નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો

– મોહમ્મદ માંકડ

હમણાં એક ફીલ્મ આવી ‘ઓ માય ગોડ !’ આજના યુવાનોને આ ફીલ્મે ઘણું ઘેલું લગાડ્યું. ફીલ્મમાં રુઢીવાદી ધાર્મિકતા ઉપર ઘણા પ્રહારો કરાયા છે અને યુવાનોને વીચારતા કરી દે એવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે.

આપણે અહીં એ ફીલ્મની વાત કરવી નથી; પરંતુ એમાંથી એક વસ્તુ એ શીખવા જેવી છે કે માનવજીવનને આગળ વધારતા રહેવા માટે જરીપુરાણા ખ્યાલોને વળગી રહેવાને બદલે, નવાં જ્ઞાન માટે જગ્યા કરતાં રહેવું જોઈએ.

જે સંસ્કારોમાં આપણે જનમ્યા હોઈએ છીએ અને ઉછર્યા હોઈએ છીએ તે નકામા છે એમ જાણતા હોવા છતાં; આપણે તેને ત્યજી શકતા નથી. સદીઓ પહેલાં આપણા પુર્વજો જે કાંઈ કરતા હતા એ એમના માટે જરુરી હશે; પરન્તુ આજે પણ આપણે એ જ રીતે જીવવું જરુરી નથી. વૃક્ષ જે રીતે જુનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે એ જ રીતે માણસે પણ તાજા જ રહેવું જોઈએ. પ્રકૃતીના નીયમ મુજબ તાજી વસ્તુ જીવંત છે અને વાસી વસ્તુ મૃત થઈ જાય છે.

દુનીયા બહુ ઝડપથી આગળ ધસી રહી છે. વીજ્ઞાન-ટૅક્નોલૉજીમાં જે ઝડપથી સંશોધનો થઈ રહ્યાં છે એ અકલ્પનીય છે. ખાસ કરીને આજના યુવાનો એનાથી વંચીત ન રહે એ માટે એમને વૈજ્ઞાનીક અભીગમ કેળવતાં શીખવવું જોઈએ.

વીજ્ઞાન સત્યને જાણવા માટે છે. આપણે નક્કી કરી નાખેલાં કાલ્પનીક આધાર વીનાનાં મનઘડંત સત્યોને સાબીત કરવા માટે નથી. મોટા ભાગના માણસો વીજ્ઞાન દ્વારા કશું નવું શીખવાને બદલે, પોતે જે કાંઈ માનતા હોય અથવા તો જુની રુઢીઓ એમના મનમાં જડ ઘાલીને બેઠી હોય, એને પુષ્ટી આપવા માટે જ એનો ઉપયોગ કરતા હોય છે.

નવી વાતને આપણે જલદી સ્વીકારી કે પચાવી શકતા નથી. બાળક જ્યારે પહેલી વાર જાણે છે કે માથા ઉપરનો આસમાની ઘુમ્મટ માત્ર ખાલી જગ્યા છે ત્યારે તે આઘાત અનુભવે છે. આકાશ-જેને તે પોતાની નજરે જુએ છે, તે માત્ર ખાલી જગ્યા કઈ રીતે હોઈ શકે ? અને ખાલી જગ્યા હોય તો કેટલી હશે ? પછી શું હશે ? એની સમજમાં કોઈ રીતે એ વાત ઉતરતી નથી.

એવું જ જ્ઞાન અને વીજ્ઞાનની દરેક બાબતનું છે. દરેક નવી વાતથી માણસ આઘાત અનુભવે છે; પરન્તુ સાચી વાત એના શુદ્ધ સ્વરુપે સ્વીકારવામાં જ માનવજાતનું ભલું થયું છે. સત્યનો જ્યારે આપણે સ્વીકાર કરતા નથી ત્યારે આપણને નુકસાન જ જાય છે. સત્યનો ઈનકાર કરવાથી એનું અસ્તીત્વ મટી જતું નથી.

ગેલીલીયોએ પોતાની કીમતી જીન્દગી ખરચી નાખીને અનેક સંશોધનો કરીને અનેક વખત ખાતરીઓ કર્યાં પછી જ્યારે જાહેર કર્યું કે, સુર્યમાં ડાઘ છે ત્યારે લોકો એના ઉપર ઉકળી ઉઠ્યા. સુર્યને તો લોકો દેવ માનતા હતા એમાં ડાઘ કઈ રીતે હોઈ શકે ?

ગેલીલીયોએ ઘણા માણસોને સુર્યમાં રહેલા ડાઘ બતાવ્યા; છતાં લોકો એ વાત સ્વીકારવા તૈયાર નહોતા. સુર્ય દેવમાં ડાઘ હોઈ શકે જ નહીં; દુરબીન ખોટું. ગેલીલીયોને એમણે ધાર્મીક માન્યતાઓની વીરુદ્ધમાં વાત કરવા બદલ જેલમાં પુરી દીધો. લોકોને ગેરરસ્તે દોરવા બદલ અને જુઠી વાતો કરવા બદલ ધર્મગુરુઓએ તેને માફી માગવા કહ્યું. ગેલીલીયો શરુઆતમાં તો પોતાની વાત ઉપર અડગ રહ્યો; પરંતુ એને એટલો ત્રાસ અપાયો કે આખરે એ ભાંગી પડ્યો અને છેવટે એણે કબુલ કરી લીધું કે, સુર્યમાં ડાઘ હોવાની વાત ખોટી છે. પોતે પાપ કરેલું છે અને એ બદલ પોતે માફી માગે છે.

જગતના મોટા ભાગના સંશોધકોની બાબતમાં આવું જ બન્યું છે. કેટલાકને મારવામાં આવ્યા છે, તો કેટલાકની કતલ પણ કરી નાખવામાં આવી છે. સાચી વાત કહેવા બદલ જગતના મહાન સંશોધકોએ, આપણે આજે તો કલ્પી પણ ન શકીએ એવાં એવાં જુલમ અને યાતનાઓ સહન કર્યાં હતાં. અને આવી યાતનાઓ આપનારા એમના સમયના મોટા પંડીતો અને વીદ્વાનો જ હતા. એવા પંડીતો કે જેમનાં મગજ જુની વાતોથી ભરાયેલાં હતાં. નવાં જ્ઞાન માટે એ મગજમાં કોઈ જગ્યા જ નહોતી.

અહીં એક જાપાનીઝ ઝેન સાધુની નાનકડી વાત યાદ આવી જાય છે. એક વાર ઝેન ગુરુ નાન-ઈન પાસે એક વીદ્વાન પ્રૉફેસર આવ્યા. ઝેન ગુરુ તો શાંત અને સ્વસ્થ ચીત્તે પોતાનામાં લીન હતા.

પ્રૉફેસરે કહ્યું, “ગુરુ, મને ઝેન વીશે જ્ઞાન આપો.”

નાન-ઈને કહ્યું, “ચાલો, પહેલાં આપણે થોડી ચા પીએ.”

બન્ને બેઠા. ઝેન ગુરુએ ચાની કીટલી લઈને કપમાં ચા રેડવાનું શરુ કર્યું. કપ ભરાઈ ગયો; છતાં તેમણે તો ચા રેડવાનું ચાલુ જ રાખ્યું.

એ જોઇને પ્રૉફેસરથી એકદમ બોલી જવાયું, “અરે, કપ તો ભરાઈ ગયેલો છે. ચા તો એમાંથી ઉભરાઈને બહાર ઢોળાય છે.”

“હું પણ એ જ કહું છું,” ઝેન સાધુએ કહ્યું, “જે (મગજ) ભરાઈ ગયેલું હોય, એમાં કઈ રીતે નવું કશું સમાઈ શકે ?”

જે પોતાની જાતને વીદ્વાન માને છે એનું મગજરુપી પાત્ર હમ્મેશાં છલોછલ ભરેલું જ રહે છે એટલે એમાં નવું કશું ઉમેરી શકાતું નથી. અને જે જુનું હોય છે એ વાસી થઈ ગયેલું હોય છે. હમ્મેશાં વાસી વસ્તુઓ કાઢતાં રહેવું જોઈએ અને તાજી વસ્તુઓ માટે જગા કરતાં રહેવું જોઈએ.

અગાઉ રાજા મહારાજાઓ માત્ર એક જ વસ્ત્ર પહેરતા. ઉપરનું શરીર ઉઘાડું રાખતા. હાથ ઉપર બાજુબંધ અને કડાં પહેરતા. શરીરે ઘરેણાંનો ઠઠારો કરતા. આજે એવું વસ્ત્ર પરીધાન કોઈ કરતું નથી-માત્ર ટીવી સીરીયલો કે નાટક, ફીલ્મમાં જ એ જોવા મળે છે. એવો પહેરવેશ પહેરીને આજે કોઈ પોતાના વેપાર-ધંધાના સ્થળે કે સરકારી કચેરીઓમાં જતું નથી અને જાય તો ?

એક વખત જે પ્રતીષ્ઠા આપનારી વસ્તુ હોય છે એ જ વસ્તુ વખત જતાં કેટલીક વાર હાસ્યાસ્પદ પણ બની જતી હોય છે. એટલે જુની માન્યતાઓ, રુઢીઓ અને અજ્ઞાનને સંગ્રહી રાખવાને બદલે એને તજી દેતાં શીખવું જોઇએ.

કેટલાક એવા વીદ્વાનો પણ હોય છે જે માહીતીનો ભંડાર હોવાનો દેખાવ કરવા માટે નવાં જ્ઞાનને પોતાના મગજના કમ્પ્યુટરમાં સંઘરી રાખે છે અને એનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કે પોતાની માન્યતાઓને સાચી સાબીત કરવા માટે એક દલીલ તરીકે જ કરે છે. આવા માણસોને વીજ્ઞાનનું જ્ઞાન હોવા છતાં; એ જ્ઞાનનો કોઈ ફાયદો મળતો નથી. બહુ ઓછા માણસો આધુનીક જ્ઞાનનો પોતાની જ્ઞાનની પ્યાસ બુઝાવવા માટે અભ્યાસ અને સ્વીકાર કરતા હોય છે.

ફીલ બોસ્મન્સનું એક પુસ્તક છે – Give happiness a chance – સુખને એક અવસર તો આપો. સત્યને પામવા માટે, હું અહીં વીજ્ઞાનને એક અવસર આપવાની વાત કરું છું. સત્યને આવકારવા માટે તમારાં મનનાં કમાડ હમ્મેશાં ખુલ્લાં રાખજો. સત્યનો સ્વીકાર કરનારને હમ્મેશાં ફાયદો થાય છે. માનવજાતે જે કાંઈ પ્રગતી કરી છે એ વીજ્ઞાન અને સત્યને આભારી છે.

બાકી તો, સત્યના પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન થયા જ કરે છે. આપણે જો એનો ઉપયોગ કરી શકીએ તો આપણાં દીલમાં દીવો થઈ શકે છે. અને જો ઉપયોગ ન કરી શકીએ તો આપણે અંધારામાં અથડાતા રહીએ છીએ. જ્ઞાનની નદી તો વહેતી જ રહે છે, એ આપણી ઓશીયાળી નથી. જે એમાં ડુબકી મારે છે એ સ્વચ્છ થાય છે કે જે એમાંથી પાણી પીએ છે એની તરસ છીપે છે.

અહીં એક વાત યાદ રાખવાની જરૂર છે. વીજ્ઞાનની માન્યતાઓ પણ બદલાયા કરે છે. એક વ્યક્તી આજે જે સાબીત કરે છે તે વાત કાલે ખોટી પડી શકે છે. આપણે ધીરજપુર્વક સત્યનો સ્વીકાર કરવો જોઈએ; આંખો બંધ ન કરી દેવી જોઈએ. આ જગતને બાળકના કુતુહલથી જોતાં શીખવું જોઈએ.

મોહમ્મદ માંકડ

‘સંદેશ’ દૈનીકમાં વર્ષોથી પ્રગટ થતી એમની (શનીવાર, 12 જાન્યુઆરી, 2013ની) લોકપ્રીય કટાર કેલીડોસ્કોપ’માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  શ્રી. મોહમ્મદ માંકડ, 153-B, સેક્ટર – 20, રાજભવન સામે, ગાંધીનગર – 382 020

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE, Navi Mumbai – 400 709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 03/05/2013

13

97 Comments

  1. સરસ લેખ પસંદ કર્યો ગોવીંદભાઈ. ધન્યવાદ આપને તથા મહંમદભાઈને. એમના લેખો વાંચવા મને હંમેશાં ગમે છે. કેટલું સુંદર સત્ય એમણે રજુ કર્યું : “માનવજાતે જે કાંઈ પ્રગતી કરી છે એ વીજ્ઞાન અને સત્યને આભારી છે.”

    Like

  2. વૃક્ષ જે રીતે જુનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે એ જ રીતે માણસે પણ તાજા જ રહેવું જોઈએ……….
    માણસ ને સાંપ્રદાયિક શારીરિક ચિન્હો નું બંધન છૂટતું નથી.

    Like

  3. Very well written Mohmedbhai–I do not understand at this day and age we are following so many old customs and rituals that do not make any sense at all! The agony is that so many educated people in our society are complying to that routine and do not have courage to oppose and challenge the so called Dharmagurus!

    Like

  4. કેલીડોસ્કોપ – મોહમ્મદ માંકડનો આ લેખ વાંચવાનીયે સલાહ છે 🙂

    નોંધ:
    ‘કૉમેન્ટમાં કોઈ પણ પ્રકારની લીંક કે વીડીયો ક્લીપીંગ મુકાઈ હોય તો તે રદ કરવી અને બાકીનું લખાણ રાખવું’ એ નીયમ અન્વયે મારે દુ:ખ સાથે આપના આ લખાણમાંથી લીંક ડીલીટ કરવી પડી છે..
    –ગો.મારુ

    Like

  5. મોહમ્મ્દ માંકડે આખીય વાત ને સુન્દર અને સ્પષ્ટ ભાષા મા વ્યાખ્યાયિત કરી છે.

    Like

  6. નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો

    અહીં મેં મોહમ્મદ સાહેબના કેલીડોસ્કોપના એક અન્ય લેખની લિંક આપેલી. તે ક્યાં ગઈ? કોમેન્ટના દ્વાર બંધ છે?

    તો રામે રામ

    Like

    1. વહાલા અતુલભાઈ,
      ‘અભીવ્યક્તી’ એના નામ પ્રમાણે સાચે જ મુક્ત અભીવ્યક્તીનું પ્લેટફોર્મ છે.. મારા બ્લોગ પર પ્રતીભાવ આપવાનો દરેક વાચકમીત્રને હક્ક છે. પરન્તુ કેટલાક મીત્રો અતીરેક કરે છે, વીષયાન્તર કરે છે. તેનાથી તમે સુમાહીતગાર છો જ… લાંબા અનુભવને અંતે તે માટે કેટલાક નીયમો કરવા પડ્યા છે. જેમ કે :
      કોઈ પોતાના વ્યવસાય કે પોતાના બ્લોગની જાહેરાત માટે લીંક મુકે, કોઈ વીડીયો ક્લીપીંગ મુકે, વળી કોઈ તો ‘મારો આ બ્લોગ જુઓ ને તે બ્લોગ જુઓ’ જેવી ખુલ્લી જાહેરાત માટે જ ઉપયોગ કરે !
      છેવટે આ બાબતમાં એવું નક્કી થયું કે લીંકવાળી કોઈપણ પ્રકારની કૉમેન્ટ એપ્રુવ ન કરવી અને વેબસાઈટ થકી જો મુકાઈ જ ગઈ હોય તો તે રદ કરવી.. તેથી તમારી કૉમેન્ટ પણ મારે દુ:ખ સાથે રદ કરવી પડી છે.. બસ, એ સીવાય બીજું કોઈ કારણ નથી.

      Like

      1. શ્રી ગોવિંદભાઈ,

        શ્રી મોહમ્મદ માંકડની તે લેખની લિંક આ લેખ સાથે સુસંગત હતી. હું તે દર્શાવવા માંગતો હતો કે એકનો એક લેખક જ્યારે એક વિષય પર લખે ત્યારે તે કશુંક લખે છે અને બીજા વિષય પર લખે ત્યારે તે કશુંક અન્ય પ્રકારનું લખે છે. આ લેખમાં શ્રી મોહમ્મદભાઈએ જ્ઞાન વિજ્ઞાનના દ્વાર ખુલ્લાં રાખવાની સલાહ આપી છે જ્યારે તેમના જ અન્ય લેખ પર સલાહ ન આપવાની વાત લખી છે.

        કોમેન્ટ રદ કરો તેનો કશો વાંધો નથી પણ તે રદ કરવાનું કારણ જણાવવું જોઈએ જે આપે જણાવ્યું છે. પ્રત્યેક મનુષ્ય પોત પોતાની આગવી પૃષ્ઠભૂમિ લઈને આવે છે. સ્વાભાવિક છે કે તુંડે તુંડે મતિર્ભીન્ના રહેવાની. મનુષ્યને સહુથી શ્રેષ્ઠ ભેટ બુદ્ધિની મળેલ છે તેથી અનેક વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનુ કાર્ય નીર્ણયાત્મક બુદ્ધિનું હોય છે. જો પ્રત્યેક વ્યક્તિને મુક્ત રીતે પૂર્વગ્રહ વગર અભિવ્યક્ત થવા દેવામાં આવે તો છેવટે પ્રત્યેકની બુદ્ધિ જ યોગ્ય નીર્ણય લઈ શકતી હોય છે કે શું સારુ છે ને શું નબળું છે.

        જો તમે અગાઉ જાહેર કર્યું હોત કે હવે પછી પ્રતિભાવોમાં લિંક આપવી નહીં તો આ પ્રકારે ગેરસમજ થવાનો પ્રશ્ન ન ઉભો થાત.

        કેટલાક લોકો ત્યાં અતિશયોક્તિ કરે છે તે હકીકત છે પણ તેમની યે કોમેન્ટ રદ કરતાં પહેલાં તેમને ચેતવણી આપવી જોઈએ તેવો મારો મત છે.

        Like

      2. તમે જે કોમેન્ટમાં લિંક હોય તેને મોડરેશનમાં લઈ જઈ શકો જેથી તે એક વખત પ્રતિભાવમાં આવી જાય પછી તેને રદ ન કરવી પડે.

        સંપાદન -> Setting -> Discussion ->

        તેમાં પાંચમો વિકલ્પ -> Comment Moderation

        Hold a comment in the queue if it contains ___ or more links

        તેમાં જે ખાલીજગ્યાંમાં ચોરસ બોક્સ આવે તેમાં ૧ લખીને

        સાવ નીચે Save પર ક્લિક કરશો.

        તો આપો આપ જે કોમેન્ટમાં લિંક હશે તે મોડરેશનમાં ચાલી જશે.

        Like

    2. Atulbhai,
      Regarding your exchanges with Govindbhai, I think all of us readers and writers on the blog should agree that:
      1. The creator or editor of any blog should have the full right and authority to pick and choose to present on his blog what he likes.
      2. We can have a difference of opinion with him. We can also have doubts about his presentation or selection. But we cannot question his right and authority. We must abide by his judgment in the proper conduct of the blog.
      3. We all know that the views of the writers may or may not be the views of the original authors of the article. So we must ask the writer, not the editor, to clarify any doubts we might have.
      4. We have full freedom to express contrary opinions. But it must be exercised with courtesy and decorum. No personal accusations, only a discussion of real ideas. Also, everyone must write in short and stick to the point under discussion without diverting from the main issue.
      5. Since this is a rational blog, I for one, personally, would expect that the writer should have a certain minimum knowledge of science and modern life. If he or she does not know even the basics of such things, he must go to a high school, not come to a blog for getting primary education.
      6. The blog is a good forum for discussing your ideas. It not a forum for personal advertizing or glorification for anyone, even if somebody thinks he is very clever and knows everything.
      Please forgive me if you don’t like any of my above views. Would you please give your specific comments on the above points?
      Thanks for participating in a stimulating discussion. — Subodh Shah —

      Like

      1. શ્રી સુબોધભાઈ,

        મારી દૃષ્ટીએ દરેક બ્લોગ ધારકે તેમની કોમેન્ટ પોલીસી નક્કી કરવી જોઈએ. આ પોલીસીને દરેક વાચક વાંચી શકે તે રીતે દર્શાવવી જોઈએ. વખતો વખત અનુભવના આધારે તે તેમની પોલીસીમાં ફેરફાર કરવા સ્વતંત્ર હોય અને જ્યારે તે ફેરફાર કરે ત્યારે તેની જાણ તેમણે દરેક વાચકને થાય તેવી રીતે ફેરફાર દર્શાવવો જોઈએ.

        ઉદાહરણ તરીકે

        ૧. લેખને અનુરુપ પ્રતિભાવો આપવા
        ૨. જાહેરાત માટે લિંક આપવી નહી
        ૩. પુરક વાંચન માટે એકાદ લિંક આપી શકાય
        ૪. બીજાની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ કરવો નહી
        ૫. વિષયાંતર થાય ત્યારે અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને અંગત ચર્ચાઓ કરી લેવી પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો બનાવવો નહીં.

        વગેરે વગેરે

        Like

  7. This is not correct. Mass did not evolve from energy. According to the big bang theory, the whole known universe came to existence spontaneously from some super dense object. Even the space was created with the big bang. We are trapped within that space and have no idea what lies beyond.

    Even the Energy gets sucked into the black hole. Regardless of the possible fate of our universe as ever expanding type or an oscillating type, one thing is certain that the matter decays with time according to its “half life” rule. Certain elements have very short half life. They are called radioactive. While iron has a half life of 10 to the power 500 years. Eventually everything will decay.

    There is very standard question asked to the believers of creation theory. If the God created the universe, who created the God? He has to be elsewhere outside of the universe to create it. According to Indian scriptures, Vishnu lives on Sheshnag in the ocean and Shiv on Kailash. They could not even think beyond Indian sub-continent. Their understanding of the universe was very limited, to the extent of calling it geo-centric.

    Science never says it has all the answers. We do not know what was before the big bang and what will be the end of our known universe.

    I keep using the word “known universe” because some scientists believe that the universe could be curved in the fourth dimension. This idea is too complex to be understood by most people. However if this hypothesis turns out to be true, then there are mind blowing possibilities. Our universe becomes just the small part of the Super universe, and on and on.

    I could be wrong about some details. Experts please feel free to correct me. What I have written here is the current understanding of the universe, it’s past and future in general terms.

    Like

    1. Mr.Gada, as far as modern belief which you mentioned here about universe, I do agree with you. But I totally disagree with your comment about our Hindu philosophy which was ‘limited to Indian subcontinent only’. The idea of brahmand ‘( universe) is mentioned in our vedas. Even in Mahabharata while showing ‘ VIRAAT DARSHAN ‘ Krishna shows whole brahmand to Arjuna.. He told Arjuna that he is in every Atom of this universe. When this was written modern science has not even thought of Atomic structure.. They had imagin flying machine ‘pushpak viman’ when modern science has not invented aeroplane. I don’t say every thing old is good, but there were many things which was beyond their time in our philosophy. They were open for every good thought from every direction of the universe to accept.. Thanks.

      Like

    2. Dear Sir,
      During last two centuries, many good books were written about the time travel, interstellar travel and exotic futuristic possibilities like “planet of the Apes, nuclear holocaust etc. During past few decades several excellent movies were also made on such subjects. Movies could be lot more convincing that mere written words. Suppose some of this comes out to be true after say 500 or 1000 years, people living in the past glory would come out with all guns blazing saying, See our great ancestors had forecasted all this, its written in the books etc. Would that be correct, sir?

      Some of the older civilizations have some concrete remains to show their achievements, like Egyptian Pyramids, unearthed clay armies of Chinese Emperors etc. What have we found in India so far is limited to Harappan civilization which had some pots, coins etc but not many weapon, telling us that they were primarily peace loving people.

      As for the remains from Ramayan and Mahabharat period, no one has found any part a chariot, Kings Crown, or any such manmade object. Finding some caves or any other natural formation and linking it with the prevalent belief is not the scientific or credible proof of the old achievement.

      What we get to read in today’s books or hear from someone may not be authentic. My better informed friends tell me that original Ramayan and Mahabharat were lot shorter and did not have as many things that are being spread today. There is one excellent article on the same subject in recent issue of one of the rationalist magazine named Vivekpanthi saying that Gita was added lot later in Mahabharat. I cannot give the link here as per Abhivyakti ‘s policy.

      We very well know that any mechanical vehicle needs fuel. Airplanes cannot fly on wood or coal, they need highly refined fuel. Is there any mention in the scriptures of any kind of fuel available at the time? Please do not tell me that “Pushpak” could be flown by some Mantra. If so, why only one plane, why not build several of them and attach Lanka from air and save our casualties.

      Sir, it would take several articles to respond to your comment. I would rest at this time and pick up later on other points. This is getting too long.

      Like

  8. સલામ મહમ્મદ ભાઈ
    અદ્યાત્મ વિજ્ઞાન અંગે સંપૂર્ણ રીતે જાગૃત મહ્મ્મદ ભાઈ વિજ્ઞાન અંગે પણ એટલા જ જાગૃત છે – તે જાણી એમના માટેનું માન હજાર ગણું વધી ગયું.
    આ સાચા વિવેકપંથી.
    તેમનો પરિચય …

    આશા છે કે, વિવેકપંથીઓ પણ આમ જાગૃત થશે.

    નોંધ:
    ‘કૉમેન્ટમાં કોઈ પણ પ્રકારની લીંક કે વીડીયો ક્લીપીંગ મુકાઈ હોય તો તે રદ કરવી અને બાકીનું લખાણ રાખવું’ એ નીયમ અન્વયે મારે દુ:ખ સાથે આપના આ લખાણમાંથી લીંક ડીલીટ કરવી પડી છે..
    –ગો.મારુ

    Like

  9. પ્રિય શ્રી હરિશભાઈ,
    તમારી ઝેનની વાર્તાવાળી કૉમેન્ટ સારી લાગી.ત્રીજી કૉમેન્ટમાં આઇન્સ્ટાઇનનું અવતરણ તમે આપ્યું છે તે મેં ગૂગલ-સર્ચ દ્વારા શોધવાની કોશિશ કરી, પણ મને મળ્યું નહીં. એમના કોઈ લેખ કે પુસ્તકનો સંદર્ભ આપો ને! તો શોધવાનું સહેલું પડશે.
    દીપક ધોળકિયા

    Like

    1. This again is not Einstein’s quotation. Instead of giving me the source, you have given the new quotation. I did not mean you should give me a link, you may just quote the name of the book/article and leave it to me to find out. By the way this quotation does not mean what your first quotation suggests. Please compare the two quotes patiently. Both seem to belong to some other Param Poojya Dharma Dhurandhar but certainly Einstein.

      Like

    2. Decades ago I read Einstein’s definition of God as, “God is sum total of all the laws of nature.” To that I say, “Amen”

      To the image of God as the one who interferes in human affairs, is easily please-able by coconut offering or similar mundane things is not realistic.

      Like

    3. Here ae some quotes on Einstein’s name from the internet. The real ones or the made up ones?

      Learn from yesterday, live for today, hope for tomorrow. The important thing is not to stop questioning.

      Only two things are infinite, the universe and human stupidity, and I’m not sure about the former.

      A man should look for what is, and not for what he thinks should be.

      Great spirits have always encountered violent opposition from mediocre minds.

      It’s not that I’m so smart, it’s just that I stay with problems longer.

      Read more at
      નોંધ:
      ‘કૉમેન્ટમાં કોઈ પણ પ્રકારની લીંક કે વીડીયો ક્લીપીંગ મુકાઈ હોય તો તે રદ કરવી અને બાકીનું લખાણ રાખવું’ એ નીયમ અન્વયે મારે દુ:ખ સાથે આપના આ લખાણમાંથી લીંક ડીલીટ કરવી પડી છે..
      –ગો.મારુ

      Like

  10. Friends,
    નવાં જ્ઞાન, વિજ્ઞાન માટે તમાંરા દ્વાર ખુંલ્લાં રાખજો……સુંદર રીકવેસ્ટ. જાગો અને જાગતે રહો……
    Science lanterns illuminates minds.
    મેં યુરોપીયન કમીશનના રીસરચ ાને ઇનોવેશન સાયંસ ઇન સોસાયટીમાં વાંચેલુ લખુ છું.
    Science is part of almost every aspect of our lives. Although we really think about it, Science makes extraordinary things possible. At the flick of a switch, we have light and electricity. When we are ill, Science help us get better. It tells us about the past, helps us with the present, and creates ways to improve our future. Scientific endeavour is as much about us as it is for us. Its place in society, therefore, is not to unfold quietly at the sidelines but to become a fundamental part of the game. Now more than ever, Science must engage with us, and we must engage with Science.
    **************************************
    Science helped erradicate Smallpox is the example……………..
    **************************************
    Let us think on this…………….

    Humans are living longer than ever, a llife-span extension that occured more rapidly than expected and almost soley from environmental improvements as opposed to genetics, research said. Medicines, better sanitation, clean drinking water & nutrition has helped.
    In USA, France & Japan, life expectancy at birth. ( Referance: Research Highlights in the demography & economics of aging. The future of Human life expectancy. March 2006.)

    In USA.

    1930 : Men : 58 years. Women : 62 years.
    2001 : Men : 74 years. Women : 80 years.

    In 2001 in France:
    Men : 75 years. Women : 83 years.

    In 2001 in Japan:
    Men : 78 years. Women : 84 years.
    National institute on Aging, Website : www. nia.nih.gov reports……

    One fascinating model projrcts life expectancy at birth, in USA to rise (average for both men & women) 86 by 2075 and 88 by the end of the century.

    મિત્રો,
    આ જીવંત દાખલા છે. આજે જે મિત્રો ૬૦ વરસના છે તે શાંતિથી બેસીને પોતાના જીવનના પહેલાં પાંચ વરસો પછીના વરસો દરમ્યાન થયેલી રોજીંદી જીવન જીવવાની વિગતોનો થયેલા ફેરફારોનો હિસાબ માંડે તો વિજ્ઞાને આપેલા સાથની મહાનતાનો ખ્યાલ આવશે.
    દાનવીય મગજના માણસોઅે કરેલો વિજ્ઞાનનો દૂરઉપયોગ ગણવો નહીં.
    આભાર.

    Like

    1. વિજ્ઞાન એટલે શું?
      મારા મતે પ્રકૃતિનો અભ્યાસ. પ્રકૃતિનો અભ્યાસ કરીને તેની લાક્ષણીકતાઓના નિયમો જાણવા તેને વિજ્ઞાન કહી શકાય.

      અધ્યાત્મ એટલે શું?
      સ્વ નો અભ્યાસ. આપણાં જન્મથી લઈને મૃત્યું સુધી અને જન્મ પહેલા અને પછી શું તેનો અભ્યાસ.

      બંને અભ્યાસ જરુરી છે.

      પ્રકૃતિના નીયમોનો અભ્યાસ કરીને જે મનુષ્ય વિજ્ઞાનના નીયમોનો ઉપયોગ વ્યાપક જનહિત માટે કરે તેને મહામાનવ કહેવાય. જે મનુષ્ય સ્વ માટે અને કુટુંબ પુરતો કરે તેને સામાન્ય માણસ કહેવાય. જે અન્યને પીડા આપવા માટે કરે તેને દાનવતુલ્ય કહેવાય.

      તેવી રીતે સ્વનો અભ્યાસ કરીને પ્રાપ્ત થયેલા નીયમોનો ઉપયોગ જે વ્યાપક જનસમૂહ માટે કરે તેને મહામાનવ કહેવાય. પોતાના અને માત્ર આપ્તજનોના કલ્યાણ માટે કરે તેને સામાન્ય મનુષ્ય કહેવાય. અન્યને પીડા આપવા માટે કરે તેને દાનવતુલ્ય કહેવાય.

      સ્વના ભ્યાસની સાથે સાથે પ્રકૃતિનો અભ્યાસ આવશ્યક હોય છે. તેવી રીતે પ્રકૃતિના અભ્યાસની સાથે સાથે સ્વનો અભ્યાસ આવશ્યક હોય છે. બંને પ્રકારના અભ્યાસ એકબીજાના વિરોધી નહીં પણ પૂરક છે તે સમજવું જોઈએ.

      પ્રશ્ન તે છે કે એવા સમાજ કે મનુષ્યનું કેવી રીતે નીર્માણ કરવું કે જે વિજ્ઞાન કે અધ્યાત્મનો ઉપયોગ અન્યને પીડવામાં નહીં પણ વ્યાપક જનસમૂહના કલ્યાણ માટે કરે.

      Like

      1. શ્રી અતુલભાઇ,

        ‘સ્વ’નો ખ્યાલ શરીર સાથે જોડાયેલો છે. હું બધાં શરીરોને ‘સ્વ’ કહેતો નથી.માત્ર જેને હું મારૂં શરીર તરીકે ઓળખું છું તેમાં જ મારા ‘સ્વ’નો વાસ છે. આ શરીર પણ પ્રકૃતિનું બનેલું છે અને શરીરની સમજ્ણ ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર દ્વાર મળી શકે. શરીરની રચના માટે રસાયણ વિજ્ઞાન જરૂરી છે અને એની ક્રિયાઓ, જેમ કે ગુરુત્વાકર્ષણનો પ્રભાવ, ઉચ્ચાલનના નિયમો,વગેરે યાંત્રિક ક્રિયાઓ વિશે ભૌતિક્શાસ્ત્ર ખુલાસા આપી શકે. વિજ્ઞાન એટલે માત્ર ભૌતિક કે રસાયણ વિજ્ઞાન નહીં. એમાં જૈવવિજ્ઞાન પણ આવી જાય અને મનોવિજ્ઞાન પણ આવી જાય. ‘સ્વ’્નો ખ્યાલ શું છે તે સમજીએ તે પછી એની ક્રિયાપ્રક્રિયા સમજવામાં મનોવિજ્ઞાન કામ લાગે. ‘સ્વ’ એની આસપાસના પરિવેશથી અલગ રીતે રચાતો નથી. ‘સ્વ’ સામાજિક પરિસ્થિતિની પેદાશ છે એટલે સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ કરીએ તો સ્વ પણ સમજાય. સાદું ઉદાહરણ એ જ કે એક સમાજમાં અમુક બાબત નિષિદ્ધ હોય પણ બીજા સમાજમાં એ સ્વાભાવિક મનાતી હોય. આ બન્ને સમાજની વ્યક્તિઓનો એ બાબત પરત્વેનો પ્રતિભાવ અલગ અલગ હશે.

        Like

      2. અધ્યાત્મની દૃષ્ટીએ જ્ઞાન અને વિજ્ઞાન શું છે તે જાણવા માટે શ્રીમદ ભગવદ ગીતાનો સાતમો અધ્યાય કે જેનું નામ જ્ઞાન-વિજ્ઞાન યોગ છે તે વાંચીને તેનો ભાવાર્થ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

        અહીં લિંક આપવાની મનાઈ હોવાથી આખો અધ્યાય કોપી-પેસ્ટ કરીને જીજ્ઞાસુઓના લાભાર્થે મુકુ છું.

        ( विज्ञान सहित ज्ञान का विषय )

        श्रीभगवानुवाच

        मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।
        असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥

        भावार्थ : श्री भगवान बोले- हे पार्थ! अनन्य प्रेम से मुझमें आसक्त चित तथा अनन्य भाव से मेरे परायण होकर योग में लगा हुआ तू जिस प्रकार से सम्पूर्ण विभूति, बल, ऐश्वर्यादि गुणों से युक्त, सबके आत्मरूप मुझको संशयरहित जानेगा, उसको सुन॥1॥

        ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।
        यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥

        भावार्थ : मैं तेरे लिए इस विज्ञान सहित तत्व ज्ञान को सम्पूर्णतया कहूँगा, जिसको जानकर संसार में फिर और कुछ भी जानने योग्य शेष नहीं रह जाता॥2॥

        मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
        यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्वतः ॥

        भावार्थ : हजारों मनुष्यों में कोई एक मेरी प्राप्ति के लिए यत्न करता है और उन यत्न करने वाले योगियों में भी कोई एक मेरे परायण होकर मुझको तत्व से अर्थात यथार्थ रूप से जानता है॥3॥

        भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
        अहङ्‍कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥
        अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्‌ ।
        जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्‌ ॥

        भावार्थ : पृथ्वी, जल, अग्नि, वायु, आकाश, मन, बुद्धि और अहंकार भी- इस प्रकार ये आठ प्रकार से विभाजित मेरी प्रकृति है। यह आठ प्रकार के भेदों वाली तो अपरा अर्थात मेरी जड़ प्रकृति है और हे महाबाहो! इससे दूसरी को, जिससे यह सम्पूर्ण जगत धारण किया जाता है, मेरी जीवरूपा परा अर्थात चेतन प्रकृति जान॥4-5॥

        एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।
        अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥

        भावार्थ : हे अर्जुन! तू ऐसा समझ कि सम्पूर्ण भूत इन दोनों प्रकृतियों से ही उत्पन्न होने वाले हैं और मैं सम्पूर्ण जगत का प्रभव तथा प्रलय हूँ अर्थात्‌ सम्पूर्ण जगत का मूल कारण हूँ॥6॥

        मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ।
        मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥

        भावार्थ : हे धनंजय! मुझसे भिन्न दूसरा कोई भी परम कारण नहीं है। यह सम्पूर्ण जगत सूत्र में सूत्र के मणियों के सदृश मुझमें गुँथा हुआ है॥7॥

        ( संपूर्ण पदार्थों में कारण रूप से भगवान की व्यापकता का कथन )

        रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः ।
        प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥

        भावार्थ : हे अर्जुन! मैं जल में रस हूँ, चन्द्रमा और सूर्य में प्रकाश हूँ, सम्पूर्ण वेदों में ओंकार हूँ, आकाश में शब्द और पुरुषों में पुरुषत्व हूँ॥8॥

        पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ ।
        जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥

        भावार्थ : मैं पृथ्वी में पवित्र (शब्द, स्पर्श, रूप, रस, गंध से इस प्रसंग में इनके कारण रूप तन्मात्राओं का ग्रहण है, इस बात को स्पष्ट करने के लिए उनके साथ पवित्र शब्द जोड़ा गया है।) गंध और अग्नि में तेज हूँ तथा सम्पूर्ण भूतों में उनका जीवन हूँ और तपस्वियों में तप हूँ॥9॥

        बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम्‌ ।
        बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्‌ ॥

        भावार्थ : हे अर्जुन! तू सम्पूर्ण भूतों का सनातन बीज मुझको ही जान। मैं बुद्धिमानों की बुद्धि और तेजस्वियों का तेज हूँ॥10॥

        बलं बलवतां चाहं कामरागविवर्जितम्‌ ।
        धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥

        भावार्थ : हे भरतश्रेष्ठ! मैं बलवानों का आसक्ति और कामनाओं से रहित बल अर्थात सामर्थ्य हूँ और सब भूतों में धर्म के अनुकूल अर्थात शास्त्र के अनुकूल काम हूँ॥11॥

        ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्चये ।
        मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ॥

        भावार्थ : और भी जो सत्त्व गुण से उत्पन्न होने वाले भाव हैं और जो रजो गुण से होने वाले भाव हैं, उन सबको तू ‘मुझसे ही होने वाले हैं’ ऐसा जान, परन्तु वास्तव में (गीता अ. 9 श्लोक 4-5 में देखना चाहिए) उनमें मैं और वे मुझमें नहीं हैं॥12॥

        ( आसुरी स्वभाव वालों की निंदा और भगवद्भक्तों की प्रशंसा )

        त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत्‌ ।
        मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्‌ ॥

        भावार्थ : गुणों के कार्य रूप सात्त्विक, राजस और तामस- इन तीनों प्रकार के भावों से यह सारा संसार- प्राणिसमुदाय मोहित हो रहा है, इसीलिए इन तीनों गुणों से परे मुझ अविनाशी को नहीं जानता॥13॥

        दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
        मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥

        भावार्थ : क्योंकि यह अलौकिक अर्थात अति अद्भुत त्रिगुणमयी मेरी माया बड़ी दुस्तर है, परन्तु जो पुरुष केवल मुझको ही निरंतर भजते हैं, वे इस माया को उल्लंघन कर जाते हैं अर्थात्‌ संसार से तर जाते हैं॥14॥

        न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ।
        माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ॥

        भावार्थ : माया द्वारा जिनका ज्ञान हरा जा चुका है, ऐसे आसुर-स्वभाव को धारण किए हुए, मनुष्यों में नीच, दूषित कर्म करने वाले मूढ़ लोग मुझको नहीं भजते॥15॥

        चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन ।
        आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥

        भावार्थ : हे भरतवंशियों में श्रेष्ठ अर्जुन! उत्तम कर्म करने वाले अर्थार्थी (सांसारिक पदार्थों के लिए भजने वाला), आर्त (संकटनिवारण के लिए भजने वाला) जिज्ञासु (मेरे को यथार्थ रूप से जानने की इच्छा से भजने वाला) और ज्ञानी- ऐसे चार प्रकार के भक्तजन मुझको भजते हैं॥16॥

        तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।
        प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥

        भावार्थ : उनमें नित्य मुझमें एकीभाव से स्थित अनन्य प्रेमभक्ति वाला ज्ञानी भक्त अति उत्तम है क्योंकि मुझको तत्व से जानने वाले ज्ञानी को मैं अत्यन्त प्रिय हूँ और वह ज्ञानी मुझे अत्यन्त प्रिय है॥17॥

        उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम्‌ ।
        आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम्‌ ॥

        भावार्थ : ये सभी उदार हैं, परन्तु ज्ञानी तो साक्षात्‌ मेरा स्वरूप ही है- ऐसा मेरा मत है क्योंकि वह मद्गत मन-बुद्धिवाला ज्ञानी भक्त अति उत्तम गतिस्वरूप मुझमें ही अच्छी प्रकार स्थित है॥18॥

        बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते ।
        वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥

        भावार्थ : बहुत जन्मों के अंत के जन्म में तत्व ज्ञान को प्राप्त पुरुष, सब कुछ वासुदेव ही हैं- इस प्रकार मुझको भजता है, वह महात्मा अत्यन्त दुर्लभ है॥19॥

        ( अन्य देवताओं की उपासना का विषय )

        कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
        तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥

        भावार्थ : उन-उन भोगों की कामना द्वारा जिनका ज्ञान हरा जा चुका है, वे लोग अपने स्वभाव से प्रेरित होकर उस-उस नियम को धारण करके अन्य देवताओं को भजते हैं अर्थात पूजते हैं॥20॥

        यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति ।
        तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्‌ ॥

        भावार्थ : जो-जो सकाम भक्त जिस-जिस देवता के स्वरूप को श्रद्धा से पूजना चाहता है, उस-उस भक्त की श्रद्धा को मैं उसी देवता के प्रति स्थिर करता हूँ॥21॥

        स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते ।
        लभते च ततः कामान्मयैव विहितान्हि तान्‌ ॥

        भावार्थ : वह पुरुष उस श्रद्धा से युक्त होकर उस देवता का पूजन करता है और उस देवता से मेरे द्वारा ही विधान किए हुए उन इच्छित भोगों को निःसंदेह प्राप्त करता है॥22॥

        अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम्‌ ।
        देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥

        भावार्थ : परन्तु उन अल्प बुद्धिवालों का वह फल नाशवान है तथा वे देवताओं को पूजने वाले देवताओं को प्राप्त होते हैं और मेरे भक्त चाहे जैसे ही भजें, अन्त में वे मुझको ही प्राप्त होते हैं॥23॥

        ( भगवान के प्रभाव और स्वरूप को न जानने वालों की निंदा और जानने वालों की महिमा )

        अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः ।
        परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम्‌ ॥

        भावार्थ : बुद्धिहीन पुरुष मेरे अनुत्तम अविनाशी परम भाव को न जानते हुए मन-इन्द्रियों से परे मुझ सच्चिदानन्दघन परमात्मा को मनुष्य की भाँति जन्मकर व्यक्ति भाव को प्राप्त हुआ मानते हैं॥24॥

        नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ।
        मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्‌ ॥

        भावार्थ : अपनी योगमाया से छिपा हुआ मैं सबके प्रत्यक्ष नहीं होता, इसलिए यह अज्ञानी जनसमुदाय मुझ जन्मरहित अविनाशी परमेश्वर को नहीं जानता अर्थात मुझको जन्मने-मरने वाला समझता है॥25॥

        वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन ।
        भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥

        भावार्थ : हे अर्जुन! पूर्व में व्यतीत हुए और वर्तमान में स्थित तथा आगे होने वाले सब भूतों को मैं जानता हूँ, परन्तु मुझको कोई भी श्रद्धा-भक्तिरहित पुरुष नहीं जानता॥26॥

        इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत ।
        सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप ॥

        भावार्थ : हे भरतवंशी अर्जुन! संसार में इच्छा और द्वेष से उत्पन्न सुख-दुःखादि द्वंद्वरूप मोह से सम्पूर्ण प्राणी अत्यन्त अज्ञता को प्राप्त हो रहे हैं॥27॥

        येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम्‌ ।
        ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ॥

        भावार्थ : परन्तु निष्काम भाव से श्रेष्ठ कर्मों का आचरण करने वाले जिन पुरुषों का पाप नष्ट हो गया है, वे राग-द्वेषजनित द्वन्द्व रूप मोह से मुक्त दृढ़निश्चयी भक्त मुझको सब प्रकार से भजते हैं॥28॥

        जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ।
        ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम्‌ ॥

        भावार्थ : जो मेरे शरण होकर जरा और मरण से छूटने के लिए यत्न करते हैं, वे पुरुष उस ब्रह्म को, सम्पूर्ण अध्यात्म को, सम्पूर्ण कर्म को जानते हैं॥29॥

        साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः ।
        प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥

        भावार्थ : जो पुरुष अधिभूत और अधिदैव सहित तथा अधियज्ञ सहित (सबका आत्मरूप) मुझे अन्तकाल में भी जानते हैं, वे युक्तचित्तवाले पुरुष मुझे जानते हैं अर्थात प्राप्त हो जाते हैं॥30॥

        હવે જો અહીં એકાદ વ્યાજબી લિંક મુકવાની છુટ હોત તો આ કાર્ય કેટલું સરળતાથી થઈ શક્યું હોત?

        Like

  11. Hindu, (or for that matter any other religion’s), scriptures have lot of good things in there. Nobody could deny that. At the same time one also have to realize and accept that there are also some undesirable things said in there. Two examples of that are 1) the caste system and resulting untouchablity. 2) Male dominated social and family structure. So what do we do now? Keep justifying this unfair social structure heavily tilted in favour of upper caste male or admit that the scriptures have really been very unfair to more than half of the society for a very long time? Should we admit that now is the time to part ways with this part of the scripture? This was just one example. There are some more.

    And then there are subjects like history, geography, astronomy, pure sciences where they have missed the mark by a wide margin. How long we are going to ignore the experience or human race and keep believing and spreading that whatever someone said at one time is the truth, the whole truth and nothing but the truth.

    No, I never claimed to have answers to everything. I am only the science student. I accept what makes sense to me. Einstein was one of the great scientists of his time. What he had done was path breaking. However the progress of the scientific knowledge has not stopped since then. He passed away some 57 years ago. Lot has been discovered and invented during these years. Some experts say that the human knowledge of science doubles every decade. If that is true, what the human race collectively knows today could be 40-50 times more than what people in his times knew. All that is available to us if we care to learn from it.

    Many people use God’s name or religion to further their personal interest. This is well known fact. The same way there are people who like to spread their beliefs under the guise of some well known person’s quotation. Einstein and Gandhiji are two such persons I come across frequently. Some quotes in earlier comments under Einstein’s name are very likely to be fabricated. At best those could be quoted out of context.

    Like

    1. Who said Einstein and Gandhi are wrong? Where did you get this idea from? We said they are often misquoted by opportunists to further cause.

      Like

  12. Dear Harishbhai,
    Please give references of the books that carry the four new quotations of Einstein posted by you. Please do not worry if you can not find the reference for the first quote because I already know it is a fabricated one.
    Dipak Dholakia

    Like

    1. Deaar Harishbhai,
      Seems you have come to know of this equation (E = mc^2) not from a science teacher. I have never said I am trying to find a new equation! Please know what you want to say before you post your comment. Where is the question of producing new energy? Who said that? OK. by the way, if you know how to produce new energy please tell us.

      Like

    2. I did not say you fabricated any of the quotations. I simply said that about the first one. You did not know that it was fabricated by the website you have copied it from.
      You know, as you claim, matter is converted into energy and vice versa. Now matter always existed and therefore energy too existed in that form.It is not a great problem. Even a higher secondary science student knows it. There is no question of creating more energy. For your information, no religious text has doubts about the existence of the matter. Debate is always about Soul or Atma – whether it has independent existence or it is just a bodily function. Ask your Guru why is there no debate about Prakriti? Just get acquainted with our Sankhya, Yoga, Vaisheshika, Nyaya, Poorvamimamsa Darshanas. Test your knowledge against them and then talk about Hinduism. I dare say you know neither science, nor Hinduism. Because you do not seem to have a habit of reading.You follow some vague idea because somebody told you so and you believed it. Want to discuss Hindu Dharma or Hindu society? I am ready for it. We will not discuss Science, I promise. Only scriptures, Ok?
      Since you claim to follow Hinduism which is a science (really, or you follow it just because you were born a brahmin family in Hindu society?), I expect you to know something of the six darshana branches. Please find out what they think about God or creator. You can verify my statement by checking all the darshanas on your favourite site ( I have found out but cannot name it here) or in a library.By the way which Darshana has impressed you the most? Don’t know? That is the point.

      Oh, I was just forgetting. You have not given the references of Einstein quotes that you have promised. When are you doing that? Now, I will discuss anything with you only when you come out with these references. That is all.

      Like

  13. Here is a part of one of the chapter from the book, “Culture can kill” by Shri Suboth Shah. This raises the fundamental question. Is God really the creator of the Universe or is HE the creation of the human mind.

    હવે ધર્મની શરુઆત જોઇએ. ભગવાને માણસને કેવી રીતે બનાવ્યો, એના કરતાં માણસે ભગવાનને કેવી રીતે બનાવ્યો, એ સમજવું વધારે મહત્ત્વનું છે. માનવસંસ્કૃતિ જ્યારે બાલ્યાવસ્થામાં હતી, ત્યારTHIj માણસના મનમાં ભગવાનનો જન્મ થયો હતો. પુરાતન સંસ્કૃતિઓ બધી જ અનેક દેવોમાં માનતી હતી. માણસનો ગુફાવાસી પૂર્વજ અજ્ઞાની ને ભયભીત જીવન જીવતો હતો. કુદરતમાં એણે વરસાદ, વીજળી, સૂર્ય vagere જે પણ જોયું અને જેને એ સમજી શકતો નહોતો, તે સર્વેમાં એણે અદૃષ્ટ સર્વશક્તિમાન પરમ તત્ત્વનું આરોપણ કર્યું. શરૂઆતના ભગવાનો બધાજ કુદરતી બળોના કે યુદ્ધના દેવતાઓ હતા એ કોઈ અકસ્માત નહOતો. સૂર્ય, અગ્નિ, વરુણ, ઈન્દ્ર, એ ૠગ્વેદના દેવો છે. એપોલો, ઝીયસ ને માર્સ ગ્રીસ-રોમના દેવો છે. દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિઓના દેવો વચ્ચેનું સામ્ય અચંબો પમાડે એવું છે.

    એ પ્રાચીન સમાજોમાં સમાજને સુવ્યવસ્થિત રાખવા ભગવાનની કલ્પના ને એની કૃપા-અવકૃપાનો ધાક બહુ ઉપયોગી નીવડ્યો હતો. ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસિક જરૂરિયાતો પૂરી કરી. તેથી એ જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતિઓથી સર્વસ્વીકૃત બની. એ ધર્મો બન્યા. ૠગ્વેદના પ્રકૃતિના દેવોના ધર્મ પછી ઉપનિષદ્‌નો અને પછી પુરાણોનો યુગ આવ્યો. રામાયણ એ પહેલું પુરાણ હતું. રામ નામના મહાપુરુષને આદર્શ તરીકે સ્થાપી, ભગવાન ગણી, સમાજમાં સારા વર્તનના પ્રાથમિક નિયમોની સ્થાપના કરવાની રસમય વાત એટલે જ રામાયણ. માણસમાં સૌથી મહત્ત્વની એવી બે જન્મજાત વૃત્તિઓ બહુ જ પ્રબળ હોય છે. એમનું યોગ્ય નિયમન કરવા માટે બે મુખ્ય મૂલ્યોની રામાયણે સ્થાપના કરી: વ્યક્તિની સ્વાર્થવૃત્તિનું રામાયણે કુટુંબભાવનામાં રૂપાંતર કર્યું; જાતીય વૃત્તિને અંકુશમાં રાખી લગ્નસંસ્થાને મજબૂત કરવા એકપત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો. આ બન્ને આદર્શોની સ્થાપના કરતી નીતિમત્તાનો પ્રચાર વાર્તારૂપે સહેલાઈથી થઈ શક્યો. રામાયણની આ અપ્રતિમ સિદ્ધિ છે. તેથી આજસુધી હિન્દુ સમાજમાં નીતિશાસ્ત્રનો એ પાયો બનીને રહ્યું છે. ટાગોરે રામને “આગામી ખેતીપ્રધાન સમાજના પ્રથમ યુગપ્રવર્તક” કહ્યા છે. રામચંદ્ર ભગવાન ન હતા; તેઓ એ જમાનાની સર્વશ્રેષ્ઠ આદર્શમૂર્તિ હતા. રાવણ રાક્ષસ ન હતો; સુસંસ્કૃત બન્યા પહેલાં બધા માનવો જે હતા, તે જ રાવણ હતો. વાતને સીધી ને સાદી બનાવવી હોય, તો એકને દેવ માનો, બીજાને દૈત્ય માનો એટલે સમજાય ને તરત ગળે ઊતરી જાય; સમાજ નીતિમય બને; આદર્શ વીર ઈશ્વર ગણાય.

    ધર્મનું આ સર્વશ્રેષ્ઠ કાર્ય હતું. એણે માણસને સંસ્કૃતિ આપી. એ પ્રાચીન યુગોમાં ધર્મ સિવાય બીજા કશાથી આ કામ થઈ શક્યું ન હોત. મનુષ્યને ઈશ્વર સિવાય ચાલે એમ ન હતું. જ્યારે જ્ઞાન નહિવત્‌ હતું, ત્યારે ધર્મની વિશાળ છત્રી નીચે બધું જ્ઞાન સમાઈ જતું. વિજ્ઞાન, ખગોળ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, માનસશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, બધું જ. આજે આ દરેક વિષય ધર્મ કરતાં તદ્દન સ્વતન્ત્ર રીતે પ્રાકૃતિક ને સામાજિક વિજ્ઞાન છે.

    Like

    1. I hope you understood what we are saying here. This was then. Things are lot different now. Let me repeat it briefly again.

      God as defined by the organized religions is a creation of human mind out of necesity of the time. This concept has been exploited by vested interest since then all over. If someone likes to worship somebody from the past, may that be a historical person or a character of some story that is fine. Nothing is wrong in that. Where the problem comes is when a person start thinking that his presumed God can change laws of nature or even alter the events that already happened, which is not realistic. This is where we defer.

      What is not said in above comment but is necessary to quench your curiosity about our views is that we believe that all organized religions are nothing more than a part of social “shastra”, just like the administration, low and order. The ultimate aim of the law and the religion is same of creating a peaceful and harmonious society. The difference is in the way they do it. We do not see anything super natural in religions beyond that.
      As for the question you have asked several times about creation of the energy, here is your answer. Almost all of the energy that we receive on earth comes from our Sun. That is created in the core of the sun by converting hydrogen into Helium. That is called an exothermal reaction which produces energy exactly in according to Einstein’s famous law. (We never said the equation was wrong, we just said that your quotes were not right.) This conversion from Hydrogen into Helium happens automatically as per the laws of gravity, pressure and temperature. No god needs to turn on the switch for this to happen. This is true for all stars. All stars are nature’s nuclear furnaces.

      To answer your question of who made these laws of nature, I have to say nobody knows. They exist and are not alterable. Whoever may be the creator of this universe and its laws has to be outside of this universe because no creator of anything can be within his creation. Then there is no ending of the same question. Who created the creator? If he was always there, then why not accept that the laws were also there from beginning.

      Having said all this, the creator you have been talking all this time seems to be very partial to India, lives somewhere around here only. Let me tell you, Humans are only one of the millions of species on this earth, all being “God’s creation” in your words. Our earth is not even as significant as the speck of dust in the universe. Sun is more than a million times bigger than the earth yet it is just another average star among some 100 billion+ other stars in the Milky Way galaxy. And Milky Way itself is only one of the 100 billion+ other galaxies in our known universe. Besides, all this is supposed to be only 4% of the actual universe we have seen today. The rest is made up of what they call dark energy and dark matter. At the same time, nobody even knows the true expanse of the universe itself. We can see only as far as 13.7 billion light years away with our powerful telescopes because the light emitted from the farther objects has not reached earth yet. This is mind boggling, isn’t it? We haven’t even considered the fourth dimensional universe and beyond it as I have mentioned earlier.

      Now don’t jump to say that this dark matter and dark energy is the God you were talking about. Our scripture writers didn’t know even a part of all this. Had they known, they would not have said that the earth was flat; sun is a God riding a chariot driven by seven horses etc.

      Well, I hardly know anything compared to what the astro-physists know as a group. All this comes to me from reading scientific articles which is only a drop in an ocean.

      These are our views for those who are interested to know. We do not force or even expect anyone to accept our views. It is their choice, if they like to. We just present them here for all to know.

      I am done with answering your questions. Not because I have nothing more to say on the subject, but because I do not have as much of a free time as you seem to have. Let someone else engage with you if he/she has the time.

      Before I end, I like to say something about your another comment earlier which says,
      “Why, because I follow Hinduism (The Model Code of conduct about living) and Hinduism is based on science. I am not a follower of some middle eastern born religions which hates science.”
      This kind of statements is the starting point for quarrel among religions.

      Like

  14. Friends,
    We are doing a very very interesting scientific discussion in our own way and our own background of acquired knowledge of the universe in which we are living.

    We all will agree, including Shri Harishbhai TRIVEDI, that we are having two types of energy with us that helps us live life on this beautiful planet called EARTH.

    Hope Shri Harishbhai will find the answer to his questian ……………..Who………?

    (1) Solar Energy. (2) Nuclear Energy.

    Let us have some details on how they are created…………..

    (1) Solar Energy , radiant light and heat from the Sun, has been harnessed by Humams since ANCIENT times using a range of ever-evolving technologies. SUN and other planets were created by a process called BIG-BANG theory.

    Solar energy technologies include, solar heating, solar photovoltaics, solar thermal electricity, solar architeture and solar photosynthesis.(Photosynthesis helps create food in the plant kingdom)

    More on this, my friends will find out using their background of acquired knowledge and more reading………….

    NOW……………..

    (2) Nuclear Energy : Nuclear energy originates from splitting of URANIUM atoms in a process called FISSION. At a power plant the fission process is used to generate heat or producing steam, which is used by a turbine to generate electricity.
    Uranium is the source which was created , along with hundreds of other differant metals in the crust of the earth and earth was created in the process called BIG-BANG THEORY.

    Now conversion of one energy into the other…..

    Uranium with its half life (Radioactive nature) constantly generates/ radiates electrones / energy. This energy is converted into the other energy called heat ………….which further is converted into electricity..”SHAKTI”…and that is converted into…LIGHT….and…………

    One more example: Say on your writing table there is one pound of dust. We consider this dust as an energy…SHAKTI…
    Now you are taking a piece of cloth to wipe it out. The first wipe will wipe half of the one pound of the dust which will be carrid away by the piece of the cloth in form of dust only. Half pound will remain on the table.

    So, the half of the dust / energy is converted and carried over by the cloth. But it remains as dust / energy with the piece of the cloth.
    So now math. Half of one pound dust/enrgy is on the table + half on the piece of the cloth as dust/energy = one pound of dust/energy.

    LAW says, Energy is constant and it can be converted into its another form but
    can not be created or distroyed.

    This is my understanding of the UNIVERSE and THE LAWS BY WHICH THIS UNIVERSE IS BEING RUN / OPERATED…..
    MAN ,during the process of evolution,has, using the energy called BRAIN , found out the LAWS and those laws have been practically proved. The proven results and its sweet fruits are being enjoyed by we all…in this 21st century…Same were enjoyed by the ancients. They did not have knowledge of Uranium And solar energy, so they said, “CREATED BY THE GOD.”

    ( Brain as Energy = Brain enrgy / IQ…is constant. It is the environment that gives more or less opportunity to the user. This opportunity helps the person to make right use of the energy he / she has. e.g. A Ph.D in India is as intelligent as a Ph.D in America.
    When the Ph.D from India comes to America, he gets more opportunity and help that makes him to do research in more details and that can fetch him a NOBEL PRIZE.
    e.g. A girl named SURYA..who was born in 2010…lat month was lying down in a sofa in her grandpa’s house and was looking through the sky window. Suddenly she shouted and called her grandma….said, see grandma…your house is moving slowly…..(Surya has yet not gone to School or KG class)
    A 3 year old girl in Piscataway township in NJ, USA…what a observation power ?
    Then Grandma and Grandpa explained her that it is not house but it is the cloud that is moving.
    Shri Nagin Patel is Grandpa..a M.Sc from Surat and grandma is Mrs. Kala Patel.
    Her Dad, Dr. Neil Patel…Mother Mrs. Shiela Patel/ Trivedi.

    Why not we bow down to the GREATEST SCIENTIST OF THE UNIVERSE…A HUMAN WHO INVENTED A STRUCTURE CALLED ” CIRCLE.”……………….

    Please be open to take this discussion to further more hight…..

    Amrut (Suman ) Hazari.

    Like

  15. Very good article and excellent comments by Mr. Gada.
    Mr. trivedi ,
    If you really interested in work of Einstein then spend some money and read book like ” Einstein: His Life and Universe by Walter Isaacson instead of searching him on google or facebook.
    Atulbhai,
    Please widen your horizon beyond Bhagwat gita. That’s Author want convey to you. If you not agree with him ,than give some solid reason

    Rajeshbhai,
    Bible is not everything.

    Like

    1. Dear Mahesh,
      Thanks for your sane comment. I have already sought references from Mr. Harish Trivedi and waiting, though I am sure he cannot go beyond internet which for him is a gift of God. It was nice of you to have suggested to him a wonderful book on Einstein. Let us hope, he will read it, at least for a change.

      Like

    2. શ્રી મહેશભાઈ,
      પહેલાં હું ભગવદ ગીતા તો સમજી લઉ પછી વળી horizon ne widen કેમ કરવો તે તમારી પાસે શીખવા આવીશ. ઓથર મને કશું કનવે કરવા લખતા નથી હોતા. ઓથર તેમની કોલમ કેલીડોસ્કોપમાં કાઈક લખવું જોઈએ માટે લખતા હોય છે. ઓથરના એક અન્ય લેખની લિંક મેં મારા બ્લોગ પર આપી છે તે અનુકુળતાએ વાંચજો.

      Like

  16. Dear Mr. Padaya,

    All along my good Christian friends have been telling me that the God is all loving and forgiving. What you have described here at the end of your comment is more like dictator‘s words. I wonder who I should believe now.

    Like

  17. What does this mean? Why are you quoting someone all the time? What is so significant about this copy-paste?
    Instead, please use your time to go to a library and read books on Einstein. After all God has created internet not for its addiction. God has also produced libraries. Misusing any gift of God, in this case, internet is a sin.

    Like

  18. શ્રી abcofblog 1
    મેં ગુજરાતી શાળામાં અભ્યાસ કરેલો ત્યારે વિજ્ઞાનના ટીચરે શીખવાડેલું કે વનસ્પતિ જમીનમાંથી કેશાકષૅણના નિયમથી પાણી મૂળમાં થઇને ટોચ પરના પાંદડા સુઘી પહોંચાડે છે. આ નિયમને અંગરેજીમાં કેપીલીયરી અેકશન કહે છે.
    હવે મારે તમને વિનંતિ કરવી છે. તમારા જ્ઞાનના દરવાજા ખોલો અને શોઘો કે…….હું ટીચર પણ હતો છોકરાં ભણાવવાની ખૂબ મઝા પડતી……..
    પક્ષી અને વિમાન હવામાં શા માટે ઉડી શકે છે. માણસ પોતે નહીં. કેમ ?
    પથ્થર પાણીમાં ડૂબે છે અને વહાણ તરે છે. કેમ ?
    કાચબો અને દેડકો પાણી અને જમીન બન્ને જગ્યા પર જીવી શકે છે. શા માટે.
    આ બઘા સવાલો તો સેંમ્પલ છે.
    આ બઘા સવાલોના જવાબો ગુજરાતી શાળામાં જ શીખવવામાં આવે છે.

    Like

  19. ભાઇ, abcofblog 1,
    વઘુમાં………………..દિપકભાઇઅે તમારાં સવાલોનો જવાબ આપી દીઘો છે.
    પરંતુ તમારા અેક સવાલનો જવાબ હું સવાલના રુપે આપુ છું. જવાબ તમારે શોઘવાનો.
    બારી બારણાં અને અૌજારો લોખંડના બને છે. લોખંડ અેટલે અેલીમેન્ટ ફેરસ, આયૅન. (Fe).
    આજ આયૅન ( Fe ), આપણાં શરીરમાં લોહી બનાવવામાં વપરાય છે.અે લોખંડ , આયૅનને લીઘે લોહીનો રંગ લાલ બને છે. તો સવાલ છે કે અેવુ. તો શું બને છે કે જે લોખંડ મારે છે તેજ લોખંડ જીવન આપતું લોહી બનાવે છે. ?

    Like

  20. દીપક ભાઈ,
    ‘સ્વ’નો ખ્યાલ શરીર સાથે જોડાયેલો છે.
    એ ખ્યાલ કરનાર કોણ?
    મન..
    અને એ મન છે એમ ભાન થનાર કોણ?
    અધ્યાત્મ અહીંથી શરૂ થાય છે.
    અને એ માત્ર જ્ઞાનની વાત નથી. જીવનના દરેક તબક્કામાં, જીવન સ્વસ્થ રીતે જીવવાની વાત છે.
    જેમ આપણે શારીરિક તાલીમ અને મન હકારાત્મક રાખવાને સ્વસ્થ રીતે સ્વીકારીએ છીએ; તેમ જ પોતાના પાયાના હોવાપણા સાથે એકરૂપ થઈને જીવવાના ફાયદા દરેક વિવેકપંથીએ પોતાની વિવેક બુદ્ધિથી ચકાસવા જોઈએ. આ વૈજ્ઞાનિક અભિગમ છે- અને ખાલી વાણીવિલાસ માટે નથી. જો માનવજાતે ઉત્ક્રાન્તિની પ્રક્રિયામાં આગળ વધવું હશે તો માનવ મને સર્જેલી ધાર્મિક અને વૈજ્ઞાનિક કુરૂપતાઓ ત્યજવી પડશે.
    અહીં લિન્ક આપવાની મનાઈ છે. આથી સૌ વિવેકપંથીઓને આ જણે લખેલી ‘બની આઝાદ’ ઈ-બુક વાંચવા વિનંતી કરું છું. કદાચ એ રસ્તો માનવજાતને માટે ઊજળા ભવિષ્ય તરફ અંગુલિનિર્દેશ કરે છે.
    ‘બની આઝાદ’ શ્રેણીમાં લખાયેલા લેખ ‘ દિવ્ય અને સામ્પ્રત જીવન’ વાંચશો તો આ બધી તરખડ આપણા મને ઉપજાવેલી ભ્રાન્તિઓન છે; એ બાબત પ્રકાશ પડશે.
    ——–
    બાકી આત્મા, પરમાત્મા, વિશ્વની ઉત્પત્તિ, મરણ પછીની ગતિ, પુનર્જન્મ વિ. માન્યતાઓ પર સમય બગાડ્યા વિના … મનને સ્વસ્થ બનાવવાની રીતો અપનાવવી – એ જીવન પ્રત્યેનો સ્વસ્થ અભિગમ છે……
    એમ આ લખનારનું માનવું છે !!!

    Like

    1. શ્રી સુરેશભાઈ,
      .તમારી ઇ-બુક વાંચી હોય તેવા લોકોમાં હું પણ છું એ તો તમે જાણતા જ હશો. મેં તમારા બ્લૉગ પરની ચર્ચાઓમાં પણ ભાગ લીધો છે. પરંતુ અહીં વાચકો જુદા છે એટ્લે મારો દૃષ્ટિકોણ કરીથી મૂકવાની તમે તક આપી એમ માનું છું.

      ‘સ્વ’ આપણા મગજની સ્મૃતિનું પ્રતિબિંબ છે.મારી વાત માટે એક ઉદાહરણ આપું? જેમ આપણે નાના હોઈએ ત્યારે દાદા હોય, દાદી હોય, પિતા હોય, કાકા હોય. આપણે પરણીએ, એક નવી વ્યક્તિ આવે, સંતાનો થાય,આપણે દાદા દાદી આ દુનિયામાંથી વિદાય લે, પિતામાતા પણ વિદાય લે. સંતાનો મોટાં થાય, પરણે, એમને પણ સંતાનો થાય. અંતે આપણે પણ વિદાય લઈએ. આ આખી જીવનયાત્રા દરમિયાન આપણી ‘ઘર’ની સંકલ્પના ચાલુ રહે છે. ખરી સ્થિતિ એ છે કે જે ઘર મેં દસ વર્ષની ઉંમરે જોયું તેઘર સાઠ વર્ષની ઉંમરે અસ્તિત્વમાં નથી. એ ઘર બદલાઈ ગયું છે! પરંતુ મારી સ્મૃતિ સતત વહેતી રહે છે એટ્લે હું પરિવર્તન નહીં, પણ સાતત્ય અનુભવું છું! સંકલ્પનાઓ એટલી શક્તિશાળી હોય છે કે એ સ્વાયત્ત (Autonomous) બનીને વર્તે છે એટલે જ ‘ઘર’ નો વાસ્તવિક ઘરથી અલગ અને અકબંધ રહે છે, પરંતુ એ માત્ર ખ્યાલ છે.

      ‘સ્વ’નું પણ એવું જ છે. એ સ્વાયત્ત બનીને આપણને આભાસ આપે છે કે એ શરીરથી અલગ છે. તમે મનની વાત કરો છો તો એ મન પણ આપણા પરિવેશની જ પેદાશ છે. આ કઈં પશ્ચિમી વિચાર નથી. ભારતીય શાસ્ત્રો અથવા અમુક દર્શનો પણ એમ જ માને છે.હું કઈં નવી કે મૌલિક વાત નથી કરતો. મન અને સ્વ એક જ પ્રક્રિયાની નીપજ છે એટલે મનનું ભાન કરાવનાર કોણ, એવા સવાલનો જવાબ ‘સ્વ’ નથી.

      સામાન્ય જીવનમાં શાંત ચિત્તે જીવવું એવું તમારૂં સૂચન તો સૌ સ્વીકારે તેવું છે. અહીં અમુક મુદ્દા પર ચર્ચા થાય છે એટલે કરીએ છીએ, બાકી એવું નથી કે હું મારા મગજને માત્ર આ મુદ્દા પર જ આખો વખત રોકી રાખું છું. અહીં અમુક માની લીધેલી ધારણાઓ કેટલી હદે માનવાયોગ્ય છે તેની ચર્ચા થાય છે અને સારી ચર્ચાઓ થાય છે.

      Like

      1. Shri Suresh and Dipakbhai,
        This is interesting discussion. I request the thoughts of both of you on this perrenial question : What is consciousness?
        What is the difference among mind, brain and consciousness?
        Are they the same or different? In what way? — Subodh

        Like

      2. Dear Dipakbhai,

        I really liked you example of the constantly changing household and yet it remains same in our mind. This also relates to price inflation. Older people always keep talking of how cheap everying was in their good old days, while forgetting that they earned only 100 rupees a month. They never had so much comfort and security in life yet keep missing so called good old days……

        Like

      3. આને કહેવાય માન્યતાઓથી ન બંધાઈ ગયેલો અભિપ્રાય. સરસ , ગમ્યો.
        કોઈ અંતીમવાદી વિચારધારા પ્રગતિ નહીં પણ અધોગતિ અથવા સ્થીરતા (Stagnation) જ લાવતી જણાઈ છે. જ્યાં મુક્ત મન હોય ત્યાં જ મુક્તિની સંભાવના હોય.
        મહમ્મદભાઈ મને એવા મુક્ત માણસ લાગ્યા છે. એ ફિલસૂફ છે, અને સાથે સાથે વિજ્ઞાનનો પણ આદર કરે છે.
        આ મુક્ત મનનું, આ જ મૂળ લેખનું ઉદાહરણ છે.
        વિજ્ઞાનનો ઢોલ પીટનારા એ વાત ન ભૂલે કે આ લખનાર જણ નિવૃત્ત પાવર ઈજનેર છે (આને બડાઈ ન ગણવા વિનંતી); અને જીવનભર નાસ્તિક રહ્યો છે – હજી પણ મંદિરોમાં જવાનું ટાળે છે. પણ અધ્યાત્મના ગુણ જાતે અનુભવેલા છે.
        આટલી બધી ચર્ચા કરનારાઓને એક વિનંતી….
        દિપકભાઈ જે ઈ-બુકની વાત કરે છે ( બની આઝાદ) તેનાં આ ચાર પ્રકરણો મુક્ત મનથી વાંચી જવા વિનંતી છે.
        [ ગોવિંદભાઈને વિનંતી કે એમની વિનંતીને માન આપી કોઈ લિન્ક આપી નથી; આથી આની પછીનું લખાણ કાઢી ન નાંખે.]

        ૧. બની આઝાદ શા માટે

        ૨. દિવ્ય અને સામ્પ્રત જીવન

        ૩. ઉપસંહાર
        ———……………….
        ઉપસંહારમાંથી ટાંચણ…

        આઝાદ બનવાની રીતો શોધવાના ૨૦ પ્રકરણ પુરાં થયાં. આ એકવીસમા પગથિયે, પૂર્ણાહૂતિકાળે એક આશ્ચર્યજનક જાહેરાત…

        તમારે આ અગાઉના વીસ વીસ પ્રકરણોમાંથી એકની પણ જરૂરિયાત નથી!

        જો..

        તમે ગરીબીની રેખાની નીચે જીવતા હો અને આજનો રોટલો શી રીતે મેળવવો એ તમારો દરરોજનો સળગતો પ્રશ્ન હોય તો; તમારે કોઈક મહમ્મદ યુનુસની જરૂર છે. ‘ભાગ્યના સૃષ્ટાઓ’, ‘આગળ ધસો’ જેવા જીવનમાં ભૌતિક પ્રગતિ હાંસલ કરવા પ્રેરણા આપે તેવાં વાંચનની જરૂર છે.
        કદીક એમ કરતાં ‘બે પાંદડે’ તો નહીં પણ ‘પા પાંદડે’ પણ થાઓ તો કોઈ મંદિર કે ધર્મસ્થાનમાં એમાંની મહામૂલી બચત વેડફી ન દેતા. ત્યાં તો પૂણ્ય કમાવી લેવાના ઈરાદા વાળા અનેક ધનિકોના ખજાના ખાલી થતા જ રહેવાના છે. કોઈક ભૂખ્યા બાળકને રોટલીનો ટૂકડો દેજો. તમે જ્યાંથી આટલે આવ્યા છો – એ સ્થિતીમાં હજુ સબડતા તમારા બાંધવોને નાનકડો ટેકો દેજો. જો એવી ક્ષમતા કે મરજી ન થતી હોય તો પણ, ક્યાંક કોઈકને નાનકડો સહારો કે દિલી સધિયારો દેતાં ખચકાતા નહીં. સહાનુભૂતિનો એ ભાવ ક્યાંક ને ક્યાંક – ક્યારેક તમારા જીવનની અડાબીડ ગલીઓમાં પડઘા પાડતો તમને ઉત્સાહિત કરતો રહેશે.
        જો તમે તમારી મગરૂરીમાં મસ્ત બની, પિરામીડની ટોચ કે તેની નજીક મ્હાલતા હો; અને તમારું જીવન તમને ભર્યું ભર્યું લાગતું હોય – કશાયની કમીના વર્તાતી ન હોય, તો આજે તો તમને આ માત્ર વાણી વિલાસ જ લાગવાનો છે. લાગવા દો.
        પણ.. એટલું જરૂર કરજો કે, જીવન ભરના અથાક પ્રયત્નોથી એકઠી કરેલી તમારી મહામૂલી સંપદાનો થોડોક પણ હિસ્સો કોઈ મંદિર કે ધર્મ સ્થળમાં સામૈયા કે યજ્ઞો કરાવવામાં ન વાપરતા. ઉપર જણાવેલા કમનસીબ મનુષ્યોના જીવનમાં કશોક ઉજાસ પ્રગટે એ માટે એ ખર્ચજો. કો’ક મહમ્મદ યુનુસને કે એવી કોઈક સંસ્થા કે જે માનવતાના કાર્યમાં સન્નિષ્ઠ રીતે સંકળાયેલી હોય; તેને આપજો.
        જો તમે આવા કોઈક રસ્તા પર એકનિષ્ઠાથી ચાલવાનું શરૂ કર્યું હોય; તો એને વળગેલા રહેજો અને તમારી અભિપ્સાને સાકાર કરવા પ્રતિબદ્ધ રહેજો. બીજા કશાની તમારે જરૂર નથી. પણ નિસ્વાર્થ સેવાનો ભાવ સદા તમારા અંતરમાં ધ્રબાયેલો રાખજો. સેવાની એવી તકો મેળવવા હમ્મેશ આતૂર રહેજો. સેવા ધર્મ સૌ ધર્મોથી ચઢિયાતો છે…છે…છે…ને છે જ.
        પણ…..

        જો આમાંનું કશું તમને લાગુ ન પડતું હોય , અથવા તમે જ્યાં હો ત્યાં કશુંક ખૂટતું લાગતું હોય; કશોક ખાલીપો વર્તાતો હોય , તો ….

        તમારે તમારી જાત સાથે જીવવાની જરૂર છે.
        —————
        આ લખાણોમાં કોઈ ધર્મ કે ધાર્મિક માન્યતાઓ ન ઘુસી જાય એની કાળજી લીધી છે. એ વાંચી લાભ લેશો તો આનંદ થશે. મહમ્મદ ભાઈ ને પણ ….

        Like

      4. Dear Subodhbhai:
        You have asked on May 6th ‘what is consciousness?”. Based on my little knowledge and what I have read, I believe the currently prevailing view among scientists is that it is a byproduct of brain evolution. As you probably are aware, brain evolved to be a kind of “clay” that can learn different things and therefore serve different functions (interpret sensory inputs), As it kept getting bigger and better, it ended up producing this concept of “swa”.
        My 2 cents’ worth…
        A, Dave

        Like

  21. શ્રી રાજેશભાઈ,
    કોઈ વૈજ્ઞાનિક કહેતો નથી કે એ દુનિયાનો સર્જક છે. એ માત્ર દુનિયા કેમ ચાલે છે, તે જાણવાનો પ્રયાસ કરે છે. કોઈ વૈજ્ઞાનિક કહેતો નથી કે મૂળભૂત તત્ત્વો મનુષ્યના પ્રયાસથી બન્યાં છે. વિજ્ઞાન આગળ વધે છે અને દર વખતે નવું જાણવા મળે છે તેનો અર્થ જ એ છે કે વિજ્ઞાન કોઈ એક ક્ષણે પોતાને પરિપૂર્ણ નથી માનતું. વૈજ્ઞાનિકોને ખબર પડે કે પ્રકાશની ગતિથી પણ વધારે ઝડપથી યાત્રા થઈ શકે તો આઇન્સ્ટાઇન પછી વિકસેલું ભૌતિક્શાસ્ત્ર નકામું થઈ જશે.મને નથી લાગતું કે વિશ્વની રચના સમજવાના પ્રયાસો સામે ઈશ્વરને વાંધો હોય.
    તમે સાયન્સ કરતાં વધારે તો ટેકનોલૉજીની વાત કરતા જણાઓ છો.. ટેકનોલોજી જ્યારે વેપારીઓના હાથમાં પહોંચે છે ત્યારે નફા માટે એ લોકો શસ્ત્રો પન વેચે છે અને યુદ્ધો થાય છે. ઇરાક અને અફઘાનિસ્તાન પર હુમલા કરનાર અમેરિકન રાષ્ટ્રપતિ જ્યૉર્જ બુશે શસ્ત્રોના વેપારને પ્રોત્સાહન આપ્યું જ. અને એ ‘ક્રિએશનિસ્ટ’ છે એટલે કે આ સૃષ્ટિનો સર્જનહાર કોઈક ઈશ્વર છે એમ માને છે. આમ ધાર્મિક લોકોએ દુનિયાને ઓછું નુકસાન નથી કર્યું. જેહાદીઓ આજે શું કરે છે?
    બીજું ટેકનોલોજી પોતે કેમ ખરાબ હોઈ શકે? મૅડિકલ તેકનોલોજીનો વિકાસ કેટલો બધો થયો છે તે આપણે જાણીએ છીએ. કોઈ પણ ધાર્મિક માણસને પૂ્છશો તો એ સ્વીકાર કરશે કે એનાથી લાભ થયો છે.
    ધર્મ એટલે નૈતિકતા એવો અર્થ હોય તો સૌ કોઈ સંમત થશે, પણ અમુક વિધિવિધાનોમાં માનવું, અમુક પ્રકારના જ સર્જનહારની કલ્પનામાં માનવું (કારણ કે આમાં સર્વા સમાતિ નથી. – શા માટે? આ પ્રશ્ન પણ વિચારવા જેવો છે) એ જ જો ધર્મ હોય તો ચર્ચાઓ ચાલુ જ રહેશે.

    Like

  22. Nice words at the end of your comment. In the middle too there is a wondrful statement, which I quote here: “TRUTH IS ETERNAL, BEYOND ANY INTELLECT AND IT IS NOT DEPENDENT ON OUR ACCEPTANCE, IGNORANCE OR OPINIONS”.

    In the light of this, may I request you to review the beginning of your comment where you give your opinion that KeshakrShaN is Keshav+ AakarShaN. Is truth independent of this opinion? Linguistically, ‘kesh’ is hair. There is no Keshav anywhere in the word. This is not my opinion but a a linguistic fact. Some Kathakar may have coined this idea to be popular among his audience. I know from your comment that you are more intelligent than a funny Baba. This is nothing but a play of words. Simply laughable. This does not even enhance the prestige of God. Should you adopt a silly idea just to be spiritual?

    You are expected to know that spirituality does not forbid the use of common sense. One has to exhaust all channels, clear all doubts using intellect to its limit. Exhaust reason first then only one enters the spirituality of which I know nothing because I am in the process of exhausting my reason first “neti neti’ may come at the end of the reason, not before it. Whoever may have given you the idea to stop your reasoning faculty has done a disservice to you.

    In any case,can your personal opinion be superior to a fact? Please read this as a part of my comment in Gujarati in response to my dear friend Rajeshbhai Padaya.

    Like

  23. પ્રિય abcofblog,
    મારૂં મૂળ વાક્ય આ પ્રમાણે છે, જે મારી કૉમેન્ટમાંથી જ અહીં ફરી મૂકું છું. There is no Keshav anywhere in the word.
    તમે wordને બદલે world વાંચી લીધું છે.

    Like

  24. TRUTH does not reside in conventional or received wisdom. TRUTH has to be explored by the seeker. Repeating old formulas does not take one to Truth. Please read at the head of this blog what Buddha says. He does not show the path but just encourages us to do it alone. Usually I do not quote scriptures but here is one because you seem to love it: “Know it by humility, continuous questioning and service”. (तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया). परिप्रश्नेन means not just one question but questioning. Challenge your beliefs. What is wrong in it? If you find value you retain it, if not discard it.

    Like

  25. lAtulbhai,
    Bhagvat Gita is one of the best Hindu religeous book written or says by Lord Krishna for commen people.It’s philoshophy is simple.What ever happen,Fulfill your moal duty and don’t worry for result and if you have any problem, come to me ,I will solve your problem.You don;t need to spend years to understand this simple massage, unless you are scholar like Shkaracharya,Tilak ,Rajneesh
    Astavak or want to write thesis on Gita.You still not have valid argument against this article.

    Like

    1. શ્રી મહેશભાઈ,

      જેટલી વખત ભગવદ ગીતા વાંચું છું તેટલી વખત મને તેમાંથી વધારે ઉંડાણવાળા અને વ્યાપક અર્થ મળ્યાં છે. સંપૂર્ણ અધ્યાત્મને ગાગરમાં સાગરની જેમ સમાવિષ્ટ કરનારું આટલું નાનકડું અને છતાં યથાર્થ સાહિત્ય મેં આજ સુધી નથી જોયું.

      તમે કેવી રીતે માની લીધું કે હું આ આર્ટીકલનો વિરોધ કરું છું. આ આર્ટીકલનું મે સમર્થન કર્યું છે અને Like પર ક્લિક કર્યું છે.

      આ આર્ટીકલનું શીર્ષક તમે વાંચ્યુ જ હશે કે જ્ઞાન વિજ્ઞાનના દ્વાર ખુલ્લાં રાખો. ભગવદ ગીતાનો સાતમો અધ્યાય અધ્યાત્મની દૃષ્ટીએ જ્ઞાન-વિજ્ઞાન શું છે તે દર્શાવવા ટાંક્યો છે.

      બીજી વાત કે ભગવદ ગીતા વાંચવા માટે નથી તેને સમજીને જીવનમાં આચરણમાં મુકવા માટે છે. આખુંયે જીવન પુરુ થઈ જશે તો યે તેના બધા સિદ્ધાંતો નહીં સમજી શકું.

      Like

  26. શ્રી રાજેશભાઈ,

    મારી કૉમેન્ટ ફરી વાંચવા વિનંતિ છે. મેં કહ્યું છે કે વિજ્ઞાન આગળ વધે છે કારણ કે એ દરેક ક્ષણે અપૂર્ણ છે.

    પરિપૂર્ણતા પછી વિકાસ નથી.

    તમે વિજ્ઞાનનો વિરોધ કરો છો તેથી મને દુઃખ થાય છે એ તમારી ધારણા સાચી નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી તો માણસે પૈડું બનાવ્યું ત્યારથી આપણી સાથે છે અને તમે, હું, આપણે સૌ એનો લાભ લઈએ છીએ જ.

    મારી કૉમેન્ટ્માં મેં લખ્યું છે કે ટેકનોલોજી બજારમાં પહોંચે છે ત્યારે નફા માટે એનો દુરુપયોગ પણ થાય છે. ખરો વિરોધ વ્યાપારી રીતરસમોનો હોવો જોઈએ પણ આખી ચર્ચામાં કોઈએ એનો વિરોધ નથી કર્યો. તમને તો મેં જ્યોર્જ બુશ જેવા ધાર્મિક માણસ દ્વારા આ દુનિયા પર લદાયેલા યુદ્ધના ઉદાહરણ સહિત લખ્યું પણ તમે આ બાબતમાં મૌન કેમ ધારણ કરી લીધું તે સમજી ન શકાયું.

    મેં લખ્યું છે કે ધર્મ એટલે નૈતિકતા એવો અર્થ હોય તો હું સંમત છું. હું ખોટો હોઉં તો કહો. ધર્મ એટલે ટીલાં ટપકાં કે મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જવું અને પોતપોતાના ધર્મને જ સાચો માનવો એવો અર્થ હોય તો હું સંમત નથી થઈ શકતો. વિજ્ઞાન નૈતિકતા ન શીખવી શકે તો ટીલાં ટપકાં કે મંદિર, મસ્જિદ કે ચર્ચની મુલાકાતોથી નૈતિકતા વધી હોય એના પણ પુરાવા નથી.

    Like

    1. Shri Harish Trivedi’ comment copied below:

      હરિશ પ્રિયવદનભાઇ ત્રિવેદી
      Shri Dipakbhai, I have put the explanation with the name that is not enough. I am still searching the exact phrase. That you want. I will put it for sure.

      Now he objects to my asking for references in his comment: he should work to fulfill his promise and show us that he was not just firing empty cartridges.

      Like

  27. Capillary action in the trees takes place because of the one property or all liquids, which is called surface tension. In a hair size tube, the force due to surface tension is greater than the gravitational pull on it. Also the adhesive forces between water and the capillary wall plays a role as well. Besides, these capillaries have compartments in them. Surface tension itself can not lift the water 20-30 feet up. It fills one compartment which could be only few inches in length. A full compartment becomes the base for the capillary forces to take the water to the next compartment and so on.

    Papaya tree trunk is hollow in the center. We can put our arm in there. If you cut one such tree, you can see those compartments clearly.

    As the tube diameter gets larger, then the gravitational force becomes larger than the surface tension force. Hence we cannot lift water without external device. Gravitational force is a function of mass of both the bodies. Water in larger tube is just too heavy for capillary force.

    Like

  28. Had you used your proper name mam, then there would not have been any misunderstanding about your gender.

    I request Govindbhai to ask all comentators to provide their proper names and preferably their city’s name as well. It would help us to know who we are talking to. Some people like to hide behind nick name. that is not fair specially when they express their views. We authors have to provide our email address, our postal address and even out phone numbers. We also get unsolicited, uncivilized, undesirable mail and phone calls. Goes with a job, I suppose. At least we like to know the name of a person communicating with us.

    Like

  29. શ્રી રાજેશભાઇ,
    હું ૩ વષૅનો થયો ત્યારે મારા પિતા મારી આંગળી પકડીને ચાલતા શીખવતા. પડી જાઉ તો ઘીમેથી ઉભો કરીને હિંમત આપીને ફરી ચલાવતા. મોટો થતો ગયો ત્યારે દુનિયાની સમજના અભાવે ભૂલ કરતો ત્યારે તેમના પોતાના અનુભવને આઘારે અેટલે કે તેમની ભૂલના તેમણે શોઘેલા જવાબની શોઘ, રીસચ્ૅ,ના બેઇઝ ઉપર મારી ભૂલ શુઘરાવતા. મારે માટે મારા પિતા ઘરતી ઉપરના વિજ્ઞાની હતા અને આજે પણ છે. હું તેમને, મારાં ” બાપ “ને પહેલાં પગે લાગું.
    આપણા હિંદુ ઘરમમાં પણ માં, બાપને પહેલા પગે લાગવાનું કહેલું છે. મને જીવનના રહસ્યોના જવાબો આપનાર મારા પિતા મારે માટે વિજ્ઞાની. પહેલા તેમને પગે લાગુ..

    આજ રીતે દુનિયાના રહસ્યોનો જવાબ આપનાર વિજ્ઞાની , જેને તમે ભગવાન કહો છો, તેમણે ઘરતી ઉપર મુકેલા
    રિપ્રેઝન્ટેટીવો છે. તેમને રીસ્પેક્ટ આપવામાં નમ્રતા છે. આદર છે. કારણકે તે આપણને તમે કહો છો તે સર્જકનો અહેસાસ કરાવે છે.

    આશ્રમમાં ગુરુને પહેલા પગે લાગીયે છીયે. કારણકે તે જ્ઞાન આપે છે. તે જ્ઞાન દુનિયાના રહસ્યો સમજાવે છે.

    વિજ્ઞાનીને પગે લાગવામાં નાનમ નથી. મોટાઇ છે. મોટાઇ છે, અભિમાન નથી.
    “ બાપ“ જેવું કોણ લખે ? ગાળ જેવું લાગે. ના કરવું હોય તો ના કરવું., પણ “ બાપ‘ ?
    તમારો મિત્ર, અમ્રત હઝારી.

    Like

  30. આંગિરસ………….
    દેવોની દુનિયાના મહાજ્ઞાનિ. દુનિયા કે વિશ્વના સર્જક ન્હોતા. નાની ઉમરના જ્ઞાની કે જેમની પાસે દુનિયાના રહસ્યોના ઉકેલો હતા. દેવો પગે લાગીને તેમની સલાહ લેતા.
    વિજ્ઞાની આજે આપણાં આંગિરસ છે ….મારે માટે તો છે…………….

    Like

  31. Our friend Shri Harishbhai Trivedi says શ્રી રાજેશભાઇની સફળતાથી આનંદિત છું. (see above his comment dated 7.5.13 at 7.10 am).

    After a long quote…! ( This time I am the lucky guy). What a love for quotes!

    By the way, I still wait for him to give me references of the Einstein quotes that he so ardently loves to quote. He has failed to provide it even after 24 hours despite his promise.

    As you know, I have also challenged him to discuss Hinduism with me. He has not responded. Shri Govindbhai has banned links on this blog but he has not banned visits to any website. Shri Trivedi, therefore, can visit any website (I have found out his favorite website). Incidentally this website also provides information about all Darshanas. If Harishbhai does not know what a library is, let him search on internet and let me know the title of the source book/books that he may have used in order to quote Einstein.Can he take up this challenge? I am sorry for reminding this to him just when he was rejoicing in the reflected glory.

    Like

    1. First you need to give me references for the Einstein quotes. You did promise for that, is it not?
      And you, of all the people in the world, think you explained the Einsteinion equation?! A joke of the year!

      Like

  32. અમ્રત હઝારી
    મૂળે વલસાડનો. આજે ન્યુજર્શી , અમેરીકા.

    સરસ સવાલ પૂછવામાં આવ્યો……

    તો સંપૂણૅ શું છે ?

    મારું મંતવ્ય……….

    .આટલી સરસ ચરચા, ઉડીં વિચારોની આપ લે, લાગતા વળગતા બીજા ઘણાં વિષયોને આવરી લીઘાં અને છતાં ચરચા અઘૂરી !

    આનું કારણ…આપણે બઘાં હજી અઘૂરાં…..અઘૂરાં………..

    …….જો ચાલુ રાખવી હોય તો આ ચરચાનો કોઇ અંત નહીં આવે…..નવું જ્ઞાન, હરઘડી સૂય્ૅનો પ્રકાશ પામતું રહે છે.

    કહેવાય છે ને કે આ દુનિયાનો કોઇ આરંભ નથી કે અંત નથી…..તેજ રીતે જ્ઞાનને પણ……..

    છતાં મન કહે છે કે અેક પૈડુ જ સંપૂણૅ છે.

    Like

  33. Dear Mahesh,

    Religion has played an important role in the development of human civilization. Nobody denies that. However it is given just too much credit for its contributions. Not only that, it has hijacked the deserving credit due to totally independent subjects like history, geography, astronomy, medicine, science, etc claiming these subjects to be part of religion. All this has been covered in my earlier articles.
    It may appear that the religion is criticized here. Though the intent of writer is to point out how religion is misused by special interests. I believe it is writer’s limitation if he could not put his point across.

    Like

  34. ડીયર મહેશ એટલે જ હું આમાં પડ્યો નહિ..હહાહાહાહા છતાં એક વાત કરવાનું મન થાય છે કે શ્રી રામે એકપત્નીવ્રત આદર્શ સ્થાપ્યો.. કેટલા વર્ષે અમલમાં આવ્યો? જરા ગણતરી કરો. ભારત આઝાદ થયું પછી કાયદા આવ્યા ત્યારે ? વચ્ચેના હજારો લાખો વર્ષ એ આદર્શ કેમ હવાઈ ગયો હતો? હહાહાહાહા ! ભગવાન કૃષ્ણ કેમ આ આદર્શ પાળતા નહોતા? જીનેટીકલી માનવજાત (સ્ત્રી-પુરુષ) પોલીગમસ છે. મનોગમી સામાજિક જરૂરીયાત છે. જીનેટીકલી માનવ સ્વાર્થી હોય છે અને જીન પુલમાં પોતાના genes એટલે પોતાના વંશના genes વધુ ફેલાયેલા હોવા જોઈએ તે માટે પરમાર્થ કરતા શીખ્યો છે. આખા ગૃપના ફાયદા માટે એક બીમાર હરણ જંગલમાં આઘું એકલું જતું રહે છે. આમ કુટુંબ ભાવના પ્રાણીઓમાં પણ હોય છે. હાથી ટોળું એમના મૃત બંધુની મરણ પામવાની જગ્યાએ ફરી ફરી આવીને શોક મનાવે છે. કુટુંબ ભાવના શ્રી રામે નથી આપી genes માં જ હોય છે. રામ પહેલા પણ હતી જ.

    Like

  35. Dear Mahesh, (also Murjibhai and Bhupendrasinhbhai)
    Thanks for your sane advice. The problem is, you will find some people unleashed by an organised group to disrupt the sane discussion anywhere on such subject. While some may be doing so in their own magnified image of themselves, the possibility of some backward looking forces playing behind such people cannot be ruled out.

    I consider religion is a product of history – of a given society. It has not fallen from the sky. As far as its historicity is concerned its existence has to be accepted by all, but only in that sense and only to that extent. Since it is a non-material product of society, it also remains a man-made effort like any scientific achievement or failure. This leaves religion open for a review like any other human effort.

    Precisely because of this the idea of what God is has been different in different societies, and even within a given society the idea has undergone a sea-change from time to time. Gods of Rigveda were forgotten because the post-Vedic society did not find the Vedic gods useful for them. Already big states and different economic vocations had emerged.

    Now this is a historical process that people should try to understand. It liberates us from blockages and false notions of being superior to others. For that matter, I even do not like non-historical arguments against religion because it amounts to rejecting historical processes. My efforts have to test every concept and check if I could find any answer from the history. If there is a belief, when it was developed and what kind of social circumstances existed then.for example, if you talk of Mira and Narsinh Mehta and Kabir, you cannot avoid their belief in God. You have to believe in these very real persons in their totality and look into the social circumstances prevailing in their times. If things do not work out that way I concede my limitation but not of reasoning.

    All spiritualists should know that they need to exhaust all sources open to them and reach the end of reasoning. Gurus have made spirituality very simple. Just do certain things and you are spiritual! funny!

    Karen Armstrong calls religion “pragmatic” because it quietly changes itself to meet the demands of the time. In her book ‘A history of God’ makes an interesting comment, and I quote “There have been many theories about the origin of religion. Yet it seems creating gods is something that human beings have always done. When one religious idea ceases to work for them, it is simply replaced. These ideas disappear quietly, like Sky God, with no great fanfare.” (Chapter 1 ‘In the beginning…’ page 10, published by Vintage, 1999. ISBN 9780099273677).

    Ok bye, Govindbhai is tired of us now!!

    Like

    1. ફરીથી પુનરાવર્તન…..
      ધર્મ અને અધ્યાત્મને એક ન ગણવા વિનંતી. ધર્મ ઈતિહાસ સાથે , માનવ સમાજનાં પરિબળો સાથે વણાયેલો રહ્યો છે.
      અધ્યાત્મ એ માનસ શાસ્ત્ર જેવું જ એક વિજ્ઞાન છે. એને વિશે બીજા બધા વિષયોની જેમ માત્ર પુસ્તકો વાંચીને ચર્ચા ન કરી શકો. એનો અભ્યાસ ( પ્રેક્ટિસ) જરૂરી છે.
      અધ્યાત્મ પ્રયોગ કરવાની અને અંગત બાબત છે. સામાજિક બનતાંની સાથે જ એમાં ધર્મનાં દુષણો મોટા ભાગે ઘુસી જતાં જ જોવા મળે છે – એ કરૂણ બાબત છે.
      —–
      અને છેલ્લે એક સાવ અંગત મંતવ્ય ( ખોટું હોવાની પૂરી શક્યતા ! )
      જ્યારે અધ્યાત્મ હકારાત્મક રીત સામાજિક બનશે ( ક્રિટિકલ પોપ્યુલેશનની ઉપર ) ત્યારે કદાચ માનવ મનની ઉત્ક્રાન્તિ ઉર્ધ્વગામી બનશે.

      Like

      1. તમારી વાત સાચી છે. મેં લખ્યું છેઃ Gurus have made spirituality very simple. Just do certain things and you are spiritual! funny!માણ્સ ધાર્મ વિના પણ આધ્યાત્મિક અને નૈતિક રહી શકે છે.

        Like

      2. ધર્મોએ અધ્યાત્મનો સારો નરસો ઉપયોગ કર્યો છે. અધ્યાત્મને ધર્મની કોઈ જરૂર નથી.( ‘ધર્મ’ શબ્દના ચીલાચાલુ અર્થમાં ! )
        બાકી તો માણસને અતિ વિકસીત મન મળ્યું હોવાને કારણે , એનો ધર્મ અધ્યાત્મ તરફ વળવો જ જોઈએ. જે મન ન્યુક્લિયર ફિઝિક્સ અને સ્પેસનાં અકળ ભેદ ઊકેલી શકવા સમર્થ છે – એ જ મન પોતાનાં ઊંડાણો અને ચેતનાનાં નહીં પારખેલાં ઘણાં સ્તરોને પણ ભેદી શકે છે.
        જે ગુરૂઓ માટે રેશનાલિસ્ટોને પૂર્વગ્રહ છે – એમાંના થોડાક તો આવી ઊંચાઈઓ અનુભવી ચૂક્યા છે જ.
        કમભાગ્યે ….
        મનનાં એ ઊંડાણો ને ભેદવા એને ‘શૂન્ય’ બનાવવું , કશું મેળવવાની નહીં ; પણ આવી અનુભૂતિઓ અનુભવવા તૈયારી રાખવી – એ અધ્યાત્મ વિજ્ઞાનની પાયાની જરૂરિયાત હોય છે.
        વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા મિત્રોને એક નમ્ર સૂચન છે …

        આમ ‘શૂન્ય’ બનવાના પ્રયોગો છ એક મહિના કરી તો જુઓ. એ વાઈરસ છે – એવી કાલ્પનિક માન્યતા કાં સેવો?
        આ દીપક ભાઈની નમ્ર વાતો અને અમૃત ભાઈની હાસ્ય મધુર વાતોએ ફરીથી આવવા લાલાયિત કર્યો !
        અને એક બીજી વાત – અધ્યાત્મમાં હાસ્ય ની બંધી નથી ! ખરેખર તો એ ભારેખમ્મ થવાની વાત જ નથી . ભેજું ગેપ કરી, બે ઘડી હસી લેવાની વાત છે.
        લાતંલાત તો નહીં …નહીં …નહીં …નહીં …નહીં …નહીં … ને નહીં … જ !!!
        ———-
        કોઈક મિત્રે આ બાબતે મૂળ લેખક( મહમ્મદભાઈ) ના વિચાર મેળવી અહીં રજુ કરશે તો મજા આવશે.

        Like

    2. Dipakbhai, you say,

      “The problem is, you will find some people unleashed by an organised group to disrupt the sane discussion anywhere on such subject. While some may be doing so in their own magnified image of themselves, the possibility of some backward looking forces playing behind such people cannot be ruled out.”

      I sensed the same thing in my “Pagdandi” critics. In fact, I was told by one of my friend that who actually was firing his gun off the critic’s shoulder. This I believe is a common practice.

      If you had noticed, I sincerely answered some of the questions fielded here, without caring for their intent to do so. I did not take an aggressive stand this time or even the one before this. There were quite a few issues I could have raised and exposed the hollowness of the critic.

      I believe we need to look beyond these mundane matters. Nobody ever said this is going to be an easy task. Please make better use of your time. Time treats everyone equally regardless of whether one is a blind believer or a rational believer. Time is something we do not know how much we have left.

      Like

  36. સ્નેહિજનો,
    કાંઇક નવું નવું થઇ રહીયુ હતું……..
    આજે મારાં સ્વપ્નામાં હું હસવાના મુડમાં હતો. આજુબાજુ પણ લોકો હસતાં, રમતા અને કીકીયારી પાડતાં પાડતાં નાચતા હતાં. મઝા આવતી હતી. અમદાવાદ અને બીજી જગ્યાઅો પણ અેવા ગ્રુપો છે જે શારિરીક અને માનસિક તંદુરસ્તિ માટે હાસ્યનો પ્રયોગ કરે છેં તે સારું પરિણામ આપે છે તેની અમને જાણ હતી.
    અેટલામા અમદાવાદથી હાસ્યગ્રુપના અેક મેમ્બર ત્યાં આવી પહોચ્યાં. જુના, અનુભવી, જ્ઞાની હતાં. આ હસવાની બાબતે તમનું મંતવ્ય જણાવવા રીક્વેસ્ટ કરી…………….
    અને તઅો જોર જોરથી હસવા માંડયા. હા…હા…હા….હા….અટકે જ નહિ. પાંચ મિનિટ નીકળી ગઇ…..અટકે જ નહિં……..જ્યારે તેમનો શ્વાસ ઘીમો પડયો ત્યારે બોલ્યા……
    ભાઇઅો અને બહેનો……હાસ્યગ્રુપમા આજે મને દસ વરસ થઇ ગયા….મારી માનસિક અને શારિરીક તંદુરસ્તી કોઇ પણ યુવાનને શરમાવે તેવી છે………હવે તમે મને સવાલ પૂછયો જ છે તો કહું છું કે કોણે મને પ્રેરણા આપી….આ ગ્રુપમાં જોડાવાની……થોડું ફરીથી હસ્યા…..થોડુ, માથું ઘુણાવ્યુ…..અને હસતાં હસતાં બોલ્યા…..મેં અેક હસવાની વાત શાંભળેલી જે અનુભવે મને સાચી લાગેલી…..અને તેણે મને આ ગ્રુપમાં જોડાવા મજબુર કરેલો…..

    “ જ્ઞાની સે જ્ઞાની મીલે….કરે જ્ઞાન કી બાત……ગઘે સે ગઘા મીલે કરે લાતં લાત….“

    ……. અને મારી આંખ ઉઘડી ગઇ…..ઉઘાડી આંખે પણ હું હસતો હતો…..પેલા મસિહા ત્યાં ન્હોતા…..છતાં મારું હસવાનું બંઘ થતું ન્હોતુ…….

    Like

  37. ગોવિંદભાઈ મારી કોમેન્ટ્સ કેમ કાઢી નાખી ? મહેશની કોમેન્ટના જવાબમાં હતી. મહેશની કોમેન્ટ વાંધાજનક લાગી ? મારી કોમેન્ટનું જવાબ આપેલું એકાદ વાક્ય તમને ના ગમ્યું હોય તો બરોબર આખો પ્રતિભાવ થોડો વાંધાજનક હતો? મેં એમાં કેટલીક બાયોલોજીકલ વાતો લખેલી શું તે વૈજ્ઞાનિક વાતો પણ વાંધાજનક હતી? ઉત્તર આપો સાહેબ.

    Like

  38. માણસમાં સૌથી મહત્ત્વની એવી બે જન્મજાત વૃત્તિઓ બહુ જ પ્રબળ હોય છે. એમનું યોગ્ય નિયમન કરવા માટે બે મુખ્ય મૂલ્યોની રામાયણે સ્થાપના કરી: વ્યક્તિની સ્વાર્થવૃત્તિનું રામાયણે કુટુંબભાવનામાં રૂપાંતર કર્યું; જાતીય વૃત્તિને અંકુશમાં રાખી લગ્નસંસ્થાને મજબૂત કરવા એકપત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો. આ બન્ને આદર્શોની સ્થાપના કરતી નીતિમત્તાનો પ્રચાર વાર્તારૂપે સહેલાઈથી થઈ શક્યો. રામાયણની આ અપ્રતિમ સિદ્ધિ છે. તેથી આજસુધી હિન્દુ સમાજમાં નીતિશાસ્ત્રનો એ પાયો બનીને રહ્યું છે. ટાગોરે રામને “આગામી ખેતીપ્રધાન સમાજના પ્રથમ યુગપ્રવર્તક” કહ્યા છે. રામચંદ્ર ભગવાન ન હતા; તેઓ એ જમાનાની સર્વશ્રેષ્ઠ આદર્શમૂર્તિ હતા. રાવણ રાક્ષસ ન હતો; સુસંસ્કૃત બન્યા પહેલાં બધા માનવો જે હતા, તે જ રાવણ હતો. વાતને સીધી ને સાદી બનાવવી હોય, તો એકને દેવ માનો, બીજાને દૈત્ય માનો એટલે સમજાય ને તરત ગળે ઊતરી જાય; સમાજ નીતિમય બને; આદર્શ વીર ઈશ્વર ગણાય. –શ્રી મુરજી ગડા

    હવે આના જવાબમાં કઈ લખું તો વિષયાંતર ના સમજતા. કારણ આ જો વિષયાંતર હોય તો શરૂઆત મેં નથી કરી.
    વ્યકતિના જીનમાં(gene) માં સ્વાર્થ હોય છે ત્યારે પણ હતો આજે પણ છે. સમૂહના સ્વાર્થ માટે જે કરાય તેને પરમાર્થ કહેતા હોય છે. કુટુંબ ભાવના સમૂહનો સ્વાર્થ છે. પ્રાણીઓમાં પણ હોય છે માટે એની શરૂઆત રામે કરી તેવું કઈ રીતે કહેવાય ? શું તેમના પહેલા કુટુંબ ભાવના કે કુટુંબો જ નહિ હોય? પોલીગમી gene માં હોય છે. એકપત્ની આદર્શ સામાજિક જરૂરીયાત છે પણ રામ અને આઝાદી મળી ત્યાં સુધીના વચ્ચેના હજારો વર્ષ આ આદર્શ કેમ હવાઈ ગયો હતો? રાવણ સુસંસ્કૃત નહોતો? શું દેવો સ્ત્રીઓના અપહરણ નહોતા કરતા? દેવો સ્ત્રીઓનું શોષણ નહોતા કરતા? અહલ્યાનું શોષણ રાવણે કરેલું? સીતાની અગ્નિ પરિક્ષા લેનારા સુસંસ્કૃત હતા? પ્રેગ્નન્ટ સ્ત્રીને કાઢી મુકનારા સુસંસ્કૃત હતા? રાવણ રાક્ષસ હતો કારણ તે અનાર્ય હતો. કારણ તે આર્ય નહોતો જરા વહેલો ભારતમાં આવેલો હતો. સુસંસ્કૃતની વ્યાખ્યા શું? શું આજનો સમાજ નીતિમય છે? આદર્શ છે ખરો?

    Like

    1. Dear Shri Bhupendra Sinhji,
      You raised a good question about Ramayan. Since Shri Murji Gada has given that quote from my book (CCK), your good tennis shot falls in my court and it becomes my duty, instead of his, to field it and reply to you.

      Shri Rama certainly did not start self-lessness, family values or sexual morality. He provided a good and great example or ideal in support of those most important ethical virtues. The interesting story written by Valmiki could easily propagate the story, so that those virtues became the Aadarsh (desirable Values) for all. So Rama became an ideal hero to be followed and Ethics got a big boost among the people.

      I request you to write to me personally (or call), if you wish for a more detailed explanation and quote from my book. Here, we have limitations and my entire chapter on Ethics cannot be quoted. Knowing you well by now, I am sure you will like that chapter. Thanks. — Subodh Shah —

      Like

      1. શ્રી સુબોધભાઈ બીજા દસ પ્રશ્નોના જવાબ આપ્યા નહિ…હહાહાહા કલ્ચર કેન કિલ મારી પાસે છે જ. મેં વાંચેલા બેસ્ટ પુસ્તકોમાનું એક..એથીક્સ, વેલ્યુ, વર્ચ્યુ, પણ કયા? આ ગ્રેટ એક્ઝામ્પ્લનાં એથીક્સ કે આદર્શો વડે ઘડાયેલા કલ્ચરે તો આ દેશને કિલ કર્યો છે. મારા બાકીના દસ સવાલોના જવાબ ફક્ત ‘હા’ કે ‘નાં’ માં આપશો તો પણ ચાલશે..

        Like

  39. Dear Bhupendrabhai,
    Values can be good or bad. I consider Love for family and support for the institution of Marriage as good values and virtues. Ram exemplified these two, except for one of his biggest mistakes in life.

    Values that proved harmful to our society (listed and discussed in my book) are these : The other world considered more important than this world; A surfeit of spirituality; Glorification of gurus and poverty; Women considered inferior; Caste system or Varnashram; Discouragement given to originality and creativity; and many more — you know them well.

    Ravan may or may not be “civilized”— nobody really knows, because it is a pre-historic epical story, most of it fiction. Even if Valmiki or somebody else calls him civilized, his was a different kind of civilization (Pre-Aryan) that used to practise polygamy and kidnapping of women.

    As you say, genes are selfish and eager to multiply. But a society based on such (may be, natural) instincts alone, will not survive for long or advance in civilization, without good ethics. Ethics is co-operation for mutual benefit among groups of people. I am sure you will agree that Ram’s persona, for all his mistakes, was better than Ravan, more virtuous, more ethical and hence more “civilized” in those ancient societies.
    Thanks for your perceptive questions and deep interest. —Subodh Shah —

    Like

  40. War heroes are worshiped world over. India is no exception. I believe Ram and almost all Hindu Gods and Goddesses are war heroes. Isn’t it true that Ram is worshiped more for his victories than any of his virtues?

    Bramha, (one of the main three) is the only one who did not win any war (kill anyone) to my knowledge. May be that is why he is not really worshiped. As I know there are only two temples for him in whole India, one being in Gujarat. No day is celebrated on his account either.

    Like

  41. શ્રી મૂરજીભાઈ
    યુદ્ધનાયકો હંમેશાં પૂજનીય રહ્યા છે અને મોટા ભાગે વિજેતાઓની કથાઓ ટકી રહે છે, પરંતુ એનું કારણ પરાજિતોનો આખો વર્ગ કે આખી જાતિનો નાશ થઈ જતો હોય તે છે. સમૂળો નાશ ન થાય તો પરાજિત યોદ્ધાઓ પણ જનમાનસમાં જીવંત રહે છે. મહારાણા પ્રતાપ એનું ઉદાહરણ છે. પરાજય પછી પણ એ આપણી સામૂહિક સ્મૃતિમાં અપરાજેય છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના ગોંડ આદિવાસીઓમાં આજે પણ રાવણ નામ રખાય છે. રાવણ પૂજનીય છે અને દરેક સ્ત્રી એની સમે લાજ કાઢે છે!

    બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ત્રિપુટિમાંથી બ્રહ્મા વ્યવહારમામ લુપ્ત થયા હોવા છતાં આપણી સામૂહિક સ્મૃતિમાંથી લુપ્ત નથી થયા.બીજી રીતે જોઈએ તો વ્યવહારમાં તો માત્ર શિવ જેવા હતા તેવા ટકી રહ્યા છે. વિષ્ણુનું સ્થાન એમના અવતારો રામ અને કૃષ્ણે લઈ લીધું છે.દશાવતારમાં પણ રામ અને કૃષ્ણનો મહિમા સૌથી વધારે છે.

    શ્રી સુબોધભાઈ,
    I am sure you will agree that Ram’s persona, for all his mistakes, was better than Ravan, more virtuous, more ethical and hence more “civilized” in those ancient societies.

    આમાં તમે જજમેન્ટ પર પહોંચો છો અને એનો આધાર તો તમને જે કથા મળી છે તે જ કે નહીં? સારા-ખરાબના નિર્ણયમાં પ્રવર્તમાન સમાજનાં મૂલ્યોનો પણ પ્રભાવ પડતો હોય છે.

    Like

    1. મૂલ્યોનું સ્થાપન વ્યવહાર પરથી જ થાય ઉપદેશ પરથી નહીં. રામ, કૃષ્ણ, ગાંધી, વિવેકાનંદ કે રામકૃષ્ણ જન માનસમાં આદર પામ્યાં તેનું કારણ તેમનો વ્યવહાર છે. તેમનો ઉપદેશ લોકો એટલે ગ્રહણ કરે છે કે તેમણ જે કહ્યું તે કર્યું.

      રામે મૂલ્યોનું સ્થાપન કર્યું જ છે. તાડકા જેવી રાક્ષસી, શુર્પણખા જેવી સ્વૈર વિહારી સ્ત્રી બધાની બુદ્ધિ તેમણે ઠેકાણે આણી છે. ભાઈની પત્નીને ઉપાડી જનાર વાલીને તેમણે છળ કપટ કરીને ય હણ્યો છે. રાવણને તેના અયોગ્ય કૃત્ય બદલ મૃત્યુદંડ આપીને યોગ્ય વીભીષણને ગાદીએ બેસાડ્યો છે. વાલીના પુત્ર અંગદને તેના પીતાનું રાજ્ય સોપ્યું છે. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરનાર કર્તવ્યપરાયણ પુત્રની ભુમિકા યે યથાર્થ નીભાવી છે. રહ્યો પ્રશ્ન સીતાને ગર્ભવતી હોય ત્યારે વનમાં મોકલવાનો. તેવે વખતે તેણ રાજ્ય ધર્મ અને પતિધર્મ તે બેમાં સ્વાર્થ ત્યાગ કરીને રાજ્ય ધર્મ નીભાવ્યો છે. ટીકા કરનાર એક માત્ર ધોબી નહોતો. આખું ગામ છાને ખુણે ટીકા કરતું જ હતું કે આવો તે કેવો રાજા કે જેની પત્નિને કોઈ ઉપાડી જાય તે પછી તે આપણી મહારાણી બને? કાં તો રામે રાજ્યનો ત્યાગ કરવો પડે અને કાં તો સીતાનો. રાજ્ય કરવાનોયે તેને કોઈ મોહ નહોતો. આદર્શની સ્થાપના કાઈ વાતોના વડાથી નથી થતી જાતે હ્રદય પર બોજા સહન કરી કરીને આદર્શ સ્થપાયા છે.

      વિકસીત દેશોના પૂર્વ પ્રમુખોની કામલીલામાંથી તેમના નાગરીકો એવા જ બોધપાઠ ગ્રહણ કરે છે. આપણાં મંત્રીઓ અત્યારે સંસદમાં કે રાજ્યસભામાં બેસીને સેક્સ ક્લીપિંગો જોયા કરે છે તે પ્રજાને શું આદર્શો આપવાના હતા?

      કૃષ્ણે, ગાંધીએ કે રામકૃષ્ણે કે અન્ય કોઈ મહાપુરુષે ઓછું સહન નથી કર્યું.

      રાવણ પાસે મંદોદરી જેવી સુલક્ષણી પત્નિ હતી છતાં તેણે સીતાને ઉપાડી જવાની ધૃષ્ટતા કરવાની કોઈ આવશ્યકતા નહોતી.

      બાકી ઠાલા ઉપદેશો આપનારા કહેવાતા ધર્મગુરુઓ કરતાં આ મહાપુરુષો અનેક ગણાં વધારે આદર્શરુપ છે.

      Like

  42. રામ એવો આદર્શ સ્થાપી શક્યા હોત, ધોબીને કે એમની પ્રજાને ઠપકો આપી કે ભાઈ સીતાનો કોઈ વાંક નથી એની અગ્નિ પરિક્ષા લઇ ચુક્યો છું. જેનો વાંક હતો તે રાવણને સજા આપી ચુક્યો છું. પણ આ તો તાલીબાની માનસિકતા થઇ કે રેપ કરનારને જવા દે અને વિકટીમ બાળાને કોરડા મારે. હમણા એક બળાત્કારનો ભોગ બનેલી નાની બાળકીને ફટકા મારતો ફોટો જોઈ હૃદય મારું દ્રવી ઉઠ્યું.. અહી કોમેન્ટસમાં પણ એવી માનસિકતા દેખાય છે. આવો તે કેવો રાજા કે જેની પત્નિને કોઈ ઉપાડી જાય તે પછી તે આપણી મહારાણી બને? હહાહાહાહાહા રામે મુકેલા આદર્શો હજુ મનમાંથી ખસતા નથી…મુરજી ભાઈની વાત સાચી છે જીતેલા બધે પૂજાય છે. ભીષ્મે પણ અપહરણ કર્યા હતા. અંબા એમાં બળી મરી.. ભીષ્મ જ્યાં પૂજાય છે ત્યાં રાવણનાં પુતળા બળાય છે. દંભ અહી ભારતમાં હંમેશા પળાય છે…મનફાવે તેવા આદર્શોની હોળી અહી રમાય છે…

    Like

  43. Dear Bhupendrabhai,
    I stick with what I wrote earlier above: “Values can be good or bad. I consider Love for family and support for the institution of Marriage as good values and virtues. Ram exemplified these two, except for one of his biggest mistakes in life.”

    I chose to clarify this earlier only because you referred to my book. But this topic (Ramayan) does not belong to the subject of the original article we are discussing. So I request the permission of all to retire from this page after this (my last) comment here, though I shall enjoy discussing it privately with anyone. Thanks.

    Like

  44. દરેકની કોમેન્ટ્સમાં વિષયાંતર થયેલું જ છે. કોઈ વિષયને ટકીને કોમેન્ટ કરતુ નથી. મેં પહેલા જ લખેલું કે વિષયાંતરની શરૂઆત મેં નથી કરી. એક કોમેન્ટમાં અસ્પૃશ્યતાની વાતો પણ વાંચી હતી. અમુક વિદ્વાન મિત્રો ક્યારેય મારી કોમેન્ટ્સનો જવાબ આપતા નથી આ માનસિક અસ્પૃશ્યતાનો કોઈ ઉપાય ખરો? હહાહાહાહાહાહાહા

    Like

    1. મારા જેવા વિદ્વાન તમારા ચાબખાથી ડરતા હોય છે!

      આટલી મશ્કરી પછી – કોઈ પણ વિષયની ચર્ચાને ચુસ્તપણે બાંધીને રાખી ન શકાય. વાતમાંથી વાત નીકળતી જાય એવું બને. મૂળ વાત એ કે તદ્દન નવી દિશામાં ચર્ચાને લઈ જવાતી હોય છે. રામે સીતાને વનવાસ આપવા કરતાં શું કરવું જોઇતું હતું તે બાબતમાં સૌ કદાચ તમારી જેમ જ વિચારતા હશે. વાત એ છે કે કોઈ વ્યક્તિના આદર્શો બહુ ભારે લાગતા હોય તો આપણે સહેલો રસ્તો લઈએ છીએ -એને ભગવાન બનાવી દઈએ! બસ, પછી આદર્શની વાત આવે તો કહી દઈએ કે “રામ તો ભગવાન હતા…આપણે તો સામાન્ય માણસ છીએ!” આમ કોઈને ભગવાન બનાવી દઈને એમણે આપેલા આદર્શોમાંથી બચી જઈએ છીએ. નહિતર તો સવાલ આવે કે “રામ પણ માણસ હતા, એ જો કરી શકે તો હું કેમ ન કરી શકું?” બસ. આમાંથી બચી જઈએ છીએ.

      તે સિવાય મૂલ્યો પણ કાલબદ્ધ હોય છે. અમુક સમયમાં જે સાચું લાગે તે બીજા સમયમાં ખોટું લાગે. મેં શ્રી સુબોધભાઈને સંબોધીને કહ્યું જ છે કે સારાનરસાના નિર્ણય ઉપર પ્રવર્તમાન સામાજિક ચિંતનની અસર તો પડે જ છે.

      હવે રામના બચાવમાં એક વાત – આધુનિક દાખલા સાથે.

      નેલસન મંડેલા ૨૭ વર્ષ જેલમાં રહ્યા. વિની મંડેલા એમનાં પત્ની. એમની સામે આફ્રિકન નૅશનલ કોંમ્ગ્રેસના જ કાર્યકરો પર દમન ગુજારીને મોત નિપજાવવાનો આરોપ હતો. મંડેલા જેવા આદર્શ પુરુષે. એમનો બચાવ ન કર્યો. વિનીને સજા થઈ. નેલસન મંડેલા રાષ્ટ્રપતિ બન્યા. વિનીને છૂટાછેડા આપ્યા અને જુલિયસ ન્યેરેરેની વિધવાને પરણ્યા. એમની કોઈએ ટીકા નથી કરી. પાંચસો વર્ષ પછી કદાચ ટીકા થાય પણ ખરી. રામના વખતમાં પણ એમના કૃત્યને યોગ્ય માનનારો વિશાળ વર્ગ હોવો જોઇએ. આથી જ કહું છું કે મૂલ્યો કાલબદ્ધ હોય છે.

      નેલસન મંડેલાએ આમ શા માટે કર્યું? અંગત જીવન કરતાં સામાજિક જીવનની શુદ્ધિ આવશ્યક છે. આ બનાવ બન્યો તે પછી હું રામે જે કર્યું તેને જુદી રીતે મૂલવતો થઈ ગયો. એમની પાસે બીજો વિકલ્પ હતો એમ તો હું પણ માનું છું. પરંતુ હવે વિચારું છું કે રામે જરા પણ દુઃખ નહીં અનુભવ્યું હોય? Caesar’s wife should be above suspicion.એટલે રામના માનસિક દ્વન્દ્વનો પણ વિચાર કરીને હું એમની સાંગોપાંગ ટીકા કરવા તૈયાર નથી.

      હવે ઉપાડો ચાબખો!

      Like

  45. In one of my article, I had said that Ravan kidnapping Sita was a personal matter between Ram and Ravan. It could have been resolved by a dual between them. That was a normal practice of the time. In fact it ends up that way anyway as Ravan could not be killed by anyone except Ram. Ram knew all this. Then why sacrifice all those soldiers on both sides? Isn’t this a lot bigger issue than abandoning wife?

    Like

  46. અાઇન્સ્ટાઇન સાપેક્ષવાદના અસામાન્ય સિદ્ધાંતથી સને ૧૯૦૫માં જગતભરમાં જાણીતા થયા. તેમણે અવકાશ-સમય-સતતતાવાદ દ્વારા નવી રીતે ગતિવિજ્ઞાનનીરચના કરી.અને સને ૧૯૧૬માં સાપેક્ષવાદનું બીજું સોપાન સર કર્યું.એ દ્વારા બુધના ગ્રહનું લંબગોળાકાર પરિવર્તન સમજાવ્યું.(ભારતીય જ્યોતિષો બુધની ગતિ પંચાંગમાં ગતિ મૂકે છે તે ગતિ કોઇ સમજાવી શક્યું ન હતું તે સહેજ)પરમાણુ, જે તરંગલંબાઇનો પ્રકાશ અાપે છે તેના પર પણ ગુરુત્વાકર્ષણની અસર થાય છે.( E=MC2) જ્યાં E=Energy, Mass=પદાર્થ , C= પ્રકાશની ગતિ જે સેકંડની ૧,૮૬,૦૦૦ માઇલ છે.અાની સાબિતિ મળી સને ૧૯૧૯માં. દૂરના તારામાંથી અાવતો પ્રકાશ જ્યારે સૂર્યના ગુરુત્વાકર્ષમાથી પસાર થાય ત્યારે એ કિરણો વાકાં વળે છે.એડિન્ટન એના સાથીઓ ૧૯૧૯ના સૂર્ય ગ્રહણ વેળા કેપ ઓફ ગુડ હોપ અાગળથી મોટા દૂરબીનથી નિહાળ્યું કે દૂરના તારા પોતાની દૃશ્ય જગ્યાએથી
    ખસેલા માલુમ પડ્યા.
    ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમ પ્રમાણે પ્રકાશના કિરણની ગતિ સેકંડની ૨,૦૦,૦૦૦ કિલોમિટરની / સેકંડની ૧,૮૬,૦૦૦ માઇલની છે.પણ ૧૯૬૪માં ફ્રેચ વિજ્ઞાની અને ભારતીય વિજ્ઞાનીએ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમમાં સુધારો દર્શાવ્યો કે અાપણા સૂર્યમંડળના ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં લેતા એ ગતિ બરાબર છે પણ અવકાશમાં બીજા સૂર્યમંડળમાં જ્યાં ગુરુત્વાકર્ષણ અોછું હોય તો પ્રકાશના કિરણની ગતિ વધારે પણ હોય શકે તેજ પ્રમાણે ઊલટું વિચારીએ તો જ્યાં ગુરુત્વાકર્ષણ વધારે હોય તો પ્રકાશના કિરણની ગતિ ઓછી
    પણ હોય શકે.એટલે ૧,૮૬,૦૦૦ માઇલ કરતા ગતિ વધુ કે ઓછી પ્રાપ્ત થવાનો પૂરેપરૂ સંભવ છે.
    અને છેલ્લે અાઇન્સ્ટાઇના સાપેક્ષવાદને ખોટો પાડવા હિટલરે સો વિજ્ઞાની રોક્યા હતા પણ પરિણામ શૂનયમાં અાવ્યું ત્યારે અાઇન્સ્ટાઇને માત્ર એટલું જ કહેલું કે મારો સાપેક્ષવાદ ખોટો હોત તો એકજ વિજ્ઞાની
    પૂરતો થઇ પડત.

    Like

  47. રામનો સીતા ત્યાગ અને માંડેલાએ વીનીને આપેલા છૂટાછેડા વચ્ચે સરખામણી કરી તમે સીતાજીનું અપમાન કરી રહ્યા છો. વીનીના જુલમ જગજાહેર હતા. સીતાજીએ એવા જુલમ કર્યા હોય તો બતાવો. સીતાજી તો પોતે જ વિકટીમ હતા. સીતાજીનો એક જ ગુણો હતો તેણે રામને ભરપુર પ્રેમ કર્યો. એના બાળકોને પેટમાં પાળ્યા..વીની તો સ્વછંદ હતી. સીતાજીની જગ્યાએ વીની હોત તો ક્યારની રાવણની પથારી ભેગી થઇ ગઈ હોત. આવી સરખામણી નો થાય. માંડેલાએ એક વિધવા સાથે પરણીને બહુ મોટો દાખલો બેસાડ્યો છે. રામે એક સધવાને અકાળે વિધવા બનાવી દીધી હતી.

    Like

Leave a comment