-દીનેશ પાંચાલ
એક ગામમાં આસ્તીકો અને નાસ્તીકો વચ્ચે ઈશ્વરના અસ્તીત્વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્તીકો અને નાસ્તીકો સૌ ત્યાં દોડી ગયા. સૌએ ધક્કા મારી ગાડું બહાર કાઢ્યું. કુંભારનાં બધાં જ માટલાં ભાંગી ગયાં હતાં. નુકસાન જોઈ કુંભારની આંખમાં આસું આવી ગયાં. આસ્તીકો અને નાસ્તીકોએ થોડા થોડા પૈસાનો ફાળો એકત્ર કરી નુકસાન ભરપાઈ કરી આપ્યું.
કુંભારે સૌનો આભાર માની જીજ્ઞાસાવશ પુછ્યું, ‘તમે સૌ અહીં શા માટે ભેગા થયા છો?’ બધાએ જવાબ આપ્યો, ‘અમે ઈશ્વર છે કે નહીં તે નક્કી કરવા અહીં ભેગા થયા છીએ.’ કુંભારે પુછ્યું, ‘પછી શું થયું ? કોઈ નીવેડો આવ્યો ?’ જવાબ મળ્યો, ‘ના…ચર્ચા હજી ચાલુ છે.’ કુંભારે જરા સંકોચ સાથે કહ્યું, ‘તમે બધા વીદ્વાનો છો. હું તો બહુ નાનો માણસ છું. મને એક પ્રશ્નનો જવાબ આપો,’ કહી કુંભારે આસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે મારી મદદે આવ્યા, તે શું વીચારીને આવ્યા ?’ આસ્તીકોએ કહ્યું, ‘અમે એવો વીચાર ર્ક્યો કે મુશ્કેલીમાં આવી પડેલા માણસને મદદ નહીં કરીએ તો એક દીવસ ભગવાનના દરબારમાં હાજર થવાનું છે ત્યાં શો જવાબ દઈશું ?’
કુંભારે નાસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે તો ભગવાનમાં નથી માનતા ! તમે કેમ મારી મદદે આવ્યા ?’ નાસ્તીકોએ કહ્યું, ‘અમે માનીએ છીએ કે માણસ જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે આકાશમાંથી કોઈ ભગવાન તો મદદ કરવા આવવાનો નથી ! માનવતાને નાતે માણસે જ માણસને મદદ કરવી જોઈએ !’ કુંભારે આગળ કહ્યું, ‘તમે તમારી ચર્ચા અટકાવી મારી મદદે દોડી આવ્યા, મને આર્થીક મદદ પણ કરી, હું માનું છું કે મારે માટે તો તમે જ મારા ભગવાન છો. આવું માનવતાનું કામ કર્યા પછી તમે ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારો કે નકારો, કોઈ જ ફરક પડતો નથી. ભાઈઓ, આસ્તીક છે તેમણે ભગવાનને નજરમાં રાખીને માનવતાનાં કામો કરવાં અને નાસ્તીક છે તેમણે ભગવાન નથી, તેથી આ તો આપણી જ ફરજ છે એમ સમજી માનવતાનાં કામો કરવાં જોઈએ !’ કહી કુંભાર તો રસ્તે પડ્યો..
કુંભારની વાત પેલા આસ્તીકો અને નાસ્તીકો સમજ્યા કે નહીં તેની જાણ નથી; પણ આપણને એક વાત સમજાય છે. ઈશ્વર છે કે નહીં તેની ચીંતા કર્યા વીના માણસે દુનીયામાં ભલાઈનાં કામો કરતા રહેવું જોઈએ. ભગવાન હશે તોય તેમને એવા જ આસ્તીકો ગમશે જે માણસના ઘોંચમાં પડેલા ગાલ્લાને ધક્કો મારી બહાર કાઢી આપે અને નાસ્તીકો માટે તો તેને કોઈ ફરીયાદ જ ન રહે જો તેઓ લોકોનાં ડુબતાં વહાણ તારશે, દુખીઓનાં આંસુ લુછશે. આસ્તીકતા કે નાસ્તીકતા કરતાં માનવતા મહાન છે. માનવતા જ સાચી પ્રભુતા છે. દરેક માનવીને પેલા કુંભાર જેટલી સમજ મળી જાય તો..!
-દીનેશ પાંચાલ
લેખકના બહુ ચર્ચીત પુસ્તક ‘બોલો, ઈશ્વર છે કે નહીં ?’માંથી લેખકશ્રીના અને પ્રકાશક (ગુર્જર ગ્રંથરત્ન, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 પૃષ્ઠ : 200, મુલ્ય: રુપીયા 90/-) ના સૌજન્યથી સાભાર…
સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત ફોન: (02637) 242 098 સેલફોન: 94281 60508
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel Co-op. Housing Society, (Krishna Apparments, B Wing), Opp. Ayyappa Temple, Samata Nagar, Sectore: 12 E, BONKODE VILLAGE, Navi Mumbai – 400 7009 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ– 24–05–2013
ખૂબ સરસ વાત. એકબીજાને નકાર્યા વીના માનવી, માનવી બની રહે અને માન્યતાનું ખંડન કરવામાં શક્તિનો વ્યય કરવાને બદલે પરસ્પર મદદરૂપ બની રહે એનાથી ઉત્તમ શું હોઈ શકે? ધન્યવાદ.
LikeLike
કુંભારે નાસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે તો ભગવાનમાં નથી માનતા ! તમે કેમ મારી મદદે આવ્યા ?’ નાસ્તીકોએ કહ્યું, ‘અમે માનીએ છીએ કે માણસ જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે આકાશમાંથી કોઈ ભગવાન તો મદદ કરવા આવવાનો નથી ! માનવતાને નાતે માણસે જ માણસને મદદ કરવી જોઈએ !’ કુંભારે આગળ કહ્યું, ‘તમે તમારી ચર્ચા અટકાવી મારી મદદે દોડી આવ્યા, મને આર્થીક મદદ પણ કરી, હું માનું છું કે મારે માટે તો તમે જ મારા ભગવાન છો. આવું માનવતાનું કામ કર્યા પછી તમે ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારો કે નકારો, કોઈ જ ફરક પડતો નથી. ભાઈઓ, આસ્તીક છે તેમણે ભગવાનને નજરમાં રાખીને માનવતાનાં કામો કરવાં અને નાસ્તીક છે તેમણે ભગવાન નથી, તેથી આ તો આપણી જ ફરજ છે એમ સમજી માનવતાનાં કામો કરવાં જોઈએ !’ કહી કુંભાર તો રસ્તે પડ્યો..
Govindbhai,
I think this is the MOST IMPORTANT Post on your Blog.
Here the MESSAGE is we , as Humans MUST remove ALL LABELS ( Rationalist or Non Rationalist…OR ASHTIK/NASTIK )and just be the REAL HUMANS.Humanity is within all…A Ratinalist is drawn towards that VIRTUE by “helping others in the need” and the DHARMAVADI is drawn to the person in need by his DUTY as desired by God. Without boasting of ONE PATH is superior to other, let us all “be Humans first ”
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting all to my Blog Chandrapukar !
LikeLike
very good Comment
LikeLike
Very nice article. Congratulations.
May I add something?
While driving at midnight in no traffic, when there is no fear from a policeman catching me, why do I stop at a red traffic light?
My answer is this : Because God or no God, Ethics and Morality are more important to me than religion or spirituality. Virtue must not be based on fear of God or police.
What do our other friends think? —Subodh Shah —
LikeLike
ખુબજ સુંદર !!
માનવી માનવી થાય તે જ ઘણું !
આભાર .
LikeLike
Dear Govindbhai:
Excellent post! Very valid point by Shri Dineshbhai.
Having said that, I would respectfully point out that athiesm and humanism are related but different issues. One is a simple debate about god’s existance, while the other one is the moral code by which one lives. Just as one would find humanists that are thiest and athiest, one also may find uncaring, immoral people among both thiests and athiests.
I guess I’m making the same point as Shri Subodhbhai in the comment above, and to a certain extent, as Shri Dineshbhai. As long as one is moral, ethical, humanist, what does it matter whether one believes in a god or not?
By the way, the Dalai Lama has been saying somewhat similar things for many years now, and very interestingly, the new pope Francis just this week made a comment that athiests should be considered good people if they do good deeds – this is a radical departure from the previous popes who vehemently denounced all non-catholics, and especially athiests. Not that athiests needed an approval from the pope, but it is interesting to see such positive sentiments from the conservative religious camp.
Sincerely,
A. Dave
LikeLike
પ્રીય ભાઈ,
તમારો ફોટો જરા જુદી રીતે કોમ્પોઝ કર્યો હોય તો વધારે સોબર લાગે એવું મારું
માનવું છે. ક્રોપ કર્યા વગરનો આખો ફોટો મને મોકલશો તો મારી રીતે કોમ્પોઝ કરીશ.
ઠીક લાગે તો વાપરશો નહીતર ડીલીટ કરી નાખજો. અવીનય લાગે તો માફ કરશો.
LikeLike
‘અહમ’ નો ઝગડો છે, બાકી આસ્તિક-નાસ્તિક માનવો જ છે.
ખુબ સરસ લેખ !
LikeLike
કુંભારે ભગવાન કહ્યા પછી આસ્તીકોએ હાટડી માંડી અને રુપીયા ભેગા કરવા લાગ્યા અને બીજા કુંભારની રાહમાં આસ્તીકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.
ખાડો કે ગટર હજી પણ કુંભારના ગાડાની રાહ જોઈ રહ્યા છે…
LikeLike
good comment
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
તમારા બ્લૉગ પર હંમેશાં સારા લેખો આવે છે. ચર્ચાઓ પણ સારી થાય છે. આવા ઉત્તમ દસ લેખો દરેક વર્ષમાંથી પસંદ કરવાના હોય તો ૨૦૧૩ના વર્ષના દસ લેખોમાં આ લેખને સ્થાન ન મળે તો નવાઈ.
તે ઉપરાંત, શ્રેષ્ઠ અને સચોટ પ્રતિભાવ કોઈનો હોય તો શ્રી વી. કે. વોરા સાહેબનો! એમણે કહ્યું છે કે “ખાડો કે ગટર હજી પણ કુંભારના ગાડાની રાહ જોઈ રહ્યા છે”
આસ્તિકો અને નાસ્તિકોની ખરી નૈતિકતા કે માનવવાદ તો રસ્તો રિપેર કરવામાં છે!
ઓછામાં ઓછા શબ્દોમાં આવી સચોટ કૉમેન્ટ પણ ભાગ્યે જ જવા મળે છે.
શ્રી દિનેશભાઈ અને શ્રી વોરાસાહેબનો આભાર.
LikeLike
દરેકને કુંભાર જેવી સમજ મળે તો સારુ. તટસ્ત બુદ્ધિ હોવાને લીધે દીનેશભાઈ આવો લેખ લખી શક્યાં.
ધારોકે ક્રીશ્ચ્યન હોય તો તેમ લખે કે કુંભારે હનુમાનજીને બોલાવ્યા, હનુમાનજી ન આવ્યાં પછી કુંભારે ઈસુ ખ્રીસ્તને બોલાવ્યા એટલે બધા ક્રીશ્ચ્યનો તે પોકાર સાંભળીને કુંભારની મદદે આવ્યાં.
હિંદુ હોય તો વળી તેમ લખે કે કુંભારે હનુમાનજીને પ્રાર્થના કરી. એક શેઠ ઉંઘમાંથી દોડતા દોડતા આવ્યા અને મને કહ્યું કે ઉઠ મારો ભક્ત સંકટમાં છે. એટલે હું દોડીને અહીં આવ્યો અને હવે હું તમને અને તમારા ગાડાને મારા માણસોની મદદથી ખાડામાંથી બહાર કાઢીશ અને તમને નવા માટલા અપાવીશ.
ધારોકે એકલા નાસ્તિકો બેઠા હોય તો બધી મદદ કર્યા પછી કહે કે જો ભાઈ માણસ જ મહાન છે ભગવાન બગવાન બધું ભુલી જાજે.
ધારોકે એકલા આસ્તિકો બેઠા હોત તો કહેત કે અમારા હ્રદયમાં બેઠેલા ઈશ્વરે અમને પ્રેરણા કરી એટલે તારી મદદે દોડી આવ્યાં હંમેશા પ્રભુને સ્મરતો રહેજે.
માણસની અંદર માનવતા છે એટલે કોઈ પણ નામે સહાય કરે છે અને પછી જેવી માન્યતા હોય તેવી માન્યતા બીજા પર થોપવા પ્રયાસ કરે છે.
અરે ભાઈ, કોઈને સહાય કરવી છે તો સહાય કરો, ભુલી જાવ અને ચાલતી પકડો પણ એમ થઈ ન શકે કારણકે માણસ એટલે માન્યતાઓનું પોટલું અને પોતાની માન્યતાઓના પોટલા ખોલીને થોડીક માન્યતાઓ તે જ્યાં સુધી વહેંચે નહીં ત્યાં સુધી તેને સખ નથી થતું.
LikeLike
સુન્દર અને સચોટ પરિણામ લક્ષિ વિચાર મંથન…!
LikeLike
કોણ આસ્તીક અને કોણ નાસ્તીક? આનો જવાબ નીચેના ઉદાહરણથી કદાચ મળી શકે:
આસ્તીકોના એક મંદીર / મસ્જીદ ની સામે નાસ્તીકોનું એક જુગારખાનુ / શરાબખાનુ ખુલેલ. આસ્તીકોએ જુગારખાનુ / શરાબખાનુ નષ્ટ થઈ જય એવી પ્રાર્થના કરી.
સંજોગવશાત વાવાઝોડામાં જુગારખાનુ / શરાબખાનુ નષ્ટ થઈ ગયું. તેમણે અદાલતમાં કેસ કરેલ કે આસ્તીકોની પ્રાર્થના થકી તેમનું જુગારખાનુ / શરાબખાનુ નષ્ટ થયેલ. આસ્તીકોએ અદાલતમાં ઈન્કાર કરેલ કે આ તેમની પ્રાર્થના થકી નથી થયેલ. ન્યાયાધીશ માટે અ જબરી કસોટી હતી કે “આસ્તીકો ઈશ્વર “ને” માને છે પરંતુ ઈશ્વર “ની” કાર્યશક્તિને નથી મનતા. નાસ્તીકો ઈશ્વર “ને” નથી માનતા પરંતુ ઈશ્વર “ની” કાર્યશક્તિને માને છે.”
હવે તમે વાંચકો જ ન્યાયાધીશ બનીને આ કેસનો ફેસલો કરો કે ખરી રીતે કોણ આસ્તીક અને કોણ નાસ્તીક?
કાસીમ અબ્બાસ
કેનેડા
કાસીમ અબ્બાસ
કેનેડા
LikeLike
ખુબ સરસ સમજવા જેવી વાર્તા હતી .
માનવતા એજ ઉત્તમ છે .તમે પરમેશ્વરના અસ્તિત્વને માનો કે ન માનો
LikeLike
મિત્રો,
મનની આંખો ખોલનાર લેખ.
દિનેશભાઇએ દરેક વાચકને સવાલ રુપે આ લેખ લખ્યો છે. પોતાની જાતને જોખવા પ્રેર્યા છે.
આ સવાલનો જવાબ આપતાં પહેલાં મારે બન્ને શબ્દોના સંપૂર્ણ અથ્રો સમજવા રહ્યા. મારી જાતને સમજીને મારે મારી જાતને ક્યા શબ્દના માળખામાં બંઘબેસતી કરવી એ હું જ સમજુ.
કુંભાર, આસ્તિકો, નાસ્તિકોનો દાખલો લઇને મારે મારી જાતને સમજવી રહી. એક શુક્ષ્મ ભેદરેખા આ બે શબ્દો વચ્ચે હોય છે જે તે સમયના પ્રવર્તમાન સંજોગો અનુસાર, બન્ને, આસ્તિકો અને નાસ્તિકોના હ્રદયમાં તેમનાં જન્મની સાથે જ જન્મેલા, સુપ્ત, માનવતાના ગુણને પ્રાઘાન્ય આપીને જગાડે છે. આમ આસ્તિકતા કે નાસ્તિકતાને ભૂલીને પેલી સુક્ષ્મ ભેદરેખાને પાર કરીને જોઇતાં કર્મો કરવાં પ્રેરાય છે.
આમ આસ્તિકો અને નાસ્તિકો બન્નેએ પોતપોતાના વિચારોને કુંભારના ચાકડે ચઢાવ્યા.
માનવતા એજ સૌથી મોટો માનવઘર્મ છે ની સમજ સુપ્ત મગજને થઇ.અને તે હ્રદયની આજ્ઞાને અનુસરીને કુંભારની મદદે ગયું.
ભગવાન………..
” છે ” કે ” નહી ” ના ચક્કરમાં ચક્રમ બનવાં કરતાં જે ” હજરાજૂર ” છે તેને માનો અને વર્તો તે માનવતા…….. એક વસ્તુ જે હાથમાં છે તેજ સાથમાં છે………જેને માટે સવાલ છે…ચર્ચા છે, જેને કોઇએ જોયો નથી, પ્રેક્ટીકલી સાબિતિથી અનુભવ્યો નથી, તેને માટેની ચર્ચા માટે કહી શકાય કે………
(1) A mature person is one who does not think only in ABSOLUTE….
And…..
સનાતન સત્ય તેમાં રહેલું છે કે , ” છે ‘ અને ” નથી ‘ની અંત વગરની ચર્ચાને અનંત બનાવનારા………………….. આ વાક્ય અનુરુપ થાય છે…………….
” Arguing with a fool only proves that there are two.”
આજ કી તાજા ખબર…………….
અમદાવાદમાં ગયે અઠવાડીયે ઊંઘાં પડેલાં દૂઘનાં ખટારામાંથી દૂઘની થેલીઓની લૂટ ચલાવાઇ………………………….
કુંભારનું ગાડુ પલટી ખાઇ ગયેલું……દૂઘનો ખટારો પલટી ખાઇ ગયેલો………….કુંભારને માનવતાનાં દર્શન થયાં અને દૂઘનાં ખટારાંવાળાને દાનવતાનાં……………….
સૌથી અગત્યની વાત…………….
ચાલો આપણે સૌ આસ્તિક કે નાસ્તિકની વ્યાખ્યા સમજવાં કરતાં અને મૂર્ખ તરીકે પોતાની જાતને સાબિત કરવાં કરતાં, માનવતા અને દાનવતા જેવાં આપણાં કર્મો અને ઘર્મોનો વિચાર કરીયે…….અને જે માનવતા ભરેલું છે તેને…….અમલમાં મુકીયે……………
અમ્રત હઝારી.
ઇઝલીન, ન્યુ જર્શી, અમેરીકા.
મન અચાનક જાગી જાય છે. કોઇ પણ માન્યતા તેને રોકી શકવાને સફળ થશે નહીં.
LikeLike
વઘુ લખવાંની જીદ ચઢી છે…….
૧. આસ્તિકો ભગવાનની હસ્તિને માને છે…..હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તિ, અને બીજા ઘર્મો પોતપોતાના
દેવને માને છે. કોઇક સુપ્રીમને માને છે કે જે જરુરતે મદદમાં આવે છે…પોતે કે પછી કોઇ બીજા
સ્વરુપે…..
૨. ઘારોકે કુંભારની મદદમાં બઘા જ ઘર્મોના અનુયાયી હાજર હોત, તો કદાચ ઘર્મયુઘ્ઘ પણ થવાની શક્યતા ઊભી થઇ શકતે…..વિચારવા જેવો વિષય બની રહ્યો હોત. કોનો ભગવાન કે સુપ્રીમ ????????????????????????સૌથી વઘુ સારો ???????????????
૩. માટે જ આ દુનિયામાં અેક અને ફક્ત અેક જ ઘર્મ હોવો જોઇઅે અને તે…માનવ ઘર્મ…આ થતાંની સાથે જ દુનિયા પરનાં ઘણાં પ્રશ્નો હલ થઇ જાય……………..
And that is why view this quote in its right perspective….
” The real question is NOT whether life exists after death……….but………….
The real question is whether you are alive before death…….”
અમ્રત હઝારી.
LikeLike
સ્વાગત ,
જો વિવાદ ઈશ્વર ના અસ્તિત્વ વિષે હોય તો …
જીવ માત્ર વિષે વસતી ચેતના તે જ સ્વયમ ઈશ્વર ..
આ સત્ય ને સ્વીકારે જ છુટકો …
આ સમજણ આપણામાં જાણે સ્વયમ જોડે ગમે તેવું વર્તન કરવાની પ્રેરણા સિંચસે ..
આપણા વહેવાર માં શુધ્ધી આવશે અ .. પરિણામ રૂપે આપણને જીવન પોષણ નું ફળ મળશે ..
તે થાકી જે આત્મ-ગૌરવ ની અનુભૂતિ થશે ..
આ અનુભૂતિ ચેતના થાકી જ છે … માટે તેજ સ્વયં ઈશ્વર …
આ માટે વિવાદ અસ્થાને છે ..
અસ્તુ
SP
LikeLike
Thanks for a very Simple Answer to Both- The Believers and Non-Believers. Real Religion i.e. Do One’s DUTY is the Simple Religion. The Religions themselves has Created a Problem for themselves and Others. Give whatever NAME to ANY Religion. `Work is Worship’. `God Helps Those Who Help Themselves’. `Self HELP is The Best Help’. “Live and Let Live” is the Non- Violence, Let Religions Keep doing what they want to DO. Let us Educate People. Logic is The Answer. “JAY COMMON-SENSE.”
Fakirchand J. Dalal
U.S.A.
May 24, 2013.
LikeLike
Well said Amrutkaka, Humanity doesnot look at any religion, class, color or ethnicity. If we human understand others deficiency and willingly reachout to help then their is no need for different religion or class or cult.
Nice article…..
LikeLike
VERY INTRESTING .IT PROVOKES RATIONAL THINKINGS. WELL EXPLAINED WITH STORY THE TRUTH.
LikeLike
If one knows the real philosophical belief of Hinduism, then the difference between a theist and an atheist is as under:
Theist says Cosmos is living,
Atheist says No. Cosmos is non-living
Off course for other religion the since they do not believe in Adwait, this is not for them.
LikeLike
સચ્ચાઇ અને માનવતાની મહાનતાના દર્શન કરાવતા તાજો દાખલો………….
લંડનમાં ગયે અઠવાડિયે અેક સૈનિકનું રસ્તા ઉપર ઘાતકી રીતે અેક ઘર્મઝનુની રાક્ષસે ખૂન કર્યુ. ત્યાં હાજર ત્રણ સ્ત્રી તેની વહારે તરત દોડી ગઇ…આ માનવતા………….
મને યાદ છે ત્યાં સુઘી ભારતમાં લોકો આવી પરિસ્થિતિથી કેવી રીતે દૂર રહેવું તે પોતાના છોકરાંને શીખવે છે જેથી કરીને પોલીસની હાલાંકીથી દૂર રહેવાય. મફતમાં પરોજણ નોતરવી ???????? આ દાનવતા…………ઘર્મોના પુસ્તકોમાં શું લખેલું છે તે યાદ કરવાનો પેલી સ્ત્રીઅો પાસે સમય ન હતો કે પોલીસની તેમને બીક ન હતી…..ફક્ત માનવતાના ગુણો તેમનો ઘર્મ હતો……………………………..
અમ્રત હઝારી.
LikeLike
Very interesting discussion is going on, thanks to Govindbhai for providing the platform. We are making futile efforts to prove God or No God, but those who believe are not going to change and those who do not believe are also not going to change their thinking. So instead of pulling other fold into one’s fold let us continue making the world livable without much of arguments. Majority believes in God and they are not fools. This argument is going on since man started thinking and there is no end to it. So let’s not impose our thinking forcefully on others and continue doing good work
Jagdish Barot
Windsor/Canada
LikeLike
Very good Artical
LikeLike
“Oh My God-OMG!”Lots of essays written!! lLet me know myself honestly to get the real answer of all the writings on the board above.
LikeLike
સરસ પ્રસંગ કથા.
LikeLike
શ્રી દિનેશ પાંચાલના બધા લેખોમાં વાચકો માટે ઘણું સમજવાનું હોય છે . પ્રેરક હોય છે .
નાસ્તિક અને આસ્તીકનો ઝગડો સદીઓથી ચાલ્યો આવે છે , એના માટે આ લેખમાં
જે નિવેડો બતાવ્યો છે એ સારો છે . આખરે તો માનવતાના કાર્યો જ મહત્વના છે .
સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે ભગવાન મંદિરોમાં નહીં પણ ગરીબોની સેવા એ
જ ભગવાન ભજ્યા બરાબર છે .
LikeLike
દિનેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન! અમને તમારી પાસેથી જે અપેક્ષા રહે છે તે આ પ્રકારના લેખોની. આ આર્ટિકલ વાંચ્યા પછી એક જ ઉદ્ગાર નીકળી પડે. અદ્ ભૂત! કે સુપર્બ! અને તેટલું જ પૂરતું ગણાય એમ સમજું છું, ત્યાર પછી જે કંઈ લખીએ તે લખનારનું પોતાનું ડહાપણ!
LikeLike
ek vakhat me kahyu ke vaarta saras hati farithi kahu chhu ke vaartaa mjaani hati
LikeLike
સુંદર ચિનગારી ભરેલો લેખ
પ્રફુલ ઠાર
LikeLike
they was pritty awesome
LikeLike
નેટ ઉપર બ્લોગમાં જોક હતો કે નાની ભીખ મંદીરની બહાર મોટી ભીખ મંદીરની અંદર….
LikeLike
Bahuj saras…
LikeLike