આરોપી ફરાર છે.

–દીનેશ પાંચાલ

                            દુનીયાનું સૌથી હીંસક પ્રાણી કયું ?

                            દુનીયાનું સૌથી લુચ્ચું પ્રાણી કયું ?

                            દુનીયાનું સૌથી સુંદર અને બુદ્ધીશાળી પ્રાણી કયું ?

                            માનો યા ના માનો પણ આ ત્રણે પ્રશ્નોનો જવાબ એક જ છે– માણસ !

આ પૃથ્વીલોકમાં હેવાનીયત અને ઈન્સાનીયતના બધા ઍવોર્ડ માણસે અંકે કરી લીધા છે. માણસ સાડા પાંચ ફુટનો જટીલ કુટપ્રશ્ન છે અને માણસ જ એ કુટપ્રશ્નોનો જવાબ છે. (બચુભાઈના મત મુજબ માણસ આ દુનીયાનો મેનેજીંગ ડીરેક્ટર છે. માણસે અવનવી શોધખોળો દ્વારા જે કુનેહથી દરેક કુદરતી રહસ્યની બાંધી મુઠી ખોલવા માંડી છે તે નીહાળી મને હીન્દી ફીલ્મના વીલનનું સ્મરણ થાય છે. એ વીલન પ્રારમ્ભમાં તેના માલીકનાં બધાં ધંધાકીય રહસ્યો જાણી લે છે. પછી ચાલાકીપુર્વક માલીક પાસેથી તેની સમગ્ર મીલકત પડાવી લે છે. માણસે પણ ભગવાન જોડે એવી દગાબાજી કરી હોય એવો વહેમ પડે છે.)

અલબત, જીવન અને મૃત્યુ જેવી કેટલીક મહત્ત્વની મેઈન સ્વીચો હજી ઉપરવાળાએ પોતાના હસ્તક રાખી છે. જો કે એમ કહેવુંય સંપુર્ણ સાચું નથી. જન્મની ચાવી માનવીએ ઈશ્વરના જુડામાંથી સેરવી લઈ, કુટુમ્બનીયોજનની ખીંટીએ લટકાવી દીધી છે. આ પૃથ્વીલોકમાં, અસલના કોઈ જુલમખોર જાગીરદાર જેવી દાદાગીરી મૃત્યુની હતી. પરંતુ ‘પેસમેકર’ની શોધ પછી હવે માણસે મૃત્યુના ગઢમાંય ગાબડું પાડી દીધું છે. એટલેથી જ એ અટક્યો હોત તો ધુળ નાખી; પણ એણે આ દુનીયાના શીલ્પી એવા ભગવાનને જ મંદીરની જેલમાં એવો પુરી દીધો છે કે બીચારો પેરૉલ પર પણ છુટી શકતો નથી ! અને એથી જ મૃત્યુ બાદ ભગવાન પોતાના ગુનાનો શો ફેંસલો કરશે તે વાતની માણસને ચીંતા સતાવે છે. પણ માણસ જેનું નામ ! મૃત્યુ બાદ ભગવાનને લાંચ આપી કેવી રીતે ફોડી કાઢવો તે ઉપાય પણ એણે વીચારી રાખ્યો છે. આ રહ્યો એ ઉપાય–

                            ‘લે ચલ છુપા કે કફન મેં બોતલ

                            કબ્ર પે બૈઠ કે પીયા કરેંગે…

                            ઔર જબ ખુદા કરેગા ગુનાહોં કા ફેંસલા…

                            તો દો દો જામ ઉસે ભી દીયા કરેંગે…!’

ક્યારેક માણસ એવો દુષ્ટ બની રહે છે કે એને માથે હથોડો ઝીંકવાનું મન થાય છે. ક્યારેક એ એટલાં સારાં કામો કરે છે કે ગદ્ ગદ્ બની વીચારી રહીએ છીએ– ભગવાન તે વળી આનાથી જુદો કેવોક હોતો હશે !  ટુંકમાં, માણસ જ મધર ટેરેસા અને માણસ જ મેમણ બ્રધર્સ…! સમુદ્રમંથનમાંથી નીકળેલું ઝેર એટલે માણસ…! અને શંકરની જટામાંથી પ્રગટતી પ્રેમની ગંગોત્રી એટલે પણ માણસ…! માણસ નામનું કોડીયું, પુરુષાર્થનું તેલ અને બુદ્ધીની જ્યોત… આ ત્રણેના ત્રીવેણી સંગમથી દુનીયાનો ચોક પ્રગતીના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો છે. ભગવાનને ખોટું ન લાગે તે માટે માણસ કહેતો ફરે છે – ‘ઈશ્વરની ઈચ્છા વીના એક પાંદડુંય હાલતું નથી.’ પણ બીજી રીતે એણે જ્ઞાન–વીજ્ઞાનના અને ટૅકનૉલૉજીના વીકાસ વડે દુનીયામાં એવું ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપ્યું છે કે એની ઈચ્છા વીના એક પાંદડુંય ઉગી શકતું નથી.

ધુળમાં ગબડી પડેલું બાળક ધુળ ખંખેરીને બેઠું થઈ જાય, એમ વીક્રમસર્જક ભુકંપમાંથીય માણસ ઝડપથી બેઠો થઈ ગયો છે. અભુતપુર્વ જળસંકટ હોય, કારમો દુષ્કાળ હોય કે ભયંકર રોગચાળો હોય… માણસને હવે મચ્છરની જેમ મસળી નાખવાનું સહેલું રહ્યું નથી. ભલું થજો માણસનું કે એણે કુદરત રુપી ઉંટના ઢેકા પર બુદ્ધીપુર્વકના કાંઠા કર્યા છે. પુનરોક્તીનો ભય વહોરીનેય કહું કે માણસને સો વર્ષનું આયુષ્ય આપીને કુદરતે 42 વર્ષે જ એને આંખે આંધળો બનાવી દીધો. માણસે ચશ્માં ના શોધ્યાં હોત તો અડધી દુનીયા હાથમાં લાકડી લઈ સુરદાસ બની ઘુમતી હોત. બે વર્ષની બેબીની આંખોમાં મોતીયો હોય એવું નજરે જોઈએ ત્યારે વીચાર આવે છે – આ તે ઈશ્વર છે કે આતંકવાદી ? (માણસની આંખનો મોતીયો કાઢી આપતો ડૉક્ટર એટલે મારે મન ભગવાને રચેલી અંધાપાની જેલમાંથી માણસને જામીન પર છોડાવતો ફરીસ્તો !)

ભગવાને માણસને બહેરો બનાવ્યો તો માણસે ઈયરફોન બનાવ્યું. ભગવાને માણસને લંગડો બનાવ્યો તો માણસે કૃત્રીમ પગ બનાવ્યો. દેહની નાની મોટી બીમારીથી માંડી હૃદય અને મગજ જેવાં નાજુક અવયવોનાં ઓપરેશનો કરવાની ત્રેવડ હાંસલ કરીને માણસે માણસની લાજ રાખી છે. ભગવાન ડાળે ડાળે ચાલ્યો તો માણસ પાંદડે પાંદડે ચાલ્યો ! કલ્પના કરી જુઓ, પેટમાં ઍપેન્ડીક્સનો દુ:ખાવો ઉપડ્યો હોય તે ટાણે રામનામનાં મંજીરાં વગાડવાથી દુ:ખાવો દુર થઈ શકે ખરો ? માણસે શસ્ત્રક્રીયાની શોધ કરવાને બદલે જીવનભર પ્રભુભજન જ કર્યા કર્યું હોત તો વધેરાતા બકરા જેવી ચીસો પાડતા માણસને શી રીતે દર્દમુક્ત કરી શકાયો હોત ? કુદરત આડી ફાટે અને સ્ત્રીના ગર્ભમાં બાળક આડું થઈ જાય અથવા કોઈ કારણસર બાળક નોર્મલ રીતે ન અવતરી શકે ત્યારે શું કરી શકાય ? સીઝેરીયન ઓપરેશનની શોધ નહોતી થઈ તે જમાનામાં એવી સ્ત્રીઓએ તો એડી રગડી રગડીને મરવું જ પડતું હશેને ?

અમારા બચુભાઈ અને ભગવાન વચ્ચે કોંગ્રેસ અને ભાજપ જેવું ચાલે છે. તેઓ ભગવાન વીશે બહુધા હળવાશમાં તો ક્યારેક ગંભીરપણે વાતો કરતા રહે છે. તેઓ કહે છે : ‘લાખ વાર કબુલ કે માણસને એ બધી શોધખોળ કરવાની બુદ્ધી ભગવાને આપી છે; પણ કોઈ મને એ સમજાવો કે ભગવાનની એ કેવી વીચીત્ર નીતી; કે પહેલાં તે સ્ત્રીના પેટમાં બાળકને આડું કરી દે છે અને પછી માણસને સીઝેરીયન કરવાની બુદ્ધી આપે છે ! એ મહાશયનું ટીખળ તો જુઓ પ્રથમ માણસને દાઢનો દુ:ખાવો આપે છે પછી શાનમાં સમજાવે છે – ‘હવે લવીંગનું તેલ ઘસ અને ફટકડીના કોગળા કર !’ એમ સમજો કે ચોરને ચોરી કરવા ઉશ્કેરે છે અને શાહુકારને એ જાગતા રહેવાની સલાહ આપે છે ! સાચું કહું, મને ચશ્માંની શોધથી એટલો આનન્દ થતો નથી, જેટલું દુ:ખ 45 વર્ષે માણસની આંખ નબળી થઈ જાય તે વાતથી થાય છે !’

હમણાં ડૉક્ટર મીત્રે એક વીચીત્ર કીસ્સો કહી સંભળાવ્યો. એમની પાસે લગભગ વ્યંઢળ પ્રકારનો એક દરદી આવ્યો. એ ભયંકર જાતીય આવેગથી પીડાતો હતો. જે શક્ય નહોતું તેની તીવ્ર તલબ જાગી હતી. એમ સમજો કે જેનું ગર્ભાશય કાઢી નાંખવામાં આવ્યું હોય એવી સ્ત્રીને માતૃત્વ ધારણ કરવાની ઈચ્છા જન્મે તેવો ઘાટ થયો હતો. પગ વીનાના પુરુષને ભગવાને પર્વત ચઢવા ઉશ્કેર્યો હતો. ફાંટાબાજ કુદરતનું આ કેવું કરુણ ટીખળ ? બચુભાઈ કહે છે: ‘ભગવાન માણસને ક્યારેક એવી હાસ્યાસ્પદ સ્થીતીમાં મુકી દે છે માનો કોઈ વ્યક્તીને જુલાબની દશબાર ગોળીઓ ખવડાવી દીધા પછી તેના જાજરુમાં પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવે !’

જરા વીચારો, ભગવાનની એ કેવી મેન્યુફેક્ચરીંગ ડીફેક્ટ કે એણે માણસને પુરાં સો વર્ષનું આયુષ્ય આપ્યું હોય અને બેતાલીશ વર્ષે જ આંખે બેતાલા આવી જાય ! એરોપ્લેનની ટાંકીમાં એક જ લીટર પેટ્રોલ સમાઈ શકે એવી ટુંકી બુદ્ધીની વ્યવસ્થા કરનાર એન્જીનીયરને આપણે કહીએ તો શું કહીએ ? માણસ કોઈ વાહન બનાવે છે ત્યારે તેના વારંવારના પરીક્ષણ બાદ તેને અદ્યતન અને સંપુર્ણ ક્ષતીરહીત બનાવીને રોડ પર દોડતું કરે છે. પણ ઉપરવાળા એન્જીનીયરે માણસની ડીઝાઈન એવી નબળી ઘડી છે કે પચાસ–સાંઠ વર્ષે જ તે પેટ્રોલ વીનાના સ્કુટરની જેમ ડચકાં ખાવા લાગે છે. ભગવાન જેવો ભગવાન થઈ આવી નબળી ક્વૉલીટીનો માલ પૃથ્વીલોકમાં સપ્લાય કરે એમાં ભલે એના ધંધાને ખોટ ના જતી હોય; પણ જેઓ એનો ભોગ બને છે તેનું જીવન તો સો ટકા બરબાદ થાય છે. નબળી આંખવાળા, નબળા હૃદયવાળા કે નબળા મગજવાળા કેટલાય કમનસીબ માણસો કુદરત સામે ગ્રાહક સુરક્ષામાં જઈ શકતાં નથી. મૃત્યુલોકની અદાલતમાં ઈશ્વર અપરાધી ઠરે તોય પ્રશ્ન એ છે કે એને કયે સરનામે સમન્સ મોકલવો ? શી રીતે એની ધરપકડ કરવી ? આરોપી સદીઓથી ફરાર છે !!!

દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 06 એપ્રીલ, 1997ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel Co-op Husing Society (Krishna Apartments, B-Wing), Opp. Balaji Garden, Sector 12-E,  KOPARKHAIRNE.  Navi Mumbai 400 709 સેલફોન: 8097 550 222

ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 26–07–2013

37

 

 

30 Comments

 1. આરોપી સદીઓથી ફરાર છે !!! કેટલી બધી સાચી વાત!
  સરસ લેખ. અભીનંદન અને હાર્દીક ધન્યવાદ દીનેશભાઈ તથા ગોવીંદભાઈને.

  Like

 2. દુનીયાનું સૌથી હીંસક, લુચ્ચું, સુંદર અને બુદ્ધીશાળી પ્રાણી કયું ?
  જવાબ એક જ છે– માણસ !

  એક કવિએ ખરેખર કહ્યું છે:

  તુલસી આ સંસારમાં માણસે માણસે ફેર,
  એક લાખમાંયે ના મળે, ને એક ત્રાંબીયાના તેર

  કાસીમ અબ્બાસ
  Character map for Gujarati transliteration

  Like

 3. વાહ વાહ !!!! ભગવાન જેવો ભગવાન થઈ આવી નબળી ક્વૉલીટીનો માલ પૃથ્વીલોકમાં સપ્લાય કરે એમાં ભલે એના ધંધાને ખોટ ના જતી હોય.

  Like

 4. Aropi farar che gana samay thi pan sodhvani tasdi to matre Abhivyakti e j kari che, Baki wanted rehvu ene pan pasand nathi,
  Gumarah thayelo manas che, karan ke kudrate banavali darek vastu (Hu ant tame ) sarij che koik pan ahini hava j evi che koi gumrah thai jay che,

  Like

 5. દીનેશ ભાઈએ પ્રશ્ર્ન કરેલ છે કે આ તે ઈશ્વર છે કે આતંકવાદી ? અરે ! દીનેશ ભાઈ એ આતંકવાદી જ છે અને છેવટે અરબ સાગરમાં દફનવીધી થશે.

  Like

 6. Surprisingly,I see ‘Ishwar’ is live again in this column!!!
  Dinesh Panchal has raised and Govindbhai Maru has supported him
  giving space in this medium!!
  Wah Wah!

  Like

 7. ઈશ્વર ની હાંસી ઉડવા માં તમને સૌ ને બૌ મજા આવે છે???? નઈ???

  હું નથી માણસ ને ઈશ્વર ની ડીફેક્ટ માનતો નથી ઈશ્વર નો બચાવ કરી રહ્યો…….

  તમને એ વાંધો છે કે ભગવાને તમને આંખો નબળી આપી દોસ્ત…..
  કોઈને આંધળા તો કોઈ ને લુલા તો કોઈને મંદ બુદ્ધી ના બનાવ્યા દોસ્ત……

  ક્યારેક ક્રિકેટ માંથી સમય મળે!!!!!( હા, મને ક્રિકેટ ની પાછળ ના ગાંડપણ નો વાંધો છે) તો પેરા ઓલોમ્પિક ના થોડા વિડીયો જોવાનું રાખજો……

  આસ્તિકો ને ઈશ્વર માં શ્રદ્ધા વધારે અને નાસ્તિકો ને માણસ હોવાનું ગરવા વધારે એવા શુરવીરો ત્યાં પાકે છે……

  આપણા દેશ માં પણ એવા ઘણા છે…બસ એમની વાતો બહાર નથી આવતી………

  નેશનલ જીયોગ્રાફી ચેનલ પર પણ આવો એક હમણાં પ્રોગ્રામ આવે છે…જ્યાં શારીરિક અને માનસિક રીતે ખામી ધરવતા લોકો ની પ્રેરણાદાયી સીરીઝ આવે છે………….

  જેમ આપણા દેશ માં થતી આત્મશ્લાઘા જેટલું નુકશાન કરે છે દેશ માટે એટલું જ નુકશાન “ઈશ્વર નથી-છે” એ પાછળ થતું જ રેહતું હોય છે……

  દિનેશ ભાઈ, ચાલો એક વાર માની લઈએ કે મનુષ્ય માં થતી આવી શારીરિક કે માનસિક વિકલાંગતા ઈશ્વર નો નુકશાની વાળો માલ છે…તો શું એના માટે ઈશ્વર પર દોષારોપણ કરવા માં સમય બગડ્યો ને જ તમે……. 🙂

  આપણા દેશ ના લોકો ( મારા સહીત) નો આ એક મોટો પ્રશ્ન છે જે મને આજ સુધી નથી સમજાયો???? શા કામ આપણે હમેશા દોષ નો ટોપલો બીજા પર ધોળી દઈએ છે???

  આપણે એમાં સુધારા લાવતા કેમ નથી????

  દરેક વ્યક્તિ એવી છે એમ હું નથી કેહતો……પણ કશે ક્યાંક તો ખામી છે એ સહુ કોઈ સંમત થશે….ખોટો હોઉં તો કહો???

  ઈશ્વર પ્રત્યે ના ફરિયાદીઓ ને એ જનાવવાનું કે; ” કેમ આપણે એને બતાવી દઈએ કે , જ તે મને વિકલાંગતા આપી???? હું પણ તને બતાવી દઈશ કે હું કઈ ઓછો નથી??? આમાં પણ સફળ થઇ ને બતાવી દઈશ તને………………..”

  ઈશ્વર પ્રત્યે આસ્થા ધરાવતા લોકો માટે; “હે ઈશ્વર મને ખબર છે કે તે ભલે મને વિકલાંગતા આપી પણ આમાં પણ મને સફળતા અપાવા માં તું હમેશા મારી સાથે છે એ મને વિશ્વાસ છે….અને જયારે સર્વ શક્તિમાન વ્યક્તિ(ઈશ્વર) મારી જોડે છે તો હું પણ મેહનત કરવામાં કોઈ જ પછી પાણી નઈ રાખું….)

  આવો એટીટ્યુડ આપણે કેમ ના રાખી શકીએ??????

  અંત માં ભૂતનાથ મુવી નો એક ડાઈલોગ મુકું છું……….” ज़िन्दगी की रेस में कोई चमत्कार नहीं होता, तुम्हे खुद ही महेनत करनी होगी और ये दौड़ जितनी होगी..जाओ बंटू जाओ और अपनी ताकत से और अपनी महेनत से ये दौड़ जीतकर सबको दिखादो”

  આ બેઠો ડાઈલોગ કદાચ નથી પણ અર્થ તો અમિતાભ નો એવો જ છે કે એ પોતાના જાદુ ની મદદ નાનકડા બન્ટુ ને નહિ કરે, બન્ટુ એ પોતાની મદદ જાતે જ કરવી પડશે…..મેહનત કરી ને……………

  જતા જતા એક કવિતા;

  જો રવીન્દ્રનાથ ટાગોર રચિત આ કવિતા નો ગુજરાતી અનુવાદ ” તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાણે રે……….” આખી કવિતા ની લીંક હોય તો પ્લીઝ જણાવજો, સ્કુલ માં જયારે આવતી તી ત્યારે એવી સભાનતા નોતી કે આ મહામુલી કવિતા સોને મઢાવા જેવી છે…અને હવે જયારે એના પ્રેમ માં છું તો મળતી નથી….. 🙂

  যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে।
  একলা চলো, একলা চলো, একলা চলো, একলা চলো রে॥
  যদি কেউ কথা না কয়, ওরে ওরে ও অভাগা,
  যদি সবাই থাকে মুখ ফিরায়ে সবাই করে ভয়—
  তবে পরান খুলে
  ও তুই মুখ ফুটে তোর মনের কথা একলা বলো রে॥
  যদি সবাই ফিরে যায়, ওরে ওরে ও অভাগা,
  যদি গহন পথে যাবার কালে কেউ ফিরে না চায়—
  তবে পথের কাঁটা
  ও তুই রক্তমাখা চরণতলে একলা দলো রে॥
  যদি আলো না ধরে ওরে ওরে ও অভাগা,
  যদি ঝড়-বাদলে আঁধার রাতে দুয়ার দেয় ঘরে-
  তবে বজ্রানলে
  আপন বুকের পাঁজর জ্বালিয়ে নিয়ে একলা জ্বলো রে।।

  हिंदी अनुवाद;

  तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे
  फिर चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे
  ओ तू चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे

  तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे
  फिर चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे

  यदि कोई भी ना बोले ओरे ओ रे ओ अभागे कोई भी ना बोले
  यदि सभी मुख मोड़ रहे सब डरा करे
  तब डरे बिना ओ तू मुक्तकंठ अपनी बात बोल अकेला रे
  ओ तू मुक्तकंठ अपनी बात बोल अकेला रे

  तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे

  यदि लौट सब चले ओरे ओ रे ओ अभागे लौट सब चले
  यदि रात गहरी चलती कोई गौर ना करे
  तब पथ के कांटे ओ तू लहू लोहित चरण तल चल अकेला रे

  तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे

  यदि दिया ना जले ओरे ओ रे ओ अभागे दिया ना जले
  यदि बदरी आंधी रात में द्वार बंद सब करे
  तब वज्र शिखा से तू ह्रदय पंजर जला और जल अकेला रे
  ओ तू हृदय पंजर चला और जल अकेला रे

  तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे
  फिर चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे
  ओ तू चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे

  Like

 8. When the rain comes it seems that everyone has gone away
  When the night falls you wonder if you shouldn’t
  find someplace
  To run and hide
  Escape the pain
  But hiding’s such a lonely thing to do

  (chorus)
  I can’t stop the rain
  From falling down on you again
  I can’t stop the rain
  But I will hold you ’til it goes away.

  When the rain comes
  you blame it on the things that
  you have done
  When the storm fades
  you know that rain must fall
  on everyone
  Rest awhile
  it’ll be alright
  No one loves you like I do

  I can’t stop the rain
  From falling down on you again
  I can’t stop the rain
  But I will hold you

  I can’t stop the rain
  From falling down on you again
  I can’t stop the rain
  But I will hold you til it goes away.

  (music)

  When the rain comes, I will hold you.

  Like

 9. ‘લે ચલ છુપા કે કફન મેં બોતલ, કબ્ર પે બૈઠ કે પીયા કરેંગે… ઔર જબ ખુદા કરેગા ગુનાહોં કા ફેંસલા… તો દો દો જામ ઉસે ભી દીયા કરેંગે…!’ વાહ, વાહ કયા બાત હૈ સર ઘણો સરસ લેખ !!!

  Like

 10. ખુબ જ સુંદર સંદેશો !!
  અંધ્ધશ્રધ્ધાના સજ્જ્ડ કમાડો ખોલવા, આવા નામી લેખકોની સમાજને તાતી જરુર છે. તેટલી જ જરુર છે ખેલદીલીથી વાચનાર અને અનુસરનાર વાચકવર્ગની પણ !!!

  Like

 11. ચદ્રકાંત બક્ષીઅે અેક ક્લોઝ અપમાં લખ્યુ છે : ભગત જગત કો ઠગત હૈ , ભગતહિં ઠગૈ સો સંત
  જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત. ( ઉત્તર ભારતની લોકોક્તિ.)

  દીનેશ પાંચાલ પુછે છે છે કે, માણસ જેવું લુચ્ચુ પ્રાણિ ક્યું ?

  કોઇ શાયર કહી ગયા છે કે,
  ઝાહિદ શરાબ પીને દે મસ્જીદમેં બૈઠ કર યા ફિર વો જગાહ બતાં દે જહાં પર ખુદા ના હો…..

  બક્ષી સાહેબ બીજા ક્લોઝ અપમાં લખી ગયા છે કે…મરીઝ કહેતા કે.

  …….ઝાહિદ મને રહેવા દે તબાહિભર્યા ઘરમાં, મસ્જીદ થી વઘારે અહીં આવે છે ખુદા યાદ….

  દીનેશભાઇના આ લેખમાંથી થોડાં નાના નાના વાક્યો………માણસ Vs ભગવાન માટે…..કે પછી ભગવાન Vs માણસ..માટે………

  ૧. આ દુનિયાના શીલ્પી અેવા ભગવાન………….
  ૨. ભગવાન ડાળે ડાળે ચાલ્યો તો માણસ પાંદડે પાંદડે ચાલ્યો……….
  ૩. લાખ વાર કબુલ કે….માણસને આ બઘી શોઘખોળ કરવાની બુઘ્ઘિ ભગવાને આપી છે………
  ૪. ભગવાનની મેન્યુફેક્ચરીંગ ડીફેક્ટ…………
  ૫. ભગવાન જેવો ભગવાન આવી નબળી ક્વોલીટીનો માલ પ્રુથ્વિલોકમાં સપ્લાય કરે………..
  ૬. મ્રુત્યુલોકની અદાલતમાં ઇશ્વર અપરાઘી ઠરે………….

  અહિં ફરી યાદ આવ્યુ કે દીનેશભાઇ પુછે છે કે માણસ જેવું લુચ્ચુ પ્રાણિ કયું ?

  ભગવાન જેવો ( ચીનાઓ જેવો ) ચાલુ મેન્યુફેક્ચરર ??????? ભગવાન ????????
  માણસ જેવું લુચ્ચુ પ્રાણિ………????????

  સવાલ ઉઠે છે કે ભગવાન છે???????? ભગવાને જે બુઘ્ઘિ આપી તેનો માણસે સદ્ઉપયોગ કર્યો કે દુરઉપયોગ ? ભગવાનને તેણે નીચો પાડયો ?

  હું ગુચવાઇ ગયો છું.

  Like

 12. It is always Good to Blame the GOD as he is NOT going to be able to Defend Himself. That is why Human Beings have Made Temples, Churches, Gurudwara and Masjids. Whatever comes Good or Bad, Put them on the Head of God.

  Man is an Intelligent Being. He has Surpassed God’s Smartness. He is Trying to do much more and the Scientists are Working towards that. Our World has come a Long Way, except Birth and Death. We will Find a Way Out some day and say GOOD BYE to the Creator, when we will make our Own Human Beings. Long Live Scientists and Rationalists.

  Fakirchand J. Dalal
  U.S.A.
  July 26, 2013.

  Like

 13. ભગવાન જેવી કોઇ બલા હોઇ જ ન શકે. મનથી અને ભયથી પેદા કરેલા માણસના ભગવાન ભારતમાં અડ્ડૉ જમાવીને બેઠા છે. ચિત્રકારોની અને મૂર્તિકારોની કલ્પનાના બીબામાં વર્ષોથી નવા નવા નામના , નવા દેખાવના ભગવાનનુ સર્જન થતુ રહ્યુ છે. ચાર હાથ ધરાવતી માતાજીને આઠ હાથવાળી બનાવતા ક્યાં કોઇની રજા લેવાની છે? …નર્યો બકવાસ ભગવાનને નામે ક્યાં સુધી ચાલશે? ભગવાન તો આ રહ્યો- ભ= ભૂમિ ગ= ગગન વ્ = વાયુ
  અ= અગ્નિ ન= નીર ========ભગવાન ===== પંચમહાભૂત એટલે ભગવાન
  @ રોહિત કે. દરજી , હિંમતનગર

  Like

 14. વિભિન્ન માનવ શ્રી પાંચાલે મને ડોન ક્વિક્ક્ષોટ અને વિન્ડમિલની વાતો યાદ કરાવી. ડો. હઝારીની વાત ગમી.

  Like

 15. અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા
  ——-
  તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે. ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે.

  પણ સઘળું નકર્યા અંધકારમાં.

  માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે ; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.

  એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય ; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તુટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.

  પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે!

  કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર?

  આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર સહેજ ડોકીયું પણ કરી શકતા નથી.

  આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના?

  લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં.

  એ છે – આપણું શરીર!

  લે! કર વાત! બહુ મોંયણ નાંખી દીધું ને વાતમાં?

  પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. ( અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે! )

  અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.

  અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા! એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા.

  જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.

  Like

 16. There is nothing and has never been anything like GOD. It’s a sort of a friction, to say the least.

  GOD’s emergence appears to have started coming in human minds out of not fully understanding what is happening around in nature and born out of fear of unknown. Some of the so called intelligent guys saw in this a golden opportunity and started preaching the remedies to help remove this fear among common humans. They knowingly used many marketing tactics to further their personal fame, ambition and goals. Besides skillfully marketing their ability to remove this fear factor and promising hitherto unproven salvation like Vaikunthadham, Heaven, Mokshs, Akhrdham, salvation, to name a few in Indian context, they found this a lucrative and excellent dividend paying venture; not requiring any college or master degree. (one is not so sure to succeed if a retail, manufacturing or a service unit is started, in spite taking utmost care and having knowledge and qualification). The preachers (so called God’s messengers, Sadus, Gurus, Bhagvans etc)went on further to play upon human weaknesses and added one more element of helping fulfill human greed like making them wealthy, healthy, wise and solving their day to day problems like marriage, family disputes, financial issues, relationships etc if they worship God preached by them.

  Thus everything in the form of any world religions appears to have been born out of yet unknown (science, technologies and Darwin’s evolution theories notwithstanding) things happening around us. The additional offer by those at the helm of religious sects to satisfy human greed like the few referred herein above, helped thrive their ventures flourish effortlessly as we see around. They have ready made gigantic market of humans to sell their unproven consumer goods.

  In essence human fear of unknown and greed to get more with little or no efforts are the roots of all this mess. And ignorance has played a major part in this malice.

  In conclusion, the sanity for human race lies in selfless love, brotherhood, being helpful to neediest, have family values with high moral standards, remain honest and hardworking and taking care of their physical and mental health with proper life style and taking advantage of modern healthcare systems and living peaceful
  life.

  I here respectfully give full marks to Respected Panchal for this thought provoking article placed in a Lolbhogya way and also, as always hats off to Shri Govinbhai to spread this useful message in the service and well being of humanity.

  With regards to all to whom this may concern.

  Lalbhai Patel

  Like

 17. Any Engineer who manufactured product may have total longitivity of life yet their spare parts may not have same life span. If you believe that GOD created human yet he did not guaranteed spare parts of human to same life span.

  I have read number of comments : As Amrutkaka have said it is confusing form author whetaher their is GOD or not?

  Mr. Dalal : Scientists are rediscovering what is once discovered by Veda. (I believe that Veda is nothing but today’s science or you can say that todays’ science is nothing but an ancient Veda’s).

  Most interesting comment I find here is from Urjit: Human nature always has been and always will look for to blame someone for their incapability. And all I can say (what my mother have thought me) is “Gha sahi Jaavoo gha karoo nahi koi ne evi mane Shakti de” .

  I thought ‘Made in USA -( Ullasnagar Sindhi Association)” would be better fit than made in China????

  Like

 18. હું સર્વવ્યાપી છું, આસ્તિકના ‘અ’ કારમાં અને નાસ્તીકાના ‘ન’ કારમાં. હાહાહાહાહાહાં

  Like

 19. શ્રી ગોવિંદભાઈ
  દીનેશભાઈ પાંચાલ લેખીત જે હું વિચારી રહ્યો હતો તે અચાનક મારી સામે આવતા ખૂબ જ મજા આવી ગઈ…સચોટ સત્ય છે….
  પ્રફુલ ઠાર

  Like

 20. Great.and you generate good comments.
  What is human being? watch englis movie-“GOD ONLY KNOWS” Very funny movie.
  God made animals/human according their Karmas, so God is not responcible.in good or bad quality.Karmas are the ingredients for the next life as we bealive in the recarnation.
  My quation is What interst God has, what is goal in creation of life and the universe ?Is there POWER gains and against WHO?

  Like

 21. Watch english movie,”Oh my God” It’s very funny ,comedy movie,give real picture of what a cunning,and smart human being is?
  God is not liable for human quality for the living and the death,every action reaction is according to KARMA as it’s said in GITA. KARMA IS INGRIDIANT for the recarnation which we learn from Hindu culture and religion. We are puppets of yours as NASTIC OR ASTIK..
  There is one logical quation raise,why GOD created human ,animals and the univers,what is purpose or goal making all this.. Is it for gaining the power but ,against WHO?
  Why everyone are looking for or after him when he is up there, SUN?

  Like

 22. Watch english movie,”Oh my God” It’s very funny ,comedy movie,give real picture of what a cunning,and smart human being is?
  God is not liable for human quality for the living and the death,every action reaction is according to KARMA as it’s said in GITA. KARMA IS INGRIDIANT for the recarnation which we learn from Hindu culture and religion. We are puppets of yours as NASTIK OR ASTIK..
  There is one logical quation raise,why GOD created human ,animals and the univers,what is purpose or goal making all this.. Is it for gaining the power but ,against WHO?
  Why everyone are looking for or after him when he is up there, SUN?

  Like

 23. I know where GOD is? IN the BLACK HOLE.Go and catch him.
  In old time People where beleaving that GOD is living on MOON. As soon as we reach to MOON ,he disappear and moved to BLACK HOLE, The swirling circular force in the galaxy where nothing escape,sucked in,nothing returning from there. May be other side of BLACK HOLE, so many other doors, open and you can reach to Heven.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s