યે કહાં આ ગયે હમ ?

–કામીની સંધવી

કાલીદાસે આજથી સદીઓ પહેલાં ભારતીય લોકો માટે કહ્યું હતું, ‘ઉત્સવ પ્રીય જના:’ પણ આજના સમાજની ઉત્સવઘેલછા જોઈને કહેવાનું મન થાય કે આપણે ‘ઉત્સવપ્રીય જના:’ને બદલે ‘કોલાહલપ્રીય જના:’(ઘોંઘાટ જેને પ્રીય છે તેવી પ્રજા) થઈ ગયા છીએ. આપણે ‘માનસીક રોગથી પીડાતા સમાજ’ તરફ ગતી કરી રહ્યા છે. એક એવો સમાજ, જે ઘોંઘાટ કરવાની વૃતીને પ્રોત્સાહન આપે, ધર્મને નામે નીયમો તોડવા તેને પોતાનો અબાધીત અધીકાર સમજે, જાહેરમાં ટ્રાફીક જામ કરી, રસ્તાઓ રોકી, હજારો લોકોનો સમય વેડફે, તેને જ પોતાનો ધાર્મીક ઉત્સવ માને, તે પ્રજાને માનસીક રોગી નહીં તો શું કહીશું ?

પહેલાંના સમયમાં બાળક શાન્તીથી ઉંઘ્યા કરે તે માટે તેને ‘બાળાગોળી’ પીવડાવવામાં આવતી. જેમાં વધારે માત્રામાં અફીણ રહેતું. બાળક ઉંઘ્યા કરે અને માતા પોતાના કામમાં વ્યસ્ત રહે. આપણા આજના તહેવારો પણ સમાજને બાળાગોળી પીવડાવીને કેફમાં રાખવાનું કામ કરે છે. તમને નથી લાગતું કે એક નજર આપણે આપણાં હૃદયમાં કરવાની જરુર છે ? શા માટે આપણને આપણા તહેવારો ઘોંઘાટથી ઉજવવાનું ઝનુન ઉપડ્યું છે ?

તો તમે કહેશો કે ભાઈ આજના જમાનામાં મોંઘવારીએ માઝા મુકી છે, નેતાઓ ભ્રષ્ટ થઈ ગયા છે, ભ્રષ્ટાચારે અજગરની જેમ પુરા સમાજને ભરડામાં લીધો છે. સારી નોકરી મળવી મુશ્કેલ થઈ ગઈ છે. સામાન્ય માનવી માટે મનોરંજનનાં સાધન પણ મોંઘાં થઈ ગયાં છે. આમ આદમી માટે તો રોટલો અને ઓટલો મેળવવાની મથામણમાં જ જીવન પુરું થઈ જાય તેવા ઘાટ છે. વળી સમાજમાં કોઈ એવી વ્યક્તી નથી કે જેને તમે રોલ–મૉડલ માની જીવનનો રાહ પસંદ કરી શકો. એટલે આપણા તહેવારો આપણા માટે બાળાગોળીનું કામ કરે છે. બસ, ઉત્સવના ઘેનમાં મસ્ત થઈને ઝુમ્યા કરો ! ભલેને તમારી મસ્તીથી બીજા  ત્રસ્ત થાય કે કોઈની ઉંઘ હરામ થાય ! મારે શું ? આ ‘મારે શું’ની વૃત્તી જોર પકડતી જાય છે. હવે ‘મારે શું’ની વૃત્તી સાથે એક બીજી લાગણી પણ જોર પકડતી જાય છે તે છે : ‘ઉસકી સાડી સે મેરી સાડી સફેદ ક્યું ?’ બસ, એટલે તહેવારોમાં ઝાકમઝોળ વધી છે. બાજુની ગલીવાળા પાંચ ફુટની ઉંચી મુર્તી લાવ્યા તો આપણે દસ ફુટ ઉંચી મુર્તી લાવીએ. હેં ! આપણે કાંઈ તેમના કરતા નીચા છીએ ? આ લાગણી ગણપતીની સ્થાપનાથી લઈને વીસર્જન, પ્રસાદ, આરતી સુધી લંબાય છે. અને માત્ર ગણપતી મહોત્સવ નહીં; પણ આ દેખાદેખી દરેક ઉત્સવમાં જોવા મળે છે. આપણી સોસાયટી, આપણા મહોલ્લાનો વટ પડવો જોઈએ. એટલે પહેલાં શ્રીજીના વીસર્જન સમયે ફટાકડા ફુટતા કે બેન્ડવાજાં વાગતાં. હવે તો શ્રીજીની પધરામણીથી લઈને વીસર્જન સુધી સતત ધુમ ધડાકા ! સરવાળે વધુ ફાળો ઉઘરાવો. હવે ગણપતીના સ્થાપનની આસપાસ દસ દીવસ હીન્દી–અંગ્રેજી ગીતો વાગે કે પત્તાં રમાય કે દારુ પીવાય તેની કોઈને નવાઈ રહી નથી. એક બે સાચા બનેલા પ્રસંગ તમારી સાથે શેર કરું :

નવા નવા સુરતમાં અમે રહેવા આવેલાં. ઘરે મહેમાન અને તેમને હું રહું તે વીસ્તાર અડાજણથી દસ બાર કીલોમીટર દુર રાતે બસમાં બેસાડવા જવાનું. એટલે અમે બે કલાકનો માર્જીન રાખી ઘરેથી નીકળ્યા. પણ સુરતના ચોક વીસ્તારમાં પહોંચ્યા તો ટ્રાફીક જામ ! કારણ, છડી નોમ(જન્માષ્ટમી પછીની નોમ) નું સરઘસ નીકળ્યું હતું. લોકો નાચતાં–ગાતાં હતાં અને અમારો જીવ પડીકે બંધાયો. સમયસર નહીં પહોંચીએ તો બસ ઉપડી જાય. એક કલાકમાં અમારી ગાડી માંડ અડધો કીલોમીટર ચાલી હશે. હવે ? ટ્રાવેલવાળાને ફોન કર્યો તો તે ‘નો રીપ્લાય.’ નીરુપાયે ગાડીમાં બેઠાં બેઠાં કૃષ્ણને યાચના કરી, ‘ભાઈ, તારા જન્મદીવસની ઉજવણી થઈ ગઈ હોય તો હવે અમારા વીશે કંઈ વીચાર !’ છેવટે રસ્તો ક્લીયર થયો. ટ્રાવેલ ઓફીસે પહોંચ્યા તો ખબર પડી કે હમણાં જ તમારી રાહ જોઈને બસ ઉપડી છે. અમે પુછ્યું કે તમે ફોન કેમ ન ઉપાડયો અમે ટ્રાફીકમાં ફસાયા છીએ તે જાણ કરવા માટે ફોન કરેલો. તો ટ્રાવેલવાળા ભાઈ કહે, ‘અમે તો છડી નોમનું સરઘસ નીકળ્યું તે જોવા ગયા હતા !’ હે કૃષ્ણ ? અમે રસ્તો અને બસનો નંબર પુછી ગાડી દોડાવી. આગળ જઈ બસને આંતરી મહેમાનને ચાલુ ગાડીએ ચડાવ્યા ત્યારે હાશ થઈ !

એક બીજો પ્રસંગ. અમારા બીલ્ડીંગમાં પહેલે માળે રહેતા એક પડોશીને ત્યાં દીકરીનો જન્મ થયો હતો એટલે એક દીવસ હું તેમને મળવા ગઈ. તો નવાજાત શીશુ સાથે મા કશે જવાની તૈયારી કરતા નજરે પડી. મેં તેમને જણાવ્યું કે હું તો તમને મળવા આવી હતી કશે જતા હો તો હું પછી મળવા આવીશ. તે સદ્ય મા બનેલી સ્ત્રીએ કહ્યું, ‘હું તો બાજુના ઘરમાં જ કલાક બેસવા જાઉં છું તમે પણ આવો.’ મને નવાઈ લાગી : આ સુવાવડી સ્ત્રી, બાજુવાળાના ઘરમાં કેમ જતી હશે ? હું પણ તેની સાથે ગઈ. અમે બન્ને ઘરમાં ગયાં તેવા જ ઘરમાલીકને નવજાત શીશુની માતાએ બારી બારણાં બંધ કરવા કહ્યું. મને થયું આ બાળકને કશું થયું હશે ? હું કશું પુછું ત્યાં તો નીચે ગણેશમંડપમાંથી ઢોલ–નગારાંના ઘોર ત્રાસદાયક અવાજ આવવા લાગ્યા. પેલી નવમાતાએ કહ્યું, ‘મારું બાળક અધુરા મહીને જનમ્યું છે એટલે ડૉકટરે તેની વધારે કાળજી લેવાનું કહ્યું છે. અમુક ડેસીબલ કરતાં વધારે અવાજથી તેને કદાચ કાયમી બહેરાશ આવી શકે. અને અમારા ઘરની નીચે જ સોસાયટીના ગણપતીનું સ્થાપન થયું છે.’ એક સુવાવડી સ્ત્રીએ ખુદના ઘરનો આરામદાયક ખાટલો છોડી બાજુવાળાના ઘરમાં આશરો લેવો પડે તેવી પરીસ્થીતીનું સર્જન તે આપણા તહેવારોની ઉજવણીની ફલશ્રુતી? તો હવે આ સમાજ રુગ્ણ–બીમાર છે તેવું કહેવામાં છોછ શું કામ?

કોઈ આ ‘ઘોંઘાટ–કલ્ચર’નો વીરોધ કરે તો આપણે તેને કાફીર કે નાસ્તીકનું લેબલ લગાડવામાં અચકાતા નથી. કારણ આપણે નાના બાળકના મનમાં પણ અવાજ કરવો, ઘોંઘાટ કરવો તે જ ધાર્મીકતા છે તેવું નાનપણથી જ ઘુસાડી દઈએ છીએ. અમારા સુરતમાં હજુ માંડ માંડ ચાલતાં શીખેલા બાળકના હાથમાં દાંડી અને ગળામાં ઢોલ તમને ગણેશમહોત્સવમાં જોવા મળે. હવે આ બાળક મોટું થઈને શહેરના રસ્તા પર ઉત્સવ સમયે ટ્રાફીક જામ કરી ડીસ્કો કરતું નજરે પડે તો નવાઈ શી ?

પશ્ચીમના ખુલ્લા વાતાવરણમાં ઉછરેલાં બાળકો યુવાનવયે કહેવાતી સ્વતંત્રતા અને એકલતાથી પીડાતાં હતાં, જેને કારણે તેઓ નશાને રવાડે ચડ્યા હતા. બસ, આપણો સમાજ આજે તેવી જ માનસીકતાથી પીડાઈ રહ્યો. દરેક તહેવાર વધારેમાં વધારે ઘોંઘાટ કરી ઉજવો તો જ આપણે ધાર્મીક ? શાન્તીથી કોઈ તહેવારની ઉજવણી કરીએ તો આપણે અધાર્મીક ? સમાજ આખો, આમ આદમીની મુશ્કેલી ભુલી બસ, ઉત્સવની ઉજવણીરુપી નશાના કેફમાં મસ્ત છે ! સીત્તેર–એંસીના દાયકામાં પશ્ચીમના દેશોમાં એક ‘હીપ્પી’ જમાત ફુલીફાલી હતી. જે અફીણ કે ગાંજાનો નશો કરી પોતાની દુનીયામાં મસ્ત રહેતી. જેનું નીરુપણ આપણી ઘણી બધી હીન્દી ફીલ્મોમાં થયું છે. તે માનસીકતા રજુ કરતું એક ગીત આપણી આજની માનસીકતા સાથે બરાબર બંધ બેસે છે.. ‘દમ મારો દમ મીટ જાયે ગમ, બોલો સુબહ–શામ હરે ક્રીષ્ના હરે રામ !’  રામ અને કૃષ્ણના નામે આપણે ઘોંઘાટ રુપી પથ્થરો તરાવવા નીકળ્યા છીએ. યે આગ કબ બુઝેગી ? રામ જાણે !

–કામીની સંધવી

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009

સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા ગેટ સામે, વીજલપોરપોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલgovindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 21/12/2012

()()()

32 Comments

  1. આપણા ભગવાન બહેરા હોય છે તેથી ઘાંટા પાડવા પડે છે.
    વીક્રમ દલાલ (અમદાવાદ)

    Like

  2. કામિની બહેનને આ લેખ લખવા બદલ અભિનંદન…! પણ સવાલ એ છે કે સંભાળશે કોણ ?
    બધાજ ધાર્મિક ઉત્સવો અવાજ કરીને જ ઉજવવા પડે ? નવરાત્રનાં ગરબા, મંદિરની આરતી,સાધુ-સંતોના સ્વાગતના સમયે બેન્ડવાજા વગાડવાના,એ બધાનો અતિરેક થઇ ગયોછે આપણે ઉત્સવ પ્રિય ની સાથે -ઘોન્ઘાટ પ્રિય થઇ ગયા છીએ.

    Like

  3. The author is 100% right. We have lost our originality & values of life. Try to takecare others first. This is true religion.

    Thanks for the good article.

    Pradeep H. Desai
    USA

    Like

  4. Yes ! What Kamini Sanghavi has described is the REALITY of life in current India.
    Political, economic , social, religious, family and other incidents taking place everyday in a common man’s life are “UNPLEASANT” / “PAINFUL” / “DEPRESSING” and what can be termed as UNFAVOURABLE TO LIVE A NORMAL LIFE / FAMILY LIFE. And he or she does not want those factors to pain them.

    My thinking is :

    So, the much discussed factor comes in, to help them to “ESCAPE FROM REALITY.”
    Escapism robs us of psychological maturity and much wisdom. Question is, ‘ Why do we as a society prefer to bury our”hands in the sand” like an Ostrich ?
    Wikipedia says,” Escapism is mental diversion by means of entertainment or recreation, as an ‘ escape ‘ from the perceived unpleasant or banal aspects of daily life. It can also be used as a term to define the actions people take to help relieve persisting feelings of depression or general sadness.
    If we look into the daily life of each individual family and / or an individual person, we will find that there are many factors which force them to escape from the reality.
    He or She will say, Who cares ? I am not happy. I want some means to releive my pain / unhappiness.
    In 1940 – 50,people were not unhappy as they are today. Population was not that big that people had to struggle. Other factors were not that bad as they are today ( Like, Political, economic, social, religious, and……..).The population and rate at which population is growing / increasing has caused “STRUGGLE FOR EXISTANCE” And this has caused / forced, poor ( They are in majority) to turn their attention to religion and films have contributed to divert their mathod of getting pleasure.

    So, What is or can be the solution ?

    These are my views.
    Thanks.
    Amrut Hazari.

    Like

  5. અતિ તરફ ગતિને કારણે અવાજનું પ્રદુષણ વધ્યુ છે. તેમાં ઈલેક્ટ્રોનીક્સએ ઉમેરો કરવાનું કામ કર્યુ. ચિતતંત્ર નબળુ પડે અને મૂળ હેતુ માર્યો જાય છે તે સમજ વગર સમાજમાં માનસિક રોગો વધે તેની નવાઈ નથી. જડમૂળમાંથી ખોટા રિવાજોને ઉખેડવાની હિમંતવાળાને કચડીને સત્તાપ્રિય લોકો પોતાના ખોટા અહમને પોષે છે અને પછી પોતાના બાળકો ભોગ બને ત્યારે સમાજને દોષ દઈને જવાબદારીમાંથી છટકી જાય છે. આ ચક્ર તૂટે તે માટે કોઈ ચક્રધારીએ જન્મવું પડશે. રાહ જોવાની ધીરજ જ કેળવવી રહી.

    Like

  6. Dear Kaminiben Sanghvi, Govindbhai Maru, Uttambhai Gajjar and Rationalist Friends:

    Thanks for your article. Once, while Working, I had asked my colleague at work – Why are you Playing Radio in your ears while Working. She said – it gives Excitement. Life has become very Monotonous. Every one is busy with His own. Life has become Impersonal and Individualistic. No one cares for any one else.

    Human-ness is Missing from Human Beings. All Living Beings were supposed to live in Company of Others and be Mutually Helpful/Interdependent. No one can LIVE by one’s own self alone. Is this the Effect of Materialism? No one Knows. Human Qualities are getting evaporated and Escapism is introduced by RELIGIONS in the Name of Heaven/MOKSHA, The Most Selfish GOAL.

    Freedom, Democracy, Civic Sense, Nationalism/Patriotism, etc. are Vanishing fast. Even Animals are insulted when A Human Being is Compared to An ANIMAL. We have gone so LOW, that Isolationism/Egotism have permeated in the Society. We Rationalists have a JOB at/on Hand – To Bring HUMANISM to Human Beings. Let us HELP Human Beings, by bringing them on The Correct/Right Path, once again. “JAY AHINSA”

    Fakirchand J. Dalal, Thursday, Devcember 20, 2012.
    U.S.A.

    Like

  7. અવાજ ભરેલા પબ્લિક સરઘસ માટે અમે પણ સખત વિરોધ નોંધવીએ. દેશમાં મુલાકાત માટે જવા વિષે, ..દિવાળીના આખી રાતના અવાજોને કારણે છેલા ત્રીસ વર્ષથી દિવાળી નથી મ્હાણી. આ ધતિંગો માટેના અક્રોશને શબ્દ-દેહ ન આપતા અહીં વિરમું.
    સરયૂ દિલીપ પરીખ

    Like

  8. Congrats to the writer for drawing attention to one of the distinguishing characteristics of Hindu culture.
    We have not gone anywhere. We have not become worse than before. We have always been there. Just think of it: Noise is not new to our culture and religion.
    Before starting a very noisy community meal we say Om, Shanti, Shanti, Shanti. But that is only in words, no meaning is meant or implied, just as in the famous movie of that name too. The loud bells and mass chanting of mantras in our temples is so very well-known. No religion has ever been so noisy.
    We know how others worship.
    Do you know that the Gita starts with some (Ch.1, shloka 12 to 19) eight verses that describe nothing but who blew which conch shell? That was war. But in most of our life, we have been doing this since more than two thousand years. So why cry? Can you change a culture?
    Sorry to be out-spoken, but that is the truth we all know.
    Thanks. —Subodh Shah.

    Like

  9. Either the educated and sensible MPs and MLAs in Government by legislating against such nuisance or the strict judges of Supreme Court / High Court suo moto by prohibitory orders can put an end to this noise polution. Such things are, at present, non-existant in our country.

    Like

  10. લખાણની શરુઆત થઈ ત્યારથી લાગ્યું કે જાણીતી જગ્યા છે અને ગણપતિની વાત આવી અને કન્ફર્મ થયું – સુરત. ચારપાંચ વર્ષથી સુરતમાં છું પણ માનસિક રીતે ગોઠવાઈ શકાતું નથી. સુરતી વર્તમાનમાં જીવે છે પણ તે એક્સ્ટ્રીમ વર્તમાન – જે તે ક્ષણમાં જીવે છે અને એક્સ્ટ્રીમ હંમેશા નુકસાનકારક છે. સુરતની ઇકોનોમીનો વિકાસ દેખાદેખીથી થયો હોય તેમ લાગે છે. અર્થશાસ્ત્રીઓએ નોંધવા જેવો મુદ્દો છે.

    Like

  11. માનનીય કામિનીબહેન,
    આપે સરસ મુદ્દો રજુ કર્યો છે તેમાં થોડું વધુ ઊંડું ઉતારીને જોવા જેવું છે કે આમ કેમ? તો બે-ત્રણ વાત બહાર આવે છે. પહેલું તો ધાર્મિક ઉત્સવોની ઉજવણી ઘોંઘાટ પૂર્વક શા માટે? ઉપર શ્રી વિક્રમભાઈએ બરાબર કહ્યું છે કે શું ભગવાન બહેરો છે? જે ખરેખર ભગવાનમાં માને છે અને જેને ખરેખર ભગવાનને સંભળાવવું છે તેણે કોઈ અવાજ કરવાની જરૂર નથી. શાસ્ત્રોના કહેવા પ્રમાણે ભગવાન અંતર્યામી છે અને સ્મરણ માત્રથી હાજર થાય છે. તો પછી ઢોલ-નગારા ની શી જરૂર છે? હા, જેનો ઈરાદો ભગવાનને સંભળાવવાનો નહિ પણ બીજા લોકોને સંભળાવવાનો હોય તેને આ બધા ઘોંઘાટ અને દેખાડાની જરૂર પડે! આ તમાશો એકબીજાને દેખાડવા માટે થાય છે. અને બીજું કોઈ આંગળી ચીંધે તે પહેલા જ કહી દઉં કે ફક્ત હિંદુઓ જ નહિ, પણ બધાય ધર્મોના ઉત્સવો માં ઘોંઘાટ સમાયેલો છ.। કારણ કે ધર્મો માનવ અને તેના પોતીકા પ્રભુની વચ્ચેનો સંબંધ મટી એક દેખાડા નું સાધન જ બની રહ્યા છે – કદાચ હમેશા એવું જ રહ્યું હશે!

    આ પછી બીજું કારણ પણ તરત જ વ્યક્ત થાય છે કે બાજુની સોસાઈટી કરતા મોટું માઈક, મોટી મૂર્તિ, વધુ ઘોંઘાટ, વધુ ભીડ, એ જરૂરી બની રહે છે કારણકે આમાં ભગવાનને કંઈ લાગતું-વળગતું જ નથી, બધું દેખાડા માટે જ છે! અને તો પછી પોતાનું બીજા કરતા વધુ સારું બતાડવા માટે ચડસા-ચડસી તો કરાવી જ પડે ને! હા, ઉત્સવની ઉજવણી કરાવી કે તે નિમિત્તે થોડો આનંદ કરવો તેમાં કંઈ જ ખોટું નથી. પણ એ આનંદ માટે થાય છે કે દેખાડા માટે તે મોટો પ્રશ્ન છે।

    અને જો હજુ વધુ ઊંડા ઉતરીને જોઈએ તો ઉત્ક્રાંતિ નું મનોવિજ્ઞાન સમજવું પડે તેમ છે. જીવ માત્રમાં પોતાને બીજા કરતા વધુ શક્તિશાળી, વધુ મહાન દેખાડવાની એક એષણા જડબેસલાક પડેલી છે. મોર ની કળા, કે ગોરીલાનો ખભા ઊંચા કરીને કરેલો ઘૂઘવાટ, કે કોઈ મંદિર કે મહોલ્લાનો ઢોલ-નગારાનો ઘોંઘાટ – આ બધાયે અંતે તો પોતાને વધુ સારા બતાવવાની પશુ-વૃત્તિ થી પ્રેરાયેલા છે. જયારે સમાજ આખોયે આ છીછરી પશુ-વૃત્તિને સમજે અને તેનાથી ઉપર ઉઠવાની કોશિશ કરે ત્યારે જ આ દેખાડા બંધ થાય.

    આપે ફક્ત ઘોંઘાટ કે ભીડ નો મુદ્દો ઉપાડ્યો છે. બીજા પણ ઘણા ગેરફાયદા છે – ફટાકડાનો ધુમાડો, ખોરાકનો બગાડ, જીવનવ્યવસ્થા નું ખોરવાઈ જવું, પૈસાનું આંધણ, સાધનોનો દુરુપયોગ, સમયનો દુર્વ્યય, માનવશક્તિનો બગાડ, વિગેરે. અને આ દરેક ધર્મ, દરેક દેશ માં ઓછા-વત્તા અંશે થાય છે – આપણે ત્યાં થોડું વધુ છે!

    આનો ઉપાય જન-જાગૃતિ સિવાય શક્ય નથી. પહેલ-વહેલું તો લોકોએ સમજવું પડે કે આ બધી દેખાડાની પશુ-વૃત્તિ છે, અને પછી તેનાથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરવો પડે. આખાયે સમાજે. અને તેમાં સરકારનો ફક્ત સહયોગ નહિ પણ આગેવાની જોઈએ. એ કેટલા અંશે શક્ય છે તે તો ખબર નથી, પણ તે વિના આમાંથી બરાર આવવું મુશ્કેલ છે।
    વિનયપૂર્વક,
    A. Dave (દવે)

    Like

  12. 200% right seeing this noise pollution especialy in surat. August to december rather january it is difficult to leave and roam in surat. Janmastmi,then ganesh utsav,the navratri, then diwali then makar sankranti…chalu ne chalu j saalu!!!!

    Hope people will develope self discipline which seems difficult in this utsavgheli goverment regime..lets hope for the best..

    Haresh Mayatra

    Like

  13. ઉત્સવો તો માનવ જીવન સાથે વણાઈ ગયા છે તેને તમે નકારી શકો નહિ
    એતો આપણી સંસ્કારિતા અને સંસ્કૃતિક બેઉ ને વણી લેતી હોય છે.
    સમાજ ઘડતરમાં આવા ઉત્સવો નો સિંહફાળો હોય છે તે ન ભૂલવું જોઈએ .
    રહી વાત ઘોઘાટની તો કાયદા અનુસાર બધી વ્યવસ્થા અને માપદંડ છે જ
    એટલે તેનો ઉપયોગ સબંધો ના બગડે એટલે કરતા નથી આપણે. લેખક ને
    સવારે ૫ વાગે મસ્જિદમાંથી થતા અને કાન ફાડી નાખે અને ઊંઘ બગાડે તેવી બાંગો માટે
    જરા પણ કહ્યું નથી તે શું દર્શાવે છે ? કદાચ ઘણા કારણો હોઈ શકે છે પણ
    હું મારો મત તો જરૂર આપીશ. મુસ્લિમ લોકો એ આજ સુધી આવા માઈક પર થી
    થતા બાંગો વિરુદ્ધ હરફ પણ નથી ઉચારતા. કેમ કે તેવો એકમત છે.
    અહી હિંદુઓ ટુકડાઓમાં વહેચાઈ ગયા છે. શંકરને માનવા વાળા ને
    ગણેશ ઉત્સવ સામે વિરોધ અને કૃષ્ણ માં માનનારને શંકર ના ઉત્સવ માં
    વિરોધ. સ્વાધ્યાય વાળા યોગેશ્વર નાં નામે ઘોઘાટ પાડે પણ રામ ના ઉત્સવ માં
    વિરોધ કરે. સ્વામીનારાયણ વાળા માર્કેટિંગ ના નામે ઘોઘાટ પાડે અને ભાગવત
    કથા નો વિરોધ કરે. અરે હિંદુઓ તમે જાતે જ તમારો ધર્મ અને ઉત્સવો ના ઉમંગો નેજ
    ખતમ કરવા લાગી ગયા છો ? જિંદગી ના ઉમંગો ક્યાંથી લાવીશું ?
    રહી વાત ઘોઘાટ ની તો તમે તેમાં સામુહિક ચર્ચા કે સમજાવટ થી પાર પાડી શકાય
    પણ ઉત્સવો ના નામે ઉમંગો નો ભોગ ના લેવાય . હવે તો બધા વિદેશ જઈ ને હિન્દુઓની
    સામાજિક અને ધાર્મિક પ્રણાલીઓ ની સુગ આવે છે અને આજ વિદેશીઓ અહી આવી
    આ જ પ્રણાલીઓ માં ઉમંગભેર કે વિરોધ ની નોધ વિના જોડાઈ જાય છે અને વખાણ કરે છે

    Like

  14. I apreciate naked truth is reflected by dynamic person – author- we are far behind developed country of europe because of our way of thinking and our leaders are misleading them for their selfish gain. I believe ideal way of living is to become CITIZEN i.e. not to breake civic laws while living , NETIGEN i.e. not to break natural laws mean to live in harmony & preservation of nature within us ( body anatomy & physiology ) and nature outside by of enviroment . , COSMOGEN i.e. to compete worldly in quality of your performance from the place where u are.
    We are not aware of the rights of surroundings.natural creations . We are great cheater of self as when we are involved in such showy religeous activities we believe as doing some goody holy work to impress our egoism . I congratulate author for exposing such reality happening in so called civilised world.

    Like

  15. This is a comprision and a hard fact that Government laws, if implemented equally on all citizens the non-sense can be curbed.
    I live in USA. When I come my native, Valsad, I feel the same way as Kaminiben has described. When I come back, I feel USA is so differant. No noise. No religion creates such noisy atmosphere.
    People, here even talk in such a low tone that a person sitting next does not find any discomfort. People themselves are sincere. Our people also follow ( majority) this norm.
    Law & self, implied.

    Thanks.
    Amrut Hazari.

    Like

  16. One correction….
    By respecting the Law & self implimented.
    Add: On roads no vehicle will blow horn, unless it is unavoidable.
    Thanks.
    Amrut.

    Like

  17. Good efforts by Ms. Kamini. But a million dollar question is who is going to listen and heed. Unfortunately in the modern days with modern gadgets available aplenty noise pollution has become synonym of celebrations.. Less educated and well educated both are sailing in the same boat. The govt laws will not deter us. It has to to be within us all.

    I appeal to our youth and others to please think about elders, sick, students. Let our celebrations be the true celebrations without disturbing others.

    Some of our God men do their so called Kathaas with music!!! What message these people want to convey? Krishan played leela with Gopis they say. Was their loud musci there at that time? No one has the answer!!

    Firoz Khan
    Sr. Editor
    Toronto, Canada.

    Like

  18. Sorry to write again so early. Kamini ben, There was another song in the voice of Kishore Kumar in the same movie ‘Har Krishna-Hare Ram’ and it said,:

    Dekho oh, deevano tum yeh kam na karo,
    Ram ka naam badnaam na karo.

    They were only Hippies but now we have Indian hippies everywhere.

    Firoz Khan

    Like

  19. બાંગ મસ્જિદના મીનારેથી રેલાય કે મંદિરેથી રેલાય ભજન,
    આખીય વાતમાં અવાજના પ્રદુષણનું વધી રહ્યું છે વજન.
    તાજીયાના જુલુસ અને ગણપતિ યાત્રાઓ હવે બની છે કર્કશ,
    ભક્તિ એ દર્શન છે, નહિ કે પ્રદર્શન, આ વાત વિચારશે જનજન.?

    Like

  20. રસ્તા ઉપર ઢોલ ત્રાંસા અને માઈકના ઘોંઘટ માટે કામીની બહેને બે પ્રસંગથી બરોબર સમજાવેલ છે કે આપણે કોલાહલ પ્રીય પ્રજા છીએ.

    કોઈને ઘોંઘાટથી ત્રાસ આપીએ એ પણ આંતકવાદી પ્રવૃતી સમજવી……

    Like

  21. મેં સાંભળ્યું છે કે એક રાજાએ ખુબ સુંદર મહેલ બનાવ્યો. મહેલની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે એટલે તેમને મોટા મોટા નામી રેશનાલીસ્ટોની એક કમિટી બનાવી અને મહેલને સ્વચ્છ રાખવાની જવાબદારી તેમને સોંપી.
    આ કમિટીની પાસે બીજા કોઈ પાવર નહી. કમિટીની મિટિંગ ભરાઈ. ખુબ ચર્ચાઓ થઈ કે મહેલને સ્વચ્છ રાખવા માટૅ અને તેની સુંદરતા જાળવવા માટે કેવા કેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, કેટલાં માણસોનો સ્ટાફ રાખવો જોઈએ, કોને કેવી જવાબદારી સોંપવી જોઈએ,બહારની કઈ કઈ એજન્સીઓને અને એક્સપર્ટોને કામગીરી સોંપવી. આ એજન્સીઓ બરાબર કામ કરે છે કે નહી તે જોવા માટે મોનિટરીંગ કમિટીની નિમણુંક કરવામાં આવી. જુદા જુદા કામનુ વ્યસ્થિત રિપોર્ટીંગ થાય તે માટે જુદા જુદા ફોર્મેટ બનાવવામાં આવ્યા. આ તમામ કાર્યો કરતા વરસ વીતી ગયું અને મહેલ દુર્ગંધ મારવા માંડ્યો, સુંદર બગિચાઓ સુકાવા માંડ્યા.
    હવે કમિટિનુ કામ આ કચરાનો નિકાલ કેમ કરવો અને બગિચાઓને ફરી સુંદર કેમ બનાવવા તેની ચર્ચાઓ કરી રહ્યો છે, દુર્ગંધની નિંદાઓ કરી રહ્યો છે અને આ વાદવિવાદ અને ચર્ચાઓ વર્ષોથી ચાલ્યા કરે છે.
    કમિટિના સભ્યો સમજે છે તેઓ રેશનલ છે અને રાજ મહેલની ખુબ સેવાનુ કામ કરે છે. કોઈ હાથમાં ઝાડુ લેવા તૈયાર નથી કે નથી તેમને ખબર કે તેમની પાસે કોઈ સત્તા પણ નથી.
    હવે તેઓ જાહેરમાં રાજમહેલની ગંદકી અને દુર્ગંધની ભરપેટ નિંદાઓ કરે છે, બીજા કેટલાંક રેશનાલીસ્ટો પણ હવે આ નીંદાના ભગીરથ કાર્યોમાં જોડાયા છે હવે તેમનુ સંગઠન પણ ઉભું થઈ ગયું છે. રોજ રોજ નવા નવા મુદ્દાઓ શોધીને ચર્ચાઓ અને નીંદાઓ ચાલુ છે. મહેલની ગંદકી અને દુર્ગંધ ત્યાંના ત્યાં જ છે.કદાચ દિવસે દિવસે ગંદકી અને દુર્ગંધ વધતી જાય છે.

    Like

    1. કમીટી કે સમીતીમાં રેશનલીસ્ટ હોય કે ધર્મના ધુરંધર. રાજાના મહેલમાંથી દુર્ગંધ દુર નહીં થાય…..

      Like

    2. Dear mr Sharad Shah
      It would be better if you stop quoting the world-class criminal Rajnish’s stories to make some silly point and feel superior in your own imagination. Try to find something where you can add value and stop trying to be a “vighnsantoshi”. You have never done debate on this website – only opinionated random thoughts to incite people. It would be better if you let rationalists discuss rational thoughts and spend your own time writing your own blog praising the child-raping whole-town-murdering con afrtist Ranjish.
      A. Dave.

      Like

  22. Happy New Year. Wish you all a happy, healthy, peaceful and prosperous New Year – 2013.
    I personally feel that the story, Sharadbhai has written is represnting the running of ” THE REPUBLIC OF INDIA” palace/ country.
    Indians does not want to learn from others. This learning from other’s experiences is free. Indians are learning from own experiences and that too spending a fortune.
    Rationalists themselves are awaken. With their efforts if 0.00001% of the population, learn, that is fruitful.

    I wish……….

    “Let the world find peace….even after spending..”…
    Buddha, Mahavir, Krishna, Jarthost.and many more
    …tried (Were they rationalists?) but world has not yet learned. This does not mean that you and me do not try to establish peace…….

    Wish you all..a very happy, healthy, peaceful and prosperous New Year and many many more years to follow…….

    Like

  23. સર્વે સુજ્ઞ વાચકોએ આ લેખને વધાવ્યો તે બદલ આભાર. હું કોઈ પર્ટિક્યુલર ધર્મને છાવરતી નથી. ઘોંઘાટ કરવામાં એક પણ ધર્મ પાછો પડતો નથી. મારી પેઢીની નિષ્ક્ર્યતા મને અકળાવે છે તેનુ પરિણામ તે આ લેખ. આજકાલ મારી પેઢીમાં એક જ વાયરો વાય છે જેમ બને તેમ છોકરાઓને ઉચ્ચશિક્ષણ આપીને ફોરેન મોકલી દો એટલે શાંતિ. દેખવું નહીં અને દાઝવું પણ નહીં. દેશ માટે સમય કે પ્રેમ ક્યાં છે? ફરી સર્વેનો આભાર

    Like

  24. Dear Kaminiben,
    Wish you and your family a happy, healthy, peaceful & prosperous New Year.

    Those who in past have expressed love and time for the MATRUBHUMI,…..were tortured, humiliated and because of UNACCEPTANCE & NON-RECOGNITION, those scientists, engineers, doctors and many more had to fled back to the foreign country where they had high education and were recognised.
    Even those intelligent students without big influence in the country, are deprived of proper position and are humiliated in our country….
    .
    It is fact that all the religion’s followers are genetically NOISE MAKERS in India but same people, when are especially, in the USA, do not make noise. They follow/ obey, country’s laws strictly.

    They do not want…..PUNISHMENT……

    Like

  25. કામિની બેન
    આપના લોકો કથા સાંભળવા કે કોઈ પ્રસિદ્ધ સંતના ભજન સાંભળવા જઈએ ત્યાં પણ લોકો જોડીદાર ગોતીને ગપ્પાં મારવા માંડી જાય છે. સમાજમાં ઘણા ઘણા સંતો-મહાત્માઓ અવતારો થઇ ગયા. લોકોને સુધારવા માર્ગ દર્શન આપવા પણ આપણે માર્ગે ચડ્યા જ નહિ
    હઝારો ખિજ્ર પૈદા કર ચુકી હૈ નસ્લ આદમકી,એ તસ્લીમ લેકિન આદમી અબ તક ભટકતા હૈ

    Like

Leave a comment