
–સંજય છેલ
કેદારનાથમાં ગંગાના પ્રવાહમાં તણાઈ ગયેલા ભક્તોની સાથેસાથે મારી ઈશ્વર પ્રત્યેની સમ્વેદનાઓ ફરી એક વાર તણાઈ ગઈ. વાદળાં ત્યાં ફાટ્યાં અને પ્રશ્નોનો વરસાદ મારા હૃદયમાં તુટી પડ્યો છે.
દર બેચાર વરસે સમાચાર મળે છે કે ધર્મયાત્રાનાં સ્થળે કોઈ ને કોઈ અકસ્માતો સતત થયા જ કરે. પ્રભુનાં દર્શન કરવા ગયેલા ભક્તો, ડાયરેક્ટ પ્રભુના દરબારમાં પહોંચી જાય છે. તીરુપત્તી હોય કે વેટીકન હોય કે મક્કા–મદીના હોય, ભક્તોની ભીડને ભગવાન ભરખી લે છે ! ક્યારેક લોકો ભીડમાં કચડાઈ જાય છે, ક્યારેક પુરમાં તણાઈ જાય છે. આમ, ઈશ્વર પોતાના ચાહનારાઓને ચુપચાપ ખતમ થતાં શા માટે જોતો રહે છે ? છે કોઈ સૌથી ઉચ્ચ ઉત્તરાધીકારી પાસે આનો ઉત્તર ? ના. સોરી, હું નાસ્તીક નથી. હું આસ્તીક પણ નથી. હું અજ્ઞેયવાદી એટલે કે ઈશ્વર વીશે–અજાણ છું. ઈશ્વર હોય તો હોય પણ; ન હોય તો ન પણ હોય. પણ જો ઈશ્વર હોય તો એની આસપાસ રચાયેલા આ બધા જે ધર્મો છે એ મને બીલકુલ સમજાયા નથી! ધર્મ વીશે જેટલું વીચારું છું, જેટલું વાંચું છું તો એ બધું મને વધારે ને વધારે કન્ફ્યુઝ કરે છે. પણ પ્રચલીત અર્થમાં જેને ધર્મ કહેવાય છે એના વીશે વીચારતાં લાગે છે કે ધર્મના કોર્સમાં જે બુક્સ છે એ અલગ છે અને જીવનમાં કંઈક જુદો જ ધર્મ છે. ધર્મની પાઠશાળામાં ભણાવાય છે કશુંક અલગ જ; અને પરીક્ષામાં કંઈક અલગ જ સવાલો પુછાય છે. ધર્મગ્રંથોની સારી સારી વાતો અલગ છે; પણ દુનીયામાં વ્યવહારમાં ધર્મોએ પોતાનો અલગ જ પ્રતાપ દેખાડ્યો છે. ખાસ કરીને હીન્દુસ્તાનમાં. પાખંડ, દોરાધાગા, જાતીવાદ અને મન્દીર–મસ્જીદના નામે થતી કત્લેઆમ એ બધું જોઈને થાય છે કે આ બધું સાલું, ધર્મ અને ઈશ્વરને નામે ? અને ખરેખર જો ઈશ્વર હોય તો એ આવું બધું ચલાવી લે ? અને આ બધાનો મારી–તમારી પાસે કે કોઈ પણ પાસે નકકર જવાબ નથી !’
40ના દાયકામાં પંડીત મેવાલાલ ‘વફા’ નામે પંજાબમાં મોટા શાયર થઈ ગયા. નાનપણમાં એમના ગામમાં ઝાડના એક થડ પર બેસીને એ ચણા ખાતા હતા અને એ જ થડની બીજી બાજુએ એક હરીજનનો છોકરો પણ બેઠો હતો. ગામના એક ધર્માત્માએ ત્યાં ‘વફા’ને હરીજન જોડે બેઠેલો જોઈ લીધો. એ માટે પંચાયત બેઠી અને હરીજન સાથે બેસીને ચણા ખાવા બદલ ‘વફા’ પર ગંભીર કાર્યવાહી થઈ. ખુબ લાંબી ચર્ચા પછી પંચોએ નક્કી કર્યું કે ‘વફા’ની ઉમ્મર 12–13 વર્ષની છે; એટલે એ હજી નાદાન ગણાય. એણે હરીદ્વાર જઈ હરકી પેડીમાં સ્નાન કરીને આ બાબતે પ્રાયશ્વીત્ત કરવું ! ‘વફા’ ને સમજાયું નહીં કે એવી તે એણે શું ભુલ કરી ! પંચાયત ઉઠી ગયા પછી પેલા ધર્માત્માએ ‘વફા’ને પાસે બોલાવ્યો અને ખાનગીમાં કહ્યું, ‘જો બેટા ! જીવનમાં અમે પણ અનેક ભુલો–પાપો કર્યાં છે. જુવાનીમાં બળાત્કારો, અપહરણો, ચારસો વીસી બધું જ કર્યું છે; પણ આજે બુઢ્ઢા થયા ત્યાં સુધી અમે ‘ધરમ’ નથી અભડાવ્યો ! અને એક તું છે કે બાળપણમાં જ ધર્મથી હાથ ધોઈ બેઠો ? આ તો ઠીક છે કે મેં બચાવી લીધો નહીં તો તારા ધર્મનું શું થાત ?’ આ સાભળીને ‘વફા’ તો ચુપ થઈ ગયા ! એમને થયું કે શું આ છે આપણા ધર્મની વ્યાખ્યા ? આ કેવો ધર્મ છે કે જેમાં બળાત્કાર, ખુન વગેરે માફ છે; પણ એક માણસ બીજા માણસ જોડે બેસી ના શકે ! કારણ કે બેઉની જાતી અલગ છે !
આજેય ચુંટણીઓ ધર્મને નામે, જાતીને નામે લડવામાં આવે છે. આજેય પાનાં ભરીને લગ્નવીષયક જાહેરાતોમાં ધર્મ–જાતીનાં હેડીંગ હોય છે. આજેય મુંબઈ જેવા શહેરમાં પણ અમુક ધર્મના લોકોને રહેવા માટે સારી સોસાયટીમાં ફ્લેટ નથી મળતા. ધર્મના નામે એકબીજાને ડરાવીને–ઉશ્કેરીને, કોમી હુલ્લડો કરાવીને સરકારો બનતી રહે છે અને લોકો એને ધર્મ, અસ્મીતા કે ગૌરવનું નામ આપીને હરખાય છે ! 1982 પહેલાં આપણા સમાજમાં જેટલી કટ્ટરતા હતી એના કરતાં બાબરી–ગોધરા કાંડ પછી બમણા જોરે સમાજની નસનસમાં ફેલાઈ ચુકી છે. ચલો, કટ્ટરતા તો દરેક પાર્ટીઓના રાજકારણીઓની દેન છે પણ ધર્માન્ધતાનું શું ? આજે એક બાજુ પહેલાંથી વધુ ઈશ્વરના દરબારોમાં ‘સોનાના મુગટો’ અને ‘દરવાજા’ઓ ભેટ ધરાવાય છે અને બીજી બાજુ શોષીત–દલીત–આદીવાસીઓ પાસે પીવાનું પાણી કે મુઠ્ઠી અનાજ નથી. ત્યારે થાય કે જરાક પણ નોર્મલ રીતે લૉજીકલી વીચારી શકતા માણસને એવા ધર્મ માટે સવાલ નહીં ઉઠતો હોય?
પણ દુ:ખની વાત તો એ છે કે આજે આપણાં મન્દીરોમાં–મસ્જીદોમાં પહેલાં કરતાં વધારે સંખ્યામાં ડરેલા યુવાનોની કતારો શ્રદ્ધાને બદલે આંધળી ભક્તી કરતી જોવા મળે છે. શનીથી ડરવું, હાથમાં અંગુઠીઓ પહેરવી, મંત્રતંત્રમાં માનવું, સારાં કાળ–ચોઘડીયાં જોઈને જ કામ શરુ કરવું, લાંબી દાઢી રાખવી, ટોપીઓ પહેરવી. આ બધું રોજરોજ વધતું જ જાય છે. હું જે ફીલ્ડમાં છું ત્યાં મેં 100 ટકા સેક્યુલર લોકો જોયા છે; પણ હવે ત્યાંય અન્ધશ્રદ્ધા કૅન્સરની જેમ ફેલાઈ રહી છે. ટી.વી.ની નીર્માત્રીઓ શનીવારે મીટીંગ નથી કરતી, કાળભૈરવના મન્દીરમાં અઘોરપુજાઓ કરાવે છે, પ્રાણીઓનો બલી આપે છે – જેથી એમની ટી.વી. સીરીયલો ‘હીટ’ થાય ! કાળી માતાને લોહી ચઢાવવા જેવી અજીબ પુજાઓ કરનારા મુંબઈમાં પણ પડ્યા છે !
મારી પાસે ટી.વી. સીરીયલોના એપીસોડ સમ્વાદલેખન માટે આવે છે, એમાં અડધાં પાનાં ભરીને ભગવાનોનાં નામો શરુઆતમાં લખાયેલાં હોય છે. એમાં જો પાછો 13 નંબરનો સીન હોય તો એને ’12-A’ તરીકે લખવામાં આવે છે જેથી કરીને અપશુકન ના થાય. સીરીયલોનાં હીરો–હીરોઈનોનાં પાત્રો ડૉક્ટર કે વકીલ હોય તો પણ જાતજાતના ગ્રહોનાં વ્રત રાખે છે કે દોરાધાગા કરે છે ! ભણેલા મૉડર્ન લોકો પણ ઘરની બહાર જતાં પહેલાં માથા પર ભભુતી છાંટીને, દીશા પારખીને જ નીકળે એવી બાલીશ સ્ક્રીપ્ટો લખાય છે અને પાછી એ બધી સીરીયલો લોકોમાં સુપરહીટ પણ થાય છે !
મારો મુદ્દો શ્રદ્ધાના વીરોધનો નથી. એક ભક્તની, સાધકની પરમતત્ત્વ પરની આસ્થાને સો–સો સલામ; પણ અન્ધશ્રદ્ધા અને ધર્મના વેપારીકરણની વાત, પરમ્પરાના નામે પાખંડનો વલ્ગર અતીરેક મને ઈશ્વરના અનાદર જેટલો જ ખુંચે છે !
વ્યાસપીઠ પરથી દરીદ્રનારાયણનો મહીમા ગાનારા કથાકારો વાસ્તવમાં નગદનારાયણ આપતા માલેતુજારો સામે પીઠ ઝુકાવે છે ત્યારે ખુબ દુ:ખ થાય છે. બીજી બાજુ, મદરેસાઓ આતંકવાદની લૅબોરેટરી બનવા માંડ્યાં છે ત્યારે દુ:ખ સાથે ડર પણ જન્મે છે, ઈશ્વર-અલ્લાહ બેઉ માટે ! હું જન્મે દ્વારકાનો ગુગળી બ્રાહ્મણ છું એટલે મન્દીરોના વહીવટ અને શ્રદ્ધાળુઓને ભોળવનારાં તત્ત્વોને ખુબ નજીકથી મેં જોયાં છે.
ઈન્કમ–ટૅક્સ ડીપાર્ટમેંટની જેમ ડરાવી ડરાવીને, માણસને કમજોર કરીને, મન્દીરોમાં પરાણે દાનદક્ષીણા કરાવે, એવો ધર્મ કે ઈશ્વર મને સમજાતો નથી. એ જ દાનની રકમ જો સમાજના વંચીતોને આપવામાં આવે તો ઈશ્વરને વધુ ગમવું જોઈએ એવી મારી કૉમનસેંસ છે. વીવકાનંદે કહ્યું છે એમ : ‘જે ધર્મ વીધવાનાં આંસુ નથી લુછી શકતો એ ધર્મ મને મંજુર નથી.’
હું જાણું છું કે ધર્મ વીશેની મારી સમજ શાયદ ધુંધળી હશે, અધુરી હશે; પણ અધ્યાત્મ અને પરમતત્ત્વમાં શ્રદ્ધા રાખવી અને ધર્માંધ હોવામાં ચોક્કસ ફરક છે. અફસોસ કે છેલ્લાં અનેક વર્ષોથી આપણો સમાજ ધર્મપુરુષો અને ધર્મસ્થળોની નજીક સરતો જઈને ખરા ઈશ્વરથી દુર જઈ રહ્યો છે. બાકી મારા માટે તો ‘ધર્મ’ આર્ટ ફીલ્મ જેવો છે. જેને માન બધા આપે; પણ સમજાય જરાય નહીં. અથવા તો ધર્મ એક કમર્શીયલ ફીલ્મ છે, જે પોતાની ફોર્મ્યુલાઓ વડે સમાજને બગાડે છે. બાકી ખરો ધર્મ, ખરો ઈશ્વર લોકોનું ક્યારે ભલું કરશે એ તો ઈશ્વર જ જાણે !
અંતમાં, જ્યારે જ્યારે હું ઈશ્વરના અસ્તીત્વ વીશે સીરીયસ્લી વીચારું છું ત્યારે સીરીયસ્લી સમજાતું નથી; પણ એક સીરીયસ જોક યાદ આવે છે:
એક ભીખારી સવારથી મન્દીર–મસ્જીદ–ચર્ચ પાસે ભીખ માગી માગીને થાકી ગયો; પણ એને એક રુપીયોયે ના મળ્યો. ભુખ્યોતરસ્યો એ રાત્રે ઘરે પાછો જતો હતો. એવામાં એક દારુના બારમાંથી નીકળી રહેલા એક દારુડીયાએ એને બુમ પાડીને પાસે બોલાવ્યો. દારુડીયાએ એને સામે ચાલીને 100 રુપીયા આપ્યા ! ભીખારીની આંખમાં આંસુ આવી ગયાં. એણે 100ની નોટ જોયા કરી અને પછી આકાશ તરફ જોઈને કહ્યું : ‘વાહ રે ઉપરવાલે, તુ ભી અજીબ હૈ. રહેતા કહીં ઓર હૈ; ઔર એડ્રેસ કહીં ઓર કા દેતા હૈ !’
બાય ધ વે, તમારામાંથી કોઈને જો સાચા ઈશ્વરનું સાચું એડ્રેસ મળે તો પ્લીઝ અમને મોકલાવજો ! વાદળાં તો કેદારનાથમાં છેક હમણાં ફાટ્યાં; પણ પરમાત્મા વીશેના પ્રશ્નોનો વરસાદ, અમારા હૃદયમાં ક્યારનોયે વરસી રહ્યો છે!
– સંજય છેલ
‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ (તા. 23 જુન, 2013)માં એમની લોકપ્રીય કટાર ‘મીજાજમસ્તી’માં, પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…
લેખ મોકલવા બદલ મીત્ર શ્રી. નરેન્દ્ર મસરાનીનો આભાર…
લેખક–સમ્પર્ક: શ્રી. સંજય છેલ ઈ–મેઈલ: sanjaychhel@gmail.com
●♦●
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel Co-op. Housing Society, (Krishna Apparments, B Wing), Opp. Ayyappa Temple, Samata Nagar, Sectore: 12 E, BONKODE, KOPERKHAIRNE, Navi Mumbai – 400 7009 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ– 19–07–2013
એક વખત મગજમાં ડર આવી જાય પછી બાવા અને ધર્મગુરુઓ આવવા લાગે. ભીખારીને પણ ખબર પડી ગઈ કે સરનામાં અને રહેવામાં ફરક છે. સંજયભાઈએ આપેલ કેદારનાથના સરનામા ઉપર તો વાદળા ફાટે છે. કચ્છના ધોમ ધકતા રણમાં તપાસ કરવી જોઈએ…
LikeLike
Nice Lekh alerting on ANDH-SHADDHA.
But…
બાય ધ વે, તમારામાંથી કોઈને જો સાચા ઈશ્વરનું સાચું એડ્રેસ મળે તો પ્લીઝ અમને મોકલાવજો !
This was said as a “joke”.
Even then….The REAL Address of GOD is within ALL Humans !
Do not ask for it to OTHERS…find it within you (within your Heart).
DR. CHANDRAVADAN MISTRY
LikeLike
સંજયભાઈ, આવો સરસ અને ખૂબ જ ઉપયોગી આર્ટિકલ લખવા બદલ ધન્યવાદ અને આભાર.
LikeLike
ભાઇશ્રી, સંજયભાઇ
તમારો લેખ વાચ્યો ખૂબ આનંદ થયો.,
આજના આ યુગમાં આટલુ સચોટ લખવુ ખૂબ અઘરુ છે… પણ લોક જાગૃતિ લાવવી જરુરી છે.,
પણ મને લાગે છે કે લોકો જાગૃત છે જ પણ વર્ષોથી ધર્મના નામે લોકોને જે બીક બતાવવામાં આવી છે તે એમ જલ્દી નીકળે તેવુ લાગતુ નથી ., અથવા તો લોકો ધર્મના નામે પોતાનો સ્વાર્થી પૂરો કરે છે., હુ તો માનુ છું કે શ્રધ્ધા જેવુ કાંઇ છે જ નહી., લોકો ફક્ત અંધશ્રધ્ધામાં જ માને છે. પણ આપણે લોકોની બીકે, ડરીને આવા લેખો લખતી વખતે શ્રધ્ધાના નામે બચવા માટેનો એક માર્ગ છોડી દઇએ છીએ… આમા દરેક લેખકો વિચારકો આવી ગયા.,
ખેર આપના જેવા લેખકો તથા ઓ, માય ગોડ જેવી ફિલ્મ ધર્મના નામે ફેલાયેલી અંધશ્રધ્ધા દૂર કરવાના જે પ્રયત્નો કરતા રહે છે તેને સલામ…
LikeLike
ગોવિંદભાઇ આપનો પણ આભાર કે આપે આવો સરસ લેખ મૂક્યો…..
LikeLike
ગોવિંદભાઈ મને લાગે છે કે ભગવાનને પૃથ્વીના પડ માં માણસોની બહુજ ભીડ થઇ ગઈ છે .એટલે ઓછા કરવાની ઈચ્છા હશે સૌ પ્રથમ અંધ શ્રદ્ધાળુ ઓને ઓછા કરે છે .
LikeLike
ચેતના રૂપે આપણા અને દરેક જીવમાં વસે તે ઈશ્વર … તેને બહાર શોધવાનો ના હોય ..
કુદરતના પણ પોતાના નિયમો હોય છે ..
તેની મર્યાદા સ્વીકારે છુટકો ..
જન્મ અને મરણ તેની મર્યાદા છે ..
કારણ બળાત્કાર થી માંડી ને અકસ્માત પણ હોઈશકે ..
કારણ કે આપણ ને અનુરૂપ નથી માટે તે નિયમોને દોશી માનવા તે આપણી ભૂલ હોઇ શકે ..
મર્યાદા નું ઉલ્લંગન આપણે કરીએ અને દોષ નિયામક ને દઇએ ( નિયમ છે તો નિયામક= ઈશ્વર હશે તેવી કલ્પના નો આદર છે) તે યોગ્ય નથી ..
મંદિર કે મસ્જીદ એ તો રૂપકાત્મક છે .. સરનામું નથી .. માનવતા પૂર્ણ નો વહેવાર તે જ નિયામક નું ખરું સરનામું છે
માટે ખોજ અંતરમાં કરવાની છે ..
અંધ-શ્રદ્ધા થી દુર હોવું તે ઉચિત છે શ્રદ્ધા તોડવી તે યોગ્ય નથી ..
અંધશ્રદ્ધા થી ફેલાતા કેન્સર રૂપી કાદવ થી આ દેહ અને જન્મારાને જળ-કમલ વત /જેમ અલિપ્ત રહેવાનો અવસર છે ..
LikeLike
ગોવિંદભાઇ , આપે આવો સરસ લેખ મૂક્યો….આભાર.
LikeLike
Nice article, worth reading and thinking seriously. But I would rather agree with Shri S P Mehta,s comment above for a plausible solution. Look within. God or call Him Nature, his rules are far more complex than our worldly rules. All said and done, there can never be a religion better than loving humanity. And, you go to temple for your one sake,not for God,s sake.
LikeLike
સંજયભાઇ,
ખુબ અસરકારક લેખ. વાંચીને ૧% લોક પણ સુધરે તો લખેલું સફળ થાય. ખુબ ગમ્યો લેખ.
પલ્લવી.
LikeLike
સંજય છેલ એક સફળ નાટ્ય,પટકથાકાર અને નિર્દેશક છે,તેમણે જે સવાલો ઉઠાવ્યા છે તેવાજ પ્રશ્નો આજની પેઢીના ઘણાં નવયુવાનો પણ ઉઠાવતા રહે છે,પણ કોઇ દિશા નથી દેખાતી! આજ લોકો છેવટે લેભાગુ અને સમાજને ઉઘાડે છોગે છેતરતા સ્વામિઓ,મા’રાજો,કથાકારો,જ્યોતિષીઓ,બાપુઓ અને માતાજીઓના શરણે જઈને પોતાનું શિર ઝુકાવી દેતા હોય છે!(‘સરેન્ડર’ થઈ જતા હોય છે),આ બધાંની તો ખોડખાપણ ક્યાંક આપણાં સ્કુલ-કોલેજોનાં શિક્ષણમાં હોય તેમ લાગે છે.
સ્વતંત્રતા પહેલાં ને પછીનાં ચારપાંચ વરસ બાદ શિક્ષણપ્રથામાં જે બદલાવ થયો તેમાં ઘણી પાયાનીરીતો અને પધ્ધતિમાં જે થયું તેમાં નેતાઓનાં ગુણગાન,આઝદીના ઉમંગ ને ઉમળકાનાજ પાઠ ભણાવાયા,ફાયદા થયા પણ આડ અસર રુપે ‘વ્યક્તિપુજા’ની ‘ઘો’ ઘર કરી ગઈ!
હવેતો આ શિક્ષણ નીકળી શકે તેમ નથી,હિન્દુસ્તાન દેશ બુધ્ધિમાનો,વિચારશીલ,નિપુણોથી ભરપુર છે પણ એટલોજ આંધળી શ્રધ્ધાના ભક્તોથી,
પણ ભરેલો પડ્યો છે! સ્વામિઓ,કથાકારો,બાપુઓ,માતાજીઓ,જ્યોતિષિઓનો પ્રભાવ ઘટવાનું નામ નથી,આ બધાં ‘ભક્તિમાર્ગો’માં પૈસોને
કમાણી એટલાં છે કે બધાંયને ‘લોભ-લાલચ’ છે ને આ ‘વહેતી ગંગા’માં ડુબકી મારતા રહેતા હોય છે! કોઈક્ને ‘લોચો’ મળી જાય છે
નામનાની સાથે કામના પણ મળતી હોય છે,’જેવાં જેનાં કરમ!’
કોઇ ઉપાય કે જવાબ આ પ્રશ્નો ઉઠાવનારને નથી મળતો,સહુકોઇ એકાદ બે લેખ અને બેચાર લીટીઓ લખીને ‘ઉભારા’ કાઢી નાખે છે.
LikeLike
I fully agree with the author. Human beings are very fearful and our parents install fear in us when we are very young. You can not do prayer for God with fear or any expectation in your mind. Buddha explained about God with out any fear but Hindus could not understand it. Any way I appreiate this article.
Thanks again,
LikeLike
ખુબ જ સુંદર લેખ. જેના સંદર્ભમાં સત્યઘટ્ના સાદર રજુ :
પેલો ગઝ્ની ૧૭-૧૭ વાર, સોમનાથનુ મંદિર લૂટી મુર્તીઓને છિન્નભીન્ન કરી હજારો ગાંડાઘેલા ભજનીકોનો શીરચ્છેદ કરી ગયેલો ત્યારે સર્વ શકિતમાન-સર્વવ્યાપીએ ૧૭ વાર ગઝ્નીનો વાળ વાંકો ના કરી શકેલો !!!!!!
જ્યારે આ બધા યાત્રાળુઓતો કદાચ પહેલી જ વાર શુધ્ધભાવનાથી દર્શન કરવા માટે ગયેલા તેમને રક્ષવામા સર્વશકિતમાન કેમ કશુ ના કરી શક્યા ? ? ? ? ?
LikeLike
હજી સતર વાર વાદળા ફાટશે…..
LikeLike
Shree Sanjaybhai.
I’m agreeing with Solnkibhai.That we all feel guilty & have some fear to express our true thoughts to people about our belief for having a shraddha
in God or going to darshna to all this temple.But m proud of you that you were so true & bold enough to write this article to have a truth lives within us,GOD
also lives within us only we look within our heart & with our consciousness & you
are within our supreme self & that is true swarupa of GOD.
LikeLike
GOD IS WITHIN OURSELVES, THAN WHY THOSE FOOLS SEEK HIM SOME WHERE ELSE ???
(અભણ- અશીક્ષીત) સદગુરુ કબીર સાહેબ સાચે જ કહે છે, છતાં કહેવાતા ભણેલાની સમઝ્મા કેમ આવતુ નથી ??)
ना मै मंदिर, ना मै मस्जिद, ना मै काबा कैलाशमें !
तुं कहां को ढुढे बंदे, मै तो तेरे पास मै!!
KABIR SAHEB SAYS DON’T LOOK FOR ME IN KABA(a holy place of Islam)
OR IN KAILASH (a holy place of Hindus). I AM NOT THERE !!!!
PLEASE DONT RUN AROUND ALL OVER THE WRONG PLACES LOOKING FOR ME, WHILE I,AM RIGHT THERE WITHIN YOU.
LikeLike
આ લેખનાં વાંચકોના પ્રતિઘાતોમાંથી એવું જણાય આવે છે કે ‘ઈશ્વરનો’ સદંતર અનાદર માલુમ પડે છે,પણ સાથેસાથે કેટલાક વાંચકો ‘ઈશ્વર’ને દોષિત ઠેરવે છે! કેવો વિરોધાભાસ! ‘એ’ છે કે નહીં તેના વાદવિવાદમાં ના પડતાં એટલું તો કહી શકાય કે આવા કુદરતી કોપને(જેને વિજ્ઞાનિકો ભૌગોલિક/હવામાનના ફેરફાર ગણે છે) જો બધાંજ બુધ્ધિમાનો અને વિચારશીલ લોકો ‘ઈશ્વર’ પ્રેરિત છે એમ માની બેસશે તો પછી ‘વિજ્ઞાન’નું શું થશે? આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ,આવા વેવલાંવેડાં કરી અને ‘ઈશ્વર’ને વચ્ચે કેમ લાવીએ છીએ?
માણસની ‘ખામીઓ’તો જુઓ પોતે કોઇ કામ કરે તેનું ‘ગાણું’ વારંવાર ગાયે રાખશે પણ કહેવાતા ‘ઈશ્વરે’ કરેલ કોપને,જેનાથી અંગત નુકશાની અને દુઃખ આવી પડે છે ત્યારે ‘ઈશ્વર’ની મરજી છેપર છોડી દઈએ છીએ,કાંતો તેમને બેચાર બદદુઆઓ પણ બોલી નાખીએ છીએ,વાહ માણસજાત વાહ!
ધરતીકંપ,નદીપુર,વાદળ ફાટીને થતી અતિવૃષ્ઠિ,દુષ્કાળ,રોગચાળો(જે ઘણી વાર માનવસર્જિત પણ હોય),જબ્બરની સમુદ્ર ભરતી(સૂનામી) જન્મ-મરણ,આ બધાં પ્રકૃતિપ્રેરક છે એ પૃથ્વી પર આ પ્રક્રિયા અબજો વર્ષોથી ચાલુ છે આપણને બધાંને જાણ પણ છે,પણ ઈશ્વરની શોધથી આપણે પાંગળાં થઈ ગયા છીએ,એશિયા ખંડના ધર્મોએ અનેક સારી વિચારધારા આપી પણ માણસે ‘ઈશ્વર’ગોતીને પોતાને ઘણું નુકસાન ચુકવવું પડ્યું છે.
LikeLike
અત્યારે મુસલમાનોનો ઉપવાસનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે. તે અનુસાર મસ્જીદવાળાઓને તો બખ્ખમ બખ્ખા થઈ ગયા છે. રમઝાનમા પુણ્ય અનેક ગણુ મળે છે, તેવુ અંધ્ધ્શ્રધ્ધાળુઓને જણાવીને અને સ્વર્ગની ગેરંટી આપીને તેમની પાસેથી સારા જેવું નાણુ કઢાવી લે છે.
અંધ્ધ્શ્રધ્ધાળુઓ પણ નાણા આપીને, સ્વર્ગની ગેરંટી જગતમાં જ મેળવી ને તથા લાંબી લાબી બંદગીઓ કરીને બાકીના અગ્યાર મહીના પોતાના એજ જુના “બે નંબર” ના ધંધામાં ખોવાઈ જાય છે.
આ છે ધર્મની વ્યાખ્યા.
કાસીમ અબ્બાસ
LikeLike
સરસ બેલેન્સ લેખ આપવા બદલ આભાર સંજયભાઈ અને ગોવિંદભાઈ તમારો અહીં મુકી પહોંચાડવા બદલ.
LikeLike
બહુ સરસ લેખ. અંધશ્રદ્ધા ઘટવાને બદલે વધતી જાય તે હકીકત છે. માણસ માનસિક રીતે કમજોર થતો જાય છે તેવું લાગે છે. કમજોર, નિર્બળ, દરિદ્ર અંધશ્રદ્ધા તરફ વધુ દોરાતા હોય છે. આવા લોકોને એક સહારો જોઈતો હોય છે. અમુક લોકો યુવાવસ્થામાં રેશનલ વિચારો ધરાવતા હોય છે પણ જેમ જેમ વૃદ્ધ થતા જતા હોય તેમ તેમ આસ્તિક બનતા જતા હોય છે. વૃદ્ધાવસ્થા કમજોરી આપે મન પણ નબળું પડી જાય. જોકે ઘણા મિત્રો વૃદ્ધાવસ્થામાં પણ જરાય ડગતા હોતા નથી. હમણા એક હાસ્યલેખો અને વાર્તાઓ લખતા મિત્ર એક સાહિત્ય સભામાં સભામાં મળ્યા. ગાળામાં નાના રુદ્રાક્ષની સોને મઢી માળા પહેરેલી. કોઈ બીજા મિત્રે માળા વિષે ઈશારો કર્યો તો કહે હું રેશનલ ખરો પણ પત્નીને નારાજ નથી કરી શકતો. આપણે જાણીએ છિએ કે ઘરમાં બધા રેશનલ હોતા નથી આપણે જાણે અજાણ્યે એવા પ્રસંગોમાં ઉભા રહેવું પડતું હોય છે , પણ અલ્યા હોશિયાર, માળા તો તારા પોતાના ઉપર એપ્લાય કરવાની હતી ને ? પણ આવા સ્યુડો રેશનલ લોકોને લલ્લુ બનાવતા હોય છે.
LikeLike
આપણે વર્તમાનકાળમાં જીવીએ છીએ. ભુતકાળને ઈતીહાસ કહેવાય.
બાપદાદા વીશે અભીમાન કરીયે પણ એમણે ભુલો કરી હોય તો સુધારવી જોઈએ. ભુલો ન સુધારીએ તો ખોટો ઈતીહાસ ચીતરી નાખીયે.
હર્ષવર્ધન પછી કે એ સમયમાં ઈશ્લામનો ઉદય થયો અને પછીના ૪૦૦-૬૦૦ વરસ ભારત ઉપર નીયમીત હુમલા થયા અને હીન્દુઓ મંદીરની ધજા અને પુજારીઓના આદેશની આજ દીવસ સુધી રાહ જોઈ રહ્યા છે. આપણે ઈતીહાસમાંથી શું શીખીશું?
LikeLike
સંજય છેલ, ટીવી સિરિયલો માટે ડાયલોગ્સ લખે છે. તેમણે પણ પાપી પેટને ખાતર અંઘશ્રઘ્ઘાથી ભરેલા ડાયલોગ્સ લખવા પડે છે. સમયની સાથે અને વહેણની સાથે તરવું પડે છે.
મન અને હૃદયમાં ગમે તેટલાં જુદા વિચારો હોય પરંતુ, ઘર ચલાવવાનું અને બાળકોને મોટા કરવાની જવાબદારી તેમને નિસ્પ્રુહિ બનાવીને આ કામ કરાવે છે.
પૈસો આજે પરમેશ્વર છે. પૈસો મેળવવા ફાંફા મારવાવાળા ૯૯ ટકા હશે. જૌ જીંદગી સરળ અને હાડમારી વિનાની હોય તો હાડમારીમાંથી છુટકોરો મેળવવા કોઇ દેવ કે અલ્લાહ કે જીસસ કે બીજા દેવ દેવીની જરુરત નહિ જ પડે.
હાડમારી માટે દરેકની વ્યાખ્યા જુદી જુદી રહેવાની.
આ પરિસ્થિતિનો ગેરલાભ લેનારા અંઘશ્રઘ્ઘા ફેલાવીને પોતાનો લાભ કરી લેશે.
અંઘશ્રઘ્ઘાનું ઉદ્ગગમસ્થાન ક્યાં છે તે શોઘીયે અને તેને ત્યાંને ત્યાં દફનાવીયે તો પ્રશ્ન જન્મશે નહિં.
સુંદર મનનીય લેખ.
સંજયભાઇને સલામ. ગોવિંદભાઇને અને ગડાજીને અભિનંદન.
અમ્રત હઝારી.
LikeLike
Thanks Amrutbhai, but what have I done here to desere the praise?.
LikeLike
મને અેક ગાંડો ઘેલો વિચાર આવ્યો……….ભારતની આજની સામાજીક અને રાજકિય પરિસ્થિતિ જોતા ભવિષ્ય ઉજળું નથી દેખાતું. આપણે વિચારીયે કે……………
આંતરજ્ઞાતિય , આંતરઘરમિય , આંતર રાષ્ટિય લગ્નો કરવા માટે પ્રોત્સાહન આપવામા આવે તો આવતી ૧ કે ૨ પેઢીમાં પરિણામ દેખાવા માડે. સામાજીક સંબંઘો પ્રેમ વઘારે દુશ્મનાવટ ઘટાડે અને દેશને અેક તાંતણે બાંઘવાને રસ્તે દોરે.
મિત્રો વિચાર વિનિમય કરી શકાય કે નહિ ?
આભાર.
અમ્રત હઝારી.
LikeLike
To-day, Blind Faith is considered Religion. It has become the greatest Business in one sense. India Leads in this and we see the result of it. Indians in many ways are spreading this Blind Faith by Building Temples and doing Rituals everywhere around the World.
They are the biggest Hypocrites, making Money around the World. May their Good Sense see the Light of the day and tread the True Path of `Service to Humanity’, the Best Religion.
Fakirchand J. Dalal
9001 Good Luck Road,
Lanham, Maryland 20706.
U.S.A.
July 22, 2013.
LikeLike
શ્રી ગડાજી,
તમે તો આ લેખ છાપીને લેખકના વિચારોને આવકાર આપ્યો છે. તમે લેખ અને લેખકનું સન્માન કર્યુ છે. અને તેમના વિચારોને વિચારકો સુઘી પહોંચતા કર્યા છે. મેં લેખ, લેખક અને તમારો બન્નેનો આભાર વ્યક્ત કરેલો છે.
અમ્રત હઝારી.
LikeLike
Sir,
Govindbhai is the one who picks, chooses and posts all the article, including mine. I do not play any role in that. He deserves all the credit for the selection. I get the credit and the criticism only for my articles.
Anyway, thanks a lot for your kindness.
LikeLike
Very Nice…
LikeLike
Nice and thought provoking article. Unfortunately in the age of science an modernity there are hundreds and thousands who practise blind faith. Hindus, Muslims Christians have become preys of this blind faith. Here in the west and Europe you won’t find number 13 in elevators (Lifts) of high rise apartment or condo buildings. People crossing their ways because cats cross their ways. Did anyone think about those cats whose ways these people cross? What cats must be thinking?
The business of the religion is the best because there is no recession and there will never be. Jay ho bhakto nee. It pains to see more and more youth turning toblind faith.
Firoz Khan
Journalist/Columnist
Toronto, Canada.
LikeLike
Dear firozbhai,
Yes, it is profiting business .. So would you start one??
The age of science & modernity don’t bring change.. It is proven & hence irrelevant too..
Any change depends on belief & action of one’s own self.. So why feel uncomfortable for what others do..
I can choose the alternative path & set example.. So can you & any/every one else.. So perhaps ignoring those follower sheeps & do the right thing at critical time could be the best possible action
SP
+1 312 608 9836
LikeLike
Andhshrdhha aajkal vadhi rahi chhe te hakikat chhe. educated loko vadhu andhshrddha ma dubela chhe.. atle j dharmik vidhi karva vala ne ghee kela malta rahe chhe… lasho uper thi sona chandi na dagina lootnara mandiro ma vadhare hoi chhe.-Kanji Gohel, Vadodara
LikeLike
Intresting Article. What we all have carried away with is our identity. Identity of being Hindu or Muslim or Christian and so forth. In mix of this Identity – we definitely forget our religion (our Dharma). I strongly believe GOD created Human so Human can follow religion of HUMANITY. For once, I do not feel sorry for any of pilgrims who have lost their life.
How do we know that these prઅન્ધશ્રદ્ધા અને ધર્મના વેપારીકરણની વાત, પરમ્પરાના નામે પાખંડનો વલ્ગર અતીરેક મને ઈશ્વરના અનાદર જેટલો જ ખુંચે છે !pilgrimer were doing their Yatra with honesty? It is all in ‘balancing’. Catastrophic events continue to happen throughout world and many lives are being lost.
As a Human, we should focus on Humanity. But we all are in business in name of religion as author mention “અન્ધશ્રદ્ધા અને ધર્મના વેપારીકરણની વાત, પરમ્પરાના નામે પાખંડનો વલ્ગર અતીરેક મને ઈશ્વરના અનાદર જેટલો જ ખુંચે છે !” How true this is!
Address to GOD is in Humanity. Live your life as human and do your deeds in name of Humanity. If he does exists, he will be with you all the way. And no you do not need to go Kedarnaath or Haridhwaar or Vetican or Makkaa.
LikeLike
govindbhai manasni budhdhie sitla jeva chepi rog kadhi naakhya ej manasni budhdhi andh shradhdhana bhayakr rogno naash kari shakshe
LikeLike
હે પ્રભુ શું થશે ?
આપણા સાધુઓ ( …………… ) કરતાં સામાન્ય માણસ વધુ ઈમાનદાર અને વધુ નીતિમાન છે શ્રીમંતાઈ કોઈ મંદિરના શિખરો અને તેની ઉપરની ધજાથી નથી આવતી અને શ્રીમંતાઈ કોઈ ને સહેજ પણ નથી હોતી. સાચા પ્રભુ તો એ જરૂરિયાતવાળા પરિવારમાં રહેલો છે જેને તમે તહેવારોની ખુશી આપી શકો છો. ધર્મની જડતા, અંધશ્રદ્ધા, સાધુઓને નમન ,પાયન એ તો વૈચારિક દરીદ્રતા કહેવાય …………. ધર્મનું જ્યારે માર્કેટિંગમાં રૂપાંતર થાય છે ત્યારે ધર્મ અદૃશ્ય થાય છે. પછી તે ધર્મ મટી સંપ્રદાયની ભાષામાં આવી જાય છે. લોકોની આંખો ક્યારે ઉઘડશે ?…………………. ધર્મ ક્ષેત્રમાં ઉદભવેલી આ બદીઓને કોણ દુર કરશે ?…………….કોઈ બોલનારને ધર્મની નિંદા થશે તેમ અષ્ટમ પષ્ટમ સમજાવી ચુપ કરી દેવાય છે.
કવિ કરસનદાસ માણેક કહેતા …
દરિદ્ર , દુર્બળ , દીવ , અદુતો
અન્ન વિના અડવળતા
દેવદ્વારની બહાર ભટકતા
ટુકડા કાજ ટટળતા
…………. લોકોના પૈસે અન્નકૂટમાં અસંખ્ય દુધની તથા માવાની વાનગીઓ બનાવી પોતે જ આરોગતા હોય છે.
હિન્દી કવિ ચંદ્ર્સેને કહ્યું હતું …
ઇસ જહામે ફકીરોકે કોઈ ઘર નહિ હોતા.
ત્યારે અહીં તો મંદિરોમા જ મહેલો બાંધી સંપ્રદાય ના વડા માટે સોનાથી મઢેલ સિંહાસન હોય છે……..
અંતમા આવા સ્વામીઓ, ધ.ધુ.પ.પુ.ઓ જેટલી જ જવાબદાર આમજનતા પણ છે. હજુ પણ તમારે જો દાન જ કરવું હોય તો જ્યાં જરૂર છે ત્યાં રૂબરૂ જ કરો. શિક્ષણ અને આરોગ્ય માં દાન કરો. કહેવાતા હરિભક્તોની ઘેર પધરામણી કરવી હોય તો લીલી નોટો રૂપી લક્ષ્મી દેખાડવી પડે…. મોટા ભાગના લોકો આ બધું જ જાણે છે છતાં આવા લોકોની મોહ માયાની નજરમા સપડાઈ જ જાય છે.
જગદીશ ભૂલેશ્વર જોશી
LikeLike
@જગદીશ ભૂલેશ્વર જોશી.. શું હિંમત દાખવી છે આપે આ લખીને.. એકદમ સત્યવાત કહી છે.. જ્યારે આ દેશમાં ધર્મની અંધતા છોડી દેશે ત્યારે વિશ્વનો શ્રેષ્ડ દેશ હશે… અમેરીકનોની વિઝા માટે લાઇન લાગશે આપણા દેશમાં….
LikeLike
વહાલા જગદીશભાઈ ભૂલેશ્વર જોશી,
કોઈ એક વ્યક્તી, સંસ્થા, સંપ્રદાય કે જુથને લક્ષ ન બનાવવા વીનન્તી.
–ગો.મારુ
LikeLike
પ્રિય ગોવિંદ ભાઇ,
તમે બે લીટીઓ લખીને વાંચકોને શું કહેવા ઈચ્છો છો? મોઢું બંધ કરો !
તમારો ‘બ્લોગ’ કોઈ ‘અખાડો’નથી કે જેને મન ફાવે તેમ ‘ભોંકે’! તમે એક ‘પુરા રેશનાલિસ્ટ’ છો,તમે વાણી સ્વાતંત્રતામાં પણ માનો છો.
તમારો ‘બ્લોગ’ શિક્ષિત,બુધ્ધિમાન,સંસ્કારી,અને ‘રેશનાલિસ્ટ’ ‘નાસ્તિક,તેમજ મારા જેવા વાંચકો રસપુર્વક વાંચતા હોય છે અને
પોતપોતાની આવડત મુજબ લેખોના વિષય પ્રમાણે ‘વાચક’ની કટારમાં પોતાના વિચારોના પ્રત્યુત્તર લખતા રહેતા હોય છે.
હજુ સુધી કોઇએ ‘અપશબ્દ’ અપમાન’ કે ઉતરેલી ‘ગટર’ની ભાષા વાપરી હોવાનું વાંચ્યું નથી,આ તે તમારા વાંચકોની ‘સારપ’ કહો કે
સંસ્કારીતા કહો.જો કોઇએ કોઇ સંપ્રદાય,કોઇ ભક્તિમાર્ગ કે ધર્મની વિરુધ્ધ કંઇ લખ્યું હોય તો તેમણે પોતાની મર્યાદા પણ વટી નથી.
જનસમુહ અને લોકોની ‘અન્ધશ્રધ્ધા’ને આવા લોકો અને આવી સંસ્થા પોષી રહી છે ને તેમને ખુલ્લા પાડવાજ પડે,તેમાં કોઇ શેહશરમ
શાની હોય! આળપંપાળ કરીને શા માટે કદમપોશી કરવી પડે! હા,તેવા લોકો થકી જો ફાયદા કે લાભ થતા હોય તો પછી આવા ‘બ્લોગ’ આપણે
કેમ ચલાવી લેવા કે ચલાવવાજ જોઇએ. સમાજમાં ‘બંડખોર’ લોકોજ સુધારણાની ‘આલબેલ’ વગાડતા રહેતા હોય છે.
ગુજરાતમાં બહુ વરસ પહેલાં એક જાણીતા લેખક/કટાર લેખકે સાપ્તાહિક શરુ કરેલ,તેમાં ઘણું સારૂં લખાતું,તે સાપ્તાહિક લોક્પ્રિય પણ થયું,
એક વાર તેના તંત્રીશ્રીએ એક સંપ્રદાય વિશે કોઇ ખુલ્લમખુલ્લા લેખ લખીને સાપ્તાહિકના ધનિક ભાગીદારો/ટેકેદારોનો ખોફ વહોરી લીધો,
બસ તેમને ત્યાંથી પોતાના ‘બિસ્ત્રા ગોળ કરવાનું’ થયું (મતલબ છુટ્ટા કર્યા).આવી દાદાગીરી આપણે ત્યાં ચાલે છે!
આવીતો કેટલીય ‘કહાણી’ છે,તમે તો આ ‘બ્લોગ’ ચલાવીને કોઇની તાબેદારી તો નથી કરતા,તો શા માટે તમારે આ બે લીટીઓ લખવી પડે!
હા વ્યક્તિગત કોઇ તરફ આંગળી ન ચીંધાય તેની ચીવટ રાખવી પડે અને સમય આવે તો તેમના ‘ગોરખધંધા’ની પણ ખંખેરણી કરી
તેમને ખુલ્લા પાડવા પણ જરુરી છે.
લખવાની જગ્યા આપવા બદલ આભાર.
લિ.પ્રભુલાલ ભારદિઆ
ક્રોયડન,લંડન.
LikeLike
શ્રી ભારદીયા સાહેબ,
તમે અભીવ્યક્તી બ્લૉગ માટે વ્યક્ત કરેલી ભાવના બદલ આભાર.
અમે જનસામાન્યમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાનો વિરોધ કરીએ છીએ… આપણા સમાજમાં ધર્મશ્રદ્ધા કરતાં સંપ્રદાયશ્રદ્ધા વધુ પ્રબળ છે, આથી અમારા લેખો સંપ્રદાયોને પણ લાગુ પડે છે.પરંતુ દરેક સંપ્રદાયમાં શું ચાલે છે તેનો અમે કદી અભ્યાસ હાથ ધર્યો નથી એટલે અમારા તરફથી કશું અનધિકૃત અમે નહીં લખીએ. જે તે સંપ્રદાયના અનુયાયીની એ ફરજ છે કે એ પોતાના સંપ્રદાયમાં થતા અનાચાર, ભ્રષ્ટાચાર કે અધર્માચારને ખુલ્લો પાડે. એ આવો કોઈ પત્ર પોતાના સંપ્રદાયના સાથીઓને કે ધર્મગુરુને લખશે અને અમને મોકલશે તો અમે પૂરતી તપાસ કરીને એ જરૂર પ્રસિદ્ધ કરીશું.
બાકી તો કોઈ એક સંપ્રદાયની વ્યક્તિ કોઈ બીજા સંપ્રદાય પર આક્ષેપો કરે અને પોતાના સંપ્રદાયને સારો ચીતરવાનો પ્રયત્ન કરે એ તો આપણા દેશમાં સામાન્ય વાત છે. એને અમે પ્રોત્સાહન આપીએ તો બન્ને સંપ્રદાયો વચ્ચે શાબ્દિક યુદ્ધ અને ગાળાગાળી થશે અને બન્ને સંપ્રદાયના લોકો વધારે અતાર્કિક બની જશે, પરિણામે અંધશ્રદ્ધા ઘટવાને બદલે વધશે.
આજે જરૂર છે સંપ્રદાયની અંદરના જ કોઈ એવા હિંમતવાન જણની જે એમના ધર્મગુરુઓનાં પાખંડોનો ભંડો ફોડે. બહારના માણસો એ કરવા માગતા હોય તો અભીવ્યક્તી એમનું માધ્યમ નહીં બને. આટલી સભ્યતાની મર્યાદા સાથે વિચાર સ્વાતંત્ર્યને સંપૂર્ણ માન આપવા અમે તત્પર છીએ.
પોતાના સંપ્રાદાયના અનાચારોથી ગૂંગળાતા કોઈ સજ્જન/સન્નારીને અમારા મંચનો ઉપયોગ કરવાનું અમારું આમંત્રણ છે, જે આશા છે કે આપ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચાડશો.
ફરીથી આભાર.
–ગો.મારુ
LikeLike
સંજયભાઈ છેલના લેખની શરુઆતમાં એક ચીત્ર પટ્ટી દેખાય છે.
પશુને નમન અને પત્થરની પુજા…
પશુને ડર લાગે છે કે બલીદાન આપવું પડશે અને પત્થર હસે છે…
LikeLike
I like and appreciate the policy and protocol of Abhi Vyakti and Govindbhai Maru. No, we should not target or criticise any particular religion or sect (Panth) because then it will lead to chaos and the real intention will be defeated. It will also tantamount to be an interference into one’s religion. follower of that particular religion or sect should raise their voices.
The fact is whether it is Islam, Christianity, Hinduism, Judaism or Budhhism followers in general have forgotten Humanity (Manav Dharma). The followers of Islam too pactise Dora, Dhaga, Mannat, Tavij etc. which is totally against teachings of islam and hence prohibited.
Aaje to bhai dharma naame dhating vadhaare thai rahiya chhe. Writers, poets have been raising their voices from time to time but to no avail.
Govind Maru through Abhi Vyakti is doing a commendable job.of requesting people to follow the real dharma and not the Karmakand. Statues of so called Gods and Godesses and even Dargahs are washed by milk whereas crores of children are dying of malnutrition!! I don’t understand where and which Dharma teaches this nonsense.
And, yes one can be a person of good virtues with or without any religion. Its one’s choice.
Firoz Khan
Journalist/Columnist
Toronto, Canada
LikeLike