રેશનાલાઝમ: થ્રી–ડી જીવનકલા

વહાલા વાચકમીત્રો,

          પ્રા. રમણભાઈ પાઠકનો લેખ ‘રેશનાલાઝમ: થ્રી–ડી જીવનકલા’, 4 એપ્રીલ, 2013ના રોજ પોસ્ટ કર્યો હતો. અને આજે 5 એપ્રીલ, 2013ના ‘ગુજરાતમીત્ર’માં તેઓના દર્દભર્યા અંતીમ શબ્દો : ‘આ પછીનું ‘રમણભ્રમણ’ કદાચ હું ન પણ લખી શકું.’ સાથે પ્રસીદ્ધ થયેલા ‘રમણભ્રમણ’ કૉલમની જેપીજી, ‘અભીવ્યક્તી’ના સુજ્ઞ વાચકમીત્રોની જાણ માટે….

2013-04-06-Ramanbhraman
2013-04-06-Ramanbhraman

–ગોવીન્દ  મારુ

રેશનાલાઝમ: થ્રી–ડી જીવનકલા

–   પ્રા. રમણપાઠક (વાચસ્પતી)

રેશનાલીસ્ટ તથા રેશનાલીઝમ એટલે

થ્રી–ડી વ્યક્તીત્વ અને થ્રી–ડી જીવન !   –રમાનાથ પંડીત

ભાઈશ્રી ધીરુ મીસ્ત્રીને મેં કહ્યું કે, ગઈ કાલે વડોદરામાં મારા પુસ્તકનું જે વીમોચન થયું, એ કૃતી આત્મકથાત્મક છે. એટલે રમુજમાં હસતાં તેમણે પ્રશ્ન કર્યો કે, ‘‘એમાં ‘પેલું બધું’ આવે છે કે ?’’

મેં કહ્યું કહ્યું કે, ‘‘ના, આ જરા જુદા પ્રકારની કથા છે; એટલે એમાં આ ‘પેલું બધું’ ન આવે.’’

આ ‘પેલું બધું’ના લેખન તથા જાહેરાતની સમસ્યા છેક નર્મદના વખતથી જીવનકથાત્મક લેખકોને પડી રહી છે: કદાચ આપ સૌ એ વાત જાણતા જ હશો કે, નર્મદ એની આત્મકથા ‘મારી હકીકત’માં એની સ્વાભાવીક નર્મદીય ખુમારીપુર્વક જાહેર કરે છે કે, ‘અહીં હું જે કાંઈ લખીશ તે સાચું જ લખીશ, અને જે સત્ય લખવાથી અન્ય વ્યક્તીને હાની પહોંચે તેમ હોય, તે નહીં લખું; પરન્તુ કદાપી, ક્યાંય એક શબ્દમાંય જુઠ તો નહીં જ લખું  !’

આ ધીરુ મીસ્ત્રી અમારા વડોદરાવાસી એવા એક વીલક્ષણ રૅશનાલીસ્ટ છે. તેઓ કહે,  ‘‘મેં તો ‘પેલું બધું’ સાચું જ લખેલું; પરન્તુ મારી પત્નીએ સખત વીરોધ કર્યો અને એ લખાણના કાગળો છીનવી લઈ, કબજે કરી લીધા. તે કહે, ‘આવું બધું જાહેર નથી કરવાનું !…’ મેં આગ્રહ–દબાણ કર્યાં, તો કહે, ‘મારા મૃત્યુ પછી ભલે છપાવજો !’… આમ હાલ તો આ યોજના ખોરંભે પડી ગઈ છે.’’

હું તેઓને એ મારી હકીકત કહેવાનો ચુકી ગયો કે, મારાં તો ‘પ્રેમકાવ્યો અને પ્રેમપત્રો’ય પ્રગટ થઈ ચુક્યાં છે – પુસ્તકાકારે ! ઝીંદાદીલ રૅશનાલીસ્ટ પ્રકાશક એવા જમનાદાસે જ્યારે મારી ખાનગી નોંધપોથી વાંચી અને કહ્યું કે, ‘આ તો બહુ જ સરસ છે, એનું પુસ્તક પ્રગટ થવું જોઈએ અને હું એ કરવા ઈચ્છું છું… તમે મંજુરી આપો તો !’

અને એની ‘હા’ પાડતાં, મેં પેલી નર્મદવાળી શરત જ મુકી કે, જરુર છાપો; પણ એથી કોઈ ત્રીજી વ્યક્તીને કશી હાની ના પહોંચવી જોઈએ’… અને એમ ‘રમણ પાઠકના પ્રેમકાવ્યો અને પ્રેમપત્રો’ પુસ્તક પ્રગટ થયું પણ ખરું ! (એ વીશે લેખક શ્રી દીનેશ પાંચાલનો ‘અભીવ્યક્તી’માં પ્રકાશીત થયેલો લેખ વાંચવા https://govindmaru.wordpress.com/2009/08/27/dinesh-panchal-6/   લીંક ઉપર ક્લીક કરશો)

આ ધીરુ મીસ્ત્રીના જીવનના બહુવીધ ભાતીગળ પ્રસંગો જાણીને જ મેં ઉપરનું પંડીત રામનાથનું વીધાન ટાંક્યું છે. જેનો ભાવાર્થ છે: સામાન્ય માણસોના જીવન ‘ટુ–ડી’ જ હોય છે; અરે મહાપુરુષો લેખાતી વ્યક્તીઓ પણ એવાં જ સપાટ ‘ટુ–ડી’ જીવન જીવી જાય છે. સવાલ જીવન–મુલ્યોનો છે. આ સંદર્ભે કદાચ ઉપર્યુક્ત વીધાનનો અર્થ એવો ઘટાવી શકાય કે સામાન્ય જન, મહાપુરુષો સહીતની વ્યક્તીઓ એવાં પ્રચલીત મુલ્યો સ્વીકારીને પોતાનું જીવન વીતાવે છે કે, સત્ય, અહીંસા, પ્રામાણીકતા વગેરે. જ્યારે રૅશનાલીસ્ટ માને છે કે જેટલું સત્ય મુલ્યવાન છે; એટલું જ મુલ્યવાન અસત્ય પણ છે. અહીંસા જેટલી આવશ્યક છે; એટલી જ આવશ્યકતા હીંસાની પણ સ્વીકારવી જ જોઈએ. એવું જ પ્રામાણીકતાનું પણ ગણાય: ખરું મુલ્ય વીવેકબુદ્ધીનું છે. કોઈ પ્રસંગે અપ્રામાણીક વ્યવહારથી કોઈ અનીવાર્ય જરુરીયાતમંદને મદદ થતી હોય અને કોઈને જ કશી હાની ન હોય અથવા તો જેને હાની થતી કહેવાય એ જ ખરેખર તો ‘અપ્રામાણીક હાની’ હોય; તો એવો વ્યવહાર ભલે પ્રચલીત મુલ્યોની વ્યાખ્યામાં અનુચીત લેખાતો હોય; પણ એમ વર્તવામાં કશું જ ખોટું નથી. દા.ત. એક વાર સ્વ. ન્યાયમુર્તી, મારા સ્નેહીમીત્ર મનુભાઈ ઠક્કરે કહેલું કે, ‘કાયદો કેવો વીચીત્ર છે: કરોડોની ચોરી કરનારો શેઠીયો સમાજમાં પ્રતીષ્ઠીત તેમ જ આદરણીય વ્યક્તી તરીકેનાં માનપાન પામે છે; જ્યારે બીચારો કોઈ ભુખ્યો ગરીબ માણસ એના બાલબચ્ચાંને ટળવળતાં ન જોઈ શકતાં, પાંચશેર દાણા ચોરે, તેય તેને ચોર ઠરાવી સજા કરવામાં આવે છે !’

ત્યારે મેં કહ્યું, એવાં ભુખ્યાજન તથા એનાં બાળકોનો જઠરાગ્ની ઠારવા તો હું પોતેય પાંચશેર તો શું, શક્ય હોય તો પાંચ મણ અનાજની ચોરી કરું… એ પાપ નથી, પુણ્ય છે. એમ અમે રૅશનાલીસ્ટો માનીએ !

રૅશનાલીસ્ટ બીરાદર ધીરુ મીસ્ત્રીની જીવનલીલા જાણીએ તો આવી અનેક વીલક્ષણતાઓ જાણવા મળે; તેઓએ એક ગરીબ મુસ્લીમને ‘જીવી જવામાં’ જીવનભર મદદ કરેલી; એની કથા આ સ્થળેથી વર્ષો પુર્વે આલેખવામાં આવેલી. એ સાથે અન્ય એક નોંધપાત્ર પ્રસંગ પણ થોડાં વર્ષ પુર્વે જાણવા મળેલો કે કોઈ ગરીબ બાઈને તેની માંદગીમાં સારવાર કરવા  માટે, ધીરુભાઈ બધી જ રીતે તત્પર બનેલા. એ બહેનને હૉસ્પીટલમાં પણ એમણે જ દાખલ કર્યાં ને પોતાનાં કામકાજ ખોરવીને પણ તેની ખડે પગે સેવા કરી– એવું કંઈક આછું આછું યાદ છે. વીચક્ષણ ધીરુ મીસ્ત્રીનું જીવન તો એવાં અનેક અપ્રચલીત કાર્યોના ઈતીહાસ જેવું છે. તેઓ જણાવે છે તેમ, એ સર્વ કામગીરીનું પ્રેરકબળ રૅશનાલીઝમ છે. ધીરુ મીસ્ત્રીનો જીવનભરનો વ્યવસાય પણ મારા રૅશનાલીસ્ટ જુથમાં તો અસામાન્ય કહી શકાય એવો છે; કારણ કે તેઓ દસ્તાવેજી ફીલ્મો ઉતારવાનો વ્યવસાય કરે છે અને એવી પ્રવૃત્તીમાં પણ અવકાશ હોય ત્યાં અને ત્યારે તેઓ રૅશનાલીસ્ટ અભીગમને સીફતપુર્વક વણી લે છે. વધુમાં વળી તેઓ એક સાહસીક પ્રારંભક છે અને એમના એવાં સાહસ પણ સદાય વીવેકનીષ્ઠ હોઈ, બહુધા સફળ જ નીવડે છે. તો અહીં અંતમાં તેઓના આવા ‘પરાક્રમ’નું એક પ્રકરણ ટુંકમાં આલેખી, આ લેખ પુરો કરું: એનું કારણ એ જ કે, પ્રારંભે યોજાયેલા ‘થ્રી–ડી’ શબ્દનું મુળ તો આ પ્રસંગ જ છે:

હમણાં જ ગુજરાતમાં થઈ ગયેલી ચુંટણીઓમાં, મુખ્યપ્રધાન શ્રી. નરેન્દ મોદીએ પ્રચારાર્થે થ્રી–ડી અને એલ.સી.ડી. જેવી એકદમ આધુનીક ટૅકનોલૉજી પ્રયોજી, ત્યારે એણે લોકોમાં જબરદસ્ત કુતુહલ તથા આશ્ચર્ય– તારીફ જન્માવ્યાં; કારણ કે આવી હાઈ–ટૅક પ્રયુક્તી જમાવનાર શ્રી. મોદી પ્રથમ ગણાયા. પરંતુ એ દરમીયાન એક સમાચાર વાચવામાં આવ્યા કે, ચુંટણી પ્રચારમાં અદ્યતન ટૅકનોલૉજીનો ઉપયોગ કરનારા શ્રી. મોદી તે બાબતમાં આપણે ત્યાં સર્વપ્રથમ નથી. બલકે આજથી બરાબર 41 (એકતાલીસ) વર્ષ પુર્વે ચુંટણી પ્રચારમાં તે જમાનાની હાઈ–ટૅક ટૅકનોલૉજીનો વીનીયોગ થયેલો, અને એ કરનાર પ્રથમ પુરુષ આપણા આ પીઢ રૅશનાલીસ્ટ ધીરુ મીસ્ત્રી જ હતા. ત્યારે આ અભીનવ દાસ્તાને પણ એવાં જ કુતુહલ – પ્રશંસા જગાડેલાં અને ધીરુભાઈનું આ સાહસ સમ્પુર્ણ સફળ નીવડેલું. ધીરુ મીસ્ત્રી ઘણી વાર કહે છે કે, રૅશનાલીસ્ટને મન ‘પરમધર્મ’ જ વીજ્ઞાન છે, અને હું તો રૅશનાલીઝમની સફળતાનો મોટામાં મોટો આધાર વીજ્ઞાનની અભીનવ અને અદ્ ભુત શોધોને જ ગણાવું છું.

બનેલું એવું કે, વડોદરાના મહારાજા ફતેહસીંહરાવ ગાયકવાડ ત્યારે પાર્લામેન્ટની ચુંટણીમાં સંસ્થા કોંગ્રેસ તરફથી ઉમેદવાર રહ્યા હતા. ત્યારે તાજામાજા જ ઈંગ્લેંડથી આવેલા, અને તેઓની પાસે ચુંટણી પ્રચાર માટે ફક્ત વીસ જ દીવસ સીલકમાં રહ્યા હતા. એ પરીસ્થીતી ધ્યાનમાં આવતા શ્રી. ધીરુ મીસ્ત્રી ગાયકવાડશ્રીને મળ્યા અને કહ્યું કે, ‘એક જ રસ્તો છે, આધુનીક ટૅકનોલૉજીનો ઉપયોગ કરો અને ચુંટણી જીતો !’ એટલે ફતેહસીંહરાવ ગાયકવાડ પુછે કે, ‘એ કેવી રીતે ?’ તો ધીરુભાઈએ કહ્યું કે, ‘ચુંટણી પ્રચારની એક ફીલ્મ બનાવી દો, અને ગામેગામ એ પ્રદર્શીત કરો !’ અને એમ ધીરુ મીસ્ત્રીએ જ ત્યારની ઉપલબ્ધ ‘હાઈ–ટૅક ટૅકનોલૉજી’નો ઉપયોગ કરી, ચુંટણી પ્રચારની ફીલ્મ બનાવી. પરીણામે મહારાજા ફતેહસીંહરાવ ગાયકવાડ પ્રચંડ બહુમતીથી જીતી ગયા ! આમ રૅશનાલીસ્ટ ધીરુ મીસ્ત્રી આપણા પ્રથમ દસ્તાવેજી ફીલ્મ બનાવનાર બન્યા. એ પછી તો તેઓએ ચુંટણી પ્રચારની પણ અનેક દસ્તાવેજી ફીલ્મો બનાવી.

ભરતવાક્ય

વીસમી – એકવીસમી સદીમાં

વીજ્ઞાનની અદ્ ભુત અને અપરમ્પાર આગેકુચે

ભગવાનને પદભ્રષ્ટ કરી દીધો છે.

–રમાનાથ પંડીત

 

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની (શનીવાર, 9 ફેબ્રુઆરી, 2013ની) લોકપ્રીય કટાર રમણભ્રમણ’માંથી.. લેખના અને ગુજરાતમીત્ર ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક (વાચસ્પતી), એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 ફોન(02622) 222 176 સેલફોન: 99258 62606

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE. Navi Mumbai 400 709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જ  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 05–04–2013

6

 

15 Comments

 1. ‘મારી હકીકત’માં એની સ્વાભાવીક નર્મદીય ખુમારીપુર્વક જાહેર કરે છે કે, ‘અહીં હું જે કાંઈ લખીશ તે સાચું જ લખીશ, અને જે સત્ય લખવાથી અન્ય વ્યક્તીને હાની પહોંચે તેમ હોય, તે નહીં લખું; પરન્તુ કદાપી, ક્યાંય એક શબ્દમાંય જુઠ તો નહીં જ લખું !’
  Very good Statement

  Like

 2. વીસમી – એકવીસમી સદીમાં વીજ્ઞાનની અદ્ ભુત અને અપરમ્પાર આગેકુચે ભગવાનને પદભ્રષ્ટ કરી દીધો છે.

  –રમાનાથ પંડીત

  શ્રી ધીરુભઈ મીસ્ત્રીએ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તે સારી વાત છે. વિજ્ઞાનની વાતોએ સારી છે. રમાનાથ પંડીતની હાસ્યાસ્પદ વાત વાંચીને હસવું આવ્યું.

  શ્રીમદ ભગવદગીતાના ૧૧મા અધ્યાયનો થોડો અંશ અહીં પ્રગટ કરું છું. માણસ મગતરા જેવો છે પણ જરાક બુદ્ધિ વધે તો અહંકારથી ફુલ્યો નથી સમાતો.

  (अर्जुन द्वारा भगवान के विश्वरूप का देखा जाना और उनकी स्तुति करना )

  अर्जुन उवाच

  पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसङ्‍घान्‌ ।
  ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान्‌ ॥

  भावार्थ : अर्जुन बोले- हे देव! मैं आपके शरीर में सम्पूर्ण देवों को तथा अनेक भूतों के समुदायों को, कमल के आसन पर विराजित ब्रह्मा को, महादेव को और सम्पूर्ण ऋषियों को तथा दिव्य सर्पों को देखता हूँ॥15॥

  अनेकबाहूदरवक्त्रनेत्रंपश्यामि त्वां सर्वतोऽनन्तरूपम्‌ ।
  नान्तं न मध्यं न पुनस्तवादिंपश्यामि विश्वेश्वर विश्वरूप ॥

  भावार्थ : हे सम्पूर्ण विश्व के स्वामिन्! आपको अनेक भुजा, पेट, मुख और नेत्रों से युक्त तथा सब ओर से अनन्त रूपों वाला देखता हूँ। हे विश्वरूप! मैं आपके न अन्त को देखता हूँ, न मध्य को और न आदि को ही॥16॥

  किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम्‌ ।
  पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद्दीप्तानलार्कद्युतिमप्रमेयम्‌ ॥

  भावार्थ : आपको मैं मुकुटयुक्त, गदायुक्त और चक्रयुक्त तथा सब ओर से प्रकाशमान तेज के पुंज, प्रज्वलित अग्नि और सूर्य के सदृश ज्योतियुक्त, कठिनता से देखे जाने योग्य और सब ओर से अप्रमेयस्वरूप देखता हूँ॥17॥

  त्वमक्षरं परमं वेदितव्यंत्वमस्य विश्वस्य परं निधानम्‌ ।
  त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे ॥

  भावार्थ : आप ही जानने योग्य परम अक्षर अर्थात परब्रह्म परमात्मा हैं। आप ही इस जगत के परम आश्रय हैं, आप ही अनादि धर्म के रक्षक हैं और आप ही अविनाशी सनातन पुरुष हैं। ऐसा मेरा मत है॥18॥

  अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम्‌ ।
  पश्यामि त्वां दीप्तहुताशवक्त्रंस्वतेजसा विश्वमिदं तपन्तम्‌ ॥

  भावार्थ : आपको आदि, अंत और मध्य से रहित, अनन्त सामर्थ्य से युक्त, अनन्त भुजावाले, चन्द्र-सूर्य रूप नेत्रों वाले, प्रज्वलित अग्निरूप मुखवाले और अपने तेज से इस जगत को संतृप्त करते हुए देखता हूँ॥19॥

  द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
  दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदंलोकत्रयं प्रव्यथितं महात्मन्‌ ॥

  भावार्थ : हे महात्मन्‌! यह स्वर्ग और पृथ्वी के बीच का सम्पूर्ण आकाश तथा सब दिशाएँ एक आपसे ही परिपूर्ण हैं तथा आपके इस अलौकिक और भयंकर रूप को देखकर तीनों लोक अतिव्यथा को प्राप्त हो रहे हैं॥20॥

  अमी हि त्वां सुरसङ्‍घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति।
  स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्‍घा: स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥

  भावार्थ : वे ही देवताओं के समूह आप में प्रवेश करते हैं और कुछ भयभीत होकर हाथ जोड़े आपके नाम और गुणों का उच्चारण करते हैं तथा महर्षि और सिद्धों के समुदाय ‘कल्याण हो’ ऐसा कहकर उत्तम-उत्तम स्तोत्रों द्वारा आपकी स्तुति करते हैं॥21॥

  रुद्रादित्या वसवो ये च साध्याविश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।
  गंधर्वयक्षासुरसिद्धसङ्‍घावीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥

  भावार्थ : जो ग्यारह रुद्र और बारह आदित्य तथा आठ वसु, साध्यगण, विश्वेदेव, अश्विनीकुमार तथा मरुद्गण और पितरों का समुदाय तथा गंधर्व, यक्ष, राक्षस और सिद्धों के समुदाय हैं- वे सब ही विस्मित होकर आपको देखते हैं॥22॥

  रूपं महत्ते बहुवक्त्रनेत्रंमहाबाहो बहुबाहूरूपादम्‌ ।
  बहूदरं बहुदंष्ट्राकरालंदृष्टवा लोकाः प्रव्यथितास्तथाहम्‌ ॥

  भावार्थ : हे महाबाहो! आपके बहुत मुख और नेत्रों वाले, बहुत हाथ, जंघा और पैरों वाले, बहुत उदरों वाले और बहुत-सी दाढ़ों के कारण अत्यन्त विकराल महान रूप को देखकर सब लोग व्याकुल हो रहे हैं तथा मैं भी व्याकुल हो रहा हूँ॥23॥

  नभःस्पृशं दीप्तमनेकवर्णंव्यात्ताननं दीप्तविशालनेत्रम्‌ ।
  दृष्टवा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो ॥

  भावार्थ : क्योंकि हे विष्णो! आकाश को स्पर्श करने वाले, दैदीप्यमान, अनेक वर्णों से युक्त तथा फैलाए हुए मुख और प्रकाशमान विशाल नेत्रों से युक्त आपको देखकर भयभीत अन्तःकरण वाला मैं धीरज और शान्ति नहीं पाता हूँ॥24॥

  दंष्ट्राकरालानि च ते मुखानिदृष्टैव कालानलसन्निभानि ।
  दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥

  भावार्थ : दाढ़ों के कारण विकराल और प्रलयकाल की अग्नि के समान प्रज्वलित आपके मुखों को देखकर मैं दिशाओं को नहीं जानता हूँ और सुख भी नहीं पाता हूँ। इसलिए हे देवेश! हे जगन्निवास! आप प्रसन्न हों॥25॥

  अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवावनिपालसंघैः ।
  भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः ॥
  वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि ।
  केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्‍गै ॥

  भावार्थ : वे सभी धृतराष्ट्र के पुत्र राजाओं के समुदाय सहित आप में प्रवेश कर रहे हैं और भीष्म पितामह, द्रोणाचार्य तथा वह कर्ण और हमारे पक्ष के भी प्रधान योद्धाओं के सहित सबके सब आपके दाढ़ों के कारण विकराल भयानक मुखों में बड़े वेग से दौड़ते हुए प्रवेश कर रहे हैं और कई एक चूर्ण हुए सिरों सहित आपके दाँतों के बीच में लगे हुए दिख रहे हैं॥26-27॥

  यथा नदीनां बहवोऽम्बुवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति ।
  तथा तवामी नरलोकवीराविशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ॥

  भावार्थ : जैसे नदियों के बहुत-से जल के प्रवाह स्वाभाविक ही समुद्र के ही सम्मुख दौड़ते हैं अर्थात समुद्र में प्रवेश करते हैं, वैसे ही वे नरलोक के वीर भी आपके प्रज्वलित मुखों में प्रवेश कर रहे हैं॥28॥

  यथा प्रदीप्तं ज्वलनं पतंगाविशन्ति नाशाय समृद्धवेगाः ।
  तथैव नाशाय विशन्ति लोकास्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥

  भावार्थ : जैसे पतंग मोहवश नष्ट होने के लिए प्रज्वलित अग्नि में अतिवेग से दौड़ते हुए प्रवेश करते हैं, वैसे ही ये सब लोग भी अपने नाश के लिए आपके मुखों में अतिवेग से दौड़ते हुए प्रवेश कर रहे हैं॥29॥

  लेलिह्यसे ग्रसमानः समन्ताल्लोकान्समग्रान्वदनैर्ज्वलद्भिः ।
  तेजोभिरापूर्य जगत्समग्रंभासस्तवोग्राः प्रतपन्ति विष्णो ॥

  भावार्थ : आप उन सम्पूर्ण लोकों को प्रज्वलित मुखों द्वारा ग्रास करते हुए सब ओर से बार-बार चाट रहे हैं। हे विष्णो! आपका उग्र प्रकाश सम्पूर्ण जगत को तेज द्वारा परिपूर्ण करके तपा रहा है॥30॥

  आख्याहि मे को भवानुग्ररूपोनमोऽस्तु ते देववर प्रसीद ।
  विज्ञातुमिच्छामि भवन्तमाद्यंन हि प्रजानामि तव प्रवृत्तिम्‌ ॥

  भावार्थ : मुझे बतलाइए कि आप उग्ररूप वाले कौन हैं? हे देवों में श्रेष्ठ! आपको नमस्कार हो। आप प्रसन्न होइए। आदि पुरुष आपको मैं विशेष रूप से जानना चाहता हूँ क्योंकि मैं आपकी प्रवृत्ति को नहीं जानता॥31॥

  Like

  1. Strange, in 21st century people still believe in Geeta and it’s writing. None of those things happened it is just a story written by some people. People who believe it to be true are just religious nerds. All religions have their holy books written by people centuries ago and all have different stories to scare people at that time when humans were uneducated.

   Like

   1. સત્ય હંમેશા રહે છે. કેટલીયે સદીઓ ચાલી ગઈ.

    હમ ન રહેંગે, તુમ ન રહોગે ફીર ભી જો સત્ય ઔર તથ્ય હોગા વહ રહેગા.

    Strange તો તે છે કે આવા ગર્ભીત સત્યોને સમજવાની અંત:પ્રેરણા ૨૧મી સદીમાં કહેવાતા આધુનીકોમાંથી ચાલી ગઈ છે. એટલે તેઓ શાંતીની શોધમાં ફર્યા કરે છે.

    Like

 3. દિવસ અને રાત ,પૃથવિ ગોળ છે તેને કારણે થાય છે. આ સાબિતી છે. પરંતુ આજે પણ પૃથવિ સપાટ હોવાનુ તુત લઈને ચાલવાવાળા જૈન સાઘુ, પૃથવિ ગોળ છે અેવું સાબિત કરનારને ઈનામ આપવાની જાહેરાત કરે છે. સામાનય બુઘઘિવાળો પણ કહી શકે કે પૃથવિ જો સપાટ હોય તો આખી પૃથવિ ઊપર અેકી વખતે દિવસ જ હોય.
  રમાનાથ પંડીતની વાત ૧૦૦ ટકા સાચી છે. આજનું વિજ્ઞાન સાબિતિ આપીને જ જંપે છે. સાબિતિ…..સાબિતિ……અને….સાબિતિ…….થીયરી ????????????????? Theory has to be proved. Practical proof only can prove the theory which can be used in daily life successfully. SCIENCE DOES THAT.

  Like

 4. Using Rationalism in Elections, these days, is to Use Latest and Modern Technology. In United tates, Elections are generally fought through T.V. and Other Media. They are Businesses for Profit. Money plays very Important Role. That is why Elections here have turned to be very Expensive.

  Barack Obama also collected a Large amount of Donations. But these Donations came through Smaller Amounts from a Large Majority of Common People. He had a very Good Organization throughout America, while the Opponent had his Organization in a few Populous States only. He Won against the Group of Billionaires’ Supported Rich Candidate.

  Media can Change the Minds of Thinking People i.e. Rationalists. Truth Prevailed and the FALSEHOOD got Exposed. Rationalism is on the Way to WIN, Everywhere.

  Fakirchand J. Dalal

  9001 Good Luck Road,
  Lanham, Maryland 20706.
  U.S.A.

  Thursday, April 4, 2013.

  Like

 5. હું જે કાંઈ પણ કહીશ કે લખીશ તે સાચુ જ હશે અને સતય શિવાય બિજુ કાંઈ નહીં હોય. આ વાત જયારે યાદ આવે છે તયારે મણિલાલ નભુભાઈ દવિવેદિ યાદ આવે છે. તેમની આતમકથા તેમના મરણ પછી બહાર પાડેલી. તેમાં પેલુ બઘું લખેલું ,છાપેલું હતું. ગાંઘીજીઅે પણ પેલું બઘું, થોડું થોડું લખેલું હતું. 3D…………….

  Like

 6. થોડી વઘારાની માહિતિ આપુ છું. ચલાવી લેવા વિનંતિ છે.મણિલાલ નભુભાઈ અેક સકોલર હતા. સરવ ઘરમ સંમેલનમાં અમેરિકા જવા માટે પહેલા અેમની પસંદગી કરવામા આવેલી. તેમણે અમુક રીતે બગડેલી તેમની તબીયત ( ? ) ને કારણે જવાની ના પાડેલી. આ સંજોગોમાં સવામિ વિવેકાનંદ ની પસંદગી થયેલી. વઘુ વીગતો નથી લખતો. જાતે વાંચવાથી વઘુ જાણવા મલશે.

  Like

 7. ભાઇશ્રી હઝારીએ શ્રી મણિલાલ નભુભાઇ દ્વિવેદી વિશે લખ્યું તેમાં એટલું ઉમેરવાનું કે તેમને ઘણી સ્ત્રીઓ જોડે સંબંધ હતો એટલે એ પોતે ચારિત્ર્યના લંપટ હતા પરિણામે તેમને સિફીલીસ થયેલો તે નોંધનીય છે.જ્યારે ગાંધીજીએ એવી બાબતમાં કશું છુપાવ્યું નથી.વલ્લભભાઇ પટેલે ‘સત્ય સંહિતા’ ઉપરથી ગાંધીજીનું વર્ણન વાંચી બતાવ્યું ત્યારે એમને શ્રદ્ધા બેઠી.મહાદેવ દેસાઇએ ‘સત્ય સંહિતા’ પરથી કસ્તુરબાનું વર્ણન વાચ્યું ત્યારે ગાંધીજીએ કબૂલ કર્યું કે જે યથા સત્ય છે.તેમની કુંડળી પ્રમાણે એક શ્ર્લોકનું એક વાક્ય અહીં ઉતારું છું તે પરથી
  સત્યતા જણાય અાવશે -मातृ तुल्य परस्त्रिक: एक पत्नी व्रतम् चरेत i એકવાર અમેરિકન ટીવી ચેનલ પર એક પ્રશ્ર્ન પૂછાયો કે એક પત્નિવ્રત પાળ્યું હોય એવી વ્યક્તિ કોણ ? ત્યારે મારા ધર્મપત્નીના મેનેજર ટોમ જે ઇલોક્ટ્રોનિક ઇંજીનિયર હતા તેમણે તત્ક્ષણ ઉત્તર અાપ્યો કે ગાંધીજી. ત્યારે મને કહેતા ક્ષોભ થાય છે કે અાપણને
  ગાંધીજી વિશે પૂરી માહિતી નથી એથી વિશેષ કંઇ ઉમેરવાનું નથી.અસ્તુ

  Like

 8. કિશોરભાઈ.
  તમારી વાત સાચી છે. મેં તમે આપેલી વઘુ વિગતો આપવાનું ટાળેલું. આ બઘી વીગતો મણિલાલે તેમની આતમકથામાં લખેલી હતી. છુપાવેલી નહોતી. આ કારણે જ તેમની આતમકથા તેમના મરણ પછી બહાર પાડેલી.
  સવામિ વિવેકાનંદ અમેરિકા જવાં પહેલા મણિલાલને મળેલા. ગુજરાતનો પણ પરવાસ કરેલો. મણિલાલની રીસરચ નો જો અભયાસ કરશો તો તેમના સંશોઘનની મહાનતાના દશસન થશે.

  Like

 9. Telling lies is considered as bad. But one has to see the context and time in which lies are told. If you shorten someone’s life by telling the truth then a lie is better that gives more life even for a moment. Unfortunately Mullahs,Mahants, Padris and others do not apply their minds while propagating and teaching to always speak truth!! Followers of dotted lines!

  Like

 10. DHIRUBHAI IS MY FRIEND IN BARODA AND HE IS A JOLLY GOOD PERSON, FULL OFWITH WIT AND HUMOUR. PERHAPS MANY PEOPLE MAY NOT KNOW THAT WE LAUGH ON ONE JOKE OVER MORE THAN 30 YEARS, SOMETHING TO GET NOTICED IN GNIS BOOKS OF RECORD.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s