ધર્મને ધર્મવાહકોએ પહેલાં સમજવાની જરુર છે

–પી. બી. ઢાકેચા

     દુનીયામાં ક્રીશ્ચયન, મુસ્લીમ, જૈન, બુદ્ધ, હીન્દુ, શીખ ધર્મ મુખ્ય ગણાય છે અને આ બધા ધર્મોના ઘણા ફીરકાઓ છે. હીન્દુ ધર્મમાં તો અનેક સમ્પ્રદાયો અને તેના ઘણા જુદા જુદા ફાંટા પડી મુળ ધર્મ હીન્દુ શું છે તેને ગુંચવી નાખ્યો છે. ધર્મ શબ્દ જ એવો છે જે માણસને શાન્તી આપે છે. ધર્મમાં ઈશ્વર, ગૉડ, અલ્લાહ, ભગવાન સમાયેલા છે. તેની પુજા, અર્ચના, નમાઝ, ભક્તી દ્વારા માણસ હળવો થાય છે. દરેક ધર્મમાં તેના ધર્મવાહકો અને અનુયાયીઓ સમાયેલા છે. જુદા જુદા ધર્મોનું હાર્દ એક જ છે જેના દ્વારા માણસ સુખ, શાન્તી મેળવી શકે પણ દુનીયામાં ધર્મોના વાહકોએ શાન્તી રહેવા દીધી છે ખરી ? ધર્મ હીંસા પર ઉતરે ખરો ? દુનીયામાં યુદ્ધો ધર્મના નામે થાય છે. ઈસ્લામ ધર્મના નામે હજુ પણ ઝઘડાઓ ચાલે છે તેમાં હણાય છે માણસો જ. શીયા, સુન્ની મુસ્લીમ ધર્મના અનુયાયીઓ છે. તેના અંદરોઅંદરના ઝઘડાઓ મટતા જ નથી ! તેમાં અલ્લાહ ખુશ હોય કે ? ઈશ્વરનું સર્જન માણસ હોય તો ઈશ્વરના નામે શા માટે સંહાર થાય છે ? એક ધર્મ બીજા ધર્મને નડે જ નહીં. ધર્મનું આ જ હાર્દ છે તો એક જ ધર્મ શું કામ ઝઘડા કરી બેસે છે ? આમ દરેક ધર્મમાં ઝઘડા ચાલુ જ છે. હીન્દુ ધર્મમાં તો અનેક સમ્પ્રદાયો ઉભા થઈ હીન્દુ ધર્મને હાની પહોંચાડી રહ્યા છે. આ ધર્મને કેટલું નુકસાન થાય છે તે શું ધર્મવાહકો નથી જાણતા ? ધર્મ તો માણસને નડે જ નહીં. આજે ધર્મ જ અધર્મના રસ્તે ચાલી રહ્યો હોય તેવું દેખાય છે. આમાં ધર્મનો વાંક નથી; પણ ધર્મવાહકોના અહમનું પરીણામ છે. એક ધર્મવાહકને એના જ ધર્મવાહક સાથે વાંકુ પડે તેમાંથી ઘર્ષણ ચાલુ થઈ જાય છે. તેમાં અનુયાયીઓને હોમી દેવામાં આવે છે આથી ધર્મને તો નુકસાન થાય જ છે; સાથે અનુયાયીઓ હેરાન થાય છે અને ક્યારેક મરણ પણ થઈ જાય છે. ધર્મ શાન્તી આપે; ઉશ્કેરાટ ઉત્પન્ન ન કરે.

     તાજેતરમાં જૈન ધર્મના બે જૈનમુનીઓ ભરુચ પાસે હાઈવે પર ચાલીને જતા હતા તે દરમીયાન કોઈ ટ્રકની હડફેટે આવી જતાં તેઓ મરણશરણ થયા. આથી જૈન ધર્મના અનુયાયીઓ ઉશ્કેરાઈ ગયા. આ અકસ્માત હતો જે જાણી જોઈને કરવામાં આવ્યો હતો કે અચાનક થઈ ગયો છે તે જાણ્યા વીના ઉશ્કેરાટ ફેલાઈ ગયો. આવા અકસ્માતો અવાર નવાર બને છે. હાઈવે પર વાહનો જ ચાલે છે અને હવે વાહનો ખુબ વધ્યાં છે. વળી રસ્તા પણ સારા બન્યા છે. ઝડપ વધી છે સાથે થોડાં વાહનોના ડ્રાઈવર બેફીકરાઈથી વાહન ચલાવે છે. આથી જુદા જુદા હાઈવે પર અવારનવાર અકસ્માત થયા જ કરે છે. આ જ દીવસે જુદા જુદા બે ચાર અકસ્માતો ગુજરાતમાં બન્યા જેમાં ચાર જણનાં એક સાથે મરણ પણ થઈ ગયાં. બીજે ક્યાંક હોબાળો ન થયો અને અહીં જૈન સાધુ મર્યા તેમાં ધમાચકડી મચી ગઈ. એક વાત સમજવા જેવી છે સાધુને કોઈ મારવા ઈચ્છે જ નહીં અને જો ઈચ્છે તો તે બરાબર નહીં. આજે મંદીરોના અને તેના સંચાલકોના ઝઘડા વધ્યા છે. જેમાં બધા સંપ્રદાયો આવી જાય છે. જૈન સમાજે રજુઆત કરી છે. અવારનવાર રસ્તે જતા જૈન મુનીઓના આ રીતે જાણી જોઈને અકસ્માત થાય છે શું આ વાત ગળે ઉતરે તેવી છે ? અને હોય તો અંદરોઅંદરનો ઝઘડો નથી તે નહીં વીચારવાનું ? કોઈપણ મરણ થાય તેનું દુ:ખ હોય જ તેમાં સાધુસંતોના મરણનું બધાને દુ:ખ થાય; પણ તેથી હાઈવે બંધ કરી તે જ જગ્યાએ ચક્કાજામ કરી અગ્નીદાહ દેવો કેટલો વાજબી ? ભરુચ અને નવસારીનો હાઈવે જામ કર્યો તેથી વાહનોને કેટલી મુશ્કેલી નડી, કોઈને ટાઈમે પહોંચવું હતું, કોઈ બીમાર હોય તેનો વીચાર નહીં કરવાનો ? ધર્મની લાગણી દુભાય તેવું માની કોઈ બોલે નહીં; પરંતુ ટીવીમાં આવાં દૃશ્યો જોઈ આ લખનારને ફોનથી બેચાર વ્યકતીએ જાણ કરી આ બરાબર છે ? ધર્મને નામે આવો અન્યાય ચલાવી લેવાનો ? જેણે ગુનો કર્યો હશે તેને કાયદો સજા આપશે; પરંતુ બેકસુર વાહનોને આટલા કલાક શું કામ બાનમાં લીધાં ? મરણનો મલાજો જળવાયો નહતો. જૈન જેવો સમજુ સમાજ આ રીતે રસ્તા વચ્ચે ધમાલ કરી બીજાને ત્રાસ આપે તે શું ધર્મ છે ? હીંસા તો જૈન ધર્મમાં હોય જ નહીં.

      એક ધર્મના બીજા ધર્મ સાથે ઝઘડા થતા જ આવ્યા છે. તેનો તાજો દાખલો તે જ દીવસે જુનાગઢમાં બન્યો. ગીરનાર પર્વત પાસે જૈન મુની ઉપર છરીથી હુમલો થયો, જેમાં કમંડળકુંડના મહંત મુક્તાનંદની પોલીસે ધરપકડ કરી. બનાવ જાણવા જેવો છે. રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના દેવપુરના જૈન મુની પ્રબલ સાગરજી સાંજના સમયે કમંડળકુંડની જગ્યા પાસે બોલાચાલી થઈ અને જગ્યાના મહંત મુક્તાનંદજીએ ઉશ્કેરાઈ જઈ જૈન મુનીને છરીના ચાર ઘા ઝીંકી દીધા. આવું અખબારમાં આવ્યું. આ ઝઘડો બે ધર્મોના સાધુનો હતો જ્યાં ઉશ્કેરાટ થઈ શકે ત્યાં ઓછો થયો અને ભરુચ પાસે અકસ્માતે મરણ થયાં ત્યાં ઝઘડો કરી ત્રાસ ફેલાવી દીધો તો ધર્મ શું છે તે આપણે સાધુઓને સમજાવવાનું ? આ બન્ને બનાવોથી આ લખનારને દુ:ખ જ છે. મનમાં થાય છે, ધર્મના નામે આપણે ક્યાં સુધી ત્રાસ સહન કર્યા કરીશું ? હાઈવે જામ વખતે જાણવા મળ્યું કે એક ગાડીમાં દરદી કણસતો હતો. જલદીથી દવાખાને પહોંચાડવો પડે તેમ હતો; પરન્તુ રોડ જામ થઈ ગયો, સાથેના બધા ગભરાઈ ગયા. હવે કરવું શું ? શું કરવા આપણે બીજાને હેરાન કરીએ છીએ ?

     વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટુ વ્હીલ વાહન ચલાવવું મનાઈ છે; છતાં કોઈ ચાલે અને અકસ્માત થાય તો ગુનેગાર પેલો ‘ટુ વ્હીલ’ વાહનચાલક જ ગણાય છે. જ્યાં પુષ્કળ વાહનો ચાલતાં હોય તેવા હાઈવે પર ચાલતા જવામાં કેવું જાનનું જોખમ હોય છે તે આપણે નહીં સમજવાનું ?

     દુનીયાના જુદા જુદા ધર્મોમાં મોક્ષ અને પુનર્જન્મની વાતો નથી. તેવું કોઈ ધર્મગ્રંથ કહેતો જ નથી. હીન્દુ ધર્મ જ મોક્ષ અને અવતારની વાત કરે છે. મોક્ષ પામી સ્વર્ગ મળે છે. શું સ્વર્ગ છે ! અને સ્વર્ગ હોય તો ક્યાં છે ? ‘ઉપર’ એવું કહેવામાં આવે છે તો ઉપર કાંઈ નથી. ખગોળશાસ્ત્ર અને વીજ્ઞાન બન્ને કહે છે ઉપર તો તારામંડળ સુર્ય ચંદ્ર છે, બાકી ખાલી–શુન્યાવકાશ છે. દુનીયા આટલી વીકસી અને દીવા જેવું સત્ય સાબીત થઈ ગયું; છતાં હજુ જુની માન્યતાઓમાં સબડવાનું ? તપ કરીને આ જીન્દગી ત્રાસમય શું કરવા વીતાવવામાં આવે છે તે જ નથી સમજાતું.

     ધર્મના નામે ગંગા–યમુનાને ગટર બનાવી દીધી છે. દુનીયા ભારતીયો ઉપર હસે છે. અમેરીકા અને યુરોપમાં પણ આવી મોટી નદીઓ આવેલી છે તેની ચોખ્ખાઈ જોઈ છે ? અને આપણી ગંગા–યમુના પવીત્ર નદીઓ ધર્મગ્રંથોમાં કહી છે એને આપણે પવીત્ર રહેવા દીધી છે ? ધર્મના ઓઠા હેઠળ મોક્ષ મેળવવા શબોને ગંગામાં પધરાવાય છે. તે શું ગંગાને અપવીત્ર કરવા ? આપણા ધર્મોને સગવડીયા બનાવી દીધા છે. ધર્મવાહકને જે સુઝે તે અનુયાયીઓને જણાવે અને તે ધાર્મીક માન્યતા બની જાય આથી શો લાભ છે તેનું વીચારવાનું જ નહીં ? ઓગણીસ નવેમ્બરે છઠપુજા ગંગા ઘાટ પર ઉજવવા લોકો ભેગા થયા. કહેવાય છે કે પચાસેક હજાર લોકો હતા અને તેમાં નાસભાગ શરુ થઈ. આથી વીસેક વ્યક્તીનાં મોત થઈ ગયાં. શું મેળવ્યું છઠની પુજામાં ? આપણે વાદેવાદે હઈસો હઈસો કરવાવાળી પ્રજા છીએ. અંગ્રેજો ભારતને ‘જાદુગરો અને બાવાઓ’નો દેશ કહેતા તે ઘણીવાર આપણે સાર્થક કરી બતાવીએ છીએ. શું એક જ દીવસ પવીત્ર હોય ? છઠ સીવાય ગંગાની પુજા અને સ્નાન થાય તેનું મહત્વ નહીં ? આવી જ માન્યતાઓમાં આપણા ધર્મવાહકોએ ઘીસરાનો માર્ગ પકડાવી દીધો છે. જો ગંગા પવીત્ર હોય તો તે કાયમ પવીત્ર જ ગણાય. શું કરવા ધર્મવાહકો ઉઠાં ભણાવે છે અને આપણે તે ઝીલી લઈએ છીએ ? આપણને મુકતા નથી આવડતું. એકવાર જણાઈ ગયું તે જણાઈ ગયું. પૃથ્વી ગોળ છે અને તે સુર્ય ફરતી ફરે છે આ જગતે સ્વીકારી લીધું છે. પણ એક જૈન મુની કહે છે પૃથ્વી ફરતી નથી. તો આપણે શું માનવાનું ? ધર્મ તેના નામ પ્રમાણે જ રહેવો જોઈએ. ધર્મની સાચી વ્યાખ્યા આપણે સમજવી પડશે. ધર્મવાહક જ ધર્મ સમજી શકે તેવું નહીં; અભણ માણસ પણ ધર્મ બજાવી શકે છે. ધર્મનો એક અર્થ એવો પણ છે ‘કોઈને નડવું નહીં’. આપણે નડ્યા વીના ધર્મ પાળીએ છીએ ? આપણા ધાર્મીક ઝુલુસો નડતર જ પેદા કરે છે, આથી શાન્તી મળે છે ? કોઈને અન્યાય ન કરીએ એ ધર્મ. જો ધર્મવાહકો જ ઝઘડા અને અન્યાય કરતા હોય તો તે ધર્મવાહક ગણાય ?

     દેવ મંદીર, મસ્જીદે જઈ પુજા–પાઠ કે નમાજ પઢે એ જ ધાર્મીક એવું નહીં; પરંતુ કોઈને નડે નહીં, ખોટું કરે નહીં, પ્રમાણીકપણે જીંદગી ગુજારે  આ ધર્મ છે. ધર્મને માનનારા કેટલા આ રીતે જીવે છે ? અત્યારનાં મન્દીરો અને ધર્મસ્થાનોની સમ્પત્તી જોઈ છે ? શું તે બધી પરસેવાની કમાણીની છે ? કેટલા દાનવીરોએ પ્રામાણીકપણે રળીને મન્દીરો વીકસાવ્યાં છે ? શોષણવીહીન સમાજ બનાવવાની જવાબદારી ધર્મની છે. ધર્મવાહકોને વૈભવ પોષાય ? મન્દીરોના અન્નકુટ ભરાય; પણ તેનાથી ગરીબોનાં પેટ ભરાય છે ? મન્દીર બહાર ટળવળતા, ભુખ્યા માનવીઓનો જઠરાગ્ની  જ્યારે જાગશે ત્યારે મન્દીરોના વૈભવોનું શું થશે ? ધર્મ સમાનતામાં માનતો હોય છે. આપણે ચાર ટાઈમ પકવાન્ન જમતા હોઈએ તો બીજા બે ટાઈમ જમે તેવું તો હોવું જોઈએ, આ ધર્મ કહે છે. ક્યાં ધર્મમાં આ વાતનો અમલ થાય છે ? જ્યાં થતો હોય, જ્યાં ભુખ્યાને ભોજન પીરસાતાં હોય તેવી સંસ્થાઓ છે. આશ્રમો, ભવ્ય મન્દીરો કરતાં પણ ઉંચાં છે. ભગવાનની મુર્તીને સોનાથી મઢી દેવાથી ધર્મ ઉજળો નથી થતો; પરંતુ ભગવાનનું સર્જન માનવી ભુખ્યો સુઈ ન રહે તેની કાળજી રાખનાર માણસ જ મહાન છે, તે જ સાચો ધાર્મીક છે. સત્ય બોલવું એ પણ તો ધર્મ જ છેને?

–પી. બી. ઢાકેચા

રાજકોટથી પ્રકાશીત થતા ‘ફુલછાબ’ દૈનીકમાં વર્ષોથી પ્રગટ થતી લેખક શ્રી. પી. બી. ઢાકેચાની લોકપ્રીય કટાર ‘હૈયું બોલે છે’ પ્રગટ થાય છે. તેના તા. 03 એપ્રીલ, 2012ના અંકમાં પ્રકાશીત થયો છે. ફુલછાબ’ તથા લેખકશ્રી.ના સૌજન્યથી સાભાર

લેખક સંપર્ક:

શ્રી. પી. બી. ઢાકેચા, એ–02, 101 શુભમ્ રેસીડન્સી, નટવરનગર પાછળ, નાના વરાછા, સુરત ફોન: 0261 2901255 સેલફોન: 98251 36990

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તીબ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel housing Society,  (Krishna Apartments, B Wing)  Opp. Balaji Garden, Sector 12 E, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 સેલફોન80975 50222 .મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 31/05/2013  

4

 

 

 

16 Comments

  1. શ્રી પી.બી. ઢકેચાનો લેખ ” અભીવ્યક્તી”ના નેજા હેઠળ છપાયેલાં આગલાં ઘણાં લેખોનો સમન્વય છે.
    હિન્દુ ઘર્મમાં ઘણાં ફાંટા છે. તે ફાંટાઅોમાં ઘણાં સબફાંટાં છે. દા.ત. સ્વામિનારાયણ ઘર્મ. ક્રષ્ણ ભગવાન તેમનાં પૂજ્ય. જુદા જુદા સંપ્રદાય, સબફાંટાં માટે કિસનલાલે કેટલાં વેશ બદલવા પડતાં હશે ? બિચારો થાકી જતો હશે. વૈશ્ણવોનો કિસન જુદો. બિચારો કિસન. વૈશ્ણવ જ્યારે સ્વામિનારાયણપંથીને મળે અને જય શ્રી ક્રષણ બોલે તો તેનું આવી બને……જયશ્રી સ્વામિનારાયણ બોલવું પડે.
    ૨ જૂન, ૨૦૧૩ના અમેરીકામાં છપાયેલાં ગુજરાત સમાચારમાં પહેલે પાને સમાચાર મોટા અક્ષરોમાં આવ્યા છે…………..” સ્વામિનારાયણ સંમ્પ્રદાયમાં વઘુ અેકવાર ‘સ્વામિ, સેક્સ અને સીડી.‘
    ગુરુકુળના કામાંઘ સ્વામીનો કામલિલા કાંડ સીડીમાં કેદ. સ્વામીજી દર અઠવાડિયે નવી આઇટેમ માંગતા……………આ ઘર્મના વાહકો……….

    આજ પેપરનાં ૭માં પાના ઊપર જે સમાચાર છે તે તો આઘાત પહોચાડે તેવાં છે.
    ” નૈતિકતાનું હનન થાય છે તેમ કહીને, સાઉદીમાં પતિની ગેરહાજરીમાં AC ન વાપરવાં મૌલવીનો ફતવો…….મુસ્લિમ સિવાયની કોઇ પણ મહિલાઅો પર બળાત્કારની તરફેણ…….ઇસ્લામ ઘર્મમા કરવામાં આવેલી છે…………”
    મુસ્લિમ પણ સુન્નિ અને શીયા….અને બીજા કેટલાં પંથો…….???????????
    ખ્રિસ્તિમાં પણ કેટલાં બઘા પંથો…………………………………..દરેકનો ક્રાઇસ્ત જુદો…….????????

    વાહકોને સ્થાપીને , તેમને અનઘિકૃત સત્તા આપીને અનુયાયીઅોઅેજ પોતાને બલીના બકરાં બનાવ્યા છે.
    સૌથી વઘુ જવાબદાર અનુયાયી પોતે છે.

    Like

  2. ક્રાઇસ્ત લુંગીમાં મર્યો……………પોપ ભવ્ય પોષાકોમાં જીવે……………

    Like

  3. OMG.

    Writer has well spread issue with various topic in article. This is my personal belief: Any human claiming themself with any particular religion is foolish. He or she is giving “GAALIS” to that particular religion.

    Once you start believing yourself as particular religious person, then you have to face many different routes and obstacles which were ceated by ‘blind faith’ As Amrutkaka has mention above in his comment બિચારો કિસન. WHere is humanity? GOD created human to observe humanity. Not abusing his creation in his name by secularizing yourself to particular religion.

    On any given Sunday, if you bound to your religoius worshiping place, and their is human who can utilize some help of your time, what is your choice? Should you continue your journey to your temple, church or mosaic? Or should you stop and help? If you understand important of this then you understand your religion.

    My comment may upset many individuals. I am very sorry. However, I, myself claim as human and my religion is Humanity. As a social behavior, since I was born in family who have been observing ritual that are close to so called “HINDU” religion, I am more closer to peoples who follow these rituals.

    In 1984, during assasiation of Mrs Indira Gandhi, I have had previladge working with Indian community in San Francisco Bay area. during this time I have experienced that some of eggoistic individual who push financial burden toward uneducated peoples to spread ‘DUNGAA-PASAAD”. Many of educated peoples are in disaproval of this type of activities. Also, Politics play big role in this type of activities.

    Their is no need to do “Agnisanskaar’ of Jain Mooni on highway. DO you think dying soul have appriciated that their body were creamated on open Highway? I am sure some politician who see opportunity where this type of activity carried over.

    Number things author mention which has linked with various religoius practice. In this process, we have forgotton our VEDA which is nothing but pure science. Yes their is no SWARG or NARAK, one will find this in our VEDA.

    One request to all readers: If you are in position of teaching our future generation, please teach them HUMANITY. Let them understand all rituals we practice. Let them decide if it is practical or not. Do not force them to follow something that they are not understanding practal meaning of it. Also, if you can, stop rituals that are not practical, please try your best to stop them.

    OMG……….. again!!!!!!

    Like

  4. શ્રી પીબી ઢાકેચાએ ખુબ સરસ રીતે સમજાવેલ છે કે અન્ય દેશના લોકો શા માટે ભારતને જાદુગરો અને મદારીઓનો દેશ ઘણે છે.

    મુઠીભર ઈશ્લામના શાસકોએ ભારતમાં ૧૦૦૦ વરસ રાજ્ય કર્યું અને એનાથી ઓછા અંગ્રેજોએ પણ રાજ્ય કર્યું પછી પણ આજની તારીખમાં હીન્દુઓ પૃથ્વીને સુર્યની આસપાસ ફરતી સમજવામાં હીચકચાટ કરે છે.

    કર્મના ભોગે બધાને નરકનો લાભ થશે એ દેખાઈ આવે છે….

    Like

  5. વિશ્વભરમા ધર્મના ઓથા હેઠળ વર્તાતી હિંસક-ઝ્નુની-ઘાતકી અને ભયાનક આડપેદાશો રજુ કરતો સુંદર સરળ લેખ.
    દેશો વચ્ચેના ડિકલેર કે અનડીકલેર્ડ યુધ્ધો કરતા પણ, ધર્મયુધ્ધોમા ખુબ મોટી સંખ્યામા ઘાયલ અને માનવસંહારો થયેલા. જેનો મધ્યયુગનો ઇતિહાસ સાક્ષી છે.

    Like

  6. મિત્રો,
    યાદ આવ્યુ. આજ કોલમમાં કોઇ મિત્રઅે લખેલું કે……….હિન્દુ ઘર્મમાં સ્ત્રીઑ ઘર્મ વાહકોને વઘુ બગાડે છે. આ સ્ત્રીઑ ક્યા ક્યા રીઝનોથી આવા કર્મો કરે છે તે રીસર્ચનો વીષય બની રહે છે.

    Like

  7. એવું નથી લાગતું કે ધર્મ અને ધર્મના વાહકો(ફેલાવો કરનારા જ ને ?)ને સમજવા કે સમજાવવા કરતં પહેલાં ધર્મ વેપાર છે? એ પ્રશ્ન સમજવો વધારે અને પ્રથમ ક્રમાંકે સમજાવવો આવશયક છે .આ વિશ્વમાં ધર્મને ત્રણ ગુણધર્મ છે-હિંસાત્મકતા-સેક્ષયુક્ત અને અસ્ક્યામતયુક્ત(રિયલ એસ્ટેટ).

    Like

  8. ધર્મને ધર્મવાહકોએ પહેલાં સમજવાની જરુર છે ના લેખ હેઠળ શ્રી પી. બી. ઢાકેચા નો સુંદર વિચાર માગી લે તેવો લેખ પ્રગટ કર્યો. એ આનંદ ની વાતા છે. આવા લેખ ભાગ્યે જ વાંચવા મળતા હોય છે.તેમાં સાચું જ કહ્યું છે કે ધર્મ શાન્તી આપે; ઉશ્કેરાટ ઉત્પન્ન ન કરે. ભગવાનની મુર્તીને સોનાથી મઢી દેવાથી ધર્મ ઉજળો નથી થતો; પરંતુ ભગવાનનું સર્જન માનવી ભુખ્યો સુઈ ન રહે તેની કાળજી રાખનાર માણસ જ મહાન છે, એક્દમ સત્ય છે.

    Like

  9. અખાને અત્રે યાદ કરવો પડે…………..
    ૧.
    અેક મુરખને અેવી ટેવ,
    પત્થર અેટલાં પૂજે દેવ
    પાણી દેખી કરે સ્નાન
    તુલસી દેખી તોડે પાન
    અે અખા વઘુ ઉત્પાત,
    ઘણા પર્મેશ્વર અે ક્યાની વાત ?
    ૨.
    આંઘળો સસરો ને શણગટ વહુ,
    કથા સાંભળવા ચાલ્યા સહુ.
    કહ્યુ કાંઇ ને સમજ્યાં કશું
    આંખનું કાજળ ગાલે ઘસ્યુ,
    ઉંડો કૂવો ને ફાટી બોક,
    શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
    ૩.
    ગુરુ કીઘા મેં ગોરખનાથ,
    ઘરડાં બળદને ઘાલી નાથ.
    ઘન હરે, ઘોકો નવ હરે,
    અેવો ગુરુ કલ્યાણ શું કરે ?
    ૪.
    પોતે હરીને જાણે લેશ,
    અને કાઢી બેથો ગુરુનો વેશ !
    જ્યમ સાંપને ઘેર પરોણો સાપ
    મુખ ચાટી વળ્યો ઘેર આપ.
    ૫.
    તિલક કરતાં ત્રેપન થયાં,
    જપમાળાનાં નાકા ગયા.
    કથા સૂણી ફૂ૨યા કાન,
    અખા, તો ય ન આવ્યું ભ્રહ્મજ્ઞાન.

    Like

  10. Very good Article on the Subject of Present State of Religions. all Religions are Traditional and Living In the Past, based on Scriptures Written Long time ago. World is Changing all the time. Science experiments and Finds New Products for the benefit of People.

    True Religion is Serving God’s Creation- Human Beings and Animals, Greenery and Environment. We are supposed to Keep Balance and Live along with all in Balance. But Human Beings have been declaring Wars and they Destroy the Innocent People and Properties.

    Violence is against Religion. `AHINSA PARAMO DHARMA’. Jains say that but Do NOT Practice. They make More money by Exploiting the Weak – Labor and Customers.

    Non-Violence, Truth, Non-Stealing, Detachment, Non-Accumulation of Wealth are the Fundamental Principles to Practice. Rituals are NOT Religion. Temples and Idols are Not for the GOD. PUJA of Idols is Not Religion. Vrats are Not Religion. These are Created by GURUS and PUNDITS for their own Survival for Living. There is No REAL Religion Practiced to-day. They Fight among them for Superiority. Dharma means DUTY. Let us fulfill our Duties. “JAY AHINSA”.

    Fakirchand J. Dalal
    U.S.A.
    Wednesday, June 5, 2013

    Like

  11. જેને ધર્મ નથી એવાં પ્રાણીઓ એટલેકે પશુઓ વધા]રે સુખી છે .ઇકબાલ કહી ગયો છે કે :-
    બાજ આયે હ્મતો ઐસી મજહબી તાઉનસે
    ઇન્સાનોકા હાથ તર હો ઇન્સાનોકા ખુનસે { બીજા કોઈ અજ્ઞાત શાયરે કીધું છેકે :-
    દુનિયાકો મજાહબને નફરત સીખા દિયા
    ઇન્સાનકો હૈવાનસે નીચે ગીરા દિયા બાજઆવવું =ત્રાસી જવું તાઉન =ચેપી રોગ

    Like

Leave a comment