મહાશીવરાત્રી

વહાલા વાચકમીત્રો,

♦    તા.13 થી 23 માર્ચ સુધી હું નેટજગતથી દુર રહીશ. જેથી 15 માર્ચની પોસ્ટ માટે ક્ષમા..

♦♦  ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – માર્ચ ૨૦૧૩’ અંતર્ગત તા.15 માર્ચ સુધીમાં સર્વ વાચકમીત્રોને નીચેની લીન્ક ખોલી તેઓનો મત નોંધાવવા નીમંત્રણ છે…

http://funngyan.com/2013/03/01/bgbs1303/

ધન્યવાદ…

–ગોવીન્દ મારુ

મહાશીવરાત્રી

–સુરેશ વીષ્ણુપંત ડાંગે

શીવભક્તો માટે શીવભક્તી અને ઉપાસનાનો અનેરો દીવસ એટલે મહાશીવરાત્રી. માઘ વદ 14 (ચૌદશ) ને રવીવાર માર્ચ 10, 2013ના રોજ મહાશીવરાત્રી આવે છે. આ દીવસે શીવભક્તો સપરીવાર શીવ મન્દીરોમાં ભીડ કરશે. આ દીવસે શ્રદ્ધાળુઓ આખા દીવસનો ઉપવાસ રાખશે. સામાન્યત: મીઠું–મરચું ન ખાતાં; બાફેલાં બટેટાં અને શક્કરીયાં ખાઈને શરીર અને મન (?) ની શુદ્ધી કરશે. વહેલાં વહેલાં સ્નાનાદીક અને ઘરના ઠાકોરજીનાં પુજા-પાઠ આટોપીને હાથમાં એક પાણીનો લોટો અને એક દુધનો લોટો લઈને નીકળશે, નજીકના શીવમન્દીરે શીવપુજા કરી તેમના આશીર્વાદ અને કૃપા મેળવવા. કેટલાંય શીવમન્દીરોને આ દીવસે નવો ઓપ મળશે. આગલા દીવસ સુધીમાં મન્દીરને રંગરોગાન કરી દેવામાં આવ્યું હશે અને આસોપાલવ અને ફુલોનાં તેમ જ વીજળીનાં તોરણોથી મન્દીર અને પરીસર સજાવી દેવામાં કોઈ કચાશ નહીં રહી હોય ! લાઉડસ્પીકર્સ પરથી પ્રત્યક્ષ ભજનમંડળીના અથવા સી.ડી. મારફત મોટ્ટા મોટ્ટા અવાજે ભજનો કે મન્ત્રો કે પછી સ્ત્રોત્રો વહેતાં હશે અને સાથેસાથે મન્દીરના ઘંટો રણકતા રહીને આ ભજનોને ભાવીકોના કાનમાંથી છેક તેમનાં દીમાગમાં જડી દેતાં હશે…!!!  આવાં સ્વરુપે દેશભરના લાખો સંસારીઓ પેલાં સ્મશાન-વૈરાગી અને સદાસર્વદા ધ્યાનસ્થ એવા ભગવાન શંભુના ભોળાપણાંનો લેવાય તેટલો ફાયદો લઈ તેમની કૃપા મેળવી ભવસાગર તરી જવા પોતાની ભક્તીની તો ઠીક; પણ પુજા–અભીષેક્માં દુધની પણ અક્ષરસ: ગંગા વહાવશે ! આ લેખનો આશય દુધનો આ દુરુપયોગ ટાળી તેને સાચી માનવતાની દીશામાં કેમ વાપરી શકાય તે દર્શાવવાનો છે.

વાચક મીત્રો, ઉપર શરુઆતમાં આપેલું વર્ણન કોઈ અહેતુક નથી. આપની દૃષ્ટી સમક્ષ મન્દીરો અને ભાવીકોનું એક સમ્પુર્ણ ચીત્ર આવે પછી જ મારી વાતની ગંભીરતાનો પણ તાદૃશ્ય ખ્યાલ આવે એ હકીકત ને ધ્યાનમાં રાખીને જ તેમ કર્યું છે. વીચાર કરો કે આપણી આસપાસનાં નાનાં નાનાં મન્દીરોમાં આશરે 500-1000 ભાવીકો તો જતા જ હશે અને તેમાંથી 50 % ભાવીકો પણ કંઈ નહીં તો સરેરાશ એક એક કપ ભરીને (આશરે 100-150 મી.લી.ગ્રામ) પણ દુધ શીવલીંગ પર ચઢાવે તો તેવાં એક જ મંદીરમાં આશરે 3 થી 4 મણ, જી હા, 3 થી 4 મણ દુધ શીવલીંગ પર ચઢાવીને મંદીરની નાળીઓમાં વહેવડાવી દેવામાં આવે છે ! મોટાં મન્દીરોમાં તો આ આંકડો 2 કે 3 અંકનો થાય. અર્થાત 10-20થી તે છેક 100-200 મણ સુધી ! અને એકન્દરે આખા દેશના ફલક પર વીચારીએ તો ? એક મહાશીવરાત્રીના દીવસે જ હજ્જારો કે લાખ્ખો મણ દુધનો આ રીતે દુર્વ્યય થતો આવ્યો છે. આવી જ રીતે કદાચ ઓછા કે વધતાં પ્રમાણમાં પ્રદોષ, શ્રાવણ માસના સોમવાર, અગીયારસ, અમાસ, ચતુર્થી, અષ્ટમી કે અન્ય ધાર્મીક કાર્યો વગેરે જેવા અનેક તીથીઓ કે પ્રસંગો પર પણ દુધનો દુર્વ્યય થતો હોય છે.

હવે વીચાર એ કરવાનો છે કે એક તરફ દુધ જેવાં જીવનદાયક અને બાળકો માટે સમ્પુર્ણ કે અર્ધ  કહી શકાય તેવાં ખોરાકનો આટલો બગાડ છે; તો બીજી તરફ દેશના આશરે 75% ભુલકાં અને આશરે 70% માતાઓ, WHO ના અહેવાલ મુજબ, અપોષણનાં શીકાર છે ! દેશના આ ભુલકાં કે તેમની માતાને અનાજનો દાણો જ ન મળતો હોય ત્યાં દુધ મળવાનો તો સવાલ જ ક્યાં છે ? આવી પરીસ્થીતીમાં શ્રદ્ધા અને ભક્તીના નામે દુધ જેવા જીવનદાયક ખોરાક્નો બગાડ નૈતીક રીતે જ નહીં; કાયદેસર રીતે પણ બગાડ (not only MORALE but also CRIMINAL WASTAGE) ગણાવો જોઈએ અને તેના પર પ્રતીબન્ધ મુકાવો જોઈએ. લોકોમાં પણ આ બાબતે જાગૃતી લાવવી જોઈએ. તેઓ શીવલીંગને બદલે ઘર નજીકનાં ગરીબ બાળકોને અથવા ઝુપડપટ્ટીઓમાં જઈને બાળકો કે સગર્ભાઓને આ દુધ પીવા આપી શકે. આમ કરવાથી ખરેખર તો પેલા કરુણામુર્તી ભગવાન મહાદેવ પણ પ્રસન્ન થઈ શકે અને બદલામાં ભક્તને બીજું કંઈ મળે કે ન મળે; તેમનું આપેલ દુધ પીનારનાં મોં પર દેખાનાર તૃપ્તીનો આનંદ જ ઘણો બધો સંતોષ આપી દેશે !

આ લખનારે આ લેખ દ્વારા કેવળ એક વીચાર જ રજુ નથી કર્યો; પ્રથમ તેને અમલમાં મુક્યો છે. અમે અમારા સહકર્મીઓ અને મીત્રોનું એક નાનું જુથ બનાવી, ગઈ મહાશીવરાત્રીના દીવસે વડોદરાના શ્રી. કાશીવીશ્વનાથ મન્દીરની બહાર 3 થી 4 કલાક ઉભા રહી, આશરે 3 થી 4 મણ દુધ એકઠું કરી ઝુપડપટ્ટીઓમાં, અનાથાલયોમાં, ‘જુવેનાઈલ હોમ્સ’માં વીતરીત કર્યું હતું. અમે હાથમાં પાટીયાં (Placards) લઈને ઉભા હતા. તેના પર ભાવીક જનતાને જાહેર અપીલ લખી હતી અને શીક્ષીત–અશીક્ષીતો, આધેડ અને વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો એમ તમામ પ્રકારના ભાવીક ભક્તો તરફથી તેમના હાથમાં રહેલા શીવલીંગપર  ચઢાવવાનું દુધ ગરીબો માટે સહર્ષ મેળવ્યું હતું. આ ખરેખર એક સામાજીક અને વૈચારીક ક્રાન્તી હતી ! આવનારી મહાશીવરાત્રીના દીવસે પણ આ ઉપક્રમ શક્ય બનશે તો બીજાં મન્દીરોને પણ આવરી લઈને કરવાનો પ્રયત્ન છે.

આમ, લોકોની ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા અને ભક્તીને આજના સમયોચીત સંદર્ભમાં અસમ્પન્નો (Have-nots) પ્રત્યેની અનુકંપા અને સેવાના સ્વરુપમાં પલટાવવી, એ તમામ શીક્ષીતો, વીચારકો, સમાજ સુધારકો અને સરકારી તેમ જ બીન-સરકારી વ્યક્તીઓ અને સંસ્થાઓ માટે પડકારરુપ; પરન્તુ આવશ્યક મીશન બની ગયું છે. જીલ્લા-કલેક્ટર, મન્દીરના ટ્રસ્ટીઓ/સંચાલકોની બેઠક બોલાવી જે તે મન્દીરમાં આવતા ભાવીકોમાં આવી જ રીતે જાગૃતી લાવવા જણાવી શકે અને દુધ એકઠું કરવાની વ્યવસ્થા ગોઠવી તેને વીતરીત કરવા પણ જણાવી શકે. પરન્તુ આ માટે જરુર છે સરકારી સાહેબોના મગજમાંથી ‘ધર્મનીરપેક્ષતા’ના નામે અન્ધશ્રદ્ધાપોષક વીચારોને ખંખેરી નાખવાની ! આ સાથે જ અન્ધશ્રદ્ધાને આકર્ષક અને રુડાં સ્વરુપે રજુ કરનાર – પ્રસીદ્ધ કરનાર સમાચાર માધ્યમોના સકારાત્મક અને સુધારાવાદી અભીગમ અને સક્રીયતાની. સમાજના પ્રત્યેક અંગે આ વીષયે પોતાનું કર્તવ્ય અદા કરવું જોઈશે.

આવો, આગામી મહાશીવરાત્રી આપણે દરીદ્રનારાયણોની યત્કીંચીત સેવા બજાવીને ઉજવીએ…!!!!

જય દરીદ્રનારાયણ …. !!!

–સુરેશ વીષ્ણુપંત ડાંગે

લેખક સમ્પર્ક: શ્રી. સુરેશ વીષ્ણુપંત ડાંગે, એ/6, કૉમરેડ્સ કૉલોની, સાંઈ ચોકડી પાસે, માંજલપુરા, વડોદરા -390 011 ફોન: 0265-266 0043 મોબાઈલ : 98790 42601 ઈ-મેલ: sureshdange@gmail.com

 ‘રૅશનલ વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના  સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન:  Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE. Navi Mumbai – 400 709 સેલફોન8097 550 222 ઈ–મેઈલ: ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 08–03–2013

11

30 Comments

 1. I fully agree with this article. Majority of people do not think. They just follow. We have been doing all stupid things for decades.

  Thanks for this good article.

  Like

 2. ઉત્તમ કામ કર્યું કહેવાય.. આવી જાગૃતિ બધે ફેલાય તેમ કરવું જોઈએ. હનુમાનજીને તેલ અને મહાદેવજીને દૂધ વગેરે બંધ થવું જોઈએ.

  Like

 3. કેટલાક લોકો અમથા અમથા પ્રસાદના નામે ભાંગ પીવે છે તે ય નુકશાનકારક હોય છે.

  Like

 4. મહાશીવરાત્રીએ જેટલું દુધ બચે અને દરીદ્રનારાયણોને જાય એટલું જરુરી છે.

  મહાદેવને દુધ ચડાવનારા મારા, તમારા, સૌના સગાવહાલા જ હશે.

  હોઈ શકે છે મારા પરીવારના સભ્યો મારું ન સાંભળે પણ ત્રીજી કોઈ અજ્ઞાત વ્યક્તીનું જરુર સાંભળશે.

  કેન્દ્ર સરકારે બે દીવસ પહેલાં જ રીડ્રેસલ ગ્રીવીયન્સના કાયદા માટે સહમતી દર્શાવી સંસદમાં કાયદો પસાર કરવાનું નક્કી કરેલ છે.

  પછી દરેકને એટલે કે સરકારી અને સામાજીક સંસ્થાઓને ચાર્ટર બનાવવાનું રહેશે.

  ઘોંઘાટ કે રસ્તા ઉપર નાચગાન કરનારાઓને દંડની કાર્યવાહી થશે.

  હર હર મહાદેવ અને અલ્લાહો અકબર પછી ફકત લખાંણ પુરતું સીમીત થઈ જશે.

  Like

 5. ૧૫૧% સાચી અને અપનાવવા જેવી વાત છે. ગંગા બચાવ, દૂધ બચાવ, ગાય બચાવ, બકરી ઈદના બકરા બચાવ, પ્રધાનો માટે પેટ્રોલ બચાવ, ૫ સ્ટાર હોટલોમાં થતો ફૂડ વેસ્ટ બચાવ આ બધુંજ કૌભાંડીઓના ગરીબ દેશને માટે જરૂરી છે જ. અમેરિકામાં બેઠા બેઠા સુરેશભાઈની કોઈ પણ વાતમાં મારો વિરોધ નથી જ.
  સૌથી પહેલા હિન્દુ ધર્મના કુરિવાજો નું સર્જીકલ રિમુવલ. પછી વચ્ચેના ધર્મમાં ડખો કરવાનો. છેલ્લે ઈસ્લામ આવે ત્યારે કદાચ આપણા હાથ ધ્રૂજતા ન થઈ ગયા હોય એ બિરાદરોનું ઓપરેશન કરવાનું. બધા જ દૂખનુ મૂળ ધર્મ જ છે.
  કરોડો ખર્ચીને લગ્નમાં ૮ મિનિટ માટે કરીનાને નચાવવાનું બંધ કરો. ૧૦૦ રૂપિયામાં રજીસ્ટર લગ્ન કરી વધેલા નાણા ધારાવાહીની કન્યાને આપી દો. આ બધૂજ આપણા સમાજવાદી ભારત દેશને માટે જરૂરી છે જ એમ હું મૂડીવાદી દેશમાં બેઠા બેઠા વિચારી રહ્યો છું.
  પ્રવીણ શાસ્ત્રી
  http://pravinshastri.wordpress.com
  ગોવિંદભાઈ-સુરેશભાઈ અવિનય લાગે તો માફ કરજો. માથે પડેલો દોસ્ત છું.

  Like

 6. માનનીય શ્રી ગોવિંદભાઈ,
  આપે અત્યંત ત્વરાથી મારો લેખ “મહાશિવરાત્રી” આપના બ્લોગ ‘અભિવ્યક્તિ’ ના અંક માં પ્રસિધ્ધ કર્યો અને તે પણ ઉપયોગી મહત્વના સુધારાઓ સાથે, તે માટે આપનો ઘણોં બધો આભાર. આપના પ્રતિભાવથી મને ભવિષ્યમાં પણ લેખો, મંતવ્યો અને કાવ્યો વિ. મોકલવાનુ પ્રોત્સાહન મળેલ છે. “અભિવ્યક્તિ” ના ગુણવત્તાના સ્તરને છાજે તેવું લેખનજ મોકલવાનો હું પ્રયાસ કરીશ.

  15 માર્ચ ની પોસ્ટ અને આપની “નેટ-અનુપસ્થિતી” નો ખાલીપો જરૂર સાલશે.

  ફરીથી ધન્યવાદ અને આદર સાથે,

  સુરેશ ડાંગે.

  Like

 7. સરસ કામ…, ઉતમ દાખલો. આંખ ઉઘાડનારો જુનો હિન્દુ રોગ. આવા કામોમા તમારા કહેવા મુજબ સરકાર કે સરકારી સાહેબોને, અમલદારોને દાખલ કરવામા હુ માનતો નથી. તેમા કાયદાની ગંઘ અાવે. લોકો વીરોઘ કરે. ભારતમા આજની સરકાર જ લોકોને બગાડવાનુ કામ કરે છે. ડેમોકરેટીક સરકારમાં નહી ચાલે. સરમુખતયાર સરકારમા ચાલે. ડીફણીયા જ સીઘા કરે.
  તમે સવયંમસેવક તરીકે જે કામ કરી બતાવીયુ તે જ સાચુ છે. વઘુ સવયંસેવકો તૈયાર કરવા જોઈએ.
  જો સાચુ અને ઝડપી પરીણામ લાવવુ હોય તો પેલા ખાઈ બદેલા કથાકારો, સાઘુઓ, પુજારીઓને, મંદિરના અમલદારોને, સંચાલકોને, પરેમથી (With Love), તૈયાર કરવા જોઇએ, કે જેમનુ કહેલુ વગર વિચારે અમલમા મુકતી આંઘળી પરજાને સાચે રસતે દોરવાનુ સહેલુ બને.
  શાળાઓમા આ શીખવવાનુ શરુ કરવુ જોઇઅે. આવા ઉદ્દેશ વાળી ફિલમો પણ મદદ કરે.
  પુરુષો કરતા સ્ત્રી વઘુ ઘાર્મિક( ? ) હોય છે. તેમને સાચી સમજ આપવી રહી.
  મંદિરો આજકાલ મોટો ઘંઘો થઈ ગયો છે.
  આભાર.

  Like

 8. ‘પ્રથમ તેને અમલમાં મુક્યો છે’ …. વાંચી ખુબ આનંદ થયો.
  બાકી લોકોને આજના જમાનામાં મફતમાં ‘…..’ આપવાનું જ પસંદ છે.
  આપની પ્રવૃત્તિનો વ્યાપ વધે એવી શુભેચ્છાઓ !

  Like

 9. ખુબ સરસ લેખ. સુરેશભાઈ અને ગોવીંદભાઈ બંનેને હાર્દીક ધન્યવાદ અને આભાર.
  સુરેશભાઈ, આપે તો વાત માત્ર શીવરાત્રીના પ્રસંગની કહી, પણ અહીં તો આખું વર્ષ લોકો શીવલીંગ પર દુધ ચડાવતા રહે છે. મંદીરમાં નોટીસ મુકી છે અને નાની લોટી રાખી છે કે પાણીમાં થોડું મીક્સ કરેલું દુધ માત્ર આ લોટી ભરીને એક જ વાર ચડાવવું. પણ કોઈ માનતું નથી. એ દુધની દુર્ગંધ બધે ફેલાય છે તેની પણ કોઈને પડી નથી.
  હા, વધુ ને વધુ સ્વયંસેવકોની જરુર છે.

  Like

 10. Here in USA every individual Bhakt uses at least minimum 1 galon of Milk for the same on ”SHIVRATRI”..I have oposed this but Now I will do some thing positively as you have asked us to do..
  Dr Sedani..

  Like

 11. Hasubhai Montebello
  Excellent. If we can able convence Some of those Medias, BAPUS, ACHARYAS,PUNDITS and PUJARIs at our temple that be great. They don’t know why? They just do it.

  Like

 12. કર્મકાંડની ઉપયોગીતા માનવ કલ્યાણ કે હિત માટે , સમજી વિચારી થાય એજ સાચી ઉપાસના. એ રસ્તે ચાલવાનો અભિગમ એ સ્તુત્ય પગલું છે..સાથે જાગીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 13. Vishnupant Dangeji tamne aa samaj ne kyak kam aava no, aene tamane lagti sachi baju vadi j shakay aevi hatagrah thi grast cho bapla. aa samaj ne ram, krishan ane sadakal mahakal pan kai samjavi nathi shakya, nahak parishram sha mate dada,vadi e potana kya valan ne lidhe WHO ni ku-poshan ni vyakhya ma aayva e samjva aa panno tuko pade aevu nathi lagtu.bhale n chadavata dudh, aa jamin ne tamara kehva mujab vedfayela dudh na rasayano thi bhavisy na kudrati parivartan ne thava dyo ne bapla.aa jagat ne sharsh samajdari purvak swikari leta shikhi shkiye to aavi pidao ghati jati hoy che dada.pache tamne lage ae thik bapla. aap ne kashu anchajtu lagtu hoy to pachu aapsho, bhagwan sau ne margi banave.

  Like

 14. તમારી અાગવી દૃષ્ટિ માટે સુરેશભાઇ તથા ગોવિંદભાઇ બન્ને દિલી અભિનંદન.અા પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રાખવાથી એક દિવસ એવો અાવશે કે બ્રાહ્મણવાદની પકડમાંથી સમાજનો છૂટકારો થશે અને પ્રગતિના સોપાન સર થશે અને તે માટે જે રીતે અાજનો યુવાનવર્ગ અાગેકૂચ કરી રહ્યો છે તેનો મને ખૂબ ગર્વ છે અસ્તુ.

  Like

 15. હિંદુ ઘરમમાં ઘણા દેવો…….આજે શીવરાત્રીની વાત છે માટે હિંદુની જ વાત કરીએ……..
  દરેક હિંદુને સવગેૅ જ જવુ છે, પાપો ઘોવા છે…..સત્ય છુપાવવુ છે…….માટે કોઈ પણ સહેલો, સસતો, રસતો શોઘે ………….શીવને દૂઘથી નવડાવે અને હનુમાનને તેલથી…………..અને…………………..( ગરીબો અને અપંગોને ભૂખા રાખીને ……………..)
  મહા કવિ અખાઅે સુંદર વાત કહી છે.

  એક મુરખને એવી ટેવ,
  પતથર એટલા પુજે દેવ
  પાણી દેખી કરે સનાન
  તુલસી દેખી તોડે પાન
  એ અખા વઘુ ઉતપાત્,
  ઘણા પરમેશ્વર એ કયાંની વાત ??????????????

  કવિ ઉમાશંકરે ભૂખથી પિડાતા લોકો માટે કહ્યુ છે કે…………ચેતવણી રૂપે……….

  ભૂખયા જનનો જથરાગનિ જયારે જાગશે…………

  રાજ કપુરે ગીતમાં ગાયુ છે કે…………..( Film : Phir Subaha hogi ).
  વો સુબહ કભી તો આયેગી……….
  ………………………………………….
  …………………………………………
  ઈન ભૂખી પયાસી રૂહો પર
  અેક દીન તો કરમ ફરમાયેગી….
  વો સુબહ કભી તો આયેગી……….

  Like

  1. વહાલા અશોકભાઈ,
   દુધનો દુરુપયોગ ટાળી તેને સાચી માનવતાની દીશા આપવાના અમારો વીનમ્ર ઉદ્દેશને આપના બ્લોગ પર પ્રસીદ્ધ કરવા માટે ધન્યવાદ….

   Like

 16. A very positive work. While everybody should enjoy their own freedom of relgious expression, such OBVIOUS waste of milk MUST be stopped by educating people. Bravo to the author for the same!

  Like

 17. દુધનો દુરુપયોગ ટાળી તેને સાચી માનવતાની દીશા આપવાના આપના ઉદ્દેશ ને હું વધાવું છું. બ્રાહ્મણવાદની પકડમાંથી સમાજને છોડાવવો જરૂરી છે તમે કરેલા પાપ ને ૧૦૦ ગ્રામ દૂધની લાંચ આપવા થી ઈશ્વર તમને માફ નથી જ કરવાનો .

  Like

 18. તાજા સમાચાર……………………………
  ગુજરાત ટાઈમસ…નયુયોકૅ અેડીસન……માચૅ ૧૫, ૨૦૧૩…..

  ( આવક અોછી અને ખરચ વઘારે…જેવો કે દૂરુપયોગ…..આ..મારા વિચારો છે….)
  સમાચાર………….

  સૌરાષટરના અનેક ગામોમાં જળસંકટ…………પાણી માટે ટળવળતાં લોકો ને પશુઅો……
  હવે સવાલ દૂઘ કે તેલનો તો છેજ………..અમીર અને ગરીબ માટે આ સવાલ હાજર તો છેજ…….
  ગરીબો માટે દૂઘ કે તેલ નહી હોય તો ચલાવી લેવાય…..પરંતુ જીવન આપનાર પાણી પણ ????
  પાણીનો દૂરોપયોગ પરિસથિતિને કયા સતરે લઈ જશે ??????
  ગરીબોની વસતી વઘારે છે.

  અન્ન અને ખાવાની ચીજોમા ભેળસેળથી ભારત પીડાઈ રહીયુ તો છેજ……………
  ગીતામાં આપેલુ વચન પુરુ કરવા કોઈ દેખાતુ નથી…..આવવાનું પણ નથી……ભગવાન અેટલે કોણ ?????????????…….
  રાજકારણીયો પોતે મોટા સવાલો છે…………….
  જાતે મરીયા શીવાય સવગેૅ ના જવાય.

  ……………………..

  Like

 19. Very good Suresh bhai. You really deserve pats on your shoulders. Hats off to you and Govind bhai. I am a founder president of Mehfil Group which has 300 plus members here in Canada. I am circulating this to all of them. Of course t is late but better late than never.

  These kind of distortions are always found in all religions. No religion is exception. Every religion teaches to serve mankind and humanity but the followers conveniently forget this. Throwing coins in rivers and oceans is another bad habits. Throwers don’t realise how they create shortages.

  I think everyone should copy the action of Suresh bhai and his colleagues. I think first we have to reform mullahs and pandits. Educate them. Take them in to confidence and convey the right messages to masses.

  Suresh bhai keep it up. Don’t worry about how many will follow you.

  Main To Chalaa Thaa Akela Hi Jaanib-e-Manzil Magar,
  Log Saath Aatey Gaye, Qarwaan Banata Gaya.

  Firoz Khan
  Toronto (Canada)

  Like

 20. સિમ્પલી સુંદર, અને અદભુત………..વાહ….

  મારી પત્નીની મોટી બહેન જેને અમે પાટલા સાસુ કહિએ, એક વખત શીવલિંગને ચક્કર લગાવી રહિ હતી અને એક માજી દુરથી જોઈ રહ્યા હતા અને જ્યારે ૨૧ ચક્કર લગાવીને મારા પાટલા સાસુજી એ માજીની નજીક બેઠા ત્યારે એ માતાજીએ એને કહ્યુકે “સ્ત્રીઓએ શીવલિંગને અડવુ કે ચક્કર ના લગાવવુ જોઈએ, કેમ કે તો શંકરનુ લિંગ છે અને નીચે છે એ પાર્વતીની યોની છે” આવુ રહસ્ય જાણ્યુ ત્યારે એ તો શરમથી પાણી પાણી થઈ ગયા અને ત્યારથી શીવલિંગના ચક્કરમાં પડતા જ નથી. હવે ૧૨-૧૩ વરસ થયા મુંબઈ છોડ્યે એટલે હાલની ખબરની નથી પણ આવા તો ઘણાય ગતકડાઓથી અમે તો દુર થઈ ગયા અને ખુબ જ ખુશ છીએ અને આવા ઉધામાઓ જોઈ સાંભળીએ ત્યાર પોતાના પર થોડુ માન ઉપજે છે.
  મને પણ સ્કુલમાં જતો ત્યારે ગોળીયાઓ આવતા અને મારો હાથ જોઈને ભાખ્યુ હતુ કે તારે દર સોમવારે એક મુઠ્થી ઘંઉ લિંગ પર ચડાવવુ પણ હુ કુદરતી જ એવુ ના કરતો અને આજે એ બંધનથી મુક્ત છુ નહિ તો મારુ શું થાત? ખબર નહિ.
  પણ આ સુંદર લેખ વાંચીને વાહિયાત વાતો પર ખરેખર અભાવો ચડે છે.

  આવા લેખો અને કાર્યો જ ખરી દેશસેવા છે, મારો ભારત દેશ સુધરે એવી પ્રાર્થના…….

  Like

 21. વિનયભાઈ તમે જે કાર્ય હાથ ધર્યું છે તે પ્રશન્શીય છે સફળ થશે .
  હું મત આપવામાં મોડો પડ્યો। sorry

  Like

 22. ગોવિંદભાઈ મને એક એવો વિચાર આવે છેકે માણસો દૂધ કે તેમાંથી બનતી વસ્તુનો ખાવામમાં ઉપયોગ કરે છે . એનો ત્યાગ કરે તો ઘણો ફાયદો થાય .અને એ વસ્તુ ન ખાવાથી નબળા નથી પડી જવાતું .
  મેં એક ભજન બનાવ્યું છે તેની બે કડી લખવાનું સાહસ કરું છું .
  ગાયને ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે ગોવારજી
  વાછરું છોડે ધાવવા કાજે પણ બોઘ્ડે દુધની ધાર આ જગમાં વધ્યો પાપાચાર જી
  ઈવા દુધનો પ્રભુની આગળ ભોગ ધરે નરનાર જી કુડા માનવીને જોયા પછી રોવા માંડ્યા જગદા ધાર આ જગમાં
  બેકર જોડી ભણે “આતા “પ્રભુ રોશોમાં લ ગારજી
  અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણહાર
  જોડી ભણે “આતા “ભણે આતા પ્રભુ
  માંડ્યા

  Like

 23. Thank you for this thought provoking article. There are many Rituals which do not make any sense and create Waste. People generally Do things mechanically without thinking. It is time to Change Wrong Rituals into Good Actions by doing Useful Work without any Waste. The whole Society will Benefit. Let us Look into all the Rituals and Bring Reforms.

  Usefulness will bring Religions and Temples to Right Direction.

  Fakirchand J. Dalal
  9001 Good Luck Road,
  Lanham, Maryland 20706.
  U.S.A.

  March 27, 2013.

  Like

 24. Hello
  govindbhai…

  bija badha festival ni vat java do…pan shravan mahina ma MAHADEV ne dudh thi atla mate abhishek karvama aave chhe ke…atlu dudh loko ochhu pive..ne ochha bimar pade….enu reason a chhe ke a samay ma dudh aapta janwar game tyan ugi nikdel ghas charo kahta hoy chhe..jethi a dudh pan aj prakar nu ja hoy chhe…enahi sarir ma vayu ne pitt vadhi sake..bika pan rogo thavani sambhavna rahe chhe kem ke vatavaran eksarkhu rahetu nathi..kyarek varsad to kyarek tadko..

  aa mate ni link mane hamna malti nathi…malse atle tamne forward karis..

  atlu dhyan ma rakhjo…jyan sudhi koi pan jaruri kriya ne dharam sathe jodvama nathi aavtu tyan sudhi manvi ene strictly follow karto nahi…

  thanks
  bye

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s