ધર્મને નામે ધતીંગ ક્યાં સુધી ?

-યાસીન દલાલ

દરરોજ દેશમાં એવી ઘટનાઓ બને છે જે વાંચીને રુવાડાં ખડાં થઈ જાય છે. દેશમાં ચારેબાજુ બળાત્કારની ઘટનાઓ દરરોજ બને છે. દીલ્હીથી માંડીને રાજકોટ સુધી આવી ઘટનાઓ બન્યા જ કરે છે. એમાં પણ ચાર-પાંચ વરસની કુમળીવયની બાળકીઓ આનો ભોગ બને છે અને પછી પીડીતાની હત્યા કરી નાંખે છે.

આ બધું કહેવાતા ધાર્મીક અને આધ્યાત્મીક દેશમાં બને છે. સમાજસુરક્ષાની વાત આમાં ક્યાં આવે છે ? અંગ્રેજો હતા ત્યારે આવી બાબતોમાં કાયદો કે ખરડો ઘડાવાની રાહ જોતા નહોતા. પીંઢારાઓને એમણે બહુ ઝડપથી ખતમ કરી નાંખ્યા. અત્યારે દેશ આઝાદ છે. 65થી વધુ વરસ થઈ ગયાં. નીયત સમયે ચુંટણીઓ યોજાય છે. દરરોજ નવા કાયદાઓ પસાર થાય છે; પણ છતાં દેશ અને સમાજ બગડતાં જ જાય છે.

હવે તો આપણે એ કક્ષાએ પહોંચ્યા છીએ કે બળાત્કારીઓને સાધુ કે બાપુ તરીકે બોલાવવા પડે છે. આસારામ (બાપુ ?) એનો જીવતો જાગતો દાખલો છે. આમ તો ચાર વરસ પહેલાં એમનાં કુકર્મોની વાત જાહેર થયેલી.

એમના પુત્ર નારાયણ સાંઈ ઉપર બે બાળકોની હત્યાનો આરોપ લાગેલો; પણ ગુજરાત સરકારે કાર્યવાહી કરવાને બદલે એક પંચની રચના કરી લીધી. નારાયણ સાંઈ વરસો સુધી એ પંચ સમક્ષ હાજર ન થયા. આખરે હાજર થયા અને પંચે રીપોર્ટ આપી દીધો; પણ એ રીપોર્ટ હજી જાહેર થયો નથી. બીજા અનેક અહેવાલોની જેમ આ અહેવાલ પણ સરકારી ફાઈલોમાં દટાઈ ગયો છે. દરમ્યાન જોધપુરમાં એમની વીરુદ્ધ બળાત્કારની એક ફરીયાદ નોંધાઈ. રાજસ્થાન સરકાર હોવાથી ચાર દીવસ પછી એમની ધરપકડ થઈ હવે જેલની હવા ખાધા પછી એમની વીરુદ્ધ નીતનવા કૌભાંડો બહાર આવવા માંડ્યા છે. અત્યાર સુધી એમના કહેવાતા સાધકો લોકોને ભયભીત કરીને ફરીયાદ નોંધાવતા રોકતા હતા. હવે એ બીક ચાલી ગઈ છે. સુરતમાં એમના પુત્ર નારાયણ સાંઈ સામે ફરીયાદ નોંધાતાં નારાયણ સાંઈ ભાગી ગયા છે અને આ ઘટના અમદાવાદમાં બની હોવાથી આસારામને અમદાવાદ લાવવામાં આવ્યા છે.

આસારામના દેશભરમાં ચારસોથી વધુ આશ્રમો આવેલા છે. આમ, એમની કપટલીલા દેશભરમાં વીસ્તરી ચુકી છે. એક રીતે જોઈએ તો આમાં એમનો વાંક ઓછો અને આપણી શ્રદ્ધાળુ પ્રજાનો વાંક વધુ છે. જોધપુરના સાધકની દીકરીએ હીમ્મતથી ફરીયાદ નોંધાવી; છતાં એ સાધકને એમના અનુયાયીઓ દ્વારા સતત ધમકીઓ મળવાનું ચાલુ જ હતું. એટલી હદ સુધી કે કોર્ટના કમ્પાઉન્ડમાં પણ સાધકને એમના માણસો દ્વારા ધમકી અપાતી. આ બતાવે છે કે આવા ધાર્મીક માફીયાઓ કઈ હદ સુધી જવા તૈયાર છે. ઉપરથી રામ જેઠમલાણી જેવા જાણીતા ધારાશાસ્ત્રીએ એમનો કેસ લીધો. આવા જાણીતા ગુનેગારોનો કેસ કોઈ પણ વકીલે લેવો જ ન જોઈએ. એમાં પણ જેઠમલાણી જેવા જાણીતા ધારાશાસ્ત્રીથી તો લેવાય જ નહીં; પણ જેઠમલાણી આવા મામલે આચારસંહીતા પાળતા જ નથી. શ્રીમતી ગાંધીના હત્યારાનો કેસ પણ તેઓ લડ્યા હતા. સંસદ ઉપર હુમલો કરાવનાર અફઝલ ગુરુનો કેસ પણ તેઓ લડ્યા અને એમની ફાંસી ન આપવી જોઈએ એવું જાહેરમાં કહ્યું. આ કેસમાં એમણે વીવાદાસ્પદ દલીલ કરી કે, ‘એ છોકરી પુરુષને લલચાવવા માટે જાણીતી છે.’ આ દલીલથી તેઓ શું સાબીત કરવા માંગે છે એ કોઈને સમજાયું નહીં.

હાલ દેશમાં આવા ઢોંગી બાવાઓની જમાત ફુટી નીકળી છે. આવા એક બાબા દીલ્હીના નીર્મલ બાબા છે. ટીવી ઉપર એમના કાર્યક્રમો દરરોજ આવે છે. આ બાબાનો ભુતકાળ અત્યંત ખરાબ છે. દીલ્હીના એક ખુણામાં તેઓ ભંગાર વેચતા હતા. આવા અનેક ધંધાઓ બદલતાં બદલતાં એમને આ ધંધો હાથ લાગ્યો અને એમાં જોરદાર સફળ થયા. હકીકત એવી છે કે એમના દરબારમાં આવતા મોટાભાગના લોકો ભાડુતી છે. એમની પાસે અગાઉથી જ બે હજાર રુપીયા પડાવી લેવાય છે. તેઓ જે જવાબો આપે છે એ અત્યન્ત રમુજી હોય છે; છતાં એમની ભક્તી ચાલે છે. આ બાબાની સામે દેશભરમાંથી એકસોથી વધુ કેસ નોંધાયા છે. છતાં પોલીસ એમની ધરપકડ કરતી નથી. આમાં ક્યું રહસ્ય છે એ જાણવા માટે કલ્પના કરવાની જરુર નથી. આ બધો પૈસાનો ખેલ છે. દક્ષીણમાં એક બાબા છે જેમનું નામ નીત્યાનન્દ બાબા છે. એમની સેક્સલીલાઓ અખબારો અને ટીવી ઉપર ચમકી ગઈ છે. દક્ષીણની એક અભીનેત્રી પણ એમની મોહજાળમાં ફસાઈ ચુકી છે. એમની ધરપકડ થઈ ચુકી છે અને અત્યારે જામીન ઉપર છુટ્યા છે. પણ આવા બાબાઓની કપટલીલા ચાલતી જ રહે છે. આસારામના સાધકો એમ કહેતા કે આસારામ (બાપુ ?) યુવતીઓ સાથે કંઈ પણ કરે છે તે કૃષ્ણ ભગવાનની લીલા છે અને બાપુ તો કૃષ્ણ ભગવાનનો અવતાર છે.

ભુતકાળમાં ભાદરણના એક સ્વામી થઈ ગયા, જેમનું નામ કૃષ્ણાનંદ હતું. તેમણે ‘સેન્ડલ એન્ડ પેબલ્સ’ નામના પુસ્તકમાં અનેક વાતો લખી છે અને કહ્યું છે કે : ‘દુનીયામાં ચમત્કાર જેવું કશું જ છે જ નહીં.’ તેઓ એક વખત પદયાત્રા કરતાં કરતાં એક ખેતરમાં આવી પહોંચ્યા. ખેડુતે એમનો સત્કાર કર્યો. સ્વામી ત્યાંથી ગયા એ પછી ખેડુતે ખેતરમાં નક્કી કર્યું હતું એમ ખોદકામ કર્યું. કુદરતી રીતે ત્યાંથી પાણી નીકળ્યું અને લોકવાયકા ફેલાઈ ગઈ કે સ્વામીજી જ્યાં જાય છે અને બેસે છે ત્યાં પાણી નીકળે છે. એમને સંખ્યાબંધ આમંત્રણો મળવા માંડ્યાં; પણ એ આમંત્રણો સ્વીકારવા છતાં બધે પાણી નીકળ્યું હોય એમ ન બન્યું. સ્વામીજીએ સમજાવ્યું કે મને એવો ચમત્કાર આવડતો હોત તો હું દેશભરના બધા ખેતરોની મુલાકાત ન લઉં ? અને ચમત્કારથી વરસાદ ન વરસાવું ? આવો જ બીજો બનાવ બન્યો. એક ગામમાં તેઓ ગયા. ગામના મામલતદારે એમને ઘરે જમવા બોલાવ્યા. એ દીવસ સોમવાર હતો. સ્વામીજી ત્યાં ગયા. બીજા દીવસે મંગળવારે ગામના એક શેઠને ત્યાં ગયા. કુદરતી રીતે થોડા દીવસ પછી પેલા શેઠ અને મામલતદાર એક સમારંભમાં ભેગા થઈ ગયા. બન્નેએ વટથી કહ્યું કે સ્વામીજી મારે ઘરે જમી ગયા છે. બન્નેએ સોમવારે જમી ગયા એવો દાવો કર્યો. અન્તે બન્નેએ નક્કી કર્યું કે સ્વામીજીનાં અનેક રુપ છે. પરીણામે તેઓ એક જ દીવસે અનેક રુપે અનેક સ્થળે પ્રગટ થઈ શકે છે. સ્વામીજીએ પુસ્તકમાં લખ્યું છે કે આ શક્ય જ નથી; પણ આપણી શ્રદ્ધાળુ પ્રજા આવા ગપાટા ફેલાવતી રહે છે.

આવી પ્રજામાંથી અન્ધવીશ્વાસ ધરાવતાં ભક્તોને વીણી વીણીને આસારામ અને નીર્મલ બાબા જેવા લોકો છેતરતા જ રહે છે અને આવા બાબાઓની દુકાન ચાલતી રહે છે. આસારામના કીસ્સામાં સહુથી આઘાતજનક વાત એ છે કે એમણે હજારો યુવતીઓનું શીયળ લુંટ્યું છે અને ધાકધમકીને કારણે બધાનાં મોઢાં ઉપર તાળાં મારી દીધાં છે. હવે પોતે જેલમાં ગયા છે, એટલે એ ભયનું સામ્રાજ્ય ઓસરી ગયું છે. પરીણામે ભુતકાળની ફરીયાદો હવે થવા લાગી છે. લોકોની અન્ધશ્રદ્ધાનો આવા કહેવાતા બાપુઓ ભરપુર ગેરલાભ લે છે. પોતાની તીજોરી ભરે છે અને વાસના સંતોષે છે. આમ આ દુષ્ચક્ર ચાલતું જ રહે છે.

આવા કહેવાતા બાબાઓ એક તરફ વેદો અને પુરાણો વીશે કથાઓ કરે છે અને બીજી બાજુ મંત્રતંત્ર અને ચમત્કારોના નામે છોકરીઓને ફસાવે છે. છોકરીઓ ફસાય એ તો બરોબર; પણ એમનાં માબાપો પણ આ લોકોની જાળમાં આવી જાય છે ! ઉપરથી સત્તાવાળાઓ એમની ઉપર પગલાં લેવાને બદલે એમને બચાવતા ફરે છે. હવે રાજસ્થાનના જોધપુરમાં ફરીયાદ થઈ, એટલે મોડેમોડે પગલાં લેવાયાં; પણ સુરતની ફરીયાદના આધારે એમને વીમાન માર્ગે અમદાવાદ લવાયા અને એમની શાહી સરભરા થઈ. પાંચસો પોલીસો એમની તહેનાતમાં ઉભા રહી ગયા.  ગુજરાત પોલીસ રાજસ્થાન જેવી કડક અને તટસ્થ રહી શકશે કે કેમ એ અંગે શંકા છે. એમના એક ભક્ત શીવાએ પોલીસ સમક્ષ બધું જ રહસ્ય ખોલી નાંખ્યું અને કહ્યું કે રોજ રાત્રે આઠ વાગ્યા પછી આશ્રમની પાછળ ખાસ બનાવેલા ઓરડામાં છોકરીઓને બોલાવાતી.

આસારામ પાસે અઢળક મીલકત છે. કેન્દ્રના બજેટ કરતાં વધુ પૈસો છે. આનાથી બધાને ખરીદી લેવાનો એ પ્રયત્ન કરશે.

આસારામ આધુનીક સાધુ છે. રાજા મહારાજા કરતાં વધુ વૈભવમાં રહે છે. મન્ત્રતન્ત્રમાં લોકોને ફસાવે છે. ચીન્તાની વાત એ છે કે એમના હજારો સાધકો હજી એમની આસપાસ વીંટળાયેલા રહે છે. પત્રકારો પર એ લોકો હુમલા કરે છે અને કેમેરા ઝુંટવી લે છે. જોધપુરથી વીમાન માર્ગે આસારામ અમદાવાદ આવ્યા ત્યારે એ વીમાનમાં સેંકડો સાધકો ઘુસી ગયા હતા. આ સાધકો લોકોને ધાકધમકી આપે છે. એમના મોટાભાગના આશ્રમો સરકારી જમીન ઉપર ગેરકાયદે ચણાયેલા છે. આ આશ્રમોના હીસાબો ઓડીટ થતા નથી અને એને મળતા પૈસાની પહોંચ પણ અપાતી નથી. આશ્રમનો વહીવટ પારદર્શક હોવો જોઈએ; પણ એ નથી.

સરકારે અને સ્વૈચ્છીક સંસ્થાઓએ સવેળા જાગીને આ ગંભીર પ્રશ્ને જાગૃત થઈને આગળ આવવું જોઈએ. દેશભરમાં આ વીષચક્ર ફેલાયેલું છે. દીલ્હીથી માંડીને રાજસ્થાન અને તામીલનાડુ સુધી આ દુષણ ફેલાઈ ગયું છે. આ દુષણ સવેળા રોકીશું નહીં, તો આપણે 21મી સદીમાં જવાને બદલે ફરી પાછા 14મી સદીમાં પહોંચી જઈશું. એ સદી આખી દુનીયા માટે અન્ધકારની સદી હતી. સદીઓ પહેલાં ગુજરાતમાં ‘મા’રાજો’ની કપટલીલા સામે નર્મદ અને દુર્ગારામ જેવા સુધારકોએ મોરચો માંડ્યો હતો અને ‘મહારાજ લાઈબલ કેસ’ જીતીને સનસનાટી ફેલાવી હતી. ત્યારે નર્મદ અને કરસનદાસ મુળજીને જાતજાતની ધમકીઓ મળતી પણ એનાથી ડર્યા વીના એમણે સમાજસુધારાનો યજ્ઞ ચાલુ જ રાખ્યો હતો. હવે જો આપણે ઈચ્છતા હોઈએ કે ફરીથી 14મી સદીમાં નથી જવું તો સમાજસુધારાની મશાલ ફરીથી જલાવવી પડશે.

-યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા.26 ઓક્ટોબર, 2013ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ  – 360 007 ફોન: (0281 – 257 5327) ઈ.મેઈલ: yasindalal@gmail.com

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે,આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments (Wing – B), Opp. Ayyappa Temple, Bonkode, KOPERKHERNE, Navi  Mumbai – 400 709  સેલફોન:  8097 550 222  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 30–11–2013

16 Comments

  1. The business of fraud in the name of the religion is nothing new. India is so called ‘Religious’ and ‘Adhytmik’ country. now, I really don’t know what these two words mean. Where is true religion? And Adhyatma? What we witness everywhere is only rituals and not the religion. Some people includin some media persons caal Asa Ram’s arrest as ‘Attack on Hinduism!!’ I don’t think Religious Mafia will ever allow people to come out of this. We ahve been getting reformers from Narmad, Akha to Narendra Dabholkar but then we as a society have yet to get the the desired result.

    Like

  2. Selfish and foolish people are the followers of the so called Guru, Baba and Mahatama. Gujarat Government should take strict action immediately.

    Like

  3. ડૂબા કુલ આસુરીમલકા
    હુઆ જો પૂત કુંસાઈ

    દુરાચારી કો દુરાચારી નહીં તો ક્યાં સંત કહેંગે?

    Like

  4. નોંધ: ઓશોનાયે દૂરાચારને બૌદ્ધિકોએ નજર અંદાજ ન કરવા જોઈએ. તેણે બૌદ્ધિક વિદ્વતાથી કઈકના ચારિત્રહરણ કર્યા હતા

    Like

  5. ધર્મોના નામે ચાલતા ધતિંગોં અને પાખંડોની પરંપરા તો આજની નથી પણ આજે એટલા માટે તેમના પોકળો જાહેર થાય છે કીમકે લોકોમાં જાગૃતિ આવી ગઇ છે,પણ જ્યારે પાખંડી ધર્મગુરુઓ,સ્વામિઓ અને બાપુઓની રાજકારણીઓ સાથે મિલીભગત થાય છે ત્યારે તેમની પોલ જલ્દી ખૂલતી નથી.
    જાહેરમાં પણ આબધા પાખંડી ધર્મગુરુઓ,સ્વામિઓ,બાપુઓને રાજકારણીઓ/નેતાલોગ એકજ મંચ પર બેસીને જાહેરજનતાને તેમના ઉધ્ધાર કરવાના,તેમનું જીવનધોરણ સુધારવાનાભાષણો ઝિકે છે,દેશની વધી રહેલી વસ્તીની જેમ પણ શિક્ષિત,અશિક્ષિત જનતામાં અંધશ્રધ્ધા પણ એટલી જ વધતી રહે છે,જ્યાં જુઓ ત્યાં જલ્દી પૈસા કમાઈ લેવાની
    લાલસાએ પણ લોકોને પોતાની નાગરિક ફરજનું ભાન નજર નથી પડતું,પૈસા કે લાંચ આપીને પોતાનું કામ જલ્દી થાય અથવા વગ ચાલતી હોય તો તે વાપરીને કામ કઢાવી લેવું
    આવી મનોવૃતિ જ્યા ત્યાં રાબેતા જીવનમાં વણાઈ ગઈ છે.
    હિંદુસ્તાનના દરેક સામાન્ય નાગરિકને લાંચલેવી અને આપવી એ એક નિયમ જેવુ બની ગયું છે(આ રોગ ફક્ત હિંદુસ્તાનમાજ નથી વિકસતા બધા દેશને નડતો છે),આપણે પોતાને ધાર્મિક
    કહેવડાવીએ છીએ પણ માયલું મન જાણે છે કે કેટલા “સોજા અને ડાયા” છીએ!!
    શ્રી યાસીન દલાલ એક રેશનલિસ્ટ છે એટલે જે શિક્ષિતો ધાર્મિક અને અંધશ્રધ્ધાળૂ છે
    તેમને શ્રી યાસીન દલાલનો લેખ નહીં ગમે અને કઈક “વાંધા વચકા ” કાઢશે.જ્યારે
    બીજા વાંચનારાઓ પોતપોતાની રીતે “લેખાંજોખાં” કરશે.તોય લેખનો મર્મ એળે અહી જાય!!

    Like

    1. Dear ph bharadia tame 100 taka sachu kahyu chhe sant neta banne began Mali desh ma dharmik ane rajkiya bhrashtachar vadhare chhe ane avaj uthavnar koi nathi ek dr narendra dabholkor 100 taka nirishvar Vadi bijo narendra modi 100 taka andh shardhaul Ava ne Ava neta hoi je lili topi pan paneer ane Bhagva pan pahere tene satta lalchu na kahiye to su kahiye pan praja ne to fakt mithivani thi bholvi Sakai chhe aa vat neta abhi neta ane santo sari rite jane chhe

      Like

  6. Dear Mr. Bhardia,

    There is an unholy nexus between political mafia and religious mafia. All these so called Bapus, Sants, Bhagwans, Acharyas are Religious Dons. Each of them has his own empire and security guards. Agreed, the awareness is rising against them. But then what will say when doctors, engineers, professors, professionals are found among their so called Bhaktas? I know a Rationalist friend over here in Toronto who says that Rationalists are NOT against the religion but against ritualism. Anyways, we can only expect better sens will prevail soon.

    Like

  7. ધર્મના ધતિંગો સદાય માટે ચાલ્યા જ કરવાના છે.યાસીન દલાલ અને ગોવિંદ મારુ જેવા ભલે ને અરણ્યરુદન કર્યા કરે. હિન્દુસ્તાનના શિક્ષિતો કે અભણ- બધાય ડોકા જ ધુણાવ્યા કરવાના છે. બાપુઓ અને ગુરુઓની જમાત, નવા નવા મંદીરો- આશ્રમો ઉભા કર્યે જ જાય છે. ભક્તાણીઓ નાચે જાય છે અને ફસાય એટલે ચીસો પાડે છે.સારામાં સારા બે જ ધંધા છે- રાજકારણ અને ધર્મ.
    વાંચન હોય, યાદશક્તિ સારી હોય, વાચાળતા હોય અને પુબ્લીક રીલેશન્સનું સારુ નેટવર્ક હોય તો દુનિયા તો ઝૂકવા માટે તૈયાર જ છે. કશું સુધરવાનું નથી. આપણા જેવા બુધ્ધીજીવીઓ ભલે ને ઇન્ટરનેટ પર, બ્લોગ્સ પર કે છાપાંઓમાં લખ્યા કરીએ, હિન્દુસ્તાની ઘેટાઓ કદી સુધરવાના નથી જ અને માથુ ઝૂકાવીને ઉન કપાવા દેવાના જ છે.
    નવીન બેન્કર ( હ્યુસ્ટન)

    Like

  8. પોતાને જગદગુરુ કહેનાર કૃપાલુ મહારાજ વિષે દિવ્ય ભાસ્કરમાં પ્રગટ એક ચોકાવનારો એક મિત્રે -મેલમાં મોકલેલ લેખ નીચેની લીન્ક ઉપર વાંચો .

    કૃપાલુ મહારાજ પોતાના બેડરૂમમાં શિષ્યાઓને દાનમાં……..
    http://www.divyabhaskar.co.in/article-ht/NAT-jagadguru-kripaluji-maharaj-under-scanner-expose-by-karen-jonson-4368438-PHO.html

    Like

  9. નવિનભાઇ, તમે તો થોડા શબ્દોમાં બઘુ જ સમજાવી દીઘું. આભાર.
    સુરેન ઠાકર, ’મેહુલ’ ની આ વાત પુરી સમજ આપે છે……………..
    ’ દુનિયા જરુર પૂજતે અમને ઝૂકી ઝૂકી,
    અફસોસ કે ખરાબ થતાં આવડયું નહીં.’
    તો પછી શા માટે અેક ને અેક વિષય ઉપર પાણી વલોવીને માખણ મેળવવાની તમન્ના રાખીયે. ?
    અમૃત હઝારી.
    ઇસલીન, ન્યુ જર્શી, અમેરીકા.

    Like

  10. ગુરુ કહે તેમ કરી અનુભવી જુઓ
    ગુરુ કરે તેમ ન કરો………..તે લિલા કહેવાય

    Like

  11. Dharm na name dhating to chej pan eva bhakto nathi samji skata ke Gandhiji ne kaya dharm ma ras hato to pan mahatma thaya, ADISANKRACHARYA na sant ne court chhodi de evidence nathi, tamara karm ketla sara ke enu nem KHUNi tarike jay, ne loko haju dharmadhikari kahe, bija kissa to jag jaher che, ……….. Jya sudhu loko nahi samje tya sudhi aam j chalia karse

    Like

  12. Gujarat government no moto upkar ke maherbani je gano te pan asharam ne bachavava pachahd mato nu rajkaran ane neta pote andh shraddhalu ane abhan chhe neta namo namo namo

    Like

  13. બાવાઓને મહત્વ આપવું તે ફરજીયાત નથી. તેથી લોકો જ ઉપદેશ સાંભળવાને બદલે પુસ્તકો વાંચે અને વિચારવાનું શરુ કરે તો બાવાઓનો ધંધો પડી ભાંગે. અને હવે તો ઈન્ટરનેટ આવી ગયું છે એટલે તમને જે વસ્તુની ખબર ન હોય તે મળી પણ શકે અને વિદ્વાન બાવાઓને પૂછી પણ શકાય.

    Like

  14. શ્રી ગોવીન્દભાઈ તથા શ્રી યાસીનભાઈ,

    તમારો ઈમેલ મલ્યો, વાંચ્યો. તમે બહુ સરસ અને વખતસરની ચેતવણી આપી છે. આવા ઢોંગી અને ધતીંગવાળા બાબાઓને હિસાબે જે ખરેખર નિસ્વાર્થી અને ઉચ્ચ જ્ઞાની ધર્મગુરુઓ અને સંતપુરુષો છે, જેઓ ખરેખર લોકોની ભલાઈ કરે છે તેઓની પણ નામોશી થઈ જાય છે. જોકે જોવા જાવ તો આવા બાવાસાધુ-તકસાધુઓ લોકોને હિપ્નોટાઈઝજ કરતાં હોય છે, અને હિપ્નોટીઝમ અને મંત્ર તંત્ર થતું હોય ત્યાં તો ભલભલા લોકો પણ છેતરાઈને ફસાઈ જવાના, અને આવા ઢોંગીઓએ તો આમાંજ “માસ્ટરી” કરી હોય છે. બધાજ ટીવીવાળાઓ આસારામ કે નિત્યાનંદ બાબાની “કથા”ઓ દરરોજ વિસ્તારપુર્વક અને રસપુર્વક રજુ કરતાં હોય છે, તેઓજ પાછા “નિર્મલ બાબાઓ”ની જાહેરાતો પણ ભરપુર કરતાં હોય છે…..લોકો આમજ ફસાઈ જવાના……

    વર્ષો પહેલાં નર્મદ અને કરસનદાસ મુળજીએ જે કેસ કર્યાં હતાં, તે જો ન થયા હોત તો, તો…. આજે વૈષ્ણવ મંદિરોના મહારાજોની કપટલીલા ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગઈ હોત……વિચાર કરતાં પણ ધ્રુજી જવાય છે…..કદાચ આ લીલા પછી બધાજ-નાના કે મોટા-દરેક મંદિરોમાં ચાલુ થઈ ગઈ હોત…”સબ લડકી-કંવારી ઔરતકે ઉપર હમારા પહલે હક્ક હૈ………” તમે મુદ્દો સરસ રજુ કર્યો છે, પણ, જો વર્તમાનપત્રો અને ટીવી વગેરે મીડિયાનો સાથ મલે તોજ કાંઈક જલ્દી સુધારો થઈ શકે, લોકોની આંખ બરાબર ઉઘડી શકે……બાકી તો જેઠમલાની જેવા નફ્ફટ ને નિર્લજ્જ વકીલો મોંમાંગ્યા મબલખ પૈસા લઈને આવાના કેસો લડ્યા કરશે અને સમાજમાં ઢોંગી બાબાઓ લહેર કરતાં રહેશે…જય હો..જય હો.. ઢોંગીબાઓનો અને જેઠમલાની જેવા નફ્ફટોનો…….

    Mansukhlal D.Gandhi
    U.S.A.
    mdgandhi21@hotmail.com

    from: Mansukhlal Gandhi
    to: govindmaru
    cc: “yasindalal@gmail.com”

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s