ઈશ્વર અને ધર્મ વચ્ચે કોઈ નાતો નથી

 –રોહીત શાહ

આજે એક વ્યવહારુ સત્ય તમારા કાનમાં કહેવું છે. એ સત્ય આ છે : ઈશ્વર અને ધર્મને કશી લેવાદેવા નથી. ઈશ્વર અને ધર્મ વચ્ચે કોઈ નાતો નથી. ઈશ્વર વગર ચાલે, ધર્મ વગર ન ચાલે. આપણે ધર્મને વળગવાને બદલે ઈશ્વરની પાછળ ખોટેખોટા પડી ગયા છીએ. ઈશ્વરની પાછળ દોડવાથી ધર્મ ન પણ મળે; પરન્તુ ધર્મને વળગી રહેવાથી ઈશ્વર (જો હોય તો) મળ્યા વગર નહીં જ રહે, ગૅરન્ટી.

એક શ્રીમંત માણસ નાસ્તીક હતો. તેણે કદીયે મન્દીર-દેરાસરમાં પગ નહોતો મુક્યો. ઈશ્વર હોય તો તે તેની સ્તુતીઓ સાંભળીને રાજી થાય અને ભક્તને વરદાનો આપવા પહોંચી જાય એ વાત તેના દીમાગમાં નહોતી બેસતી. ઈશ્વરને પોતાની સ્તુતીઓ, નામસ્મરણ અને મન્ત્રજાપ કરાવવામાં વળી શાનો રસ હોય ? આ શ્રીમન્ત માણસ ઈશ્વરના નામે કદી એક પૈસો પણ નહોતો ખર્ચતો.

એક વખત તેની કારને ઍક્સીડન્ટ થયો. તેના બન્ને પગે ફ્રૅકચર થયાં. દોઢથી બે મહીના સુધી કમ્પ્લીટ બેડ–રેસ્ટ કરવાની ડૉક્ટરે તાકીદ કરી. આખો દીવસ ઘરમાં જ પુરાઈ રહેવાની પનીશમેન્ટ થઈ હોય એવું તેને લાગ્યું. ઘરમાં મનોરંજનની ભરપુર સગવડો હતી. સેવા માટે નોકર–ચાકરો ઘણા હતા. છતાં તે માણસ થોડા વખતમાં જ અકળાઈ ઊઠ્યો. એક રાત્રે તેના મનમાં સ્વાભાવીક પ્રશ્ન પેદા થયો કે મારે આટઆટલી સાહ્યબી છે, સુખ–સગવડો છે; છતાં પગના ફ્રૅકચરને કારણે મને મારી જીન્દગી બોજારુપ અને ત્રાસદાયક લાગવા માંડી છે; તો જે માણસને જન્મથી જ પગ નથી મળ્યા અથવા પોલીયો જેવી બીમારીમાં જેણે પોતાના પગ પર્મેનન્ટ ગુમાવી દીધા છે તેની પીડા કેવી હશે ? એમાંય જે માણસ ગરીબ હોય તેની ઉપાધીઓનો તો હીસાબ જ શી રીતે થાય ?

અને એ જ ક્ષણે એ માણસે મનમાં ડીસાઈડ કર્યું કે સમગ્ર ભારતમાં શારીરીક રીતે અક્ષમ જેટલાં સ્ત્રી-પુરુષ હશે તેમને હું વીનામુલ્ય કૃત્રીમ પગ આપીશ. એ માટે તેણે પ્રતીજ્ઞા લીધી.

કરુણામાંથી પ્રગટેલો ધર્મ કદી ખતમ નથી થતો.

પેલા શ્રીમન્ત માણસે કૃત્રીમ પગ અને વ્હીલચૅર બનાવવાની ફૅક્ટરી શરૂ કરી. ગામેગામ અને નગરેનગર ફરીને કૅમ્પ યોજ્યા. સ્થાનીક સંસ્થાઓની મદદ લઈને શારીરીક રીતે અક્ષમ હજારો લોકોને હરતાં ફરતાં થવાની શક્ય એટલી સગવડ કરી આપી. તમે જ કહો કે એ શ્રીમન્ત માણસ હવે કોઈ ખાસ તીથી–વારના દીવસે, કોઈ નીશ્ચીત દેવ–દેવીના મન્દીરે, પગપાળા જાય નહીં; તોય તેને શો ફરક પડે ? તે જીવનમાં ક્યારેય પાવાગઢ કે પાલીતાણાના ડુંગર ન ચડે તોય તેનું શું બગડી જાય  ?

ઈશ્વરને મળવા માટે આપણે ઉઘાડા પગે દોડાદોડ કરવાની કશી જરુર નથી. આપણે જીવનમાં એવાં કામ કરીએ જેથી જો ઈશ્વર હોય તો એ સ્વયમ્ આપણને ભેટવા ઉઘાડા પગે દોડી આવે.

ગોંડલના રાજા ભગવતસીંહ એક વખત ખરા બપોરે ચાલતા ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી ઉભી હતી. તેણે મહારાજને ઓળખ્યા નહીં; એટલે કહ્યું, ‘ભાઈ, મને આ ઘાસનો ભારો માથે ઉંચકવામાં મદદ કરને !’

ભગવતસીંહે તે વૃદ્ધાને ટેકો કરીને ઘાસનો ભારો ઉંચકાવ્યો. વૃદ્ધાએ ખુબ આભારવશ થઈને કહ્યું, ‘આપણા રાજા જો આ રસ્તે થોડા ‘થાકલા’ કરાવે તો બહુ સારું.’

વૃદ્ધાને ખબર નહોતી કે તે જેની સાથે વાત કરી રહી હતી તે રાજા જ હતા. રાજા માટે ‘થાકલા’ શબ્દ નવો હતો. તેમણે એનો અર્થ પુછ્યો. માજીએ ચાલતાં–ચાલતાં કહ્યું, ‘થાકલા એટલે આમ તો કેડ(કમર) સુધીનો ઉંચો ઓટલો. બે ઉંચી પાળી પર આડો પથ્થર મુકેલો હોય. એના પર ઘાસનો ભારો મુકીને થાક ખાઈ શકાય. નીચેના ભાગમાં છાંયડો પણ મળે. થાક ખાધા પછી ઓટલા પરથી વજનદાર ભારો જાતે પોતાના માથે ચડાવવાની સગવડ રહે. કોઈ માણસના ટેકા વગર એ કામ થઈ શકે.’

ભગવતસીંહે ગોંડલમાં થોડા–થોડા અંતરે રસ્તા પર એવા ‘થાકલા’ બનાવડાવ્યા. બોલો, આ રાજા કોઈ મંન્દીર કે આશ્રમ ન બનાવે તો તેનું શું ખરાબ થઈ શકે ? ઈશ્વર સ્વયમ્ આવા પુણ્યાત્માઓને ઢુંઢતો હશે.

આપણે ઈશ્વરના નામે અને ભક્તીના બહાને ધર્મને જ ચુકી જતા હોઈએ એવો મને પાકો વહેમ છે. માણસના જીવનને ઉજ્જ્વળ અને પારદર્શક બનાવવા માટે ધર્મનો કોઈ જ વીકલ્પ નથી. જો કે ધર્મને ઈશ્વર સાથે કે સમ્પ્રદાયો સાથે કશી જ લેવાદેવા નથી. ધર્મ કોઈ પણ હોય, એનો એકમાત્ર ઉદ્દેશ એટલો જ હોય છે કે માણસ સારો માણસ બને. ઈશ્વરપ્રાપ્તીની અપેક્ષા પણ ખરી પડે અને મોક્ષની કે સ્વર્ગની લાલચ પણ છુટી જાય; ત્યાર પછી આપણી પાસે જે ઉમદા તત્ત્વ રહે એને હું ધર્મ સમજું છું. એવો ધર્મ આપણને સૌને મળે અને ફળે તો નો–પ્રૉબ્લૅમ.

 –રોહીત શાહ

નો પ્રોબલેમ

લેખકના બહુ જ લોકપ્રીય બનેલા પુસ્તક ‘નો-પ્રૉબ્લૅમ’ (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001  પૃષ્ઠ: 226, મુલ્ય: રુપીયા 150/-)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

(મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’માં લેખક શ્રી. રોહીત શાહની અત્યંત લોકપ્રીય કૉલમ ‘નો–પ્રોબ્લેમ’ પાંચ વર્ષથી સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનું નમુનેદાર પુસ્તક ‘નો-પ્રૉબ્લૅમ’ પ્રકાશીત થયું છે. પોતાનું કંઈક નવું કહેવા માટે જ લેખક કલમ ચલાવે છે એ વાતની વાચકને, લેખમાળાનો આ પહેલો જ લેખ વાંચતાં પ્રતીતી થશે ..ગો. મારુ )

લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: 079-2747 3207 મેઈલ: rohitshah.writer@gmail.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel Housing Co-Op. Housing Society, (Krishna Apartments, B Wing), Opp. Ayyappa Temple , Sector 12 E, Bonkode, KOPARKHAIRNENavi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 28/06/2013

36 Comments

 1. ભગવતસીંહે ગોંડલમાં થોડા–થોડા અંતરે રસ્તા પર એવા ‘થાકલા’ બનાવડાવ્યા. બોલો, આ રાજા કોઈ મંન્દીર કે આશ્રમ ન બનાવે તો તેનું શું ખરાબ થઈ શકે ? ઈશ્વર સ્વયમ્ આવા પુણ્યાત્માઓને ઢુંઢતો હશે.

  As MANAV(Human) becomes a real MANAV (Human) he or she is on the BHAKTI Path…..Knowingly or Unknowingly he is marching towards that ULTIMATE SHAKTI ( if you do not like it to be called ISHVAR, do not name it that way).
  A TRUE RATIONALIST is a TRUE DEVOTEE ( of the DIVINE) but he will NEVER utter that word.
  Rohit Shah is Lekh of his Book is nice !

  DR. CHANDRAVADAN MISTRY

  Like

 2. Govindbhai,
  Ishwar to che ke nahi nakki thai gayu Kedarnath ma…!!! Pan Dharm, shradha nam ni koi chij nathi lokoma e sanatan satya bani gayu Kedarnath ma.

  Like

 3. કુદરતે “માણસ” બનાવ્યો અને માણસે “ઈશ્વર” બનાવ્યો છે. કુદરત તેના “ધર્મ” પ્રમાણે જ વર્તે છે. ઈશ્વરનો કોઈ ધર્મ નથી માટે તો કેદારનાથના યાત્રાળુઓને તે મારી નાખી શકે છે . માણસ જયારે સમાજના હીતમાં કામ કરે ત્યારે તે “માનવધર્મ”નું પાલન કરે છે.

  Like

 4. This reasoning and logic should penetrate minds of all individuls of the world. Unless this knowledge reaches masses, wrong beliefs, rituals and frauds/conflicts in name of religion will continue.

  Like

 5. લોકોને ઈશ્વરને અને અલ્લાહને નામે આ કહેવાતા ધર્મના લઈ બેઠેલા ‘મા’રાજો,બાપુઓ,ઈમામો,મુલ્લ્લાંઓ’ જાણે ક્યાં દોરી જવા માગે છે તેજ કોઇને સમજ નથી પડતી!!

  Like

 6. પેલા ફ્રેક્ચરવાળા વેપારી અને ભગવતસિંહે કરેલા માનવ ઘર્મ માટે કેવી સુંદર વાત આ પંક્તિ કહે છે……………….
  “ખુદીકો કર બુલંદ ઇતના કે હર તહરીરસે પહેલે ખુદા બંદેસે ખુદ પૂછે કી બોલ તેરી રઝા ક્યા હૈ.“
  ઘર્મની સામાન્ય વ્યાખ્યા, જે પૂજા પાઠ છે તેને છોડો. માનવતા જ જેને માટે ખરો ઘર્મ છે તેને માટે પેલા વેપારી અને ભગવતસિંહે કરેલી માનવસેવા જ ખરો ઘર્મ છે. માટે કહ્યુ છે કે …..ખુદા બંદેસે ખુદ પૂછે બોલ તેરી રઝા ક્યા હૈ……તારી ઇચ્છા શું છે..જો ભગવાન, ખુદા, ગોડ, પરવરદીગાર…….હોય તો…………….
  …….

  Like

 7. ઇસુ ખ્રિસ્ત થી આશરે 600 વરસ પહેલા થઇ ગએલ બૃહસ્પતિ નામનો તત્વ વેત્તા કહી ગયો છે કે
  પરમેશ્વરની અદ્ભુત સૃષ્ટિ છે .જડ ચેતન એની રક્ષા કરો . પરમેશ્વરની પાછળ પડી ન જાઓ .એ સ્તુતિ નિંદાથી પર છે .પણ આ બૃહસ્પતિ અળખામણો થઈ ગયો એની બુકબાળી નાખી અને એ માર્યો ગયો .

  Like

 8. ગીતાંજલિમાં રવિન્દ્રનાથ ટાગોરે જે કહ્યુ હતું……….લીવ ઘેત ચેન્ટીંગ ઓફ ઘી બિડસ………જેનો ગુજરાતીમાં ભાવાનુવાદ ઘૂમકેતુઅે કરેલો….તે આ પ્રમાણે છે………
  આ બઘી માળા ને પ્રાર્થના ને ‘ રઘુપતિ રાઘવ ‘ની ભજનઘૂનો હવે બંઘ કરો. અહીં આ અેકાંત ખૂણામાં બારણાં બંઘ કરીને તમે ક્યા ઇશ્વરને શોઘી રહ્યા છો ? કહેશો જરા ? તમારાં અંતરચક્ષુ ઉઘાડો. ખબર પડશે કે જે ઇશ્વરના સાન્નિઘ્યની તમે વાતો કરો છો, તે તો ત્યાં નથી.

  અે ઇશ્વર તો ત્યાં છે, જ્યાં પેલો ખેડૂત પરસેવો પાડીને હળ ખેડે છે, જ્યાં પેલો માળી ઝાડ રોપે છે, જ્યાં પેલો મજૂર રસ્તો સુઘારે છે…………આગળ વઘુ વાંચો તો રોહિત શાહ જે કહે છે તે બઘુ જ છે……..
  There is a saying, ” As the mind clears, eyes see more.”

  And that is why someone said, when you yourself can design your own life or schedule your life’s living………….

  ‘ જબ આપકે હાથ હૈ તકદીરકી કિતાબ, ક્યા ક્યા લીખા કરેંગે યે અબ આપ સોચિયે.‘

  Rumi said, ” Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.”

  Like

 9. ઇશ્વર અને ધર્મ ને ખોટાં અર્થમાં જોડી દેવામાં આવે ત્યારે ઘણી ગેરસમજોજ ઉભી થાય. “धार इति: धर्म ” એટલેકે જે ધારણ કરો તે ધર્મ. આપણેં માણસાઇ ધારણ કરીએ, દયા, કરુણા, સત્ય, નીષ્ઠા જેવાં મૂલ્યો ધારણ કરીને જીવન જીવીએ તો મહારાજા ભગવતસિંહ કે પેલાં કૃત્રીમ પગ અને વ્હીલચેર બનાવી વિકલાંગોને મદદની ધૂની ધખાવનાર સજ્જન અને આપણીં વચ્ચે કોઇ તફાવત ન રહે. અને તેમ કરવામાં (જો ઇષ્વર છે એમ માનીએ તો) ઈશ્વર પણ વચ્ચે ન આવે ! આમેય.. ઈશ્વર એ તો કોઇ મૂર્તસ્વરૂપ નથીજ ને ! ભગવદગીતા ના રચનાકારે આમતો ભલે તે શ્રીકૃષ્નભગવાનના મુખેથી કહાવડાવી છે પણ તેને એક રૂપક માનીએ અને કૃષ્ણ – અર્જૂનનો આખો સંવાદ આત્મા અને બુધ્ધિ વચ્ચેનો છે એવું ગણીએ તો પણ તેમાં સ્પષ્ટ દેખાશે કે આત્માએ ક્યાંય નથી કહ્યુ કે દયા, પ્રેમ કે કરૂણાં જેવાં ઉપરોક્ત મૂલ્યો ને છેડીને તારે (એટલેકે બુધ્ધિ અથવા કહો કે માણસે )પોતાના સ્વાર્થ નેજ મહત્વ આપવું અને તે માટે મૂલ્યોનો ભોગ આપીને પણ બુધ્ધિપ્રપંચ (એટલેકે જીવન વ્યવહાર) કરવો. હવે જો ધર્મ એટલેકે મૂલ્યો ધારણ કર્યાં હોય તો સ્દાચાર, સત્ય, સેવા અને સમતા નો બોધ આપનાર ભગવદ ગીતાનો ઉપદેશક (તમને એલર્જી હોય તો પણ) શ્રીકૃષ્ણ અને ધર્મ અલગ કઈ રીતે થયાં ? જ્યારે પરમાત્મા એ પરમ સત્ય અને સનાતન છે ત્યારે તેની અને સનાતન મૂલ્યો વચ્ચે આપણે ભેદરેખા દોરીએ તેમાં આપણું ડહાપણ ક્યાં રહ્યું, એ તો અપાણોં પોતાનો નર્યો અહેકાર જ કહેવાય ! અને અહંકાર પોતેજ ધર્મ અને પર્માત્મા બન્ને માટે આદખીલી હોય છે. એટલે આ વિષયને વધુ સ્થિતપ્રગ્ન્ય ભાવથી – તટસ્થતાથી – અભ્યાસીએ તો ધર્મ અને ઇશ્વર એટલેકે પરમ સત્ય બન્ને ના આપણેંજ મૂર્તસ્વરૂપ બની જઈએ !

  Like

 10. બહુ જ સરસ અને હકારાત્મક લેખ. કાશ સમાજમાં આવા લોકોની સંખ્યા વધે.
  સેવા ધર્મ બધા ધર્મોથી ચઢિયાતો છે જ.

  Like

 11. બાકી તો
  હુ અમીબા જેવું તૂટી ગયેલો
  પેલો બીજો ભાગ છું
  પહેલા શું હતું?
  કોણ હતું?
  કેવું હતું?….આ ઇશ્વર અને મારી વચે અમીબા જેવા સંબંધ છે..

  Like

 12. exatly right govindbhai…

  atyar nuj udaharn lyone……….

  apna manita ane janita cricketer virat kohali na pita shri na dehanta na bija j diva6e tene under 19 match rami ane 129 run fatkariya…

  Like

 13. હાતિમ તાઇ કહી ગયેલા……..સાત સત્કર્મોમા અેક છે………..“નેકી કર ઓર દરિયેમેં ડાલ.“
  નેકી ને ઇમાનદારી કે પછી માનવતાભરેલું કામ ગણીયે અને દરિયેમેં ડાલ કહીને તે કહે છે કે..મેં કર્યુ મેં કર્યુ……….ના પોતાના ગુણગાણ ગાતા નહિં.

  Like

 14. મેં કર્યુ…………મેં કર્યુ………….માટે યાદ આવ્યુ………..
  હું કરું હુંકરું અેજ અજ્ઞાન છે………….સકતનો ભાર જેમ શ્વાન તાણે………….

  Like

 15. ઈશ્વરને મળવા માટે આપણે ઉઘાડા પગે દોડાદોડ કરવાની કશી જરુર નથી. આપણે જીવનમાં એવાં કામ કરીએ જેથી જો ઈશ્વર હોય તો એ સ્વયમ્ આપણને ભેટવા ઉઘાડા પગે દોડી આવે.

  -આવી સરસ વાત બદલ ,અદભુત વાત બદલ અભિનંદ ન
  રોહિત દરજી , હિંમતનગર

  Like

 16. Well said. All of comments follow by article also indicate that we do understand that our dharma is our Ishwar. I have said many times in my comments that GOD created Human to follow Humanity. Author has prove this by giving perfect example.

  Also, from GITA : Lord Krishna have indicated that Human will surrender to me when he is facing difficulty. This is true in example of Merchant who surrender by doing what he think was best. As Rohitbhai Darji said “ઈશ્વરને મળવા માટે આપણે ઉઘાડા પગે દોડાદોડ કરવાની કશી જરુર નથી. આપણે જીવનમાં એવાં કામ કરીએ જેથી જો ઈશ્વર હોય તો એ સ્વયમ્ આપણને ભેટવા ઉઘાડા પગે દોડી આવે.”

  Like

  1. ગાંધીજીને “ભેટવા” ગોડસે દોડી આવ્યો હતો માટે ગાંધીજીએ સારા કામ કર્યા નહોતા?

   Like

 17. Shri Vikram Dalal and friends,
  I suggest to read a book written by Gopal Godse, Nathuram’s brother, titled, ” May it please your honour” The statement of Nathuram Godse in the court. Gopal was also one of the convicts in the same court. This case was about Gandhi assassination on January 30, 1948 at 5:00 p.m.
  This book was first published in 1077, banned in India. Now it is available…with difficlty.
  Nathuram,Gopal, Madan Lal Pahwa and others were convicted under one case. The basic reason was( as described in the book ) Hindus affected by partition.
  I wish that it be read with non-biased mind…
  Thanks.

  Like

  1. 1947 પહેલા પણ ગાંધીજી ઉપર 5 વખત ખુની હુમલા થયા હતા અને તેમાંથી 3 આ જ નથુરામ ગોડસેએ કર્યા હતા. તેની સાથે ચર્ચા કરવા ગાંધીજીએ તેને બોલાવ્યો હતો પણ તે ગયો નહોતો. “સુરજ સામે ધુળ” લે .ચીનુભાઈ વૈદ્ય

   Like

 18. ઈશ્વરનો કોઈ ધર્મ નથી……….
  ધર્મવાહકો મનોરંજન સાથે વાણી ચતુરતા થી પોતાના જીવન નિર્વાહ ધ્યેય ને લક્ષમાં રાખી તમારો ઈશ્વર પ્રત્યે શું ધર્મ છે તે સમજાવે છે.

  Like

 19. ખુબ જ સુંદર વીચાર સહીતનો લેખ!!!!
  માનવજીવો જો જીવન વ્યવહાર અને વર્તનમા આચરણ કરવા લાગે તો કેવુ રૂડુ?????
  ભગવાધારી ટીલા-ટપકાના સમર્થકો-કથાકારો જ્યાં ને ત્યાં (જે નથી તેને) ઇશ્વરને આગળ રાખી આ સાચ્ચા ધર્મને હાંશીયામા રાખે છે ?

  Like

 20. શ્રી ગોવિંદભાઈ
  શ્રી રોહિતભાઈ લેખિત ઈશ્વર અને ધર્મ વચ્ચે કોઈ નાતો નથી એ એક સચોટ વાત સાથે સહમત્ત થાઉં છું આ વાત માટે ઘણા સાથે ખાસ ક્રરીને જે ઈશ્વર અને ધર્મની વાતો કરી બણગા ફૂંકતા હોય છે પણ કર્મે હલાલ જેવા હોય છે.
  પ્રફુલ ઠાર

  Like

 21. લેખકના લખાણ અને પ્રસંગો પ્રેરક છે. પરંતુ તેમના શિર્ષક માટે કાંતો ‘ધર્મ અને ઈશ્વર’ની સમજ માટે ગેરસમજ છે, કાંતો લોકરુચિને ઢંઢોળવાનો પ્રયત્ન માત્ર છે. વેદોથી શરુ કરી પુરાણો સુધીના ધર્મ અને ઈશ્વરના અતુટ નાતાને તોડવો અને બે સારી વાતો કરી ‘શિર્ષક’ની સાર્થકતા સાબિત કરવી એ નરી બાલિસતા ગણાય! હા! ધર્મ અને ઈશ્વરના નામે જે આજે ચાલે છે, તેમાં ચોક્કસ જાગૃતિ, પરિવર્તન અને શુદ્ધતા અત્યંત આવશ્યક છે. લેખક ઇચ્છે તો તેમની સુંદર મૌલિકતાનો ઉપયોગ અર્વાચીન ભાષ્યકાર તરીકે કરી; સનાતન તત્વ અને મુલ્યો વિધાયક દ્ષ્ટિકોણથી સમજાવી સમાજને યોગ્ય દિશા સુચન કરી શકે. ધન્યવાદ!

  Like

 22. Excellent updesh for all over the world specially young generation to folow pure Dharma as you got in this Lekh! Bhagwan not in temple but in every living creation. If we apply that and watch Bhagwan in every one and help them whatever we can with our mind, body, speech, tan, man and dhan and not hurt anyone with our mind, body, speech or our bad attitude that is our main dharma. So you are really right. So keep it up and up and send more Lekh like this. JSCA Maganbhai R. Patel

  Like

 23. There is big misunderstanding for DHARMA.

  One religion base ,followers follow with the believes,myths ,miracale stories fabricated with .GOD. People follow faithfully,blindly to their preachers.So many GODS and religions are gang of LOOTARAS.take advantage poor illetrate people.Always confronting to raise with power.

  Another,Dharma means your Duty to live towards man kind and surrounding nature,to see happiness all around you and.Duty to make heaven..
  GITA dharma teaching us that our life runs on the two wheels,,one DHARMA and second KARMA.If one make liviing make understanding his own duties conciouslyand do KARMA – ,act accordingly You don’t have any god to pray or follow..One who make living like that will be himself is GOD. or myrter, KHUDA KA BANDA.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s