– રોહીત શાહ
એક વાત તો તમારે માનવી જ પડશે બૉસ, કે આ જગતને નાસ્તીક લોકો કરતાં આસ્તીક લોકો વધારે ત્રાસ આપે છે – વધુ નુકસાન કરાવે છે.
પહેલી વાત તો એ કે નાસ્તીક લોકો ધર્મના નામે ઝનુની-આક્રમક નથી બનતા. ઈશ્વર-અલ્લાહના નામે પરસ્પરની હીંસા નથી કરતા. નાસ્તીક લોકો પરસ્પરનાં ધર્મસ્થાનકો તોડી પાડવા નથી જતા કે તેઓ કદીયે અન્ય ધર્મના લોકોનું ઈન્સલ્ટ/અપમાન કે અનાદર નથી કરતા. એ બધું તો આસ્તીક લોકોને જ પરવડે. અહીંસા અને ભાઈચારાનો ઉપદેશ ચરક્યા કરતા અને કહેવાતા ધર્મગુરુઓ સ્વયં પંથભેદ-સંપ્રદાયભેદ પેદા કરીને વૈમનસ્યના અગ્નીમાં નફરતનું ઈંધણ પુરતા રહે છે. જો સૌ સંપીને રહેવા માંડે, સૌ પરસ્પરને સહયોગ આપીને સ્નેહસભર વ્યવહાર કરવા માંડે તો ધર્મગુરુઓની પછી કશી જરુર જ ન રહેને. ધર્મગુરુઓ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા અને પોતાનો પ્રભાવ પુરવાર કરવા ભક્તોને ભરમાવે છે – ભટકાવે છે. મારું સ્પષ્ટ મન્તવ્ય છે કે જો ધર્મગુરુઓ ન હોય તો સંસારમાં ધર્મના નામે થતા અત્યાચારો, ભેદભાવો અને ટકરામણો સદન્તર બન્ધ થઈ જાય.
નાસ્તીક લોકો કદી બીજાને નડતા નથી એ વાતનો વધારે એક પુરાવો એ પણ છે કે વહેલી સવારે કે મોડી રાત સુધી લાઉડસ્પીકર દ્વારા ભજનો-ભક્તીગીતોની ઉલટીઓ કરીને તેઓ કોઈને પજવતા નથી. આસ્તીક લોકો કદીયે એટલું નથી સમજતા કે સાચી ભક્તી તો હૃદયમાં અને મનમાં જ થાય. લાઉડસ્પીકરમાં તો માત્ર પ્રદર્શન થાય, માત્ર દમ્ભ અને દેખાડો થાય. આપણને ભક્તીનું ભુત વળગ્યું છે એની જાહેરમાં અભીવ્યક્તી કરવા માટે લાઉડસ્પીકર જરુરી ખરી, ખાસ પ્રકારની વેશભુષા, માળાઓ અને ટીલા-ટપકાં પણ જરુરી છે. બાકી શુદ્ધ હૈયે હરીસ્મરણ જ કરવું હોય તો આ બધાં તુત કરવાની શી આવશ્યકતા છે ? તમે જોજો, જ્યાં ભજન અને ભક્તીના ઉભરાનાં ભવ્યાતીભવ્ય ભપકા-પ્રદર્શનો થતાં હશે ત્યાં ઘોંઘાટ અને અશાન્તી અને ધક્કામુક્કી વ્યાપક જ હશે. આપણને જે રસ્તો અહીં પણ શાન્તી અને સલામતી નથી આપતો એ રસ્તો આપણો પરલોક સુધારી નાખશે એવી ભ્રાન્તીમાં જે ભોટને આળોટવું હોય તે ભલે આળોટે. આવા છીછરા લોકોને ભક્તીના નામનો એવો નશો ચઢેલો હોય છે કે, તમે જો તેમના જેવું બીહેવીયર ન કરો તો તમે અજ્ઞાની અને પાપીમાં ખપી જાવ. તમે પ્રસાદ લેવાની ના પાડો, તમે ખાસ પ્રકારના ક્રીયાકાંડ ન કરો તો તેમના ઈશ્વરનું એમાં ઈન્સલ્ટ/અપમાન થઈ જાય. તે લોકો ગળાં ફાડી-ફાડીને આપણને ઉંઘવા ન દે તો તેમનો ઈશ્વર કેમ ક્રોધીત નહીં થતો હોય ?
ઘણા લોકો એવું માને છે કે લાઉડસ્પીકરમાં ભક્તી કરવાથી ઘણા લોકોના કાન સુધી ભગવાનનું નામ પહોંચાડવાનું પુણ્ય મળે છે. અલ્યા મુરખ, પહેલી વાત તો એ છે કે કોઈને પરાણે કોઈ કામ કરવા મજબુર કરીએ તો એ બળાત્કાર કહેવાય. એ પાપકૃત્ય કહેવાય. કોઈ વ્યભીચારી વ્યક્તી એમ કહે કે હું ફલાણી વ્યક્તીને માતા બનાવવાના હેતુથી તેની સાથે પરાણે સેક્સ કરીશ, તો શું એ વાજબી ગણાશે ? માતા બનવું એ સ્ત્રીનું પુર્ણત્વ છે, સદ્ ભાગ્ય છે… પણ એ કંઈ બળાત્કારથી તો ન બનાવાયને ! વળી તમે જે સ્થળેથી લાઉડસ્પીકરમાં તમારી ભક્તી ઉલેચી રહ્યા છો એ સ્થળની આસપાસમાં અન્ય ધર્મ-સમ્પ્રદાયના લોકો વસે છે તો તેમને તમારા ભગવાનમાં શેનો રસ પડે ? તેમની પાસે તેમના આગવા ભગવાન છે, તેમનાં આગવાં દેવ-દેવીઓ છે.
નાસ્તીક લોકો મને હમ્મેશાં વધારે ગમે છે એનું એક કારણ એ પણ છે કે નાસ્તીક માણસ કદી બીજા આસ્તીક માણસને નાસ્તીક બનાવવા નથી ઝંખતો. આસ્તીક માણસો ધર્મના સેલ્સમેન જેવા બની જાય છે અને ધર્મગુરુઓ મોક્ષ-વૈકુંઠના એજન્ટો બની જાય છે. નાસ્તીક લોકો રસ્તા વચ્ચે મન્દીર-મસ્જીદ ઉભાં કરીને ટ્રાફીકને કનડતા નથી. નાસ્તીક લોકો ગાયોને રસ્તા વચ્ચે રખડવા દઈને એમને ઘાસ ખવડાવવાનું પુણ્ય કમાવા દોડી જતા નથી. નાસ્તીક લોકો પોતે કદી કોઈ કષ્ટ વેઠવા રઘવાયા નથી થતા અને કદી કોઈને કષ્ટ વેઠવાના માર્ગે નથી દોરી જતા. ઉઘાડા પગે ચાલવાથી જ મોક્ષ મળી જતો હોય તો માણસ સીવાયનાં તમામ પશુઓ ઉઘાડા પગે જ ચાલે છે ને ! પશુઓ કદી વાહનનો ઉપયોગ નથી કરતાં. નથી કશો પરીગ્રહ કરતાં. ઠેર-ઠેર ફરીને જાતમહેનત કરીને જે ગોચરી મળે એ ખાય છે.
પશુઓ પૈસાની પળોજણ નથી કરતાં. અણીશુદ્ધ પ્રાકૃતીક જીવન જીવે છે. નાસ્તીકોની અનેક ખુબીઓ તમને સમજાય તો નો-પ્રૉબ્લેમ..
–રોહીત શાહ
લેખક–સંપર્ક : ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com
મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડ–ડે’ (શનીવાર સ્પેશ્યલ, 11 ફેબ્રુઆરી, 2012ની)માં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘નો પ્રૉબ્લેમ’ http://www.gujaratimidday.com/features/saturaday-special/saturday-special-17 માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel (Krishna) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 A, Bonkode, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 28/03/2013
નાસ્તિકો વેરભાવે ભગવાનને ભજે છે. રાવણ જ રામનું સ્મરણ વધુ કરતો હતો. જો કે આ પુરાણોની માન્યતા છે. મંદિર અને બાપૂઓની કથાઓમાં ઉભરાતા ટોળાઓને બિચારાઓને કુરુક્ષેત્રમાં જઈને લડવાનો ક્યાં સમય છે. બસ પ્રસાદ લઈને સીધા ઘેર જાય છે. માત્ર કેટલાક સાયટિસ્ટ બાપૂઓ જ વગર તલવારે શબ્દોના ડફણાં માર્યા કરે છે. ડફોળ-નફ્ફટ શાસ્ત્રી બન્નેનો ખેલ જોઈને મલકાયા કરેછે.
પ્રવીણ શાસ્ત્રી.
LikeLike
મિત્રો,
બીજા પેરેગ્રાફમાં કદાચ ભૂલ છે. …..:અે બઘુતો…..આસતીક લોકોનેજ…..આસતીક ને બદલે માને લાગે છે કે નાસતીક હોવું જોઈઅે.
“નાસતીક” અને “પુણય” ને શું સંબઘ ? નાસતીક “પુણય”ની શા માટે ચિંતા કરે ? તે તો સત્કરમોમાં જ માને. ખોટું કરવામાં નહીં માને. કદાચ ખોટું અેટલે પાપ અેવું માનતો હશે.
નાસતીક હોવું અને માનવતા ભરેલા કરમો કરવા અેજ માનવી હોવાની સાબિતિ.
આસતીક થઇને માનવીને શરમાવે અેવાં કરમો કરો અે કદાચ દાનવની વ્યાખીયામાં ફીટ થતા હશે.
નાસતીકને પોતાના કરમોમાં આતમવિશ્વાસ હોય છે. આસતીકને તેના ભગવાનમાં વિશ્વાસ હોય છે., પોતાનામાં વિશ્વાસ હોતો નથી. આસતીક અેટલે યાચક.
આ યાચક, પોતાનામાં વિશ્વાસના અભાવને કારણે અેજનટને શોઘે છે. આ અેજનટો પાકા વેપારી હોય છે. સાયકોલોજીસટ હોય છે. ભરમાવતા સારૂં આવડે. લોભીયા હોય ત્ય્આ ઘૂતારા ભૂખે નહીં મરે. લોભીયા….પેલા યાચકો…..અને ઘૂતારા…પેલા અેજનટો. પછી જુગલબંઘી ચાલુ. યાચક ગુમાવતો જાય પણ મોક્ષનો મોહ છોડે નહીં. કુતરાંને માથે બાંઘેલા કેળાં જેવો ઘાટ.
નાસતીક લોકો વઘુ પુણયશાળી હોય…અે કયાંની વાત ?
અે નાસતીક મોક્ષમાં તો માનતો જ નથી, તો પુણય કમાવાની શું જરૂર ?
માનવતા જ તેને માટે તો મહાન ઘરમ. નેકિ કર અૌર દરિયેમેં ડાલ …….સતકરમ કાર અને ભૂલી જા.
…
LikeLike
રોહિતભાઇ, તમે “આસ્તીક” અને “નાસ્તીક” ની ચર્ચામાં ક્યાંક ભેળસેળ કરી દીધી…!!! મૂળે તો “आस्ति” એટલે કે “હોવું” અને “नास्ति” એટલે કે “ન હોવુ”. અર્થાત ઈશ્વર હોવાં અને ન હોવામાં માનનારા અનૂક્રમે “આસ્તીક” અને “નાસ્તીક” ગણાય. પરંતુ તાત્વીકરીતે જૂઓ તો બન્ને જણાં ઈશ્વરને માનતા જ ગણાય…એક સકારાત્મક રીતે અને બીજો નકારાત્મકરીતે… આતો તમે પ્યાલામાં પાણી ન હોય તેને પાણી વગર નોપ્યાલો કહો તો નાસ્તીક કહેવાય…અને તેમાં હવા છે તેમ કહી તે કૈંક હોવાનો સ્વિકાર કરો તો આસ્તીક એવી વાત છે..! વળી નાસ્તીક વ્યક્તી પણ આસ્તીક ની (ઈશ્વર) હોવાંની માન્યતાઓ અને દલીલોનો છેદ ઉડાડીને પોતાની વાત એટલેકે (ઈશ્વર) નથી જ એવું ઠસાવવામાં કોઇ કચાશ રાખતો નથી. બીજી વાત કે સનાતન (હિંદુ) ધર્મ માં એવુ ક્યાં કહ્યુ છે કે બીજાં ધર્મના લોકો “કાફર” છે અને તેમને “સનાતની” બનાવો ? તમે બધાં જ ધર્મગુરૂઓ ને પાખંડી ન માની શકો. આદી શંકરાચાર્ય કે જેમણે અદ્વૈતવાદ ની દલીલ અને પુષ્ટી કરી પોતે “આસ્તીક” હોવાનુ પ્રમાણ આપ્યુ તેમને અને દ્વૈત કે અદ્વૈત સ્વરૂપે ઇશ્વર છેજ નહી તેવો નાસ્તીક્વાદ રજૂ કર્યો તેવાં મંડન મિશ્રા બન્ને ને સનાતન ધર્મ એ તો સરખાંજ પંડીત માન્યા છે ! માનવ સંસ્કૃતી ના ઇતિહાસ માં સૌથી પૂરાતન ગણાતો સનાતન ધર્મ નો ફેલાવો કરવાં કોઇ સાંપ્રદાયિક વડાંએ એક હાથમાં વેદ કે ગીતા કે ઉપનીષદો લઈ ને અને બીજાં હાથમાં તલવાર લઈને જગત માં તેના પ્રચાર કે પ્રસાર માટે જેહાદ્દ કરી નથી.! અને ઈશ્વર માં કે તેમના કીર્તન માં કે ભજનમાં માનો તેમ પણ કહ્યુ નથી લાઉડસ્પીકર ની તો વાત જ છોડો …! બીજું કે લાઉડ સ્પીકર પરથી ભજનો કે બાંગોનો જ ઘોંઘાટ નથી થતો, DJ ઉપરથી ફિલ્મી સંગીત દ્વારા સૌથી વધારે પ્રદુષણ ફેલાવાય છે તેનુ શું ? રસ્તા વચ્ચે કેવળ મંદીરો કે મજારો જ દબાણ નથી કરતાં લારી ગલાં અને ખુમચાવાળાંઓ પણ કરે છે તે અંગે કોણ અવાજ ઉઠાવશે? આ લખનાર તો ઠામ પણેં એવું માને છે કે આજકાલ અનેક પ્રકારના પ્રદુષણૉંમાં એક “ધાર્મીક પ્રદુષણ” નો પણ ઉમેરો થયો છે જ અને ખરેખર તો તેને ધાર્મીક પણ ન કહી શકાય, તે તો દેખાદેખી અને સ્વાર્થ નો જ એક ભાગ હોય છે.
ટૂંક માં પ્રદૂષણ અને દબાણોં કરનાર બધાં કંઈ ધાર્મિક કે આસ્તીકો જ નથી હોતાં અને તેવું કરનાર આસ્તીક હોય કે નાસ્તીક, બન્ને ને તેમ કરવાંનો કોઇ અધિકાર નથી તથા તેઓ સજાને પાત્ર છે. પરંતુ ધાર્મિક, અધર્મી અને નિધર્મી એ ત્રણે વચ્ચેની પાતળી પરંતુ ચોક્કસ ભેદરેખા સમજવી અને સમાજાવવી તટસ્થ વિચારકો અને લેખકો માટે અત્યંત
જરૂરી છે જેથી સમાજનુ ખરાં અર્થમાં પ્રબોધન થઈ શકે પ્રમોદન નહીં !
– સુરેશ
LikeLike
નાસ્તિક લોકો દંભી નથી હોતા એટલુ તો ખરૂં જ !
LikeLike
You have problems with those external manifestations of man’s religiosity.No problem with that.Problems with the rationalists start when they negate the God,God’s existence or Godliness.It is fine if atheists live as law abiding citizens.Problems arise when they indulge in debauchery,drinking,gambling,drugs,gay marriages…. all in the name of atheism as they have no God to fear.When those religious people object to such behaviour,it is treated as an affront to individual liberties.Like we have religious fanatics, we have non religious fanatics too.We need to advise both tribes to stop wearing their respective fanaticism on their sleeves.
LikeLike
i fully agree with the comments of shri suresh, as above
u have wrongly compared muslims and hindus. hindus never belive in destroying others. hope u will accept this with a open mind.
LikeLike
નાસ્તિક લોકો પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક વગેરેમાં માને ખરા?
પ્રદુષણ અને દૂષણ આસ્તિક હોય કે નાસ્તિક કોઈ પણ ફેલાવે તે ગેરવ્યાજબી જ કહેવાય. પછી તે ધર્મના નામે હોય, રાજકારણના નામે હોયકે અન્ય કોઈ નામથી.
LikeLike
આજકાલ એક નવો જ સંપ્રદાય ઉભો થયો છે જે ધર્મ કે આધ્યાત્મિકતા ને સમજવાની કોશિશ કાર્ય વગર તેને વખોડતો રહે જ છે. જે એ સમાંજ્વાજ નથી માંગતો કે જે લોકો ધર્મ ના નામે અનૈક્તિકતા ફેલાવે છે તેઓ ધાર્મિક લોકો નથી પણ તેઓ ધર્મ ના નામે લોકો ને છેતરનારા ઠગ લોકો છે જે અન્ય ક્ષેત્ર માં પણ જોવા મળે છે. જેમ કે કળા, રાજકારણ, વેપાર વગેરે વગેરે… આમાં ધર્મ ના નામે ખોટા ખોટા ક્રિયાકાંડો ફેલાવતા અને લોકો ને ભ્રમિત કરતા લોકો પણ આવી જાય. સાચા ધાર્મિક લોકો ક્યારેય કોઈ ને નડતા નથી. અને ધર્મગુરુ ઓ વિષે જે ધારણા છે તેની માહિતી મોટાભાગે news પપેર કે TV ના માધ્યમ દ્વારા જ મળી હોય છે. આવા કિસ્સાઓ આંગળી ને વેઢે ગણાય તેટલા હોય છે જેની સામે લોકઉપયોગી કર્યો થતા હોય તેવી સંસ્થાઓ કે ધર્મગુરુ પણ ઘણા બધા છે જ. જયારે ઉત્સવો અને મેળાવડાઓ તો સદિયો થી ભારતીય સાસ્કૃતિ નું અભિન્ન અંગ છે જેના દ્વારા લોકો ને રોજીંદી જીવનશૈલી થી અલગ હતી રીતે જીવન જીવવાનો મોકો મળે છે જેના કરને જીવન માં recharging effect નો અનુભવ થાય છે. …
LikeLike
આસ્તિકતાનું સૌથી મોટું વિનાશક પરિબળ એની સનાતનતા છે. લાખો મરજો પણ એમનો મોંઘેરો (એમને માની લીધેલો) ધરમ ના મરજો, એ એમની માન્યતા જ નહીં, પણ લગભગ જીવસટોસટની ફરજ બની ગઈ હોય છે. સત્યના ભોગે પણ એમની ધાર્મિક માન્યતા સચવાવી જોઇએ. ધરમની સનાતનતા અને સત્યતા અંગેનો એમનો વિશ્વાસ વિજ્ઞાનની ચીસો પાડતી શોધો પ્રત્યે ય એમને બહેરા બનાવી દે છે.
વિજ્ઞાનની દરેક શોધો એ શોધાય એ પછી જ ધાર્મિકોને એમના જે તે ધર્મ–પુસ્તકમાં એનું એડ્રેસ મળે છે. હું તો હજુ યે કહું છું.કે કોઇ આસ્તિક એમના ચોપડામાં જોઇને કહેશે કે પરસ્પર મેળ ના ખાતી બે થિયરી સાપેક્ષવાદ અને ક્વોન્ટમવાદમાં સત્ય શું છે? વિજ્ઞાન જગત ખરેખર સંતાપમુક્ત થશે.
LikeLike
કયાંક આવુ વાંચવામા છે……
તું તો કહેવાયો છે સર્વવ્યાપી અને વળી સર્વશકિતમાન
લોકો આડેધડ તોડે ફોડે અને લુંટે છે તારા મંદિરો
એનો અર્થ એજ કે તું કદી અંદર હોતો જ નથી.
LikeLike
Dear Rohit bhai, Very good article. Unfortunately as always many so called ‘Religious Pakhandis’ will always be offended and will object tooth and nail. A couple of persons who have responded are also habitually talking about religions like one says, “Hindus never believe in destroying others!!’ Who destroyed Babri mosque and so many other mosques? But it is useless to ask such questions.to such persons. I don’t understand one thing about this religious people. You need a simple place for pooja paath or namaz. Why you construct ‘Bhavya’ religious places? Spend crores on their decorations? Anyway it is said, “Nakkar khana ma tuti ni awaaz.” Hopefully I can say only one thing. “Woh subha kabhi to aayegi.”
Firoz Khan
Toronto, Canada.
LikeLike
superb artical….carry on rohitbhai..and thanks govindbhai maru for publishing this marvels artical…
LikeLike
શ્રી જયેશ્ જરીવાલાને તેમના વીચારો માટે અભીનંદન. વિજ્ઞાનની નવી શોઘોને, પોતાનું નાક ઉચું રાખવા પુરાણોમાં તે શોઘનું મૂળ હજરાજૂર બતાવનારાઅો ઉપર અેક લેખ લખીને વાચકોના વિચારો જાણવા જોઇઅે અેવું મારું માનવું છે.
આજ ના વિષયથી જુદી વાત માટે માફી ચાહું છું.
LikeLike
મોસાળમાં જમણ અને મા પીરસનાર
LikeLike
Friends,
Such a big and broad topic cannot be meaningfully discussed if we mix up several approaches. For example:
1. An Astik can be a moral or immoral person. So also a Nastik. Religion and Ethics should be discussed separately. Theosophy and Ethics are two quite separate social sciences.
2. This is not a question of this religion or that. We must avoid “you bad, me good” — kind of thing, or Hindu-Muslim thing. H and M, both are ASTIKS.
3. How do we judge such issues? On the basis of how people behave? Or, on the basis of logical arguments? You will find all kinds of behavior (like noise making, canvassing, etc) to widely varyiing degrees among people. So I may suggest that we stick to logical and rational arguments only.
4. In my humble opinion, Rationalism is not the same as Naastika-vaad. A rationalist decides issues on merit on the basis of Reason. He does not go by Mysticism or what is written “there” in the Scriptures.
Just a few points for the consideration of serious thinkers.
Thanks. — Subodh Shah .
LikeLike
સરસ વિચારો. સુંદર પ્રયોજન
LikeLike
એ વાત તો સો ટકા સાચી અને અનુભવથી સિધ્ધ થયેલ છે કે આસ્તીક લોકોએજ દરેક ધર્મમાં “ધર્મના નામે ધતીંગ” ના બીજ વાવ્યા છે, અને ધર્મના નામે કરોડો અંધશ્રધ્ધાળુઓને બેવકુફ બનાવીને પોતાના પેટ ભરી રહ્યા છે.
જગતના કરોડો ભુખ્યાઓને ભુલીને આ ધર્મઝનુની આસ્તીકો કરોડોનું આં્ધણ દેવદેવીઓ પર, મંદીરોમાં, દરગાહોમાં તથા મસ્જીદોમાં ચઢાવી રહ્યાછે.
Humanity first એટલે કે “માનવતા પહેલા” નો પાઠ મુસ્લીમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ પણ આપે છે, પણ આ મુલ્લાઓનું સુત્ર એ છે કે “તેમનું પેટ પહેલા”, અને એ સુત્ર અનુસાર મુલ્લાઓનું પેટ હમેશા મોટું જ હશે.
કાસીમ અબ્બાસ
કેનેડા
LikeLike
totally agree with Rohitbhai.
pallavi
LikeLike
નાસ્તિક વો નહીં, જો ભગવાનકો નહીં માનતા,
નાસ્તિક તો વો હૈ, જો ભગવાનકો નહીં જાનતા.
+++++ રોહિત કે. દરજી, હિંમતનગર
LikeLike
સુરેશભાઈની વાત જોડે હું સંમત છું.
LikeLike
Karasan Bhakta usa
રોહીતભાઇ,
નાસ્તિક-આસ્તિક. માનતા-જાનતાના પ્રાશો ફક્ત વાચવામાજ સારા લાગે !!!
વાસ્તવીકતામા, પેલા ગઝનીએ ૧૭-૧૭ વેળા એના મંદિરો લુટેલા ત્યારે,
આપ જાણો છે તે ભગવાન મહાશય કયાં હતાં ???
LikeLike
Well, god was out drinking beer or somrus somewhere. Or may be out doing some important work like he always does. 20 children were killed plus 6 teachers within 5 minutes and god was on vacation at that time.
LikeLike
ભારત માં જો ભગવાન ની અફવા ના હોત તો ભારત વિશ્વ ના બધાજ દેશ કરતા 1000 વષૅ આગળ (વિકસીત) હોત.
LikeLike
કરસન ભક્તાજી,
આપ એ પંક્તિઓને ફરી ફરી વાંચો. માણસ એ જ ભગવાનની જાત છે. જે આ નથી જાણતા તે નાસ્તિક છે.
આભાર…
LikeLike
આપના બ્લોગ પર મૂળ લેખ તો સરસ જ હોય છે. પરંતુ ખરેખર આનં આ વાચકોની કોમેન્ટસ વાંચવામાં આવે છે. આપના વાચકોના જ્ઞાનની માત્રા બહુ ઊંચી કક્ષાની છે.
અભિનંદન.
LikeLike
પ્રિય ગોવિંદ ભાઈ
કહેવાતા આસ્તિકો કરતાં કહેવાતા નાસ્તિકો આડંબર ,અને દંભ વગરના હોય છે .
LikeLike
રોહિતભાઈ બહુ સરસ વાત કહી .માણસ કે જેને ધર્મ, રીલીજીઓન ,મજહબ છે .એ લોકોમાંજ અંદરો અંદર મારા મારી કરવી વિના કારણ બાળકો ,સ્ત્રીઓ વૃદ્ધો .અને જવાનો ની કાપી નાખવા બળાત્કાર કરીને સ્ત્રીને ક્રુરતાથી રહેંસી નાખવી એ બધું જેને ધર્મ નો વળગાળ નથી .એવા પશુઓમાં નથી ,મારા drivemaa એક બિલાડીની પાછળ બિલાડો આવ્યો .એને સેક્ષની ઈચ્છા થઇ બિલાડીએ મોઢું પહોળું કરીને દાંત દેખાડ્યા ,બિલાડો તુર્તજ જતો રહ્યો
LikeLike
એક વાત તો તમારે માનવી જ પડશે બૉસ, કે આ જગતને આસ્તીક લોકો કરતાં નાસ્તીક લોકો વધારે ત્રાસ આપે છે – વધુ નુકસાન કરાવે છે.
પહેલી વાત તો એ કે નાસ્તીક લોકો ધર્મમાં નથી માનતા પણ વાતો ધર્મની જ કરતા હોય છે. એને ધર્મ સાથે કશુય લેવાદેવાનુ નથી પણ ચિન્તા ધરમની જ કરે છે. પેલા બાવાએ આમ કર્યું કે આ ભક્તો પરાણે પ્રસાદ ખવડાવી દે છે, ભીડ કરે છે. મંદિર કે ભીડમાં જાવુ જ શું કામ જોઈએ ?
ધાર્મિક લોકોને તો એક પ્રવૃત્તિ મળી ગઈ છે ટાઈમ પાસ માટે, નાસ્તિક ક્યાં જાય પ્રવૃત્તિ માટે ? તો શું કરવું ? ચાલો ધર્મને જ ગાળો દેવામાં સારો સમય પસાર થઈ જશે. અરે, બીજાના મામલામાં દખલ ના દેવાના નિયમની તો ઐસી કી તૈસી !
જેમ યહુદીઓએ પોતાને ઇશ્વરની સંતાન માની ધરતી પર અધિકાર પોતાનો જ છે, પોતે જ સર્વ શ્રેષ્ટ છે એવું પૂરવાર કરી રહ્યા છે એમ નાસ્તિકો પણ પોતાને આસ્તિકો કરતા વધુ બુધ્ધિમાન સમજવા લાગ્યા છે. જાતે બની બેઠેલા મહાપંડિત.
નાસ્તિકોને પોતાનેજ ખબર નથી કે એમનો પોતાનો જ નાસ્તિક ધર્મ બની ગયો છે અને એ પણ તાલિબાનોં કરતા વધુ કટ્ટરવાદી.
LikeLike
Dear Shri Singh Saheb,
How did you happen to meet all the wrong kinds of Nastiks ? Why not try to meet some good ones like Rohit Shah, who wrote the above original article, or at least speak to him?
Or, is it possible that you imagine things and exaggerate them for fun?
If Nastikata has become a “religion”, as you say, be kind to our SERIOUS readers and tell them about its temple, prophet Guru or Granth.
Thanks for a little bit of fun from you. —- Subodh—
LikeLike
કેમ ધર્મને ગ્રન્થ અને મંદિરમા જ પૂરી રાખશો ? સેંકડો વરસ સુધી બધા ધર્મો શાસ્ત્ર વગરના જ ચાલ્યા હતા. શાસ્ત્ર પછી બને છે. નાસ્તિક સહુ પોત પોતાના ગુરુ હોય છે અને છયાંયે મોટા નાસ્તિક ગુરુનો રેફરન્સ આપતા જ હોય છે. જગતમાં ૪૩૦૦ ધર્મ છે, શાખાઓ સાથે. બધાને શાસ્ત્રો કે મંદિરોની જરૂર નથી. બધાનું આગવું સ્વરૂપ હોય છે.
મારી એટલી જ ફરિયાદ છે કે નાસ્તિકજ અનાજ ખાય છે બીજા બધા ઘાસ ખાય છે ? નાસ્તિકોને જ બુધ્ધિ બીજાને નહી ? આવો હઠાગ્રહ જ નવો ચીલો પાડે છે એ એક ધર્મ બની જાય છે. નવો સમુદાય બની જાય છે. પોતાની માન્યતાઓ બીજા પર ઠોકી બેસાડવી હોય તો પ્રત્યાઘાત ઉભા થવાના જ, અને ઘર્ષણ પણ થવાનું.
LikeLike
These so called God Men, Peers, Acharyas, Bhagwans are all ‘Dhongis.’ Instead of uniting people of different faiths they have divided them.
Mandir, Masjid, Gurdwaron men baant diyaa Bhgwaan ko,
dhart baanti, saagar baantaa, mat baanto insaan ko, mat baanto insaan ko.
Indians nay South Asians are the most hypocrites. The West is going away from the religion. Today 30% are ethiests whereas we are moving toward religion. We forget the true teachings and have started believing in rituals. Hindus, Muslims, Christians, Sikhs, Budhhists all are birds of same feathers.
Firoz Khan
Sr. Editor
Hindi Abroad weekly
Toronto, Canada.
LikeLike