashno prashar karo.

  Amrut (Suman) Hazari.

  Like

  1. વહાલા નીલેશભાઈ,
   તમારા સુચન બદલ આભાર.. જોરાવરનગરના જોરુકા જણ એટલે જમનાદાસ કોટેચા. એમણે એકલે હાથે રૅશનાલીઝમના પ્રચાર અને પ્રસાર માટે ખુબ જ પ્રસંશનીય અને અજોડ કાર્ય કર્યું છે. ટુંક સમયમાં પ્રા. રમણભાઈનો ‘શ્રદ્ધાંજલી લેખ’ અહીં રજુ કરી સદ્ ગતને સવીગત શ્રદ્ધાંજલી આપવાનું નક્કી જ છે… એમની વીશીષ્ટ સેવાને બીરદાવવા એક આખો લેખ કરવો જોઈશે..
   ધન્યવાદ…
   –ગોવીન્દ મારુ

   Like

 14. આપણે ઈશ્વરમાં માનીએ કે નહીં અને ઈશ્વર છે કે નહીં; એ મુદ્દો જ જુદો છે. મુળ મુદ્દો ‘માનવધર્મ’નો છે. આસ્તીકો અને નાસ્તીકો માનવધર્મ અપનાવી લે તો દેશના ઘણા પ્રશ્નો દુર થઈ જાય. કોમને નામે, જ્ઞાતીને નામે, કે પ્રદેશના નામે અને ભાષાને નામે લોકો ઝઘડે નહીં. ઉમાશંકર જોષીના શબ્દોમાં, ‘હું માનવી માણસ થાઉં તો ઘણું’………
  This Post is nice !
  The Division between the RATIONALISTS and the Bhaktipanthi DHARMIK Persons is often displayed in the COMMENTS on many Posts.
  One of the comments bring the subject of GOD.
  There is the explanation as the SHAKTI or ENERGY. The ULTIMATE SOURCE & the SUPER-ENERGY.
  The MANAVATA discussed in this Post is accepted by the RATIONALISTS as OK.
  The MANAVATA is also accepted as the DHARMIK People as seen via that SUPER-ENERGY too.
  Therefore….let us accept ALL MANKIND as ONE & avoid giving the LABELS. Just like the we AVOID the LABELS of CASTE CREED Etc

  There will be then the HARMONY & PEACE !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

  Like

 15. કોમ, જ્ઞાતી, ધર્મ, પ્રદેશ અને ભાષાને નામે પ્રચાર પ્રસાર કરી નેતાઓ કે ધર્મ ગુરુઓ લોકોને અફીણ પીવડાવે છે.

  મુંબઈમાં ૧૯૫૬ અને ૧૯૬૭માં જે તોફાનો થયા એ ભાષા અને પ્રદેશના નામે હતા.

  એના પછી પણ મુંબઈમાં કર્ણાટક, બીહાર અને ઉત્તર પ્રદેશના લોકો ઉપર ભાષા અને પ્રદેશના નામે હુમલા થયેલ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s