–દીનેશ પાંચાલ
ચોમાસાનો ભવ્ય આકાશી શૉ પુર્ણતાને આરે છે. જળ એ જીવન છે એવું પ્રથમ વાર ક્યારે સાંભળેલું તે યાદ નથી; પણ પુર વેળા જળને મૃત્યુનો પર્યાય બની જતાં જોયું છે. જળ વીના ધરતી ધાન પકવતી નથી અને ધાન વીના ભુખનું કોઈ સમાધાન નથી. ભુખ એવી સ્થીતી છે જ્યાં સીંહ અને શીયાળ સરખા લાચાર બની રહે છે. વીચારકો કહે છે ભુખ્યાનો ભગવાન રોટલી હોય છે. ભુખ માણસનો સૌથી જુનો પરાજય છે. યાદ રાખી લેવા જેવી બાબત એ છે કે ભગવાનને એવા નૈવેદ્ય મંજુર નથી હોતાં, જે ગરીબોની ભુખ ઠેલીને તેના મોં સુધી પહોંચ્યાં હોય.
આ દેશમાં શ્રદ્ધાની આડમાં અનેક અનીષ્ટો નભી જાય છે. ધર્મના નામે અધર્મ જાહેર માર્ગો પર રાસડા લે છે. દેશના રાજકારણીઓને હું નસીબદાર ગણું છું. અહીંના લોકોનું સ્થાયી વલણ છે – ‘મારે કેટલા ટકા ?’ એવી પ્રજાકીય ની:સ્પૃહતાને કારણે નેતાઓ માટે અહીં અભ્યારણ્ય રચાયું છે. લોકો ધરમ–કરમ, ટીલાં–ટપકાં ને ટીવી–સીરીયલોમાંથી ઉંચા આવતા નથી, તેથી નેતાઓનાં નગ્ન–નર્તન બેરોટકટોક ચાલુ રહ્યાં છે. (‘પાર્લામેન્ટ નગ્ન–નર્તકોની ડાન્સક્લબ છે’ – એવું બકુલ ત્રીપાઠી કહેતા.)
પ્રત્યેક ગણેશોત્સવવેળા અમારા બચુભાઈ બળાપો કાઢે છે, ‘આપણા ધાર્મીક ઉત્સવો આટલા તણાવયુક્ત શા માટે હોય છે ? શ્રી પાંડુરંગજી પ્રેરીત સ્વાધ્યાય પ્રવૃત્તીમાં લાખો માણસો ભેગા થાય છે, ત્યારે અનુયાયીઓ એવું સ્વયંશીસ્ત પાળે છે કે પોલીસની જરુર નથી પડતી. આપણું એક પણ ગણેશવીસર્જન પોલીસના પહેરા વીના પાર પડે છે ખરું ? ધર્મમાં શ્રદ્ધાની સીતાર વાગવી જોઈએ, પોલીસની સાયરન નહીં. વીસર્જનના દીને તો સવારથી જ શહેરમાં એક અદૃશ્ય આતંક છવાયેલો રહે છે. એ દીવસે મને સવારથી જ રાજેશ રેડ્ડીની પંક્તીનું સ્મરણ થવા માંડે છે : ‘સારે શહર મેં દહેશત સી ક્યું હૈ… યકીનન આજ કોઈ ત્યૌહાર હોગા!’
દુર્ભાગ્ય એ છે કે અહીં શ્રદ્ધાળુઓ કરતાં અન્ધશ્રદ્ધાળુઓ બહુમતીમાં છે. તેઓ ભગવાનને સુખ દેનારી જડીબુટ્ટી સમજે છે. ધર્મગુરુઓને પાપમાંથી ઉગારી લેતા વકીલો સમજે છે અને મન્દીરોને ભગવાન ખરીદવાનું શૉપીંગ સેન્ટર સમજે છે. તેઓ જ્યાંથી જેવા મળે તેવા ભગવાન હોલસેલના ભાવમાં ખરીદે છે. ચમત્કારનું તેમને ભારે આકર્ષણ. કોઈ મોટો ચમત્કાર કરી બતાવે તો તેઓ સત્યશોધક સભાના સભ્યોને પણ ભગવાન માની લેતાં અચકાય નહીં. તેમની શ્રદ્ધાના શૅરમાર્કેટમાં ભગવાનના ભાવ હજી ગગડ્યા નથી.
એક પરીચીત વ્યક્તી એના પીતાની જરાય કાળજી લેતી ન હતી. પીતા બીમાર પડ્યા ત્યારે તેમને હૉસ્પીટલમાં દાખલ કરવામાં તેમણે જીવલેણ વીલમ્બ કરેલો. પછી પીતાના મર્યા બાદ કાશી, મથુરા, દ્વારકા, હરીદ્વાર વગેરે સ્થળોએ સહકુટુમ્બ જઈને પીતાનું શ્રાદ્ધ કરાવ્યું. પાંત્રીસ હજારથીય વધુ ખર્ચો થયો. જોયું ? ‘પ્રેમની પડતર કીમત પાવલી… અને અન્ધશ્રદ્ધાની કોસ્ટ ઓફ પ્રોડક્શન પુરા પાંત્રીસ હજાર !’ (એક કથાકારે કહ્યું છે : ‘બીમાર બાપનો હાથ પકડી સંડાસ સુધી લઈ જાઓ તો શ્રીનાથજી સુધી જવાની જરુર રહેતી નથી.’)
મુળ વાત પર આવીએ. દેશનો પ્રત્યેક બૌદ્ધીક એવું અનુભવે છે કે આપણા ઉત્સવો એટલે બીજું કાંઈ નહીં : ‘મુઠી આનન્દ; પણ મણ બગાડ અને ક્વીન્ટલ મોકાણ…!’ આપણે બહુ ભુંડી રીતે તહેવારો ઉજવીએ છીએ. લોકો દીવાળીમાં ફટાકડાથી દાઝે, ઉત્તરાણમાં ધાબા પરથી લપસે, હોળીમાં એક આખેઆખા જંગલ જેટલાં લાકડાં ફુંકી મારે, ધુળેટીમાં રંગ ભેગી લોહીની ધાર ઉડે અને નવરાત્રીમાં તો માતાને નામે મધરાત સુધી માઈકનો માતમ વેઠવો પડે. પોલીસને કોઈ ગાંઠે નહીં. લોકો હજયાત્રામાં મરે અને અમરનાથયાત્રામાં પણ મરે. કુમ્ભમેળામાં મરે અને રથયાત્રામાં કચડાઈ મરે… ! અજ્ઞાનનો અતીરેક તો ત્યારે થાય જ્યારે એ રીતે મરેલાને વળી લોકો એમ કહીને બીરદાવે – ‘કેટલો ભાગ્યશાળી… ! ભગવાનના દરબારમાં મર્યો એટલે સીધો સ્વર્ગમાં જશે… !’ શ્રદ્ધાળુઓને કોણ સમજાવે કે સ્વર્ગની વાત તો દુર રહી; એવી ઘાતકી રીતે ધર્મ પાળવો એ સ્વયં એક નર્ક બની જાય છે. એવી ભક્તીથી દુનીયાનો કોઈ ભગવાન રાજી થતો નથી… !
આપણા લગભગ પ્રત્યેક ઉત્સવમાં ગાંડપણ પ્રવેશ્યું છે. દીવાળીમાં કે લગ્નમાં જ નહીં; હવે તો તહેવારોમાં પણ બેફામ ફટાકડા ફોડવામાં આવે છે. પોથીયાત્રા નીકળે એમાંય ફટાકડા. ચુંટણીમાં જીત થાય કે ક્રીકેટમાં જીત્યા તો કહે ફોડો ફટાકડા… ! એવું લાગે છે જાણે પ્રજા જાહેરમાર્ગો પર ફટાકડા ફોડી પોતાના ‘વીસ્ફોટ સ્વાતંત્ર્ય’ની ઉજવણી કરે છે. ત્રણેક વર્ષ પર દીવાળી ટાણે એક સજ્જને રસ્તા પર સળગાવેલા એટમબૉમ્બને કારણે મારી પત્નીના પગની એક આંગળી ફાટી ગઈ હતી. ફટાકડાથી આનન્દ મળે તેની ના નહીં; પણ જીવનના કોઈ પણ આનન્દનું મુલ્ય જીવનથી અધીક ના હોય શકે એ વાત ભુલવી ના જોઈએ. સત્ય એ છે કે જેઓ ઝવેરી નથી હોતા એમને હીરાનું નકલીપણું ખટકતું નથી અને જેમની ખોપરીમાં સમજદારીનો શુન્યાવકાશ હોય છે તેમને તહેવારોમાં થતી સામાજીક પજવણીનો ખ્યાલ આવતો નથી. સુરતમાં ગણેશોત્સવ ટાણે ચારે કોર બેફામ નગારાં વગાડવામાં આવે છે. તેને એક પણ એંગલથી વાજબી ગણાવી ન શકાય.
નવસારીમાં નગારાં નહીં ને માઈકનો માથાભારે ત્રાસ છે. છતાં નવસારી પ્રત્યે મને માન છે. ‘નાગાની વસતીમાં લંગોટીવાળો ઈજ્જતદાર’ ગણાય તે રીતે હું નવસારીને સુરત કરતાં કંઈક અંશે ઈજજતદાર ગણું છું. સુરત એટલે સમસ્યાઓથી છલકાતું શહેર… ! ને વસતીવીસ્ફોટથી બન્યું એ અળસીયામાંથી અજગર… !
સમાજમાં ચારે કોર ધર્મના નામે અધર્મનાં નગારાં વાગતાં હોય ત્યાં બે–પાંચ બૌદ્ધીકોની બાંગ કોણ સાંભળે? ચોમેર અજ્ઞાનનો ઘોર અન્ધકાર પ્રવર્તે છે. બુદ્ધીનાં તો અહીં થોડાંક જ ટમટમીયાં જલે છે. એમ કહો કે અન્ધકારનું ક્ષેત્રફળ આકાશ જેવડું વીશાળ છે અને દીવડાનું કદ મુઠી જેવડું ! દેશમાં માત્ર એક સમસ્યા નથી; સમસ્યાનો આખો મધપુડો છે. એમાં લોકો પાછા કોમવાદ, ધર્મવાદ, પ્રાન્તવાદ કે ભાષાવાદનો કાંકરીચાળો કરે છે. જાહેર શાન્તી છીન્નભીન્ન થઈ જાય છે. સવારે અખબાર પર નજર ફેરવી લીધા પછી એક નીસાસા સહીત મુખમાંથી શબ્દો સરી પડે છે : ‘સહસ્ર સમસ્યાઓની બાણશૈયા પર લોહીલુહાણ મારો દેશ !’ રાજકારણીઓ અને દેશવાસીઓ ભેગા મળી આ દેશની હજીય ન જાણે કેવી વલે કરશે…!
–દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી શ્રી. દીનેશ પાંચાલની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’ માંથી કેટલાક ચુંટેલા લેખોના સંગ્રહ, ‘ધરમકાંટો’ (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 પ્રથમ આવૃત્તી: મે 2013, પૃષ્ઠ સંખ્યા: 152 + 16 = 168, મુલ્ય: 100/-)માંથી લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….
લેખકનાં અન્ય પુસ્તકો:
(1) ‘જીવન સરીતાને તીરે’ (2) ‘ચાલો, આ રીતે વીચારીએ !’ અને (૩) ‘ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત–395 003 સેલફોન: 98251 12481 વેબસાઈટ: www.sahityasangam.com ઈ.મેઈલ: sahitya_sankool@yahoo.com તરફથી પ્રકાશીત થયાં છે. બીજું એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., 199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ–400 002 ફોન: (022) 2200 2691 વેબસાઈટ: www.imagepublications.com ઈ.મેઈલ: info@imagepublications.com તરફથી પ્રગટ થયું છે. એ સીવાય બીજું એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 ફોન: (079) 2213 2921 વેબસાઈટ: www.navbharatonline.com ઈ.મેઈલ: info@navbharatonline.com અને ત્યાર બાદ બાકીના આઠ પુસ્તકો (1) ‘શબ્દોનો સ્વયમ્વર’ (2) ‘ઉરે ઉગ્યો અરુણ’ (3) ‘બોલો, ઈશ્વર છે કે નથી ?’ (4) ‘સ્ત્રી: સંસારલક્ષ્મી’ (5) ‘તનકતારા’ (6) ‘અંતરના ઈન્દ્રધનુષ’ (પુરસ્કૃત) (7) ‘હૈયાનો હસ્તમેળાપ’ અને (8) ‘ધરમકાંટો’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 ફોન: (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ: goorjar@yahoo.com થી પ્રગટ થયા છે.
લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ http://govi ndmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B – Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode Vilage, KOPARKHAIRNE (West). Navi Mumbai 400 709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 30 – 08– 2013
જ્યાં સુધી લોકો પોતાના જીવનનું ચાર્ટર નહીં બનાવે ત્યાં સુધી આવું ચાલવાનું જ. લેખકશ્રી દીનેશભાઈએ પજવણી કેમ થાય છે એ સમજાવ્યું છે.
રસ્તા ઉપર રીતસરની પજવણી થતી હોય છે.
ગણેશવીસર્જનમાં પોલીસ બંદોબસ્ત. મુંબઈમાં શમસાન યાત્રામાં પોલીસ બદોબસ્ત રાખવો પડે? શમસાન યાત્રામાં નાટક થાય અને બીજા દીવસે છાપામાં સમાચાર આવે.
LikeLike
nice article.but we are helpless we cant’ do any thing.few people are not capable to change the system of this country.
LikeLike
Answers.com > Wiki Answers > Categories > Religion & Spirituality > How many people believe in God worldwide?
Religion & Spirituality Category Guidelines
How many people believe in God worldwide?
In: Religion & Spirituality, Christianity, Statistics [Edit categories]
Answer:
As of 2005 (most recent data), approximately 88 percent of the world’s population were said to “believe in God” (Cambridge University). This is down from 96 percent in 2000. In the United States, 95 percent of the population “believe in God.”
++++++++++++++++++++++++++
Today’s numbers may be different compare to 2005, but intlactuals are still in minority. Lets See what happens in next 100 years.
LikeLike
વાંચક મિત્રો ,
ઉત્સવો ની ઉજવણી એ સમાજ માં સંપત્તિ ની વહેચણી અને વિકાસ નું એન્જીન છે….
જેની પાસે છે … તેઓ ઉત્સવ ના અવસરે … એક બીજાને શુભેચ્છા અને જીવન જરૂરીઆત ની વસ્તુઓ ની વહેચણી કરતા હોય છે ..
આમ જેની પાસે છે … તેને દાન નો અવસર અને જેની પાસે નથી તેને મહેનત નો અવસર સાંપડતો હોય છે ..
એતો હવે પૈસા કમાવવાની લાહ્ય માં આ બધું નડવા માંડ્યું છે ..
જયારે જીવન મહત્વ નું હતું અને પૈસા વહેવાર સાચવવા પુરતાં જરૂરી હતા ત્યારે વાવણી અને લણણી વચ્ચે નો ગાળો ઉત્સવો ઉજવવામાં લોકો કાર્યરત રહેતા ત્યારથી આ ઉજવણી ની પ્રથા ચાલે છે …
જો પ્રદુષણ ના ગમતાં હોય તો આવા પ્રસંગે આગળપડતો ભાગ લઇ સાથીઓને રચનાત્મક કાર્ય પ્રત્યે દોરવાં . સ્વાધ્યાય પરિવાર ના સભ્યો આ બાબતે સ્વયં શિસ્ત પાળતા અને આગેવાની લેતા .. તે રસ્તે સૌ કામ કરી શકે ..
સમસ્યા હોય તો ઉકેલ શોધવો … સમસ્યા ને કારણે મૂળ ના આચાર વિચાર કે વર્તમાન પરિસ્થિતિ ને વખોડવા તે યોગ્ય નથી …
LikeLike
congratulations to Mr.Dinesh Panchal for in depth analysis of our festivals which has become social nuisance.Our festivals are damaging environment , taking away your individual freedom of peace and tranquility, safety of individual, health hazard and waste of public resources.
We complain that roads are bad but they forget that we damage road when holi is generating heat on road so tar is melted. We complain of flood but forget that we fill the river with grabage and POP idol of Ganesh. We complaint of water shortage but we waste water on Duleti. I did not see such a low level IQ people in our country who fail to understand what is GOOD for the society.We lost all hope for improvement as common sense and social responsibility is totally absent.
LikeLike
બેએક વર્ષ પહેલા જયારે હું સુરતમાં હતો અને ત્યારે એક જગ્યાએ બસ અને અન્ય બધા વાહનો ઉભા રહી ગયા હતા . . . કારણકે આગળ ઘોંઘાટ અને ભીડ’નો ઉત્સવ ઉજવાતો હતો ! . . . હવે આ જ ઉત્સવ ધીમે પગલે રાજકોટ’માં પણ ઘુસી ચુક્યો છે અને નહિ નહિ તો પણ આ વર્ષે રાજકોટમાં કદાચિત 50 થી 70 ગણેશઉત્સવ’નાં મંડપ રસ્તાઓની અને ચોક’ની વચ્ચે ખોડેલા અને ખોદેલા હશે !!! રાજકોટ તો આમેય મહાગામડું થવા જઈ રહ્યું છે ( સાંકડા રસ્તાઓ , ખાડાવાળા રસ્તાઓ , રસ્તે રઝળતા ઢોર અને RMC’નો રેઢીયાળ વહીવટ ) અને એમાં આ ઘોંઘાટ અને સાનભાન ભૂલેલી ભીડ’ને લીધે વધુ એક ફટકો સહન કરશે !
ઘણા વર્ષો પહેલા પૃથ્વી પર અનંત શાંતિ હતી અને ત્યાં જ માણસરૂપી ઘોંઘાટનો જન્મ થયો , અને તેનો પણ સંઘ રચાતા ભારત’નો જન્મ થયો !
LikeLike
ઘોંઘાટનો જન્મ થયો.
LikeLike
ઉપર નો લેખ પોતાના અંગત વિશાદ થી અને અનુભવ થી ભરેલો છે. હિંદુ ધર્મ ની ઠેકડી ઉડાડવાની
આજકાલ ફેશન છે જેનો આ એક લેખ છે. હા હું અંધશ્રધા માં માનતો નથી અને ગણીવાર વખોડું પણ છું.
પણ તેનો મતલબ એમ નથી કે દુનિયા આપણે કહીએ તેમ જ ચાલે અને આપણા વિચારો થી જ ચાલે.
જીવન માં આનંદ , ઉલ્હાસ, ઉમંગ પણ એટલા જ જરૂરી છે. પૈસાદાર કે સુખી કે ઘરમાં બેસી સારું લખનાર
કરતા મજુર કે ગરીબ કે કારીગર ઓછા પૈસામાં પણ તહેવારો ઉજવી આનંદ મેળવે છે. ધનવાન ની ઉલ્હાસ
ની વ્યાખ્યા અલગ છે. તે તો વિદેશ પણ જાય , 300 રૂપિયા ખર્ચી સિનેમેક્ષ માં જાય . 10000 રૂપિયા ખર્ચી વોટર પાર્ક જાય , પોતાનું સાધન લઇ ઠેર ઠેર નવા નવા સ્થળે ફરવા જાય અને ત્યાં ગંદકીના ઢગ કરી પાછા આવે તે બધા ને ગમે પણ એજ ગંદકી સાફ કરવાવાળો પેલો મજુર કે પછાતભાઈ આ તહેવારો સારી રીતે ઉજવે તે ધનવાન ને ના ગમે . લોકો કહે છે હવે લગ્ન માં રૂપિયા ના ખર્ચો , ક્રિયાકાંડ બંધ કરો , ધાર્મિક તહેવારો બંધ કરો , અને ઘણું બધું . તો પછી જિંદગી માં રૂપિયા ભેગા કરી છાતી એ ચોટાડવાના ???. ફક્ત કામ જ કર્યા કરવાનું ??? તહેવારો આનંદ ની પળો છે .જેને તહેવારો સિવાય બીજા માં આનંદ મેળવે તો શું તહેવારો ખોટા ??? મજુર વર્ગ કે ગરીબ વર્ગે ક્યારેય વોટર પાર્ક નો વિરોધ કર્યો ? ત્યાં પણ પાણી નો બગાડ તો થાય છે. તહેવાર પ્રસંગે સુચારુ વ્યવસ્થાની જવાબદારી સરકારની છે જે બરાબર નિભાવતી નથી. સવારે 6 વાગ્યા પહેલા માઈક વગાડી ન શકાય તેવો કાયદો છે અને સુપ્રીમ કોર્ટ નો આદેશ પણ છે છતાં મસ્જીદોમાં દરરોજ આજે પણ બાંગ પોકારે છે અને એ પણ સવારે વહેલા 4.30 કલાકે . લેખકે આનો ઉલ્લેખ નથી કર્યો. વોટ માટે આ બધું જ ચાલશે તેમાં તમારા વિચારો નું કશું અહી ઉકળે નહિ . હા તહેવારો માં વ્યવસ્થા સરકાર જાળવે તો બધું જ શક્ય છે પણ ગરીબ કે માધ્યમ વર્ગ નો આનંદ છીનવી ના લેવાય.
LikeLike
લેખની શરૂઆતમાં જ લેખક કહે છે કે “ભગવાનને એવા નૈવેદ્ય મંજુર નથી હોતાં, જે ગરીબોની ભુખ ઠેલીને તેના મોં સુધી પહોંચ્યાં હોય.”
જેનો સ્પષ્ટ અર્થ એમ થાય કે લેખક પોતે પણ ભગવાનનાં અસ્તિત્વને સ્વીકારે છે અને તે વાતનો પ્રચાર પણ કરે છે કે, ભગવાન તો છે જ, પણ તે તમારા આવા નૈવેદ્યો નહિ સ્વીકારે. બસ એથી વધુ શું સ્પષ્ટતા જોઈએ આ રેશનિઝમના બ્લૉગ પર?
LikeLike
To believe in God is totally a different aspect of life. To believe and to make it a “HULLA-GULLA” and disturb the daily life of other citizen is a different presentation of the belief.આ રીત આનંદ મેળવવાની નથી. બીજા નિર્દોષને હેરાન કરીને મઝા લુટવી તે તો લુટારાઓના કામ છે. Peaceful presentation is a better representation.The hulla-gulla may be on the road or by loud speaker in the air.This causes Air and Sound Pollution.If, my grand parents are in bed with ailment and they have to bear this sound Pollution, what will be their condition ? same way if, I have a newly born baby in my home, what will happen to his or her delicate health ? A traffic jam because of any reason, may be a minister is passing by…is a disturbance to the daily life of the common man.LET US ACCEPT THE REALITY and LIVE. Mostly the religious celebration is done with expectation of a favor from the God. It may be Ganesh Visharjan or Tajiya or any other.
PLEASE NOTE THAT………………..
I have NOT SEEN a open celebration of their religian or religious belief ( શ્રઘ્ઘા ) in Zorashtrians / Parsi community. They have never been seen polluting the atmosphere or environment. Let us thank them.They are peaceful, cultured community. Why others can not learn from them? They also want to please their God.
It means this is applicable to the followers of any religion and any where in the world. I do not worry about percentage of religious people in the world, today and the percentage increase going to be in coming years in the world, in different religions. I AM WORRIED ABOUT THE AIR AND SOUND POLLUTION AND THE EFFECT ON THE NATIONAL ECONOMY,BY WASTAGE OF MANPOWER AND MATERIAL. We are not living in 3000 year old or 250 year old civilization. We are living in 21st Century….( Yesterday the Rupee value was : One $ = 69 Ropee)
I wish to request my friends to find out and study the article published in the magazine named, ” Smithsonian ” September 2013. on ‘ smithsonian.com,’ with the title,” THE EPHEMERAL CITY “by Tom Downey and a team of Harvard researchers on Maha Kumbhmela.
As far as we are concerned and discussing the subject, let us talk about my/ our own religion. સબ સબકી સમ્હાલો મેં મેરી ફોડતા હું. Let me start with myself. આપ ભલા તો જગ ભલા. આપણાં સાઘુઓ પારકાનાં છોકરાંઓનેજ સાઘુ બનાવે છે. છોને તે પાપી પાપ કરતો રહે, હું સમજી ગયો છું કે આ અવાજ અને ઘમાલથી થતી
બેરહમ પજવણી ખરાબ છે. Rumi said, ” Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.” મારી પહેલી ફરજ છે કે હું મારી પત્નિને અને મારાં બાળકોને સમજાવું કે આ ઘમાલપૂર્વક થતી ઉજવણી ઘર્મ નથી કે ઘાર્મિકતા નથી. શાંતિથી ઘરમાં કે મંદિરમાં જઇને પોતાની શ્રઘ્ઘા પાળવી.
IT IS SAID THAT NEVER UNDERESTIMATE THE POWER OF STUPID PEOPLE IN LARGE GROUP.
and it is equally true that,
NEVER ARGUE WITH STUPID PEOPLE, THEY WILL DRAG YOU DOWN TO THEIR LEVEL AND THEN BEAT YOU WITH EXPERIENCE.
THEIR LEVEL AND THEN BEAT YOU WITH EXPERIENCE.
LikeLike
RIGHT ON, BROTHER
LikeLike
Mr. Gada, I request you to read my article on pollution and uncleanliness at ‘અલ્પ…લીંબડીવાળા’
LikeLike
દીનેશભાઇ,
માફ કરજો પરંતુ સમસયાનો મઘપુડો…..???????????
સમસ્યા ના તો નાગ/ સાંપના ઘરો / દર હોવા જોઇઅે.
શ્રઘ્ઘાળુઓ માટે રજનીશ કહેતાં કે ( Do not think about how he was personall here..?) but his thinking was..” The real question is not whether life exists after death ?
The real question is whether you are alive before death.”
If I want to see and understand my real self, Charlie Chaplin said, ” Mirror is my Best friend, Because when I cry, it does not laugh.”
LikeLike
અન્ધકારનું ક્ષેત્રફળ આકાશ જેવડું વીશાળ છે અને દીવડાનું કદ મુઠી જેવડું !
શ્રી દિનેશભાઈનો એક વધુ સરસ વિચાર પ્રેરક લેખ .
લેખકનો અને શ્રી ગોવિંદભાઈનો આભાર .
LikeLike
It is a good point of view from writer’s side. It is true that every thing has limit. Anything which is done beyond limit brings bad result.
THanks for a good article.
Pradeep H. Desai
USA
LikeLike
In Myth of celebrating vs. ‘show off’ Most community lost festivals’ originality. Author mention about some of festival being celebrated and causing unnecessary headache. I do believe we all have or are forgetting originality of each Holiday. It has become more of social festival. We in USA tend to carry as much as its original, yet I find People in Surat or Navsari has gone way beyond its originality. It is best that we start looking in to real purpose of Holiday and its benefit. It is true as Amrutkaka has said that Parsi never show off their festivity on street.. We all need to learn from them. My Parsi friends even join us in our festivity yet they keep their ‘show off’ to very minimal. Why can’t we do this? Yes rich fox can spend as they have luxury too, but if they spend it wisely then those who needs can be benefited as well.
LikeLike
Dineshbhai, Every word you wrote reflects today’s way of ‘Celebrating’ our religious days. It has become a fashion to be more noisy and loud. Thanks to judiciary the use of speakers is now restricted up to certain time in the night.
I think like in North America, Europe and other parts of the world celebration must be restricted to certain indoors only. No celebrations.should be permitted in public.Asking for donations for celebrations has become in reality arms twisting. If anyone refuses he is ‘Seen’ after some time.
Donations for Ganeshotsavas, Nav Ratris, Dhuleti and Satya Narain Pujas are also forcibly collected from non-Hindus. In fact celebrations have long back became a source of hooliganism. Anyways, thanks for writing the truth.Keep it up. Don\tworry about the impact.
Firoz Khan,
Toronto, Canada.
LikeLike
માઈકનો આવાજ થાય અને મને લોકપાલ બીલની યાદ આવે.
એમાં પબ્લીક એટલે પ્રજા અને સરકારી ઓફીસ માટે ચાર્ટરની વ્યવસ્થા કે જોગવાઈ હતી.
અન્ના હજારેની જીદને કારણે સરકાર જેવો તેવો પણ લોકબીલ ન બનાવી શકી.
હવે પબ્લીક રીડ્રેસલ ગ્રીવીયન્સની રાહ જૌં છું.
ડો. નરેન્દ્ર દાભોળકરનો અંધશ્રદ્ધા અંગેનો બીલ પણ એવો જ છે.
નરબલી ખબર છે?
અવાજ કરવો અને વીધવાને પતીની ચીતામાં જીવતી બાળી નાખવી. રથયાત્રા અને પગપાળી યાત્રામાં એ જ થાય છે.
LikeLike
ખુબ જ સુંદર લેખ !!!!!!!!!!!!!!!!
!ધાર્મીક માન્યતા -અંધ્ધશ્રધ્ધાના ભયના ઓથા હેઠળના દુષણોમા પ્રતિવર્શ વધારો થયા જ કરે છે. ૪૫ વર્શ પહેલા અમારા ગામમા ગણેશચોથ કોઇપણ જાતની ઉજવણી વગર પસાર થઇ જતી. ત્યારબાદ સમગ્ર ગામ એકસાથે ફક્ત એકજ ઉજવવા લાગ્યુ આજે ૭-૮ હજારની વસ્તીમા ફળીયાવાર પાંચથી પણ વધુ આવી ” ઘોંઘાટ- ધાંધલ ધમાલ ” ચોથ ઉજવાય છે.
દિનેશભાઇ આવા લેખો લખતા રર્હો અને જન જાગ્રુતીનુ અભીયાન સતત જારી રાખો.
LikeLike
આજે હવે ઉત્સવોની સાચી રીતે તો ઉજવણી થતીજ નથી…. થોડા લોકોની “ટોળકી” એક મંડળ બનાવે, આજુબાજુમાંથી ઉઘરાણી કરે અને પછી થોડો ખર્ચો કરે, થોડા ખીસામાં મુકે….. જે થોડો ખર્ચ કર્યો હોય તેને મોટો બતાવવા થોડો કે વધારે પડતો ભપકો કરે, માઈક મોટી મોટેથી વગાડે અને લોકોની આંખમાં ધુળ નાંખે…કોઈ મોટા કે ધનિક લોકો તો આમાં ભાગ લેતાં ન હોય, કદાચ બહારગામ કે હિલ સ્ટેશન ઉપર ચાલી જાય, પાછળ રહે સામાન્ય લોકો તેઓ દિલથી અથવા તો જેઓ મોંઘા ભાવના મલ્ટીપ્લેક્સમાં કે રીસોર્ટમાં કે બહારગામ ન જઈ શકતા હોય તેઓ ન છુટકે દેખાડો કરવા પણ આમાં ભાગ લ્યે અને માની લ્યે કે આ ઉત્સવો આમજ ઉજવાય…. હવે પચરંગી શહેરમાં દરેક ઉત્સવ દરેક લોકો ન ઉજવતા હોય, એટલે એ લોકોને પજવણી લાગવાનીજ… બાકી ઉત્સવો તો જમાનાજુની પરંપરાથી ચાલ્યા આવે છે, તેને બંધ કેવી રીતે કરશો….???? અને લોકો ધાર્મિક તહેવારો નહીં ઉજવે તો શું રસ્તા ઉપર મંજીરા કે ગીટાર લઈને વગાડતાં ફરશે???? કે પછી ઘરમાં ગોદડું ઓઢીને સુઈ રહેવું….???? આ બહાને લોકો ભેગા પણ થાય અને આનંદ પણ મેળવે, હા સંયમ જરૂર રાખવો જોઈએ.
અને તહેવારો તો વરસમાં બહુ થોડા આવે છે, તો પણ એનો ઘોંઘાટ ધ્યાનમાં આવે છે, જ્યારે સુધરાઈ, વિધાન સભા, સંસદ વગેરેની પુરી ચૂટણી કે પેટા ચુંટણીઓના દર બે-ચાર મહીને આવતાં પ્રસંગે વાગતાં પ્રચારના માઈકો ગણતરીમાં નહીં લેવાના….???? એમાં ઘોંઘાટ નહીં ગણવાનો……?????
હું અહીં અમેરીકામાં રહું છું, અહીં આપણા ઉત્સવો જે ઉજવાય છે તે મોટા ભાગે મંદિરોમાં તે પ્રસંગે ઉજવાય છે, અને તેમાં પણ માત્ર ગણ્યાંગાંઠ્યા લોકોજ ભાગ લે છે, પણ અમેરીકાના કાયદા મુજબ ઘોંઘાટ થતો નથી, કદાચ ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી જેવા પ્રસંગે નજીકના શનિવાર કે રવિવારે ઉજવાય ત્યારે પોલીસની પરવાનગીથી બહાર રસ્તા ઉપર ૧-૨ કલાક સુધી સરઘસ કાઢે, જ્યારે ભારતમાં એવો કોઈ જોરદાર કાયદો નથી, અને વસ્તિ વધી તો દરેકને ઉજવણી કરવી હોય તો ભાગ લેનારા પણ વધવાના અને સ્થાન પણ વધવાના. રસ્તા ઉપર જો માઈકજ સંપુર્ણ બંધ કરવાનો કાયદો આવે તો પણ ૭૫-૮૦% ઘોંઘાટ ઓછો થઈ જાય અને ઉત્સવો સારી રીતે અને શાંતિથી ઉજવાય પણ ખરા…..
LikeLike
તહેવારોની પજવણી પહેલીથી હતી. લોકતંત્રનો વીકાસ થતાં જનતાએ વીરોધ શરુ કર્યો. રાજા, વાજા ને વાંદરાનો જમાનો ગયો…
LikeLike
Mr. Gandhi is supportive of celebrations. He is in US so he has no idea what sick, students and many other have to suffer. Yes, religious days were celebrated earlier too but not the now they are. ‘Disco Garba’ was never heard of before 70s. People have changed ‘Traditions.’ I think some artist should draw a picture of Narad Muni with a Guitar instead of Tamboora. Lord Krishna must now be shown with disco dress dancing on DJ system or must be shown himself acting the role of a DJ. No, I am sorry Gandhibhai, this is NOT the celebration. We Hindus have, perhaps the maximum number of celebration and why not? We have 33 Crores so called devi and devtas, right? A year has only 365 days. Some devis and devtas must be fighting
for not celebrating their birthdays, right?
LikeLike
Dineshbhai i am extremely sorry but i don’t agree with you on this article. we are facing this problem not because of festivals all this festivals are part of our culture. The problem is that we are celebrating this festival LIKE EVENT & DUE TO MARKETING factor it has become nuisance. take example of GANESHOTSAV, NAVRATRI, or any other festival. All this festivals were never nuisance for us till it was celebrated on society level or nukkad level. But nowadays everybody wants to make it big in this matter too.
LikeLike
મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. સમાજ વચ્ચે જીવવાનો એક આનંદ છે. આજે પડોશમાં કોણ છે? કે સંબંધ શું ચીજ છે એ વિસરાતાં મૂલ્યો છે. પશ્ચિમી સંસ્કૃતિમાં બધા એશાઅરામ હોવા છતાં, એકલવાયું ને તણાવ ગ્રસ્ત જીવનથી સૌ ચીંતિત છે. સિગારેટ કે વ્યસનોની એદી નવી પેઢી આજ કારણે થતી જાય છે. ભારતની પ્રથાઓમાં અતિરેક ને સમજ્યા વગરના ગાડરિયો પ્રવાહ. ભલે ટીકાનો ભોગ બને…સુધારાએ સર્વત્ર જરૂરી છે ને રહેશે. સમાજની બુરાઈ તરફ લડનારની જય પણ ઉત્સવો થકી ઘણાં ના ઘરના ચૂલા ચાલે છે એ પણ સ્વીકારવું રહ્યું.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Festivals are for joy.,Bring spirit in the community.Hindu have so many GOD -HEADS and population is at large,races and ethanics, hard. to control, at the gethering..Hinduisam is divided not united as other religions.
To up lift the spirit it;s more fun on the street, Per example,In Ramayan it clearly mention the purpose of ASHWA MEG YAGNA. Also, it is good for Indian economy.Hindu people are not as displined as in other religions.So WHAT you expect?
LikeLike