અંગ્રેજી શાસનનો વારસો

–મુરજી ગડા

વર્તમાનને વખોડવાની અને ભુતકાળને વખાણવાની મનોવૃત્તી સર્વસામાન્ય છે. આપણો ભુતકાળ કેટલો લાંબો અને વીવીધ છે એનો ઘણાખરા લોકોને ખ્યાલ નથી. પહેલાના જમાનાનો દાખલો ટાંકનારનો નીર્દેશ સામાન્યપણે લોકવાયકા દ્વારા પ્રચલીત ભુતકાળ કે પછી પૌરાણીક સમય તરફ હોય છે.

આપણો નજીકનો ભુતકાળ છે – આઝાદી પછીનો સમય. આઝાદી પછી તુરતનાં થોડાં વરસ આંતરીક રમખાણો, ભાગલાને લીધે વીસ્થાપીતોના પુનર્વસનના પ્રશ્નો અને દરેક વસ્તુની તીવ્ર અછતવાળો હતો. ત્યાર પછી આપણે ધીમી પ્રગતી શરુ કરી. તાજેતરની ઝડપી પ્રગતીની હજી શરુઆત છે.

એના પહેલાંનો સમય હતો અંગ્રેજી શાસનનો. આ લેખનો હેતુ એ સમયકાળને વીસ્તૃત અને અલગ દૃષ્ટીકોણથી જોવાનો છે. આ રજુઆત પ્રચલીત માન્યતાથી અલગ હોઈ ઘણા માટે સમજવામાં અને માનવામાં મુશ્કેલ લાગશે. કોઈપણ જાતના પુર્વગ્રહ વગર, ખુલ્લા મને વાંચવાથી એનું તથ્ય સમજાઈ શકશે.

આઝાદીની ચળવળ દરમીયાન અંગ્રજોને દેશમાંથી કાઢવા, એમની વીરુદ્ધ જનમત ઉભો કરવો જરુરી હતો. સ્વાભાવીક રીતે આઝાદી પછી પણ એ માનસ જળવાઈ રહ્યું. આપણી બધી મુસીબતોના દોષનો ટોપલો અંગ્રેજો પર ઢોળવાનું ઘણા સમય સુધી ચાલુ રહ્યું. રાજકારણીઓને એ ફાવતું હતું.

આજની 95 ટકા પ્રજા સ્વતંત્ર ભારતમાં જન્મેલી છે. અંગ્રેજી શાસનનો જાત અનુભવ એક ટકાથી પણ ઓછા લોકો પાસે છે. આપણી અંગ્રેજો વીશેની અને એમના શાસનકાળની છાપ અને જાણકારી આડકતરી રીતે લોકવાયકાઓ અને પુસ્તકોમાંથી મળેલ છે.

સાચો ઈતીહાસ જાણવો અશક્ય છે. એ હંમેશાં લેખકની સમજ અને વીચારસરણીથી પ્રભાવીત હોય છે. જે સંજોગોમાં અને સમયકાળમાં લખાયો હોય એની અસર પણ લખાણ પર હોય છે. ત્રીજા પક્ષ દ્વારા લખાયેલ ઈતીહાસ પ્રમાણમાં વધારે આધારભુત હોઈ શકે છે.

અંગ્રેજી શાસનકાળ એ ભારતના ભુતકાળનો ખુબ અગત્યનો ભાગ છે. આપણા વર્તમાન પર સૌથી વધારે અસર એ સમયની છે. એમના વારસાને તટસ્થ રીતે મુલવવો આવશ્યક છે. એમના શાસનથી થયેલ હાની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ લાભનો ક્યાસ કાઢવો પણ જરુરી છે. વર્તમાનને સાચા સ્વરુપમાં સમજવા માટે ભુતકાળમાં એનાં મુળ શોધવાં પડે છે. એ આપણને સત્ય સમજવામાં મદદરુપ થાય છે.

આના માટે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારની દુનીયાના પ્રવાહો સાથે ભારતની ત્યારની અને ત્યાર પછીની આંતરીક પરીસ્થીતી જાણવી અને સમજવી જરુરી છે.

સોળમી સદીમાં યુરોપમાં શરુ થયેલી વૈજ્ઞાનીક અને ઔદ્યોગીક ક્રાન્તીએ એમને ‘અન્ધારીયા યુગ’માંથી બહાર કાઢ્યા. પરીણામે એમની જરુરીયાતો અને અપેક્ષાઓ ઘણી વધી ગઈ. એ સન્તોષવા માટે એ લોકોએ બહારની દુનીયા તરફ નજર દોડાવી. યુરોપની બધી દરીયાખેડુ પ્રજાઓ દરીયામાર્ગે નવી દુનીયાની શોધમાં નીકળી પડી. એમનું મુખ્ય ધ્યેય એશીયા હતું. ભારત એમાંનું એક હતું. ત્યારે ચીન, ઈરાન અને ઉત્તર ભારતમાં શક્તીશાળી સામ્રાજ્ય હતાં. બાકીની દુનીયા હજી અન્ધારીયા યુગમાં જ હતી.

એ લોકો ભારતના પશ્ચીમ કીનારે આવ્યા. સ્થાનીક રાજાઓ પાસેથી વેપારની પરવાનગી લીધી. દરીયા કીનારે બંદરો વીકસાવ્યા અને પોતાની નાનકડી વસાહતો સ્થાપી. વેપાર સીવાય એમનો બીજો કોઈ હેતુ નહોતો. એ સૈન્ય લઈને પ્રદેશ જીતવા નહોતા આવ્યા. ત્યારે મુખ્ય ચાર યુરોપીય પ્રજાઓ ભારતમાં સક્રીય હતી. એમની પ્રવૃત્તીઓ કાંઠાના પ્રદેશો પુરતી મર્યાદીત હતી. આનાથી સ્થાનીક વેપારીઓ માટે પણ વીદેશી વેપારની નવી તકો ઉભી થઈ. દેશના અન્તરીયાળ ભાગમાંથી બન્દરો સુધી માલ પહોંચાડવાનું એમના હાથમાં હતું. સ્થાનીક રજવાડાંઓને પણ આમાં ફાયદો હતો. આ સમ્પુર્ણ વેપારી પ્રવૃત્તી આશરે દોઢસો વરસ સુધી ચાલતી હતી.

પડોશી રાજ્યો વચ્ચેનાં યુદ્ધ હમ્મેશની જેમ એક સામાન્ય ઘટના હતી. આ બાજુ યુરોપીય પ્રજાઓ વચ્ચે પણ હરીફાઈ હતી. એકબીજાને મહાત કરવા અન્દરોઅન્દર છમકલા થતાં એમની પાસેનાં હથીયારો અને યુદ્ધ–કુશળતા સ્થાનીક રાજાઓ કરતાં વધારે સારાં હતાં. સમયની માગ અને જરુરીયાત પ્રમાણે દેશી રાજ્યો અને યુરોપીયન કમ્પનીઓ વચ્ચે સન્ધી અને સહયોગ થવાં લાગ્યાં. આ રાજકીય પગપેસારાની શરુઆત હતી.

આ સમય દરમીયાન ઉત્તર ભારતમાં મોગલ સામ્રાજ્યની પડતી થઈ. આખો દેશ સેંકડો રાજ્યોમાં વહેંચાઈ ગયો. યુરોપીય પ્રજાઓ સાથેની હરીફાઈમાં અંગ્રજો વીજયી થયા. દેશમાં રાજકીય રીતે શક્તીશાળી થવામાં એમને બીજાં સો વરસ લાગ્યાં.

એ સમજવું જરુરી છે કે આ પહેલાના બધા વીદેશીઓએ સૈન્ય સાથે આક્રમણ કર્યું હતું અને ટુંકી લડાઈ કરી સત્તા હાંસલ કરી હતી. શક્તીશાળી મોગલ સામ્રાજ્યના સ્થાપક બાબરે તો માત્ર ચાર કલાકમાં જ લડાઈ જીતી હતી ! એના વંશજોએ બસો વરસ સુધી અડધા ભારત પર રાજ્ય કર્યું. આની સામે અંગ્રેજોને સત્તા મેળવતાં બસોથી અઢીસો વરસ લાગ્યાં હતાં. આ દરમીયાન આપણી આઠ–દસ પેઢીઓ બદલાઈ ગઈ હતી.

એમની રાજકીય સફળતા માટે આપણી ત્યારની આંતરીક પરીસ્થીતી વધારે જવાબદાર હતી. આધુનીક શસ્રો તેમ જ યુદ્ધ કૌશલ્યના લીધે યુરોપીય દેશોએ મોટાભાગની દુનીયા પર પોતાનું આધીપત્ય જમાવી દીધું હતું. ભારતના વીભાજન અને આંતરીક વીખવાદને લીધે આ પ્રવાહને અટકાવવો શક્ય નહોતો. ગૌરવર્ણ પ્રત્યેના અહોભાવની આપણી મનોવૃત્તીએ પણ એમાં મોટો ભાગ ભજવ્યો હશે.

એમની આંતરીક પ્રતીસ્પર્ધામાં જો અંગ્રજો હાર્યા હોત તો બીજી કોઈ પ્રજાએ ભારત પર રાજ કર્યું હોત. કોઈ એક યુરોપીય પ્રજાની ભારત પર હકુમત નીશ્ચીત હતી.

સ્પેનીશ અને પોર્તુગીઝ લોકોએ પોતાના તાબા નીચેના દેશોમાં ખુબ ક્રુરતાથી રાજ્ય કર્યું છે. એમણે બળજબરીથી ધર્મપરીવર્તન પણ કરાવ્યું છે. આજે પણ ભારતના પશ્ચીમ કીનારા પર પોર્તુગીઝોના ધર્મપરીવર્તનની અસર જોઈ શકાય છે. (ત્યાંના ખ્રીસ્તીઓના નામ પોર્તુગીઝ છે, અંગ્રેજી નથી.) ત્યારની બધી યુરોપીય પ્રજાઓમાં અંગ્રજો પ્રમાણમાં વધુ ન્યાયી અને શીસ્તપ્રેમી હતા. ત્યારે ફક્ત ઈંગ્લેંડમાં જ આંશીક લોકશાહી હતી. અંગ્રેજો સીવાયની બીજી કોઈપણ યુરોપીય પ્રજાનું ભારત પરનું શાસન વધારે નુકસાનકર્તા રહ્યું હોત. આનાથી જે પણ આશ્વાસન લેવું હોય તે લઈ શકાય.

જો કોઈ અકળ કારણસર ભારત આ યુરોપીય સંસ્થાનવાદના જુવાળમાંથી બચી ગયું હોત તો આપણો વર્તમાન કેવો હોત ? વૈકલ્પીક બનાવોની કે ભવીષ્યની કલ્પના કરવી ઘણી અઘરી છે. છતાં આપણે થોડાં અનુમાનો બાંધી શકીએ છીએ.

અંગ્રેજોના પ્રભાવ વગર ત્યારે જે ઘટનાઓ બની તે તો બનવાની જ હતી. ઉત્તર ભારતમાં મોગલ સામ્રાજ્યનો ઉદય અને અંત એમ જ થાત. ઔરંગઝેબની ધર્મ ઝનુનતા અને હીન્દુ દમનથી પ્રજામાં ધાર્મીક દ્વેષ પ્રસર્યો હતો. મરાઠા પણ આંતરીક વીખવાદથી તુટ્યા હતા. બીજો કોઈ શક્તીશાળી રાજવંશ ઉભરી આવવાની શક્યતા નહીંવત્ હતી. સદીઓથી ચાલ્યા આવતાં નાનાં રજવાડાં ચાલતાં હોત. નાનાં રાજ્યોને લીધે અર્થતંત્ર સ્થાનીક અને મર્યાદીત રહેત. વધતી જતી વસતીની જરુરીયાતો પુરી કરવા ખેતી અને ગ્રામોદ્યોગ પુરતાં નહોતાં. બે હજાર વરસની દુનીયા પરની આપણી સરસાઈ આપણે ગુમાવી દીધી હતી.

દરીયાપાર ન જવાની અને બીજાઓ પાસેથી ન શીખવાની પરીવર્તન વીરોધી માનસીકતાને લીધે આપણે યુરોપમાં આવેલી ઔદ્યોગીક ક્રાંતીનો ઉપયોગ ન કર્યો હોત. વર્ણવ્યવસ્થા, જાતીવાદ વગેરે અકબંધ રહેત. આઝાદી વખતે હતી એટલી ગરીબી હોત. કદાચ વધારે પણ હોત.

રાજાશાહીની આપણી સમજ લોકવાયકાઓ, બાળવાર્તાઓ અને ધાર્મીક દૃષ્ટાંત કથાઓ પરથી આવેલી છે. એ વાર્તાઓ જ છે. વાસ્તવીકતા સાવ જુદી છે. સાવ ઓછા રાજાઓએ પ્રજાના હીતને ધ્યાનમાં રાખીને કાર્ય કર્યું હશે. મોટા ભાગના રાજાઓ પોતાની સગવડો અને તરંગો પોષવામાં વ્યસ્ત હતા. રાજાશાહીમાં પણ સત્તા અને સમ્પત્તી ઉપલા નાનકડા વર્ગના હાથમાં રહેતી. સામાન્ય રીતે પ્રજા ગરીબ, પછાત અને અશીક્ષીત હતી. રાજા સારો હોય તો પણ; એના અધીકારીઓ દ્વારા પ્રજાનું શોષણ થતું રહેતું.

અંગ્રેજો અને એમના શાસન વીશેની પ્રચલીત સમજ કંઈક આવી છે. એમણે લોકોમાં ફાટફુટ પાડીને લડાવ્યા અને પોતે એનો લાભ લીધો; દેશનું શોષણ કરી સમ્પત્તી પોતાના દેશ ભેગી કરી; પ્રજા પર અત્યાચાર કર્યા; ઘમંડીપણાને લીધે આપણને તીરસ્કારતા રહ્યા; વગેરે….

આ બધું પુરેપુરું અને એનાથી પણ વધુ સ્વીકારી લઈએ. એની સાથે એ ધ્યાનમાં રાખવું જરુરી છે કે અંગ્રેજી શાસનની સરખામણી એક આદર્શ રાજ્ય વ્યવસ્થા સાથે ન કરતાં; ત્યારના આપણા બીજા વીકલ્પો સાથે અને સામાન્ય પ્રમાણે બધે જ પ્રવર્તતી શાસન પદ્ધતી સાથે કરવી જરુરી છે. એ રીતે એમને મુલવવામાં આપણી પ્રામાણીકતા અને ન્યાયવૃત્તીની કસોટી છે. ત્યારે ભારત માટે બે વીકલ્પો હતા. અન્ય કોઈ યુરોપીય પ્રજાનું શાસન અથવા સેંકડો નાનાં રજવાડાં. બન્ને વીકલ્પો વધુ હાનીકારક રહ્યા હોત.

પરદેશી શાસન ક્યારે પણ માન્ય ન હોઈ શકે. પણ શોષીતો માટે શોષક દેશી હોય કે પરદેશી; કંઈ ફરક પડતો નથી. પરીપકવ લોકશાહી સીવાયની બધી જ રાજ્ય વ્યવસ્થામાં જનસમુદાયનું ભરપુર શોષણ થતું આવ્યું છે. આપણે હજી સુધી પરીપકવ લોકશાહી અનુભવી નથી.

ભારતની વીશાળતા અને વીવીધતાને લીધે પરદેશીપણાની વ્યાખ્યા થોડી બદલાઈ જાય છે. સત્તરમી અને અઢારમી સદીમાં ગુજરાતીઓ માટે અંગ્રેજો જેટલા પરદેશી હતા એટલા જ પરદેશી પંજાબી, બંગાળી કે તામીલ હતા. આ સરખામણી બધા જ પ્રાંતોને લાગુ પડે છે. ત્યારે રાષ્ટ્રીય નહીં; પ્રાદેશીક ભાવના હતી. વીજયી રાજાઓએ હારનાર પ્રજા પર હમ્મેશાં જુલમ કર્યા છે.

આપસી ફાટફુટ અને કલહ એ રાજનીતીની વાસ્તવીકતા છે. ચાણક્યનીતી અને કુટનીતી જેવા શબ્દો આપણા સાહીત્યના ભાગ બની ગયા છે. અંગ્રેજોને આ શરુ કરવાની જરુર નહોતી; એ સદાકાળથી ચાલતી રીત છે. જે મોજુદ હતું એનો એમણે લાભ ઉઠાવ્યો એ સાચું છે. આજના સ્વતંત્ર ભારતના રાજકારણમાં પણ આવું જ ચાલે છે.

દેશની સમ્પત્તી લઈ ગયા એ પણ સાચું છે. એ વેપારી પ્રજા વેપાર કરવા આવી હતી. એમનો હેતુ જ સમ્પત્તી ભેગી કરવાનો હતો. પાછળથી રાજકીય સત્તા હાથમાં આવતા એનો વીશેષ લાભ લીધો. ત્યારની સમ્પત્તી હતી જમીન અને પશુધન. એ લઈ જવાનું શક્ય નહોતું. એ પ્રજાની મહેનતનું ફળ લઈ ગયા. રાજાશાહીમાં પ્રજાની મહેનત, વગર વળતરે મહેલો અને કીલ્લાઓ બાંધવામાં વપરાતી હતી. એ પણ પ્રજાનું શોષણ હતું.

આ સમય દરમીયાન આપણા ગુજરાતીઓ રંગુનથી કે આફ્રીકાના દેશોમાંથી, અને તમીળો ઈન્ડોનેશીયામાંથી વેપાર દ્વારા ઘણી સમ્પત્તી ભેગી કરી પોતાના વતનમાં લઈ આવતા હતા. આ બધા દેશ આપણાથી પણ વધુ ગરીબ હતા. એમાં કોઈને અયોગ્ય લાગતું નથી. અંગ્રેજો જ્યારે ધન પોતાના દેશ ભેગું કરતા હતા ત્યારે ઘણા દેશી રાજાઓ પોતાની મીલકતો વીદેશમાં તબદીલ કરતા હતા. એમના વંશજોમાંથી આજે વીદેશમાં વસનારાઓની સંખ્યા ભારતમાં વસનારાઓ કરતા વધારે છે. આજે આપણી કંપનીઓ વીદેશી કંપનીઓ ખરીદી રહી છે ત્યારે આપણે સ્વાભાવીકપણે ગૌરવ અનુભવીએ છીએ. આપણો રોષ અંગ્રજોની કરણી કરતાં એમની સફળતા તરફ વધુ હોવાની શક્યતા છે.

આ બધી રજુઆત અંગ્રજોને નીર્દોષ બતાવવા કે એમની કરણીને માન્યતા આપવા માટે નથી કરી. એમને વાજબી સંદર્ભમાં મુલવવામાં આવે તો સમજાશે કે જે થયું તે સારું નહીં તો સ્વાભાવીક અવશ્ય હતું.

હવે અંગ્રેજી શાસનના થોડા પ્રત્યક્ષ અને પરોક્ષ ફાયદા જોઈએ. આપણે સ્વીકારીએ કે નહીં; પણ અંગ્રેજી શાસનનો સૌથી મોટો રચનાત્મક વારસો છે, ભૌગોલીક રીતે એક ભારત ખંડને ભૌતીક રીતે જોડીને એક રાષ્ટ્ર બનાવવાનો. એમણે નાંખેલી દેશવ્યાપી રેલવે લાઈનો, સડકો, ટપાલ અને તારસેવા, એક કાયદા–કાનુન, એક ચલણ વગેરેને લીધે તે શક્ય બન્યું. એના લીધે લોકો બીજા પ્રાંતોમાં જવા લાગ્યા, પરપ્રાંતીઓ પ્રત્યેનો અવીશ્વાસ ઓછો થયો, વેપાર વધ્યા અને એટલા પુરતી અસ્પૃશ્યતા ઓછી થઈ.

આટલા મોટા વીસ્તારમાં એક કેન્દ્રીય સત્તા પહેલાં કોઈ કરી શક્યું નહોતું. પાછળથી ગાંધીજીએ લોકોમાં એક રાષ્ટ્રની ભાવના જગાડી અને સરદાર પટેલે આઝાદી વખતે દેશી રાજ્યોને જોડીને અખંડ ભારત દેશ’  બનાવ્યો. આ બધું ભૌતીક એકતા સધાયા વગર શક્ય નહોતું.

ભારત એક રાષ્ટ્ર ન થાય ત્યાં સુધી લોકશાહી આવવી શક્ય નહોતી. અને લોકશાહી વગર ભારત એક થવાનું નહોતું આ (Catch 22) ચક્રમાંથી નીકળવામાં અંગ્રેજી શાસને અનપેક્ષીત છતાં પાયાનો ભાગ ભજવ્યો છે. સેંકડો સ્વતંત્ર રજવાડાં હોય ત્યાં લોકશાહીની વાત કરવી અવ્યવહારુ હતી. કોઈ એક રાજ્યથી શરુ કરી આખા દેશમાં લોકશાહી ફેલાતા ઘણો સમય લાગી જાત. દેશવ્યાપી સુધારા શક્ય ન બનત. બીજા વીશ્વયુદ્ધ પછી યુરોપીય સંસ્થાનોમાં સ્વતંત્રતાની સાથે લોકશાહી પણ આવી ગઈ. જુના રાજાશાહી રાષ્ટ્રોમાં હજી બધું યથાવત ચાલે છે.

મુંબઈ, મદ્રાસ, કલકત્તા જેવા શહેરોનો ઉદય અને વીકાસ અંગ્રેજી શાસનકાળમાં થયો છે. અંગ્રેજોની પ્રવૃત્તીનાં આ કેન્દ્રસ્થાનો હતાં. સાવ થોડા સમયમાં આ શહેરો અન્ય જુનાં શહેરો કરતાં મોટાં થઈ ગયાં. પ્રગતીની તક દેખાતાં આ શહેરોમાં લોકો સ્વેચ્છાએ આવ્યા હતા.

અંગ્રેજોએ આ શહેરોમાં યુનીવર્સીટી શરુ કરી. પહેલી વખત નાતજાતના ભેદભાવ વગર કોઈપણ લાયક વ્યક્તી માટે શીક્ષણ શક્ય બન્યું. એમની શાળા–કૉલેજોમાં વૈજ્ઞાનીક, ટેકનીકલ, કાયદાકીય, તબીબી વગેરે વીષયોનું શીક્ષણ અપાતું. આના પહેલાં શીક્ષણ મોટાભાગે ધાર્મીક સંસ્થાઓના હાથમાં હતું. ત્યારનું શીક્ષણ મુખ્યત્વે શાસ્ત્રો અને ખાસ વર્ગ પુરતું મર્યાદીત હતું. નવી અને સ્વતંત્ર વીચારસરણીને  ત્યારે અવકાશ ન હતો. કળા, હુન્નર વગેરેનું શીક્ષણ વારસાગત અને જાતીગત હતું. ગુરુકુળ એ પણ એક રીતે ધાર્મીક સંસ્થાઓના વીસ્તાર (extension) હતા. નાલંદા, તક્ષશીલાના દાખલા અહીં અસંગત છે.

કાળક્રમે આપણા બુદ્ધીમાન યુવાનો કાયદાનો અભ્યાસ કરવા ઈંગ્લેંડ જવા લાગ્યા. ત્યાંથી તેઓ કાયદા સાથે સ્વતંત્રતા અને લોકશાહીના આદર્શો પણ શીખી આવ્યા. ત્યાંથી પાછા આવેલા તેમ જ અંગ્રેજોની ભારતમાંની કૉલેજોમાં ભણેલા શીક્ષીત વર્ગે આઝાદીની લડતની નેતાગીરી લીધી હતી. સેંકડોના હીસાબે મોજુદ રાજાઓએ આઝાદીની ચળવળ નહોતી ઉપાડી. આ લડત પ્રજાતંત્ર માટે હતી જેમાં રાજાઓને મેળવવા કરતાં ગુમાવવાનું વધુ હતું.

૧૮૫૭માં અંગ્રેજોને હાંકી કાઢવાના પ્રયાસમાં ઉત્તર ભારતના થોડાક રાજાઓનો પોતાનું રાજ્ય જાળવી રાખવાનો હેતુ હતો. લશ્કરના આંશીક સાથ પાછળ ધાર્મીક લાગણીઓ જવાબદાર હતી. એને બળવો કહીએ કે સ્વતંત્ર યુદ્ધ, એ દેશવ્યાપી નહોતો. ભારતને એક રાષ્ટ્ર બનાવવાની કે પ્રજાતંત્ર સ્થાપવાની વાત કોઈ કરતું નહોતું. તે સીવાય અંગ્રેજો સામે લડનાર બીજા કેટલાક રાજાઓની શૌર્યગાથા આપણે ગાઈએ છીએ. એ યુદ્ધો પણ પ્રજાના હીતમાં નહીં; પણ પોતાનું રાજ્ય ટકાવવા માટેના હતા.

સંજોગો માણસને ઘડે છે અને માણસ ઈતીહાસ સર્જે છે. અંગ્રેજો આવ્યા ન હોત તો પણ આઝાદીની લડતના નેતાઓ વ્યક્તીગત રીતે સફળ થયા હોત. એમની એ સફળતા બીજા કોઈ ક્ષેત્રમાં હોત. ગાંધીજી સમાજ–સુધારક થાત કે કોઈ રાજ્યના દીવાન થાત. પોતાની રીતે સત્ય અને અહીંસાનો સંદેશ પણ ફેલાવત. એમની પ્રવૃત્તીઓ બહુધા પ્રાદેશીક મર્યાદામાં રહેત. એ અહીંસક માર્ગે રાજપલટો લાવનાર રાષ્ટ્રીય નેતા અને યુગપુરુષ ન થાત. ગાંધીજી અને બીજા બધા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અંગ્રેજી શાસનની આડકતરી પેદાશ છે એમ કહેવું અનુચીત નથી.

જનસમુદાયની સુખશાંતી અને જીવનધોરણને ઘણી રીતે માપી શકાય છે. અત્યારની જેમ વીકાસના આંકડા ત્યારે મોજુદ નહોતા. ઝડપી વસતીવધારો, એ ત્યારના સમયમાં આબાદીની નીશાની હતી. અકાળે થતા મુત્યુને લીધે વસતી વધારો ધીમો રહેતો. આ અકાલીન મુત્યુનાં કારણ હતાં સ્વાસ્થ્યનો અભાવ, ઉંચો બાળમૃત્યુ દર, રોગચાળો, ભુખમરો અને યુદ્ધો.

અંગ્રેજી શાસનકાળમાં આશરે સો વરસે વસતી બમણી થઈ હતી. એના પહેલાં વસતીને બમણી થતાં ત્રણસો વરસ લાગ્યાં હતાં. આની પાછળ એમણે ઉભી કરેલ માળખાકીય સવલતો(infrastructure)નો મોટો ફાળો છે. આ ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર હતાં આધુનીક ચીકીત્સા પદ્ધતી, હૉસ્પીટલ, શૈક્ષણીક સંસ્થાઓ, રેલવે, તાર, ટપાલ, બેંકો અને વીમા કંપની જેવી નાણાકીય સંસ્થાઓ વગેરે.. આ બધું ભલે એમણે પોતાની જરુરીયાત અને હીતને લક્ષમાં રાખીને કર્યું હોય; એનો લાભ પ્રજાને પણ મળતો હતો.

વર્તમાનમાં કુટુમ્બનીયમનનો પ્રચાર અને આંશીક પાલન હોવા છતાં; ફક્ત ચાર દાયકાઓમાં ભારતની વસતી બમણી થઈ છે. વર્તમાનને વખોડનારાઓ માટે આ એક આંચકો (eye opener) છે.

ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે અંગ્રજી ભાષા ભવીષ્યમાં આખી દુનીયા પર છવાઈ જશે. એનાં કારણોમાં ન જતાં એટલું તો સ્વીકારીએ કે અનાયાસે આપણને મળેલ અંગ્રેજી ભાષાના વારસાએ બહારની દુનીયા સાથે એકરુપ થવામાં અને વીકાસમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે અને ભજવી રહ્યો છે.

અંગ્રેજોના મોટા ભાગના શાસનકાળ દરમીયાન ભારતમાં એમની કુલ સંખ્યા પચાસ હજારથી ઓછી હતી. એમાં લશ્કરી અને વહીવટી અમલદાર, અધીકારીઓ વગેરે બધા જ આવી જતા હતા. વીશ્વયુદ્ધો અને આઝાદીની ચળવળને લીધે છેલ્લાં ચાળીસેક વરસમાં આ સંખ્યામાં વધારો થયો હતો; છતાં હમ્મેશાં એક લાખથી ઓછો રહ્યો હતો. આની સામે ભારતની વસતી એ સમયકાળમાં ૨૦ કરોડથી વધી ૪૦ કરોડ થઈ હતી. આટલી ઓછી સંખ્યાના વીદેશીઓ, આટલા વીશાળ દેશ પર ત્યારે જ શાસન કરી શકે જ્યારે પ્રજાનો મુક સહકાર હોય. એમણે ક્યારેય આપણી ધાર્મીક બાબતોમાં દખલગીરી નહોતી કરી. જનસમુદાય માટે આ ખુબ અગત્યની બાબત હતી.

અંગ્રેજી શાસનનો સૌથી વધુ ગેરલાભ ઉપલા વર્ગને થયો છે. આ ઉપલો વર્ગ એટલે રાજાઓ, એમની નીકટના લોકો અને અમુક અંશે બ્રાહ્મણો. રાજાઓએ પોતાની સત્તા ગુમાવી ત્યારે બ્રાહ્મણોનો સાક્ષરતાનો ઈજારો જતો રહ્યો. ગ્રામીણ પ્રજા આવા રાજકીય ફેરફારો પ્રત્યે ઉદાસીન હતી.

આઝાદી વખતના ભારતના ભાગલા માટે આપણે એમને દોષ આપીએ છીએ. એ સત્તામાં આવ્યા ત્યારે ભારત ઘણો વીભાજીત હતો. આજે ભારતના ત્રણ નહીં પણ ત્રીસ કે પછી ત્રણસો ટુકડા હોઈ શકત. પોતાની મેળે ભારત એક દેશ બની જાત એમ માનવું નાદાનીયત છે.

યુરોપ કદમાં ભારત જેવડું છે અને વસતીમાં ત્રીજા ભાગનું છે. ત્યાં આજે ત્રીસથી વધુ દેશ છે. ધર્મ, જાતી અને ભાષાની આટલી વીવીધતાવાળો એક માત્ર દેશ ભારત છે. વીવીધ પ્રજાઓવાળા દેશોના ટુકડા થઈ નવાં રાષ્ટ્રો અસ્તીત્વમાં આવી રહ્યાં છે. જુનું રશીયા અને યુગોસ્લાવીયા એના તાજેતરના દાખલા છે.

અખંડ ભારતમાં પાત્રીસ ટકા મુસ્લીમો હોત. પાયાના મતભેદવાળી આટલી મોટી લધુમતી સાથે શાંતીથી રહેવું અઘરું થાત. બીજા દેશોની જેમ અહીં પણ આંતરવીગ્રહ ચાલતો હોત. સરહદ પર ક્યારેક થતા છમકલા કરતાં આંતરવીગ્રહ ઘણો પીડાકારક હોય છે.

કોઈપણ પાયાના પરીવર્તન ભોગ માગી લે છે. અંગ્રેજી શાસન, એ ભારતને એક રાષ્ટ્ર બનાવવા અને પ્રજાતંત્ર સ્થાપવા માટે ચુકવાયેલી કીમ્મત છે. એ કીમ્મત કેટલી વાજબી હતી એ વ્યક્તીગત દૃષ્ટીકોણ પર આધાર રાખે છે. દોઢસો વરસનો ઈતીહાસ દોઢસો વાક્યોમાં લખવામાં આવે તો એમાં અથડામણો અને અત્યાચારનો જ સમાવેશ હોય. પ્રચલીત માન્યતા કરતાં એમનો શાસનકાળ પ્રમાણમાં ઘણો શાન્તીપુર્ણ હતો. આજે પણ આપણે એમનું વહીવટી માળખું સ્વેચ્છાએ જાળવી રાખ્યું છે. એની ગુણવત્તાનું એ મુક અનુમોદન છે.

અન્ય દેશોએ આઝાદી માટે આપણા કરતાં ઘણી મોટી કીમ્મત ચુકવી છે. આપણે એમના જેવી લોહીયાળ ક્રાન્તી નથી અનુભવી. કેટલાકના વર્તમાનને ભુતકાળ સાથે નામનો જ સમ્બન્ધ રહ્યો છે.

સમયના વધુ વીશાળ પટ પર જોઈએ તો યુરોપીય સંસ્થાનવાદ વૈશ્વીકરણનું એ પહેલું પગથીયું હતું. એના પહેલાં પુર્વ અને પશ્વીમના લોકોને એકબીજાના અસ્તીત્વ ઉપરાંત વધુ કંઈ ખબર નહોતી. બધા પોતપોતાને સર્વશ્રેષ્ઠ માનતા હતા. અત્યારે આપણે વૈશ્વીકરણના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. ત્રીજો તબક્કો ત્યારે આવશે જ્યારે ગમે તે દેશમાં જવા વીઝાની જરુર નહીં પડે. આજે એ પ્રથા મર્યાદીત દેશો વચ્ચે કાર્યરત છે. એ ત્યારે શક્ય બનશે જ્યારે બધે જ મોટે ભાગે આર્થીક સમાનતા આવશે અને ધર્મની બાબત, રાજકારણીય ન રહેતાં વ્યક્તીગત ભાવનામાં સીમીત રહેશે.

અંગ્રેજી શાસનકાળ દરમીયાન આપણા વડીલોએ જે પણ યાતનાઓ સહન કરી હશે એનું મીઠું ફળ એમના વંશજો એવા આપણે માણી રહ્યા છીએ.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 23 11 548 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના 2008ના ડીસેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા ગેટ સામે, વીજલપોરપોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લોનવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલgovindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 14/12/2012               

  ()()()

36 Comments

 1. અંગ્રેજોને કારણે આ દેશના ગરીબ લોકોને ઘણોંજ ફાયદો થયો છે.

  રાજાઓ અને ધર્મના ગુરુઓને અંગ્રેજોના આગમનથી નુકશાન થયું છે એ શ્રી મુરજીભાઈ ગડાએ બરોબર સમજાવ્યું છે.

  રાજા મહારાજાઓ એ વખતે પણ વીદેશ જઈ શીક્ષણ લેતા હતા જ્યારે ભારતમાં શીક્ષણ એ ધાર્મીક સંસ્થાઓ પુરતું સીમીત હતું.

  જેમ જેમ અંગ્રેજીનો પ્રચાર પ્રસાર થયો એમ રાજા મહારાજાઓ અને ધર્મ ગુરુઓનો ખો નીકળી ગયો અને એ જરુરી હતું.

  Like

 2. ભારતીયોની, સવિશેષ તો આપણા ઘેલા ગુજરાતીઓની ઐતિહાસિક સમજને સ્પષ્ટ કરતો આ લેખ ખૂબ જ મહત્વનો અને ખૂબ જ ઉપયોગી છે. લેખકનો અઢળક આભાર અને અધધ અભિનંદન.

  Like

 3. પ્રિય મુરજીભાઈ;
  પ્રેમ;
  ખુબજ સુંદર એનાલિસિસ,ઓબ્ઝરવેશન અને પ્રેઝન્ટેશન. સામાન્ય ઐતિહાસિક ગ્રંથોથી કદાચ જુદી વાત લાગે પણ સત્યની ખુબજ નજીક છે. એક અન્ય ઓબ્ઝરવેશન જેનો ક્યાંય ઉલ્લેખ નથી પણ કદાચ તે અંગે વિચારવું રહ્યું.
  ભારત અને અન્ય ઘણા બધા દેશોમાં બીજા વિશ્વ યુધ્ધ પછી જ આઝાદી મળેલ છે. આ વિશ્વ યુધ્ધ માટે જવાબદાર ગણાતા હિટલરનો/જર્મનોનો આ બધા દેશોની આઝાદીમાં બહુ મોટો પરોક્ષ ફાળો છે. હિટલરે મોટાભાગના યુરોપિય દેશોનો વિશ્વ યુધ્ધમાં કચ્ચર ઘાણ કાઢી નાંખ્યો હતો અને તેને કારણે આ દેશોની પ્રજાએ ભયાનક પીડાનો અને આપ્તજનોના કારમા વિયોગનો અનુભવ કર્યો અને જેને પરિણામે શાસક કર્તા આ યુરોપિય દેશોમાં અન્ય ગુલામ દેશોના પ્રજાજનોની પીડાનો અહેસાસ થયો અને તે દેશોની પ્રજા તરફથી ગુલામ દેશોને મુક્ત કરવાની વાતો ને સમર્થન મળતુ થયુ. પરિણામ સ્વરુપે ૧૯૪૪થી માંડીને ૧૯૬૦ સુધીમાં જ મોટાભાગના ગુલામ દેશોને આઝાદી મળી ગઈ. ભારત પણ એમાનો એક દેશ હતો.
  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

  Like

 4. It is a very good article. I fully agree with Sharad bhai’s viewpoint.

  Thanks for presenting such a good thoughts for us.

  We should be thankful for USA also for getting freedom.

  Pradeep Desai
  USA

  Like

 5. Dear Murjibhai Gada, Govindbhai Maru, Uttam Gajjar and Other Rationalist Friends:

  Thank you Murjibhai. Your extended Analysis is a Necessary part of Understanding the recent past of British Rule in India. We are to-day enjoying many Fruits of British Rule. This is because of our NATIVE Rulers, mostly Congressites. They have Proved to be the Most Damaging Rule for India and its People. Who is Responsible for that? People themselves, according to me. Religions did Un-Precedented HARM to INDIA. They MisLed and Exploited the People.

  They Divided the Country. Their Selfish GOAL of Heaven/MOKSHA are unteneble Escapism. Their Role in Promoting and Spreading BLIND FAITH is The dire SIN. FEAR has been the Basis of Surrender to GOD/IDOLS is Nothing but the VESTED INTEREST of the Powerful Groups of GURUS, PUNDITS and LEADERS. Rationalists are the Only People who have Understood this Unfair GAME. It is therefore, the Responsibility of this Enlightened Group to Shoulder the LEADERSHIP for the Needed CHANGE. 21st Century Materialism is the Best Environment to Defeat these Retrograde Elements. To-Day is the Best Environment for Rationalists to Succeed.

  Education is the Best Vehicle for this. West is Playing an Important Role against The EAST. It will be the Only possibility to Defeat the (FALSE) BELIEF SYSTEMS. Let us give a Big Push to Bring about the Democratic SECULAR WORLD in Existence. “JAY AHINSA”

  Fakirchand J. Dalal

  9001 Good Luck Road,
  Lanham, MD 20706.
  U.S.A.

  Phone: 301-577-5215
  E-Mail: sfdalal@comcast.net

  December 14, 2012

  Like

 6. Sundar pruthakaran.
  14th Paragraph of this article reads…..” tyarni badhi prajaoma angrejo pramanma vadhu nyayi ane shishtapremi hata………………Angrejo sivayni biji koipan europiya prajanu sashan vadhare nukshankarta rahiu hot.
  100% sachi vaat.
  Now what I am going to quote is worth reading between the lines and understand to support the views expressed in this article.

  Ref: Booklet: Rojerojni Vachanyatra – 2. Sampadak: Mahendra Meghani.
  Publisher: Lokmilap Trust. Page: 29.
  Article: Tyan sudhi………Lekhak: Pattabhi Sitaramaya.

  East India companini vidaya pachi bharatma british sarkarna sidha shasanni shthapana thai. Tema pan prajaparna anyayo chalu rahiya. Kheduto par trash, garibi, lut vagere julmo, vaniswatantra par ankush, dukal……em loko pidata rahiya.

  Te kare Allan Hume namna ek angrej ahin sarkarna mota adhikari hata.. Aatatali barbadi chhata aa deshna loko anyayano samno karva mate jagata kem nathi, tenu aemne acharj ane dukh hatu. Temne lagiu ke bharatna lokonu aek evu sangathan hovu joiye, je emna dukhono padagho pade ane sarkarna karbhar same mathu unchu kare. Pan temne jou ke aa deshna loko nishkriya chhe, angat swartha ane naninani vatoma gunchvayela rahe chhe. Ae angrej Humena prayatnothi bharatma 1885ma INDIAN NATIONAL CONGRESSNO JANMA THAYO. ( means In creation of INC, Hume was the person and not any Indian)

  Te pahela be-aek varse Allan Humee Kalkatta universityna vidyarthione chhapama aek khullo patra lakhiyo hato ane bharatna yuvano tatha samasta prajane sangathit thavani hakal kareli. Ae patramathi thodo bhag niche aapiyo chhe:

  ” Aa deshna aagar padata ne vicharvan loko pan jo aetala pamar hai, athava potana angat swarthma aetala rachiyapachiya raheta hoi, ke potana deshnu karya karva mate pravrutta na thai shake, to pachhi pradeshio temne kachade te swabhavik chhe. Pratiek prajane potani yogyatana pramanma ja sari ke narsi rajyavyavashtha prapta thati hoi chhe. Aa deshna navanit saman ane unchi kelavani pamela loko pan jo aesharam ane swarth fagavi daine swatantrata melavava mate khantbher prayash kari shakta na hoi, to teno artha aetalo ja ke hind atyare je rajvahivat hethar chhe tenathi saro amal tene joito nathi, ke ae mate teni yogyata nathi. Prajakiya kamo karva mate jaruri utshah jo tamarama na hoi, samajik kalyan mate machi padanara utchha kotina parmarthno tamarama aabhav hoi, angrejoe jene karane aaje potanu shthan sidhha kariu chhe te swadeshprem jo tamara radaima vasato na hoi, to pachhi teo tamari par rajya chalave ae swabhavik chhe. Swarthnatyagthi ane bijani sewathi ja sukh prapta thai chhe aevu bhan tamane jya sudhi na thai, tyan sudhi ae loko tamari upar raj karawana, tamari pase veth karavavana ja- pachhi bhale temni dhusari tamane game tetali dankhati hoi.”

  (Pattabh Sitaramaya was one of the big Governament officer and close to Gandhiji.)

  One angrej officer Allan Humene bharatni gulam praja mate vadhu dukhbhari lagani hati. Tene INC banavine azadini ladat chalu karvani hakal kareli. Hume na hot to INC bani hot khari ? Ane INC na hot to ??????????????Hume to potani sarkar virudha kam karelu kahevai. RAJDROHA karelo kahevai………

  My opinion: 1947ma bharat aazad thau. Bharatiya prajanu manas juni gulamimathi AZAD thau nahi. Sitaramayae je kahiu te badhuj aaje vadhu vakarine chhale chhe. Aetalej aajna rajkarnio, sarkari oddhedaro, 1 abajni prajane gulam banavine, majha mare chhe.

  Aabhar.

  Amrut(Suman)Hazari.

  Like

  1. Dear Mr. Hazari,

   You said,”Humena prayatnothi bharatma 1885ma INDIAN NATIONAL CONGRESSNO JANMA THAYO. ( means In creation of INC, Hume was the person and not any Indian)

   This is true but there is more to the story. As I understand, for first 30 years INC was more like a country club. A handful of intellectuals would gather occasionally, have some general talk and disperse. Their demand then was more for Indians (like them) having some representation in the government. I am not aware of how Mr. Hume fitted in all this.

   It was after Gandhi’s return from South Africa and then getting active in Indian politics sometime around 1915, the nature of INC started changing. Then it became a centre of independence movement. Please feel free to correct me, if I am missing the boat here.

   Like

   1. ગાંધીજીના આગમન સાથે કોંગ્રેસ ખરા અર્થમાં લોકોની સંસ્થા બની. હ્યૂમને આવી કલ્પના પણ નહીં હોય. એટલે હ્યૂમે ભારતની આઝાદી માટેની સંસ્થા બનાવી એમ ન કહી શકાય. ખરેખર તો એમ કહેવું જોઈએ કે હ્યૂમે બનાવેલી સંસ્થા આઝાદી આંદોલનનું વાહન બની ગઈ.

    ખરી વાત તો એ છે કે ગાંધીજી પોતે પણ પશ્ચિમી મૂલ્યોથી પ્રભાવિત થયા હતા. લંડનમાં રહ્યા તે કાચી વયથી જ અને તે પછી દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં પણ એમણે ભારતને અલગ રીતે જોયું. પશ્ચિમનાં મૂલ્યોની એમાં અસર હતી. એમણે માત્ર ભારતની આઝાદી માટે સંઘર્ષ ન કર્યો, ભારતનાં જરીપુરાણાં અમાનવીય મૂલ્યો સામે પણ સંઘર્ષ કર્યો.

    જોસેફ લેલિવેલ્ડે એમના પુસ્તકને ટાઇટલ આપ્યું છેઃGreat Soul: Mahatama Gandhi and His Struggle with India. અહીં નોટ કરવા જેવી વાત એ છે કે એ Struggle FOR India નહોતી, Struggle WITH India હતી.

    Like

 7. Dear Murjibhai,
  Thank you. It is nice to undersand the inside of British Raj in India” for the younger genration who was born after Swaraj.
  Ashok R. Shah (Olney, Maryland – USA).

  Like

 8. લેખકે સમજાવેલ છે કે બાબરે ચાર કલાકમાં જીતી ૨૦૦ વરસ સુધી રાજ કર્યું અને માંડ પચાસ હજાર અંગ્રેજોએ ૧૫૦ થી ૨૦૦ વરસ રાજ્ય કર્યું.

  અંગ્રેજો અને એમની ભાષા અંગ્રેજીના વર્ચસ્વના કારણે ગરીબોએ માથું ઉંચકી રાજા મહારાજોને એમનું સ્થાન બતાવી દીધું અને એજ હાલત ઋષી મુનીઓ અને ધર્મ ગુરુઓની થશે.

  Like

 9. હવે અંગ્રેજી શાસનના થોડા પ્રત્યક્ષ અને પરોક્ષ ફાયદા જોઈએ. આપણે સ્વીકારીએ કે નહીં; પણ અંગ્રેજી શાસનનો સૌથી મોટો રચનાત્મક વારસો છે, ભૌગોલીક રીતે એક ભારત ખંડને ભૌતીક રીતે જોડીને એક રાષ્ટ્ર બનાવવાનો. એમણે નાંખેલી દેશવ્યાપી રેલવે લાઈનો, સડકો, ટપાલ અને તારસેવા, એક કાયદા–કાનુન, એક ચલણ વગેરેને લીધે તે શક્ય બન્યું. એના લીધે લોકો બીજા પ્રાંતોમાં જવા લાગ્યા, પરપ્રાંતીઓ પ્રત્યેનો અવીશ્વાસ ઓછો થયો, વેપાર વધ્યા અને એટલા પુરતી અસ્પૃશ્યતા ઓછી થઈ.
  Fully agreed…..nirupam avashia

  Like

 10. Dear Respected Murjibhai:
  Very powerful analysis. Some of the “what-if” scenarios are fascinating. Indeed, if a more fanatic christian country had ruled over India instead of the British, it may have been worse. Agreed, we all despise what happened with British rule, but the alternatives may indeed have been worse.

  And it is equally terrifying to think of 300 little kingdoms instead of current India, all teeming with petty politics and back-stabbing. Regarding monarchy, I’m reminded of a very funny line from Monty Python, when King Arthur tells a peasant that he is a king by divine decree (the lady of the lake gave him a sword), the peasant replies: “Listen, strange women lyin’ in ponds distributin’ swords is no basis for a system of government, Supreme executive power derives from a mandate from masses, not from some farcical aquatic ceremony. You can’t expect to wield supreme executive power just because some watery tart threw a sword at you!”

  I’m sure that we would have had a dozen equally ridiculous divine power stories for the little fiefdoms if they had remained intact instead of the democracy we have today,

  Thank you once again for very thoughtful as well as thought-provoking analysis.
  Best Regards,
  A. Dave (દવે)

  Like

 11. ખુબ જ સુંદર છણાવટ અને માહિતી સભર સત્ય ની ખુબજ નજીક લેખ માટે મુરજીભાઇ તથા ગોવિંદભાઈ ખુબખુબ ધન્યવાદ

  Like

 12. બે પ્રજાઓ વચ્ચે કોઈ પણ રીતે સંપર્ક થાય તેમાં કોઈ પણ પ્રજા સંપૂર્ણ હારતી નથી અને સંપૂર્ણ જીતતી નથી. એ સંપર્ક દ્વિમાર્ગી જ બની રહે છે. અંગ્રેજો અહીં ભારતના ભલા માટે નહોતા આવ્યા. એ વેપાર માટે આવ્યા હતા અને સત્તાધારી બની ગયા. એમણે જે કઈં કર્યું તે પોતાના લાભ માટે કર્યું હતું, એનાથી ભારતને પણ આડકતરી રીતે લાભ થયો એ પણ સાચું છે.

  આ બાબતમાં કાર્લ માર્ક્સનું એક મંતવ્ય જાણવા જેવું છે. માર્ક્સ જીવનનિર્વાહ માટે ન્યૂ યૉર્ક ડેઇલી ટ્રિબ્યૂન માટે લંડનથી નિયમિત કૉલમ લખતા. એમણે ૧૮૫૩ની ૧૦મી જૂને એક લેખ લખ્યો જે ૨૫મી જૂને અખબારમાં છપાયો. માર્ક્સને બ્રિટિશ શાસન હેઠળ ભારતની સ્થિતિનું દુઃખ છે અને એમણે બ્રિટિશ સામ્રાજ્યની શોષણખોર નીતિની જ આ લેખમાં ટીકા કરી છે. એમણે ભારત જોયું નહોતું પરંતુ ભારત વિશેનું એમનું પૃથક્કરણ એ જમાનામાં પણ કેવું સચોટ હતું તેનો ઉત્તમ દાખલો આ લેખમાંથી મળે છે. અહીં હું એના એક ફકરાનો મુક્ત અનુવાદ રજુ કરું છું:

  “ આવાં ઉદ્યમી, પિતૃસત્તાત્મક અને નિરુપદ્રવી સામાજિક સંગઠનો્ને યાતનાના દરિયામાં ફંગોળાઈ જતાં જોવાં, કે એમના વ્યક્તિગત સભ્યોની રોજી રોટી જ નહીં, એમનાં વારસાગત ગુજરાનનાં સાધનો અને એમની પ્રાચીન સંસ્કૃતિનાં રૂપોને સુદ્ધાં છિનવાઈ જતાં જોવાં, એ માનવીય સંવેદના માટે આંચકો આપે એવું છે. આમ છતાં આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આ ગ્રામસમાજો, ભલે ને, નિર્દોષ જણાતા હોય, પૂર્વના દેશોની આપખુદશાહીના નક્કર આધાર જેવા હતા. એમણે માનવીય મસ્તિષ્કના વિકાસને શક્ય તેટલી નાની સીમાઓની અંદર રૂંધી નાખ્યો હતો, આ ગ્રામસમાજોએ માનવમસ્તિષ્કને વહેમોનો પ્રતિકાર કરવા અસમર્થ હોય એવું ઓજાર બનાવી દીધું હતું, એને પરંપરાગત નિયમોનું દાસ બનાવી દીધું હતું અને એને સંપૂર્ણ ભવ્યતા અને ઐતિહાસિક ઊર્જાઓથી વંચિત કરી દીધું હતું…આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે હિન્દોસ્તાનમાં આ હીણપતભર્યા, સ્થગિત અને મૃતઃપ્રાય અસ્તિત્વે, એનાથી તદ્દન વિપરીત એવી જંગાલિયતભરી, નિરુદ્દેશ્ય અને નિર્બંધ વિનાશક શક્તિને જન્મ આપ્યો હતો અને સ્વયં હત્યાને પણ ધાર્મિક ક્રિયાકાંડનો દરજ્જો આપ્યો હતો. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આ નાનકડા સમાજો નાતજાતના અને ગુલામીના ચેપથી ગ્રસ્ત હતા, માણસને એમણે સંયોગોનો સ્વામી બનાવવાને બદલે બાહ્ય સંયોગોનો દાસ બનાવી દીધો હતો. એમણે સ્વયં વિકાસ પામતી સામાજિક અવસ્થાને કદી ન બદલાતી કુદરતી નિયતિ બનાવી દીધી હતી અને એ રીતે પ્રકૃતિની ભાક્તિને એ સ્થિતિએ પહોંચાડી કે માણસ પોતે જ પશુ બની જાય. એનું પતન એમાંથી દેખાય છે કે પ્રકૃતિનો સ્વામી, મનુષ્ય ભક્તિભાવથી વાનર હનુમાન અને ગાય શબાલા સમક્ષ ઘૂંટણિયે પડે છે… હિન્દોસ્તાનમાં સામાજિક ક્રાન્તિ લાવવામાં બ્રિટનના અધમમાં અધમ હેતુ જ પ્રેરક બળ હતા , અને એ લાગુ કરવામાં એણે મૂર્ખની જેમ વ્યવહાર કર્યો છે એ પણ સાચું, પરંતુ સવાલ એ નથી. સવાલ એ છે કે એશિયામાં સામાજિક ક્ષેત્રે મૂળભૂત ક્રાન્તિ વિના માણસજાત પોતાના નિયત મુકામ સુધી પહોંચી શકે ખરી? જો આનો જવાબ “ના” હોય તો બ્રિટનના અપરાધો કઈં પણ હોય, એ અભાનપણે આ ક્રાન્તિ લાવવા માટે ઇતિહાસનું ઓજાર બન્યું છે.”

  ફરી યાદ આપું કે ભારતમાં અંગ્રેજી હકુમત શરૂ થઈ તેનાં થોડાં જ વર્ષોમાં, ૧૮૫૭ના બળવાથી પણ પહેલાં માર્ક્સે બ્રિટનની શોષણખોરીની ટીકા કરવા સાથે જ એને ભારતની સામાજિક ક્રાન્તિ માટે ઇતિહાસનું સાધન ગણાવ્યું હતું. શ્રી મૂરજીભાઈ પણ કદાચ આ જ વાત કહેવા માગે છે. આભાર.

  Like

 13. મુરજી ભાઈ એ જે લખ્યું છે તે ખરેખર તટસ્થ રીતે લખ્યું છે. જોકે અંગ્રેજો અહી વેપારી તરીખે આવ્યા અને સંજોગોએ તેમને રાજ્ય કરવા બેસાડ્યા . તેમને રાજ્ય કરવા માટે અહીનાં જ માણસોને ભણવાની સગવડ કરી તેમની મદદથી રાજ્ય કર્યું. અહીના લોકો પર આકરા કરવેરા નાખ્યા .જુદાજુદા જુલ્મો કરવેરા વસુલ કરવા કર્યા .પણ સાથે સાથે એક અંગ્રેજ માણસે જ કોંગ્રેસ સ્થાપી જે સંસ્થા આઝાદી માટે લડી.
  અંગ્રેજી સાશનને લીધેજ ભારત અનેક નાના નાના રાજ્જ્યો માંથી એક દેશ બન્યો .
  અને છેલ્લે અંગ્રેજી સાશન અને અત્યારના સાશન વચ્ચે સરખામણી કરીએ તો પરદેશી સાશકો અત્યારના સાશકો કરતા વધારે સારા લાગેછે.
  મધુ ભાઈ શાહ.

  Like

 14. અંગ્રેજો, મોગલો, મુહમ્મદ ગોર કે મુહમ્મદ ગજનવી બધા વેપાર કે લુંટ કરવા આવેલ અને રાજ કરવા લાગ્યા.

  આર્યો પણ ભારતમાં એજ રીતે આવ્યા હશે?

  Like

  1. હા ભાઈ તેમ જ છે….ઈતિહાસ માં ઇન્ડો-આર્યન માઈગ્રેશનની નોંધ પુરાવા સહીત લેવાઈ છે!

   Like

 15. Dear Shri Gada Saheb,
  Thanks for the details. What I quoted was the statement of Shri Pattabhi Sitaramaiya. This was picked up from the booklet Shri Mahendra Meghani has published. Shri Sitaramaiya was and is considered a authority.
  You gave more details and that is acceptable. But it does say that those Indians who were meeting under the head oh INC were not interested in freedom of India. And same institute evantually became the “VAHAN”. INC became a party of freedom fighters. No other party was created.
  I am happy to learn more. Thanks Shri Deepak Dholakiya for more informations.
  Thanks.
  Amrut.

  Like

 16. Dear Mr. Hazari,

  I did not mean to criticize you. In case if you got that impression, I apologize. I only wanted to add to the info for our other readers. Every Historical event writer, including Shri Pattabhi Sitaramaiya and all of us here, is influnced by his own reading, convictions and worldview. That is why there in no such thing like “TRUE History” What I am writing here is also subject to debate.

  I believe almost all of those people may be interested in free India but could not dare to ask for it to the British. They had no army to fight against them. The concept of non-cooperation and non-violence did not exist in anyone’s mind. Besides, hardly anyone knew what the whole India was like. Large part of India was under the control of several hundred puppets like princely states.
  Having said all this, I am not minimizing the efforts of pre-Gandhi INC. They were realist in asking only for the representation considering the circumstances.

  Gandhi, upon his arrival, first toured many parts of India. Tried to know as much as possible about the multi-level and multi colored India. Then only he started the independence movement. No one before him had a Grand vision of total independence like he had.

  Like

 17. ઉપર એક કોમેન્ટ માં દીપક ધોળકિયાએ જણાવેલી કોમેન્ટ તદ્દન તર્ક વિહોણી છે! અહી દેશ અને પરદેશમાં એવો ભ્રમ છે કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ આપણે અહિંસક સત્યાગ્રહી યુદ્ધ ખેલી અંગ્રેજો ને હરાવ્યા અને આઝાદી મેળવી!….પણ મિત્રો આપણે સંગ્રામ ખેલીને,આઝાદી હાસલ નથી કરી;અંગ્રેજોએ પાર્લામેન્ટ માં ઠરાવ કરીને આપણને સ્વતંત્રતા દાનમાં આપી અને તેનું કારણ બીજા વિશ્વયુદ્ધ પછીની આંતરરાષ્ટીય પરિસ્થિતિ તથા આંતરરાષ્ટ્રીય કરારો હતા.માત્ર ભારત જ નહિ,દુનિયાના ચાર-પાંચ ડઝન દેશો આઝાદ થયેલા છે. ગાંધીવિચાર પરત્વે સ્વાતંત્ર્ય બાદ પુનર્વિચારણા થવી જોઈતી હતી.ગાંધીજી ના ઘણા વિચારો તથા કાર્યક્રમો તત્કાલીન આવશ્યકતાઓ માંથી ઉદભવેલા હતા,જેમાં દૂરંદેશીપણાનો અભાવ હતો.પરંતુ એને સર્વકાલીન સિદ્ધાંતો ગણવામાં આવ્યા તેના માઠા પરિણામો આવ્યા…….-રમણ પાઠક “વાચસ્પતિ” ના પુસ્તક “આચરી સબ જગ મિલા”ના પાનાં ૫૨ નો સારાંશ….

  Like

  1. ભાઈ પરમિત,

   મારી બન્ને કૉમેન્ટ જોઈ ગયો. તમે કહો છો એવા તો શબ્દો એમાં જોવા ન મળ્યા. અહીં મેં માત્ર એટલું જ કહ્યું છે કે હ્યૂમે કોંગ્રેસ બનાવી એના કરતાં પણ વધારે મહત્વની વાત એ છે કે કોંગ્રેસને આઝાદીના સંઘર્ષ માટે લોકો સાથે જોડનાર ગાંધીજી પોતે પણ પશ્ચિમી મૂલ્યોથી પ્રભાવિત થયા હતા અને એમની Struggle માત્ર for India નહોતી, With India (એટલે કે જરીપુરાણા વિચારો ધરાવતા ભારત વિરુદ્ધ) પણ હતી.

   કોઈ પણ સામાજિક ઘટના એકલવાઈ નથી હોતી, એટલે તમે ભારતને આઝાદી મળવાનાં જે કારણો આપ્યાં છે તેને હું ખોટાં નથી ગણાવતો. એ પણ કારણો છે જ. કદાચ ગાંધીજી હિટલર સામે સફળ ન પણ થયા હોત.

   પરંતુ, શ્રી મૂરજીભાઈના લેખનો મુખ્ય વિષય ભારતને આઝાદી કેમ મળી. એ નથી. મૂળ વિષય અંગ્રેજો પાસેથી આપણને શું મળ્યું, એ છે. આ બાબતમાં ચર્ચા કરીએ એ યોગ્ય ગણાશે.

   Like

 18. Dear Mr.Parmit Chhasiya

  It is true that European countries were considerably weakened because of WWII and were unable to hold on to so many of their colonies. They had to make choices between which one to let go and which ones were still worth holding on to. India was “Jewel in the Crown” for the British. Had India been fragmented like it was before Gandhi’s time, it would have been easy for them to hold on to India much longer. Eventually India would have got freedom. Nobody could be sure what form India would have been then.

  We cannot minimize the impact of India’s movement for independence and Gandhi’s contribution in unifying India. To me one of Gandhi’s big achievements was of keeping giants like Nehru, Sardar, Rajaji etc. together with him. Without that it would not have been possible to unite India.

  It is also true that many of Gandhiji’s ideas were contemporary. They need not be followed in today’s time. But it is not his fault. He never claimed that whatever he said was to be carried out forever. His blind followers are to be blamed for clinging on to his obsolete ideas.

  If we accept your logic that British gave us freedom in charity, then we also have to say that Hosni Mubarak of Egypt gave Egyptians their “supposed to be” freedom in charity. That certainly is not true as we know it.

  I have great respect for Shri Raman Pathak. But again I would repeat what I said earlier. Every Historical event writer, including Shri Raman Pathak and all of us here, is influnced by his own reading, convictions and worldview. That is why there in no such thing like “TRUE History” What I am writing here is also subject to a debate.

  Like

 19. Shri M. gada saheb,
  I did not consider the details you gave as a criticism. I was happy to know more on the subject. At the same time I agree that history is the subject which is seen from differant angles by its differant writers. It is a subject to a debate.
  Thanks.
  Amrut Hazari

  Like

 20. Friends,
  I came across one article which is giving views regarding the British rile and independence in India. This supports what Shri Sharad Shah has expressed in his response dated Dec 14, 2012.
  Source: Times of India, Banglore:
  Title: We are ruled by dacoits…..The British were better.
  Writer: Sunitha Rao R. TNN dated August 15, 2012.( Interviewer)
  Tags: Subhash Chandra Bose / MK Gandhi / Independence Day.

  Banglore:
  They have seen India extricate herself from the clutches of the British to turn into a progressive republic. They have lived the freedom struggle and every moment of the nation’s 65 years of Independence. For Gen Next, their struggle would seem like a fairy tale. On the eve of Independence Day, TOI sought their views on freedom and India.

  (1). Pundit Sudhakar Chaturvedi, 118.

  Ask him who got us freedom, and he answers quizzically: ” MK Gandhi, Nehru, Subhash Chandra Bose, Bhagat singh ? Veer Savarkar ? British themselves ? Extremism or Ahimsha ? None of them, India got freedom because of Adolf Hitler and Benito Mussolini, who created fear in the British Empire. ” Pandit Sudhakar Chaturvedi, an enigmatic freedo fighter and living legend of the city, was known as the ‘Critical insider’ within Congress. Despite being associated closely with the Mahatma, he questioned Gandhi’s principle of Ahinsha.

  On August 15, 1947, Chaturvedi was in Delhi with Gandhi, Nehru and others, ” It was an eventful and exciting day. However bad the politics is now, it is good we got freedom then. It was good for both, Indians and British,” he recalls.

  At 118, Chaturvedi is glad he is fit.” I can hear,read and walk,” he chuckles. He has not accepted the pension given to freedom fighters, happy in his Jayanagar residence.

  This is a reprint of the interview printed in TOI, Banglore. dated August 15, 2012.

  Like

  1. Dear Amrutbhai:
   I humbly beg to differ. What you have quoted from TOI is the opinion of one freedom fighter, We cannot accept it as a historical fact. At best, the entire WW2 can be termed an indirect cause, but no more.

   As others (Shri Murjibhai himself as well as Shri Dipakbhai) have pointed out, it would be a gross simplification to attribute India’s independence to any one cause. There were many reasons, causes, and actors that contributed to it. A weakened England was certainly a cause, but not the only one and probably not even the major one. Also, the hypothesis from some readers that the Britishers missed their loved ones lost in war, so granted us freedom, is utterly laughable. There were many wars faught before then, and none of them caused such reaction.

   The obvious fact is that it was the confluence of many factors. Entire Europe was severely weakened, and may not have been able to start or continue fighting more wars with its colonies. They had also exploited the colonies to the max and were quickly reaching a point where more and more effort was needed to extract less and less incremental benefits from the situation. There was also a renessance in Europe (and in India and also worldwide) about human rights and imperialism. Add to it the large number of England-educated freedom fighters in India that could play the same game (of laws and logic and media) aganist the British not just in India, but also in Europe. And probably a hundred other factors. They all contributed to gain the freedom for India. It simply cannot be attributed to a single factor or two.

   In any case, I apologize for digressing. The topic is not really how or why we got our freedom, but rather what if any are the benefits of having suffered through the British Raj. In that, Murjibhai’s thesis in the article is fairly persuasive.

   With respect,
   A. Dave (દવે)

   Like

   1. Yes, the war certainly played an important role in freeing most of the countries from colonialism. But could not be the prime reason.

    I could add two more points to what Mr. A. Dave has rightly said.

    If WWII was the prime factor behind dozens of country’s freedom, why it took two decades for several nations to get their freedom? Everyone could have been given it within a year.

    Even though the whole Europe was devastated in the war, Allies still were the Victors. They needed resources to rebuild their own nations. It would make sense to hang on to the existing colonies and exploit them as long as they could, which they certainly did with many countries. They let free countries like India early on because it got too hard for them to manage.

    It would not be fair to minimize the importance of 50 years or freedom strugle in India.

    Like

 21. I fully endorse your views. Particularly about the one nation and freedom to downtrodden people. I also put my view on the same lines when people talk iretionaly on these issues, as informed by their religious or political bosses.

  Like

 22. શ્રી પરમિત છાસિયા, શ્રી અમૃતભાઈ, શ્રી એ. દવે અને છેલ્લે શ્રી મૂરજીભાઈએ પોતે જ ચર્ચાની દિશા બદલાવી નાખી છે. હવે્ અંગેજી શાસનના વારસાનાં રચનાત્મક પાસાંની ચર્ચા સમાપ્ત થઈ ગઈ છે અને ભારતને આઝાદી કેમ મળી એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આથી હવે એના વિશે કઈંક ઉમેરવા માગું છું

  જુદા જુદા દેશોને બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદી મળી તેમાં એક મહત્વનું વૈશ્વિક પરિબળ પણ કામ કરતું હતું પણ એની આપણે નોંધ નથી લેતા હોતા. યુરોપ અને ઇંગ્લૅન્ડ નબળાં પડ્યાં એ કઈં એકમાત્ર પરિબળ નથી.

  ૧૯૧૭માં રશિયામાં ક્રાન્તિ થઈ ચૂકી હતી. ભારત તેમ જ બધી કૉલોનીઓમાં જનતા આંદોલન ચલાવતી જ હતી અને રશિયન ક્રાન્તિમાં ઝારની સત્તાનો અંત આવ્યો તેનાથી દુનિયાની પરાધીન પ્રજાઓને નવું જોશ મળ્યું. હિટલર જર્મનીથી પૂર્વ યુરોપના દેશોને કચડતો રશિયા તરફ આગળ વધ્યો, પરંતુ દરેક દેશમાં કમ્યૂનિસ્ટોએ જનતાના બીજા વર્ગો સાથે મળીને સંયુક્ત મોરચા બનાવ્યા હતા. હિટલરને એનો સામનો કરવો પડ્યો. છેક રશિયા પહોંચીને એણે મૉસ્કો ફતેહ કર્યું, લેનિનગ્રાદને ૩૦૦ દિવસ ઘેરી રાખ્યું. આમ હિટલરી સેનાને છેક અંદર સુધી આવવા દઈને તે પછી શિયાળો શરૂ થતાં સોવિયેત સૈન્યે એના ઉપર વળતો હુમલો કર્યો! જર્મન સૈન્ય રશિયન શિયાળા માટે તૈયાર નહોતું અને એને છેક જર્મની સુધી લાલ સેનાએ ખદેડી દીધું. પૂર્વ યુરોપના બધા દેશોને ફરી આઝાદી મળી.

  એક નવી સમાજવ્યવસ્થા જીતી પણ શકે છે એ લોકોએ જોયું. એનું શોષણ મુક્ત સમાજ રચનાનું સપનું સૌનું સપનું બની ગયું. વિશ્વ યુદ્ધથી પણ દાયકાઓ પહેલાં શહીદ ભગતસિંહ, રવીન્દ્રનાથ ટાગોર, પંડિત જવાહરલાલ નહેરુ, એમ. એન. રોય, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, જેવા નેતાઓ પણ આ વિચારધારાથી પ્રભાવિત થયા હતા. મુઝફ્ફર અહમદ વગેરે ક્રાન્તિકારીઓએ તો ક્મ્યૂનિસ્ટ પાર્ટીની રચના કરી. બરકતુલ્લાહે અફઘાનિસ્તાનમાં આરઝી સરકારની રચના કરી. બીજી બાજુ શ્યામજી કૃષ્ણ વર્મા વગેરે નેતાઓ આઇરિશ સ્વાતંત્ર્ય સંગ્રામથી પ્રેરિત થયા હતા. દાદાભાઈ નૌરોજજી લંડનની આમસભાના સભ્ય બન્યા અને ભારતના શોષણ વિરુદ્ધ એમણે આંકડાઓ સહિત રજુઆતો કરી.

  આ બધા અનાવો બીજા વિશ્વયુદ્ધ પહેલાંના છે અને ભારતના જન-આંદોલન પર એનો ભારે પ્રભાવ હતો. ભારત અને બીજા દેશોની આઝાદીમાં આ આંદોલનોની મુખ્ય ભૂમિકા રહી છે. એમના પર વિશ્વની ઘટનાઓનો પ્રભાવ પડ્યો જ હતો અને બધા દેશોમાં આઝાદી મેળવવાના સંઘર્ષમાં કામ પણ આવ્યો.

  આમ, આઝાદી, શોષણ મુક્ત સમાજ, સમાનતા અને સ્વાધીનતાનાં મૂલ્યો તો ૧૮૫૭થી જ પ્રબળ બનતાં જતાં હતાં આ પહેલાં રાજા રામમોહન રાય, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર વગેરે પણ થઈ ગયા જેમણે પાશ્ચાત્ય વિચારોથી પ્રેરાઈને સમાજ સુધારા કર્યા. ડૉ. આંબેડકરને અંગ્રેજી શિક્ષણ લેવાની તક ન મળી હોત તો? એમણે સામાજિક સમાનતા માટે જે સંઘર્ષ કર્યો તે અંગ્રેજી શાસનની એક રચનાત્મક આડપેદાશ જ છે.

  ઈંગ્લૅન્ડ નબળું પડ્યું એટલે આઝાદી આપી દીધી, એ આર. એસ. એસ.વાદીઓનો પ્રચાર છે. આઝાદીના આંદોલનમાં એમનો કઈં જ ફાળો નથી રહ્યો અને ગાંધીજી અડગ હિન્દુ હોવાથી અને જનતા પર એમનો પ્રભાવ હોવાથી એ એમને કાંટા જેમ ખૂંચતા હતા. એ કાંટો કાઢી નાખ્યા પછી આ બળો સતત પ્રચાર કરતાં રહ્યાં છે કે ઈંગ્લૅન્ડ નબળું પડ્યું એટલે અને એ જ એક માત્ર કારણસર આઝાદી મળી. કોંગ્રેસ કે ગાંધીજી અને જનતાના આંદોલનને જાણીજોઈને ઊણું ચીતરવા માટેના આ પ્રયાસો નવા નથી.

  Like

 23. Dear Friends,
  Yes. There were many more factors which were instrumental in getting India its independence.
  I am happy to have more knowledge with this views expressed in last four views.
  Thanks.
  Amrut Hazari.

  Like

 24. Right.British did not come here with armies.They ended up as our rulers,thanks to our erstwhile rulers! [ so many of them] Good example is treasures of PADMANABH temple in Kerala valued at more than Rs 1lakh crores.This wealth was “deposited” by Hindus in this temple when war was going on between Britishers and Tipu Sultan- both foreigners! What if these Hindus had spent this money in raising a standing army to fight invaders? Have we learnt anything from this? No.We continue to spend billions on temples even today.
  May be you should have mentiioned British reponse to great Bengal famine.Many millions of us were allowed to die of hunger.May be you should have mentioned the British “response” to 1857 uprising.How many of were hanged in how many villages? How many of us who were hanged thus participated in this uprising? May be you should have mentioned the way British changed our history to teaxch us how “bad” we were and how bad was our past before they came.Was our past as bad as taught to us by British?

  Like

 25. Which part of our past are you talking about? You need to clarify that. Many people believe that what Ramayan and Mahabharat says was our only past until British came.

  Except for three major Empires in Norht India (Mauryas, Guptas and Moghuals) totalling 500-600 years, What was the situation in North India?. Very few people know about the south India’s history.

  It is too complex to cover in one article. Would take a book.

  Here are few lines from my artile.

  અંગ્રેજો અને એમના શાસન વીશેની પ્રચલીત સમજ કંઈક આવી છે. એમણે લોકોમાં ફાટફુટ પાડીને લડાવ્યા અને પોતે એનો લાભ લીધો; દેશનું શોષણ કરી સમ્પત્તી પોતાના દેશ ભેગી કરી; પ્રજા પર અત્યાચાર કર્યા; ઘમંડીપણાને લીધે આપણને તીરસ્કારતા રહ્યા; વગેરે….
  આ બધું પુરેપુરું અને એનાથી પણ વધુ સ્વીકારી લઈએ. એની સાથે એ ધ્યાનમાં રાખવું જરુરી છે કે અંગ્રેજી શાસનની સરખામણી એક આદર્શ રાજ્ય વ્યવસ્થા સાથે ન કરતાં; ત્યારના આપણા બીજા વીકલ્પો સાથે અને સામાન્ય પ્રમાણે બધે જ પ્રવર્તતી શાસન પદ્ધતી સાથે કરવી જરુરી છે.

  આ બધી રજુઆત અંગ્રજોને નીર્દોષ બતાવવા કે એમની કરણીને માન્યતા આપવા માટે નથી કરી. એમને વાજબી સંદર્ભમાં મુલવવામાં આવે તો સમજાશે કે જે થયું તે સારું નહીં તો સ્વાભાવીક અવશ્ય હતું.

  Like

 26. આ કરને મને ઘણું જાણવા મળ્યું મારી ઘણી માન્યતાઓ ખોટી હતી એની મને ખબર પડી બહુ સુંદર સમજવા જેવો લેખ હતો

  Like

 27. વિષયનું આટલું ઉંડાણભર્યું વિષ્લેષણ રજુ કરવા માટે શ્રી. મુરજીભાઇનો આભાર. કોઇ જાતના પૂર્વગ્રહ વગર સત્યનો સ્વીકાર કરી તેની રજુઆત કરી આપે જે તથ્ય સામે આણ્યા છે તે ખરેખર પ્રસંશનીય છે.

  Like

 28. હેટ્સ ઓફ્ફ, મુરજીભાઈ, આપના સત્યથી હુ બિલ્કુલ સહમત છુ, મારા પોતાના જ શબ્દો આપે અહિ ચિતર્યા અને આ સત્યને હુ સ્કુલના સમયથી જ અનુભવતો જ હતો અને હવે વધુ દ્રઢ થયો. મને દુખ થાય છે કે આપણા દેશના જેટલા પણ ઠેકેદારો હતા, છે અને ભવિષ્યમાં પણ આવશે તેઓ પોતાના અંગત અને સ્વાર્થી લોભના કારણે ઉલ્લુ બનાવી ભારતવાસીઓને છેતરવાના જ કાર્યો કરે છે.

  સત્ય અને પ્રગતિ પશ્ચિમથી જ ભારતમાં આવી છે.

  ”આપણી બધી મુસીબતોના દોષનો ટોપલો અંગ્રેજો પર ઢોળવાનું ઘણા સમય સુધી ચાલુ રહ્યું. રાજકારણીઓને એ ફાવતું હતું.” (રાજકારણીઓને જ નહિ પરંતુ ધર્મના સ્વાર્થી ઠેકેદારોએ આજ સુધી એ જ કામ કર્યુ છે અને પ્રજાને અંધકારમાં ઠેબા ખવડાવે છે).

  શક્તીશાળી મોગલ સામ્રાજ્યના સ્થાપક બાબરે તો માત્ર ચાર કલાકમાં જ લડાઈ જીતી હતી ! એના વંશજોએ બસો વરસ સુધી અડધા ભારત પર રાજ્ય કર્યું. આની સામે અંગ્રેજોને સત્તા મેળવતાં બસોથી અઢીસો વરસ લાગ્યાં હતાં.

  એ લોકો ભારતના પશ્ચીમ કીનારે આવ્યા. ”સ્થાનીક રાજાઓ પાસેથી વેપારની પરવાનગી લીધી.” દરીયા કીનારે બંદરો વીકસાવ્યા અને પોતાની નાનકડી વસાહતો સ્થાપી. વેપાર સીવાય એમનો બીજો કોઈ હેતુ નહોતો. એ સૈન્ય લઈને પ્રદેશ જીતવા નહોતા આવ્યા. આ સમ્પુર્ણ વેપારી પ્રવૃત્તી આશરે દોઢસો વરસ સુધી ચાલતી હતી. આધુનીક શસ્રો તેમ જ યુદ્ધ કૌશલ્યના લીધે યુરોપીય દેશોએ મોટાભાગની દુનીયા પર પોતાનું આધીપત્ય જમાવી દીધું હતું.

  ભારતાના જ પડોશી રાજ્યો વચ્ચેનાં યુદ્ધ હમ્મેશની જેમ એક સામાન્ય ઘટના હતી. આખો દેશ સેંકડો રાજ્યોમાં વહેંચાઈ ગયો. સમયની માગ પ્રમાણે દેશી રાજ્યો અને યુરોપીયન કમ્પનીઓ વચ્ચે સન્ધી અને સહયોગ થવાં લાગ્યાં. આ વણમાંગી રાજકીય પગપેસારાની શરુઆત હતી. એમની રાજકીય સફળતા માટે આપણી ત્યારની આંતરીક પરીસ્થીતી વધારે જવાબદાર હતી.

  ભારતના વીભાજન અને આંતરીક વીખવાદને લીધે આ પ્રવાહને અટકાવવો શક્ય નહોતો.

  જો અંગ્રજો હાર્યા હોત તો ભારત પર બીજી કોઈ એક યુરોપીય પ્રજાની ભારત પર હકુમત નીશ્ચીત હતી. રોમનકેથોલિક્સ સ્પેનીશ અને પોર્તુગીઝ લોકોએ પોતાના તાબા નીચેના દેશોમાં ખુબ ક્રુરતાથી રાજ્ય કર્યું છે. એમણે બળજબરીથી ધર્મપરીવર્તન પણ કરાવ્યું છે. ત્યારની બધી યુરોપીય પ્રજાઓમાં પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી અંગ્રજો પ્રમાણમાં વધુ ન્યાયી અને શીસ્તપ્રેમી હતા. ત્યારે ફક્ત પ્રોટેસ્ટંટ ઈંગ્લેંડમાં જ આંશીક લોકશાહી હતી. અંગ્રેજો સીવાયની બીજી કોઈપણ યુરોપીય પ્રજાનું ભારત પરનું શાસન વધારે નુકસાનકર્તા રહ્યું હોત.

  જો કોઈ અકળ કારણસર ભારત આ યુરોપીય સંસ્થાનવાદના જુવાળમાંથી બચી ગયું હોત તો
  ઔરંગઝેબની ધર્મ ઝનુનતા અને હીન્દુ દમનથી પ્રજામાં ધાર્મીક દ્વેષ પ્રસર્યો હતો. મરાઠા પણ આંતરીક વીખવાદથી તુટ્યા હતા. બીજો કોઈ શક્તીશાળી રાજવંશ ઉભરી આવવાની શક્યતા નહીંવત્ હતી. સદીઓથી ચાલ્યા આવતાં નાનાં રજવાડાં ચાલતાં હોત. નાનાં રાજ્યોને લીધે અર્થતંત્ર સ્થાનીક અને મર્યાદીત રહેત. રાજાઓ પોતાની સગવડો અને તરંગો પોષવામાં વ્યસ્ત હોત. સત્તા અને સમ્પત્તી ઉપલા નાનકડા વર્ગના હાથમાં હોત. પ્રજા ગરીબ, પછાત અને અશીક્ષીત હોત. રાજાના અધીકારીઓ દ્વારા પ્રજાનું શોષણ થતું હોત. યુરોપમાં આવેલી ઔદ્યોગીક ક્રાંતીનો ઉપયોગ ન કર્યો હોત. વર્ણવ્યવસ્થા, જાતીવાદ વગેરે અકબંધ રહેત. આઝાદી વખતે હતી એટલી ગરીબી હોત. કદાચ વધારે પણ હોત.

  રાજાશાહીની આપણી સમજ લોકવાયકાઓ, બાળવાર્તાઓ અને ધાર્મીક દૃષ્ટાંત કથાઓ પરથી આવેલી છે. એ વાર્તાઓ જ છે. વાસ્તવીકતા સાવ જુદી છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s