બદલાતી સંસ્કૃતીઓ

–મુરજી ગડા

આપણે જ્યારે ભારતીય સંસ્કૃતીની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક આદર્શ સમાજ વ્યવસ્થાનો ખ્યાલ હોય છે. આપણે જે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, એને સ્વાભાવીકપણે સ્વીકારી લીધું છે. વાસ્તવમાં એ અર્ધસત્ય છે.

આપણી પ્રાચીન સંસ્કૃતી ખરેખર કેવી હતી એ કહેવું લગભગ અશક્ય છે. ગણ્યાંગાંઠ્યાં મહાકાવ્યો કે ગ્રન્થો પરથી એનો સાચો ખ્યાલ ન આવે. એમાં થોડી અતીશયોક્તી અને ઘણી બધી કવી–કલ્પના (વીશફુલ થીંકીંગ) પણ હોઈ શકે છે. સદીઓ પછી પણ એ અકબંધ જળવાઈ રહી છે એમ માનવું ભુલભરેલું છે.

આપણને વર્તમાનમાં જે નજર સામે દેખાય છે તે આપણી સદીઓની  સંસ્કૃતીનો નીચોડ છે. આપણી સંસ્કૃતીનું જમા પાસું છે : આપણી કુટુમ્બભાવના, વડીલો પ્રત્યેની માનમર્યાદા, પડોશીઓ સાથેનો સમ્બન્ધ, સહીષ્ણુતા વગેરે. સાથેસાથે, આપણી દેખાદેખી, દમ્ભ, ભ્રષ્ટાચાર,  બહાનાંબાજી, અન્ધશ્રદ્ધા, જાતીભેદ, વર્ણભેદ, અસ્પૃશ્યતા, પરીવર્તનનો વીરોધ, જાહેર જગ્યાઓની ગંદકી વગેરે બધું જ આપણી સંસ્કૃતીનું ઉધાર પાસું છે. આમાંથી ઘણું પહેલેથી ચાલ્યું આવે છે.

ભારતીય સંસ્કૃતી ઘણી જુની છે. પાંચ પ્રાચીન સંસ્કૃતીઓમાંની તે એક છે. આ બધી સંસ્કૃતીઓનો ત્યારે પણ એકબીજા સાથે સમ્પર્ક હતો અને પરસ્પર વીચારોની આપલે થતી હતી. જો એમાં ઉંડા ઉતરીએ તો પ્રાચીન સંસ્કૃતીઓ વચ્ચે ઘણી સમાનતા દેખાઈ આવે છે. સાથે સાથે બધી સંસ્કૃતીઓમાં પોતાની સ્થળ આધારીત વીશીષ્ટતા પણ હતી.

સંસ્કૃતીઓ આદીકાળથી અસ્તીત્વમાં છે, અને સમયાન્તરે બદલાતી રહી છે. એને બદલે છે ધર્મ, માનવીય સ્થળાન્તર, રાજકારણ, ઈતીહાસ, ઔદ્યોગીકીકરણ,  વૈશ્વીકીકરણ વગેરે.

ધર્મ અને સંસ્કૃતી બે ભીન્ન બાબતો છે. ધર્મ એ મનુષ્ય જીવનનું એક અગત્યનું અંગ છે, જ્યારે સંસ્કૃતી તો આપણી દરેક પ્રવૃત્તી, વીચારો, માન્યતાઓ વગેરે બધાનો સરવાળો છે. એને જીવનવ્યવસ્થા કે સમાજ–વ્યવસ્થા પણ કહી શકાય. એ આપણા વહેવાર, તહેવાર, રીતરીવાજ, રહેણીકરણી, સાહીત્ય, સંગીત, કળા, ફીલ્મ વગેરે દ્વારા છતી થાય છે.

સંસ્કૃતી અને ધર્મ અલગ હોવા છતાં એકબીજાના પુરક છે. આજના સ્વરુપમાં જે જુદા જુદા ધર્મો અસ્તીત્વમાં છે, તે પ્રાચીન સમયમાં મોજુદ નહોતા. સ્થાનીક સંસ્કૃતીની તત્કાલીન જરુરીયાત તેમ જ તેમાં રહેલી કેટલીક અતીરેકતાના પર્યાયરુપે જુદા જુદા ધર્મોનો ઉદય થયો અને તે પ્રમાણે ધર્મોના સીદ્ધાન્ત રચાયા. (ખ્રીસ્તી, મુસ્લીમ વગેરે ધર્મોનો ઉદય આ માન્યતાની પુષ્ટી કરે છે. હીન્દુ અને જૈન ધર્મના અનુયાયીઓ એમનો ધર્મ આદીકાળથી હોવાનો દાવો કરે છે. એની ચર્ચામાં અત્યારે નહીં ઉતરીએ) ધર્મના ફેલાવા સાથે એમાં રહેલ વીચારભેદને કારણે સંસ્કૃતીઓ વચ્ચેનું અન્તર વધવા લાગ્યું. એકબીજાની પુરક બનવાને બદલે સ્પર્ધક બની ગઈ.

સમાજશાસ્ત્ર એ બધી જ શાળાઓમાં ભણાવવામાં આવતો વીષય છે. વ્યવસાયમાં એનું મહત્ત્વ ન હોવાથી મોટા ભાગના વીદ્યાર્થીઓ દ્વારા એ અવગણાયેલો વીષય રહ્યો છે. છતાંયે એ ફરજીયાત ભણાવાય છે; કારણ કે એ આપણા જીવન સાથે વણાયેલો છે.

સમાજશાસ્ત્રનો એક ભાગ છે ઈતીહાસ. ઈતીહાસ એ રાજાઓનાં નામો અને લડાઈની તારીખો ઉપરાન્ત ઘણું વધારે છે. ઐતીહાસીક ઘટનાઓ પાછળનાં કારણો અને તેમની અસર ઈતીહાસનું હાર્દ હોય છે. દરેક મહત્ત્વની ઘટના અને વહેણ (ટ્રેન્ડ) એની અસર અચુક મુકતી જાય છે.

સંસ્કૃતી, ધર્મ અને ઈતીહાસ ગાઢપણે સંકળાઈને એકબીજાને ઘડે છે. ધાર્મીક ભેદભાવોએ યુદ્ધો સર્જ્યાં છે. યુદ્ધોએ રાજકીય નકશા બદલી સંસ્કૃતીને મઠારી છે. એમાંથી નવા ધર્મોનો ઉદય થયો છે અથવા તો પ્રસ્થાપીત અને પ્રચલીત ધર્મમાં ફાંટા પડ્યા છે. આ ચક્ર ચાલતું રહે છે.

સંસ્કૃતીઓને સ્પષ્ટપણે બદલતી છેલ્લી સદીની થોડીક ઘટનાઓ અને વહેણ છે : યુરોપીય સંસ્થાનવાદનો અન્ત, લોકશાહીનો તેમ જ શીક્ષણનો ફેલાવો, સામ્યવાદનો ઉદય અને પીછેહઠ, બે વીશ્વયુદ્ધો, ઔદ્યોગીકીકરણ અને વૈશ્વીકીકરણ વગેરે..

ભારતના સન્દર્ભમાં જોઈએ તો ઈતીહાસમાં પ્રથમવાર ભારત એક દેશ તરીકે ઉદ્ ભવ્યો છે. એ પહેલા ભારત ઉપખંડ સેંકડો નાનાં રજવાડાંઓમાં વહેંચાયેલો હતો. પડોશી રાજ્યો સાથેનાં ઘર્ષણ સામાન્ય ઘટના હતી. એની અસર આજે પણ આપણી સંસ્કૃતી પર અને રાજકારણમાં દેખાય છે. આપણી વફાદારી પોતાના સમાજ, જ્ઞાતી, ધર્મ કે પ્રાંત પ્રત્યે વધુ છે અને રાષ્ટ્ર પ્રત્યે ઓછી છે. મોગલ શાસન તેમ જ અંગ્રેજી શાસનની અસર પણ આપણી સંસ્કૃતીમાં વણાઈ ગઈ છે. તે છતાંયે પરીવર્તનના સ્વીકારને બદલે વીરોધની વૃત્ત્તી અકબંધ છે.

આશરે પાંચસો વર્ષ પુર્વે યુરોપમાં વૈજ્ઞાનીક વીચારસરણી સાથે આવેલી ઔદ્યોગીક ક્રાંતીએ ત્યાંની સંસ્કૃતી મહદ્ અંશે બદલી નાંખી. આપણી સામાજીક તેમ જ અન્ય સમસ્યાઓ માટે પશ્વીમી સંસ્કૃતીને દોષ દેવાનું આપણને ફાવી ગયું છે. આપણે એમનાથી જુદા છીએ એમ કહેવા કરતાં એમની પાછળ છીએ એમ કહેવું વધુ ઉચીત છે. આપણે જેને પશ્વીમી સંસ્કૃતી કહીએ છીએ તે હવે પશ્વીમના દેશો પુરતી જ મર્યાદીત નથી રહી. જ્યાં પણ વૈજ્ઞાનીક વીચારસરણી અને ઓદ્યોગીકીકરણ પહોંચ્યા છે ત્યાંની મુળ સંસ્કૃતી પર એની અસર અચુક થઈ છે. અહીં સારા – નરસાની સરખામણી નથી. દુનીયાની બધી જ સંસ્કૃતીઓનો પ્રવાહ કઈ બાજુએ વહી રહ્યો છે એની ચર્ચા છે.

સાંસ્કૃતીક રીતે  ભારતનાં મોટાં શહેરોમાંનો અમુક વર્ગ એકવીસમી સદીમાં જીવે છે, ગામડાંના લોકો ઓગણીસમી સદીમાં જીવે છે અને આદીવાસીઓ કદાચ સત્ત્તરમી સદીમાં જીવે છે. દુનીયાના બધા જ વીકાસશીલ દેશોમાં વત્તે ઓછે અંશે આવી જ વ્યવસ્થા દેખાય છે. માહીતી પ્રસારણમાં જે જબરદસ્ત ક્રાન્તી આવી છે એના લીધે કાળેક્રમે આ ભેદ ઓછો થશે. પરમ્પરાગત માન્યતાઓની પકડ ઢીલી પડશે અને દુનીયાની બધી જ સંસ્કૃતીઓ ફરી પાછી એકબીજાની વધુ નજીક આવે એવી શક્યતા દેખાય છે.

ભારતીય, પશ્વીમી કે બીજી કોઈ સંસ્કૃતીને બદલે, લોકો કઈ સદીમાં જીવે છે, એ શબ્દપ્રયોગ વધુ યોગ્ય લાગે છે. દરેક દેશમાં બધી જ વીચારધારાઓ અનુસરતા લોકો હવે મળે છે. પશ્વીમનો અમુક વર્ગ આપણી પાસેથી યોગ અને ધ્યાન શીખે છે તો આપણે પુર્વ એશીયાના દેશો પાસેથી કરાટે શીખીએ છીએ. દુનીયા આખી પશ્વીમ પાસેથી વૈજ્ઞાનીક વીચારસરણી શીખે છે. દુનીયાનાં બધાં જ મોટાં શહેરોમાં બધા દેશોની ખાવાની વસ્તુઓ મળે છે. ફક્ત વ્યાપાર ક્ષેત્રે નહીં; પણ સાંસ્કૃતીક સ્તરે વૈશ્વીકીકરણ થઈ રહ્યું છે. એનો આંધળો વીરોધ કરવાને બદલે એમાંથી સારાં તત્ત્વોને અપનાવવું આપણા હીતમાં છે.

વર્તમાન સમાજ વ્યવસ્થા ચાલુ રહે એમાં ચોક્કસ વર્ગનું હીત સમાયેલું હોય છે. તેઓ પરીવર્તનનો વીરોધ કરે એ સ્વાભાવીક છે. એના માટે તેઓ ‘મહાન સંસ્કૃતી, શ્રેષ્ઠ પરમ્પરા’ વગેરે દલીલોનો ઉપયોગ કરે છે. આજ સુધી તેઓ સફળ થતા આવ્યા છે; પણ હવે એમનો સમય પુરો થયો છે. સમાજ અને દેશ ધીરે ધીરે જાગી રહ્યો છે. આંધળા વીરોધનો જ વીરોધ કરવાનો સમય હવે આવ્યો છે. આવનારો સમય પોતે એનો ઉત્ત્તર આપશે.

સમાજશાસ્ત્રનો બીજો ભાગ છે ભુગોળ. ભૌગોલીક રીતે છુટા પડેલા પ્રદેશો પર સંસ્કૃતીના ફેરફારની અસર મોડી પડતી હતી. હવે એ ભેદ પણ ભુંસાઈ રહ્યો છે.

ભુગોળે બીજો એક મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એમાં સમાયેલી બાબતો નક્કર હકીકત હોવાથી એણે ઘણી પરમ્પરાગત ગેરસમજો દુર કરી છે. કમનસીબે કેટલીક  રુઢીગત ગેરસમજો હજી પણ આપણી વચ્ચે પ્રચલીત છે તેમ જ તેનો ફેલાવો કરવામાં આવે છે.

જે બાબતો ની:શંક રીતે સાબીત કરી દુનીયાએ સ્વીકારેલ છે અને બધી જ શાળા કૉલેજમાં ભણાવવામાં આવે છે; છતાં જેની વીરુદ્ધ પ્રચાર કરવામાં આવે છે એ તો ધાર્મીક જડતાની પરાકાષ્ઠા છે. આવા અપપ્રચારના કેટલાક અંશ છે: ‘પૃથ્વી ગોળ નહીં; પણ સપાટ છે, પાણી પર તરે છે, ગુરુત્વાકર્ષણનું અસ્તીત્વ નથી, ચંદ્ર પર માનવી ગયો જ નથી અને જઈ શકે પણ નહીં, ભુતકાળમાં લોકોનું આયુષ્ય લાખો વરસનું હતું’ વગેરે વગેરે..

બધા જ ધર્મોના મુળભુત સીદ્ધાન્તોમાં સત્યનું આગવું સ્થાન છે. સત્યપાલન એટલે સાચું બોલવા અને આચરવા ઉપરાન્ત સત્યનો સ્વીકાર પણ છે. જે બાબતો ની:શંકપણે પુરવાર થયેલી છે એની સાથે પરમ્પરાને નામે અવીરત લડવા કરતાં સ્વીકારી લેવામાં વધારે ધાર્મીકતા છે. ભુતકાળમાં કોઈએ કંઈ કહ્યું હોય એટલા માટે એને વળગી રહેવામાં અન્ધશ્રદ્ધા સીવાય બીજું કંઈ નથી.

આવી બાબતો વીશે આપણે જે પણ માનીએ એનાથી આપણા રોજીન્દા જીવનમાં કંઈ ફરક પડતો નથી. છતાંયે એ આપણી વીચારસરણીનો પડઘો જરુર પાડે છે. ખોટી હઠ રાખવાથી બદલાતી દુનીયા સાથેનું તાદાત્મ્ય અઘરું બને છે, સત્યપાલનથી દુર રાખે છે. એકવીસમી સદીમાં જીવવું હોય, પ્રગતી કરવી હોય તો પન્દરમી સદીની માન્યતાઓને છોડવી પડશે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 ફોન: (0265) 23 11 548 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2008ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

  ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’  બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing-B,  Opp. Ayyappa Temple, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai –400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 13/09/2013

24 Comments

  1. ફક્ત વ્યાપાર ક્ષેત્રે નહીં; પણ સાંસ્કૃતીક સ્તરે વૈશ્વીકીકરણ થઈ રહ્યું છે. એનો આંધળો વીરોધ કરવાને બદલે એમાંથી સારાં તત્ત્વોને અપનાવવું આપણા હીતમાં છે.

    સાચી વાત છે .

    શ્રી મુરજીભાઈનો એક વધુ સરસ લેખ -વાંચવા અને વિચારવા જેવો।

    અભિનંદન

    Like

  2. સંસ્કૃતિઓનો વિકાસ જ આદાનપ્રદાનને કારણ થયો છે. જે લોકો પોતાના કોચલામાંથી બહાર નથી નીકળતા એ ટાપુ જેવા બની જાય. આસપાસ બધું બદલાઈ જાય, એ જેવા હતા તેવા જ રહે. એટલે સાંસ્કૃતિક વૈશ્વિકીકરણ તો હજારો વર્ષથી થતું આવ્યું છે. તે ઉપરાંત ટેકનોલૉજીની ક્રાન્તિથી વ્યવહારમાં નવાં સાધનો આવે છે. આ સાથે સંસ્કૃતિ પણ બદલાઈ જાય છે. પૈડા વિનાના સમાજ કરતાં પૈડું શોધાયા પછીનો સમાજ વધારે વિકસ્યો. ખેતીમાં હાથેથી વાવણી કરનારા સમાજ કરતાં હળથી અને પછી બળદ જોડીને ખેતી કરનારા સમાજના ધાર્મિક રીત રિવાજો પણ જુદા પડે છે.

    Like

  3. મુરબ્બી મુરજીભાઈએ લખ્યું છે કે સાચું બોલવા અને આચરવા ઉપરાન્ત સત્યનો સ્વીકાર પણ કરવો.

    સત્યમેવ જયતે અને અસત્યનો ક્યારે પણ વીજય થતો નથી અને થશે નહીં.

    પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્ય આસપાસ ફેરફુદરડી ફરે છે એ સ્વીકારવા હજી કેટલા વરસ લાગશે?

    દરેક રાજ્યનું શીક્ષણ ખાતુ હોય છે અને એમની વેબસાઈટ હોય છે.ધોરણ ૧ થી ૮ હવે પ્રાથમીક શીક્ષણમાં અને પંચાયત હેઠળ છે અને એના બધા જ પુસ્તકો લગભગ બધા રાજ્યમાં નેટ ઉપર મફત ફ્રી ઓફ ચાર્જ મળે છે. બાળભારતી, ભુગોળ, ઈતીહાસ, વગેરે, વગેરે.

    ગુરુકુળ પદ્ધતીની ગોખણ પટ્ટીનો જમાનો ગયો. કોમ્પ્યુટર, નેટ, વેબ, મોબાઈલ કે ટેબ્લેટે બધાને નજીક લાવી મુક્યા છે.

    ગુજરાતમાં નાગરીક અન્ન પુરવઠા સાઈટ કે જમીન દસ્તાવેજ સાઈટ ઉપર બધું તો આવી ગયું છે.

    હવે રામાયણ, મહાભારતની કાલ્પનીક કથાઓનો જમાનો ગયો…..

    Like

  4. It is a great article with several good and useful ideas, written in a simple and pursuasive language.
    Congratulations, Shri Murjibhai Gada !
    Please keep up the good work.
    Thanks. — Subodh Shah — USA

    Like

  5. Congratulations, shri Murjibhai Gada.
    rest, I borrow all those words and sentences from Shri Subodh shah’s comment.
    Subodhbhai, Thanks.
    Amrut Hazari.

    Like

  6. If this article does not wake people then I am sorry to say, they belong to Aadivaasi Tribes…oh wait, even tribes are also using WWW net!!!!

    ખોટી હઠ રાખવાથી બદલાતી દુનીયા સાથેનું તાદાત્મ્ય અઘરું બને છે, સત્યપાલનથી દુર રાખે છે. એકવીસમી સદીમાં જીવવું હોય, પ્રગતી કરવી હોય તો પન્દરમી સદીની માન્યતાઓને છોડવી પડશે. Yes indeed, living with illusion of past and continue practicing sensless “પરમ્પરા” will only take us back from our own growth. Yesterday, I have had brief conversation with friends regarding celebrating “Shitla Saatem” and “Nori Nem”….. we live in world where we eat cold food almost every other day where traditional holiday like this has no value nor it is practical, yet I find people still do it because it is our “પરમ્પરા”. ???

    Like

  7. ફિલ્મોની વાત પણ સંસ્ક્રૃતિને બદલવા માટે ભાગ ભજવે છે. ૩ ફિલ્મોના ૩ ગીતો ક્યો ભાગ, કેવો ભાગ ભજવી ગયા હશે તે વાચક પોતે વિચારી લેશે…ચર્ચામાં કાંઇક નવું પરિમાણ આવશે….સત્ય સામે આવશે……..
    ફિલ્મ: જીસ દેશમેં ગંગા બહેતી હે….
    ૧. હોંથોપે સચ્ચાઇ રહેતી હે, જહાં દિલમેં સફાઇ રહેતી હે,
    હમ ઉસ દેશકે વાસી હે, જીસ દેશમેં ગંગા બહેતી હે.
    મહેમાં જો હમારા હોતા હે, વો જાનસે પ્યારા રહેતા હે,
    જ્યાદાકી નહિ લાલચ હમકો, થોડેમેં ગુજારા હોતા હે.
    બચ્ચોકે લીયે જો ઘરતીમાં, સદીયોંસે સભી કુછ સહેતી હે…..હમ ઉસ દેશ કે
    કુછ લોગ જ્યો જ્યાદા જાનતે હે, ઇન્સાનકો કમ પહેચાનતે હે
    હમ પૂરબ હે પૂરબવાલે, હર જાનકી કિંમત જાનતે હે.
    મીલ ઝૂલકે રહો ઓર પ્યાર કરો,અેક ચીજ યહીં જો રહેતી હે….હમ ઉસ દેશકે
    જો જીસસે મીલના શીખા હમને,ગૈરોંકોભી અપનાયા હમને,
    મતલબકે લીયે અંઘે હો કર, રોટીકો નહિં પુજા હમને.
    અબ હમ તોં કય્ા, સારી દુનિયા, સારી દુનિયાસે કહેતી હે….હમ ઉસ દેશકે

    ૨. ફિલ્મ: ફીર સુબ્હ હોગી…
    વો સુબ્હ કભી તો આયેગી…વો સુબ્હ….
    ઇન કાલી સદીયોં કે સરસે જબ રાતકા આંચલ ઢલકેગા….
    જબ દુ:ખકે બાદલ પીઘલેંગે, જબ સુખકા સાગર છલકેગા,
    જબ અંબર ઝુમકે નાચેગા, જબ ઘરતી નગમેં ગાયેગી…વો સુબ્હ કભી તો…
    જીસ સુબ્હકી ખાતીર યુગ યુગસે હમ સબ મર મરકે જીતે હે…
    જીસ સુબ્હકી ામરીતકિ ઘૂનમેં હમ ઝહરકે પ્યાલે પીતે હે…
    ઇન ભૂખી પ્યાસી રુંહો પર અેક દિન કરમ ફરમાયેગી…વો સુબ્હ કભીતો…
    માનાકે તેરે મેરે અરમાનોકી કિંમત કુછભી નહિં…..
    મીટટીકાભી હે કુછ મોલ મગાર ઇન્સાનોંકી કિંમત કુછભી નહિં….વો સુબ્હ
    ઇન્સનોંકી ઇજજત જબ જૂઠે સિક્કોમેં ના તોલી જાયેગી…વો સુબ્હ કભી તો..

    ૩. ફિલ્મ: નવરંગ.
    તુમ પશ્ચિમ હો હમ પુરબ હે…દોનોંકા મેલ ના મિલતા હે…
    ઉગતા હે જો સુરજ પુરબમેં, વો પશ્ચિમમેં જા ઢલતાં હે….વો….
    પુરબકી પવન મંગલકારી, મંગલ સંદેશ સુનાતી હે,
    પશ્ચિમકી હવામેં હે જહર ભરાં, જો ઘર ઘર આગ લગાતી હે….
    ઘરતી ઘરતી મેં હે ફરક બડા, માટી માટીમેં હે અંતર..
    ઇસ માટીમેં જન્મે સાઘુ, ઉસ ઘૂલમેં જન્મે ડીક્ટેટર…..
    તુમ બાંઘ રહે ઇસ દુનિયાકો, કાનુનોંકી જંજીરોંસે,
    હમ જોડ રહે દીલ સે દીલકો, બસ પ્યારકી ચંદ લકીરોંસે….
    દુનિયાકી હકુમત ચાહોં તુમ, તોંપોસે, બમોંસે, ગોલીંસે,
    હમનેં તો હે દિલોંપે હે રાજ કીયા, અપની ગીતાકી બોલીંસે…..
    તુમ ઢૂંઢ રહે હો, નારીકે નયનોંમે યોવનકા નરતન,
    હમ ઢૂઢ રહે હે નારીકે હ્રદયમેં મમતાકા બચપન….
    તુમ ઝુમ રહે મદીરાં પીકે, રસ લેતેં હોં માંસકી બોટીમેં…..
    હમ પેટ ભરેં દો રોટીમેં, ઓર ખુશ હે અેક લંગોટીમેં….
    તુમમેં હમમેં હે ફરક બડાં, જો લાખ મીલાનેસે મીલના શકે…..
    પુરબકા હિમાલય પશ્ચિમકી આંઘીકે થપેડોંસે હીલના શકે….
    પશ્ચિમમેં સુરજ કભી ઉગના શકે, પુરબમેં સુરજ કભી ઢલના શકે…
    તુમ જી ના શકો…..હમ મર ના શકે….અરે……
    તુમ ભક્ષક હો…..હમ રક્ષક હે…….
    યે સંગ કભીના ફલતા હે….યે સંગ કભીના ફલતા હે…….

    દરેક દસકાની ફિલ્મો………૧૯૪૦ થી ૧૯૫૦…….સીઘી સાદી નિર્દોશ ફિલ્મો…..
    ૧૯૫૦ થી ૧૯૬૦……..દેવાનંદ, રાજકપુર, દિલિપકુમાર…નિમ્મિ, મઘુબાલા, ગીતાબાલી…..વિ..વિ….થોડી શૃગાર અને થોડી સંગીત મઢેલી…પ્રેમ કથા……૧૯૬૦ થી ૧૯૭૦….૮૦…૯૦…..થોડી થોડી પશ્ચિમની અસર આવવા માંડી…..વાર્તામાં, સંગીતમાં અને બિભ્તસતામાં પણ. ૧૯૯૦ થી…..૨૦૧૩…… પુરે પુરી વેસ્ટર્ન…….આખો યુવાન વર્ગ પોતાના જીવનમાં ગમતી ફિલ્મ, ગમતાં અેક્ટરો, ગમતાં સંગીત અને નગ્ન પ્રસંગોની કોપી કરતાં દેખાય છે. ભારત આખું વેસ્ટર્ન અસર હેથળ જીવે છે. ઘરડાંઓ ના છુટકે છાની છપલી જોઇ લે કારણ કે કોઇ બીજો ચારો નથી……મારી ભૂલ થઇ હોય તો સુઘારવા વિનંતિ છે.

    Some great thinker said,” Culture is not static for any group of people.”

    અમ્રત હઝારી.

    Like

  8. Murjibhai Gada is a Thinker. It takes us All towards the Modern day. The Evolution of All Societies have Helped them. Education is the basis for Knowledge of the Past i . e. History. Some of us came from India to Study Advance Sciences, etc., India being Behind in many respects. It’s a Traditional Country and therefore Hard to CHANGE.

    Blind Faith is Ignorance. Religions keep People Bound to the PAST. They Don’t Accept Changes. There is Vested Interest of the Hierarchy. Science takes us close to the Reality of up to date Researches, benefitting People. Technology has helped People in many ways to Live Better and Healthy. Let us forsake the Lethargy of the `Close-Mindedness’.

    Religions Perpetuate through Sutras and Shastras, Written in the Past by Knowledgeable Acharyas. They may be Right for their Time. but NOT for the Future which is Changing faster than Humans’ Think. Let us Update through Science and Technology and Join the Race of HUMANITY towards Newer World.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, MD 20706.
    U.S.A.

    301-577-5215
    sfdalal@comcast.net.

    Like

  9. શ્રી મુરજી ગડાનો આ લેખ આપેલી માહિતી મુજબ એપ્રિલ ૨૦૦૮માં ‘મંગલ પ્રભાત’ નામના જૈન માસિકમાં પ્રકાશિત થયો હતો આ વાતને સાડા પાંચ વર્ષરહી પણ વધુ સમય થયો પણ તેની ‘સુવાસ’ આજે પણ એટલીજ તાજી છે!

    અત્રે ‘સુવાસ’નો મતલબ વિચારો સમજવા,લોકોના આચારવિચારોમાં પણમાં આ પાંચ વર્ષમાં પણ ફેર પડ્યો હશે, અને પડવો જોઈએ, આ મહેકને ફેલાવતાં શ્રી મુરજી ગડાને ધન્યવાદ,
    ‘દિવસે ના વધે એટલું રાત્રે વધે’ આવી ઉક્તિ આપણે બધાયે વાંચી છે,આજે વિશ્વમાં વિચાર પરિવર્તન,નવી નવી વૈજ્ઞાનિક શોધો,જે દુનિયાના અનેક વિશ્વવિદ્યાલયોમાંથી નીકળી,લોકોનાં રોજીંદા જીવનમાં આવતાં રહેતાં હોય છે,લોકો મનગમતા કપડાં પહેરે છે તેમ આ નવા નવા વિચારો,શોધોનો અનેરો લાભ મળી જે જનસમુદાયને મળી રહ્યો છે તેવું વિશ્વની સદીઓ પહેલાની કોઈપણ સંસકૃતિમાં બન્યું હોવાનું વાચ્યું નથી. દાખલા તારીખે કાર,મોટરબાઈક, ટીવી,મોબાઈલ ફોન,સિનેમા,વિમાનની સફર,શીપની સફર,બીજા દેશોનો પ્રવાસ કરવો અગર વસવાટ કરવા જતું રહેવું વગેરે.આ બધાં ૨૦મી,૨૧મી સદીના વરદાનો લોકોએ સમજવા,આજે દેખાતી ગુલામી પ્રથા પણ નથી, (અંદરખાને છુપી રીતે આ કલંક હજુ ઘણા દેશોમાં ચાલુ છે )
    જેમ વેશ્યાવૃતિ એક અનાદિ કાળની ચાલતી ગૈરપ્રથા છે તેમ ગુલામી પ્રથા પણ આમાંની એક છે જે કોઇ કાળે એક ય બીજી રીતે કોઈ પણ રીતે ઉખાડી શકવાની શક્યતા ઓછી જણાય છે.
    શ્રી મુરજી ગડાના લેખમાંના જે વિધાનો સાચા છે તેમ ઉપયુક્ત વિધાન પણ સાચું છે કે વેશ્યાવૃતિ/ગુલામી પ્રથા અનેક સંસકૃતિઓમાં નજરે પડે છે.પણ આજના યુગમાં કોઈપણ દેશ તેને કાયદેસર બહાલી નથી આપતું તે એક સારું પાસું છે.

    ‘નઈ રોશની’ એજ સાચી પ્રગતિનો માર્ગ છે, જુઓને ‘વોયેજર’ કેટલા જોજનો સુર્યની કક્ષાની પણ બહાર સફર કરતું આગળ ધપી રહ્યું છે જે માનવીએજ આકાશમાં તરતું મુક્યું હતું !

    Like

    1. I sincerely thank all readers for their kind words about my article.

      Actually, I was holding this article back for a long time as it was one of my very early article written in 2005 for another social magazine named “Pagdandi”. I never expected so much appreciation of it. This is an humbling experience for me.

      Like

  10. કલ્ચર્સ વિષે આટલું વિસ્તાર થી ચિંતન ….. મજા આવી ગઈ ! ઘણું બધું પામ્યો

    Like

  11. મારા લખાણમાં જૈન માસિક ‘મંગલ પ્રભાત’ ભૂલથી લખાયું હતું તે ‘મંગલ મંદિર’ હોવું જોઈએ.વાંચકોના પ્રતિભાવ વાંચવાનું બને છે ત્યારે જોવામાં આવ્યું છે કે બહુધા તેઓ લેખકના બે શબ્દોમાં આભાર માનીને પોતાનું લખાણ પૂરું કરે છે, બીજા લોકો પોતાની દલીલો અને વિચારોની સહમતીથી જોરદાર રજૂઆત કરે છે,લેખોનું હાર્દ વાંચીને
    અભિપ્રાયો આપતા રહેતા હોય છે.

    એકંદરે વાંચનારા નવા વિચારો અને સામાજિક સુધારણાની જરૂરીયાતની તરફેણમાં હોય છે તે ઘણુંજ આવકાર દાયક છે, ‘અભિવ્યક્તિ’ બ્લોગનું પ્રમાણ અને ફેલાવો ગુજરાતી વાંચકો પુરતોજ છે અને ‘ઈંટરનેટ’પરજ હોઈને, વિચારો અને તેની અસર આ બ્લોગના વાંચકો પુરતાં રહે છે તેથી સંતોષ નથી,વાંચકોએ પોતાના મિત્રો અને સગાંસંબધીઓમાં પણ વહેતા મુકવા જોઈએ.

    વિદેશમાં વસતા ગુજરાતીઓમાં આ બ્લોગ કેટલો વંચાય છે અને ભારતમાં પણ તેના કેટલા વાંચકો છે જો આનું કોઈ પ્રમાણ કે સન્કલન ‘sarvey’ થાય તો પ્રકાશક પણ જાણી શકે કે કેટલા લોકોમાં આ બ્લોગ વંચાય છે. અને ફાળો આપતા લેખકો પણ જાણી શકે કે તેમના લખાણનો ફેલાવો કેટલા વાંચકોમાં છે.

    જે લોકો નિયમિત રીતે આ બ્લોગ વાંચે છે તે પણ એક યા બીજી રીતે પોતાના મિત્રોમાં જરુરુથી ઉલ્લેખ કરતા રહેતા હશે જ.
    ગોવિંદ ભાઈ મારૂનું બ્લોગમાં અપાતા લેખોનું સન્કલન પણ દાદ માંગી લે છે.
    ‘અભિવ્યક્તિ’ તેના નામ મુજબ જ જે જે વિધાનો વાંચકો સમક્ષ રજુ કરે છે તેજ એક સમાજ સુધારણા ગણવી જોઈએ.

    Like

  12. શ્રી. મુરજીભાઇ લખે છે કે ઘર્મ અને સંસ્કૃતિ અલગ હોવા છતાં એકબીજાનાં પુરક છે. હાં, સાચુ છે. સંસ્કૃતિ, જે રોજીંદા કાર્યો અને વહેવારમાં અને તહેવારમાં છતી થાય છે તેની પાછળ ઘર્મ અને ઘર્મના વાહકો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કહોને કે મોટે ભાગે સંસ્કૃતિને ઘડવામાં ઘર્મ અને ઘર્મના વાહકો છે. ( મોટે ભાગેનાં ઘર્મોમાં ) જીવન જીવવાના નિયમો જ ઘર્મો અને ઘાર્મિક વડાઓએ ઘડેલાં છે. ઘાર્મિક પૂજા વિઘિઓ કોણ કરી શકે અને કોણ નહિં તે પણ ભગવાનને પાશ્ચાદભૂમિમાં રાખીને કહેવાતા ” ઘર્મ ” ની પોથીના રખેવાળો દ્રારા થયેલાં ઇન્ટરપ્રિટેશનથી થાય છે. ઘર્મનો અર્થ ફરજ થાય તે તો કોઇને ખબર નથી અને કોઇને આજે સમજવું પણ નથી. ઘેટાંશાહિ જીવન જીવવું છે. અરે ભણેલા ગણેલાં અમેરિકા આવેલાં NRIને પણ, અંઘશ્રઘ્ઘામાં જીવવું છે. અહિં રોજ અેક નવું મંદિર બને છે. ડોક્ટરની ઓફીસના ઉદ્ઘઘાટનમાં પણ ઘાર્મિક પૂજા પહેલાં થાય છે. ડોક્ટરની આવક કરતાં કદાચ પૂજારીની આવક ઓછી ના પણ હોય…..તે પણ ઓછી મહેનત અને ઝીરો જોખમ વિના અને ભગવાનના રીપ્રેઝન્ટેટીવ તરીકેના માન પાન સાથે.
    કોણાર્ક અને ખજૂરાહોના મંદિરો પણ હિંદુ સંસ્કૃતિના સીમાથંભ જેવાં છે. કામદેવ અેક અેવું પાત્ર છે કે જેણે પોતાના પાંચ બાણોથી દુનિયાના જનક ( ? ) બ્રહ્માને ઘાયલ કરીને પોતાની જ દિકરી ઉપર નજર બગાડવાં મજબુર કરેલાં. પિતા પોતાની પૂત્રી ઉપર મોહિત થાય….આને સંસ્કાર કહેવાય ? તે પણ ભગવાન…બ્રહ્મા………દરેક ભગવાનો ??????????ના જીવન સમજવાં જેવાં છે. તળાવમાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્રોને લઇને ઝાડની ડાળી ઉપર ટીંગાળીને ઝાડ ઉપર બેસીને મઝા માણતાં ક્રષ્ણને તે શું કહેવું ???????? ભક્તોને કેમ કરીને દુ:ખી કરાય???
    રોજીંદા થતી ઘાર્મિક સપ્તાહો જો આવું તો ભગવાનને માટે છુટ હોય અેવું શીખવતા હોય તો ભક્તો ને છુટ નહિં???? ઘે આર ઘી ફોલોઅર્સ………..બ્લાઇંદ ફોલઅર્સ……..
    સંસ્કાર અને સંસ્કૃતિ અેક બીજાને ઘડે છે અને પોષે પણ છે. મૂળમાં પેલો શબ્દ છે…”.ઘર્મ..”…..
    આંતરજ્ઞાતિય લગ્નો કે આંતરઘર્મિય લગ્નો પણ બે જુદા જુદા ઘર્મોના ગથબંઘનથી જ થાય છે…..ત્યાં બે ઘર્મોના નિતિ નિયમો પ્રથમ તકરાશે. પ્રેમથી સાથે રહેવા માટે કોમ્પરોમાઇઝ કરશે. પરંતુ અબોલ્યા અસંતોષનું શું ???
    ઇન્ડસ્ટરીયલાયઝેશને સંસ્કૃતિને બદલવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે અને ભજવી રહ્યુ છે.
    અમ્રત હઝારી
    ન્યુ જર્સી, અમેરિકા.
    ,

    Like

  13. શ્રી ગોવિંદભાઈ ફક્ત તાજા આઠ જ લેખ ખુલે છે અને વાંચી શકાય છે. બીજા લેખોનું શું? એક અનુક્રમણિકા બનાવવી જોઈએ અને આજ સુધી મુકાયેલા તમામ લેખ શોધીને વાંચી શકાય તેવું હોવું જોઈએ.

    Like

    1. You can go to “Topics” section and click on author/subject there. That will take you to all the articles by that author or on that subject.

      Like

    2. વહાલા ભુપેન્દ્રભાઈ,
      તમે આ કૉમેન્ટ લખી તેનો મને આનંદ છે.. તમે લખ્યું તે ગમ્યું.. ધન્યવાદ…
      તમે લખો છો તે મુજબ ‘માત્ર તાજા આઠ જ લેખોની લીન્ક વંચાય છે’; સાચી વાત છે.. મારી પાસે કમ્પ્યુટર કે બ્લૉગની ટૅકનીકલ જાણકારી ઘણી ઓછી.. મીત્રો પાસે મળતા માર્ગદર્શન મુજબ ‘અભીવ્યક્તી’ના છએ છ વરસની ૨૭૫ પોસ્ટની બધી જ પીડીએફ ક્લીક કરતાં જ ખુલે ને વાંચીને તરત બંધ પણ કરી શકાય તેવી સુવીધા ઉપલબ્ધ કરાવી હતી… ડાઉનલોડ તો લેખ સંઘરવો હોય તો જ કરવાનું; બાકી તો વાચનાલયમાં બેસી એક પછી એક લેખ ઉથલાવતા હોય તેમ વાંચી શકાય..!
      આમ છતાં, તમારું સુચન મળતાં, આજે આ નવી જ જોગવાઈ કરી છે. સાચે જ વાચક વાચનાલયમાં બેસી એક પછી એક લેખ વાંચતો હોય એવો અનુભવ થાય તેવી, હતી તે જ વ્યવસ્થા છે; પણ તે નવેસરથી ગોઠવવાની પ્રેરણા તમારા સુચને આપી. મારી તમને અને ‘અભીવ્યક્તી’ના આત્મીય સ્વજનો જેવા સૌ વાચકોને વીનંતી કે પ્લીઝ, જરા જોઈ જશો અને હજી પણ જો કંઈ કરવા જેવું લાગે તો મને સુચવજો..
      ત્યાં એક અનુક્રમણીકા મુકવાનું બાકી હતું. આ માટે જુનાગઢના મારા મીત્ર શ્રી. અશોકભાઈ મોઢવાડીયાનું માર્ગદર્શન મેળવીને અનુક્રમણીકાનું નવું પૃષ્ઠ કર્યું અને દર સપ્તાહે તે પૃષ્ઠ આપોઆપ અપડેટ થતું રહે તેવી ગોઠવણ પણ કરી અને તે પહેલા ક્રમે મુકી દીધી છે..
      તમારા ઉમદા સુચન માટે અને આ સુચનનો ત્વરીત અને અસરકાર ઉપાય યોજવા અંગે માર્ગદર્શન આપનાર અઝીઝ મીત્ર શ્રી. અશોકભાઈ મોઢવાડીયાનો ‘અભીવ્યક્તી’ અને અંગત રીતે હું પોતે પણ ઋણી રહીશ… અને તમારો તો ખરો જ..
      ‘અભીવ્યક્તી’ને પોતાનો જ બ્લોગ સમજીને મને માર્ગદર્શન આપનાર અને પ્રુફવાચન કરી આપનાર વડીલ, શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, (સુરત)ને આ કામ બહુ જ ગમ્યું અને સેલફોન પર તેમણે મારા પર અઢળક અભીનંદનની વર્ષા કરી..
      તે તમામ અભીનન્દનના સાચા અધીકારી તમે બન્ને ‘સીંહમીત્રો’ છો… મને મળેલા તે સઘળા અભીનંદન અંકે કરી લેવા તમને મારી વીનન્તી..
      ધન્યવાદ.. લખતા રહેજો…
      –ગોવીન્દ મારુ..

      Like

      1. માન.મિત્ર ગોવીંદભાઈ અને રાઓલબાપુ.
        આ તો આપનો પ્રેમ છે. આટલા નાનકડાં કામનાં પણ વ્હાલપભર્યાં વખાણ માત્ર પ્રેમને કારણે જ હોય ! હું અંગત કારણોસર હાલ કેટલીયે ચર્ચાઓમાં જોડાઈ શક્યો નથી તેનું દુઃખ છે. છતાં મિત્રો પ્રેમથી યાદ કરે છે એનો અનહદ આનંદ પણ છે.

        શ્રી.મુરજીભાઈનાં લેખને મારા વખાણની તમા ન જ હોય. છતાં કહેવા દો કે, ખુબ જ સ_રસ લેખ. કશા જ બિનજરૂરી વિવાદમાં પડ્યા વગર મધ્યસ્થ વિચારની આસપાસ મહેનતપૂર્વકનાં આધારો ગોઠવી એ વિચાર સાવ સામાન્ય માણસને ગળે પણ ઉતરી જાય એવો બનાવી દીધો છે. આ શૈલી અમ જેવા નવાસવા લખનારાઓએ તેઓશ્રી પાસેથી શિખવા જેવી છે.

        અંગતપણે મને સૌથી વધુ ગમ્યું તે અવતરણ ટાંકુ : ‘સત્યપાલન એટલે સાચું બોલવા અને આચરવા ઉપરાન્ત સત્યનો સ્વીકાર પણ છે.’ — સુવર્ણ વાક્ય. ખુબ આભાર.

        Like

  14. બહુ સરસ.. મને પણ શ્રી અશોકભાઈ એ જ શીખવેલું… અઘરું લાગતું કામ ફક્ત એક મીનીટનું જ હતું.. હવે તમારા વાચકોને પણ અનુક્રમણિકા માં જઈને સર્ફિંગ કરવાની મજા પડશે અને તે ફરક તમે બ્લોગ એડ્મીનમાં જઈને જોઈ પણ શકશો. જુના લેખ નવા વાચકોને ફટાફટ વાંચવા મળશે. ધન્યવાદ..

    Like

  15. મારે પણ રાઓલ સાહેબ પાસે કોમ્પ્યુટરની ઘણી ટ્રીક શીખવાની છે. માત્ર શ્રી મુળજીભાઈના લેખ જ નહીં પણ સુબોધભાઈ અને હજારીસાહેબના અભિપ્રાયો પણ એટલા જ વાંચવા વિચારવા જેવા છે. સંસ્કૃતિ એટલે ગઈ કાલની જીવન જીવવાની રીત. જેને ત્રીજા ભાગના લોકો વળગી રહેવા માંગે છે. ત્રીજા ભાગના સજાગ પણે બદલવાની કોશીશ કરે છે. બાકીના ત્રીજા ભાગના લોકો સમજ્યા વગર આપોઆપ જ સંકૃતિને બદલી નાંખે છે.

    Like

  16. મુરજીભાઇ ના લેખો મને વાંચવા ઘણા ગમે છે ગોવિંદ ભાઈ નો પણ હું આભાર માનું છું કે તેઓ આવા ક્રાંતિ કારી લેખો પીરસે છે વાર લાગશે પણ અંધ શ્રધ્ધા જરૂર નાબુદ થશે
    ફક્ત ધર્મો તો એમ્નીમ પડ્યા રહેશે નામના બાકી માણસ સત્ય સમજી લેશે
    ની તહઝીબ મેં દિક્કત જ્યાદા તો નહિ હોતી મજાહબ રહતે હૈ કાયમ ફક્ત ઈમાન (ખોટી માન્યતાઓ )જાતા હૈ

    Like

  17. Hi! Duniya બદલવાનું રહેડો ,practical life ni tuti વગાડી rational batadvanu muko .parampara sanjogo ne samay badle chhe.One thing is constant and that is change.પોતાને Aadivasi thi bahu upar na manta..80% people are mad.sorry !!hu pan

    Like

Leave a comment