જીવો અને જીવવા દો કીતની હકીકત, કીતના ફસાના ?

–કામીની સંધવી

ધર્મ એટલે શું ? સંસ્કૃત શબ્દ ધ્રી તેનું મુળ છે, જેનો અર્થ થાય છે ‘ટેકો કે આધાર’ આપવો. પ્રેક્ટીકલ અર્થમાં જોઈએ તો ધર્મ એટલે પોતાની ફરજ નીભાવવી તે. સંસ્કૃત ભાષામાં ધર્મ શબ્દ કોઈ પર્ટીક્યુલર ધર્મને માટે  પ્રયોજાતો ન હતો. પણ માનવ માનવ તરીકે જીવે તે ધર્મ. દરેકનો ધર્મ અલગ છે. જેમ કે બાળકનો ધર્મ છે માતા–પીતા અને ટીચર કહે તેમ કરવું અને ભણવું. પેરેન્ટસનો ધર્મ છે બાળકનું યોગ્ય રીતે લાલન–પાલન કરી ઉછેરવું. પોલીસનો ધર્મ છે પ્રજાની રક્ષા અને સેવા કરવી. શીક્ષકનો ધર્મ છે વીદ્યાર્થીને જ્ઞાન આપવું. ડૉકટરનો ધર્મ છે પીડીતોની સેવા કરવી. ટુંકમાં, જેને ભાગે જે ધર્મ આવ્યો છે તેનું પાલન કરવું. સામાન્ય માણસ માટે જીવો અને જીવવા દો તે જ ધર્મ છે કે હોવો જોઈએ. પણ વાસ્તવમાં તેવું છે ખરું ?

હમણાં ગૌહાતીના પ્રખ્યાત કામાખ્યા મન્દીરે જવાનું થયું. ત્યાં પણ સાંઈબાબા કે તીરુપત્તીમાં હોય છે તેવી જ પાંજરાપોળ ટાઈપ લાઈન અને પૈસાના જોરે મોંઘા રુપીયાની ટીકીટવાળી પણ લાઈન ! પહેલીવાર કામાખ્યા આવી હતી તેથી જીજ્ઞાસાથી આજુબાજુ નજર ફેરવતી હતી. મન્દીરથી કંઈક ઉંચાઈ પર દર્શન માટેની લાઈનના પાંજરામાં દર્શનાભીલાષી ઉભા હતા. એટલામાં મન્દીરના વીશાળ પરીસરમાં ત્રણ બકરીનાં બચ્ચાં બાંધેલાં નજરે પડ્યાં. માથે તીલક, ગળામાં ‘જય માતા દી’ લખેલી લાલ રંગની ચુંદડીઓ બાંધેલી. તે જોઈને હવે તેમની શી દશા થવાની છે તેનો આછો આછો ખ્યાલ આવી ગયો. કારણ કે કામાખ્યાના મન્દીરમાં બલી અપાય છે તેવી વાત કાને તો આવી હતી; પણ મન માનતું ન હતું.

આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ, લોકો ચાંદ પર પગ મુકીને આવી ગયા ને હવે મંગળ પર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે ને તેથી આ હાઈટૅક યુગમાં તે કોઈ ધર્મના નામે બલી થોડું ચડાવે ? આવી અધમતા થોડી આચરાતી હશે? પેલા ગદીડાં પણ આ વાત માનવા તૈયાર ન હોય તેમ ત્રણેય મસ્તીથી રમી રહ્યાં હતાં. જો કે તેમના ગળે બાંધલી દોરી બહુ જ ટુંકી હતી; તેથી બે–ત્રણ ફુટનું હલન–ચલન માંડ શક્ય હતું. છતાં નાનીવયની ચંચળતાથી તેઓ છલકાતાં હતાં. ત્રણેયના કાળા રંગ અને સુંવાળી રુંવાટીથી રુપાળાં દેખાતાં હતાં.

ત્યાં પીળા–કેસરી વસ્ત્ર પહેરેલો, તીલક કરેલો, જનોઈ પહેરેલો યુવાન આવ્યો અને ત્રણમાંથી  એક બચ્ચાને ગળે બાંધેલી દોરી છોડીને લઈને ચાલતો થયો કે બીજાં બચ્ચાંઓએ બેં બેં કરીને કાગરોળ કરી મુકી. કદાચ તેઓ જાણી ગયાં કે તેમનો દોસ્ત કે ભાઈને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે. તેમના બેંબેંમાં ‘મને બચાવો, બચાવો’ની બુમ સંભળાતી હતી. મારું એડ્યુકેશન–સોફીસ્ટીકેશન મને કોઈની પ્રાઈવેટ બાબતમાં દખલ કરવાની પરમીશન આપતું ન હતું. મને શરમ આવતી હતી કે હું એવા દેશની નાગરીક છું; જ્યાં ધર્મના નામે પ્રાણીની કતલ થતાં હું રોકી શકતી નથી. મેં મારી જાતને આટલી ની:સહાય ક્યારેય અનુભવી–જોઈ નથી.

અમારી સામેના નળીયાના છાપરાંવાળા ખુલ્લાં ઓસરીવાળા મકાનના પરીસરની એક બાજુ પથ્થર પર ખુંટો હતો. બચ્ચાના માથાને તે ખુંટા પર બે હાથથી દબોચીને ટેકવવામાં આવ્યું. અને લોહીના લાલ રંગથી તે પરીસર છવાઈ ગયું. બચ્ચાનાં ધડ અને પગ વગેરે અંગો સાથે પેલો જુવાન ફરી બહાર આવ્યો. એક લઘર–વઘર વ્યક્તીએ તે બચ્ચાનાં અંગોને પ્લાસ્ટીકની થેલીમાં ભર્યાં. પેલાં કેસરી વસ્ત્રોવાળા જુવાને તેને હાથમાં થોડી નોટો મુકીને તે પછી પેલો મુફલીસ માણસ બચ્ચાનાં રહ્યાં–સહ્યાં અંગોવાળી પેલી પ્લાસ્ટીકની થેલી લઈને ચાલતો થયો.

એક માણસ પેન્ટ ગોઠણ સુધી ચડાવીને સતત પાઈપથી પાણી  છાંટતો તે પરીસરની ફરસને ઘસી ઘસીને સાફ કરવા લાગ્યો. નીર્દોષ પશુના લોહીના ડાઘ એમ તે સહેલાઈથી ધોવાતા હશે ? જનોઈ પહેરેલા, તીલક કરેલા અને કેસરી ધોતીયાં ધારણ કરેલા બે ત્રણ વયસ્કો તે મકાનના ઓટલા પર બેસીને હાથમાં તમાકુ મસળતા હતા. થોડીવારે દસ–બાર વર્ષનો બાળક હાથમાં પતરાળા લઈને આનંદથી કુદતો કુદતો પરીસરમાં ગયો. પરીસરના ખુણામાં એક ચુલા પર તપેલું મુકાયેલું હતું.. થોડીવારે બધાં પ્રસાદનાં એઠાં પતરાળાં મકાનની બાજુના કચરાપેટીમાં નાંખવા આવ્યા.

 જે ઘટના બની હતી તેની કાળી છાયામાં હું અને મારાં સાથીઓ સ્તબ્ધ હતા. મા કામાખ્યા તારા દરબારમાં આવું ? એક માના દરબારમાં બચ્ચાની કતલ? પછી તો જાણવા મળ્યું કે અહીં તો રોજ ઓછામાં ઓછા દસ–વીસ બલી ચડે છે. જેમાં નર બકરા અને મોટા તહેવારો પર પાડાનો પણ બલી આપવામાં આવે છે.

હીન્દુ ધર્મના નામે ચાલતી અગણીત ક્રુર પ્રથામાં કોઈ સૌથી ક્રુર પ્રથા હોય તો તે આ બલીપ્રથા છે. પોતાનું, પોતાના કુટુંબીઓનું સારું થાય તે માટે કોઈ મુંગા પ્રાણીનો બલી આપવો તેમાં ક્યો ધર્મ સમાયેલો છે ? હીન્દુ સીવાય ખ્રીસ્તી ધર્મમાં બેપ્ટીઝમ અને મુસ્લીમ ધર્મમાં બકરી ઈદ નીમીત્તે ભારતમાં હજારો પ્રાણીઓની કલત થાય છે. મરધાં, બતકાં, બકરાં વગેરેનો બલી છાશવારે અગણીત, અતાર્કીક રીતે ચડાવવામાં આવે છે. સમજ્યા કે માણસ માંસાહારી હોય તો જીવવા માટે પ્રાણીને મારે; પણ માત્ર ધર્મના નામે પ્રાણીને મારવાં તેમાં કયો ધર્મ સમાયેલો છે ? મુંગા, લાચાર પશુ–પક્ષીઓના બલીદાનથી ઈશ્વર, અલ્લાહ કે ઈસુ પણ કોઈનું કલ્યાણ ન કરે તે સીધી સાદી વાત આપણે ક્યારે સમજીશું ?

આજે ભારતમાં અગણીત સંસ્થાઓ એનીમલ ક્રુઅલ્ટી રોકવા માટે કામ કરે છે; પણ કેટલી સંસ્થાઓએ ધર્મને નામે આચરાતી કતલ સામે આવાજ ઉઠાવ્યો છે ? માત્ર હીરો–હીરોઈન પાસે કપડાં ઉતરાવીને શરીર પર પ્રાણી જેવાં ચીતરામણ કરાવીને ફોટા પડાવવાથી આ હીંસા અટકશે ? કેમ કોઈ સાધુ–સન્ત ફકીર, મુલ્લા કે પાદરીને આ બલીનો વીરોધ કરવાનું સુઝતું નથી ?

માત્ર ભારતના ગણ્યાંગાંઠ્યાં રાજ્યો કેરળ, તામીલનાડુ, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને પોંડીચેરીનાં મંદીરોમાં પશુ–પંખીનાં બલીદાન ન અપાય તેવા કાયદા છે. પણ આવા કાયદાનો કેટલો અને કેવો અમલ થતો હશે તે તો રામ જાણે ! તામીલનાડુ રાજ્યમાં તીરુચી જીલ્લાના એક મન્દીરમાં એક સાથે પાંચસો બળદનો બલી અપાય છે. મુખ્યપ્રધાને તે રોકવા માટે 2002માં કાયદો કરવાનું પણ વીચાર્યું. પણ પછી કાયદાને કારણે તે વીસ્તારના દલીત–મુસ્લીમ મત  ગુમાવવા પડશે તેવું જણાતાં, તે ખરડાને પડતો મુકવામાં આવ્યો. સાંભળવા મુજબ 2008માં યુપીએ સરકાર પાર્લામેન્ટમાં વીશ્વાસમત જીતે તેને માટે 242 બકરાં અને ચાર પાડાનું ગૌહાતીના કામાખ્યા મન્દીરમાં બલીદાન અપાયું હતું. રાજકારણીઓ પાસેથી બીજી શી અપેક્ષા રાખી શકાય ? કાળી ચૌદસ કે અમાસના દીવસે તાન્ત્રીકો ઘુવડ, ગલુડીયાં, મરઘાંનો બલી આપે છે. બલી આપવા માટેનાં પ્રાણી શહેરમાં ક્યાં, કેવી રીતે અને કેટલામાં વેચાતાં મળે છે તેની જો આમ આદમીને ખબર હોય, તો પોલીસને કેમ ન હોય !

એક વાર્તા વાંચી હતી. આફ્રીકાના જંગલમાં કેટલાક માસાંહારી આદીવાસી રહેતા હતા. તેઓ જ્યારે કોઈ પશુ–પક્ષી ન મળે અને ભુખ્યા હોય ત્યારે માનવને મારીને પણ ખાતા. તેમનું નરભક્ષીપણું છોડાવવા માટે એક–બે પાદરી ત્યાં ગયા. પેલા આદીવાસીઓની સમજમાં તેમની વાત આવી અને તેમણે માણસનું માંસ ન ખાવાની પ્રતીજ્ઞા લીધી. એક દીવસ એમ જ જંગલમાં ફરતા હતા અને પાદરીને શીકાર કરવાનું મન થતાં તેણે એક પક્ષીનો શીકાર કર્યો. પછી તેને ત્યાં જ મુકીને ચાલતા થયા. આથી પેલા આફ્રીકન આદીવાસીએ તેને પુછ્યું, ‘તારે પક્ષી ખાવું ન હતું તો માર્યું કેમ ?’ અભણ–જંગલી પણ જો તેનું પેટ ભરવા માટે જ હીંસા કરતો હોય, તો ધર્મના નામે હીંસા કરતા આપણે સંસ્કૃત કે ભણેલા કહેવાઈએ ? કોઈ નીર્દોષ પશુ–પક્ષીની હીંસા કરવાથી ઈશ્વર, અલ્લાહ કે ઈસુ પ્રસન્ન થતા હોત તો આજે દુનીયામાં કોઈ દુ:ખી ન હોત. ‘જીવો અને જીવવા દો.’ બસ, આ એક ધર્મ માણસ નીભાવશે તો દુનીયાના દરેક સજીવ મજેથી જીવશે. આખરે બકરીના બચ્ચામાંયે જીવ તો છે જ ને !

–કામીની સંધવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ (તા. 13 જુલાઈ, 2013)માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન: Govind Maru405, Evaz Apparel Co-op. Housing Society, (Krishna Apparments, B Wing), Opp. Ayyappa Temple, Sectore: 12 E, BONKODE, KOPERKHAIRNENavi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ02/08/2013

14

30 Comments

  1. Nice Eye opening article…..

    Bali prathaa kiyaare khatam thase e to ye j jaane… My question is human body is Gravyard (Kabrastaan)? Kabrastaan ma Najivit deh rakhvaa ma aave chhe…. shu aapne najivit pashu-paxi na deh ne aapna sharir ma raakhi ne aapni jaat ne kabrastaan saabit kariye chhiye ?

    21mi sadi ma rahi ne pan jo aapne aapna swaarth na lidhe aa hatyaa atkaavi na shakiye to aapnu jivan ne dhikkaar chhe…..

    Please try your best to stop this ‘Bali Prathaa’

    Thank you Kamini Sanghvi for touching this subject through your experience.

    Like

  2. અત્યારે એકવીસમી સદીમાં “ધર્મ” નો ખરો અર્થ “અધર્મ” જ થાય છે. અને બીજો અર્થ “અંધશ્રધ્ધા” થાય છે. આ અર્થ કેવળ હિંદુ ધર્મ પુરતો નથી, પરંતુ જગતના દરેક ધર્મને લાગુ પડે છે.

    જગતમાં ધર્મના નામે જે ધતીંગ થઈ રહ્યા છે તેને જોતાં એવું લાગે છે કે શું ઈશ્વરે “ધર્મ”ને આવા ધતીંગો રચાવવા માટે જ જગતમાં ઉતારેલ છે ?

    બાળપણમાં વાંચેલ હતું કે “સત્ય કરતાં કોઈ ઉત્તમ ધર્મ નથી” તથા “માનવસેવા જ સૌ થી ઉત્તમ ધર્મ છે.” Humanity first.

    -કાસીમ અબ્બાસ

    Like

  3. કામીની બહેન સંઘવીએ : જીવો અને જીવવા દો કીતની હકીકત, કીતના ફસાના ? માં કામખ્યા મંદીરથી લઈ ઠેક ઠેકાણે થતા બલી બાબત સમજાવ્યું છે.

    આ બલીદાન આપનારાઓને આત્મા કે જીવ જેવી કાંઈ ચીજ નહીં હોય? કે પછી પશુ પક્ષી અનાજ કઠોડનું બલીદાન આપનારાઓ માનવભક્ષી પણ હશે? સ્વાહા સ્વાહા બોલનારાઓ આમાં આવી જાય છે…

    Like

  4. Khub sarar anubahv aape kahio ne ganu sikhava jevu che
    mans ani prakruti evi che ke be vastu no bhed nathi samjiskto, je vastu apne khotu lagiu su e bali apnarne nahi kabar hay, kadach hase pan ankho bhed je tame joi skiya e kadach e loko nathi joi sakta evu nathi pan aankh ada kan kare che, ane pachi ene dharm na name chadavi potani ichhao ne santose che, aava loko dharma ne kharab rup aapvanu kam kari rahiya che,

    Like

  5. મારું એડ્યુકેશન–સોફીસ્ટીકેશન મને કોઈની પ્રાઈવેટ બાબતમાં દખલ કરવાની પરમીશન આપતું ન હતું. મને શરમ આવતી હતી કે હું એવા દેશની નાગરીક છું; જ્યાં ધર્મના નામે પ્રાણીની કતલ થતાં હું રોકી શકતી નથી. મેં મારી જાતને આટલી ની:સહાય ક્યારેય અનુભવી–જોઈ નથી.
    હા આ દેશ માં આપણે કશું કરી શકતા નથી કારણ કે આપણે ભણેલા ની એકતા નથી અને જે કોઈ કઈ કરવા માંગે છે તેને કોઈ નો સાથ મળતો નથી

    Like

  6. This is one angle of looking at things or religious practices among all religions. Sacrifice, qurbani or bali are only different names given to such practices.The law of the nature is one living being is dependent on other living being.I am sure the writer is a vegetarian. Vagitarians are always argue against killing animals and bird. To them this is ‘Merciless.’ This is their view point.

    As far as I know except Buddhism sacrifices are permitted in all religions. Many poor people are fed after killing such animals. Many trades depend on the remains of such animals. Take for example skin.Shoes, chappals and many other hings are made f the skin. This trade and business create thousands of jobs. How many of us will stop wearing shoes and sandals? India is one of the largest beef exporting countries earning millions of much needed foreign exchange.

    It seems the writer is very sentimental. She has produced only one humanity side.

    Firoz Khan
    Journalist/Columnist
    Toronto, Canada.

    Like

  7. ખૂબ સરસ લેખ. લેખિકાબેન, તમે હવે એવા મંદિરોમાં જતા નહીં. એને મંદિર નહીં, પરંતુ કતલખાનુ કહેવાય. ભારત દેશ અમેરિકા જેવા વિકસિત દેશ કરતા ૫૦ વર્ષ એટલે જ તો પાછળ છે.
    રોહિત દરજી, હિંમતનગર

    Like

  8. It is a very good article to read & think over it. Lions & Tigers kill other animals for their foods. We are human beings and our level is higher than all living animals. We do not have to eat meat for our daily needs.

    It is inhuman act to kill animal to please God. I totally disagree in killing animals.

    They have equal rights to live.

    Thanks,

    Pradeep Desai
    USA

    Like

  9. મિત્રો,
    મનનિય લેખ. પરંતુ ઘણા સવાલોનો સર્જક લેખ. જિવો અને જીવવા દો…જેવાં શબ્દો અને આચાર વહેવારના સર્જન નો ઇતિહાસ જોઇશું.
    – Live and Let Live, idiom and phrase expresses the modern concept that one should let others live their lives as they fit.
    – A system of conflict avoidance used in trench warefare in WORLD WAR -I.
    – A didactive novel written by Catherine Maria Sedwick in 1837. which portayed the American servent as socially mobile rather than the member of a permanent lower class.
    – An orientation towrd life that makes existance bearable and often allow even the most famous tenuous social relationship to remain intact.
    – A practcal, loose-and-easy life philosophy that is, for whatever reason, incredibly difficult for some people to adopt.
    – When we ‘ Live and let Live ‘ , we do not need to critisize, judge, or condemn others. We have no need to control them or try and make them conform to our way of thinking. We let others live their own lives and we live ours.

    આ બઘી વાતો જીવો અને જીવવા દો ના સ્લોગન માટે અંગ્રેજીમાં લખાયેલા કન્સેપ્ટ છે. પછી આ વાતોને રાજકારણમાં અને ઘર્મોમાં આપણે અહિંસાના કહેવાતા પૂજારીઓ દ્વારા વાપરવામાં આવ્યા.
    અેજ્યુકેશન ને સોફેસ્ટીકેશનવાળા જ્યારે પહેલેથી જાણતા હોય કે ફલાણા મંદિરમાં પશુનું બલિદાન દેવાય છે તો તે સ્થળે જાય કેવી રીતે ? તેમણે તો ત્યાં વિરોઘ કરવાં જવું જોઇઅે.ગયા તો ગયા પરંતુ પોતાના મનને મનાવી લીઘું કે તેમના ભણતર અને તેમની વ્યવહારદક્ષતા, ભ્રમનિરસન, જોરદાર કિન્તુ પોકળ તર્ક તેમને શરમાવતાં હતાં અને કોઇની પ્રાઇવેટ બાબતમાં દખલ કરવાની પરમીશન આપતું ન હતું. ??????????????????? તારી હાંક સુની કોઇ ના આવે તો અેકલો જાને રે….તારી કેડી તું કંડાળં કલકત્તામા કાળિના મંદિરમાં પણ આ હાલત હતી.
    વિગતોસભર લખાણ ત્યાં થયેલી પ્રવ્રુતિનો ફોટોજેનીક ચિતાર આપે છે જે વાંચનારને પરિસ્થિતિથી વાકેફ કરે છે.
    સાંભરેલું જ છે અને જોયેલું નથી અને સાબિતિ વિનાના સમાચાર છે કે ભારત અને ગુજરાતના રાજકારણિયો તેમના સાઘુ મિત્રોના સહકારમાં નાના બાળકોના પણ બલિદાનો આપે છે જેથી તેમને સફળતા મળે.
    ઓકટોબર ૧૨, ૨૦૧૨ ના સંદેશમાં આવેલાં સમાચાર : પશુ પક્ષીઓના બલિ ચડાવવા પરના પ્રતિબંઘોનો અમલ કરો. અરજદાર અહિંસા મહાસંઘ સંસ્થા દ્વારા કરાયેલી જાહેર હિતની રીટ અરજીમાં અેડવોકેટ નિમિષ કાપડિયાઅે રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યમાં જુજરાત પશુ પક્ષી બલિદાન / પ્રતિબંઘ અઘિનઘયમ ૧૯૭૨ અમલમાં છે. કાયદો બન્યાને ૩૮ વરસો જેટલો લાંબો સમય પસાર થયો હોવા છતાં રાજ્યભરમાં મંદિરો, નદીઓ સહિતના વિવિઘ સ્થળોઅે નિર્દોષ પશુ પક્ષીઓની ગેરકાનુની બલિ ચડાવાય રહ્યો છે………………….દા.ત. ચેલાવાડા ખાતે બાબાદેવના મંદિરમા.

    મારી તમને હ્રદયપૂર્વકની વિનંતિ છે કે શ્રી ભૂપેન્દ્રસિંહ રાઓલના બ્લોગ , કુરુક્ષેત્રમાં તેમનો લેખ ‘ હિંદુ ઘર્મ અને અહિંસા‘ જરુરથી વાંચો. ઘણી સમજપૂર્વકની માહિતિ મળશે. આંખ ખોલનાર માહિતિ મળશે. દા. પશુ બલિદાનની બંઘી આવી તો જડ મનને મનાવવા નાળિયેળનું બલિદાન આપવાનું શરુ કરી દીઘું…વાહ પરભુ તારી માયા અપરંપાર છે. તારી માયાને કોણ સમજી શક્યુ છે ????????????તારા ભક્તો તો આંઘળાં થઇને પણ મોક્ષ મેળવવાના નવા નવા નુસ્ખા શોઘી જ લે છે. આઘુનિક વિજ્ઞાન સમજાવે છે કે જીન્સ જેવું કાંઇક તો છે જે આ બઘું કરાવતા ફરે છે…..સાબિતિ સાથે સમજાવે છે.

    દીતામાં અઘ્યાય ૪, કરમબ્રહમારપણયોગમાં શ્રલોક ૧૩માં ભગવાને જાતે ચાર વર્ણો પાડયાનું લખે છે. તે તેમણે મનુને આપ્યાનું કહે છે. સમાજે તે વર્ણોનો કેવો ઉપયોગ કર્યો તે આપણે જાણિયે છીયે. જીવો અને જીવવા દોનું આજના સમાજમાં પણ કોણ આચરણ કરે છે? આ અઘયાયમાં જ શ્લોક નં, ૨૩ થી ૩૦ સુઘી યજ્ઞમાં હોમવાની વાત લખી છે. સમાજે તેનાં પોતાના મનસ્વી અર્થો કરીને મન મનાવી લીઘાં.
    ગુલામી અેક પ્રકારની હિંસા જ છે. બિહાર, ઉ.પ્રદેશ જેવા રાજ્યોમાં આજે પણ ગુલામી અને વર્ણવ્યાવસ્થા જોર શોરથી અમલમાં છે. સુપ્રભા અેન. કે નામની મહિલા ઘી સન્ડે ઇન્ડીયા પેપરમાં ફેબ્રુ. ૬, ૨૦૧૧ના અંકમાં લખે છે કે, ગુલામીની ઝંઝીરો….જેને ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે તે કુર્ગમાં આજે પણ કોફીનાં ખેતરોમાં મજદૂરોનાં લોહી રેડાતા જોવાં મળે છે………………વઘુ વિગતો માનવ જાતિ માટે શરમ જનક છે.

    કવિ બેકાર ખુબ કિંમતી વાત કરે છે……ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલાં,
    હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કરાં રોટલાં.
    નિતનવાં કાંઇ કાયદાથી ફાયદા અેવાં થયાં,
    આમ જનતાના જુઓ નીકળી ગયા ગોટલાં.
    For HUMAN BEHAVIOR, if you are interested in having updated scientific knowledge, please go to the blog “KURUKSETRA” by Shri Bhupendrasingh Roal and read 20 articles under the title…MANVIMAN EK CHAKRAVUH….Why human behave like he is behaving today….you will have answers with scientific proof.

    ખૂબ લાંબુ થઇ ગયું. પરંતું મને લાગે છે કે જરુરનુ હતું. આભાર.

    Like

  10. લખવાનું ભૂલી ગયો કે કોઇ જ્ઞાની કહી ગયા હતાં કે ‘જો મને કોઇના ગુલામ થવાનું પસંદ ના હોય તો મને કોઇના માલિક થવાનો કોઇ અઘિકાર નથી.‘

    Like

  11. બહુ સરસ આર્ટીકલ છે.ધર્મના ઓઠાનચે બધું જ ચાલે છે.ગઇ કાલે મેં પાર્કમાં એક ચીની જેવા ભાઇને માછલાં પકડતાં જોયો, તે જ વખતે તેની દોરીમાં ખાસી બે ફૂટ લાંબી માછલીપકડાઇ હતી તેણે દોરી નજીક લાવી માંછલીના મોંમાં ભરાએલો હુક કાઢી નાખી માંછલીને પાછી તળાવમાં નાખી.જેથી મેં તેને પુછતાં તેણે મને કહયું કે હું મારી નથી નાખતો પકડીને પાછી છોડી દઉં છું.ફક્ત ટાઇમ પાસ કરવા જ ફીસીંગ કરું છું.

    Like

  12. Really excellent Lekh Govindbhai! We need many people like you to change not the world but at least our Bharat! So keep it up and up to get more Lekh like these and more people like you. Good job and best of luck Shree Govindbhai!
    Very pleased and thank you so much. Jay Shree Krishna from Maganbhai.

    Like

  13. કામીનીબેન સંઘવી અટક લખાવે છે મતલબ જૈન હોવા જોઈએ. હવે આ લેખના અનુમોદનમાં જે હિંદુઓ હાથ ઉઠાવે તેમણે જય શ્રી રામ અને જયશ્રી કૃષ્ણ કહેવાનું બંધ કરી દેવું જોઈએ.. શ્રી રામે અશ્વમેઘ યજ્ઞ કરેલો. તેમાં છેવટે તે ઘોડાનું બલિદાન જ હોય છે. કહેવાતા ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધિષ્ટિરે કરેલા રાજસૂય યજ્ઞ વખતે એંઠી પતરાળીઓ ઉઠાવેલી તે વાર્તા કૃષ્ણને ગ્લોરીફાઈ કરવા બાવાઓ કાયમ ગાતા હોય છે. પણ તે પતરાળીઓમાં બ્રાહ્મણોએ હરણનું માંસ ખાધેલું તે કોઈ કહેતું નથી… હહાહાહાહાહા ચંદ્રકાંત બક્ષીએ આ વાત વાતાયન કોલમમાં લખેલી. ભગવાન રામ ખુદ હરણના શિકાર કરીને ખાતા હતા. તેવું વાલ્મીકી રામાયણમાં લખેલું જ છે. મહાભારતમાં રાજા રંતિદેવ ની કથા આવે છે તેઓ રોજ બે હજાર પશુઓનાં માંસની ચેરીટી કરતા હતા. ધર્મનું નામ હોય કે બીજું માણસ ખાવા માટે અને શોખ માટે પશુઓની કતલ કરતો હોય છે. એટલે તો મેં આર્ટીકલ લખેલો કે વાઘ સિંહ હિંસક નથી માનવી હિંસક છે.

    Like

  14. રવિદ્રનાથને મંદિરમાં ભગવાન દેખાયેલો નહિં. લીવ તહાત ચહાનતિનગ ઓફ ઘ બીડસ….યાદ આવે છે? તેને તો પેલા મજૂરમાં, પેલા ખેડૂતમાં….ભગવાન દેખાયેલો…તો આજની ૨૧મી સદીમાં જાણી કરીને તે મંદિરમાં જઇને કે જ્યાં બલીની હત્યા થાય છે ત જાણવા છતાં તે હત્યા જોવી તે કેવી વાત ? મંદિરોનો વિરોઘ કરો.
    જીસસ ક્રાઇસ્ટે પેલી સ્ત્રીને પેલા પથ્થર મારિને મારી નાંખવા વાળાઓથી બચાવેલી…સવાલ કરીને કે જેણે પાપના કર્ય્ અેકે તે પહેલો પથ્થર ફેંકે. શા માટૈ ?
    માણસ જેટલું હિંસક પ્રાણિ આપણા આ જગતમાં બીજુ કોઇ નથી તે હકિકત છે. છતાં હવે જે દાખલો આપુ છું તેને ખુલ્લા મને મીલવી જોવા વિનંતિ છે.
    નવી દિલ્હીની સડક પર અેક નિર્દોષ દિકરીને પાંચ હેવાનોઅે રેપ/ બળાત્કાર કરીને અને તેના શરીરને પીંખી નાખીને જે કર્મ કર્યુ તે હેવાનો હજી જીવે છે. સરકારી મફતનું ખાવાનૂં ખાઇને મસ્ત બની રહ્યા છે કે જેથી બહાર આવીને ફરી આવું કુકર્મ કરી શકે. કોઇ ભારતીયોને આ પ્રસંગ હવે યાદ નહિ હોય. લાનત છે આવા અહિંસામા માનવાવાળાઓ પર.
    હવે તેની સામે આ પ્રસંગ જુઓ……………શું આ રાજ ઘર્મને તમે હિંસા કહેશો ????? ખૂબ વિચારજો……કોઇ કન્કલુઝન ઉપર આવતાં પહેલાં……….‘ ચન્દ્રકાંત બક્ષીના પુસ્તક નેપ્થયમાંથી સાભાર ‘
    ઇસ્લામી દેશોનો રાજઘર્મ…સરકારની ફરજો….અને લોકશાહીઓનો રાજઘર્મનો બે વિભિન્ન વિભાવનાઓ છે. મિત્ર સુરેશ ગાલા ઇરાન ગયા હતાં અને તેમણે કાયદાની વાત કરી. ઇરાન વિશ્વવનો અેકમાત્ર સંપૂર્ણ શીઆ બહુમતી વાળો મુસ્લિમ દેશ છે. ઇરાનમાં અેક માણસે અેક મહિલાને રેપ કરી પછી અેણે હત્યા કરી કે નહીં તે વિષે ખબર ન હતી. પણ ૨૪ કલાકમાં અે માણસને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. અેના પરમુકદ્દમો ચાલ્યો અને ૭૨ કલાકમાં ફેંસલો આવી ગયો. મ્રુત્યુદંડની સજા. પણ ઇરાનમાં બળાત્કારી માણસને સજા કરવાની પઘ્ઘતિ જુદી છે. અેક ક્રેન લાવીને અે માણસને તહેરાન મહાનગરના મુખ્ય ચોકમાં લટકાવ્યો. પથ્થ્રો મારવામાં આવ્યા અથવા અેને ફાંસી મારવામાં આવી. પછી ક્રેન પર અે માણસની લટકેલી લાશને સવારથી શાંજ સુઘી આખો દિવસ લટકાવેલી રાખી, અને ક્રેન ગોળ ગોળ ફરતી રહી, અને ફરતી લાશને પૂરા મહાનગરે દિવસભર જોઇ. રેપ કરનારને શું સજા થાય છે અે શાસન જનતાને બતાવી રહ્યુ હતું…………..
    આતંકવાદ પછી દુનિયા અેટલી સરળ રહી નથી…..
    રાજઘર્મ અેટલે કે સરકારનો ઘર્મ શું છે તે. ભારત મેરા મહાન…ઘિકકાર છે અે સરકાર પર અને તેવી સરકાર ચુનનારાઓ પર અને તેને રાજ કરવા દેનારાઓ પર…..તે રાજકારણીઓનો બહષ્કાર કરીને તેમને તાબડતોબ સજા કરવી તે હિંસા નથી થતી…..નાગરીકોના ભલાના કામ કરવાં તેમને કાયદા ઘડવાં ઇલેક્ટ કરેલાં હોય છે નહિં કે પોલીટીક્સ રમીને મિલિનિયોર થવાં માટે……આ રાજકારણીઓને સજા કરવી તે હિંસા નથી. પેલાં મંદિરના બલીનો તો બચાવ કરવાનો જ છે પરંતુ માવોનો / નાગરિકોનો બચાવ પહેલા કરવાનો ઘર્મ દરેક નાગરિકનો જન્મસિઘ્ઘ છે. ત્યાં નાત જાત , ઘર્મ , ઉચ નીચ, ગરીબ પૈસાદાર કોઇ નથી….સહુ માણસ છે. ઘર્મને નામે થતી કતલોને તો પહેલાં અટકાવો……..
    ‘રાજઘર્મ‘ પાળવાની જુદી જુદી રીતો, કાયદાનું પાલન કેવી રીતા કરીને જનકલ્યાણના કર્મમાં આવી શકે તે વિચારો…..અને અમલમાં મુકો તો કદાચ તમે જેને ભગવાન કહો છો ( ? ) તે ખુશ થશે…..તે ની વાતતો ઠીક પરંતું તમારો આત્માતો જરુરથી સંતોષ પામશે……….સરકાર જો પોતાનો રાજઘર્મ નહિ પાળે તો નાગરીકો તેમનો ઘર્મ પાળે……….

    ******AS THE MIND CLEARS, THE EYES SEE MORE…….

    આભાર,
    અમૃત હઝારી.

    Like

  15. ટાગોરિ કહેલું કે…..‘લીવ ઘેટ ચેન્ટીંગ ઓફ ઘી બિડસ‘……………..સુઘારીને વાંચજો……

    Like

  16. જીવો અને જીવવા દો એટલે બધા એકબીજાને મદદ કરે અને એક બીજાને હેરાન ન કરે.

    આ નીયમ હીંસક એવા માનવને માટે છે. બાકીનાને તો બોલવા, લખવા કે વાંચવાનો સમય જ ક્યાં છે?

    Like

  17. દુનીયના બધા જ ધર્મો માનવ કૃત છે. અને તે દરેકમાં ક્ષતિયો છે જ અને રહેવાની જ.
    માનવીની બુદ્ધિનો વિકાસ કુદરતના નિયમો ઉપર અધાર રાખે છે. કુદરત કહો કે ભગવાન
    કહો કે જે નામ આપવું હોય તે આપો પણ આ નિયમો એટલે જ સનાતન ધર્મ. એને આધારે જ સૃષ્ટિનું સર્જન,સંચાલન અને સંહારનું ચક્ર ચાલ્યા કરે છે. માનવીના હથમાં કશું નથી.

    Like

  18. Ahimsa is taught and propagated by Buddhism still look what the Bhikshks did in Myanmar.

    Now, if everyone starts following Ahimsa , not killing animals included, where will these animals go and live? What will be their population? Has anyone seen Gau Shalas? What a pitiable condition they live in? And now the human being is thinking of Euthanasia i.e.Mercy Killing!! It means if you are unable to take care of your near and dear ones kill them!!! Is their any limit of degradation of humanity?

    Like

  19. Human Being is supposed to be a Vegetarian, by the construction of their Mouth and Teeth. They can’t digest Meat as their stomach is not made like digesting Meat. Fruits and Vegetables grow in Plenty and are enough for All Living Human Beings. They can Grow Perpetually through their SEEDS. Nature has made different Animals with Different structure of their Mouth, Teeth and Stomach.

    Let us All be HEALTHY by Eating Fruits and Vegetables, Growing in Plenty, before they die falling on the Land. Animals and Birds in Jungle Live upon eating these fallen Fruits and Vegetables. Let us ALL get Healthy by Eating Fruits and Vegetables. “JAY AHINSA”.

    Fakirchand J. Dalal
    U.S.A.
    August 12, 2013.

    Like

  20. ફકીરચંદ દલાલ અધુરી માહિતી, અધૂરું રીસર્ચ પૂર્વગ્રહ ભરેલું લખાણ.. માનવ ઓમનીવોરસ છે તે બાયોલોજીકલ સત્ય છે.
    They can’t digest Meat as their stomach is not made like digesting Meat. આ તમારું લખાણ અવૈજ્ઞાનિક છે.

    Like

  21. રામ-કૃષ્ણનું નામ આવ્યુંને બધાની બોબડી બંધ થઇ ગઈ.. હહાહાહાહા દંભની પરાકાષ્ઠા…હહાહાહા

    Like

  22. કામીનીબેન સંઘવી નો લેખ વાંચ્યો
    પશુ હિસા અને એપણ દેવી માતાના મંદિરમાં ? ભારતમાં કે વિશ્વના કોઈ દેશમાં પશુ હિસા અટકવી મુશ્કિલ છે .

    ભારતમાં માંસાહારનો વિરોધ સૌ પ્રથમ ઈસુથી આશરે 600 વરસ પહેલાં બૃહસ્પતિ નામના સુધારકે કર્યો .પણ એ બીજી લોકોની માન્યતાઓનો પણ વિરોધ કર્યો .એટલે તે લોકોમાં અળખામણો થયો અને માર્યો ગયો . તેના કહેવા પ્રમાણે સ્વર્ગ નર્ક જેવું કોઈ સ્થળ નથી . ચેતનવંતા શરીરથી ભિન્ન આત્મા નથી પાપ કે પુણ્ય જેવું પણ કશું નથી .પુનર્જન્મ નથી .ભારતના છ શાસ્ત્રો। રામાયણ મહાભારત .વેદ ઉપનિષદ પુરાણો વિશ્વાસ કરવા યોગ્ય નથી . ફક્ત માણસની બુદ્ધિ વિશ્વાસ પાત્ર છે .

    Like

Leave a comment