સ્વતન્ત્રતા, પરાવલમ્બન અને અંકુશની વૃત્તી

67 માં સ્વાતંત્ર્ય દીવસે  હાર્દીક શુભેચ્છાઓ.....
67 માં સ્વાતંત્ર્ય દીવસે હાર્દીક શુભેચ્છાઓ…..

સ્વતન્ત્રતા, પરાવલમ્બન અને અંકુશની વૃત્તી

–મુરજી ગડા

જ્યારે સ્વતન્ત્રતાની વાત આવે છે ત્યારે સામાન્ય રીતે એને રાજકીય સ્વતન્ત્રતા વીશે હોવાનું માની લેવાય છે. એ હવે ભુતકાળની વાત થઈ. એ મળી ગઈ અને હવે ક્યાંય જવાની નથી.

ગુલામીનાં બન્ધનોમાંથી મુક્ત થવું એ એક વાત છે અને સ્વતન્ત્રતાનો અનુભવ કરવો એ બીજી વાત છે. બન્ધનમુક્ત થયેલું પક્ષી તરત જ પોતાની સ્વતન્ત્રતા માણવા ઉડી જાય છે. ગાય, ભેંસ, કુતરા જેવાં પ્રાણી ફરી ફરી બંધાવા પાછાં આવે છે. એને ‘વફાદારી’ કહેવાય કે ‘પરાવલમ્બન’ એ બધાની પોતાની વીચારસરણી પર આધાર રાખે છે.

આપણે અહીં વાત કરવી છે વ્યક્તીગત સ્વતન્ત્રતાની. ‘પશુવૃત્તી’ નહીં; પણ ‘પક્ષીવૃત્તી’ કેળવવાની. વ્યક્તીગત સ્વતન્ત્રતા એટલે વીચારવાની અને આચરવાની સ્વતન્ત્રતા. બીજાના દોરવાયા નહીં; પણ પોતાની સમજ અને નીર્ણયથી આચરણ કરનારા સ્વતન્ત્ર કહેવાય છે. આ સ્વતન્ત્રતા બધાનો જન્મસીદ્ધ હક છે અને પોતાની જાત પ્રત્યેની ફરજ પણ છે.

સાથે સાથે પોતાને કે બીજા કોઈને કોઈપણ જાતની હાની ન પહોંચાડવાની જવાબદારી પણ આવી જાય છે. આપણા આચરણથી કોઈને પણ હાની થતી હોય તો તે સ્વતન્ત્રતા નહીં; પણ સ્વન્ત્રતાને નામે ગુનો છે.

સ્વતન્ત્રતાનું મહત્ત્વ બધા માટે અલગ હોય છે. કોઈ નજીવા લાભ માટે એમાં બાંધછોડ કરતા હોય છે; જ્યારે કેટલાક બાંધછોડ કરવાને બદલે ઘણી અગવડ ઉઠાવવા તૈયાર હોય છે. જાત હોમવાના પણ છુટાછવાયા કીસ્સા નોંધાય છે. સ્વતન્ત્રતા સહેલાઈથી મળતી નથી. એની આકરી કીમત ચુકવવી પડે છે.

સ્વતન્ત્રતાના અભાવનું પરીણામ એટલે દેખાદેખી અને પરાવલમ્બન. ઘણા લોકો સ્વતન્ત્રતાના અભાવથી એટલા ટેવાઈ ગયા હોય છે કે નાની એવી બાબત પર સ્વતન્ત્ર નીર્ણય કરી શકતા નથી. બીજાએ જે કર્યું એ આપણા માટે પણ સારું હોવું જરુરી નથી. આપણામાં આ સ્વતન્ત્ર વીચારસરણી ધન્ધા–વ્યવસાયમાં ઘણી પ્રસરી છે. અન્ય ક્ષેત્રોમાં આપણે હજી ઘણા પાછળ છીએ.

સ્વતન્ત્રતાની સૌથી મોટી વીરોધી છે ‘અંકુશની મનોવૃત્તી.’ એ પ્રાકૃતીક છે. આપણા પશુ–પુર્વજો તરફથી વારસામાં મળેલી હોવાથી એને પાશવી પણ કહી શકાય. અન્ય વૃત્તીઓને કેળવવામાં આટલી સાંસ્કૃતીક પ્રગતી કર્યા છતાં; આપણે અંકુશની વૃત્તીમાંથી બહાર નીકળવાની કોશીશ પણ નથી કરતા.

અંકુશ એટલે બીજી વ્યક્તીને એની મુળભુત સ્વતન્ત્રતા આપવાનો ઈન્કાર. ઘણા સામાજીક કાયદા અને નીતી–નીયમોમાં એ સ્પષ્ટ દેખાય છે. ભુતકાળમાં સ્ત્રીઓ પર જાતજાતનાં બંધન લાદી એનું એક યા બીજાં કારણો આપી સમર્થન કરવામાં આવતું. એ ‘પુરુષોની અંકુશની વૃત્તી’ને કારણે હતું. આજે પણ રુઢીચુસ્ત સમાજોમાં એ મોજુદ છે. વર્ણવ્યવસ્થા, અસ્પૃશ્યતા, ગુલામીની પ્રથા આ બધી ‘અંકુશની વૃત્તી’માંથી જન્મેલી સામાજીક વ્યવસ્થાઓ છે. એમનો ઉપયોગ આર્થીક શોષણ કરવામાં થયો છે.

આટલી બધી ધાર્મીક અને આધ્યાત્મીક વીચારધારાઓમાંથી ભાગ્યે જ કોઈએ વ્યક્તીગત સ્વતન્ત્રતાને મહત્ત્વ આપ્યું હશે. કારણ કે બધી જ સંસ્થાકીય વ્યવસ્થાઓને એને લીધે મુશ્કેલી ઉભી થાય છે. સામ્યવાદ અને સરમુખત્યારીમાં પ્રજાની સ્વતન્ત્ર વીચારસરણી સત્તાને પોષાય નહીં. પ્રજાને અંકુશમાં રાખવા રાજ્ય તરફથી ગણતરીપુર્વક એમને ગરીબ અને અજ્ઞાન રાખવામાં આવે છે.

ધર્મમાત્ર ‘શ્રદ્ધા અને ભક્તી’ને નામે વ્યક્તીગત સ્વતન્ત્રતાને શરુઆતમાં દાબી દે છે. જાતી–જ્ઞાતીનાં બંધનો એ આગેવાનોનું રાજ્ય કરતાં પણ વધારે સત્તા ધરાવવાનું સાધન છે. (યુવાન ગાંધીજીને વીદેશથી પાછા આવ્યા પછી દરીયો ઓળંગવા માટે એમની નાતની માફી માંગી, દંડરુપે નાતનું જમણ કરવું પડ્યું હતું એવું ક્યાંક વાંચ્યાનું યાદ છે) ધર્મ, વ્યક્તીપુજા તથા અન્ધશ્રદ્ધાનું; તેમ જ સમાજ પરમ્પરાનું અફીણ ખવડાવી લોકોને સંકુચીત, કટ્ટરપન્થી અને ક્યારેક ઝનુની બનાવતા રહ્યા છે. ગુજરાતમાં થઈ રહેલા વીવીધ સમ્પ્રદાયોનાં કૌભાંડો આનું ઉદાહરણ છે. આપણી બે હજાર વરસની સતત પીછેહઠ માટે આ વૃત્તી ઘણી જવાબદાર છે. એ સ્વીકારવાને બદલે વીદેશીઓ પર બધો દોષ ઢોળવાનું આપણને ફાવે છે.

દેશને સુવ્યવસ્થીત રીતે ચલાવવા માટે અમુક હદ સુધી અંકુશ વાજબી છે. શીસ્ત, કાયદાપાલન અને વ્યવસ્થા માટે તે જરુરી છે. જરુરી અંકુશ વગર અરાજકતા અને ગુનાઈત તત્ત્વો ફેલાતાં આપણે જોઈએ છીએ. સવાલ અંકુશની માત્રાનો છે. એના પરથી આપણે રાજ્યવ્યવસ્થાને પ્રજાતન્ત્ર, સામ્યવાદ કે સરમુખત્યારી તરીકે ઓળખીએ છીએ. વધારે પડતો અંકુશ પ્રગતીને રુંધે છે.

આટલા બધા અવરોધો છતાંયે કેટલીક વ્યક્તીઓમાં સ્વતન્ત્ર વીચારસરણી ટકી રહે છે અને પાંગરે પણ છે. આ સ્વતન્ત્ર વીચારસરણીને લીધે જ ‘બુદ્ધ’ અને ‘મહાવીરે’ વૈદીક ધર્મના હીંસક કર્મકાંડનો વીરોધ કરી ‘કરુણા’ અને ‘અહીંસા’ની વીચારધારાને આગળ કરી હતી. આ ઉપરાન્ત ભારતમાં ધાર્મીક અને આધ્યાત્મીક ક્ષેત્રે પાંગરેલી ઘણી સ્વતન્ત્ર વીચારસરણીઓ લોકમાનસમાં અંકીત થઈ છે. સામાજીક ક્ષેત્રે સુધારાવાદી વીચારસરણી લાવનારાઓનાં નામો લોકજીભે ઓછાં અને ઈતીહાસનાં પાનાંઓમાં વધુ દેખાય છે. જનજીવનમાં નાના મોટા સુધારા લાવનારા અગણીત સ્વતન્ત્રતાના પુજારીઓ ગુમનામ છે.

પંદરમી અને સોળમી સદીમાં આવેલી ક્રાન્તી વૈજ્ઞાનીક કે ઔદ્યોગીક ક્ષેત્ર પુરતી મર્યાદીત નહોતી. એની સાથે ‘વીચારોની અભીવ્યક્તી’માં પણ ધરખમ ક્રાન્તી આવી હતી. એ સંક્રાન્તીકાળ (Renaissance–રેનેસાં) તરીકે ઓળખાય છે. ત્યારે કળા, સાહીત્ય, વીજ્ઞાન વગેરેમાં જુવાળ આવ્યો અને સાથે ધર્મનો અંકુશ ઓછો થયો. આ બધાનાં મુળમાં હતી ‘વ્યક્તીગત સ્વતન્ત્રતાની ભાવના’. એના પરીણામે ત્યારથી અત્યાર સુધી દુનીયા પર એમનું આધીપત્ય રહ્યું છે. હવે અન્ય દેશોમાં જ્યાં સંસ્થાકીય અંકુશો ઓછા થયા છે અને વ્યક્તીગત સ્વતન્ત્રતા સ્વીકારાઈ છે ત્યાં બધા ક્ષેત્રે પ્રગતી શરુ થઈ છે. એના અભાવનું પરીણામ પછાત રહી ગયેલા મુસ્લીમ રાષ્ટ્રોમાં ચોખ્ખું દેખાય છે.

સામાજીક અને ધાર્મીક ક્ષેત્રે ચાલી આવતી અંકુશ વૃત્તીના કારણો સમજી શકાય એમ છે. આધુનીક સમયમાં અને ખાસ કરીને શહેરોમાં એ કોઈને માન્ય ન હોય તો એને અવગણી એનાથી દુર પણ રહી શકાય છે. એની પકડ હવે થોડા થોડા અંશે ઢીલી થઈ રહી છે.

કૌટુમ્બીક સંકુલમાં પોષાતી અંકુશની વૃત્તી જાણવી અને સમજવી અઘરી છે. ક્યારેક તો પોતાના કહેવાતા પર પણ એ અજમાવાય છે. અહીં પ્રેમ, માનમર્યાદા, આજ્ઞાપાલન અને અંકુશની વૃત્તી વચ્ચેનો ભેદ જાણવો અઘરો હોવા છતાં સમજવો જરુરી છે. કુટુમ્બમાં શીસ્ત અને શાન્તી માટે અમુક અંશે અંકુશ જરુરી છે. એની માત્રા કુટુમ્બના દરેક સભ્યની પરીપક્વતા, ઘડતર વગેરે પર આધાર રાખે છે. એના માટે કોઈ નીયમ ન હોઈ શકે. વ્યક્તીગત સ્વતન્ત્રતતાની જેમ દરેક કુટુમ્બને પોતાની આગવી સ્વતન્ત્રતાનો હક છે. જેમાં સમાજનો અંકુશ બીનજરુરી છે.

જુની અને નવી પેઢી વચ્ચેનું ઘર્ષણ જેને જનરેશન ગૅપ કહેવામાં આવે છે તે નવી પેઢીની સ્વતંત્રતાની માંગ અને જુની પેઢીની અંકુશ જાળવી રાખવાની ભાવનામાંથી જન્મે છે. એ જનરેશન ગૅપ કરતાં કમ્યુનીકેશન ગૅપ વધુ છે. વધતા જતા છુટાછેડાની પાછળ પણ અન્ય કારણો ઉપરાંત એક કારણ સ્ત્રીને જોઈતી સ્વતન્ત્રતા અને વડીલોની અંકુશવૃત્તી કામ કરે છે. ચાળીસ વરસની ઉમ્મરની વ્યક્તીને અંગત બાબતોમાં નીર્ણય લેવાની છુટ ન હોય એમાં વડીલોની અંકુશવૃત્તી સ્પષ્ટ દેખાય છે.

હીન્દી સીનેમામાં ઘણી વખત જોયેલું એક દૃશ્ય; જેમાં મરણ પથારીએ પડેલ વ્યક્તી પોતાના સન્તાન પાસે ગેરવાજબી પ્રતીજ્ઞા લેવડાવતી હોય છે. મરણ પછી પણ અંકુશ જાળવવો એ અંકુશવૃત્તીની ચરમસીમા છે. બીજા પાસેથી દબાણ કરી કોઈપણ જાતની પ્રતીજ્ઞા લેવડાવવી એ પણ અંકુશવૃત્તી જ છે.

સૌથી વધુ ગુંગળાવનારી અને હાનીકારક છતાં વ્યાપક અંકુશવૃત્તી બહોળા કુટુમ્બોમાં દેખાય છે. બહોળા કુટુમ્બના કેટલાક વડીલો પોતાનું વડીલપણું સાચા અર્થમાં શોભાવે છે. બીજાના હીતમાં સાચી સલાહ આપી જરુરી મદદ પણ કરે છે. તેઓની સલાહ ક્યારેક અવગણાય તોયે દ્વેષ રાખતા નથી. જ્યારે કેટલાક ફક્ત ઉમ્મર, સમ્પત્તી કે વાક્પટુતાને લીધે વડીલ બની બેઠેલા પોતાના સગાંવહાલાંની કૌટુમ્બીક બાબતોમાં વણમાગ્યાં સલાહસુચન અને દબાણ કરી પોતાની અંકુશની વૃત્તી પોષતા હોય છે. કોઈક મર્યાદા કે નબળાઈને લીધે કોઈ એમને અટકાવી કે અવગણી શકતું નથી. ક્યારેક મજબુરીમાં તો ક્યારેક અનીચ્છાએ ન ગમતાં નીર્ણયો લેવાઈ જાય છે.

સમજ અને ડહાપણ, ઉમ્મર કે પૈસા સાથે સતત વધતાં નથી. બધાની એક ચોક્કસ તબક્કે મર્યાદા આવી જાય છે. ઉમ્મર અને સમ્પત્તીને અપાતા વધુ પડતા મહત્ત્વને લીધે ઘણા યુવાનોના કીમતી અભીપ્રાયો નજરઅંદાજ કરવામાં આવે છે. દુર્ભાગ્યે એનાં પરીણામો પણ એમને જ ભોગવવાં પડે છે. તુટતાં સંયુક્ત કુટુમ્બો પાછળ આ એક મહત્ત્વનું કારણ છે.

કુટુમ્બ બહારની વ્યક્તીનું આપણા પરનું આર્થીક અવલમ્બન કોઈને ગમતું નથી; પણ કોઈ બૌદ્ધીક કે ભાવનાશીલ રીતે આપણા પર આધાર રાખે તે બધાને ગમે છે. એનાથી આપણો અહમ્ અને અર્ધજાગૃત મનની અંકુશવૃત્તી પોષાય છે.

નાની અમથી વાતમાં કોઈની સલાહ લેવા દોડી જવું બૌદ્ધીક પરાવલંબન છે. દરેક નાના મોટા, સારા યા માઠા બધા બનાવોમાં પોતાનો ઉભરો ઠાલવવા કોઈ પાસે જવું પડે એ બાલીશપણું છે. નાના બાળકો સ્કુલમાં થતી રજેરજ વાત ઘરે આવીને પોતાની માને કહે તે સહજ છે. કુટુમ્બની અંદર થતી વીચારોની અને દરરોજના બનાવોની ચર્ચા સમ્બન્ધોને ગાઢ બનાવે છે. જ્યારે પુખ્ત વયની વ્યક્તી જે કોઈ મળે તેને બધું જ કહ્યા વગર ન રહી શકે તે, લાગણીનું પરાવલંબન અને બૌદ્ધીક અપરીપક્વતા છે.

જે લોકોને પોતાના પર ભરોસો નથી એ બીજા પાસેથી આધાર, આશરો અને સહાનુભુતી ઈચ્છે છે અને બદલામાં શરણાગતી સ્વીકારે છે. આવું બૌદ્ધીક અને ભાવનાશીલ અવલંબન કે સહારો, શોધનારા અને પુરો પાડનારાનું એક એકમ બને છે. પુખ્ત વ્યક્તીઓ વચ્ચેના આવા એકપક્ષીય સમ્બન્ધ પ્રેમ અને માન કરતાં સ્વતન્ત્રતાનો અભાવ અને અંકુશવૃત્તીના સુચક વધુ છે. સાચા સલાહકાર એમની સલાહ સ્વીકારવામાં ન આવે તોયે ખોટું લગાડતા નથી. અંકુશવૃત્તીવાળી વ્યક્તી પોતાની મગરુરીથી પ્રેરાઈને એમની અવગણના કરનારની જાહેર નીન્દા કરતાં અચકાતી નથી.

બૌદ્ધીક અને લાગણીની રીતે સ્વતન્ત્ર વ્યક્તીઓ બીજા પાસે પોતાના ઉભરા ઠાલવવામાં સંયમ જાળવે છે. પોતાના પ્રશ્નો બને ત્યાં સુધી પોતે જ ઉકેલી લે છે. તે આવા જુથમાં સમાઈ શકતી નથી. બની બેઠેલા વડીલો એને પોતાની અવગણના માની એમની પાસેથી સ્વતન્ત્રતાની આકરી કીમત વસુલવાની કોશીશ કરે છે.

સમ્પુર્ણ પરાવલમ્બન આપણને જન્મતાંની સાથે જ મળે છે. એ કુદરતી છે. ઉમ્મર સાથે એમાંથી બહાર નીકળવું એ ‘કેળવણી’ છે. કેટલાકને એ એટલું ફાવી જાય છે કે એ મનોદશામાંથી બહાર નીકળવાની કોશીશ પણ કરતા નથી. પરાવલમ્બીપણાને આપણે પ્રેમ, માન વગેરેના ઓઠા હેઠળ પોષીને એનો ગર્વ લઈએ છીયે.

વીચારોની કે બૌદ્ધીક સ્વતંત્રતા  અમુક  અંશે જન્મજાત હોય છે અને બાકીની કેળવેલી હોય છે.  આર્થીક સ્વતંત્રતા કેટલાકને વારસામાં મળે છે જ્યારે બાકીનાઓને એ કમાવી પડે છે. વીચારોની સ્વતન્ત્રતા ગમે તેટલી હોય પણ જ્યાં સુધી આર્થીક સ્વતન્ત્રતા ન મેળવાય ત્યાં સુધી આચરણની સ્વતન્ત્રતા ન આવી શકે. આર્થીક સ્વતન્ત્રતાને અભાવે ઘણી બાંધછોડ કરવી પડે છે. આપણી કુટુમ્બ અને સમાજવ્યવસ્થા આ બાબતમાં ઘણી પાછળ છે. પરીણામે વીચારોની અને આચરણની પુખ્તતા મોડી આવે છે.

નવી દુનીયામાં યુવાનોને ત્રણ પ્રકારની નવી સ્વતન્ત્રતા મળી છે જે જુની દુનીયામાં નહોતી. એ છે પોતાના ‘વ્યવસાય’ની પસંદગી, ‘જીવનસાથી’ની પસંદગી અને ‘વસવાટની જગ્યા’ની પસંદગી. આ ક્ષેત્રોમાં હવે સામાજીક બન્ધન નથી રહ્યાં.

આની સરખામણીએ જે લોકો આર્થીક સ્વન્ત્રતા નથી મેળવી શક્યા એમનું વૃદ્ધત્વ પ્રમાણમાં દુ:ખદાયક બની જાય છે.

ઈચ્છતા હોઈએ તોયે બૌદ્ધીક અને ભાવનાગત રીતે સમ્પુર્ણ સ્વાવલમ્બી બનવું શક્ય નથી. વધુમાં વધુ એને એક ધ્યેય બનાવી શકાય. મોટા ભાગના લોકો આ બે અન્તીમો વચ્ચે ક્યાંક હોય છે. બન્ને વૃત્તીઓના ફાયદા અને ગેરફાયદા છે. સ્વાવલંમ્બી બીજાઓના અનુભવ અને શાણપણનો લાભ ગુમાવે છે, જ્યારે પરાવલમ્બી પોતાનું ગૌરવ ગુમાવે છે. અન્તીમપણાની જેટલી નજીક હોઈએ તેટલી વધારે એની કીમત ચુકવવી પડે છે.

પુખ્ત–પરીપકવ વ્યક્તીઓ વચ્ચે (matured adults) પરાવલમ્બન કે અંકુશના નહીં; પણ પરસ્પરાવલમ્બનના સંબંધો (interdependency) વધુ ઈચ્છનીય છે. ગાઢ મીત્રો વચ્ચે આ સહજ સ્વરુપે દેખાય છે. મોટા ભાગના સમ્બન્ધો આ સ્તરે પહોંચે એવો આદર્શ રાખી શકાય. જે આપણી સાથે પેટ છુટી વાત ન કરતા હોય એમની પાસે બધું જ ન ઠલવાય. વીકસીત દેશોના લોકોમાં આર્થીક સ્વતન્ત્રતાની સાથે વ્યક્તીગત સ્વતન્ત્રતા અને પરસ્પરાવલમ્બનની ભાવના વધુ વીકસી છે.

આ બધામાં એક દુ:ખદ વીરોધાભાસ પણ છે. જે સ્વતન્ત્રતાના હીમાયતી હોય, પોતાની સ્વતન્ત્રતા મેળવવા અને જાળવવા ઘણો સંઘર્ષ કર્યો હોય, તેઓ પણ બીજાઓની સ્વતન્ત્રતા સહજ રીતે સ્વીકારતા નથી. સ્વતન્ત્રતા માટે લડનાર રાજાઓ પોતે સરમુખત્યાર બને છે. અમેરીકાની સ્વતન્ત્રતા માટે લડનાર બધા નેતાઓના ઘરમાં આફ્રીકન ગુલામ હતા. ગુલામોની સ્વતન્ત્રતા સો વરસ અને આન્તરવીગ્રહ પછી આવી. સાચા અર્થમાં સ્વતન્ત્રતા મેળવતાં એમને બીજા એક સો વરસ લાગ્યાં.

આપણી આઝાદી માટે લડનાર નેતાઓ સત્તા હાંસલ કરી પોતે સરમુખત્યાર નહોતા બન્યા. એમણે પ્રજાતન્ત્ર સ્થાપી આખરી સત્તા પ્રજાના હાથમાં આપી. આપણે એનો સદુપયોગ નથી કરી શકતા એ જુદી વાત છે. આ બધું કહેવાતા કળીયુગમાં થયું છે. કહેવાતા સતયુગમાં કોઈએ પ્રજાતન્ત્ર નહોતું સ્થાપ્યું કે વ્યક્તીગત સ્વતન્ત્રતાની હીમાયત નહોતી કરી. બધા રાજાઓ પાસે અસંખ્ય દાસ–દાસી (ગુલામ) હતા. સુવર્ણકાળ ગણાતા આર્યાવર્તમાં અડધી પ્રજા ક્ષુદ્ર, દાસ, ગુલામ હતી. સાંસ્કૃતીક રીતે આપણે ની:શંકપણે પ્રગતી કરી રહ્યા છીએ.

પુરાણોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુરુષાર્થનાં પ્રેરક બળ માનવામાં આવ્યાં છે. સ્વતન્ત્રતાની ખેવના અને અંકુશની વૃત્તી પણ એટલાં જ શક્તીશાળી પ્રેરક બળ છે. આ ઉપરાન્ત બીજી કેટલીક કુદરતી તેમ જ કેળવેલી બાબતો માણસ પાસે ઘણો પુરુષાર્થ કરાવે છે. પુરાણોમાં પણ કંઈક અધુરું કે ખામીયુક્ત હોઈ શકે એ માનવું અને સ્વીકારવું ઘણા માટે અઘરું છે. પ્રગતીશીલ વીચારસરણીવાળા એ સ્વીકારી શકે છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 23 11 548 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના 2008ના ફેબ્રુઆરી માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, B Wing, Opp. Ayyappa Temple, BONKODE VILAGE, KOPERKHERNE. Navi  Mumbai  400 709 સેલફોન: 8097 550 222   ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 15/08/2013    

24 Comments

  1. સ્વતંત્રતાનો સાચો અર્થ સમજવામાં આખું જીવન ખર્ચાઈ જતું હોય છે. મને મળે તે નહીં, પણ હું બીજાને આપી શકું એ સાચી સ્વતંત્રતા છે. વિચારો અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય માત્ર મારા માટે જ નથી, એ સૌને માટે છે અને એનું જતન કરવાની જવાબદારી સૌની છે. આજના આ ઉત્સવ નિમિત્તે શ્રી મુરજીભાઈએ આપણને આંતરદર્શન માટે પ્રેરણા આપી છે.

    Like

  2. today i my self stisfied, jivnma mare shu aapvu, kevi rite, kyathi, sha mate, jruri che, pan eni pachal fakt aanand ane santosh thavo jaruri che

    Like

  3. મારા જ મનની વાતો. સરસ લેખ. અન્ય માન્યતાવાળાઓ ટોળાના પીયર પ્રેસરની સામે પોતાની વૈચારિક સ્વતંત્રતા નબળા મનના માણસો જાળવી શક્તા નથી.

    Like

  4. ધન્યવાદ… મારું પણ એ જ માનવું છે…
    આપણા આગ્રહો, દુરાગ્રહો, માની લીધેલી ધારણાઓ, જ આપણા દુશ્મનો છે. તે પોતા પુરતી મર્યાદીત રહે ત્યાં સુધી વાંધો નથી; કારણ કે દરેકને પોતાની માન્યતા પ્રમાણે જીવવાનો અધીકાર છે; પણ તેમાંથી, ‘બીજાએ પણ એમ જ
    માનવું–જીવવુ જોઈએ એવો આગ્રહ પ્રગટે ત્યારે જ તકલીફ ઉભી થાય છે..

    તમે એક બહુ સારી વાત કરી, ‘પોતાના વિચારો પ્રમાણે જ દુનિયા ચાલવી જોઈએ’ એ જ આપણી પોતાની અશાંતી અને તે મારફત બીજાને પણ થતી અશાંતીનું મુળ છે.
    E-Mail to me, From Uttambhai Gajjar

    ધન્યવાદ..

    Like

  5. I fully agree with Murajibhai Gada. We all should start thinking independently without any pressure from others. Live & let us live.

    Thanks for this good article.

    Pradeep H. Desai
    USA

    Like

  6. દુનિયાનું અર્થશાત્ર, તર્કશાત્ર અને સ્વાર્થશાત્ર માનવ જીવનની સ્વતંત્રતા નું ગળું ટુંપે છે. સમજાય નહિ એવા સિદ્ધાંતો પકડી ને બીજાની સ્વતંત્રતા પર લોકો તરાપ મારતા હોય છે. કોઈ વાર ફરજ શબ્દના ભારથી સ્વતંત્રતા છીનવાતી હોય છે. ડગલે ને પગલે નફા નુકસાન ગણતો માણસ બીજાની સ્વતંત્રતા પર પ્રહાર કરતો હોય છે. પ્રેમની કિતાબમાં ભલે હિસાબ હોતો નથી પણ ત્યાં પણ પ્રેમના નામે માણસ બીજાની સ્વતંત્રતા પર પકડ જમાવતો હોય છે. ધર્મ ક્ષેત્રમાં પણ વિચારો રજુ કરવાની સ્વતંત્રતા હોતી નથી. દુન્યવી માનવીઓ પ્રેમ ને જુદા જુદા બંધનોથી જકડી રાખવાની વધુ ને વધુ કોશિશ કરે છે અને તેથી સ્વતંત્રતા એ બંધનમાંથી મુક્તિ મેળવી આનંદ સુધી પહોચી શકતી નથી.
    સ્વતંત્રતા છીનવવાથી જીવન રસનો સ્વાદ ખાટો થતો જાય છે. જગત અત્યારે ફક્ત પ્રાપ્તિ મેળવવામાં જ પડી છે તેથી તેના માટે એ ગમે તે કરી શકે છે. ઘણીવાર સ્વતંત્રતા મૂંગા મોઢે સહન કરતી હોય છે અને જીવન શુષ્ક થતું હોય છે. ફરજ માં પણ બીજા પાસે થી વધુ અઘટિત માગણી કરવામાં આવે છે. વ્યક્તિ , સમાજ , ધર્મ , દરેક ક્ષેત્ર માં સ્વતંત્રતાની ઉણપ છે. ધર્મ ક્ષેત્રમાં લોકોને ઠગીને લોકોની સ્વતંત્રતાને હોમાવાય છે. માન , મોટાઈ અને પ્રતિષ્ઠા મેળવવા પણ ગુલામો બનાવી બીજાની સ્વતંત્રતા ને છીનવી લેવાય છે . ડરપોક અને જીવનની ઘટમાળથી શુષ્ક લોકો બીજાને તાબે થઇ પોતાની સ્વતંત્રતા ગુમાવે છે.

    Like

  7. Conratulations to the writer for providing us with some very good food for thought. He has covered an extensive range of precious ideas for all of us to think and adopt.
    Our own willingness (and also the ability) to think clearly for ourselves, without being misguided by popular beliefs, is a valuable talent for all of us to try to cultivate. Thanks a lot, Murjibhai ! — Subodh Shah —

    Like

  8. આજ ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર દીવસના ગોવીન્દભાઈ મારુએ મુરબ્બી મુરજીભાઈનો લેખ ઠીક પસંદ કરેલ છે.

    બુદ્ધ અને મહાવીરે ધાર્મીક – આધ્યાત્મીક સ્વતંત્ર વીચારસરણી લોકમાનસમાં અંકીત કરી પછી ૧૦૦-૨૦૦ વરસમાં ધર્મગુરુઓથી સહાન ન થયું અને બુદ્ધ મહાવીર પછીના એક હજાર વરસમાં બધું તદ્દન ઉલટું થઈ ગયું.

    આર્થીક અને વીચારોની ગરીબાઈ અને ભૃષ્ટાચાર વધતા જ ગયા તે એટલે હદ્દ સુધી કે સ્વતંત્ર ભારતની સંસદમાં સોમનાથ મંદીર નીર્માણની ચર્ચા થવા લાગી. સરદારો એમાં જોડાતા ગયા.

    મરણ વખતની પ્રતીજ્ઞાની જેમ રથયાત્રાઓ શરુ થઈ. વસવાટ સ્વતંત્રને બદલે પ્રાંતવાદ અને ભાષાવાદ માટે મહારાષ્ટ્ર અને મુંબઈમાં પીંઢારા જેવું કામ હજી થાય છે.

    લગ્ન રજીસ્ટર કરાવવા ફરજીયાત છે અથવા થશે પણ ગોર મહારાજ વેદ પુરાણમાંથી કંઈક બોલે એ સ્વીકારીને….

    Like

  9. અંકુશ વગરની સ્વતંત્રતા અને સ્વતંત્રતા વગરનો અંકુશ બંને વ્યક્તિત્વ વિકાસ માટે હાનીકારક બાબતો છે. સ્વતંત્રતા સાથે જવાબદારીનું ભાન અત્યંત જરૂરી છે. અરાજકતા ફેલાવવામાં બિનજવાબદાર શાસકો કે વડિલોનો અંકુશ મુખ્ય પરિબળનું કામ કરે છે.
    યુવાન પેઢી વધુ જાગૃતિ તરફ હોવાને કારણે ઘણા વડિલો સત્તાના અભાવથી પીડાઈને દુઃખી થતા હોય છે. વ્યક્તિગત સ્વાતંત્ર્ય વગર વિકાસ નથી તે સમજ દરેકમાં સ્વાનુભવથી કેળવાયેલી હોય છે પણ સ્વાર્થની અંધતા અંધશ્રદ્ધા તરફ દોરે છે અને તેથી આ ઉગેલી સમજણ આડા પડળ આવી જતા હોય છે.

    Like

  10. A very important,gigantic and thought provoking message for all.
    I have been loosely thinking on this direction on personal independence of all humans,without any bias of cast, gender, creed, race, color, ethnicity, religion, region etc., since so many years and over a period have come to the nearest thoughts/opinion, embodied herein, but was never organised the way you did/narrated here. Murjibhai my personal appreciation and regards to you for this human service rendered and also thanks to great BJM for giving platform to these thoughts through his blog.

    Lalbhai Patel (Dada)

    Like

  11. सरस…, आपणे मशीनो, टेकनोलोजी ना वधारे गुलाम थता जअइये छीये…

    Like

  12. આદરણીય શ્રી મુરજીભાઈ ગડાના આ લેખમાં રજુ કરેલા વિચારો ગમ્યા .

    આવો પ્રેરક લેખ લખવા માટે એમને ધન્યવાદ .

    એમના લેખો પોસ્ટ કરવા માટે શ્રી ગોવિંદભાઈને પણ ધન્યવાદ ઘટે છે…

    Like

  13. I appreciate thought provoking article by Mr.Gada. however i do not agree with his observation given below
    નવી દુનીયામાં યુવાનોને ત્રણ પ્રકારની નવી સ્વતન્ત્રતા મળી છે જે જુની દુનીયામાં નહોતી. એ છે પોતાના ‘વ્યવસાય’ની પસંદગી, ‘જીવનસાથી’ની પસંદગી અને ‘વસવાટની જગ્યા’ની પસંદગી. આ ક્ષેત્રોમાં હવે સામાજીક બન્ધન નથી રહ્યાં.
    The above observations are not a reality in Indian context. Our family value system is not democratic hence our society will not become true democratic. The very large percentage of parent in India impose their wish/decisions on their children’s career ,marriage ,and job selection. The wife does not enjoy freedom of opinion and speech and movement .Till parents play a role of mentor there is no harm but they emotionally blackmail their children.

    however my thanks to Mr.Gada

    Ashok Parikh

    Like

  14. Dear Mr.. Ashok Parikh,

    Thank you for your comment and expressing your reservations. Let me explain my viewpoint in little more detail with a background.

    Only two generations ago, most people in India were borne, lived and died in the same house, same village doing the same thing their parents and generations before them did. That was old world. They had no option what so ever for reasons like lack of education/skills and social/economic constrains etc. Things have changed since then for many.

    In one of my earlier articles, I have defined what I mean by old world and new world. Here, I have specifically said that the new options are available to a youth from a new world. “નવી દુનીયામાં યુવાનોને”

    The one who broke away from the so called old world, had to struggle a lot. Things become lot easier for his/her children. I believe many of us active here belong to this new world.

    Like

  15. Dear Sri Muljibhai,
    Thanks. This is topic is provoking thought, which is the RESULTS of your deep analytical thinking on the subject for long time , may be this is the fruit of the lifelong experiences. And that is why the article is speaking THE TRUTH…..The reality of india’s life…(We are here interested in India’s life.) SWATANTRATA….in all the fields of an individual life.
    I wish to break down few steps of arriving at these thought provoking guidelines , as per my thinking….Every target has to be approached scientific by deeply analysed and conclded conclusions. Here are some…….
    (1) Start thinking on the subject matter,independently using the affecting referances from all the possible directions and that to independently.
    (2) Read more and more. keep your Eyes, Nose, Ear and Brain open. History teaches us.
    (3) Consult books, Rich and Poor, learned or uneducated and build your own decision ….not final…..
    (4) Learn from other’s experiences with neutral thinking.
    (5) Do NOT CHEAT, yourself in building the conclusion.
    (6) Accept positive or negative result of your so far thinking process and learn to correct the future steps.
    (7) First start applying THEORY. Then think on all the faces of the subject. Pick up only those are posetive for the application….

    I wrote this micro analytical procedure only because this precious thinking is the result of his deep thinking which is looking to be applicable in solving our problems majority of time positively.
    If this detail study is not done, this article would not have been created.
    If this is not done than we have to recollect…..

    હા, પસ્તાવો વિપુલ ઝરણું ……………………..
    લોકશાહિની વ્યાખ્યા ગુલામી કે પરાઘિનતામાં માનતી નથી. પરાવલંબિતા પણ ગુલામીનો પ્રકાર જ છે.
    સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે આસમાન જમીનનો ફરક છે. વચ્ચે અેક વણદેખી પાતળી લીંટી છે. કયારે કુદી ગયા તેની સમજ નહિં પડે. સ્વચ્છંદતા મારક છે. આજ કાલ સ્વચ્છંદતાનો મહિમા ફેલાયેલો દેખાય છે.
    સ્વાયત્તતા, સ્વાઘીનતા, મુક્તિ….આ શબ્દો પણ પોતાની ઓળખ રાખે છે. મોક્ષ જેવો શબ્દ ડીક્શનરીમાંથી કાઢી નાંખવો જોઇઅે. તે પરાઘિનતા સૂચક છે.
    જબ આપકે હાથ હૈ તકદીરકી કિતાબ, ક્યા ક્યા લીંખા કરેંગે અબ આપ સોચીયે.
    Philosopher Rumi said, “Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.”
    આભાર.

    Like

    1. મોક્ષ શબ્દ ડીક્શનરીમાંથી કાઢી નાંખવો જોઇએ. તે પરાઘિનતા સૂચક છે. એટલે કે મોક્ષમાં માનનારા બધા ગુરુઓના ગુલામો…..

      Like

    2. Dear Amrutbhai,

      You have done interesting brain storming here. It is said that “we are what we were when”. This complex sounding statement could be simplified as, “Whatever we went thru in our life, shapes us in every respect”

      We are fortunate to escape from the old world; be independent as much as we wanted to be; i.e. intellectually, emotionally, financially and so far physically. What more we can ask for except to remain physically independent until the last day.

      Like

  16. વીચારોની સ્વતન્ત્રતા ગમે તેટલી હોય પણ જ્યાં સુધી આર્થીક સ્વતન્ત્રતા ન મેળવાય ત્યાં સુધી આચરણની સ્વતન્ત્રતા ન આવી શકે……………………….

    How many Indian seniors are dependent on children and government resources in USA? Have they achieve their financial freedom in this prosperous country?

    Like

  17. પ્રિય ગોવિંદભાઈ
    તમે બહુ ઉત્તમ પ્રકારનું સાહિત્ય પીર સો છો તમે અને મુરજીભાઇ ધન્યવાદના અધિકારી છો

    Like

Leave a comment