કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે !

-દીનેશ પાંચાલ

અમારી મીત્રમંડળીમાં બચુભાઈ અને ભગવાનદાસકાકા વચ્ચે સાપ નોળીયા જેવા સમ્બન્ધો રહ્યા છે. એક દીવસ બેઉ બળીયા બાથે વળગ્યા. ચર્ચાનો વીષય હતો – ‘દુનીયાને કોણ વધુ ઉપયોગી – આસ્તીકો કે નાસ્તીકો ?’ બચુભાઈએ ભગવાનદાસકાકા તરફ તીરછી નજરે જોઈ લેતાં કહ્યું: ‘ભગવાનને તેના ભક્તો, ખુંટે બાંધેલી ગાયની જેમ ભક્તીનું નીરણ પીરસ્યા કરે છે. ભગવાન છે કે નહીં, તે ક્યાં છે, કેવો છે તે વીશે તેમને કશું જ્ઞાન હોતું નથી.’

ભગવાનદાસકાકાએ હોઠ ભીંસી કહ્યું: ‘દીનેશભાઈ, આ બચીયાને પુછો કે એ શ્વાસમાં હવા લે છે એ હવા કોણે બનાવી ? પાણી કોણે બનાવ્યું ? આ ઘરતી, સુરજ, ચંદ્ર, તારા, નદી, પહાડ, હવા, અગ્ની કોણે મુળશંકરે બનાવ્યાં ? (મુળશંકર બચુભાઈના પીતાજીનું નામ !) વૃક્ષમાંથી પ્રાણવાયુ મળે અને તે વડે આપણે જીવીએ એ કરામત કોણે કરી ? અરે ! દુનીયાનો વીકાસ કરી શકાય તે માટેની બુદ્ધી એને કોણે આપી ? પણ જવા દો વાત… આ લોકોની તકલીફ એ છે કે સાબીતી ના મળે તો એ લોકો સગા બાપને ય બાપ માનવા તૈયાર થતા નથી. ભગવાનની કૃપાથી જીવતો માણસ ભગવાન નથી એવું કહે છે ત્યારે એવું લાગે છે– માનો માછલી પાણીમાંથી ડોકું ઉંચુ કરીને કહેતી હોય– ‘પાણી જેવી કોઈ વસ્તુ જ નથી !’

એમનો વીવાદ અત્રે અપ્રસ્તુત છે; પરન્તુ સત્ય એ બે વચ્ચે ક્યાંક પડેલું છે. એમની તકરારમાં મને એક સત્ય સાંપડ્યું અને તે એ કે આ દુનીયા આસ્તીકોની શ્રદ્ધાથી નથી ચાલતી. નાસ્તીકોના નીરીશ્વરવાદ વડેય નથી ચાલતી. ચાલે છે કામ કરનારા કર્મયોગીઓ વડે. રસ્તા વચ્ચે પથ્થર પડ્યો છે એવી ફરીયાદ કરનારાઓ કરતાં એ પથ્થરને ઉંચકીને ફેંકી દે એવા માણસની આજે દુનીયાને વીશેષ જરુર છે. પાણી પર પીએચ.ડી. કરનારા કરતાં, કુવો ખોદીને પાણી કાઢનારો વધુ ઉપયોગી નીવડે છે. જીવવા માટે ખોરાક બહુ જરુરી છે એવું ભાષણ કરનારા કરતાં ખેતી કરીને અનાજ પકવનારાઓની ખાસ જરુર છે. ઍરોપ્લેનમાં શ્રીમંતો માટે કથા કરનારા શ્રી. મોરારીબાપુ કરતાં રોડ પર લારી ચલાવતો એક મજુર દેશના વીકાસમાં વધુ નક્કર યોગદાન આપે છે. કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં આ દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે.

પેટની આગ માણસની પ્રાથમીક સમસ્યા છે. પરન્તુ કુદરતે માણસને કેવળ ભુખ નથી આપી. ભુખની સાથે ધરતી આપી, જળ આપ્યું, બીજ આપ્યું. એ બીજમાંથી અનાજ પકવવાની સમજણ પણ એણે જ આપી. એ માટે આપણે કુદરતને થેંક્યુ કહેવું જોઈએ. (યત્ કૃપા તમ હમ વન્દે… પરમાનન્દ માધવમ્ !)

સમજો તો એ ‘થેંક્યુ’થી ચડીયાતી પ્રાર્થના બીજી એકે નથી. એ માટે માણસે મન્દીરમાં જવાની કે નવ દીવસ કામધન્ધો છોડી રામકથા સાંભળવાની જરુર નથી. કોઈ કવીની કવીતા ઉપર આપણે ઝુમી ઉઠીએ ત્યારે શું કરીએ છીએ ? દીલથી ‘વાહ, વાહ !’ બોલી ઉઠીએ છીએ. કવી સામે અગરબત્ત્તી કે દીવો સળગાવી નારીયેળ ફોડતા નથી. કવીની જેમ ભગવાન નામના કલાકારનેય કેવળ થેંક્યુ કે વાહ વાહની જરુર છે. લાંબાલચ કર્મકાંડો કે ટીલાં–ટપકાંની જરુર હોતી નથી. માણસની ભક્તીમાં કાળક્રમે કૃતજ્ઞતાનો અતીરેક ભળતો ગયો. સાચી જુઠી માન્યતાઓથી ભક્તી વીકૃત થઈ. ધર્મગુરુઓએ ધર્મના કલ્યાણકારી મુળ સ્વરુપમાં મનસ્વીપણે ફેરફારો કર્યા. મનફાવતાં અર્થઘટનો કર્યાં. કાળક્રમે મુળ ધર્મ બાજુએ રહી ગયો ને ધર્મના નામે કર્મકાંડોનો અતીરેક થવા લાગ્યો. એમ કહો કે મધના નામે ખાંડની ચાસણીનો વેપાર થવા લાગ્યો.

આ બધી વરવી ધાર્મીક પ્રક્રીયાઓમાંથી જનમ્યો એક વર્ણસંકર રાક્ષસ…! એ રાક્ષસ તે આજનો કહેવાતો ધર્મ ! સમગ્ર દુનીયામાં માત્ર માનવધર્મ જ સાચો એમ માનવાને બદલે, આ મેનમેઈડ ધર્મે માણસોને અનેક ટોળાંમાં વહેંચી નાખ્યા. જેટલાં દેવ એટલાં ટોળાં થયાં. કોના દેવ સાચા અને વધારે પાવરફુલ તે મુદ્દા પર ક્યારેક ટોળાં વચ્ચે જુથઅથડામણ થાય છે. દરેક માથું પોતાના દેવ ખાતર ખપી જવા જંગે ચઢે છે. જોતજોતામાં લોહીનાં ખાબોચીયાં છલકાઈ જાય છે. ઘણીવાર ધાર્મીક સરઘસોમાં ગુપ્તી, હોકી સ્ટીક, સોડાવોટરની બાટલીઓ, ખંજર કે તલવારો મળી આવ્યાની ઘટનાઓ પણ બની છે.

માણસનો આ કહેવાતો ધર્મ, કમળામાંથી કમળી થઈ ગયા જેવી દુર્ઘટના છે. નહીંતર શ્રદ્ધા અને સોડાવોટરની બાટલીઓનો મેળ શી રીતે ખાય ? તલવાર અને ધર્મ એક મ્યાનમાં શી રીતે રહી શકે ? પેટ્રોલના પીપડામાં સળગતી મશાલ ખોસવા જેવી એ મુર્ખતા ગણાય ! વધારે આઘાતની બાબત એ છે કે એ ધર્મપંડીતો વીજ્ઞાનનો વીરોધ કરે છે અને ગળુ ફાડીને ભક્તોને સમજાવે છે કે તમે દીનરાત ભગવાનના ચરણોમાં મંજીરાં વગાડતાં રહો ! દયાના સાગરને નામે દેહને કષ્ટ આપતાં રહો. સંસારની મોહમાયા ત્યજો અને મોક્ષપ્રાપ્તી માટે મંડ્યા રહો ! આત્માના કલ્યાણ માટે તરેહ તરેહના ટીલાં–ટપકાં ને કર્મકાંડો કરતા રહો. સાધુસન્યાસીઓ, ગુરુઓ કે સ્વામીઓના ચરણોમાં આળોટતા રહો અને એવા કેશવાનન્દોની સેવામાં ઘરની બહેન–દીકરીઓને મોકલતા રહો. આટલું કરો તો તમારા મોક્ષનો વીઝા પાકો ! તમારું કલ્યાણ નક્કી ! પણ આટલું કરવા છતાં તમારું કલ્યાણ ન થઈ શકે તો નક્કી માનજો કે તમારી શ્રદ્ધા ઓછી, તમારી ભક્તી કાચી ને તમારી નીષ્ઠા નકામી !

આપણો મુળ પ્રશ્ન છે – માણસ માટે કઈ શાન્તી વધુ જરુરી – મનની શાન્તી કે પેટની ? આ પ્રશ્ન, માણસ માટે શું વધુ જરુરી – શર્ટ કે નેકટાઈ જેવો ગણાય ! ઉઘાડા શરીરે ગળામાં માત્ર ટાઈ પહેરી ફરનારો માણસ ભુંડો લાગે છે. તેને પાગલ કહી શકાય; પણ એવા માણસને શું કહીશું, જેઓ પોતાનાં સન્તાનોને પુરું ખાવાનું આપી શકતાં નથી; છતાં દર મહીનાના પગારમાંથી રુપીયા એકાવનનો મનીઓર્ડર અમુકતમુક મન્દીરમાં મોકલે છે!

પેટની આગ ઠારવા માટે માણસ ખેતરમાં જઈ અનાજ પકવવાને બદલે મંદીરમાં જઈ મંજીરાં વગાડશે તો એની ભુખ મટશે ખરી ? માણસની આધ્યાત્મીક આવશ્યકતાઓ કરતાં પ્રાથમીક જરુરીયાતો વીશે વીચારવાની તાતી જરુર છે. ગામડાંઓમાં લાખો લોકો પાસે જાજરુની સુવીધા હોતી નથી; છતાં એ લોકોને પૈસા ભેગા કરી મન્દીર બાંધવાનું સુઝે છે; પણ જાજરુ બાંધવાનું સુઝતું નથી. આજના તણાવયુક્ત વાતાવરણમાં પ્રભુભજન કે દેવદર્શનથી માણસના મનને કોઈ મનોવૈજ્ઞાનીક રાહત મળતી હોય તો ભલે મન્દીરો બંધાતાં; પણ તેનો ક્રમ જાજરુથી અગ્રક્રમે કદી ન હોવો જોઈએ. તવંગર માણસ તીરુપત્તી જઈ ભગવાનના ચરણોમાં સોનું ચઢાવી આવે છે. એવી લક્ઝુરીયસ અન્ધશ્રદ્ધા અમીરો ઍફોર્ડ કરી શકે છે. ગરીબો પોતાની કાળી મજુરીના પૈસા પરીવાર પાછળ ખર્ચવાને બદલે ભગવાન પાછળ ખર્ચે છે, તે લંગોટી વેચીને પાઘડી ખરીદવા જેવી ભુલ ગણાય.

આપણે ત્યાં આઠમા ઘોરણના પ્રવેશવંચીત વીદ્યાર્થીઓ માટે પ્રતીવર્ષ આંદોલન થાય છે. એવું આંદોલન પ્રજાએ ક્યારેય ‘મન્દીરને બદલે શાળા કૉલેજો બાંધવી જોઈએ’ એવા મુદ્દા પર કર્યું છે ? થોડાં વર્ષો પર અશ્વમેધયજ્ઞમાં કરોડો રુપીયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. જરા મનના કેલ્ક્યુલેટર પર હીસાબ માંડીને કહો– એક અશ્વમેધયજ્ઞ પાછળ થતા કરોડો રુપીયાના ધુમાડામાંથી કેટલી શાળાઓ બાંધી શકાઈ હોત ? પણ જવા દો એ વાત… અશ્વમેધયજ્ઞ એ આપણા અન્ધશ્રદ્ધાળુ સમાજનું સીનેમાસ્કૉપ પ્રતીક છે. જ્યાં દશમાંથી નવ માણસો એવાં યજ્ઞોની તરફેણ કરતા હોય, ત્યારે તેને અટકાવવાનું કામ ગાંડા હાથીના પગમાં સાંકળ બાંધવા સમુ કપરું છે.

તાત્પર્ય એટલું જ, સાચી જરુરીયાત મનની શાન્તી કરતાં પેટની શાન્તીની છે. ભુખ્યા ભીખારીને ધ્યાન લાગે ખરું ? આધ્યાત્મીક શાન્તી મળે ખરી ? મનની શાન્તી ભોજન પછીના પાનબીડાં જેવી છે. પેટ ભોજનથી તૃપ્ત થયું હોય તો જ પાનની મઝા આવે. જીવનમાં ભોજનનું મહત્ત્વ પાનબીડાં કરતાં હંમેશાં વધારે રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન માટે શું વધારે જરુરી પાણી કે શરબત ? જવાબ પાણી જ હોય શકે શરબત નહીં ! કેવળ ઈશ્વરનાં મંજીરાં વગાડ્યા કરવાથી માણસનું પેટ ભરાઈ શકતું નથી અને ઈશ્વરના અસ્તીત્વને સતત ઈન્કારવાથીય માણસનો દહાડો વળતો નથી.

આસ્તીકો–નાસ્તીકો બન્ને માટે રોકડું સત્ય એ જ કે ‘ઈશ્વર છે કે નહીં’ તેની ચીંતા કર્યા વીના કામે લાગો. કામ એ જ પુજા છે. કામ એ જ ઉર્જા છે. માનવદેહને ટકાવવા પહેલી જરુરીયાત રોટીની છે. શ્રમ કર્યા વીના કોઈને રોટી મળતી નથી. જોકે કેવળ રોટીનું નહીં– ઈજ્જતની રોટીનું મુલ્ય છે. રોટી તો દાઉદ ઈબ્રાહીમનેય મળે છે અને સ્વામી સચ્ચીદાનન્દજીનેય મળે છે. પણ એક રોટી, શબરીના બોર, વીદુરજીની ભાજી કે સુદામાના તાંદુલની જેમ દરેક ધર્મના રામ અને કૃષ્ણને વહાલી હોય છે. મુળ વાત એટલી જ, બેઈમાનીની બાસુંદી કરતા ઈજ્જતની ભડકી સારી !

  -દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી શ્રી. દીનેશ પાંચાલની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરેમાંથી કેટલાક ચુંટેલા લેખોના સંગ્રહ, ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક: સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે,ગોપીપુરા, સુરત–395 001 ફોન: (0261) 2597882/ 2592563 વેબસાઈટ: www.sahityasangam.com ઈ.મેઈલ: sahitya_sankool@yahoo.com  પ્રથમ આવૃત્તી: મે 2007, પૃષ્ઠ સંખ્યા: 126, મુલ્ય: 90/-)માંથી લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….

લેખકનાં અન્ય પુસ્તકો:

(1)જીવન સરીતાને તીરે (2) ચાલો, આ રીતે વીચારીએ !’ અને (૩) ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત–395 003 (સેલફોન: 98251 12481 વેબસાઈટ: www.sahityasangam.com ઈ.મેઈલ: sahitya_sankool@yahoo.com)  તરફથી પ્રકાશીત થયાં છે. એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., (199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ–400 002 ફોન: (022) 2200 2691 વેબસાઈટ: www.imagepublications.com  ઈ.મેઈલ: info@imagepublications.com) તરફથી પ્રગટ થયું છે. એક પુસ્તકજીવનસરીતા’ અમદાવાદના  નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 (ફોન: (079) 2213 2921 વેબસાઈટ: www.navbharatonline.com ઈ.મેઈલ: info@navbharatonline.com)   અને બાકીનાં આઠ પુસ્તકો (1) શબ્દોનો સ્વયંવર(2)ઉરે ઉગ્યો અરુણ’ (3) બોલો, ઈશ્વર છે કે નથી ? (4) સ્ત્રી: સંસારલક્ષ્મી(5) તનકતારા(6) અંતરના ઈન્દ્રધનુષ’ (પુરસ્કૃત) (7)હૈયાનો હસ્તમેળાપ’ અને (8) ધરમકાંટો’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 (ફોન: (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ: goorjar@yahoo.com) તરફથી પ્રગટ થયાં છે.

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637 242 098  સેલફોન: 94281 60508

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B – Wing, Opp. Ayyappa Temple, Sector 12 E, Bonkode Vilage, KOPARKHAIRNE. Navi Mumbai 400 709  સેલફોન8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 08–11–2013

22 Comments

 1. I fully agree with author. In life, common sense is required. It is a very good analysis. I hope that people should start thinking about things they follow blindly.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 2. શ્રી દીનેશ પાંચાલના આ લેખના તત્વ જેવી વાત કવિશ્રી ઉમાશંકર જોશી કહી ગયા છે. ‘જઠરાગ્નિ‘ નામે લખાયેલા આ કાવ્યનું ચિન્તન કરીયે.

  રચો, રચો અંબરચુંબી મંદિરો,
  ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
  મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
  રંગે ઉડાવો જળના ફૂઆરા !

  રચો, રચો ચંદનવાટિકાઓ,
  રાચો,રચી કંચનસ્થંભમાળા !
  ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો,
  ને કૈક ક્રિડાંગણ, ચંદ્રશાળા,
  રચો ભલે !
  અંતરૂંઘતી શિલા..
  અે કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
  દરિદ્રની અે ઉપહાસલીલા,
  સંકેલવા, કોટિક જીભ ફેલતો
  ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે;
  ખંડેરની ભસ્મકણી ના લાઘશે!
  ******************************************
  આ ચેતવણી છે………..ઉઠો, જાગો…
  હવે…..
  અશ્વમેઘ યજ્ઞના કુલ ખર્ચનો બગાડ જો સારા કામોમાં ઉપયોગમાં લેવાનો વિચાર કર્યો હોત તો……..
  જાજરુઓ બાંઘવા , શાળાઓ બાંઘવા , સેવા રુરલ જેવી સેવા હોસ્પિટલોને પ્રોત્સાહન આપવા, રેસ્કયુ ફાઉન્ડેશન® જેવી સંસ્થાઓને પ્રોત્સહન આપવા, ગરીબો માટે હોસ્પિટલો બાંઘવા વાપરવા જોઇઅે.

  દીનેશભાઇઅે મુરારી બાપુને યાદ કર્યા. રામાયણના પાઠોમાં રહેલાં ‘સત્ય‘ નો પ્રચાર કરનાર જો પોતાની જાતને છેતરવાં વગર પોતાના જીવનનાં સત્યો સમજે તો પણ સારું.આસારામોનોતો ભંડાર ભરેલો છે. ભૂપેન્દ્રભાઇ જેવા પત્નિ અને દિકરીઓનો માર ખાનારાઓ સત્યોની કબુલાત કરે.
  કદાચ આ સાઘુડાઓ સુઘરી પણ જશે પરંતુ ‘ગુરુ‘ ‘સાઘુડા‘નામના દારુના બંઘાણી જનમાનસો આ સાઘુડાઓ વિના તરફડીને મરશે તેનું શું ?
  આ સાઘુડાઓને મારો ગોલી…..આ સેવીકાને આપો સાથ………મીસીસ. ત્રિવેણી આચાર્યને…આપો સાથ…….
  *® Rescue Foundation,is promoting human rights for trafficked survivor. ( ISO 9001 : 2000 Certified ) Their motto : Innocence Rescued. ” Every year thosands of children and women are trafficked to India and are brutally exploited for forced prostitution.”
  For details….Website: http://www.rescuefoundation.net
  E.Mail: admin@rescuefoundation.net.

  Contact: President. Mrs. Triveni Acharya.

  Like

 3. પોસ્ટના લેખક દીનેશ ભાઈએ આસ્તીકો–નાસ્તીકો બન્ને માટે રોકડું સત્ય એ જ કે ‘ઈશ્વર છે કે નહીં’ તેની ચીંતા કર્યા વીના કામે લાગો બરોબર સમજાવ્યું છે. ભગવાનમાં માનનારા આળસુ બની કામ કરતા નથી એ ચોક્કસ છે. આસ્તીકોના કારણે ભૃષ્ટાચાર વધુ ફેલાય છે અને કર્મ ઉપર બધુ છોડી દેનારા આળસુ વધુ બને છે.

  Like

 4. યત્ કૃપા તમ હમ વન્દે… પરમાનન્દ માધવમ્ ! Prayer is important to for individual’s peace of mind. However, if he cannot peace his PET (stomach) then any prayer is no good. Author has given so many example.

  I believe Temple is and should be utilize as social medium to keep community in unity. (and not promote their GOD is superior than others’ GOD)

  I am not sure about India, but in USA, I find teenager hangout at mall on any given Saturday/Sunday/Holiday…. and things they do is far beyond our imagination. We, in Atlanta-USA, at our Shakti Mandir, started sponsoring youth activities including youth sports, language, and culture class. Idea is to keep our children in our community and away from ‘MALL CULTURE’.

  BUT, I agree that Mandir is not for someone to sit their with Manjeera all day long praying unproductively.

  મધના નામે ખાંડની ચાસણીનો વેપાર થવા લાગ્યો. I have always believed that we human have forgotten our ‘DHARMA’. Nothing wrong in attending Morari Bapu Kathaa as long as you don’t sacrifice your productive time. Put together few good things out of Kathaa in to your productive work and you will become much better human being. GOD has never asked to be worship him with 56 BHOG or precious “CHADHAAVAA”.

  Also, Mandir can be large space where social activities acomodated… and not Millions of dollers worth of lavishing floors and walls. as author mention these funds can be utilized to help buildeing schools, hospitals and other structures where Aam Jantaa can be benefit from it.

  Like

 5. વાત વજૂદ વાડી અને તર્કબધ્ધ છે. પરંતુ દિનેશભાઈ જેવા લેખકો વિચારો સારા લખે છે
  પરંતુ ધર્મ ના નામે જે લુંટ ચલાવે છે તેમના નામ લખવામાં કંજુસાઈ કે બની બેઠેલા
  સાધુ સંતો ની બીક લાગે છે એમ સ્પષ્ટ જણાય છે . આશારામ કે નારાયણ સાઈ કે હમણાં હમણાં
  પ્રમુખ સ્વામીના અનુયાયીઓ બધાના ઘરે જઈ પસીના થી કમાઈ ભેગું કરેલું સોનું લઇ લે છે આ વિષે
  પણ કેમ પ્રકાશ પાડતા નથી ?? કેમ કે તેમ કરવાથી દિનેશભાઈ ના મિત્રો જે પ્રમુખસ્વામીને માનતા હોય
  તે રિસાઈ જાય તો ? માટે ધર્મ વિષે લખવું કે એની નિંદા કરવી તેના કરતા જે વ્યક્તિઓ ધર્મની આડમાં
  ખોટા કામો કરે છે તેને જ બહાર લાવવા જોઈએ .

  Like

 6. શ્રી શબ્દસૂરની વાત ૧૦૦% સાચી છે. ગભરાટ, બીક, બહિષ્કાર, જેવી વાતોથી લેખકો અમુક પ્રશ્નોને અડકતા નથી. સત્ય બોલનાર અને સત્ય લખનાર સચ્ચિદાનંદ સ્વામિનો દાખલો સામે પડેલો છે.

  આર્યસમાજ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો ?

  આસારામ અને તેના દિકરાને પોલિટીકલ સપોર્ટ બચાવતો હતો. આજે પોલીટીશયનો પોતાના ઇન્ટરેસ્ટને ખાતર આસારામને ઓળખવાની ના પાડે છે. કેટ કેટલાં ભોગો લેવાતા હશે….ત્યારે બાપુઓ સરમુખ્તયારનું પદ પામતા હશે.

  સોનાની વાત યાદ દેવડાવે છે કે સોને મઢેલા છતવાળા સોમનાથના મંદિરને પેલો ૧૬ વષૅનો મહમદ ગઝની કેટલીવાર લૂટી ગયેલો.આ લૂટ અટકાવવા અતિ ક્રોઘિત મહાદેવ જાતે તો ના નિકળ્યા પરંતુ તે મંદિરના સંચાલકો કે પુજારીઓ પણ ઉભી પૂછડી કરીને ભાગી ગયેલાં. અેક વખત લૂટાયા…પણ અક્કલ ના આવી અને ફરી પાછુ સોને મઢેલું છાપરું બનાવી દીઘું.

  લૂટાવાની મઝા પણ કોઇ અનેરો આત્મસાત કરવા જેવો અનુભવ હોય છે ખરું ને ?

  આજે ગુજરાતમાં કહેવાય છે કે અડસાચડસીમાં ઘણા મંદિરોના છાપરાં સોને મઢેલા બનાવાય રહ્યા છે. ભગવાન હો તો ઐસા હો…જો માંગે સોનેરી છત. દક્ષિણ ભારતના
  મંદિરોમાંથી અઢળક સંપત્તિ મળી. કોના બાપની ? ઈન્ડીયાની સરકારમાં તો કેટ કેટલાંઓ મહમદ ગઝની જેવાં કેરેક્ટરવાળા લૂટારાઓ બેઠેલાં છે જ ને ?

  મતીભ્રષ્ટ ઘેટાંઓ…..સમજવાના નથી તે પણ સનાતન સત્ય છે. મોક્ષના કે ભૌતિક સુખોની લાલચમાં કે અંગતસ્વાર્થમાં પોતાની જાતને લૂટાવવા બેઠેલાઓને તો કદાચ બરબાદી જ બચાવી શકે…તે પણ જો સમયે જાગે તો જ.

  Like

  1. Hajari saheb sachej asaram ne esoaram banavnar modi ane amitshah na rajya ma koi fariyad Kare to pan dakhal thati nahi ane ultanu rakshan maltu hatu

   Like

 7. આસ્તિક અને નાસ્તિકોને રોકડુ પરખાવતી ભગવાન વિશેની થિયરી વૈજ્ઞાનિકોએ ક્યારનીયે ઘડી કાઢી છે અને તે મહદ્અંશે સાબિત પણ થઈ ચુકી છે !!! આ બાબતે મારા બ્લોગમાં ડ્રાફ્ટમાં આર્ટિકલની સીરીઝ તૈયાર થઈ રહી છે !! કદાચ, 2014 ફેબ્રુઆરી સુધીમાં રેડી થઈ જશે.

  Like

 8. I think Rituals also play big role in making a Man into Human. To understand why Rituals are important read Vivekanand. It is easy to condemn religion or rituals without knowing them.

  People condemn rituals because they don’t understand it & never want to know the importance, logic & feelings behind any ritual.

  We should look at humanity as one vast organism, slowly coming towards light — a wonderful plant, slowly unfolding itself to that wonderful truth which is called God — and the first gyrations, the first motions, towards this are always through matter and through ritual. ~ Swami Vivekanand.

  Like

 9. ઍરોપ્લેનમાં શ્રીમંતો માટે કથા કરનારા શ્રી. મોરારીબાપુ કરતાં રોડ પર લારી ચલાવતો એક મજુર દેશના વીકાસમાં વધુ નક્કર યોગદાન આપે છે. …………….

  મોરારીદાસ ને બાપુનું ઉપનામ મળ્યું પણ આટલું સરસ લખવા છતાં પાંચાલ,પાંચાલ જ રહી ગયા। ………વિચારો કેમ ?
  આવા સરસ આર્ટીકલ ન્યુઝપેપર કેમ સ્વીકારતા નથી??

  Like

  1. પંચાલ પંચાલ રહી ગયા એ એમની ભૂલ છે. દરેક વ્યકતિએ જે જોઈતું હોય તે મેળવવા જાતે પ્રયત્ન કે પુરુષાર્થ કરવો જોઈએ એ જ કર્મ યોગ છે.

   માણસને કેવળ પૈસા કમાઈ ને ભોગવાદી થવું હોય તો એ તરફ પુરુષાર્થ કરે અને જીવનનું સત્ય કે અંતરમનનું સુખ પ્રાપ્ત કરવું હોય તો એ મેળવવા પુરુષાર્થ કરે.

   તમારે શું જોઈએ છીએ એ તમારા પોતાના હાથમાં છે.

   એક વાત હું માનું છે કે વર્ષોથી કેહવાતી ઉપલી જાતિઓએ નીચલી જાતિઓને જ્ઞાનથી વંચિત રાખી જેથી કરીને લોકો ભોગવાદ તરફ વળ્યા અને પાયમાલી નોતરી લીધી.

   Like

 10. પેટનો બળ્યો ગામ બાળે…આજે ગરીબાઈને લીધે સામાજિક દૂષણો વધ્યા છે. સંપત્તિના સાચા ઉપયોગથી જીવન સુધરે, શિક્ષામળે એ દિશામાં વિચારવું, દોરવું એ જરૂરી છે. આસ્તિક કે નાસ્તિક્ની વાતો ય એટલી જ ,

  વિટંબણા ભરી છે…કોઈ તેના તજજ્ઞ નથી. જીવન છે ને સારા સંસ્કારોની પણ જરૂર છે જ. પશ્ચિમના દેશો આજે ભોગવાદી થઈ એટલા જ નફ્ફટ થતા જાય છે. સગવડો છે પણ સામાજિક નેતૃત્ત્વ શૂન્ય છે. આ પરિસ્થિતિ પણ,

  અંધશ્રધ્ધા જેટલી જ ઘાતક છે. પક્ષાપક્ષીથી ઉપર સમય ને તેની માંગ , એ વિશે યોગ્ય નિર્ણય કામનો છે, ને આવા લોક જાગૃતિના લેખો પણ મૂલ્યવાન છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. Sai baba no Bhakt narsinhrav hato. Asaram no Bhakt modi thayo tethi bharatma Ava santo pakya j karse ato santo rajkaraniyo police ane Glinda char Bhai o no desh chhe AMA bija koi no Bhagwan nathi koi Bhag padavava jai to aa char Bhai ni game ma thi bucharo nikalij nahi sake mate mevama Bhag joiye to charbhai ma jodavo Athava chupchap Joya karo

   Like

 11. શ્રી દીનેશભાઈની ઉપરની પોસ્ટમાં બધાને કામે લાગી જવા સુચન કરેલ છે.

  હવે મોબાઈલ, નેટ, ઈમેઈલ, વેબ, બ્લોગ, યુનીકોડનો જમાનો આવ્યો છે. પહેલાં બાજુના ગામમાં ખુન કે લુંટફાટ થાય એ બીજા દીવસે માંડ ખબર પડતી અને હવે દીલ્લી, મુંબઈ કે ન્યુયોર્કના સમાચાર આંગળીના વેઢે ખબર પડે છે.

  કરીયાણાની દુકાને કે મોલમાં જઈએ ત્યારે ચાકર માકર એટલે કે કામ કરનારાઓ પોતાની ખરીદી ગુણવતા જોઈ તપાસી કરી લે છે. શહેરોમાં વાલીઓ બાળકોને અંગ્રેજી શાળામાં પ્રવેશ માટે ધસારો કરે છે.

  જ્ઞાન વીજ્ઞાનનો બધો જ ફાયદો થાય એનો પુરો ઉપયોગ કરે છે. ગામડાથી શહેરો તરફનો ધસારો ટ્રેનની ગીરદીના બેરોમીટરથી ખબર પડે છે.

  ૨-૪ હજાર વરસની કર્મ, પુનઃજન્મ, આત્મા પરમાત્માની ઝઝીંરથી છુટકારો મેળવવા હવે જે ઝડપથી ફેરફાર થાય છે એ હવે દશકાઓમાં ખબર પડી જાય છે.

  બાપુ, ગુરુ, બાવાઓ, ધ.ધુ.પ.પુ.ઓને પણ ખબર પડી ગઈ છે કે નજીકના બતીના થાંબલા ઉપર સુડીએ ચડવા સીવાય હવે કોઈ ઉપાય નથી બચ્યો.

  Like

 12. “Work is Worship”. Religions are a Big Business and their Managers are the Beneficiaries. All The RITUALS are Meaningless. Work hard to Earn your Daily Meals. Don’t Go to Temples, etc. and Don’t Give them a Penny. Work hard and earn for the Daily Meals of the Family. “JAY AHINSA”.

  Fakirchand J. Dalal

  9001 Good Luck Road,
  Lanham, Maryland 20706.
  U.S.A.

  February 5, 2014.

  Like

 13. We all enjoyed Oh My GOD and also topic written by Dinesh Panchal and all coments.
  We all remember and watched “Oh My God” and same voice of Rajnishji..All religions stands on GODS .,become business, and political tools or parties,looking for their interest of tax breaks and revenue,how to make more in investing $1000 out of $100. Picture of Indian economy ,75% based on religious activity or related ceremonies like marriages, festivals havans yatra, so and so.The economy– BHAGAVAN KE NAM PE CHALTI RAHEGI.
  We all aware of these activities even thouigh we continue to go to temples,follow rituals and traditions Why? It’s rooted so dip, no one change the system like in OH MY GOD. People are easily controlled and brain wash them with their faith, they follow like GHENTA they follow with the flow
  In old time,temples were small on hills or end of the town or by the bank of river or ponds.Their doors were open twenty four hours.Some pilgrimage or ATITHI or homless people were getting there for shelters.Temples is open for every one,were no one need invitation to enter.and people get comfort from their personal problems. Building bigger and bigger temples is kind of race and show up the richness and strong against each other.
  Like in TEN COMMANDMENTS,, Generation , Opretion and Destruction will keep on going on
  Dineshbhai ,You took out the steam against religions & GODS and express your self . GREAT. Now, you should be releived from the pressure, Do YOU?

  Liked by 1 person

 14. Hazar Chuhe Markar Blli Haj Karne Chali., Sab Chor., Cheaters.who manage handle big big temples.
  I like Stya Sai Baba. He was CROOK But,,
  But he played many rolls,as magician, romantic romio, good singer and dancer ,gang leader Etc, He robbed richs and developed deserrted area,built collages,hospitals and help many poor people.
  There is nothing wrong To rob rich peope and helping poor, is GOD’s work.
  Isn’t it GREAT.
  More comment Please. It’s Fun?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s