–‘અજ્ઞાત’
‘કુક્કુટ દેવે સારી તન્દુરસ્તીની આગાહી કરી છે.’
‘કુક્કુટ દેવે સારી ફસલની આગાહી કરી છે.’
નાગ પ્રદેશમાં આવી ચર્ચા અનેકવાર થાય છે. કુક્કુટ દેવતા એટલે કે મરઘો. જમણો પગ આગળ રાખે તો તેનો અર્થ સારી તન્દુરસ્તી રહેશે. કુક્કુટ દેવતાનો ડાબો પગ આગળ રહે તો સારી ફસલ થાય. પણ ક્યારે ? કુક્કુટ દેવનું ગળું ઘોંટાઈ ગયું હોય ત્યારે ! નાગ પ્રદેશમાં સફેદ પીંછાવાળા મરઘાને કે ટપકાંટપકાંવાળા મરઘાને પસન્દ કરવામાં નથી આવતા. ચોક્કસ રંગના મરઘાને જ મરવા માટે ‘સદનસીબ’ મળે છે.
દેશમાં સર્વત્ર વ્યાપ્ત અન્ધશ્રદ્ધા છે તેમાંની આ એક છે.
ઝારખંડમાં મોટા પેટવાળાં બાળકોને પેટ પર અને આજુબાજુ ડામ દઈ તેની અન્દરના ‘કીડા મારવા’માં આવે છે.
બીહાર, છત્તીસગઢ, ઓરીસ્સા, ગુજરાતની માતાજીનાં કેટલાંક થાનકો વગેરેમાં – ખાસ કરીને નવરાત્રીમાં અને કાળીચૌદસે, વળગાડ વળગેલા અને ધુણતા લોકોનો મેળો જામે છે.
મીઝોરમમાં ખ્રીસ્તી ધર્મનો ઝીરો ક્રીશ્ચીયાનીટી સમ્પ્રદાય છે. ત્યાં મા–બાપ બાળકોને શાળાએ મોકલતાં નથી. કારણ કે બાળક ભણવા જાય તો તેને શેતાન વળગે અને સ્વર્ગમાં જવા માટે અવરોધરુપ બને એવું તેઓ માને છે.
કર્ણાટકના કેટલાક ભાગમાં મન્દીરની ટોચેથી બાળકને નીચે ફેંકવામાં આવે છે. તો ક્યાંક સુર્યગ્રહણ થાય ત્યારે મન્દબુદ્ધીનાં બાળકોને ગરદન સુધી જમીનમાં ઉભા દાટવામાં આવે છે. ચામરાજ નગરના એક સ્થળે એક મન્દીરમાં કોઈ મુખ્ય પ્રધાન તેના દર્શન કરવા જતો નથી. કારણ કે ત્રણ મુખ્ય પ્રધાનો દર્શન કરવા જતાં મુખ્ય પ્રધાનની ગાદી પરથી ગબડી પડ્યા છે !
ડાકણ ગણાવી સ્ત્રીઓને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવ દેશના લગભગ દરેક સ્થળે બને છે.
અન્ધશ્રદ્ધાના આ ઘુઘવાતા મહાસાગરને પાર કરવા નીકળેલા કેટલાક સાહસવીરોમાં (સ્વ.) ડૉ. નરેન્દ્ર દાભોળકર પણ હતા, જેમને અન્ધશ્રદ્ધાના સ્થાપીત હીતોનું વમળ હાલમાં જ ભરખી ગયું. અન્ધશ્રદ્ધાના મહાસાગરને ઉલેચવા શરુઆતથી જ બુદ્ધીવાદીઓ મેદાને પડ્યા છે અને કદાચ માનવજાત જેટલો જ જુનો આ સંઘર્ષ હોઈ શકે; છતાં માનવજાતને હમ્મેશાં એ મુંઝવણ રહી છે કે શું પસંદ કરવું : ચમત્કાર કે બુદ્ધી ?!
અન્ધશ્રદ્ધાના મહાસાગરના જળચરોમાં માત્ર કમઅક્ક્લ લોકો નથી, સ્વાર્થી અને લેભાગુ તત્ત્વો સક્રીય છે. તો બીજી તરફ બુદ્ધીવાદીઓ, હ્યુમેનીસ્ટો અને રૅશનાલીસ્ટો (વીવેકબુદ્ધીવાદીઓ) વગેરે અનેક નામ હેઠળ સક્રીય સમાજનો એક જાગૃત વર્ગ ચીસો પાડી પાડીને કહે છે કે : ‘ભગવાન નથી અને ભુત પણ નથી; તો એના ચક્કરમાં શા માટે પડો છો ?’ અન્ધશ્રદ્ધાના ઉપાસકોને અને તેમને વશમાં રાખવા માંગતાં તત્ત્વોના કાનમાં આ શબ્દો સાંભળી સીસું રેડાય છે.
21મી સદીમાં આ હાલત છે કે દેશના એક સૌથી જાગૃત શહેર પુનામાં ડૉ. નરેન્દ્ર દાભોળકર જેવા બુદ્ધીવાદીની હત્યા થાય ! સમગ્ર દેશ અને દુનીયામાં સજ્જનોને ભેગા થતાં વાર લાગે છે; પણ દુર્જનોનાં ટોળેટોળાં જામવામાં બીલકુલ વાર નથી લાગતી.
અન્ધશ્રદ્ધાળુઓને લુંટવા સ્વાર્થી અને દુષ્ટ તત્ત્વો હમ્મેશાં તૈયાર હોય છે. પછી તે ભુવો હોય કે કોઈ પણ ધર્મનો આંચળો ઓઢી ફરતો ભુવા–ભગત બાવો હોય.
રાજાશાહીમાં રાજાને છકી જતા રોકવાને બદલે ધર્મગુરુઓ પોતાના મદદનીશોની મદદથી હાથચાલાકીના ખેલ કરી રાજાને ‘દૈવી શક્તી’નો ‘સાક્ષાત્કાર’ કરાવતા હતા. આ ધર્મગુરુઓના વંશજો જાદુગર થયા અને ધર્મગુરુઓના મદદનીશના વંશજો મદારી થયા એમ વીશ્વવીખ્યાત જાદુગર શ્રી. કે. લાલે એક મુલાકાતમાં કહ્યું હતું.
આજે પણ જાદુના પ્રયોગો કરનાર સ્પષ્ટપણે કહે છે કે અમે કોઈ જાદુ–ચમત્કાર કરતા નથી; પણ આ હાથચાલાકીના ખેલ છે. મદદનીશોના વંશજો બધા મદારી થયા હોય કે નહીં તે ખબર નથી; પણ હાથચાલાકીના પ્રયોગો શીખી ભક્તોને ધુતવા નીકળેલા બાવાઓની જમાત આખા દેશમાં ઉતરી પડી છે.
ધર્મની દૃષ્ટીએ ચમત્કાર ગણાયેલી ઘણી ઘટનાનાં મુળ વીજ્ઞાનમાંથી નીકળ્યાં છે. હકીકત એ છે કે વીજ્ઞાનના નીયમ વીરુદ્ધ કશું બનતું નથી. જે બનતું દેખાય છે કે દેખાડવાની ચાલાકી કરવામાં આવે છે તેમાં વીજ્ઞાન જ હોય છે. તે પારખવાની બુદ્ધીશક્તી હજી આપણામાં નહીં વીકસી હોય એવું બને.
‘ભગવાન છે કે નહીં’ એ સનાતન વીવાદનો વીષય છે અને હોય તો ભલે હોય અને તેના નામે સદ્ ગુણ કેળવવાનો નીર્ધાર માનવી કરે તો તે સાચા અર્થમાં ધર્મ બને; પણ સદ્ ગુણ અને સદાચાર કેળવવાના માર્ગના નામે દુરાચર થતો હોય તો ?
સન્ત દરેક સમાજમાં પુજ્ય છે અને હોવા જોઈએ; કારણ કે તેઓ અનુયાયીઓને સારા માર્ગે ચાલવાની સલાહ આપે છે. પણ એ સલાહ કેટલી અસરકારક રહે છે તેયે જોવું રહ્યું. પણ તે અસરકારક જણાતી નથી. તે અસરકારક બને પણ ક્યાંથી ? સન્તનો ગણવેશ પહેરી દુરાચાર કરનારાને, ભક્તોની અન્ધશ્રદ્ધાને કારણે છુટોદોર મળતો હોય તો ? દરેક દુરાચારી ‘સન્ત’ના નામે પોતાની પ્રવૃત્ત્તી ચાલુ રાખવા હીંસાને પ્રોત્સાહન આપે છે. અને કમનસીબી એ છે કે સરકાર પણ છેક સુધી દુરાચારીઓની શેહમાં આવી સક્રીય થતા ખંચકાય છે અને અન્ધશ્રદ્ધાળુઓની વહુ, બેટી, બેટાઓનો ભોગ લેવાય છે.
પ્રાચીન ગુરુ–શીષ્ય પ્રથામાં શીષ્ય પ્રશ્ન પુછે તે બાબતને ગુરુ આવકારતા હતા. પણ હવે ? ગુરુને છુપાવવા જેવું ઘણું હોઈ, પ્રશ્ન ઉઠાવનાર શીષ્યો કે અન્યોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે.
શીક્ષણથી અન્ધશ્રદ્ધા દુર થવી જોઈએ; પણ શીક્ષીતો પોતે અન્ધશ્રદ્ધાળુ હોય તેવી ઘટનાઓ ઘણીવાર જોવા મળે છે. દુરુપયોગ થઈ શકે તેવી શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા બની જાય છે. નહીં તો વાસનાભુખ્યા વરુ સામે પોતાની દીકરીને કોઈ મોકલે ?
મનુષ્યની ઉત્પત્ત્તી પહેલાથી જ વીજ્ઞાન અસ્તીત્વમાં છે. અન્ધશ્રદ્ધા માનવીની ઉત્પત્તીકાળથી અસ્તીત્વમાં છે. વીજ્ઞાનને પ્રચારકો નથી જોઈતા. જ્યારે અન્ધશ્રદ્ધાને પ્રચારકો જોઈએ છે; કારણ કે તેમાં ધન્ધો ભળેલો છે. અન્ધશ્રદ્ધાની ઘણી બાબતો હવે આધુનીક વીજ્ઞાનની મદદથી સમજાય છે. પણ સદીઓથી જામેલા અન્ધશ્રદ્ધાના થરને દુર કરવા માટે, વીજ્ઞાનનો સહારો લઈને માણસે પોતે બૌદ્ધીક બનવું પડશે. જેથી 21મી સદીમાં પણ મનુષ્ય અન્ધશ્રદ્ધાના સોદાગરોના હાથે રહેંસાય નહીં. અન્ધશ્રદ્ધાના રાક્ષસો સામેનું યુદ્ધ લાંબું ચાલે તો ય જીતી નહીં શકાય એવું તો નથી જ, ખાસ કરીને આજના વીજ્ઞાન યુગમાં !
–‘અજ્ઞાત’
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી ‘અજ્ઞાત’ એવા કોઈ લેખકની કટાર ‘આરપાર’ પ્રગટ થતી રહે છે. તેમાં સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ, ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
(તા. ૨૩મીએ આ લેખ પ્રગટ થયો અને તા. ૨૮મીએ તેના અનુસન્ધાને એક ‘ચર્ચાપત્ર’ પ્રગટ થયો તે પણ આ સાથે નીચે છે..)
કેટલું કપરું છે ?
–જશવન્ત મહેતા
‘આરપાર’માં ‘અન્ધશ્રદ્ધાના રાક્ષસો સામેનું યુદ્ધ’ લેખ વાંચ્યો.. આજથી દોઢસો વર્ષ પહેલાં આપણા સુરતના બે નરવીરો નર્મદ અને દુર્ગારામ મહેતાજી ઘુમી ઘુમીને લોકોને કહેતા હતા કે : ‘ભુત–ડાકણ, વહેમ–જવન બધાં મનના વહેમો છે અને ડાહ્યા–સમજુ લોકોએ એમાં ફસાવાની જરુર નથી.’ આ બન્ને નરબંકાઓએ જો ભુત હોય તો પ્રત્યક્ષ જોવાનું અને જેમણે જોયા હોય તેમણે તે બતાવવાનું આહ્વાન પણ ફેંકેલું. ‘ભલભલા ભુવાઓની ભુતપ્રેતની વાત ગપગોળા છે’ એમ આજથી દોઢસો વર્ષ પહેલાં સાબીત કરેલું. ત્યારે તો માનવી અવકાશમાં પહોંચ્યો નહોતો. નર્મદ અને દુર્ગારામ જેવાના જમાનામાં હજી આધુનીક કેળવણીનો પ્રારંભ હતો. વૈજ્ઞાનીક દૃષ્ટી નવી મળી હતી અને સમગ્ર સમાજ પછાત હતો. એ અરસામાં આ વીરપુરુષોએ વહેમ–જવન–ભુતપ્રેત–અંધશ્રદ્ધાને માટે ભુવાઓ સામે એકલપંડે ઝુંબેશ ઉપાડી. એ પછીનાં દોઢસો વર્ષે વીજ્ઞાને અવકાશ તાગ્યું છે. કમ્પ્યુટર–નેટવર્ક–ઈન્ટરનેટના જમાનામાં અન્ધશ્રદ્ધા નવા રુપે આજે પણ દેખાય છે. આ વીપરીત ગતીને ખાળવા અનેક બૌદ્ધીક મંડળો–સત્યશોધક મંડળો, વીજ્ઞાન મંડળો અસ્તીત્વમાં આવ્યાં છતાં, આ અન્ધશ્રદ્ધાના રાક્ષસને આપણે પરાસ્ત કરી શક્યા નથી. આજે પણ ભુત–પ્રેતની યોની છે, તેના પ્રકારો છે, આકારો છે અને જાણે બધું પોતે નજરે જોયું હોય એમ છાતી પર હાથ મુકીને લખી, નાનાં બાળકોનાં કુમળાં મગજને ગેરરસ્તે દોરનારા છે.
તો ચોરે ને ચૌટે ફરી ફરી ‘ભુત–ડાકણ વહેમ છે’ એમ કહેનારાઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે વર્ષો સુધીનો વીદ્યાભ્યાસ કે સ્નાતક–અનુસ્નાતક ડીગ્રી કે ડૉક્ટરેટ કશું જ માનવીના બન્ધાયેલા સંસ્કારપીણ્ડને વીંધી શકતું નથી. આજનો ભણેલો માણસ સાચો હામી બની શકતો નથી. એ વધારે વહેમી–અન્ધશ્રદ્ધાળુ, વધારે ડરપોક અને વધારે સ્વાર્થી બન્યો છે. એક બાજુ થોડા ભણેલા નર્મદને મુકો અને તેની સાથે એનાથીય ઓછું ભણેલા દુર્ગારામને મુકી સામે પલ્લે આપણી યુનીવર્સીટીઓનાં સ્નાતકો – અનુસ્નાતકોને મુકી જુઓ. પેલું ઓગણીસમી સદીનું પલ્લું જ નમતું જવાનું. દોઢસો વર્ષ પછી પણ અન્ધશ્રદ્ધાના રાક્ષસ સામેનું યુદ્ધ લડવા નર્મદની એટલી જ તાતી જરુર છે. એક બાજુ વીજ્ઞાન અતાગનો તાગ લેતું થયું છે, બ્રહ્માણ્ડમાં પાંખ વીંઝતું થયું છે, નવાં નવાં દર્શનો લાવે છે. ત્યારે માનવી મન તો હજીયે એના ખોબા જેવડા વીશ્વમાં જ રાચતું રહેવાનું છે. બુદ્ધીવાદી બનવાનું કામ કેટલું કપરું છે ? !!!
–જશવન્ત મહેતા
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી, તંત્રીલેખની બાજુમાં જ, ઉભી બે કૉલમ ‘ચર્ચાપત્રો’ માટે ફાળવવામાં આવે છે. તેમાં વીવીધ વીષયો પર ચર્ચાપત્રો લખી લખીને ઘણા ચર્ચાપત્રીઓ તો આજે સીદ્ધહસ્ત લેખકો તરીકે પ્રસીદ્ધી પામ્યા છે. ‘ગુજરાતમીત્ર’ ના સોમવાર, 28 સપ્ટેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર, ચર્ચાપત્રીના અને ‘ગુજરાતમીત્ર’ ના સૌજન્યથી સાભાર…
ચર્ચાપત્રી સમ્પર્ક: શ્રી. જશવન્ત એન. મહેતા, 1/773, ખારવાવાડ, નાનપુરા, સુરત – 395 001 સેલફોન: 99090 90635
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, KOPARKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 04/10/2013
It is a good article for reading & thinking. it is a state of mind. There is no need to believe these stupid things in life.Adopt scientific approach in life & it will help us.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLike
લેખ બહુ સારો છે, પણ આદિવાસી પ્રજાઓના આ આદિધર્મો છે. મરઘાને વધેરવો એ અંધશ્રદ્ધા છે જ, પણ નાળિયેર વધેરવું એ મરઘાને વધેરવાનું નિરામિષ રૂપ છે! એટલે આપણે સુધરેલા અને સભ્ય ગણાતા લોકોએ માત્ર શ્રદ્ધાના રૂપનું પરિવર્તન કર્યું છે અને એ જ પ્રથા ચાલુ રાખી છે.
સમય બદલાતાં શ્રદ્ધાનાં રૂપો બદલાતાં રહ્યાં છે એટલે પ્રાચીન શ્રદ્ધાને આપણે પ્રાચીન અર્થમાં જ જોવી જોઇએ. વિસંગતિ એ છે કે જેમને નવી દુનિયાનો લાભ મળ્યો છે તેઓ પણ પ્રાચીન શ્રદ્ધા સ્વરૂપો ટકાવી બેઠા છે.
ખરેખર તો આપણે અંધશ્રદ્ધાને શ્રદ્ધાથી અલગ પાડી શકીએ એમ નથી. એકને મન જે શ્રદ્ધા છે તે બીજાને મન અંધશ્રદ્ધા છે. એટલે આપણે એ જોવું જરૂરી છે કે આપણી શ્રદ્ધા પાછળ કામના છે કે નહીં. એટલે કે આપણી શ્રદ્ધા, સકામ શ્રદ્ધા છે કે નિષ્કામ, તે તપાસીએ તો ઘણી બાબતોનું નિરાકરણ આવી જાય.
LikeLike
મહાવીર અને બુદ્ધના અનુયાયીઓ પોતાને અહીંસાના પ્રચારક અને ધર્મના સુધારક માને છે પ્રાણીઓના બલીને બદલે જવ ચોખા વગેરે અનાજને અગ્નીમાં કે મુર્તીની સામે ધરાવે છે.
બકરા કે કુકડાનું બલીદાન આપનાર આદીવાસી અને અનાજ કે દુધનું બલીદાન આપાનર આધુનીક કે મોર્ડન આદીવાસી?
ઉપરની કોમેન્ટમાં મુરબ્બી દીપકભાઈએ લખ્યું છે કે જેમને નવી દુનિયાનો લાભ મળ્યો છે તેઓ પણ પ્રાચીન શ્રદ્ધા સ્વરૂપો ટકાવી બેઠા છે.
પત્થર પુજા એનો આદર્શ નમુનો સમજવો?
LikeLike
વોરાસાહેબ,
આપણે હોમહવન કરતા રહીએ તો એ તો પ્રાચીન રૂપ જ છે. પછી આહુતિ કોઈ પણ વસ્તુની આપો. એમાં કઈં ફેર ન પડે. મહાન દેવતાએ ક્યારે નક્કી કરી લીધું કે હવે મરઘાં બકરાં કે ભેંસનો બલિ નહીં ચડાવો તો મને વાંધો નથી, જવ-ચોખાથી પણ મારું કામ ચાલી જશે?
ખરો ફેર તો ઉપાસના અંગેના વિચારમાં જ મૂળભૂત ફેરફાર થાય એ જ ગણાય. એટલે આજે આપણે મરઘી ન ચડાવીએ અને નાળિયેર ચડાવીએ, રહ્યા તો આદિવાસી જ!
LikeLike
મેં ભૂત-પ્રેત જોયું નથી છતાં હું ડરું છું, અંધારાથી ડરું છું કેમ કે નાનપણથી જ આપણામાં એક ડર બેસાડવામાં આવે છે.!!
મેં એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે કે તાવ આવે કે કોઈ બીમારી આવે એટલે માતાજીના ભુવા પાસે લઇ જવામાં આવે છે.
ઘણા લોકો ભગવાનથી પણ ડરતા હોય છે.(ભગવાન છે કે નહિ એ નથી ખબર)
ઘરે ઘરે આ અંધશ્રધ્ધાની બીમારી ફેલાયેલી છે.
LikeLike
અન્ધશ્રદ્ધા માનવીની ઉત્પત્તીકાળથી અસ્તીત્વમાં છે.
તદ્દન સાચી વાત છે . જ્યાં કેળવણીનો અભાવ હોય ત્યાં એ વધુ જોવા મળે છે અને
અંધ શ્રધા ફેલાવનારાઓને આવા અભણ માણસો ગમે છે .
LikeLike
“It is wrong to believe blindly. You must exercise your own reason and judgment” (Complete Works of Swami Vivekananda, Volume 1, Raja-Yoga)
LikeLike
OMG: We are continue to repeat same message through different articles here. Question is “WHAT HAVE DONE ABOUT THIS?” If we can convince 1 person per day or every time occasion arise, it would be consider as progress made. Nothing wrong with writing articles and discussing among us. We should also take our time in community and try our best expose “AANDSHRADHAA”. Convince them that it is ok for ladies to go Funeral Home, or it is ok not to do fast for your husband (like karva chauth or kevda trij….). Also, for those who loved to go to seminar of some so called “Dharamguru or Guruji”, go ahead , listen them yet find message that is more of ‘HUMANE’ and not blind faith where we have to sacrifice living things.
Per Hindu Calender: we are in period of Shraadh. I have been preaching not to do Shraadh vidhi because I strongly believe that departed soul is not going to craw, or cow, or dog….. and if it is do we recognize them? Remember, we only love body not soul (because we have never seen soul). Likewise, we all should educate our belief – belief of science – belief of VEDA.
LikeLike
Dear Sanjay-Smita Gandhi,
You said, ” We should also take our time in community and try our best to expose “AANDSHRADHAA”.
For your information, that is what Narendra Dabholkar was doing in Maharashtra. Same is being done in Gujarat by several groups. People who can write well do that. People who are good at communicating with masses, do that. Rationalist groups in Gujarat also arrange seminars to educate people. People who can afford, show their support by donating money for all such activities. We all are active at our level. One person does not have to do everything.
As for Abhivyakti, you are right in saying that the same thing is repeated in different words by different people. If nothing gets printed, people will stop writing. Other option is to stop “Abhivyakti”. I hope you are not suggesting that.
LikeLike
Shreeman Gada.
My apology if my comment create any confusion. No, I am not advocating here to stop writing articles. Infect, I enjoy every single of them.
I am glad to see that various organization working toward getting rid of “ANDHSHRADHA”. My point is same: “Every community must do their part to educate others”.
Thank you.
LikeLike
Those that love God through fear are the lowest of human beings, quite undeveloped as men. They worship God from fear of punishment. ~ Swami Vivekanand.
LikeLike
અજ્ઞાતે સુંદર આર્ટીકલ લખ્યો છે.
ડામની જે વાત લખી છે તે સાઉથ ગુજરાતમાં આજથી ૫૦ વરસો પહેલાં પ્રચલિત હતી. મને પણ ડામ મુકાવેલો.
માનવની ઉત્પત્તિ પહેલાંથી વિજ્ઞનાન પ્રુથ્વી ઉપર કાર્યરત હતું. વિશ્વ આખુ જ વિજ્ઞાનના નિયમોથી ઉત્પન થયેલું છે અને ચાલે છે. માનવીને જે કોઇ વિજ્ઞાનની બનતી ઘટનાઓમાં સમજ પડતી નહિં તેને કોઇ અજ્ઞાત શક્તિના પ્રતાપે થતી માની લેવામાં આવતી. જે ઘટનાથી નુકશાન થતું તેને કોઇકનો પ્રકોપ માની લઇને ઘારી લીઘેલી શક્તિને રિઝવવાની પ્રક્રિયા અંઘશ્રઘ્ઘાના રુપે પ્રચલિત થઇ. દુનિયાભરના લોકોમાં આ પ્રકારે જન્મેલી અંઘશ્રઘ્ઘા વિજ્ઞાન હજી દૂર કરી શક્યુ નથી. ઉલટાનો તેમાં વઘારો કરાવનારા સ્વાર્થી લોકો રોજે વઘુ ને વઘુ પેદા થતાં જાય છે. નહિ સમજાયેલા નિયમના નિયમન માટે હિંદુ ઘર્મે દેવોના નામે નિયામક નીમી દીઘા. દા. ત. વરુણ દેવ, અને………………………દેવ.અને તેમના નામના મંદિરો બનાવ્યા.
મારી વિનંતિ છે કે સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક ‘ સિક્ખ ( શીખ ) ઘર્મના પક્ષમાં ‘ ની ૧૨ પાનાની પ્રસ્તાવના વાંચો. વઘુ પછીથી લખીશ……..
LikeLike
ઉપરની કોમેન્ટમાં લખેલ છે મને પણ ડામ મુકાવેલો.
ડામ તો બધાને લાગેલ હશે પણ બતાવે કોણ?
મને ડામ મુકાવેલ નથી પણ કોમેન્ટને ટેકો આપી સુર પુરાવું છું.
LikeLike
ઉપરની કોમેન્ટના જવાબમાં મેં લખેલ છે કે મને ડામ મુકાવેલ નથી એમાં થોડોક ફેરફાર કરું છું.
હૃદય કે મગજના વીચાર કેન્દ્ર પર ડામ લાગેલ છે એ હીસાબે આત્માને ડામ લાગ્યો કહેવાય…
LikeLike
વોરા સાહેબ, આભાર.
શારિરિક ડામની તો વાત થઇ. હવે માનસિક ડામની વાતો કરીયે જે જીંદગીપર્યંત પીડતો રહે છે.
૧. ઉત્તરભારતની લોકોક્તિ…જ્યાં કહેવાતો હિંદુ ઘર્મ અને ઘાર્મિકસ્થાનો વઘુ છે.
‘ભગત જગતકો ઠગત હે, ભગતહીં ઠગૈ સો સંત, જો સંતન કો ઠગત હૈ તિનકો નામ
મહંત.‘
આ બઘી ચર્ચા આપણે ભારતને ખરાં અર્થમાં સંસ્કૃત બનાવવા માંગીયે છીઅે.માટે…….છે………તો ચાલો થોડું ચિંતન પણ કરીયે…….
૨. સ્વામી સચ્ચિદાનંદ. પુસ્તક : ચીન–મારી નજરે.
(અ) પાનાનં: પ્રસ્તાવના : ૬. કોઇ પણ પ્રવાસમાં હું વારંવાર ભારત સાથે તુલના અેટલા માટે કરું છું કે આપણે આપણી સાચી સ્થિતિ સમજી શકીઅે. કોઇ પણ બે વસ્તુઓ વચ્ચે જ્યારે નિષ્પક્ષ રીતે તુલના કરવામાં આવે છે, ત્યારે વસ્તુઓના સાચા ગુણ–દોષ જાણવા મળે છે………..
(બ) ચેપ્ટર: ૧ : પાના નં : ૬ : મારી દ્રષ્ટિઅે આ વાત સાચી નથી, અેટલું જ નહિ, ભક્તો તથા લોકોને છેતરવાની વાત પણ છે. મોટા ભાગે લોકો પોત–પોતાના સંપ્રદાયનો પ્રચાર કરવા ( અને તે પણ માત્ર ભારતીયો– ગુજરાતીઓમાં જ ), ઉઘરાણા કરવા, પોતાનું ટોળું મોટું કરવા જતા હોય છે. બિનહિન્દુને હિન્દુ ઘર્મ કે સસ્કૃતિમાં જોડાવા માટેનાં આકર્ષણો જ નથી. સાચી વાત તો અે છે કે આપણો ઘર્મ વિસ્તરણક્ષમ નથી. પરંપરાથી જે લોકો ચાલ્યા આવે છે તેમને આ કે પેલા સંપ્રદાયમાં કે પછી આ કે પેલા ગુરુના શરણમાં લેવાનુ નામ ઘર્મપ્રચાર ન કહેવાય. અે તો અંદરો–અંદરની ખેંચતાણ છે, જે વિભાજનના પ્રશ્નોની સાથે પરસ્પરની ઘૃણા પણ ઉભી કરે છે. મારો તો નિશ્ચિત મત છે કે જો આ બઘાં સેંકડો વિભાજનો ન હોય તો હિંદુ પ્રજા વઘુ સંગઠિત અને સુખી થાય. આજે હિન્દુની સૌથી તાતી જરુરિયાત છે ઘાર્મિક વિભાજનોનું વિસર્જન………..
(ક) ચેપ્ટર–૫.. પાના નં: ૩૩ : લાલ ચોકિયાતોઅે ઘણાંખરાં ઘર્મસ્થાનોનો નાશ કર્યો.
ફરતાં ફરતાં અમે ચેરમેન માઓ ત્સે તુંગના ચિત્રની સમીપ આવી પહોંચ્યા. આ અેક ગજબનો માણસ હતો. જેણે સો કરોડની વસ્તી ઉપર જાદુ પાથર્યો હતો. હજારો નહિ પણ લાખ્ખો લાલ ચોકિયાતો તૌયાર કરી અેક પછી અેક અેમ પૂરા દેશ ઉપર અઘિકાર જમાવી દીઘો હતો. ન તો બહારના કોઇ માણસને આવવા દેવાનું કે ન અહીંના માણસને બહાર જવા દેવાનૂં. સર્વ પ્રથમ તેણે લાલ ચોકિયાતો દ્વારા ઘર્મ, ઘાર્મિક સ્થાનો, માન્યતાઓ વગેરેને ઉઠલાવી નાખ્યાં. પ્રસિઘ્ઘ – સુખ્યાત – ઘર્મસ્થાનોને દેખાવપૂરતાં રહેવા દઇ બાકીનાં બઘાં જડમૂળમાંથી ઉખાડી ફેંકી દીઘાં. પ્રાચીન કાળમાં આવું કામ કેટલાંક ઝનૂની મુસ્લિમ શાસકો કરતાં, પણ આ લાલ ચોકિયાતોઅે ઘર્મસ્થાનોની જગ્યાઅે ફેક્ટરીઓ, ઉદ્યોગો, આવાસો ખોલી દીઘાં. માથું નમાવીને કે કોઇને કરગરવાની વાત જ સમાપ્ત કરી દીઘિ. બસ, રાષ્ટર ભગવાન છે અને કામ કરો. કામ કરવું અે જ ઘર્મ છે. આજે ચીનમાં કોઇ પણ રોડ ઉપર કોઇ દેરી, કબર કે બીજી ાડચણ કરનારી વસ્તુ જોવા મળતી નથી. આપણે તો જ્યાં જુઓ ત્યાં કેટલી બઘી દેરીઓ, કબરો અને બીજું કાંઇ ને કાંઇ બાંઘીને રોડને અને જાહેરજીવનને અડચણો જ અડચણો પહોંચાડીઅે છીઅે. અને તેના માટે હુલ્લડો–તોફાનો કરી મુકિયે છીઅે. રાષ્તર કરતાં સામ્પરદાયિક્તા વઘુ જરુરી ચીજ બનાવી દીઘી છે. ભલે આજે માઓની પકડમાંથી કેટલાંક છૂટવા માગતા હોશે, પણ પચાસ વષૅ ઉપર આ જ માણસે અફીણીયા ચીનાઓને ફરજીયાત કામઘંઘે લગાડી આજના ચીનનો પાયો નાખ્યો હતો. માઓ પ્રત્યે આજે પણ ચીનમાં ઘણાંને માન છે.
આજે ચીનમાં દેખાતી સભ્યતા, ચોખ્ખાઇ વિ માટે સ્વમીજી કહે છે કે સામ્યવાદની કડકાઇ હેઠળ જે સભ્યતા, ચોખ્ખાઇ વિ…શીખવવામાં આવ્યા હતાં તે આજે પણ પાળવામાં આવી રહ્યા છે.
LikeLike
ઉપર પોસ્ટમાં લખેલ છે કે ધર્મગુરુઓના વંશજો જાદુગર થયા અને ધર્મગુરુઓના મદદનીશના વંશજો મદારી થયા
આજે શનીવાર છે અને હવે રોજ નવરાત્રીના સમાચાર આવશે.
આ મદારીના વંશજ હજુરીયાનું કાંઇ વાંક?
કે પછી હજુરીયાએ બ્રહ્માંડનું સર્જન કર્યું?
LikeLike
I have read Sachidanand’s book and highly recommend anyone interested to read it.
LikeLike
થોડા વર્ષો પર મોરારીબાપુએ કોઈ ડેમ પર દેવીપૂજકોની અંધ શ્રદ્ધા દુર કરવા કથા કરેલી. દેવીપુજકોને બોલાવી ડાકલા વગાડેલા. થોડો ડ્રામા કરેલો કે તારી અંધશ્રદ્ધા દુર થાય. મેલડી મુક ને હનુમાન ચાલીસા શરુ કર. તારી મુક મારી શરુ કર.. હહાહાહાહા મેલડી મહાકાલી નું સ્વરૂપ જ છે. મેલડી બોલાવી ધૂણો અને હનુમાન ચાલીસા ગાઈને શક્તિ મેળવ્યાનો ભ્રમ ઉભો કરો બંને અંધશ્રદ્ધા જ છે ને ? બંનેની બ્રેન સર્કીટ સરખી જ હોય. કુકડો વધેરો કે નાળીયેર બંનેની બ્રેન સર્કીટ સરખી, બકરો વધેરો કે ચાર રસ્તે કોળું સરખું જ છે. મૂળ વાત ગરીબની અંધશ્રદ્ધા આપણને દેખાય છે અમીરની નહિ. આદિવાસીઓ ની અંધશ્રદ્ધાને વખોડીએ છીએ અમીરની અંધશ્રદ્ધાને ભક્તિ કે પૂજા કહી સરાહીયે છીએ. અંધશ્રદ્ધાની બાબતમાં બબલો દેવીપુજક અને મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન સરખા જ છે. પણ તમે અમિતાભને કહેવા જવાના? મોરારીબાપુએ દેવી પુજકોની અંધશ્રદ્ધા દુર કરવા કથા કરી અમિતાભની દુર કરવા કરશે ખરા? ખુદ પોતે જ અંધશ્રદ્ધામાં ડૂબેલા છે. હહાહાહાહાહા
LikeLike
કુકડો, નાળીયેર, બકરો કે કોળું વધેરવા કે બલી આપવા બધાની બ્રેન સર્કીટ સરખી. ગરીબની અંધશ્રદ્ધા દેખાય, અમીરની નહિ. એક નોટબુક લઈ એના પાને પાને દશક, શતક, સહસ્ત્ર કે અરબ ખરબ વખત કહી લખી આપો જાદુગરો અને એના હજુરીયા ગુરુઓને…
LikeLike
પૂજામાં વાંધો ન હોય તો મેલડી માતાને પૂજવામાં વાંધો શો? પણ હનુમાનની પૂજા ન કરો એમ કહેવાની હિંમત પણ જોઇએ ને? બીચારા આદિવાસીઓ આમ પણ દબાયેલા. એમને દબાવવાનું સહેલું છે. જે લોકો પોતે એક યા બીજા પ્રકારે શ્રદ્ધા રાખતા હોય એમણે તો કોઈ બીજાની શ્રદ્ધાની ટીકા જ ન કરવી જોઇએ.
LikeLike
Andhshraddha ane shraddha aa banne ne pehla to alag karine vicharvu joi e upar gautam buddh na sabdo ma lakhyu k tamari vivek buddhi thi je tamne sachu lage te j manjo, ,, ,, darek manas potana vicharo thi sahmat rahe 6,
je vastu ne pehla samjho eni undan ma tapas karo k aani pa6ad nu tathya su 6,, aapdi shraddha na karne koine pan taklif pade to e andhshraddha 6,,
.
.
.
Bhakti ane andhshraddha ma ghano fark 6 ,,, etle loko vignyan nu nam aapine advance bani jay 6,,,
…
.
.
mehrbani kari ne badhi vato kaheta pehla tenu satya jani levu jaruri 6 baki tamare koi ne pan shraddha, bhakti vishe kai pan shanka hoy to hu jarur teno javab aapish . . .
.
karan k jya thi vignyan puru thay 6 tya thi bhakti sharu thay 6,,
.
.
Hun Tamne ek example aapu 6u khali,
k sant samaje radha ne kaya(sarir), krishna ne aatma tatha meera ne bhakti kidhi 6e ,,, ane je teni sathe 999 gopio rame 6 ene Aapdi sarir ni nadio(naso) ne kidhi 6,, jo tamne kadach krishna bhagwan tatha narsaiya ni bhakti no khyal hoy to ek vat kau k narsaiya e ek masal ni agni na prakash thi raslila joi hati,,, e varta hati pan eni pa6ad nu gupt satya aje hun badhane keva magu 6u . .
.
je koi sacha guru ni madad thi e je gupt mantra aape eni uper dhyan yog ma besi ne try kari jojo tamari same j prakas aave e nathi tamara sharir ni aakhi rachna joi sakso tame under ane aanathi j (Aaj na kevata vignyane sarir ma viman mukvano prayog sharu karyo je aajthi ghana samay pehla aapda rushimunioe chalu kari didhi hati)
.
.
. Mitro Maf Karjo mari bhasha katax bhari 6 pan mare darek vat ne satyatathi juo pehla ena Tathya sudhi pohncho pa6i Comment karo ,,
Kyank evu na bane k tamari shraddha andhshraddha ni vat ma loko dorai jay , . .
LikeLike