સમાજે આપણને ખુબ આપ્યું, આપણે સમાજને શું આપ્યું ?

–ડૉ. શશીકાન્ત શાહ

નીપુણ મહેતા, ઉમ્મર વરસ છત્રીસ, અમેરીકામાં નીવાસ. અમેરીકાની યુનીવર્સીટીમાંથી કમ્પ્યુટર સાયંસની ડીગ્રી મેળવી અમેરીકામાં રહેતો યુવાન છત્રીસ વરસની ઉમ્મરે સામાન્યત: શું કરે ?  જીન્દગીનો સ્થુળ આનન્દ માણવામાં પોતાનાં કીંમતી વર્ષો વેડફી નાંખે. નીપુણને સતત એક વીચાર પજવતો હતો : ‘દુનીયાને વધુ સારી કઈ રીતે બનાવવી ?’ માણસ પ્રત્યેક ક્ષણે બીજાનો વીચાર કરે, બીજાના માટે જીવે, બીજાને મદદરુપ થાય તેવું બની શકે ? ક્રીસ્ટમસના દીવસોમાં એ યુવાન પત્ની સાથે ભારત આવ્યો. ભારતમાં એક હજાર કીલોમીટરની પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો. ઈરાદો એક જ. સમાજમાં માનવતા, પ્રેમ, બીજાને મદદરુપ બનવાની ભાવના ફેલાવવી.

નીપુણભાઈએ ‘સેવા–કાફે’ની સ્થાપના કરી ‘સ્માઈલ કાર્ડ્ઝ’ બનાવ્યા કોઈને માટે ભલાઈનું કામ કરવાનું; અને પાછળ ‘સ્માઈલ કાર્ડ’ છોડતા જવાનું. એક વહેલી સવારે અમદાવાદની સડક પર નીપુણભાઈએ જોયું કે કૉર્પોરેશનનો એક કર્મચારી રાજમાર્ગ પર સફાઈ કરી રહ્યો છે. તેમણે કર્મચારીને વીનન્તી કરીને તે કામ થોડીક મીનીટો માટે પોતે સંભાળી લીધું. ‘મોર્નીન્ગ વૉક’માં નીકળેલા સુખીયા જીવોને આ દૃશ્ય જોઈને આશ્ચર્ય થયું. થોડીવારમાં ત્યાં સફાઈ કામમાં સેવા આપવા ઈચ્છતા માણસોનું ટોળું જમા થઈ ગયું. નીપુણભાઈએ કહ્યું, ‘પાછળ ક્યુમાં ઉભા રહો !’ દસ મીનીટ સફાઈ કામ કરીને પ્રધાનોની જેમ ફોટું ખેંચાવ્યા વગર, નીપુણભાઈએ પોતાની પાછળ ઉભેલા બીજા સજ્જનને ઝાડુ પકડાવી દીધું. એક શ્રમજીવીને થોડોક સમય આરામ મળી ગયો. તેને બદલે કામ કરનારાઓને નીજાનન્દની પ્રાપ્તી થઈ.

પાડોશમાં પાંચ વર્ષનો છોકરો રમતાં રમતાં પડી ગયો. માથામાં લોહી વહી રહ્યું છે. પાડોશી પાસે કાર નથી. તમે બધાં જ અર્જન્ટ કામો પડતાં મુકીને પોતાની કારમાં છોકરાને હૉસ્પીટલમાં પહોંચાડો છો. સારવાર થાય ત્યાં સુધી થોભો છો અને પછી કાળજીપુર્વક છોકરાને તેની માતા સાથે કારમાં ઘરે પહોંચાડો છો. તેમનું ઘર છોડતી વખતે નીપુણભાઈએ તૈયાર કરેલા સ્માઈલ–કાર્ડમાંનું એક કાર્ડ તેમને ત્યાં છોડતા જાઓ છો. એ કાર્ડ પર લખ્યું છે : ‘ભલાઈના કામ માટે કોઈ એક ગુમનામ માણસ તમારા સુધી પહોંચ્યો. હવે એવું જ ભલાઈનું કામ કરવાનો તમારો વારો છે. કોઈના માટે કંઈક સારું કામ કરો અને આ કાર્ડ તેમની પાસે છોડતા જજો, જેથી સારું કામ કરવાની, ભલાઈની આ ભાવના તથા શૃંખલા આગળ વધતી રહે નીપુણભાઈની વેબસાઈટ પર વીનન્તી પહોંચાડવાથી આવા સ્માઈલ કાર્ડઝ તમારા ઘરે પહોંચતા કરવામાં આવશે, કોઈ કીંમત લીધા વગર, માત્ર ભલાઈની ભાવના સાથે.’

નીપુણભાઈએ ગુજરાતમાં તથા ભારતનાં અન્ય રાજ્યોમાં સમાજસેવા અને લોકસેવાનો સંકલ્પ પહોંચાડવા પદયાત્રાનો નીર્ણય કર્યો ત્યારે નક્કી કર્યું કે રસ્તામાં જ્યાં સુરજ ઢળે ત્યાં મુકામ કરી લેવો અને જે મળે તે ખાઈ લેવું. રોજ એક ડૉલર (પંચાવન રુપીયા)થી વધુ ખર્ચ પોતાના માટે ન કરવો. અમેરીકા છોડતી વખતે મમ્મીએ રડતાં રડતાં પુછ્યું, ‘બેટા, ત્યાં તારી જમવાની વ્યવસ્થા કેવી રીતે ગોઠવાશે ? તને પુરણપોળી ભાવે છે. રસ્તામાં તને એ બધું ક્યાંથી મળશે ?’ નીપુણભાઈનો જવાબ મળ્યો, ‘મમ્મી, અહીં તું કોઈ અજાણ્યા માણસને અહીં આવું ભોજન કરાવતી રહેજે, તો ત્યાં મારી સંભાળ લેનારું કોઈને કોઈ મળી રહેશે !’ નીપુણભાઈનાં મમ્મી અમેરીકામાં કોઈ અજાણ્યા મહેમાનોને પુરણપોળી ખવડાવતાં ખવડાવતાં કહેતાં સંભળાય છે: ‘મારો નીપુણ અત્યારે પત્ની સાથે ગુજરાતની યાત્રા પર છે.’ પછી રડતાં રડતાં ઉમેરે છે, ‘તેની સંભાળ રાખનારા ભલા માણસો તેમને મળી રહે તો સારું.’ ‘એક્ટ ઓફ ગીવીન્ગ’  અને ‘જોય ઓફ ગીવીન્ગ’ કોઈના માટે કંઈક કરી છુટવાનું, આપવાનું કાર્ય અને આપવાનો આનન્દ એ સંદેશ પોતાનાં કાર્યો દ્વારા, પોતાના આચરણ દ્વારા સમાજ સુધી પહોંચાડવો એ નીપુણભાઈ અને તેમના સાથીદારોનું જીવનલક્ષ્ય છે.

નીપુણભાઈએ પદયાત્રા દરમીયાન થયેલા અનુભવોનું વર્ણન કર્યું. તેઓ પત્ની સાથે મોડી રાતે એક નગરમાં પહોંચ્યાં અને રાત્રીનીવાસ માટે નજીકના મંદીરમાં ગયાં. ભોજન મળ્યું નહોતું એટલે ભુખ લાગી હતી. મંદીરમાં માંડ માંડ આશ્રય મળ્યો; પરન્તુ ત્યાં પતી–પત્ની એક જ ઓરડામાં સાથે નહીં રહી શકે તેવો નીયમ હતો. સ્ત્રી–પુરુષ ભેગા નહીં રહી શકે તેવા નીયમના ભાગરુપે નીપુણભાઈ અને તેમનાં પત્નીને મંદીરના વરંડામાં એક દીવાલની આજુબાજુ રહેવાની છુટ આપવામાં આવી (એક્ટ ઓફ કાઈન્ડનેસ !).  ભોજન મળે એમ નહોતું પતી–પત્નીને બેગના ખુણેથી બચેલું બીસ્કીટ હાથ લાગ્યું. ગુરીબહેને ‘મને ભુખ નથી’ એવું બહાનું કાઢી એ બીસ્કીટ પતીના હાથમાં પકડાવી દીધું. નીપુણભાઈએ ‘સરખા હીસ્સે વહેંચીને ખાવું’ એ સીદ્ધાંત આગળ ધરી પત્નીને અડધું બીસ્કીટ પધરાવી દીધું. ગુરીબહેને એ બીસ્કીટ હાથમાં છુપાવી રાખી. નીપુણભાઈએ બીસ્કીટનો નાસ્તો પતાવ્યો એટલે પત્નીએ અડધું બીસ્કીટ આગળ ધરીને કહ્યું, ‘સરખે હીસ્સે વહેંચીને ખાવાનું છે ! લો, આ તમારો અડધો ભાગ.’ ગુરીબહેને બીસ્કીટનો ચોથા ભાગનો ટુકડો આરોગીને સંતોષ માન્યો. ‘એક્ટ ઓફ ગીવીંગ એન્ડ જોય ઓફ ગીવીંગ !’

અમદાવાદ, બેંગલોર અને અન્ય સ્થળે નીપુણભાઈએ ‘સેવા–કાફે’ ખોલ્યાં છે. ‘એક્ટ ઓફ ગીવીંગ એન્ડ જોય ઓફ ગીવીંગ’ આ રેસ્ટોરાંનો સેવામંત્ર છે, ‘લીવીંગ ઈઝ ગીવીંગ’ આપવું એટલે જીવવું અથવા એમ પણ કહી શકાય કે જીવવું એટલે આપવું ! જ્યારે તમે ‘સેવા–કાફે’માં ભોજન લેવા જાઓ છો ત્યારે તમે ગ્રાહક નથી; અતીથી છો અને તેથી દેવના સ્થાને છો. અહીં તમને પરીવારના સભ્ય તરીકે આવકારવામાં આવે છે. જ્યારે માણસ કોઈની સેવા કરે છે ત્યારે તે દીવ્યતાના પંથનો પ્રવાસી બને છે. અહીં પુર્ણત: વેજીટેરીયન ફુડ પ્રેમથી બનાવવામાં આવે છે અને માનવ–સાધનાના ‘અર્ન એન્ડ લર્ન’ – ‘કમાવ અને શીખો’ અંતર્ગત તાલીમ પામેલા સ્નાતકની ડીગ્રી ધરાવતા સેવકો (વેઈટર્સ !) દ્વારા ભોજન પીરસવામાં આવે છે. અહીં ભારતીય અને કોન્ટીનેન્ટલ પ્રકારની વૈવીધ્યપુર્ણ વાનગીઓ ઉપલબ્ધ છે. અહીં તમને પ્રાપ્ત થતું ભોજન વીનામુલ્યે પુરું પડાય છે. (‘ફ્રી લંચ જેવું કંઈ હોતું નથી’ તે કહેવતને ખોટું પાડનારો પ્રયોગ !) તમે જ્યારે બીલ ચુકવવાની કોશીશ કરો છો ત્યારે તમને કહેવામાં આવે છે, ‘તમારી અગાઉ આવેલા ગ્રાહકે આપનું બીલ ચુકવી દીધું છે. આપ ઈચ્છો તો આપના પછી આવનાર ગ્રાહક માટેનું બીલ સ્વેચ્છાએ ચુકવી શકો છો !’

‘સેવા–કાફે’ની ફીલોસોફી સમજવા જેવી છે, આ દુનીયામાં તીવ્ર અસમાનતા અને ભેદભાવની દીવાલ, એકબીજાથી જુદાઈ રાખીને આપણે સ્વયમ્ ઉભી કરી છે. અહીં કોઈએ બીલ ચુકવવાનું ન હોવાથી તમામ મહેમાનો સમાનતાનો ભાવ અનુભવે છે, આનન્દથી જમે છે અને કોઈને લઘુતાગ્રંથી પજવતી નથી. માણસ માણસ વચ્ચે ઉદારતાપુર્વકની ભલાઈની લાગણી અહીં જન્મે છે અને સૌ એકબીજાની સાથે સમાન કક્ષાએ સંવાદ કરી શકે છે. અન્યને માટે આપવાનું એક દીવ્ય ચક્ર સર્જાય છે. જેના તમે એક ભાગ બનો છો જે તમામ સહભાગીઓને પરીવારના સભ્ય હોવાની અનુભુતી કરાવે છે.

નીપુણભાઈ કહે છે, ‘અહીં ભાગ્યે જ કોઈ એવા મહેમાન(ગ્રાહક નહીં !) પધારે છે જે પોતાના પછી આવનારા માટે બીલ ચુકવ્યા વગર જતા હોય, લગભગ કોઈ જ નહીં. ‘સેવા–કાફે’માં જે આવક થાય છે તેનો સમ્પુર્ણ હીસાબ પારદર્શી છે. સંસ્થા દ્વારા નફાની પુરેપુરી રકમ સમાજની સેવામાં ખર્ચાય છે. નીપુણભાઈની આ સેવાસંકલ્પના વીશ્વભરમાં આવકાર પામી છે, એમને દુનીયાભરમાંથી આ પ્રયોગની વાતો સંભળાવવા માટે નીમંત્રણો મળે છે, અનેક આંતર રાષ્ટ્રીય એવોર્ડ્ઝ પણ તેમના સુધી પહોંચવા માંડ્યા છે.

અમદાવાદના એક રીક્ષાવાળાએ નીપુણભાઈનો સંદેશો ઝીલીને પોતાની સેવાઓ આપવા માંડી છે. રીક્ષામાંથી ઉતરતા મહેમાનને પ્રેમથી જણાવવામાં આવે છે : ‘સર, આપનું ભાડું કોઈએ ચુકવી દીધેલું છે… આપ ઈચ્છો તો સ્વેચ્છાએ આપના પછી આવનારા મહેમાન માટે ભાડું ચુકવી શકો છો !’

નીપુણભાઈના એક સ્માઈલ–કાર્ડ પર લખ્યું છે, ‘મેં એક ભલાઈનું કામ કર્યું, હવે આપનો વારો છે.’ ‘એક્ટ ઓફ ગીવીંગ, એક્ટ ઓફ કાઈન્ડનેસ’ના નીપુણભાઈના સુંદર વીચારો મેં આપના સુધી તો પહોંચાડ્યા… હવે આપનો વારો છે, ઈટ ઈઝ યોર ટર્ન નાઉ !

મેઘધનુષ

પ્રેમ, સમજ, સંગઠન શું પ્રગટાવી ન શકે સુખની જ્યોત ?
નીંદા, ઈર્ષ્યા, સ્પર્ધા ભુલી હવે ચાલો ભણીએ
પ્રેમ અને એકતાના પાઠ. મોડું ન કરો, નહીંતર તુટશે
વ્યક્તી… વ્યક્તી… પવીત્ર માળાનું વીખેરાશે મોતી… મોતી…
–અમૃતા પ્રીતમ

–ડૉ. શશીકાન્ત શાહ

સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’માં દર બુધવારે વર્ષોથી પ્રકાશીત થતી જીવનઘડતરની લેખક લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’માંથી (તા. 2જી જાન્યુઆરી, 2013ના અંકમાંથી) ગુજરાતમીત્ર અને લેખકશ્રી. શશીકાન્તભાઈની પરવાનગીથી સાભાર…

સર્જક–સંપર્ક : 35–આવીષ્કાર રો હાઉસ, તાડવાડી, સુરત– 395 005 ફોન : (0261) 277 6011 મોબાઈલ : 98252 33110  ઈ–મેલ: sgshah57@yahoo.co.in

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 07–06–2013

22 Comments

  1. નિપૂણભાઈની પ્રેરણાદાયક વાત પ્રા. શાહે સરસ રીતે રજુ કરી. ગોવિંદભાઈએ યોગ્ય રીતે જ વૈશ્વિક ક્ષેત્રે એમના બ્લોગ પર વહેતી કરી. સૌને ધન્યવાદ. હવે આપણે; આપણે એટલે મારા સહિત લેખક પ્રો. શાહ, કે શ્રી. મારુ સાહેબ બે મહિના પછી કંઈ નક્કર કરવાના છે કે માત્ર વાતોના વડા તળીને આપણા જ્ઞાન વિચારોની પ્રસિધ્ધી જ કરવાના છીએ? હું તો માત્ર વખાણ કરી ને જ અટકી જઈશ. અન્યો શું કરશે તે મારે માટે કલ્પનાનો વિષય જ રહેશે.

    Like

  2. ગોવિંદભાઈ તમે જ્યાં ત્યાંથી ઉત્તમ લખાણો મેળવી લોકો સુધી પહોંચાડો છો .એ પણ એક નીપુન્ભૈના સેવા કાફે જેવું કામ છે .ધન્યવાદ અને આભાર

    Like

  3. Islam teaches ‘Sadqa.’ It means ‘Charity.’ Charity doesn’t mean giving money only. Islam says any kind of help given to anyone is Sadqa. If you remove a stone or any obstacle from the way it is sadqa. If you feed a hungry or even immulate good acts by others is sadqa. Nipun bhai, Prof. Shah and my friend Govind Maru are doing sadqa of inspiring others to follow footsteps.

    Firoz Khan
    Journalist/Columnist,
    Toronto, Canada.

    Like

  4. જ્યારે માણસ ઉગે છે ત્યારે સુરજને પણ ઘડીકવાર તેની માણસાઈ જોવા થંભી જવું પડે છે .

    અને મંદિરના ઓરડામાં તે સજોડાને સાથે ન રહેવા દેવાની વાત અત્યંત વાહિયાત હતી . . . સાદી ભાષામાં તેને અજડાઈ કહેવાય 😦

    Like

  5. સરસ માહીતી ગોવીંદભાઈ. હાર્દીક આભાર.
    નિપુણભાઈના આ કાર્યની નોંધ dailygood.orgમાં કેટલાક વખત પહેલાં વાંચવા મળેલી. dailygood.org દરરોજ માહીતીપુર્ણ લેખો લઈને આવે છે. વળી નિપુણભાઈ પણ દર બુધવારે એક સુંદર લેખ લઈને આપણી પાસે આવે છે. ઘણા સમયથી હું એનો લાભ લઉં છું. જેમણે એ પત્રીકાનો લાભ લેવો તેઓ આ સાથેની લીન્ક દ્વારા એમ કરી શકશે. http://www.awakin.org/local/sv/

    Like

  6. ગામડાંની પંચાયતની સાર્વજનીક કે શહેરની કોઈ ખાનગી મોંઘી ફીની શાળામાં દાખલ થતી વખતે વીદ્યાર્થીને ક્યાં ખબર હોય છે કે શાળા કોણે બનાવી છે અને વીદ્યાર્થીઓ ક્યાંથી આવે છે?

    ગામડાંની શાળાને વીધ્યાર્થીને એટલી ખબર હોય છે કે આ મારા ગામની શાળા છે.

    એવી જ રીતે બસ કે ટ્રેનની મુસાફરીમાં કોણ જાત પાત કે ગરીબ તવંગર જુએ છે? એ જ વીદ્યાર્થી ભણી ગણીને પછી જાત પાત, ઉંચ નીચ કે ગરીબ તવંગરમાં માનતો થઈ જાય છે?

    લોકપાલ કાયદો કે જન લોકપાલ કાયદામાં ચાર્ટર નીતી નીયમો બાબત ઉલ્લેખ છે એવો સ્પસ્ટ ઉલ્લેખ દરેક માણસ માટે હોવો જોઇએ. પત્થરની પુજા કરનાર કે મંદીર મસ્જીદ તોડનારાઓ માટે નીતી નીયમો જેવું કંઈક તો હશે જ…

    ડોકટર શશીકાંત ભાઈએ શરુઆત માંજ લખ્યું છે કે દુનીયાને વધુ સારી કઈ રીતે બનાવવી ? માણસ પ્રત્યેક ક્ષણે બીજાનો વીચાર કરે, બીજાના માટે જીવે, બીજાને મદદરુપ થાય તેવું બની શકે ?

    Like

  7. નીપૂણભાઇ ની સેવા ની વાત ખુબ ઉપયોગી ખુબ સરસ.

    Like

  8. ખુબજ સુન્દર અને આવકારદાયકપ્રવ્રતિ… હું ફેસ બુક પર મુકું છું.

    Like

  9. ‘સેવા કાફે ‘ પ્રવૃત્તિ ખૂબ ગમી. ભલાઈ મરી પરવારી નથી. સ્વાર્થના ચશ્મા ચડાવનારને ન દેખાય પણ ‘જીવંત ભલાઈની બહાર મોજુદ છે.’ નિપુણભાઈ સરસ કાર્ય કરે છે. યાદ રહે ઉમરને તેની સાથે બાધ નથી.

    Like

  10. Dear Govindbhai,
    I always read your articles, today’s article is best. Quite inspirational.

    Like

  11. june, 7 no lakh vanchi ne aavu kaik karvani bhavna jagi. i always read your articles. aajno articles khub saras.
    thanks, govindbhai aava lakh moklta rahejo.
    namskar.

    Like

  12. નીપુણભાઇ અને તેમની પત્નિની પરિવ્રાજક સમાજસેવાની વાતોને આપણાં જીવનમાં પ્રેક્ટીકલ અને નક્કર કાર્યમાં જોડાવા માટે આપણે સૌને પ્રોત્સહન આપતું ગીત…………

    સાથી હાથ બઢાના સાથી રે,
    અેક અકેલા થક જાયેગા, મીલકર બોજ ઉઠાના…….( This is most important ) અેક અકેલા થક જાયેગા, મીલકર બોજ ઉઠાના………..

    હમ મહેનતવાલોને જબભી મીલકર કદમ ઉઠાયા,
    સાગરને રસ્તા છોડા, પરબતને શીશ ઝુકાયા…….સાથી હાથ બઢાના……..

    અહિં ફકત નીપુણભાઇના નામ સાથેની વાતો ચર્ચામાં, કોમેન્ટસમાં વાંચી. સરખા હિસ્સાના હકદાર તેમના પત્નિને પણ આ કોમેન્ટસમાં સાથે રાખીશું. ડૉ. શશીકાંતભાઇના લેખમાં નીપુણભાઇના પત્નિનું નામ ગુરીબહેન છે પરંતુ મને તેમને સંઘમિત્રા નામે સંબોઘવાનું ગમશે.

    આવો જ અેક બીજો કિસ્સો યાદ આવે છે. મોટી હોટેલનો અેક નામાંકિત સાઉથ ઇન્ડીયન રસોઇઓ , રસ્તા ઉપર જીવતી ગરીબ, ભૂખી પ્રજાને જોઇને દુ:ખી થઇને નોકરી છોડીને પોતાનું રસોડું ચાલુ કરે છે. પોતે સવાર સાંજ પોતાની વેનમાં જઇને બઘાને ખવડાવે છે. અરે ઘણાની તો ડાઢી પણ કરી આપતો અને નવડાવતો. તેને પણ ઘણાં સાથીદારો મળી રહેલા. અમેરીકન CNN TV Stationવાળા તરફથી તેમનું પણ બહુમાન થયેલું.

    સેવા રુરલ નામની હોસ્પીટલ જે ઝગડીયા, અંકલેશ્વરમાં છે તેના આદ્ય સંસ્થાપકો અમેરીકામાં સારું કમાતા ડોક્ટરો હતા. સેવા…..ઊંડા ગામોમાં મેડીકલ સેવા ભાગ્યેજ મળતી. આ ડોક્ટરો પોતાની પ્રેક્ટીસ છોડીને ત્યાં પહોચી ગયા……..આજે તો ત્યાં વટવૃક્ષ બની ગયું છે.

    આવા તો ઘણા દાખલા જીવનમાં જોવા મલે છે. લાઇટમાં આવવાની જ જરુરત રહેતી હોય છે. પરંતુ આપણું યોગદાન ???????? પ્રશ્નનો જવાબ આપણે જ શોઘવો રહ્યો.

    CNN TV in America goes world over to find out such philanthropists to recognise their services to human race and also life on this planet earth. This provides encouragement to the viewers.

    નીપુણભાઇ અને ગુરી બહેન ઉર્ફે સંઘમિત્રાબહેનને સો સો સલામ….તેમની માતાને પ્રણામ.

    Like

  13. This is a very selfless Activity. The Congratulations go to the Couple. This kind of Chain Activity is inspirational to Others. Any selfless Small Beginning spreads like whirlwind. There are many kind People in this world, doing their Work Quietly. It does Not Need any Publicity, like Ministers doing `Opening’ and `Closing’ Ceremonies with a Group of News Reporters along with them. They have No Other Work to do. There Secretaries Do Their Work.

    `Charity Begins at Home’. Every one should start their Own, even a Little Unique Work. The Chain Operation will Reach many at Distant Places. `Service to People, is Religion’. Let us start one ourselves.

    I have started an `E-Mail Group” which does a Commentary on many articles/Thoughts/News and Spreads Them around the World. This has Built a `Virtuous Circle’ of Un-Known People. Not Every One knows Each Other. Yet a Fellowship is Built. Goodwill is Spread with Good Views/Thoughts. This Encourages many to READ, Write, Think and Encourage To ACT. This does NOT Cost Any one Anything. `JAY VIRTUOUS CIRCLE’

    Fakirchand J. Dalal
    9001 Good Luck Road,
    Lanham, MD 20706.
    U.S.A.

    301-577-5215
    sfdalal@comcast.net
    June 7, 2013.

    Like

  14. સવાલ જ્હોન એફ, કેનેડીની યાદ અપાવી ગયો,એમના ભાષણમાં એમણે વિધાન કર્યું હતું કે વિચારો…”ask not what your country can do for you,ask what you can do for your country”.( election speech)

    Like

  15. VERY NICE . GIVING GOOD THOUGHTS…………ACT WHATEVER AND WHICHEVER WAY. ENJOY ACT OF GIVING.

    Like

  16. Friends,
    I was going through the facebook notes I receive from my links. Today I received a noble man’s incident…………work of Humanity….

    Reported by : Ahmedabad Mirror News Paper.
    http://www.ahmedabadmirror.com/index.aspx?page=article&sectid=2&contentid=2013060820130608023320918e2a0c83c

    Facebook link:
    Illiterate mechanic sets up a Hospital in Village Talav , Ahmedabad.

    ADARSH HOSPITAL.

    The garage owner resists offers worth crores of rupees and give land to a doctor to set up a 25 bed hospital on the outskirt of the city; patients here will pay according to their capacity.

    Mechanic is Hussain Momin and Doctor is Kartik Shukla….

    For details please go to the website: http://www.ahmedabadmirror.com/index.aspx?page=article&sectid=2&contentid=2013060820130608023320918e2a0c83c

    Hats off to Sarva Shri Hussain Momin and Dr. Kartik Shukla.

    મઝહબ નહીં શીખાતા આપસ મે બૈર રખના…………………..માનવતા જ માનવઘર્મ છે.

    Amrut Hazari.

    Like

  17. સાથી હાથ બઢાના સાથી રે,
    એક અકેલા થક જાયેગા, મીલકર બોજ ઉઠાના…….( This is most important ) એક અકેલા થક જાયેગા, મીલકર બોજ ઉઠાના………..

    V….ery inspiring, lets ignite this light in our life !

    Like

  18. Hats off to Shri Nipunbhai Mehta and Shrimati Guriben Mehta for your nobel services.
    Preaching and practicing togethar JUST SUPERB !!!!!
    Any kind of even little selfless services certainly brings positive results.

    Like

Leave a comment