સૌથી વધુ છેતરામણા શબ્દો : આશીર્વાદ અને શુભેચ્છા

રોહીત શાહ

ગુજરાતી ડીક્શનરીમાં ‘આશીર્વાદ’ અને ‘શુભેચ્છા’ આ બે શબ્દો ખુબ–ખુબ છેતરામણા છે. આશીર્વાદ હોય કે શુભેચ્છા – આપનાર કશું પામતો નથી અને લેનારને કંઈ મળતું નથી, તોય બન્ને પક્ષે સન્તોષ અને આનન્દ છવાઈ જાય છે.

લગ્નની મોસમ હોય કે નુતન વર્ષની આબોહવા હોય, ત્યારે ચારે તરફ આશીર્વાદો અને શુભેચ્છાઓની ભરતી આવેલી દેખાય છે. કોઈનો બર્થ–ડે છે તો આપો શુભેચ્છા ! કોઈની એક્ઝામ છે તો ઠાલવી દો આશીર્વાદ ! કોઈ લાંબો પ્રવાસ કરવા જાય છે તો પાઠવો તેને શુભેચ્છાઓ ! કોઈ પોતાનો નવો વ્યવસાય કે નવી જ જૉબનો પ્રારમ્ભ કરી રહ્યું છે તો વહાવી દો તેના તરફ આશીર્વાદની ગંગા !

આશીર્વાદ મારે મન લૉલીપોપ જેવા છે અને શુભેચ્છાઓને હું ક્રૉસ્ડ ચેક જેવી સમજું છું. લૉલીપોપ ચગળ્યા કરો ત્યાં સુધી બધું ગળચટ્ટું ને મીઠુંમીઠું લાગે. તમને એમ લાગે કે હવે કંઈક વધારે સારું રીઝલ્ટ મળશે, મારું પેટ ભરાઈ જશે, સ્વાદીષ્ટ વાનગીથી મારી ભુખ તૃપ્ત થઈ જશે. પણ ત્યાં જ લૉલીપૉપ પુરી થઈ જાય. તમારી ભ્રાંતીનો ભુક્કો થઈ જાય. તમે હતા ત્યાં જ ઉભેલા હો અને હતા તેવા જ હો !

શુભેચ્છાઓ રુપી ચેક આપણને મળે એટલામાત્રથી જ કાંઈ આપણી પાસે રકમ આવી જતી નથી. એ માટે સૌ પ્રથમ તો આપણી પાસે બેન્ક એકાઉન્ટ (પાત્રતા) હોવું જોઈએ. પછી આપણને મળેલો ચેક સ્લીપબુકમાં વીગતો ભરીને નીયત સમયમાં બૅન્કમાં જમા કરાવવો પડે (પુરુષાર્થ). પાત્રતા ન હોય અને પુરુષાર્થ કરવાની દાનત ન હોય તો હજારો આશીર્વાદો અને લાખો શુભેચ્છો મળે તોય આપણું કશું કલ્યાણ ન થાય.

અગાઉ કહ્યું તેમ આ બન્ને શબ્દો છેતરામણા છે. આપનારે કશુંય ખોવું પડતું નથી, મેળવારે કશું ભેગું કરવું કે ઉંચકવું પડતું નથી. કશું જ આપ્યા–લીધા વગર સઘળું  આપ્યા–લીધાનો આનન્દ અને સન્તોષ બન્ને પક્ષે જોવા મળે છે.

તમે વીચાર કરો, માત્ર આશીર્વાદથી જ સુખ મળી જતું હોત અને આશીર્વાદથી જ જીવનનો માર્ગ સરળ થઈ જતો હોત તો આજે એકેય દમ્પતી દુ:ખી હોત ખરું ? આજે એકેય સન્તાનને કશી સમસ્યા હોત ખરી ? દરેક લગ્નપ્રસંગે વરકન્યાને વડીલો કેટલા બધા આશીર્વાદથી તરબોળ કરે છે ! જે યુવતીને ‘અખંડ સૌભાગ્યવતી’ના આશીર્વાદ મળ્યા હોય તે જ યુવતીનો પતી હનીમુન વખતે એક્સીડન્ટમાં મૃત્યુ પામે છે, એવું કેમ ? ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ પામેલી યુવતી લાઈફટાઈમ સન્તાન વગરની કેમ રહે છે ? કદાચ તેને સન્તાન થાય તો તે જ સન્તાન તેના માટે સન્તાપ કેમ બની રહે છે ? શું આવા સન્તાપ આપનારાં સન્તાનો માટે તેને ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ આપવામાં આવે છે ? દરેક બર્થ–ડે વખતે, દરેક એક્ઝામ વખતે પેરન્ટ્સ અને વડીલોના આશીર્વાદ મળ્યા પછીય કેમ ધાર્યું સુખદ રીઝલ્ટ નથી મળતું ?

નુતન વર્ષ આવે એટલે જાતજાતની શુભેચ્છાઓ મળે છે. રંગીન અને સુગંધીત–સુશોભીત મોંઘેરા કાર્ડ્ઝ દ્વારા શુભેચ્છાઓને બદલે હવે તે ઈ–મેલ દ્વારા પાઠવવામાં આવે છે. રુબરુ શુભેચ્છાઓનો વાડકી–વ્યવહાર થાય છે. ‘નવું વર્ષ તમને સુખ–સમૃદ્ધી, યશ અને સફળતા આપનારું નીવડે’ એવી હજારો શુભેચ્છાઓ મળ્યા પછીય આપણી લાઈફમાં લેશમાત્ર ફરક પડે છે ખરો ? આપણા સન્તાનો માટે લાઈફ–પાર્ટનરની જરુર છે અને યોગ્ય પાત્ર નથી મળતું. આપણને ઘુંટણનો દુખાવો છે અને પગમાં વાઢીયા પડ્યા છે. હજારો ઉપચારો બેકાર પુરવાર થાય છે. શુભેચ્છાઓ આપવામાં અને મેળવવામાં આપણે ખુબ ઉદાર રહીએ છીએ; છતાં એનો કોઈ નક્કર પ્રભાવ આપણી લાઈફમાં કેમ દેખાતો નથી ?

પછી અન્તે તો મન મનાવવાની વાત કરીએ છીએ. નસીબની વાત કરીને, કર્મફળની વાત કરીને, ગ્રહદશાનું બહાનું કાઢીને આપણે કૉમ્પ્રોમાઈઝ કરી લઈએ છીએ. જો આ બધી બાબતો જ મહત્ત્વની હોય તો પછી શા માટે શુભેચ્છાઓ અને આશીર્વાદની ફૉર્માલીટીઝ પાછળ સમય અને સમ્પત્તીને આપણે વેડફતા રહીએ છીએ ?

એક સાવ સાચી ઘટનાની તમને વાત કરવી છે. એક બહુ સજ્જન જ્યોતીષી હતા. તેઓ ગોરપદુંય સંભાળે. વીધી–વીધાન અને ક્રીયાકાંડ–કર્મકાંડ બધું જાણે. જ્યોતીષશાસ્ત્રનોય ઉંડો અભ્યાસ. સૌને શુભ મુહુર્તો કાઢી આપે. હવે તેમની જ દીકરીના લગ્ન કરવાનાં હતાં. મુરતીયો પસંદ થઈ ગયો હતો. શુભ મુહુર્તો ગોઠવાઈ ગયાં હતાં. રંગેચંગે લગ્ન થયાં. આશીર્વાદો અને શુભેચ્છાઓ ભરપુર વરસ્યાં; પરન્તુ બન્યું એવું કે જ્યોતીષીની દીકરી માત્ર બે–અઢી વર્ષે જ વીધવા થઈ.

આજે તો તે જ્યોતીષી હવે રહ્યા નથી; પણ તેમની વીધવા દીકરી તેના સન્તાન સાથે આજેય જીવી રહી છે. શુભ મુહુર્ત અને આશીર્વાદ–શુભેચ્છાઓ જો ખરેખર ફળતાં હોય તો તે દીકરીને એવું ભરપુર સુખ મળ્યું હોત કે આપણને સૌને તેની ઈર્ષ્યા ઉપજી હોત. એને બદલે તેના પ્રત્યે કરુણા જાગે એવી તેની કરુણ દશા કેમ થઈ ? આવાં નક્કર પરીણામ જોયા પછી પણ આપણે ખોટી ફૉર્માલીટીઝ પાછળ કેમ લાંબા થયા કરીએ છીએ ?

સંસારનો કોઈ ડાહ્યો માણસ પોતાનો રસ્તો ખોટો જ છે એ જાણ્યા પછી આગળ ને આગળ ચાલ્યા કરે ખરો?

તમે કદાચ માર્ક કર્યું જ હશે કે કોઈ વીદ્યાર્થીને મહત્ત્વની એક્ઝામ આવી રહી હોય ત્યારે સ્વજનો–મીત્રો એને શુભેચ્છાઓ પાઠવવા ઉમટી પડે છે. કાં તો ફોન કરશે, કાં તો ઈ–મેલ કરશે. અરે યાર, જરાક તો વીચાર કરો : તેને એક્ઝામ આપવા જવાનું છે, તેણે તૈયારીઓ કરવાની છે. આવા તબક્કે જો આપણે તેને ડીસ્ટર્બ કરીએ તો આશીર્વાદ પોતે જ અભીશાપ બની જાય ! શુભેચ્છાઓ બદદુવાઓ બની જાય. તેને નીરાંતે તૈયારી કરવા દો. એકાગ્રતા અને ચોકસાઈથી તેને ભણવા દો. સારું રીઝલ્ટ આવે પછી અભીનન્દન આપવા જરુર જજો, પણ શુભેચ્છાઓને બહાને તેને અભ્યાસમાં ડીસ્ટર્બ કરવા ન જશો.

શુકન–અપશુકન, શુભ–અશુભ મુહુર્તો, સારાં–ખરાબ ચોઘડીયાં, શુભ–અશુભ દીવસો, આશીર્વાદ, શુભેચ્છા, અભીશાપ, બદદુવા, મુઠ મારવી, મેલી વીદ્યા કરવી, મન્ત્રતન્ત્રથી સીદ્ધીઓ મેળવી લેવી, કોઈ એક ખાસ દીવસે ખાસ દેવ–દેવીની પત્તર ઠોકવી – આ બધું કરવાથી કાંઈ જ વળતું નથી. બધું સાવ હમ્બગ છે. વાસ્તુશાસ્ત્રની વાહીયાત વાતો પાછળ ઘણા લોકો ખુવાર થઈ ચુક્યા છે. તે ભોટ–ડફોળ લોકોને એટલુંય ભાન નથી પડતું કે રસોડાનો દરવાજો જુદી દીશામાં કરવાથી રસોઈ સ્વાદીષ્ટ બનતી નથી. સંડાસ–બાથરુમની દીશા મહત્ત્વની નથી; કબજીયાત ન હોવી મહત્ત્વની છે. ફ્રીજ હોય એટલું ઈનફ છે; પછી એ ઘરના કયા ખુણામાં મુકેલું છે એની મહત્તા નથી. આપણી અનુકુળતા જ જોવાની હોય. વહેમ અને અન્ધશ્રદ્ધા તો અનલીમીટેડ કંપનીઓ છે. એના રવાડે ચડ્યા તો ફેંકાયા જ સમજો ! જે છે તેનો સન્તોષ માનો અને વધારે સુખ માટે પ્રામાણીક પુરુષાર્થ કરતા રહો. ફળ ન મળે તોય નીરાશ ન થાઓ. ગ્રહોનું તમે શું બગાડ્યું છે કે એ તમને નડવા આવે ? તમને નડવાથી ગ્રહોને વળી શો ફાયદો ? સ્વસ્થ–તટસ્થ રહો અને જે સંજોગો સહજ મળ્યા હોય એનો સ્વીકાર કરો. સુખી થશો જ.

 રોહીત શાહ

લેખકના બહુ જ લોકપ્રીય બનેલા પુસ્તક ‘આજ ફીર જીને કી તમન્ના હૈ’ (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001  પૃષ્ઠ: 8 + 136, મુલ્ય: રુપીયા 100/-)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’ના લેખક શ્રી. રોહીત શાહની કલમમાં કૌવત છે, ચીંતનમાં નાવીન્ય છે, રજુઆતમાં નીખાલસતા અને મર્દાનગી છે.. ‘દુધ–દહી’ બન્નેમાં પગ રાખી, ના નાસ્તીકો નારાજ થાય કે ના આસ્તીકો વીફરે તેવું મોઘમ લખનારા તો ઘણા છે. પણ સોય ઝાટકીને કોઈની પણ સાડાબારી રાખ્યા વીના એકદમ તર્કશુદ્ધ સત્ય લખનાર તો બહુ જ ઓછા છે.. તેઓની અત્યન્ત લોકપ્રીય કૉલમો મન્ડે-મન્થન, બુધવારની બલીહારી,ગુરુવારની ગુફ્તગો, ફ્રાઈડે-ફલક અને નોપ્રૉબ્લેમ (શનીવારે) સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં તેમ જ દેશ–વીદેશોનાં અનેક છાપાં–સામયીકોમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનાં નમુનેદાર 10 પુસ્તકો (1) ‘સજના સાથ નીભાના’ (2) ‘આજ ફીર જીને કી તમન્ના હૈ’ (3) ‘ટૅક – ઓફ’ (4) ‘મુઝ કો યારો માફ કરના’ (5) ‘દો કદમ તુમ ભી ચલો…’ (6) ‘હેલો, મૅડમ !’ (7) ‘Kids કૅર’ અને (8) ‘કેન્ડલ–લાઈટ ડીનર’ (9) ‘આ અબ લૌટ ચલેં’ (10) ‘લાઈક OR કૉમેન્ટ’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 ફોન: (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ: goorjar@yahoo.com થી પ્રગટ થયાં છે. એકી સાથે દસ પુસ્તકોની કીમત રુપીયા 1,000/- થાય છે પણ પ્રકાશકને ઉપરોક્ત સરનામે સમ્પર્ક કરવાથી આખો સમ્પુટ રુપીયા 800/-માં પ્રાપ્ત થઈ શકે એવી માહીતી મળી છે.

લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : 079-2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ....ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel Housing Co-Op. Housing Society, (Krishna Apartments, B Wing), Opp. Ayyappa Temple , Sector 12 E, Bonkode, KOPARKHAIRNE (west),  Navi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222  ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 27/09/2013

Aaj fir jine ke tamanna hai
Aaj fir jine ke tamanna hai

36 Comments

 1. “તમે કદાચ માર્ક કર્યું જ હશે કે કોઈ વીદ્યાર્થીને મહત્ત્વની એક્ઝામ આવી રહી હોય ત્યારે સ્વજનો–મીત્રો એને શુભેચ્છાઓ પાઠવવા ઉમટી પડે છે. કાં તો ફોન કરશે, કાં તો ઈ–મેલ કરશે. અરે યાર, જરાક તો વીચાર કરો : તેને એક્ઝામ આપવા જવાનું છે, તેણે તૈયારીઓ કરવાની છે. આવા તબક્કે જો આપણે તેને ડીસ્ટર્બ કરીએ તો આશીર્વાદ પોતે જ અભીશાપ બની જાય ! શુભેચ્છાઓ બદદુવાઓ બની જાય. તેને નીરાંતે તૈયારી કરવા દો. એકાગ્રતા અને ચોકસાઈથી તેને ભણવા દો. સારું રીઝલ્ટ આવે પછી અભીનન્દન આપવા જરુર જજો, પણ શુભેચ્છાઓને બહાને તેને અભ્યાસમાં ડીસ્ટર્બ કરવા ન જશો.”
  આવું આપણે ત્યાં ચાલે છે એનાથી હું તો સાવ અજાણ છું – વર્ષોથી પરદેશમાં હોવાને કારણે. બાકી લેખ વાંચતાં શરુઆતમાં મને થયું કે કોઈને માટે સારું ઈચ્છવું એમાં શું ટીકા કરવાની હોય! પણ જો પરીક્ષા સમયે પણ આવું ચાલતું હોય તો આ પ્રકારના આપણા લોકોને શું કહેવું? એવા લોકો “મુર્ખતાની હદ વટાવે છે.” એથી વીશેષ પણ કહી શકાય.

  Like

 2. રોહિત શાહની ‘રોકડી’ વાતમ ગમી,આવું રોકડું ‘પરખાવતા’ લેખકોને શાબાશીથી નવાજતા રહેવું જોઈએ,તેમને આવું લખવા માટે કઈ ‘લાંચ,રુશ્વત’ની જરૂર નથી, ખેલદિલથી મફત ‘લખી’ બધાને મોજ કરાવે છે,આ બધું વાંચકોને ‘લટકા’માં મળે છે,

  આપણા સમાજમાં જે અંધશ્રદ્ધાનો જે ‘વાયુ’ ચાલે છે તે માટે,દૈનિકો,સમાચારપત્રો,માસિકો પણ ભાગીદાર છે એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી,તમેજ નિર્ણય કરો કે આ બધાં દૈનિકો,તેની પૂર્તિઓ, સાપ્તાહિકો ને માસિકોમાં ધર્મના નામે કેટલાય ‘અંધશ્રધ્ધા’ ઉત્તેજન આપતું બેફામ સાહિત્ય પીરસાતું રહેતું હોય્ છે,વળી એકજ વાર્તાની ફેરફાર કરીને તેની રજૂઆત કરવાની અને લોકોમાં વહેમ ફેલાવી આપતું સાહિત્ય પારાવાર લખાતું હોય છે,ધાર્મિક દરેક વારતહેવારે આવા લેખો અને લખાણ પણ લોકો આનંદ વિભોરથી વાંચી જાણે ‘બુદ્ધિ/અક્કલ’ને ગીરવી રાખી મૂકી હોય તેમ માની પણ લે છે!!
  આ અહીં કોઈ નવી ટીકા ટીપ્પણી નથી લખી. અખા ભગતે સાચું લખ્યું છે ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન,અખા તોયે નાં આવ્યું જ્ઞાન’ ,સમાજમાં જ્યાં સુધી સુ-શિક્ષણ નહિ ફેલાય ત્યાં સુધી આવા રોદડા આપણે રોયા રાખવા પડશે,મતલબ કે પોકારો પાડવા પડશે.

  Like

 3. અખંડ સૌભાગ્યવતીનો સીઘો અર્થ…..‘.તું તારા પતિ કરતાં પહેલી મરજે.‘
  મનુનાં ચેલાંઓ આ વાતોને ઘાર્મિક કે પછી વૈદિક આચાર વિચારના કાયદા માનીને સ્ત્રીઓને ઉલ્લુ બનાવે છે. આજે ૨૧મી સદીમાં જાગેલો હિંદુ માને છે કે, મનુસંહિતા જ પાપનું મૂળ છે. પુરુષપ્રઘાન મનુસંહિતાઅે, ચાર વર્ણો પાડયા, જેમાં બ્રાહ્મણને સુપ્રિમ લેખ્યા છે., સ્ત્રીઓની પરાવલંબિતા, અને શુદ્રોને માટે અસહ્ય સજાઓના કાયદાઓ અને બીજા કાયદાઓ જે સમાજમાં ખૂલ્લામાં ચર્ચી શકાય તેમ નથી તે બનાવીને હિંદુ ઘર્મમાં અરાજકતા ફેલાવી દીઘી હતી અને તે આજે પણ કઇંક અંશે વહેવારમાં છે. આજના હિંદુઓ તો મનુના પૂત્રો અને પૂત્રીઓ છે.
  અંઘશ્રઘ્ઘા પણ મનુની સંહિતાના ફળો છે.

  Like

 4. વહેમ અને અન્ધશ્રદ્ધા તો અનલીમીટેડ કંપનીઓ છે. એના રવાડે ચડ્યા તો ફેંકાયા જ સમજો ! Interesting Article. As I have quoted my Mama before ” Chauth, Chaudash, ane Nem, Uta tem na tem”. Nothing will effect nor change in life until one visualize internally themselves, and then follow their instinct. Vastusaastra is not for having svadist rasoi or any fictional happiness. Driving positive energy in your home does effect your mind and will drive you to better success. Again, one has to define themselves inside them. Sitting in complete darkness and hoping for ‘free’ blessing will not take you any where in life.

  Like

  1. Can you please educate us about what is “positive energy” and by inference, what “negative energy” is? Also Please clarify how a direction of a door affects it?

   Like

   1. મુરબ્બી મુરજીભાઈના આ પોજીટીવ અને નેગેટીવમાં હું જણાવું કે આપની નજર ટુંકી છે કે લાંબી એના ઉપર આધાર રાખે છે.

    ચશ્માની ફ્રેમ ગમે એટલી સુંદર હોય પણ ચશ્માના ગ્લાસ કે કાચ બરોબર હોવા જોઈએ જેથી ટુંકી કે લાંબી દ્દષ્ટી જોવામાં મદદ કરે.

    એ સિવાય કાચ કે ગ્લાસ માંથી બરોબર દેખાવું જોઇએ અને રજકણ કે ડાઘ કે ડાઘા હોય તો કપડા કે એવી કોઈ રીતથી સાફ કરવા જોઇએ.

    કાચ કે ગ્લાસ સાફ ન હોય તો સામેનું બધું ધુંધળું દેખાવાનું અને આપણે દોષ આપીશું ચશ્માના ગ્લાસને.

    Like

   2. પોઝીટીવ એનર્જીના નામે બહુ બધા તુત ચાલે છે વાસ્તુશાસ્ત્ર એમાંનું એક છે.

    Like

 5. અંધશ્રધ્ધા, જ્યોતિષ, મંત્ર-તંત્ર અને બ્રાહ્મણો દ્વારા કર્મકાંડો વગેરે નિરર્થક છે એ સીધી સાદી વાત, જેમણે રેશનાલિસ્ટનું લેબલ લગાવ્યું હોય તેઓ પણ જાણતા જ હોય છે. ખોટું છે એમ માનતા હોવા છતાં વ્ય્વહારમાં કંઈક અંશે અપનાવતા જ હોય છે. એમાં શ્રી રોહિતભાઈએ નવો ક્રાંતીકારી સંદેશ આપ્યો નથી.
  આશીર્વાદ અને શુભેચ્છાઓની અભિવ્યક્તિ એક યા અન્ય રીતે વિશ્વવ્યાપી છે. દરેક ધર્મ અને સંસ્કૃતિમા વણાયલી છે. હવે શ્રી રોહિતભાઈ માટે લોલીપોપ હોય પણ બીજાના મોંમાં એ લોલીપોપ મીઠાશ જરૂર પ્રસરાવે છે. શક્ય છે કે માનસિક રીતે કોઈને માટે લોલીપોપ જેવા આશીષ અને શુભેચ્છાના શબ્દો ડાયાબેટિક હોય.
  જો શુભેચ્છા આનંદની લાગણી ન જન્માવતી હોય તો જ્યારે તમારા મોં સામે કોઈ માં-બહેન સમી પણ કર્તવ્યના ભાન વગર શાબ્દિક ગાળ બોલતો હોય તો બુધ્ધની જેમ રૂવાંટા પણ ઉભા ન થવા જોઈએ. શબ્દો ભલે કલ્યાણ ન કરે કે શ્રાપ નુકસાન ન કરે તોયે સંભળનારના ચેતાતંત્રને સંવેદીત તો કરે જ કરે. તો શાબ્દિક લોલીપોપ આપવા લેંવામાં કૃપણતા શા માટે?
  હું અખંડ સૌભાગ્યની વાત સાથે સંપૂર્ રીતે સહમત છું. મારી નવલકથા “શ્વેતા”માં લખ્યું છે….

  ‘થોડી મહિલા વર્ગની રીતો શરૂ થઈ. નવવધૂના કાનમાં “અખંડ સૌભાગ્યવતી”ની શુભેચ્છાની શરૂઆત થતી હતી. આદિત્યએ એ રીત અટકાવી દીધી. એણે કહ્યું; બહેનો, માતાજીઓ અજાણપણે તમે પતિ કરતાં નાની ઉમ્મરની નવવધૂને વહેલી મરવાનો શ્રાપ આપી રહ્યા છો. જમાનો બદલાયો છે. કાનમાં નહીં પણ મોટેથી અમને બન્નેને સુખદ દાંપ્ત્ય સાથેના દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપો. “શ્વેતા- પાન-૨૦૨.

  Like

 6. વહેમ અને અન્ધશ્રદ્ધા તો અનલીમીટેડ કંપનીઓ છે. એના રવાડે ચડ્યા તો ફેંકાયા જ સમજો ! જે છે તેનો સન્તોષ માનો અને વધારે સુખ માટે પ્રામાણીક પુરુષાર્થ કરતા રહો. ફળ ન મળે તોય નીરાશ ન થાઓ. ગ્રહોનું તમે શું બગાડ્યું છે કે એ તમને નડવા આવે ?

  રોહિતભાઈની આ વાત તદ્દન સાચી છે . .

  Like

 7. FROM Bill Patel at 12:53 AM

  Rohit bhai,

  Very good artical Govind bhai posted by you.
  I am 51 year old and live in Atlanta USA , left India in 1979 , coming to term with lots of stuff.
  all this wish business is like you say has it’s Place ut can also create false formality .
  by no mean you are mean saying what you saying , i am not English writer but your artical has a new message.
  goivnd bhai also choose lots of good current situation based artical, not yesterday’s ( like over 3000 years) concepts, it had it’s place but now time has changed and we are in true need for some of this kind awareness.
  at age 32 in year 1994 i came to term with my drinking problem, Morari bapu’s katha has helped me, though i listen to katha very regularly,. but since 1998 i go to Alcoholic anonymous meetings in atlanta area on regular basis.
  Katha listening has also help me come to term with other stuff as well.but so many way our communities are suffering from so many unnecessary ritual, we are now addressing some of this stuff via artical like this.
  Same is also need to address for false respect and praises . old writers and new writers or poets have a this at unhealthy level.
  Very good points by example of chew gum and blank chequ plus daughter of that jyotish as well.

  Bill Patel
  678-613-6232

  Like

 8. દર શુક્રવારે નવો લેખ. મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી….ગોવીન્દ મારુ..

  રસોડાનો દરવાજો અને સંડાસ–બાથરુમની દીશા….વાહ રોહીતભાઈ વાહ….

  Like

 9. such blessings,irrespective of resulting in effective manner,depends on the person transmitting and the person receiving such Ashirvads. comparing such feelings with material lolipops is not only absurd but silly.

  Like

 10. આશીર્વાદ અને શાપ એ બીજી વ્યક્તીની ઈચ્છા છે અને જેમ દરેક ઈચ્છા ફળીભુત થાય જ તેની ખાત્રી ન હોય તેમ આશીર્વાદ કે શાપ પણ ફળીભુત થશે જ તેમ માનવું ભુલભરેલું છે. હકીકતમાં કાર્યની સફળતા કે નીશ્ફળતામાં તેનો કોઈ ફાળો હોતો નથી.
  વીક્રમ દલાલ
  અમદાવાદ

  Like

 11. message is good; however, when we look at our Asian culture, we hesitate to express our wishes – અંતરના આશિર્વાદ. And while agreeing with Vikrambhai, હકીકતમાં કાર્યની સફળતા કે નીશ્ફળતામાં તેનો કોઈ ફાળો હોતો નથી.

  – Suresh Shah, Singapore

  Like

 12. The author has combined several points here that puzzles me. Abhivyakti writers’ views are well known about superstitions, hence no need to say more on that.

  I am not happy about putting “આશીર્વાદ” along with “શુભેચ્છા & અભીનન્દન”. I detect little arrogance in “આશીર્વાદ” as the one doing so is putting himself on a higher pedestal. I do not do that to anyone.

  On the other hand, If we meet an old friend on a street and during exchanges of few words he says, “I am going on a vacation with a family”. What do we say to him? Not saying a word would be rude. We could say “have fun” or have a nice trip. It is similar to શુભેચ્છા.

  Similarly, a neighbor’s son comes to our place with box of sweets and says, “Uncle, I passed my 12th exam with good marks” what would be our response to him?. Great, congratulation. These words are nothing more than a good etiquette, manners.

  During attending a wedding, whatever words we use to bride/groom are nothing more than greeting them. Very innocent.

  Going to someone’s place specifically only for શુભેચ્છા or અભીનન્દન is a totally different matter. In such cases, time of the day, level of our relationship with the family in question etc. play important role. Words used are secondary in such case, in my opinion.

  Like

 13. Aa to badha paisa kmavana dhandha che, ghanu kharu to gapp jevuj lage che. Je bholo bapdo hoy e khissa khali kre, baki sachi drashti ane inner journey to aapnne sachi samjdari aape che, mukt kare che, aakhi duniya aapnij che, jivano sntosh prapt thay che.

  Like

 14. કોઈને શુભેચ્છા આપવામાં મને તો કઈં વાંધો નથી લાગતો.હું કોઈને શુભેચ્છા આપું છું ત્યારે મને ખબર છે કે મારી શુભેચ્છાથી કઈં થવાનું નથી.તેમ છતાં એમાં કઈં ખોટું શું છે? કોઈ પ્રત્યે સારી ભાવના વ્યક્ત કરવામાં તો કદી તકલીફ ન થવી જોઇએ. એ જ રીતે કોઈ નાની વયનો છોકરો મને પ્રણામ કરે તો એમાં શું વાંધો? પ્રણામ ન કરે તેમાં તો મને વાંધો જ નથી, પણ હું કોઈની ભાવના વ્યક્ત કરવાની રીતને પણ સાંખી ન શકું એ તો મારી અસહિષ્ણુતા છે. હું એને આશીર્વાદ આપું એ પણ શુભેચ્છા જ છે!

  એમ તો કોઈને ‘આવો-આવો’, વેલકમ, આવજો, બાય એમ કહેવું એ પણ ખોટું ગણાશે.

  દિવાળીની શુભ કામનાઓ, મેરી ક્રિસમસ, ઇદ મુબારક, હૅપી ન્યૂ ઇયર વગેરે બોલીએ છીએ એ બાબતમાં પણ લેખકે કઈં કહ્યું હોત તો સારું થયું હોત.

  રૅશનાલિઝમને નામે જે કઈં હાથે ચડે તેને ઝાટકી નાખવાનું સાચું નથી.

  Like

 15. આશીર્વાદ અને શુભેચ્છાઓની અભિવ્યક્તિ એક યા અન્ય રીતે વિશ્વવ્યાપી છે. દરેક ધર્મ અને સંસ્કૃતિમા વણાયલી છે. હવે શ્રી રોહિતભાઈ માટે લોલીપોપ હોય પણ બીજાના મોંમાં એ લોલીપોપ મીઠાશ જરૂર પ્રસરાવે છે. શક્ય છે કે માનસિક રીતે કોઈને માટે લોલીપોપ જેવા આશીષ અને શુભેચ્છાના શબ્દો ડાયાબેટિક હોય.

  જો “શુભેચ્છા” આનંદની લાગણી ન જન્માવતી હોય તો જ્યારે તમારા મોં સામે કોઈ માં-બહેન સમી પણ કર્તવ્યના ભાન વગર શાબ્દિક ગાળ બોલતો હોય તો બુધ્ધની જેમ રૂવાંટા પણ ઉભા ન થવા જોઈએ. શબ્દો ભલે કલ્યાણ ન કરે કે શ્રાપ નુકસાન ન કરે તોયે સંભળનારના ચેતાતંત્રને સંવેદીત તો કરે જ કરે. તો શાબ્દિક લોલીપોપ આપવા લેંવામાં કૃપણતા શા માટે?

  રૅશનાલિઝમને નામે જે કઈં હાથે ચડે તેને ઝાટકી નાખવાનું સાચું નથી.

  કોઈ વાત નુકસાન ન કરતી હોય પણ આપણને ન ગમતી હોય તો પણ વિરોધ પક્ષની જેમ “વિરોધ” ઠોકી” નાંખવો, એ પણ કાંઈ સારી કે યોગ્ય વાત નથી. અંગ્રેજીમાં “આશિર્વાદ” શબ્દ નથી એટલે તે શબ્દનો વિરોધ કરવો, એ લખનારના સોચ વિચાર વિષે પણ વિચાર કરવા જેવું છે. “શુભેચ્છા” શબ્દ તો સારા કામના પ્રસંગે અનેક જગ્યાએ વપરાય છે, એમાં ખરાબ ક્યાં આવ્યું….?????

  Like

 16. What is the other words can we use for best wishes and best blessings? Everyone got different point of view in mind before do that.
  If you think it’s lolypop then can you kindly pease send me the other words. We just give ashirwad heartly to anyone for their bright future but after that all depend on their last life karmas. Whatever happen after is their Udaypur Karmano Hissab. That what I believe.
  Thank you, sorry if I have hurt you Rohitbhai.
  Jay Shree Krishna.

  Like

 17. તદ્દન સાચી વાતો લખી છે.પણ અંધશ્રદ્ધામાં માનનારના કોઠે ઉતરવાની નથી.

  Like

 18. What is wrong in wishing good luck or giving blessings ? Of course we should not disturb the student when he is preparing for his exams.
  One observation —–it seems that the person who thinks that he is “rationalist ” does not forget to write “rationalist” before writing his name.

  Like

 19. Govind bhai ashirvad levavala karata ashirvad apava vala ne pahela puri ashirvad na arth ni patrata hovi jaruri chhe

  Like

 20. प्रस्तुत लेखमां लेखके साची वात वर्णवी छे।जो खेतर साफ होय तो ज पाक सारो थाय ते ज प्रमाणे पात्रता होय तो ज अाशीर्वाद अने शुभेच्छा फळे बाकी बीजीबधी वात नकामी छे।

  Like

   1. Perfect comment that only with our inner peace and purity, we become quolified for benefit due to blessings. And we rae at peace and pure enough, we don’t need any blessing from any one, not even from God, as that peace and purity itself are sufficient enough to live life fully.

    Like

 21. આશિર્વાદ આપનારની શુઘ્ઘિ…..?????ની વાતો કરી.

  ખેતર સાફ હોય તો જ પાક સારો ઉતરે.

  ખેતર સારાં પવિત્ર ખાતર વાળું હોવું અતિ જરુરી હોય છે.

  ચાલો, આપણે સૌ પોતાની જાતને પૂછીયે….કે શું હું પોતે આશિર્વાદ આપવાની યોગ્યતા ઘરાવું છું.? સાચો જવાબ જ કામ લાગે. પોતાની જાતને છેતરીને આવી યોગ્યતા પ્રાપ્ત ના કરિયે……ઇશુ ખ્રિસ્તે પૂછેલો પ્રશ્ન પોતાની જાતને પૂછીયે….કે…..જેણે પાપ કર્યુ ના અેકે તે પહેલો પથ્થર ફેંકે.

  શું તમારો નંબર લાગશે???????? મારો તો નથી જ.

  આશિર્વાદ શાપ ના બની જાય તેનો ખ્યાલ પહેલાં રાખવો. અને પસ્તાવાનો સમય ના
  આવે તેનો ખ્યાલ રાખવો.

  હું પોતે આ યોગ્યતા ઘરાવતો નથી. હું ચોખ્ખુ, સાફ ખેતર નથી.

  Like

  1. I replied to this in my earlier comment. I repeat it here.

   “I am not happy about putting “આશીર્વાદ” along with “શુભેચ્છા & અભીનન્દન”. I detect little arrogance in “આશીર્વાદ” as the one doing so is putting himself on a higher pedestal. I do not do that to anyone.”

   I do wish people well and also congratulate them on appropriate occasion.

   Like

 22. મિત્રો,
  મને થયું કે મારે સ્વામી સચ્ચિદાનંદની આ વાત આપ સૌ સાથે વહેંચીને સમજવી જોઇઅે. પુસ્તકનું નામ છે….ચીન – મારી નજરે. ( ૨૦૦૧ ). પ્રસ્તાવનામાંથી….બીજો પેરેગ્રાફ…..
  ‘ હું જ્યારે કોઇ ભૂભાગની યાત્રા કરંછું ત્યારે તેને જોવા–જાણવા સમજવાનો પ્રયત્ન કરુ. છું. ભારત અને ભારતના પ્રશ્નો કેમ અને ક્યાં અટવાયા છે અને શું કરીયે તો તેનો ઉકેલ આવે તેની શોઘ મારા મનમાં રહે છે. હું ઘાર્મિક ક્ષેત્રનો માણસ હોવા છતાં ક્રમે ક્રમે તેમાંથી દૂર થતો ગયો છું. કારણ કે મને સ્પષ્ટ લાગ્યું છે કે ભારતના પ્રશ્નોમાં મોટા ભાગના પ્રશ્નો ઘર્મો યા સંપ્રદયોમાંથી ઉભા થયેલા છે. ખાસ કરીને ગરીબાઇ, વિભાજન, કલહ, અસુરક્ષા, કાયરતા, અંઘશ્રઘ્ઘા, અકરમણયતા આવા બઘા અનેક પ્રશ્નો ઘરમોમાંથી ઉભા થયા છે. અેટલે પ્રજાને વઘુ ઘાર્મિક બનાવવાથી આ પ્રશ્નો વઘુ મોટા થતા જવાના છે. પણ ગુરુલોકો આવું જ કરી રહ્યા છે. ઘર્મ – સંસ્કૃતિ અને અઘ્યાત્મના નામે હજારો લોકો આ જ કામ કરી રહ્યા છે. અને પ્રશ્નોને વઘુ વિકટ અને વિકરાળ બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. પાયાની ભૂલ પરલોક છે.મારી દૃષ્ટિઅે આવો કોઇ લોક જ નથી. ખરો લોક આ પૃથ્વિ છે અને તેના પ્રશ્નો જ ખરા પ્રશ્નો છે. તેનો ઉકેલ અે જ ખરી સાઘના છે. આ સાઘના પડતી મૂકીને પેલી પરલોકવાળી સાઘના કરવી તે પાણી વલોવીને માખણ કાઢવા જેવી વાત છે. ‘
  તો ચાલો વિચારીયે…..

  Like

  1. @ : Hazari Amrut M. : મને સ્પષ્ટ લાગ્યું છે કે ભારતના પ્રશ્નોમાં મોટા ભાગના પ્રશ્નો ઘર્મો યા સંપ્રદયોમાંથી ઉભા થયેલા છે. સ્વામી સચ્ચીનાનંદ.

   મુર્તી પુજાની બોલાબોલે ઈશ્લામનો જન્મ આપ્યો. કોણ સ્વીકારશે? બુદ્ધની બામયાન પત્થર મુર્તીઓ સામે તોપનું નાળચું લગાવવામાં આવ્યું. મુંબઈ નજીક એલીફન્ટાની ગુફાઓ છે એમાં લગભગ બધી મુર્તીઓ ખંડીત છે? તોપના ગોળાથી તુટેલી છે.

   Like

 23. પ્રિય રોહિતભાઈ શાહ
  તમારા લેખો સમજવા જેવા હોય છે તમને અને તમારા લેખો રજુ કરનાર શ્રી ગોવિંદ મારૂને હું આશીર્વાદ અને શુભેચ્છા પાઠવું છું ભલે એ છેતરામના શબ્દો રહ્યા પણ મને આપવાનું ગમ્યું છે।

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s