આત્મા એટલે શું?

           –સુબોધ શાહ

અધ્યાત્મજ્ઞાન (અધી+આત્મા) એટલે કે આત્મા વીશેનું જ્ઞાન. અંગ્રેજીમાં કહેવું હોય, તો સ્પીરીટ (Soul) વીશેનું જ્ઞાન એટલે સ્પીરીચ્યુઆલીટી .

          અધ્યાત્મની બધી ફીલસુફીઓમાં આપણે આત્માનું અસ્તીત્વ માની લઈને (Assume કરીને) જ આગળ ચાલીએ છીએ. કારણ સ્પષ્ટ છે : જો આત્મા નથી, તો અધ્યાત્મ નથી. આજનો કેળવણી પામેલો વીચારવન્ત મનુષ્ય આત્માના અસ્તીત્વને કેટલી હદ સુધી સ્વીકારી શકે ? એ પ્રશ્નની બન્ને બાજુઓ ટુંકમાં તપાસી જોઈએ :

         આત્મા એ શું છે ? આત્મા છે, અને એ શરીરથી સ્વતંત્ર અસ્તીત્વ ધરાવે છે એમ માનવા માટે બે દલીલો કરાય છે :

૧. આત્મા એટલે ચેતન, ચૈતન્ય, જીવ. જીવતા માણસમાં આત્મા હોય, એના મડદામાં નહીં; સજીવમાં આત્મા હોય, જડમાં નહીં. મૃત્યુનો અર્થ એ જ કે દેહમાંથી આત્મા વીદાય થયો. આત્મા નથી તો જીવન નથી.

૨. ધર્મોના ફીરસ્તાઓમાં, સન્તોમાં કે મહાપુરુષોમાં માનો; શ્રદ્ધા રાખો; પ્રશ્નો ન પુછાય.

         ઉપરની બીજી દલીલ ગુઢત્વ કે રહસ્યવાદ (Mysticism) વીશે છે. તમે એમાં માનતા હો, તો મારે અહીં કાંઈ કહેવાનું નથી. એ શ્રદ્ધાની વાત છે. બુદ્ધીને બાજુએ રાખવાનો એ અભીગમ છે, એટલે ચર્ચાને ટાળવાની વાત છે. મગજના ઉપયોગ પર પ્રતીબંધ મુકો એટલે વાતચીત જ બંધ. આ અભીગમ વીચારશીલતા (Reason) કે વીજ્ઞાન કરતાં તદ્દન ઉલટા પ્રકારનો છે.

         પહેલી દલીલમાં જીવન શું છે, મૃત્યુ શું છે, એ જુગજુનો મહાપ્રશ્ન સમાયેલો છે. એના વીશે, ચેતન તત્ત્વ (Life or Consciousness) વીશે, વધુ સમજવાની જીજ્ઞાસા હોય, તો જ આગળ વાંચવા વીનંતી છે. એ બાબતમાં નીચેના મુદ્દાઓ ગંભીરતાથી વીચારવા જેવા છે :

૧. સજીવ અને નીર્જીવ વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદરેખા નથી. હોય તો એ હવા કરતાંય પાતળી છે. જીવનનું એક મુખ્ય લક્ષણ પ્રજોત્પત્તી કરવાની ક્ષમતા છે. વાયરસ (Virus) નામે ઓળખાતા સુક્ષ્મ જીવાણુમાં એ નથી. અન્ય જીવંત પ્રજાતી (Specis) ના આધાર વીના બીજું વાયરસ જન્મી શકતું નથી. તો પછી વાયરસને સજીવ કહેવાય ? એ શોધાયું ત્યારે કેટલાક એને સજીવ માનતા હતા, કેટલાક નીર્જીવ. એનામાં આત્મા હોય? ખબર નથી. સજીવ-નીર્જીવની ભેદરખા ઉપર એ જીવે છે. બીજા સુક્ષ્મ જીવ બેક્ટીરીયાને તો આજે બધા જાણે છે. વાયરસ ને બેક્ટીરીયા એ બન્નેમાં સહજ ફેરફાર (Mutation) થાય ને એમની આખી પ્રજાતી જ બદલાઈ જાય. એટલે આત્મા એનો એ જ રહ્યો કે બદલાઈ ગયો ? એકકોષી જીવ વીભાજીત થઈ બે જીવ બને ત્યારે એક આત્મામાંથી બીજો આત્મા ઉત્પન્ન થયો ? ઉપરના પ્રકારના બધા પ્રશ્નોના જવાબમાં ધર્મના પંડીતો કહે છે : ‘ખબર નથી.’ આ બે શબ્દો આસ્તીકોનો બચાવ કરવા સાથે તેમને વીનયી ને નમ્ર પણ દેખાડે છે. સત્ય એ છે કે કોઈ ધર્મના ફીરસ્તાના યુગમાં સુક્ષ્મદર્શક યંત્રો (Microscope) શોધાયાં ન હતાં, ને આ સુક્ષ્મ જીવો કોઈએ જાણ્યા કે કલ્પ્યા પણ ન હતા.

૨. માણસ કે પ્રાણીની મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે, એ આપણે ધારીએ છીએ એવું સ્પષ્ટ નથી. કોઈ ડૉક્ટરને પુછજો. માણસનું હૃદય બન્ધ પડ્યા પછી એને ફરી કામ કરતું કરી શકાય છે. હૃદય બન્ધ પડે પછી મગજના કોષો થોડી વાર જીવન્ત હોય છે. મગજથી મરેલા (Brain-dead) માણસનું હૃદય પણ ચાલુ રહી શકે છે. બન્ને એક જ ક્ષણે એકસાથે મરતાં નથી. તો પછી માણસ મર્યો ક્યારે ? એનો આત્મા ક્યાં હતો ? કઈ ક્ષણે એને છોડીને ગયો ? અવયવોમાં અર્ધોપર્ધો જીવન્ત હતો ? હજી છે ? બીજા અવતારના ગર્ભમાં પ્રવેશવાની રાહ જોતો હતો ? ઘણાં જીવજન્તુઓ માથું કપાયા પછી પણ જીવે છે. અનેકને મગજ હોતું જ નથી. અનેકને હૃદય નથી. પ્રાણીશાસ્ત્રનું આવું ઉંડું જ્ઞાન આપણામાંના કેટલા મેળવી શકતા હોય છે ?

૩. ચેતન કે જીવ એ જ આત્મા હોય તો જન્મ થાય ત્યારે શરીરમાં આત્મા પ્રવેશ કરે ને ? ગર્ભધારણની ક્ષણને જ જન્મ કહેવો પડે; કારણ ગર્ભમાં જીવ છે જ. સ્ત્રીનો અંડકોષ ને પુરુષનો શુક્રાણુ બન્નેમાં આત્મા હોય ? ફલીકરણ સમયે બે આત્મામાંથી એક જ થયો, તો બીજાનું શું થયું ? આ ક્ષણે પ્રકૃતી કરોડો શુક્રાણુઓનો નાશ કરે છે, એટલે આત્માઓનો નાશ થયો કહેવાય ? આ બધા પ્રશ્નો ધારીએ એટલા ઉપલક નથી, ગંભીર છે. ગર્ભપાત (Abortion) ના કાયદા વીશેની ચર્ચામાં અમેરીકામાં આ પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે, ચર્ચવા પડે છે. જન્મ અને મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે એ વીશે કોર્ટોમાં અનેક દલીલો કે પછી વાક્–યુદ્ધો ચાલે છે. આજે તો માબાપ બન્ને મરી ગયાં હોય તોપણ એમનું બાળક જન્મી શકે છે. એટલે કે શીતાગારમાં સંગ્રહ કરેલા શુક્રાણુમાં માણસનું અમરત્વ સુરક્ષીત છે. આંબાને કલમ થાય છે. કપાયેલી ડાળ વાવવાથી નવો છોડ ઉગે છે. મને કે તમને વનસ્પતીશાસ્ત્ર કેટલું આવડે છે ? અને આત્માના પુરસ્કર્તાઓને ?

૪. દરેક માણસના દેહમાં ત્રણ લાખ અબજ જેટલા કોષો છે. દરેક કોષ જીવન્ત છે, એનું પોતાનું જન્મ, જીવન, મૃત્યુનું ચક્ર છે. એક બીજમાંથી વીશાળ વૃક્ષ વીકસે છે. તો પછી, દરેક કોષ, દરેક બીજને પોતાનો આત્મા હોય ? હોય તો એક વૃક્ષમાં કેટલા આત્મા થયા ? ન હોય તો બીજના એક આત્મામાંથી વૃક્ષ કેમ જન્મ્યું ?

૫. આત્માની કલ્પના દરેક ધર્મમાં અલગ પ્રકારની છે. ખ્રીસ્તીઓ માને છે કે પ્રાણીઓમાં આત્મા ન હોય. હીન્દુઓ માને છે કે દરેક જીવમાં આત્મા હોય. પ્રાણીઓને ખાવાં જોઈએ ? સજીવ વનસ્પતીને ખવાય ? દહીં ખવાય ? સુક્ષ્મ જીવાણુઓ (Microbs) જીવંત છે ને એ તો સર્વત્ર છે. સમ્પુર્ણ અહીંસક બનીને જૈન સાધુ જીવી શકે ? શ્વાસ પણ લઈ શકે ?

૬. આત્મા તેજોબીન્દુ માત્ર હોય, અ-શરીરી હોય, સ્વતંત્ર હોય, સુખદુઃખ એને લાગતાં જ ન હોય, તો એને શામાંથી મુક્તી જોઈએ છે ? ‘હું જેલમાં નથી; પણ મારે જેલમાંથી છુટવું છે’, એમ કોઈ કહે ખરું ?

. અજર, અમર, અનન્ત, — –(વગેરે) માનવામાં આવતો આત્મા પહેલવહેલો ક્યાંથી અને ક્યારે આવ્યો?

       પ્રશ્નોનો પાર નથી, કલ્પના સીવાય કશાનો આધાર નથી; છતાં આત્મા આવો છે, તેવો છે, પામવો છે, તારવો છે, એવી ઝંખનાઓ અપાર છે.

         અવયવોની અદલાબદલી (Organ transplant), કૃત્રીમ પ્રાણીઓ (Cloning), નવગર્ભકોષો (Stem Cells) વીશેનું સંશોધન, વગેરે પ્રયોગોથી વાકેફ હોય એવી કોઈપણ વીચારવન્ત વ્યક્તી આત્માના અસ્તીત્વમાં માની શકે એ આજે અસંભવીત બન્યું છે, સીવાય કે વીજ્ઞાનપુર્વેના કાળના પુરાતન સંસ્કારોને કોઈ પણ ભોગે એ વળગી રહેવા માગતી હોય, અગમનીગમ ને ગુઢવાદ (Mysticism) ને છોડી શકતી ન હોય.

          કાર્બન નામના મુળ તત્ત્વ વીના કોઈ જીવ બન્યો નથી. એમ મનાતું હતું કે એનાં સંયોજનોને ભગવાન સીવાય કોઈ બનાવી શકે નહીં. ઈ.સ. ૧૮૪૮માં પ્રયોગશાળામાં રસાયણશાસ્ત્રીઓએ કાર્બનનું સંયોજન યુરીઆ પહેલવહેલું બનાવીને એ માન્યતા ખોટી પાડી. આજે તો જીવનના પાયામાં રહેલા પ્રોટીન પણ બને છે, હજારો જૈવીક પદાર્થો બને છે અને જનીન દ્રવ્ય વીશે અદ્‌ભુત સંશોધનો થઈ રહ્યાં છે. કાલે ઉઠીને વૈજ્ઞાનીકો સ્વયં સંયોજાતા અણુઓ (Self Duplicating Molecules) બનાવશે, ત્યારે આત્માના આ વીશેષજ્ઞો શું કહેશે ? આત્માનો જન્મદીન ઉજવશે ?

         વીવેક, વીચાર અને વીજ્ઞાનનાં ત્રણસો વર્ષના એકધારા પ્રહારોથી બધા ધર્મોને તાર્કીક રીતે ગંભીર માર પડ્યો છે. એમના ફીલસુફોએ જવાબો આપવાના નીષ્ફળ યત્ન કર્યા છે એમની અનેક અદ્‌ભુત વાક્‌છટાઓ છતાં, એક ધર્મના જવાબને બીજાનો જવાબ નકારે છે. છેવટે બાકી રહે છે એમનો એક જ આશરો અને તે છે : ‘શ્રદ્ધા રાખો.’

–સુબોધ શાહ

લેખક સમ્પર્ક:

Subodh Shah, 7 Nightfall court, OFALLON, MO – 63368 – USA

Ph : 001-636-240-5230   eMail : ssubodh@yahoo.com

ગુગલ વેબસાઈટ તરફથી વર્ષ ૨૦૧૩નો વીજ્ઞાન-મેળો (સાયન્સ-ફેર) જાહેર કરવામાં આવેલ છે. આ વીજ્ઞાન-મેળાની લીન્ક નીચે આપી છે…

ગુગલ વીજ્ઞાન-મેળો

(સાયન્સ-ફેર) 2013

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 ઈ.મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 1/02/2013

121 Comments

  1. સરસ સમજવા જેવો લેખ . વાંચીને આનદ થયો .

    આત્માની એક સરળ અને સિદ્ધિ વ્યાખ્યા- આત્મા એટલે પરમાત્મા .

    જેણે આત્માને જાણ્યો એણે પરમાત્માને જાણ્યો .

    Like

  2. મેં અહીં ધાર્મીક વીધીઓ વર્ષો સુધી કરી છે, એનો ઉદ્દેશ કોઈ લેભાગુ અહીંના હીન્દુ સમાજનું ધર્મના અંચળા હેઠળ શોષણ ન કરી જાય એ હતો. મને કદી કોઈ ચમત્કારોમાં શ્રદ્ધા ન હતી. કે આ વીધીઓથી કલ્યાણ થશે એમ હું માનતો નથી, કે ન કરવાથી કોઈ નુકસાનનો પ્રશ્ન પણ નથી. પરંતુ આત્મા બાબત મારા મનમાં જે ખ્યાલ છે તે અહીં મુકવા ઈચ્છું છું.
    આત્મા કે ચૈતન્ય એ એક પ્રકારની શક્તી છે, જેમ વીદ્યુત અને અન્ય શક્તીઓ. પરંતુ વીદ્યુત ઈત્યાદી શક્તીઓનું સ્વરુપ અને ચૈતન્ય શક્તીનું સ્વરુપ એક જ પ્રકારનું હોઈ શકે નહીં. વીદ્યુત ઈત્યાદી શક્તીઓનું સ્વરુપ તો વીજ્ઞાને સ્પષ્ટ કરી દીધું છે, જેમ કે સાદી રીતે કહીએ તો વીદ્યુત એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ, એટલે કે એ અતી સુક્ષ્મ હોવા છતાં એને અભૌતીક કહી ન શકાય, ઈલેક્ટ્રોનનું ભૌતીક અસ્તીત્વ તો વીજ્ઞાને બતાવ્યું છે. પણ ચૈતન્ય શક્તીનું સ્વરુપ વીષે હું કશું જાણતો નથી, અને કશું કહી શકું નહીં, કદાચ ભવીષ્યમાં વીજ્ઞાન એનું સ્વરુપ શોધી કાઢે અને વીદ્યુતની જેમ પ્રત્યક્ષ કરે પણ.
    આથી મારી માન્યતા મુજબ જેમ અન્ય શક્તીઓ જુદાં જુદાં માધ્યમોમાં પ્રવેશે ત્યારે આપણે એને અનુભવી શકીએ છીએ તેમ જેમાં ચૈતન્ય કે આત્મા હોય તેને આપણે જીવીત અનુભવી શકીએ છીએ. એ ચૈતન્ય એક કોષમાં હોય, અંગમાં હોય કે સમગ્ર શરીરમાં હોય. પણ કદાચ વ્યક્તીગત અલગ અલગ આત્માની માન્યતા એટલે કે મારો આત્મા કે તમારો આત્મા અલગ ન હોઈ શકે. અને એકવાર મારા શરીરમાંથી એ શક્તી વીદાય લે પછી મારું અલગ અસ્તીત્વ રહેતું નથી. આ માત્ર મારી એક માન્યતા છે, એમાં તથ્ય છે કે કેમ તે હું જાણતો નથી. વધુ જાણકારી ધરાવનારાઓ એમાં પ્રકાશ પાડી શકે.
    વીજ્ઞાને ઈથરની જે કલ્પના આપી છે, એની સાથે કદાચ આનો મેળ બેસે? જ્યાં કશું જ નથી એમ કહેવામાં આવે છે ત્યાં પણ ઈથરનું અસ્તીત્વ હોવાનું માનવામાં આવે છે.

    Like

    1. સજીવોમાં અંકીત થયેલ માહીતી નીર્જીવો કરતાં ઘણી જટીલ છે. માતા–પીતાના માત્ર એક–એક કોષથી શરુ થયેલ માનવ શરીર, વીકાસ પામતાં અબજો કોષોનું બને છે. એટલું જ નહીં, દરેક અવયવના કોષનું કાર્ય ભીન્ન હોય છે. કોષની નાભીમાં આપણું DNA હોય છે. DNA માં રહેલ પરમાણુઓની ચોક્કસ પ્રકારની ગોઠવણ જે તે કોષને એના કાર્યની માહિતી પુરી પાડે છે. આંખના કોષોને મળતી વીશીષ્ટ સુચનોને લીધે આપણે જોઈ શકીએ છીએ, જીભના કોષોને મળતા વીશીષ્ટ સુચનોથી એ સ્વાદ પારખી શકે છે વગેરે. શરીરનો દરેક અવયવ આ રીતે કાર્ય કરે છે.

      શરીર પદાર્થ છે, શરીરના કોષ પદાર્થ છે, કોષમાં આવેલ DNA પદાર્થ છે અને DNA રચતા પરમાણુ પણ પદાર્થ છે. આ બધા પદાર્થોમાં એમના પ્રકૃતીદત્ત ગુણધર્મ સચવાયેલા છે. DNAના પરમાણુઓની ચોક્કસ પ્રકારની રચનાને લીધે કોષમાં એક નવો ગુણ ઉમેરાય છે. એ પદાર્થ નથી, ઉર્જા નથી પણ સુચના છે, માહીતી છે જે અમુર્ત છે.
      આજે માઈક્રોસ્કોપની મદદથી કોષને જોઈ શકાય છે, DNAના પરમાણુઓની ગોઠવણ બદલાતાં એમના કાર્યમાં થતા ફેરફાર જાણી શકાય છે. ભુતકાળના માનવોને જ્યારે આ બધી ખબર નહોતી ત્યારે સજીવોને નીર્જીવથી અલગ પાડતા તત્વને ત્યારના વીચારકોએ નામ આપ્યું હતું: ચેતના, આત્મા, પ્રાણ, જીવ વગેરે. પછી જેને જરુર પડી એણે એના મનઘડંત અર્થ કરી પોતાનો મતલબ સાધતા આવ્યા છે.
      પદાર્થમાં રહેલ આ પ્રકારની વીશીષ્ટ માહીતી માટે પ્રાણ શબ્દ વાપરવો જ હોય તો ભાષાના અર્થને ભાષાનો પ્રાણ કહી શકાય, નીર્જીવોના ગુણધર્મને નીર્જીવોનો પ્રાણ કહી શકાય. એ રીતે આપણો પ્રાણ કે આત્મા, શરીરને જીવંત રાખવા માટેની જરુરી સુચનાઓ છે.
      જીવતા રહેવા માટેની જરુરી ક્રીયાઓ આપણી જાણ વગર આપોઆપ થાય છે અને મૃત્ય સુધી ચાલતી રહે છે. આવી થોડી ક્રીયાઓ છે: દરેક અવયવને લોહી પહોંચાડવા માટે ધબકતું હૃદય, લોહીને શુદ્ધ કરતાં ફેફસાં અને કીડની વગેરે. આ બધા મર્મેન્દ્રીયો (Vital Organs) છે. એમને મળતી સુચનાઓ અટકી જાય એટલે આપણું મૃત્યુ થયું ગણાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મૃત્યુ એટલે DNA પરના લખાણનો નાશ થવો. તે સમયના વહેણ સાથે ભુંસાઈ જાય કે આકસ્મીક રીતે છેકાઈ જાય.
      મૃત્યુ સમયે કોષ નીષ્ક્રીય થાય છે, નાશ પામતા નથી. DNAની માહીતી ભુંસાય છે, બીજે ક્યાંય પણ જતી નથી. એટલે કહ્યું છે તેમ માહીતીરુપી આત્માને હંમેશાં પદાર્થરુપી શરીરની જરુર પડે છે. શરીરથી સ્વતંત્ર આત્માનું અસ્તીત્વ શક્ય નથી.

      Liked by 1 person

      1. મીત્ર મુરજીભાઈએ અહીં સેલ, ડીએનએ અને વાયરસ બાબત જણાવેલ છે.

        જે લોકો વેદ, ઉપનીષદ, રામાયણ અને મહાભારતની કથાઓમાં રચ્યા પચ્યા હોય એમના માટે તો આ શાકભાજીના નામ હોઈ સકે.

        બે દીવસ પહેલાં ચણાના ડીએનએમાં મામુલી ફેરફાર કરી સ્વાદીષ્ટ, સસ્તા, ઓછી મેહનત કે ઓછા પાણીથી ચણા વધુ કેમ ઉઘાડી શકાય એ બાબત સમાચાર હતા.

        આ મામુલી ફેરફાર માટે નવ દેશોના વૈજ્ઞાનીકોની ફોજે ડીએનએના ૩૨૦૦૦ પગથીયાનો બધો હીસાબ કરી શેમાં અને કેમ ફેરફાર કરેલ છે એનો રીપોર્ટ પણ હતો. પછી છોલેપુરી મજા આવશે.

        Like

  3. ગીતામાં લખેલ છે કે આત્મા અવ્યક્ત, અશોચનીય છે એટલે એના ઉપર ચર્ચા કે વીચાર કરવાથી કાંઈ ખબર ન પડે.

    વેદ, ઉપનીષદ, રામાયણ, મહાભારત વગેરે, વગેરેમાંથી દોહી દોહી જે ગીતાની રચના કરવામાં આવેલ છે એની આ અવ્યક્ત અને અશોચનીય કણી કે સુત્રથી અલગ આત્મા ઉપર ચર્ચા કે વીચાર કરી ઋષી મુનીઓ ગીતાથી પણ અલગ થઈ જાય છે.

    Like

    1. માનનીય વોરા સાહેબ:
      શાસ્ત્રોની એ જ તો ખૂબી છે ને! કોઈ પણ વાત (આત્મા, પરમાત્મા, બ્રહ્મલોક, વગેરે) અવ્યક્ત, અશોચનીય, બુદ્ધિથી પર, એમ ગણાવી દે, એટલે પછી સાબિત કરવાની જરૂર જ નહિ! આજે મારા મનમાં જે લોઈ તુક્કો આવે તેને હું સત્ય તરીકે ખપાવવા માંગું, તો એટલુજ કહેવાની જરૂર કે તે અવ્યક્ત, અશોચનીય, બુદ્ધિથી પર છે, એટલે પછી કોઈ તે સાચું હોવા વિશે પ્રશ્ન કરી જ ના શકે! જો કરે તો એ જો એ જ ગપગોળો દોહરાવી દેવાનો, એટલે વાત પૂરી! 🙂
      વિનયપૂર્વક,
      દવે

      Like

  4. આપણે થોડું થોડું સમજવા પ્રયાસ કરશું. એક સાથે આ ગહન વિષય પર પ્રકાશ પડી જશે તેમ માનવું ભૂલ ભરેલું રહેશે.

    ૧. આત્મા એટલે ચેતન, ચૈતન્ય, જીવ. જીવતા માણસમાં આત્મા હોય, એના મડદામાં નહીં; સજીવમાં આત્મા હોય, જડમાં નહીં. મૃત્યુનો અર્થ એ જ કે દેહમાંથી આત્મા વીદાય થયો. આત્મા નથી તો જીવન નથી.

    આત્મા અને જીવાત્મા તેવા બે શબ્દોનો પ્રયોગ થાય છે. જો આત્મા તે જ જીવાત્મા હોય તો તે પ્રકારે તેમને વિભાજીત કરવાની આવશ્યકતા ન હોત. આત્માના સ્વરુપનું વર્ણન બે પ્રકારે કરવામાં આવ્યું છે. એક તો અજન્મા, અનંત, અનાદિ, સર્વવ્યાપી વગેરે અને બીજી રીતે એટલે કે મન નથી, પ્રાણ નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી વગેરે વગેરે. (સંદર્ભ: આત્મ ષટક)

    જીવને અંત:કરણની સાથે જોડવામાં આવ્યો છે. ટુંકમાં અંત:કરણ જ્યાં જ્યાં હોય અને તેને જ્યારે પ્રાણ શક્તિનો સહયોગ મળે ત્યારે જીવાત્મા કાર્યાન્વિત થાય. પ્રાણ શક્તિ એટલે જીવન. આપણે સાંભળીએ છીએ કે અન્ય ગ્રહો પર જીવન હજુ જાણવા મળ્યું નથી. જીવન નથી એટલે શું? એટલે કે ત્યાં પ્રાણ શક્તિ કહો કે ઓક્સીજન કહો તે નથી. અહીંથી ઓક્સીજનના બાટલા લઈને વૈજ્ઞાનિકો ત્યાં જાય અને ઓક્સીજન ખુટે તે પહેલાં પાછા આવી જવું પડે. ટુંકમાં અંત:કરણ જ્યારે સર્વવ્યાપી આત્મા સાથે પ્રાણ શક્તિની મદદથી સંકળાય ત્યારે જીવ બને. શરીરમાંથી જીવાત્મા ચાલ્યો ગયો એટલે કે પ્રાણ શક્તિ ખુટી ગઈ. આ પ્રાણ શક્તિ ખુટે ત્યારે શું બને? તેનો જવાબ રહસ્યમય છે. રહસ્યમય એટલા માટે કે તે અનુભવ આધારીત છે અને મૃત્યુંનો અનુભવ જીવતા મનુષ્યને થતો નથી. મરણાસન્ન વ્યક્તિને થતાં અનુભવો જેનો જીવ જવું જવું થતો હોય તેવી વ્યક્તિના અનુભવો અથવા તો રમણ મહર્ષી જેવાના અનુભવો કે જેમને નાનપણમાં મૃત્યુંનો અનુભવ થયો તેવા ઉદાહરણો પરથી નીર્ણય લેવો પડે પણ આવા નિર્ણયો વિજ્ઞાન મત પ્રમાણે સ્વીકારી ન શકાય. તેથી મૃત્યું પછીના જીવન બાબતે જો પડદો ઉંચકાય તો જ જીવાત્માની ગતિ વિશે પ્રકાશ પડી શકે. વિજ્ઞાન ભવિષ્યમાં એવી શોધ કરે કે મૃત્યું સમયે શરીરમાંથી શું છુંટું પડે છે અને તેની ગતી શું હોય છે તો તે જાણવા મળશે. ત્યાં સુધી શ્રદ્ધાવાન લોકો યોગીઓ અને શાસ્ત્રોને પ્રમાણ માનશે તો તેમાયે શું ખોટું છે?

    આવી ચર્ચામાં મને સમજાશે તેટલું હું કહીશ, નહીં ખબર હોય તે કબૂલ કરીશ. વિદ્વાનો અને તજજ્ઞો પાસેથી પણ આ વિષયે ઘણું જાણવા મળશે તે મને યોગ્ય લાગે તો સ્વીકારીશ, અયોગ્ય લાગે તો નકારીશ અને જેનો નિર્ણય નહીં કરી શકું તે બાબતે અવઢવમાં છું તેમ જણાવીશ.

    Like

  5. આત્મા જેવી કોઈ વસ્તુ હોતી નથી.બ્રેઈન જ આત્મા છે.અંતર આત્માનો અવાજ પણ બ્રેઈન જ બોલે છે.ચા પીવાનું યાદ આવવું કે કેળાં ખાવાની ઇચ્છા થવી તે પણ બ્રેઈનના આદેશ મુજબ જ હોય છે.આફ્રિકાથી એક સમૂહ હજારો વર્ષ પહેલા નીકળ્યો હશે.એ સમૂહના પૂર્વજોએ પણ લાખો વર્ષથી કોઈ દરિયાઈ વહાણ જોયું નહિ હોય.આ સમૂહ એશિયા થઈને વાયા સાઈબેરિયા થઈને અમેરિકા પહોચી ગયો.હિમયુગ પૂરો થતા બાકીની દુનિયાથી કટ થઈ ગયો.બાકીની દુનિયામાં પ્રગતિ ચાલુ હતી.પહેલીવાર યુરોપના વહાણ જ્યારે અમેરિકા પહોચ્યા હશે એમને દૂરથી વહાણ દેખાયા નહોતા.દરિયામાં વહાણ માઇલો દૂરથી દેખાઈ જાય.એમના બ્રેઈનમાં વહાણ વિષે કોઈ માહિતી તત્કાલીન હતી નહિ.સાવ નજીક આવ્યા ત્યારે નવી માહિતી બ્રેઈનમાં જમા થઈ.વહાણો નજીક આવ્યા ત્યારે દેખાયા.
    આંખના કોષોને મળતી વીશીષ્ટ સુચનોને લીધે આપણે જોઈ શકીએ છીએ, જીભના કોષોને મળતા વીશીષ્ટ સુચનોથી એ સ્વાદ પારખી શકે છે વગેરે. શરીરનો દરેક અવયવ આ રીતે કાર્ય કરે છે. —મુરજી ગડા
    આનો આધાર બ્રેઈન કઈ રીતે પ્રોસેસિંગ કરે તેના ઉપર હોય છે. બ્રેઇનમા જે માહિતી અને અનુભવો પહેલા સ્ટોર થયા હોય તે મુજબ પ્રોસેસિંગ થતું હોય છે. એટલે કહેવાય છે ઘણીવાર આંખે જોએલું પણ સાચું નથી હોતું. બ્રેઈન ખોટું પ્રોસેસિંગ પણ કરી શકે છે. એટલે તો ભારે કલ્પનાશીલ વ્યક્તિઓને જે દેખાતું હોય તે ખરેખર હોય નહિ. નરસિંહ મહેતાને માટે તો ૫૦૦૦ વર્ષ પહેલા રમેલા કૃષ્ણના રાસ દેખાયા હતા. રમ્યા હશે તે પણ ખબર નહિ.. રામકૃષ્ણ પરમહંસ મહાકાલીની મૂર્તિ સાથે વાતો કરતા. એમનું ખુદનું બ્રેઈન કાલી સ્વરૂપે જવાબો આપતું હશે. મુન્નાભાઈ જેવું..આજના નવા ફિલોસોફર્સ બાયોલોજીસ્ટ અને ન્યુરોલોજીસ્ટ હોય છે તેમના મતે બ્રેઈન જ આત્મા છે..

    Like

    1. @ Bhupendrasinh Raol :

      મોડીફાઈડ કપાસીઆ, મોડીફાઈડ રીંગણાના સીડ્સ કે ઙં ચન્ના, ભટુરાની જેમ જીએમ આત્મા હોઈ શકે.

      એટલે કે જીનેટીકલી મોડીફાઈડ ક્રોપ્સની જેમ જીનેટીકલી મોડીફાઈડ આત્મા…..

      વેદ, ઉપનીષદ વખતે આત્મા હોય એનાથી તો જરુર અલગ આત્મા હશે…

      ૧૦૦ વર્ષ અગાઉ આમલી કે પીપળાના ઝાડ ઉપર ભુત રહેતા હતા અને વીજળી લાઈટની બતીઓ આવવાથી ભુતોના આત્માનો નાશ થયો.

      વાહ !! વાહ !….ઘણીવાર આંખે જોએલું પણ સાચું નથી હોતું. બ્રેઈન ખોટું પ્રોસેસીંગ કરી શકે છે.

      Like

      1. “૧૦૦ વર્ષ અગાઉ આમલી કે પીપળાના ઝાડ ઉપર ભુત રહેતા હતા અને વીજળી લાઈટની બતીઓ આવવાથી ભુતોના આત્માનો નાશ થયો.”

        Very well said, sir!

        Like

    2. ————.વહાણો નજીક આવ્યા ત્યારે દેખાયા.—————
      The story goes little further. When Spanish general Cortez reached Mexican shore, they got off the ship on horseback. Aztecs had never seen horses before. They thought this was some strange creature with two heads (horse’s and man’s). Aztecs threw their weapons and bowed to the new comers. This war was won without any fight.

      Like

    3. સરજી, બ્રેન એકલુ ખોટુ જ વિશ્વ્લેશણ કરે છે, એટલે પરમાત્માએ જે નિયમો ઘડ્યા છે જે આત્માની શક્તિ હોય છે એને જે અનુસરે છે એના ઘરમાં જવાનુ અને બેસી રહેવાનુ, એની સંગતમાં રહેવાનુ સામાન્ય માનવીઓને ખુબ જ ગમતુ હોય છે, બ્રેન આત્મા તો નથી જ, બ્રેન ને માનનારાઓ રીજીડ હોએ છે. પણ આત્મીય જણ, દા.ત. અણ્ણ હઝારે દેશને હચમચાવી શકે છે જ્યારે કિ.બે., કેજરીવાલ, આર્મીના જનરલ કોઈ ખાસ્સો પ્રભાવ પાડી શક્યા નથી. તેઓને અણ્ણ્ણનો સહારો જરુરી છે. એટલે બ્રેનને માનો પણ આત્માના સાથમાં. એકલુ બ્રેન અનર્થ ઉપજાવે છે એવુ મારુ માનવુ છે.

      Like

  6. અવયવોની અદલાબદલી (Organ transplant), કૃત્રીમ પ્રાણીઓ (Cloning), નવગર્ભકોષો (Stem Cells) વીશેનું સંશોધન, વગેરે પ્રયોગોથી વાકેફ હોય એટલું જ નહિ પણ એવા પ્રયોગો પોતે કરતા હોય તેવા વૈજ્ઞાનિકો અને ડોકટરો પણ અદ્યાત્મ અને આત્મામાં મને છે એ કેટલી મોટી વિડમ્બના છે !

    Like

  7. Mitro,
    Subodhbhaino aa lekh aapni sauni aankh kholnaro chhe. Sampurna ane aankh kholnaru pruthhakaran jiv ane sajivni vyakhiya aape chhe. Dharmik yug ane vaignanik yugma prapta gyan dwara’ jiv/ sajiv ane nirjiv’ ni samaj aape chhe.
    Maru gyan : ????????

    SAJIV : (1) Prani (2) Vanaspati. aa be prakarna sajivoni / jivatmaoni jindagi aathava temnu dainik jivan ek bija par aadharit chhe.
    Praniona sharirmathi, dainik jivankriya darmiyan nikarelo kacharo vanaspatina dainik jivan jivava mateno khorak chhe ( Mar, pisab, carbon dioxide…ghan, pravahi ane vaayu). Vanaspatini dainik sharirik kriyao darmiyan banelo kacharo, pranione mateno dainik khorak chhe.( fal, pandada…vigere) Aetale ke aa sajivonu dainik jivan ekbija vina shakya nathi.

    Vanaspatima prajotpatti : Dwilingi : Purush (Man) ane Stree (Woman). Streenu garbhashaya (Kachu fal (Fruit) je falit andakoshne/ garbhne poshan puru padava taiyar hoi chhe) purushna sukranuthaki falit thaila bij utpanna kare chhe. (Aa badhi kriyao manavina jivanma je rite bane chhe tej rite bane chhe.)
    Falit falna bij farithi ropiye to biju tej prakarnu jhhad ugade chhe.
    Falit nahi thaelu fal ( Manav Streenu masik dharma…Menstruation cycle), athava falit thaelu fal pan padi jai athava padi devama aave ane bajarma vechava aave chhe. Aa fal, vanaspatinu, garbhashaya (Womb) ane garbh (Embryo) SHAKAHARI loko khai chhe.

    Vanaspati ane tenu fal ek jiv, sajiv., Jivatma.,.chetan…jiv chhe. Te aekmathi anek bane chhe. TE AEK “ATMA” CHHE.

    Prashna ae chhe ke shun ” AATMA “, Aek sajivno aatma aapno, Manavino khorak chhe ?

    For Pranio,

    Saval ae pan chhe ke INDU (Egg) jivanni sharuat chhe ke anta chhe ? Falit indu biji marghine janma aape chhe. Afalit indu ( Menstruation cycle) lokono khorak bane chhe ane Marghi pote pan…..EAK…AATMA BIJA AATMANO KHORAK CHHE ??????????????????

    Shun Manavi “ATMABHAKSHI JIVATMA CHHE.” ?

    I am lost…….

    Amrut Hazari.

    Like

    1. sirji, ના આત્મા શરીર્ભક્ષી ના શરીર આત્માભક્ષી, આ તો આપણુ શરીર જ અસંખ્ય શરીર ભક્ષી છે. આત્મા તો દરેક શરીરોમાંવાસ કરે છે અને સમાજને અને દુનિયાને ધર્મ-અધર્મ, ચરીત્રવાન કે દુર્જન, શાકાહાર કે માંસાહાર માનવીય રીતે પોષણ કરવાનુ આધ્યાત્મ શીખવે છે શીખવે છે.

      જ્યારે વિજ્ઞાન શરીરર્ને શુ જરુરી છે એ શીખવે છે, નૈતિકતા નહી અને નૈતિકતા જ સમાજનુ બળ છે વિજ્ઞાન નહિ. અહિ દલિલ મુક્નારા ભાઈઓ જો ફક્ત શાકાહારી કે માંસાહારી હોવાનુ જ જોર મુકે છે તો એ સંપુર્ણ રીતે વિજ્ઞાનને નથી માનતો અને એ રેશનાલીસ્ટતો નથી જ. કેમ કે એ પોતાને ગમતા ખોરાક માટે જે પણ દાવો કરે છે એ વૈજ્ઞાનીક નહિ પણ માનસીક સમ્કુચીતતા હોઈ શકે. એવુ જ પહેરવા ઓઢવા, ધાર્મીકતા કે નાસ્તિકતા, માનવા ન માનવા બાબત હોઈ શકે. આ દુનિયામાં દરેક વ્યક્ત્તી બાયસ્ડ હોય, હોય અને હોય જ.

      સ્ત્રીઓમાં ફલીત બીજો પડી જાય છે પરમેશ્વર ની ઈચ્છા કેમ કે એ સ્ત્રીની ઈચ્છા તો એને બચાવી રાખવાની હોય છે પણ ઉપરવાળાની ઈચ્છા તો જુદી જ છેને. અને જે પાડી નાંખવામાં આવે છે એ અમાનવીય વિજ્ઞાનની ઈચ્છા. જે બીજો ખવાઈ જાય છે એ શરીરની જરુરત અને જે ઉગી નિકળે છે એ પરમેશ્વરની ઈચ્છા. એવી જ રીતે આત્મા ને માનો એ પરમેશ્વરની ઈચ્છા અને ન માનો એ વિજ્ઞાનની ઈચ્છા.

      Like

  8. Very Good Discussion about Atma, Paramatma, Jiv, Ajiv, Brain, Mix of Seeds of Man and Female, etc. have unlimited Possibilities for Arguments – For and Against. Science is attempting to answer in some things and is in Search of Others. This is an Unfinished Process of Human Mind/Brain. Let us Continue the Discussion and we will surely have an Answer at the END.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Friday, Feb. 1, 2013.

    sfdalal@comcast.net
    301-577-5215

    Like

  9. “ DNAના પરમાણુઓની ચોક્કસ પ્રકારની રચનાને લીધે કોષમાં એક નવો ગુણ ઉમેરાય છે. એ પદાર્થ નથી, ઉર્જા નથી પણ સુચના છે, માહીતી છે જે અમુર્ત છે.
    જીવતા રહેવા માટેની જરુરી ક્રીયાઓ આપણી જાણ વગર આપોઆપ થાય છે અને મૃત્ય સુધી ચાલતી રહે છે. આવી થોડી ક્રીયાઓ છે: દરેક અવયવને લોહી પહોંચાડવા માટે ધબકતું હૃદય, લોહીને શુદ્ધ કરતાં ફેફસાં અને કીડની વગેરે. આ બધા મર્મેન્દ્રીયો (Vital Organs) છે. એમને મળતી સુચનાઓ અટકી જાય એટલે આપણું મૃત્યુ થયું ગણાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મૃત્યુ એટલે DNA પરના લખાણનો નાશ થવો. તે સમયના વહેણ સાથે ભુંસાઈ જાય કે આકસ્મીક રીતે છેકાઈ જાય.
    મૃત્યુ સમયે કોષ નીષ્ક્રીય થાય છે, નાશ પામતા નથી. DNAની માહીતી ભુંસાય છે, બીજે ક્યાંય પણ જતી નથી. એટલે કહ્યું છે તેમ માહીતીરુપી આત્માને હંમેશાં પદાર્થરુપી શરીરની જરુર પડે છે. શરીરથી સ્વતંત્ર આત્માનું અસ્તીત્વ શક્ય નથી.”
    ભાઈ શ્રી મુરજીભાઈએ ખુબ સરસ માહીતી આપી. મને એક બીજી મુંઝવણ છે, જે અંગે મુરજીભાઈ વધુ પ્રકાશ પાડે એમ ઈચ્છું છું.
    કહેવાય છે કે આપણા શરીરના કોષો સમય જતાં નાશ પામતા જાય છે અને એની જગ્યાએ નવા કોષો પેદા થઈને આવતા જાય છે. ૧૨ વર્ષમાં આ રીતે શરીરના તમામ કોષો બદલાઈ જતા હોય છે. આ નાશ પામતા કોષોના DNAની માહીતી ભુંસાય જાય અને પછીથી એનો નીકાલ શરીર નકામા પદાર્થ તરીકે કરતું હોવું જોઈએ, પણ એ માત્ર અમુક જ કોષો માટે બને છે, શરીરના તમામ કોષો માટે નહીં. તો મૃત્યુ સમયે એવું શું બને છે કે શરીરના તમામ કોષોના DNAની માહીતી એકી સાથે ભુંસાય જાય?

    Like

    1. Sir, to answer your question, cells in our body die mainly for two reasons. First is that they wear out when “their life” is over. This happens throughout OUR lifetime. Second is when cells do not get oxygen supply thru’ blood circulation. When this happens to a particular part of a body, that part/organ dies. Loss of sight, hearing, taste, frozen fingers are some examples. When this happens on a massive scale like heart stops beating or lungs collapse for numerous reasons, we call it death. In such case all cells die in short time.

      Like

      1. ઓક્સીજન કે પ્રાણનો પુરવઠો મળતો બંધ થાય એટલે મૃત્યું.

        સહમત.

        હવે પ્રશ્ન તે છે કે મૃત્યું સમયે માત્ર પ્રાણનો પુરવઠો બંધ થાય છે કે શરીરમાંથી કોઈ અજ્ઞાત તત્વ છુંટું પડે છે?

        જો કોઈ અજ્ઞાત તત્વ છુટું પડતું ન હોય તો મૃત્યું પછી શું થાય છે તે વિચારવાની કશી આવશ્યકતા નથી.

        જો કશુંક અમુર્ત તત્વ છુટું પડતું હોય તો ધર્મો / શાસ્ત્રો / અધ્યાત્મ બધા જોર શોરથી દુંદુભી વગાડતા બેઠા થઈ જશે.

        વિજ્ઞાન દૃઢ પણે સાબીતી સાથે કહી શકે? કે “મૃત્યું સમયે માત્ર ઓકીજનનો પુરવઠો બંધ થવાથી બધા કોશો મરી જાય છે અને તેમાંથી કોઈ અજ્ઞાત કે અમૂર્ત તત્વ છુટું પડતું નથી.”

        અહીં તમે શું માનો છો તે હું નથી પુછતો પણ વિજ્ઞાન શું સાબીતી આપી શકે તે જાણવામાં મને રસ છે.

        Like

      2. અહીં મીત્ર અતુલભાઈએ જે પ્રશ્ર્ન ઉભો કર્યો છે એનો મતલબ એ થાય છે કે આત્માને ખાવા પીવાની, હવા પ્રાણવાયુની જરુર હોય?

        આત્માને વળી શું ખાવાનું અને શેનો આધાર?

        આત્મામાં જીવ કે ચેતન નથી હોતું એટલે આત્માને ખોરાક કે પ્રાણવાયુની જરુર ન હોય.

        Like

      3. માનનીય અતુલભાઈ:
        આપે સવાલ કર્યો છે કે “વિજ્ઞાન દૃઢ પણે સાબીતી સાથે કહી શકે? કે “મૃત્યું સમયે માત્ર ઓકીજનનો પુરવઠો બંધ થવાથી બધા કોશો મરી જાય છે અને તેમાંથી કોઈ અજ્ઞાત કે અમૂર્ત તત્વ છુટું પડતું નથી.””
        આ જરા અજુગતો સવાલ છે। વિજ્ઞાને કયા કારણોસર મૃત્યુ થાય છે તે સાબિત કરી બતાવ્યું છે (પ્રાણવાયું નો એક-એક કોશ ને મળતો પુરવઠો બંધ થવો તે)। જો કોઈ શાસ્ત્રો એવું સાબિત કરવા માંગતા હોય કે તેમાં કોઈ અજ્ઞાત અમૂર્ત તત્વ છુટું પડે છે તો તે સાબિત કરવાની જવાબદારી તેમની છે। એ ગપગોળો તેમણે ઉપજાવી કાઢ્યો છે માટે તે સાબિત કરવાની જવાબદારી તેમની છે। વિજ્ઞાને જે કારણ આપ્યું છે તે સાબિત કરીને બતાડ્યું છે। બાકી અનેકાનેક લોકો પોતાને મનગમતા ગપગોળા ચલાવે તે બધાને ખોટા સાબિત કરવાની જવાબદારી વિજ્ઞાનની નથી। પણ જે કોઈ તે ગપગોળા હાંકતા હોય તેમની તે સાચા સાબિત કરવાની છે।

        અને સાબીતીમાં એવું ના ચાલે કે આ અમારા શાસ્ત્રોમાં લખેલું છે માટે તે સાચું। પૂરી સાબિતી જોઈએ। નહીતો પછી તો “બાવો બોલ્યા તે બ્રહ્મવાક્ય” એમ જ અર્થ થયો!
        વિનયપૂર્વક,
        A. Dave (દવે)

        Like

      4. સરજી, મ્રુત્યુ વખતે ભૌતિક તત્વ અને આત્મિક તત્વો છુટા પડે જ છે. જે વ્યક્તિ મરણ પામે છે, એમનુ વ્યકતિત્વ એને લાગતા વળગતાઓ પર ખુબ જ ઉંડી અસર પડે છે. અહિ ઉદાહરણ રુપે શ્રી ગુલાબ ભેડા સાહેબનો દાખલો ટાંકુ છુ (અજુગતુ લાગતુ હોય તો ક્ષમા ચાહુ છુ) તેઓ આજે પણ યાદ રુપે તેમના અંગતો પર અસર નથી પાડતા? એમની ખોટ શ્રી ગોવિંદભાઈ અને અન્ય સુરતવાસીઓએને નથી સાલતી? એમને યાદ કરવાથી ઘણાના શરીરમાં અમુક અસર છોડે છે એ શું છે? વધુ ઉંડે જવા નથી ઈચ્છતો, ફક્ત એટલુ જ કહેવા ચાહુ છુ કે આત્મા છે, તેઓ આત્મીક રુપે શરીરમાં રહીને સમાજોપયોગી કાર્ય કરી જેમણે મોકલ્યા હતા એમની પાસે જતા રહ્યા, માનો કે ન માનો આ જ સત્ય છે, અને ઘણા સત્યોની સાબીતી આપવી અશક્ય છે.

        Like

  10. માનવી ગમે તેટલી સિદ્ધિ મેળવી લે ગૌરવ પામી લે પરંતુ મોત આગળ તે હમેશાં લાચાર રહ્યો છે અને રહેશે. જો કે આ અંગે નિત નવા સંશોધન પણ થતા રહે છે. છતાં હાથમાં આવે છે કેવળ નિરાશા.

    આ સિદ્ધાંત પાછળ એવો વિચાર છે કે મસ્તિકષ્ક ક્વોન્ટમ કમ્પ્યૂટર માટે ચેતના એક પ્રોગ્રામની જેમ કામ કરે છે. આ ચેતના મૃત્યુ પછી પણ બ્રહ્માંડમાં વ્યાપ્ત રહે છે. એક અહેવાલ અનુસાર, એરિઝોના યુનિવર્સિટીમાં એનેસ્થેયેલૉજી અને મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર એમરેટ્સ અને ચેતના અધ્યન કેન્દ્રના નિદેશક ડૉ. સ્ટૂવર્ટ હેમરોફે આ અર્ધ ધાર્મિક સિદ્ધાંતને આગળ ધપાવ્યો છે.

    આ પરિકલ્પના ચેતનતાના એ ક્વોન્ટમ સિદ્ધાંત પર આધારિત છે જે તેમને અને બ્રિટીશ મનોવિજ્ઞાની ર રોજર પેનરોસે વિક્સિત કરી છે. આ સિદ્ધાંતમાં માનવામા આવે છે કે આપણી આત્માનું મૂળ મસ્તિષ્ક કોશિકાઓની અંદર બનેલા માળખામાં હોય છે જેને માઈક્રોટ્યૂબુલ્સ કહેવામાં આવે છે.

    આ સિદ્ધાંત અનુસાર, આપણી આત્મા મસ્તિષ્કમાં ન્યૂરોનની વચ્ચે થતા સંબંધ કરતા વ્યાપક છે. વાસ્તવમાં આનું નિર્માણ એવા તત્વોથી થાય છે જેનાથી બ્રહ્માંડ બનેલું છે. આ આત્મા કાળના જન્મથી જ વ્યાપ્ત છે. રિપોર્ટ અનુસાર આ પરિકલ્પના બૌદ્ધ અને હિન્દુઓની એ માન્યતાથી ખૂબ મળે છે કે ચેતના બ્રહ્માંડનું અભિન્ન અંગ છે.

    આ તમામ પરિકલ્પના સાથે હેમરાફનું કહેવું છે કે મૃત્યુ જેવો અનુભવ માઈક્રોટ્યૂબુલ્સ પોતાના ક્વોંટમ અવસ્તા ગુમાવી દે છે પરંતુ આની અંદર અનુભવ નષ્ટ નથી થતા. જો રોગી બચી જાય તો આ ક્વોન્ટમ સૂચના માઈક્રોટ્યૂબુલ્સમાં પરત જાય છે તથા રોગી કહે છે કે તેને મૃત્યુ જેવો અનુભવ થયો છે. હેમરાફનું કહેવું છે કે જો રોગી ઠીક ન થયો અને તેનું મૃત્યું થઈ જાય તો બની શકે કે આ ક્વોન્ટમ સૂચના શરીરની અંદર વ્યાપ્ત છે. આ સૂચના આત્માની જેમ અનિશ્ચિતકાળ સુધી વ્યાપ્ત રહે છે

    Like

    1. માફ કરજો, પણ હું આ વિશે બે-ત્રણ વાત કહેવા માગું છું।
      પહેલું તો જેમ ઉપર બીજા મિત્રોએ લખ્યું છે તેમ ઘણા ડોક્ટરો કે વિજ્ઞાનીઓ પણ આવી ભૂલભરેલી માન્યતાઓથી પર નથી હોતા। એરિઝોનાના કોઈ ડોકટરે લખ્યું હોય માટે તે સાચું એવું માની લેવાનું લોઈ કારણ નથી।
      રોજર પેનરોઝ બહુ જાણીતા વૈજ્ઞાનિક છે, અને એમણે ખગોળશાસ્ત્રમાં ઘણીજ અગત્યની શોધો કરેલી છે। તે નાસ્તિક છે, પણ એવી આશા રાખે છે કે બ્રહ્માંડનો કોઈ હેતુ કે ઉદ્દેશ હશે। તેમની થીયરી તે મગજ કેવી રીતે ચાલે છે તેની છે, નહિ કે આત્માની। પણ આપણા ધર્મગુરુઓની ટેવ મુજબ, વિજ્ઞાનમાં જે કઈ શોધ થાય તેને જમાના-જૂની વાર્તાઓમાં ઢાળી દઈને સાબિતી તરીકે ગણાવવાની આ વાત છે। ડોક્ટર હેમરાફને પૂછવું જોઈએ કે મૃત્યુ બાદ પણ જો આત્મા મગજમાં રહેલા માઇક્રોત્યુબ્યુલ્સ માં રહેતો હોય, તો જયારે એ મગજ અગ્ની માં બળી જાય કે જમીનની અંદર કીડા તેને ખાઈ જાય ત્યારે તે આત્માનું શું થાય છે?
      રહી વાત ક્વોન્ટમ ફીઝીક્સ ની, તો એમ કહેવાય છે કે જો કોઈ એમ કહે કે ‘મને ક્વોન્ટમ ફીઝીક્સ પૂરેપૂરું સમજાય છે” તો તે નક્કી ગપગોળા હાંકે છે તેમ માનવું! એટલેકે, ક્વોન્ટમ ફીઝીક્સ આ દુનિયામાં આંગળીને વેઢે ગણાય તેટલા જ લોકો સમજે છે, અને જે સમજે છે તે તેના આધારે ગપગોળા નથી હાંકતા। હા, જેને પોતાની કોઈ સાચી-ખોટી માન્યતાઓ સાબિત કરાવી છે, કે લોકોને ધૂતીને પુસ્તકો વેચવા છે કે ચેલા મુન્ડવા છે, તે ક્વોન્ટમ ફીઝીક્સ નું નામ લઈને લોકોને પ્રભાવ પાડવા અગડમ બગડમ ઉઠા ભણાવે છે!

      ટૂંકમાં, હેમરાફની પરિકલ્પના એ પરિકલ્પના જ છે અને તેમાં આત્માની સાબિતી હોવાનો પ્રજોગ નહીવત છે!
      વિનયપૂર્વક,
      A. Dave (દવે)

      Like

  11. આત્મા વીશે લગભગ બધું તો સુબોધભાઈએ લખી નાખ્યું છે.

    સુબોધ ભાઈએ જણાવ્યું છે કે શ્રદ્ધા રાખનારે પ્રશ્ર્નો પુછવા નહીં.

    પુત્ર : બાપા આ શું છે?

    બાપા : પુત્ર આ કાળો કાગડો છે.

    આટલી છુટ હોય તો કોઈ હીન્દુ ધર્મ પરીવર્તન કરી ઔરંગજેબના જમાનાથી મુસ્લીમ બની જાય પછી આત્માં કાંઈ ફરક પડે?

    આધાર કાર્ડ કે આઈડી પ્રુફ બાબત રોજ સમાચાર આવે છે. દીલ્લીની કેબીનેટમાં પણ ચર્ચા થાય છે. એવું કાંઈ આ આત્માનું હોઈ શકે?

    દરેક જીવનો આત્મા સરખો હોય કે પછી ઉપગ્રહ, ગ્રહ, તારા અને નીહારીકાની સાઈઝ ઉપર આધાર રાખતો હોય?

    વેદનો નીંદક હોય, કર્મ કે આલોક, પરલોકમાં ન માનતો હોય એને આત્મા હોય?

    કે પછી કાગડા બધે કાળા હોય?

    Like

    1. “વેદનો નીંદક હોય, કર્મ કે આલોક, પરલોકમાં ન માનતો હોય એને આત્મા હોય?”

      તેને આત્મા હોય તો એ બચે નહિ કારણકે બધા ધર્માંનીષ્ઠો તરતજ તેને જીવતો બળી મુકે!

      Like

  12. સુબોધભાઈ આપનો લેખ મેં વાંચ્યો છે.એમ જણાવવા જ કોમેંટ મુકુ છું.
    ગોવિન્દભાઈ,સુંદર લેખ માટે તમને પણ અભિનંદન.

    Like

  13. ગીતાગુરુઓને ટાટા કરી
    રેશનાલીટીને માતા કરી
    પંડિતોને ગોળને પાણીએ ના’તા કરી
    શ્રદ્ધાળુઓને વિચારતા કરી
    દલીલબાજોને ખીંટીએ ટીંગાતા કરી
    આત્મા-આતંકિતોને દુભાતા કરી
    ભિન્ન શાસ્ત્રોની પ્રકીર્ણ જાત્રા કરી
    સુબોધે સુંદર વાર્તા કરી !
    – વિરાફ કાપડિયા

    Like

  14. શ્વાસ હી આત્મા હૈ .ક્યા આપને યહ ગિના હૈ કિ એક મિનિટ મેં આપ કિતને બાર શ્વાસ લેતે હૈં?શ્વાસ જીવન કા પહલા કાર્ય હોતા હૈ ઔર વહી જીવન કા અંતિમ કાર્ય ભી હૈ| ઇસકે મધ્ય મેં સારા જીવન હમ શ્વાસ લે રહે હૈં ઔર ઉસે છોડ઼ રહે હૈં પરન્તુ હમ શ્વાસ કે પ્રતિ ધ્યાન નહીં દેતે હૈં

    જીવને શ્વાસ તણી સગાઈ
    જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ
    બાપ કહે બેટો અમારો માતા મંગળ ગાય
    બેની કહે બાંધવ મારો ભીડ પડે ત્યારે ધાય
    જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ
    લીંપ્યું ને ગૂંપ્યું આંગણું ને કાઢવાની વેળા થઈ
    અડશો ના અભડાશો તમે એમ લોક કરે ચતુરાઈ
    જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ
    ઘરની નાર ઘડી ન વિસરે તે અંતે અળગી થઈ જાય
    ભોજો ભગત કહે કંથ વળાવી પંથ પોતાને હાલી થાય
    જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ

    Like

  15. સ્વાગત,

    અભિવ્યક્તિ માં “આત્મા “/ “ચેતના” ની ચર્ચા ચાલી રહી છે ..

    વેદ વ્યાસ રચિત છેલ્લું “ભાગવત પુરણ” ની શરૂઆત “સત્યમ પરમ ધીમાહી” થી હી કરી છે ..

    આમ તો અનાદી કાળ થી આ પ્રશ્ન અન ઉકેલાયેલો રહ્યો છે … તો યે વિશ્વની અનેક વિચાર ધારાઓ જે છેવટે શ્રદ્ધા રીખીને આગળ વધવા પ્રોત્સાહે છે … તે માં સનાતન વિચારધારા અનાદી કાલ થી તે રહસ્યને ઉકેલવાની જે સમજણ આપે છે .. અને જીવનને જીવવાનો જે આધાર અર્પે છે તે શ્રેષ્ઠ /અંતિમ જણાય છે .. બીજી બધી વિચાર-ધારા ને નુલ સ્તોત્ર પણ સનાતન વિચાર ધારા જ પૂરું પાડે છે .. આ સૂર્ય-પ્રકાશ જેવું સત્ય છે .. પછી બીજા પ્રકાશ સ્તોત્ર તેની સામે કૈંજ વિસાત/ગણત્રી માં આવતા નથી ..

    સત્ય ની વાત આવે છે .. ત્યારે મારા વિદ્વાન મિત્ર શ્રી કૃષ્ણ ગોપાલ મિશ્રા એ આબાબતે પ્રકાશ પાડવા પ્રયત્ન કર્યો છે .. જે નીચે મુજબ છે:

    सत्य (absolute, fundamental) और विज्ञान (natural relativity of cause-effect)
    by Das Krishna on Saturday, February 2, 2013 at 9:32am ·

    वैज्ञानिक, सत्य (absolute, fundamental) को खोजने से बहुत डरते हैं। जिस दिन उनकी बुद्धि ने उन्हें सत्य का पता बता दिया वे भौचक्के हो जाते हैं और उनका मन तुरन्त शांत हो जाता है। जब तक वे विज्ञान के तर्क और नाप-तौल में लगे होते हैं उनसे कोई भी इतिहास या किसी भविष्य का कारण जान सकते हो। किन्तु, सत्य के मामले में वे चुप ही रहते हैं। सत्य की कोई परिभाषा या नाप नहीं हो सकती और इस संसार में सब कुछ सत्य ही है। इस सत्य को केवल वैज्ञानिक ही जानते हैं कि वे सत्य को कभी बता नहीं सकते।

    एक पत्थर का भार पृथ्वी पर अलग और चंद्र पर अलग है। वह पृथ्वी जो सभी वस्तुओं को अपनी ओर खींचती है वह पृथ्वी स्वयं ही भारहीन है और सूर्य के चारों ओर घूमती है। किसी पदार्थ की मात्रा क्या है उसे कैसे नाप सकते हैं जब उसकी तुलना करने के लिए कोई ऐसा पदार्थ मिल ही न सका हो जिस पर काल या प्रकृति का प्रभाव न हो? पत्थर को कोई फर्क नहीं पड़ता कि उसका भार पृथ्वी और चंद्र पर किसने क्या तय किया। वह वही है चाहे उसका परिचय लोग कुछ भी देते रहें? यही आत्म बोध है। उस पत्थर की तरह ही सभी जीव का अपना अस्तित्व है और वही एक सत्य सभी को पता है भले ही उन सभी का नाम या पता या उसका संबंध अलग अलग परिस्थितियों में अलग हो जो वह स्वयं तय नहीं करता। सत्य की कोई परिभाषा या नाप नहीं होती किन्तु विज्ञान उसे ही काम-चलाऊ सत्य मान लेता है जिस पर काल या प्रकृति का प्रभाव कम से कम हो, या जिसे सभी अपने अपने इंद्रियों और मन से समान या स्थिर पायें। लेन-देन में, सोने का महत्व इसलिए ही है कि वह प्रतिक्रिया रहित, काल के प्रभाव से मुक्त या अपरिवर्तनीय है। सत्य की अब तक की यही वैज्ञानिक मान्यता है। भगवन वही है जो सदैव स्थिर हैं और वही इस क्रियात्मक संसार के आधार हैं और, उन पर किसी प्रकृति का प्रभाव नहीं होता।

    अक्षर: ब्रह्म परमं
    जो परम है अर्थात जिसका अस्तित्व स्वयं सिद्ध है और जो किसी से तुलना द्वारा हुये नाप पर निर्भर नहीं है।
    ब्रह्म अर्थात सभी कुछ जो विश्व में है और जिसे प्रत्यक्ष देखा और समझने की कोशिश की जा रही है।
    अक्षर: अर्थात जिसे कभी समाप्त नहीं किया जा सकता

    सूर्य का आना-जाना सभी जानते हैं इसलिए इस को सत्य कहते हैं। हर एक जगह दिन की नाप सूर्योदय से ली जाती है। अलग अलग देश में सूर्योदय का समय एक नहीं होता फिर भी सूर्य की गति स्थिर होने के कारण उनका पूर्वानुमान सही होता है। व्यावहारिक कारणो से, सूर्य को भगवान भी कहा जा सकता है। उनके गति की यह प्राकृतिक जड़ता (inertia) संसार में समय की परिभाषा बनाती है। वैज्ञानिक जो प्रकृति के नियम को जानना चाहते हैं उनके आदर्श सूर्य या पृथ्वी या जल या किसी भी एक नियम पर स्थित देवता ही हैं।

    सत्य जो सदैव स्थिर है या मन और इंद्रियों के द्वारा सभी के लिए एक समान है उसी को आधार मान, पूर्वानुमान करने का विवेक ही विज्ञान है। मन और इंद्रियों से सत्य को जान लेना असंभव है जबकि उसे आधार बना सभी जीव संसार में एक दूसरे पर विश्वास या परिस्थितियों का पूर्वानुमान करते रहते हैं। जो विज्ञान, सत्य के जितना ही समीप जायेगा, उसकी विश्वसनीयता उतनी ही अधिक होगी। इस लिए, वैज्ञानिक और विज्ञान का एक मात्र लक्ष्य सत्य की प्राप्ति ही है।

    सभी जीव अपनी अपनी मन और बुद्धि से उसी सत्य या परम सत्य या भगवन या परम आत्मा का ही चिंतन करते हैं। सत्य किसी विज्ञान पर निर्भर नहीं है जैसे कोई शहर बसा हुआ है। और वहाँ पहुँचने के अलग अलग मार्ग या विज्ञान की धाराएँ बनती रहती हैं। जब वहाँ पहुँच जाते हैं तब मार्ग या ज्ञान-विज्ञान अपने आप समाप्त हो जाता है। आइन्स्टाइन, गांधी, टैगोर …. मित्र इसलिए बने कि उनके अलग अलग वैज्ञानिक मार्ग एक हो, सत्य से मिल गए।
    Krishna Gopal Misra
    India Tel : 093 124 01302

    આશા છે … ઉપર ની વાત થી મર્મ ઉકેલાશે ..

    શૈલેશ મહેતા
    +91 94084 91925

    Like

    1. જે માણસે એમ કહ્યું હોય કે “वैज्ञानिक, सत्य (absolute, fundamental) को खोजने से बहुत डरते हैं।” તેની એ પછી બીજી કોઈજ વાત સંભાળવાનો અર્થ નથી રહેતો કારણકે તે માણસ તદ્દન અક્કલ વગરનો બકવાસ જ કરે છે! તે માણસ કોઈક જુદી જ પોતે ઉપજાવી કાઢેલી દુનિયામાં જીવે છે જે સત્ય હકીકત કરતા તદ્દન ભિન્ન છે। વિજ્ઞાનીઓ જ absolute, fundamental સત્યની ખોજ કરે છે, જયારે પંડિતો પૈસા ની તેમ જ પાવર ની!

      Like

  16. સુબોધ શાહનો લેખ એક પોસ્ટરૂપે.

    અનેકે વાંચી, જુદા જુદા અભિપ્રાયો આપ્યા.

    અનેક “આત્મા છે જ નથી” જેવો ભાવ દર્શાવે છે.

    અને સુબોધભાઈ પણ વિજ્ઞાનનો સહારો લઈ અંતે કહે છે તેનો ભાવ છે>>>સમયના વહેણમાં અનેક શોધો દ્વારા બધા જ ધર્મોને “ગંભીર માર પડ્યો છે”….અને બધાજ ધર્મોનો અંતીમ આધાર છે “શ્રધ્ધા” !..અને “આત્મા” એ માનવીની એક “કલ્પના” છે.

    Matter cannot be created or destroyed, but can be only changed from one form to another !

    And similarly..

    Energy can not be created or destroyed but can be changed from one form to another !

    આ રહ્યા વિજ્ઞાનના પાયા.

    એ પાયાની સમજમાં પણ ઘણા ફેરફારો આવ્યા…મારો કહેવાનો મતલબ એક જ “વિજ્ઞાન પાસે પણ કદી ના બદલાય એવું સનાતન સત્ય નથી”.

    પ્રથમ વિચાર છે>>>જગતમાં છે અનેક “જીવીત” અને “અજીવીત” ચીજો..આ બંનેમાં “ધાતુંઓ” યાને “મેટર” તો છે જ પણ ફરક એટલો જ એકમાં “શક્તિ”યાને “પ્રાણ”

    આ પ્રાણ શું છે ?

    કોઈએ પ્રતિભાવમાં લખ્યું કે આત્મા જેવું કાંઇ નથી ..જે સમજ વિગેરે છે એ તો “બુધ્ધિ” છે…તો, બુધ્ધિ અને નર્વસ સીસ્ટમ એટલે જીવવું યાને “પ્રાણ” કે પછી “હ્રદય” એટલે પ્રાણ ?

    ચાલો…હવે વિજ્ઞાનની શોધોમાં નજર નાંખીએ તો “બીગ બેન્ગ ટીઓરી”….જુના વિચારો ખોટા થયા.

    અને “યુનીવર્શ” તરફ નિહાળીએ તો “આપણી મીલ્કી વે ગેલેક્ષી”…આ તો કદાચ નાની હશે..અને એના જેવી કે મોટી અનેક “ગેલેક્ષીઓ” છે…જેનું વિજ્ઞાન અલ્પ જાણે છે….એક સુર્ય જેવા તારા દેખાતા અનેક સુર્યમંડળો….એથી માનવીએ ( આ જગતના “ઈનટેલીજન્ટ” પ્રાણી) જે જાણ્યું તેના કરતા “અજાણેલું” ઘણું જ છે….જે માટે કલ્પના પણ ના કરી શકાય,,,એવા સમયે માનવીએ કબુલાત કરવી રહે છે કે કોઈ કે કાંઈ “પરમ શક્તિ” હશે જ. આવી કબુલાત જ “યોગ્ય” કહેવાય..ચાલો આ પરમ શક્તિને નામ આપો….વિજ્ઞાનીકો જે કહે તે…કોઈ “ભગવાન” કહે તો શું ?

    તો, ચાલો ફરી”પ્રાણ” તરફ….એને “આત્મા” કહો તો ? એ જ “શક્તિ” કે “એનરજી” !

    વિષ્વ પ્રખ્યાત “આઈએનસ્ટાઈન”પણ એની જીવન યાત્રામાં “ગોડ” છે એવો સ્વીકાર કર્યો હતો…..આવા સ્વીકારથી માનવી પોતાને “ભગવાન”માની બેસે એવી મુર્ખતાથી બચે છે..અને વિજ્ઞાનના પંથે આગેકુચ કરતો રહે છે.

    અહી માનવ એની “અપુર્ણતા”નો સ્વીકાર કરે છે !

    જેને જેવી સમજ…મેં ફક્ત મારી સમજ લખી છે !

    >>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you all on Chandrapukar !

    Like

    1. Einstein on 24 March 1954:
      “It was, of course, a lie what you read about my religious convictions, a lie which is being systematically repeated. I do not believe in a personal God and I have never denied this but have expressed it clearly. If something is in me which can be called religious then it is the unbounded admiration for the structure of the world so far as our science can reveal it.”

      Like

      1. On another occasion, Einstein said, “If I have to define God, then to me HE would be sum total of all the laws of nature.”

        All science has been doing all along is finding the laws of nature and defining them. Remember, science has not said “The End”. and will never do so. The scientific quest is endless.

        Like

  17. બીન ગુરૂ જ્ઞાન કહાઁ સે પાઊં દીજો જ્ઞાન હરી ગુન ગાઊં.. સુન મોરે વ્યાકુલ મન કી બાત.. મન તરપત હરી દરશન કો આજ… મોરે તુમ બીન બીગરે સઘરે કાજ.. હો.. ઓ.. બીનતી કરત હું… રખીયો લાજ…. મન તરપત હરી દરશન કો આજ..

    શકીલ બદાયુની એ લખેલ અતી નમ્ર અભિપ્રાય- “બિનતી” સ્વિકારવાની અપેક્ષા સાથે ,

    જ્યારે કોઈ બાબત કે વિષય માં કોઈ અધિકૃત વ્યાખ્યા કે અભિપ્રાય ન હોય ત્યારે સૌથી વિસ્તૃત,સમ્રૃદ્ધ મનાતું ” ભગવદ્ ગોમંડલ જ્ઞાન કોષ જ વધુ – કદાચ નહીં ચોક્કસ વિશ્વસનિય ગણાય! વિષય મારા રસનો છતાં ગહન હોઈ ,મારી કોઈ ટીપ્પણી વગર – કૉપી – પેસ્ટ કરું છું.” હું ” કોણ છું ? એનો ઉત્તર મેળવવા જાતને,પોતાનાં અંગતનાને સમગ્ર સંસાર ને ભૂલનારની શોધ પુરી થાય તે પહેલાં.. એમનું આયખું પુરું થયાના જ દાખલા જાણ્યા છે !કદાચ.. ” અભિવ્યક્તી” આ પ્રશ્ન નો કાયમી ઉત્તર આપી શકે !!

    આત્મા
    ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
    ૧. पुं. અગ્નિ; દેવતા.
    ૨. पुं. અહંકાર; ગર્વ; અભિમાન.
    ૩. पुं. અંત:કરણ; મન; હ્રદય.
    ૪. पुं. આકડાનો છોડ; અર્ક.
    ૫. पुं. ( પુરાણ ) એ નામનો એક દેવ.
    ૬. पुं. ચિત્રકનું ઝાડ.
    ૭. [ સં. અન્ ( શ્વાસ લેવો ] पुं. જીવ; શરીરનું ચેતન; પ્રાણીમાં રહેલું પ્રાણદાયક તત્ત્વ; શરીરમાંનો અમર પદાર્થ; જીવાત્માં વ્યષ્ટિ જીવ એટલે બધા નહિ પણ એકેક જીવ. તે જન્મ, અસ્તિત્વ, વૃદ્ધિ, અપક્ષય એટલે ઘટોડો, પરિણામ અને વિનાશ એ છ ભાવ વિનાનો હોવાથી દરેક શરીરમાં જુદો, વિભુ એટલે બધે ઠેકાણે રહેલ, નિત્ય, કર્તા અને ભોગવનાર છે. આત્મા જ્યારે સુખદુ:ખ વિકારથી બંધાયેલો હોય ત્યારે તે ક્ષેત્રજ્ઞ એટલે શરીરમાં રહેલો જીવાત્મા કહેવાય અને એ વિકારથી છૂટો થાય ત્યારે તે જ પરમાત્મા કહેવાય. જીવ શરીરના દરેક અંગમા અને બ્રહ્મ સંસારના દરેક અણું અને અવકાશમા રહેલ છે. ચાર્વાકો ચૈતન્યવાળા દેહને અને તેના કેટલાક શિષ્યો ઇંદ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ અને અહંકારને આત્મા માને છે. વૈશેષિક દર્શનમાં આત્માને એક પદાર્થ માની પ્રાણ, અપાન એટલે ગુદા વાટે નીકળતો વાયુ, નિમેષ એટલે આંખનો પલકારો, ઉન્મેષ; જીવન;, મન, ગતિ, ઇંદ્રિય, ભૂખ, તરસ, તાવ, પીડા, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્રેષ અને પ્રયત્નને આત્માનાં ચિહ્ન માન્યાં છે, એટલે કે જ્યાં પ્રાણ વગેરે ચિહ્ન દેખાય ત્યાં જ આત્મા હોય. ન્યાયકાર ગૌતમ મુનિના કહેવા મુજબ ઇચ્છા, દ્રેષ, પ્રયત્ન, સુખ, દુ:ખ અને જ્ઞાન એ આત્માનાં ચિહ્ન છે. સાંખ્યમાં તે અકર્ત્તા, સાક્ષીભૂત અને પ્રકૃતિથી જુદો એવો એક ઇંદ્રિયોથી ન સમજાય એવો પદાર્થ છે. યોગશાસ્ત્રમાં તેને કલેશ, કર્મવિપાક અને આશય હોય એમ કહેલ છે. વેદાંત મતે તે કાયમી, શુદ્ધ, જ્ઞાની બ્રહ્મના વિશેષ અંશવાળો કહેલ છે. જેની શરૂઆત અને અંત અવસ્થાનું જ્ઞાન નથી હોતું એવા એક વર્ણન ન થઈ શકે એવા પદાર્થ તરીકે આત્માને બુદ્ધદેવ વર્ણવે છે. ઉત્તરીય બૌદ્ધોના માનવા મુજબ તે એક શુન્ય પદાર્થ અને જૈનોના મતે તે કર્મનો કર્તા; ફળનો ભોક્તા અને પોતાનાં કર્મથી મોક્ષ અને બંધનને પામનાર એક રૂપ વિનાનો પદાર્થ છે. મીમાંસકો આત્માને કર્મનો કર્તા અને ફળનો ભોક્તા એવો એક સ્વતંત્ર ઇંદ્રિયોથી ન સમજાય એવો પદાર્થ માને છે. તેનાં કારણ પરત્વે જુદાં જુદાં નામ પડેલ છે. જેમકે, ગમન કરે માટે હંસ; આકાશમાં સુર્ય રૂપે ફરે તેથી શુચિષત્; સર્વમાં વ્યાપી રહેલ હઈ વસુ; વાયુરૂપ આકાશમાં ચાલે માટે અંતરિક્ષસત્; અગ્નિરૂપે હોવાતી હોતા; પૃથ્વી ઉપર ચાલનાર હોવાથી વેદિષત્; સોમરસરૂપ થઈ કળશમાં રહે માટે દુરોણસત્; મનુષ્યમાં રહેલ હોવાથી નૃષત્; દેવોમાં હોવાથી વરસત્; સત્ય તેમ જ યજ્ઞમાં હોવાથી ઋતસત્; આકાશમાં ચાલતો હોવાથી વ્યોમસત્ પાણીમાં શંખ, છીપ મકર વગેરે રૂપે ઉત્પન્ન થતો હોવાથી ગોજા; યજ્ઞ વગેરે રૂપથી થતો હોવાથી અબ્જા; વ્રીરિ, યવાદિ રૂપે પેદા થવાથી ગોજાં; યજ્ઞ વગેરે રૂપથી થતો હોવાથી ઋતુજા; પર્વતોમાંથી નદી વગેરે રૂપે થતો હોવાથી અદ્રિજા.
    વધુ –

    ૧. આત્મા ઠંડો હોવો = સંતોષાવું. ૨. આત્મા કલ્પાવો-સતાવવો = (૧) તપ કરવું. (૨) પોતાને દુ:ખ આપવું.
    ૮. पुं. તેજ; નુર; પાણી.
    ૯. [ સં. અત્ ( વ્યાપવું ) ] पुं. પરમાત્માં બ્રહ્મ. તે જગતમાં બધા જીવમાં વ્યાપી રહેલો હોવાથી તે આત્મા કહેવાય છે.
    વધુ –

    આત્મા પરમાત્મા = મહાન ઇશ્વર.
    ૧૦. पुं. પંડ; પોતે.
    ૧૧. पुं. પુત્ર; દીકરો. આત્મા પુત્ર રૂપે અવતરવાનું મનાવાથી તે આત્મા કહેવાય છે.
    ૧૨. पुं. પુરુષોત્તમ ભગવાન.
    ૧૩. पुं. પોતાના જ તેજથી પ્રકાશતું જ્ઞાન.
    ૧૪. पुं. બુદ્ધિ; સમજશક્તિ.
    ૧૫. पुं. ભૂખ; ક્ષુધા.
    વધુ –

    આત્મા ઠંડો થવો = (૧) ભૂખ મટવી; પેટ ભરાવું (૨) સંતોષ થવો; તુપ્તિ થવી.
    ૧૬. पुं. મનુષ્ય; માણસ.
    ૧૭. पुं. મૂર્તિ; આકૃતિ.
    ૧૮. पुं. મૂળ સ્વભાવ; પ્રકૃતિ.
    ૧૯. पुं. યત્ન; મહેનત.
    ૨૦. पुं. લક્ષણ; ખાસિયત.
    ૨૧. पुं. વાયુ; પવન.
    ૨૨. पुं. શરીર; દેહ
    વધુ +
    ૨૩. पुं. સંભાળ.
    ૨૪. पुं. સાર રૂપે રહેલું તત્ત્વ; સત્ત્વ.
    ૨૫. पुं. સૂર્ય; સૂરજ.
    ૨૬. पुं. હિંમત; ધૈર્ય.
    ૨૭. पुं. હોજરી; પેટ.

    Like

    1. “” હું ” કોણ છું ? એનો ઉત્તર મેળવવા જાતને,પોતાનાં અંગતનાને સમગ્ર સંસાર ને ભૂલનારની શોધ પુરી થાય તે પહેલાં.. એમનું આયખું પુરું થયાના જ દાખલા જાણ્યા છે !”

      જો કોઈ ધાર્મિક શાસ્ત્રોમાં ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરે, તો આયખું પૂરું જ થાય! જો ખરેખર તેનો ઉત્તર જણાવો હોય તો વિજ્ઞાન અને આધુનિક રેશનલ નાગરીકશાસ્ત્ર નો અભ્યાસ કરે તો એકાદ દાયકામાં સમજી જાય! બાકી આયખું બગાડવું હોય તે જ ધાર્મિક શાસ્ત્રોમાં ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરે!

      Like

      1. શ્રી દવે સાહેબ,

        જો કોઈ ધાર્મિક શાસ્ત્રોમાં ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરે, તો આયખું પૂરું જ થાય! જો ખરેખર તેનો ઉત્તર જણાવો હોય તો વિજ્ઞાન અને આધુનિક રેશનલ નાગરીકશાસ્ત્ર નો અભ્યાસ કરે તો એકાદ દાયકામાં સમજી જાય! બાકી આયખું બગાડવું હોય તે જ ધાર્મિક શાસ્ત્રોમાં ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરે!

        વૈજ્ઞાનિકોએ આજીવન શોધખોળ કરી અને તો યે કેટલીયે થીયરીઓ હજુ અધુરી અને અપુર્ણ પડી છે. એક વૈજ્ઞાનિકનું કાર્ય જ્યાંથી અધુરું રહ્યું હોય ત્યાંથી બીજા વૈજ્ઞાનિકે આગળ ચલાવવું પડે છે. તેવે વખતે આપ શેના આધારે કહો છો કે હું કોણ છું નો ઉત્તર એક દાયકામાં મળી જાય.

        આપ કેટલા દાયકાથી વિજ્ઞાનો અભ્યાસ કરો છો?

        આપના મત પ્રમાણે વિજ્ઞાન પાસેથી હું કોણ છું નો આપને શું ઉત્તર મળ્યો છે?

        સવિનય,
        અતુલ

        Like

  18. સુબોધભાઈએ બધાના આત્મા હલાવી નાખ્યા..હહાહાહા વડીલ અમૃત હજારી ગુજરાતી ફોન્ટમાં લખશે તો અમારા આત્માને શાંતિ મળશે.

    Like

    1. @ : Bhupendrasinh Raol : મારા આત્માએ મારા ખોડીયાને ધમકી આપી છે…..ચાલ્યા જવાની…….મદદ જોઈએ છે….આત્માને…

      Like

  19. Mananiya Snehi Shri Bhupendrasingh Raolji,

    Aapka prembhara SUGGESTION sar-aankho par.
    For AATMA, Gyani log (Scholars) kahe gaye ham sabse…………Ki……
    (1) wo janmata nahi, wo marta nahi, wo Amar hai, Ajar hai. Tene koi Aakar nathi, Vikar nathi ke Sharir nathi………

    (2) Tene SANTOSH nathi ke ASHANTOSH NATHI….Te bhinjato nathi ke sukato nathi. Tene Bhav nathi ke Abhav nathi. Maru nathi ke taru nathi…….Hun nathi ke tu nathi……
    (3) Te Purush nathi ke Stree nathi ke NAPUNSHAK NAHI HAI.
    (4) Te Hindu nathi,wo Muslim nahi hai, Not Khrishti , Jain nathi ke Buddha nathi. Tene koi pan nyat-jat na bandhan nathi.
    (5) Te Gujju nathi,Te Marathi nathi, Te bangali nathi, tamil nathi, Shrilankan nathi ke not American, Not English, Not French, Not African….and……..
    (6) Te Gujarati nathi bolto, Marathi nathi bolto, not speaking english, Wo Urdu bolta nahi hai, Bangali bolto nahi, ke aa- mani koi pan bhasha lakhto nathi…TE ENGLISH FONT MA NATHI LAKHTO KE GUJARATI KE SANSHKRIT KE URDU FONTMA LAKHATO NATHI………..
    (7) Devanand apani film GUIDE me ek dialog bolta hai…..Na sukh hai…Na dukh hai…..AATMANE SUKH KEVU ane DUKH KEVU ?

    AATMA……AATMA……AATMA…….???????????????????????????????????

    Amrut Hazari..??????????Kon Amrut ane kon Hazari ???????????????AATMA…………………………………..AATMA……………………….

    Like

  20. જીવ ને સમજવા માટે ધર્મને વચ્ચે લાવી ના શકાય. વસ્તુ ને સમજવી અલગ વસ્તુ છે, ધર્મ ફક્ત આસ્થાનો વિષય છે.

    સાદી વાત છે. ભૌતિક અને રાસાયણિક પ્રકિયાઓ થી સમજાવી શકાય છે. પહેલા એ સ્વિકારી લેવું પડે કે બ્રહ્માંડ ની મોટા ભાગ ની પ્રક્રિયાઓ ઑટો છે. એની જાતે ચાલે છે, પહેલી પ્રકિયાના જબાબ રૂપે બીજી પ્રક્રિયા. જેમ કે ગરમીને કારણે વરાળ થાય પછી એનો વરસાદ થયા, એક બીજાના કારણે, એકબીજાના જવાબ રૂપે, એકદમ સાદી ભૌતિક પ્રક્રિયા.
    આમા ક્યારેક અકસ્માત પણ ભાગ ભજવી જાય છે. અકસ્માત માટેના કારણો તો પાછા હોય જ.

    નિર્જીવ પદાર્થ નુ બંધારણ એકદમ સાદુ હોય છે જે થી એમા કોઇ કારણ વગરની પ્રક્રિયા થતી નથી. થાય છે તો પણ ગરમી, ઠંડી, હવા, પાણી કે એના પર લાગતા બળપ્રયોગના જવાબમાં.

    આપણે સજીવની વાત કરીએ. સજીવ પદાર્થ નું બંધારણ અતિ જટિલ હોય છે. એમા થતી પ્રક્રિયાઓ પણ અનેક હોય છે, (અનેક, જટિલ નહી) એ બધી સાદી ભૌતિક અને રાસાયણીક પ્રક્રિયાઓ જ છે.

    અકસ્માતે પૃથ્વિ એવી જગ્યાએ સ્થિર થઈ ગઈ જ્યાં સુર્યની ગરમી જીવને માફક આવે. પૃથ્વિ ઠંડી થતા પાણી મળ્યુ, હવામા કાર્બન ઓક્સિજન અને નાયટ્રોજન મળ્યા. વિજળીના ચમકાર થી જીવને માટેનો ખોરાક બન્યો નાઇટ્રોજન અને હવાના બીજા ઘટકો માંથી. એ ખોરાક જમિનમાં ભળ્યો. જમીન ના ઘટકો સાથે મળી જટિલ પદાર્થો બન્યા જે વર્ષો જતા કોઇ એક સુખદ અકસ્માતે લીલ કે ફંગસ જેવા એક કોષી સજીવ પદાર્થ બન્યા. આ સજીવ એવો જટિલ પદાર્થ છે કે એની અંદર હજારોં પ્રક્રિયાઓ એક સાથે એક બીજાના તલમેલ થી થતી હોય છે. કોઇ પ્રક્રિયા હવા સાથે થઈ ઓક્સીજન લે, કોઇ પાણી સાથે થતી હોય, કોઇ અંદર પાચન માટેની હોય. પણ બધી જ સાદી પ્રક્રિયા. પ્રક્રિયા અનેક હોવાને કારણે જટિલતા લાગે અને કુસરતને માટે અહોભાવ જાગે.પણ આ બધું કુસરતી રીતે સ્વયંચાલિત છે.એમાની કોઇ કામગીરી ખોરવાય કે સમન્વય તુટી જાય તો બાકીની બધીજ કામગીરી અટકી જાય છે. એને આપડે જીવ મરી ગયો એમ કહી શકીએ.

    જેમ આપડે જેમ જેમ મોટો જીવ લેતા જાઈએ એમ એમ જટિલતામાં વધારો માત્ર થાય છે બાકીનું બધું એનુ એજ.

    ક્યાંય થી કોઇ આત્મા આવતો નથી અને પાછો ક્યાં જાતો નથી. વનસ્પતિ સજીવ કે પ્રાણી સજીવમાં મૂળભૂત ફરક નથી એના બંધારણ ને કારણે પ્રાણી ને એક્સ્ટ્રા વતુ મળી છે, એ છે હલન ચલન કી ક્ષમતા. આ ક્ષમતાને ચેતના કે પ્રાણ કે જીવ નામ આ આપી શકાય, એ આંતરિક પ્રક્રિયાઓનો ગોળો છે. મરતી વખતે આ ગોળામા જ પંચર પડે, બધુ અટકી જાય.

    ઉપર ડીએનએની વાત થઈ. એ સેલના કેન્દ્રમા રહેલું રસાયણ છે. સેલ મરી જાય, સુકાઈ જાય તો એના અમુક લક્ષણો બાકી રહે છે જેનો ઉપયોગ પોલિસ મરેલા માણસ ની ઓળખ માટે કરે છે. માબાપ, ભાઈ બહેનના ડીએનએ સાથે સરખાવી લે છે.

    Like

    1. “ક્યાંય થી કોઇ આત્મા આવતો નથી અને પાછો ક્યાં જાતો નથી. વનસ્પતિ સજીવ કે પ્રાણી સજીવમાં મૂળભૂત ફરક નથી એના બંધારણ ને કારણે પ્રાણી ને એક્સ્ટ્રા વતુ મળી છે, એ છે હલન ચલન કી ક્ષમતા. આ ક્ષમતાને ચેતના કે પ્રાણ કે જીવ નામ આ આપી શકાય, એ આંતરિક પ્રક્રિયાઓનો ગોળો છે. મરતી વખતે આ ગોળામા જ પંચર પડે, બધુ અટકી જાય.”

      very well said, sir!

      Like

  21. આત્મા (soul) એ એક સાહિત્યિક કલ્પના સિવાય બીજું કઈ જ નથી। બહુ ઉંચી અને ઉમદા કલ્પના છે, પણ અંતે તો એક કલ્પના જ છે। સભાનતા (consciousness) એ ઉત્ક્રાંતિ દરમ્યાન થયેલા મગજના વિકાસની એક આડ-પેદાશ છે, બસ। આથી વિશેષ કઈ જ નથી। વાર્તા પૂરી!
    A. Dave (દવે)

    Like

  22. શ્રી દવે સાહેબ,
    હું શ્રી Brain Weiss ના સંશોધનોને આધારે કહું છું કે ઘણાં જન્મો હોય છે. શ્રી Brain Weiss હયાત છે. હવે વૈજ્ઞાનીકો કઈ થીયરીને આધારે કહે છે કે તે ગપગોળા ચલાવે છે? તેમણે તો જીવંત વ્યક્તિના ઉદાહરણ દ્વારા સાબીતી આપી છે.

    https://www.google.co.in/search?q=%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AB%88%E0%AA%A8+%E0%AA%8F%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8&ie=utf-8&oe=utf-8&aq=t&rls=org.mozilla:en-US:official&client=firefox-a&channel=fflb&safe=active#hl=en&safe=active&client=firefox-a&hs=sVG&tbo=d&rls=org.mozilla:en-US:official&channel=fflb&spell=1&q=Brian+Weiss&sa=X&ei=WYUQUarqGIzprQfwjIDoDw&ved=0CC0QvwUoAA&bav=on.2,or.r_gc.r_pw.r_cp.r_qf.&bvm=bv.41867550,d.bmk&fp=2fc9495f5415abc8&biw=1024&bih=605

    http://bhajanamrutwani.wordpress.com/2010/03/22/ghana-janmo-ghana-atmao/

    Like

  23. શ્રી દવે સાહેબ,
    હું શ્રી Brain Weiss ના સંશોધનોને આધારે કહું છું કે ઘણાં જન્મો હોય છે. શ્રી Brain Weiss હયાત છે. હવે વૈજ્ઞાનીકો કઈ થીયરીને આધારે કહે છે કે તે ગપગોળા ચલાવે છે? તેમણે તો જીવંત વ્યક્તિના ઉદાહરણ દ્વારા સાબીતી આપી છે.

    https://www.google.co.in/search?q=%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AB%88%E0%AA%A8+%E0%AA%8F%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8&ie=utf-8&oe=utf-8&aq=t&rls=org.mozilla:en-US:official&client=firefox-a&channel=fflb&safe=active#hl=en&safe=active&client=firefox-a&hs=sVG&tbo=d&rls=org.mozilla:en-US:official&channel=fflb&spell=1&q=Brian+Weiss&sa=X&ei=WYUQUarqGIzprQfwjIDoDw&ved=0CC0QvwUoAA&bav=on.2,or.r_gc.r_pw.r_cp.r_qf.&bvm=bv.41867550,d.bmk&fp=2fc9495f5415abc8&biw=1024&bih=605

    Like

    1. માનનીય અતુલભાઈ:
      ધુતારોનો અને મૂરખાઓનો ઈજારો ફક્ત હિન્દુઓએ કે ભારતે જ નથી લીધો, આખી દુનિયામાં છે। વૈજ્ઞાનિકો ઘણી થીયરીઓ અને પ્રેક્ટીકલ્સ કરી, એક-બીજાના સંશોધનો નાણી ચકાસીને પછી કહે છે। ધુતારાઓ પોતાના ગપગોળા હાંકે છે। બ્રાયન વાઈસ એ પુનર્જન્મને યાદ કરાવી આપનારા હજ્જારો ધુતારોમાંનો વધુ એક છે, બીજું કહી નહિ! પુનર્જન્મ યાદ કરાવવાની થેરાપી નો છેતરપિંડીનો ધંધો સૈકાઓ નહિ તો દાયકાઓ જુનો તો છે જ, અને તેમનો આ એક વધુ ધુતારો છે, એટલું જ। એણે બહુ સરસ વાર્તા બનાવી છે કે પહેલા તેમાં માનતો નહોતો અને પછી માનતો થયો। બ્રાયન વાઈસ, જેમ્સ વાન પ્રા, સિલ્વીયા બ્રાઉન, એ બધા પશ્ચિમી ધુતારાઓ છે, જેમ સત્ય સાઈ બાબા જેવા ભારતના છે। તો વળી દીપક ચોપરા તો બે બે દેશોમાં ધૂતે છે! આવા અનેક ફ્રોડ એક પછી એક ઝડપાયા છે, પણ એકાદ ખુલ્લો પડે ત્યાં બીજા ચાલીસ ઉભા થઇ જાય છે। તેની પૈસા માટે છેતરવાની વાતોને આપણે વિજ્ઞાન તરીકે સમજી લેવાની ભૂલ આપણે ના કરીએ તો જ સારું।
      A. Dave (દવે)

      Like

    2. શ્રી દવેસાહેબ,

      એવું તો નથી ને કે જે કોઈ મારા મત પ્રમાણે ન ચાલે તે ધુતારા, બાવા, ઢોંગી. સત્ય માત્ર વૈજ્ઞાનિકો પાસે જ હોય તેવો તો કોઈ વણલખ્યો નીયમ નથી ને? આ તો રેશનાલીઝમ પણ ઝનુનવાદ ન થઈ ગયો કહેવાય? વળી વિજ્ઞાનના નામે ય લોકોને ધૂતવામાં આવતા જ હોય છે. વૈજ્ઞાનિકો જે થીયરી રજુ કરે છે તે સામાન્ય માણસને તો સમજાતી યે નથી અને બધા કાઈ પ્રયોગો કરવા ન બેસી શકે. તો વૈજ્ઞાનિકો જે કાઈ કહે છે તેમાંયે રેશનાલિસ્ટોએ શ્રદ્ધા જ રાખવી પડે છે ને? શું રેશનાલીસ્ટો જાતે પ્રયોગ કરે છે કે વિજ્ઞાન જે કહે છે તેને આંખો મીંચીને સ્વીકારી લે છે? આતો એવું થયું કે શ્રદ્ધાળુઓ – યોગીઓ અને શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખે છે અને રેશનાલિસ્ટો વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખે છે. ધુતારાઓ તો વિજ્ઞાન અને યોગ બંને ક્ષેત્રે છે.

      હું તો વિજ્ઞાન હોય કે શાસ્ત્ર મારી રીતે ચકાસુ છું. માણસને ય મારી રીતે ચકાસું છું. રેશનલિસ્ટો, યોગીઓ, વૈજ્ઞાનિકો કે શાસ્ત્રો કહે છે તે આંખ મીચીને સ્વીકારી નથી લેતો.

      Like

  24. માનનીય અતુલભાઈ,
    આપણે ઘણી બાબતોમાં સહમત છીએ। મને એ ગમ્યું કે તમે દરેક વસ્તુને પોતાની રીતે ચકાસો છો અને વૈજ્ઞાનિક હોય કે બીજું કોઈ, આંખો મીચીને તેમની વાત સ્વીકારી લેતા નથી। એ જ રેશનાલીઝમ નો ખરો અભિગમ છે। હું પણ એમ જ કરું છું અને મોટા ભાગના રેશનલ લોકો એમ જ કરતા હશે। શ્રી ગોવિંદભાઈએ ઉપર પણ ગૌતમ બુદ્ધનું એ જ સુવાક્ય લખ્યું છે।
    આપની વાત સાચી છે કે આપણે કઈ બધા પ્રયોગો કરવા જવાના નથી। પણ વૈજ્ઞાનિકો ફક્ત પ્રયોગો વડે નથી સાબિતી આપતા। તેઓ ભૂતકાળમાં જે કઈ સાબિત થઇ ચુક્યું હોય તેમાં પોતાની નવી થીયરી ફીટ કરે છે, તેની સાથે કેટલા અંશે સહમત છે અને ક્યાં જુદી પડે છે તે દેખાડે છે, અને પછી પ્રયોગો વડે તે સાબિત કરે છે। પછી પોતાનો ડેટા બીજા જેને ચકાસવો હોય તેને ચકાસવા દે છે। બીજા વૈજ્ઞાનિકો પણ તે થીયરી પર પોતાની ટીપ્પણી આપે છે અને તેમાં સુધારા-વધારા કરે છે। અને પછી તેમ નાણી-નાણીને તેમની વાત સ્વીકારાય છે। મોટા ભાગના તેમાંથી પોતાની રોજીંદી નોકરી સિવાય કશું કમાતા નથી।

    તેની સામે આત્મા કે પુનર્જન્મ વિશે “સાબિતી” આપનારાઓના પુરાવાઓ અંતે તો “બાવો બોલ્યા તે બ્રહ્મવાક્ય” પર જ આવીને અટકે છે। હું કહું છું માટે માનો, કે મારા દિમાગી બીમારીવાળા દર્દી એ કહ્યું માટે માનો, એ જરા વધારે પડતી અંધશ્રદ્ધા માગી લે છે, એવું તમને નથી લાગતું? વાઈસ કે ચોપરા એ પોતાના પુસ્તકો ને વિડીયો વેચવા માટે, અને ભોળા કે દુખી લોકોને હજ્જારોની ફી લઈને છેતરવા માટે આ બધા ધંધા કરે છે। અને આ કોઈ નવી વાત નથી, સૈકાઓથી ચાલતું આવ્યું છે। આ લોકો એજ જમાના જૂની છેતરપીન્ડીઓને આજના વિજ્ઞાનના નામે નવા વાઘા પહેરાવીને રજુ કરે છે। અને વિજ્ઞાનને નામે તો એ લોકો જ ધૂતે છે, મોટા ભાગના વિજ્ઞાનીઓ નહિ।

    કઈ નહિ, આપણી વાતમાં થોડું વિષયાંતર થાય છે। શ્રી સુબોધભાઈની મૂળ વાત આત્માની હતી। વૈજ્ઞાનિકોએ સાબિત કરી બતાવ્યું છે કે શરીરમાં જયારે પ્રાણવાયુનો પુરવઠો ખલાસ થાય છે ત્યારે મૃત્યુ થાય છે। વાઈસ કે ચોપરા કે કોઈ શાસ્ત્રોએ રતીભાર પણ સાબિતી નથી આપી કે આત્મા તેવું કોઈ તત્વ છે અને તે શરીર છોડીને આવ-જા કરે છે। તેમની બધી સાબિતીઓ “હું કહું છું માટે માનો” કે “મારા અર્ધ-પાગલ દર્દીએ કહ્યું માટે માનો” કે “આમ માનવાથી તમને સારું લાગશે માટે માનો” એની પર જ આવીને અટકે છે।

    વળી જો આત્મા જેવી કોઈ વસ્તુ હોય તો શ્રી સુબોધભાઈના બીજા પ્રશ્નો તો ઉભા જ છે। આત્મા ફક્ત મનુષ્યોમાં જ હોય છે કે પશુ-પક્ષીઓમાં પણ હોય છે? વન્દાઓમાં? બેક્ટેરિયામાં? વાઇરસમાં? પહેલેથી જ શુક્રાણુઓ માં અને અંડકોષોમાં હોય છે કે પછી શરીર માં પ્રવેશે છે? ક્યારે? એક-કોશી જીવોના વિભાજન વખતે એક આત્માના બે ફાડિયા થાય છે? આ બધા અંગે વિચાર કરીએ તો અંતે તેમની વાત સાચી જ લાગે છે।
    સવિનય,
    A. Dave (દવે)

    Like

    1. શ્રી દવેસાહેબ,

      શાસ્ત્ર પ્રમાણે જીવને ત્રણ શરીર હોય છે.

      ૧. સ્થુળ શરીર
      ૨. સુક્ષ્મ શરીર
      ૩. કારણ શરીર

      સ્થુળ શરીર પાંચ મહાભુતોનું બનેલું હોય છે. જેને વૈજ્ઞાનિકો અન્ય સાધનની મદદથી અવલોકન કરી શકે અને સમજી શકે.

      સુક્ષ્મ શરીર જ્ઞાનેન્દ્રિયો, અંત:કરણ, પ્રાણ અને કર્મેન્દ્રિયોથી બનેલ હોય છે. તે વધારે સુક્ષ્મ હોવાથી તેને અવલોકવા માટે વધારે સુક્ષ્મ સાધનોની જરુર પડે.

      કારણ શરીર અવિદ્યા અથવા તો અજ્ઞાનથી બનેલું છે.

      અત્યારે આપણે જે કાઈ વ્યવહાર કરીએ છીએ તે આ ત્રણે શરીરોની મદદથી કરીએ છીએ. મૃત્યું સમયે સુક્ષ્મ શરીર અને કારણ શરીર ચાલ્યાં જાય છે અને સ્થુળ શરીર અહીં પડ્યું રહે છે.

      અંત સમયે જેવી ભાવના હોય તે પ્રમાણે નવું સ્થુળ શરીર પ્રાપ્ત થાય અને હાલના સુક્ષ્મ અને કારણ શરીર તેમાં ટ્રાન્સફર થાય.

      આવું થાય છે તો અનુભવાતું કેમ નથી? તેનું કારણ એટલું જ છે કે સુક્ષ્મ શરીરને અને કારણ શરીરને અવલોકવા માટેના સાધનો હજુ સામાન્ય માનવીઓ અને વિજ્ઞાન વિકસાવી શક્યું નથી. અલબત્ત મૃત્યું વખતે એટલે કે ખોળીયું બદલતી વખતે તે બદલનારાને તેનો અનુભવ થાય. ત્યાર બાદ સ્મૃતિ પર પડદો એટલે પાડવામાં આવે કે જેથી નવો જન્મ નવેસરથી પૂર્વજન્મના રાગ દ્વેષ વગર જીવી શકાય.

      સાંખ્ય મત પ્રમાણે ત્રીગુણાત્મક પ્રકૃતિના ત્રણ ગુણો ૧. સત્વ ૨. રજસ ૩. તમસ છે. શંકરાચાર્યજી સદાચાર સ્તોત્રમાં કહે છે કે:

      શુદ્ધ સત્વગુણ ભોક્તા, ભોગાનાં સાધનં રજ:
      ભોગ્યં તમો ગુણં પ્રાહું: આત્મા ચૈષા પ્રકાશક:

      જીવ માત્રમાં જે કાઈ ભોગ થાય છે તે સત્વ ગુણ કરે છે. રજોગુણ ભોગ ભોગવવાના સાધન રુપ છે અને તમો ગુણનો ભોગ કરે છે. આ બધી પ્રક્રીયામાં માત્રને માત્ર પ્રકૃતિના ત્રણ ગુણોની એક બીજા સાથે પ્રક્રીયા થાય છે. આ સર્વ પ્રક્રીયાનો પ્રકાશક આત્મા છે. તે કોઈ પણ પ્રક્રીયામાં ક્યારેય ભાગ લેતો નથી.

      જડની વ્યાખ્યા કરતું એક બીજું સૂત્ર છે:

      યદ દૃશ્ય તત જડં

      જે કાઈ દૃશ્ય છે તે સઘળું જડ છે. સર્વ જડને જોનારો આત્મા દૃષ્ટા છે. દૃષ્ટા કદી દૃશ્ય બનતો નથી. આત્માને કદી જોઈ શકાશે નહી તે અન્ય સર્વને જુએ છે. આત્માને અનુભવી શકાય કારણ કે તે જ આપણું સાચું સ્વરુપ છે. તેને માટે કોઈની પર અવલંબન રાખે ન ચાલે. જાતે પ્રયોગ કરો, જાતે ધ્યાન કરો અને અનુભવ કરી લ્યો. આત્માની ચર્ચા ન થઈ શકે આત્માના સદભાવથી સઘળી ચર્ચા થાય. આત્માને શોધી ન શકાય સઘળી શોધ આત્માના સામર્થ્યથી થાય છે.

      આ વાત કહેવા માટે શાસ્ત્ર પર શ્રદ્ધા રાખવી પડે (તમારી ભાષામાં અંધશ્રદ્ધા). શાસ્ત્રના રચયીતાઓમાં મેં ઉપનિષદો, ભગવદ ગીતા અને શંકરાચાર્યજીને પ્રમાણ માન્યા છે. આ શાસ્ત્રોના દૃષ્ટાઓ કોઈ ગપગોળકો નહોતા. ઋષીઓએ ધ્યાન દ્વારા અનુભુતીથી સંપન્ન થયા પછી મંત્રો આપ્યાં છે. શ્રીકૃષ્ણ અને વેદવ્યાસજી કોઈ આજીવીકા કમાવા માટે આવું બધું નથી નથી કહી ગયાં. શંકરાચાર્યજીનું જીવન ચરીત્ર ભવિષ્યમાં રજુ કરીશ આપને ઈન્ટરનેટ પરથી યે વાંચવા મળી જશે.

      અહીં વિજ્ઞાનનો વિરોધ નથી પણ વિજ્ઞાને હજુ ક્યાં સુધી પહોંચવાનું છે તેનું દિશા સૂચન છે. ક્યારેક બ્લોગ પર શંકરાચાર્યજીનું જીવન ચરિત્ર રજુ કરીશ ત્યારે તેમના જીવનની અલૌકિક વાતો જાણશું.

      અધ્યાત્મને અનુભવ સાથે સંબંધ છે. તેમાં જાતે જ પ્રયોગ કરવા પડે. હું ભોજન કરુ અને તમને પોષણ ન મળે તેમ મારો અનુભવ તમને કામ ન લાગે.

      વિજ્ઞાનની શોધ ખોળો જે તે દેશની સરકારો વૈજ્ઞાનિકોને ઉંચા પગારે રોકીને કરતી હોય છે અને તે શોધખોળની પેટન્ટ મેળવીને વૈજ્ઞાનિકો અઢળક કમાણી કરતાં હોય છે. યોગીઓએ અને ઋષીઓએ પોતાની કોઈ પેટન્ટો લીધી નથી અને સામાન્ય ભીક્ષા પર રહીને તેમની સાધનાઓનો લાભ સમાજને વહેંચી આપ્યો છે.

      Brain નું ઉદાહરણ તો એટલે આપ્યું કે તે તમારી વચ્ચે રહે છે. તે પણ હજુ આપણાં યોગીઓ પાસે પાશેરામાં પહેલી પૂણી સમાન જ છે.

      ભગવદ ગીતામાં યોગીઓ માટે એક આખું પ્રકરણ છે. તેમાં અર્જુનને યોગી બનવા માટે આહ્વાન આપાવામાં આવ્યું છે. તેવે વખતે અર્જુન કહે છે કે આ યોગ ઘણો મુશ્કેલ લાગે છે અને અધવચ્ચે જ પૂર્ણતા પ્રાપ્ત કર્યાં પહેલા મારું મૃત્યું થાય તો શું?

      તેના જવાબ માં શ્રી કૃષ્ણ કહે છે કે ફરી પાછો તેનો જન્મ પવિત્ર અથવા તો શ્રીમંત ઘરોમાં થશે અને પૂર્વજન્મના સંસ્કારથી અવશ્ય યોગ કરશે.

      બેક્ટેરીયા અને અન્ય સજીવો વિશે હું શાસ્ત્રના આધારેય કશું જાણતો નથી તે માટે વિજ્ઞાનના સંશોધનો મને ઘણાં મદદરુપ થશે અને તે સંશોધનોનો લાભ પણ માનવ જાત લઈ શકશે.

      અહી ફરી એક વખત કહેવાનું મન થાય છે કે યોગીઓ અને સામાન્ય ભીખમંગા બાવાઓના અંત:કરણના વિકાસમાં ઘણો મોટો તફાવત હોય છે. જેવી રીતે આપણે વૈજ્ઞાનીકોને માન્પૂર્વક જોઈએ છીએ તે રીતે તેમની સાથેય વિનમ્રતાથી વર્તતા અને તેમને માટે યોગ્ય શિષ્ટ ભાષા વાપરતા સભ્ય મનુષ્યોએ શીખવું જોઈએ. રેશનાલીઝમ કોઈને ઉદંડ અને અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરવાનું પ્રમણપત્ર નથી આપતું.

      નમ્રતાપૂર્વક
      અતુલ

      Like

      1. માનનીય અતુલભાઈ:
        મેં પહેલા લખ્યું હતું તેમ આપણે ઘણી બાબતમાં સહમત છીએ તો ઘણી બાબતમાં અસહમત પણ રહી શકીએ, ખરું કે નહિ? આપે જે સ્થૂળ અને સુક્ષ્મ શરીર વિશે કહ્યું છે તે હજારો વર્ષ પહેલાની જાણકારી પ્રમાણે સારું કહેવાય, પણ આજે આપણે જે જાણીએ છીએ તેના પરથી તો બાલીશ કલ્પના જ વર્તાય છે। કયા પાંચ મહાભૂત? જળ, વાયુ, અગ્નિ, અવકાશ, ભૂમિ? આપણું શરીર તો કાર્બન, હાઇડ્રોજન, અને ઓક્સીજન ના અણુઓ ની વિવિધ શ્રુન્ખાલાઓનું બનેલું છે, તેમાં અગ્નિ અને અવકાશ ક્યાં આવ્યા? બધીયે ઇન્દ્રિયો પણ આ જ અણુઓની બનેલી છે। અવાજના મોજા કાનમાં “હથોડી, એરણ, પેન્ગડા” પર પડે ત્યારે અવાજના મોજાનું electrical pulse માં રૂપાંતર થાય છે અને તે pulse મગજ સુધી પહોંચે છે। આ કર્ણેન્દ્રીય। તેવી જ રીતે બીજી ઇન્દ્રિયો નું પણ। તેમાં સુક્ષ્મ શરીર ક્યાંથી આવ્યું? ફરી કહું છું કે બે-પાંચ હાજર વર્ષ પહેલા જેણે કલ્પના કરી તેને દાદ આપવી પડે। પણ આજે તે વાતોને કલ્પનાતીત વાતો કરતા વધુ મહત્વ આપવાનું કોઈ કારણ જણાતું નથી।

        કોઈએ પાંચ હાજર વર્ષ પહેલા ત્રણ શરીર કલ્પ્યા। આજે કોઈ સાત કલ્પાશે, તો કાલે કોઈ બાવીસ। તેનો મતલબ એવો નહિ કે વિજ્ઞાને તે કલ્પનાઓને સાચી સાબિત કરવા ઉપકરણો શોધવા પડે, કે કેમેય કરીને ખોટી સાબિત કરાવી પડે। જવાબદારી કલ્પના કરનારની છે કે સાબિત કરે। અને મારા-તમારા જેવા સુજ્ઞ વાચકોની છે કે જ્યાં સુધી એ કલ્પનાઓ સાચી સાબિત ના થાય ત્યાં સુધી તેની ઉપર વિશ્વાસ ના કરે।

        જુના સમયના ઘણા ઋષીઓ એ એ સમયના વૈજ્ઞાનિકો જ હશે (બધા નહિ, પણ ઘણા). તેમણે આધુનિક સાધનો વગર ઘણું જાણવા પ્રયત્ન કર્યો હતો અને ઘણી કલ્પનાઓ પણ કરી હતી। પણ આજે હજારો વર્ષ પછી, આપણે તેમની કલ્પનાઓને independently મુલવી શકીએ તેમ છીએ ત્યારે “જુનું તેટલું સારું”, “શાસ્ત્રોમાં કહ્યું છે માટે સાચું”, કે “બાવો બોલ્યા તે બ્રહ્મવાક્ય” માનીને તે જૂની કલ્પનાઓને વળગી રહેવાનો કોઈ જ અર્થ નથી।

        આદિ શંકરાચાર્ય પૈસા માટે કશું નહોતા કરતા, પણ તેમને પાવરની, પોતાનો કક્કો ખરો કરવાની, શાસ્ત્રોની વાતોને ફરી પ્રચલિત કરવાની, બૌદ્ધ પ્રણાલીને ભારતમાંથી દૂર કરવાની, એવી ઘણી એષણાઓ હતી। કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી। પણ માનવસહજ પોતાનો કક્કો ખરો કરવાની તેમની power struggle હતી જ તેમાં કોઈ શંકા નથી। ઘણી રીતે એ મહાન હતા, પણ ઘણી રીતે માનવ-સહજ વર્તન હતું। અને તેમણે કહ્યું/ કર્યું માટે તે સાચું તેમ માની લેવાને કોઈ કારણ નથી। અને આજના શંકરાચાર્યોની તો વાત જ જવા દો। પૈસા અને પાવર માટે ખૂન પણ કરાવી ચુકેલા છે, અને તે સાબિત થઇ ગયેલું છે।

        પોતાનો વિકાસ કરતા અને ફક્ત લોકસેવા કરતા યોગીઓ જરૂર આદર ને પાત્ર છે। અને ઘણા ભીખમંગા બાવાઓને પણ માનવ-સહજ આદર આપવો જોઈએ એવી મારી માન્યતા છે। પણ વાઈસ કે ચોપરા જેવા સંપૂર્ણ ધૂતારાઓને કોઈ જ આદર આપવાની જરૂર જણાતી નથી। તે ઢોંગીઓ ભોળા કે દુખી લોકોનું રીતસરનું શોષણ જ કરે છે। અને છેતરપીન્ડી દ્વારા લાખો-કરોડો નહિ, પણ અબજો કમાય છે।
        સવિનય,

        Like

  25. વીવેક, વીચાર અને વીજ્ઞાનનાં ત્રણસો વર્ષના એકધારા પ્રહારોથી બધા ધર્મોને તાર્કીક રીતે ગંભીર માર પડ્યો છે. એમના ફીલસુફોએ જવાબો આપવાના નીષ્ફળ યત્ન કર્યા છે
    ——————–
    સાચી વાત.
    લેખની શરૂઆત આમ કરેલી છે …
    અધ્યાત્મજ્ઞાન (અધી+આત્મા) એટલે કે આત્મા વીશેનું જ્ઞાન.
    ધર્મોને જવા દો ; પણ અનેક તત્વ ચિંતકો અધ્યાત્મને ચેતનાની અંદરની તરફનું જ્ઞાન ગણાવે છે . વિજ્ઞાન જડ તત્વ અને શક્તિનું જ્ઞાન છે.
    અધ્યાત્મ વિશે ચર્ચા કરવી હોય તો , તે અનુભવના આધારે કરી શકાય – તર્કના આધારે નહીં. અને વિજ્ઞાનના તર્કના આધારે તો નહીં જ. હજુ સુધી વિજ્ઞાન જિવંત તત્વ શું છે – એનો કોઈ કણ કે એ કઈ શક્તિનો પ્રકાર છે – તે શોધી શક્યું નથી. જ્યારે શોધી કાઢશે ત્યારની વાત જુદી છે.
    સૌ રેશનાલિસ્ટ વિચારકો એ બાબત પર તો જરૂર સંમત થશે કે, કુદરતમાં જણાતી ઘટનાઓનું બારીક અવલોકન, પ્રયોગ અને તેના આધાર પરથી અજમાવાતા તર્ક (Hypothesis) આ ત્રણ પાયાની પદ્ધતિ પર વિજ્ઞાન રચાયેલું છે.
    આથી જે કોઈ વ્યક્તિ આ બાબત ચર્ચા કરવા માંગતી હોય તેણે આધિભૌતિક બાબતો અંગે પ્રયોગો કરવા અને અનુભવો લેવા જોઈએ.

    ઉપર ચર્ચા કરનારાઓની જાણ સારૂ …

    આ પ્રતિભાવ લખનાર જણ પણ એક કાળે પોતાને રેશનાલિસ્ટ / નાસ્તિક ગણાવતો હતો. પણ ત્રણ વર્ષના પ્રયોગો અને સ્વાનુભવના આધારે આ ત્રણ લેખ લખ્યા હતા…
    ઘડપણ, શારીરિક અને માનસિક
    http://gadyasoor.wordpress.com/2011/08/15/old_age/

    બે મહિના પછી
    http://gadyasoor.wordpress.com/2011/09/08/after_2_months/

    પ્રાણાયમ
    http://gadyasoor.wordpress.com/2011/10/07/breathing_exercise/

    ( આ લેખોમાં શારીરિક ફાયદા વર્ણવ્યા છે; માનસિક ફાયદા એનાથી અનેક ગણા છે; પણ તે અંગત હોઈ, તે જાહેરમાં પ્રકાશિત કરવા માંગતો નથી.)
    હવે આપ સૌને વિનંતી કે, આવા પ્રયોગો કરો અને એ કર્યા બાદ તમારા શરીર અને માનસમાં આવેલા કે નહીં આવેલા ફેરફારોની ચર્ચા કરો .
    બાકી તર્ક લડાવીને ડ્રોઈંગ રૂમ ચર્ચાઓ જ કરવાની હોય તો તેમાં મને રસ નથી.

    Like

    1. માનનીય સુરેશભાઈ:
      વિજ્ઞાનના એક-બે બીજા પાયા પણ છે। આપે જે લખ્યું છે તે તો છે જ – બારીકાઇ ભર્યું અવલોકન, તેના પરથી બનાવેલું hypothesis, અને તે hypothesis સાચું છે કે ખોટું તે જાણવા માટે કરેલા પ્રયોગો। પણ ત્યાં વાત અટકી જતી નથી। જે કોઈ hypothesis હોય તેના અંગે થીયરી હોવી જોઈએ અને તે થીયરી વિજ્ઞાનની બીજી બધી સાબિત થયેલી થીયરીઓ સાથે સહમત થવી જોઈએ, અથવાતો જ્યાં જુદી પડતી હોય ત્યાં વધુ પુરાવા આપવા પડે। વળી, જે કોઈ ડેટા ના આધારે તે થીયરી ઘડાઈ હોય કે hypothesis ની ચકાસણી થઇ હોય, તે ડેટા બધાને તપાસવા આપવો પડે। બીજું કોઈ જુદો તર્ક કાઢે તો પોતાનો તર્ક refine કરવો પડે। બીજા વિજ્ઞાનીઓ પોતાની મેળે તેવા પ્રયોગ ફરીથી કરે અને તેમના એકસરખા જ results આવે તે પણ જરૂરી છે। આ બધાય વિજ્ઞાનના પાયા છે।

      કોઈ પણ વ્યક્તિના જાત-અનુભવ તે આમાંના એકબે પાયા જ પુરા પાડે છે। માટે જ વિજ્ઞાન માં સ્વાનુભવ કરતાં મોટિ સંખ્યાના અને કાળજીપૂર્વક કન્ટ્રોલ કરેલા પ્રયોગો પર વધુ ભાર મુકવામાં આવે છે। મને ખબર છે કે એક વાર જેને જાત અનુભવ થાય તેને પછી વિજ્ઞાન ની વાતો નથી ગમતી। પણ ગમે તેટલા અનુભવો થાય, જો ઉપરના બીજા બધા પાયા ન હોય તો તેને વૈજ્ઞાનિક સાબિતી તરીકે ન ખપાવી શકાય।

      મેં આપના લેખો વાંચ્યા। કસરત, યોગાસનો (stretching), નિયંત્રિત શ્વાસક્રિયા (પ્રાણાયામ), relaxation, અ બધીયે ક્રિયાઓના લાભ હવે સર્વસ્વીકૃત અને સર્વસામાન્ય છે। આપની વાત સાચી છે કે આ ક્રિયાઓ શરીર અને મન બંને ને મદદ કરે છે। અને વિજ્ઞાન બહુ સારી રીતે સમજાવે છે કે કેમ આ ક્રિયાઓ લાભ કરે છે। પણ આ ક્રિયાઓથી લાભ થાય તેને આત્મા કે પરમાત્મા સાથે કઈ જ લાગતું-વળગતું નથી। એ બધું જીવશાસ્ત્ર (biology) ના નિયમો પ્રમાણે જ થાય છે। તેથી આ ક્રિયાઓની આસ-પાસ ગુંથાયેલું એ જ જૂની આધ્યાત્મની વાર્તાઓનું જાળું પણ સાચું હશે એમ માની લેવાનું કોઈ કારણ જણાતું નથી। આપણા કે કોઈના પોતીકા અનુભવો, હજારો વર્ષ જૂની કલ્પનાશીલ વાતો, કોઈએ પૈસા કે પાવર માટે ફેલાવેલા જુઠાણા, અ બધુયે સત્યની આસ-પાસ ગૂંચવાડો ઉભો કરે છે। વિજ્ઞાનનો એ જ ફાયદો છે કે તે ગૂંચવાડામાંથી સત્યને જુદું તારવી આપે છે।
      વિનયપૂર્વક,
      A. Dave (દવે)

      Like

      1. Dear Mr. A. Dave,
        You are good, real good. You have in depth understanding of many subjects, specially the fundamentals of science. On top of that you make time available to respond to so many comments without getting tired. Your efforts are commendable. How about writing some articles for Abhivyakti?

        Like

  26. બે અંગત અનુભવો જણાવવા માંગુ છું।

    1) મારા પિતાજીનું મૃત્યુ થયું ત્યારે હું એમનાથી પંદર મિનીટ દુર હતો। હું હોસ્પિટલ પહોચું ત્યાં સુધી ડોકટરે એમનું ફેફસું/હૃદય ચાલુ રાખ્યા હતા। હું પહોચ્યો અને તરત ડોકટરને પૂછ્યું કે આ શું કરો છો? તો એમણે એવું કહ્યું કે એમનું શરીર ચાલુ રાખીએ છીએ તમે આવો ત્યાં સુધી। પિતાજીનું મગજ પંદર મિનીટ પહેલા જ કોઈ કારણસર કામ કરવાનું છોડી એમનેમ બેઠું હતું। ભલે એને ઓક્સીજન/લોહીનો પુરવઠો મળતો રહ્યો હતો।

    2) મારા દાદા 84 વર્ષની ઉંમરે કોઈજ બીમારી વગર મૃત્યુ પામ્યા, નારંગીનો રસ પીતા – પીતા। જ્યારે એક દુરના 60 વર્ષી સબંધીને અકસ્માત થયો। એમના શરીરને એટલે ગંભીર ઈજાઓ પહોચી હતી કે ડોકટરે સતત 18 કલાક મગજથી લઈને હાથ-પગના હાડકા સુધીના ઓપરેશન તત્કાલ કરવા પડ્યા। એમનું મગજ સુધ્ધા એ હદે નુકશાન પામ્યું હતું કે ડોક્ટર પોતે 1% બચવાની આશા રાખતા હતા। ત્યાર બાદ, 6 મહિના એ ક્યારે મૃત્યુ પામશે એ નક્કી નહોતું। અને હવે, બે વર્ષે જુદા-જુદા ઓપરેશન બાદ એ કડે -ધડે છે।

    હું આ ઘટનાઓનું પૃથક્કરણ કરું તો એવું લાગે છે કે આપનું જે શરીર દેખાય છે એ ઉપરાંત કૈક એવું છે જે હજી વિજ્ઞાન સમજી નથી શક્યું। એનો મતલબ એ નહિ કે વિજ્ઞાન શોધી નહિ શકે। કદાચ આપણા મગજમાં કોઈ પ્રોગ્રામિંગ છે જે નક્કી કરે છે કે કઈ-કઈ પરિસ્થિતિમાં કામ બંધ કરવું। એ પ્રોગ્રામિંગ શેના પર આધાર રાખે છે એ પણ કોઈ નથી જાણતું। અધ્યાત્મ/યોગ વડે એ જાણી શકાય છે, હું એ કરી રહ્યો છું। પણ જ્યારે છાતી ઠોકીને અનુભવે કહી શકું ત્યારે જણાવી શકું।

    હા, બાકી હિંદુ વિચારધારા મુજબ પર્વત/નદી/વાદળ/આકાશ/પથ્થર સુધ્ધા આત્મા/ચૈતન્ય ધરાવે છે। કદાચ, આ બ્રહ્માંડમાં મૂળભૂત તત્વ જ એવું છે કે એનો સમૂહ બનાવો એટલે એ ચૈતન્યના ગુણધર્મ બતાવે। એ સમૂહ કોઈ ગુણધર્મ આધારિત વધુ કે ઓછું ચૈતન્ય ધરાવે છે એમ કહી શકાય।

    Like

  27. આત્માનું દર્શન કે જ્ઞાન હીન્દુ, જૈન, બૌદ્ધ ધર્મમાં અલગ અલગ છે.

    સાંખ્ય, નૈયાયીક, મીમાંસા, ઋગ્વેદ, બૃહદારણ્યક, મનુની સ્મૃતી બધામાં આત્માનું દર્શન અલગ અલગ છે.

    એક આત્મા માટે જેટલા દર્શન એટલા મત છે અને દરેક જણ કહે છે મારો આત્મ દર્શન જ સાચો છે.

    Like

    1. આત્મામ સોલ , રૂહ …
      શબ્દો જ શબ્દો ..
      અધ્યાત્મ એ અનુભવવાની વાત છે – શબ્દ રમતની નહીં – જે સ્થાપિત ધર્મો અત્યાર સુધી કરતા આવ્યા છે.
      રેશનાલિસ્ટો પણ એવી જ કોઈક શબ્દ રમત નથી કરી રહ્યા? છાતી પર હાથ મૂકીને કહો – તમે આ બાબત શા પ્રયોગો જાત ઉપર કર્યા છે?
      મારા નાનકડા અનુભવો જાતે પ્રયોગો કરીને ખોટા સાબિત કરો તો સૂંઠ ધાવણમાં મળી જાણું.
      ————-
      બાકી ધર્માચાર્યો સામે ભરી સભામાં મૂઠભેડ કરવાનીય તમારી હિમ્મત છે ખરી? અને કદાચ ત્યાં તો કરી શકશો. સિદ્ધ યોગીઓની સાથે કરવાની તમારી ઓખાત છે?

      Like

      1. માફ કરજો, પણ હજુ એક-બે વર્ષ પહેલા જ કોઈ જાણીતા સીદ્ધયોગીએ ટીવી પર લાઈવ ચમત્કાર કરી બતાવવા પ્રયત્ન કર્યો હતો અને તદ્દન નિષ્ફળ ગયો હતો। પોતાની તાંત્રિક સિદ્ધિઓ વડે કોઈને મારવાનો પ્રયત્ન કર્યો હતો અને કઈ જ કરી શક્યો નહોતો।
        કોઈ તેની લીંક મૂકી આપશે તો આનંદ થશે।

        Like

      2. —–બાકી ધર્માચાર્યો સામે ભરી સભામાં મૂઠભેડ કરવાનીય તમારી હિમ્મત છે ખરી? અને કદાચ ત્યાં તો કરી શકશો. સિદ્ધ યોગીઓની સાથે કરવાની તમારી ઓખાત છે?—-

        Shree Sureshbhai,

        These are rather harsh words. Very unfortunate.

        To answer your question, yes some of us would take up that challenge. The simple and fair condition would be that we get to sit at the same level and not at the feet of any Guru. Now, who could guarantee that the “chelas” of such Guru would not resort to violence during the course of the discussion cum debate? My experience tells me that no Chella likes anyone challenging his/her Guru’s views.

        Like

      3. માનનીય ગડાભાઈ , સુબોધ ભાઈ અને ગોવિંદ ભાઈ,
        આપ સૌની લાગણી દુભવવા બદલ ક્ષમાયાચના. આપની વાત સાચી છે કે, એ જમાત રાજકારણીઓથી સહેજ પણ ઉતરે એવી નથી.
        પણ એટલું જરૂર કહીશ કે, એવા ધધુપપૂઓની વચ્ચે સાચા સાધકો પણ છે.
        સ્વાર્થી અને લોભી ડોક્ટરો વિશે સૌ કોઈ જાણે છે ;પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદના ગુણો / ફાયદા પણ ઘણા છે …. પણ એટલે આખું એલોપથી શાસ્ત્ર નકામું છે – એવો નિષ્કર્શ કાઢીએ – એમાં વિવેક નથી.
        ——
        એક સમયે રેશનાલિસ્ટ અને લગભગ નાસ્તિક એવા આ જણને પોતાના બ્લોગ પર ‘અધ્યાત્મ’ વિશે લખવા આ સંવાદથી પ્રેરણા મળી છે. લખીશ.
        એટલી વિનંતી કરીને આ છેલ્લી કોમેન્ટની સમાપ્તિ કરું છું કે, કોઈક વિવેકપંથી માત્ર તર્ક કે દલીલો નહીં પણ યોગ અને અધ્યાત્મના નિષ્પક્ષ અને પ્રામાણિક પ્રયત્ન / પ્રયોગો કરી; સ્વાનુભવ થકી આ જણને માનવ સમાજ માટે બહુ ઉપયોગી લાગેલ આ વિજ્ઞાન વિશે સંશોધન કરશે તો સમાજની ઘણી મોટી સેવા થશે.

        Like

    2. મીત્રો, ગીતામાં વર્ણશંકર શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે.

      સમાચારોનું પૃથ્થકરણ, પ્રેમનું પૃથ્થકરણ, કોમેન્ટનું પૃથ્થકરણ, સબંધોનું પૃથ્થકરણ, સંગીતનું પૃથ્થકરણ એમ આત્માનું પૃથ્થકરણ કરીએ તો વેદ ઉપનીષદમાંથી બનેલી ગીતા એ વેદ નીંદક કહેવાય. હવે ઉંદરો બીલાડીને ઘંટ બાંધે છે અને … ઉંદરના પાંજરામાં સાપ પુરાઈ જાય છે…

      Like

  28. શ્રી દવેસાહેબ,

    જરુર. ઘણી બાબતમાં આપણે અસહમત રહી શકીએ. જો આપણે એક બીજા સાથે સંપૂર્ણ સહમત થઈ જઈએ તો ચર્ચાએ શેની કરીએ? 🙂

    શાસ્ત્રીય કલ્પના પ્રમાણે
    પાંચ મહાભૂત પ્રકૃતિના તામસ અહંકારમાંથી બને છે. તેનો અર્થ તેમ થયો કે જ્યાં જ્યાં પદાર્થ હોય ત્યાં ત્યાં તામસ અહંકાર હોવાનો.

    તામસ અહંકારમાંથી આકાશ ઉદભવે છે અને તેનો ગુણ શબ્દ છે. તેનો અર્થ તેમ થયો કે જ્યાં આકાશ ન હોય ત્યાં શબ્દ હોઈ ન શકે.

    આકાશમાંથી વાયુ ઉદભવે છે. તેનો ગુણ સ્પર્શ છે. તેથી વાયુમાં શબ્દ અને સ્પર્શ બે ગુણ હોય છે. વાયુ વગર સ્પર્શ શક્ય નથી.

    વાયુમાંથી અગ્નિ ઉદભવે છે. તેનો ગુણ રુપ છે. તેથી અગ્નિમાં શબ્દ, સ્પર્શ અને રુપ ત્રણ ગુણ હોય છે. અગ્નિ વગર રુપ શક્ય નથી.

    અગ્નિમાંથી જળ ઉદભવે છે. તેનો ગુણ રસ છે. તેથી જળમાં શબ્દ, સ્પર્શ, રુપ અને રસ ચાર ગુણ હોય છે. જળ વગર રસ શક્ય નથી.

    જળમાંથી પૃથ્વી ઉદભવે છે. તેનો ગુણ ગંધ છે. તેથી પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રુપ, રસ અને ગંધ તેમ પાંચ ગુણ હોય છે. પૃથ્વી વગર ગંધ શક્ય નથી.

    આપણું શરીર પાર્થીવ હોવાથી પૃથ્વી તત્વ વધારે હોય છે સાથે સાથે જળ, અગ્નિ, વાયુ અને આકાશ પણ હોય છે. ઉર્ધ્વ લોકના શરીરોના બંધારણો જુદા હોય છે. તે કલ્પનાની વાતો પછી ક્યારેક.

    સુક્ષ્મ અને કારણ શરીર વીશે યોગી કથામૃતમાં આગળ ઉપર પ્રકરણ આવશે ત્યારે અંગુલી નિર્દેશ કરીશ.

    આપણું શરીર કાર્બન, હાઇડ્રોજન, અને ઓક્સીજન ના અણુઓ ની વિવિધ શ્રુન્ખાલાઓનું બનેલું છે, આ બધી શ્રુંખલાઓ પૃથ્વી તત્વમાંથી જ ઉદભવી ગણાય (શાસ્ત્રીય કલ્પના પ્રમાણે)

    જેવી રીતે વિજ્ઞાન માટે આઈન્સ્ટાઈન, ન્યુટન અને તેવા બીજા કેટલાંક મોટા નામો ગણાય તેવી રીતે અધ્યાત્મ માટે આદિ શંકરાચાર્ય, શ્રીકૃષ્ણ, વેદવ્યાસ, પતંજલી મુની, કપીલ મુની, શ્રી કણાદ, શ્રી ગૌતમ વગેરે મોટા નામો ગણાય. શંકરાચાર્યજી પૈસા કે પાવર માટે નહોતા આવ્યા તે વાત સાચી પણ વૈદિક ધર્મનું પુનરુત્થાન કરવા માટે તો તેમનું આગમન જરુર થયું હતુ. શ્રી ગૌતમ બુદ્ધના સમયે જેમ બુદ્ધની આવશ્યકતા હતી અને કર્મકાંડીઓના પાખંડી યજ્ઞો અને પશુબલીને અટકાવવાની આવશ્યકતા હતી તેમ શંકરાચાર્યજીના સમયે વામાચારી અને ધર્મના નામે સ્વેછાચારી બની ગયેલા બૌદ્ધોને હાંકી કાઢવાની યે આવશ્યકતા હતી. બુદ્ધના સિદ્ધાંતો આજેય હજુ ટક્યાં છે પણ બૌદ્ધોને જવું પડ્યું કારણ કે તેમના આચાર શુદ્ધ રહ્યાં નહોતા.

    આજના શંકરાચાર્યોની તો વાત જ જવા દો। પૈસા અને પાવર માટે ખૂન પણ કરાવી ચુકેલા છે, અને તે સાબિત થઇ ગયેલું છે। સાચી વાત છે. તેવી જ રીતે સ્વામી નારાયણના અમુક સંપ્રદાયોમાં ગાદી માટે હત્યાઓ થઈ છે અને સેક્સના સ્કેન્ડલો અર્વાચીન શંકરાચાર્ય (કેશવાનંદ) અને સ્વા.સં. ના યે બહાર પડ્યા છે.

    વાઈસને આદર અમે અહી બેઠા આપતા નથી. તેમનો પુનર્જન્મનો સિદ્ધાંત મારે માટે કામનો હતો તે લઈ લીધો છે. ચોપરાની માયાજાળમાં હજુ હું આવ્યો નથી, તેની તરફ જવાનું થશે ત્યારે સાવચેત રહીશ.

    વિજ્ઞાનને માટે અનંત જીજ્ઞાસા આનંદદાયક છે તેવી રીતે અધ્યાત્મને માટે અનંત આત્મા આનંદદાયક છે. છેવટે બંનેનો હેતુ તો આનંદ જ છે.

    વિજ્ઞાન કદાચ એમ કહેતું હશે કે પ્રકૃતિ પર આધિપત્ય મેળવવાથી આનંદ થાય છે તો અધ્યાત્મ તેમ કહે છે કે સ્વરુપમાં સ્થિત થવાથી અને પ્રકૃતિથી આપણે વાસ્તવિક રીતે સર્વથા અસંગ છીએ તેમ અનુભવવાથી આનંદ થાય છે.

    જુદા જુદા રસ્તે ચાલતા ચાલતા આપણે સહુ કોઈ તે એક આનંદમય ધ્યેયને પ્રાપ્ત કરીએ તેવી અભ્યર્થના.

    સવિનય,
    અતુલ

    Like

  29. આ આત્મા બાબત હારવર્ડના ગ્રંથાલયની નેટ ઉપર મુલાકાત લીધેલ.

    હારવર્ડ ગ્રંથાલય

    The Harvard Library reflects the complete world of scholarship and information. The Library acquires, disseminates, and preserves information in all the forms in which it is created.

    The University’s traditional holdings of nearly 17 million volumes are rooted in the 1638 bequest of 400 books from John Harvard. Today, Harvard has more than 70 libraries gathered into a single system that constitutes the largest academic library in the world.

    Like

    1. હાર્વર્ડ ગ્રંથાલય પર Spirit શબ્દ પરથી Search કરતાં ૨૮૧૪૫ પુસ્તકો મળી આવે છે.

      બહારના જ્ઞાનનો કદી અંત નહીં આવે. બાહ્ય જ્ઞાનની સાથે સાથે આંતરીક અનુભવ માટે મનુષ્યએ આજ નહીં તો કાલેય પ્રયત્નશીલ થવું પડશે.

      મનુષ્યએ સર્વાંગી વિકાસ કરવો હશે તો તેણે જીવનમાં યોગ અને વિજ્ઞાનનો સમન્વય કરવો પડશે. માત્ર વિજ્ઞાન તેને Super Power બનાવશે પણ સારો મનુષ્ય નહીં બનાવી શકે. માત્ર યોગ દ્વારા તે સમાજથી વિમુખ થઈ જશે.

      Like

  30. Snehi Shree Govindbhai,
    Here is my wish after receiving the great knowledge from so many well read friends on this current topic. This has no link to the current topic.

    In the begining of the article a TRUTH is quoted. It is the reality of the discussion among scholars…THE QUOTATION told by GAUTAM BUDDHA.

    MY WISH:
    If it is considered to be worth to quote along with the quotation by Gautam Budhha…..” GURU DATTATRAY had made many GURUS..He was open to receive GYAN from all the possible source. Any animal, Any source . May be that source is (This is my thinking) language, country, young, old, white, black, yellow…..OR ANY SOURCE IN THIS UNIVERSE.”

    We, well read friends ( I do not consider myself a Scholar) should be open to receive knowledge from any source…because WE ARE WELL READ AND OPEN MINDED.

    Hope my thinking is sensible.

    Thanks.

    Amrut Hazari.

    Like

  31. મીત્રો

    યોગ શબ્દ છેતરામણો છે.

    છેલ્લા ૧૦૦-૧૫૦ વર્ષથી એનું નાણાંમા રુપાંતર થઈ ગયેલ છે.

    પતંજલી, હેમચંદ્ર, વશીષ્ઠ, વીવેકાનંદ, અરવીંદે યોગ બાબત અલગ અલગ જણાવેલ છે.

    હાર્ટ, બ્લ્ડ પ્રેશર, ડાયાબીટીઝ, મોટાપણું, વગેરે, વગેરે જેનો કોઈ ઉપાય હોતો નથી એની સાથે આ યોગ શબ્દને જોડી દીધેલ છે.

    યોગસુત્ર, યોગશાસ્ત્ર, ગીતાયોગ, અનાસકતીયોગ, વગેરે યોગ કરતાં ધનલાભયોગ સૌથી ચડીયાતો છે…

    શ્ર્વાસ કેમ લેવો અને બહાર કાઢવો, શરીરના હાથ પગ વગેરેને સુતા, ઉઠતા, બેસતા, ચાલતા, દોડતા કેમ રાખવા એ તો બીલાડીના બચ્ચાને ખબર હોય છે.

    યોગસુત્ર અને યોગશાસ્ત્રમાં આત્મા પરમાત્માને સ્થાન નથી….

    Like

  32. યોગ વ્યવસ્થાનો ઉદય આર્યોના આગમન પુર્વે થયો છે.

    યોગે વેદોની સત્તાને પડકાર ફેંકેલ છે.

    યોગને જૈન સંપ્રદાયની જેમ વિધર્મી સિદ્ધાંત માનવામાં આવે છે.

    Like

  33. મનેતો બૃહસ્પતિ દાદાની વાત ગમે છે, તેના ઉર્દુ વાક્યો હિન્દી લીપીમાં લખું છું.फिल्सफी ब्रुहस्पति का सहायफ़ कहता है की जब इन्सान मरता है तो उसका वजूद ख़त्म हो जाता है उसके जिस्मसे कोई शे बहार निकल कर ज़िदा नहीं रह सकती इन्सान एक गैर फानी रूह नहीं रखता

    Like

  34. Namste sir,   please visit once…..   http://www.dadabhagwan.in   http://www.dadabhagwan.in/vaignanik-ukel/akram-vignan/akram-vignan-par-drashtipat/

    >________________________________ > From: “”અભીવ્યક્તી”” >To: kaushik_desai123@yahoo.in >Sent: Friday, 1 February 2013 9:18 AM >Subject: [New post] આત્મા એટલે શું? > > > WordPress.com >ગોવીંદ મારુ posted: “–સુબોધ શાહ            અધ્યાત્મજ્ઞાન (અધી+આત્મા) એટલે કે આત્મા વીશેનું જ્ઞાન. અંગ્રેજીમાં કહેવું હોય, તો સ્પીરીટ (Soul) વીશેનું જ્ઞાન એટલે સ્પીરીચ્યુઆલીટી .           અધ્યાત્મની બધી ફીલસુફીઓમાં આપણે આત્માનું અસ્તીત્વ માની લઈને (Assume કરીને) જ આગળ ચાલીએ ” >

    Like

  35. સુરેશભાઈએ લખ્યુ છે.
    અધ્યાત્મ વિશે ચર્ચા કરવી હોય તો , તે અનુભવના આધારે કરી શકાય – તર્કના આધારે નહીં. અને વિજ્ઞાનના તર્કના આધારે તો નહીં જ. હજુ સુધી વિજ્ઞાન જિવંત તત્વ શું છે – એનો કોઈ કણ કે એ કઈ શક્તિનો પ્રકાર છે – તે શોધી શક્યું નથી. જ્યારે શોધી કાઢશે ત્યારની વાત જુદી છે.

    બાયોલોજી માં સજીવ અને નિર્જિવ ની બહુ સ્પષ્ટ વ્યાખ્યા કરી દેવામાં આવી છે. ઘણા સજીવ છે એનામાં સ્નાયુ અને મગજ નથી હોતા એટલે પોતાની રીતે હલીચલી શકતા નથી. એક જગ્યાએ પડ્યા પડ્યા એનુ જીવન પૂરુ થઈ જાય છે. વિકસેલા સજીવ, આપણે પણ, સ્નાયુ અને મગજ ધરાવી છીએ એટલે આપણી ઈચ્છા થી કે ઇચ્છા વગર હલી ચલી શકીએ છીએ. હલનચલન માટે ઇચ્છા નહોય તો ચાલે મગજ તો જોઈએ જ. શરીરનુ અમુક કામ નાનુ મગજ કરે છે જે ઇચ્છા વગર કર્યે જાય છે. હ્રદયના સ્નાયુ, ફેફસાના, પાચન તંત્રના, (ફેફસા આપણે ઇચ્છીએ તો અટકાવી શકીયે બાકીના નહી ) ઘણી વસ્તુ પ્રાણીની ઇચ્છા થી થતી નથી. બાકી તો હથપગ, મુંડી ઇચ્છા થી જેમ ઘુમાવવી હોય એમ ઘુમાવી શકાય છે. અને એમા મગજ કામ કરે છે.

    સુરેશભાઈએ જે કણની વાત કરી એ કણ આ મગજ અને સ્નાયુ ની વચ્ચે ફસયેલો છે. માણસ જાત ને સવાલ એકજ વાતનો છે કે પ્રાણી હલે ચલે છે કેમ? એને કોણ હલાવે છે ? કોઇ આત્મા, કોઇ જીવ ? જીવની નિશાની એટલી જ ને કે શરીરનુ હલવું ? આ સંકુચિત સવાલ છે. પ્રારંભિક જીવ કે વનસ્પતિ હલતા નથી, પવન થી હલે એ હલ્યા ના કહેવાય, તો એ જીવ નથી મટી જાતા.

    સ્નાયુના હલન ચલનને સમજાવતો એક પાઠ છે બાયોલોજીમાં. મારી યાદ પ્રમાણે એમા કહ્યુ છે સ્નાયુ તાતણા જેવી પેશીનો સમુહ છે જેના સેલ લાંબી આંગળીઓ જેવા જે. આ બધા જ સેલ જ્ઞાન તંતુના સુક્ષ્મ તાર થી મગજ સાથે જોડાયેલા છે. મગજ ઓર્ડર કરે ત્યારે આપણે બે હાથની આંગળીઓના આંકડા ભીડીએ એ રીતે સેલ એકબીજા સાથે આંકડા ભીડે અને છોડે છે, ઓર્ડર પમાણે અને સ્નાયુને લાંબુ અને ટુકું કરે છે. અને સ્નાયુ પ્રમાણે શરીરના અંગ હલેચલે. આમ સેલ ને શક્તિ જોઈએ જે એણે લોહીમાંથી મેળવેલા ઓકસિજન અને સ્યુગરના દહનથી મેળવે છે. દહનથી પેદા થતા કચરાને લોહીમા ભેળવી દે છે, જે પરસેવા થી બહાર નિકળી જાય છે.ીમા એક એસિડ પણ હોય છે જે જ્ઞાન તંતુને એનુ સ્તર બતાવે છે. સ્તર વધી જાય તો મગજને પીડાનો મેસેજ મળે છે કે હવે આટકવાનું છે. પ્રાણીને એની શક્તિ બહારનુ કામ કરતા અટકાવવાવીની આ કુદરતી યંત્રણા છે. નહી તો પ્રાણી મરી જાય વધુ મહેનત કરીને. ફેફસા કે બીજા આંતરિક ભાગો પ્રાણીના વધુ મહેનત કરવાના ગાંડપણ સાથે તાલમેલ બેસાડી ના શકે.
    આમા ક્યાંય આતમ નો જીવડો દેખાતો નથી. મગજની પ્રક્રિયા માટે ભુપેન્દ્રભાઈએ એક લેખ લખ્યો છે જોઈ લેવું.
    આના સિવાય શરીરના કોઇ બીજે ઠેકાણે જીવડો હોવાના નિશાન હોય તો મને બતાઓ કોશીશ કરું જવાબ ગોતવાની.

    Like

  36. નીચેની લીન્કને કલીક કરો અને વાંચો….

    દસ કીલોમીટર સાઈઝની ઉલ્કાએ છ કરોડ સાંઈઠ લાખ વર્ષ પહેલાં ડાયનાસોરના આત્માનો ૩૦ હજાર વર્ષના ગાળામાં નાશ કર્યો.

    દસ કીલોમીટર સાઈઝની ઉલ્કાએ છ કરોડ સાંઈઠ લાખ વર્ષ પહેલાં ડાયનાસોરના આત્માનો ૩૦ હજાર વર્ષના ગાળામાં નાશ કર્યો………

    હવે ૩-૪ દીવસમાં ૧૫૦ ફુટ સાઈઝની બીચારી ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં ભસ્મ થઈ જશે….


    હવે ૩-૪ દીવસમાં ૧૫૦ ફુટ સાઈઝની બીચારી ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં ભસ્મ થઈ જશે……..

    http://vkvora2001.blogspot.in/2013/02/blog-post_8.html

    Like

  37. આટલા ગંભીર વિષયમાં આટલા બધા મિત્રોને રસ પડ્યો તેનો મને આનંદ છે. મતભેદ હોય એમાં કાંઇ ખોટું નથી, પણ આપણે જૂનું પકડી રાખવાને બદલે મૌલિકતાથી વિચાર કરતા થઈએ તે જ મહત્ત્વનું છે.
    મુખ્ય મુશ્કેલી જો કોઇ હોય તો એક જ છે કે આપણામાં વિજ્ઞાન આવ્યું છે, વૈજ્ઞાનિક માનસ હજી આવ્યું નથી.
    પ્રતિભાવ આપનાર સર્વેનો આભાર. — સુબોધ શાહ.

    Like

  38. અદ્વૈત વાદે બધા જ વાદોનો પરાજય કરેલો. હાલ પણ વૈજ્ઞાનિકો યુનીફાઈડ પાર્ટીકલ થીયેરીની શોધ પાછળ પડેલા છે. આલબર્ટ આઈનસ્ટાઈને પણ યુનીફાઈડા ફીલ્ડ થીયેરી પાછળ પોતાના અંતીમ વર્ષો ખર્ચેલા. આ બંને થીએરીઓ એક છે. દરેક પાર્ટીકલ ને એક ફીલ્ડ હોય છે. આ તેનો ગુણ ધર્મ છે. જે એક અને માત્ર એક જ હોય છે. શંકરાચાર્યે વેદોના આધારે તેને પ્રાણ તત્વ કહ્યું. રામાનુજમે ૨૨+૪=૨૬ પરિમાણોને લગતું ગણિતીય સુત્ર રજુ કર્યું. આ પ્રાણ તત્વ કહો કે સુપર સ્ટ્રીંગ કહો કે મૂળભૂત પાર્ટીકલ કહો, તે એક જ છે. તે જ આત્મા છે અને તેનાથી જ વિશ્વો બનેલા છે. વધુમાટે વાંચો “અદ્વૈતની માયા જાળ …” ભાગ-૧ થી ૫. લીંક treenetram.wordpress.com

    Like

  39. તમારા ગોતમબુદ્ધના વાક્યોની જેમ મારા બ્લોગમાં બૃહસ્પતિના વાક્યો વાંચવા મળે છે

    Like

  40. વેદ, કર્મ, આત્મા, પરલોક, શંકરાચાર્ય, દ્વૈત વાદ, અદ્વૈત વાદ, માયાવાદ, મૃષાવાદ આ બધા અમદાવાદ, મહેમદાવાદ, બેલાપુર, રામપુર, કાનપુર, જબલપુર, નાગપુર, જેવા સમજવા.

    ભલું થાજો કોપરનીક્સ, કેપલર, ગેલેલીયો, ન્યુટન, એડવર્ડ જેનરનો જેમના વીશે આજે આખી પૃથ્વી ઉપરની પ્રાથમીક શાળાના બાળકોને શીખડાવવામાં આવે છે કે પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્ય તારાની આસપાસ ફેરફુદરડી ચક્કર મારે છે અથવા શીતળા જેવા ચેપી રોગને આ મૃત્યુલોકમાંથી વીદાય આપી….

    એ હીસાબે કર્મ, આત્મા, માયાવાદ, મૃષાવાદે અમદાવાદ, બેલાપુર, રામપુર, નાગપુરમાં શીતળા અને પોલીઓના વીષાણુ કે વાયરસને છેવટ સુધી પોષણ આપવાનું કામ ચાલુ રાખી કલંકીત કામ કર્યું….

    Like

  41. “વેદ, કર્મ, આત્મા, પરલોક, શંકરાચાર્ય, દ્વૈત વાદ, અદ્વૈત વાદ, માયાવાદ, મૃષાવાદ આ બધા અમદાવાદ, મહેમદાવાદ, બેલાપુર, રામપુર, કાનપુર, જબલપુર, નાગપુર, જેવા સમજવા.” વોરા ભાઈ, સારો પ્રાસ બતાવ્યો છે. આનંદ થયો.

    પણ જો તમે મારી લીંક ઉપર જશો અને કંઈક મટીરીયલ વાળી કોમેન્ટ કરશો તો જવાબ આપવામાં વધુ મજા પડશે.
    પ્રાસ દ્વારા સત્ય શોધકમાં ખપાવવું કે થવું, રજનીશ જેવા બેવકુફ બાવાઓને શોભે. જેઓ વિજ્ઞાનમાં માને છે તેમને નહીં.
    વધુમાટે વાંચો “અદ્વૈતની માયા જાળ …” ભાગ-૧ થી ૫. લીંક treenetram.wordpress.com

    Like

  42. આત્મા તો છે છે અને છે, ના હોત તો સાઈ બાબાનુ મંદિર આજે ના હોત, ધીકતી કમાણી ના કરતુ હોત, તીરુપતિ બાલાજી, વૈષ્ણોદેવી મંદીર, ગંદકી ફેલાવતા કુંભ મેળાઓ, ગુરુદ્વારાઓ, મસ્જીદો, મક્કા-મદીના, યેરુશલેમ, બૌધ્ધ સ્તુપો, વગેરે આજ સુધી ટકી શક્યા જ ના હોત. જગતનો કોઈ પણ ગરીબ કે ઉગતો ડોક્ટર, ઈંજીનીયર, સાઈંટીસ્ટ પોતાની સફળતા માટે આમાથી કોઈને કોઈનુ અનુસરણ કરતા જ હોય છે. ભારતમાં તો હોય જ છે. મુસ્લીમોનુ તો એવુ જ છે. આ તો તમે લોકોએ આત્મા ન હોવાનો રાગ આલાપ્યો છે.

    પણ સચ્ચાઈ તો એ છે કે આપ સૌ નાસ્તિકતાના આત્માથી ગ્રસીત છો અને બુધ્ધ્નો મત અનુસરવા ચાહો છો જે જાહેર કરે છે કે કદાચ (કદાચ !) આપ સૌ બૌધ્ધ મત અપનાવવા અને ફેલાવવા ઈચ્છો છો એવુ મને લાગે છે.

    આપણે જેવુ વાંચીએ એવો આત્મા આપણા પર રાજ કરવા લાગે છે, પણ આત્માઓ સ્વર્ગના કે નરકના એનો ફોડ પાડવા માટે જ આજે જગતમાં અસંખ્ય ધર્મો હયાત છે, જેને જે ગમે એ લઈ શકે છે.

    Like

    1. આસ્તિક અને નાસ્તિક એટલે શુ?

      સંસ્કૃતના શબ્દાર્થમાં “અસ્તિ ઇતિ કથયતિ સઃ આસ્તિકઃ અને ન અસ્તિ ઇતિ કથયતિ સઃ નાસ્તિક.”
      એટલે કે જે એમ કહે કે “છે” તે આસ્તિક, અને જે એમ કહે કે “નથી”, તે નાસ્તિક.

      પણ શું “છે” અને શું “નથી”?

      આત્મા વિષે એટલે કે પોતા વિષે વાત કરો છો કે પરમ આત્મા વિષે?

      જો પોતાના અસ્તિત્વ વિષે વાત કરતા હો તો આપણું અસ્તિત્વ “છે” અને “નથી”.

      “છે” એટલા માટે કે આપણે આપણું અસ્તિત્વ અનુભવીએ છીએ.

      પણ આપણું અસ્તિત્વ આપણે જે કંઈ અનુભવીએ છીએ તે ઓબ્જેક્ટીવ એટલે કે અંગો જેમાં મગજ પણ આવી જાય છે તેને લીધે છે.

      જો અંગોને એનેસ્થેસીયા દ્વારા નિસ્ક્રીય કરી દઈએ તો આપણે આપણું અસ્તિત્વ અનુભવી શકતા નથી. તેવીજ રીતે સ્વપ્ન વિહીન નિદ્રામાં પણ આપણે આપણું અસ્તિત્વ અનુભવી શકતા નથી. આપણે છીએ છતાં પણ આપણે આપણું અસ્તિત્વ અનુભવી શકતા નથી. એટલે કે આપણે ધારી લીધેલા અસ્તિત્વની અનુભૂતિથી આપણે મનમાની રીતે આસ્તિક કે નાસ્તિક બનીયે છીએ.

      આપણે કોષોના બનેલા છીએ. કોષો અણુઓના બનેલા છે. અણુઓ પરમાણુના બનેલા છે. પરમાણુઓ, ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિગેરેના બનેલા છે. આ બધા વળી ક્વાર્કના બનેલા છે. ક્વાર્ક વળી અંતે તો મૂળભૂત કણ કે મેમ્બ્રેન “સુપર સ્ટ્રીંગ”ના બનેલા છે.

      જો સુપરસ્ટ્રીંગ પોતે સજીવ ન હોય તો તેનો પ્લેન્ક ના અચળની કિમતના આધારે રચાયેલા સુપરસ્ટ્રીંગના સમુદાયો સજીવ કેવીરીતે હોઈ શકે?

      ટૂંકમાં આપણી (બાવાઓ સહિતની) સજીવની વ્યાખ્યા બેવકુફી ભરેલી છે.

      પરમ આત્મા એટલે ઈશ્વર. પણ ઈશ્વર એટલે શું? આદ્વૈતની દૃષ્ટિએ પરમ આત્મા એટલે બધા આત્માઓનો એક સમૂહ એટલે બ્રહ્માણ્ડ પોતે. હવે બ્રહ્માણ્ડ પોતે ભૌતિક નિયમો ને આધિન થઈને વર્તે છે. જો બાવાઓ જો ચમત્કાર કરતા હોય તો તેઓ ભૌતિક નિયમોને આધિન નથી એમ કહેવાય. જો બાવાઓ પોતે એમ કહેતા હોય કે “હું ચમત્કાર કરું છું” તો તમે અચૂક માનો કે તે ઠગ છે. પછી ભલે તે યોગી હોય, શંકરાચાર્ય હોય, બુદ્ધ હોય કે મહાવીર હોય કે બેવકુફ ઠગ રજનીશ હોય.

      વધુમાટે વાંચો “અદ્વૈતની માયા જાળ …” ભાગ-૧ થી ૫.
      લીંક treenetram.wordpress.com

      Like

      1. શ્રી અતુલભાઈ, “ચમત્કારોનો નિયમ”, એમાં મને કોઈ નવો નિયમ જાણવા મળ્યો નથી.

        યુનીફાઈડ થીયેરી પ્રમાણે અને અદ્વૈત વાદ પ્રમાણે મૂળભૂત તત્વ એક જ છે. અને તેનો એક જ નિયમ છે જે આકર્ષણનો છે.

        મૂળતત્વ ધારોકે સુપર સ્ટ્રીંગને ગણીએ, તો તેને કંપન છે. કંપનની ક્રિયાને એમ્પ્લીટ્યુડ અને આવર્તન (ફ્રીક્વવન્સી) હોય છે. બે સુપર સ્ટ્રીંગની વચ્ચે એમ્પ્લીટ્યુડમાં ફેઝ ડીફરન્સ જો ૧૮૦ ડીગ્રી હોય તો તે બે વચ્ચે અપાકર્ષણ થાય. અને જો તે પ્લસ કે માઇનસ ૯૦ ડીગ્રી ની વચ્ચે એટલે કે પહેલા અને ચોથા ક્વાડ્રન્ટમાં હોય તો તે ખુણાના કોશાઇન ની કિમતના પ્રમાણમાં આકર્ષણ થાય. તેવીજ રીતે જો આ ફેઝ ડીફરન્સ નો ખુણો ૯૦ ડીગ્રીથી વધુ અને ૨૭૦ ડીગ્રીથી ઓછો હોય તો તેના કોશાઈનની કિમત જે ઋણ હોય છે તેથી અપાકર્ષણ થાય છે.
        આ પ્રમાણે આકર્ષણ અને અપાકર્ષણ, બે સુપર સ્ટ્રીંગની સાપેક્ષ સ્થિતિ ઉપર આધાર રાખે છે. આ પ્રમાણે જોડાયેલી બે સુપર સ્ટ્રીંગના જોડાણને વળી એક પરિણામી એમ્પ્લીટ્યુડ અને ફ્રીક્વન્સી હોય છે, જેને કારણે તે પરિણામી આકર્ષણ કે અપાકર્ષણ ઉત્પન્ન કરેછે.

        ટૂંકમાં મૂળભૂત ગુણ પણ એક જ છે. જે આકર્ષણ છે. અપાકર્ષણ તે તેનું ઋણમૂલ્ય છે.

        શા માટે સુપર સ્ટ્રીંગને ગુણ છે? કારણ કે ગુણ હોય તો જ અસ્તિત્વ આવે.

        આકર્ષણ બળ (કે અપાકર્ષણ બળ), પ્લેન્ક ના સમીકરણ ને આધારે હોય છે.

        આ ક્રિયા પ્રાયોગિક રીતે સિદ્ધ છે. જો ચમત્કારો અસ્તિત્વ ધરાવતા હોય તો આ વાત ખોટી પડે.

        જો ચમત્કારોની પ્રક્રિયાઓ ભૂતકાળમાં થઈ હોય તો હજી પણ થવી જોઇએ.

        અત્યારે ચમત્કારો કેમ થતા નથી?

        ડૉ. કુવુરે, ચમત્કારોને સિદ્ધ કરવા આવ્હાહન આપેલ. આ ઈનામ હજુ સુધી કોઈ મેળવી શક્યું નથી.

        ઈશ્વર માટે પણ ચમત્કાર કરવા શક્ય નથી. કારણ કે ઈશ્વર ડબલ માપદંડ રાખી ન શકે.

        ઈશ્વર કોઈ રાજકારણી નથી અને તે રાજકારણ રમવામાં કે ખ્યાતિ મેળવવામાં રસ ધરાવતો નથી.

        Like

      2. શ્રી દવે સાહેબ,

        વાસ્તવમાં કોઈ ચમત્કાર હોતો નથી.

        જે નિયમો આપણે જાણતા નથી હોતા તેને ચમત્કાર કહીએ છીએ અને જે જાણતા હોઈએ તેને નિયમો કહીએ છીએ.

        બધી ઘટનાઓ પ્રાકૃતિક છે એટલે જે કાઈ ઘટે તે પ્રકૃતિના સ્વભાવમાં હોય તેટલું જ બને. સમગ્ર પ્રકૃતિને જ્યાં સુધી આપણે ન જાણીએ ત્યાં સુધી આપણી સમજ બહારનું હોય તેને ચમત્કાર ગણીએ. શંકરાચાર્યજી પ્રકૃતિને જાણી ગયાં તો કહી દીધું કે બધું માયાજાળ છે. આપણે નથી જાણતા માટે સાચું માનીને રમીએ છીએ. પ્રકૃતિના કેટ્લાયે ગુણો એવા છે કે જેને આપણે જાણતા નથી અને પાછા આપણે બન્યાં છીએ ય આ પ્રકૃતિ દ્વારા.

        ઈશ્વર સમગ્ર પ્રકૃતિ પર નીયમન ધરાવે છે. યોગીઓ આંશીક રીતે પ્રકૃતિ પર નીયમન ધરાવે છે. જે કાર્ય આપણે ન કરી શકીએ તે પ્રકૃતિ પર નીયમન મેળવ્યું હોવાથી ઈશ્વર કે યોગીઓ કરી શકે ત્યારે લોકો તેને ચમત્કાર ગણે છે.

        ઈશ્વર જ્યારે રાજાનો પાઠ ભજવે ત્યારે તે ય રાજકારણીની જેમ વર્તે છે. શ્રી કૃષ્ણને જ જોઈ લ્યો ને.

        Like

      3. શ્રી અતુલભાઈ,

        તમારી વાત સાચી છે કે પ્રકૃતિના બધા જ ગુણો આપણે જાણતા નથી. પણ તેથી એવું નથી કે જે જુઠાણા છે જે ખ્યાતિ કે ગેરસમજ ને કારણે ફેલાયા હોય તેને સ્વિકારી લેવા.

        આપણે બધા ચાર પરિમાણી દુનિયાને અનુભવી શકીએ છીએ અને વિચારી શકીએ છીએ. પ્રકાશની ગતિ અચળ શા માટે છે તે અગાઉ સમજાવી શકાતું ન હતું. પણ તે પ્રાયોગિક સત્ય હતું. તો પણ તેને ચમત્કાર માનવામાં આવતો ન હતો.

        માણસ પાણી ઉપર ચાલી ન શકે. તે ચાલે તો તેને ચમત્કાર કહેવાય કારણ કે બીજા પણ તેના જેવા જ સંજોગોમાં પાણી ઉપર ચાલી શકતા નથી. પાણી ઉપર ચાલવું કે ડૂબવું તે શરીરનો ગુણ છે. માણસ મનથી પવિત્ર છે કે નહીં તેની ઉપર આવી ક્રીયાઓ આધાર ન રાખી શકે.

        આપના કહેવા પ્રમાણે યોગીઓ આંશિક રીતે પ્રકૃતિ ઉપર નિયમન ધરાવતા હતા કે છે.

        પણ તે વાત બરાબર નથી.

        યોગીઓની આ પ્રકૃતિ તેમના પોતાના મનની પ્રકૃતિની વાત થઈ. કહેવાતા જડ પદાર્થોની ગતિવિધિ ઉપર આપણા મનથી નિયમન ન કરી શકાય.

        સુક્ષ્મ કણો ૨૨+૪ = ૨૬ પરિમાણોમાં જીવે છે. પણ મેક્રો કણો એટલે કે આપણે અને આપણું દ્ર્ષ્યમાન વિશ્વ ચાર પરિમાણોમાં અનુભવાય છે.

        અમુક લોકો ચારથી વધુ પરિમાણોમાં જીવતા હોય અને અનુભૂતિ કરી શકતા હોય તો તેઓ આપણને ચમત્કારિક લાગે. પણ આ શક્ય નથી. કારણ કે ઈશ્વર એવો ભેદભાવ ન રાખે અને ન રાખી શકે.

        કૃષ્ણ એ ઈશ્વર ન હતા. તે પણ હાડમાંસના બનેલા માનવી હતા. તેમણે કોઈ ચમત્કારો કર્યા નથી. તેઓ વિષ્ણુ (સૂર્ય)ના અવતાર હતા તે એક વિશેષણના રુપમાં સમજવાનું છે. આપણે જેમ એક સજીવ છીએ તેમ પૃથ્વિ પણ એક સજીવ છે અને સૂર્ય પણ એક સજીવ છે અને સૂર્ય મંડળ પણ એક સજીવ છે. આપણી ઈન્દ્રીયો વડે આપણે તે અનુભૂતિ ન કરી શકીએ. દરેક સજીવને તેના અંગોના આધારે અનુભૂતિની સીમા હોય છે.

        બ્રહ્માણ્ડ એટલે ઈશ્વર આગળ આપણે સૌ વામણા છીએ. ઈશ્વર કોઈ એક જગ્યાએ હોઈ ન શકે. તે અત્ર તત્ર સર્વત્ર છે. અને તે બ્રહ્માણ્ડોનો સમૂહ છે. તેને કોઈ તેના સિવાય જાણી શકશે નહીં. દરેક બ્રહ્માણ્ડ તેના પ્લેન્ક અચળના મૂલ્યને આધારે રચાય છે. આ મૂલ્ય શૂન્ય થી અનંતનું હોઈ શકે. આ પ્રમાણે બ્રહ્માણ્ડો અનંત હોઈ શકે. પણ આ બધું ગણિતથી જ સમજી શકાશે, શરીર થી નહીં.

        Like

  43. શ્રી દવે સાહેબ,

    તમે ગણીતના નિયમો જાણો છો તો જેઓ જાણતા નથી તેમને વિશેષ લાગી શકો. અંગ કસરતના દાવ કરનારાઓ પોદળાની જેમ પડી રહેનારાને વિશેષ લાગી શકે. અમીરો ગરીબોને વિશેષ લાગી શકે. બુદ્ધિશાળી મુર્ખોને વિશેષ લાગી શકે. રુપાળા લોકો કદરુપાઓને વિશેષ લાગી શકે. ટુંકમાં જે લોકો જે ક્ષેત્રમાં વિશેષતા ધરાવતા હોય તેઓ તે ક્ષેત્રમાં અન્યથી ચડીયાતા લાગી શકે. બધા નિયમો જાણી લેવાથી પ્રકૃતિ પર નિયમન આવી શકતું નથી. જાણવુ અને નીયમન કરવું તેમાં તફાવત છે. મૃત્યુના રહસ્યને જાણનારા મૃત્યુથી છટકી શકતા નથી. નીયમો જાણવાથી તેનો સદુપયોગ કે દુરુપયોગ થઈ શકે અથવા તો તટસ્થ રહી શકીએ.

    શ્રી કૃષ્ણ શું હતા તે વિશે સહુની માન્યતાઓ અલગ આલગ છે. હું તેમને ઈશ્વર માનુ તેથી તમારે માનવાની જરુરુ નહીં તેવી રીતે મારે માનતા અટકી જવાની યે જરુર નહીં.

    આપણે યોગી હોઈએ, વિજ્ઞાની હોઈએ, મુર્ખ હોઈએ, બુદ્ધિશાળી હોઈએ કે કાઈ પણ હોઈએ આપણે જીવીએ છીએ ત્યાં સુધી પ્રકૃતિના નિયમોને અનુસરીને રહેવું પડે. યોગીઓ આ મર્યાદા તોડીને પ્રકૃતિથી પર થવા ઈચ્છતા હોય છે. વિજ્ઞાનીઓ પ્રકૃતિના રહસ્યને જાણીને તેની પાસેથી મહત્તમ ફાયદો ઉઠાવવા ઈચ્છતા હોય છે. સામાન્ય મનુષ્યો તેને આધીન થઈને સુખી દુ:ખી થઈને જીવે છે.

    બધુ ગણીત થી જ સમજી શકાય તો યે શું બધાને ગણીત સમજાશે?

    Like

    1. શ્રી અતુલભાઈ
      હું ગણિત બહુ જાણતો નથી. પણ ગણિત શું શું કરી શકે છે તે સ્વિકારાયેલું વાંચ્યાથી સમજી શકું છું. એક વાત તમારી સાચી છે કે જાણવું અને તેનું નિયમન કરવું બંને જુદી વાત છે. જાણીને નિયમન કરવું કે જાણ્યાવગર પણ નિયમન થઈ શકે? મારા ખ્યાલ પ્રમાણે જાણ્યાવગર નિયમન બરાબર કરી ન શકાય. જેઓને પ્રકૃતિના નિયમોને નિયમનમાં રાખવા માટે પ્રયોગો કરવા પડે અને તેને માટે તેમની પાસે ઉપકરણો પણ જોઇએ. આ બધા માટે વળી નિયમોને બરાબર જાણવા પડે અને તે માટે પાર્શ્વ ભૂમિકા જોઇએ.
      પણ આ બધી તો જનરલીકરણ ની વાતો થઈ. તેનાથી કશું તારવી ન શકાય. જ્યાં સુધી આપણે કોઈ એક નિયમ અને નિયમન ને ચીંધીને ચર્ચા ન કરીએ ત્યાં સુધી બધી હવામાં જ વાતો કરી કહેવાય.

      Like

      1. શ્રી દવે સાહેબ,

        આત્મા વિષેનો વિષય ઘણો ગહન છે. ઉપનિષદ કાળથી આજ સુધી તેના વિશે ક્યારેય એકમતિ સાધી શકાઈ નથી.

        એટલે હવે હાલ પુરતી આ વિષયે ચર્ચા અટકાવીને વીરમીએ.

        નમ્રતાપૂર્વક
        અતુલ

        Like

  44. અવયવોની અદલાબદલી (Organ transplant), કૃત્રીમ પ્રાણીઓ (Cloning), નવગર્ભકોષો (Stem Cells) વીશેનું સંશોધન, વગેરે પ્રયોગોથી વાકેફ હોય એવી કોઈપણ વીચારવન્ત વ્યક્તી આત્માના અસ્તીત્વમાં માની શકે એ આજે અસંભવીત બન્યું છે, સીવાય કે વીજ્ઞાનપુર્વેના કાળના પુરાતન સંસ્કારોને કોઈ પણ ભોગે એ વળગી રહેવા માગતી હોય, અગમનીગમ ને ગુઢવાદ (Mysticism) ને છોડી શકતી ન હોય…… સુબોધ શાહે ઉપર પોસ્ટમાં લખેલ છે.

    Like

    1. શ્રી વી કે વોરાજી, પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોએ કરેલી સજીવની વ્યાખ્યાને વળગી રહી અને પછી તે ખોટી વ્યાખ્યાને આધારે આત્મા પરમાત્મા ને નકારવા તે બરાબર નથી.

      અગમ નિગમ કે ગુઢવાદની પ્રચલિત વાતો એ ધતીંગ છે. ભારતીય તત્વવેત્તાઓ એ આવી કોઈ ધત્તીંગની વાત કરી નથી. જો કોઈએ તેવા અર્થ ઘટનો કર્યા હોય તો તે તેમની વૈજ્ઞાનિક દૃષ્ટિનો અભાવ છે.

      જો સુપર સ્ટ્રીંગ (કે હિન્દુ તત્વવેત્તાઓએ નામ આપેલ પ્રાણતત્વ) જે એક માત્ર બેઝીક એન્ટીટી છે અને તે એક માત્ર આકર્ષણ નો ગુણ ધરાવે છે અને તેનાથી આ સમગ્ર વિશ્વ સર્જાયું, તે વાત સૌ પ્રથમ આઈનસ્ટાઈનને જ સ્ફુરી. પણ હિન્દુ તત્વવેત્તાઓ આ વાત હજારો વર્ષથી જાણતા હતા. અદ્વૈતવાદનું નામકરણ જ આ વાત સિદ્ધ કરે છે. રામાનુજમે વિસમી સદીના પ્રારંભે આપેલ સંઘટકીય સુત્ર દ્વારા આધુનિક વૈજ્ઞાનિકોએ જાણ્યું કે યુનીફાઈડ ફીલ્ડ થીયેરી માટે એક સુત્ર રજુ કરવું હશે ૩+૧ = ૪ વાળી સૃષ્ટિના ખ્યાલોમાંથી મુક્ત થવું પડશે. અને તેથી વૈજ્ઞાનિકોએ ૨૨+૪ = ૨૬ પરિમાણોની કલ્પના કરી જે તેમને રામાનુજમના સુત્રથી ખ્યાલમાં આવી.

      આ સુપરસ્ટ્રીંગ કહો કે ફન્ડામેન્ટલ પાર્ટીકલ કહો કે પ્રાણ તત્વ કહો કે આત્મા કહો કે તેના યુનીવર્સલ સેટને પરમાત્મા કહો, તેમાં કોઈ નાસ્તિકતાની વાત નથી કે અગમનિગમ ગુઢવાત નથી.

      મન, ચિત્ત, વૃત્તિ, બુદ્ધિ, વિચાર, તર્ક, નિર્ણય વિગેરે સ્મૃતિ સાથે સંબંધ ધરાવે છે. સ્મૃતિ એક સમુદાય છે જે પ્રાણ તત્વોનો બનેલો છે. આખું શરીર આવા અનેક જાતના સમુદાયોનું બનેલું છે જે જુદા જુદા કાર્યો કરે છે. આ બધા સમુદાયો પ્રાણ તત્વના બનેલા છે અને સઘળા સજીવ હોવાથી અને જોડાયેલા હોવાથી એકત્વની અનુભૂતિ ઉત્પન્ન કરે છે. આ એકત્વની અનુભૂતિ આપણા શરીર અને તેની રચનાથી અનુભવીએ છીએ. જેમ કોષો આપણા શરીરનો ભાગ છે તેમ આપણે પૃથ્વી, સૂર્યમંડળ, આકાશગંગા અને બ્રહ્માણ્ડ/બ્રહ્માણ્ડોનો ભાગ છીએ. “શિવઃ અહમ્‌ … શિવઃ અહમ્‌””” (( એ સૂત્રની પાછળ રહેલી ફિલોસોફી આ જ છે.

      શંકરાચાર્યે જે કંઈ કહ્યું તે વેદોના આધારે કહ્યું છે. વેદોના સમયમાં ગણિતશાસ્ત્ર કેટલું વિકસ્યું હતું અને વૈજ્ઞાનિક ઉપકરણો અને ટેક્નોલોજી કેટલી વિકસી હતી તે સંશોધનનો વિષય છે. તેથી શંકરાચાર્યે પુનર્જન્મની બાબતમાં તે સમયે પ્રચલિત માન્યતા રજુ કરી હશે.

      અત્યારે તો પુનર્જન્મની વાતો ધતીંગ જ છે કારણ કે મૃત્યુની સાથે સ્મૃતિ નાશ પામે છે. “સ્મૃતિ નાશે બુદ્ધિનાશો, બુદ્ધિ નાશે વિનશ્યતિ” (ગીતા અધ્યાય -૨). મૃત્યુ પછી પણ સ્મૃતિ કોઈ જગ્યાએ સંગ્રહાય છે તે વાત અત્યારે તો બકવાસ જ ગણાય. એન્ટી મેટર વાળું શરીર અસ્તિત્વ ધરાવતું હોય (મીરર સૃષ્ટિ) તો આ વાત શક્ય છે એવું કેટલાક રામભરોસે કહે છે તે હાસ્યાસ્પદ છે, કારણ કે જે વિઘટન આપણા શરીરનું થાય તેજ વિઘટન એન્ટી શરીરનું પણ થાય. જ્યાંસુધી ગણિતથી કે પ્રયોગોથી, સ્મૃતિનું શરીરની બાહ્ય રહેલું અસ્તિત્વ સિદ્ધ ન થાય ત્યાં સુધી પુનર્‌જન્મનો સ્વિકાર ન થઈ શકે.

      Like

  45. શ્રી દવે સાહેબ,

    આપે શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયનો ૬૩મો શ્લોક ટાંક્યો છે :

    क्रोधाद्‍भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः ।
    स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥

    क्रोध से अत्यन्त मूढ़ भाव उत्पन्न हो जाता है, मूढ़ भाव से स्मृति में भ्रम हो जाता है, स्मृति में भ्रम हो जाने से बुद्धि अर्थात ज्ञानशक्ति का नाश हो जाता है और बुद्धि का नाश हो जाने से यह पुरुष अपनी स्थिति से गिर जाता है

    તે વાત ક્રોધના સંબધે સ્મૃતિનાશ અંગે કહેવામાં આવી છે.
    ——————————————————————–
    હવે આપણે છ્ઠ્ઠા અધ્યાયના ૩૭ થી ૪૭ શ્લોકો જોઈએ :

    ( योगभ्रष्ट पुरुष की गति का विषय और ध्यानयोगी की महिमा )

    अर्जुन उवाच

    अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।
    अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥

    भावार्थ : अर्जुन बोले- हे श्रीकृष्ण! जो योग में श्रद्धा रखने वाला है, किन्तु संयमी नहीं है, इस कारण जिसका मन अन्तकाल में योग से विचलित हो गया है, ऐसा साधक योग की सिद्धि को अर्थात भगवत्साक्षात्कार को न प्राप्त होकर किस गति को प्राप्त होता है॥37॥

    कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति ।
    अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ॥

    भावार्थ : हे महाबाहो! क्या वह भगवत्प्राप्ति के मार्ग में मोहित और आश्रयरहित पुरुष छिन्न-भिन्न बादल की भाँति दोनों ओर से भ्रष्ट होकर नष्ट तो नहीं हो जाता?॥38॥

    एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः ।
    त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥

    भावार्थ : हे श्रीकृष्ण! मेरे इस संशय को सम्पूर्ण रूप से छेदन करने के लिए आप ही योग्य हैं क्योंकि आपके सिवा दूसरा इस संशय का छेदन करने वाला मिलना संभव नहीं है॥39॥

    श्रीभगवानुवाच

    पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
    न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति ॥

    भावार्थ : श्री भगवान बोले- हे पार्थ! उस पुरुष का न तो इस लोक में नाश होता है और न परलोक में ही क्योंकि हे प्यारे! आत्मोद्धार के लिए अर्थात भगवत्प्राप्ति के लिए कर्म करने वाला कोई भी मनुष्य दुर्गति को प्राप्त नहीं होता॥40॥

    प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।
    शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥

    भावार्थ : योगभ्रष्ट पुरुष पुण्यवानों के लोकों को अर्थात स्वर्गादि उत्तम लोकों को प्राप्त होकर उनमें बहुत वर्षों तक निवास करके फिर शुद्ध आचरण वाले श्रीमान पुरुषों के घर में जन्म लेता है॥41॥
    अथवा योगिनामेव कुले भवति धीमताम्‌ ।

    एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्‌ ॥
    भावार्थ : अथवा वैराग्यवान पुरुष उन लोकों में न जाकर ज्ञानवान योगियों के ही कुल में जन्म लेता है, परन्तु इस प्रकार का जो यह जन्म है, सो संसार में निःसंदेह अत्यन्त दुर्लभ है॥42॥

    तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम्‌ ।
    यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥

    भावार्थ : वहाँ उस पहले शरीर में संग्रह किए हुए बुद्धि-संयोग को अर्थात समबुद्धिरूप योग के संस्कारों को अनायास ही प्राप्त हो जाता है और हे कुरुनन्दन! उसके प्रभाव से वह फिर परमात्मा की प्राप्तिरूप सिद्धि के लिए पहले से भी बढ़कर प्रयत्न करता है॥43॥

    पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।
    जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥

    भावार्थ : वह (यहाँ ‘वह’ शब्द से श्रीमानों के घर में जन्म लेने वाला योगभ्रष्ट पुरुष समझना चाहिए।) श्रीमानों के घर में जन्म लेने वाला योगभ्रष्ट पराधीन हुआ भी उस पहले के अभ्यास से ही
    निःसंदेह भगवान की ओर आकर्षित किया जाता है तथा समबुद्धि रूप योग का जिज्ञासु भी वेद में कहे हुए सकाम कर्मों के फल को उल्लंघन कर जाता है॥44॥

    प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः ।
    अनेकजन्मसंसिद्धस्ततो यात परां गतिम्‌ ॥

    भावार्थ : परन्तु प्रयत्नपूर्वक अभ्यास करने वाला योगी तो पिछले अनेक जन्मों के संस्कारबल से इसी जन्म में संसिद्ध होकर सम्पूर्ण पापों से रहित हो फिर तत्काल ही परमगति को प्राप्त हो जाता है॥45॥

    तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
    कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥

    भावार्थ : योगी तपस्वियों से श्रेष्ठ है, शास्त्रज्ञानियों से भी श्रेष्ठ माना गया है और सकाम कर्म करने वालों से भी योगी श्रेष्ठ है। इससे हे अर्जुन! तू योगी हो॥46॥

    योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
    श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः ॥

    भावार्थ : सम्पूर्ण योगियों में भी जो श्रद्धावान योगी मुझमें लगे हुए अन्तरात्मा से मुझको निरन्तर भजता है, वह योगी मुझे परम श्रेष्ठ मान्य है॥47॥

    જો આપ ભગવદ ગીતાનો સંદર્ભ લઈને કહેવા માંગતા હો તો પુનર્જન્મને માનવો પડે. નહીં તો આપે માત્ર આપની વૈજ્ઞાનીક થીયરીઓ રજુ કરવી જોઈએ.

    Like

    1. પ્રિય અતુલભાઈ, આભાર.
      ભ્રંશ નો અર્થ નાશ, વિઘટન એટલે ડીકે‌ય્‌ એવો પણ થઈ શકે. મેં, મને જે શ્રેષ્ઠ અર્થ લાગ્યો તે લીધો. તમારી વાત બરાબર છે. ગીતામાં પૂનર્‌ જન્મ નો સ્વિકાર છે. શંકરાચાર્યે પણ પૂનર્‌ જન્મ નો સ્વિકાર તેમના અદ્વૈતવાદમાં કર્યો છે. પણ જે સમજણ આપી છે તે સ્વિકારી શકાય તેમ નથી.
      નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિં તાત ગચ્છતિ. કારણ કે જે બીજાનું ભલું કરે છે તેને સરવાળે લાભજ થાય છે. જો કે શક્યતાના સિદ્ધાંત પ્રમાણે તેને સહન કરવું પડે પણ તે તેને તે સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રહેતો હોવાથી અથવા બીજાને હિત કરવાથી તેની પોતાની અને બીજાઓમાં પોતા પ્રત્યે જે મનોસ્થિતિ ઉત્પન્ન થઈ તેથી તેને બીજી મદદ મળી રહે છે અને તેને આનંદ જ પ્રાપ્ત થાય છેીટલે કે તેની માનસિક સ્થિતિ મૃત્યુ સમયે સુખરુપ હોય છે.

      મૃત્યુ પછી આત્માને શું અનુભૂતિઓ થાય તે આપણે કોઈ જાણી ન શકીએ. કદાચ એટલે જ એવું વીશફુલ થીંકીંગ રાખ્યુ કે સત્કર્મો કરવાથી સારો જન્મ મળશે.

      પુનર્જન્મની શક્યતા કેવીરીતે લગભગ શૂન્ય બરાબર છે તે મેં મારા લીંક પેજ પર લખ્યું છે.

      Like

      1. શ્રી શીરીષભાઈ,

        વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેનો સહુથી મોટો વિવાદ પુનર્જન્મ બાબતે છે. શાસ્ત્ર પ્રમાણે અને અન્ય યોગીઓના ઉદાહરણોથી પુનર્જન્મના પ્રમાણ મળ્યાં છે. વિજ્ઞાન જ્યારે મૃત્યુ સમયે શરીરથી છુટા પડતા પ્રાણની ફોટોગ્રાફી કે વીડીયોગ્રાફી કરી શકશે અને તેની સાથે ક્યાં ક્યાં તત્વો જાય છે તેનું વિશ્લેષણ કરી શકશે ત્યારે તે પુનર્જન્મ બાબતે સ્વીકારશે. અત્યારે શાસ્ત્રને પ્રમાણ માનતો હું તેમને તે સ્વીકારવા માટે જરાય અપીલ કરતો નથી.

        હું દૃઢ પણે માનું છું કે વિજ્ઞાન હજુ ભાખોડીયા ભરતુ બાળક છે અને ધીરે ધીરે વિકસી રહ્યું છે. બુદ્ધિની ચતુરાઈથી બીજું ગમે તે સાબીત કરી શકાય પણ સત્ય જાણવા માટે તો અનુભુતી પ્રમાણ સીવાય બીજું કોઈ વધારે યોગ્ય પ્રમાણ નથી.

        શંકરાચાર્યજી મહારાજે પર કાયા પ્રવેશ દ્વારા સાંસારીક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત યોગેશ્વરજીને અનેક અશરીરી સંતો મળે છે. સાંઈબાબાએ તેમના શરીરનો અનેક વખત માધ્યમ તરીકે ઉપયોગ કરેલો. આ બધી બાબતો આપ તેમના જીવન ચરીત્ર પ્રકાશના પંથેમાંથી swargarohan.org પરથી વાંચી શકશો.

        હવે મહેરબાની કરીને જે બાબતે આપને સંશય હોય તેને ધતિંગ ન કહેશો પણ એટલું જરુર કહી શકો કે વિજ્ઞાન આવી બાબતે સહમત ન થઈ શકે.

        Like

      2. શ્રી અતુલભાઈ, આધ્યાત્મ અને વિજ્ઞાન એવા કોઈ ભેદ પાડવા મને યોગ્ય લાગતા નથી. જ્ઞાન એ જ્ઞાન છે. જે કંઈ જાણ્યું અને વિચાર્યું અને ધારણા કરી તેને અનેકવાર પ્રયોગો કરી ચકાસ્યા વગર સ્વિકારી ન શકાય.

        એક ટીવી ચેનલ ઉપર પૂર્વ જન્મમાં (આત્માને) લઈ જવાના કામ બતાવેલા. એ બધા બનાવટી જ લાગતા હતા. દાખલો એક જ બસ થઈ પડશે.

        જે ભાઈ કે બેન (બરાબર યાદ નથી) જે પ્રયોગ કરતા હતા તેને “એ” કહીશું અને જેને સુવાડેલા તેને “બી” કહીશું.

        પૂર્વજન્મમાં જવું અને વર્તવું એ ક્રિયાને “ટાઈમ ટ્રાવેલ” કહી શકાય. આ કદાચ શક્ય હશે એમ માની લઈએ. પણ કોઈ વ્યક્તિ ટાઈમ ટ્રાવેલમાં જઈને ભાગ ન ભજવી શકે. આ વાત સ્વયં સિદ્ધ છે. કારણ કે જો આવું થાય તો એક વ્યક્તિ ટાઈમ ટ્રાવેલમાં જાય અને રામ પોતે, રાવણને મારે, એ પહેલાં તે વ્યક્તિ જ રાવણને મારી નાખે તો જે રામાયણ લખાઈ ગયું છે તે રામાયણનું શું થાય?

        ઉપરોક્ત ચેનલમાં “એ” વ્યક્તિ “બી”વ્યક્તિને (જે પૂર્વજન્મમાં લઈ જવાયેલી હતી તેને) એર ટીકીટનો નંબર વાંચવાનું કહે છે. અને “બી” પોતાની એર ટીકીટનો નંબર વાંચીને કહેછે.
        “બી” વ્યક્તિ પૂર્વ જન્મના બનાવોનો ક્રમ બદલી ન શકે. જો “બી” વ્યક્તિ આમ કરે તો તેણે બનાવોનો ક્રમ નવો બનાવ્યો કે ક્રમમાં ફેરફાર કર્યો કહેવાય એટલે કે તેણે ભૂતકાળમાં જઈ ભાગ ભજવ્યો ગણાય. આ વાત શક્ય નથી.

        અતુલભાઈ તમારી વાત સાચી છે કે વિજ્ઞાન હજી ભાંખોડીયા ભરે છે. પણ તેનો અર્થ એવો તો ન જ થાય કે જે વાત સાવ ખોટી લાગે પણ આપણને ગમે તેવી છે તેથી તેને આવા બહાના હેઠળ સ્વિકારી લેવી.

        શંકરાચાર્યે પરકાયા પ્રવેશ કર્યો હોય તે વાત સ્વિકારાય તેમ નથી. યોગીઓ આવું કશું કરી ન શકે. યોગીઓ પોતે આનંદ પામી શકે.

        યોગઃ કર્મસુ કૌશલમ્‌. એટલે કે શ્વાસોચ્છવાસને અમુક રીધમોમાં લેવાથી તે દરેક કોષને વધુ કાર્યક્ષમ બનાવે અને તેથી માણસ તેના દરેક કામો કુશળતા પૂર્વક કરી શકે. આટલું માની શકાય. વિશેષ માન્યાતાઓ જો રાખવી હોય તો તેને અનેકવાર જાહેર રીતે સિદ્ધ કરવી જોઇએ.

        વૈજ્ઞાનિકો પહેલા પણ થતા હતા અને હજુ પણ થાય છે. આપે જણાવેલા યોગીઓ હવે કેમ થતા નથી અને જાહેરમાં પ્રયોગ કેમ કરતા નથી?

        આવા સવાલોના સંતોષકારક જવાબો મળવા જોઇએ.

        પારદર્શકતા તો હોવીજ જોઇએ. કદાચ યોગીઓ બધાને શિખવાડી ન શકે પણ પ્રયોગો તો બતાવી જ શકે.

        Like

      3. શ્રી શીરીષભાઈ,

        ’આધ્યાત્મ અને વિજ્ઞાન એવા કોઈ ભેદ પાડવા મને યોગ્ય લાગતા નથી. જ્ઞાન એ જ્ઞાન છે.’

        સાચી વાત છે.

        ’પૂર્વજન્મમાં જવું અને વર્તવું એ ક્રિયાને “ટાઈમ ટ્રાવેલ” કહી શકાય. આ કદાચ શક્ય હશે એમ માની લઈએ. પણ કોઈ વ્યક્તિ ટાઈમ ટ્રાવેલમાં જઈને ભાગ ન ભજવી શકે. આ વાત સ્વયં સિદ્ધ છે.’

        સહમત.

        ’જે વાત સાવ ખોટી લાગે પણ આપણને ગમે તેવી છે તેથી તેને આવા બહાના હેઠળ સ્વિકારી લેવી.’

        મેં પહેલા જ કહ્યું છે કે તમે અસહમત થઈ શકો છો.

        ’શંકરાચાર્યે પરકાયા પ્રવેશ કર્યો હોય તે વાત સ્વિકારાય તેમ નથી. યોગીઓ આવું કશું કરી ન શકે. યોગીઓ પોતે આનંદ પામી શકે.’

        શંકરાચાર્યજીના જીવન ચરિત્રમાં કર્મકાંડના આચાર્ય મંડનમીશ્રને શાસ્ત્રાર્થમાં હરાવ્યા બાદ તેમના પત્નિ સરસ્વતિ સાથે શાસ્ત્રાર્થ થાય છે. તેવે વખતે તેમને સાંસારીક પ્રશ્નો પુછવામાં આવે છે. સંસારનો કશો અનુભવ ન હોવાથી શંકરાચાર્યજી મુદત માંગે છે. એક રાજાના શરીરમાં પ્રવેશ કરીને સંસારનું જ્ઞાન મેળવે છે. શંકરાચાર્યજીનું સમગ્ર જીવન ચરીત્ર માન્યામાં ન આવે તેવા બનાવોથી ભરપુર છે. તેમ છતાં તે હકીકત છે કે ભારત વર્ષ પર તેમના જીવનનો ઘણો અદભુત પ્રભાવ પડ્યો છે.

        ’યોગઃ કર્મસુ કૌશલમ્‌. એટલે કે શ્વાસોચ્છવાસને અમુક રીધમોમાં લેવાથી તે દરેક કોષને વધુ કાર્યક્ષમ બનાવે અને તેથી માણસ તેના દરેક કામો કુશળતા પૂર્વક કરી શકે. આટલું માની શકાય. વિશેષ માન્યાતાઓ જો રાખવી હોય તો તેને અનેકવાર જાહેર રીતે સિદ્ધ કરવી જોઇએ.’

        માન્યતાઓ રાખવાનો કોઈ પ્રશ્ન નથી. અર્જુનને ય ક્યાં આ બધી ખબર હતી? શ્રી કૃષ્ણ જાણકાર હતા અને શ્રદ્ધેય હતા તેથી તેમની પાસેથી અર્જુનને જ્ઞાન પ્રાપ્ત થયું તે પણ જ્યારે અર્જુન અભીમાન મુકીને શ્રી કૃષ્ણના શરણે જાય છે ત્યારે.

        ’વૈજ્ઞાનિકો પહેલા પણ થતા હતા અને હજુ પણ થાય છે. આપે જણાવેલા યોગીઓ હવે કેમ થતા નથી અને જાહેરમાં પ્રયોગ કેમ કરતા નથી?’

        બધા પ્રયોગો જાહેરમાં ન થાય. આપણે ત્રાસવાદીઓને જાહેરમાં ફાંસીયે આપી નથી શકતા તો યોગના પ્રયોગો કાઈ રમત ગમત કે અંગ કસરતના ખેલ થોડા છે?

        ’આવા સવાલોના સંતોષકારક જવાબો મળવા જોઇએ. પારદર્શકતા તો હોવીજ જોઇએ. કદાચ યોગીઓ બધાને શિખવાડી ન શકે પણ પ્રયોગો તો બતાવી જ શકે.’

        યોગેશ્વરજી તો તાજેતરમાં થઈ ગયેલા સંત છે. તેમના શીષ્યા શ્રી સર્વેશ્વરીમા હજુ હયાત છે. અંબાજીમાં તેમનો આશ્રમ છે. ઘણો સમય તેઓ વિદેશમાં અને કેટલોક સમય તેઓ ભારતમાં રહેતા હોય છે. યોગેશ્વરજીનું પ્રકાશના પંથે પુસ્તક વાંચશો તો તેમાં ઘણા અલૌકિક અનુભવોનું આલેખન મળશે.
        ———————————
        વૈજ્ઞાનિકો જે પ્રયોગ કરે તેના પુસ્તકો બહાર પડે અને પછી લોકો તે વાંચે. વૈજ્ઞાનિકો કાઈ કોઈની જીજ્ઞાસાને વશ થઈને પ્રયોગો ન કરે. કેટલીયે શોધો તો અકસ્માતે થઈ છે.
        તેવી રીતે
        યોગીઓના જીવનમાં જે બનાવો બને તે વૈજ્ઞાનિકોની જેમ પૂર્વ નિર્ધારીત પ્રયોગોની જેમ નથી બનતા હોતા પણ સાધના કરતાં કરતાં ઘટનાઓ ઘટતી જતી હોય. ત્યાર બાદ તેઓ જ્યારે પુસ્તક રુપે કે અનુભવ રુપે વર્ણવે ત્યારે આપણને તેનો ખ્યાલ આવે.

        Like

      4. શ્રી અતુલભાઈ, તમે ઉઠાવેલ બધા જ મુદ્દાઓના હું તાર્કિક જવાબ આપી શકું. પણ જો ચર્ચા આ રીતે આગળ ચાલે તો તેનો અંત નહીં આવે. કારણ કે દર વખતે નવા મુદ્દાઓ ઉભા થશે. જેમકે સંવાદો અને દંત કથાઓ.
        અર્જુન અને કૃષ્ણ ના ગીતાના સંવાદોને આધારે સત્ય શોધી ન શકાય. આવો એક નવો મુદ્દો ઉભો થાય. અર્જુન અજ્ઞાની હતો, શ્રધ્ધેય હતો અને તે શ્રીકૃષ્ણને શરણે ગયો વિગેરે વિગેરે.

        અર્જુન જો તેના ભાઈઓ સાથે દ્રોણ પાસે ભણતો હતો તે ભણ્યો પણ હશે. સંવાદો ઉપરથી ઐતિહાસિક સત્ય તારવી ન શકાય.

        એક પર્ટીક્યુલર અને કદાચ તર્ક માટે વિવાદાસ્પદ હોય તેવી વાતને આધાર બનાવીને પણ સત્ય તારવી ન શકાય. ( એક અને તે પણ અસંબદ્ધ ઉપરથી જનરલ ઉપર ન જઈ શકાય) ગીતાનું મહ્ત્વ તેમાં રહેલી તત્વ વિદ્યા માટે છે. અર્જુનને તો નિમિત્ત બનાવ્યો છે. શ્રી કૃષ્ણ પણ નિમિત્ત હોઈ શકે. આ આખો સંવાદ એક પ્રક્ષેપ (ઈન્ટરપોલેશન) છે.

        શંકરાચાર્યનો પરકાયા પ્રવેશ એ એક દંત કથા છે. મંડન મિશ્ર અને શંકરાચાર્ય વચ્ચે જે વિવાદ થયો હશે તે અદ્વૈત વાદ અને અનદ્વૈતવાદ પુરતો મર્યાદિત જ હોઈ શકે. જેમકે તે વખતે ઘણાવાદો પ્રચલિત હશે તેમાં બુદ્ધ, મહાવીર, કાપાલી, શાક્ત, વામમાર્ગ, દ્વૈતવાદ, ત્રૈતવાદ, ચતુર્વાદ, પંચતત્વવાદ, મુસ્લિમ અને ખ્રીસ્તી પણ હશે. મંડનમિશ્રની પત્ની ઉભયભારતીએ પણ આજ ચર્ચા કરી હશે જો કરી હોય તો.

        એમ તો એક કથા એવી પણ છે કે શંકરાચાર્યને જોઈને મંડન મિશ્ર આમ બોલ્યા અને શંકરાચાર્ય આમ બોલ્યા.

        મંડન મિશ્ર ઉવાચ ” કુતઃ મુન્ડી? [આ મુંડકો ક્યાંથી (આવ્યો)?]

        શંકરાચાર્યે અર્થ કર્યો આ મુંડન ક્યાંથી કર્યું? અને જવાબ આપ્યો
        શંકરઃ ઉવાચ “આગલાત મુન્ડી [ ગળાથી (શરુ કરીને) મુંડ્યું]

        મંડન મિશ્ર ઉવાચ “માર્ગં તે પૃચ્છતે મયા” (હું તારા માર્ગ વિષે પૂછું છું)

        શંકરાચાર્યે અર્થ કર્યો “હું તારા માર્ગને પૂછું છું” અને સામેથી પ્રશ્ન કર્યો કે
        શંકર ઉવાચ ” કિમ આહ માર્ગઃ ? (રસ્તો શું બોલ્યો)

        મંડન મિશ્ર ઉવાચ ; તે માતા મુન્ડી ઇત્યાહ માર્ગઃ (તારી માતા મુન્ડી છે એમ રસ્તો બોલ્યો)

        વાત ઘણી લાંબી છે. પણ આ બધી મજાક અને દંત કથાઓ કહેવાય. તેને મહત્વ ન અપાય. વાતને રસદાર બનાવવા માટે આવું બધું થયા કરે. તેનો આનંદ લેવો. તેમાં સત્ય કે બોધ લેવાની કોશિસ ન કરવી.

        એમ તો પ્રેમાનંદે રાવણને મોઢે હનુમાનને આમ કહેવડાવ્યું; (છેલ્લા “અ”ને દીર્ઘ બોલવો)
        અલ્યા રાવણ મારુ નામ
        તેં દીઠા નથી મારા કામ
        બંદીવાન કીધા મેં દેવ
        તેમની પાસે વણાવું સેવ

        સેવ નામની આઈટેમ વાનગી રાવણના સમયમાં પ્રચલિત ન હતી. મુસલમાનોના આવ્યા પછી આ વાનગી આવી. પણ આમાં કઈ પ્રેમાનન્દ ને માથે માછલાં ન ધોવાય કે એમ પણ ન કહેવાય કે રાવણને સેવ બહુ ભાવતી હશે અને દેવોને ખાટલા અને પાટલા આપી સેવ વણાવતો હશે.

        Like

      5. શ્રી શીરીષભાઈ,

        જેમનો જે વિષય હોય તેમાં તે વાત કરે તો ઉંડાણ પૂર્વકની વાત મળે. રેશનાલિસ્ટો આત્મા વિષે મન પડે તેમ લખે, અદ્યાત્મના અભ્યાસ વગર એટલે આવી ચર્ચાઓ કરવી પડે બાકી સાચા યોગીઓ અને વૈજ્ઞાનિકોને તેમની સાધના અને પ્રયોગોમાં જ રસ હોય છે. આવી નીરર્થક ચર્ચા માં નહીં.

        આજનો દિવસ પુરો થયો અને મારા કોમ્પ્ય઼ુટરની ઘડીયાળ રાત્રીના ૧૨:૧૨ મીનીટ બતાવે છે.

        દિનમપિ રજની સાયં પ્રાત: શિશિર વસંતો પુનરાયાત
        કાલ ક્રીડન્તી ગચ્છતિ આયુ, તદપિ ન મુંચતી આશા વાયુ
        ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ

        ચાલો ત્યારે હવે પ્રભુનુ સ્મરણ કરતા કરતા નીંદ્રાદેવી ને શરણે જઈશ.

        શુભ રાત્રી

        આવજો

        નમ્રતાપૂર્વક
        અતુલ

        Like

  46. Dear Atulbhai and Shirishbhai,
    I am enjoying and learning from your discussion. I can see that both of you are knowledgeable and I do not wish to interfere in your debate.
    But I liked to read your jokes in Sanskrit, since I love Sanskrit language and Shankaraachaaryaji, both, from a literary point of view. If you have any books on such light matters in Sanskrit, please let me know — I may even buy them.

    I have my own views on serious philosophical issues. Even the jokes you narrated above tell us something about the kind of philosophical discourse we usually have, but I shall not enter into that at the moment.
    Thank you. — Subodh Shah.

    Like

  47. શ્રી દવે સાહેબ અને અન્ય વહાલા અને વાંચવાપ્રીયગુણીજનો, હુ તો આપ સૌને સંપુર્ણ મમ્રતા અને પ્રેમથી કહેવા ચાહુ છુ કે આત્મા એટલે નિર્જીવ કે સજીવોને સારા કે ખોટા માટે ચલાયમાન કરે એ આત્મા. એનુ જીવંત ઉદ્દાહરણ આજનો જ તાજો કેસ છે ગીતીકા-કાંડા કુકર્મ. આજે વર-બે વરસ પહેલા મરણ પામેલી ગીતીકાએ એની મમ્મીના પ્રાણ લીધા.

    ગીતીકાના શારીરીક અવયવો કે સેલો ને નાશ થયે વરસ બે વરસ થઈ ગયા છ્તા પણ ગીતીકાનુ તુત આજે કાર્ય કરી રહ્યુ છે. એને શુ કહીશુ? માનવી શરીર પર આવા અસંખ્ય આત્માઓ આપણે અનુભવીયે છીએ દા.ત. કસાબ, ગુરુ, આરુશી, વ.વ. જેમના નામ કે યાદથી આપણા શરીરમાં કેમીકલ રીએક્ષન શરુ થઈ જાય છે, આપણ્ને ગુસ્સો, ઘ્રુણા, દયા,કરુણા વગેરે બાયો-કેમીકલ રીએક્ષન શરુ કરી દે છે. વધુ સમય મળ્યે લખીશ.આભાર…….પ્રેમ અને સન્માન

    Like

    1. શ્રી અતુલભાઈ,
      રેશનાલીસ્ટો તમે કહો છો તેવા હોઈ શકે.

      શ્રી સુબોધભાઈ,
      સંસ્કૃતમાં આવા હાસ્ય પ્રસંગો વિશે હું જ્યારે સ્કુલમાં હતો ત્યારે ભાવનગરની સંસ્કૃત પાઠશાળા વાળા જેઓ જુદી જુદી સંસ્થાઓની સંસ્કૃત પરીક્ષાઓ માટે તૈયારી કરાવતા હતા અને પરીક્ષા લેવાની વ્યવસ્થા પણ કરતા હતા તેઓએ મને “ચમત્કૃતિ” ના હેડીંગવાળી એક નાની પુસ્તિકા આપેલી. તેમાં ઘણા રમૂજી શ્લોકો હતા.

      અત્યારે તે મારી પાસે હાથવગી નથી. કદાચ મળશે પણ નહીં કારણ કે અમે ઘણા ઘર અને ગામ બદલ્યા.

      શંકરાચાર્ય-મંડનમિશ્રવાળી વાત બનતા સુધી મારા પિતાશ્રીએ કરેલી.

      મારા પિતાશ્રી અને દાદા સંસ્કૃતના મોટા પંડિત હતા. મારા દાદાને મળવા મેક્સ મુલર આવેલા તેવું કહેવાય છે. મારા પિતાશ્રી એડ્વોકેટ અને ઘણી ગવર્નમેન્ટ સંસ્થાઓમાં લૉ કન્સલ્ટંટ હતા. તેમણે ભારતીય રાજ્યબંધારણ સંસ્કૃત પદ્યમાં લખેલ અને ડૉ. રાધાકૃષ્ણને તેમને બિરદાવેલ.

      મારા પિતાશ્રી અને મારા દાદા સંસ્કૃતમાં ફ્રીલી વાતચીત અને ગહન વિષયોની ચર્ચા કરી શકતા હતા.

      મને ખાસ સંસ્કૃત આવડતું નથી. જોકે અમુક પરીક્ષાઓ મેં આપી છે. તેમાંનું ઘણું હવાઈ ગયું છે. કુવામાંથી હવાડામાં આવ્યું હતું. પણ કુવાઓ હવે છે નહીં. અને હવાડો સુકાઈ ગયો છે. મને સંસ્કૃતમાં રસ ખરો. જ્યારે મારા પિતાશ્રી જીવતા હતા અને અમે સાથે રહેતા હતા ત્યારે હું ભાંગ્યા તુટ્યા સંસ્કૃતમાં વાતચીત કરી શકતો હતો. હવે નહીં. કારણ કે હું ફીઝીક્સ અને કોમ્યુનીકેશન ભણેલો.

      જો તમે બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદમાં તપાસ કરો તો તેઓ તમને સંસ્કૃત પુસ્તકો વિષે ગાઈડ કરી શકે. રતનપોળમાં ક્યાંક એક ખાંચામાં માળ ઉપર, સંસ્કૃતના પુસ્તકોની દુકાન. પણ તેઓ કેટલું ગાઈડ કરી શકે તે હું કહી ન શકું. બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ નું કાર્યાલય દિનેશ હોલના ખાંચા પાસે છે. સંસ્કૃતમાં રસ લીધો તેથી મને ઘણો આનંદ થયો.

      શ્રી રાજેશભાઈ, આત્મા તો સુખ દુઃખ થી પર છે અને વ્યાખ્યા પ્રમાણે નિર્વિ કારી કહેવાય છે. ઈશ્વરે એક સૃષ્ટિ બનાવવામાં એક પ્રણાલી સ્થાપિત કરી અને જગતને તેના ભરોસે છોડી દીધું. જ્ઞાન અને અજ્ઞાન રાખ્યાં, સુખ અને દુઃખ બંને રાખ્યા. જ્ઞાન થી સુખનો આનંદ મળે અને અજ્ઞાનથી થી દુઃખ મળે અને તેથી અજ્ઞાનને સમજે અને જ્ઞાનમાટૅ પ્રયત્ન કરે.

      જો તમને કહેવાતા આધ્યાત્મમાં રસ હોય તો અચૂક વાંચો
      “અદ્વૈતની માયા જાળ …” ભાગ-૧ થી ૫. આ બધા ભાગ કંઈ પુસ્તક નથી. મારા બ્લોગ જ છે અને નાના નાના છે.

      લીંક treenetram.wordpress.com

      With full regards to all

      shirish m. dave

      smdave1940@yahoo.com

      Like

  48. atma kai pustako ma nathi madato. anubhavi gyani purush j atma ni odakh api sake che . atma che ke nathi e karekhar sachu janvu hoy to mara mat mujab ekj vikalp che. DADA BHAGAWAN

    Like

  49. અનુભવી, જ્ઞાની પુરુષ, આત્મા પરમાત્મા રચ્યા પચ્યા રહેતા હમેંશા દંભ કરતા હોય છે.

    ગીતામાં લખેલું છે કે વેદ અને ઉપનીષદમાંથી જરુરી બધું દોહી દોહી ગીતા રચવામાં આવેલ છે.

    એનો મતલબ થાય છે કે વેદ અને ઉપનીષદમાંથી કંઈક લઈ કંઈક છોડી મીશ્રણ કરેલ છે.

    મીશ્રણનો મતલબ વર્ણશંકર થાય છે.

    Like

  50. Vinodbhai,
    Thanks.
    You need to ask Govindbhai Maru for permission to print this.
    As the original writer, I welcome the idea.
    —Subodh Shah

    Like

    1. ‘આત્મા’ શબ્દે આટલી બધી ચર્ચા જગવી.
      હવે શબ્દરમત થોડીક વાર બાજુએ મૂકીને આ ચિન્તન પર નજર ફેરવશો તો, કદાચ માનવ જાત જે હજારો વર્ષોથી વિચારતી રહી છે – એ અંગે આ જણનું ચિન્તનને પણ ન્યાય આપી શકશો.
      બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
      સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

      – રજની ‘પાલનપુરી’

      Like

  51. માફ કરજો વિદ્વાન વૈજ્ઞાનીકો અને ધર્મધુરંધરો. આપ હંસોની સભામાં હું બગલો ભૂલમાં ભરાઈ બેઠો. આત્મા શબ્દને ધર્મ કે ઍનેટૉમિકલ બોડી સાથે કંઈ જ લેવા દેવી નથી. કહેવાય છેને! તું જાણે ને તારો આત્મા જાણે! એનો સીધો સાદો અર્થ એ થયો કે તમારી ખોપડીમાં જે ભેજુ છે તેમાં તમારી બુદ્ધિ જે સમજે તે તમારે માટે આત્મા કહેવાય. ભેજુ “ડેડ”… આત્મા બી “ડેડ”.. આત્મા એ મેન્ટલ છે. આજ સૂધી ગાંડા કવિઓ કહેતા આવ્યા છે દિલ પુકારે આજા આજા….કે મારું હૃદય રડે તારે કાજ…ડફોળો, હાર્ટ ઓન્લી પંપ ધ બ્લડ ઈન ધ બોડિ. એ કાંઈ માલકોશ કે ભૈરવીમાં ગાતું નથી.ડબ-લબમાં તમને કદાચ ડ્રમ સંભળાય તો એ તમારા પ્યોર કે સડેલા ભેજાની વાત છે. કોઈ પણ જાતની સાબિતીની ચિંતા કર્યા વગર સત્ય-અસત્ય પોતાની રીતે સ્વીકારી લેવાય તેને જ આત્મીય જ્ઞાન કહેવાય. લવારે ચઢેલો આ શાસ્ત્રી કોઈ પણ શાસ્ત્રમાં પ્રવીણ નથી પણ હા મારો આત્મા મારા ભેજામાં છે. અને આ મારું પોતાનું (૧૦૦% મૌલિક)આત્મા વિશેનું ઈન્ટરપ્રિટેશન છે. પોતાના મનની સ્વૈછિક માન્યતા એટલે આત્મા. એને વિજ્ઞાન સાથે કે ભગવાન કે ધર્મ સાથે કંઈજ સંબંધ નથી. સભામાંથી બગલાની વિદાય.
    Pravin Shastri
    http://pravinshastri.wordpress.com

    Like

  52. Dear Pravinbhai,

    You said this :
    “આત્મા શબ્દને ધર્મ કે ઍનેટૉમિકલ બોડી સાથે કંઈ જ લેવા દેવી નથી. — — તમારી બુદ્ધિ જે સમજે તે તમારે માટે આત્મા કહેવાય. — — મારો આત્મા મારા ભેજામાં છે. એને ભગવાન કે ધર્મ સાથે કંઈજ સંબંધ નથી.”
    Very good statements. As the original author of the article, I completely agree.
    You have exactly understood the meaning of the article that we are discussing. Congratulations !

    By the way, please don’t assume that all birds that look white are swans.
    — —-Subodh Shah —

    Like

  53. હંસ અને બગલાઓની સભા નીયમીત થાય એ જરુરી છે.

    આત્મા પરમાત્માની ચર્ચામાં માન સરોવર ચીન પાસે ચાલ્યું ગયું.

    સભાઓ નહીં થાય તો જમીન કે ખોડીયું પાકીસ્તાન કે અફઘાનીસ્તાનમાં જશે.

    Like

  54. પ્રિય સુબોધ શાહને મારી નમ્ર વિનંતી છે કે આજથી આશરે 2600 વરસ પહેલા ભારતમાં થઇ ગએલ બૃહસ્પતિને યા દ કરીને એના વિષે ની માહિતી લખો એ કહી ગયા છે કે ચેતન વંતા શરીરથી ભિન્ન કોઈ આત્મા નથી .મને આજથી 70 વરસ પહેલાં એક ઉર્દુ બુક વાંચવા મળેલી એમાં બૃહસ્પતિ વિષે એક પ્રકરણ હતું . એમાં મેં વાંચેલું
    जब इंसान मरता है तब उसका वजूद ख़त्म हो जाता है उसका न जात(*मोक्ष ) हो जाता है उसके जिसममेंसे कोई शे बहार निकल कर ज़िंदा नही रह शक्ती इंसान कोई एक गैर फानी रूह नहीं रखता .

    Liked by 1 person

Leave a comment