વીવેકબુદ્ધી વીના બઘું નકામું

જાણીતા રૅશનાલીસ્ટ ગુલાબ ભેડાનું નીધન

 અગ્રણી રૅશનાલીસ્ટ અને ‘વીવેકપંથી’ માસીકના તંત્રી શ્રી. ગુલાબ ભેડાનું તા. ૬ ડીસેમ્બરના રોજ મુમ્બઈની હીન્દુજા હૉસ્પીટલમાં હૃદયરોગની બીમારીથી ૭૯ વર્ષની વયે અવસાન થયું હતું.

સદ્ ગત ખૂબ વીનમ્ર અને મીલનસાર પ્રકૃતીના હતા. તેઓએ ‘વીવેકપંથી’ના તંત્રીપદેથી રૅશનાલીઝમનો નોંધપાત્ર પ્રચાર કર્યો હતો. તેઓ છેલ્લા ત્રણેક મહીનાથી પથારીવશ હતા. તેમના નીધનથી રૅશનાલીઝમના આંદોલનને ન પુરાય તેવી ખોટ પડી છે.

 તા. ૭ ડીસેમ્બર ૨૦૧૨ના સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાંથી સાભાર..

–    ‘અભીવ્યક્તી’ અને  ‘સન્ડે ઈ.મહેફીલ’

♦●♦

વીવેકબુદ્ધી વીના બઘું નકામું

– યાસીન દલાલ

જીવનમાં આપણે જે કંઈ પ્રવૃત્તી કરીએ છીએ, એમાંથી કેટલી સહજ આંતરીક અનુભુતીથી પ્રેરાઈને કરીએ છીએ અને કેટલી માત્ર ક્રીયાકાંડ ખાતર કરીએ છીએ, એ કદીક નીરાંતે બેસીને વીચારવા જેવું છે. એનું તારણ કદાચ આપણને આંચકો આપનારું હશે. આપણા શહેરોમાં સારા-માઠા પ્રસંગોની વણઝાર ચાલ્યા જ કરે છે. રોજ છાપાંમાં આવતી અવસાનનોંધ પર નજર કરીએ, એટલે થોડાં નામો એવાં નીકળે, જે આપણી સાથે સમ્બન્ધીત હોય અને થોડાં નામો એવાં પણ નીકળે કે જેમાં જવાનું આપણે માટે વ્યવસાય કે બીજા કારણોસર જરુરી હોય. આ જ રીતે રોજ સાંજ પડે અને ઘરમાં બેચાર લગ્નની કંકોતરી એકઠી થઈ હોય, જેમાંથી મોટાભાગે તો બહુ ઝાઝો અંગત ઉમળકો કે લાગણી નહીં; પણ વ્યવસાય કે એવાં બીજાં કારણો જ હાજરી માટે પ્રેરતા હોય. શહેરની વાત બાજુએ રાખીએ તો બહારગામથી પણ લગ્નની કંકોતરી આવે તો બીજીબાજુ મૃત્યુના સમાચાર પણ આવે.

એક વાર આવા એક લગ્ન પ્રસંગે હાજરી આપવા હું જઈ ચડ્યો. લગ્નસ્થળ એક જાહેર જીમખાનામાં હતું. ત્યાં મોટા મેદાનના ત્રણ ભાગ પાડ્યા હતા અને ત્રણ જગ્યાએ જુદાં જુદાં લગ્નોનો ઉત્સવ ચાલુ હતો. હું એક મંડપમાં દાખલ થયો, ત્યાં થોડા પરીચીત ચહેરાઓ જોઈને નક્કી કર્યું કે મારે જ્યાં જવાનું છે તે આ જ મંડપ છે. મોટું મેદાન અને હજારો માણસોની હાજરીને લીધે વરવહુ ક્યાં બેઠાં હતાં, તે તો દુરથી દેખાતું જ નહોતું. બે-ચાર મીત્રો મળી ગયા, એમની સાથે જમવાનું પતાવીને પછી વરવઘુને શુભેચ્છા આપવા જઈએ, એમ વીચારીને જ્યાં રીસેપ્શનના પ્લેટફોર્મ પર ગયો ત્યાં આશ્ચર્ય ! વરરાજા તો કોઈ બીજા જ હતા ! મને ખ્યાલ આવી ગયો કે હું ભુલથી કોઈ બીજા જ લગ્નસમારંભમાં જઈ ચડ્યો છું. તરત બહાર નીકળી પાકી તપાસ કરીને પછી સાચો મંડપ શોધી કાઢ્‌યો. કોઈ મંડપ ઉપર કોના લગ્નપ્રસંગ છે એનું કોઈ બેનર પણ મુકેલું નહોતું.

ખરી વાત હવે આવે છે. એ લગ્ન સમારમ્ભમાં પણ મોટા ભાગે એ જ ચહેરા, એ જ ટોળાં. એ જ શહેરના આગેવાન લોકો અને એ જ ઝાકઝમાળ. બધે એક પ્રકારનો બીબાંઢાળ ક્રીયાકાંડ, જમવામાં પણ એ જ વાનગીઓ, બઘું જ યાંત્રીક ત્યારે મનમાં પ્રશ્ન થયો : આ સ્થળે દરરોજ આવા ત્રણ-ચાર લગ્નપ્રસંગો યોજાય છે, એમાં આવનારા લોકોમાંથી અડધા તો એના એ જ લોકો હોય છે. કેટરર પણ મોટાભાગે એક જ. લગ્નનો મંડપ ઉભો કરનારા કોન્ટ્રાક્ટર પણ એ જ શહેરના જાણીતા એક-બે કોન્ટ્રાક્ટરમાંથી જ હોય. માત્ર વરવઘુ બદલાય. બાકીનો બધો તમાશો, બધો તાસીરો એકસરખો જ હોય, તો પછી આવા નીરર્થક અને યાંત્રીક ક્રીયાકાંડોમાં લાખો રૂપીયાનો ખર્ચ કરવો અને અનેક લોકોની કીંમતી સમય બગાડવો કેટલો જરૂરી ?

તમે કોઈ બસ કે ટ્રેનમાં પ્રવાસ કરો ત્યારે પ્રવાસીઓ સાથેની વાતચીતમાં એમના પ્રવાસનું કારણ પુછજો. કેટલાક લોકો કોઈ લગ્નપ્રસંગે જતા હશે, તો વળી કેટલાક સગામાં કોઈના અવસાન નીમીત્તે ખરખરો કરવા જતા હશે, તો બહુ મોટી સંખ્યામાં લોકો કોઈને કોઈ માનતા પુરી કરવા માટે. કોઈ ને કોઈ ધર્મસ્થળોએ ધસી જવાની આપણી પ્રજાની ઘેલછા પણ ગજબની છે. ઘરમાં બાળક અવતરે, પતીની નોકરીમાં પ્રમોશન મળે, કોઈ બીમારી મટી ગઈ કે દીકરાને કૉલેજમાં એડમીશન મળ્યું, આવી દરેક નાનીમોટી, પણ ક્ષુલ્લક બાબતમાં આપણા શ્રદ્ધાળુ લોકો માનતા કરે છે, અને પછી એ પુરી કરવા માટે ટ્રેન કે બસમાં ચડી બેસે છે. પ્રવાસ માટેના પૈસા ન હોય તો ઉછીના લઈશું, અને પ્રવાસમાં ગમે તેટલી ભીડ હોય, ધક્કામુક્કી થાય, એ બઘું સહન કરી લઈશું; પણ માનતા તો પુરી કરવી જ પડે. આ દેશમાં બસ અને ટ્રેનોમાં ભીડ ઓછી થઈ જાય, એવી માનતા કોઈ કેમ નથી માનતું ? અને, કોઈ ચોક્કસ ધર્મસ્થાને જઈને અમુક વીધી કરીએ તો જ માનતા પુરી થાય ? ઘરમાં બેસીને પુજાપાઠ વડે ભગવાન કે ખુદાનો આભાર માની શકાય ? વાસ્તવમાં આવાં નકામાં કારણોસર પ્રવાસ કરીને બીજા અનીવાર્ય કામ માટે પ્રવાસ કરતા લોકોને ત્રાસ આપવો અને ભીડમાં ઉમેરો કરવો એ જ મોટી અધાર્મીકતા છે.

જે રીતરીવાજો અને ક્રીયાકાંડોમાં જવાનું ટાળી શકાય તેમ હોય ત્યાં પણ અતીઉત્સાહમાં ધસી જવું એમાં સમયનો ભારોભાર બગાડ તો છે જ, પણ જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થાનો પણ એમાં ભારે દુરુપયોગ છે. જે દેશમાં ટ્રેન, બસ કે વીમાનવ્યવહારની સગવડો ખુબ અપુરતી હોય, રસ્તાઓ વાહનોથી ખીચોખીચ હોય, નવી ટ્રેન કે બસ શરૂ કરવાના પૈસા ન હોય, બળતણની ભારે તંગી હોય, ત્યાં એક પણ નકામો પ્રવાસ એ દેશનાં ટાંચાં સાધનો ઉપરનો અત્યાચાર છે. આવા આધુનીક બળાત્કારોની આપણે નોંધ લેતા નથી, એ આપણી કમનસીબી છે.

આપણા મોટાભાગના લોકો મોટાં શહેરોમાં નાનકડા ફ્‌લેટમાં માંડમાંડ સંકડાશમાં રહેતા હોય છે. એમને ત્યાં છાશવારે સારા-માઠા પ્રસંગે ધસી જવાથી એમની તો દુર્દશા જ થઈ જાય છે. મહેમાનોને સાચવવાથી માંડીને એમની રસોઈ કરવામાં જ ગૃહીણી અડધી માંદી થઈ જાય છે. આવા પ્રસંગોએ એકઠા થયેલાં સગાવહાલાં એટલો બધો અવાજ કરે છે કે એ ઘોંઘાટથી પણ યજમાનો કંટાળી જાય. ઉપરથી આપણે ત્યાં સ્વચ્છ પાણી કે ખોરાક પણ ન મળતો હોવાથી સામુહીક રસોઈ અને સમુહભોજનમાં ગંદું પાણી અને ભેળસેળવાળી રસોઈ ખાઈને લોકોનું આરોગ્ય બગડે તે વધારામાં. આપણે ત્યાં દર ઉનાળામાં લગ્નપ્રસંગોએ પ્રદુષીત ભોજન ખાઈને ઝાડા-ઉલટી થવાના તથા ખોરાકી ઝેરથી મરી જવાના હજારો કીસ્સા બને છે, પણ તોય આમાંથી કોઈને બોધપાઠ લેવો નથી.

હવેનો કોઈ પ્રસંગ પચીસ-પચાસ હજારથી ઓછામાં ઉકલતો નથી અને લગ્નપ્રસંગ તો પાંચ-પચીસ લાખ સુધી લંબાય છે. પોતાના સ્વજનો કે મીત્રોને ભયંકર મુશ્કેલીમાં પાંચ રુપીયાની મદદ નહીં કરનાર લોકો બે દીવસના લગ્નપ્રસંગમાં પચાસ લાખનો ઘુમાડો કરી નાખતા હોય છે. ઉપરથી હજારો લોકો એમાં હાજરી આપવા માટે સમય બગાડે, ભેટસોગાદો ખરીદે, વાહનોનું પેટ્રોલ બાળે, ટ્રાફીક જામ થઈ જાય, એ બધા નુકસાનનો આપણે કદી વીચાર જ કરતા નથી. પરીણામે, આડેધડ પ્રસંગો, સમારંભો યોજાતા રહે છે અને લોકો વીચારશુન્ય બનીને એમાં આંધળી હાજરી પુરાવતા જ રહે છે, આપણાં અમુલ્ય સાધનો, શક્તી અને ઉર્જા આવા નીરર્થક તમાશામાં વેડફાતાં જ રહે છે.

કોઈ સ્વજન કે મીત્ર માંદા પડે ત્યારે આપણે એના ખબર કાઢવા હૉસ્પીટલ જઈએ છીએ. મોટાં શહેરોમાં હવે સ્વાભાવીક રીતે જ પરીચીતોનું વર્તુળ પણ ખાસ્સું મોટું હોય છે. પરીણામે દર્દીનાં સગાંવહાલાં, ખબર કાઢવા આવતા પરીચીતોથી ત્રાસી જાય છે. બધાને આવકાર આપવો, પછી શી બીમારી છે, ક્યારે હૉસ્પીટલમાં દાખલ થયા, હવે ક્યારે રજા મળશે, ડૉક્ટર શું નીદાન કરે છે, એ બધાની એકની એક રેકર્ડ વગાડીને એ લોકો થાકી જાય છે. પણ છતાં, આંતરીક થાક દબાવીને, હસતું મોઢું રાખીને બધાને જવાબ તો આપવો જ પડે છે! આપણી હૉસ્પીટલો આવા ખબર કાઢનારા સગાંવહાલાંનાં ટોળાંથી ઉભરાતી હોય છે. એનાથી હૉસ્પીટલમાં ઘોંઘાટ થાય છે, દર્દીને પણ ખલેલ પહોંચે છે, ઉપરથી આવનારા લોકો ખાવાપીવાની ચીજો જ્યાં ત્યાં ફેંકીને ગંદકી કરે એ વધારામાં અને ખબર કાઢનાર માણસ હૉસ્પીટલમાં જાય અને લાંબો સમય બહાર ન આવે, એટલે રસ્તા પર ગાડીમાં રાહ જોનાર એના મીત્રો કે સગાં-સંબંધી કારનું હોર્ન વગાડી વગાડીને આખી શેરીને ત્રાસ આપે.

એવું નથી કે સામાજીક રીતરીવાજો બીલકુલ બંધ કરવા અને સ્મશાનયાત્રામાં જવું નહીં, કોઈનાં લગ્નમાં જવું નહીં કે કોઈની ખબર કાઢવા જવું નહીં. આમાં પ્રશ્ન વીવેકબુદ્ધીનો છે, અગ્રતાનો છે, જ્યાં બહારગામ જવું અનીવાર્ય ન હોય ત્યાં ફોન કે પત્ર દ્વારા દીલસોજી કે અભીનન્દન આપી શકાય. બહારગામ જવાનો ખર્ચ ટાળીને એના પૈસા ભેટરુપે કે ચાંદલા રુપે મોકલીએ તો એ સામી વ્યક્તીને કામ પણ આવે. કોઈ ગરીબ કુટુમ્બમાં મરણ થયું હોય તો એની ઉત્તરક્રીયાઓના ખર્ચમાં એ ખપ લાગે, ગામમાં ને ગામમાં પ્રસંગ હોય ત્યાં પણ જેટલા ઓછા લોકો એકઠા થાય એટલા વાહનો ઓછાં વપરાય, પેટ્રોલ ઓછું બળે, પ્રદુષણ ઓછું થાય. ગામમાં પણ સારો સંદેશો કે દીલસોજી પાઠવી શકાય. બહુ જ અંગત હોય, જ્યાં જવા માટે અંદરથી મન ધક્કો મારતું હોય, એવા સ્વજન કે પરીચીતના પ્રસંગમાં જવું જ જોઈએ. પણ એ સીવાય પણ ક્રીયાકાંડ કે ઔપચારીકતા ખાતર જવાનું આપણે ઘણા કીસ્સાઓમાં ટાળી શકીએ.

સમય બગાડવા માટેનાં બહાનાં શોધતી પ્રજા પ્રગતીનાં સપનાં જોઈ શકે નહીં. આપણે કેટલા બધા નીરર્થક તહેવારો અને નીરર્થક પ્રસંગો તથા ઔપચારીકતાઓમાં સમય બગાડીએ છીએ ? દર રવીવાર થાય અને હૉટલનું પ્રદૂષીત ભોજન લીધા વીના ચાલે નહીં એવાં કુટુંબો બહાર જવામાં, હૉટેલમાં પહોંચીને ટેબલ પર ભોજનની રાહ જોવામાં, પોતાનો નંબર આવે એની લાઈન લગાડવામાં અને પછી ઘરે પાછા ફરવામાં કલાકો બગાડી નાંખે છે. આટલી વારમાં ટૉફલર, પીટર, ટ્રકર, એરીક ફ્રોમ કે માર્શલ મેકલુહાનનું એક સુંદર પુસ્તક વાંચી શકાય; પણ આવા સાદા હીસાબકીતાબ માંડવાની ફુરસદ કોને છે ?

આપણે ક્યારેક સામાજીકતાના અતીરેકમાં સરી પડીએ છીએ અને વીચારતા નથી કે આમાં સમય બગડે છે. નકામા પ્રવાસથી જાહેર વાહન– વ્યવહાર વ્યવસ્થા ઉપર દબાણ આવે છે. લોકોની ભીડ થાય છે. પ્રવાસ સગવડભર્યો બનવાને બદલે અગવડ ભરેલો બની જાય છે. ધાર્મીકતાનો તકાજો પુરો કરવા આપણે ધાર્મીક સ્થળોએ અવારનવાર ધસી જઈએ છીએ. લગ્નમાં હાજરી આપવા દુર સુધી જઈએ છીએ.

આપણે એમ માનીએ છીએ કે એમ નહીં કરીએ તો ફલાણા મીત્ર કે ફલાણા સગાને માઠું લાગી જશે; પણ વીચારતા નથી કે લોકો આવેલા મહેમાનોની યાદી રાખતા નથી. આ જમાઉધારનો તમાશો નથી. આપણી હાજરીમાં આંતરીક અનુભુતી છે કે માત્ર ઔપચારીકતા એનો વીચાર આપણે ઉંડાણથી કરવો જોઈએ. જો આવો વીચાર કરીએ તો દેશ અને સમાજ ઉપર દેખાડા ખાતર થતા પ્રવાસ અને દેખાડા ખાતર યોજાતા ઉત્સવોમાંથી બચી શકાય.

-યાસીન દલાલ

 ‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા.17 નવેમ્બર, 2012ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્કડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી,રાજકોટ – 360 007 ફોન: (0281-257 5327) ઈ.મેઈલ: yasindalal@gmail.com

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’બ્લોગનાહોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ,405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 07–12–2012

 

28 Comments

  1. very nice article,it’s easy to say and write and even a think but in life very hard to follow.thanks for nice article.

    Like

  2. ગુલાબ ભાઈ ભેડાએ એકલે હાથે વીવેકપંથી મેગેજીનને ચલાવેલ.

    હોસ્પીટલમાં એમનું અવસાન થતાં એમની પાસે હાજર મોબાઈલ નમ્બરથી તરત જ બધાને જાંણ કરવામાં આવેલ.

    ગુરુવાર ૬.૧૨.૨૦૧૨ના સાંજના સાડા છ વાગે અંધેરી મુંબઈમાં એમના ઘરેથી એમના દેહનું દાન કરવામાં આવેલ છે.

    Like

  3. It is a very good & useful for all of us. It is not impossible to follow & implement in our daily life. The author is 100% truthful.

    Thanks again,

    Pradeep Desai
    USA

    Like

  4. રેશનાલીઝમ એટલે કે સુધારવાદ. આપનો લેખ ખરેખરજ સારો છે. જો કે એ વાત ખરી કે જીવન માં સુધારાવાદી થવુ અઘરુ છે. પરંતુ અઘરી બાબતો છોડી દઈએ તો જીવન માં શું કરવા ના હતા? સ્વ. ગુલાબભાઈ જેવાં એ કેટલી મુસીબતો ઊઠાવીને જીવન માં તેનો અમલ કર્યો હશે ! આપણેં જો તેના એક ટકા જેટલુ પણ કરી શકીએ તો સ્વ. ગુલાબભાઈ ને સાછી અંજલી આપી ગણાશે….!

    Like

  5. Dr. Yasin Dalal’s article represents 100% truth of our exieting social behaviour.It is “Gheta nu toru” situation. No one is thinking. ” Aagese chali aati hai…to hamebhi nibhana hoga”.
    Not to break the tradition,even a atheist or a rational, will compromise. What is required is firmness in our belief to be a rational.
    Dr. Dalal’s statement of precaution, ” Samaya bagadvana bahana shodhati praja pragatina sapana joi shake nahi.” is the center theme of his article.
    Samayano sad-upyog karvana rashtao ghana chhe jyan ekatha thavana karano mali rahe chhe. e.g. Lokseva.(1) Dhartikampni jagya ke relthi nukshan pamelo area. Bhega thaine jao hansata hansata lokone madad karo…’Dharmakarya’ thayelu kahevashe. (2) Saherni gandaki dur karvana kamo karo. (3) Saher ane rajyani offisoma chhalti lanch-rushvatni gandaki dur karva bhega thao ane parinam nahi male tyan sudhi sathe raho….And so many more activites……
    ” Sathi haath badhana saathi re…Ek akela thak jayega milkar boj uthana…..”

    To go to see a film in a theater is also, one example of wasting time and money. (Transportation included)

    Still a suggestion: Please see Hindi movie / film, named, “Well done Abba.” My opinion is …..
    “Those who want to do sadupyog of their time and money will see a Hindi movie, named, ” Well done Abba” and those who believe in wasting time and money will see,”Jab Tak Hai Jaan.”

    Like

  6. Dr. Yasin Dalal Lekh is really excellent! These days we are wasting time, money, energy and health in all above he mansioned, instead if we do donation for poor, send gift to boy and girl for their settlement, hospital where needed or blind, daught, polio sufferer, widow, old lonely people etc. It’s worth to get more Punya benefit for our next life.
    May Thou God give Dr. Yasin Dalal soul peace Atma Shanti where ever he is now. Om Shanti! Shanti! Shanti!

    Like

  7. It is wonderful article. It is very common to waste time whichever way we can.

    Creativity and progress are siting in the corner. Money, show biz and

    competition pravails all around. Peace and discriminative power are essential

    in life, but who has time?

    Like

  8. શું વાત છે. આમને તો વડાપ્રધન બનાવીદેવા પડે. એક જ જાટકામાં હિન્દુ સમાજને હતો નહોતો કરી નાખે. તાલિબાનોની પણ જરૂર નહી. હિન્દુઓની બધીજ પ્રવૃત્તિઓ પર રોક. શાબાશ.

    Like

  9. One request:
    say about 10,000 people attend a Ramayan katha for 5 days. It takes 8 hours a day. Meaning 10,000 x 40 = 40,0000 manhours are spent unproductive and with money spent (Unaccountable).

    Say those 10,000 people get together at a government office to erradicate corruption, putting in 5×8 = 40hours x 5 days a week = 40,0000 hrs to create a atmosphere which can bring a result for years and for our new generation. There can be a team of another 10,000 people who do the same activity next week….and continue the activity till the positive result is not obtain.

    Even our KATHAKORO can lead this type of activities and it will be very easy for them to gather 10,000 people.

    Religeous leaders from all the different religions can make a leader’s team and call their followers to get to gether and carry on this type of activities and help society. With this unity even currupt ministers and their cabinets can be shakened.

    These will be PRODUCTIVE MANHOURS SPENT………

    Stop those unproductive and expensive manhours spending. Religious leaders have to volunteer.

    Amrut(Suman)Hazari

    Like

    1. Excellent idea, but why would they do that? Politicians, bureaucrats, big business and religious leaders, world over, are in a behind the curtain partnership to exploit masses in their unique ways. No one would want to hurt their successful business especially when they are not in direct competition with each other. They operate in their specific field and indirectly support each other. This arrangement has been working since the dawn of civilization.

      Like

    2. According to The CIA World Fact Book, the world population as 7,021,836,029 (July 2012 est.) and the distribution of religions as Christian 33.35% (of which Roman Catholic 16.83%, Protestant 6.08%, Orthodox 4.03%, Anglican 1.26%), Muslim 22.43%, Hindu 13.78%, Buddhist 7.13%, Sikh 0.36%, Jewish 0.21%, Baha’i 0.11%, other religions 11.17%, non-religious 9.42%, atheists 2.04% (2009 est.).

      On an average Christan spend 90 hours per annum on religious activities, whereas Muslims spend 200 hours per annum and Hindus spend 120 hours per annum for so called religious activities.

      If you calculate according to the population Christan spend or you can say waste 210 Billion hours per annum. Muslims spend/waste 316 Billion hours per annum and Hindus spend/waste 116 Billion hours per annum.

      Do you have any suggestion for other community? Or all your suggestions are critics are limited to only Hindu religion?

      Don’t you see that the so called rationality is so much narrow and addressing only Hindus, rather then entire human race? Do you and the others here think that, just by abusing Hindus and all Hindu religious activities, one will be recognized as Rational?

      According to my understanding, rationality is nothing but to see and experience the truth in its purest form, without any prejudices and should also have courage to speak against power and also to help those who are victims of the exploitation on the name of religion or any thing else. I hope the rationals will endorse my views.

      Like

  10. વીવેકબુદ્ધી વીન બધું નકામું.

    આપણે અહીં મોટા ભાગના ગુજરાતીઓ છીએ.

    એટલે ખ્રીસ્તી અને મુસ્લીમના અનુયાયીઓ ઉપર અંધશ્રદ્ધા કે વીવેકબુદ્ધી ઉપર ચર્ચા કરતાં ગુજરાતી અને હીન્દુઓના દોષો કે વીવેક ઉપર ચર્ચા કરીએ એ સ્વાભાવીક છે.

    આપણે ભલે ગાઈ વગાડી કહીએ કે અમે સહીષ્ણુ છીએ. કોઈની ઉપર હુમલો કરતા નથી. અહીંસામાં માનીએ છીએ. ટોળામાં હોઈએ છીએ ત્યારે બધા જ સારા ગુણોને બાજુમાં રાખી દઈએ છીએ.

    મુંબઈમાં શીવસેના એ પ્રાંતવાદ અને ભાષાવાદનો પ્રચાર કરી તથા બાબરી મસ્જીદના ઢાંચાને તોડી આપણે દુનીયાને કે આપણા જ દેશના લોકોને ઉદાહરણ આપી બતાવેલ છે કે આપણે હીંસક છીએ.

    Like

    1. ગુજરાતીમાં એક કહેવત છે, “કોઈ પોતાની મા ને ડાકણ ન કહે.” સિવાય કહેવાતા રેશનાલીસ્ટો. હવે ઉમેરવું પડશે.

      Like

  11. Shri Sharadbhai,
    Gada saheb said,”the arrangement has been working since the dawn of civilisation.”
    If, the disease is not curable, why try to find a possible cure ?
    But No. The human mind has always struggled to find a possible cure / remedy for the problem. It has to be stepwise search.
    Why not I start from my own home? If I feel that my own has something unacceptale, I try to improve my own.
    Let us think about India. All those who live in India, are Indians and not a follower of a particular religion. We have to be a proud Indian only.
    But this is a philosophy.
    What Gada Saheb says, is the ‘REAL TRUTH.’ We are living this life since the dawn of the civilisation……
    Raj Kapoor has sung one song in his movie, Phir Subah Hogi….

    “Vo subah kabhi to aayegi…”.All the stanzas of this song conveys the REAL TRUTH. & .that is the life being lived in our India, even today.

    Amrut Hazari.

    Like

    1. Dear Mr. Amrutbhai;
      Love.

      I do agree that charity/reformation should begin from home. But one can not define “HOME” as per his wish and specifically to hide his own hypocrisy and cowardice.
      I see that most so called rationalists are engaged only in criticizing Hindus, Hindu’s Shastras, Rituals and Traditions and surprisingly most of them are Hindus/Jains.
      They know it well that criticizing Hindus and Hindus Shastras will not create any problem for them because Hindu is not a religion like other religions like. Jain, Christan, Islam, Baudh or any other. Hindus are multiple streams, merged in one river and that can easily be distorted and divided as and when necessary. And that is what a political and cunning mind is doing here. I wish the real rationals should understand and observe their mind game. How a prejudiced mind can be rational? Remember only Budhdha’s can be rational. And becoming Budhdha is our destiny. Sooner or later everyone realize this as till then one can not be at peace.
      Know your own home, know your own diseases and find cures for it. You might have born in Hindu family. It is just a coincidence, nothing else. Hindu is not your home, it is a label only like other labels Gujarati, Indian, Rational, Engineer, Amrutbhai so on and so forth. Those labels are usefull only for running transactions and dealings with others. To be a rational one need to understand the difference between labels and real self. That is called “VIVEK BUDHDHI”
      You are writing, “What Gada Saheb says, is the ‘REAL TRUTH.’ We are living this life since the dawn of the civilisation……”
      I believe you do not say that the dawn of civilization has started from the day of your birth. We all know that the civilization has started hundred thousand years before. When you are saying, “We are living this life since the dawn of the civilisation……” means our journey has begun hundred thousand years before. Then who travels, when the body of this life ends? The substance which travels from birth to birth is called soul. By saying this you are supporting an idea of “Soul”, whereas, Murjibhai wrote an article against the theory of Soul, you supported it. I rewrite words of Mr. Murjibhai,”
      બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મૃત્યુ એટલે DNA પરના લખાણનો નાશ થવો. તે સમયના વહેણ સાથે ભુંસાઈ જાય કે આકસ્મીક રીતે છેકાઈ જાય.
      મૃત્યુ સમયે કોષ નીષ્ક્રીય થાય છે, નાશ પામતા નથી. DNAની માહીતી ભુંસાય છે, બીજે ક્યાંય પણ જતી નથી. એટલે કહ્યું છે તેમ માહીતીરુપી આત્માને હંમેશાં પદાર્થરુપી શરીરની જરુર પડે છે. શરીરથી સ્વતંત્ર આત્માનું અસ્તીત્વ શક્ય નથી.
      આત્માનો અંશ માત્ર બે રીતે બીજી કોઈ વ્યક્તીને આપી શકાય છે. એક છે રક્તદાન કે અવયવોનાં દાન દ્વારા. બીજી રીત છે આપણાં સંતાનોને મળતો આપણો જૈવીક વારસો. આ બન્ને કીસ્સાઓમાં માહીતી સાથેનો જીવંત કોષ પોતે ટ્રાન્સફર થાય છે. માતા–પીતાના બે એવા કોષ છે જેમાં જીવનને જરુરી બધી માહીતી અંકીત થયેલી છે. તે સીવાય આત્મા સ્વતંત્ર રીતે બીજા કોઈ શરીરમાં પ્રવેશતો નથી કારણ કે દરેક સજીવમાં ગર્ભાવસ્થાથી જ આત્મા હોય છે. નહીં તો એની વૃદ્ધી ન થાય.
      ચોરાશી લાખ યોનીમાંથી પસાર થતા આત્માની વાતો પણ એટલી જ પાયા વગરની થઈ જાય છે. નાનાં જીવજંતુઓના DNA આપણાથી એટલા જુદા હોય છે કે એમની સુચનાઓ વધુ વીકસીત જીવોને ઉપયોગી ન થઈ શકે. એમનો ‘આત્મા’ બધે ફરીને માનવ શરીરમાં આવવો અશક્ય છે. હા, એમની ઉત્ક્રાંતી થઈ કરોડો વરસ પછી માનવ અસ્તીત્વમાં આવ્યો છે, જે આત્માના ફરવા કરતાં સાવ અલગ બાબત છે.
      દુનીયાની બહુમતી પ્રજા પુનર્જન્મમાં માનતી નથી. જેઓ માને છે એમની અમર આત્માની માન્યતા પુરાણી સમજ અને ત્યારે ઉપલબ્ધ માહીતી આધારીત હતી. આજે આપણે શરીરની રચના વીશે જેટલું ઝીણવટથી જાણીએ છીએ એના આધારે પ્રચલીત માન્યતાને ત્યજી વાસ્તવીક દૃષ્ટીએ (Pragmatically) વીચારવું જરુરી છે.
      શરીરથી સ્વતંત્ર એવા અમર આત્માના અસ્તીત્વનો ગળે ઉતરે એવો આધાર કે એના અસ્તીત્વને નકારવાના સંગીન પુરાવા કોઈ પાસે નથી. એના પરોક્ષ પુરાવા અહીં આપ્યા છે જે એની તરફેણમાં અપાતા પુરાવાઓ કરતાં ઘણા વીશ્વસનીય છે.
      Not only, you but there are several so called rationalist also believe and challenge to prove it in laboratory, if there is any sort of “SOUL”. But here on the other end you support the idea of “Soul”. Be clear whether our life is since the beginning of civilization or our birth of this life.
      The confused mind will not have answer, as it forgets what is said earlier. Rationality is not in supporting each other, who stick label on his head as “Rationalist”. Rationality is to think, analyze and discriminate between the truth and untruth.
      I also wish, ““Vo subah kabhi to aayegi…”.
      His Blessings;
      Sharad

      Like

      1. Dear Mr. Sharad Shah,

        You quoted me from my earlier article. I need to respond to you on that. Let me start from another of my earlier article, where I had said:

        મીડલ ઈસ્ટ કહેવાતા પશ્વીમ એશીયામાં પાંગરેલા ખ્રીસ્તી, ઈસ્લામ તેમજ અન્ય ધર્મ પુનર્જન્મમાં માનતા નથી. જ્યારે ઉત્તર ભારતમાં ઉદ્ ભવેલ હીન્દુ, બૌદ્ધ, જૈન, શીખ ધર્મ પુનર્જન્મમાં માને છે. પ્રચલીત માન્યતા પ્રમાણેનો પુનર્જન્મ શક્ય હોય અથવા ન પણ હોય, જે વાતને દુનીયાની અડધાથી વધુ પ્રજા સ્વીકારતી ન હોય તે વીષય, બીજું કંઈ નહીં તોયે, વધુ વીચાર અવશ્ય માગી લે છે.
        પુનર્જન્મને સ્વીકાર્ય બનાવવા આત્માને શરીરથી અલગ અને અમર બતાવવો જરુરી હતો. લોકમાનસને અમર આત્માની કલ્પના એટલી ગમી ગઈ કે એની સાથે સંકળાયેલું બધું જ એમણે સહર્ષ સ્વીકારી લીધું.

        Well, like the majority of the human race I also do not believe in the immortal soul which keeps on taking different bodies to attain certain imaginary goal. Many people have said this in past but failed to provide an alternative. What I have done is, defined the difference between living and non-living in a way other than the so called wandaring soul. People who like that thought may accept it. Those who don’t like it don’t have to. Makes no difference to me.

        You have used the words, “so called rationalists” several places. I will let someone else respond to that. If nobody does, I will do that some other time.

        Like

  12. પ્રિય મુરજીભાઈ;
    પ્રેમ;
    મને લાગે છે કે ગોવિંદભાઈ કોઈ ભયના કારણે મારા મંત્વ્યો અને ઉત્તરો અભિવ્યક્તિ પરથી ઉડાડી મુકે છે અને તે બહાના હેઠળ કે તેમે વિષયાંતર કરો છૉ.ખેર અભિવ્યક્તિ ગોવિંદભાઈનો બ્લોગ છે અને તેમની સ્વતંત્રતા છે મને એનો કોઈ અફસોસ નથી. પણ મારી વાત હું થોડા સંભવિત બીજ છે જે ફુલ બની શકે તેમ છે તેમના સુધી પહોંચાડવા માંગુ છું કદાચ કોઈ જાગરણની કે ખુલ્લા મનની શુભ પળે તેમને મારી વાત પકડાય અને થોડી ઘણી બેહોશી તુટે તો બાકીનુ કામ તો અસ્તિત્વ સંભાળી લેશે.
    હવે તમારા પ્રથમતો ગુજરાતી વકત્વ્યો તરફ આવીએ અને પછી અંગ્રેજી વકત્વ્યો પર ચર્ચા કરશું. આપ લખો છો કે,
    “મીડલ ઈસ્ટ કહેવાતા પશ્વીમ એશીયામાં પાંગરેલા ખ્રીસ્તી, ઈસ્લામ તેમજ અન્ય ધર્મ પુનર્જન્મમાં માનતા નથી. જ્યારે ઉત્તર ભારતમાં ઉદ્ ભવેલ હીન્દુ, બૌદ્ધ, જૈન, શીખ ધર્મ પુનર્જન્મમાં માને છે. પ્રચલીત માન્યતા પ્રમાણેનો પુનર્જન્મ શક્ય હોય અથવા ન પણ હોય, જે વાતને દુનીયાની અડધાથી વધુ પ્રજા સ્વીકારતી ન હોય તે વીષય, બીજું કંઈ નહીં તોયે, વધુ વીચાર અવશ્ય માગી લે છે.
    પુનર્જન્મને સ્વીકાર્ય બનાવવા આત્માને શરીરથી અલગ અને અમર બતાવવો જરુરી હતો. લોકમાનસને અમર આત્માની કલ્પના એટલી ગમી ગઈ કે એની સાથે સંકળાયેલું બધું જ એમણે સહર્ષ સ્વીકારી લીધું.”
    હવે એક બાજુ આ કહેવાતા રેશનાલીસ્ટો વૈજ્ઞાનિક અભિગમની વાતો કરે છે અને બીજી બાજુ દલીલ કરે છે કે, “આટલા લોકો પુનઃજન્મમાં માને છે અને આટલાં લોકો નથી માનતા” વળી ગોવિંદભાઈએ તો પોતાના બ્લોગમાં ભગવાન બુધ્ધના વચનો તેમના બ્લોગની સેન્ટર લાઈન તરીકે પ્રકાશિત કરેલાં છે. જે ફરી વાંચી જજો.
    એક બાજુ ભગવાન બુધ્ધ અને તમામ બુધ્ધો એક જ વાત કરે છે કે, “માનો મત જાનો” યાદ રાખો કોઈ પણ બુધ્ધ શાસ્ત્રો વાંચી અન્ય ઋષિ-મુનિઓ કહી ગયેલાં એટલે તેવી વાતોને દોહરાવતા નથી, પણ સ્વાનુભવ કરી જે તે વાત યોગ્યલાગે તેને સમર્થન આપે છે અને તેથી જ તેમની ઑળખ બુધ્ધ તરીકે છે અને બુધ્ધની એક ગરિમા છે એક અનન્ય અને અનોખી સુગંધ છે જે અન્ય બુધ્ધથી તદ્દન અલગ તો છે જ તેમ છત્તાં એક સુત્રતા અને દિવ્યતા છે.
    આજ રીતે વિજ્ઞાન પણ પહેલેથી કોઈ માન્યતાની પૂર્વધારણા બાંધી કોઈ સંશોધનો નથી કરતું. અને પૂર્વ ધારણા બાંધી કોઈ સંશોધન થઈ પણ કેમ શકે? હા, પૂર્વ ધારણાઓ બાંધી આપણે ખોટી દલીલો અને મનફાવે તેવા તર્ક કરી શકીએ અને આપણા જેવાં જ અન્ય મુર્ખાઓમાં રેશનાલીસ્ટ તરીકે ઓળખાઈ શકીએ. “આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા (રેશનાલીસ્ટ).”
    એક બાજુ આપણે વૈજ્ઞાનિક અભિગમની વાતો કરીએ અને બીજી બાજુ કહીએ કે હું ” પુનર્જન્મમાં માનતો નથી”
    મારો વિરોધ, “તમે શું માનો છો” તેનો નથી, “માનો છો” તેનો છે. મારો વિરોધ ચાલાક મન અને બુધ્ધીના દુર ઉપયોગ સામે છે. શા માટે આ કે પેલું માનવું? આપણને પૂરતી બુધ્ધી અને અન્ય સાધનો મળેલાં જ છે જે મહાવીર કે બુધ્ધને કે કૃષ્ણ કે ક્રાઈસ્ટને મળેલાં હતા. બુધ્ધોએ સ્વયં પરિશ્રમ કર્યો અને સત્યને પામ્યા છે. નહીં તો મહાવીરને થયે ૨૫૦૦ વર્ષ થયા જ્યારે કૃષ્ણનો કાળ લગભગ ૫૦૦૦ વર્ષનો છે. મહાવીર કહી શક્યા હોત કે “ગીતા વાંચી જાઓ એટલે વાત પુરી. મારે બીજું કશું કહેવાનુ રહેતું નથી” પણ મહાવીરે એવું નથી કર્યું કે અન્ય બુધ્ધ પુરુષોએ પણ એવું નથી કર્યું. દરેકે જાતે પરિશ્રમ કર્યો છે. પણ આપણે કોઈ પરિશ્રમ કરવો નથી અને ચાર ચોપડી વાંચી રેશનાલીસ્ટ તરીકે અહમ પોષવો છે અને બેહોશી એટલી સઘન છે કે કોઈ આપણી મુર્ખામી તરફ આંગળી ચિંધે કે કે ધ્યાન દોરે કે તરત જ ક્રોધનો ભડકો થઈ જાય છે.શું આપણે આપણી જાતને રેશનાલીસ્ટ કહેડાવતા હોઈએ તો એટલી પણ પ્રમાણિકતા ન દાખવી શકીએ અને એમ કહીએ કે,” આત્મા, પરમાત્મા છે કે નથી તેની મને ખબર નથી, પણ હું તેની શોધમાં છું અને જે દિવસે શોધીશ તે દિવસે જ તેનુ સમર્થન કે વિરોધ કરીશ ત્યાંસુધી એટલું જ કહી શકું કે મને ખબર નથી.”
    આ છે પ્રમાણિકતા, આ છે સ્વચ્છમન અને સ્વચ્છબુધ્ધીનુ પ્રમાણ. પરંતુ આપણને પ્રમાણિકતા સાથે કોઈ સંબધ નથી. આપણે તો આપણી જાતને અન્ય લોકોથી બુધ્ધીમાન અને રેશનલ કહેવડાવવામાં વધુ રસ છે.
    મારા ગુરુ કહેતાં, “કાર્ય મહત્વનુ નથી તે ક્યાંથી ઊદ્ભવ્યું છે તે વધુ મહત્વનુ છે.” દાઃતઃ કોઈ ગરીબને દાન કરે તો આપણે કહીએ છીએ કે, “સારું કામ કર્યું”. પણ તેવું હોતું નથી. દાનનુ ઉદ્ભવ સ્થાન ક્યાં હતુ? અહમમાં, ઈર્ષામાં, ક્રોધમાં, લોભમાં કે કરુણામાં, તે વધુ મહત્વનુ હોય છે. લોભ વશ (સ્વર્ગની આશાએ) આપેલું દાન કુકર્મ છે અને તેના માઠા પરીણામો ભોગવવા જ પડે છે. એક વાત યાદ રાખો અહીં બધું જ નિયમથી થાય છે કોઈ નિયંતા છે કે નહી તેની ખબર નથી પણ બધું નિયમથી થાય છે તે સતત અનુભવ કરીને તમને કહું છું અને એ જ વાત વિજ્ઞાનપણ કરે છે કે દરેક પદાર્થના નિયમ છે. વિજ્ઞાનપણ ત્યાં જ પહોચે છે જ્યાં અધ્યાત્મ પહોંચે છે. માર્ગ કદાચ લાંબો અને કપરો હોઈ શકે. પણ આઈન્સ્ટાઈન કે કોપરનીક્સ કે એરિસ્ટોટલ કે પાયથાગોરસ જેવા કોઈક જ વીરલા સત્યથી નજીક પહોંચી પણ જાય છે જ્યારે અધ્યાત્મને માર્ગે લાખો લોકો પહોંચેલ છે જે દર્શાવે કે વિજ્ઞાન કરતાં અધ્યાત્મનો માર્ગ સહેલો છે. આપને કે અન્ય મિત્રોને વિજ્ઞાનના માર્ગે પહોંચવાની ત્રેવડ અને હિંમત હોય તો મારી શુભેચ્છાઓ સદા સાથે છે. પણ હું અવશ્ય ઈચ્છું છું કે વિજ્ઞાનનું સમર્થન કરતાં કરતાં વિજ્ઞાનના મૂળભૂત સિધ્ધાંતોને ન ભુલી જાઓ. વિજ્ઞાન કોઈ માન્યતાઓને કે પૂર્વધારણાઓના આધારે નથી રચાતું. માનો મત જાનો.
    શેષ શુભ.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ.

    Like

  13. Dear Mr. Sharad Shah,

    Every “Chela” thinks that his Guru has acquired the ultimate knowledge and knows everything. You also seem to me to be in the same boat. I have very different view of Rajnish. I will not put him anywhere close to Buddha or Mahavir. You may live by your convictions. I have my own. I do not say to anyone to follow my line of thinking. I only express my views on what I believe in. Let others decide whatever they want to do with it.

    If you have read my article in question, you would notice that I clearly explain the logic behind my viewpoint.

    I reproduce here another part of the same article in response to your suggestion to me. It says:

    સત્યને કે બ્રહ્મને સમજવા અને પામવા જાતજાતના સાધકો થઈ ગયા છે અને થઈ રહ્યા છે. એમાંથી કેટલાક સંસારની જવાબદારીઓથી ભાગનાર પલાયનવાદીઓ છે, કેટલાક સાધકના નામે મળતા માનમરતબા અને લોકપ્રીયતાથી અંજાઈ સાધક બની બેઠેલા ઢોંગી છે; તો કેટલાક વળી ભોળાભાવે આ મૃગજળ પાછળ જીવનભર દોડી આભાસી સંતોષ મેળવે છે. વાસ્તવીકતા એ છે કે આ પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર કોઈ પાસે નથી. એટલે સંસારમાં જન્મેલા આપણે, સંસારમાં રહી પ્રામાણીકપણે આપણી જવાબદારીઓ નભાવીએ. એ સાથે માનવસમાજ અને પ્રકૃતીના ભલા માટે આપણાથી થાય એટલું કરી છુટીએ એ વધુ અગત્યનું છે. I do not care to go that way.

    And, one important reminder to you. Please do NOT waste your and my time writing me personal e-mail. I am not interested in the things you have to say. Whatever you have to say, say it on the blog for everyone to read and respond if they see it fit to do so.

    Like

  14. Dear Murjibhai;
    Love.

    Your reply here is full of anger and irrational, as you take it as your defeat. We are not here to defeat anybody, but to help each other, if someone is stuck-up in wrong ideology and stupidities.

    Fare and logical discussion can bring the person out of his own stupidity , unless he is open to listen to others viewpoint and accept if he/she is wrong. The discussion must be based on love for each other rather then hatred and blaming.

    I have observed for the second time that, whenever you do not have any logical argument, you immediately bring in between the discussion the name of Rajanish. You might have been using this name as a trick to have sympathy of other readers here; as most people could not understand Rajanish and his teaching and you will get immediate favour of other readers on this issue.

    But let me clarify that, Rajanish has left the body in 1990, say 22years before. And I do not carry anything for even 22 hours, as that is the teaching of my master. Then how can I carry Rajanish for 22years?

    Existence produce new flowers everyday, then why should I bother for the flower, which was bloomed 22years ago? And Budhda and Mahavira bloomed before 2500years. Only Budhdhus can carry that burden for such a long time.

    Just look near you stay in Baroda and you will find such flowers at your doorstep. What you need is an eye to recognize such flowers the Budhdha.
    Secondly, I have sent you few direct mails, but not to harass you, but Govindbhai has discarded those reply, which was given to you and I had to send it to you directly. But I assure you that, henceforth, you will not get any such mail from me.

    I also do not stretch the discussion anymore with you, as it is heartening to you and I will not wish to hurt anybody here.

    His Blessings;
    Sharad

    Like

    1. Come on man, get off from your self appointed higher moral ground. I am not angry, irrational or defeated. Yes, I am frustrated with your kind of reasoning and patronizing attitude. The reason nobody is responding to you is because of your mis-interpriting a word and taking the discussing in a different direction, and not because they have nothing to say in a response. Even calm and collected Mr. Amrut Hazari gave up on you. It is not our defeat.You may take it as your victory to feed your ego. That is fine with us.

      Like

      1. Dear Murjibhai’
        Love.

        It seems the frustration has reached to its pick, and that is resulting in SANIPAT. You are desperately trying for others support and instigating Amrutbhai and other readers.

        Why are you searching for others support? I support you from the deepest corner of my heart and accept whatever you are saying is right including your blames on me.

        I wish you come out of frustration first. Truth-Untruth or Rationality-Irrationality is irrelevant at this stage. For me Murjibhai is much more important then rationality. I put a full stop here and also prey for your rapid recovery.

        His Blessings;
        Sharad

        Like

      2. You do not seem to understand the difference between expressing your views, no matter how different, in a public domain and preaching an individual without him asking for your help or specifically asking NOT to help. The first case is everybody’s right. The second case is an arrogance.

        Like

  15. == વીવેકબુદ્ધી વીના બધુ નકામું છે ==

    લેખક યાસીન ભાઈ દલાલે સાદી ભાષામાં સમજાવેલ છે કે વીવેકબુદ્ધી વીના બધું નકામું છે.

    ભારતમાં રુષી મુનીઓએ આત્મા અને કર્મ વીશે અલગ અલગ વ્યાખ્યાઓ આપી પોતે તો મુર્ખ બન્યા બીજાને પણ મુર્ખ બનાવી નાખ્યા.

    આત્મા અને કર્મ દુનીયાના ૭૦૦ અબજમાંથી ફકત ભારતના લોકોને આત્મા છે બાકીના માનવ અને પ્રાણીઓ આત્મા વગરના બની જાય છે.

    આત્મા અને કર્મમાં માનવાને કારણે વીવેકબુદ્ધી ખોઈ નાખવામાં આવે છે અને આત્મા અને કર્મમાં માનનારો ભુત પ્રેતમાં માનતા વર્તન પણ એવો જ કરે છે.

    Like

  16. Yasinbhai, very nice article indeed. Here in Toronto (Canada) I have been seeing that our ‘Desis’ are indulged in wasting their time in gossiping or in our Gujarati language ‘Paarki Panchaat.’ Asking Indians to read books? Forget it. But anyway, keep it up. Our goal is to educate. Rest is with them.

    Firoz Khan
    Sr.Editor
    Hindi Abroad weekly,
    Toronto, Canada

    Like

  17. આ બધી ચર્ચા-વિચારણાઓ, તર્કો પરથી મને તો ઘણું નવું જાણવા મળ્યું. હું અભિવ્યક્તિ વાંચું છું. અન્ય મિત્રો-વિદ્વાનોના અભિપ્રાયો પણ સમજવા પ્રયત્નશીલ છું અને મારા જ્ઞાનમાં વધારો કરતો રહું છું
    નવીન બેન્કર ( હ્યુસ્ટન)

    Like

Leave a comment