કમુરતાંને બાયપાસ કરી શકાય ?

–વર્ષા પાઠક

જાન્યુઆરીની 14મી તારીખ સુધી હવે આપણે ત્યાં લગ્નો નહીં થાય. દર વરસે લગભગ 14-15 ડીસેમ્બરથી શરુ થઈને મકરસક્રાન્તી સુધીનો સમયગાળો કમુરતાંનો ગણાય છે. એમાં સારાં કામ ન કરાય, લગ્ન તો નહીં જ નહીં, એવું મનાય છે.

આવતે વરસે ધામધુમથી લગ્ન કરવા માટે થનગની રહેલાં એક કપલને મેં સહજભાવે સજેશન કર્યું કે આ મહીનામાં મેરેજ હૉલથી માંડીને કેટરીંગ સર્વીસવાળાના ભાવ ઓછા હશે, તો અત્યારે પરણી જાવ ને, બધું સસ્તામાં પતી જશે. અપેક્ષા મુજબ સામેવાળા ભડક્યા. કમુરતાંમાં લગ્ન કરાય ?

ચાલો સોરી ભાઈ, કમુરતાંમાં લગ્ન ન કરાય; પણ પછી સમુરતાં (આવો કોઈ શબ્દ છે ?) એટલે કે સારા મુહુર્ત, બહુ મહેનતથી શોધ્યા બાદ પણ એ જ સમયે ખરેખર લગ્ન કરવાના છો ? લગ્નની કંકોતરીમાં લખ્યું હોય, હસ્તમેળાપનો શુભ સમય: બપોરે 2.35 કલાકે; પણ સાચું કહેજો : એવું કેટલી વાર બનતું જોયું છે કે બરાબર બે ને પાત્રીસના ટકોરે કન્યાનો હાથ કુમારના હાથમાં મુકાયો હોય ? અમે, અડધો ડઝન વડીલો – પંડીતોને ભેગા કરીને ઝીણવટભેર છોકરા–છોકરીની જન્મપત્રીકાઓ જોઈને લગ્નનું મુહુર્ત કઢાવ્યું હોય; પણ લગ્નનો દીવસ ઉગે કે આખુંય ટાઈમટેબલ તડકે મુકાઈ જાય. હસ્તમેળાપનો સમય સવારે દસ વાગ્યાનો હોય; પણ સાડા અગીયાર વાગે ત્યાં સુધી કન્યાને એના રુમમાં બ્યુટી પાર્લરવાળી બહેન મેકઅપ કરતી હોય, જાનૈયાઓ દુર દુર રસ્તા પર નાચી રહ્યા હોય અને ગોરમહારાજ નીરાન્તે ગલોફામાં પાન જમાવીને છાપું વાચતાં બેઠા હોય, એવાં અનેક લગ્નો મેં જોયાં છે, માણ્યાં છે (તમે પણ સાંભળ્યું – જોયું કે કર્યું હશે).

કહેવાનો અર્થ એ કે સમયની ઐસીતૈસી જ કરવી હોય તો શુભ–અશુભ મુહુર્ત જોવાની માથાકુટમાં પડવું જ શું કામ ? આની સામે એવું કહી શકાય કે ઘડીયાળ નહીં; પણ કેલેન્ડર સામે તો આપણે જોઈએ છીએ ! લગ્ન માટે સારો દીવસ હોય, એટલે પત્યું ! બેના ચાર વાગે તો વાંધો નહીં.

પરન્તુ આવું આશ્વાસન લેવું હોય તો પછી દીવસનાં ચોઘડીયાંને શુભ, લાભ, ચલ, સામાન્ય વગેરે વગેરે ગણાવતાં કેલેન્ડર અને પંચાંગને ફાડીને ફેંકી દેવાં જોઈએ. આપણી મરજી પડે એ મુહુર્ત ! અને આમેય સારું મુહુર્ત, એ સફળ લગ્નજીવનની ગેરન્ટી આપતું હોય તો આપણે ત્યાં બધાં પતી–પત્ની સુખી હોત અને છુટાછેડા જેવો શબ્દ જ આપણા શબ્દકોશમાંથી નીકળી ગયો હોત.

હવે આ કમુરતાં શબ્દ આવ્યો ક્યાંથી, એ કોઈને ખબર છે ?

આપણી જુની પરમ્પરાઓ પાછળનાં કારણો સમજાવતી એક પુસ્તીકામાં મેં હમણાં વાચ્યું કે ખેડુતો માટે આ સમય બહુ વ્યસ્તતાનો હોય છે. ખેતરમાં કાપણી થાય, એ બજારમાં વેચવા જાય, સ્ત્રીઓ અનાજની સાફસુફીમાં વ્યસ્ત હોય, એટલે આવા સમયે લોકોને લગ્ન જેવા મોટા, મહત્ત્વના પ્રસંગો ગોઠવવાનું પરવડે નહીં, એટલે પછી એને કમુરતાં ઠરાવી  દેવાયાં (મહેરબાની કરીને નોંધ લેવી કે આ સંશોધન મારું નથી. જાણકારે લખેલી વાત મેં માત્ર દોહરાવી છે.)

પરન્તુ માની લો કે આ વાત સાચી હોય તો કમુરતાં માત્ર ખેડુતોને અને અનાજના વેપાર સાથે સંકળાયેલા લોકોને લાગુ પડવાં જોઈએ. એરહોસ્ટેસ તરીકે કામ કરતી છોકરીને કે આઈટી કંપનીમાં નોકરી કરતા છોકરાને ખેતરમાં વાવણી–કાપણીના સમય સાથે શું લાગેવળગે ?

અલબત્ત, જ્યોતીષશાસ્ત્રના પંડીતો, આસ્થાળુઓ કમુરતાંના આ અર્થઘટનનો સખત વીરોધ કરીને આસમાનમાં ફરતા ગ્રહોની સારી–નરસી અસરની વાત કરશે. અહીં જોવાનું એ કે જે ખરેખર ગ્રહોનો અભ્યાસ કરે છે, એ ખગોળશાસ્ત્રીઓને કોઈ ગ્રહ કે તારા અશુભ કે બદમાશ નથી લાગતા. મુમ્બઈસ્થીત નહેરુ પ્લેનેટોરીયમના ભુતપુર્વ ડીરેક્ટર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવળે વર્ષો પહેલાં એમની સુપરકુલ સ્ટાઈલમાં મને કહેલું કે મંગળથી શું ડરવાનું ? એ ગ્રહ તો એટલો નીરુપદ્રવી છે કે પકડીને પાણીની બાલદીમાં નાખો તો શાંતીથી તર્યા કરે ! પરન્તુ આપણે ત્યાં મંગળને નામે કેટલાય છોકરા–છોકરીઓ હેરાન થાય છે અને ‘ગ્રહશાન્તી’ને નામે પૈસાના ધુમાડા થાય છે. જાણે કોઈ એસ.એસ.સી. નાપાસ ગોરમહારાજ, જે સંસ્કૃત શ્લોકોનું સરખું ઉચ્ચારણ પણ ન કરી શકતો હોય એ ધરતી પર બેઠાં બેઠાં આસમાનમાં ફરતા ગ્રહોને કાબુમાં લાવી શકતો હોય !

અમુકતમુક રીવાજો, કર્મકાંડની પાછળ પ્રાચીન વીજ્ઞાનના સીદ્ધાન્તો છે. આ વાક્ય મેં આજ સુધીમાં લાખેક વાર તો સાંભળ્યું હશે; પરન્તુ ખરેખર જેમને વીજ્ઞાનમાં શ્રદ્ધા છે કમસે કમ થોડી ઘણી જાણકારી છે એ તો જાણતા હશે કે છેલ્લાં પચાસ–સો વર્ષમાં કેટલા નવા ગ્રહોની શોધ થઈ છે ! તો પછી એમાંથી કોઈ આપણને નડતો નહીં હોય ? આપણને હેરાન કરવાનો ઈજારો, પેલા જુના ને જાણીતા નવ જ ગ્રહોએ લીધો છે ? નવા શોધાયેલા ગ્રહ સારા ને નીરુપદ્રવી હોય તો જુના કેમ વાતે વાતે અશાંત થઈ જતા હશે ? અને ઘણા લોકો હજીય પૃથ્વીને સપાટ જ માને છે, એમના પર ગ્રહોની અસર થોડા જુદા એંગલથી થતી હશે ? અને આસમાનમાં પણ પ્રદેશવાદ, કોમવાદ ચાલતો હશે ? જે ગ્રહ ભારતના હીન્દુને નડતો હોય અમેરીકાના ખ્રીસ્તીને કેમ છોડી દેતો હશે ?

અલબત્ત, આટલાં વર્ષોમાં એ પણ જોયું છે કે આપણી પ્રજા ભલે આ જ્યોતીષશાસ્ત્ર, શુભ–અશુભ ચોઘડીયામાં માનતી હોય; પણ બીજી તરફ બહુ પ્રેકટીકલ પણ છે. દાખલા તરીકે, કમુરતામાં નવાં ઘર, કાર, ઘરેણાંની ખરીદી ન કરાય; પણ આ સમયગાળામાં હેવી ડીસ્કાઉન્ટ મળતું હોય એ કેમ છોડાય ? એટલે વચલો રસ્તો નીકળે. વસ્તુ પસંદ કરીને, થોડી એડવાન્સ રકમ ચુકવીને બુકીંગ કરાવી લો. કમુરતાં પતી ગયા બાદ એની ફીઝીકલ ડીલીવરી લેવાની. એડવાન્સ બુકીંગ કે પાર્ટ પેમેન્ટ જેવાં કાર્યો શુભ નહીં ગણાતાં હોય. કમુરતામાં સોનું ભલે ન ખરીદાય; પણ શાકભાજી ને સાકર ખરીદવાની છુટ રખાઈ છે.

આ પ્રેકટીકલ એપ્રોચ લગ્નને લાગુ ન પાડી શકે ? હમણાં મેરેજ હૉલ સહેલાઈથી મળી જાય છે તો મહેંદી, મ્યુઝીક પ્રોગ્રામ, જમણવાર વગેરે બધી પ્રાથમીક વીધીઓ પતાવી નાખવી. આમેય ત્યાં ચોઘડીયાં નથી નડતાં. માત્ર અગ્ની ફરતે ચોથો (કે સાતમો) ફેરો બાકી રાખવો, જે કમુરતાં ઉતરી ગયા બાદ ઘરમેળે ફરી લેવાય. આ વાંચીને મને મુર્ખ કહેતાં પહેલાં દસ વાર વીચાર કરજો. ગ્રહદશામાંથી બચવા માટે તમે કોઈ વાર, ક્યાંય પણ નાની સરખીય ગોલમાલ નથી કરી ? એક જમાનામાં કહેવાતું કે બુધવારે ભાઈ–બહેન છુટાં પડે તો અપશુકન થાય; પણ બુધવારની ટ્રેન કે પ્લેનની ટીકીટ આવી ગઈ હોય તો શું કરવું ? એટલે પછી જેણે નીકળવાનું હોય એ ભાઈ કે બહેન મંગળવારે પોતાનું એકાદ શર્ટ કે સાડી, ઘરની બહાર (કે પાડોશમાં) મુકી આવે. ભાઈ–બહેન, મંગળ–બુધ ગ્રહ અને બધાંય સુખી(રાજીના રેડ) !

અને છેલ્લે એટલું કહો કે શુભ મુહુર્ત જોઈને શરુ કરેલાં તમારાં બધાં કામકાજ સફળ જ નીવડ્યાં છે ?

–વર્ષા પાઠક

‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તા. 2 જાન્યુઆરી, 2013ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘આપણી વાત’માંથી.. લેખીકા બહેનના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

 લેખીકા સમ્પર્ક:

વર્ષા પાઠક, ઈ.મેઈલ: viji59@msn.com

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 26/01/2013    

Untitled

37 Comments

 1. લેખીકા બહેન વર્ષા પાઠકે કમુરતામાં થોડુક એડવાન્સ આપી બુકીંગ કરવાની રીત બતાવી છે.

  એવીજ રીતે લગ્ન પતાવી ફકત ચોથો ફેરો મુરતના સમયમાં કરવાનું સુચન કરેલ છે જે ખરેખર યોગ્ય છે.

  આમેય હસ્તમેળાપના મુરતના સમયે બન્ને પાત્ર તો ક્યાંક જ હોય છે…

  Like

 2. The very fact that we have to write such long articles to explain the futility of astrology — Does it not tell us something about all of us as a society?

  Which century after Christ is Our India residing in? Please think.
  —Subodh Shah —

  Like

 3. મારું માનવું છે કે શુભ કામ કરવું હોય તો કોઈ મુરત જોવાની જરૂર નથી. શુભ કામનું પરિણામ અંતે શુભજ હોય. અને અશુભ કામ કરવું હોય તો ગમે તે મુરતમાં કરો અંતે એનું પરિણામ અશુભજ હોય. આ તો જ્યોતિષો અને બ્રાહ્મણોએ એમના ફળદ્રુપ ભેજામાંથી આજીવિકા માટે ઉપજાવી કાઢેલો ભ્રમ છે. કમુરતામાં કોઈપણ જો લગ્ન લેવામાં આવે તો રસોઈયાઓ, સમાજની વાડી, બેન્ડ વાજાવાળાઓ, મંડપ વાળાઓ ઓછી મહેનતે, કસેલા દામથી મળે, અને જો લગ્ન જેવું શુભ કામ કરો તો કુંડળી મેળવવાના બદલે ફક્ત મેડીકલ
  check up કરાવી કમુરતાંમાંજ લગ્ન લેવા એટલે फायदा ही फायदा.

  Like

 4. ” દર વરસે લગભગ 14-15 ડીસેમ્બરથી શરુ થઈને મકરસક્રાન્તી સુધીનો સમયગાળો કમુરતાંનો ગણાય છે. એમાં સારાં કામ ન કરાય, લગ્ન તો નહીં જ નહીં, એવું મનાય છે.”

  મારા પુત્રનાં લગ્ન હાલમાં જ કમૂરતામાં થયાં. ફાયદો એ રહ્યો કે ઉતારા માટેની જગ્યા બુક કરવામાં તકલીફ ન પડી.

  ખરેખર તો સંતાનોત્પત્તિમાં સમૂરતાં-કમૂરતાં જેવું કોઈ ધાર્મિક વિધાન હોત તો સારૂં થાત. લગ્ન તો માત્ર વિધિ છે.

  Like

 5. It is good article for all of us. I never believe these things in my life. According to Karma theory, things happen in our life which we think good or bad.

  All these nonsense beliefs will make you coward & creates fear in our mind.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 6. – “કમુરતામાં સોનું ભલે ન ખરીદાય; પણ શાકભાજી ને સાકર ખરીદવાની છુટ રખાઈ છે.”
  ખૂબ જ સ_રસ અને અસરકારક રીતે લખાયેલો લેખ.
  આ મુહુર્ત અને ગ્રહ બધા સજીવોમાં ખાલી મનુષ્યનેજ કેમ નડે છે ?
  ખાલીવાતો નહિ સારા, સાચા વિચારોનો અમલ પણ કરી બતાવવા બદલ મુ.શ્રી.દીપકભાઇ ને ધન્યવાદ.

  Like

 7. Friends,

  Thanks. Enlightening article.

  Now……………..

  THIS IS APPLICABLE ONLY IN LIFE OF A PERSON WHO CALLS HIMSELF or HERSELF A HINDU>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  [JYOTISHES and JYOTISH-SASHTRA is quoted to explain….”Ka-Murtan.” “APABRAHNSH” word. Ka- Muhurat.= an inauspicious period of time. Details: Inauspicious days i.e. the two months during which the sun transits through the sagittarius i.e. the ninth house of the zodiac (Dec. 15th to Jan. 14th.) and through the Pisces, the twelfth house of the zodiac (March 15th to April 14th). Auspicious ceremonies like marriage, etc are not performed during these two months.]
  (1) Shri Subodh Shah’s question is most important to start thinking on.’ Since Christ, what century we are living in ?’
  (2) Writer Varsha Pathak’s question, ‘ In last hundred years how many new planets have been discovered and what are their +ve & -Ve effects on the life of we Hindus ? is worth to think on.
  Let us start little munching………
  (3) (a) Here comes first step: i.e. Varna Vyavashtha. as a root cause.
  (b) Brahmin varna….Karmakand became their earning for life.(BUSINESS)
  (c) No other ‘Varna’ was allowed to peep into Brahmin’s job as it was
  defined as ‘Pavitra.’
  (d) Other varnas were and are ‘blindfolded.’ Other varnas were made, by
  hook or crook, “GOD FEARING PEOPLE.”
  (e) By character, all varnas are HYPOCRITES….HYPOCRITES &
  HYPOCRITES. Majority of our Doctors, Engineers, Teachers, Science
  teachers, Scientists, Industrialists (Educated & Uneducated, certificate
  holder inclusive), Social workers……are HYPOCRITES.
  ( 4) Is there any possibility to find out a SHUBHMUHRAT to DIE ? so that we
  can book “SWARGA” ?
  I personally request the KRIYAKANDI Bhrahmins to request the GOD / NAVAGRAHAs on behalf of Hindus of India, to help come out pure out of increasing influence of Islam, on Hindus in India.

  When we think about,”Auspicious or Not ?”……it leads us to think ultimately about SWARG & NARAK. Osho, said,” The real question is not whether life exists after death. The real question is whether you are alive before death.”

  Amrut Hazari.

  Like

 8. આવા નિયમો બતાવ્યા કરવાથી કેટલાયે લોકોનું બ્રેઈન વોશ થઇ જાય છે. હું આવા જાત જાતના રિવાજોને કારણે ખુબ ડરતો. ભગવાનને ચડાવવાનું ફૂલ આપણાથી સુંઘાય જ નહિ. એટલે દુરથી પણ સુગંધ આવી જાય તો હું ગભરાઈ જાઉં કે હવે શું થશે? કમુરતામાં પણ એવું જ. મૂળ માણસના મનમાં રહેલી ઇન્સીક્યુરીટીને કારણે આવું થાય છે. ધારો કે કમુરતામાં કૈક કામ કરવાથી કશું થાય એવું નથી પણ છતાંયે ટાળી શકાય તો? તો બહુ રિસ્ક ના હોય તો લોકો ખોટું જોખમ ઉઠાવવા નથી માંગતા. મને બારમાં ધોરણના પરિણામની ખુબ ચિંતા. તે અમારે ઘરે એક જ્યોતિષ આવ્યા. પ્રખર જ્યોતિષ અને જોરદાર જોશ જુવે. તે હું બતાવવા જ ના ગયો. મારી પરીક્ષાની ખુબ જ તૈયારી. અને પરિણામ સારું આવશે એવો કોન્ફીડેન્સ. પણ આ જોશી કૈક આડું અવળું કહી દે અને એ મનમાં ઘુમરાયા કરે અને નાહકની સબ્કોન્સીયાસ્લી અસર પડે એવું શા કાજે થવા દેવું? હકીકતે આવું બધું ધુપ્પલ ખુબ ચાલે….અને જે લોકોને ફસાવવાની ઈચ્છા હોય એમના માટે તો આબાદ ફસાવવાની જાળ રેડી જ હોય છે. લોકો ઇન્સીક્યુર હોય છે કારણ કે સ્વભાવનું લક્ક્ષણ છે અને એનો ઉપયોગ કરીને લોકોને એમાં ફસાઈ દેવાનો વ્યૂહ તૈયાર સમાજે રાખ્યો જ છે.

  અમારે ટેક્સાસ (ડલાસ)માં તમને એનું એક જબરું ઉદાહરણ જોવા મળે. એક નવી સોસાયટી બંધાતી હતી એમાં ઇન્ડિયન લોકોએ ખુબ ઘર બુક કરાવ્યા. પણ બધા જ ઉત્તર દિશા તરફ જેનો દરવાજો પડે એવા. હવે ચાઈનીસ લોકોના શાસ્ત્ર પ્રમાણે દક્ષિણ દિશા સારી. તે પાછળની લાઈનમાં બધા ચાઈનીસ લોકો. તો એમના શાસ્ત્ર પ્રમાણે દેસી લોકોના ઘરોમાં પ્રોબ્લેમ કહેવાય અને આપણી દ્રષ્ટિએ એમના ઘરોમાં. તો આમાં સાચું શું? તમે એક વાર નિર્ણય કરી લો પછી એના તરફી દલીલો શોધવી અઘરી નથી. એવી વાત છે. શું માનવું અને ના માનવું એ આપણા હાથની વાત છે.

  Like

 9. આ કમુરતાં NRIઓને નથી નડતાં!! કેમ કે એમને આપણા દેશમાં જ્યારે શીયાળો હોય ત્યારે આવવાનું અનુકુળ હોય છે-અમેરીકા, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં સખત ઠંડી અને ઉનાળામાં તેમને ત્યાં ખુશનુમા વાતાવરણ અને ઈન્ડીયામાં વધુ પડતો તાપ. એમ માનવાને કોઈ કારણ નથી કે તેઓ કમુરતાંમાં માનતા નથી, સાંભળ્યું છે કે બ્રાહ્મણ સુર્યની ખાસ પુજા કરે છે, આથી કમુરતામાં પણ લગ્ન કરી શકાય એવી છુટ આ બ્રાહ્મણો આપે છે. એ લોકોએ કમાવાનો નુસખો પણ શોધી જ કાઢ્યો છે. હાલમાં જ અમારાં નજીકનાં સંબંધીઓ પૈકી ત્રણ લગ્નો આ કમુરતામાં જ થયાં. જો કે અહીં ન્યુઝીલેન્ડમાં હાલ ઉનાળો છે, અને વેલીંગ્ટનમાં તો ઉનાળો ખુબ જ આનંદદાયક ઘણું ખરું હોય છે. વધુમાં વધુ ટેમ્પરેચર ૨૦ ડીગ્રી સેલ્સીયસ આસપાસ અને લઘુત્તમ ૧૫ની આસપાસ રહે છે. પણ આપણા દેશની ઉનાળાની ગરમીને કારણે અહીંથી પણ લોકો મોટા ભાગે શીયાળામાં દેશની મુલાકાત લે છે.
  આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા પ્રગતીશીલ દેશમાં વર્ષોથી રહેતા હોવા છતાં અંધશ્રદ્ધાની મુઢતા ઈન્ડીયનોમાં બધે સરખી જ જોવા મળે છે.
  સુંદર લેખ. આવી બાબતનો પ્રચાર વધુ ને વધુ થવો જોઈએ કે જેથી લોકો કદાચ થોડું ઘણું આ એકવીસમી સદીમાં જીવવાનું વીચારતા થાય.
  હાર્દીક આભાર ગોવીંદભાઈ આપનો અને લેખીકા બહેન વર્ષા પાઠકનો.

  Like

 10. વર્ષાબહેન હંમેશા જરા હટકે જ લખે છે. આપણી વાત કોલમમાં દર વખતે એક નવો મુદ્દો સુસંગત દાખલા દલીલો સાથે તેઓ રજૂ કરે છે.

  કમુરતાંને બાયપાસ શું કામ કરવા જોઈએ? દીપકભાઈની જેમ કમુરતાંનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે બધા લોકો જે કાર્ય ન કરતાં હોય તેવે વખતે તે કાર્ય કરો તો સાવ શાંતી પૂર્વક કાર્ય થાય. હું તો વાળ કપાવવા હંમેશા શનિવારે જ જાઉ છું.

  માણસને તેના પૂર્વગ્રહ સીવાય એકે ગ્રહ નડતો નથી. પૂર્વગ્રહ કોઈને છોડતો નથી. આ પૂર્વગ્રહોથી બચાવવાનો દાવો કરતાં જ્યોતિષિઓ (કાઉન્સેલરો) હવે આવતા જાય છે અને તે લોકો વળી લોક માનસમાં નવા નવા આગ્રહો ઘુસાડે છે. જગત આમ જ ચાલતું રહેશે. ધંધો અને ધંધાદારીઓ બદલાશે પણ જ્યાં સુધી માણસ છે ત્યાં સુધી મન છે. ત્યાં સુધી ભય, આશંકા, કશુંક અજુગતું તો નહીં થાય ને તેવી લાગણીઓ છે અને આવું બધું છે તો તેનો લાભ ઉઠાવનારા ધંધાદારીઓ છે.

  ગુરુપુષ્યામૃત યોગના નામે સોનીઓ ધંધો કરી લે છે. દરેક લોકોએ પોતાનો વેપાર સેટ કરી લીધો છે. વેપાર ચલાવવા માટે કાં તો ભય, કાં તો લાલચ અને કાં તો જરુરીયાત દર્શાવવી પડે. અને આમ સહુના ધંધા ચાલ્યા કરે.

  Like

  1. અતુલભાઈ.
   “માણસને તેના પૂર્વગ્રહ સીવાય એકે ગ્રહ નડતો નથી. પૂર્વગ્રહ કોઈને છોડતો નથી.”
   ટાંકવા જેવું વિધાન. આભાર. પણ ગુરુદક્ષિણા નહીં આપું!

   Like

   1. કમુરતામાં દાન ધર્મ કરીએ તો લેનાર અથવા આપનારને કલ્યાણકારી ન હોય.

    શુભ મુહર્તે દક્ષીણા આપજો….

    Like

  2. “માણસને તેના પૂર્વગ્રહ સીવાય એકે ગ્રહ નડતો નથી. પૂર્વગ્રહ કોઈને છોડતો નથી.”

   Phenomenal!

   Like

 11. “માણસને તેના પૂર્વગ્રહ સીવાય એકે ગ્રહ નડતો નથી. પૂર્વગ્રહ કોઈને છોડતો નથી.” જીવનમાં કાયમી પેસ્ટ કરવા જેવું સુપરસોલીડ વિધાન,
  શ્રી.અતુલભાઇ ને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.

  Like

 12. પણ સૌરાષ્ટ્ર બાજુ કમુરતા દરમ્યાન એક રાહત એ રહે છે કે . . . આટલા દિવસો દરમ્યાન કોઈ ઘોંઘાટિયા અને ત્રાસદાયક લગ્નોનો ત્રાસ ઘટી જાય છે અને શાંતિના કબૂતરો ઉડે છે .

  નહિતર તો એય ને મીની ટેમ્પોમાં 10-12 મોટા સ્પીકરો ખડકીને જે દેકારો બોલાવે છે કે તમે કોઈ દી અહીંયા પાછા ન આવો 😆

  Like

 13. દરેક શુભ કાર્ય માં શુકન કે મહુરત એટલા માટે જોવાય છે જેથી(બ્રાહ્મણ સહિત) દરેક નું દાપુ ચુકવ્યા પછી દરેક દિશા અને દર એક વ્યક્તિ તરફ થી કાર્યના આરંભ માટે જરૂરી આદેશ શુભ સંકેત પ્રાપ્ત થાય. છેવટ તો.. “મન ચંગા તો કથરોટમેં ગંગા.”

  Like

 14. કમુરતા અંગે વિવિધ માન્યતા ઓ પ્રવર્તે છે. કહે છે કે કર્ક વ્રત જ્યા થી પસાર થાય છે ત્યા કમુરતા નડ્તા નથી..! આવીજ ઘણી માન્યતાઓ પૈકી ની એક એ છે કે બુધવારે દિકરી ને વિદાય દેવાય નહી…અને આજ ના રજાઓ/રીઝર્વેશન ની સમસ્યાના દિવસો મા ઉકેલ કઢાયો કે આગલા દિવસે દિકરી ની સાડી કે ડ્રેસ્સ બાજુ મા પાડોશી ને ત્યા રાખી આવવા ના કે જેથી મંગળ વારે વિદાય ગણાય..! પૂર્વગ્રહો અને દૂરાગ્રહો અંગે વર્ષા પાઠક સારું લખે છે.

  Like

 15. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી રેખા છે એટલે અંધશ્રદ્ધાથી છૂટવું મુશ્કેલ છે.. બ્રાહ્મણવાદથી છૂટવું હોય તો પૂજા,પ્રાર્થના, કર્મકાંડમાં માનતા હો તો પોતે કરવા. જ્યારે ઊંચનીચના ભેદ છૂટશે ત્યારે ભારતમાં ખરી એકાત્મકતા આવશે.હવે બીજી વાત વર્ષો પહેલાં પોતાના હક્કોનું કરવા રક્ષણ કરવા કેટલાક લોકો વિદેશથી આવીને શ્રાદ્ધપક્ષમાં ભારતમાં લગ્ન કરી ગયેલા તેમને જીવનમાં કોઇ મુસીબત પડી હોય તેવું બહાર અાવ્યું નથી.

  Like

 16. Why PANDITS always find a good MUHURT according to availabilty of weddinghalls and holidays ???
  In our ‘GNATI’ we do not required to have any “KRIYAKAND or PANDITS” for any occaisons.

  Like

 17. “પરન્તુ ખરેખર જેમને વીજ્ઞાનમાં શ્રદ્ધા છે કમસે કમ થોડી ઘણી જાણકારી છે એ તો જાણતા હશે કે છેલ્લાં પચાસ–સો વર્ષમાં કેટલા નવા ગ્રહોની શોધ થઈ છે !….”
  વિજ્ઞાન, લોકોનો સગવડીયો ધર્મ, બ્રાહ્મણોનો બીઝનેસ આ બધાની ભેળસેળ થઈ ગઈ. માનસશાસ્ત્રીઓ – પૂર્વના કે પશ્ચિમના કોઈને પણ પુછજો કે જે લોકો માનસિક રીતે નબળા છે કે ગાંડા છે તેમની વર્તણુક પુનમના દિવસે સામાન્ય દિવસો કરતા વધારે ઉત્તેજના સભર હોય છે કે કેમ ? આ દિવસે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તેથી તેના ગુરુત્વાકર્ષણની અસર થાય જ છે. (સમુદ્રની ભરતી એ ચન્દ્રના આકર્ષણનું ‘મેગા’ ઉદાહરણ છે.) કોઈપણ બે વસ્તુઓ વચ્ચે ગુરુત્વાકર્ષણ અસ્તિત્વ ધરાવે છે. આથી ગ્રહોની અસર ગુરુત્વાકર્ષણના સ્વરુપે છે જ. પણ આ અસર બે પદાર્થ વચ્ચેના અંતર પર આધારીત છે. નવા શોધાયેલા ગ્રહોની અસર વધુ આંતરના કારણે ન પણ હોય. પણ…..
  માનવીનું મગજ એવું બનેલું છે કે તે કોઈપણ અસરને ઘોળીને પી શકે, પછી ધર્મ હોય, બ્રાહ્મણબીઝનેસ હોય કે વિજ્ઞાન. મગજ મજબુત હશે તો હિન્દુ, મુસલમાન, પારસી….. કંઈ નહીં હોય, હશે ફક્ત ‘માનવી’.

  Like

  1. Dear Jagdishbhai:
   One minor correction: In spite of the common misbelief about people being more crazy during Punam, there has never been any scientific or statistical evidence for it. It is just a bunch of stories, that sometimes even doctors believe. The moon affects oceans, not people. No planets affect anyone.
   With respect,
   A. Dave

   Like

 18. Friends,
  This reminds of one article I have read on ‘Blind Belief’
  please refer : Article by : Acharya s/d. M.Murdock.

  On line Go to : Free thought Nation. Presented by Acharya. S and Truth Be Known, on line since 1995.

  Search for the topic / subject : Sai Baba : Absolute proof of blind belief’s destructiveness. Dated: Tuesday, 15 June 2010.

  Interesting discussion.

  Now, we have been discussing PUNAM….Let us have some discussion on AMAS and Kali Chaudas, and Dhanteras……and………

  Like

 19. મારા દીકરા કે દીકરીના લગ્નમાં લગ્ન કે જન્માક્ષર કશું જોવડવ્યા જ નહોતા. જે તારીખ અને સમય બંને પક્ષને અનુકૂળ હતી તે જાતે જ નકી કરી લીધી હતી. દિવસ જ નહોતો જોવ ડાવ્યો ..તો ચોઘડિયા ની વાત જ કયાં આવી ?
  જો ઇશ્વરમાં માનતા હોઇએ તો દરેક દિવસો ઇશ્વરે સર્જયા છે. તો કોઇ દિવસ સારો કે કોઇ દિવસ ખરાબ એવું કેમ હોઇ શકે ?
  કામ સારું કે ખરાબ હોઇ શકે.. દિવસ કે સમય નહીં જ..

  Like

 20. અમેરીકાથી આવીને કમુરતામાં લગ્ન કરીને પરત ગયા હોય એવા કેટલાય કિસ્સાઓ છે. તેમની નોકરીમાંથી રજાનો મેળ ખાધો હોય ઇન્ડિયા આવ્યા હોય ને લગ્નનું ય પતી જતું હોય તો, નોકરી અને રજાને ધ્યાને લઇને એવા લગ્નો થયેલા છે.

  Like

 21. All days are made by GOD, then why should we label them as good and bad ? Lot of educated people have started raising their voice but the critical mass is still missing.

  Like

 22. thank you dipakbhai, jani ne khub anad thayo ke purvagrah sivaya ekey grah nadto nathi. a bhada jyotishi purvagrah ne grah kem nathi banavi deta?

  Like

  1. શ્રી સુનીલભાઈ, ખરો આભાર તો શ્રી અતુલભાઈનો.
   આ વાક્ય એમનું છે. મેં તો માત્ર એની પ્રશંસા કરી છે.

   Like

 23. માંદા મનની માન્યતાઓ શુભ-અશુભ મુહ્ર્ત બાબતે તપાસો તાજી જ ઘટ્નાઓ! ! !
  ભોપાલ ગેસ દુર્ઘટનાના ૫-૭ દિવસોમા કંઈ કેટલાયે…
  લગ્નો રદ કરવા પડેલા,
  વર-કન્યા પરણે એ પહેલાજ હોસ્પીતાલમા કે દુનિયા છોડી ગયેલા,
  શુભ મુહર્ત કાઢી આપનારા પંડીતોના દક્ષીણા પામે એ પહેલા એમનાશુભ રામ બોલી ગયેલા.

  તેવુ જ અકાલી દળના સમગ્ર પંજાબબંધના એલાનના દિવસોમા ૪૪૦૦ વર કન્યાના
  લગ્નો મોકુફ થયેલા. મુહર્ત કાઢી આપનાર અંદાજે ૧૦૦૦-૧૨૦૦ પંડીતો ક્યાતો નશામા
  ભાન ભુલેલા કે પછી બધુ અડ્સ્ટ્ટે પુરી ફેકોલોજી ????

  Like

  1. 100% feko logy Jamnadas Kotecha na pustak na tame kidhela udaharan ane indira gandhi ni hatya thai tej divase ekaj paper ma indira gandhi ni hatyana samachar ane tej panapar aavnari chutani ma indira gandhi zalhalti bahumati jitashe evi bhavishya vani gapodi jyotishe kareli te jyotish ne indira ni hatya thavani hati te kem ni dekhai hase.

   Like

  2. As badha banavo jema prakhar jyotish bhavishyavetta o ni jamat ne ughada padtu pustak ANDHSHRADDHA NO EX -RAY ( Jamnadas Kotecha ) likhit vanchvuj rahyu.

   Like

 24. All these ginuine, logical and practical thoughts tells me to ask questions……

  The gangrape victim girl and her friend, have they stepped out of their home in ‘kamurta’ ?
  The youngest rapist who is under 18, will be tried, it is decided, in a juvenile court and maximum punishment ha can have is 3 years. It is said that he had done maximum cruelty to the girl. ( He was well prepared mentally and physically to rape and show cruelty…and still he is juvenile..ha…Ha…Ha… ) Has he stepped out of his home in a ‘SAMURTA’ ?…Auspicious time ?

  Let us consult the best of the best jyotish of the country to get answer. May be he who is being consulted by Sonia Gandhi is the best….Some one may arrange an appointment …after consulting a small jyotish to get pavitra muhurat to get the appointment……

  Amrut Hazari.

  Like

 25. જન્મ મરણ એમાં સમુર્તા કમુરતા હોય છે ખરા ? ભૂત પ્રેતની પણ આવીજ વાતો હોય છે . પાખંડી લોકો લોકોની અંધ શ્રધ્ધા નો લાભ લ્યે છે .
  અંબાજી માં એક શર્ધાવ વાળી ધર્મ શાળા છે . આ વાત હું 1948ઈ સાલની કરું છું હું અંબાજી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો .તે વખતે હું અમદાવાદથી બદલાઈને અહી આવેલો ,મારા જેવા બીજા જુદે જુદે ઠેકાણે થી પણ કેલાક પોલીસો આવેલા ,આ વખતે સરકારી મકાનો ન હતાં એટલે પોલીસો ધર્મ શાળામાં રહેવા જતા રહેલા . મેં શર્ઢ વ વાઈ ધર્મ શાળા પસંદ કરેલી આ વખતે મારી વાઈફ ગર્ભ વતી હતી .થોડા વખતમાં હું બીજી કોઈ મુમ્બય વાળી કે એવી કોઈ બીજી ધર્મ શાળામાં રહેવા જતો રહેવાનો હતો .આ વખતે એક બ્રાહ્મણ મારી પાસે આવ્યા અને મને ભડકાવ્યો કે આ ધર્મ શાળામાં ભૂત થાય છે તમે એના નિવારણની વિધિ કરવો નહીતર તમારી વાઈફ બાળક જન્મે એ પાલા મરી જશે અને તમે પણ મરી જશો , અને કદાચ મરી નહિ જાઓ તો અસાધ્ય રોગમાં જરૂર સપડાઈ જશો . આ માટે હું તમને મારા પોતાના ગણી સલાહ આપું છું તમારી પાસેથી હું બહુ પૈસા નહિ લઉં , અને હું બીજે રહેવા જવાનો હતો તે બંધ રાખી આજ ધર્મશાળામાં મારી વાઈફ સુવાવડ થવા દીધી .અને એણે રૂપ રૂપના અંબર જેવી દીકરીનો જન્મ આપ્યો . મારા કરતા મારી વાઈફને હિંમત વાળી કહેવી પડે

  . પછી મેં આજ ધર્મ શાળામાંજજરૂર સપડાય જશો

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s