અન્ધશ્રદ્ધાનીર્મુલન = ધર્મનું શુદ્ધીકરણ

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

વહેમ–જવનની સાથ

સુધારાદીત્ય લડે છે,

ભર્તખંડમાં જુદ્ધ

કહું ચોમેર મચે છે !

–નર્મદ

વીર નર્મદની 180મી જન્મજયન્તીના ચાર જ દીવસ પુર્વે, એની ઉપર ટાંકેલ કાવ્યપંક્તીઓને સાર્થક કરે એવી એક ખુનખાર ઘટના એ જ ‘ભારતખંડ’માં વળી બની ગઈ. આ યુદ્ધનો આદ્ય જોદ્ધો, આપણો બળીયો સેનાપતી જીવનભર ઝઝુમ્યો, અને એણે જ સ્વપ્ન જોયું : ‘દીસે અરુણું પરભાત, વીતી ગઈ છે રાત !’ પણ ના, આજેય એ તો સ્વપ્ન જ રહ્યું લાગે છે; કારણ કે હજી આજેય આ નઘરોળ દેશમાં સુધારાની વાત યા પ્રવૃત્ત્તી કરનારને છડેચોક ગોળીએ વીંધી નાખવામાં આવે છે અને લોકમતે પ્રચંડ દેખાવો યોજીને આજેય, એકવીસમી સદીના બીજા દાયકામાં પણ, પોકારવું પડે છે કે, ‘અંધશ્રદ્ધા–વીરોધી કાયદો કરો !’ અરે વધુ દુ:ખદ, તીવ્ર પીડાની વાત તો વળી એવી કે, સુધરેલા કે સુશીક્ષીત, અખબારોમાં જાહેરમાં લખતા આ જ ભરતખંડના નાગરીકોમાં હજીય એવા છે કે, જેઓ આવા કાયદાનો વીરોધ કરતા લખે છે કે : ‘અન્ધશ્રદ્ધા–વીરોધી કાનુન ધાર્મીક સ્વાતંત્ર્યનો વીરોધી બની રહે !’

આવા અભીપ્રાયનો સીધોસાદો સુચીતાર્થ તો એવો થાય કે, વહેમો – અન્ધશ્રદ્ધાઓ પણ ધર્મ છે ! આ તો ધાર્મીકો દ્વારા જ ધર્મનું અવમુલ્યાંકન કહેવાય ! હા, પ્રત્યેક ધર્મમાં વહેમો અને અન્ધશ્રદ્ધાઓ અલબત્ત છે જ; પણ એનો અર્થ  એવો નથી કે, એ ધર્મનો જ એક ભાગ છે, માટે એનીય છુટ હોવી જોઈએ. એથી ઉલટું, રાજ્યની તો એ સર્વ પ્રથમ ફરજ છે કે, સમાજમાં પ્રવર્તતા અને સમાજને પીડતાં અનીષ્ટોને ડામવા મજબુત કાયદા અમલી બનાવવા. (જો કે આ દેશના ‘સત્યાગ્રહી’ નાગરીકો કોઈ કાયદો પાળતા જ નથી, સર્વત્ર સવીનય કાનુનભંગ ! – પણ એ વળી જુદો જ પ્રશ્ન છે.) ધર્મ જેમ પુરાણો, તેમ આવી વીકૃતીઓ વધુ.

આપણા સમાજમાં અતી અથવા તો સર્વત્ર વ્યાપક અન્ધશ્રદ્ધાઓ, વહેમો, માન્યતાઓ, કુરીવાજો અને એ દ્વારા થતી છેતરપીંડીઓને જાણો અને પછી કૃપા કરીને કહો કે, આવાં કરતુતોને ધર્મનો અંશ કહેવાય ખરો ?

સાંભળો: ભુવા–બડવાઓ ભુત ભગાડે; તાન્ત્રીકો મન્ત્રતન્ત્રથી યા દોરાધાગા બાંધીને તમને તન્દુરસ્ત બનાવી દે અથવા તો કરોડપતી ! દીવ્યશક્તી ધરાવતા માન્ત્રીકો વન્ધ્યાને પણ સન્તાનસુખ લાવી આપે (એને માટેના બધા ‘વીધીઓ’ ન કહેવામાં જ સાર !); મેલી વીદ્યાથી મુઠ મારીને તમારા શત્રુને હતો ન હતો યા તો લુલો–લાચાર ઘડીના છઠ્ઠા ભાગમાં કરી આપે; પતી કે પત્ની આડે માર્ગે ચાલતાં હોય, ઘરમાં કશીક અશાન્તી યા કંકાસ જામતા હોય, ધન્ધો બરાબર ન ચાલતો હોય, મોટી ખોટ ગઈ હોય, નોકરી ન મળતી હોય, લોટરી ન લાગતી હોય કે દીકરીની સગાઈ ન ગોઠવાતી હોય, માન્ત્રીક – તાન્ત્રીક તમને જાતભાતના નંગ પહેરાવીને બધું જ ઠીકઠાક કરી આપે, પીંછી મારીને બાવાઓ – બાપુઓ કે ગામના ભુવા રોગ મટાડી દે; કથા–પરાયણની બાધા રાખી આપે અને પુર્ણ કરી આપે, વગેરે વગેરે અસંખ્ય ! અલબત્ત, આ બધા જાદુટોણા સફળ જાય કે નીષ્ફળ, એની દક્ષીણા(ફી) તો વસુલ લેવાની જ ! આવા ધન્ધાને છેતરપીંડીનો ગુનો ગણાય કે ધર્મ ? આમેય છેતરપીંડી એ ફોજદારી ગુનો છે જ; પછી કહેવાતા ધાર્મીક વીધીને એને કેમ મુક્તી આપી શકાય ?

અનીષ્ટનો એ સ્વભાવ અથવા તો એનું પેટા– ઉત્પાદન જ એવું છે કે, તેને લાંબો વખત ચાલવા દેવાય, તો પછી પ્રચંડ શક્તીશાળી સ્થાપીત હીતો એમાંથી ઉભાં થાય, જે પછી સોપારી આપે ને ગોળીઓય છોડાવે – વીંધી જ નાખે ! આપણી સરકારોએ ધાર્મીક સ્વાતન્ત્ર્યને બહાને આવા લુંટણખોર તત્ત્વોને બીનધાસ્ત જામવા દીધાં, હવે આજે નાબુદ કરવા અતી મુશ્કેલ, લગભગ અસમ્ભવીત બની ગયાં છે; કારણ કે સામ, દામ, દંડ, ભેદ બધું જ આજે એવા ગુનાહીત તત્ત્વોના હાથમાં આવી ગયું છે…

મહારાષ્ટ્ર વીધાનસભામાં અન્ધશ્રદ્ધા વીરોધી કાયદો બનતો એવી દલીલથી અવરોધવામાં આવ્યો કે, આ બધા જ મુદ્દાઓ હીન્દુ ધર્મને જ મુખ્યત્વે લાગુ પડે છે; જ્યારે વહેમો – અન્ધશ્રદ્ધાઓ, મન્ત્રતન્ત્રાદી તો દરેક ધર્મમાં છે ! અરે, મારા મહેરબાનો, આ દેશમાં હીન્દુઓ મોટી બહુમતીમાં છે, તો તમે તમારી જ ચીન્તા કરો ને ? તમારા ધર્મનું શુદ્ધીકરણ થતું હોય તો એને તો અવરોધવાનું નહીં; આવકારવાનું જ હોય ને ? ઉપરની દલીલ તો કંઈક એવી અતાર્કીક કે આત્મઘાતી ગણાય કે, ‘મારો પાડોશીય બીમાર રહે છે; પછી મારા એકલાની જ દવા શીદ ને કરો છો ? નહીં જ કરવા દઉં !’

ડૉ. દાભોળકરની શહીદી પછીની ઘટનાઓમાં રૅશનાલીઝમ પક્ષે એક આવકાર્ય તથા આશા–ઉત્સાહપ્રેરક ઘટના એ બની કે આવી હીંસાખોરીનો મોટે પાયે વીરોધ થયો. એટલું જ નહીં, વહેમ – અન્ધશ્રદ્ધા વીરોધી કાયદાની જબરજસ્ત બુલન્દ માંગણી કરવામાં આવી, જેમાં લોકલાગણીના અમુક અંશનો અચુક, અસરકારક પડઘો છે. આમ તો આ પુર્વેના મોટાભાગના મહાપુરુષોની શહીદી પણ સમાજમાં કે ધર્મમાં સુધારા લાવવાની તેઓની ઝુંબેશનું જ પરીણામ હતું ને ? પરન્તુ એને આમ અનીવાર્ય દુષ્પરીણામ લેખાવીએ તો પણ; આપણી પ્રજાની એક બીનલોકશાહી તથા પછાત માનસવાળી નીર્બળતા તો શોચનીય જ લેખાય, જે એ કે આપણે લોકશાહીનાં 66 વર્ષ પછીય હજી વીચારસ્વાતન્ત્ર્ય તથા અભીવ્યક્તી–સ્વાતન્ત્ર્ય પરત્વે પુરતા ઉદાર સહીષ્ણુ નથી બની શક્યા, એ આપણી સખ્ત વખોડવાપાત્ર નીર્બળતા, આપણું પછાતપણું ગણાય. જો કે આપણે ગુજરાતી પ્રજા પ્રમાણમાં વધુ સહીષ્ણુ, ઉદાર તથા આધુનીક માનસીકતાવાળી પ્રજા જરુર છીએ. ત્યારે અન્ય જુથોની નીતીરીતીના પ્રત્યાઘાતરુપે આપણે પીછેહઠ કરી, અસહીષ્ણુ તથા ઝનુની ન જ બનીએ ! ઝનુન અને હીંસાખોરીથી તો ઉલટાનો મામલો કથળે છે; કારણ કે ઝનુન પરસ્પરતાને જન્મ આપે છે. જગવીખ્યાત ફીલસુફ વોલ્ટર કહે છે : ‘કોણ વધુ ઝનુની આસ્તીક કે નાસ્તીક ? અલબત્ત, આસ્તીક જ; કારણ કે નાસ્તીકને ઉશ્કેરવાનું (ગોળીઓ છોડવાનું) કોઈ કારણ જ નથી.’ આ પુરાવો જ ગણાય કે, મહારાષ્ટ્રના રૅશનાલીસ્ટોએ કશાય ઝનુન કે હીંસાખોરીનો આશરો લીધા વીના જ, આટલું વીરાટ સમર્થન પ્રાપ્ત કર્યું છે; જે પુના–મુમ્બઈમાં થયેલા દેખાવો ને પોકારોએ સીદ્ધ કર્યું છે.

મને ગુજરાતીઓની સમજદારીની એક યાદગાર ઘટના યાદ આવે છે: અમુક આધ્યાત્મીક પંથની સભામાં, જ્યારે એક લખાણ બદલ મારા પર હુમલો લાવવાનો નીર્ણય થઈ રહ્યો હતો; ત્યારે આપણા જાણીતા વીચારક પ્રભુભાઈ મીસ્ત્રીએ સંબોધન કર્યું કે : ‘ભાઈઓ, આપણે માથાં ફોડવામાં નહીં; માથાં ફેરવી નાખવામાં માનીએ છીએ !’ અને ટોળું શાંત થઈ ગયું. સત્યમુલક, તાર્કીક પ્રચારથી જેટલું કામ થાય છે; એટલું મારફાડ કે ગોળીબારથી નથી જ સીદ્ધ થતું. શ્રી. નગીનદાસ સંઘવી લખે છે તેમ, [‘ગુજરાતમીત્ર’, તા.25/08/2013 (લેખ વાચવા માટે અહીં ક્લીક કરો) ] ‘ગુજરાતમાં અન્ધશ્રદ્ધાવીરોધી કાયદો વધુ જરુરી છે; કારણ સ્પષ્ટ જ છે કે આપણે ત્યાં અન્ધશ્રદ્ધા દ્વારા છેતરપીંડીનો ધન્ધો વધુ ધમધોકાર તથા વ્યાપક ધોરણે ચાલે છે; બીજા પ્રાન્તોના બાવાઓ પણ આવા–તેવા ધન્ધા માટે ગુજરાતમાં ઉતરી પડે છે, અને ટંકશાળ પાડે છે. કારણ કે ગુજરાતીઓ ધનીક, ઉદાર તથા અમુક સંદર્ભે ભોળી પ્રજા છે !’

ભરતવાક્ય

સુરતની સત્યશોધક સભાએ પણ એક સભા દ્વારા ડૉ. દાભોળકરની હત્યાનો ઉગ્ર વીરોધ કર્યો છે અને ગુજરાતમાં પણ ‘અન્ધશ્રદ્ધા નીર્મુલન–કાનુન’ કરવાનો બુલન્દ અનુરોધ કર્યો છે. પ્રમુખશ્રી બાબુભાઈ દેસાઈ, ભુતપુર્વ પ્રમુખશ્રી બી. એ. પરીખ, નાનુભાઈ નાયક (નાનુબાપા) વગેરેએ આ પ્રસંગે જોરદાર પ્રવચનો કર્યાં… પંદરમી સપ્ટેમ્બરે અમદાવાદમાં અખીલ ગુજરાત રૅશનાલીસ્ટ સમ્મેલન પણ મળી રહ્યું છે.

પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી ચીંતક–લેખક પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર રમણભ્રમણ’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 31 ઓગસ્ટ, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકના અને ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 સેલફોન: 99258 62606

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, KOPARKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 06/09/2013

61

20 Comments

 1. મુહમ્મદ ગજની ઠેઠ ગજનીથી સોમનાથ ગુજરાત સુધી આવ્યો એ કાંઈ મુરત જોઈ થોડો આવ્યો હતો ?

  સોમનાથથી અયોધ્યા રથયાત્રા મુરત જોઈને કરવામાં આવી હતી, છતાં છેવટે બંધ થઈ ગઈ…!!!

  પ્રાધ્યાપક રમણભાઈએ દાભોલકરને યાદ કરી ભુવા, ગુરુઓની સંતાન પ્રાપ્ત સુધીની બધી વીધી કહી દીધી છે.

  Like

 2. 1)“The gods have become our diseases.”
  ― C.G. Jung(psychologist)
  2) religion is opium
  —carl marx
  3) god is dead
  —નિત્શે-[ધસ સ્પોક ઝોરોશ્ટ્ર,પુસ્તકમાં.]

  Like

 3. For our Godmen GOD means Opium to be given to so called their ‘Followers.’ How many marraiges performed according to muhurats have failed? I think, I am not sure, many devote Hindus must be enjoying sex according to muhurats, right?

  Like

 4. મુળ મુદ્દો તો ધર્મની વ્યાખ્યાથી જ શરુ થાય છે. ધર્મ જ જ્યાં અંધશ્રદ્ધાનો પર્યાય હોય ત્યાં સુધારાનો માર્ગ કેટલો કપરો બની રહે !!

  બીજો મુદ્દો નાનો હોવા છતાં આજના સંજોગોમાં પહેલાથીય કપરો બની રહેવાનો !! તે મુદ્દો છે અજ્ઞાનીઓ પાસે જ રહેલી મતબેંકનો જમારાશી !!! ટીવી જેવાં મનોરંજનો, નટનટીઓ અને ક્રીકેટરોને મળતી પ્રસીદ્ધી વગેરે દ્વારા અજ્ઞાનીઓને પીપરમીંટ પકડાવી દેવાય છે તેથી સુધારા જેવી અ–સુંવાળી બાબતો સામે કોઈ જોવાનું નથી……સુંવાળપભર્યાં દૃષ્યો, લાળ ટપકાવતાં ન્યૃત્યો ને સંવાદો વગેરેમાં આપણી પેઢીઓ વ્યસ્ત છે ને તેમને વ્યસ્ત જ રાખવામાં રાજકીય આગેવાનો વ્યસ્ત ને મસ્ત છે !!

  નર્મદ જેવા અગણીત જોઈશે.

  Like

 5. ગુજરાતીઓ સમજદાર પ્રજા છે. પાછાં ધનિક, ઉદાર અને ગભરું! એટલે સાધુ-સંતોને તો મજા જ મજા! શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે જે આપણે જ દૂર કરવી રહી. બાકી ફરિયાદો કરવાથી કંઈ ન વળે. લોકો તો પોતાનો સ્વાર્થ સાધવા ધર્મને નામે ધતિંગ કરતાં જ રેહેવાનાં અને આપણને ધૂતતા જ રહેવાનાં.

  Like

 6. વાંચો ગુજરાતીઓ વાંચો …..ગુજરાતમાં અન્ધશ્રદ્ધા વીરોધી કાયદો વધુ જરુરી છે. ગુજરાતમાં અન્ધશ્રદ્ધા દ્વારા છેતરપીંડીનો ધન્ધો ધમધોકાર ચાલે છે

  Like

 7. We must have censor system on TV serials, which in my opinion encourage “ANDHSHARADHA”. There is always a scene that every thing will be allright once you go and pray to MATAJI.

  Like

 8. ગુજરાતીઓ સમજદાર નહિ સાવ ડરપોક છે, રિસ્ક ટેકર જરાય નહિ માટે સૌથી વધુ અંધશ્રદ્ધા ધરાવે છે અને એટલે જ યુપી બિહાર હરિયાણા કે સમસ્ત ભારતમાંથી ધર્મના નામે અંધશ્રદ્ધાની રોકડી કરવાનો વેપાર અહી જ વધુ ચાલે છે. આને એડ્યુકેશન કે આર્થિક સદ્ધરતા સાથે કશું લાગે વળગતું નથી. શ્રીમંત ગણાતી કોમો સૌથી વધુ અંધશ્રદ્ધાળુ છે. ભણેલા શ્રીમંત કરોડપતિ વાણીયા વૈષ્ણવ ગુરુઓના થુન્કેલા પાન ચાટે છે અને એમની બૈરીઓ ગુરુઓને ભેટ ધરતા હોય છે. હહાહાહાહા

  Like

 9. વર્તમાનમાં જીવો…..વર્તમાનને જ કાંઇક કરી શકાય. ભૂતકાળનો તો ફક્ત રેફરન્સ જ લેવાય. ભવિષયને માટે આજે વર્તમાનમાં જ કામ કરવું પડે.
  ભારત માટેની આજની સત્યસંહિતા……….( પુરી પ્રજાને લાગુ પડે છે.)
  (૧) કાયદો ? ક્યા કાયદાથી ભારતવર્ષ ચાલે છે. ? જમાનાઓનો ઇતિહાસ તપાસી જૂઓ. કાયદાપોથીઓકી તો અૈસીતૈસી. તે તો ખરીદવાની વસ્તુ છે. કાયદો બનાવનાર જ તેને તોડનાર પહેલો મરદ બચ્ચો હોય છે.માટે કાયદાને ભૂલિયે.
  (૨) સામ,દામ,દંડ અને ભેદ….નો ક્રમ આજના ભારત માટે બદલવો પડે.
  ભેદ, દામ, સામ અને દંડ…
  ભારત અેટલે સંપુર્ણ ભેદ.
  દામ વડે કાંઇ પણ અને કોઇને પણ ખરીદી શકાય.
  સામમાં શું છે ?
  દંડ કરનારાઓ, કાયદાના રખેવારો જ દંડ ભોગવે છે.
  ફરગેટ સામ, દામ, દંડ અને ભેદ…..
  (૩) આજે દેશ અભણ,ગમાર,લુચ્ચા,દેશદ્રોહિ ગુન્ડાઓ જ ચલાવે છે. અભણતા પહેલાં દૂર કરો. શ્કુલ, કોલેજમાં ભણયા તે ભણતર નથી.ડોક્ટરો, વકીલો, જજો,મીનીસ્ટરો, કોલેજ પ્રોફેસરો, ખેડૂતો, મજૂરો, સ્ત્રીઓ, પુરુષો…… જેવાં બઘા જ અંઘશ્રઘ્ઘાનાં ગુલામો છે. જ્ઞાનની જરુરત છે. તે વેચાતું મળતું નથી. કવિતા કે લેખ લખવાથી જ્ઞાનનો પ્રસાર કે પ્રચાર થતો નથી. જો તે હોત તો નર્મદ કે વાચ્સપતિના લેખોથી પરિણામ જોવા મળ્યુ હોત.
  (૪) હાથીના ચાવવાના અને દેખાડવાનાં જુદા હોય છે. આપણી પ્રજાનો અેકે અેક વર્ગ હાથી છે.
  (૫) જ્ઞાન વડે જ્યારે હ્રદય અને મન ખૂલે છે ત્યારેજ આંખો વઘુ ચોખ્ખુ જૂઅે છે.( As mind clears, The eyes see more)
  (૬) ફરી ફરીને રીપીટ કરુ છું……..
  (a) Never underestimate the power of stupid people, in large group.
  (b) Never argue with stupid people, they will drag youdown to their level and then beat you with experience.
  (7) Then where is the solution ? Let us discuss……Let me give my thoughts…….my friends will join to find out the right solution…UNITED WE STAND…..let those, who can influence people in large numbers, help…(If, they do not have personal reason(s) to join )

  (અ) આપણા કથાકારો, ઇમામો, પ્રિસ્ટો…..ટૂકમાં ઘાર્મિક વડાઓ…..આ કામમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવી શકે.પ્રેમ, વ્હાલ, શાંતિ, અંતિમ પરિણામની સમજાવટભરી ઘમકી ( સત્ય મેળવવા માટે આવી ઘમકીઓને વાપરવાની છૂટ હોય તો ચલાવી લેવું જોઇઅે.)
  (બ) સત્યશોઘક ટીમો બનાવીને સમજાવટનો માર્ગ અપનાવવો. ખાસ કરીને સ્ત્રીઓ અને કુમળા મનનાં બાળકોને સમજાવવા રહ્યા. વિજ્ઞાનનો ઉપયોગ મદદરુપ થાય.ઘેટાંના ટોળાંને નાના વિભાગોમાં વહેંચી નાંખવાં અને પછી દામનો ઉપયોગ કરવો….આ ટોળાનાં વડાને લાંચ આપીને (દામ)….તેનાં ટોળાની માનસિક પરિસ્થિતિ બદલવાનો પ્રયોગ કરવો. ( જુઠાની માંને જુઠો પરણે અે કહેવત મદદ કરે……)
  વઘુ મારાં મિત્રો વાર્તાલાપમાં મદદ કરે………

  અમ્રત હઝારી.

  Like

 10. I agree with Mr. Bhupendra’s comments. Though people know about scandles of DHARMA GURUS, they are still followers and pay them unexpected respect and moneies too.
  Most of GURUS are uneducated and interested in wine , woman and wealth.
  We should insist that each and every so-called GURU should be asked to get through examinationa conducted by of a licenced course fixed by Govt. Government.
  Hasmukh Shah

  Like

 11. ભારતમાં હજી પણ અંધ્શ્રધાની બલિહારી હોય અને એની સામે કોઈ ઝુંબેશ ચલાવે

  એને ખતમ કરવામાં આવે એ કેટલું દુખદ કહેવાય !

  આટલી ઉંમરે પણ સમાજના આવા પ્રશ્નો અંગે અવારનવાર પ્રેરક લેખો લખીને

  લોકોને ઢંઢોળવા માટે મુરબ્બી શ્રી રમણભાઈને અભીનંદન ઘટે છે .શ્રી ગોવિંદભાઈ ને

  પણ ધન્યવાદ .

  Like

 12. કોઇ જગ્યાઅે વાંચેલું……….
  જો ભગવાન હોય તો….તે ભગવાનને ઇજ્જત છે ? તે તો પત્થરોમાં પૂરાયેલો …સમજી લીઘેલો….કોઇના નામે નોકરી કરતો નામઘારી છે. અવેજી સર્વિસ કરતો નામઘારી છે.

  Like

 13. OMG. Why are we looking for LAW & ORDER to cure our internal problem? As Pritum Surti have stated about Muhrat, how practical it is in today’s life? All of muharat and Tithi and stuff is nothing but self satisfaction. As my MAMA – Late Kantilal Modi used to say to us “CHAUTH, CHAUDUS, AND NEM….. UTAA TEM NA TEM. Also, Taviz, Mandariya, and stuff is also help drive your mind into something that is nothing.

  Amurtkaka has well explained in his comment. I just watch film Satyagrah. How many of this type of film will be made in Bollywood yet maker themself are not following its Moral!!!!

  If every human wake every morning thanking their GOD and then promise themself that they will do everything in their control to be a “HUMAN”. Our world would be different….. Untill then nothing going to happen to our society… same old Andhshradhaa…… same old GURU like ASHARAAM… same old Politician like ……. oh well you got the drift.

  Like

 14. eye opener article and thanks to Amrut M.Hazari for his opinion but i think it is not possible because it is too large project.
  Ganeshji UTSAV have been started from today and you will see the result.

  Like

 15. શ્રદ્ધા = અંધજ હોય….કારણ કે તમે જાણતા નથી તેથી શ્રદ્ધા રાખો છો !
  હવે તમે અંધશ્રદ્ધા વિરોધી કાયદાની વાત કરો તો તેનો મતલબ થાય છે કે તમે શ્રદ્ધા વિરોધી કાયદાનીજ વાત કરી રહ્યા છે. આ માટે કોમન સિવીલ કોડ વધારે વ્યાજબી કહેવાય. ધર્મને નામે ચાલતા ધતીંગ જાહેરમાં ચલાવવાની મંજૂરી ન આપો. કોઇપણ ધંધો કરવા માટે અનેક જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવવા પડે છે. જ્યોતિષીની દુકાન ખોલવા માટે કોઇ નોંધણીની જરૂર છે ?
  અને આ બધું બંધ થઇ જાય તો કેટલા લોકો બેરોજગાર થઇ જાય ?

  મુહૂર્ત = ચોક્કસ સમય, શુભ સમય વિગેરે = Time Management – શુભ કામો સવારથીજ શરૂ કરી દેવાના અને દારૂ-જુગાર અને તેની સાથે સંકળાયેલ કામો સાંજ પછી…મોડી રાત્રી સુધી ! (જુગાર રમવા માટે મુરત ના જોવાય…ભૂવો ગમે ત્યારે ધૂણી શકે….પરંતુ તે રાત્રેજ ધૂણશે !)
  મુરત જોઇને કરવામાં આવતા કામો – એતો માત્ર ટાઇમ મેનેજમેન્ટ છે અને બ્રાહ્મણો Information Provider – કારણકે પરંપરાગત રીતે તેઓજ માત્ર ભણેલા – શબ્દજ્ઞાન – વાળા હતા માટે – દરેક ઘેર જઇને લોટના બદલામાં કહી આવતા કે આજે સોમવાર છે…આજે અગીયારસ છે….આજે ગણેશ ચતુર્થી છે…વિગેરે

  માહિતીની આપલે (Information exchange)- છોકારા-છોકરીઓ ની માહિતી – આ કામ પણ તેઓજ કરતા કારણ કે દરેક ઘેર જતા હોવાથી દરેક પરિવારના સ્વભાવ અને રહેણી કરણી જાણતા અને જન્મનો સમય કે તારીખ વિગેરે તો વાંચીને સરખાવવાનાજ હોય – જેથી મોટી કન્યા અને નાનો વર – કજોડું ના થઇ જાય….ગ્રૂહો વિગેરે તો પોતાની રીતે નંબરોમાં ગોઠવાઇ જાય !

  મંદિર-મસ્જીદ-ગીરજાઘર-વિગેરે…..(Community Centers) અને ત્યાં સમય ને ભરવા માટે કરવામાં આવતા કામો – બેલ વગાડવી, નમન કરવું, પૂજા કરવી, કસરત કરવી, વાંચન કરવું કે કથા સાંભળવી, પ્રાર્થના કરવી કે ભજન-કીર્તન કરવા – આ બધું GTP (Good Time Pass) …પરંતુ, જો
  તમારે કોઇને ચોક્કસ સમયે જાણ કર્યા વગર (ત્યારે ક્યાં મોબાઇલ હતા ?) મળવું હોય તો પહોંચી જાવ દર્શન કરવા કે નમાઝ પઢવા…અને કરી લો બે ધંધાની કે વહેવારની વાત ! એક મોટો સંપ્રદાય તો આ કન્સેપ્ટ પરજ ચાલે છે તે દરેક વાચક જાણે છે ! અને તેમાં કંઇ ખોટું પણ નથી !!

  ખોટું તો ત્યારે થાય છે કે જ્યારે તમે શ્રદ્ધામાંથી વિચલિત થઇ ને શંકા કરો છો..પૂછો છો…અને મન-ગમત જવાબો શોધો છો…એટલે વાત પાછી ધર્મની ઉત્પત્તી સુધી પહોંચે છે જેના મૂડમાં છે ભય઼ ! પછી ભય ભૂતનો હોય કે જિવીત ભૂતોનો !
  અને ભૂત-પિશાચ-ડાકણ વિગેરે માટે કોઇ કાયદા થઇ શકે ? તો પછી, તેમની સાથે દોસ્તી રાખતા લોકો માટે કેવા કાનૂન બનાવી શકાય ….?

  કાયદા તો જેટલા ઓછા તેટલા સારા….!! આમેય કાયદા અંધાજ હોય છે…સાબીતી, પૂરાવા, વિગેરે વિગેરે….તો વડી અંધશ્રદ્ધા માટે એક ઓર કાનૂન ?
  હા, આવા ભૂવાઓ ખોટા ખેડૂત બની જમીન માફીયા ના બની જાય તે કાનૂન જરૂર જોઇ શકે…..આંખો હોય તો !
  આમેય ચૂંટાયેલા લોકોને તેના સિવાય બીજા ક્યા કાનૂની કામો કરવાના હોય છે ? તેઓ ખરેખરતો વહીવટદાર વધારે અને કાયદાના ઘડનાર ઓછા – જેવો તાલ હોય છે.
  છેલ્લેઃ
  સારો વહીવટદાર (Effective Administrator) કોઇને (અન્ય વહીવટદારોને) ગમે નહિં…..! (આ વાત ગ્રામ પંચાયત થી લઇને રાજ્ય તેમજ કેન્દ્ર સુધી સાચી છે ! )

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s