ધાર્મીકતા ઘટી રહી છે: આનંદો !

    પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

 ન હી કલ્યાણકૃત્ કશ્ચીત્

દુર્ગતીમ્ તાત ગચ્છતી ।

આ સંસારમાં તમે જો કોઈ પણ કલ્યાણકારી, લોકહીતકારી, સારું કામ કરશો, તો તેનું કદાપી ખરાબ, અમંગલકારી પરીણામ આવશે નહીં.

–    શ્રીમદ્ ભગવદ્ ગીતા

આપણી પ્રજા અને ચોક્કસ સંદર્ભે કદાચ સમગ્ર માનવજાત ધાર્મીક દૃષ્ટીએ, અર્થાત્ ધર્મઘેલછામાં પીછેહઠ કરી રહી છે; એવા નીરાશાવાદી ઉદ્ ગારો અમારા સક્રીય તથા ઉત્સાહી રૅશનાલીસ્ટ કાર્યકર બીરાદરો અને કવચીત્ હું પોતે પણ નીસાસા સાથે વ્યક્ત કરી બેસું છું; ત્યારે આ આશ્વાસનરુપે હું ગીતાનું ઉપરોક્ત સુવાક્ય પછી ટાંકું છું. મીત્રો, આપણી પ્રવૃત્તી જગતની માનવહીતકારી પ્રવૃત્તીઓમાંય સૌથી બહેતર કલ્યાણકારી સેવાકાર્ય છે; એટલે એનું કમસે કમ અશુભ–હાનીકારક પરીણામ તો નથી જ આવવાનું ! માટે કાર્ય કરતા રહો; પરીણામની ફીકર ના કરો ! હું નીરાશાવાદી નથી, તો મીથ્યા આશાવાદી પણ નથી જ; મતલબ કે પરીણામને હકારાત્મક ભાવે જોવું અને કર્મ કરતા રહેવું.

હમણાં એકાદ માસ પુર્વે, 6 મે, 2013ના રોજ, મુમ્બઈથી સાત હમસફર મીત્રો ખાસ મારી ખબર જોવા અને રૅશનાલીઝમ અંગે વીવીધ પાસાંની ચર્ચા કરવા મારે ત્યાં પધાર્યા હતા. તેઓનો પોતાનો સંતોષકારક પ્રતીભાવ લખી જણાવતાં, શ્રી. નરેન્દ્ર મસરાણી (narendramasarani@yaoo.in) લખે છે કે, ‘ખુબ આનન્દ થયો: દૃઢ નીર્ધાર અને કેન્દ્રીકૃત પુરુષાર્થ માનવીની જીન્દગી કેવી પલટી નાખે છે, એનો પુરાવો મળ્યો.’  સારાંશરુપે મારે એટલું જ જણાવવાનું કે, જો તમે ક્રાંતી કરવા કૃતનીશ્વયી હશો અને કુરુઢીઓ, પરમ્પરાઓ, ધાર્મીક માન્યતાઓ તથા કુરીવાજોનો હીમ્મતભેર સામનો તથા ભંગ કરશો, તો સમાજ તમને કશું જ કરી શકશે નહીં; આખરે તમે સફળ જ થશો.

હમણાં એક અકલ્પનીય સમાચાર વાચવામાં આવ્યા; જે રૅશનાલીસ્ટ બીરાદરોનો ઉત્સાહ વધારનારા અને માનસમાંથી નીરાશાભવ નાબુદ કરવામાં ઘણા પ્રેરક નીવડી શકે તેમ છે; એ સમાચારનું મથાળું છે; ‘ભારતવાસીઓની ઈશ્વરમાંથી શ્રદ્ધા ઘટી રહી છે’. હવે એક બાજુ આપણે જ્યારે વ્યથીત નજરે ધર્મઘેલછામાં વધારો થઈ રહેલો જોઈએ છીએ, ત્યારે નીરાશ–હતાશ થઈ જઈએ, એ સ્વભાવીક છે. દા.ત. કુંભમેળામાં દસ કરોડ માણસો ઉમટી પડે અને કચડાઈ પણ મરે કે પછી આમ પ્રજાના આરાધ્ય ગણાય એવા પુરુષો ઉઘાડા પગે ચાલતા ચાદર ચઢાવવા જાય, સોનાનો મુગટ ચડાવે અને સીદ્ધી–વીનાયકના દર્શન કરવા બેત્રણ કીલોમીટર લાંબી લાઈનમાં બેવકુફ જેવી શકલ સાથે ઉભેલા નજરે ચઢે. ત્યારે ની:શ્વાસ સાથે ઉદ્ ગારાઈ જાય કે આટઆટલા રૅશનાલીસ્ટ પુરુષાર્થનું શું આ જ ફળ ? પરંતુ હવે સમજાય છે કે, આ તો બહુમતીની બેવકુફીનાં કેવળ ઉપલક દર્શન છે; હકીકતે તો માનવજાતમાંથી ઈશ્વરની અમંગલ માન્યતા ઓસરી જ રહી છે. એને માટે વાંચો નીચેના સમાચાર:

‘ધાર્મીકતા અને શ્ર(ધ્ધા)દ્ધા વીષયક વૈશ્વીક સર્વે મુજબ, આપણા ભારત દેશમાં ધર્મમાં નહીં માનનારી વ્યક્તીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2005માં થયેલા સર્વે દરમીયાન, ભારતવાસીઓમાંથી 87 ટકા વ્યક્તીઓએ જણાવ્યું હતું કે અમે ઈશ્વર તથા ધર્મમાં શ્ર(ધ્ધા)દ્ધા ધરાવીએ છીએ ! હવે આજે 2013માં થયેલા સર્વેમાં 81 ટકા પ્રજાજનોએ જણાવ્યું છે કે, અમે ધાર્મીક તથા શ્ર(ધ્ધા)દ્ધાળુ છીએ. આમ, આઠ વર્ષમાં ઈશ્વર તથા ધર્મમાં માનનાર લોકોની સંખ્યામાં છ ટકાનો ઘટાડો થયો છે !’ અને કેવળ ભારતમાં જ નહીં; સમગ્ર વીશ્વની માનવજાતમાં પણ મુખ્યત્વે આવું જ વલણ દૃષ્ટીગોચર થયું છે, અર્થાત્ આસ્તીકોની સંખ્યા ઘટતી જાય છે; જેમાં સૌથી મોટી ટકાવારી ચીન દેશની છે, જ્યાં બીન ધાર્મીક એવા નાસ્તીક લોકોની સંખ્યામાં 77 ટકાનો વધારો થયો છે. આ શુભ મંગલ પરીણામ ત્યાંની સરકારના ધાર્મીક ઘેલછા વીરુ(ધ્ધ)દ્ધના સક્રીય પગલાંને પણ આભારી છે એ ખાસ નોંધવું રહ્યું. ભારતમાં આ ટકાવારી ફક્ત 16 ટકા છે. તો એ પ્રત્યે પ્રજા તથા સરકાર ઉભય જાગ્રત તેમ જ સક્રીય થાય એવો અનુરોધ કરીએ !

એક વાત અત્રે ભારપુર્વક છતાં નમ્રતાપુર્વક નોંધું કે, અંગ્રેજો તો બહુ સારા–શાણા શાસકો હતા; તેઓ ભારત પર શાસન સ્થાપીને જાણે કે આપણા આભારી બન્યા હતા ! દા.ત. બ્રીટીશ સરકારે ભારતીય સામ્રાજ્યની સત્તાની લગામ હસ્તગત કરતાં, મહારાણી વીક્ટોરીયાએ જે ઢંઢેરો બહાર પાડ્યો, એમાંની એક કલમ હતી: ‘અમે ભારતીય પ્રજાની ધાર્મીક બાબતોમાં બીલકુલ દખલગીરી કરીશું નહીં,’ અને આ વચન તેઓએ તો યથાર્થ પાળી પણ બતાવ્યું; પરંતુ એનું તો એક દુષ્પરીણામ એવું આવ્યું કે, આપણી કુરુઢીઓ કાયમ રહી, ધર્મધતીંગો ચાલુ જ રહ્યાં અને સુખશાન્તી તથા સમૃ(ધ્ધી)દ્ધી–સલામતી અને વૈજ્ઞાનીક સાધનો વધતાં, આપણી ધર્મઘેલછામાં વળી પાગલ તથા ચીન્તાજનક વધારો થયો !

એક અતીદુ:ખદ, આઘાતજનક દાખલો ટાંકુ તો, બાળપણમાં હું અનેક વાર પાવાગઢનું આરોહણ કરી, મબલખ પ્રવાસ–આનંદ માણી આવેલો: પરમ શાન્ત–પ્રશાન્ત, મનભર તથા સ્વચ્છ પ્રાકૃતીક સૌન્દર્ય અને નીર્મળ તથા મીઠાં મધ અને નીર્મળાં જળાશયો, વાતાવરણ આખું મહેક મહેક થાય… બસ, પર્વતારોહણનો આનન્દ જ આનન્દ !!! જ્યારે હમણાં હું પાવાગઢ ગયો, તો ભયંકર ભીડ, અસહ્ય, માથુંફાડ ગન્દકી તથા દુર્ગન્ધ અને વળી તળેટીમાં પોલીસનો કાફલો; જેણે અમને અટકાવ્યા કે, ‘તમારી કાર લઈને તમે ઉપર નહીં જઈ શકો ! પાર્કીંગની બીલકુલ જગ્યા જ નથી !’ બોલો, પ્રજાના ધાર્મીક સ્વાતંત્ર્યનું આવું સર્વનાશી પરીણામ !

મારું કહેવાનું એ છે કે, અંગ્રેજો તો વીદેશી સમ્રાટો હતા; એથી ભારતીય પ્રજાને ખુશ કરવા સમ્પુર્ણ ધાર્મીક સ્વાતંત્ર્ય આપે– એ સમજી શકાય. તેમ છતાં, તેઓએ પણ સતી થવાનો રીવાજ તથા બાળલગ્ન પ્રતીબંધક કાયદા કરવા જ પડ્યા હતા. પરંતુ આઝાદી સ્થપાતાં, હવે તો ભારતીય પ્રજાનું પોતાનું જ શાસન આવ્યું છે. ત્યારે દેશને પીડતાં યા હાની કરતાં તમામ અનીષ્ટો કાયદાથી દુર કરવાની તેની તો લોકશાહી ફરજ જ બની રહે છે. હવે વીચાર કરો ! એકાદ મહીના જેટલો લાંબો ચાલતો કુંભમેળો રાષ્ટ્રનો કેટકેટલો મીથ્યા બગાડ, કેટકેટલાં સમય, શ્રમ, સમ્પત્તી વેડફે છે ! ગન્દકી તથા રોગચાળો ફેલાવે છે અને નદીમાં ગમ્ભીર પ્રદુષણ સર્જે છે! ત્યારે રાષ્ટ્રીય– પ્રજાકીય સરકારે તો વીચારવું જ ઘટે કે, આવાં ધર્મધતીંગોથી રાષ્ટ્રને શો લાભ ? આપણા જ મહાપુરુષો, શંકરાચાર્યજીથી માંડીને તે મહર્ષી દયાનંદજી સુધીના ધર્મપુરુષોએ આવાં હાનીકારક કર્મકાંડને અર્થહીન લેખાવી, એનો વીરોધ જ કર્યો છે. ત્યારે પ્રજાકીય સરકારે તો એના પર પ્રતીબંધ ફરમાવવો જ જોઈએ. આપણા ગુજરાતમાં ભરાતી ‘રુપાલની પલ્લી’ પણ આવો જ એક મીથ્યા રાષ્ટ્રીય બગાડ છે; છતાં એ બંધ કરાવવાના  કે સુધારવાના રૅશનાલીસ્ટોના પ્રયત્નો નીષ્ફળ નીવડ્યા છે. ત્યારે આવાં અનીષ્ટો પરત્વે સરકારની કોઈ ફરજ ખરી કે નહીં ? મતલબ કે, અંગ્રજો તો વીદેશી શાસકો હતા; પરંતુ આપણી સ્વતન્ત્ર પ્રજાકીય સરકારે તો દેશના ગમ્ભીર હાનીકર્તા એવાં ધાર્મીક અનીષ્ટો વીરુદ્ધ સક્રીય પગલાં લેવાં જ જોઈએ. એવો એક સરસ– ઉત્તમ એતીહાસીક દાખલો છે પણ ખરો: ગુજરાતમાં દુકાળની પરીસ્થીતી હતી; છતાં કોઈ લાગણીહીન કર્મકાંડી પુરુષ એક મોટો યજ્ઞ કરવા તૈયાર થયેલો, ત્યારે શ્રી. હીતેન્દ્ર દેસાઈની સરકારે એની સ્પષ્ટ મનાઈ ફરમાવેલી ! કમનસીબે આવો ફક્ત એક જ સુમંગલ બનાવ ઈતીહાસમાં બન્યો છે !

ભરત વાક્ય

અરેરેરે, આપણે ક્યાં સુધી આવા પછાત અને રુઢીગ્રસ્ત રહીશું ?

ચાલો, ચાલો, ઉઠો જાગો ! બધું ઠીકઠાક કરીએ… હવે દીસે અરુણું પરભાત ?

–    નર્મદ

(નર્મદનો આવો પોકાર અહીં સ્મૃતી– આધારે ટાંક્યો છે; એટલે શબ્દશ: નથી જ.)

 

–    પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની (શનીવાર, 15 જુન, 2013ની) લોકપ્રીય કટાર રમણભ્રમણ’માંથી.. લેખકના અને ગુજરાતમીત્ર ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક (વાચસ્પતી), એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641  સેલફોન: 99258 62606

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel CHS (Krishna Apartments, B Wing), Opp. Balaji Garden, Sector 12-E, Bonkode, KOPARKHAIRNE Navi Mumbai  400 709  સેલફોન: 8097 550 222  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જ  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 05–07–2013

38

31 Comments

  1. Unless people elect rationalist and secular politicians, rationalists can’t even think of any victory parade. Politicians survive on religious vote banks. They make big political capital by claiming where Ram or Hanuman was born, meanwhile millions die of malnutrition and hunger. Politicians know, even poorest of poor contributes in name of religion.
    A. Vasan

    Like

  2. સુંદર ચર્ચા.
    ભારતમાં ઘાર્મિક આસ્થા ઘટી રહી છે તે સમાચાર વિચાર કરતાં કરી બેઠાં. આ વાત જો સાચી હોય તો હવે મને સમજાવા માંડયુ છે કે અમેરીકામાં રોજ અેક નવું મંદિર કેમ બની રહ્યુ છે. ન્યુ જર્સીમાં ગયા વિકે સિઘ્ઘીવિનાયક મંદિર માટેની ભૂમિપૂજા થઇ. ભારતના લોકો અનુભવને આઘારે નાસ્તિક થવા માડયાં છે. તેમને સત્ય લાઘી ગયુ છે. અમેરીકન ભારતીયો હજી આ બાબતે બાળકો જેવા છે ?. ડોકટરો અને પૈસાદાર લોકો નવા નવા મંદિરો બનાવવામાં ખૂબ રસ ઘરાવે છે. કદાચ તેમને આ ઘંઘો સેફ લાગે છે અને ટંકશાળ સાબિત થયેલો ઘંઘો છે. ભણતર બુઘ્ઘિ આપે છે તે સાચુ નથી……બદામ ખાવાથી અકકલ નથી આવતી…….ઠોકર ખાવાથી આવે છે તે જ સત્ય છે.

    Like

    1. આ વાત જો સાચી હોય તો હવે મને સમજાવા માંડયુ છે કે અમેરીકામાં રોજ એક નવું મંદિર કેમ બની રહ્યુ છે & gt;>>>>>>>>>>>>>>>>>>>>>>>>
      .

      યુ એસ એ માં મસ્જીદ અને મંદિરો ની હરીફાઈ ચાલેછે.

      Number of U.S. mosques up 74% since 2000……USA TODAY dated 2-29-12
      Do Google Search….Link is not permitted.

      Like

    2. Shree hajari tamari vichar sarani marajevij chhe kharakhar Bharat mathi loko Andhshrdhdha import karechhe ane Aato paisanajore Thai chhe pan murkha bhartiyo dekha Dekhi karine garibai vadhare chhe

      Like

  3. Samy sathe etli budhhi nathi pan etlu samju chhu ke dharm ne vyakhya su che e nathi loko ne khabar ke dharmink mahanto ne, koi karm adharit to koi dharminkta adharit kare che
    karm adharit karta hata te mandir masjid ke gurudwara ke charch ma jay che je dharminkta adharit kare te santo mahnto ne so call kathakar, guruji, papudhadhu, shri shir, etc. …. pase jay
    Gita vanchi nathi pan etlu kahis ke gita ma koi jagiyae nathi kahelu ke dikhi na thvu hoy to mandir ke masjid ma ja je ke pa chi dharmikta na loko pase jaje, ……
    Etlu chokas kahiu hase ke kudrat ni banavel aa pruthvi ni seva karje………..
    Dharmik Astha no visay tyare loko samje jyare uprokt banne chodvu pade

    Like

    1. This phenomena is NOT limited to USA. It is in Canada and Europe too. There are some people who are believed to be secular is at war with the religion. A fewdays back these people vandalised a temple in British Columbia province of Canada.These people think that there is a religious attack on their land and culture. They also blieve that Canadian government has gone too far in promoting multi culturalism. It was in news that in UK few people are against promoting Halal food.

      The unfortunate part of this story is that every mandir or mosque is just like a private business house where you find more business and less religion. Every Friday, Saturday or Sunday when people go to these places the management never fails to ask for donations. Namaaz, puja and aarti are delayed for this purpose!! I have witnessed donors fighting with management in mandirs for not announcing their name and the amount donated! Few peole, mostly seniors run away to dining hall for free lunch before completion of aarti.

      Like

  4. I get turned off by the Kumbha Mela as much as you do. But I would not judge others who need to participate in it, as you do. You are shutting yourself off from their rationale. What is the difference between your insistence on reason, and theirs in faith or ‘blind faith’ as you call it? How about understanding, not accepting, the “other.” You being more intelligent, as you seem to claim, must show more empathy, humility and kindness. It is your loss if you do not grasp the significance of the astronomical and cosmic significance of such an event as Kumbha Mela.
    I often wonder about many well known western scientists who uphold traditional Christianity without betting an eye. But I respect their approach, without adopting it, or being convinced by it.
    We are all entitled to our connecting with something beyond us. If the rationalist believes, there is nothing beyond him, well, he would never know what he is missing. And I will never try to convince him of that, since he is no different than the faith ridden believer in god/s. They both are imprisoned by their blindness, one by blind faith, the other by blind intellect.

    Like

  5. ખરેખર તો સમગ્ર દુનિયામાંથી ઈશ્વર પ્રત્યેની અંધશ્રદ્ધા ઓછી થતી જણાય છે. મનના મેલા અને દંભી લોકો ધાર્મિકતાની ચાદર ઓઢી પોતાની જાતને છૂપાવવા માટે મંદિરનો આશરો લેતા જોવા મળે છે અથવા તો મનના નબળા લોકો ખોટી માન્યતાઓને સહારે જાતને ટકાવવા મથતા જોવા મળે છે. આ ભેળસેળથી હિંમતવાન અને માનવતામાં માનનારા સત્યદર્શી લોકો દૂર જ રહેવા જોઈએ….

    Like

  6. પ્રાધ્યાપક રમણભાઈએ જણાવેલ છે કે અંગ્રેજોના જમાનામાં સતી પ્રથા બંધ થઈ. એવી જ રીતે એ જમાનામાં વીધવાઓને ફરીથી લગ્ન કરવાની ધાર્મીક રીતે મનાઇ હતી અને વીધવા ફરીથી લગ્ન કરે તો મોક્ષનો અધીકાર ગુમાવી દેતી હતી. છતાં અંગ્રેજોના જમાનામાં હીન્દુ વીડો રીમેરેજ કાયદો બન્યો.

    એ હીસાબે સ્વતંત્ર ભારતમાં કુમ્ભમેળાથી લઈ જે ધાર્મીક આયોજનો થાય છે એ બધા ધતીંગ જ સમજવા….

    Like

  7. આ ૨૧મી સદીમાં લોકોને બ્રહ્મજ્ઞાન લાઘી ગયુ છે…………..પૈસો જ પરમેશ્વર છે…..પરમ શક્તિ છે. કહેલુ છે ને કે…………..મુરખકો તુમ રાજ દિયત હો………..પંડિત ફિરત ભીખારી…….ચાલો મોડુ મોડુ જ્ઞાન તો લાઘ્યુ………
    અેક સજેશન છે……સમયની સાથે ચાલો. સમયની સાથે નહિ ચાલનારા ફેંકાઇ જાય છે. લુટારાઓના જંગલમાં માનવતાના પુજારીઓ તમે તમારા ઘ્યેયને માટે લુટ ચલાવો અને માનવતાના કામમાં તે પૈસાનો સદ્ઉપયોગ કરો. પૂણ્યના કામમાં પાપીઓને ????????? લુટવામાં પાપ ??????????????નથી.
    ઘર્મવાહકો સ્વાર્થમાં દુષ્ટ બની બેઠા છે. ઉનાળો આવ્યો નથી ને પંડિતો, બાવાઓ, સ્વામિઓ ડોલરીયા ઘરતી પર ઉતરી પડે છે. બૈરી, છોકરીઓનો માર ખાઘેલાઓ પવિત્ર થઇને નવેસરથી ઘાર્મિક સલાહો, જ્ઞાન આપવા ઉતરી પડે છે. તેમને ડોલરમાં રસ છે….જો મલી જાય તો ઉપરથી મળતા મફતીયા પ્રસાદમાં રસ છે.
    ભૂતકાળને વાગોળવાનું બંઘ કરો….ભૂતકાળની ચર્ચા બંઘ કરો. તેનો ફકત રેફરન્સ તરીકે જ ઉપયોગ કરો. તેને ભૂલી જાવ………ભવિષ્યની ચિંતા કરવા પહેલા વર્તમાનને સુઘારો…..ભવિષ્ય આપોઆપ સુઘરી જશે. વર્તમાનમાં જીવો….વર્તમાનમાં જીવો….વર્તમાનમાં જીવો …તેને સુઘારો……ભૂતકાળના ઇતિહાસને કારણે હિંદુઓની ઇજ્જ્ત ડૂબી જ ગયેલી છે. બઘા જ જાણે છે. ભૂતકાળના સુઘારકો પાસે કાંઇક શીખો…….તેમણે પ્રગટાવેલી જ્યોતિને, મશાલને ફરી પ્રજ્વલિત કરો……..માનવતા આપોઆપ જાગી ઉઠશે. વર્તમાન સુઘારો….ભવિષ્ય આપોઆપ સુઘરી જશે……..
    ચાલો શરુઆત હું કરું……………..

    Like

  8. dear govindbhai, i can not read your attached file due to improper method of typing in gujarati.  found square after all the words. will you please DO NOT repeat in your next article.  thanking you pankaj 

    ________________________________

    Like

    1. વહાલા પંકજભાઈ,

      તમે લખો છો કે : dear govindbhai, i can not read your attached file due to improper method of typing in gujarati. found square after all the words. will you please DO NOT repeat in your next article. thanking you pankaj

      તમે પીડીએફ નથી વાંચી શકતા કે બ્લોગ ઉપર લખાયેલો લેખ નથી વાંચી શકતા તે સ્પષ્ટ થતું નથી..

      ફરી લખશો ?

      અન્ય મેઈલથી તે જ પીડીએફ ફરી મોકલું છું.. એને ક્યાંક સેવ કરી લો પહેલાં, અને પછી ત્યાંથી તે સ્થળેથી ખોલી જુઓ..ચોરસા નહીં દેખાશે મોટે ભાગે તો..

      વીશ યુ ઓલ ધ બેસ્ટ..

      ..ગો.મારુ

      Like

  9. માનવી ઉત્સવ ઘેલો છે. ઉત્સવને માટે કારણ શોધતો રહે છે. કોઈ પણ ધર્મ, કોઈને કોઈક ધાર્મિક માધ્યમ શોધી નાચવા ગાવા માંડે અને મહેનત કે હરામખોરીના પૈસા ઉડાવવાનો આનંદ માણે. ધર્મને બહાને નાચતા કુદતા લોકોને ધાર્મિક જ છે એમ માનવું ભૂલ ભરેલું છે. ધર્મને બહાને મંદીરો બંધાય છે, વ્યક્તિ પૂજાને બહાને મંદીરો બંધાય છે. એક્ટર-એક્ટ્રેસો, ક્રિકેટરો, નેતાઓના પૂતળા બાવલા બન્યે જ જાય છે. બનશે જ. ધર્મને કારણે નહિ પણ ઉત્સવની ઘેલચાને કારણે….
    માનનીય શ્રી રમણભાઈને ગીતાના ૬૦૦ ઉપરાંત શ્લોક કંઠસ્ત છે. એમનું ચિંતન ખુબ જ વિચારવા યોગ્ય છે.

    Like

      1. હું શ્રી રમણભાઈ ને રૂબરુમાં મળ્યો છું. એમને માટે મને ખૂબ આદર છે. વિશ્વના દરેક ખૂણામાં વસતા માનવીને તેમના સમાજની કઈક ને કંઈક મગજમાં ન ઉતરે એવી અર્થહીન માન્યતાઓ હોય જ છે. માત્ર ભારતમાં જ છે એ વિધાન સાથે હું સમ્મત નથી. માન્યતા, શ્રદ્ધા, અંધશ્રદ્ધાનો નિર્ણય કરવાનો આપણો શું અધિકાર? જ્યા સૂધી એમની માન્યતાઓ વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે કોઈને જાન હાની પહોંચાડનાર ન હોય ત્યાં સૂધી જીવો અને જીવવાદોની નીતિ જ યોગ્ય છે.

        Like

  10. Here in the West and Europe, as per a survey recently conducted on this subject by local survey company, 30 percent are now Atheists (Non-believers). I have a dozen friends who are Atheists but I have seen them wearing the Cross!!! They swear by Jesus when they want to convince others of their opinions.

    I have a Punjabi friend over here. He is a Rationalist. We meet practically every week. In fact he has written a book denouncing Theism (Believing in God(s).Godesses.) In fact he never misses an opportunity to mock Theists (Believers). One day while sitting in a coffee shop enjoying coffee and cookies I casually asked him as to how he would like to dispose off his dead body? The answer he gave me was enough to clean bowled me. He said, “Of course as per the rituals of Sikhism.” Why this double standard?

    If anyone go to Google and type ‘Famous Atheists who turned Believers’ and you get a long list. I have observed that when in youth many are Rationalists but as the age advances they become Blind Believers.

    I recently wrote an article in Gujarati. ‘Maushya Dharma Maate Chhe Ke Dharma Manushya Maate?’ Almost all religion teaches to respect Humanity. But unfortunately the Merchants of the Religions have turned it into vice-versa.

    Firoz Khan
    Journalist/Columnist
    Toronto, Canada.

    Like

    1. Deciding the mode of disposal of one’s own corpse can be hard. Follwing the traditional method of the birth religion is an easy way out. However, one can direct the descendents to donate the dead body to a hospital or medical college for education or research.

      Like

  11. સુરતના અમારા આજના તા. 06/07/2013 ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં, કોઈ બળવંતભાઈ ટેલરનો એક ચર્ચાપત્ર છપાયો છે. તે આજ વીષય પરત્વે હોઈ, તે યથાતથ અહીં નીચે ચોંટાડું છું, સૌને રસ પડશે એમ માની. ..ઉત્તમ ગજ્જર..સુરત – uttamgajjar@gmail.com

    ચર્ચાપત્ર:

    હવે બહુ થયું

    ‘ગુજરાતમીત્ર’, સુરતના તા.29/06/2013 ની ‘રમણભ્રમણ’ કટારના લેખમાં ‘હવે તો તર્ક વીવેકથી વીચારીએ’ શીર્ષક હેઠળ સુંદર વીચાર રજુ કરવામાં આવ્યો છે. આપણે સૌ ભગવાનના દર્શન માટે ચારધામ યાત્રા, અમરનાથ યાત્રા, કુંભસ્નાન વગેરેમાં લાખોની સંખ્યામાં પાપ ધોવા, પુણ્ય કમાવા માટે મોટો ખર્ચ કરી અનેક હાલાકી વેઠીએ છીએ. શું આ યોગ્ય છે…? અને તે પણ આપણી માનસીકતા કેવી..?? ભગવાનનો પણ દાયકો ચાલતો હોય તેમ, સંતોષી માતા, વૈભવલક્ષ્મી હવે દશામાનું વ્રત અને ઉજવણું ચાલે છે. જલારામબાપાને હાલ આરામ આપી સાંઈબાબાનું વર્ચસ્વ વધ્યું છે. શું આપણે ભગવાન પણ બદલતા રહી શું…? અને તે પણ ક્યાં સુધી? ગામે ગામ જે તે ભગવાનનાં મંદીરો બાંધી કીંમતી જમીન તથા નાણાંનો મોટા પાયે ખર્ચ…! અને તેમ છતાં મુળ મંદીરની યાત્રા તો ખરી જ… સ્વામીનારાયણ સંપ્રદાયનાં પણ એકમાંથી અનેક પંથોની ઉપસ્થીતી શું સુચવે છે ? જ્યાં આપણે જ્ઞાતી પ્રથાના વાડામાંથી મુક્તી મેળવી શકતા નથી; ત્યાં ધર્મ સંપ્રદાયના નામે નવા વાડા ઉભા કરતા જઈએ છીએ – આ આપણી ધર્મ પ્રત્યે કેવી માનસીકતા…?

    આ લખનારને આવો જ એક અનુભવ નોકરી દરમ્યાન ચાલુ નહેરે ઠંડીની સીઝનમાં માપણી દરમ્યાન થયેલો. મજુરો નહેરના પાણીમાં જવા તૈયાર ન થાય ત્યારે (શનીવાર હોવાથી) મેં કહ્યું, ‘બજરંગબલીનું નામ દઈ કામ ચાલુ કરો સાડા નવ થાય છે, હવે ઠંડી ઓછી લાગશે.’ ત્યારે મજુરોએ કહ્યું, ‘તમારો હનુમાનબાપો તેલવાળો થયો, અમારા તો મેલડી મા.’ ઘરમાં પ્રસંગ હોઈ નાનાં નાનાં છોકરાંઓ દાદીમાંના ખોળામાં રમતાં હોય, એક કાન ખંચે, એક વાળ ખેંચે, વળી એક ચશ્માં જ કાઢી નાંખે ! થોડી વાર દાદી સમજાવે પણ ખુબ કંટાળે ત્યારે બી જાય.

    ભગવાન પણ દયાળુ છે એનાં છોકરાંઓને ખુબ જ પ્રેમ કરે છે. પરંતુ આપણે ત્યાં પહોંચતા બસનાં ધુમાડાથી પર્યાવરણ બગાડીએ ગંદકી કરીએ. મોટી માત્રામાં કચરો ખડકી દઈએ તો ભગવાન (કુદરત) ખીજવાય એ સ્વાભાવીક છે.

    ભગવાનને કયાંય શોધવા જવાનો હોતો નથી. એ આપણી અંદર જ છે; પરંતુ આપણે ઓળખી શકવા કાબેલ નથી. આપણા લોહીમાં રક્તકણ અને શ્વેતકણ સાથે આપણે એક કરુણાનો કણ ઉમેરી દઈએ તો આપણું હૃદય કરુણાસાગર, કરુણાનીધી, દયાસાગર બની જાય અને એ જ તો ભગવાન…!!!!

    બળવંત એન. ટેલર
    સુરત

    Like

  12. એક માત્ર હથીયાર

    સમગ્ર વીશ્વમાં જો અન્ધશ્રદ્ધાનો આંક કાઢવામાં આવે તો સૌથી વધારે ભારતમાં નીકળે, જ્યાં ધર્મ અને ઈશ્વરની બોલબાલા સૌથી વધુ છે. ત્યાં જ અન્યાય, દુરાચાર, અનાચાર, અપ્રામાણીકતા અને અકર્મણ્યતા સૌથી વધુ છે. 21મી સદી એટલે વીજ્ઞાન અને ટૅકનોલૉજીની સદી ! છતાંય વીડમ્બના કેવી કે અન્ધશ્રદ્ધા, વહેમ, જુની પોકળ માન્યતાઓ, કુરીવાજો અને ધર્મની ઘેલછા હજુય પાતળી નથી પડી; બલકે દીનપ્રતીદીન ઘટ્ટ બનતી જાય છે ! જગતમાં જો સર્વે કરવામાં આવે કે સૌથી અધીક માનવમૃત્યુ કયાં કારણોસર થાય છે, તો પરીણામ એ આવે કે ધર્મ અને ધર્મના નામે થતાં ધતીંગ અને મીથ્યા કર્મકાંડોને કારણે, માનવમૃત્યુની સંખ્યા સૌથી અધીક છે.

    તાજેતરમાં બનેલી બદ્રીનાથ અને કેદારનાથ જેવાં ધાર્મીક સ્થળો પરની દુર્ધટનાઓમાં છેલ્લા આંકડા મુજબ 10,000 માણસો કુદરતી આફતમાં મૃત્યુ પામ્યા. વાદળ ફાટવું એ પહાડી વીસ્તારોમાં આમ તો એક ઘટના લેખાય છે. વર્ષાઋતુમાં આવા પહાડી વીસ્તારોમાં ફક્ત ધર્મ ઘેલછાને કારણે યાત્રાઓ કરવી એ આડકતરી રીતે મોતને આમંત્રણ આપવા બરાબર છે. જ્યારે લાખોની સંખ્યામાં માનવમહેરામણ આવા વીસ્તારમાં ઉમટી પડે, એકત્રીત થાય અને વાદળાં ફાટવા જેવી કુદરતી ઘટના સર્જાય ત્યારે સ્વાભાવીક રીતે આવી આફતોમાં હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામતા હોય છે. નવાઈ ભરેલી અને આશ્વર્યજનક વાત તો એ છે કે આવી દુર્ઘટનાઓમાંથી પસાર થયેલા અને બચી ગયેલા માણસો પોતાનો જીવ બચ્યો તેનો જશ અને શ્રેય ભગવાનને જ આપતા હતા અને આપતા હોય છે ! તેઓ એવું વીચારી પણ નથી શકતા આવા અતી પવીત્ર સ્થળ પર જ્યારે લાખો શ્રદ્ધાળુઓ એકત્ર થયા હોય ત્યારે, આવી કુદરતી આફત ત્રાટકી જ શા માટે ? આટલી મોટી સંખ્યામાં માનવમૃત્યુ શા માટે ? શું ભગવાનને આવી પાશવી અને ક્રુર લીલા આચરવામાં આનન્દ આવતો હશે ? એવો તે કેવો ભગવાન કે શરણે આવેલા (અન્ધ)શ્રદ્ધાળુ ભક્તને શરણ નહીં; પણ મરણ આપે ! ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે ઈશ્વર તો કણ કણમાં વસે છે; તો તેનાથી વીરુદ્ધ તથાકથીત આવાં ધર્મસ્થળો પર આવડો માનવધસારો શા માટે ?

    દયાનંદ સરસ્વતીથી લઈને સ્વામી વીવેકાનંદ અને કબીર જેવા કેટલાક ધાર્મીક પુરુષોએ મુર્તીપુજાનો વીરોધ કર્યો છે. ધર્મ અને તર્કને બાપના માર્યા વેર કેમ છે ! આપણા દેશની સૌથી પવીત્ર નદી એટલે ગંગા નદી. આપણા દેશમાં ધાર્મીક સ્થળો ગંદકીના પર્યાય કેમ બની ગયા છે ? ગાયને પવીત્ર માનતા લોકો ગાયને ઉકરડે કચરો ખાતા જુએ છે ખરાં; પણ ગાયને કચરો ખાતી અટકાવી નથી શકતા. ‘ગીતા, ગંગા અને ગાય’ પવીત્ર માનવાવાળા દેશમાં આ ત્રણેયની ભારે દુર્દશા થઈ છે. ગીતાનો કર્મનો સીદ્ધાન્ત આપણને ફક્ત વાંચવામાં જ આનન્દ આવે છે. જ્યારે વીદેશીઓ આ સીદ્ધાન્તને આત્મસાત કરી આનન્દ ભોગવી રહ્યા છે. વીદેશીઓ ગંગાની જેમ નદીને માતા નથી માનતા; છતાં ત્યાંની નદીઓ સ્વચ્છ અને સુંદર હોય છે. વીદેશીઓ ગાયને માતા નથી માનતા; છતાંય ત્યાં કોઈ ગાય રસ્તે રઝળતી અને કચરો ખાતી જોવા નથી મળતી. એક તરફ ભુખ, તરસ, ટાઢ અને તડકાથી માણસ ટળવળતો હોય અને બીજી તરફ મન્દીરોમાં બેસુમાર ધન–દોલત સડતાં હોય એના જેવી દેશની બીજી કઈ વીડમ્બના હોઈ શકે ?

    ‘વીવેકબુદ્ધી’ જ એક માત્ર એવું હથીયાર છે કે જે કેદારનાથ જેવી આફતમાંથી માણસોને બચાવી શકે.

    –પ્રેમ સુમેસરા
    17, પરીશ્રમ પાર્ક, સુર્યા એપાર્ટમેન્ટ સામે, મહાલક્ષ્મી મન્દીર નજીક, આનન્દ મહલ રોડ, સુરત – 395 009 સેલફોન: 97266 55500 ફોન: 0261-274 5333 ઈ. મેઈલ: premsumesara@gmail.com

    તારીખ 2013-07-08ના સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્ર વીભાગમાં પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર લેખકની સમ્મતી અને સૌજન્યથી સાભાર..
    ..ગોવીન્દ મારુ..

    Like

    1. ધર્મ અને ઈશ્ર્વરમાં આ જ ફરક છે. બીજાનું ભલુ કરવું કે ઈચ્છવું એ ધર્મ હોય તો ઈશ્ર્વરનું વર્તન ધર્મ વીરુદ્ધ સમજવું પછી ધર્મ વીરુદ્ધ આચરણ કરવામાં ઈશ્ર્વરના બધા અનુયાયીઓ પણ આવી જાય….

      Like

  13. માનવી ઉત્સવ ઘેલો છે. ઉત્સવને માટે કારણ શોધતો રહે છે. કોઈ પણ ધર્મ, કોઈને કોઈક ધાર્મિક માધ્યમ શોધી નાચવા ગાવા માંડે અને મહેનત કે હરામખોરીના પૈસા ઉડાવવાનો આનંદ માણે. ધર્મને બહાને નાચતા કુદતા લોકોને ધાર્મિક જ છે એમ માનવું ભૂલ ભરેલું છે. ધર્મને બહાને મંદીરો બંધાય છે, વ્યક્તિ પૂજાને બહાને મંદીરો બંધાય છે. એક્ટર-એક્ટ્રેસો, ક્રિકેટરો, નેતાઓના પૂતળા બાવલા બન્યે જ જાય છે. બનશે જ. ધર્મને કારણે નહિ પણ ઉત્સવની ઘેલ છાને કારણે….

    દોરા ધાગા, ધતીંગની વાત ખરાબ છે, પણ ખરી વાત એ છે કે સારા લોકો કે ખરાબ ખરાબ લોકો, મંદિરમાં નહીં જાય તો ક્લબમાં કે મોજશોખની જગ્યાએ જવાના. હવે જે જુવાન છે, કે ક્લબની કે બીજી જગ્યાના લવાજમ ભરી શકે તેમની વાત જુદી છે, પણ જેમની પાસે આવા લવાજમ-ફી ભરવાની કે મોંઘાભાવની નાટક્ની ટિકિટ લેવાની શક્તિ નથી, તેઓ માટે મંદિર કે બહુ બહુ તો પાર્કમાં જવા સિવાય બીજો કયો વિકલ્પ છે? નાટક કે ફીલ્મી સીતારાઓના કાર્યક્રમો જોવા માટે તો ફરજિયાત ટિકિટ લેવી પડે છે, એ પણ સસ્તી નથી હોતી, જ્યારે મંદિરોમાં કઈ ટિકિટ લેવી પડે છે? અને સાધુ સંતો કે બાવા-મહાત્માઓ ક્યાં ફરજિયાત પૈસા માંગે છે? તમારે આપવા હોય તો આપો, ન આપવા હોય તો કોણ તમને ફોર્સ પાડે છે?

    તમે જો ઈશ્વરને ન જ માનતા હોય તો પછી ઈશ્વર, ઈશ્વર, ઈશ્વર………ઈશ્વરની વાત જ શા માટે કરવી? અને આપણી આજની પ્રજા હજી થોડા વર્ષ સુધી ઈશ્વરને યાદ કરશે, પછી થોડા વર્ષો પછી ઈશ્વરને ન માનવામાં ચીનને પણ વટાવી જશે……….!!!!! છેને આનંદની વાત……..!!!!!!????????

    અને કેદારનાથમાં જે હોનારત થઈ તે વધારે તો માનવસર્જિત છે, ક્યાંય રસ્તો જ નરહેવા દીધો, રસ્તામાં, નદીકાંઠે, ખીણની ધારે, બધે બાંધકામ, કાચું પાકું, કરી દીધું, પછી બચવાની જગ્યા જ ન રહી… અને તમે “પાવાગઢ” ગયા હતા………. શું ત્યાં દર્શન કરવા ગયા હતાં કે ગરબારાસ કે ડીસ્કો રમવા ગયા હતાં??????? મુળ સવાલ વસ્તી વધારાનો છે, કુટુંબ નિયોજન, કરો, વસ્તી ઊભી-આડી, આડેધડ નહીં વધે અને દરેક જગ્યાએ વ્યવસ્થા રહેશે. આજના એક કે બેના જમાનામાં પણ, આજે શાહરૂખખાન ત્રીજું બાળક કરે છે, છે, કોઈ તેને રોકવાવાળું??????? આતો એક દાખલો છે…….ખરેખર તો તેણે બેમાં સંતોષ માનીને અને બીજાને સમજાવવા માટે દાખલો બેસાડવો જોઈતો હતો….

    Like

    1. M d Gandhi vasti to chin ma Bharat karat vadhare chhe pan chin ma atishay dharmikta nathi Bharat ni prajajevi gamar praja no duniya ma joto jadase nahi

      Like

  14. દ્વારિકામાં યાદવોનો વિનાશ……….જેમના લીડર ક્રષ્ણ હતાં……………

    Like

    1. Krushna pan samay thi par nathi badha ej maravanu chhe Bhagwan koi hotunathi murkha loko na rogisht man ni pedais atle Bhagwan

      Like

  15. થોડીઘણી વાત સાચી લાગી અને થોડી ઘણી નહીં લાગી. જેમાં પર્યાવરણનું નુકશાન થતું હોય તેવી તેવી ધાર્મિક બાબતો ઓછી અથવા બંધ કરવાની જરૂર ખરી પણ ઇનો અર્થ એ નથી કે ધર્મને લગતી બધી જ બાબતો અંધશ્રધ્ધા છે.

    ________________________________

    Like

    1. Purvi Ben thodighani vaat sachi lagi chhe pachithi 100taka sachi laager tyare tame mane yaad karjo

      Like

Leave a comment