રાજવંશ અને રાજઅંશ

–મુરજી ગડા

બધાનાં બે પેરન્ટ્સ (માતા + પીતા) હોય છે અને ચાર ગ્રાંડપેરન્ટ્સ હોય છે. દર પેઢીએ આ સંખ્યા બમણી થાય છે. ત્રીસ વર્ષે પેઢી બદલાય છે, એ હીસાબે સવા સો વરસમાં ચાર પેઢી બદલાઈ જાય. આનો અર્થ એ થયો કે આપણાથી સવા સો વર્ષ મોટા 16 પુર્વજોના જનીન (genes) કે અંશ આપણામાં આવેલા છે. આ ચાર પેઢીની ત્રીસ વ્યક્તીઓનાં નામ ભાગ્યે જ કોઈને યાદ હશે. ખાસ કરીને માતૃપક્ષનાં અને સ્ત્રી સમુદાયનાં. એમનાં જીવન વીશેની વાત તો દુર રહી.

આ ગણતરીને વધુ ભુતકાળમાં લઈ જઈએ તો દસ પેઢી પહેલાંની એક હજાર વ્યક્તીઓ, વીસ પેઢી પહેલાંની દસ લાખ વ્યક્તીઓ અને ત્રીસ પેઢી પહેલાંની એક અબજ વ્યક્તીઓ આપણી પુર્વજ થાય. જેમના જનીન કે અંશ આપણામાં હોઈ શકે છે. એમના પહેલાંની દર પેઢીએ આ સંખ્યા બમણી તો થાય જ છે.

ત્રીસ પેઢી એટલે આશરે 900 વરસ થયા. ત્યારે દુનીયાની વસ્તી અબજોમાં નહોતી. એક અંદાજ પ્રમાણે ત્યારની દુનીયાની વસ્તી દસ કરોડ જેટલી હતી અને સમસ્ત ભારતની વસ્તી બે કરોડથી પણ ઓછી હતી. માત્ર આજના મુમ્બઈ શહેર જેટલી.

આપણા બધા પુર્વજોનાં નામ પેઢી પ્રમાણે કાગળ પર લખીએ તો ઉંધો ત્રીકોણ બને. આ જ રીતે જો કોઈ એક વ્યક્તીના વંશજોનાં નામ લખીએ તો સીધો ત્રીકોણ બને. જો કે આ બે ત્રીકોણોમાં એક મોટો તફાવત છે. દરેક વ્યક્તીનાં પેરન્ટ્સ બે હોય છે. જ્યારે એનાં સંતાનો ઘણાં હોઈ શકે કે એક પણ ન હોય. જો દરેક પેઢીનાં સરેરાશ બે સંતાન ગણીએ તોય 900  વરસમાં એક જ વ્યક્તીના જનીન ધરાવનાર કરોડો વ્યક્તીઓ હોઈ શકે છે.

આજની જેમ રાજાશાહીમાં એક પત્નીનો કાયદો નહોતો. પુરુષ ઈચ્છે એટલી અને પોસાય એટલી પત્નીઓ રાખી શકતો. ખાસ કરીને રાજાઓને ઘણી રાણીઓ હોતી અને રખાતો પણ હોતી. જીન્દગીને સમ્પુર્ણપણે માણવાનો તેઓ પોતાનો હક્ક ગણતા. એટલું જ નહીં; આને પુરુષત્વનું  પ્રતીક ગણાતું. રાજાઓ ઉપરાન્ત અન્ય સત્તાધીશો, જમીનદારો વગેરે ઘણા પોતાની શક્તી મુજબ આ પ્રણાલીકાનો લાભ ઉઠાવતા. સમાજને એ સ્વીકાર્ય હતું.

ચીન, યુરોપ અને મુસ્લીમ સામ્રાજ્યોમાં આ ખુલ્લેઆમ થતું. ભારતના કેટલાક પ્રદેશોમાં પણ આ ચાલતું, જ્યારે અન્ય પ્રદેશોમાં અનૌરસ સમ્બન્ધોને સમાજની નજરથી છુપાવવામાં આવતા હતા. વર્ણવ્યવસ્થા આધારીત આભડછેટને લીધે તેમ જ ભારતની ધાર્મીક/ સામાજીક મર્યાદાઓએ આ પ્રકારની પોલીગેમીને (બહુપત્નીત્વને) મર્યાદામાં રાખી હતી.

રાજાઓ તેમ જ અન્ય શક્તીશાળી પુરુષોના અનૌરસ સમ્બન્ધોનાં આટલાં ઉંડાણમાં જવા પાછળનો હેતુ એ છે કે સામાન્ય માણસના હોય એના કરતાં રાજાના કેટલાયે વધારે વંશજ થતા. તે ઉપરાંત એ બધા રાજ્યાશ્રયમાં ઉછેરાતા હોવાથી એમનું જીવનધોરણ સામાન્ય પ્રજાજન કરતાં સારું રહેતું. આ બાબત અનૌરસ વંશજોને પણ લાગુ પડે છે. એ સમયમાં ભુખમરો, કુપોષણ અને ચેપી રોગોને કારણે ઘણાનાં અકાળે મોત થતાં હોવાથી સરેરાશ આયુષ્ય ત્રીસ વરસથી ઓછું હોવાનું મનાય છે. આવા સંજોગોમાં રાજાના વંશજો પ્રમાણમાં લાંબું જીવતા.

જે માણસનું આયુષ્ય લાંબું હોય અને ઘણી પત્નીઓ હોય એનો વંશવેલો લાંબો હોવાની શક્યતા વધતી જાય છે. છેલ્લાં બે–અઢી હજાર વરસમાં લાખોની સંખ્યામાં થઈ ગયેલા રાજાઓના અંશ દુનીયાની મોટા ભાગની વસ્તીમાં હોવાની શક્યતા છે. ત્યારે ગર્ભનીરોધક સાધનો ઉપલબ્ધ નહોતાં.

અહીં ડાર્વીનના ઉત્ક્રાન્તીવાદનો એક સીદ્ધાન્ત, ‘સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ’ કામ કરતો દેખાય છે. એ સીદ્ધાન્ત પ્રમાણે જે જીવ પોતાની આસપાસના વાતાવરણ સાથે અનુકુળ થઈ શકે છે, તે ટકી રહે છે. જે અનુકુળ નથી થઈ શકતા એમનો અંત આવે છે. એને ‘નેચરલ સીલેક્શન’ પણ કહેવાય છે. માનવીના કીસ્સામાં કુદરતી નહીં; પણ માનવસર્જીત પરીબળોએ ભાગ ભજવ્યો છે અને હજી પણ ભજવી રહ્યો છે.

આપણી વંશાવળીની નોંધ ભટ્ટ (ભોગળ–ભટ્ટ, બારોટ) રાખતા હતા. રાજાઓના ઔરસ વંશાવળીની વ્યવસ્થીત નોંધ ઈતીહાસકારોએ રાખી છે. એમના અનૌરસ વંશજોની નોંધ કેટલેક ઠેકાણે મળે છે. વીદેશમાં જીનોલૉજીના વીશેષજ્ઞ આવી વંશવેલી પ્રમાણ સાથે શોધી આપે છે. આવા જીનોલૉજીસ્ટની સંસ્થાઓ પણ છે.

માણસના ગુણ – અવગુણ અમુક અંશે એના વંશજોમાં ઉતરે છે. એના પરથી ‘બાપ તેવા બેટા’ જેવી કહેવતો પડી છે. ગુણથી વીશેષ શરીરની રચના અને સ્વાસ્થ્ય પર કેટલીયે પેઢી સુધી વારસાગત અસર જળવાઈ રહેવાના પુરાવા છે. અલબત્ત દર પેઢીએ વારસામાં નવા જનીન ઉમેરાતા હોવાથી કોઈ એક જનીનની અસર એટલી ઓછી થતી જાય છે; છતાં વાળ અને આંખના રંગ જેવાં લક્ષણ કેટલીયે પેઢી પછી દેખા દેતાં હોય છે.

ઘણા રાજાઓ પોતાનામાં દેવતાઈ અંશ હોવાનું માનતા હતા કે પછી એમના ખુશામતીયા એવો પ્રચાર કરતા હતા. તોય રાજ્યના વડા હોવાને નાતે એમનામાં હીમ્મ્ત, શૌર્ય, નીર્ણયશક્તી, શાણપણ વગેરે ગુણ તેમ જ અભીમાન, અક્ક્ડપણું વગેરે અવગુણ અન્યના પ્રમાણમાં વધારે હોય તે સ્વાભાવીક છે.

પ્રાચીન તેમ જ મધ્યકાલીન ભારતમાં શીક્ષણ બ્રાહ્મણો પુરતું મર્યાદીત હતું. બ્રાહ્મણોની સંખ્યા અન્ય વર્ણો કરતાં ઘણી ઓછી હતી. એમનો વંશવેલો મર્યાદીત રહેતો. એમની સરખામણીએ અન્ય વર્ણોની સંખ્યા ઘણી વધતી ગઈ. સતત સંકોચાતા શીક્ષીત વર્ગની દેશના સાંસ્કૃતીક અને આર્થીક વીકાસ પર કેટલી અસર થઈ તે એક સંશોધનનો વીષય છે. બે હજાર વરસની આપણી પીછેહઠ પાછળ, આવાં કારણોએ કેટલો ભાગ ભજવ્યો હશે ?

બીજી એક કરુણ વાસ્તવીકતા એ છે કે  સાધનસમ્પન્ન અને સત્તાધારી પુરુષો દુરાચાર દ્વારા પોતાનો અનૌરસ વંશવેલો વધારતા જાય, સદાચારી ગૃહસ્થનો વંશવેલો મર્યાદીત હોય તેમ જ ધાર્મીક સમાજમાં વંદનીય ગણાતા આજીવન બ્રહ્મચારીના સદ્ ગુણી જનીનના લાભથી દુનીયા વંચીત રહી જાય – આને માનવસમાજની સેવા કહેવાય કે અવહેલના ?

હીટલરે કરાવેલી યહુદીઓની સામુહીક કતલ જગજાહેર છે. જે ખાસ જાહેર નથી થયું તે છે એની શુદ્ધ નૉરડીક – આર્યન જાતી માટેની ઘેલછા. એના માટે એણે ઘડેલી વીસ્તૃત યોજના હેઠળ ચુનંદા યુવક – યુવતીઓ માટે ખાસ સંસ્થા ઉભી કરી હતી. જેનું મુખ્ય કામ હતું શુદ્ધ જાતીની પ્રજોત્પતીનું. બીજા વીશ્વયુદ્ધમાં જો હીટલરની જીત થઈ હોત તો આજની દુનીયા કેવી હોત એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

હીન્દુ દન્તકથા પ્રમાણે આપણે બધા લાખો વરસ પહેલાં થઈ ગયેલ મનુના વંશજ છીએ. ખ્રીસ્તી વીચારધારા પ્રમાણે બધા જ માનવી સાત હજાર વરસ પહેલાં થઈ ગયેલા આદમ – ઈવના વંશજ છે. નૃવંશશાસ્ત્ર પ્રમાણે સમસ્ત માનવજાતી દોઢ–બે લાખ વરસ પહેલાંના પુર્વ આફ્રીકાના નાનકડા આદી માનવસમુદાયની વંશજ છે. આ લેખક છેલ્લા વીધાનમાં સમ્પુર્ણપણે માને છે.

આટલા દુરના ભુતકાળમાં ન જતાં નજીકના ભુતકાળની એવી થોડી વ્યક્તીઓ શોધવી અઘરી નથી જેમના જનીન વીશાળ જનસમુદાયમાં હોય. લાંબો સમય સત્તા ભોગવતા ‘રંગીલા’ રાજાઓ અને સરમુખત્યારોનો એમાં સમાવેશ થાય છે. ભારતની પ્રાચીન દન્તકથાનું પાત્ર રાજા યયાતી આવું એક ઉદાહરણ છે.

આવી યાદીમાં સૌથી મોખરાનું નામ હશે ચંગીઝખાનનું (1162 – 1227). આઠસો વરસ પહેલાં થઈ ગયેલા મંગોલીયાના આ વતનીએ દુનીયાનો સૌથી વધુ પ્રદેશ જીત્યો હતો. એમ કહેવાય છે કે એ જ્યાં પણ જતો ત્યાં પોતાના ‘જનીન’ મુકતો જતો હતો. ચંગીઝખાને ચીન, મધ્ય એશીયાનાં મુસ્લીમ અને આરબ રાજ્યો, પુર્વ યુરોપ તેમ જ દક્ષીણપુર્વ એશીયાનાં કેટલાંક રાજ્યો જીતી ત્યાં પોતાના પુત્રો અને પૌત્રોને ગાદીએ બેસાડ્યા હતા. એના વંશજોએ લાંબો સમય રાજ કરી પોતાનો વંશવેલો આગળ વધારવામાં જરાય કચાશ નહોતી રાખી.

ચંગીઝખાનનો એક પૌત્ર કુબલાઈખાન ચીનનો અતી શક્તીશાળી અને પ્રખ્યાત રાજા થઈ ગયો છે. ચીનના રાજાઓની હજારો કન્ક્યુબાઈન રાખવાની પ્રથા જાણીતી છે. ભારતના શક્તીશાળી મોગલ સમ્રાટો પણ ચંગીઝખાનના વંશજ હતા. એમનામાંથી કેટલાકના જનાનખાનાંમાં સેંકડો સ્ત્રીઓ હોવાનું કહેવાય છે.

મોટાભાગનું એશીયા, પુર્વ યુરોપ તેમજ ભારતના કેટલાક ભાગની પ્રજાનાં ઘણાં નવજાત શીશુઓનાં શરીર પર ‘લસણ’ કહેવાતા ઘેરા રંગનાં ચાંઠાં હોય છે જે મેડીકલ ભાષામાં ‘મંગોલીયન સ્પોટ’ કહેવાય છે. આ ચાંઠાં ચંગીઝખાન અને એના સૈનીકોને આભારી હોવાનું કેટલાક નૃવંશશાસ્ત્રીઓનું માનવું છે. જો આમાં તથ્ય હોય તો પચ્ચીસ–ત્રીસ પેઢી પછી પણ જેનેટીક અસર દેખા દેતી હોય છે એ સાબીત થાય છે.

નેશનલ જીઓગ્રાફીક સોસાયટી અને અમેરીકાની આઈ.બી.એમ. કમ્પનીએ થોડાં વરસ પહેલાં દુનીયાના દુર દુરના પ્રદેશોમાં માણસો મોકલી ત્યાંના લોકોના જનીન એકઠા કરી એકબીજા વચ્ચેના જૈવીક સમ્બન્ધ શોધે છે. ડી.એન.એ.ની નવી ટૅકનોલૉજીને લીધે આ શક્ય બન્યું છે. આ સર્વેક્ષણનાં તારણો રસપ્રદ હશે.

દુનીયાની મોટાભાગની પ્રજાઓ જૈવીક રીતે (બાયોલૉજીકલી) એકબીજાની ઘણી જ નજીક છે. આપણા જાતીય વારસાનું કોઈએ બહુ ગુમાન ન કરાય. ગમે ત્યાંથી ગમે તે નીકળી શકે છે. દેશ, જાતી કે ધર્મના નામે થતાં યુદ્ધો અન્તે તો પીતરાઈઓ વચ્ચેની જ લડાઈ છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 23 11 548 સેલફોન: 97267 99009  ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્ર ‘પગદંડી’ માસીકના ૨૦૦૮ના ડીસેમ્બર માસના અંકમાં અને  કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના ૨૦૧૨ ના ઓગસ્ટ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru405, Krishna (Evaz Apparel) Appartments, B Wing, Opp. Balaji Garden, Sector 12, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 23/03/2013  

2 

42 Comments

  1. જેમ વર્તમાન સમાજમાં દરેક પ્રકારનાં મનુશ્યો હોય છે તેમ ભુતકાળમાં પણ હતા જ માટે આપણા બધા જ પુર્વજો સજ્જનો ન જ હોઈ શકે. એ જ પ્રમાણે આપણી પછીની પેઢીમાં પણ બધા સજ્જનો જ પાકશે તેવી ધારણા રાખવી જોઈએ નહીં. આપણે આપણી જાતને સુધારી શકીએ તો પણ ઘણું છે. આપણાં હાથમાં માત્ર એટલું જ છે.

    Like

  2. કરવામાં આવે તો એ નજીકના પીત્રાઈ થાય.

    પૃથ્વીરાજ ચૌહાણ, મુહમ્મદ ગોર, જયચંદ એ પણ નજીકના પીત્રાઈ થાય.

    ઔરંગઝેબ, શીવાજી, કલાઈવ એ પણ નજીકના પીત્રાઈ થાય.

    જવાહરલાલ નેહરુ, ઝુલફીકાર અલી ભુત્તો, શેખ અબ્દુલા વગેરે વગેરે તો સાવ નજીકના પીત્રાઈ થાય.

    ચર્ચીલ અને મહાત્મા ગાંધીજીનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો એ પણ પીત્રાઈ થાય.

    જય હોજો મુરજીભાઈ ગડાની આ વંશ અને અંશની વીગતોનો…..

    Like

  3. સદામ હુસૈન, બરાક ઓબામા અને બીન લાદેન ઓસામા આ બધાનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો એ નજીકના પીત્રાઈ થાય.

    પૃથ્વીરાજ ચૌહાણ, મુહમ્મદ ગોર, જયચંદ એ પણ નજીકના પીત્રાઈ થાય.

    ઔરંગઝેબ, શીવાજી, કલાઈવ એ પણ નજીકના પીત્રાઈ થાય.

    જવાહરલાલ નેહરુ, ઝુલફીકાર અલી ભુત્તો, શેખ અબ્દુલા વગેરે વગેરે તો સાવ નજીકના પીત્રાઈ થાય.

    ચર્ચીલ અને મહાત્મા ગાંધીજીનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો એ પણ પીત્રાઈ થાય.

    જય હોજો મુરજીભાઈ ગડાની આ વંશ અને અંશની વીગતોનો…..

    Like

  4. જનીનશાસ્ત્ર ઘણું અભ્યાસ માગી લે તેવું શાસ્ત્ર છે.

    આ જનીન શેમાંથી બને છે? મને ખબર નથી.

    આપણને મળેલા જનીનોમાં આપણાં જીવન દરમ્યાન ફેરફાર થાય?

    આપણે જે જનીન ટ્રાન્સફર કરીએ તે એક જ પ્રકારના કરીએ કે જુદા જુદા સંતાનોમાં જુદા જુદા પ્રકારના?

    માતા અને પિતાના કેટલા ટકા જનીનો સંતાનમાં ઉતરે?

    જીનેટીક એંજીનીયરીંગના પ્રમાણભૂત પુસ્તકો ગુજરાતીમાં ક્યાંથી મળે? અથવા તો સરળ અંગ્રેજીમાં ક્યાંથી મળે?

    જો ગુજરાતીમાં આવા પ્રમાણભૂત પુસ્તકો ઉપલબ્ધ ન હોય તો તેનું સાચું ગુજરાતી ભાષાંતર કરતાં પુસ્તકોનું બજાર ઉભું થઈ શકે?

    Like

    1. Dear Mr. Atul Jani,

      I believe you asked these question out of curiosity. I will try to answer those to the best of my knowledge, that too in English. I hope you do not mind it.

      આ જનીન શેમાંથી બને છે? મને ખબર નથી.

      Genes means the genetic information in our DNA. That is the pattern of our double helix string. Everybody’s DNA is somewhat different, lust like the fingerprints.

      આપણને મળેલા જનીનોમાં આપણાં જીવન દરમ્યાન ફેરફાર થાય?

      Yes, they keep changing during our lifetime. That is called mutation. There are many factors that cause mutations. This is why the lives of two brother’s could be so different in their adulthood.
      આપણે જે જનીન ટ્રાન્સફર કરીએ તે એક જ પ્રકારના કરીએ કે જુદા જુદા સંતાનોમાં જુદા જુદા પ્રકારના?

      They are always different. Even two sperms in the same sample are not exactly identical.

      માતા અને પિતાના કેટલા ટકા જનીનો સંતાનમાં ઉતરે?

      Theoretically that would be 50% each. However certain genes are more dominant than others and hence child appears to incline more towards one parent.

      Like

      1. આપણને મળેલા જનીનોમાં આપણાં જીવન દરમ્યાન ફેરફાર થાય?

        M. Gada said: “Yes, they keep changing during our lifetime. That is called mutation. There are many factors that cause mutations. This is why the lives of two brother’s could be so different in their adulthood.”

        That’s not quite true. Individual cell’s genome may change – but that would probably go unnoticed. A tumor cell would have changed genome, for example. Mutation during life time is rare – that’s why evolution takes a long time.

        The reason lives of two brothers are different is because their genomes are still quite different. Even identical twin’s genomes differe.

        Like

      2. Dear Mr. Mehul,

        Cosmic rays made up of sub-atomic particles pass thru our body regularly and effortlessly. Sometimes they do alter our genome sequence albeit minutely. That may be a helpful, harmful or even a neutral mutation, still it is a mutation. Evolution is an ongoing process at a very slow pace, impossible to notice in a life time. But it does happen continuously as I understand.

        Like

  5. દેશ, જાતી કે ધર્મના નામે થતાં યુદ્ધો અન્તે તો પીતરાઈઓ વચ્ચેની જ લડાઈ છે.

    વાસ્તવમાં બધી લડાઈ જર, જમીન ને જોરુ માટે હોય છે પછી તે ભલેને ગમે તે નામે થતી હોય. અહીં જોરુ એટલે માત્ર સ્ત્રી નહીં સમજવાનું પણ સાથીદાર સમજવાનું. સ્ત્રીઓએ મનગમતા પુરુષ માટે એટલી જ આક્રમકતાથી લડતી હોય છે.

    Survival of Fittest ! ડાર્વીનનો ઉત્કાંતીવાદ સાચો જ છે. પણ સામર્થ્ય એટલે શું?
    માત્ર શારીરીક ? તો હાથી, સીંહ અને વાઘ જેવા પ્રાણીઓ સામે મનુષ્ય કદી ન જીતી શકે?

    તો શું પ્રાણશક્તી? ના ઘણાં પ્રાણીઓની પ્રાણ શક્તિ વધારે હોય છે?

    તો શું માનસીક કે બૌદ્ધિક સામર્થ્ય? મનુષ્યો માટે મોટા ભાગે તેનો જવાબ હકારમં મળે. જેમનું માનસીક કે બૌદ્ધિક સ્તર વધારે વિકસીત તેની ટકી રહેવાની ક્ષમતા વધારે.

    તેમ છતાં બૌદ્ધિક સ્તરથી યે આગળનું એક સ્તર છે કે જેમાં ગાંધી, ટોલ્સ્ટોય , શ્રીમદ રાજચંદ્ર વગેરે આવે છે અને તેમના જનીનો તો સમાજમાં વિશેષ નથી ફેલાયા પણ આવા શક્તિશાળી સ્તરના માનવીઓના વિચારો માનવ સમુદાયમાં હજારો વર્ષો સુધી ફેલાયેલા રહે છે. આ વિચારો પણ મનુષ્યના ઘડતરમાં અને તેના ટકી રહેવામાં ઘણો ભાગ ભજવતા હોય છે. કૃષ્ણના વિચારો તેના જનીનો કરતાં ઘણાં વધારે ટક્યાં. તેમના અને તેમના કુળના જનીનો ધરાવતા યાદવો તો યાદવાસ્થળી વખતે જ ખતમ થઈ ગયેલા.

    કેટલાયે શારીરીક રીતે હટ્ટાકટ્ટા અને બુદ્ધિશાળી માણસો નાની અમથી મુશ્કેલીમાં હતાશ થઈને ડીપ્રેશનમાં સરી પડતા હોય છે જ્યારે આત્મીક રીતે સજ્જ મહાપુરુષો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં યે ભાંગી પડવાને બદલે તેમનું અસ્તિત્વ ટકાવી શકે છે.

    પ્રશ્ન તે છે કે ખરેખરું સામર્થ્ય ક્યાં રહેલું છે? માત્ર જનીનોમાં કે બીજી ઘણી બધી બાબતોમાં? અન્ય ઘણી બાબતો પર સામર્થ્ય આધારીત હોય તો તેવી બાબતો કઈ? મનુષ્યને વધુને વધુ સામર્થ્યવાન બનાવવા માટે તેવી બાબતો કેળવી શકાય કે માત્ર જનીનો પર જ મનુષ્યોના જીવનનું ટકી રહેવાનું અવલંબે?

    Like

    1. Survival of Fittest ! ડાર્વીનનો ઉત્કાંતીવાદ સાચો જ છે. પણ સામર્થ્ય એટલે શું?

      Here “fittest” means the one having the maximum ability to adapt to the changing environment. That is why mighty dinosaurs perished but the timid rodents (mammals) survived when the great asteroid struck earth some 65 million years ago. In today’s circumstance, when two people fight to death, only one survives. If the loser had chosen to surrender or run away instead of fighting, he would have atleast survived for the time being ( with humility) by accepting the reality.

      તેમ છતાં બૌદ્ધિક સ્તરથી યે આગળનું એક સ્તર છે કે જેમાં ગાંધી, ટોલ્સ્ટોય , શ્રીમદ રાજચંદ્ર વગેરે આવે છે અને તેમના જનીનો તો સમાજમાં વિશેષ નથી ફેલાયા પણ આવા શક્તિશાળી સ્તરના માનવીઓના વિચારો માનવ સમુદાયમાં હજારો વર્ષો સુધી ફેલાયેલા રહે છે. આ વિચારો પણ મનુષ્યના ઘડતરમાં અને તેના ટકી રહેવામાં ઘણો ભાગ ભજવતા હોય છે. કૃષ્ણના વિચારો તેના જનીનો કરતાં ઘણાં વધારે ટક્યાં

      That is totally different subject. Theory of evolution deals only with the physical survival. Darwin’s and Wallace’s intent was to prove that the life on earth has evolved and not “created” by God as was then believed. Then he describes the forces behind this evolution.

      પ્રશ્ન તે છે કે ખરેખરું સામર્થ્ય ક્યાં રહેલું છે? માત્ર જનીનોમાં કે બીજી ઘણી બધી બાબતોમાં? અન્ય ઘણી બાબતો પર સામર્થ્ય આધારીત હોય તો તેવી બાબતો કઈ? મનુષ્યને વધુને વધુ સામર્થ્યવાન બનાવવા માટે તેવી બાબતો કેળવી શકાય કે માત્ર જનીનો પર જ મનુષ્યોના જીવનનું ટકી રહેવાનું અવલંબે?

      We have to differentiate an individual and a human race. At an individual level, If Gandhi was stranded in the middle of ocean with a group of people without food but only water, he would survive longer than an average vegetarian as Gandhi was used to long fasting. On the other hand anyone eating raw fish may survive longer than Gandhi regardless of all Gandhi’s spiritual strength.

      As a society, Europeans progressed more and faster than Asians during middle ages as they adopted readily to the changes that came across.

      Like

  6. સંતુલિત અને અભ્યાસપૂર્ણ લેખ.

    આમાંના એક મુદ્દા પર ચર્ચા કરવા માગું છું.

    શ્રી મૂરજીભાઈએ લખ્યું છે કે “પ્રાચીન તેમ જ મધ્યકાલીન ભારતમાં શીક્ષણ બ્રાહ્મણો પુરતું મર્યાદીત હતું. બ્રાહ્મણોની સંખ્યા અન્ય વર્ણો કરતાં ઘણી ઓછી હતી. એમનો વંશવેલો મર્યાદીત રહેતો. એમની સરખામણીએ અન્ય વર્ણોની સંખ્યા ઘણી વધતી ગઈ. સતત સંકોચાતા શીક્ષીત વર્ગની દેશના સાંસ્કૃતીક અને આર્થીક વીકાસ પર કેટલી અસર થઈ તે એક સંશોધનનો વીષય છે. બે હજાર વરસની આપણી પીછેહઠ પાછળ, આવાં કારણોએ કેટલો ભાગ ભજવ્યો હશે ?”

    શિક્ષણ બ્રાહ્મણો પૂરતું મર્યાદિત હતું એ ખરૂં, પણ મનુસ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે દરેક ઉચ્ચ વર્ણના પુરુષને નિમ્ન વર્ણની સ્ત્રી સાથે સંસર્ગ કરવાનો બાધ નહોતો. આવાં સંતાનોને અલગ જાતિમાં ગણવામાં આવતાં. આમ સૌથી નીચા મનાતા લોકોમાં પણ બ્રાહ્મણના જનીન મળી શકે છે. એ ખરૂં કે એમનો માન્ય વંશવેલો તો મર્યાદિત જ રહેતો
    શિક્ષણ સીમિત હતું, પરંતુ સમાજનો વિકાસ શિક્ષણને કારણે થતો હોય એવું ન બને. ખરેખર તો સમાજના વિકાસ સાથે નવાં આર્થિક ક્ષેત્રો શરૂ થયાં આથી ખરૂં પરિવર્તન વૈશ્ય વર્ણમાં આવ્યું. બીજી બાજુ બ્રાહ્મણો અને ક્ષત્રિયોની પ્રવૃત્તિ સ્થગિત રહી. આમાંથી આ વર્ણૉની અસલામતીની ભાવના પણ પ્રબળ બનતી ગઈ. સામ્રાજ્યો બનવા લાગ્યાં હતાં, વિદેશીઓનાં આક્રમણો પણ થતાં હતા.

    આ સંયોગોમાં પણ આ બન્ને વર્ણોએ પોતાનાં દ્વાર ન ખોલ્યાં પરિણામે જે જડ વ્યવસ્થાને ફગાવી દેવી જોઇતી હતી તે જ ચાલુ રહી. સમાજમાં ટેકનિકલ જ્ઞાન હોય તેની કદર ન થઈ. આ વૈશ્ય વર્ણ હતો. મોટાં પરિવર્તન પણ આ જ વર્ણમાં આવ્યાં. પછી એમાં પણ ભાગ પડ્યા અને ટેકનિકલ કે હાથથી કામ કરતા હોય. ખેતી કરતા હોય તેઓને માત્ર ધન પેદા કરનારા કરતાં નીચા માની લેવાયા. આમ વૈશ્ય વર્ણ પણ સીમિત થઈ ગયો. માત્ર રહ્યા શૂદ્રો, સમાજનો આર્થિક વિકાસ સાધી શકે તે બધા જ શૂદ્ર બની ગયા. આમ આપણા દેશમાં વિકાસના અભાવ માટે વર્ણવ્યવસ્થા વધારે જવાબદાર છે.

    Like

    1. શિક્ષણ સીમિત હતું, પરંતુ સમાજનો વિકાસ શિક્ષણને કારણે થતો હોય એવું ન બને. ખરેખર તો સમાજના વિકાસ સાથે નવાં આર્થિક ક્ષેત્રો શરૂ થયાં આથી ખરૂં પરિવર્તન વૈશ્ય વર્ણમાં આવ્યું.

      Dear Dipakbhai,

      This group had two major sub groups. Farmers and traders/businessmen. Farmers were primarily illiterates and hence were regularly exploited. Traders/shopkeepers on the other hand learned elementary math and aquired basic reading writing skills. This was essential for their and their business’s survival. So, it is evident that what difference a basic education or lack of it makes. There are also other factors like traders were also risk takers while farmers had to rely on rain etc. We are not discussing all kind of factors here. My emphases here is that a total lack of education has hurted everyone. That is why it was systematically kept away from the masses.

      Like

  7. શ્રી મુરજીભાઈ,

    મેં આ બધુ જીજ્ઞાસવશ જ પુછ્યુ છે. આ વિષય મારા માટે સાવ નવો છે અને મને તેમાં ઘણો રસ પડ્યો છે.

    જુદા જુદા પ્રકારના સજીવો ઉત્ક્રાંતીના જુદા જુદા કાળે વિકસતાં ગયાં કે તેઓ પ્રથમથી જ આ પ્રકારના છે?

    જેમ કે ગાય, કુતરા, બીલાડી, વાંદરા, માણસો બધા પહેલેથી ગાય, કુતરા, બીલાડી, વાંદરા કે માણસો હતા કે ઉત્ક્રાંતીની સાથે સાથે તેમના જનીનો અને બંધારણોમાં ફેરફાર થતા ગયા?

    જો પૃથ્વી પરનો અત્યારનો માનવી સતત વીકસીને અહીં સુધી પહોંચ્યો હોય તો તો વિકાસની આ શૃંખલા હજુએ સતત ચાલુ રહેવાની શક્યતા ગણાય ને? તો ભવીષ્યમાં મનુષ્યથી વધારે વિકસીત પ્રજાતીઓ વિકસવાની શક્યતાઓ ખરી?

    આ વિકાસનો વેગ કુદરતી નીયમો પ્રમાણે જ ચાલે કે જનીનવિજ્ઞાન તેમાં પ્રયોગો કરીને વિકાસ પ્રક્રીયા ઝડપી કે ધીમી બનાવી શકે?

    મેરુદંડ જેટલા પ્રમાણમાં સીધો તેટલા પ્રમાણમાં સજીવ વધારે વિકસીત તેવું મેં સાંભળ્યું છે. મનુષ્યનો મેરુદંડ પૂર્ણ રીતે એટલે કે ૧૮૦ અંશ સુધી વિકાસ પામ્યો છે તો હવે તેનાથી વધારે વિકાસ એટલે કે ૧૮૧ ડિગ્રી કે ૧૯૦ ડીગ્રી તે દીશામાં થાય કે હવે મેરુદંડના વિકાસને બદલે કોઈ નવા પરીમાણના આધારે વિકાસ થાય? જેમ કે ભાવનાત્મક વિકાસ અથવા તો ભુપેન્દ્રસિંહ બાપુ પાસેથી શીખેલા શબ્દો મુજબ કોર્ટેક્ષનો વિકાસ વગેરે

    Like

  8. શ્મરી અતુલભાઈ,
    મનુષ્ય ઉત્ક્રાન્તિના અંતિમ પગથિયે છે અને આગળ કશું નથી થવાનું એ ભ્રાન્તિ છે. શું થશે તે આપણે નથી જાણતા પણ આસપાસના વાતાવરણ પ્રમાણે અનુકૂલન સાધવું જરૂરી બનતું જાય છે. એના પ્રમાણે નવી સ્કિલ પણ વિકસતી જાય છે.

    ઉત્ક્રાન્તિની પ્રક્રિયા ચાલુ જ છે. પહેલાં મચ્છર ડીડીટીથી મરી જતા, હવે એમના જનિનમાં પરિવર્તન થઈ ગયું અને મચ્છરે હવે ડીડીટીને સહન કરવાની ક્ષમતા કેળવી લીધી છે. વંદો છેલ્લાં છ કરોડ વર્ષોથી અનુકૂલન સાધીને જેવો હતો તેવો જ ટકી રહ્યો છે.આજે આપણે જે પ્રાણીઓ જોઈએ છીએ તે શરૂઆતથી જ આવાં જ છે એવું નથી.

    કશા જ વૈજ્ઞાનિક આધાર વિના હું માનું છું કે આપણાં બાળકોનું મગજ અથવા કૉર્ટેક્સ આપણા કરતાં વધારે વિકસિત હોવું જોઈએ, કારણ કે આજે જરૂરિયાતો બદલી ગઈ છે. આ માત્ર મારો વિચાર છે, એનો કોઈ આધાર નથી.

    Like

    1. શ્રી દિપકભાઈ,

      ઉત્ક્રાંતીની પ્રક્રીયા ચાલુ જ છે એટલું જ નહીં મને તો તેમ લાગે છે કે ઉત્ક્રાંતીની પ્રક્રીયા પહેલા કરતાં ઘણી વધારે ઝડપી બની છે. મારી જીજ્ઞાસા તે છે કે આ ઉત્ક્રાંતીની પ્રક્રીયામાં ફેરફાર કરવા માટે કે તેને ઝડપી કે ધીમી પાડવા માટે સહુથી વધુ વિકસીત સજીવ (મનુષ્યોની માન્યતા પ્રમાણે) હોમો સેપીઅન્સ અથવા તો આપણે સહુ કશો ભાગ ભજવી શકીએ કે કેમ? ઉત્ક્રાંતી માત્ર કુદરત પર જ આધારીત છે કે સજીવોની સામે ઉભા થતા પડકાર પર?

      મેં પહેલા જ કહ્યું છે કે મને ઉત્ક્રાંતી અને જનીન શાસ્ત્ર વીશેના કોઈ પ્રમાણભૂત પુસ્તકો વાંચવામાં રસ જાગ્યો છે.

      Like

      1. Nature works at its very slow pace over thousands of years. We are hastening it for ourselves, for domestic animals and our food stuff directly. We also indirectly affect the wild kingdom by changing their natural habitat for our needs. This is briefly covered in my earlier article mentioned above.

        One of the nature’s law is that the organs we do not use, we lose them. Our distant ancestors lost their tail and maneuverability of outer ear. We are not using our hands and legs the way our ancestors used only a century ago. Over a period of thousands of years, these limbs will become lot smaller. Half an hour of exercise is not enough to stop that change. We are using our eyes for too much of close work. Eyes are not designed for that. Eyes will also have to change. For all the mental work we do, in distant future human head will be lot larger than it is now. For that to happen, female pelvic bone structure will also have to change to make room for the large headed infant to be borned.

        For good or bad, we are way ahead of the nature. We have been using eye glasses and hearing aid for a long time. Now we have artificial hands and legs, knee joints, heart valves, pacemaker and more. The day isn’t too far when we will have a memory chip installed inside of our brain and connected with our natural memory bank.The rate we are changing ourselves, in few centuries we won’t be humans any more but we will be cyborgs, which is the term use for half human and half machine.

        The possibilities are endless as so is this subject. I rest for now.

        Like

      2. શ્રી મુરજીભાઈ,

        ઉત્ક્રાંતીના નીયમોમાં આપ કહો છો તેમ અંગોના ઉપયોગ અને અનુપયોગથી જેનો વધારે ઉપયોગ થાય તેની રચના કાળક્રમે બદલવી પડે અને જે અનુપયોગી હોય તે ધીરે ધીરે ક્ષીણ થઈને નામશેષ થઈ જાય. તો એવું બને કે જે સમુહો જે અંગોના ઉપયોગ વધારે કરે તે વધારે વિકસે અને જેનો ઉપયોગ ન કરે તે ક્ષીણ થાય. એટલે કે શ્રમ કરનારના અવયવો જુદી રીતે વિકસે, બૌદ્ધિક કાર્ય કરનારના અવયવો જુદી રીતે વિકસે અને ત્યાર બાદ આનુવંશીક રીતે તેમના સંતાનોમાંયે તેવા ગુણધર્મો આવે. હવે હાલની બદલતી જતી જીવનશૈલિમાં થોડા સમયમાં લોકોના જીવનમાં ઘણાં મોટા પરીવર્તન આવતા હોય છે તેવે વખતે જનીનમાં ટુંકા સમયમાં મોટા ફેરફાર (મ્યુટેશન) થવાની સંભાવનાઓ વધી જાય? વળી શ્રમજીવી પરીવારના જનીનો અને બૌદ્ધિક પરીવારના જનીનોમાં ઘણું અંતર હોય અને તે બંને વર્ગની વ્યક્તીઓ દ્વારા જે સંતતી ઉત્પન્ન થાય તે સાવ જુદા જ પ્રકારની ઉત્પન્ન થાય તેવું બની શકે? ધારોકે એક બૌદ્ધિક સમુહ સતત બૌદ્ધિક કાર્યોમાં વ્યસ્ત છે તેમના જનીનો બૌદ્ધિક કાર્યો કરવા માટે વિકસ્યાં છે. એક શ્રમજીવી સમુહ સતત શ્રમ કરવાના કાર્યમાં વ્યસ્ત છે. તેના જનીનો શ્રમીક કાર્યો કરવા માટે વિકસ્યાં છે. તે બંને સમુહોની વ્યક્તિઓ દ્વારા સંતાન ઉત્પન્ન થાય તો તે સંતાન કેવા કાર્ય માટે સજ્જ હોય તે અનુમાન કરવું મુશ્કેલ બની જાય.

        આપણી ઉતાવળને લીધે આપણે કુદરતની અતીશય ધીમી વિકાસ પ્રક્રીયાને ઘણી ડખલ કરતાં હોઈએ છીએ તથા પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટી અને પર્યાવરાણનું સંતુલન પણ ખોરવતા હોઈએ છીએ. તેની સજા શું કુદરત તરફથી કશી મળી શકે? અથવા તો તેને સજા ન કહેતા કુદરત તેનું ખોરવાતું જતુ સંતુલન જાળવવા માટે એવા આકરા પગલા ભરી શકે કે જે માનવો માટે આપત્તીજનક હોય.

        Like

  9. મુળભુત પદાર્થો તો તેના તે જ છે. કુદરતની કુલ શક્તિનો સરવાળોયે તેનો તે જ છે. તો પછી ઉત્ક્રાંતી એટલે વધારે વ્યવસ્થિત ગોઠવણી અથવા તો સીસ્ટમનો વિકાસ તેવો અર્થ લઈ શકાય?

    કુદરત પહેલા શરીરને વિકસીત બનાવતી ગઈ એટલે કે મેરુદંડ વધારે સીધો થતો ગયો તેમ સજીવો ચાર પગમાંથી બે પગે ચાલતા થયા અને આગળના બે પગનો હાથ તરીકે ઉપયોગ કરવા લાગ્યાં. હવે શારીરીક ઉત્ક્રાંતી પુરી થઈ હોય તો માનસીક કે બૌદ્ધિક ઉત્ક્રાંતી શરુ થઈ હોય તેમ બને? આ આખી પ્રક્રીયા સ્વયં સંચાલીત છે કે તેનું નીયમન થઈ શકે છે? જો તેનું નીયમન થઈ શકતું હોય અને પૃથ્વી પર જેવું વાતાવરણ છે તેવું અન્ય ગ્રહો પર પણ સર્જી શકાતું હોય તો ભવિષ્યમાં બીજા ગ્રહો પર પણ સજીવોનો વસવાટ શક્ય બને ખરો?

    Like

  10. સંપુર્ણ પૃથથકરણ. સંપુર્ણ લેખ. અભિનંદન…
    થોડા જુદા પણ સંલગ્ન વિચારો રજૂ કરું છું. આજની પરિસથિતિ ઉપર વિચાર કરીયે…………. સુધારીને વાંચવા વિનંતિ છે.
    Darwin gave 3 laws….(1) High rate of birth (2) struggle for existance & (3) survival of fittest.
    This article explains, to begin with…,high rate of birth and its results. Genetics is nicely, with appropriate examples, explained, e.g. generation to generation propagation of genetic codes & result at the end of 10, 20, 30 generations….અહિં એક સંદર્ભમાં કહેવાનું મન થાય છે. જનીન વિગ્નાન મુજબ જનીન XX {સ્ત્રી} ,XY {પુરુષ} and YY {સ્ત્રી} પરકારના હોય છે. છોકરીના જનમ માટે બાપના જનીન જવાબદાર હોય(XY).છે.., માંના નહીં.( XX or YY ). ભારતમાં આજે પણ માંને છોકરીના જનમ માટે જવાબદાર ગણીને હેરાન કરવામાં આવે છે. અભણતા, અજ્ઞાનતા આ માટે જવાબદાર છે. જિનેટીકસ તો હાઈસ્કુલમાં ભણાવવામાં આવે છે. ભણેલા પણ અભણની જેમ વર્તે છેં

    જિનેટીકસ મુજબ જો માનવી એકજ મૂળમાંથી પેદા થયો હોય, અને ભૌગોલિક કારણોથી થોડો, વઘારે જુદો પડયો હોય, તો ધરમો, જે લગભગ પાંચ હજાર વરસોથી હસતિમાં આવયા છે, તેમણે માનવીને એક બીજાના દુશમન બનાવયા છે. ભારતમાં વર્ણવયવસથાએ દાટ વાળ્યો છે.

    આંતરજ્ઞાતીય લગ્નો, આંતરરાષ્ટ્રીય લગ્નો ફરી પાછા મૂળ દિશામાં લઇ જઇ રહયા છે.
    શું આ ભારતીય સમાજને માનય હશે ? આ એક મહાન પ્રશ્ન છે.

    પોલિગેમી., (રાજાઓ જેવામાં.).બહુપત્નિત્વ, મોટા પરમાનમાં નાબુદ જેવુ થઇ ગયુ હોય એમ લાગે છે. વસતિ વઘારો ડાર્વીનના નિયમો ફરી અમલમાં લાવી રહીયો છે.

    Genetics is a very well developed science…New research gives more details about evolution of man…….and related knowledge…In 21st century this science has solved thousands of questions regarding LIFE on this planet called EARTH., Animal kingdom or / and Plant kingdom.

    હે, માનવી મનની આંખ ખોલ તને સત્ય મલશે.

    મુરજી ગડાજીને ખુબ ખુબ અભિનંદન…જ્ઞાન , વિજ્ઞાનનો પ્રચાર કરવા માટે……..અભિનંદન………

    Like

  11. વધુમાં…………..
    એક જ મૂળના જીનેટીક કોડ વાળાં સતરી અને પુરુષ વચચેના લગ્નમાં થતાં બાળકો માનસિક અને શારિરિક રીતે નબળાં જનમે છે તે પણ સાબિત થયેલી હકિકત છે. દા.ત. અમુક મુસલિમોનો દાખલો. Cross breeding gives mentally and physically strong children……

    Like

    1. Your points in earlier comment are well taken. Thank you.
      Yes, Cross breeding gives mentally and physically strong children. However, Parsi’s seem to be defying this norm. They are so few, born within a closed group, yet dominate so many fields in india. Something to think about.

      Like

  12. અન્યોત્તર જાતિમાં પેં થાલા માન્સોજ મહાન બન્યા છે બ। અમેરિકા આખો દેશ વર્ણ સંકર પ્રજા છે . કેટલી પ્રગતિ કરી છે।

    Like

  13. पं. जवाहरलाल नेहरू ने ‘डिसकवरी आफ इण्डिया’ में आर्यों का बाहर से
    आना माना है । राष्ट्रपिता ज्योतिराव फुले ने उन्हे मध्य एशिया के ईरानी कहा है ।
    स्वामी दयानन्द सरस्वती तथा प्रो. मेक्समूलर
    आदि सभी विद्वान इतिहासकार एक मत है कि आर्यों ने भारत में वोल्गा नदी, मध्य ऐशिया, ईरान से प्रवेश किया है ।
    घूमन्तू आर्य जाति के लोग सिन्ध के मैदानी भाग में आकर बस गये । आर्यों तथा यहां के मूलनिवासी द्रविड़ों के मध्य लम्बा संघर्ष हुआ । लगभग 1700 वर्ष तक संघर्ष चला । इसका उल्लेख ऋग्वेद तथा पुराणों में देवताओं और असुरों के मध्य हुए संघर्ष में देखा जा सकता है । इसे आर्य ब्राह्मणों ने मूल निवासियों की पहचान छुपाने के लिए राक्षसों,दैत्यों, असुरों, दानवोंसे युद्ध होना बताया है । आर्यों ने मूलनिवासियों को संघर्ष में पराजित किया । आर्यों के आक्रमण के कारण जो लोग जंगलों की शरण में चले गए और
    छिप छिप कर आर्यो से लड़ते रहे उन्हे आदिवासी नाम दिया गया । शेष हारे हुए लोगों को दास बना दिया गया । आर्यों के आक्रमण से पूर्व भारत में कोई वर्णव्यवस्था नहीं थी, किन्तु भारत के मूल निवासियों को जीत लिया उस समय तक आर्यो से तीन वर्णों ब्राह्मण, क्षत्रिय और वेश्य का उद्भव
    हो चुका था ।
    डी.एन.ए. टेस्ट रिपोर्ट:- मानव शरीर में प्रोटिनएक महत्वपूर्ण पदार्थ होता है ।
    इसके दो रुप है आर.एन.ए. (राईबोज न्यूक्लिन एसिड)
    तथा डी.एन.ए. (डीआँक्सीरायवोंज न्यूक्लिक एसिड) डी.एन.ए.अनुवांशिक
    विन्यास का निर्माण करता है । डी.एन.ए. पीढ़ी दर पीढ़ी स्थानान्तरित होता है लेकिन इसमें किसी तरह का बदलाव नहीं होता है । डी.एन.ए. पुरुषों में ही होता है । स्त्रियों में माइक्रोंकोन्ड्रीयल डिएनए होता है जो महिला से महिला में स्थान्तरित होता है ।
    उटाह विश्वविद्यालय, वाशिंगटन (अमेरिका) के प्रो. माईकल
    बामशाद ने आन्ध्रा विश्वविद्यालय,मद्रास विश्वविद्यालय तथा केन्द्र
    सरकार के एन्थ्रोपालीजिकल सर्वे ऑफ इण्डिया के सहयोग से भारत के ब्राह्मण, क्षत्रिय व वैश्य के डी.एन.ए. गुणसूत्र का परीक्षण किया । परीक्षण
    में पायाकि भारत के ब्राह्मण, क्षत्रिय तथा वैश्य के डा.एन.ए.गुणसूत्रों तथा युरेशिया के गोरे लोगो के गुणसूत्रों में औसतन 99.87 प्रतिशत समानता है । इस तरह विज्ञान ने भी साबित कर दिया है कि भारत के ब्राह्मण, क्षत्रिय एवे वैश्य विदेशी लोग है । यह डी.एन.ए. टेस्ट रिपोर्ट 21 मई 2001 में के अंग्रजी अखबार ‘टाइम्स आफ इंडिया’ में प्रकाशित हुई ।
    इस तरह से DNA अनुसंधान से भी आर्य मतलब ब्राह्मण क्षत्रिय और वैश्य
    विदेशी युरेशियन है इसलिए इन्हे आर्यनही बल्कि युरेशियन कहना चाहिए ।

    Like

  14. Shri Murjibhai, ( Some extra info of interest……)
    You have quoted very important example of Zorastrians…AKA…Parsi. I am from Valsad. Parsi have landed, while seeking a home in southern Gujarat…Sanjan,Bhilad,Udwada,Valsad,Navsari etc….I have and had many close friends from Parsi community. Socially,as you said, they were and to some extent even today, strictly religious ( Aatas Behram) and living within their own community. They did not and do not believe going out of their religion for marriage. They are either marrying late in life or do not marry. Surprisingly in their religious ceremonies, including marriage & death, they have adopted many Hindu / Gujarati rituals. They celebrate ‘PATETI’ as their New Year. Younger generation now having inter religious marriages,also. That is why their population is going down.
    Out of the offsprings, I have seen a few, suffering from mental retardation also. The community is, honest, reliable, sincere, truth loving, always happy, philanthropist, and nobel. THE GENETIC CODE is playing important role.
    Thanks.

    Like

  15. Shri Atulbhai,

    It is important to remember that major genetic changes do not take place in one or few generations. It takes many generations of the whole society going in the same direction. Also parents alone do not affect their offsprings completely. very often we carry many genes from our ancesters but do not pass on everything to each and every child. The enviornment also plays a major role in all this.

    It is a known fact that children growing up in scarcity are generally tougher than those heavily sheltered. We adopt to the need of the time.

    Discussing fine points here is time taking. If you like to know more about these things, you may call me. That way is much easier.

    Like

    1. શ્રી મુરજીભાઈ,

      આ બધા પ્રશ્નોને સાંકળીને તેના ઉત્તર મળે તેવો એક લેખ લખ્યો હોય તો બધા વાચકોને લાભ મળે. હું મારી રીતે આ વિષયે વધારે જાણવા પ્રયાસ કરીશ. તમારા લેખ અભ્યાસપૂર્ણ હોય છે અને વિષયની પુરતી જાણકારી સાથે લખાયેલા હોય છે તેથી લેખમાંથી કશીક ઉપયોગી જાણકારી મળી રહે છે અને વાચકને તે વિષયમાં વધારે રસ લેતો કરવા માટે પ્રેરે તેવા હોય છે તેથી વાંચવા ગમે છે.

      ફોનથી વાર્તાલાપ કરું તો તત્કાળ સમજ પડી જાય પણ પછી ફરી વખત તે વિષયે સંશય થાય ત્યારે તે માહિતિ ઉપલબ્ધ ન હોય. તેને બદલે લેખના સ્વરુપે હોય તો માહિતિનો ઉપયોગ ગમે ત્યારે સંદર્ભ તરીકે થઈ શકે.

      Like

  16. અેક વઘુ રસપરદ દાખલો…………..
    જાપાની લોકો પોતાના ખોરાક અને રહેણીકરણીને કારણે ગયી સદીમાં હાઇટમાં ટૂંકા હતા.
    પરોટીનવાળા ખોરાકનો વઘારો અને જીવન જિવવાની રીત રસમો બદલવાથી આજે બે સદી પછી તેમની ઉંચાઈ વઘી છે.
    જીનેટીક કોડ બદલવામાં ખોરાક પણ ભાગ ભજવે છે.

    Like

    1. There is another rather more important effect of protein rich food. It causes puberty to start earlier than otherwise and lack of protein delays it specially in females. This is nature’s way of giving healthy/stronger people head start in producing offspring. We do not take nature’s call because of social, cultural and other reasons. That is a different matter.

      Like

  17. CANCER…The deadliest disease in human….
    Because the interesting info on Cancer is being given here ,it will be in English only.
    We are discussing GENETICS here. This is an additional & most recent & advanced knowledge. Ref: Time Magazine., dated: April 1,2013.
    Title: The conspiracy to end cancer. STEPS……
    ( We will have short highlights here to know the advances science has made today.)
    (1) Cancer is an intricate and potentially lethal collaboration of genes gone awary, of growth inhibitores gone missing, of hormones and epigenomes changing and rouge cells breaking free.

    (2) Diagnostic: If each former smoker in the U.S. were given a yearly CT Scan, lung-cancer mortality could be cut by 20%. But detection on that scale would require easier, cheaper tests. Researchers are developing a simpler blood test for a serum protein marker that could detect lung cancer.

    (3) GENE Sequencing: Over the past decade, the technology of studying genomes has made leaps in affordability, speed and accuracy. These improvements are enabling doctors to study a specific patien’s genome, allowing them to design a personalized, most appropriate therapy.

    (4) Pattern Recognition: Teams working on different cancer types are aggregating vast amounts of data that can be studied to profile mutations and figure out what’s working. Plus , improved seqencing technology will lead to an onslaught of data that will require the computational power to make sense of it.

    (5) Epigenetics: A process called DNA demethylation can silence genes that would normally maintain the cancer genome, which allows the malignancy to grow. Drug treatments can turn other silent genes back on, causing them to help stop cancer stem cells from self-renewing.

    (6) Bioengineering: Researchers have developed a business – card size chip with 78,000 microscopic columns coated with material that can attach to circulating tumor cells ina patient’s blood sample. The cutting-edge technology could be used to noninvasively detect cancer earlier.

    (7) Targeted Drugs : More than 800 drug agents are being developed to target specific genetic mutations. That means a large number of potential compounds that need testing. When groups of institutions jpin forces , they can recruit enough appropriate subjects and launch clinical trials more quickly.

    ( info from Hazari: Dr. Ravi Kapoor, is one of the leading researchers in this study)
    ( Info from Hazari:Genetic mutation = Cancer)

    DNA, RNA…..tells the history of man and mankid…….There are many researches going on that can tell ………….

    Thanks….

    Like

    1. Interesting info. Like to clarify one point. Mutation is not always bad. Thanks to mutation that we have so many different species on earth.

      Like

  18. DNA એટલે Deoxyribonucleic acid, a nucleic acid constituting the genetic material of the chromosome.The molecule is a ladder like helical chain in which purine bases determine the formation of RNA by specific sequence.અામ ઉપરોક્ત લેખમાં જનીન વિશે અને જનીનમાં થતા ફેરફારો વિશે વિસ્તૃત રીતે કહેવાયું છે તે માટે લેખક તથા અન્યોને મારા દિલી અભિનંદન.

    Like

  19. ઓક્ટોબર ૨૦૧૧માં મેં એક લેખ લખેલો એમાંથી નીચે મુજબ.
    ચાલો ગણિત અને તર્કની દ્રષ્ટીએ વિચારીએ કે માનવજાત એક જ છે, કોઈ અલગ અલગ જાતી નથી. દરેક માણસને, હું કે તમે દરેકને બાયોલોજીકલ એક માતા અને એક પિતા એમ બે પેરેન્ટ્સ હોય છે, પિતાના માતા પિતા અને માતાના માતા પિતા એમ ચાર ગ્રાન્ડ પેરેન્ટ્સ, આઠ ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય છે. આવી રીતે આગળ વધતા જઈએ તો ૧૦ જનરેશનનાં ગણીએ તો ૧૦૨૪ પૂર્વજો થાય, આમતો પછી હજારો અને કિલોમાં એન્સેસ્ટર ગણી શકાય. ૨૦ જનરેશન ગણીએ તો ૧,૦૪૮,૫૭૬ સાથે મીલીયંસ અને ૪૦ જનરેશન સાથે ૧,૦૯૯,૫૧૧,૬૨૭,૭૭૬ અને ટ્રીલીયન પૂર્વજો થઈ જાય, આમ આગળ ને આગળ ગણતરી વધારતા જઈએ તો કોઈ પાર રહે નહિ. હવે મૉર્ડન મેડીસીન આવ્યા પહેલા આયુષ્ય બહુ ઓછું હતું. હાલ ૮૦ કે ૯૦ વર્ષની એક પેઢી ગણીએ તેવું હતું નહિ. અને માનવ જાતની ઉત્પત્તિ થયે ૨૦૦,૦૦૦ વર્ષ થયા. છોડો બધી ગણતરી. આટલાં બધા માનવો પહેલા હતા નહિ. બહુ ઓછા માનવો હતા, મતલબ હાલના દરેકનાં મારા કે તમારા ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ વગેરે વગેરે, અરે આખી દુનિયાના ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ એક જ હતા. ભલે આપણે સહુ જુદાજુદા દેખાઈએ, બાયોલોજીકલ આપણે એકબીજા સાથે અંગત રીતે સંબંધી છીએ. http://raolji.com/2011/10/28/%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%b5-%e0%aa%b5%e0%aa%82%e0%aa%b6%e0%aa%a8%e0%ab%80-%e0%aa%8f%e0%aa%95-%

    Like

  20. અતુલભાઇને રસ જાગ્યો છે તેવા પુસ્તકો રીચાર્ડ ડોકિન્સ લખે છે. સેલ્ફીશ જિન..ગોડ ડીલુજનRichard Dawkins (1976). The Selfish Gene. Oxford: Oxford University Press. ISBN 0-19-286092-5.
    Richard Dawkins (1982). The Extended Phenotype. Oxford: Oxford University Press. ISBN 0-19-288051-9.
    Richard Dawkins (1986). The Blind Watchmaker. New York: W. W. Norton & Company. ISBN 0-393-31570-3.
    Richard Dawkins (1995). River Out of Eden. New York: Basic Books. ISBN 0-465-06990-8.
    Richard Dawkins (1996). Climbing Mount Improbable. New York: W. W. Norton & Company. ISBN 0-393-31682-3.
    Richard Dawkins (1998). Unweaving the Rainbow. Boston: Houghton Mifflin. ISBN 0-618-05673-4.
    Richard Dawkins (2003). A Devil’s Chaplain. Boston: Houghton Mifflin. ISBN 0-618-33540-4.
    Richard Dawkins (2004). The Ancestor’s Tale. Boston: Houghton Mifflin. ISBN 0-618-00583-8.
    Richard Dawkins (2006). The God Delusion. Boston: Houghton Mifflin. ISBN 0-618-68000-4.
    Richard Dawkins (2009). The Greatest Show on Earth: The Evidence for Evolution. Free Press (United States), Transworld (United Kingdom and Commonwealth). ISBN 0-593-06173-X.
    Richard Dawkins (2011). The Magic of Reality: How We Know What’s Really True. Free Press (United States), Bantam Press (United Kingdom). ISBN 978-1-4391-9281-8. OCLC 709673132.[144]
    Richard Dawkins (2013). An Appetite for Wonder: The Making of a Scientist. Ecco Press (United Kingdom and United States). ISBN 0-062-22579-5.

    Like

    1. શ્રી ભુપેન્દ્રસિંહજી,

      સંદર્ભ ગ્રંથોની માહિતિ આપવા માટે આભાર. હું મેળવવાનો અને અભ્યાસ કરવાનો પ્રયાસ કરીશ.

      Like

  21. DNA and RNA….વિષયે જયારે વાત આગળ વઘવા જ માંડી છે તો અેટલું જાણી લઈઅે કે જીવનને લગતા હરેક વિષયમાં તે હાજર છે………….દા. ત…………….Omni present…(.Extra info: Crime branch of Police dept uses this science for solving crime ).
    (1) Ref: Popular Science, Magazine, April 2013. ( www. popsci.com )
    Page.42: How it Works…..
    Fastest DNA sequencer: DNA sequencing has revolutionized medicine and biomedical research. For example, DNA analysis can tell doctors which drug might work best against a particular cancer…………..

    A new approach, called nanopore sequencing, can handle long strands of DNA at once, eliminating the need for overlap analysis. ( note: In old system for a long sequence, 2, 3 or more seqencing of smaller parts were required to be done and read,….)

    Same Magazine . Report on page No: 38.
    HONEYBEE SOCIETY.
    ( Primary info: Queen per Hive: 1. Workers per Hive / Queen : 10,000 – 50,000. Average life span of a worker Bee: 3 months. And Managed Honeybee colonies in 2011 in the US.: 2.49 million)………..

    Details: A beehive buzzes with thosands of genetically similar female honeybees. Some nurse their queen and her eggs while others fly out in search of pollen and nectar. For decades, scientists knew that bees took on new jobs as they aged, but a team of researchers recently discovered that chemical tags attached to the bees’DNA play an important role in determining their career paths. The tags, which are frequently methyl groups, control gene expression, which in turn affects how an organism behaves. Both the chemical tags and the behavior they induce appear to be reversible, says Arizona State University biologist Gro Amdam. Foraging bees, for instance, could become nurses if the hive requires it. Humans also carry epigenetic tags that may affect their behavior. Scientists found methyl groups ( -CH3) attached to a stress-hormone-receptor gene in child-abuse victims who committed suicide. If these chemical cues can be changed in bees, scientists may find new treatments for people with psychological trauma, mood disorders, and learning disabilities too.

    Discussion: Scientists have done the basic research to lead them to achieve the solution. When they have gone so far, it is possible to achieve the target.

    These are two examples. There are hundreds of researches being done in this world which will find solutions for many many mystries of LIFE….All the livings…..Let us trust our RISHI-MUNIES of our century…the living legends….

    Thanks.
    Amrut Hazari.

    Like

  22. ગોવિંદભાઈ બહુજ માહિતી વાળો લેખ મેં આખે અખો વાંચ્યો . ખુબ ગમ્યો .આ માટે હું આપનો અને શ્રી મરજી ગડા નો આભાર માનું છું .

    Like

Leave a reply to vkvora Atheist Rationalist Cancel reply